Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 27
________________ ફિરાક” મેરખપુરી ૨૫ પિસાતા અને કચડાતા માનવી માટે ફિરાકના દિલમાં પારાવાર હમદર્દી છે. ભવોભવથી ભટકી રહેલા આ માનવીને જિંદગીની નિર્દય પછાટે ખાવી પડે છે તેમ છતાં એણે પરાજય સ્વીકાર્યો નથી. માનવીય મથામણુનું ફિરાકને મન મેટું ગૌરવ છેઃ હજારે ખિજ પેદા કર ચુકી છે નસ્લ આદમી કી, યે સબ તસ્લીમ લેકિન આદમી અબ તક ભટકતા હૈ.' માનવીની મુસીબતેને એ જુએ છે, પણ એને સામનો કરવાના ખમીર અંગે ફિરાક આશાવાદી છેઃ મંજિલ કે જગા લેંગે જહાં પાંવ ધરે, હમ જિન્દા થે, હમ જિન્દા હૈ, હમ જિન્દા રહેશે. ફિરાક કલા ખાતર કલામાં માનનારા કવિ છે. જેનું અંતરંગ અને બહિરંગ સુંદર હોય તે કવિતા, એમ તે માને છે. વળી આ ભાવુક પ્રકૃતિને કવિ ક્યારેક પ્રણયના આવેગથી ધસમસતી ગઝલ કહે છે, તે કવચિત્ પાસના જીવનથી પ્રભાવિત થઈને એકાએક ઈન્કલાબી નજમ કહેવા માંડે છે. વળી એવામાં પ્રિયતમા યાદ આવી જાય તે પ્રેમની સરવાણું ફૂટી નીકળે છે. ફરમાયશી લખાણું લખવાના તેઓ વિધી છે. હૃદયમાં જાગેલે ઊર્મિધબકાર શબ્દદેહ ધારણ કર્યા વિના રહી શકે નહીં ત્યારે જ તેઓ લેખિની ચલાવે છે. એમણે એક પત્રમાં નિજને લખ્યું કે, જેમ રુદન કરવાથી કોઈ ફાયદો નથી, તેમ છતાં

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36