Book Title: Firak Gorakhpuri
Author(s): Kumarpal Desai
Publisher: Parichay Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ સાહિત્યના હાર્દને પામી શકીશું નહીં તે આપણું સાહિત્ય પ્રગતિશીલ હોવા છતાં કપાયેલા પતંગ જેવું દિશાશૂન્ય બની રહેશે. આમ, ફિરાક ગેરખપુરીમાં પરંપરાની સમૃદ્ધિ અને પ્રયોગનું સામર્થ્ય બંને પ્રગટ થાય છે. આવું સંજન આપણું સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. મીર તકી, મીર અને મિરઝા ગાલિબને બાદ કરતાં ફિરાક ગેરખપુરીને ઉર્દૂ ગઝલના ઉત્તમ રચયિતા માનવામાં આવે છે. એમના સર્જનવૈશિષ્ટને જોઈને એમની જ એક પંક્તિ યાદ આવે છે: હજાર બાર જમાના ઈધર સે ગુજરા હે નઈ નઈસી હૈ કુછ તેરી રહગુજર ફિર ભી. ૧૯૪૩ના ઓગસ્ટ મહિનામાં અલ્લાહાબાદની સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લેતા હતા. આ સમયે સિવિલ હોસ્પિટલમાં માત્ર ઉચ્ચ અધિકારીઓને જ પ્રવેશ મળતું હતું. ફિરાક લાંબા સમયની બેહેશી પછી જાગ્યા ત્યારે ગંભીર હાલતમાં પણ પોતાની કવિતા સંભળાવ્યા વગર ન રહ્યા. કવિતા સંભળાવતાં પહેલાં એમણે મિત્રને કહ્યું, કેવી છે આ હોસ્પિટલ, જ્યાં દરેક વ્યક્તિ સજજન બનીને પથારીમાં સૂતી છે. આ તે સાહેબ લોકેની હૌસ્પિટલ છે ને તેથી. પરંતુ જ્યારથી હું આ હોસ્પિટલમાં આવ્યો છું ત્યારથી એમાં જીવ આવ્યું છે. હવે હોસ્પિટલના

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36