Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 9
________________ तत्त्वमत्र परंज्योतिस्विभावकमूर्तिकम् । વિવેક તમારૂઢા, શેષ: પુનરુપત્તવઃ ર૪-૪|| तत्त्वमिति-अत्र स्थिरायां ज्ञस्वभाव एका मूर्तिर्यस्य तत्तथा । ज्ञानादिगुणभेदस्यापि व्यावहारिकत्वात् । परंज्योतिरात्मरूपं तत्त्वं परमार्थसत् । शेषः पुनर्भवप्रपञ्चो विकल्पलक्षणं तल्पमारूढ उपप्लवो भ्रमविषयः, परिदृश्यमानरूपस्याभावात् ।।२४-४।। “જ્ઞસ્વભાવસ્વરૂપ પરમજ્યોતિરૂપ આત્મતત્ત્વ, આ દૃષ્ટિમાં પારમાર્થિક રૂપે જણાય છે. બીજો બધો, વિકલ્પમાં (વિકલ્પાત્મક તલ્પ-શયામાં) આરૂઢ ઉપપ્લવ(ભ્રમ) છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માનો જ્ઞસ્વભાવ (જાણવાનો સ્વભાવ) છે, તે સ્વરૂપ જ આત્મતત્ત્વ છે. પરમજ્યોતિસ્વરૂપ આત્મતત્ત્વ(જ્ઞાનસ્વરૂપ) જ પારમાર્થિક તત્ત્વ છે. આત્માના જ્ઞાન દર્શન... વગેરે ગુણોમાં જે ભેદ છે તે વ્યવહારનયને આશ્રયીને છે. વસ્તુતઃ નિશ્ચયનયના અભિપ્રાય પરમજ્યોતિ સ્વરૂપ આત્મતત્ત્વ(જ્ઞાતાસ્વભાવ) પરમાર્થથી સત્ છે. એ રૂપને છોડીને બાકી બધો ભવપ્રપંચ વિકલ્પાત્મક શધ્યારૂઢ હોવાથી ભ્રમ છે. કારણ કે તેમાં જેવું જણાય છે તેવું સ્વરૂપ નથી. મનના વિકલ્પથી કલ્પેલું સારું-નરસું અને ઇષ્ટઅનિષ્ટ... વગેરે સ્વરૂપ પારમાર્થિક નથી. પરંતુ મન કલ્પિત છે. ૨૪-૪ો. સ્થિરાદષ્ટિમાં પરમજયોતિસ્વરૂપ આત્મતત્ત્વને છોડીને બાકીનો બધો ભવપ્રપંચ ઉપપ્તવસ્વરૂપ ભાસે છે... એ જણાવીને તદંતર્ગત ભોગની ભયંકરતા હવે જણાવાય છે भवभोगिफणाभोगो, भोगोऽस्यामवभासते । ___ फलं हानात्मधर्मत्वात्, तुल्यं यत्पुण्यपापयोः ॥२४-५॥ भवेति-अस्यां स्थिरायां । भोग इन्द्रियार्थसुखसम्बन्धः । भवभोगिफणाभोगः संसारसर्पफणाटोपोऽवभासते, बहुदुःखहेतुत्वात् । नानुपहत्य भूतानि भोगः सम्भवति, ततश्च पापं, ततो दारुणदुःखपरम्परेति । धर्मप्रभवत्वादोगो न दुःखदो भविष्यतीत्यत्राह-यद्यस्मात् पुण्यपापयोर्द्वयोर्हि फलमनात्मधर्मत्वात्तुल्यं । व्यवहारतः सुशीलत्वकुशीलत्वाभ्यां द्वयोर्विभेदेऽपि निश्चयतः संसारप्रवेशकत्वेन कुशीलत्वाविशेषात् ।।२४-५।। આશય એ છે કે અનાદિકાળની સંસાસુખની આસક્તિને લઈને ભવપ્રપંચ અત્યાર સુધી તત્ત્વસ્વરૂપ જણાતો હતો. એમાં પણ અત્યાર સુધીની અજ્ઞાનદશા મુખ્ય કારણ હતી. સ્થિરાદષ્ટિમાં સૂક્ષ્મબોધ પ્રાપ્ત થવાથી એ અજ્ઞાનદશાનો વિગમ થાય છે. તેથી સમગ્ર ભવપ્રપંચ ઉપપ્લવસ્વરૂપ જણાય છે. એ ભવપ્રપંચના મૂળભૂત ભોગનું સ્વરૂપ આ દૃષ્ટિમાં જેવું જણાય છે તે જણાવવા આ પાંચમો શ્લોક છે, જેનો અક્ષરાર્થ: “આ સ્થિરાદૃષ્ટિમાં વિષયોનો ભોગ, સંસારસ્વરૂપ સર્પની ફણાના વિસ્તાર જેવો ભયંકર ભાસે છે. કારણ કે આત્માનો ધર્મ ન હોવાથી પુણ્ય અને પાપનું ફળ સમાન જ છે.” - આ પ્રમાણે છે. સદ્દષ્ટિ બત્રીશીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 278