Book Title: Fari Kyare Malse Aa Jivan Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ चिरपरिचितमपि सूत्रार्थ य: शून्यहृदयतया न स्मरति सशिष्यो न योग्य: शिष्यत्त्वस्यापि, गुरुत्वं तु दूरेणैव तस्य। । વિશેષાવશ્યક ભાષ્ય છે - ગા. ૧૪૪૩ ૭ @ @ @ @ @ @ ' ભલે ને વિદ્યાર્થી જબરદસ્ત હોશિયાર છે, પોતે જે કાંઈ ભણી ગયો છે એને સ્મૃતિપથ પર અકબંધ કરી દેવા એ સતત પ્રયત્નશીલ બન્યો જ રહે છે. ધંધાના ક્ષેત્રમાં એ વેપારીની નામના ભલેને ‘કુશળ ખેલાડી' ની છે, પોતાના ધંધાને જમાવેલો રાખવા એ સતત નફા-તોટાનું સરવૈયું કાઢતો જ રહે છે. ક્રિકેટના જગતમાં એનું નામ ભલેને કરોડોના મુખે ચડી ગયું છે, પોતાની ‘ગુડવિલ” ટકાવી રાખવા એ ‘નેટ પ્રેક્ટિસ કરતો જ રહે છે. એવા ખ્યાલમાં પ્રમાદને આધીન બનીને તું વિકથાદિમાં વ્યસ્ત બની ગયો છે તો યાદ રાખજે, તારી પાસે રહેલ ‘શિષ્યપણું' તો ગાયબ છે જ પણ કદાચ તારી પાસે ‘ગુરુપદ' આવી ગયું હોય તો એ તો તારાથી ક્યારનું ય દૂર થઈ ગયું છે. સ્વાધ્યાય એ જ જેના જીવનનો પ્રાણ હોય, પ્રભુનાં વચનો એ જ જેના જીવનની એક માત્ર મૂડી હોય, સૂત્રાર્થસ્મરણ એ જ જેના મનને વશમાં રાખવાનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ હોય એવો મુનિ જો સ્ત્રાર્થના સ્મરણને, સ્વાધ્યાયને, પરાવર્તનને, અનુપ્રેક્ષાને એક બાજુ મૂકી દેશે તો એ મુનિનું ‘મુનિપણું ટકશે શી રીતે? યાદ રાખજે, આ જગતમાં કેટલાક એવા જીવો પણ છે કે જેઓ પાસે ‘આંખ' જરૂર છે અને છતાં તેઓ ‘આંધળા” છે. * જીભ' જરૂર છે છતાં તેઓ ‘મૂંગા છે અને ‘કાન' જરૂર છે છતાં તેઓ ‘બહેરા’ છે. તારા માટે એવું તો ન બનવું જોઈએ કે તારા શરીર પર સંયમીની જાહેરાત કરતાં ‘કપડાં' તો હોય અને છતાં તારી પાસે “સંયમ’ ન હોય. સાચે જ આ કરુણતાનો શિકાર તું જો નથી જ બનવા માગતો તો તું એક કામ કર. આજે કડકડાટ બની ગયેલા અને સડસડાટ ચાલી રહેલા સૂત્ર અને અર્થને તું સતત ભાવસભર હૈયે સ્મૃતિપથ પર લાવતો જ જા. ચાલુ રહેતું મશીન, કાટથી બચી જાય છે. ચાલુ રહેતું સૂત્રાર્થનું સ્મરણ, તારા સાધુપણાને બચાવી લેશે. મુનિ! તારી પાસે વરસોનો સંયમપર્યાય છે. કબૂલ! લોચ-વિહારાદિનાં કષ્ટો તને કોઠે પડી ગયા છે. કબૂલ! તપશ્ચર્યા તારે મન ડાબા હાથનો ખેલ બની ગઈ છે. કબૂલ! સૂત્ર અને એના અર્થ તારા માટે ચિર-પરિચિત બની ગયા છે. કબૂલ ! પણ યાદ રાખજે, તારી પાસે જો એ સૂત્રાર્થનું પુનરાવર્તન નથી, પ્રમાદને પરવશ બનીને, સુખીલવૃત્તિનો શિકાર બનીને, જાતની સ્મરણશક્તિ પર વધુ પડતો ભરોસો રાખીને તું જો નિષ્ફર હૃદયનો શિકાર બનીને સૂત્રાર્થના સ્વાધ્યાયને એક બાજુ પર મૂકી બેઠો છે. ‘હું ધારું ત્યારે સૂત્રાર્થને ઉપસ્થિત કરી શકું છું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51