Page #1
--------------------------------------------------------------------------
________________
नैव विश्वसितव्यं स्तोकेऽपि कषायशेषे किन्तु । मिथ्यादुष्कृतादिभिर्झटित्येव ततो निवर्त्तनीयम्।
વિશેષાવશ્યક ભાષ્ય
- ગા. ૧૩૨૪
$
છે
ક્યાં ભરોસો કરીએ છીએ આપણે આગની ચિનગારીનો?
ક્યાં આપણે ઉપેક્ષા કરીએ છીએ નાનકડા પણ સાપોલિયાની ?
ક્યાં આપણે બેફિકર રહીએ છીએ નાનકડા પણ રોગ પ્રત્યે ? પણ અનંતજ્ઞાનીઓ અહીં આપણું ધ્યાન એક અલગ જ બાબત તરફ દોરી રહ્યા છે. ‘કષાયનું કદ નાનું છે. એમ સમજીને ન તો એનો તું ભરોસો કરતો કે ન તો એની તું ઉપેક્ષા કરતો, ન તો એને તું મામૂલી માની બેસતો કે ન તો એને તું તુચ્છ માની બેસતો. કારણ કે એનું પોત ચિનગારીનું છે. નાનકડી એક જ ચિનગારીમાં જેમ લાખો-કરોડો જીવોની સ્મશાનયાત્રા કાઢી નાખવાની પાશવી ક્ષમતા પડી છે, તેમ નાનકડા એક જ કષાયમાં તારા કરોડો-અબજો વરસોના સંયમપર્યાયને નિરર્થક અને નુકસાનકારી બનાવી દેવાની પાશવી ક્ષમતા પડી છે. એક જ વખતના મામૂલી પણ કષાયમાં લોચ-વિહારાદિના તેં વેઠેલાં કષ્ટોને, લોહી-પાણી એક કરીને તેં કરેલા સ્વાધ્યાયને,
શરીરને કૃશ બનાવી દેતી તેં કરેલ તપશ્ચર્યાને મૂલ્યહીન બનાવી દેવાની ભયંકર ક્ષમતા ઘડી છે. તારી પાસે જો દૃષ્ટિનો ઉઘાડ હોય, પ્રભુવચનો પર તારી જો શ્રદ્ધા હોય, દુર્ગતિના જાલિમ દોષોથી તારી જાતને તું જો દૂર રાખવા માગતો હોય, આજે શબ્દોમાં રમી રહેલ મોક્ષના સુખને તું જો અનુભૂતિનો વિષય બનાવવા માગતો હોય, મોક્ષ ન મળે ત્યાં સુધી તારા માટે તું જો સદ્ગતિની પરંપરા નક્કી કરી દેવા માગતો હોય તો એના શ્રેષ્ઠ વિકલ્પો બે જ છે. શું જીવનમાં કે શું મનમાં, કષાયને તું સ્થાન આપ જ નહીં. સત્ત્વની કચાશના કારણે નિમિત્તને આધીન બનીને તારાથી ક્યારેક કષાય થઈ પણ જતો હોય અથવા તો સામે ચડીને તું કષાય કરી બેસતો પણ હોય તો તું તુર્ત જ એનું મિચ્છા મિ દુક્કડ માગી લઈને એનાથી પાછો ફરી જા. શું કહીએ તને? અપમાનો વેઠવા પડતાં હોય તો એ વેઠી લેજે. અહં તૂટતો હોય તો તૂટવા દેજે અને કદાચ જીવન પર ખતરો આવી જતો હોય તો એને સ્વીકારી લેજે પણ કષાયને તો તું તારું મન આપતો જ નહીં. અનંતકાળથી આ સંસારમાં તને રખડતા રાખવાનું કામ જે કષાયોએ કર્યું છે એ કષાયોમાં મિત્રબુદ્ધિ? એ કષાયોમાં સુરક્ષાબુદ્ધિ ? એ કષાયોમાં હિતબુદ્ધિ? એ કષાયોમાં ઉપકારી બુદ્ધિ ? યાદ રાખજે, આ જ તો મિથ્યાત્વ છે. કપડાંથી તું સંયમી અને મનથી તું મિથ્યાત્વી ?
Page #2
--------------------------------------------------------------------------
________________
चिरपरिचितमपि सूत्रार्थ य: शून्यहृदयतया न स्मरति सशिष्यो न योग्य: शिष्यत्त्वस्यापि, गुरुत्वं तु दूरेणैव तस्य। ।
વિશેષાવશ્યક ભાષ્ય છે
- ગા. ૧૪૪૩ ૭ @ @ @ @ @ @ ' ભલે ને વિદ્યાર્થી જબરદસ્ત હોશિયાર છે, પોતે જે કાંઈ ભણી ગયો છે એને સ્મૃતિપથ પર અકબંધ કરી દેવા એ સતત પ્રયત્નશીલ બન્યો જ રહે છે. ધંધાના ક્ષેત્રમાં એ વેપારીની નામના ભલેને ‘કુશળ ખેલાડી' ની છે, પોતાના ધંધાને જમાવેલો રાખવા એ સતત નફા-તોટાનું સરવૈયું કાઢતો જ રહે છે. ક્રિકેટના જગતમાં એનું નામ ભલેને કરોડોના મુખે ચડી ગયું છે, પોતાની ‘ગુડવિલ” ટકાવી રાખવા એ ‘નેટ પ્રેક્ટિસ કરતો જ રહે છે.
એવા ખ્યાલમાં પ્રમાદને આધીન બનીને તું વિકથાદિમાં વ્યસ્ત બની ગયો છે તો યાદ રાખજે, તારી પાસે રહેલ ‘શિષ્યપણું' તો ગાયબ છે જ પણ કદાચ તારી પાસે ‘ગુરુપદ' આવી ગયું હોય તો એ તો તારાથી ક્યારનું ય દૂર થઈ ગયું છે. સ્વાધ્યાય એ જ જેના જીવનનો પ્રાણ હોય, પ્રભુનાં વચનો એ જ જેના જીવનની એક માત્ર મૂડી હોય, સૂત્રાર્થસ્મરણ એ જ જેના મનને વશમાં રાખવાનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ હોય એવો મુનિ જો સ્ત્રાર્થના સ્મરણને, સ્વાધ્યાયને, પરાવર્તનને, અનુપ્રેક્ષાને એક બાજુ મૂકી દેશે તો એ મુનિનું ‘મુનિપણું ટકશે શી રીતે? યાદ રાખજે, આ જગતમાં કેટલાક એવા જીવો પણ છે કે જેઓ પાસે ‘આંખ' જરૂર છે અને છતાં તેઓ ‘આંધળા” છે. * જીભ' જરૂર છે છતાં તેઓ ‘મૂંગા છે અને ‘કાન' જરૂર છે છતાં તેઓ ‘બહેરા’ છે. તારા માટે એવું તો ન બનવું જોઈએ કે તારા શરીર પર સંયમીની જાહેરાત કરતાં ‘કપડાં' તો હોય અને છતાં તારી પાસે “સંયમ’ ન હોય. સાચે જ આ કરુણતાનો શિકાર તું જો નથી જ બનવા માગતો તો તું એક કામ કર. આજે કડકડાટ બની ગયેલા અને સડસડાટ ચાલી રહેલા સૂત્ર અને અર્થને તું સતત ભાવસભર હૈયે સ્મૃતિપથ પર લાવતો જ જા. ચાલુ રહેતું મશીન, કાટથી બચી જાય છે. ચાલુ રહેતું સૂત્રાર્થનું સ્મરણ, તારા સાધુપણાને બચાવી લેશે.
મુનિ!
તારી પાસે વરસોનો સંયમપર્યાય છે. કબૂલ! લોચ-વિહારાદિનાં કષ્ટો તને કોઠે પડી ગયા છે. કબૂલ! તપશ્ચર્યા તારે મન ડાબા હાથનો ખેલ બની ગઈ છે. કબૂલ! સૂત્ર અને એના અર્થ તારા માટે ચિર-પરિચિત બની ગયા છે. કબૂલ ! પણ યાદ રાખજે, તારી પાસે જો એ સૂત્રાર્થનું પુનરાવર્તન નથી, પ્રમાદને પરવશ બનીને, સુખીલવૃત્તિનો શિકાર બનીને, જાતની સ્મરણશક્તિ પર વધુ પડતો ભરોસો રાખીને તું જો નિષ્ફર હૃદયનો શિકાર બનીને સૂત્રાર્થના સ્વાધ્યાયને એક બાજુ પર મૂકી બેઠો છે. ‘હું ધારું ત્યારે સૂત્રાર્થને ઉપસ્થિત કરી શકું છું.
Page #3
--------------------------------------------------------------------------
________________
गुरुचित्तं प्रसादयन् शिष्य: सम्यक् श्रुतं लभते।
વિશેષાવશ્યક ભાષ્ય
- ગા. ૯૩૭ eી
પોતાના સદ્વર્તન દ્વારા જેલરને ખુશ કરી દેતો કેદી કદાચ જેલમાંથી વહેલો છુટકારો મેળવી પણ લે છે તો ય એટલા માત્રથી એનું જીવન સમસ્યામુક્ત બની જતું નથી. બની શકે એની પત્નીનો સ્વભાવ કર્કશ હોય, એના દીકરાનો સ્વભાવ ઉદ્ધત હોય, સંપત્તિના ક્ષેત્રે એ કંગાળ હોય, મકાનના ક્ષેત્રે એ ઝૂંપડામાં રહેતો હોય, આબરૂના ક્ષેત્રે એ બેઆબરૂ હોય. શરીરક્ષેત્રે એ રોગિષ્ઠ હોય. જેલમાંથી છુટકારો મળ્યા બાદ પણ આ બધી સમસ્યાઓ તો એના મસ્તક પર તલવારની જેમ લટકતી જ હોય છે. શાંતિનો અને અનુભવ ક્યાં? પ્રસન્નતા એની અકબંધ ક્યાં? સ્વસ્થતા એની નિશ્ચિત્ત ક્યાં? પણ મુનિ! સદ્વર્તન દ્વારા, સદ્વ્યવહારના માધ્યમ તું જો તારા અનંતોપકારી ગુરુદેવના ચિત્તને પ્રસન્ન રાખી શક્યો તો એના ફળ તરીકે તને જે પણ શ્રત પ્રાપ્ત થાય એ શ્રુતને “સમ્યફ’ નું ગૌરવ મળી જાય અને સમ્યફ બની જતું એ શ્રુત આ જગતના કહેવાતા તમામ લાભોની તને પ્રાપ્તિ કરાવીને જ રહે.
‘સમ્યક શ્રુત’ શું કરે એમ તું પૂછે છે? સાંભળી લે એનો જવાબ. પ્રલોભનોની હાજરીમાં એ તને પાપબુદ્ધિનો શિકાર બનવા નથી દેતું, તો પ્રતિકુળતાની હાજરીમાં એ તને અસમાધિથી ગ્રસ્ત બનવા નથી દેતું. સેવાઈ જતા પાપ પાછળ તારા ચિત્તમાં એ પશ્ચાત્તાપની આગ પેદા કર્યા વિના નથી રહેતું તો સુકૃતસેવનના સમાચાર મળવા માત્રથી તારા હૃદયને એ આનંદવિભોર બનાવી દીધા વિના રહેતું નથી. યાદ રાખજે. ગુરુની પ્રસન્નતા છતાંય વિપુલ શ્રુતનું સ્વામિત્વ તારી પાસે ન આવે એ સંભવિત છે. કારણ કે શ્રુતની વિપુલતા તો જ્ઞાનાવરણના ક્ષયોપશમને આભારી છે કે જે કદાચ તારી પાસે પ્રબળ ગુરુભક્તિ હોવા છતાં ન પણ હોય પણ ગુરુની પ્રસન્નતામાં તું નિમિત્ત બનતો હોય અને એ પછી ય સમ્યફ શ્રુતનું સ્વામિત્વ તારી પાસે ન આવે એ તો સંભવિત જ નથી કારણ કે ‘સમ્યક’ ની પ્રાપ્તિ બંધાયેલી છે મોહનીયના ક્ષયોપશમને અને ગુરુભક્તિ એ મોહનીયને માટે તો કાળદૂતનું પ્રતિનિધિત્વ જ ધરાવે છે. શીધ્ર તું મુક્તિમાં જવા માગે છે ને? તો ‘સમ્યફ ને તારા જીવનનું લક્ષ્ય બનાવી દે. અને એ “સમ્યફ’ ગુરુની પ્રસન્નતાને બંધાયેલું છે. એ સત્યની તારા રોમરોમમાં તું પ્રતિષ્ઠા કરી દે. યાદ રાખજે, જમાલિ પાસે ૧૧ અંગનું વિપુલ શ્રુત જરૂર હતું પણ સમ્યફ શ્રુત તો સામાયિકના અર્થની પણ જેમની પાસે જાણકારી નહોતી એ માસ્તુપ મુનિ પાસે જ હતું. શું થયું એ બંનેનું એનો તને ખ્યાલ જ હશે. ચાલ્યો આવ, માખુષના માર્ગે. મોક્ષ તારો હાથવેંતમાં જ છે !
Page #4
--------------------------------------------------------------------------
________________
सुबहमपि श्रुतमधीतं चरणविप्रहीणस्य
निश्चयतो अज्ञानमेव।
- ગા. ૧૧૫૨
)
ભોજન હાજર છે, ભોજનનાં દ્રવ્યોના ગુણધર્મની બરાબર જાણકારી છે અને છતાં માણસ જો ભોજનનાં એ દ્રવ્યોને આરોગતો નથી તો એની પાછળનાં મુખ્ય કારણો ચાર હોઈ શકે. માણસનું પેટ ભરેલું હોય, માણસની ભૂખ મરી ગઈ હોય, માણસની હોજરી નરમ હોય અથવા તો માણસ ગાંડો હોય. મુનિ! તારી પાસે આગમોનો બોધ સરસ છે ને? હજારો શ્લોકો તને કંઠસ્થ છે ને? તારી વિદ્વત્તાથી સહુ આશ્ચર્યચકિત છે ને? જવાબ આપતું. તારા જીવનમાં એનું આચરણ કેટલું છે ? પાપ-પ્રમાદના ત્યાગનો તારો પુરુષાર્થ કેવો છે? સદ્ આચરણક્ષેત્રે સત્ત્વ ફોરવતા રહેવાની તારી તૈયારી કેવી છે? તું કેવળજ્ઞાન નથી પામી ચૂક્યો એની અમને ખબર છે. વ્રત-નિયમોના સ્વીકાર માટેનું સન્ત તારી પાસે સારું એવું છે એની ય અમને ખબર છે. સદ્ આચરણની જ જ્યાં બોલબાલા હોય એ સંયમજીવનનો તું સ્વામી છે એની ય અમને ખબર છે અને છતાં તું જે કાંઈ ભણ્યો છે, કર્મબંધનાં અને કર્મક્ષયનાં કારણોની તારી પાસે જે કાંઈ જાણકારી છે એ જાણકારીને ઉચિત તારા જીવનમાં જો આચરણ નથી તો
અમારે તને એટલું જ કહેવું છે કે તારું જ્ઞાન એ જ્ઞાન નથી પણ એજ્ઞાનું જ છે. લોહી બનાવી શકતી બદામ તારી સામે જ પડી છે, તારા શરીરમાં લોહી ઓછું છે. અને છતાં તું બદામ ખાવાની બાબતમાં ગલ્લા-તલ્લાં કરે છે. આનો અર્થ તો એટલો જ ને કે કાં તો તને બદામની તાકાતની જાણકારી નથી અને કાં તો લોહીની અલ્પતાની ભયંકરતા તારા ખ્યાલમાં નથી. જનમ-મરણની પરંપરા પર પૂર્ણવિરામ મૂકી દેવાની આગવી તાકાત ધરાવતું સમ્યફ શ્રુત તારી પાસે ઉપલબ્ધ છે. તારા એક એક આત્મપ્રદેશ પર અનંત અનંત કાર્મણ વર્ગણાઓ ચોંટેલી છે. અને છતાં તું સદ્ આચારોથી હીન જીવન જીવી રહ્યો છે તો એનો અર્થ તો એટલો જ ને કે કાં તો તને શ્રાધ્યયનમાં પડેલ અનંત અનંત કર્મોનો સફાયો બોલાવી દેવાની પ્રચંડ ક્ષમતા પર શ્રદ્ધા નથી અને કાં તો આત્માના ચાલુ રહેલા ભવભ્રમણની ખતરનાકતા તને સમજાઈ નથી. એ સિવાય આવી ભૂલ તું કરી જ શી રીતે શકે ? મુનિ ! થોડોક ડાહ્યો થા. સત્ત્વશીલ થા. સ્વચ્છંદમતિથી મનને અને સુખશીલવૃત્તિથી શરીરને થોડુંક મુક્ત કરતો જા . પ્રભુનાં જે પણ વચનોને તે કંઠસ્થ કર્યા છે એ તમામ વચનોને આચરણમાં ઉતારીને એ વચનોને તું ‘જ્ઞાનરૂપ પુરવાર કરતો જા. બાકી,
અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી ! કાં પેટમાં ગયું નહીં ને, કાં ગયું તે પાણી’ આવું તારા અધ્યયન માટે ન બને એનું ખાસ ધ્યાન રાખજે.
Page #5
--------------------------------------------------------------------------
________________
चक्रवर्तिपदलाभादिकं पुण्यफलं निश्चयतो दुःखमेव, कर्मोदयजन्यत्वात्, नरकत्वादिपापफलवत् । ।
વિશેષાવશ્યક ભાષ્ય છે
- ગા. ૨00૪
તૃષા છીપાવવા સરબત મળે પણ એ સરબત આપનાર જો દુશમન હોય તો માણસ એ સરબત પેટમાં પધરાવતા પહેલાં લાખ વાર વિચાર કરે જ ને? મુનિ ! જવાબ આપ તું. જગત જેને પણ “સુખ’ માને છે એ રૂપવતી સ્ત્રી, વિપુલ સંપત્તિ, પ્રચંડ સત્તા, આકર્ષક રૂપ, કોકિલ કંઠ, ધારદાર વક્નત્વ વગેરે સુખો પ્રત્યે તારા મનમાં ખ્યાલ કયો? એ તમામ પ્રત્યે તારા મનમાં કૂણી લાગણી કે ધિક્કારની લાગણી ? એ તમામ પ્રત્યે તારા મનમાં આદરભાવ કે નફરતનો ભાવ? આ પ્રશ્ન અમારે તને એટલા માટે પૂછવો પડે છે કે આ સંસારમાં થઈ રહેલ તારી રખડપટ્ટી એક જ પરિબળને આભારી છે. અને એ પરિબળનું નામ છે ‘કર્મસત્તા.' એણે તને માત્ર દુ:ખો જ નથી આપ્યા, સુખો પણ આપ્યા છે. એણે તને માત્ર નરકાદિ દુર્ગતિઓનો મહેમાન જ નથી બનાવ્યો, સ્વર્ગાદિ સુખો પણ તને એણે જ આપ્યા છે. એણે તારા મુખ પર માત્ર વેદના જ નથી ઝીંકી,
હાસ્ય પણ તારા મુખ પર એણે જ પ્રગટાવ્યું છે. અને કરુણતાની વાત એ છે કે એની આ ચાલબાજીએ જ તને પરમાત્મા બનતો રોક્યો છે. સદ્દગુણોના સૌદર્યની મજા એણે જ તને માણવા દીધી નથી. સમાધિના અને સમતાના શ્રેષ્ઠતમ સુખથી એણે જ તને વંચિત રાખી દીધો છે. ચાલાક રાજા દુશ્મન રાજા તરફથી અપાતા ઝેરને તો પેટમાં નથી જ પધરાવતો પણ સરબતને ય પોતાના પેટમાં પધરાવતા લાખ વાર વિચાર કરે છે. અમારે તને એટલું જ યાદ કરાવવું છે કે દુઃખ તને નાપસંદ છે. કારણ કે એ કર્મસત્તા તરફથી તને મળેલી અણગમતી ભેટ છે તો સુખ પણ તને એટલું જ નાપસંદ પડવું જોઈએ કારણ કે એ ય કર્મસત્તા તરફથી જ તને મળેલી ભેટ છે. ભલે એ ભેટ તારા માટે કદાચ મનગમતી છે. પણ એનું મૂળ પોત તો ખતરનાક જ છે. શું કહીએ અમે તને? જે પણ પરિબળો તારા આત્માને શાશ્વતસ્થાનથી અને શાશ્વત સુખથી દૂર રાખતા હોય એ તમામ પરિબળો - પછી ચાહે એ દુઃખરૂપ હોય કે સુખરૂપ હોય - તારા આત્મા માટે ભયંકર જ છે. આ વાત તું તારા દિલની દીવાલ પર સુવર્ણાક્ષરે કોતરી રાખજે. પ્રશ્ન દુઃખથી દૂર રહેવાનો કે દુઃખથી બચતા રહેવાનો નથી. પ્રશ્ન સુખથી દૂર રહેવાનો અને સુખથી બચતા રહેવાનો છે. એ બાબતમાં તું સ્પષ્ટ અને સાવધ થઈ ગયો કે મુક્તિસુખનો તું અધિકારી બની ગયો જ સમજ.
Page #6
--------------------------------------------------------------------------
________________
अणुवसंतेण दुक्करं दमसागरो तरिउं
- ઉત્તરાધ્યયન
વજનદાર પથ્થરને હાથમાં રાખીને પર્વતના શિખર પર પહોંચી જવામાં સફળતા મેળવવાનું શક્ય જ ક્યાં છે? બૂટ કે ચંપલ પહેર્યા વિના ખુલ્લા પગે કાંટાઓથી વ્યાપ્ત એવા જંગલના રસ્તે સહીસલામત ચાલતા રહીને જંગલ પસાર કરી દેવામાં સફળ બનવાનું શક્ય જ ક્યાં છે?
તરી જવો સર્વથા અશક્ય છે. કારણ ? અનુપશાંતતા આખરે તો કષાયનું જ સ્વરૂપ છે ને? અને જ્યાં કષાયભાવ છે ત્યાં કર્મબંધ ચાલુ છે. અને જ્યાં કર્મબંધ ચાલુ છે ત્યાં સંસાર અકબંધ છે. એક વાત ખાસ યાદ રાખજે તું કે જે રાતે ચન્દ્ર વધતો નથી એ રાતે ચન્દ્ર ઘટીને જ રહે છે. એ હકીકત જો ચન્દ્ર માટે છે તો એ જ હકીક્ત મન માટે છે. મન જ્યારે આત્માના પક્ષમાં નથી હોતું, આત્મહિતની વિચારણામાં વ્યસ્ત નથી હોતું, આત્મસ્વરૂપના ચિંતનમાં લીન નથી હોતું ત્યારે અનિવાર્યરૂપે એ શરીરના પક્ષમાં હોય છે. ઇન્દ્રિયોના વિષયોમાં એ લીન હોય છે. ઇન્દ્રિયોના વિષયોની કલ્પનામાં એ વ્યસ્ત હોય છે. આનો તાત્પર્યાર્થ તને સમજાય છે ? ઉપશાંતભાવ એ આત્માનો ગુણ છે. જો એના ઉપયોગમાં રહેવાને બદલે તે અનુપશાંત છે તો એનો અર્થ એટલો જ છે કે તારું મન બહિર્ભાવોમાં રમી રહ્યું છે. બસ, આ બહિર્ભાવોની રમણતા જ તને સંસારમાં રાખવા માટે અને રખડાવવા માટે વાવાઝોડાના પવનની ગરજ સારતી રહેવાની છે. 'उवसमसारो खुसामण्णं' *ઉપશમભાવ એ જ શ્રમણજીવનનો સાર છે” આ પંક્તિ તારા વાંચવામાં અનેકવાર આવી જ છે ને ? તો પછી હવે એ ઉપશમભાવને આત્મસાત્ કરી લેવામાં તું રાહ કોની જોઈ રહ્યો છે?
મુનિ!
તું ઇન્દ્રિયોનો આ મહાસાગર તરી જવા માગે છે ને? અમે તને એટલું જ પૂછીએ છીએ કે તું ઉપશાંત છે ખરો? ચિત્તની સ્થિરતા તારી અકબંધ છે ખરી ? મનની સ્વસ્થતા તારે હાથવગી છે ખરી? જો ના, જો તું અનુપશાંત છે. આવેશના, અહંકારના અને આક્રમકતાના હુમલાઓ જો તારા મન પર અવારનવાર થતા જ રહે છે, અપેક્ષાભંગમાં કે સ્વાર્થભંગમાં નિમિત્ત બનનાર વ્યક્તિઓ પ્રત્યેના દુર્ભાવથી તારું અંતઃકરણ જો વ્યાપ્ત રહ્યા જ કરે છે તો અમે તને કહીએ છીએ કે તારા માટે આ ઇન્દ્રિયોનો, ઇન્દ્રિયોના વિષયોનો. વિષયો પ્રત્યેના મનના આકર્ષણનો મહાસાગર
Page #7
--------------------------------------------------------------------------
________________
१
अभिणवपाविए गुणे, अणाइभवसंगए अ अगुणे।
- પંચસૂત્ર - ૨ eો
તાજું જ જન્મેલું બાળક. એને જો તમારે જીવતું રાખવું છે તો કેટકેટલી સાવધગીરી તમારે દાખવવી પડે ? ભૂખ એને લાગે. સંડાસ એને જવું હોય, પડખું એને ફેરવવું હોય, તરસ એને લાગી હોય, સ્તનપાન એને કરવું હોય, પેટ એનું દુ:ખતું હોય. એની તમામ પ્રકારની જરૂરિયાતો અને તમામ પ્રકારની સુરક્ષા તમારે જ પૂરી પાડવી પડે. બસ, મુનિ!. કોઈ પણ ગુણ ભલે આજે તારી પાસે ભલે કદાચ વરસોથી છે છતાં તું યાદ રાખજે કે એ ગુણનું પોત જન્મજાત બાળકનું જ છે. જો એ ગુણને તું જિવાડવા માગે છે તો એ અંગેની તમામ સાવધગીરી તારે જ દાખવવી પડવાની છે. બાળકને જિવાડવા જો મમ્મીએ જ સાવધગીરી દાખવવી પડે છે તો ગુણને જીવાડવા સાધકે જ સાવધગીરી દાખવવી પડે છે. આ સાવધગીરી બે સ્તરે દાખવવાની છે. બાળકને મમ્મી દૂધથી પુષ્ટ કરતી રહે છે અને માટીથી દૂર રાખતી રહે છે. મંદિરના પૂજારી દીપકમાં તેલ પૂરતો રહે છે અને પવનથી એને બચાવતો રહે છે. બસ, એ જ ન્યાયે ગુણોને તારે સનિમિત્તોથી પુષ્ટ કરતા રહેવાના છે
અને કુનિમિત્તોથી દૂર રાખતા રહેવાના છે. અને તો જ ગુણોને જિવાડવામાં તને સફળતા મળવાની છે. પણ સબૂર ! દોષની બાબતમાં આખી વાસ્તવિકતા જુદી છે. એનું મૂળ પોત તો અંધકારનું છે. કંટકનું છે. વિષ્ટાનું છે. રોગનું છે. આમાંના એકને પણ જિવાડવા કોઈને ય ક્યાં કાંઈ કરવું પડે છે ? એ બધાય સ્વયં સુરક્ષિત છે. બસ, દોષ ચાહે વાસનાનો હોય કે કષાયનો હોય, સુખશીલવૃત્તિનો હોય કે સ્વચ્છંદમતિનો હોય, પાપનો હોય કે પ્રમાદનો હોય, એ તમામનો સંગ તારો આજનો નથી, અનાદિકાળનો છે. એક એક ગતિના એક એક ભવમાં એ તમામ દોષો પ્રગટ-અપ્રગટ રૂપે તારી સાથે રહ્યા છે. માત્ર સાથે જ રહ્યા છે એવું નથી. એ તમામ દોષો તને ખૂબ ગમ્યા પણ છે. તારી તમામ તાકાતથી એ તમામને તેં તગડેબાજ બનાવ્યા છે. સંયમના આ ટૂંકા જીવનમાં એ તમામનો તું જો સફાયો બોલાવવા માગે છે તો કલ્પના કરી જોજે કે એ માટે તારે પુરુષાર્થ કેવો જંગી કરવો પડશે ! એ માટે તારે દોષો પ્રત્યેનો નફરતભાવ કેવો જાલિમ કેળવવો પડશે? એ માટે તારે અનાદિના અવળા સંસ્કારો સામે બળવો કેવો પોકારવો પડશે ? ટૂંકમાં, ગુણપક્ષપાત અને દોષતિરસ્કાર, આ બંને ભાવોને પરાકાષ્ટાએ લઈ ગયા વિના તું ગુણને જિવાડી શકે કે દોષોને ખતમ કરી શકે એવી કોઈ જ શક્યતા નથી આ સત્ય તારા દિલની દીવાલ પર કોતરી જ રાખજે.
Page #8
--------------------------------------------------------------------------
________________
अनुमोदे इतिहर्ष गोचरता प्रापयामि
- પંચસૂત્ર હો.
ક્રોધને તમે જોઈ શકશો. કઠોર શબ્દોચ્ચારણ, આકાશસભર હાવભાવ, તનાવસભર મુખમુદ્રા, વિધ્વંસાત્મક પ્રવૃત્તિઓ. બસ, આ તમામનાં દર્શને તમે અનુમાન કરી શકશો કે અન્ને ક્રોધ હાજર છે. અભિમાનની ઉપસ્થિતિને પકડી પાડતા તમને પળની ય વાર નહીં લાગે. ભારેખમ ચહેરો. વજનદાર શબ્દો. ‘હું' શબ્દનો વારંવાર અને ભરપૂર પ્રયોગ. બસ, છાતી ઠોકીને તમે કહી શકશો કે અભિમાન અહીં હાજર છે પરંતુ દંભની ઉપસ્થિતિને પકડી પાડવામાં તમને સફળતા લગભગ નહીં મળે. કારણ કે એનું પોત તો ગટર પરના ઢાંકણા જેવું છે. ઢાંકણાંને જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે આ ઢાંકણાંની નીચે માથું ફાડી નાખે એવી દુર્ગધને સંઘરીને એક ગટર બેઠી છે? દંભનું પોત તો ગાદલા પરની ચાદર જેવું છે. એકદમ ઉજ્જવળ ચાદર જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે આ ઉજ્જવળ ચાદર પોતાની નીચે એક ગંદું ગાદલું લઈને બેઠી છે ! મુનિ ! જ્યાં ક્યાંય પણ સુકૃતનું સેવન થાય છે અને એના સમાચાર તારા કાને
આવે છે ત્યારે તારા મોઢામાંથી શબ્દો નીકળી જાય છે ને કે એના સુક્તની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું. પણ સબૂર ! અનુમોદનાનો સાચો અર્થ તારા ખ્યાલમાં છે ખરો? અનુમોદનાનો સાચો અર્થ છે સામાના સુકૃતને જોતા-સાંભળતા તારું ચિત્ત અત્યંત હર્ષને પામે. તારું હૈયું આનંદવિભોર બની જાય. તારું મન પ્રસન્ન પ્રસન્ન બની જાય. આમાં દંભને કોઈ અવકાશ જ ક્યાં છે? ચાર જણને સારું લગાડવા શબ્દોના સાથિયા પૂરતા રહેવાની વાત જ ક્યાં છે? તારી ખુદની ગુડવિલ વધારતા રહેવા મીઠું મીઠું બોલતા રહેવાની વાત જ ક્યાં છે? યાદ રાખજે, સુકૃત પ્રત્યેના પક્ષપાત વિના, સુકૃત પ્રત્યેની આંતરિક રુચિ વિના, સુકૃત સેવનની ગરજ ઊભી થઈ ગયા વિના સુકૃતની અનુમોદનાના સ્વામી બની શકાય એવી કોઈ જ શક્યતા નથી. અને તારા ખ્યાલમાં ન હોય તો તને જણાવી દઈએ કે તથાભવ્યત્વના પરિપાક માટેનાં જે ત્રણ સાધન છે એમાંનું એક મહત્ત્વનું સાધન છે સુકૃતની અનુમોદના. તારી મુક્તિગમનની યોગ્યતાને પકવી દેવાની તાકાત જે “અનુમોદના' ના યોગમાં પડી હશે એ અનુમોદનાનો યોગ કેટલો બધો મહાન હશે અને દુર્લભ હશે એનું અનુમાન તું આના પરથી કદાચ કરી શકીશ. ભૂલીશ નહીં આ વાત કે સંપત્તિ પ્રત્યેની રુચિ ગૃહસ્થના મનમાં અન્ય શ્રીમંત પ્રત્યે ઇર્ષ્યા જગાવવાનું કામ ભલે કરતી હશે પરંતુ સુત પ્રત્યેની રુચિ તો સાધકના મનમાં અન્ય જીવોના સુત સેવનદર્શને અંતરમાં અનુમોદનાનો ભાવ જ પેદા કરતી હોય છે. આવા ‘સાધક'માં તારો નંબર ખરો કે નહીં ?
Page #9
--------------------------------------------------------------------------
________________
गुरुपरिवारो गच्छः तत्र वसतां विपुला निर्जरा।
– સ્થાનાંગસૂત્ર પ/૩
માછલાં સાથે આપણી મુલાકાત ભલે થઈ નથી પણ વગર મુલાકાતે ય એના માટે આપણે કહી શકીએ કે એની સલામતી પણ સાગરમાં, એની સમાધિ પણ સાગરમાં અને એની મસ્તી પણ સાગરમાં. સાગરથી એ અલગ થઈ નથી અને એની સલામતી પર ખતરો તોળાયો નથી. એની સમાધિ ખંડિત થઈ નથી. એની મસ્તીમાં ગરબડ ઊભી થઈ નથી. મુનિ! તારા મનને તો તું જાણે છે ને? શ્રદ્ધાના ક્ષેત્રે એ કાચું છે તો સત્ત્વના ક્ષેત્રે એ માંદુ છે. પ્રલોભન આગળ એ ઝૂકેલું છે તો પ્રતિકૂળતા આગળ એ તૂટેલું છે. સુખશીલતા એની નબળી કડી છે તો સ્વચ્છંદતા એની ગમતી કડી છે. આવી સંખ્યાબંધ નબળાઈઓ લઈને બેઠેલા મન સાથે તારે તારા સંયમજીવનની પવિત્રતા ટકાવી રાખવાની છે. સાચે જ તું એ બાબતમાં જો સફળ થવા માગે છે તો એનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. ગુરુકુલવાસ. ગચ્છવાસ. એકદમ સહજરૂપે તું બ્રહ્મચર્યનું પાલન ત્યાં કરી શકીશ. તપ અને ત્યાગના આવતા પ્રસંગોમાં તું ત્યાં
સહજરૂપે આગળ વધી શકીશ. મનને સંકલ્પ-વિકલ્પોથી ગ્રસિત થવું અટકાવવામાં તને ત્યાં સફળતા મળશે. શરમે-ધમે પણ સ્વાધ્યાયાદિ યોગોમાં તું ત્યાં જોડાયેલો રહીશ. સર્વકર્મના ક્ષયના તારા એક માત્ર લક્ષ્યની નજીક પહોંચાડનારી વિપુલ કર્મનિર્જરા તું ત્યાં કરી શકીશ. અલબત્ત, સાગરમાં રહેતી માછલીને, અન્ય માછલીઓ તરફથી અગવડો જેમ વેઠવી જ પડતી હોય છે તેમ ગચ્છવાસમાં રહેતા મુનિને ગચ્છના અન્ય સાધુઓ તરફથી તકલીફો વેઠવી જ પડતી હોય છે એનો અમને બરાબર ખ્યાલ છે. અને તો ય અમારે તને એટલું જ કહેવું છે કે સાગરથી અલગ થઈ જતી માછલી માત્ર મૃત્યુના શરણે જ જતી હોય છે જયારે ગુરુકુલવાસથી અલગ થઈ જતો સાધુ તો દુર્ગતિઓની અનંતકાળની યાત્રાએ નીકળી જતો હોય છે. ના, આ દુસ્સાહસ તું જિંદગીમાં ક્યારેય કરીશ નહીં. અપમાન, અગવડ, ઉકળાટ, જે કાંઈ પણ વેઠવું પડે એ બધું વેઠી લઈને પણ તું રહેજે તો ગુરુકુલવાસમાં જ. અનંત સિદ્ધ ભગવંતોના સાધર્મિક બની જવાનું તારું સોણલું શીધ્રાતિશીધ્ર સફળ બનીને જ રહેશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
@
@ @ ૧૦ કે છેo ro संसारसुखानि हिदुःखप्रतीकारमात्रत्वात् सुखाभिमानजनकत्वाच्चन सुखं भवति।
ધર્માસ્તિકાયાદિ તમામ દ્રવ્યોની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે એ તમામ દ્રવ્યો સ્વતંત્ર છે. અર્થાત એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ નથી. અમે તને એટલું જ પૂછીએ છીએ કે પુદ્ગલના સહારે સુખનો અનુભવ સંસાર પરિભ્રમણના અનંતકાળમાં તેં અનંતવાર કર્યો છે ને? છતાં એક પણ પુદ્ગલ દ્રવ્ય આજે તારું બની શક્યું છે ખરું? તું પોતે પુદ્ગલ દ્રવ્યનો બની શક્યો છે ખરો ?
- સ્થાનાંગસૂત્ર ૧૦/૩ થી.
ની.
દવા આખરે છે શું? રોગનો પ્રતીકાર ! ગાડી આખરે છે શું? થાકનો પ્રતીકાર ! સંપત્તિ આખરે છે શું ? લોભનો પ્રતીકાર ! પત્ની આખરે છે શું ? વાસનાનો પ્રતીકાર ! સત્તા આખરે છે શું? લઘુતાગ્રંથિનો પ્રતીકાર ! મનોરંજન આખરે છે શું ? એકલવાયાપણાંનો પ્રતીકાર ! મુનિ! સંસારનાં જે પણ સુખો છે એ બધાંયની એક જ ઓળખ છે દુઃખ પ્રતીકાર! દુઃખ વિનાનું સુખ તો એક માત્ર કર્મમુક્ત અવસ્થામાં જ છે. એ કર્મમુક્ત અવસ્થા કષાયમુક્ત જીવનવ્યવસ્થાને બંધાયેલી છે અને એ કષાયમુક્ત જીવનવ્યવસ્થા અપેક્ષા મુક્ત મનોવૃત્તિને બંધાયેલી છે. મુનિજીવન પામ્યા પછી ય તું જો ઉદ્વિગ્નતાનો કે અપ્રસન્નતાનો શિકાર બન્યો રહેતો હોય તો એનું એક માત્ર કારણ આ જ હશે. પરની અપેક્ષા. પરની સ્પૃહા. શું કહીએ અમે તને?
તેલ વરસો સુધી ભલેને પડ્યું રહે છે પાણીમાં એ બંને ક્યારેય એકરૂપ થતા જ નથી. બસ, એ જ ન્યાયે આત્મા અને પુદ્ગલ, બંને ભલેને અનંતકાળથી એક બીજાને વળગીને રહ્યા છે. નથી આત્મા પુદ્ગલને પોતાનું બનાવી શક્યો કે નથી પુદ્ગલ આત્માને પોતાનો બનાવી શક્યું ! જો વાસ્તવિકતા આ જ છે અને શાશ્વતકાળ સુધી આ જ રહેવાની છે તો અમારી તને ખાસ સલાહ છે કે તું થોડોક શાંત થા. તારા મનને ઉત્તેજનામુક્ત બનાવતો જા. કાળા બોર્ડ પર વંચાતા સફેદ અક્ષરોની ચમક એ હકીકતમાં જેમ બોર્ડની કાળાશને આભારી હોય છે તેમ સંસારના કહેવાતા તમામ પ્રકારનાં સુખોના અનુભવો એ હકીકતમાં તો તારા મનની અતૃપ્તિના કે અસંતોષના દુઃખને જ આભારી છે. આ સત્ય તને શીધ્ર સમજાઈ જાય એમાં જ તારા આત્માનું હિત છે. એક અન્ય વાત ! પુષ્કળ દવાઓનું સેવન કરનારો જો એ બદલ અભિમાન નથી જ કરતો તો ઇન્દ્રિય-મનના માધ્યમે સુખનો અનુભવ કરવા માટે જેને સંસારની સંખ્યાબંધ સામગ્રીઓ વસાવવી પડે છે અને ભોગવવી પડે છે એને ય એ બદલ અભિમાન કરવાની કોઈ જરૂર નથી એ વાત સતત આંખ સામે જ રાખજે !
૧૯
Page #11
--------------------------------------------------------------------------
________________
स्वसामर्थ्यत:शुभे प्रवृत्तिरेव तीर्थकृता ।
विषये बहुमानलिङ्गम्।
- યોગવિંશિકા ગા. ૬ થી
સ્વ-શકત્વનુસાર જો હું જ્ઞાનદાન કરું છું, જીવોને અભયદાન આપું છું, પાત્ર જીવોને સમાધિદાન કરું છું, વ્રત-નિયમોનું પાલન કરું છું, તપ-ત્યાગના માર્ગે આગળ વધતો રહું છું, અનિત્યાદિ બાર અને મૈત્રાદિ ચાર ભાવનાઓથી ચિત્તને ભાવિત કરતો રહું છું, સમિતિ-ગુપ્તિના પાલન માટે સાવધ રહું છું, સ્વાધ્યાયાદિમાં લીન રહું છું તો હું સાચે જ પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ ધરાવું છું જ્યારથી આ શાસ્ત્રવચન વાંચવામાં આવ્યું છે. ત્યારથી મનમાં એક અલગ પ્રકારની જ વિચારણા ચાલુ થઈ ગઈ છે. સૂર્યને સ્પર્શવાનું માધ્યમ જો સૂર્યનાં કિરણો જ છે, ચાંદનીના માધ્યમે જ જો ચન્દ્રને સ્પર્શી શકાય છે તો સ્વ-શકયનુસાર શુભ પ્રવૃત્તિ કરવા રહેવાથી જ પ્રભુને સ્પર્શી શકાય છે. ‘મુનિ ! તાત્પર્યાર્થ આનો સમજાય છે તને? વિહરમાન તીર્થકર ભગવંતોના દર્શનનું કે એમના સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય તને નથી સાંપડ્યું એ બદલ તારે લેશ પણ વ્યથા અનુભવતા રહેવાની કે ગ્લાનિ અનુભવતા રહેવાની જરૂર નથી.
જો તું એમની આજ્ઞાનુસાર સ્વજીવનમાં સાધના-આરાધના-ઉપાસના કરી જ રહ્યો છે તો તું એ તારકના પાવન સાંનિધ્યમાં જ છે એમ સમજી લેજે. અને આનાથી વિપરીત. માની લે કે વિહરમાન તીર્થકર ભગવંતના દર્શનનું કે એમના પાવન સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય જ તને સાંપડ્યું છે પણ તારા જીવનમાં જો એમની આજ્ઞાઓનું શક્તિ છતાં પાલન નથી, થઈ રહેલ આજ્ઞાભંગ બદલ કોઈ ડંખ પણ નથી કે વેદના પણ નથી તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તને તીર્થંકર ભગવંત પ્રત્યે બહુમાનભાવ જ નથી. યાદ રાખજે તું. માત્ર એમનું નામસ્મરણ જ કરતા રહેવું કે એમનામાં રહેલ ગુણોનું માત્ર કીર્તન જ કરતા રહેવું એ કાંઈ એમના પ્રત્યેના બહુમાનભાવનું લિંગ નથી. એમના પ્રત્યેના બહુમાનભાવનું આ એક જ લિંગ છે. સ્વશકત્વનુસાર શુભમાં પ્રવૃત્તિ. વાંચી તો છે ને તેં આ પંક્તિઓ ? ‘પામ્યા, પામે, પામશે રે, જે કોઈ જ્ઞાનાદિ અનંત; તે તુજ આણ લહે થકે રે, માનવિજય ઉલ્લસંત’ વાસ્તવિકતા સ્પષ્ટ છે. પિતાજીની આજ્ઞાનું ઉલાળિયું કરતા પુત્રને પિતાજી પોતાની સાથેના એના પુત્ર તરીકેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધાની જાહેરાત જો કરીને જ રહે છે તો પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહેલ સાધક, પ્રભુ ખુદ જાહેરાત ન પણ કરે તો ય આપોઆપ એમની આજ્ઞાની બહાર થઈ જ જાય છે. તારા લમણે આવું દુર્ભાગ્ય માત્ર આ જનમમાં જ નહીં, કોઈ પણ જનમમાં ન ઝીંકાય એનું ધ્યાન રાખવાની અમે તને ભલામણ કરીએ છીએ.
૨૧
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
उड्डयनसमये पक्षी प्रायश पक्षातिरेकेण न किञ्चिद् धारयति तथैव साधोरपि धर्मोपकरणातिरेकेण
वस्तुनोऽग्रहणम् ।
·
પક્ષીને ઊડવું છે ધરતી પરથી આકાશ તરફ
અને એ માટે એને સહારો લેવાનો છે પાંખનો.
– યોગવિંશિકા - ૧૩
પાંખ પર એ કોઈ પણ પ્રકારનું વજન રાખવા તૈયાર થશે ખરું ?
હરિંગજ નહીં.
અરે, એનું ચાલે તો એ પાંખનું વજન લેવા પણ તૈયાર ન થાય પણ
એની પાસે પાંખનો સહારો લેવા સિવાય બીજો કોઈ
વિક્લ્પ જ ન હોવાથી પાંખને તો એ સાથે રાખશે
જ પણ પાંખ સિવાય તો
બીજા કોઈને ય એ સાથે નહીં રાખે.
બીજું કાંઈ પણ એ સાથે નહીં રાખે.
કારણ ?
ધરતી વજનને પોતાના તરફ ખેંચતી રહે છે જ્યારે
પક્ષીને ધરતીની વિરુદ્ધ આસમાનની દિશામાં જવું છે.
વજન સાથે રાખવાનું એને ન જ પરવડે એ બિલકુલ સમજાય તેવી વાત છે.
યુનિ
તું તારા આત્મદ્રવ્યને ઊર્ધ્વગામી બનાવવા માગે છે ને ?
અનંત અનંત કાળથી સંસારના ચારગતિરૂપ જે ક્ષેત્રમાં
તું ભટકી રહ્યો છે એ ક્ષેત્રથી કાયમી છુટકારો
પામીને તું સિદ્ધશિલામાં પહોંચી જવા માગે છે ને ?
સમયના સકંજામાં રહેલ તારા આત્મદ્રવ્ય પર
સમયની કોઈ જ અસર ન રહે એ સ્તરે તું સમયાતીત બની જવા માગે છે ને ? ઔદિયકભાવ અને ક્ષયોપશમભાવથી મુક્ત બનીને તું
૨૩
ક્ષાયિકભાવને તારી મૂડી બનાવી દેવા માગે છે ને ? તારા આ તમામ પ્રશ્નોનું એક જ સમાધાન છે. તું વજન ઘટાડતો જા.
અલબત્ત, અહીં શરીરના વજનને ઘટાડવાની વાત નથી. વાત છે મનના વજનને ઘટાડતા રહેવાની.
સ્નેહ એ છે મનનું વજન.
મૂર્છા એ છે મનનું વજન. પરસ્પૃહા એ છે મનનું વજન. મનના આ અને આના જેવા જ અન્ય
આસક્તિ, આગ્રહ, અપેક્ષા વગેરેના
વજનને ઘટાડતા રહેવાની તારી તૈયારી છે ખરી ? જો સ, તો તારું મુક્તિગમન નિશ્ચિત્ત છે અને
જો ના, તો તારું સંસાર પરિભ્રમણ અસંદિગ્ધ છે. અલબત્ત, પાંખના સહારા વિના પંખીને જેમ આકાશ તરફ ઊડવામાં સફળતા મળતી નથી તેમ ધર્મોપકરણના સહારા વિના
આત્મદ્રવ્યને કર્મમુક્ત બનાવવામાં કોઈ પણ સાધકને સફળતા મળતી નથી એનો અમને ખ્યાલ છે
અને એટલે જ અમે તને કહીએ છીએ કે ધર્મોપકરણોને સાધનાજીવનમાં સાથે રાખવાં પડે તો જરૂર રાખજે
પણ એમાં ય બે બાબતની સાવધગીરી તો ખાસ રાખજે.
એક ઃ જરૂરિયાત કરતા વધુ ઉપકરણ રાખીશ નહીં.
બે ઃ જરૂરિયાતના ઉપકરણ પ્રત્યે ય મૂર્છા રાખીશ નહીં.
આ બે બાબતમાં સાવધ બનીને જો તું
સાધના કરતો રહ્યો તો ખાતરી સાથે અમે તને
કહીએ છીએ કે સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જવાનું તારું નિશ્ચિત્ત જ છે.
પ્રશ્ન માત્ર સમયનો જ છે.
સો વાતની એક વાત.
સંગ્રહનું અને મૂર્છાનું વજન ઘટાડી દે. કર્મોનું વજન કાયમ માટે ઊતરીને જ રહેશે.
૨૪
Page #13
--------------------------------------------------------------------------
________________
@
@
@ ૧૩
@
@
संयम प्राप्य विषयेषु निरपेक्षेण भवितव्यम्।
- ઇન્દ્રિયપરાજયશતક
જીભ ! એના પર ઘી મૂકો કે તેલ, ચીકાશને પકડી રાખવાનું એના સ્વભાવમાં જ નહીં. ડામરની સડક ! એના પર લગ્નના વરઘોડા નીકળે કે કોકની સ્મશાનયાત્રા નીકળે, એની અસર લેવાનું એના સ્વભાવમાં જ નહીં. ટપાલ પેટી ! એમાં હર્ષના સમાચારો આપતી પત્રિકાઓ હોય કે મરસિયાના સમાચારો આપતા કાગળો હોય, એની અસરથી એ સર્વથા અલિપ્ત. બેંકનો કૅશિયર ! લાખોની રકમના ચેક બેંકમાં જમા થાય કે લાખોની રકમની બેંકમાંથી ઉપાડ થાય, એને કોઈ જ હરખશોક નહીં. મુનિ! કબૂલ, તારી પાસે સંયમજીવન છે. કબૂલ, શરીર સામે તેં ખુલ્લો સંગ્રામ માંડી દીધો છે. કબૂલ, કર્મોનો સફાયો બોલાવતા રહેવાનું એક માત્ર લક્ષ્ય તે નક્કી કરી દીધું છે તો પણ અમે તને કહીએ છીએ કે વિષયો વિના સર્વથા તો તારે ચાલવાનું નથી જ. શરીરના માધ્યમે તારે સાધનાઓ કરવાની છે, શરીરને ટકાવનારો ખોરાકે તારે લેવો જ પડશે.
ખેથી તારે ઇર્યાસમિતિ પાળવાની છે.
જાતજાતનાં દશ્યો તારી આંખ સામે આવશે જ. કાર્નથી તારે વાચનાઓ સાંભળવાની છે. વાચનાઓ સિવાયના બીજા અનેક પ્રકારના શબ્દો સાંભળવાનું તારે રહેશે જ. વસ્ત્ર-પાત્ર-ઉપાધિ વગેરે ઉપકરણોનો ઉપયોગ તારે કરવાનો આવશે જ. ભલે તેં સ્વજનધૂનન કર્યું છે તો ય અનેક પ્રકારની વ્યક્તિઓના પરિચયમાં તારે આવવાનું બનશે જ. ચેતવણી તો અમારે તને એ આપવાની છે કે વિષયોનો આ સંપર્ક તારા રાગ-દ્વેષને વધારનારો ન બની રહે, તારા અસંતોષને ભડકાવનારો ન બની રહે, તારી અતૃપ્તિની અનાદિની આગ માટે ઇંધણકાર્ય કરનારો ન બની રહે એ અંગે તું ખૂબ સાવધ રહેજે. મીણને આગનો સંપર્ક થાય અને છતાં એને પીગળવા ન દેવું, ઋતુ વસંતની હોય અને છતાં કોયલને ટહુકવા ન દેવી, પવન વાવાઝોડાનો હોય અને છતાં રસ્તા પર પડેલી ધૂળને ઊડવા ન દેવી, પૂર પ્રલયકાળનું હોય અને છતાં ઘાસના તણખલાંને એમાં તણાવા ન દેવું એ જેટલું પરાક્રમ માગે છે, એના કરતા અનેકગણું પરાક્રમ વિષયોના સંપર્ક છતાં આત્માને રાગ-દ્વેષથી બચાવતા રહેવાનામાં દાખવવું પડે છે. આ વાસ્તવિકતાને તારા સંયમજીવનમાં સતત આંખ સામે રાખજે. શું કહીએ તને અમે ? શરીર વિષયોથી ટકે છે, મનને વિષયો ગમે છે અને આત્મહિતમાં આત્માને વિષયો નડે છે. કલ્પના કરી જોજે તું. આત્માને માટે ખતરનાક હોવા છતાં મનને ખૂબ ખૂબ ગમી રહેલા એ વિષયોથી આત્માને અલિપ્ત રાખવાનું કામ, નિરપેક્ષ રાખવાનું કામ સાચે જ કેટલું બધું કપરું હશે ? અને છતાં આ કામ તારે કરી જ દેખાડવાનું છે. સંસાર છોડી જાણ્યો છે તો વિષયો પ્રત્યેની આસક્તિને તોડી જાણ તો અમે માનીએ કે તું પ્રભુ વીરનો મર્દ સંયમી છે !
૨૫
Page #14
--------------------------------------------------------------------------
________________
@
@
@
૧૪ ક
&
Mo
.
पुण्यकर्मणि प्रवर्तमानानां पुंसां बहवो अन्तराया उत्तिष्ठन्ति
- વૈરાગ્યશતક - ૩
e
ઘાસને ઉગાડવા તમે જાઓ. કોઈ જ તકલીફ નહીં આવે. પુષ્પને તમે ઉગાડવા જાઓ. પાર વિનાની તકલીફો આવશે. વિાને સાચવવાની મહેનત તમે નહીં કરો તો ય એ સચવાઈ જશે. અત્તરની બૉટલને સાચવવા તમારે પુરુષાર્થ કરવો જ પડશે. મુનિ ! તું સત્કાર્યો કરવાનો માત્ર સંકલ્પ કરી જો. તપ શરૂ કરવો જ છે. સ્વાધ્યાયમાં હવે તો લાગી જ પડવું છે. સમિતિ-ગુપ્તિના પાલનમાં હવે તો બેદરકારી નથી જ દાખવવી. વિજાતીય પાત્રને મનમાં એક પળ માટે ય સ્થાન હવે તો નથી જ આપવું. ક્રિયા ચાહે પ્રતિલેખનની હોય કે પ્રતિક્રમણની હોય, પૂર્ણ અહોભાવ સાથે અને એકાગ્રતા સાથે જ કરવી છે, આ સંકલ્પને અમલી બનાવવાનો પુરુષાર્થ તું જેવો શરૂ કરીશ, તે નહીં ધાર્યા હોય એવાં વિદનો વચ્ચે આવીને ઊભા જ રહેશે. કાં તો પ્રતિકૂળ વાતાવરણ ઊભું થઈ જશે કાં તો શરીરમાં કાંક ગરબડ ઊભી થઈ જશે. કાં તો સહવર્તિઓ તરફથી તારા પ્રત્યે વિચિત્ર વર્તાવ થશે. કદાચ મને ‘મૂડ’ ગુમાવી બેસશે અને એમાંનું કદાચ કાંઈ જ નહીં બને તો છેવટે તારું મન ચંચળતાનું શિકાર બનીને
તારા અમલી બનતા આરાધનાના સંકલ્પમાં તને આનંદનો અનુભવ નહીં થવા દે. ટૂંકમાં, ‘સુખના માર્ગમાં અંતરાય કદાચ નથી પણ આવતા તો ય હિતનો માર્ગ તો અંતરાય વિનાનો નથી જ હોતો’ એ તેં સાંભળેલી વાતનો તને પ્રત્યક્ષ અનુભવ થવા લાગશે. તું કદાચ પૂછી બેસીશ કે એની પાછળ કારણ શું હશે? તો તારા એ પ્રશ્નનો જવાબ એ છે કે તારું આત્મદ્રવ્ય સુવર્ણનું પ્રતિનિધિત્વ જરૂર ધરાવે છે પરંતુ ખાણમાં પડેલ સુવર્ણને શુદ્ધ બનવા માટે જેમ આગ વગેરેમાંથી પસાર થવું જ પડે છે તેમ કર્મથી મલિન એવા તારા આત્મદ્રવ્યને તું જો વિશુદ્ધ બનાવવા માગે છે તો કષ્ટોની ગરમી સ્વીકારી લીધા વિના એમાં તને સફળતા મળે તેમ જ નથી. શું કહીએ અમે તને? ચાકડા પર તૈયાર થયેલ ઘડાને જો મજબૂત બનવું છે તો કુંભાર એને નિંભાડાની આગમાં નાખીને જ રહે છે. કર્મ, કુસંસ્કારો અને કષાયોથી મલિન બની ચૂકેલા તારા આત્મદ્રવ્યનો તું એ તમામ પ્રકારની મલિનતાઓથી જો છુટકારો કરવા માગે છે તો પરિસહ-ઉપસર્ગ-સાધનાદિનાં કષ્ટોની આગમાં એને નાખવા તારે સંમત થવું જ પડશે. અને એક મહત્ત્વની વાત.. સાધના માર્ગે પીડા વેઠ્યા પછી જે પુરસ્કાર મળે છે એ પુરસ્કાર, વેઠેલી તમામ પીડાઓને સાર્થક કરીને જ રહે છે. પુત્રદર્શનનો આનંદ, સ્ત્રીને પ્રસૂતિની પીડા ભુલાવી જ દેતો હોય છે ને?
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૫
निबिडकर्मणां हितोपदेशो महादोषो महाद्वेषो वा जायते
तस्मात् तान् प्रति मा बहु बहु जल्पत ।
– વૈરાગ્યશતક - ૭૬
જેના શરીરની પ્રકૃતિ જ કફની છે એને તમે ભલેને હળદર આપો. એને કફ જ થવાનો છે.
મનનો અભિગમ જ જેનો નકારાત્મક બની ગયો છે,
અને તમે ભલેને કાશ્મીરના સૌંદર્યની વચ્ચે લાવીને ગોઠવી દો, એનું મન અપ્રસન્ન જ રહેવાનું છે. બિલાડીને તમે ભલેને રાજસિંહાસન પર બેસાડી દો, ગટરમાં ફરી રહેલ ઉંદર દેખાતાંની સાથે જ
એ રાજસિંહાસન છોડીને ગટર તરફ ભાગવાની છે. મુનિ ! જે આત્મા જ ભા૨ેકર્મી છે, અપ્રજ્ઞાપનીય છે, તુચ્છતાનો અને ક્ષુદ્રતાનો શિકાર બનેલો છે
એને તું એના હિતની વાતો પણ સંભળાવીશ ને,
તો એ હિતની પણ વાતો, એના ખુદના દોષને માટે જ થશે અને
તારા પ્રત્યેના દ્વેષને માટે જ થશે
એ હકીકતને આંખ સામે રાખીને અમે તને સલાહ
આપીએ છીએ કે એવા ભારેકર્મી આત્માને તું વધુ પડતી સલાહ ન આપીશ.
એવા અપાત્ર આત્મા સાથે તું વધુ પડતી વાતચીતો ન કરીશ. પણ સબૂર !
એક જુદા જ સંદર્ભમાં અમે તને એક પ્રશ્ન પૂછવા માગીએ છીએ.
એનો નિખાલસ દિલે તું જવાબ આપજે.
તું સામાને હિતશિક્ષા આપવા જાય છે
અને એ હિતશિક્ષા એને દોષ માટે કે દ્વેષ માટે
થાય છે એ વાત હમણાં તું એક બાજુ પર રાખ.
૨૯
તને કોઈ હિતશિક્ષા આપવા આવે છે
એ હિતશિક્ષા તને કઈ રીતે પરિણમે છે ? દોષરૂપે કે ગુણરૂપે ?
દ્વેષરૂપે કે પ્રેમરૂપે ?
એ હિતશિક્ષા સાંભળતા તને ‘હું ધન્ય બની ગયો’ આવી લાગણી ઉત્પન્ન થાય છે ખરી ?
એ હિતશિક્ષા સાંભળ્યા બાદ એના અમલ માટે
દૃઢ સંકલ્પ અને પ્રચંડ સત્ત્વ ફોરવવાનું તને મન થાય છે ખરું ?
એ હિતશિક્ષા આપનાર પ્રત્યે તારા મનમાં
સદ્ભાવ અને બહુમાનભાવ ટકી રહે છે ખરો ?
વારંવાર આવી હિતશિક્ષાઓ મળતી રહે તો સારું, એવો ભાવ અંતરમાં ઊઠે છે ખરો ?
જો ના, તો સમજી રાખજે કે
તારો આત્મા પણ ભારે કર્મી જ છે.
તારી સદ્ગતિ પણ મુશ્કેલપ્રાયઃ જ છે.
સદ્ગુણોના ઉઘાડની સંભાવના તારા માટે પણ કઠિન છે. પરિણતિની નિર્મળતા તારા માટે પણ મુશ્કેલ છે.
કેવી કરુણદશા છે એવા આત્માઓની કે જેઓ છદ્મસ્થ છે
અને છતાં પ્રજ્ઞાપનીય નથી !
જેઓ સાધક છે અને છતાં સાંભળવા તૈયાર નથી !
જેઓ માર્ગ પર છે અને છતાં આપ્ત પુરુષોનું માર્ગદર્શન લેવા તૈયાર નથી !
જેઓ અપૂર્ણ છે અને છતાં પોતાની ખામીઓને સુધારવા તૈયાર નથી !
અમે બીજાઓની વાત નથી કરતા.
અમે તો તને ખુદને કહીએ છીએ.
આવા હીનભાગી આત્માઓમાં તારો નંબર હોય તો
તું પોતે એમાંથી બહાર નીકળી જજે.
બીજાઓને હિતોપદેશ સંભળાવતા રહેવાને બદલે
તું પોતે અન્યોના હિતોપદેશને એ રીતે સાંભળતો જા કે
જે હિતોપદેશ તારા ગુણને માટે બનતો જાય અને હિતોપદેશ આપનાર પ્રત્યેના પ્રેમભાવને વધારનારો બનતો જાય.
૩૦
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
चतुर्दशपूर्व्वधरा अपि विषयासक्ततया पठन-पाठनादिव्यासङ्गाभावात् चतुर्दशाऽपि पूर्वाणि विस्मारयन्ति, ततो निगोदे भ्रमन्ति
- ઇન્દ્રિયપરાજયશતક - ૮૪
પરીક્ષામાં કાયમ પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થતો હતો એ યુવક. પણ આ વખતની પરીક્ષાનું પરિણામ એના હાથમાં
આવ્યું અને એ ચોધાર આંસુએ રડી પડ્યો. કારણ ?
એનો નંબર પાછળ ચાલ્યો ગયો હતો એવું નહોતું બન્યું; પરંતુ પરીક્ષામાં એ નાપાસ જ થયો હતો ! પોતાની ધારદાર સ્મૃતિ પરના એના ભરોસાએ એને એક બાજુ અધ્યયન તરફ બેપરવા બનાવ્યો હતો તો બીજી બાજુ ક્રિકેટ પાછળ બેહદ પાગલ બનાવ્યો હતો.
એનું જ આ દુષ્પરિણામ આવ્યું હતું કે
પરીક્ષામાં એ નાપાસ થયો હતો.
મુનિ !
ચૌદ પૂર્વીના જ્ઞાનવૈભવનો તો તને ખ્યાલ છે ને ?
એ શ્રુતકેવળી કહેવાય છે.
સંખ્યાબંધ લબ્ધિઓ એમના ચરણોમાં આળોટતી હોય છે.
જિનશાસનના એ મહાપ્રભાવક હોય છે.
હજારો-લાખો આત્માઓને એ
સમ્યક્દર્શન, દેશવિરતિ,
સર્વવિરતિ યાવત્ કેવળજ્ઞાન સુધીના ગુણોનું દાન કરી શકતા હોય છે.
આવા મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય
કાળ કરીને નિગોદમાં રવાના થઈ જાય એવું તું કલ્પી શકે છે ખરો ?
૩૧
પણ, સાંભળી લે તું, એવું બનતું જ હોય છે. કારણ ?
એક જ, વિષયો પ્રત્યેની જાલિમ આસક્તિ.
પોતે ચૌદ પૂર્વધર હોય એટલે પ્રચંડ પુણ્યના સ્વામી તો હોય જ ને ? ભક્તવર્ગ ચિક્કાર. અનુકૂળતાઓ બેસુમાર. ગોચરી રસભરપૂર.
પ્રશંસા પાર વિનાની.
પ્રતિષ્ઠા ગજબનાક.
પ્રતિભા કલ્પનાતીત.
આઠેય નામકર્મનો ઉદય જોરદાર.
યશ નામ કર્મની બોલબાલા જોરદાર.
આ મદમસ્ત માહોલમાં જીવનમાંથી એ તપ-ત્યાગને આપી દે વિદાય.
સ્વાધ્યાયયોગને એ ચડાવી દે અભરાઈએ.
ન પઠન-પાઠન કે ન અધ્યયન-અધ્યાપન.
બસ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં બની જાય એ ગુમભાન.
એમના જીવનમાં કરુણતા પાછી એ સર્જાય કે
‘હું તો શાસન પ્રભાવક છું.
હજારો આત્માઓનો ઉદ્ધારક છું.
સદ્ગતિ દુર્ગતિનાં કારણોની મને પૂરી જાણકારી છે.
પ્રભુવચનો મારા રોમરોમમાં રમી ગયા છે.
બે-ચાર ભવમાં તો મારો મોક્ષ છે.
કર્મસત્તાની શિરોરીથી હું તો મુક્ત થઈ ગયો છું’
આવી ભ્રમણાના શિકાર બનીને એ લેશ પણ હિચકિચાટ વિના ભોગવતા રહે છે મળતી તમામ અનુકૂળતાઓને અને
ફળ સ્વરૂપે મરીને રવાના થઈ જાય છે એ નિગોદગતિમાં કે જ્યાં કદાચ અનંત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી એ કેદ થઈને પડ્યા રહે છે. મુનિ!
ઇન્દ્રિયોના વિષયોનું તારા મનમાં આકર્ષણ હોય તો આ ‘નિગોદ’ નું સરનામું સતત આંખ સામે રાખજે.
૩૨
Page #17
--------------------------------------------------------------------------
________________
येन मनुष्येण धर्मो न कृत: तेन मनुष्येण मरणावसाने
૪તો મૃતિવ્યો
– વૈરાગ્યશતક - ૬૯ થી
ભણવાની ઉંમરે રખડે એને પરીક્ષાના પરિણામ સમયે લમણે રડવાનું જ ઝીંકાય એમાં આશ્ચર્ય શું છે ? તેજીના સમયે જે ગામગપાટા લગાવતો રહે એને તેજીનો સમય પૂરો થઈ ગયા બાદ કપાળે હાથ દેવાનો પ્રસંગ આવે જ એમાં નવાઈ શી છે? શક્તિના સમયમાં મદોન્મત્ત બનીને જે બીજાઓને દબાવતો જ રહે એના અશક્તિના સમયમાં આજુબાજુવાળા સહુ એની આંખમાંથી આંસુ જ પડાવતા રહે એમાં આશ્ચર્ય શું છે? મુનિ! આજે આંખો તારી તેજસ્વી છે ને? કાન તારા સાબૂત છે ને? હાથ-પગ તારા મજબૂત છે ને? હોજરી તારી મસ્ત છે ને? જીભ તારી સક્ષમ છે ને? મન તારું ઠેકાણું છે ને? જવાબ આપતું. એ તમામને તેં અત્યારે શેમાં વ્યસ્ત રાખ્યા છે? આંખો જીવદયામાં, પ્રભુદર્શનમાં, પરગુણદર્શનમાં, શાસ્ત્ર વાંચવામાં રોકાયેલી છે કે પછી આડી-અવળી ભટક્યા કરે છે? કાન જિનવાણીશ્રવણમાં, પરગુણ શ્રવણમાં વ્યસ્ત છે કે પછી
નિંદા-કૂથલી સાંભળવામાં રમમાણ છે? હાથ-પગ પૂંજવા-પ્રમાર્જવામાં વ્યસ્ત છે કે પછી એનાથી વિરાધનાઓ જ થઈ રહી છે? મસ્ત હોજરીનો સદુપયોગ તું તપશ્ચર્યા કરી લેવામાં કરી રહ્યો છે કે પછી મિષ્ટાન્નાદિ વાપરવા દ્વારા એનાથી તું તારા સંયમજીવનને મૃતપ્રાયઃ બનાવી રહ્યો છે? સક્ષમ તારી જીભ ગુણાનુવાદમાં, સ્તવનામાં, સ્વાધ્યાયમાં, સમાધિપ્રદાનમાં વ્યસ્ત છે કે પરનિંદામાં, બહિર્ભાવોની અંતરમાં સુષુપ્ત પડેલ ચિનગારીનું દાવાનળમાં રૂપાંતર કરવામાં વ્યસ્ત છે? સ્વસ્થ દેખાતા તારા મનમાં શુભભાવોની છોળો જ ઉછળી રહી છે ને? આરાધનાના મનોરથો જ સેવાઈ રહ્યા છે ને ? ‘સોહામણા પરલોક'ની ચિંતા જ સેવાઈ રહી છે ને? કે પછી કલ્પનાના સ્તર પર વાસનાના ગંદવાડમાં જ એ આળોટી રહ્યું છે ને? દુર્બાન અને દુર્ભાવમાં જ એ ગળાબૂડ રહે છે? હતાશા અને નિરાશામાં જ એ ગરકાવ રહે છે? યાદ રાખજે તું. તારા શરીર પર જે વેશ છે, દુનિયા વચ્ચે તારી જે ઓળખ છે, ચતુર્વિધ સંઘ વચ્ચે તારી જે “ગુડવિલ” છે એને અનુરૂપ જ જો તારું આચરણ છે અને એને ગૌરવ આપે એવું જ જો તારી પાસે અંતઃકરણ છે તો જ મોત વખતની તારી સમાધિ અકબંધ છે. બાકી, એનાથી વિપરીત જો તારું જીવન અને મન છે, 'बहिर्विरागा हविषवरागाः' આ પંક્તિમાં જો તારો નંબર છે તો નિશ્ચિત સમજી રાખજે કે મોત વખતે તારા નસીબમાં લોહીનાં આંસુ પાડવાનું જ બચવાનું છે. અને એ તો તારા ખ્યાલમાં જ હશે કે એક જ વખતના બગડતા મોતમાં આત્માનાં અનંત મોત બગાડી નાખવાની પાશવી તાકાત ધરબાયેલી હોય છે. સાવધાન !
૩૪
Page #18
--------------------------------------------------------------------------
________________
मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थानस्य
अक्षमत्वात्।
- ઉપદેશપદ - ૪૫૦ થી.
તૃષાતુર માણસ પાણી માટે વલખાં માર્યા સિવાય રહી શકશે ? અસંભવ ! દમનો દર્દી પ્રાણવાયુ માટે તડપ્યા વિના રહી શકશે ? અસંભવ ! રોગોથી રિબાઈ રહેલ દર્દી તંદુરસ્તી માટે પ્રભુને પ્રાર્થના કર્યા વિના રહી શકશે? અસંભવ ! દરિદ્રતાનો શિકાર બનેલો દરિદ્રી પૈસા માટે ઝાવાં નાખ્યા વિના રહી શકશે ? અસંભવ ! મુનિ! તારી જાતને તું જો “મુમુક્ષુ' માને છે, તારું અંતઃકરણ જો દુઃખભીરુ કે પાપભીરુ નહીં પણ આગળ વધીને ભવભીરુ પણ છે એવું જો તું માને છે, નારકનાં દુઃખો અને સ્વર્ગનાં સુખો વચ્ચે કોઈ જ તફાવત નથી, સુખ તો એક માત્ર મોક્ષનું જ ઉપાદેય છે આ શ્રદ્ધા તારા હૃદયમાં સ્થિર થઈ ગઈ હોવાનું જો તું માને છે તો એટલું જ કહેવું છે અમારે તને કે તારી એ માન્યતા સાચી છે એ જાણવા તારે કસોટીના આ પથ્થર પર એ માન્યતાને ચકાસી લેવાની જરૂર છે. આ રહ્યો એ કસોટીનો પથ્થર !
૩૫
જાતજાતનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહો લેવા તારું મન જો સતત ઉત્સાહિત રહેતું હોય, તડપતું અને તલસતું રહેતું હોય તો સમજી રાખજે કે તારું મુમુક્ષુપણું સાચું છે. ભવભીરુતા તારી પાકી છે. મુક્તિસુખ માટેનું તારું આકર્ષણ નક્કર છે. પણ શક્તિ હોવા છતાં, સંયોગો સાનુકૂળ હોવા છતાં, પ્રભુ આજ્ઞાની જાણકારી હોવા છતાં, પ્રભુવચનો કંઠસ્થ હોવા છતાં, ઉપકારી ગુરુદેવની પ્રેરણા હોવા છતાં સહવર્તિઓની સુંદર હૂંફ હોવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના કોઈ પણ પ્રકારનો અભિગ્રહ લેવાનો તારા મનમાં ઉત્સાહ જ જાગતો નથી, એ માટે જો તને કોઈની શરમ પણ નડતી નથી તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તારું મુમુક્ષુપણું દંભી છે. તારી ભવભીરુતા પોકળ છે. સાધુપણાંનો તારો વેશ નિરર્થક છે. કમાલની કરુણતા જ કહેવાય ને ? ડબ્બા પર લેબલ ‘સાકર'નું હોય અને એને ખોલો ત્યારે એમાંથી “ધૂળ” નીકળે એ એટલી કરુણતા નથી પરંતુ શરીર પરનો વેશ “મુમુક્ષુપણાં’ની જાહેરાત કરનારો હોય અને એ વેશ જેના શરીર પર હોય એનું અંતઃકરણ ‘ભોગસુખો’ પ્રત્યે આકર્ષિત હોય એ તો જાલિમ કરુણતા છે. એટલું જ કહીએ છીએ તને કે તારું મન અને જીવન, આ કરુણતાના શિકાર બન્યાં હોય તો વહેલી તકે એમાંથી તું બહાર નીકળી જજે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
अविहिते बीजक्षेपे यथा सुवर्षेऽपि नैव भवति सस्ये, तथा धर्मवीजविर (सम्यत्वादिसमुत्पादकाना धर्म प्रशंसादिकानां हेतुनां परिहारे) न सुषमायामपि धर्म भवति ।
- ઉપદેશપદ - ૨૨૪
જમીન ફળદ્રુપ,
ખાતર તંદુરસ્ત, પાણી સરસ.
સૂર્યપ્રકાશ બરાબર અને માળી હોશિયાર.
અને છતાં બન્યું એવું કે એ જમીનમાં પાક ઊગ્યો જ નહીં. કારણ ?
એ જમીનમાં બીજક્ષેપ જ ન થયો.
બીજક્ષેપ વિના પાક ?
સર્વથા અસંભવ !
મુનિ !
ધાર કે કાળ ચોથા આરાનો છે.
ધરતી પર સાક્ષાત્ તીર્થંકર ભગવંત વિચરી રહ્યા છે.
એમના જ વરદહસ્તે રજોહરણ સ્વીકારવાનું સદ્ભાગ્ય તને સાંપડ્યું છે. સ્થવિર-ગીતાર્થ મુનિઓના ગચ્છમાં તારે રહેવાનું બન્યું છે. તારા ખુદના જીવનમાં સ્વાધ્યાય-તપ-વૈયાવચ્ચાદિ
આરાધનાઓની તેં વણઝાર ઊભી કરી દીધી છે અને છતાં જેને ‘ધર્મ’ કહી શકાય એવો ધર્મ તારા
જીવનમાં હોય નહીં એવું બની શકે છે.
સદ્ગુણોનો જે ઉઘાડ તારા માટે પરમગતિનું કારણ બનવો જોઈએ,
એવા સદ્ગુણોના ઉઘાડનું સદ્ભાગ્ય તને
સાંપડે જ નહીં એવું બની શકે છે.
આત્મસ્વરૂપની જે રમણતા તારા અનુભવનો વિષય બનવી જોઈએ
એ સ્વરૂપરમણતા તારા સ્વપ્નનો વિષય પણ
૩૭
ન બને એવું બની શકે છે. પણ ક્યારે ?
ત્યારે જ કે જ્યારે તારી પાસે ધર્મબીજ જ ન હોય. અન્ય આત્માઓના જીવનમાં સમ્યક્ત્વાદિ સમુત્પાદક જે પણ ધર્મો હોય,
એની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેવું એ છે ધર્મબીજ. અને એનો તારા જીવનમાં સર્વથા અભાવ જ હોય. યાદ રાખજે તું.
તારા ખુદના જીવનમાં રહેલ આરાધનાઓનું સ્વરૂપ પાણીનું, ખાતરનું કે સૂર્યપ્રકાશનું
હોઈ શકે છે પણ બીજનું સ્વરૂપ તો
અન્ય આત્માઓનાં સુકૃતોની પ્રશંસા એ જ છે.
જો તારી પાસે એ જ નથી
અને બાકીનું ઘણું બધું છે તો ય તારી મુક્તિ નથી
અને જો તારી પાસે એ છે જ
અને બીજું બધું થોડુંક ઓછું-વત્તું છે તો ય તારી મુક્તિ અસંદિગ્ધ છે. ભૂલીશ નહીં તું આ વાત કે સ્વજીવનમાં સુકૃતોના સેવન માટે તારું મન જેટલું જલદી તૈયારી થઈ જશે
એટલું જલદી એ અન્યોનાં જીવનમાં
સેવાઈ રહેલ સુકૃતોની પ્રશંસા માટે તૈયાર નહીં થાય.
કારણ ? આ જ કે સ્વજીવનમાં સેવાતાં સુકૃતોથી
અહંને હજી પુષ્ટ કરી શકાય છે પરંતુ અહંની છાતી પર ચડી જવાની મર્દાનગી દાખવ્યા વિના અન્યોનાં જીવનમાં સેવાઈ રહેલાં સુકૃતોની પ્રશંસા તો નથી જ કરી શકાતી.
હકીકત આ હોવા છતાં અમે તને ભારપૂર્વક જણાવીએ છીએ કે આત્મભૂમિ પર તું જો સદ્ગુણોનો પાક લેવા
માર્ગ જ છે તો ‘વીનું સત્પ્રશંસાવિ’ આ
વચનના આધારે દિલ દઈને સહુના સુકૃતની પ્રશંસા કરતો જા. તું ન્યાલ થઈ જઈશ.
૩૮
Page #20
--------------------------------------------------------------------------
________________
यथा हि शुक्लपक्षप्रवेशात् प्रतिपच्चन्द्रमा: परिपूर्ण । चन्द्रमण्डल हेतु: सम्पद्यते तथा सर्वज्ञाऽज्ञानुप्रवेशात् । तुच्छमप्यनुष्ठान क्रमेण परिपूर्णानुष्ठानहेतुः सम्पद्यते । 5)
- ઉપદેશપદ - ૨૨૨ થી
પાણીનું નાનકડું બુંદ. એ કેટલું બધું તાકાતહીન ! સૂર્યનાં બે-ચાર કિરણો એનાં પર પડે, પવનની બેચાર લહેરખી એને સ્પર્શી જાય, નાના પણ બાળકનો એના પર પગ પડી જાય અને એ હતું-ન હતું થઈ જાય. પણ સબૂર ! આવું નાનકડું અને તાકાતહીન પણ એ બુંદ સ્વીકારી લે સાગરનું શરણું અને ભળી જાય સાગરમાં, પછી? ન એને મધ્યાહ્નકાળનો સૂર્ય પણ શોષવી શકે, ન એને વાવાઝોડાનો પવન પણ સૂકવી શકે કે ન એને કોઈ ચમરબંધીનો સ્પર્શ પણ હતું-ન હતું કરી શકે. મુનિ ! જોયો તો તે છે ને શુક્લ પક્ષમાં પ્રવેશેલો બીજનો ચન્દ્ર! આકાશમાં એને નીરખવા માટે કદાચ આંખો ઝીણી પણ કરવી પડે. પણ સમય જેમજેમ પસાર થતો જાય, બીજનો એ ચન્દ્ર પૂર્ણિમાનો ચન્દ્ર બનીને જ રહે.. આ જ સંદર્ભમાં અમે તને એક વાતની યાદ કરાવવા માગીએ છીએ. ભલે તારી પાસેનું સદનુષ્ઠાન નાનું છે, ભલે આરાધના તારી પાસે મામૂલી છે, ભલે સાધનાનું કદ તારું અતિ તુચ્છ છે, પરંતુ જો એ અનુષ્ઠાનને, આરાધના અને સાધનાને
સર્વજ્ઞની આજ્ઞાનું પીઠબળ છે તો અમે તને કહીએ છીએ કે આજે નાનકડું દેખાતું પણ અનુષ્ઠાન આવતી કાલે પરિપૂર્ણ અનુષ્ઠાનનું કારણ બનીને તારા આત્માનો મોક્ષ કરી જ દેશે. એક અતિ મહત્ત્વની બાબત તારા ખ્યાલમાં છે ? પ્રશ્ન ચન્દ્રનો નથી, ચન્દ્રની ઉપસ્થિતિ ક્યા પક્ષમાં છે એનો છે. ચન્દ્ર તો એનો એ જ હોય છે પરંતુ જ્યારે એ કૃષ્ણપક્ષમાં હોય છે ત્યારે એ પરિપૂર્ણ તો નથી બનતો પરંતુ એ સતત ઘટતો જતો જ હોય છે. અને એ જ ચન્દ્ર જ્યારે શુક્લપક્ષમાં પ્રવેશી જાય છે, બસ, એ જ દિવસથી એનું પરિપૂર્ણ બનવાનું નિશ્ચિત્ત થતું જાય છે. આ જ હકીકત સમજી રાખજે તારી મુક્તિની બાબતમાં. અનુષ્ઠાનનું પોત જો ચન્દ્રનું છે તો સર્વજ્ઞની આજ્ઞાનું પોત શુક્લપક્ષનું છે. તપ-ત્યાગ અને જાપ, સ્વાધ્યાય, ભક્તિ અને વૈયાવચ્ચ, આ બધાં અનુષ્ઠાનો અનંતકાળના સંસાર પરિભ્રમણમાં તે એકાદ વાર નહીં પરંતુ અનંતીવાર કર્યા છે અને છતાં તારી મુક્તિ થઈ નથી એ હકીક્ત છે. ગરબડ ક્યાં થઈ ગઈ ? અહીં જ. એ અનુષ્ઠાનોનું પોત સર્વશની આજ્ઞાનું હોવું જોઈતું હતું એના બદલે કાં તો એ અનુષ્ઠાનોના કેન્દ્રમાં સર્વશની આજ્ઞા રહી અને કાં તો તારી જ ખુદની સ્વચ્છંદમતિ રહી. અને એણે જ તારાં તમામ અનુષ્ઠાનોને ફળથી વંચિત કરી દીધાં. એક જ કામ કર તું હવે. અનુષ્ઠાન નાનું પણ કર. એને સર્વશની આજ્ઞાનું પીઠબળ આપી દે. તારી મુક્તિ નિશ્ચિત્ત થઈ જશે.
to
Page #21
--------------------------------------------------------------------------
________________
@
@
@
૨૧
@
@
मिथ्यात्वोदयकारकश्चाऽयं दु:षमानामारक:
- દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧૨ . @ @ @ @ @ @ ' ચારેય બાજુ ગુંડાઓ જ હોય જ્યાં, ત્યાં સંપત્તિને સુરક્ષિત રાખી દેવામાં સફળતા મળે ? રામ રામ કરો. કેમિકલની ફૅક્ટરીઓ વધુ ને વધુ હોય જ્યાં, ત્યાં તંદુરસ્તીને જાળવી રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. ગંધાતા પાણીની ગટરો વહેતી હોય જ્યાં, ત્યાં વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. વેશ્યાઓના વસવાટ વચ્ચે જ રહેવાનું હોય જ્યાં,
ત્યાં પવિત્રતાને અકબંધ રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. મુનિ ! અત્યારે તું જે કાળમાં જીવી રહ્યો છે. એ છે ‘દુષમ’ નામનો પાંચમો આરો. આ આરાની એક ગજબનાક વિશેષતા તારા ખ્યાલમાં છે ખરી ? આ આરો છે મિથ્યાત્વના ઉદયને જન્મ આપનારો. આ આરામાં આચરણને પવિત્ર રાખવું તો મુશ્કેલ છે જ પરંતુ સમ્યક શ્રદ્ધાને ટકાવી રાખવી એ પણ આ આરામાં જીવી રહેલ વ્યક્તિ માટે મુશ્કેલ છે. કારણ ? પાર વિનાનાં પ્રલોભનો અને પાર વિનાની બે-શરમી. આ બે પરિબળોથી વ્યાપ્ત છે આજનો કાળ. એક બાજુ હોય પાણી અને બીજી બાજુ સર્વત્ર હોય ઢાળ જ ઢાળ.
પાણીને નીચે ઊતરતું અટકાવી શકાય? જરાય નહીં. એક બાજુ મનનું પોત હોય પાણીનું અને બીજી બાજુ સર્વત્ર હોય પ્રલોભનોની વણઝાર. જીવનને આચરણભ્રષ્ટ થતું અને મનને શ્રદ્ધાભ્રષ્ટ થતું અટકાવી શકાય ? બિલકુલ નહીં. એક વાસ્તવિકતાને તું સતત આંખ સામે રાખજે. પ્રલોભનો જો જીવનને આચારભ્રષ્ટ બનાવે છે તો વારંવારની આચારભ્રષ્ટતા મનને શ્રદ્ધાભ્રષ્ટ બનાવીને જ રહે છે. જેમ મગજની નસ તૂટી ગયા પછી મોતને ખાસ છેટું હોતું નથી તેમ સદાચરણથી જીવન ભ્રષ્ટ થઈ ગયા પછી મનનું સમ્યક શ્રદ્ધાથી ભ્રષ્ટ થવાનું બહુ દૂર રહેતું નથી. કારણ ? આ જ કે આત્માનો અનાદિનો અભ્યાસ એમ કહે છે કે સુખ ઇન્દ્રિયોના વિષયોમાં જ છે.
જ્યાં વિષયોના માધ્યમે જીવને સુખનો અનુભવ થતો રહે છે ત્યાં ઘીમેધીમે એ વિષયો પ્રત્યે ઉપાદેયબુદ્ધિ જાગી જાય એવી પૂરી સંભાવના છે. અમે કહીએ છીએ, વિષયો હેય છે. તારું મન બોલવા લાગે છે, વિષયો ઉપાદેય છે. મિથ્યાત્વ આખરે છે શું? હેય તત્ત્વો ઉપાદેય લાગવા માંડે. ઉપાદેય તત્ત્વો હેય લાગવા માંડે. આ જ તો મિથ્યાત્વ છે. તું સાચે જ તારા આત્માને શ્રદ્ધાભ્રષ્ટ થતો બચાવી લેવા જો માગે છે તો એક જ કામ કરતો જા. આચરણને ભ્રષ્ટ થતું બચાવતો જા અને એમાં સફળતા મેળવવા પ્રલોભનોથી તારી જાતને દૂર રાખતો જા. ફાવી જઈશ.
૪૧
Page #22
--------------------------------------------------------------------------
________________
@
@
@ @ ૨૨ = @ ऐंदयुगिन: पुमांस प्रायेण स्वीकृतमहाव्रता
अपि न दृश्यन्ते संयमे रताः
- દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧/૨
.
બદામપાક પેટમાં પધરાવ્યો. મુખ પર ચમક તો ન આવી. પણ તબિયત બગડી ગઈ..કારણ ? હોજરી જ બગડેલી હતી. હાથમાં ચાવી આવી ગઈ. તાળું ખોલવાની વાત તો ઘેર ગઈ. ખુલેલું તાળું બંધ થઈ ગયું. કારણ? ચાવી અવળી બાજુ ફેરવાઈ ગઈ. હાથમાં છરી આવી તો ગઈ પણ એનાથી શાક ન સુધર્યું, ઊલટું, હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. કારણ ? છરી વાપરતાં ન આવડી. મુનિ! તેં સ્વીકારેલાં મહાવ્રતોની મહાનતાનો તને કોઈ ખ્યાલ છે ખરો ? એના વિશુદ્ધ પાલનમાં આત્માના અનંત અનંત કાળથી ચાલ્યા આવતા સંસાર પરિભ્રમણ પર પૂર્ણવિરામ મૂકી દેવાની અને જે સુખની આત્માએ ક્યારેય અનુભૂતિ જ નથી કરી એની અનુભૂતિ કરાવી દેવાની આગવી તાકાત ધરબાયેલી છે. પણ સબૂર ! જે મહાવ્રતો તે સ્વીકાર્યા છે એના ભંગની ખતરનાકતા તારી જાણમાં છે ખરી? કુગતિ, કુકર્મોનો બંધ અને કુમતિ, આ ત્રણ ‘કુ’ જનમજનમ તારી સાથે ને સાથે જ રહે અને
તને દુઃખી તથા પાપી બનાવતા જ રહે એ છે મહાવ્રતભંગના જાલિમ અપાયો. પણ તને અમે યાદ કરાવવા માગીએ છીએ કે જે પાંચમા આરામાં અત્યારે તું જીવન જીવી રહ્યો છે એ પાંચમો આરો આમ તો પ્રત્યેક અવસર્પિણીમાં આવે જ છે પરંતુ આ અવસર્પિણીને ‘હૂંડા'નું એક કલંકિત વિશેષણ મળ્યું છે. અનંતકાળે આવે એવી આ અવસર્પિણિ છે. અને એનો જ આ દુધ્રભાવ છે કે સામે ચડીને, સત્ત્વ ફોરવીને સમજણપૂર્વક મહાવ્રતોનો સ્વીકાર કરી ચૂકેલા સંયમીઓ પણ મહાવ્રતોના પાલનમાં સજાગ નથી દેખાતો, સાવધ નથી દેખાતા, આનંદિત નથી દેખાતા. અમે બીજાઓની વાત નથી કરતા. તને જ પૂછીએ છીએ. મહાવ્રતોના વિશુદ્ધ પાલનની બાબતમાં તું સાવધ કેટલો છે? સાપેક્ષ કેટલો છે ? જાણી-જોઈને મહાવ્રતોનો ભંગ તું નથી જ કરતો એવું નક્કી ખરું? મહાવ્રતોના ભંગમાં તારું અંતઃકરણ રડી જ પડે છે એવું નક્કી ખરું ? મહાવ્રતોના પાલનમાં જેઓ અડગ છે એ સહુ પ્રત્યે તારા હૈયામાં પ્રચંડ આદરભાવ જીવતો જ રહે છે એવું નક્કી ખરું ? જો આ તમામ પ્રશ્નોનો સંતોષજનક પ્રત્યુત્તર તારા અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો અમારે તને યાદ કરાવવું છે કે તારું ભાવિ ભયંકર છે. એક મહાવ્રતના ભંગમાં પણ આત્માને દુર્ગતિમાં જતો ખુદ પરમાત્મા પણ જો બચાવી શકતા નથી તો પાંચે ય મહાવ્રતોના ભંજક એવા તારા આત્માનું થશે શું?' ખૂબ ગંભીરતાથી આના પર વિચાર કરજે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૩
इर्यासमित्याद्याश्चारित्रात्मन: प्रसूति हेतुत्त्वेन हितकारित्वेन च मातर इव अवश्यंभावेन न मोक्तव्याः
- ષોડશક - ૨
જન્મદાત્રી અને જીવનદાત્રી માતાને છોડી દેવાની કે એનાથી દૂર રહેવાની ભૂલ નાનકડો બાબો ક્યારેય કરે ખરો ? હરિંગજ નહીં.
કારણ ?
એના જીવનની સલામતીનું કેન્દ્ર એક માત્ર એની માતા જ હોય છે. મુનિ !
માત્ર શરીરને જન્મ આપતી માતા પ્રત્યે
બાળકનો જો આ લગાવ હોય છે
તો અમારે તને એટલું જ કહેવું છે કે
તારા ચારિત્ર શરીરને જન્મ જેણે આપ્યો છે અને
તારા આત્માને માટે જે એકાંતે હિતકારી છે
એ ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા પ્રત્યે તારો લગાવ તો
કેઈ ગણો વધુ હોવો જ જોઈએ એ વાત તારા
મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે ખરી ? યાદ રાખજે,
બાળકના જીવનમાં આકર્ષક પણ રમકડાં નંબર બે પર જ હોય છે.
સ્વાદિષ્ટ ચૉકલેટ અને મનપસંદ પણ બિસ્કિટ નંબર બે પર જ હોય છે.
આકર્ષક અને સુંવાળા પણ કપડાં નંબર બે પર જ હોય છે. નંબર એક પર એક માત્ર મમ્મી જ હોય છે.
બસ, એ જ ન્યાયે તારા જીવનમાં સ્વાધ્યાય નંબર બે પર જ
૪૫
હોય એનો કોઈ વાંધો નથી.
તપશ્ચર્યાના ક્ષેત્રે તું શ્રીમંત ન બની શકે
તો ય એમાં કોઈ તકલીફ નથી.
પ્રવચનની કળા કે લેખનની કળા એ બંને ક્ષેત્રે તું કાચો પડતો હોય તો એ ય તારા જીવનની કોઈ કરુણતા નથી. કલાકોનો જાપ તું ન કરી શકતો હોય કે લોહી-પાણી એક કરી નાખતો વૈયાવચ્ચનો યોગ તારા જીવનમાં પ્રતિષ્ઠિત ન થયો હોય તો
એ ય તારા માટે કોઈ કરુણ વાસ્તવિકતા નથી પરંતુ બાળકના જીવનમાં જેમ
મમ્મી નંબર એક પર જ હોય છે
તેમ તારા જીવનમાં અષ્ટ પ્રવચનમાતા
નંબર એક પર જ હોવી જોઈએ.
ખેદ છે અમને એ વાતનો કે
આ હકીકતને તું ગંભીરતાથી સમજી શક્યો નથી. નીચે જોયા વિના જ ચાલવાનું,
મુહપત્તિના ઉપયોગ વિના જ બોલવાનું,
ગોચરીના દોષોની ઉપેક્ષા જ કરતા રહેવાનું,
પૂંજવા-પ્રમાર્જવાના ક્ષેત્રે આંખમીંચામણાં જ કરતા રહેવાનું, મનમાં ચાલતા વિચારો પર કોઈ નિયંત્રણ જ નહીં,
શબ્દપ્રયોગમાં વિવેકને હાજર રાખવાની કોઈ તકેદારી જ નહીં, કાયાના સ્તરે અયતનાથી બચવાની કોઈ ચોક્કસ જાગૃતિ જ નહીં, આ જ જો બની ગઈ હોય તારી જીવન જીવવાની
પદ્ધતિ તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું કૃતઘ્ની છે.
તારા ચારિત્ર શરીરને જન્મ આપી ચૂકેલી
અષ્ટ પ્રવચન માતાનો તું વિશ્વાસઘાતી પુત્ર છે.
યાદ રાખજે, મમ્મીના મરણ પછી ય ચામડાના શરીરને ધારણ
કરી રહેલ બાબો જીવી જાય છે પરંતુ અષ્ટ પ્રવચન
માતાના મરણ પછી ય તારું ચારિત્ર શરીર જીવી જાય એવી તો કોઈ જ સંભાવના નથી. સાવધાન !
*
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
प्रवचनमातृसहितस्य सर्व्वकालं साधोः नियमेन न भवभयं भवति
ગલી ભલેને ગુંડાઓની છે
પરંતુ સાથે જો પૉલીસ કમિશનર છે
તો પછી ડરવાનું રહે છે જ ક્યાં ?
વાતાવરણમાં ઠંડી ભલે ને સખત છે
પરંતુ સાથે ધાબળા-સ્વેટર, મફલર વગેરે જો પર્યાપ્ત પ્રમાણમાં છે
તો પછી ઠંડીનો ડર રાખવાની જરૂર જ ક્યાં રહે છે ? ભૂખ ભલે ને સખત લાગી છે
પરંતુ રસોડામાં રસોઈ જો તૈયાર થયેલી જ પડી છે
તો પછી ક્ષુધાનો ત્રાસ વેઠવાની જરૂર જ ક્યાં રહે છે ?
મુનિ !
ચાર ગતિરૂપ સંસાર અતિ ભયંકર છે
એનો તને ખ્યાલ છે જ.
નરકગતિનાં દુઃખોનું
વર્ણન સાંભળતા પણ છાતીનાં પાટિયાં બેસી જાય તેમ છે એની તને ખબર છે.
તિર્યંચગતિમાં
બંધન-છેદન-ભેદન વગેરેની વેદનાઓ કેવી છે
એ તે પોતે તારી સગી આંખે અનેક વખત નિહાળ્યું છે.
દેવગતિમાં અતૃપ્તિના ત્રાસ કેવા જાલિમ છે
એ તે શાસ્ત્રોનાં પાને વાંચ્યા છે.
પરાધીનદશા-દારિદ્રય દૌર્ભાગ્ય વગેરેથી
મનુષ્યગતિ કેવી દુઃખદાયક બની રહે છે એનો ય તને ખ્યાલ છે.
૪૭
- ષોડશક - ૨
એકેન્દ્રિયપણાંની અને
વિકલેન્દ્રિયપણાંની જાલિમ દશા તો તેં આંખ સામે જ જોઈ છે. આ બધું જોયા-સાંભળ્યા બાદ તને
એમ થતું હોય કે આ સંસારમાં મારા આત્માનું થશે શું? દુર્ગતિનાં જાલિમ દુઃખો મારા લમણે
ઝીંકાઈ જશે તો મારી સમાધિ ટકશે શી રીતે ?
આવો ભય જો તારા મનમાં ઘર કરી ગયો હોય તો અમે તને એક સલાહ આપીએ છીએ. તું એક કામ કર.
આઠે ય પ્રવચન માતાઓને તું તારી સાથે રાખી લે.
એક પળ પણ તારા જીવનની એવી ન જવી
જોઈએ કે જે પળમાં પ્રવચન માતાઓ તારી સાથે ન હોય.
અલબત્ત, એક બાબતની અમે તને યાદ
કરાવવા માગીએ છીએ કે
શરીરને જન્મ આપનારી માતા પોતાનાથી
બાળક વિખૂટો ન પડી જાય એની ખુદ
તકેદારી રાખતી હોય છે જ્યારે
ચારિત્ર શરીરને જન્મ આપતી અષ્ટ પ્રવચન માતાઓ
તારાથી વિખૂટી ન પડી જાય એની તકેદારી તારે ખુદે રાખવાની છે.
તારો મામૂલી પણ પ્રમાદ, અલ્પ પણ અસાવધગીરી અને
એ આઠે ય પ્રવચન માતાઓ તારાથી દૂર !
લખી રાખજે તારા દિલની દીવાલ પર કે
જો અષ્ટ પ્રવચન માતાઓ સર્વ સમયમાં તારી સાથે જ છે તો
આ સંસારનો તારે કોઈ જ ભય રાખવાનો નથી.
અને જો અષ્ટ પ્રવચન માતાઓને તેં
છોડી દીધી છે તો આ સંસાર તારી રેવડી દાણાદાણ કરી નાખવાનો છે. વાત્સલ્યમયી મમ્મી કમજોર બાળકથી એક પળ માટે ય દૂર રહેતી નથી. કમજોર સંયમી એવા તારે
એક પળ માટે ય અષ્ટ પ્રવચન માતાઓને દૂર રાખવાની નથી. તારી મુક્તિ નિશ્ચિત્ત છે.
૪૮
Page #25
--------------------------------------------------------------------------
________________
सम्यक्त्वामृतरसज्ञजीव: चिरकालाऽऽसेवितमपि
नजातु बहुमन्यते पापम्
- ષોડશક - ૩/૧૫ થી
કુપથ્ય સાથે દોસ્તી ભલે ને બહુ જૂની છે. પરંતુ તંદુરસ્તીજન્ય પ્રસન્નતા જેણે એકાદ વાર પણ અનુભવી લીધી છે એને પછી કુપથ્યનું આકર્ષણ ઊભું રહે એવી સંભાવના લગભગ નથી. બળદગાડીમાં બેસવાનો અનુભવ ભલે ને વરસોનો છે. પરંતુ વિમાનની મુસાફરીની મજા એકાદવાર પણ જેણે લૂંટી લીધી છે. એને પછી બળદગાડીમાં બેસવાનું આકર્ષણ ઊભું રહે એવી સંભાવના નહિવત છે. મુનિ! તારી પાસે જે જીવન છે એ જીવન સંયમનું છે. એ જીવન કાં તો છા ગુણસ્થાનકનું છે અથવા તો સાતમા ગુણસ્થાનકનું છે. એ જીવન પાપમુક્ત તો છે જ પણ સાથે પ્રસન્નતાયુક્ત પણ છે. એ જીવનમાં સંકલેશોની ગેરહાજરી તો છે જ પણ સાથે આનંદ પણ ચિક્કાર છે. એ જીવનમાં બહિર્ભાવોના આકર્ષણનો અભાવ તો છે જ પરંતુ સાથે અંતર્મુખતાન્ય મસ્તીનો અનુભવ પણ ગજબનાક છે. આ વાત અમે તને એટલા માટે યાદ કરાવીએ છીએ કે જેની પાસે માત્ર ચતુર્થ ગુણસ્થાનકની ગૅરન્ટી આપતું સમ્યફદર્શન છે એ સમકિતિ આત્મા સમ્યક્દર્શન રૂપી અમૃતરસના અનુભવના બળે
સ્વજીવનને પાપમુક્ત બનાવવામાં કદાચ સફળ નથી પણ બનતોઅવિરતિના ઉદયના કારણે અથવા તો અનંત અનંતકાળથી પાપસેવનનો અભ્યાસ હોવાના કારણે તો ય પાપના આકર્ષણથી તો એનું મન મુક્ત બની જ ગયું હોય છે. પ્રશ્ન અમારે તને એટલો જ પૂછવો છે કે સમકિતિ આત્માની મનોવૃત્તિ જો આ હોય તો સર્વવિરતિધર એવા તારી મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? તું તો એવા મસ્ત જીવનને પામી ગયો છે કે જે જીવનમાં એક પણ પાપ કરવું તારા માટે અનિવાર્ય નથી. શુભ આલંબનો વચ્ચે જ તારે જીવનભર રહેવાનું છે. સ&િયાઓ અને સદનુષ્ઠાનોના સેવનનું સભાગ્ય જીવનભર માટે તને વરેલું છે. શુભ યોગ અને શુભ ઉપયોગ એ તો તારા પવિત્ર જીવનની એક માત્ર ઓળખ છે. જવાબ આપ તું. આવું પવિત્ર જીવન આજે તારા હાથમાં છે એ પછી ય તારા મનમાં વાસનાનાં સાપોલિયાં કવચિત પણ આંટા લગાવી જાય છે ખરા? કષાયોની ઉત્કટતા તારા મનનો કબજો કવચિત પણ જમાવી દે છે ખરી ? દુર્બાન અને દુર્ભાવના ધુમાડાથી તારું ચિત્ત અવારનવાર લુષિત બની જ જાય છે એવું બને છે ખરું? જો હા, તો તું નિશ્ચિત્ત સમજી રાખજે કે જગત તને ભલે સંયમી તરીકે ઓળખતું હશે, હકીકતમાં તારી પાસે સંયમીનાં કપડાં જરૂર છે પરંતુ અમે જેને ‘સંયમ’ કહીએ છીએ એ સંયમ તો તારી પાસે નથી જ નથી ! સાવધાન ! પાપમુક્ત જીવન પામ્યો જ છે તો મનને પાપઆકર્ષણથી મુક્ત કરીને જ રહે!
Ye
પ0
Page #26
--------------------------------------------------------------------------
________________
@
૨૬
@
@
»
२
यत्र भावोऽधिकस्तत्र फलमप्यधिकं भवति।
- ષોડશક - ૭/૧૨
અધિક સંપત્તિ, અધિક સામગ્રી ખરીદી શકે છે. અધિક સાકર મીઠાઈને અધિક સ્વાદિષ્ટ બનાવી શકે છે. અધિક વૃક્ષો, અધિક વરસાદને ખેંચી લાવે છે. અધિક સ્યાહી અધિક લખાણ કરી શકે છે. પણ મુનિ ! આ તો બહિર્જગતની વાત છે. આભ્યન્તર જગતની વાત જો તું જાણવા માગતો હોય તો એ છે કે જે પણ યોગમાં, જે પણ અનુષ્ઠાનમાં, જે પણ ક્રિયામાં તારો ભાવ અધિક છે એ યોગનું, એ અનુષ્ઠાનનું, એ ક્રિયાનું ફળ અધિક છે. પછી ભલે એ યોગ કદાચ મામૂલી છે, એ અનુષ્ઠાન કદાચ નાનું છે, એ ક્રિયા કદાચ પ્રારંભિક છે. ખ્યાલ તો છે ને તને કે દિવસ દરમ્યાન ઈરિયાવહીની જે ક્રિયા તું કદાચ ૨૦૨૫ વાર કરી રહ્યો છે એ જ ઈરિયાવહીની ક્રિયા કરતા અઈમુત્તા મુનિવર કેવળજ્ઞાન પામી ગયા છે. જે પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા આ જીવનમાં
તું ડગલે ને પગલે કરી રહ્યો છે, પૂંજવા-પ્રમાર્જવાની એ જ ક્રિયા કરતા વલ્કલચિરીએ ઘનઘાતી કર્મોના ભુક્કા બોલાવી દીધા છે. જે એકાશનનો તપ આ જીવનમાં તને કોઠે પડી ગયો છે એ જ એકાશનનો તપ કરતા કૂરગેડુ મુનિવરે કેવળજ્ઞાન ઉપાર્જ લીધું છે. જે ગુરુબહુમાનનો ભાવ તું આજે હૃદયમાં સંઘરીને બેઠો છે એ જ ગુરુ બહુમાનના ભાવને સહારે જ્ઞાનાવરણના તીવ્ર ઉદયકાળમાં ય માતુષ મુનિ કેવળજ્ઞાન પામી ચૂક્યા છે. તાત્પર્યાર્થ આ બધાં દૃષ્ટાન્નોનો સ્પષ્ટ છે. આરાધના, અનુષ્ઠાન કે. આલંબન ભલે નાનું છે, મામૂલી છે એના પ્રત્યેના અહોભાવને જો તમે પરાકાષ્ટાએ લઈ જઈ શકો છો તો તમને એના અંતિમ ફળ સુધી પહોંચવામાં કોઈ જ તકલીફ પડે તેમ નથી. મુનિવર! વાસ્તવિકતા જ્યારે આ જ છે. ત્યારે અમારી તને એક ખાસ સલાહ છે કે તું વિશિષ્ટ આરાધના, વિશિષ્ટ અનુષ્ઠાન કે વિશિષ્ટ આલંબનોની અપેક્ષા રાખવાને બદલે તને જે પણ આરાધના, અનુષ્ઠાન કે આલંબનો મળ્યા છે એ તમામ પ્રત્યે તારા હૃદયના ભાવોને વિશિષ્ટ બનાવતો જા . શું કહીએ તને? ભાવોની વિશિષ્ટતા પામીને જો છબસ્થ ગુરુને સહારે ય કેવળજ્ઞાન પામી શકાય છે તો કેવળજ્ઞાની ગુરુ મળવા છતાં ય ભાવો જો શુષ્ક જ છે, હૈયું જો સંવેદનહીન જ છે. તો સદ્ગતિના સ્વામી બનવું ય મુશ્કેલ બની જાય એ સંભવિત છે. દડો તારી કોર્ટમાં છે. જીતવું કે હારવું એનો નિર્ણય તારે કરવાનો છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे
हितकाक्षिभिर्नृसिंहः।
- ષોડશકે - ૧૬ થી.
દરિદ્ર માણસ સંપત્તિ માટે કઈ પળે પ્રયત્નશીલ નથી હોતો એ પ્રશ્ન છે. રોગી માણસે ઔષધસેવન માટે કઈ પળે જાગ્રત નથી હોતો એ પ્રશ્ન છે. ગાઢ જંગલમાં ભૂલો પડી ગયેલ માણસ કઈ પળે રસ્તો શોધવા ફાંફાં મારતો નથી હોતો એ પ્રશ્ન છે. અંધ માણસ કઈ પળે આંખવાળાનો હાથ પકડવા તૈયાર નથી હોતો એ પ્રશ્ન છે.
હજામ પાસે નહીં. ગુમરાહ માણસ રસ્તાની જાણકારી મેળવવા જો માર્ગશને જ શોધે છે. અલેલટપુને નહીં. અંધ માણસ પોતાનો હાથ ચક્ષુષ્માનના હાથમાં મૂકવા જ જો તૈયાર થાય છે, અંધના હાથમાં નહીં તો એ જ ન્યાયે ધર્મશ્રવણ માટે તારે કોક બહુશ્રુતના ચરણમાં જ બેસવાનું છે ગમે તેવા અગીતાર્થના કે પોતાની જાતને વિદ્વાન માની બેઠેલાના ચરણમાં નહીં, જવાબ આપ તું. શ્રવણના ક્ષેત્રે તને સ્વપ્રશંસાશ્રવણમાં, પરનિંદાશ્રવણમાં, વિકથાશ્રવણમાં કે બહિર્ભાવપોષક શ્રવણમાં રસ નથી જ એવું તું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં છે ખરો ? જો આ પ્રશ્નનો તારો જવાબ ‘ના’માં હોય તો અમારે તને કહેવું છે કે તારું ભાવિ તો અંધકારમય છે જ પરંતુ તારું વર્તમાન સંયમજીવન પણ માત્ર સમય પસાર કરનારું જ કે જીવન પૂરું કરનારું જ બની રહેવાનું છે. કારણ? કામ વિનાનો સંસારી માણસ જેમ રખડતો રહીને જ જીવન પૂરું કરી દેતો હોય છે તેમ સ્વાધ્યાયના રસ વિનાનો સંયમી સંયમઘાતક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને જ પોતાનું સંયમજીવન પૂરું કરી દેતો હોય છે. એટલું જ કહીએ છીએ અમે તને કે પરલોકને બરબાદ કરતા અને સંયમજીવનને કૂચા બનાવી દેતા આ ગલત રાહેથી તું અત્યારે ને અત્યારે જ પાછો ફરી જા. યત્ન ધર્મશ્રવણમાં જ અને એ ય સતત ! અને એ ધર્મશ્રવણ પણ બહુશ્રુત સમીપમાં જ ! તારો બેડો પાર છે !
મુનિ !
સાચે જ જો તું કર્મમુક્ત બનવા માગે છે, કષાયમુક્ત બનવા માગે છે, દોષમુક્ત બનવા માગે છે, તો તારે એક જ કામ કરવા જેવું છે. ધર્મશ્રવણમાં યત્ન ! કારણ? કર્મબંધનાં કારણોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે. કષાયોના જાલિમ વિપાકોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે. દોષોથી સર્જાતી અમૈત્રી, સંક્લેશોની હારમાળા વગેરેની વાસ્તવિક સમજણ તને ધર્મશ્રવણથી જ મળશે. પણ સબૂર ! દરિદ્ર માણસ સંપત્તિ પ્રાપ્તિના ઉપાયોની જાણકારી મેળવવા જો શ્રીમંત પાસે જ જાય છે, ભિખારી પાસે નહીં રોગી માણસ ઔષધોની સમજ મેળવવા જો ડૉક્ટર પાસે જ જાય છે,
Page #28
--------------------------------------------------------------------------
________________
9 भक्षयितव्य: निरास्वाद एव वालुकाकवल: श्रामण्यम्।
- સમરાઈચ્ચકહા C
બાળક નાનું, અને દવા કડવી, એ પ્રસન્નતાથી દવા લેવા તૈયાર થઈ જાય એવી શક્યતા કેટલી ? લગભગ નહીં. પગ ખુલ્લા અને રસ્તો કાંટાથી વ્યાપ્ત, એ રસ્તે મર્દાનગી સાથે પ્રસન્નતાપૂર્વક ચાલવા કોઈ યુવક તૈયાર થઈ જાય એ શક્યતા કેટલી ? લગભગ નહીં. મુનિ ! ભલે તે કોઈ પણ કારણસર શ્રમણજીવન અંગીકાર તો કરી લીધું છે પણ સ્પષ્ટ શબ્દોમાં અમે તને કહીએ છીએ કે રેતીના કણિયાઓ તો મેં જોયા છે ને? એ હોય છે સર્વથા સ્વાદહીન. પેટમાં એ રેતીના કણિયાઓ પધરાવતા રહેવાનું જેટલું કઠિન અને ત્રાસદાયક હોય છે, તારી પાસે રહેલ સંયમજીવન એટલું જ કઠિન અને કષ્ટદાયક છે. જિંદગીભર એ જ ગુરુ, એ જ સહવર્તિઓ, એ જ સ્વાધ્યાય, એ જ ક્રિયા, એ જ વિહાર, એ જ લોચ, એ જ પરિસહો અને એ જ ઉપસર્ગો.
પ૫
શરીરને બહેકાવતા રહેવાની કોઈ વાત નહીં. મનને બહેલાવતા રહેવાની કોઈ આજ્ઞા નહીં. ક્યારેય ન અનુભવેલા આત્મસુખને અનુભૂતિનો વિષય બનાવવા જિંદગીભર ઝઝૂમતા રહેવાનું અને જનમજનમ અનુભવેલા શરીરનાં અને મનનાં સુખો સામે લાલ આંખ કરતા રહેવાનું. અહંને તોડવા રહેવાનું અને સમર્પણભાવને જીવનમંત્ર બનાવતા રહેવાનું. અનુકૂળતાને તરછોડતા રહેવાનું અને પ્રતિકૂળતાને સત્કારતા રહેવાનું. શું આ બધું તું બચ્ચાનાં ખેલ માને છે ? આ બધાયને તું શું સરળ અને આનંદદાયક માને છે ? ના, આ બધું ય કઠિન છે, કધ્યદાયક છે અને સાથોસાથ બેસ્વાદ પણ છે. પણ સબૂર ! આનો અર્થ એવો ન સમજતો કે સંયમજીવનને છોડીને તારે પુનઃ સંસારમાં આવી જવાનું છે કે હતાશા સાથે તારે આ જીવન પૂરું કરી દેવાનું છે. દર્દની વેદનાથી ત્રાસેલો દર્દી જો દર્દમુક્ત બનવા માટે કઠોરમાં કઠોર અને કડકમાં કડક નિયંત્રણો પણ જો પ્રસન્નતાપૂર્વક સ્વીકારીને જ રહે છે તો દોષોના અને કષાયોના અપાયોથી ત્રાહિમામ્ પોકારી ઊઠેલો સાધક એ તમામ અપાયોથી આત્માને મુક્ત કરવા કઠિનમાં કઠિન અને કડકમાં કડક પ્રભુશાજન્ય નિયંત્રણો સ્વીકારી જ લેતો હોય છે. અમે તને એટલું જ કહીએ છીએ કે આવા સાધકમાં તારો નંબર લગાડી દેવામાં તું જો સફળ બની ગયો તો રેતીના કણિયાવાળા કોળિયાઓ પેટમાં પધરાવવા જેવું બેસ્વાદ પણ શ્રમણપણું તને જામ્યા વિના નહીં જ રહે. અને જામી જતું એ શ્રમણપણું તારા જનમજનમના સંસારપરિભ્રમણના થાકને ઉતારી નાખનારું બની ગયા વિના નહીં જ રહે.
Page #29
--------------------------------------------------------------------------
________________
आपद: उपकारिणी
- સમરાઈઐકહા હો
ચાકડા પર તૈયાર થયેલ ઘડાને કુંભાર જ્યારે અગ્નિમાં નાખે છે ત્યારે એ અગ્નિ ઘડાને માટે ઉપકારક જ પુરવાર થાય છે ને? કારણ કે અગ્નિમાં ગયા વિના જ ઘડો જો સીધો બજારમાં ગયો હોત અથવા તો સીધું જ એમાં જો પાણી ભરવામાં આવ્યું હોત તો એ ઘડો ગણતરીની પળોમાં જ હતો-ન હતો થઈ ગયો હોત ! ટાંકણાના માર ખાવાથી પથ્થર જો દૂર જ રહે છે તો એ પથ્થરના નસીબમાં રહેલ પ્રતિમા બનવાનું સદ્ભાગ્ય રોળાઈ જાય છે. મુનિ ! આત્માના પ્રદેશ પ્રદેશ પર ચોટેલી અનંત અનંત કાર્મણ વર્ગણાથી તારે કાયમી છુટકારો મેળવવો છે ને? એક જ શ્વાસમાં અઢાર વાર જન્મ લેવો પડે અને સત્તર વાર મરવું પડે એવી નિગોદગતિની મુલાકાત લેતા રહેવાના દુર્ભાગ્ય પર તારે કાયમનું પૂર્ણવિરામ મૂકી દેવું છે ને? જે ગતિનાં દુ:ખોનું વર્ણન સાંભળવા માત્રથી તારા ઝાડા-પેશાબ છૂટી જાય તેમ છે. એ નરકગતિની મુલાકાતે જવાનું તારે કાયમ માટે સ્થગિત કરી દેવું છે ને? સમડીના જડબામાં ચવાઈ જતો સર્પ, બિલાડીના જડબામાં ચવાઈ જતો ઉંદર, કૂતરાના જડબામાં ચવાઈ જતું કબૂતર, સિંહના જડબામાં ચવાઈ જતું હરણ અને કસાઈની છરી નીચે કપાઈ જતા ગાય-બળદ-ભેંસ-બકરા-પાડા અને વાંદરા. આમાંના એક પણ અવતારમાં તારે જન્મ ક્યારેય ન જ
લેવો પડે એ સ્થિતિનું નિર્માણ કરવું છે ને?
જ્યાં જન્મ લઈને સંડાસો સાફ કરવા પડે, શેઠિયાઓની ગાળો ખાવી પડે, બટકું રોટલા માટે ટળવળતા રહેવું પડે, અપમાનો વેઠતા રહેવું પડે, મરવાની આશામાં જ જીવન વીતાવતા રહેવું પડે એવા માનવના અવતારો પર પણ તું કાયમની ચોકડી લાગી જાય એવું ઇચ્છે છે ને? તો એનો એક માત્ર ઉપાય તું જાણી લે. તારી પાસે જે સંયમજીવન છે એ સંયમજીવનમાં જેટલી પણ પ્રતિકૂળતાઓ આવતી રહે વાતાવરણની, જે પણ વસ્તુઓ પડતી રહે વિપરીત અને જે પણ કષ્ટો આવતા રહે વ્યક્તિઓ તરફથી એ તમામને તારી તમામ તાકાતથી તું સહન કરતો જ રહે. એ તમામ તકલીફો-આપત્તિઓ-કરો અને પ્રતિકૂળતાઓ એકાંતે તારા માટે ઉપકારક જ બન્યા રહેવાના છે. તારા ખ્યાલમાં તો છે ને તત્ત્વાર્થસૂત્રની આ પંક્તિ ? 'मार्गाच्यवन-निर्जरार्थं परिषोढव्या परिसहा:' મોક્ષમાર્ગ પર તું જો ટકી જવા માગે છે, અનંત અનંત કર્મોની તું જો નિર્જરા કરવા માગે છે, કર્મોથી જો તું હળવો ફૂલ થઈ જવા માગે છે તો એના માટે “સહન કરી લેવા’ સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.” શું કહીએ તને ? ભૂતકાળના અનંત ભવોમાં તેં દુ:ખો ઓછા સહન નથી કર્યા. પણ ભાવિ અનંતકાળને તું જો એવો જ બિહામણો ન બનાવવા માગતો હોય તો તારા વર્તમાનને તું કષ્ટસભર રાખતો જા. કાટવાળું લોખંડ ઍસિડમાં જેટલો વધુ સમય પડ્યું. રહે છે, એ શીધ્ર કાટમુક્ત થતું જાય છે. પ્રસન્નતાપૂર્વક તું જેટલાં વધુ કષ્ટો વેઠતો રહીશ તું એટલો શીધ્ર કર્મમુક્ત બનતો જઈશ.
પ૮
Page #30
--------------------------------------------------------------------------
________________
@
@
૩૦
@
@
सर्वदुःखानां मूलम् स्नेहः।
- સમરાઈચ્ચકહા તો
@
@
e @ @
@ રોગનું મૂળ છે પેટનો બગાડો. તકલીફોનું મૂળ છે દરિદ્રતા.
ક્લેશ-કંકાસનું મૂળ છે બરછટ ભાષાપ્રયોગ. મૂર્ખતાનું મૂળ છે બુદ્ધિની જડતા. પાગલતાનું મૂળ છે બુદ્ધિની મંદતા પણ મુનિ ! સઘળાં ય દુઃખોનું કોઈ એક જ ઉદ્ગમસ્થાન હોય તો એ છે સ્નેહ. આ સ્નેહને તું રામનું નામ આપતો હોય કે આકર્ષણનું નામ આપતો હોય, વાસનાનું નામ આપતો હોય કે આવેગનું નામ આપતો હોય, એની સામે અમારો કોઈ જ વાંધો નથી. અમે તો તને એટલું જ કહેવા માગીએ છીએ કે કપડાં પર લાગી ગયેલ ઘીનો ડાઘ દૂર થતાંની સાથે જ એ કપડું જેમ વાતાવરણમાંની ધૂળને પોતાના તરફ ખેંચવાનું બંધ કરી દે છે તેમ તારા મનને સ્નેહમુક્ત બનાવવામાં તું જેવો સફળ બનતો જઈશ, એ જ પળે તારા આત્મા પર વાતાવરણમાં રહેલ કાર્મણ વર્ગણાઓ ચોંટવાની બંધ થવા લાગશે. દુઃખની વાત છે કે આ જગતના જીવો દુઃખમુક્ત બનવા માગે છે
પણ રોગમુક્ત બનવા નથી માગતા. આગની નજીક રહેવું છે અને ગરમીથી બચી જવું છે? ગટરની બાજુમાં રહેવું છે અને દુર્ગધથી બચી જવું છે? ધુમાડાવાળા વાતાવરણમાં રહેવું છે અને શ્વાસની તકલીફથી બચી જવું છે? એ બધું ય જો અસંભવ છે તો મનને રાગભાવમાં રમતું રાખીને આત્માને દુઃખોનો શિકાર બનતો અટકાવવો એ ય સર્વથા અસંભવિત જ છે. યાદ રાખજે તું. વીતરાગ બન્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી અને કષાયભાવથી મુક્ત બન્યા વિના વીતરાગ બની શકાતું નથી. સ્વરૂપની ઓળખાણ વિના કષાયસેવનથી બચી શકાતું નથી અને બહિર્ભાવોમાંથી મનને બહાર લાવ્યા વિના સ્વરૂપની ઓળખ શક્ય નથી. પ્રલોભનોથી બચતા રહ્યા વિના મનને બહિર્ભાવોના આકર્ષણથી મુક્ત રાખવું શક્ય નથી અને મન સાથે સંઘર્ષ ખેલતા રહ્યા વિના પ્રલોભનોથી ભાગતા રહેવા મનને તૈયાર કરવું શક્ય નથી. સો વાતની એક વાત. વિષયુક્ત મોદક સ્વાદમાં ગમે તેટલો મીઠો હોય તો ય મોતથી બચવા માટે એ મોદકથી દૂર રહેવું જરૂરી જ છે તો સ્નેહભાવ મનને ગમે તેટલો મીઠો લાગતો હોય તો ય આત્માને દુઃખોથી બચાવતો રહેવા માટે, દુર્ગતિની યાત્રાએ જતો રોકવા માટે મનને સ્નેહભાવનું શિકાર બનતું રોકવા જેવું જ છે. યાદ રાખજે તું. દ્વેષના અગ્નિથી મનને મુક્ત રાખવામાં કોઈ જ તકલીફ પડવાની નથી. રાગના હિમથી મનને દૂર રાખતાં નવનેજાં પાણી ઊતરી જવાનું છે.
પટ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૧
सिद्धियधूनिर्भराऽनुरागसमागमचिन्तादुर्बलः साधुः ।
કાળઝાળ મોંઘવારી, ટૂંકી આવક, પરિવાર મોટો.
ચિંતામાં ને ચિંતામાં એનું શરીર સુકાતું ચાલ્યું. વરસોથી જે યુવતી પ્રત્યે એને લગાવ હતો એ યુવતી બે વરસ માટે અમેરિકા ચાલી ગઈ.
એની સ્મૃતિમાં ને સ્મૃતિમાં એનું શરીર ઘસાતું ચાલ્યું. એક બાજુ સામે લીલુંછમ ઘાસ અને બીજી બાજુ સામે વાઘ.
ઘાસ ખાતા રહેવા છતાં બકરીનું શરીર સુકાતું જ ચાલ્યું. મુનિ !
તું અને નિશ્ચિંત ?
તું અને મસ્ત ?
તું અને બળવાન ?
એ બની જ શકે કેવી રીતે ?
સિદ્ધિવધૂ સાથે વિવાહ કરવા તો તું સંસાર સમસ્તનો ત્યાગ કરીને નીકળી પડ્યો છે સાધના માર્ગે. માતા-પિતાદિ સ્વજનોને તો તે છોડચા જ છે
પરંતુ પાંચે ય ઇન્દ્રિયોના વિષયોને પણ તેં તરછોડ્યા છે. શરીરની સુખશીલતા સામે તો તે બળવો પોકાર્યો જ છે પરંતુ મનની સ્વચ્છંદવૃત્તિ સામે ય તું જંગે ચડ્યો છે. એક જ ખ્વાબ છે તારું.
હું ક્યારે સિદ્ધિવધૂને વરી લઉં ?
જ્યાં સુધી તારું એ ખ્વાબ સફળ થતું નથી
૬૧
– સમરાઈચકહા
ત્યાં સુધી તારા શિરે કેટકેટલી મુશ્કેલીઓ ત્રાટકવાની સંભાવના ઊભી છે
એનો તને બરાબર ખ્યાલ છે જ.
મુક્તિ નથી મળતી ત્યાં સુધી આત્માને સંસારમાં રહેવું પડે છે અને
સંસારમાં રહેવું પડે છે એનો અર્થ ?
સંસારની ચારેય ગતિઓમાં રખડતા રહેવું પડે છે.
દુ:ખપ્રધાન નરકગતિ,
વિવેકહીન તિર્યંચગતિ,
મૂર્છાપ્રધાન દેવગતિ અને પુણ્યહીન માનવગતિ.
આ ચારે ય ગતિઓમાં આત્માને સતત ભટક્યા જ કરવું પડે છે.
છે શું આ ચારેય ગતિઓમાં ?
કાં તો દુ:ખો અને
કાં તો દુઃખોનું રિઝર્વેશન કરી આપે તેવાં સુખો ! ક્યાંય સ્વસ્થતા નથી,
ક્યાંય સ્થિરતા નથી અને ક્યાંય શાંતિ નથી.
આવા દુઃખમય સંસારમાં રહેવા છતાં ય તું જો સ્વસ્થ હોય,
તારી તબિયત મસ્ત હોય,
તારા શરીરની સાતે ય ધાતુઓ જો સતેજ હોય
તો એનો અર્થ એટલો જ છે કે
કાં તો તને સંસારની ભયંકરતાનો કોઈ અંદાજ નથી
અને કાં તો મુક્તિસુખની ભદ્રંકરતા તારી નજરમાં નથી. શું કહીએ તને ?
મોહવિજેતા પરમાત્માની તું ઉપાસના કરતો જા.
એ તારકની મોહનાશક આજ્ઞાઓનું તું પાલન કરતો જા. સુખના અનંતકાળના તારા બોગસ અનુભવોને એક બાજુ રાખી દઈને
મુક્તિસુખના અનુભવને આત્મસાત્ કરી લેવા તું કટિબદ્ધ બનતો જા. અમે તને ખાતરી સાથે કહીએ છીએ કે
એ સુખનું આકર્ષણ તારા મનમાં ઊભું થઈ ગયા પછી તું શાંતિથી સૂઈ નહીં શકે.
૨
Page #32
--------------------------------------------------------------------------
________________
स्तुत्या स्मयो न कार्यः।
- અધ્યાત્મસાર
બેડું પોતાને પાણીથી ભરી દેવા બદલ નળની ભલેને ગમે તેટલી પ્રશંસા કરે છે પરંતુ નળ એ પ્રશંસામાં જરાય લેવાઈ જતો નથી કારણ કે એને બરાબર ખ્યાલ હોય છે કે બેડાને પાણી ભલે મારાથી મળ્યું છે પરંતુ મને તો પાણી ટોકી તરફથી જ મળ્યું છે. જો ટાંકીએ મારામાં પાણી વહાવવાની ઉદારતા ન કરી હોત તો બેડાને મારા તરફથી પાણી ક્યાંથી મળી શક્યું હોત? મુનિ! બની શકે કે તારી પાસે તપશ્ચર્યાની પ્રચંડ મૂડી હોય, સ્વાધ્યાયનો જબરદસ્ત વૈભવ હોય, મસ્ત લેખનકળા હોય, આકર્ષક વક્નત્વકળા હોય, હૃદય તારું પ્રેમાળ હોય, મન તારું સરળ હોય, સ્વભાવ તારો શીતળ હોય અને એના કારણે તારા પરિચયમાં આવનારા સહુ તારી દિલ દઈને પ્રશંસા કરતા હોય તો ય અમારે તને એટલું જ કહેવું છે કે એ પ્રશંસાથી તું તારા અહંને પુષ્ટ ન કરતો. એ સ્તુતિના શબ્દોથી તું ફુલાઈ ન જતો.
આદર-સત્કાર અને બહુમાનને તું તારી તાકાત કે તારી પાત્રતા સમજી ન બેસતો. કારણ? તારી પાસે જે પણ શક્તિ કે સંદ્રગુણો છે એ બધાય દેખાતા હોય ભલે તારામાં પણ એ બધા ય તને મળ્યા છે પ્રભુની અનંત કરુણાના પ્રભાવે ! તારામાં રહેલ શક્તિ કે સદ્ગુણો એ છે પાણીના સ્થાને. તું પોતે છે નળના સ્થાને.
જ્યારે ટાંકીના સ્થાને પ્રભુ છે. તારું અલ્પ પણ પુણ્ય કે મામૂલી પણ ગુણ એ પ્રભુની જ કરુણાનું ફળ છે એ બાબતમાં તું લેશ પણ શંકા ન કરતો. વાંચી તો છે ને શક્તિ-સદ્ગુણના કેન્દ્રમાં રહેલ પ્રભુની જ કરુણાને વર્ણવતી આ બધી પંક્તિઓ તે? ‘ઈતની ભૂમિ તુમહી આણ્યો' આ વાત કરી છે પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે. 'एकोऽपि शुभभाव: भगवत्प्रसाद लभ्यत्वात्' આ વાત કરી છે ઉપમિતિભવ પ્રપંચ ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિ ગણિ મહારાજે. 'भवत्प्रसादेनैवाहं इयतींप्रापितो भुवम्' આ વાત જણાવી છે વીતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે. આ તમામ વાતોનો સૂર એક જ છે. તારા જીવનમાં દુઃખ-દોષ કે દુબુદ્ધિનો જે પણ ઉકરડો છે એ તારું જ પોતાનું સર્જન છે તો તારા જીવનમાં સુખ-સગુણ-સદ્બુદ્ધિનો જે પણ બગીચો છે એ પ્રભુ તરફથી તને મળેલ ઉત્તમ ઉપહાર છે. કરવા દે બેડાંને જિગતને] નળની તારી] પ્રશંસા નળ [તારે] પોતાની ખોપરી ઠેકાણે જ રાખવાની છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
33
आलापैः दुर्जनस्य न द्वेष्यम् ।
પવનનો સહારો લઈને
પોતાના તરફ આવી રહેલ ધૂળને જોઈને સૂર્ય એના તરફ દ્વેષ કરશે ? અસંભવ !
પવનની પીઠ પર સવાર થઈને
ભલેને ગટરની દુર્ગંધ ફૂલ પર હુમલો કરે છે.
ફૂલ લેશ સ્વસ્થતા ગુમાવ્યા વિના
પોતાની સુવાસ પ્રસરાવવાની યોગ્યતા જાળવી જ રાખે છે.
મુનિ ! આ તો સંસાર છે.
અહીં સંત-શેતાન, સજ્જન-દુર્જન, પુણ્યવાન-પાપી બધા જ છે.
કોકને સામી વ્યક્તિમાં રહેલ સદ્ગુણો જ
દેખાતા હોય છે તો કોકને સામી વ્યક્તિમાં છુપાઈને
રહેલા દુર્ગુણો જ શોધતા રહેવામાં રસ હોય છે.
કોક સારું જોવા માટે અંધ હોય છે તો કોક ખરાબ સાંભળવા માટે બધિર હોય છે.
કોકને સદ્ગુણની સુવાસની એલર્જી હોય છે તો કોકને દુર્ગુણની દુર્ગંધ વિના ચેન પડતું નથી હોતું. આવી વિચિત્ર અને વિપરીત સ્વભાવ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે રહેતા તારે ક્યારેક
દુર્જનોનાં વચનો સાંભળવાના આવે પણ ખરા, દુર્જનોની ટીકાના શિકાર તારે ક્યારેક બનવું પણ પડે. અમે તને એટલું જ કહીએ છીએ કે એવા પ્રસંગે ય તું એ દુર્જનો પર દ્વેષ ન કરી બેસતો.
– અધ્યાત્મસાર
૫
તારા મનને એ દુર્જનો પ્રત્યેના દુર્ભાવથી ગ્રસિત ન બનાવી બેસતો.
એક વાતનો તને ખ્યાલ છે ખરો કે
ઘરને આગ લાગી હોય છે ત્યારે એ આગને
ઠારવા દુશ્મન માણસ પણ જો પાણી લઈને
આવે છે તો ડાહ્યો માણસ એ દુશ્મનને પણ આવકારતો હોય છે. કારણ ? એને પોતાનું ઘર બચાવવું હોય છે.
એને પોતાનું ઘર ગમતું હોય છે. અમે તને આ જ વાત કરીએ છીએ. તારો આત્મા તને ખૂબ ગમે છે ને ?
શરીર કરતા ય વધુ ગમે છે ને ?
મન કરતા ય વધુ ગમે છે ને ?
તું એને દુર્ગતિમાં ધકેલવા નથી માગતો ને ?
તું એને દુઃખોનો શિકાર બનાવવા નથી માગતો ને
તું એનું સંસાર પરિભ્રમણ અકબંધ રાખવા નથી માગતો ને ?
તો એક જ કામ કર. તેં જે સંયમજીવન અંગીકાર કર્યું છે
એ જીવનમાં જે પણ તકલીફો આવે,
અગવડો આવે, અપમાનો વેઠવાં પડે
એ તમામનો તું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરતો જા.
એ અપમાનો જેમના પણ તરફથી થતાં હોય
એ તમામ પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખતો જા. આખરે તું તો મુનિ છે ને ?
જીવમાત્રનો કેવળ રક્ષક જ નહીં, ચાહક પણ !
જીવમાત્રનો તું ઉપકારી જ નહીં, સહકારી પણ !
એક માતા બનેલ સ્ત્રી પોતાના બાળકના તમામ અપરાધોને ભૂલી જઈને
પણ જો એના પ્રત્યેના સ્નેહભાવને ટકાવી રાખે છે
તો જગતના જીવમાત્રની માતા બનવાની જવાબદારી સ્વીકારી બેઠેલો તું અને અષ્ટપ્રવચન માતાના ખોળામાં ઉછરી રહેલો તું
કોઈ પણ જીવના, ગમે તેવા કટુ વ્યવહાર પછી ય
એના પ્રત્યેના સદ્ભાવને અકબંધ રાખી બેસતો હોય
તો એમાં તું કાંઈ ‘નવું’ નથી કરતો કારણ કે મુનિનો એ જ સ્વભાવ હોય છે !
99
Page #34
--------------------------------------------------------------------------
________________
न विश्वास्यो प्रमादरिपुः।
- અધ્યાત્મસાર
પાણી ઢાળનો વિશ્વાસ કરશે? પેટ્રોલ આગનો વિશ્વાસ કરશે? દેડકો સર્પનો વિશ્વાસ કરશે? સંગ્રહણીનો દર્દી દૂધનો વિશ્વાસ કરશે? કરોડપતિ શ્રીમંત એક નંબરના ગુંડાનો વિશ્વાસ કરશે? હરગિજ નહીં. કારણ ? પાણી ઢાળને પામીને નીચે ઊતરી જશે. પેટ્રોલ આગને પામીને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે. દેડકો સાપને પામીને જીવનને હાથથી ગુમાવી બેસશે. સંગ્રહણીનો દર્દી દૂધના શરણે જઈને પોતાનું સ્વાથ્ય વધુ બગાડી બેસશે. કરોડપતિ શ્રીમંત ગુંડાના સકંજામાં આવીને પોતાની સંપત્તિ ગુમાવી બેસશે. મુનિ ! સદ્ગુણોનો ચાહક તું, સમાધિનો ઇચ્છુક તું, સદ્ગતિનો પ્રેમી તું, પરમગતિનો આશક તું, સંયમજીવનનો ધારક તું પ્રમાદરૂપી શત્રુનો જો વિશ્વાસ કરે છે તો અમે તને કહીએ છીએ કે તું આત્મઘાતના રસ્તે કદમ માંડી ચૂક્યો છે. તારા સદ્ગુણોની સ્મશાનયાત્રા નીકળી જ ચૂકી છે. સદ્ગતિગમનની તારી શક્યતા પર સામે ચડીને
ચોકડી મુકી દેવા તે હાથ ઉઠાવી જ લીધા છે. પરમગતિની પ્રાપ્તિના તારા સ્વપ્નને ચકનાચુર કરી દેવા દેઢ નિશ્ચય કરી લીધો છે. જે પ્રમાદે ચૌદ પૂર્વીઓને પણ નિગોદમાં ધકેલી દીધા છે, લબ્ધિધરોને માટે પણ નરકગતિના દરવાજા ખોલી દીધા છે, પ્રભાવક પ્રવચનકારોને અને મહાજ્ઞાનીઓને પણ, ઘોર તપસ્વીઓને અને લાખો શ્લોકોના સર્જકોને પણ દુર્ગતિમાં ધકેલી દીધા છે એ પ્રમાદને તું જો મામૂલી માની બેઠો હોય કે તુચ્છ માની બેઠો હોય તો નિશ્ચિત સમજી રાખજે કે તારા સંયમજીવનને તું હારી જ ચૂક્યો છે. અને એક વાતનો તો તું જવાબ આપ. ચૌદ પૂર્વધરોના જ્ઞાનની સામે તારી પાસે જ્ઞાનનો વૈભવ કેટલો છે? લબ્ધિધરોની લબ્ધિઓની સામે તારી પાસે લબ્ધિના નામે છે શું? ઘોર તપસ્વીઓની સામે તારી પાસે તપ કેટલો છે ? ધુરંધર પ્રવચનકારોની પ્રચંડ પ્રવચનશક્તિ સામે તારી પાસે રહેલ પ્રવચનશક્તિ કેવી છે? વિશુદ્ધ સંયમીઓની જાગૃતિ સામે તારી પાસે જાગૃતિ છે કેવી? એક જ વાક્યમાં અમે તને એનો જવાબ આપી દઈએ તો સંયમક્ષેત્રે એ સહુનાં નામો જો કરોડપતિમાં ગોઠવી શકાય તો તારું નામ તો ભિખારીમાં જ આવી શકે. પ્રમાદરૂપી શત્રુએ એ કરોડપતિઓને પણ જો ચીંથરેહાલ બનાવીને પરલોકમાં રવાના કરી દીધા તો એ પ્રમાદશત્રુ તારા જેવા ભિખારીની તો કેવી રેવડી દાણાદાણ કરી નાખશે એની તું પોતે જ કલ્પના કરી જોજે. એટલું જ કહીએ છીએ તને. હારની બાજીને જીતમાં પલટાવી નાખવી હજીય તારા હાથમાં છે. પ્રમાદશત્રુને જીવનમાંથી દેશવટો આપી દે.
૬૮
Page #35
--------------------------------------------------------------------------
________________
@
@
@
૩૫ #
@
@
न हि हेतुविनाशं विना फलविनाशः।
- શ્રાવકધર્મવિધિ પ્રકરણ
દહીં ખાતા રહેવું છે અને છાતીને કફમુક્ત રાખવામાં સફળતા મેળવવી છે? સંભવ જ નથી. તેજ ગતિથી દોડતા રહેવું છે અને હાંફ ચડે જ નહીં એ સ્થિતિ અનુભવતા રહેવું છે? સંભવિત જ નથી. બારી-બારણાં બધા જ ખુલ્લાં રાખવા છે અને ધૂળને ઘરમાં પ્રવેશતા અટકાવવામાં સફળ બનવું છે? શક્ય જ નથી. પુષ્પ હાજર છે અને સુવાસની અનુભૂતિથી વંચિત રહેવું પડશે? નહીં જ બને. હાથમાં લાખ રૂપિયા છે અને વેપારી પાસેથી માલ ખરીદવામાં ફાવટ નહીં આવે ? નહીં જ બને. આનો અર્થ ? આ જ કે જ્યાં સુધી કારણ હાજર રહેશે ત્યાં સુધી કાર્ય બનતું જ રહેશે. ગલત કારણ હાજર હશે તો ગલત કાર્ય બનતું રહેશે અને સમ્યફ કારણ હાજર હશે તો સમ્યફ કાર્ય બનતું રહેશે. મુનિ ! તું સર્વકર્મ ક્ષયના કાર્યને અનુભવવા માગે છે ને? તને ખ્યાલ છે ખરો કે કર્મબંધના કારણભૂત કષાયથી દૂર થયા વિના તું સર્વકર્મક્ષયના એ કાર્યને અનુભવનો વિષય બનાવવામાં સફળ નથી જ બનવાનો!
ધર્મારાધનાના ફળની બાબતમાં તારું મન શંકાશીલ રહ્યા કરે છે ને? જો તારા જીવનમાં ધર્મારાધના ચાલુ છે જ તો એનું ફળ તને મળીને રહેવાનું જ છે. ટૂંકમાં, ગલત કાર્યથી જાતને બચાવી લેવાનો, ગલત ફળથી તારી જાતને દૂર રાખવાનો એક જ વિકલ્પ છે. તું ગલત કારણથી દૂર થઈ જા. સારા કાર્યને અનુભવનો વિષય બનાવવાનો એક જ વિકલ્પ છે. તું સમ્ય કારણોનું સેવન કરતો જા. પણ સબૂર ! તારી પાસે કર્મબંધનાં અને કર્મક્ષયનાં કારણોની સમ્યફ જાણકારી છે ખરી ? વ્યવહારનય અને નિશ્ચયનય, દ્રવ્ય સમ્યકત્વ અને ભાવસમ્યકત્વ, આચરણ અને અંતઃકરણ, દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા આ તમામના વાસ્તવિક સ્વરૂપની તારી પાસે જાણકારી છે ખરી ? જો ના, તો તારા લાખ પ્રયાસો પછી થતું તારા આત્માને કર્મબંધનો શિકાર બનતા અટકાવી શકવાનો નથી. વાંચી તો છે ને તેં આ પંક્તિ? ‘પર પરિણતિ અપની કર જાને, વરતે આરત ધ્યાને રે; બંધ-મોક્ષ કારણ ન પહચાને તે પહેલે ગુણઠાણે રે’ શું કહીએ અમે તને? આખું ય પ્રભુનું શાસન એ “કારણ’ જ છે! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. માર્ગનો અર્થ? જે મંજિલે પહોંચાડવામાં સહાયક બને એ માર્ગ! તું મુક્તિની મંજિલે પહોંચવા માગે છે ને? મોક્ષમાર્ગ પર કદમ રાખતો જા. ફાવી જઈશ.
ઉ0
૬૯
Page #36
--------------------------------------------------------------------------
________________
साधव:महाव्रतोच्चारणा प्रत्यहमुभयकालं विशेषस्तु
पक्षान्तादिषु कुर्वन्ति।
-પખીસૂત્ર )
હોશિયાર વેપારી રોજ સરવૈયું નહીં મેળવે ? કુશળ ડૉક્ટર દર્દીને રોજ નહીં તપાસ ? યુવાન માણસ બહાર નીકળતા પહેલાં દર્પણમાં પોતાનું મુખ નહીં તપાસે ? મુનિ ! અમે તને પૂછીએ છીએ. જિંદગીભરને માટે જે મહાવ્રતોનું પાલન કરવાનું તે અરિહંતાદિ પાંચની સાક્ષીએ હજારોની મેદની વચ્ચે કબૂલ કર્યું છે એ મહાવ્રતોને તું રોજ સ્મૃતિપથ પર લાવે છે ખરો? એ મહાવ્રતોના ગંભીર અર્થોને તું તારી અનુપ્રેક્ષાના વિષય રોજ બનાવે છે ખરો? જો ના, તો તુંમહાવ્રતોના વિશુદ્ધ પાલનમાં સફળ બનીશ જ શી રીતે? એક પણ જીવની વિરાધના મારે ક્યારેય કરવાની નથી આ પ્રતિજ્ઞા સ્મૃતિપથમાં રાખ્યા વિના સમિતિ-ગુપ્તિના પાલનમાં તને સફળતા મળશે કેવી રીતે ? અજાણતાં ય મારે જૂઠ બોલવાનું નથી આ પ્રતિજ્ઞાને યાદ રાખ્યા વિના તારી જાતને અસત્યોચ્ચારણથી બચાવવામાં તું સફળ બનીશ શી રીતે? એક પણ પ્રકારનું અદત્ત, મારે લેવાનું જ નથી આ પ્રતિજ્ઞાને સ્મૃતિનો વિષય બનાવતા રહ્યા વિના
આધાકર્મી ગોચરીના સ્વીકારથી કે ગુવજ્ઞાભંગથી, તારી જાતને તું બચાવી શકે એ વાતમાં કોઈ માલ નથી. અબ્રહ્મના સેવનથી તો મારે દૂર રહેવાનું જ છે પરંતુ મનને અબ્રહ્મના વિચારથી પણ મારે મુક્ત રાખવાનું છે. આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના વિજાતીયના દર્શન માટે ઝાંવા નાખતી તારી આંખોને તું નિયંત્રણમાં રાખી શકીશ શી રીતે? વિજાતીયના દર્શન થઈ ગયા બાદ અથવા તો કરી લીધા બાદ મન ગંદી કલ્પનાઓમાં વિહરવા ન લાગે એ અંગે તું સાવધ રહી શકીશ શી રીતે? ‘અધિક ઉપકરણો મારે રાખવાના નથી અને અલ્પ પણ ઉપકરણોમાં મારે મૂર્છા રાખવાની નથી' આ પ્રતિજ્ઞાના સતત સ્મરણ વિના તું સ્વજીવનને અધિક ઉપકરણના બોજાથી અને સ્વ-મનને મૂર્છાના ધુમાડાથી મુક્ત શી રીતે રાખી શકીશ? યાદ છે તને? રોજ તું સર્વપાપના ત્યાગને સૂચવતા ‘કરેમિ ભંતે' ને નવ વાર યાદ કરે છે. કારણ ? ‘પાપ મારે એક પણ કરવાનું નથી' એ તને સતત યાદ રહે એ માટે ! તો હર્વ એક કામ કર. રોજ સવાર-સાંજ પાંચેય મહાવ્રતોનું ઉચ્ચારણ કરતો જા. કરેમિ ભંતે નવ વાર અને મહાવ્રતોનું ઉચ્ચારણ બે વાર. અલબત્ત, આ બધું ય માત્ર જીભેથી જ ન કરી જતો. મનને પણ એમાં ભેળવજે. અંતઃકરણને પણ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓથી વાસિત બનાવતો જજે. ચંદનથી વાસિત થઈ જતી લાકડાની પેટી જો દુર્ગધનો અનુભવ નથી જ કરાવી શકતી તો મહાવ્રતોચ્ચારણથી ભાવિત થઈ જતું તારું અંતઃકરણ પાપવાસનાને જન્મ નહીં જ આપી શકે !
Page #37
--------------------------------------------------------------------------
________________
७ सर्वशुभानुष्ठान गुरुतन्त्रता प्रतिपादनार्थ गुर्वामन्त्रणम्।
-પફખીસૂત્ર
નોકરને શેઠની આજ્ઞામાં રહેવું પડે છે.. સૈનિકને સેનાધિપતિની આજ્ઞા સ્વીકારવી પડે છે. ગધેડાને કુંભારની આજ્ઞા માનવી પડે છે. ખેલાડીને કોચની આજ્ઞા શિરોધાર્ય કરવી પડે છે. શિક્ષકની આજ્ઞામાં રહ્યા વિના વિદ્યાર્થીનો વિકાસ સંભવિત નથી. ૧૪૪ મી કલમ અમલમાં હોય એ વખતે પોલીસની આજ્ઞામાં રહ્યા વિના પ્રજાજનની સલામતી નથી પણ મુનિ ! તારી તો આખી વાત જ ન્યારી છે. ગુરુની આજ્ઞામાં રહ્યા વિના તને ચેન જ નથી પડતું. ગુરુ તારા પર અધિકાર જમાવવા નથી પણ માગતા તો ય તારા જીવનના બધા જ અધિકારો ગુરુને સોંપી દીધા વિના તારું મન પ્રસન્નતા નથી અનુભવતું. તારા પર અનુશાસન ચલાવવાનો ગુરુને કોઈ જ રસ નથી અને છતાં ગુરુ પ્રત્યેના પ્રબળ પ્રેમના કારણે તે સામે ચડીને પ્રસન્નતાપૂર્વક એમનું અનુશાસન સ્વીકારી લીધું છે અને એમાં જ તું આનંદિત છે. અમે ઓળખીએ છીએ તને. તારું ચાલે તો તું શ્વાસ પણ ગુરુને પૂછીને જ લેવા માગે છે અને બગાસું ખાવા માટે પણ ગુરુની રજા જ લેવા માગે છે. કારણ ? એક જ, તું તારી જાતને અંધ માની રહ્યો છે. ગુરુના માર્ગદર્શન વિના તને ચેન શેનું પડે ?
તું તારી જાતને અસહાય માની રહ્યો છે. ગુરુનો આધાર લીધા વિના તને ચેન શેનું પડે ? તું તારી જાતને અપંગ માની રહ્યો છે. ગુરુનો ટેકો લીધા વિના તને ચેન શેનું પડે ? શું કહીએ તને? તારા હૃદયમાં ગુરુ પ્રત્યે જાગી ગયેલા સર્વોત્કૃષ્ટ બહુમાનભાવે તને ગુરુ પ્રત્યે એ હદે સમર્પિત બનાવી દીધો છે કે તને આ જીવનમાં ગુરુ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી અને બીજું કોઈ જ દેખાતું નથી. અને માત્ર તારા માટે જ નહીં, આ જીવનમાં પ્રવેશ કરતા પ્રત્યેક સાધક માટે આ જ કર્તવ્ય છે. આ જીવનના પ્રત્યેક શુભ અનુષ્ઠાનો ગુરુને જ આધીન છે. અને એટલે જ અનુષ્ઠાનના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં વારંવાર ગુરુને સાધક આમંત્રણ આપતો જ રહે છે. એક વાતની અમે તને યાદ આપવા માગીએ છીએ કે આ જીવનમાં ગલત ઇચ્છાને પણ જ્યાં તારે સ્થાન આપવાનું નથી ત્યાં એ ઇચ્છાના અમલ માટે તો પ્રવૃત્ત થવાનો તારે પ્રશ્ન જ રહેતો નથી પરંતુ શુભ ઇચ્છાને સ્થાન આપ્યા પછી ય તારે એ ઇચ્છાને ગુરુચરણમાં મૂકી દેવાની છે. એમની પ્રસન્નતાપૂર્વકની અનુમતિ મળે તો જ એના અમલ માટે તારે પ્રવૃત્ત થવાનું છે, અન્યથા નહીં. ટૂંકમાં, જીવન તારું છે, તારે જ જીવવાનું છે પણ એને કઈ રીતે જીવવું એનો નિર્ણય તારે ગુરુને સોંપી દેવાનો છે. અને આ સમર્પણ તારા જીવનમાં એટલા માટે સરળ છે કે ગુરુ પર તને ખૂબ જ પ્રેમ છે અને જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમર્પણ તો આવીને જ રહે છે.
ઉ૪
Page #38
--------------------------------------------------------------------------
________________
૩.
एकमेव हि यतनां संसेव्य विलीनकर्ममलपटला: प्रापुरनन्ताः सत्त्वाः शिवमक्षयमव्याबाधम् स्थानम् ।
- સંબોધિસત્તરી
સમસ્ત ઓરડામાં વરસોથી વ્યાપ્ત અંધકારને
ચીરી નાખવાનું કામ પ્રકાશનું એક કિરણ પણ કરી શકે છે.
વરસોથી દરિદ્રતાજન્ય અગવડોને વેઠવાના
ચાલી રહેલા દુર્ભાગ્ય પર
કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દેવાનો ચમત્કાર
એક જ રૂપિયાની લૉટરીની એક ટિકિટ પણ કરી શકે છે.
સંબંધોમાં પેદા થઈ ગયેલ વરસોની
કડવાશની સ્મશાનયાત્રા કાઢી નાખવાનું કામ
એક જ વખતનો મધુરો શબ્દપ્રયોગ કરી શકે છે. મુનિ!
અનંત અનંત પુદ્ગલ પરાવર્ત તો તે અનાદિ નિગોદમાં વીતાવ્યા.
ભવિતવ્યતાના યોગે એમાંથી તું બહાર નીકળ્યો
એ પછી ય અસંખ્ય અસંખ્ય વરસો
તેં બાદર એકેન્દ્રિયમાં વીતાવ્યા.
સંખ્યાતકાળ વિકલેન્દ્રિયમાં પસાર કર્યો.
નરકાદિ ચારેય ગતિઓમાં તે જે કાળ વીતાવ્યો એ તો વધારામાં.
આ કાળ દરમ્યાન તે બે જ કામો કર્યા છે.
આત્માને કુસંસ્કારોથી ભારે કર્યો છે અને કર્મોના બંધથી વ્યાપ્ત કર્યો છે.
આ બંનેને નામશેષ કરીને મુક્તિગતિમાં પહોંચી
જવું આજે તો તારા માટે અશક્ય જેવું તને લાગતું
હોય તો એમાં કોઈ નવાઈ નથી.
કારણ ? પરમાત્મા મહાવીરદેવે કરેલ તપશ્ચર્યાઓનો
પ
સ્કોર તારી આંખ સામે છે. સાડા બાર વરસના સાધનાકાળમાં એ તારકે સાડા અગિયાર વરસથી અધિક દિવસો તો અન્ન-જળ વિનાના પસાર કર્યા છે.
લાગટ બે દિવસ એ તારકે ક્યારેય વાપર્યું નથી
તો એક દિવસમાં બે વાર પણ એ તારકે ક્યારેય વાપર્યું નથી.
આ તો થયો એમનો તપશ્ચર્યાનો સ્કોર પણ
આ સિવાય એમણે વેઠેલ પરિસહ-ઉપસર્ગોની તો કોઈ વાત થાય એમ નથી. એમણે ટકાવી રાખેલ અપ્રમત્તતાનું અને
એમણે જાળવી રાખેલ ઉપશમભાવનું તો કોઈ વર્ણન થાય તેમ નથી.
‘જો તદ્ભવ મુક્તિગામી એ તારકને પણ ઘાતીકર્મોથી છુટકારો મેળવવા આટઆટલી જંગી સાધનાઓ કરવી પડી હોય તો
સત્ત્વક્ષેત્રે લગભગ દેવાળું ફૂંકી ચૂકેલા અને
જાગૃતિક્ષેત્રે કંગાલિયત ભોગવી રહેલા
મારા જેવા માટે તો એ સમ્યક્ પરિણામ અનુભવવું સર્વથા અશક્ય જ છે’
એવું તને જો લાગતું હોય અને એના કારણે
તું હતાશાનો શિકાર બની ગયો હોય તો
અમે તને કહીએ છીએ કે એ ગલત માન્યતામાંથી અને હતાશામાંથી
તું આજે ને આજે જ બહાર આવી જા.
કારણ કે, એક માત્ર ‘યતના’ નો યોગ પણ જો તારી પાસે છે
તો તું અધ્યાત્મજગતનો રાજા છે.
અનંતા આત્માઓ આજસુધીમાં એક માત્ર
યતનાના સહારે પોતાના આત્માને કર્મમુક્ત બનાવવામાં સફળતાને વરીને મુક્તિપદને પામી ચૂક્યા છે.
આ વાસ્તવિકતા તું સતત આંખ સામે રાખજે.
તપશ્ચર્યાદિ અન્ય યોગોના ક્ષેત્રની દરિદ્રતા છતાં તારી
મુક્તિ સંભવિત છે જ જો યતના યોગની શ્રીમંતાઈનો તું માલિક છે તો !
દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ...ન થશે...ને
અમલી બનાવતો જા. તારો બેડો પાર થઈ જશે.
૭
Page #39
--------------------------------------------------------------------------
________________
क्लेशवशनिर्मितं च सुकृतमपि दुष्कृतायते।
- સંદેહ દોલાવલી
લગડી સોનાની પણ એને ગરમ કરીને સામાને ભેટ આપવા તમે ગયા. સામો માણસ એ લગડી સ્વીકારશે ખરો? હરગિજ નહીં. થાળીમાં તમે એને મીઠાઈ પીરસી પણ એ પીરસતાં ‘લો, બાળો તમારું પેટ’ એવા શબ્દો તમે મુખમાંથી ઉચ્ચાર્યા. જમવા બેઠેલ મહેમાન એ મીઠાઈ ખાશે ખરા? હરગિજ નહીં. મુનિ! તારા સહવર્તિ મુનિએ એક જ દિવસમાં ૧૦૦ ગાથા કંઠસ્થ કરી. એના પ્રત્યેની ઈર્ષ્યાથી પ્રેરાઈને તે એક જ દિવસમાં ૨૦૦ ગાથા કંઠસ્થ કરી દીધી. તારા સ્વાધ્યાયક્ષેત્રના એ પુરુષાર્થને
સુકૃત'નું લેબલ લાગી શકશે ખરું? ‘હરગિજ નહીં. ભૂલ તારી નાની હતી પણ ગુરુએ ઠપકો તને ખૂબ મોટો આપ્યો. તને રીસ ચડી ગઈ. રીસમાં ને રીસમાં તેં અટ્ટમનું પચ્ચકખાણ કરી લીધું. તપક્ષેત્રના તારા આ પરાક્રમ પર અનંતજ્ઞાનીઓ ‘સુકૃત’ની મહોરછાપ લગાવશે ખરા? હરગિજ નહીં. કારણ? સુકૃત તારું સોનાની લગડી જેવું
પણ એના પ્રાદુર્ભાવના મૂળમાં ન સુકૃતનો કોઈ પક્ષપાત કે ન સુકૃત પ્રત્યે કોઈ સભાવ, બલ્ક, કોકના પ્રત્યેનો ઈર્ષાભાવ કે કોકના પ્રત્યેનો દ્વેષભાવ. દૂધ સારું પણ સર્પના પેટમાં જઈને એ જેમ ઝેરમાં રૂપાંતરિત થઈ જાય છે તેમ દૂધ જેવું સુંદર મજેનું સુક્ત પણ એના ગર્ભમાં જો ઈર્ષ્યા-કલેશાદિ મલિન ભાવો હોય છે તો દુષ્કૃતમાં રૂપાંતરિત થઈ જાય છે. આનો તાત્પર્યાર્થ ? આ જ કે દૂધને સ્વીકારનારનું પેટ જો પાત્ર’ હોવું જરૂરી છે તો સુતને આચરનારનું અંતઃકરણ સ્વચ્છ અને પવિત્ર હોવું જરૂરી છે. કરુણતાની પરાકાષ્ટા તો એ છે કે તેં ભૂતકાળના અનંતભવોમાં એકાદ-બે સુકૃતો જ નથી સેવ્યા, સુકૃતોની જેને ખાણ કહી શકાય એવાં સંયમજીવનો અંગીકાર કર્યા છે અને એ સંયમજીવનો પણ એકાદ-બે નહીં પણ અનંત અનંત અંગીકાર કર્યા છે અને છતાં આજેય તારીસંસારમાં રખડપટ્ટી ચાલુ છે. જે સંયમજીવન વધુમાં વધુ સાત-આઠ ભવમાં આત્માને મોક્ષમાં મોકલી દેવાની ક્ષમતા ધરાવી રહ્યું છે એ સંયમજીવન તે અનંતવાર અંગીકાર કરવા છતાં તારો મોક્ષ નથી થયો એ વાસ્તવિકતા એટલું જ સૂચવે છે કે તું ક્યાંક થાપ ખાઈ ગયો છે. સંયમજીવનને સુકૃતનું લેબલ લાગી શકે એવી પાત્રતા વિકસાવવામાં તું ક્યાંક ઊણો ઊતર્યો છે. એટલું જ કહીએ છીએ અમે તને. તું ગાયનું પ્રતિનિધિત્વ ધરાવતો થઈ જા. ગાય ઘાસનું રૂપાંતરણ પણ દૂધમાં કરી નાખે છે. તું બાહ્યથી દેખાતા દુષ્કૃતનું પણ સુકૃતમાં રૂપાંતરણ કરી નાખ.
Page #40
--------------------------------------------------------------------------
________________
@
@ @ ૪૦ ) @ @ છે. आउसस्सन वीसासो कज्जम्मिबहूणि अंतरायाणि तम्हा हवइ साहूणं वट्टमाणजोगेण ववहारो।
- મહાનિશીથ શું
યુદ્ધ ચાલુ છે અને તોપના નાળચામાં ચકલીએ માળો બનાવીને એમાં ઇંડાં મૂક્યાં છે. ઇંડાંનું ભાવિ શું? આગ લાગી ચૂકી છે. મકાન લાકડાનું છે. અંદર પલંગ પર સૂતેલા દર્દીને લકવાનું દર્દ છે. એ દર્દીનું ભાવિ શું? હાથમાં કરવત છે. જે ડાળ પર માણસ બેઠો છે એ ડાળને એ માણસ કરવત વડે કાપી રહ્યો છે. એ માણસનું ભાવિ શું? મુનિ ! જે આયુષ્યકર્મના આધારે અત્યારે તું જીવી રહ્યો છે એ આયુષ્યકર્મનું પોત પાણીના પરપોટા જેવું છે, વીજળીના ઝબકારા જેવું છે, મેઘ ધનુષ્યના રંગો જેવું છે.
ક્યાં સુધી તારું આયુષ્ય ટકી રહેશે એની કોઈ જ નિશ્ચિત્ત આગાહી કરી શકાય તેમ નથી. એક બાજુ આયુષ્યકર્મ આવું ક્ષણભંગુર છે તો બીજી બાજુ તું કોઈ પણ કાર્ય કરવા માગતો હોય તો એમાં અંતરાય આવવાની સંભાવના ઘણી છે. શરીર અચાનક રોગગ્રસ્ત બની જાય, સંયોગો અચાનક વિપરીત ઊભા થઈ જાય, વ્યક્તિનો અભિપ્રાય અચાનક બદલાઈ જાય,
અરે, તારું ખુદનું મન જ અચાનક બદલાઈ જાય. આ સ્થિતિમાં તું કોઈ પણ ચોક્કસ કાર્ય માટે કોઈને આવતી કાલનું કે ભાવિના સમયનું વચન આપી બેસે એ કેમ ચાલે? પળ પછીની જ્યાં ખબર નથી ત્યાં કલાકો, દિવસો કે મહિનાઓ પછીનાં આયોજનો તું અત્યારથી જ નક્કી કરી દે એ શું ચાલે ? અરે, ગોચરી વહોરવા તે કદમ ઉપાડી લીધા છે. જેના ઘરે તું ગોચરી જવા ઇચ્છી રહ્યો છે એ ઘરની વ્યક્તિ ખુદ તને પોતાને ત્યાં ગોચરીનો લાભ આપવાની વિનંતિ કરી રહી છે. અને છતાં તારે એને એમ નથી કહેવાનું કે ચાલો, હું તમારા જ ઘરે આવી રહ્યો છું” તારે એને માત્ર ‘વર્તમાન જોગ” એટલું જ કહેવાનું છે. કારણ? બને કે કોક કારણસર ગુરુદેવ તને પાછો બોલાવી લે. બને કે જેના ઘરે તું ગોચરી જઈ રહ્યો છે એના ઘરે આકસ્મિક કોક માઠો પ્રસંગ બની જાય. બને કે તારા ખુદનું જીવન જોખમાઈ જાય એવા રોગનો હું પોતે શિકાર બની જાય. ટૂંકમાં, આ સિવાય બીજું પણ કંઈક બની શકે કે જેના કારણે તું એના ઘર સુધી ગોચરી જ ન પહોંચી શકે.
આ શક્યતાઓ વચ્ચે તારે ‘વર્તમાન જોગ’ સિવાય બીજું કાંઈ જ બોલવાનું રહેતું નથી. પણ સબૂર ! ગોચરી-પાણી પૂરતી જ આ વાસ્તવિકતા છે એમ તું સમજી ન બેસતો. તપ કે સ્વાધ્યાય, વૈયાવચ્ચ કે ભક્તિ, જાપ કે ધ્યાન, જે કોઈ પણ શુભ યોગનું સેવન તું કરવા માગતો હોય એ તમામ માટે પણ આ જ વાસ્તવિકતા છે. આયુષ્યનો કોઈ ભરોસો નથી અને કાર્યસેવનમાં અંતરાયો ઘણાં છે. જે પણ શુભ-સુંદર-શ્રેયોકારી તું કરવા માગતો હોય એને તું વર્તમાનમાં જ કરી લેજે. આવતી કાલનો તો નહીં પણ આવતી પળનો ય કોઈ જ ભરોસો નથી.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૧
उस्सग्गे अववार्य करेमाणो अववादे च उस्सग्गं
करेमाणो अरहंताणं आसायणाएं वट्टइ |
પરીક્ષામાં પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ
થઈ જવાની પ્રચંડ ક્ષમતા ધરાવતો યુવક
પરીક્ષામાં માત્ર ‘પાસ’ થઈ જવાની
ગણતરી રાખીને ભણવાની બાબતમાં બેદરકારી દાખવવા લાગે તો એના ઉજ્જવળ ભાવિ પર
પૂર્ણવિરામ મુકાઈ જ જાય ને ?
એક કલાકના માત્ર પાંચ કિલોમીટર જ ચાલી શકવાની ક્ષમતા ધરાવતો યુવક,
કલાકના વીસ કિલોમીટર કાપી નાખવાની શરત લગાવી બેસે અને એના આધારે એ
દોડવા લાગે તો શરીર અને સંપત્તિ,
બંને ક્ષેત્રે એ નુકસાનીનો જ શિકાર બને ને ?
મુનિ ! તારી પાસે જે જીવન છે એ પાટા પર દોડતી ગાડી જેવું નથી પરંતુ
સાગર તરફ આગળ વધી રહેલી નદી જેવું છે.
ગાડીને તો કાયમ પાટા પર જ દોડવાનું હોય છે
એટલે એને રસ્તા પર કોઈ સંઘર્ષ કરવાનો આવતો નથી
પરંતુ નદીની તો આખી વાત જ ન્યારી હોય છે.
ક્યારેક એને જંગલમાંથી વહેવાનું હોય છે
તો ક્યારેક એને રણપ્રદેશમાંથી આગળ ધપવાનું હોય છે.
ક્યારેક ખડકાળ રસ્તેથી તો
– સંબોધ સિત્તરી
ક્યારેક સૂકા પ્રદેશ પરથી એને આગળ ધપવાનું હોય છે. આ સ્થિતિમાં પોતાની વહેવાની ગતિમાં એને
૮૧
અવારનવાર ફેરફારો કરતા જ રહેવું પડે છે.
ક્યારેક શાંતિથી તો ક્યારેક આવેગપૂર્વક એને વહેવું પડે છે.
ક્યારેક અવાજ કરતા તો ક્યારે બિલકુલ ધીમી ગતિએ એને વહેતા રહેવું પડે છે.
બસ, મુક્તિ સુધી સહીસલામત પહોંચી જવા
તારે પણ આ નદી જેવા બનીને જ તારા સંયમજીવનની યાત્રાને આગળ ધપાવવાની છે.
ઉત્સર્ગસેવનની જો તારામાં પૂરેપૂરી ક્ષમતા છે જ
તો ત્યાં તારે અપવાદનું સેવન નથી જ કરવાનું
અને જ્યાં અપવાદનું સેવન કરવું જરૂરી જ છે ત્યાં ઉત્સર્ગસેવન માટે આગ્રહ રાખીને
તારા સંયમજીવનને મુશ્કેલીમાં મૂકી દેવાની ભૂલ તારે નથી જ કરવાની.
શરીર તારું સશક્ત છે.
ક્ષુધા પરિસહને વેઠી લેવાનું તારી પાસે પ્રબળ સામર્થ્ય છે.
તપશ્ચર્યાનો તને વરસોનો અભ્યાસ છે.
અન્ય સંયોગો પણ બધી જ રીતે અનુકૂળ છે.
આ સ્થિતિમાં તારે દોષિત ગોચરીનું સેવન નથી જ કરવાનું પણ
તારા શરીરમાં તાવ છે.
બેસવાના પણ તને હોશ નથી.
તપશ્ચર્યાનો તને અભ્યાસ નથી.
ભૂખ વેઠી શકે એવું તારી પાસે શરીર સામર્થ્ય નથી.
નિર્દોષ અનુપાન મળી શકે એવી કોઈ જ શક્યતા નથી
આ સ્થિતિમાં તારે લાંબા ગાળાના લાભને આંખ સામે રાખીને
અલ્પ સમયનું નુકસાન કહી શકાય એવું એકદમ નિર્દોષ નહીં તો છેવટે અલ્પ દોષવાળું અનુપાન પણ વાપરી લેવું હિતાવહ છે. અલબત્ત, ઉત્સર્ગસેવનની તાકાત અને શક્યતા તથા અપવાદ સેવનની જરૂરિયાત અને સંયોગાધીનતા આ બધું તારે તારા અંતઃકરણની સાક્ષીએ જ નક્કી કરવાનું છે. તું જો ભવભીરુ છે અને પાપભીરુ પણ છે તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે ઉત્સર્ગ-અપવાદ સેવનમાં વિવેકને હાજર રાખવામાં તું થાપ નહીં જ ખાય.
૮
Page #42
--------------------------------------------------------------------------
________________
@
@
@ @ ૪૨ @ दैवं हि दुर्मतिं दत्ते चपेटांन कपालयोः।
- જૈન કથાર્ણવ લો
એમ કહેવાય છે કે કોઈ માણસને જીવતા જ ખતમ કરી દેવો હોય તો એને દારૂના, જુગારના, વેશ્યાગમનના, દાણચોરીના કે ડ્રગ્સના રવાડે ચડાવી દેવો. એ સામે ચડીને મોતને આમંત્રણ આપતો રહીને વહેલી તકે સ્મશાનનો મહેમાન બની જશે.
મુનિ !
ખૂબ ગંભીરતાથી તું યાદ રાખજે આ વાત કે કુદરત જયારે કોકને દુઃખી દુઃખી કરી દેવા માગે છે, એના ભાવિને અંધકારમય બનાવી દેવા માગે છે, જગતના ચોગાન વચ્ચે એની રેવડી દાણાદાણ કરી નાખવા માગે છે ત્યારે જરૂરી નથી કે એના શરીરને એ રોગગ્રસ્ત બનાવી દે કે એની પ્રતિષ્ઠાને એ ધૂળધાણી કરી નાખે. એની આબરૂને એ બટ્ટો લગાવી દે કે એના ગાલ પર એ બે-ચાર તમાચા લગાવી દે. ના. કુદરત એને દુર્બુદ્ધિનો શિકાર બનાવી દે છે. એની મતિને દુષ્ટ બનાવી દે છે. બસ, દુર્મતિનો શિકાર બની જતો એ પછી એવાં એવાં અકાર્યો કરવા લાગે છે કે જેના ફળસ્વરૂપે એ પોતાનો આલોક અને પરલોક બંને બરબાદ કરી બેસે છે. તપાસ તારા ખુદના જીવનને.
પુષ્ટ કારણ વિના જો તું દોષિત ગોચરી વાપરી રહ્યો છે, માત્ર સુખશીલતાને પોષવા જો તું દિવસે નિદ્રા લઈ રહ્યો છે, શરીર સશક્ત હોવા છતાં જો તું વિગઈપ્રચુર દ્રવ્યો પેટમાં પધરાવી રહ્યો છે. સુંદર ક્ષયોપશમ અને સાનુકૂળ સંયોગો હોવા છતાં જો તું સ્વાધ્યાયક્ષેત્રે ભારે પ્રમાદ સેવી રહ્યો છે. પાંચે ય ઇન્દ્રિયો સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં અને પ્રભુવચનોની સમ્યક્ સમજ હોવા છતાં જો તું જાણી જોઈને સમિતિ-ગુપ્તિના પાલનમાં બેદરકારી દાખવી રહ્યો છે, વિરાધનાઓની વણઝાર પછી ય તારા મનમાં જો
એમાં શું થઈ ગયું?' એવા ભાવો ઊઠી રહ્યા છે, સુતસેવનના સમાચારો કાને આવ્યા પછી ય તારા હૈયામાં જો હર્ષનાં કોઈ સંવેદનો ઊઠતા જ નથી, ઉપકારીઓના દર્શન પછી ય તારા મનમાં એમના પ્રત્યે જો કોઈ અહોભાવ જાગતો જ નથી. પુણ્યના ઉદયકાળમાં સદ્ગુણોનો ઉઘાડ કરી લેવાનો પુરુષાર્થ દાખવી લેવાનો જો તારા મનમાં કોઈ ઉમળકો જાગતો જ નથી તો અમે તને કહીએ છીએ કે તારે અત્યંત સાવધ બનીને તારી મતિને તપાસી લેવાની જરૂર છે. બની શકે કે કુદરતે પોતાના સકંજામાં તને લઈ લીધો હોય અને તને દુર્મતિનો શિકાર બનાવી દીધો હોય. અહોભાવશૂન્ય ધર્મારાધના, વેદનાશૂન્ય પાપસેવન, સંવેદનહીન ઉપકારીદર્શન, ડંખવિહીન પ્રમાદસેવન આ બધાં દુર્મતિનાં અથવા તો દુબુદ્ધિનાં જ સંતાનો છે. સમડીના મુખમાં સપડાઈ ચૂકેલા સર્પને જીવનદાન હજી મળી શકે છે પણ દુર્મતિના શિકાર બનેલાને સગુણ કે સદ્ગતિ પ્રાપ્તિ સર્વથા અસંભવિત છે. સાવધાન !
Page #43
--------------------------------------------------------------------------
________________
सर्वस्यापि प्रव्रज्याया: भवद्वयकृतकर्मप्रायश्चित्तरुपाया:
तत्र तत्र व्यवस्थितत्वाद्।
- પ્રતિમાશતક છે.
દવાનું સેવન એટલું જ સૂચવે છે કે શરીર રોગગ્રસ્ત છે. સાબૂનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે કપડાં મેલાં છે. ભોજનનું સેવન એટલું જ સૂચવે છે કે શરીર સુધાગ્રસ્ત છે. સંપત્તિનો સંગ્રહ એટલું જ સૂચવે છે કે મન ચિંતાગ્રસ્ત છે. શસ્ત્રોનો ઉપયોગ એટલું જ સૂચવે છે કે મન ભયભીત છે. મુનિ! તારા હાથમાં સંયમજીવન છે ને? તપના માર્ગે તું દિલ દઈને દોડી રહ્યો છે ને? સ્વાધ્યાયક્ષેત્રે તું લોહી-પાણી એક કરી રહ્યો છે ને? વૈયાવચ્ચની બાબતમાં તું શરીરની સુખશીલતા સામે બળવો પોકારી રહ્યો છે ને? પરિસહ-ઉપસર્ગો સહી લેવાની બાબતમાં તું મન સામે યુદ્ધે ચડ્યો છે ને? ગુર્વાશાને શિરસાવંધ કરી લેવાની બાબતમાં સ્વચ્છંદમતિની તું હોળી સળગાવી રહ્યો છે ને? ખૂબ ખૂબ ધન્યવાદ અમે તને આપીએ છીએ તારા આ ભવ્યતમ પરાક્રમ બદલ પણ,
યાદ રાખજે કે તારી આ તમામ આરાધના કે સાધના એ ગતજન્મોમાં અને આ જન્મમાં જે પણ પાપો તે કર્યા છે એના પ્રાયશ્ચિત્તરૂપ છે. સ્વાધ્યાય એ પરભાવરમણતાના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો તપશ્ચર્યા એ આહારસંન્નાની કરેલ પુષ્ટિના પાપનું પ્રાયશ્ચિત છે. વૈયાવચ્ચ એ સુખશીલવૃત્તિ પોષણના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો પરિસહસહન એ શરીરરાગના પાપનું પ્રાયશ્ચિત છે ગુર્વાસાધીનતા એ સ્વચ્છંદમતિના પાપનું પ્રાયશ્ચિત્ત છે તો પ્રભુ આજ્ઞાનો સ્વીકાર એ પુષ્ટ કરેલ આપમતિના પાપનું પ્રાયશ્ચિત્ત છે. સ્પષ્ટ શબ્દોમાં તને કહીએ તો તારું સંપૂર્ણ ચારિત્રજીવન એ બીજું કાંઈ જ નથી. માત્ર તે સેવેલાં પાપોનું શુદ્ધીકરણ કરવા માટે તેં સ્વીકારેલ પ્રાયશ્ચિત્તરૂપ છે. આ વાત અમે તને એટલા માટે યાદ કરાવવા માગીએ છીએ કે તારા હાથમાં રહેલ સંયમજીવન અને એ જીવનમાં તું જે કાંઈ આરાધના કરી રહ્યો છે એ બદલ તારા મનમાં ક્યારેય અહં પેદા જ ન થાય. જવાબ આપ તું. પુષ્કળ દવાઓનું સેવન કરનારો દર્દી
ક્યારેય એ દવાઓના સેવન બદલ પોતાના પરિચિતો વચ્ચે અહં કરે છે ખરો? જો ના, તો તેં પોતે જ રાચી માચીને કરેલાં પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ આ જીવનમાં તું જે પણ આરાધનાઓ કરી રહ્યો છે એ બદલ તારે ય અહંકાર કરવાનો ક્યાં રહે છે ? યાદ રાખજે, વર્તમાનનું પ્રાયશ્ચિત્ત વહન એટલું જ સૂચવી રહ્યું છે કે ભૂતકાળ પાપસભર હતો !
Page #44
--------------------------------------------------------------------------
________________
आत्मन: प्रतिप्रदेशे सलग्नान् मायाजन्यकुसंस्कारान्
दूरीकरोतीति विनयः।
- પ્રશ્નવ્યાકરણ ).
દર્પણ પર લાગેલ ધૂળ કપડાંથી દૂર કરી શકાય છે.
ઓરડામાં પડેલ ધૂળ ઝાડુથી દૂર કરી શકાય છે. કપડાં પર ચોટી ગયેલ ધૂળ સાબુથી દૂર કરી શકાય છે. પણ મુનિ ! આત્માના પ્રદેશ પ્રદેશ પર લાગેલ કર્મોની ધૂળને જો તું દૂર કરવા માગે છે તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે, તું વિનયના શરણે ચાલ્યો જા. તું વિનયવાન બની જા. આ વિનય બહુમાનભાવરૂપ પણ છે, મધુર વચનરૂપ પણ છે તો ભક્તિરૂપ પણ છે. જે ઉપકારી છે એના પ્રત્યે ય વિનય અને જે ઉપકરણ છે એના પ્રત્યે ય વિનય જવાબ આપ તું. આ તમામ પ્રત્યેના બહુમાનભાવથી તારું હૃદય વ્યાપ્ત ખરું? આ તમામ સાથેના વચનવ્યવહારમાં તારું માધુર્ય છલકતું જ હોય એવું અનુભવાય ખરું? એ તમામની ભક્તિ કરવાની મળતી તકને તું ઝડપતો જ રહે એવું ખરું ? અલબત્ત, ‘વિનય” નું ક્ષેત્ર માત્ર આટલું જ નથી. ‘ભગતિ બાહ્ય પ્રતિપત્તિયીજી, હૃદયપ્રેમ બહુમાન, ગુણથુતિ અવગુણ ઢાંકવાજી આશાતનની હાણ'
આ તમામનો સમાવેશ વિનયમાં થાય છે. ઉપકારી અને શ્રેયસ્કારી પરિબળો-સાધનો અને વ્યક્તિઓ વગેરે તમામની બાહ્યથી સત્કાર-સન્માન-પરિચર્યારૂપ ભક્તિ, હૃદયમાં પ્રેમસ્વરૂપ બહુમાન, ગુણોની સ્તવના, અવગુણોનું આચ્છાદન અને આશાતનાનો ત્યાગ, આ બધાયનો સમાવેશ પણ વિનયમાં જ થાય છે. પોતાનો ચહેરો વ્યવસ્થિત જોવા માગતો માણસ દર્પણ પરની ધૂળ જો હટાવીને જ રહે છે, પોતાના રહેવાના ઓરડાને સ્વચ્છ રાખવા ઇચ્છતો માણસ ઓરડામાંની ધૂળ જો દૂર કરીને જ રહે છે, સ્વચ્છ વસ્ત્રોના પરિધાનને ઝંખતો માણસ જો વસ્તો પર ચોંટી ગયેલ ધૂળ દૂર કરીને રહે છે. તો અનંત અનંત કાળથી આત્માના પ્રત્યેક પ્રદેશ પર લાગતી રહેલી કર્મોની અને કુસંસ્કારોની ધૂળને દૂર કરવા તું વિનયના શરણે જતો જ રહેતો હોય તો એમાં આશ્ચર્ય શું છે? યાદ રાખજે તું, ભક્તિ સરળ છે, બહુમાન મુશ્કેલ છે. ગુણસ્તુતિ સરળ છે, અવગુણ આચ્છાદન મુશ્કેલ છે. ઉપાસના સરળ છે, આશાતનાનો ત્યાગ મુશ્કેલ છે. કારણ? ભક્તિ, ગુણ સ્તુતિ, ઉપાસનામાં હજી દંભ હાજર રહી શકે છે પણ બહુમાનભાવ, અવગુણાચ્છાદન અને આશાતના ત્યાગ તો દંભત્યાગ વિના શક્ય જ નથી. અપેક્ષા રાખીએ છીએ અને તારી પાસે કે તું આ તમામ પ્રકારના વિનયને આત્મસાત્ કરવા દ્વારા તારા આત્માને કર્મમુક્ત બનાવવામાં સફળતા હાંસલ કરીને જ રહે.
Page #45
--------------------------------------------------------------------------
________________
@
@
@ @ ૪૫ @ जइ गुरुण चक्खूआलोए य पणाम न करेइ
पायच्छित्तं विसंभोगो वा।
- પંચકલ્પભાષચૂર્ણિ થ.
તૃષાતુર માણસની આંખમાં, નિર્મળ જળ દેખાયા પછી ય ચમકે નહીં આવે? અસંભવે ! દરિદ્રાવસ્થાનાં જાલિમ દુઃખોને ભૂતકાળમાં અનુભવી ચૂકેલા અને કોક શ્રીમંતના સહારે આજે કરોડપતિ બની ચૂકેલા એ શ્રીમંતના હૈયામાં પોતાના એક વખતના ઉપકારી શ્રીમંતના દર્શને અહોભાવનાં પૂર નહીં ઉમટે ? અસંભવ ! શિલ્પીની કરામતથી આજે પ્રતિમા બનીને લાખોનાં વંદન-નમસ્કારને ઝીલી રહેલ એક વખતનો પથ્થર શિલ્પીના દર્શન પાગલ પાગલ બની ગયા વિના રહેશે ? અસંભવ ! મુનિ! આજે તારા હાથમાં નિષ્પાપ સંયમજીવન છે, કર્મનાશક અને પાપઘાતક તપશ્ચર્યા અને સ્વાધ્યાયાદિ યોગોથી તારું જીવન આજે સુશોભિત છે. શુભ યોગ અને શુભ ઉપયોગ આજે તારા જીવનમાં અને મનમાં સ્થાન જમાવીને બેઠા છે. શુભ અધ્યવસાયોની છોળો તારા અંતરમાં આજે નિરંતર ઉછળી રહી છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ય મનની સમાધિ તું અકબંધ રાખી શકે છે.
થઈ જતાં પાપો બદલ આજે તું રડી શકે છે. સદ્ગતિગમનની સંભાવનાને તું આજે લગભગ નિશ્ચિત્ત કરી બેઠો છે. કર્મબંધ-કર્મક્ષયનાં કારણોની વ્યવસ્થિત જાણકારીનો તું આજે સ્વામી બની શક્યો છે. તારા જીવનની આટલી બધી જમા” બાજુઓનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો એ પરિબળનું નામ છે, તારા અનંતોપકારી “ગુરુદેવ’. એમણે જો તને સંયમજીવન માટે યોગ્ય ને માન્યો હોત, સંયમજીવન આપ્યા પછી ય એમણે જો તને વાત્સલ્ય-વાચનાદિ આપવા દ્વારા સંયમજીવનમાં સ્થિર ન કર્યો હોત, તારી અલનાઓને ભૂલતા રહીને ય એમણે તને આગળ વધારતા રહેવાના પ્રયાસો ન કર્યા હોત, તારા હિતને જ આંખ સામે રાખીને એમણે ક્યારેક તારા સુખ પ્રત્યે ય જો લાલ આંખ ન કરી હોત તો આજે તારી પાસે જે ઉત્તમ જીવન છે, ઉત્તમ અધ્યવસાયો છે, ઉત્તમ આલંબનો છે, ઉત્તમ અનુષ્ઠાનો છે અને ઉત્તમ યોગો છે, તું શું એમ માને છે ખરો કે એમાંનું કાંઈ પણ તારી પાસે હોત ખરું? જો ના, તો જવાબ આપ. એ ઉપકારી ગુરુદેવના દર્શન માત્રથી તારું મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે ખરું? એમના સ્મરણ માત્રથી તારા હૈયામાં સ્પંદનો ઊઠવા લાગે છે ખરાં? જો સંતોષજનક પ્રત્યુત્તર આ પ્રશ્નોનો તારા અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો અમે તને કહીએ છીએ કે અધ્યાત્મજગતનો તું ગુનેગાર છે. કર્મસત્તા તારા લમણે સજા ઝીંકીને જ રહેવાની છે. સાવધાન !
૮૯
(
0
Page #46
--------------------------------------------------------------------------
________________
@
@
@ ૪૬y
@
@ છે.
9
भगवच्चित्तावस्थान क्लिष्टकर्मणो विरोधात्।
- ધર્મબિંદુ
@
'
@ @ @ @ @ પ્રકાશ અને અંધકાર, બંને એક જ જગાએ અને એક જ સમયે ? અસંભવ ! શ્રીમંતાઈ અને દરિદ્રતા, બંને એક જ વ્યક્તિમાં અને એક જ સમયે ? અસંભવ ! પર્યાપ્ત ભોજન પેટમાં અને એ પછી ય અતૃપ્તિ? અસંભવ ! પર્યાપ્ત અત્તર હાથમાં અને પછી ય નાક સંવેદનહીન? અસંભવ ! મુનિ ! આ બધું ય એક વાર કદાચ સંભવિત કે શક્ય બની જતું હશે, એક જ મ્યાનમાં બે તલવાર રહી જતી હશે, સતી અને વેશ્યા વચ્ચે કોક કારણ વિશેષે મૈત્રી જામી જતી હશે, સિંહ અને બકરા વચ્ચે મેળ પડી જતો હશે પરંતુ જે ચિત્તમાં પ્રભુ બિરાજમાન હોય છે, એ જ ચિત્તમાં કિલષ્ટ કર્મોની હાજરી પણ હોય એ તો સર્વથા અસંભવિત છે. આનો તાત્પર્યાર્થ ? આ જ કે પ્રભુની હાજરીવાળું ચિત્ત નથી તો ક્લિષ્ટ કર્મો અર્થાત્ ચીકણાં પાપો કરી શકતું કે નથી તો કિલષ્ટ કર્મોનો બંધ કરી શકતું.
અમે તને એટલું જ કહીએ છીએ કે તારા મનને અને જીવનને તું આ સમ્યફ પરિણામના આધારે તપાસી જોજે. જો તારા મનમાં એવા અશુભ અધ્યવસાયો પેદા થતા જ હોય કે જે ચીકણાં કર્મબંધનું કારણ બની રહેતા હોય તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તારા ચિત્તમાં પ્રભુનું અવસ્થાન નથી. પ્રભુનું અવસ્થાન એટલે ? પ્રભુ વચનોનું અવસ્થાન ! પ્રભુના સમ્યફદર્શનનું અવસ્થાન! એની ઉપસ્થિતિ છતાં અશુભ કર્મબંધ ચાલુ રહે એ હજી બને પણ જે કર્મબંધને ‘કિલષ્ટ’ કહી શકાય એવો અશુભ કર્મબંધ તો સ્થગિત થઈને જ રહે. સમાપ્ત થઈને જ રહે. ગંભીરતાથી આ વાસ્તવિકતાને તું વિચારીશ તો તને ખ્યાલ આવી જશે કે ભૂતકાળના ભવોમાં તેં કરેલાં કિલષ્ટ કર્મો અને તેં બાંધેલાં કિલષ્ટ કર્મો એ પ્રભુની તારા ચિત્તમાં ગેરહાજરી હતી એને જ આભારી હતા. હવે આ ભવમાં તું એ બંને પ્રકારનાં ગલત પરિબળોથી તારા આત્માને જો બચાવી લેવા માગે છે તો એનો શ્રેષ્ઠ અને ક્યારેય નિષ્ફળ ન જાય એવો એક માત્ર વિકલ્પ આ જ છે. ‘ભગવચિત્તાવસ્થાન' શું કહીએ તને? ભારે વજનદાર પણ લાકડું એની નીચે પાણી આવી જવાથી હલકું ફૂલ બની જાય છે. ચીકણાં પણ કર્મો ચિત્તમાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ જવા માત્રથી નષ્ટપ્રાયઃ થઈ જાય છે. લાવી દે ચિત્તમાં પ્રભુ, તારું પ્રભુ થવાનું નિશ્ચિત્ત થઈને જ રહેશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
४७
क्रोधादीनामनुदिनं त्यागो जिनवचनभावनाश्च भावेनोनोदरिका ।
ભૂખ કરતાં ભોજન ઓછું,
શરીર તો એનાથી તંદુરસ્ત રહે જ છે
પરંતુ ‘ઊણોદરી’નામના પ્રભુએ ફરમાવેલા બાહ્યતપની પણ
એનાથી આરાધના થાય છે.
પણ મુનિ !
એક વાત અમે તારા ધ્યાન પર લાવવા માગીએ
છીએ કે પેટમાં ભૂખ કરતાં ઓછું ભોજન પધરાવવા માત્રથી
તારી મુક્તિ નજીક આવી જાય,
તારી સદ્ગતિ નિશ્ચિત્ત થઈ જાય, તારી સમાધિ અકબંધ થઈ જાય કે
સમતા તને આત્મસાત્ થવા લાગે
એવું તું ભૂલે-ચૂકે માની ન બેસતો કારણ કે
ભૂખ કરતાં ઓછું ભોજન એ ઊણોદરી જરૂર છે પણ એ ઊણોદરીનો સમાવેશ ‘દ્રવ્ય ઊણોદરી’માં થાય છે. જેમ દ્રવ્ય ચારિત્ર કે
દ્રવ્યક્રિયા મુક્તિનું કારણ બનીને જ રહે એવું નિશ્ચિત્ત
નથી તેમ દ્રવ્ય ઊણોદરી પણ મુક્તિનું કારણ
બનીને જ રહે એવું નિશ્ચિત્ત નથી.
મુક્તિનું કારણ તો બની શકે છે ભાવ ચારિત્ર અને ભાવક્રિયા.
બસ, એ જ ન્યાયે મુક્તિનું કારણ બનવાની
ક્ષમતા તો ધરાવે છે ભાવ ઊણોદરી.
અને સાંભળી લે તું ભાવ ઊણોદરી કોને કહેવાય છે તે ?
૯૩
– પ્રવચનસારોદ્વાર
ક્રોધાદિ કષાયોની માત્રામાં રોજ કડાકો બોલાવતા જવું એને કહેવાય છે ભાવ ઊણોદરી અને જિનવચનોથી ચિત્તને ભાવિત કરતા રહેવું એને કહેવાય છે ભાવ ઊણોદરી.
જવાબ આપ.
તારા જીવનમાં આ બંને પરિબળોનો સતત અમલ ખરો ?
જોઈ તો છે ને તે ગૅસ પરથી ઉતારી લીધેલી પાણીની તપેલી ?
એ તપેલીમાંનુ પાણી જેમ સતત ઠંડું જ થતું
જાય છે તેમ તારા મનમાં પણ
કષાયોનું જે જોર છે એ રોજેરોજ ઘટતું જ જવું જોઈએ. કષાયોની માત્રા જે ગઈકાલે હતી એ આજે ન જોઈએ અને આજે જે માત્રા છે એ આવતી કાલે ન જોઈએ. અને આ પરિણામ અનુભવવા માટે તારી પાસે હોવી જોઈએ જિનવચનોની ભાવિતતા. કષાયોનું સ્વરૂપ, કષાયોના હેતુ અને કષાયોનું ફળ.
આ ત્રણેયની સમજણ મેળવવા માટે અને
એ સમજણ પ્રત્યેની શ્રદ્ધાને સ્થિર કરી દેવા માટે
જિનવચનોની ભાવિતતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. યાદ રાખજે સમ્યક્ લક્ષ્ય
અને એ લક્ષ્યને આંબવા માટેની સાચી લગન,
આ બેના સ્વામી બની ગયા વિના
નહીં તો તને કષાયોની માત્રામાં કડાકો
બોલાવવામાં સફળતા મળે કે
નહીં તો ચિત્તને જિનવચનોથી ભાવિત કરતા રહેવામાં તને સફળતા મળે.
દ્રવ્ય ચારિત્ર, દ્રવ્યક્રિયા અને
દ્રવ્ય ઊણોદરી તો અનંતકાળમાં અનંતીવાર કર્યા. ચાલ્યો આવ હવે ભાવચારિત્ર, ભાવક્રિયા અને
ભાવ ઊણોદરીના માર્ગે. મુક્તિ તારી હાથવેંતમાં છે.
૯૪
Page #48
--------------------------------------------------------------------------
________________
७
जो णिग्गहसमत्थो न भवति तस्स किं कहिएण?
– નિશીથ
હાથમાંથી છૂટી ગયેલા પથ્થરને પાછો વાળવાના ગમે તેટલા પ્રયાસો કરો, લમણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ ઝીંકાવાનું નથી. મુખમાંથી નીકળી ગયેલ શબ્દોને પાછા વાળવાના લાખ પ્રયાસો કરો, હાથમાં નિષ્ફળતા સિવાય બીજું કાંઈ જ આવવાનું નથી.
મુનિ !
જો ના, તો અમે તને કહીએ છીએ કે તને હવે હિતશિક્ષા આપવાનો કોઈ જ અર્થ રહેતો નથી. જેની પાસે ઇન્દ્રિય-મનનો નિગ્રહ કરવાનું સામર્થ્ય જ નથી એને ઇન્દ્રિયો-મન પર નિગ્રહ કરવાનું સુચવતાં પ્રભુવચનો કહેવાથી વળવાનું છે શું ? કાંઈ જ નહીં. યાદ રાખજે, વિષયોને નિમંત્રણ આપવાના ભવો તો વિરાટ અનંતકાળમાં તેં અનંતા પસાર કર્યા છે અને એના ફળસ્વરૂપે તું અનંતીવાર દુર્ગતિઓની મુલાકાત લઈ આવ્યો છે. માનવભવ અને એમાં ય સંયમનું જીવન, એની જ આ તાકાત છે કે જ્યાં વિષયોને નિયંત્રણમાં રાખી શકાય છે અને તારું એ પરમ સદભાગ્ય છે કે આજે તારા હાથમાં એ સંયમજીવન છે. હાથમાં રિવૉલ્વર હોવા છતાં ગુંડાનો પ્રતીકાર ન કરી શકનાર જો સંસારના ક્ષેત્રમાં કમજોર અને મૂરખ મનાય છે તો જીવન હાથમાં સંયમનું હોવા છતાં જે સંયમી ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકતો નથી અને મનને નિયંત્રણમાં રાખી શકતો નથી એ સંયમી કમજોર અને મૂરખ તો મનાય જ છે. પરંતુ સાથોસાથ દુર્ભાગી પણ મનાય છે. દુર્ભાગી એટલા માટે કે અનંત સંસાર પર કાયમનું પૂર્ણવિરામ મૂકી દેવાનું સંયમજીવન હાથમાં હતું અને એ પછી ય એ અનંત સંસાર વધારી બેઠો ! એક બીજી મહત્ત્વની વાત. નિગ્રહ સામર્થ્ય જો તારી પાસે છે તો જ તું જેમ જિનવચન શ્રવણને યોગ્ય છે તેમ જેની પાસે નિગ્રહ સામર્થ્ય હોય એને જ તારે જિનવચનોનું શ્રવણ કરાવતા રહેવાનું છે. ગમે તેને તું જિનવચનો સંભળાવવા ન લાગતો !
તું તારી જાતને સંયમી માને છે ને? તારા આ જીવનમાં સ્વાધ્યાય અને વૈયાવચ્ચ, પ્રતિલેખન અને પ્રતિક્રમણ, લોચ અને વિહાર આ બધું ય નિયમિતતાના સ્તરે ગોઠવાઈ ગયું છે ને? એક જવાબ આપ તું. તારું જીવન નિયમિત તો છે જ પરંતુ તારી ઇન્દ્રિયો અને તારું મન જિનવચનોથી નિયંત્રિત ખરું? આંખને એના વિષયો તરફ મોકલતા પહેલાં તું એને જિનવચનોથી નિયંત્રિત કરી શકે છે ખરો ? જીભ પર દ્રવ્યો મૂકતા પહેલાં કે કાનમાં શબ્દોને પ્રવેશ આપતાં પહેલાં, મુખમાંથી શબ્દો ઉચ્ચારતા પહેલાં કે મનને વિચારોમાં વ્યસ્ત રાખતા પહેલાં એ તમામ પર જિનવચનોનું નિયંત્રણ મૂકી દેવાની તારામાં ક્ષમતા છે ખરી ?
Page #49
--------------------------------------------------------------------------
________________
अलं विरोहेण अपंडिएहिं।
- બૃહત્કલ્પ
સૂર્યનો તાપ અસહ્ય લાગતો પણ હોય તો ય એની સામે ધૂળ ઉડાડવાની ચેષ્ટા કરવા જેવી નથી કારણ કે એમાં સરવાળે આપણે જ થાકવાનું હોય છે. ધૂંધળું વાતાવરણ મનને અકળાવતું હોય તો પણ એની સામે બળાપો કાઢતા રહેવાની જરૂર નથી કારણ કે એમાં આખરે તો આપણે જ નાસીપાસ થવું પડતું હોય છે. મુનિ! અમારી એક સલાહ તું દિલની દીવાલ પર કોતરી રાખ કે જે વ્યક્તિ મૂર્ખ છે, અપ્રજ્ઞાપનીય છે, તુચ્છ છે અને ક્ષુદ્ર છે એની કોઈ પ્રવૃત્તિ તને માન્ય ન પણ હોય તો ય તું એની સામે દુશ્મનાવટ ન કરી બેસતો કે તું એના વિરોધમાં ન પડતો. આનો અર્થ એવો નથી કે તું એના સહકારમાં રહેજે. ના. તારે એની ઉપેક્ષા કરતા રહેવું. એની હાજરીની પરવા ન કરવી. એના વક્તવ્યની નોંધ ન લેવી. એની સાથે આમાંથી તને ઠીક લાગે એ અભિગમો તારે અપનાવતા રહેવું પણ એની સાથે દુશ્મનાવટ ? એની સાથે વિરોધ ? હરગિજ નહીં.
કારણ? એનું પોત ‘સર્પનું હોય છે. ‘વિષ્ટા'નું હોય છે. ‘કંટક'નું હોય છે. ‘ઉકરડા'નું હોય છે. * કચરાનું હોય છે. આ તમામ સાથે ડાહ્યો માણસ શું કરે છે? સર્પ નીકળે છે, માણસ ત્યાંથી દૂર થઈ જાય છે. વિષ્ટા દેખાય છે, માણસ ત્યાંથી દૂર હટી જાય છે. કંટકની ઉપસ્થિતિનો ખ્યાલ આવે છે, માણસ ત્યાં સાવધ બની જાય છે. ઉકરડો આંખ સામે આવી જાય છે, માણસ નાક આડે કપડું રાખીને આગળ નીકળી જાય છે. કચરાનો ઢેર દેખાય છે, માણસ એની ઉપેક્ષા કરીને આગળ ચાલતો થઈ જાય છે. બસ, આ જ કામ તારે કરવાનું છે, મૂર્ખાઓ પ્રત્યે, અપ્રજ્ઞાપનીય, ક્ષુદ્ર અને તુચ્છ પ્રત્યે ! તું એમ ન માનતો કે એમની સામે પડવાથી કે એમની સાથે દુશ્મનાવટ કેળવવાથી તું એમને ડાહ્યા બનાવી શકીશ કે સુધારી શકીશ. ના. દરિયાની રેતીમાંથી ઘડો બનાવવામાં કુશળ કુંભારને ય જેમ સફળતા નથી મળતી તેમ મૂર્ખાઓને અને અપ્રજ્ઞાપનીયોને સમજાવવામાં કે સુધારવામાં ખુદ તીર્થંકર પરમાત્માને ય સફળતા નથી મળતી. જો અનંતબલી પ્રભુ પણ મૂર્ખાઓ સામે કમજોર [2] પુરવાર થતા હોય તો અલ્પ બળવાળા, મંદ પુણ્યવાળા અને નબળા ક્ષયોપશમવાળા તારા જેવા માટે તો પૂછવાનું જ શું? ના. મૂર્ખ સામે મૌન, એ જ શ્રેષ્ઠ જવાબ.
Page #50
--------------------------------------------------------------------------
________________
७ नास्ति काचिदसौ क्रिया यया साधूनां ध्यानं न भवति।
– આવશ્યક નિર્યુક્તિ
ભોજન, પાણી, ધંધો, ચાલવાનું, બેસવાનું, સૂવાનું અને આના જેવી જ અન્ય ક્રિયાઓ અમુક સમયે જ થતી હોય એ તો સમજાય છે પણ શ્વાસોચ્છવાસની ક્રિયા? એ તો ક્યા સમયે ચાલુ નથી હોતી એ પ્રશ્ન છે. મુનિ ! તારા હાથમાં આજે જે સંયમજીવન છે એ જીવનની શી તાકાત છે એ તારા ખ્યાલમાં છે ખરું ? ભલે ને તું રસ્તા પર ચાલી રહ્યો છે, ભલે ને તું કોકની સાથે વાતો કરી રહ્યો છે, ભલે ને તું ગોચરી વહોરવા જઈ રહ્યો છે, ભલે ને તું ઉપકરણ લેવા-મૂકવાની ક્રિયા કરી રહ્યો છે, ભલે ને તું અંડિલ-માત્રુ જઈ રહ્યો છે, ભલે ને તું પ્રતિલેખન કે પ્રતિક્રમણ કરી રહ્યો છે, ભલે ને તું સ્વાધ્યાય કે ધ્યાન કરી રહ્યો છે, તારી પ્રત્યેક ક્રિયા ધ્યાનરૂપ જ છે. તારે ધ્યાન લગાવવા સ્વતંત્ર સમય કાઢવાની જરૂર નથી. શું કહીએ તને? આર્તધ્યાન અને રોદ્રધ્યાન, આ બે દુર્બાન છે કે જે તારા માટે વજર્ય છે.
ધર્મધ્યાન અને શુક્લધ્યાન આ બે શુભધ્યાન છે કે જે તારા માટે ઉપાદેય છે. ચાલવાની તારી ક્રિયા જો ઇર્યાસમિતિ રૂપ છે તો બોલવાની તારી ક્રિયા ભાષાસમિતિ રૂપ છે. ગોચરી વહોરતાં દોષોની ગવેષણા કરતા રહેવાની તારી ક્રિયા જો એષણાસમિતિરૂપ છે, તો વસ્તુ લેતા-મૂક્તા થતી પુંજવા પ્રમાર્જવાની તારી ક્રિયા આદાન-ભંડમત્તનિક્ષેપણાસમિતિરૂપ છે અને સ્થડિલ-માત્રુ જવા-પઠવવાની તારી ક્રિયા પારિષ્ઠાપનિકા સમિતિરૂપ છે. આ દરેક ક્રિયામાં રહેતી અપ્રમત્તતા, જીવરક્ષાના પરિણામ, આજ્ઞાસાપેક્ષતા, અધ્યવસાય વિશુદ્ધિ, નિર્મળ વિચારધારા, સ્વરૂપની જાગૃતિ આ બધાયનું પોત કાં તો ધર્મધ્યાનરૂપ છે અને કાં તો શુક્લધ્યાનરૂપ છે. જો ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ જ શુભ ધ્યાનરૂપ છે અને તારા જીવનની પ્રત્યેક ક્રિયામાં જો આ બે શુભધ્યાનમાંથી જ અન્યતર એક ધ્યાન છે તો પછી જવાબ આપ તું, તારે હવે બીજું કયું ધ્યાન ધરવાનું બાકી રહે છે ? શુભધ્યાન માટે તારે બીજા કોની પાસે જવાનું બાકી રહે છે ? બીજી કઈ ક્રિયા તારે શુભધ્યાન માટે કરવાની રહે છે? આંખ સામે રાખજે ઢંઢણ અણગારને. મોદકને પરઠવતા પરઠવતા એ મુનિવર કેવળજ્ઞાન પામી ગયા છે જો આવી તુચ્છ અને મામૂલી દેખાતી ‘પરઠવવાની ક્રિયા પણ કેવળજ્ઞાનનું કારણ બની શકતી હોય તો પછી તારે તો પાગલ બનીને નાચતા રહેવાની જરૂર છે. કારણ કે તારી પાસે જે ક્રિયાઓ છે એ તો એક એકથી ચડિયાતી છે !
100
Page #51
--------------------------------------------------------------------------
________________ સર્વે મ તો સંયમજીવન જ હિમાલયને કદાચ ‘સર્વોચ્ચ’નું વિશેષણ આપી શકાય છે. કોહિનૂર હીરાને કદાચ ‘સર્વોત્કૃષ્ટનું વિશેષણ આપી શકાય છે પરંતુ ‘સર્વોત્તમ'નું વિશેષણ તો સંયમજીવનને જ આપી શકાય છે. આ સંયમજીવન અનંતકાળે હાથમાં આવે છે અને એ જીવનને પામીને ય જો પ્રમાદનું સેવન કરવામાં આવે છે. તો અનંતકાળે ય એ હાથમાં આવે કે કેમ એમાં શંકા છે. શાસ્ત્રનાં પાને પાને આ જીવનની પ્રાપ્તિને સાર્થક કરી દેવા માટે જાતજાતની પ્રેરણાઓ અને ચેતવણી આપવામાં આવી છે. એ તમામનો મારા મંદક્ષયોપશમાનુસાર અત્રે મારા શબ્દોમાં થોડોક વિસ્તાર કર્યો તો છે પરંતુ એમ કરવા જવામાં અજાણતાંય જો હું જિનાજ્ઞાવિરુદ્ધ અર્થઘટન કરી બેઠો હોઉં તો એનું અંતઃકરણપૂર્વક ત્રિવિધ ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ માગું છું. ગુમ થઈ ગયેલ હીરો, ખોવાઈ ગયેલ લાખોની થપ્પી, આડું અવળું થઈ ગયેલ કરોડોની કિંમતનું ઝવેરાત પાછું મળી શકે છે; પરંતુ એક વાર હાથમાંથી ચાલ્યું ગયેલ સંયમજીવન? કદાચ અનંતકાળે પણ મળે કે કેમ એમાં શંકા છે. એ દુર્ભાગ્ય આપણાં લમણે ન ઝીંકાય એ અંગેની કેટલીક યુક્તિઓ બતાવતું પુસ્તક એટલે જ ફરી ક્યારે મળશે આ જીવન?” રત્નસુંદરસૂરિ