Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ 9 भक्षयितव्य: निरास्वाद एव वालुकाकवल: श्रामण्यम्। - સમરાઈચ્ચકહા C બાળક નાનું, અને દવા કડવી, એ પ્રસન્નતાથી દવા લેવા તૈયાર થઈ જાય એવી શક્યતા કેટલી ? લગભગ નહીં. પગ ખુલ્લા અને રસ્તો કાંટાથી વ્યાપ્ત, એ રસ્તે મર્દાનગી સાથે પ્રસન્નતાપૂર્વક ચાલવા કોઈ યુવક તૈયાર થઈ જાય એ શક્યતા કેટલી ? લગભગ નહીં. મુનિ ! ભલે તે કોઈ પણ કારણસર શ્રમણજીવન અંગીકાર તો કરી લીધું છે પણ સ્પષ્ટ શબ્દોમાં અમે તને કહીએ છીએ કે રેતીના કણિયાઓ તો મેં જોયા છે ને? એ હોય છે સર્વથા સ્વાદહીન. પેટમાં એ રેતીના કણિયાઓ પધરાવતા રહેવાનું જેટલું કઠિન અને ત્રાસદાયક હોય છે, તારી પાસે રહેલ સંયમજીવન એટલું જ કઠિન અને કષ્ટદાયક છે. જિંદગીભર એ જ ગુરુ, એ જ સહવર્તિઓ, એ જ સ્વાધ્યાય, એ જ ક્રિયા, એ જ વિહાર, એ જ લોચ, એ જ પરિસહો અને એ જ ઉપસર્ગો. પ૫ શરીરને બહેકાવતા રહેવાની કોઈ વાત નહીં. મનને બહેલાવતા રહેવાની કોઈ આજ્ઞા નહીં. ક્યારેય ન અનુભવેલા આત્મસુખને અનુભૂતિનો વિષય બનાવવા જિંદગીભર ઝઝૂમતા રહેવાનું અને જનમજનમ અનુભવેલા શરીરનાં અને મનનાં સુખો સામે લાલ આંખ કરતા રહેવાનું. અહંને તોડવા રહેવાનું અને સમર્પણભાવને જીવનમંત્ર બનાવતા રહેવાનું. અનુકૂળતાને તરછોડતા રહેવાનું અને પ્રતિકૂળતાને સત્કારતા રહેવાનું. શું આ બધું તું બચ્ચાનાં ખેલ માને છે ? આ બધાયને તું શું સરળ અને આનંદદાયક માને છે ? ના, આ બધું ય કઠિન છે, કધ્યદાયક છે અને સાથોસાથ બેસ્વાદ પણ છે. પણ સબૂર ! આનો અર્થ એવો ન સમજતો કે સંયમજીવનને છોડીને તારે પુનઃ સંસારમાં આવી જવાનું છે કે હતાશા સાથે તારે આ જીવન પૂરું કરી દેવાનું છે. દર્દની વેદનાથી ત્રાસેલો દર્દી જો દર્દમુક્ત બનવા માટે કઠોરમાં કઠોર અને કડકમાં કડક નિયંત્રણો પણ જો પ્રસન્નતાપૂર્વક સ્વીકારીને જ રહે છે તો દોષોના અને કષાયોના અપાયોથી ત્રાહિમામ્ પોકારી ઊઠેલો સાધક એ તમામ અપાયોથી આત્માને મુક્ત કરવા કઠિનમાં કઠિન અને કડકમાં કડક પ્રભુશાજન્ય નિયંત્રણો સ્વીકારી જ લેતો હોય છે. અમે તને એટલું જ કહીએ છીએ કે આવા સાધકમાં તારો નંબર લગાડી દેવામાં તું જો સફળ બની ગયો તો રેતીના કણિયાવાળા કોળિયાઓ પેટમાં પધરાવવા જેવું બેસ્વાદ પણ શ્રમણપણું તને જામ્યા વિના નહીં જ રહે. અને જામી જતું એ શ્રમણપણું તારા જનમજનમના સંસારપરિભ્રમણના થાકને ઉતારી નાખનારું બની ગયા વિના નહીં જ રહે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51