Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
मुक्तीच्छाऽपि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः ।
द्वितीयात् सानुवृत्तिश्च सा स्याद् दर्दुरचूर्णवद् ॥१४-२४॥ मुक्तीच्छापीति-द्वितीयात् स्वरूपशुद्धानुष्ठनात् । सानुवृत्तिश्च उत्तरात्राप्यनुवृत्तिमती च । सा दोषहानिः स्यात् । दर्दुरचूर्णवन्मण्डूकक्षोदवत् । निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्तादृढप्रवृत्त्यादिकं हेतुस्तदभावाच्चात्र सानुवृत्तिरेव दोषविगम इति भावः । तदुक्तं-“द्वितीयाद्दोषविगमो न त्वेकान्तानुबन्धवान् । ગુરુનાવિન્તરિ ન યત્તત્ર નિયોરાત: છા” I9૪-૨૪ો.
મુક્તિની ઈચ્છા પણ સજ્જનો માટે ગ્લાધ્ય કોટિની છે. આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન મુક્તિસદશ(સર્વ રીતે કલ્યાણકારી) નથી. બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દેડકાના ચૂર્ણની જેમ દોષની પરિહાનિ(દોષનિગમ) અનુવૃત્તિવાળી થાય છે.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકના પૂર્વાદ્ધનો આશય આ પૂર્વેના શ્લોકની ટીકામાં જણાવ્યો છે કે મુક્તિ માટે ક્રિયાઅનુષ્ઠાન જ નહિ પરંતુ તેની(મોક્ષની) ઇચ્છા પણ ગ્લાધ્ય કોટિની મનાય છે. તેથી સર્વથા કલ્યાણકારી જેનું સ્વરૂપ છે; એવા મોક્ષની અપેક્ષાએ વિષયશુદ્ધ અનુષ્ઠાન સમાન ન હોવાથી તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય.
આ શ્લોકના ઉત્તરાર્ધમાં બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવતાં ફરમાવ્યું છે કે બીજા સ્વરૂપશુદ્ધ એ અનુષ્ઠાનથી મોક્ષબાધક દોષોની પરિહાણિ થાય છે. પરંતુ તે દોષહાનિ દેડકાના ચૂર્ણની જેમ ભવિષ્યમાં દોષની અનુવૃત્તિવાળી હોય છે. દેડકાના શરીરનું ચૂર્ણ થયા પછી પણ કાલાંતરે વરસાદ વગેરેના સંયોગે એનાથી દેડકા ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનથી મોક્ષબાધક રાગાદિ દોષોની હાનિ થયા પછી પણ કાલાંતરે વિષય-કષાયના સામાન્ય પણ નિમિત્તો મળતાં ફરી પાછા દોષો ઉત્પન્ન થતા હોય છે. તેથી બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી જે દોષહાનિ થાય છે તે અનુબંધશક્તિથી દોષની અનુવૃત્તિવાળી છે.
દોષની અનુવૃત્તિથી રહિત એવા દોષવિગમની પ્રત્યે ગુરુલાઘવની ચિંતા (વિચારણા) અને દઢ પ્રવૃત્તિ વગેરે કારણ છે. અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વખતે એ કારણનો અભાવ હોવાથી અનુવૃત્તિવાળો જ દોષનિગમ થાય છે. અનુષ્ઠાન કરતી વખતે એનાથી કયો મોટો અથવા નાનો ગુણ અને દોષ પ્રાપ્ત થશે એની વિચારણાને ગુલાઘવચિંતા કહેવાય છે. મનની સ્વસ્થતાપૂર્વકની ફળની પ્રાપ્તિ પર્યત અવિરતપણે કરાતી અખંડ પ્રવૃત્તિને દઢપ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે કે – “દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષવિગમ થાય છે, પરંતુ તે ઉત્તરત્ર એકાંતે અનુબંધવાળો (ટકી રહેનારો-આત્યંતિક-ભવિષ્યમાં દોષના ઉદ્ગમ વિનાનો) હોતો નથી. કારણ કે ત્યાં ચોક્કસપણે ગુરુ-લાઘવની ચિંતા વગેરે હોતા નથી.” સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનસ્થળે તેવા પ્રકારનો વિવેક હોતો નથી. માત્ર કાયાની પ્રધાનતાએ અનુષ્ઠાન થતું હોય
૨૫૮
અપુનર્બન્ધક બત્રીશી