Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९९०
• विनयेन विना प्रवचनाद्युन्नत्यसम्भवः
द्वात्रिंशिका - २९/१७
विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । पयः सेकं विना किं वा वर्धते भुवि पादपः ।। १७ ।।
विनयस्य प्रवचनप्रभावनाकारकत्वमाह- 'विनयेने 'ति । विनयेन विना न स्वस्य श्रुताद्युन्नतिः स्यात्, न वा जिनप्रवचनस्य अभ्युदयः = जिनप्रवचनोन्नतिः स्यात् । तत्सत्त्वे तूभयं सम्पद्यते । तदुक्तं दशवेकालिके जे आयरिअ उवज्झायाणं सुस्सूसा - वयणंकरा । तेसिं सिक्खा पवड्ढंति जलसित्ता इव पायवा ।। ← (द.वै. ९/२/१२ ) इति । तदुक्तं बृहत्कल्पभाष्येऽपि विनयाऽहीया विज्जा देंति फलं इह परे य लोगम्मि । न फलंति विणयहीणा सस्साणि व तोयहीणाई ।। ← (बृ.क.भा. ५२०३) સુવિહિત હોય, તેની પર્ષદા બળવાન હોય, તે વૈરાગ્યપ્રેરક ધર્મકથાને કરનાર હોય, આગમનું વિશિષ્ટ જ્ઞાન હોય, જ્ઞાન આપવાની શક્તિ-ભાવના ધરાવતા હોય, તે ક્ષેત્રમાં તેનું વર્ચસ્વ હોય ઈત્યાદિ પરિસ્થિતિમાં તેની પાસે ભણવા વગેરેનું કારણ ઊભું થાય તો તેને યથાયોગ્ય રીતે વંદનાદિ કરવા જોઈએ. અહીં શિથિલાચારીમાં રહેલ જે ‘આગમબોવિશેષ’ વંદનના કારણ તરીકે જણાવેલ છે તે ભાવસ્વરૂપ છે. તથા તે જ્ઞાનસ્વરૂપ ભાવ તેમને વંદન કરવામાં મજબૂત કારણ છે. આગમની પરિભાષા મુજબ આપવાદિક વંદનનું પુષ્ટ આલંબન છે. તથા ભાવ તો જ્યાં જેટલા અંશમાં પણ દેખાય તે ત્યાં પૂજનીય જ છે કારણ કે કલિકાળમાં ગુણોના દર્શન થવા જ દુર્લભ છે. - આવું બૃહત્કલ્પભાષ્યમાં જણાવેલ છે. માટે અપવાદપદે શિથિલાચારીને પણ ભાવવંદન કરવામાં કોઈ દોષ નથી. ‘શિથિલચારી તો ઘણા ઠેકાણે જોવા મળે જ છે. પરંતુ શિથિલાચાર હોવા છતાં પણ વિશિષ્ટ માર્મિક આગમબોધને મેળવેલ છે તે આશ્ચર્યજનક છે, અહોભાવપ્રેરક છે. તથા મને નિઃસ્વાર્થભાવે જ્ઞાનદાન કરવા માટે તેઓ ઉદારતા કરી રહ્યા છે એ તો મારા પરમ સદ્ભાગ્યની નિશાની છે.' આવા ભાવથી વિદ્યાગુરુ શિથિલ બહુશ્રુત સાધુને ભણનારા સુસાધુએ વંદન કરવા જોઈએ.
શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ઉપદેશપદમાં જે કુવૃષ્ટિન્યાયથી ગાંડા રાજાનું ઉદાહરણ દેખાડી શિથિલને દ્રવ્યવંદન કરવાનું બતાવેલ છે તે તો શિથિલાચારીમાં દારૂ, વ્યભિચાર, શાસનહીલના વગેરે મોટા દોષો જોવા મળે તો તેવા સ્થળમાં તેમને વંદન કરવામાં સુસાધુને આંતરિક ઉત્સાહ જ ન જાગે તે અપેક્ષાએ દ્રવ્યવંદન સમજવું. જ્યાં અતિ મોટા દોષ દેખાતા હોય છતાં વંદન કરવું જ પડે તેવા સંયોગો હોય તો તેવા સંયોગમાં/સ્થળમાં દ્રવ્યવંદન કરવું. આમ જણાવવાનો શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનો અભિપ્રાય છે. પરંતુ સામાન્ય કક્ષાની આચારમાં ઢીલાશ હોય એટલે અવંદનીય કહી ન શકાય/માની ન શકાય. બાકી તો ઓઘનિર્યુક્તિની ટીકાના કર્તા શ્રીદ્રોણાચાર્ય, ઉત્તરાધ્યયનસૂત્રની બૃહત્તીકા લખનારા વાદિવેતાલ શ્રીશાંતિસૂરિજી મહારાજ વગેરે પણ ચૈત્યવાસી હોવાથી જ્ઞાનગ્રહણ કરતી વખતે અવંદનીય માનવા પડે. કાળ પડતો છે, વિષમ છે. આવા કાળમાં જેટલા અંશમાં જ્યાં ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગથી તે તે ગુણોની અનુમોદના-ઉપબૃહણા-વંદના-ભક્તિ કરવામાં આવે તો જ સાનુબંધ ગુણપ્રાપ્તિ શક્ય બને. સૂર્યનો અસ્ત થયા પછી પ્રકાશ દેનાર દીવો પણ આદરણીય બને જ છે. આ વાત વર્તમાનકાળમાં દરેક આત્માર્થી જીવોએ ખાસ ગંભીરતાથી ધ્યાનમાં રાખવા જેવી છે. (૨૯/૧૬)
આ પાણી-પવન સમાન વિનયની આવશ્યક્તા
ગાથાર્થ :- વિનય વિના જિનશાસનની ઉન્નતિ થઈ ન શકે. શું જગતમાં પાણીનું સિંચન કર્યા વિના વૃક્ષ વધે ખરું ? (૨૯/૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org