Page #1
--------------------------------------------------------------------------
________________
महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित
दात्रिंशद्वात्रिंशिकाप्रकरणम्।
भाग-२ (८ थी १५ बत्रीशी)
: परिशीलन : पू.आ.भ.श्री.वि. चन्द्रगुप्तसू.म.
: प्रकाशक : श्री अनेकान्त प्रकाशन जैन रीलिजीयस ट्रस्ट
: आर्थिक सहकार : पू. गणिवर्य श्री नयभद्र वि.म.सा.ना सद्पदेशथी वर्धमान भक्ति श्वे.मू.पू. इरानीवाडी जैन संघ - कांदीवली-वेस्ट, मुंबई.
तथा – देवकीनगर श्वे.मू.पू. जैन संघ - बोरीवली-वेस्ट, मुंबई.
Page #2
--------------------------------------------------------------------------
________________
न्यायविशारद महामहोपाध्यायश्रीमद्यशोविजयजीविरचित द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् । द्वितीय भाग [८ थी १५ बत्रीशी]
6 પરિશીલન />. પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સુ.મ.સા.ના પટ્ટાલંકાર
પૂ. પરમશાસનપ્રભાવક આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ.મ.સા.ના શિષ્ય પૂ. પરમસમતાનિષ્ઠ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય
પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સુ.મ.સા.
૯પ્રકાશન / શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ
6. આર્થિક સહકાર / > પૂ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર સુ.મ.સા.ના પટ્ટાલંકાર પૂ.પં.પ્ર.શ્રી ભદ્રંકર વિ.ગ.મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી.વિ. કુંદકુંદ સૂ.મ.સા.ના શિષ્યરત્ન ૧૦૮+૬૬ વર્ધમાનતપની
ઓળીના આરાધક પૂ. ગણિવર્ય શ્રી નયભદ્ર વિ.મ.સા.ના સદુપદેશથી વર્ધમાન ભક્તિ જે.મૂ.પૂ. ઇરાનીવાડી જૈન સંઘ - કાંદીવલી-વેસ્ટ, મુંબઇ
તથા - દેવકીનગર જે.મૂ.૫. જૈન સંઘ બોરીવલી-વેસ્ટ, મુંબઇ.
Page #3
--------------------------------------------------------------------------
________________
• द्वात्रिंशद्वात्रिंशिकाप्रकरणम् - द्वितीय भाग
જ આવૃત્તિ : પ્રથમ
નકલ : ૫૦૦
૧ મૂલ્ય : રૂા. ૮૦૦/- (સેટના : ભાગ-૧ થી ૪)
* પ્રાપ્તિ સ્થાન : • મુકુંદભાઇ આર. શાહ
૫, નવરત્ન ફલેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. • જતીનભાઇ હેમચંદ શાહ
કોમલ' છાપરીયાશેરી, મહીધરપુરા, સુરત-૩૯૫ ૦૦૩. • પ્રમોદભાઇ છોટાલાલ શાહ
૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. • વિજયકરભાઈ કાંતિલાલ ઝવેરી
પ્રેમવર્ધક ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. - સૂર્યકાંતભાઇ ચતુરલાલ શાહ
C/o. પંકજ એજન્સીઝ : ૨૨, સાઇવિહાર, ‘ગુરુદેવ’ હોટલની ઉપર, મુ.પો. કલ્યાણ (જિ. ઠાણે) ૪૨૧ ૪૦૧.
સૂચના : આ પુસ્તક જ્ઞાનખાતાની રકમના ઉપયોગથી છપાયેલું હોવાથી તેની સંપૂર્ણ કિંમત અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતામાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવા શ્રાવકોને ભલામણ છે.
તે મુદ્રક :
Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-1. PH. (079) (O) 22172271 (R) 29297929 (M) 98253 47620
Page #4
--------------------------------------------------------------------------
________________
| अथ वादद्वात्रिंशिका प्रारभ्यतं ।।
धर्मव्यवस्थातो वाद: प्रादुर्भवतीति तत्स्वरूपमिहोच्यते
આ પૂર્વે ધર્મવ્યવસ્થા કઈ રીતે થાય છે તે વર્ણવ્યું. દરેક દર્શનકારો પોતપોતાની રીતે ધર્મની વ્યવસ્થા કરતા હોય છે. એમાં કઈ વ્યવસ્થા બરાબર છે અને કઈ વ્યવસ્થા બરાબર નથી. આવી શંકા થવાથી તેના નિવારણ માટે વાદનો આશ્રય કરવો પડે છે. તેથી ધર્મવ્યવસ્થાના નિરૂપણ પછી હવે વાદનું નિરૂપણ કરાય છે. આ રીતે પૂર્વબત્રીશીની સાથે સંગત આ બત્રીશીની શરૂઆતમાં પ્રથમ શ્લોકથી વાદના પ્રકારોને જણાવાય છે
शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्तितस्त्रिविधो वाद इत्येवं तत्त्वदर्शिभिः ॥८-१॥
શુતિ–સ્પષ્ટ: I૮-૧
“શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ : આ ત્રણ પ્રકારનો વાદ તત્ત્વદર્શીઓએ જણાવ્યો છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ધર્મની પ્રાપ્તિ માટે વાદ એક અદ્ભુત સાધન છે. પરંતુ કેટલીક વાર આગ્રહયુક્ત વલણના કારણે વાદ તત્ત્વનિર્ણયનું કારણ ન બનતાં તત્ત્વવિમુખતાનું જ કારણ બની જાય છે. એથી વાદના પ્રકારોનું અહીં વર્ણન કરાયું છે. જિજ્ઞાસા વાસ્તવિક રીતે પરિણમી રહે તો વાદથી તત્ત્વનિર્ણય સુધી ખૂબ જ સરળ રીતે પહોંચી શકાય છે. શ્રી ગણધરભગવંતોની સાથે કરાયેલાં વાદના પરિણામથી આપણે સમજી શકીએ છીએ કે વાદ કેવો હોવો જોઇએ. તત્ત્વની જિજ્ઞાસાને તત્ત્વની પરિણતિમાં (તત્ત્વમતિપત્તિસ્વરૂપ પરિણતિમાં) પરિણાવવાનું સામર્થ્ય વાદમાં છે. જે વાદ જિજ્ઞાસારહિત છે તેનાથી ઉન્માર્ગ ઉત્પન્ન થાય છે. બૌદ્ધાદિ દર્શનો એનું પ્રગટ ઉદાહરણ છે. વર્તમાનમાં વાદ શબ્દ લગભગ વિવાદમાં પ્રસિદ્ધ છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. એ વાત સમજવા માટે આ બત્રીશીનું અધ્યયન ઉપયોગી બનશે.
વાદ-વિવાદથી દૂર રહેનારાઓએ આ દ્વાત્રિશિકાનું અધ્યયન સારી રીતે કરી લેવું જોઇએ. પારમાર્થિક અર્થના તલસ્પર્શી જ્ઞાન માટેના એકમાત્ર સાધનની ઉપેક્ષા કરવાથી અજ્ઞાનને કઈ રીતે દૂર કરાશે? વાદનો ભય રાખવાની આવશ્યકતા નથી. ખરેખર તો ભય જિજ્ઞાસાના અભાવનો રાખવાનો છે. જિજ્ઞાસાના અભાવે વાદ વિવાદમાં પરિણમે છે. જિજ્ઞાસા હોય તો વિવાદનો સંભવ જ નથી. ઉપરથી પૂર્વમાં ઉદ્દભવેલા સઘળા ય વિવાદો શાંત થાય છે. ૮-૧
ત્રણ પ્રકારના વાદમાંના પ્રથમ શુષ્કવાદનું નિરૂપણ કરાય છે–
વાદ બત્રીશી : એક પરિશીલન
Page #5
--------------------------------------------------------------------------
________________
परानों लघुत्वं वा विजये च पराजये ।
यत्रोक्तौ सह दुष्टेन शुष्कवादः स कीर्तितः ॥८-२॥ परेति-यत्र दुष्टेनात्यन्तमानक्रोधोपेतचित्तेन सहोक्तौ सत्यां । विजये सति । परस्य प्रतिवादिनः परः प्रकृष्टो वाऽनर्थो मरणचित्तनाशवैरानुबन्धसंसारपरिभ्रमणरूपः साध्यतिपातनशासनोच्छेदादिरूपो वा । पराजये च सति लघुत्वं वा “जितो जैनोऽतोऽसारं जैनशासनम्” इत्येवमवर्णवादलक्षणं भवति । स शुष्कवादो गलतालुशोषमात्रफलत्वात् कीर्तितः ।।८-२।।
દુષ્ટ એવા પ્રતિવાદીની સાથે જે વાદ કરાય ત્યારે વાદમાં વિજય થાય તો પ્રતિવાદીને અનર્થ થાય અને પરાજય થાય તો શાસનની લઘુતા થાય; એ વાદને “શુષ્કવાદ' કહેવાય છે – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જ્યાં અત્યંત માન અને ક્રોધથી યુક્ત એવા ચિત્તવાળા દુષ્ટ પ્રતિવાદીની સાથે જયારે વાદ થાય ત્યારે વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ રહે છે. તેને પોતાનું માન ખંડિત થયાની લાગણીથી મરણ, ચિત્ત(સચ્ચિત્ત)નો નાશ, વૈરનો અનુબંધ અને તેથી સંસારમાં પરિભ્રમણ વગેરે દોષો પ્રાપ્ત થતા હોય છે. તેમ જ પ્રતિવાદીનું ચિત્ત ક્રોધયુક્ત હોવાથી આવેશમાં કોઈ વાર તે સાધુતવાદી)ને મારી નાંખે અને શાસનના ઉચ્છેદ વગેરેને પણ તે કરે. દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરવામાં આપણો વિજય પણ થાય તો ય એ રીતે મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ છે. આવા દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરતા જો વાદીનો પરાજય થાય તો શાસનની લઘુતા થાય. “જૈનો જિતાયા તેથી જૈન શાસન અસાર છે.' - આ પ્રમાણે લોકો બોલવા લાગે તેના કારણે જૈનશાસનનો અવર્ણવાદ થશે. આ “શુષ્કવાદ'નું ફળ માત્ર ગળું અને તાળવું સુકાવાનું છે અર્થાત્ “શુષ્કવાદ'થી એ સિવાય બીજું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી, માત્ર કંઠ અને તાળવું સુકાય છે. બુદ્ધિમાન આત્માઓએ આવા શુષ્કવાદથી દૂર રહેવું જોઇએ.
તત્ત્વની જિજ્ઞાસાના અભાવે માત્ર ચર્ચા કરવાના ઇરાદાથી “શુષ્કવાદ'નો આવિર્ભાવ થતો હોય છે. જિજ્ઞાસા નથી હોતી, એવું નથી પરંતુ તે તત્ત્વવિષયક ન હોવાથી વાદ શુષ્ક બને છે. માત્ર સામા માણસને પછાડવાની વૃત્તિ હોવાથી વાત કરવા છતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. વર્તમાનમાં લગભગ આવી પરિસ્થિતિ વધુ જોવા મળે છે. ચર્ચા કરનારો વર્ગ ખૂબ જ ઝડપથી વધતો જાય છે. જેમને “ચર્ચાની સાથે કોઈ જ સંબંધ નથી; એવા લોકો જ્યારે ચર્ચા કરવા નીકળે છે ત્યારે આ “શુષ્કવાદ' ખૂબ જ પરાકાષ્ઠાએ પહોંચે છે. રાજકારણથી માંડીને દરેક ક્ષેત્રમાં “શુષ્કવાદનો મોટો વિસ્તાર છે. અહીં એ અંગે કશો જ વિચાર કરવાનો નથી. અહીં તો માત્ર લોકોત્તરમાર્ગસંબંધી તત્ત્વ અંગે જ વિચારવાનું છે. “શુષ્કવાદ' ઉપર જણાવ્યા મુજબ નિરર્થક છે. વાદી કે પ્રતિવાદી બંન્ને માટે લાભદાયક નથી. ઉપરથી હાનિકારક છે. શુષ્કવાદને
વાદ બત્રીશી
Page #6
--------------------------------------------------------------------------
________________
કરનારાઓએ લોકોત્તરમાર્ગને પણ ધીરે ધીરે પોતાના કાર્યક્ષેત્ર તરીકે આવરી લીધો છે. પોતાની શ્રદ્ધહીન પ્રવૃત્તિ દ્વારા સ્વપ્રતિભાથી બીજાને હતપ્રભ બનાવવાનું કાર્ય શુષ્કવાદ કરે છે. તત્ત્વ પ્રાપ્તિના સાધનને આ રીતે સામાન્ય જનને તત્ત્વથી દૂર રાખવા માટે જયારે ઉપયોગમાં લેવાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ અનિષ્ટની જ પ્રાપ્તિ થાય - તે સમજી શકાય એવી વાત છે. કરવું કે માનવું કશું જ નહિ અને માત્ર વાતો કરવી : એ “શુષ્કવાદનો સ્થાયીભાવ છે. એનાથી છૂટવા માટે તત્ત્વની જિજ્ઞાસાને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. ભવના સ્વરૂપની વિચારણા કરતા રહીએ તો કોઈક પળે એ જિજ્ઞાસા આવિર્ભત થશે, જેથી ભવિષ્યમાં તત્ત્વસંપ્રાપ્તિનો પરમતારક માર્ગ સરળ બનશે. I૮-રા બીજા વિવાદ' સ્વરૂપ વાદનું નિરૂપણ કરાય છે
छलजातिप्रधानोक्तिर्दुःस्थितेनार्थिना सह ।
विवादोऽत्राऽपि विजयालाभो वा विघ्नकारिता ॥८-३॥ छलेति-दुःस्थितेन दरिद्रेण । अर्थिना लाभख्यात्यादिप्रयोजनिना सह । छलमन्याभिप्रायेणोक्तस्य शब्दस्याभिप्रायान्तरेण दूषणं, जातिश्चासदुत्तरं, ताभ्यां प्रधानोक्तिः । विवादो विरुद्धो वादः । अत्रापि विवादेऽपि । विजयालाभः परस्यापि च्छलजात्यायुद्रावनपरत्वात् । वा अथवा । विघ्नकारिता अत्यन्ताप्रमादितया छलादिपरिहारेऽपि प्रतिवादिनोऽर्थिनः पराभूतस्य लाभख्यात्यादिविघातधौव्यात् । बाधते च परापायनिमित्तता तपस्विनः परलोकसाधनमिति । नात्रोभयथापि फलमिति भावः ।।८-३॥
માન-સન્માનાદિના અર્થી એવા દરિદ્ર પ્રતિવાદીની સાથે છળ અને જાતિની પ્રધાનતા છે જેમાં એવા વાદને વિવાદ કહેવાય છે. અહીં પણ વિજયનો લાભ થતો નથી. અથવા પ્રતિવાદી તરફથી વિધ્વની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે લાભ, ખ્યાતિ, યશ અને પૂજા-સત્કારાદિના અર્થી એવા દરિદ્ર માણસની સાથે જે વાદ થાય છે તે વિવાદ સ્વરૂપ વાદ છે. લાભ વગેરેના અર્થી જીવો મનથી દરિદ્ર હોય છે. જેની તૃષ્ણા ચિકાર છે; તેને દરિદ્ર કહેવાય છે. આવા દરિદ્રો પોતાની તૃષ્ણાને દૂર કરવાના બદલે પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનતા હોય છે. ગમે તે રીતે વિજય પ્રાપ્ત કરવા માટે છલ અને જાતિનો પણ તેઓ આશ્રય લે છે.
અન્ય (વિવણિત-એક) અભિપ્રાયથી બોલાયેલા શબ્દનો બીજા અભિપ્રાયે અર્થ કરી દૂષણના ઉદ્દભાવનને “છલ” કહેવાય છે. જેમ કે “વત્તોડયં; નેપાલિતો નવવસ્વવેત્તા આ દેવદત્ત નેપાળથી આવ્યો છે; કારણ કે આની પાસે નવકંબલ (નવી કામળી) છે. આ પ્રમાણે જણાવનાર વક્તાએ અહીં નૂતન (નવું) અર્થને જણાવવાના અભિપ્રાયથી “નવ' પદનો પ્રયોગ કર્યો છે. ત્યાં “આની પાસે તો એક જ કામળી છે નવ ક્યાં છે?' - આ પ્રમાણે નવ પદનો અર્થ “નવ સંખ્યા” કહીને વક્તાના કથનમાં જે દૂષણ બતાવાય છે - તે “છલ છે. લાભાદિના
એક પરિશીલન
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્થી આત્માઓ ‘વાદ’માં છળનો પણ ઉપયોગ નિઃસંકોચપણે કરતા હોય છે. અસદ્ ઉત્તરને ‘જાતિ’ કહેવાય છે. સામાન્ય રીતે વાદીએ સદ્ અથવા તો અસદ્ હેતુનો પ્રયોગ કર્યો હોય ત્યારે તેના પ્રયોગમાં તુરત જ કોઇ દોષ ન જણાય તો ગમે તે રીતે સાધર્મનો આધાર લઇને તેનો જવાબ આપવો, તેને ‘જાતિ’ કહેવાય છે. જેમ કે ‘શક્વોડનિસ્યઃ શ્રૃતત્વાર્ યવત્' – ‘શબ્દ અનિત્ય છે, કારણ કે તેમાં કાર્યત્વ છે; ઘટની જેમ’ - આ પ્રમાણે વાદીએ જણાવ્યા પછી ખરી રીતે હેત્વાભાસનું ઉદ્દ્ભાવન કરીને વાદીના સિદ્ધાંતમાં દૂષણ બતાવવું જોઇએ. તેના બદલે ‘ઘટની જેમ અનિત્ય છે' એ પ્રમાણે સાંભળીને એ પ્રમાણે જણાવવામાં આવે કે – “શબ્દ અમૂર્ત હોવાથી તેને આકાશની જેમ નિત્ય માનવાનો પ્રસંગ આવશે.” - આ અસદ્ ઉત્તર સ્વરૂપ જાતિ છે. લાભ, ખ્યાતિ કે યશ વગેરેના અર્થી જનોની સાથે ‘વાદ’ કરવામાં આવે તો તેમાં ઉપર જણાવ્યા મુજબ છળ અને જાતિનું જ પ્રાધાન્ય રહેતું હોય છે. એવા વાદને ‘વિવાદ’ કહેવાય છે. તે તત્ત્વપ્રાપ્તિ માટે અનુકૂળ નથી; પરંતુ પ્રતિકૂળ-વિરોધી હોય છે.
-
-
આ વિવાદમાં પણ વાદીને વિજયનો લાભ થવાની આશા નહીંવત્ છે. કારણ કે પ્રતિવાદી છળ અને જાતિના ઉદ્ભાવનમાં તત્પર હોય છે. આવા આત્માઓની સાથે વાદ ક૨વાથી વાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ અશક્ય બને છે. આપણી પરમ સત્ય વસ્તુ પણ છળ અને જાતિના કા૨ણે સત્યસ્વરૂપે તેને સિદ્ધ કરવાનું ઘણું જ કપરું બને છે. આમ છતાં વાદી; ખૂબ જ સમર્થ હોય અને અપ્રમત્તપણે વાત કરી છળ અને જાતિનો પરિહાર કરી કદાચ વિજય પ્રાપ્ત પણ કરે તો પ્રતિવાદીને લાભાદિને પ્રાપ્ત કરવામાં વિઘ્ન કરનારા બનવાનો પ્રસંગ આવે. કારણ કે પ્રતિવાદીનો જય ન થાય અને આપણો(વાદીનો) જય થાય તો પ્રતિવાદીને તેનો પરાભવ થવાથી ધનાદિનો લાભ કે ખ્યાતિ વગેરે પ્રાપ્ત નહીં થાય. એમાં નિમિત્ત; વાદીનો વિજય બને છે. પરાભવ પામેલાને લાભ અને ખ્યાતિ વગેરેનો વ્યાઘાત ચોક્કસ છે : તે સમજી શકાય છે. આ રીતે લાભાદિના અર્થને તેની પ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ બનવાનું તપસ્વીઓ(પૂ. સાધુભગવંતો) માટે ઉચિત નથી. તપસ્વીજનોએ આરંભેલી પરલોક(મોક્ષ)ની સાધનાને તેનાથી બાધા પહોંચે છે. આથી સમજી શકાશે કે વિવાદના સ્થળે વિજય પ્રાપ્ત થાય કે ન પણ થાય તોપણ બંન્ને રીતે વાદી માટે દોષનું જ કારણ પ્રાપ્ત થાય છે. માટે વિવાદથી પણ બુદ્ધિમાને દૂર રહેવું જોઇએ. ॥૮-૩ હવે ‘ધર્મવાદ’નું નિરૂપણ કરાય છે—
:
ज्ञातस्वशास्त्रतत्त्वेन मध्यस्थेनाघभीरुणा । कथाबन्धस्तत्त्वधिया धर्मवादः प्रकीर्त्तितः ॥८-४॥
ज्ञातेति-ज्ञातं स्वशास्त्रस्याभ्युपगतदर्शनस्य तत्त्वं येन, एवम्भूतो हि स्वदर्शनं दूषितमदूषितं वा जानीते । मध्यस्थेन आत्यन्तिकस्वदर्शनानुरागपरदर्शनद्वेषरहितेन, एवम्भूतस्य हि सुप्रतिपादं तत्त्वं भवति ।
વાદ બત્રીશી
૪
Page #8
--------------------------------------------------------------------------
________________
तथा अघभीरुणा पातकभयशीलेन, एवम्भूतो ह्यसमञ्जसवक्ता न भवतीति । सहेति गम्यते । तत्त्वधिया तत्त्वबुद्ध्या । यः कथाबन्धः स धर्मवादो धर्मप्रधानो वादः प्रकीर्तितः ।।८-४।।
“પોતે સ્વીકારેલા શાસ્ત્રના તત્ત્વના જાણકાર; મધ્યસ્થ એવા પાપભીરુ આત્માની સાથે તત્ત્વની બુદ્ધિથી જે વાત થાય છે; તેને ધર્મવાદ કહેવાય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જેની સાથે વાત કરવાની છે; તે વ્યક્તિ પોતાના શાસ્ત્રની જ્ઞાતા હોવી જોઇએ. જે પણ શાસ્ત્રને તેઓ માનતા હોય, તેના તેઓ જ્ઞાતા હોય તો સામા માણસની વાત સાંભળવાથી પોતાના શાસ્ત્રને દોષથી રહિત અથવા સહિત તેઓ સમજી શકે છે. અન્યથા પોતાના દર્શનમાં દોષ છે કે નહિ – તે તેઓ સમજી શકે નહિ. આવા માણસોની સાથે વાત કરવાથી કોઈ લાભ ન હોવાથી પોતાના શાસ્ત્રના જ્ઞાતાની સાથે વાત કરવાનું અહીં જણાવ્યું છે.
પોતાના શાસ્ત્રના જ્ઞાતા પણ પોતાના દર્શન પ્રત્યે અત્યંત રાગી અને બીજાના દર્શનની પ્રત્યે અત્યંત દ્વેષી ન હોય એવા મધ્યસ્થ હોવા જોઇએ. આવા મધ્યસ્થ આત્માઓને તત્ત્વ સારી રીતે સમજાવી શકાય છે. જ્યાં સુધી તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યાં સુધી સ્વપરદર્શનની પ્રત્યે અનુક્રમે રાગ-દ્વેષ તો હોય પરંતુ તે એવા ઉત્કટ ન હોવા જોઈએ કે જેથી તેને લઇને બીજાની વાત પણ આપણે સમજીને સ્વીકારી ના શકીએ ! મધ્યસ્થ આત્માઓને પોતાના અને બીજાના દર્શન પ્રત્યે અનુક્રમે અત્યંત રાગ અને અત્યંત દ્વેષ હોતો નથી. તેથી સ્વશાસ્ત્રના જ્ઞાતા એવા મધ્યસ્થની સાથે વાત કરવી જોઇએ.
સ્વશાસ્ત્રના જ્ઞાતા અને મધ્યસ્થ આત્માઓ પણ પાપના ભીરુ હોવા જોઇએ. જેથી તેઓ કોઈ વાર બીજાની વાત ન સમજાય તોપણ અસંગત વાતો કરે નહીં. પોતાને સમજાય નહિ; તેથી તેઓ સામા માણસની વાત ન પણ માને પરંતુ પોતે પાપભીરુ હોવાથી જેમ-તેમ બોલતા નથી. આથી જ વાત કરવા માટે સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ એવા પાપભીરુ આત્માઓ જ યોગ્ય છે. આવા સુયોગ્ય આત્માઓની સાથે તત્ત્વના નિર્ણય માટે વાત કરવી જોઈએ. પોતાની વિદ્વત્તા વગેરે પ્રદર્શિત કરવાનો આશય ન હોવો જોઈએ. અન્યથા એવા સુયોગ્ય આત્માઓની સાથેની પણ વાતચીત “ધર્મવાદ' સ્વરૂપ નહીં બને. ઉપર જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રના જ્ઞાતા, મધ્યસ્થ અને પાપભીરુ આત્માઓની સાથે જે કથાપ્રબંધ - વાતચીત તત્ત્વબુદ્ધિથી થાય છે; તેમાં ધર્મની પ્રધાનતા હોવાથી તેને “ધર્મવાદ' કહેવાય છે. ધર્મની પ્રાપ્તિ માટે “ધર્મવાદ' એક અદ્ભુત સાધન છે. એ સાધનની પ્રાપ્તિ માટેની યોગ્યતા માટે; સ્વશાસ્ત્રનું જ્ઞાન, મધ્યસ્થતા અને પાપભીરુતાની અપેક્ષા છે. વાત કરવા માટેની એ યોગ્યતા ન હોય તો વાદી-પ્રતિવાદી : બંન્ને માટે તે વાદ ધર્મની પ્રાપ્તિનું કારણ નહીં બને. ધર્મવાદ ધર્મ માટે છે. I૮-૪ો.
ધર્મવાદની ધર્મપ્રધાનતાને જણાવવા વાદી-પ્રતિવાદીને આશ્રયીને “ધર્મવાદના ફળનું નિરૂપણ કરાય છે– એક પરિશીલન
Page #9
--------------------------------------------------------------------------
________________
वादिनो धर्मबोधादि विजयेऽस्य महत्फलम् ।
आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये ॥८-५॥ वादिन इति-वादिनो विजये सति । अस्य प्रागुक्तविशेषणविशिष्टस्य प्रतिवादिनो धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य बोधः प्रतिपत्तिस्तदादि । आदिनाऽद्वेषपक्षपातावर्णवादादिग्रहः । महदुत्कृष्टं फलं भवति । ततः प्रतिवादिनः सकाशात् पराजये चात्मनोऽधिकृतसाधो मोहस्यातत्त्वादी तत्त्वाद्यध्यवसायलक्षणस्य नाशश्च प्रकट इत्युभयथापि फलवानयमिति भावः ।।८-५।।
ધર્મવાદમાં વાદીનો વિજય થાય તો તે પ્રતિવાદીને ધર્મબોધ વગેરે ફળની પ્રાપ્તિ થાય છે અને પ્રતિવાદી દ્વારા જો વાદીનો પરાજય થાય તો પોતાના(વાદીના) મોહનો નાશ થાય છે - એ સ્પષ્ટ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે જૈનદર્શનના ત્રિકાલાબાધિત સિદ્ધાંતના સુપ્રતિપાદનથી વાદીને ધર્મવાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બને છે. કારણ કે સામે પ્રતિવાદી પણ પૂર્વે જણાવ્યા મુજબ સ્વશાસ્ત્રનો જ્ઞાતા, મધ્યસ્થ અને પાપનો ભીરુ છે તેમ જ તત્ત્વનો અર્થી છે. સત્યનું સારી રીતે કરાયેલું પ્રતિપાદન અને તે પણ સુયોગ્યની પ્રત્યે; તેથી વાદીનો વિજય ખૂબ જ સરળતાથી થાય. પરિણામે પ્રતિવાદીને ધર્મનો બોધ થાય છે. પ્રતિવાદી મધ્યસ્થ અને તત્ત્વનો અર્થી હોવાથી તેને વાદી પ્રત્યે દ્વેષ થતો નથી. પોતાનું દર્શન બરાબર નથી.' - એનું જ્ઞાન થવાથી તેને સ્વદર્શન પ્રત્યે પક્ષપાત રહેતો નથી અને વાદીના (જૈનના) દર્શનની યથાર્થતાની પ્રતીતિ થવાથી તે દર્શનના તે અવર્ણવાદ કરતો નથી. આ રીતે ધર્મવાદમાં વાદીને વિજય પ્રાપ્ત થયે છતે ધર્મબોધ વગેરે સ્વરૂપ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે.
કોઈ વાર વાદીનો પોતાની પ્રતિભા વગેરે કારણે પ્રતિવાદી દ્વારા પરાજય થાય તોપણ પ્રતિવાદી ઉપર જણાવ્યા મુજબ સુયોગ્ય હોવાથી અહંકારાદિ કરતો નથી. તેમ જ વાદી પ્રત્યે તિરસ્કારાદિનો પણ ભાવ ધારણ કરતો નથી. આવી સ્થિતિમાં વાદી પોતાનો પરાજય કેમ થયો? પોતે કઈ ભૂલ કરી?... વગેરેનો સારી રીતે વિચાર કરે છે, જેથી તેને સમજાય છે કે મેં અતત્ત્વમાં તત્ત્વનો અધ્યવસાય કર્યો એટલે પરાજય પામવાનો માટે પ્રસંગ આવ્યો પરંતુ તે અધ્યવસાય બરાબર નથી. આ પ્રમાણે જાણવાથી વાદ કરનાર પૂ. સાધુમહાત્માને પ્રકટ એવો મોહનાશ પ્રાપ્ત થાય છે. અતત્ત્વને તત્ત્વ માનવા સ્વરૂપ મોહના નાશથી વાદીને પરાજય પામવા છતાં મોટો લાભ થાય છે. યોગ્ય આત્માની સાથે વાત કરવાથી ઉપર જણાવ્યા મુજબ બંને રીતે લાભ થાય છે. વાદી અને પ્રતિવાદીને લાભનું કારણ ધર્મવાદ' બને છે. આથી સમજી શકાશે કે ધર્મની પ્રાપ્તિ માટે આત્માની યોગ્યતા : એ મુખ્ય કારણ છે. સ્વપરના કલ્યાણને કરનારી એ યોગ્યતાની કોઈ પણ રીતે ઉપેક્ષા નહિ કરવી જોઇએ. I૮-પા.
ધર્મવાદની પ્રધાનતાને વર્ણવીને તે જ કરવાયોગ્ય છે - તે જણાવાય છે–
૬
વાદ બત્રીશી
Page #10
--------------------------------------------------------------------------
________________
अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना ।
देशाद्यपेक्षयान्योऽपि विज्ञाय गुरुलाघवम् ॥८-६॥ अयमेवेति-तत्तस्मात् तत्त्वज्ञेन तपस्विना । अयमेव धर्मवाद एव विधेयः । अपवादमाह-देशो नगरग्रामजनपदादिः, आदिना कालराजसभ्यप्रतिवाद्यादिग्रहः, तदपेक्षया तदाश्रयणेन । गुरुलाघवं दोषगुणयोरल्पबहुत्वं विज्ञाय । अन्योऽपि विवादः कार्यः ।।८-६।।
“ધર્મવાદ ઉભયને હિતકર હોવાથી દેશાદિની અપેક્ષાએ તપસ્વીએ એ જ કરવો જોઈએ. તેમ જ દોષ અને ગુણની અલ્પાધિકતાનો વિચાર કરી બીજો પણ વાદ કરવો.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ વાદી-પ્રતિવાદીને વિજય કે પરાજય : બંન્ને રીતે ધર્મવાદ લાભનું કારણ બનતો હોવાથી તપસ્વી મહાત્માએ તે જ કરવો જોઈએ. પરંતુ શુષ્કવાદ કે વિવાદ કરવો નહિ. એ પણ દેશ વગેરેને બરાબર જાણીને કરવો જોઈએ. અન્યથા ઉચિત દેશાદિ ન હોય તો તે ધર્મવાદ વગેરે કરવો નહિ – એ અપવાદ છે.
ધર્મવાદને કરતાં પૂર્વે વાદીએ જોવું જોઇએ કે - કયો દેશ છે; કયું નગર છે; કયું ગામ છે; કયો કાળ છે; રાજા કેવો છે; સભ્ય-મધ્યસ્થ કેવા છે અને પ્રતિવાદી કેવો છે જ્યાં વાદ કરવાનો છે તે દેશ, નગર કે ગામ કુતીર્થિઓની અધિકતાવાળું છે કે અલ્પતાવાળું છે તેનો વિચાર કરીને તેની(કીર્થિઓની) અલ્પતાવાળા દેશાદિમાં ધર્મવાદ કરવો. કાળમાં પણ દુષ્કાળ અને સુકાળાદિનો વિચાર કરી ઉચિત કાળે જ વાદ કરવો જોઈએ. જયાં વાદ કરવાનો છે ત્યાંનો રાજા તત્ત્વનો જાણકાર છે કે નહિ; સભ્ય-મધ્યસ્થ, પક્ષપાતથી રહિત છે કે નહિ; પ્રતિવાદી યોગ્ય છે કે અયોગ્ય છે અને વાદી સ્વયં વાદ કરવા માટે સમર્થ છે કે અસમર્થ છે... ઇત્યાદિનો વિચાર કરીને ધર્મવાદ કરવો જોઈએ. રાજા વગેરે અનુકૂળ ન હોય તો ધર્મવાદ નહિ કરવો જોઇએ. અન્યથા “ધર્મવાદનું જે પરિણામ આવવું જોઈએ તે નહિ આવે.
ઉપર જણાવ્યા મુજબ દેશકાળાદિનો વિચાર કરી દોષ અને ગુણની અનુક્રમે અલ્પતા અને બહુલતાને જાણીને અપવાદ વિવાદ પણ કરવો, તેમાં કોઈ દોષ નથી. શુષ્કવાદ માત્ર ન કરવો. કારણ કે તેથી કોઈ જ લાભ નથી. I૮-૬ll
ધર્મવાદ' કરતી વખતે દેશકાળાદિનો વિચાર કરવો જોઈએ એ વાતને સ્પષ્ટ કરવા દષ્ટાંત જણાવાય છે–
अत्र ज्ञातं हि भगवान् यत्स नाभाव्यपर्षदि ।
दिदेश धर्ममुचिते देशेऽन्यत्र दिदेश च ॥८-७॥ अत्रेति-अत्र देशाद्यपेक्षायां ज्ञातमुदाहरणं हि भगवान् श्रीवर्धमानस्वामी । यत् स न अभाव्यपर्षदि प्रथमसमवसरणेऽयोग्यसदसि धर्म दिदेश । अन्यत्र चोचिते प्रतिबोध्यजनकलिते देशे धर्म दिदेश ।।८-७।। એક પરિશીલન
Page #11
--------------------------------------------------------------------------
________________
ધર્મવાદમાં દેશાદિની અપેક્ષા રાખવી જોઇએ : એ વાતમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામી દષ્ટાંતરૂપ છે. અયોગ્ય પર્ષદામાં શ્રી મહાવીરપરમાત્માએ ધર્મદશના ન આપી. બીજે યોગ્ય પર્ષદામાં તેઓશ્રીએ ધર્મદેશના આપી. આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય પ્રતીત છે. શ્રી મહાવીરપરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે પ્રથમ સમવસરણમાં પ્રતિબોધ પામી શકે એવી પર્ષદા ન હોવાથી શ્રી તીર્થંકરપરમાત્માએ ક્ષણવાર જ દેશના આપી. પણ એક પ્રહરની દેશના ન આપી અને બીજે પ્રતિબોધ પામી શકે એવા મનુષ્યોથી યુક્ત પર્ષદા(સભા)માં ભગવંતે દેશના આપી. આથી સ્પષ્ટ છે કે ધર્મદેશના આપતી વખતે દેશ, કાળ અને સભા વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. એવું જો ન હોત તો શ્રી તીર્થંકરપરમાત્માએ એવું કર્યું ન હોત. અન્યત્રની જેમ જ પ્રથમ સમવસરણમાં પણ ક્ષણવાર દેશના આપવાના બદલે એક પ્રહર દેશના આપી હોત. આથી સમજી શકાય છે કે ધર્મદેશના(ધર્મવાદ) કરતી વખતે દેશ, કાળ વગેરેનો વિચાર કરવાનું આવશ્યક છે. I૮-શા હવે ધર્મવાદનો વિષય જણાવાય છે
विषयो धर्मवादस्य धर्मसाधनलक्षणः ।।
स्वतन्त्रसिद्धः प्रकृतोपयुक्तोऽसद्ग्रहव्यये ॥८-८॥ विषय इति-धर्मवादस्य विषयो धर्मसाधनलक्षणः स्वतन्त्रसिद्धः । साङ्ख्यादीनां षष्टितन्त्रादिशास्त्रसिद्धः । असद्ग्रहस्याशोभनपक्षपातस्य व्यये सति, प्रकृतोपयुक्तः प्रस्तुतमोक्षसाधकः । धर्मवादेनैवासद्ग्रहनिवृत्त्या मार्गाभिमुखभावादिति भावः ।।८-८।।
ધર્મવાદ'નો વિષય; સ્વતંત્રપ્રસિદ્ધ ધર્મસાધન સ્વરૂપ છે. અસદ્ગતનો વ્યય(વિગમ) થયે છતે ધર્મવાદનો વિષય મોક્ષસાધક બને છે. આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – પોતપોતાના દર્શનમાં જે જે ધર્મનાં સાધન તરીકે પ્રસિદ્ધ છે; તે તે સ્વરૂપ, ધર્મવાદનો વિષય છે. તે તે ધર્મસાધનોનો યથાર્થ નિશ્ચય કરવા માટે ધર્મવાદ કરવાનો છે. એવા નિર્ણય પૂર્વે “આ જ (સ્વદર્શનપ્રસિદ્ધ જ) બરાબર છે.' - આ પક્ષપાત સારો નથી કહેવાતો. એવા અશોભન પક્ષપાત સ્વરૂપ અસદ્ગતનો વ્યય-વિગમ થયે છતે વાસ્તવિકતાત્ત્વિક પક્ષપાત થાય છે. તેથી ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનો મોક્ષનાં સાધક બને છે. કારણ કે ધર્મવાદથી જ અસદ્ગહની નિવૃત્તિ થવાથી જીવ માર્ગાભિમુખ બને છે. પરિણામે મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.
ધર્મવાદની વિશેષતા છે કે તે અસદ્ગહની નિવૃત્તિ કરાવે છે. અજ્ઞાનાદિના કારણે પોતાના દર્શનને જ સારું માનવાની વૃત્તિ બીજા દર્શનની વાત સાંભળવા પણ પ્રવૃત્ત થવા દેતી ન હતી. ધર્મવાદના કારણે બીજા દર્શનની વાત સારી રીતે સાંભળવાદિમાં આત્મા તત્પર બને છે, જેથી
વાદ બત્રીશી
Page #12
--------------------------------------------------------------------------
________________
જીવની માર્ગ તરફ દૃષ્ટિ પ્રવર્તે છે. અનુક્રમે માર્ગની સંપ્રાપ્તિ થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મવાદ પ્રકૃત-મોક્ષોપયોગી બને છે. I૮-૮. ધર્મવાદના વિષયભૂત ધર્મસાધનોને વર્ણવાય છે
यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः ।
पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥८-९॥ यथेति-यथाऽहिंसादयः, आदिना सूनृतास्तेयबह्यापरिग्रहपरिग्रहः, पञ्च । स्वस्वदर्शने व्रतधर्मयमादिभिः, तथा कुशलधर्माद्यैः पदैः कथ्यन्ते । तत्र महाव्रतपदेनैतानि जैनैरभिधीयन्ते । व्रतपदेन च भागवतैः, यदाहुस्ते–“पञ्च व्रतानि पञ्चोपव्रतानि,” व्रतानि यमाः, उपव्रतानि नियमाः” इति । धर्मपदेन तु पाशुपतैः, यतस्ते दश धर्मानाहु:-“अहिंसा सत्यवचनमस्तैन्यं चाप्यकल्पना । ब्रह्मचर्यं तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ।।१।। सन्तोषो गुरुशुश्रूषा इत्येते दश कीर्तिताः ।” साङ्ख्यासमतानुसारिभिश्च यमपदेनाभिधीयन्ते-“पञ्च यमाः पञ्च नियमाः” तत्र यमाः-“अहिंसा सत्यमस्तैन्यं ब्रह्मचर्यमव्यवहारश्चेति", नियमास्तु-“अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । अप्रमादश्चेति” । कुशलधर्मपदेन च बौद्धैरभिधीयन्ते, यदाहुस्ते-“दशाकुशलानि, तद्यथा-हिंसा स्तेयान्यथाकामं पैशून्यं परुषानृतम् । सम्भिन्नालापं व्यापादमभिध्या दृग्विपर्ययम् ॥१॥ पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेद् । इति” अत्र चान्यथाकामः पारदार्यं, सम्भिन्नालापोऽसम्बद्धभाषणं, व्यापादः परपीडाचिन्तनम्, अभिध्या धनादिष्वसन्तोषः परिग्रह इति यावत्, दृग्विपर्ययो मिथ्याभिनिवेशः, एतद्विपर्ययाच्च दश कुशलधर्मा भवन्तीति । आदिपदाच्च ब्रह्मादिपदग्रहः । एतान्येव वैदिकादिभिर्बह्मादिपदेनाभिधीयन्ते इति ।।८-९॥
અહિંસા, સત્ય વગેરે પાંચ ધર્મસાધનોને પોતપોતાના દર્શનમાં વ્રત, ધર્મ, યમ અને કુશલધર્મ... વગેરે પદો દ્વારા તે તે દાર્શનિકોએ જણાવ્યાં છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ: આ પાંચ ધર્મનાં સાધન છે. દરેક દર્શનકારોને અભિમત એ પાંચેયનું સ્વરૂપ વ્રત, ધર્મ વગેરે પદો દ્વારા તે તે દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં વર્ણવ્યું છે. “અહિંસાદિ પાંચ મહાવ્રતો છે.” એમ કહીને મહાવ્રતો સ્વરૂપે જૈનોએ તેનું વર્ણન કર્યું છે.
અહિંસાદિ પાંચને ભાગવતોએ વ્રત તરીકે વર્ણવ્યાં છે. તેઓ કહે છે કે પાંચ વ્રતો છે અને પાંચ ઉપવ્રતો છે. અહિંસા, સત્ય વગેરે પાંચ યમને વ્રત કહેવાય છે અને શૌચ, સંતોષ, તપ, સઝાય(સ્વાધ્યાય) તથા ઇશ્વરધ્યાન - આ પાંચ નિયમોને ઉપવ્રત કહેવાય છે.
પાશુપતો ધર્મસાધનભૂત અહિંસાદિ પાંચને ધર્મ તરીકે વર્ણવે છે. કારણ કે તેઓએ દશ ધર્મો જણાવ્યા છે. અહિંસા, સત્યવચન, અતૈન્ય(અચૌર્ય), અકલ્પના, બ્રહ્મચર્ય, અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રષા - આ દશ ધર્મો છે. કલ્પનાના અભાવને અકલ્પના
એક પરિશીલન
Page #13
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. અસત્ ખ્યાતિના વિષયને કલ્પના કહેવાય છે. સરળતાને આર્જવ કહેવાય છે. મનવચન-કાયાની પવિત્રતાને શૌચ કહેવાય છે.
સાંખ્યો અને વ્યાસઋષિના મતના અનુયાયીઓએ અહિંસાદિ પાંચને યમ તરીકે વર્ણવ્યા છે. તેઓ એમ જણાવે છે કે કે પાંચ યમ છે; તેમ જ પાંચ નિયમ છે. અહિંસા, સત્ય, અસૈન્ય, બ્રહ્મચર્ય, અવ્યવહાર : આ પાંચ યમ છે. અક્રોધ, ગુરુશુશ્રષા, શૌચ, આહારની લઘુતા તથા અપ્રમાદઃ આ પાંચ નિયમ છે. વ્યવહારના અભાવને અવ્યવહાર કહેવાય છે. આહારની લઘુતા; દ્રવ્ય, પ્રમાણ, રસ અને ટંકની અપેક્ષાએ અલ્પતા સ્વરૂપ છે. એક દ્રવ્ય કે બે દ્રવ્યથી નિર્વાહ થાય તો વધારે દ્રવ્યો વાપરવાં નહિ. એ દ્રવ્ય પણ અલ્પપ્રમાણમાં અને અલ્પરસવાળું વાપરવું. તેમ જ દિવસમાં એક કે બે વાર વાપરવું - એને આહારની લઘુતા કહેવાય છે. નિદ્રા - વિકથાદિના અભાવને અપ્રમાદ કહેવાય છે.
બૌદ્ધોએ આ ધર્મસાધનભૂત અહિંસાદિનું વર્ણન કુશળધર્મ તરીકે કર્યું છે. અકુશલધર્મના અભાવ - વિરુદ્ધ ધર્મ તરીકે કુશળધર્મો પ્રસિદ્ધ છે. અકુશલધર્મને જણાવતાં તેઓએ કહ્યું છે કે હિંસા, સ્તેય, અન્યથાકામ, પૈશુન્ય, પરુષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાદ, અભિધ્યા, દગુવિપર્યય અને પાપકર્મ: આ દશ પ્રકારનાં અકુશલ; મન, વચન અને કાયાથી ત્યજવાં જોઇએ. પરદારાનું સેવન: એને અન્યથાકામ કહેવાય છે. અસંબદ્ધ ભાષણને સંભિન્નાલાપ કહેવાય છે. પરને પીડા ઉપજાવવાની વિચારણાને વ્યાપાર કહેવાય છે. ધનાદિને વિશે અસંતોષ સ્વરૂપ પરિગ્રહને અહીં અભિધ્યા કહેવાય છે. મિથ્યા અભિનિવેશ સ્વરૂપ દવિપર્યય છે અને પરુષાગૃત કઠોર-અસત્ય સ્વરૂપ છે. આ દશ અકુશલના વિપર્યયથી અહિંસા, અસ્તેય વગેરે કુશળધર્મો દશ થાય છે. આ દશ કુશળધર્મોને જ વૈદિકો વગેરે બ્રહ્મ વગેરે પદો દ્વારા જણાવે છે. I૮-૯ો.
ઉપર જણાવ્યા મુજબ અહિંસાદિ ધર્મસાધનોને બધા જ દર્શનકારો તે તે પદો દ્વારા વર્ણવતા હોવાથી બધા જ દર્શનકારો મોક્ષમાર્ગનું નિરૂપણ કરે છે. તેથી તેના નિર્ણય માટે ધર્મવાદની આવશ્યકતા જ નહીં રહે : આ શંકાના સમાધાન માટે જણાવાય છે
मुख्यवृत्त्या क्व युज्यन्ते न वैतानि क्व दर्शने । विचार्यमेतन्निपुणैरव्यग्रेणान्तरात्मना ॥८-१०॥
मुख्येति-एतानि अहिंसादीनि क्व दर्शने युज्यन्ते, क्व वा दर्शने न युज्यन्ते । एतन्मुख्यवृत्त्याऽनुपचारेण निपुणैर्धर्मविचारनिष्णातैर्विचारणीयं । नान्यद्वस्त्वन्तरविचारणे, धर्मवादाभावप्रसङ्गाद् । अव्यग्रेण स्वशास्त्रनीतिप्रणिधानादव्याक्षिप्तेन । अन्तरात्मना मनसा । शास्त्रान्तरनीत्या होकशास्त्रोक्तप्रकाराणामहिंसादीनामप्रयुज्यमानता स्फुटमेव प्रतीयत इति स्वतन्त्रनीतिप्रणिधानेनैव विषयव्यवस्था विचार्यमाणा फलवतीति भावः ।।८-१०॥
૧૦
વાદ બત્રીશી
Page #14
--------------------------------------------------------------------------
________________
“ધર્મસાધનભૂત અહિંસા વગેરે વાસ્તવિક રીતે કયા દર્શનમાં ઘટે છે અને કયા દર્શનમાં ઘટતા નથી - તેનો વિચાર આવ્યગ્ર એવા મન વડે નિપુણજનોએ કરવો જોઈએ.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દરેક દર્શનકારોએ પોતપોતાની રીતે વ્રત, ધર્મ અને યમ વગેરે પદો દ્વારા અહિંસાદિનું વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનમાં વર્ણવેલા અહિંસા વગેરે તે તે દર્શનમાં સંગત છે કે નહિ તે વિચારવું જોઈએ. તે વિચારણાથી ચોક્કસ ખ્યાલ આવશે કે તે અહિંસાદિ કયા દર્શનમાં સંગત છે અને કયા દર્શનમાં સંગત નથી. અને તેથી જે દર્શનમાં તે સંગત નહિ હોય તે દર્શન મોક્ષપ્રાપક નથી તેનો પણ ચોક્કસ ખ્યાલ આવશે.
તે તે દર્શનમાં અહિંસાદિ ઘટે છે કે નહિ તેની વિચારણા; ધર્મની વિચારણા કરવામાં જેઓ નિષ્ણાત છે તેવા નિપુણોએ કરવી જોઈએ. એવા નિપુણ જેઓ નથી તેમને તેવી વિચારણા કરવાનો અધિકાર નથી. અયોગ્ય કે અજ્ઞાનીને આમ પણ કોઈ કામનો અધિકાર તો નથી જ. ધર્મની વિચારણામાં તો કોઈ પણ રીતે તેમને તેવો અધિકાર અપાયો નથી. નિપુણોએ મુખ્યપણે એટલે કે કોઈ પણ પ્રકારના ઉપચાર વિના અહિંસાદિ કયા દર્શનમાં સંગત થાય છે અને કયા દર્શનમાં સંગત થતા નથી; તે વિચારવું જોઈએ. બીજું વિચારવું ના જોઈએ. કારણ કે બીજી વિચારણામાં “ધર્મવાદ'નો સંભવ નથી. અહીં તો ધર્મવાદને અનુલક્ષીને વિચારવાનું છે.
નિપુણ આત્માઓએ તે વિચારણા પણ અવ્યગ્ર મનથી કરવાની છે. પોતે જે દર્શનમાં જણાવેલી અહિંસા... વગેરેની વિચારણા કરવા ધારે છે; તે દર્શનના જ શાસ્ત્રની નીતિ(મર્યાદા)ના પ્રણિધાનપૂર્વક જ તે વિચારણા કરવી જોઇએ. એને જ મનની વ્યગ્રતાનો અભાવ (અવ્યગ્રતા) કહેવાય છે. એક શાસ્ત્રમાં જણાવ્યા મુજબની અહિંસા વગેરે શાસ્ત્રાંતરની નીતિથી સંગત ન થાય : એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેથી પોતાના દર્શનની નીતિના પ્રણિધાનથી જ અહિંસાદિના વિષયની વ્યવસ્થાનો વિચાર કરવો જોઇએ. કારણ કે એવી વિચારણા કરવાથી ચોક્કસપણે ખ્યાલ આવે છે કે અહિંસાદિ તે તે દર્શનમાં સંગત છે કે અસંગત છે. તેથી જ એ વિચારણા સફળ બને છે. જે શાસ્ત્રને આશ્રયીને “અહિંસાદિ ઘટે છે કે નહિ' : એનો વિચાર કરવાનો આરંભ કર્યો હોય ત્યારે તેનો ખ્યાલ આવે એ માટે સ્વશાસ્ત્રને છોડીને બીજા શાસ્ત્રની નીતિથી વિચારણામાં મન જાય નહિ તેવી એકાગ્રતા કેળવી લેવી જોઇએ. સ્વશાસ્ત્રનીતિથી જ વિચારણામાં મન લાગી રહે તો અહિંસાદિના વિષયની વ્યવસ્થામાં તેની સંગતતા કે અસંગતતાનો નિર્ણય કરી શકાશે. ll૮-૧૦ની
ननु स्वतन्त्रनित्यापि धर्मसाधनविचारणे प्रमाणप्रमेयादिलक्षणप्रणयने परतन्त्रादिविचारणमप्यावश्यकमिति व्यग्रताऽनुपरमे कदा प्रस्तुतविचारावसर इत्यत आह
સ્વદર્શનની નીતિને અનુસરીને પણ ધર્મસાધનભૂત અહિંસાદિની વિચારણા કરવામાં “અહિંસાદિ તે તે દર્શનમાં ઘટી શકે છે કે નથી ઘટતાં’ - તેનો નિર્ણય થઈ શકે છે પરંતુ તેનો
એક પરિશીલન
Page #15
--------------------------------------------------------------------------
________________
નિર્ણય કરવામાં પ્રમાણ, પ્રમેય અને વ્યવહાર વગેરેનાં લક્ષણોનો (સ્વરૂપોનો) પણ વિચાર કરવો જોઇએ. તેથી એ રીતે પરતંત્ર અને સ્વતંત્ર વગેરેની વિચારણા આવશ્યક બનતી હોવાથી મનની વ્યગ્રતા તો રહેવાની, અટકવાની નહિ. આવી સ્થિતિમાં ધર્મસાધનની વિચારણા માટે અવસ૨ ક્યારે આવશે ? - આ શંકાનું સમાધાન કરવા જણાવાય છે—
प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥८-११॥
प्रमाणेति -प्रमाणं प्रत्यक्षादि तस्य लक्षणं स्वपराभासिज्ञानत्वादि तदादेः । आदिना प्रमेयलक्षणादिग्रहः । तस्य तु धर्मसाधनविषये कश्चनोपयोगो नास्ति । अयमभिप्रायः - प्रमाणलक्षणेन निश्चितमेव प्रमाणमर्थग्राहकमिति तदुपयोग इति, न चायं युक्तः, यतस्तल्लक्षणं निश्चितमनिश्चितं वा स्याद् ? आद्ये किमधिकृतप्रमाणेन प्रमाणान्तरेण वा ? । यदि तेनैव तदेतरेतराश्रयः, अधिकृतप्रमाणाल्लक्षणनिश्चयस्तन्निश्चयाच्चाधिकृतप्रमाणनिश्चय इति । यदि च प्रमाणान्तरेण तन्निश्चयस्तदाह तन्निश्चये प्रमाणान्तरेण तल्लक्षणनिश्चयेऽनवस्थानात्तन्निश्चायकप्रमाणेऽपि प्रमाणान्तरापेक्षाऽविरामात् । यदि च प्रमाणान्तरेणानिश्चितमेव लक्षणं प्रमाणनिश्चये उपयुज्यते इतीष्यते, तदाह- अन्यथाऽन्यतोऽनिश्चितस्य लक्षणस्योपयोगेऽर्थस्थितेरन्यतोऽ निश्चितेनैव प्रमाणेनार्थसिद्धेः । तदुक्तं हरिभद्राचार्येण - " प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात्कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः || १ || सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चितेः । तत एवाविनिश्चित्य तस्योक्तिर्ध्यान्ध्यमेव हि || २ ||” इत्थमत्र प्रमाणलक्षणादेरनुपयोगः समर्थितः । इयमेव सिद्धसेनसम्मत्या दृढयन्नाह-यत इति, यत आह वादी सिद्धसेन इत्यर्थः ।।८-११।।
“ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ ઉપયોગ નથી. કારણ કે પ્રમાણના લક્ષણનો પ્રમાણાંતરથી નિશ્ચય કરવામાં અનવસ્થા આવે છે. અને પ્રમાણના લક્ષણનો નિશ્ચય કર્યા વિના તે ધર્મસાધનનો નિર્ણય કરે છે એમ માનવામાં આવે તો પ્રમાણના લક્ષણાદિના નિર્ણય વિના પણ ધર્મસાધનના વિષયની સિદ્ધિ થઇ શકે છે. ઉભય રીતે ધર્મસાધનના વિષયમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ ઉપયોગ નથી.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે— “ધર્મસાધનભૂત અહિંસાદિની તે તે દર્શનને અનુસરી વિચારણા માટે તે તે દર્શનમાં જણાવેલા પ્રમાણલક્ષણાદિનો વિચાર કરવો જોઇએ. અન્યથા એ વિચારણા પ્રામાણિક નહીં મનાય આ પ્રમાણેની શંકાકારની વાતના સમાધાનમાં જણાવ્યું છે કે પ્રમાણલક્ષણાદિની વિચારણાનો કોઇ ઉપયોગ અહીં નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ વગેરે પ્રમાણ છે. તેનું લક્ષણ ‘સ્વપરવ્યવસાયિ જ્ઞાન' સ્વરૂપછે. પોતાને અને સ્વભિન્નપરને જણાવવાનાસ્વભાવવાળા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. સ્વપરવ્યવસાયિજ્ઞાનત્વ... વગેરે પ્રમાણનાં લક્ષણો છે. જ્ઞાનના વિષયને
વાદ બત્રીશી
૧૨
-
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રમેય કહેવાય છે, જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્વરૂપ છે. તેના પણ ગુણપર્યાયવ દ્રવ્યમ્... ઇત્યાદિ અનેકાનેક લક્ષણો છે. પ્રમાણલક્ષણ અને પ્રમેયલક્ષણોની વિચારણા કરવાનું અહીં આવશ્યક નથી.
તાત્પર્ય એ છે કે પ્રમાણના લક્ષણ વડે નિશ્ચિત જ પ્રમાણ અર્થગ્રાહક બને તો ચોક્કસ જ પ્રમાણના લક્ષણનો અહીં ઉપયોગ રહે; પરંતુ તે યુક્ત નથી. કારણ કે પ્રમાણનો નિશ્ચય કરાવનારું જે પ્રમાણલક્ષણ છે; તે પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે – આ બે વિકલ્પ છે. એમાં એ પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે – એ પ્રથમ વિકલ્પ માની લેવામાં આવે તો એમાં પણ બે વિકલ્પ છે. પ્રમાણનું લક્ષણ અધિકૃતપ્રમાણથી નિશ્ચિત છે કે પછી પ્રમાણાતેરથી નિશ્ચિત છે? પ્રમાણનું લક્ષણ અધિકૃત (લક્ષ્યભૂત તે જ) પ્રમાણથી નિશ્ચિત છે એમ કહેવામાં આવે તો “ઇતરેતરાશ્રય' દોષ આવે છે. કારણ કે પ્રમાણના લક્ષણથી પ્રમાણનો નિશ્ચય અને પ્રમાણનિશ્ચયથી પ્રમાણના લક્ષણનો નિશ્ચય - આ રીતે એકબીજાના નિશ્ચયથી એકબીજાનો નિશ્ચય કરવામાં ઇતરેતરાશ્રય દોષ આવે છે. તેના પરિહાર માટે એમ કહેવામાં આવે કે
પ્રમાણના લક્ષણનો નિશ્ચય; તે પ્રમાણથી બીજા પ્રમાણ વડે થાય છે.' તો અનવસ્થાદોષનો પ્રસંગ આવશે. કારણ કે પ્રમાણલક્ષણના નિશ્ચાયક પ્રમાણના નિશ્ચય માટે પ્રમાણમાંતરની અપેક્ષાનો અંત નહીં આવે. પૂર્વ પૂર્વ પ્રમાણના નિશ્ચય માટે ઉત્તરોત્તર પ્રમાણની અપેક્ષા અવિરતપણે ચાલ્યા કરશે, તેનો વિરામ નહિ થાય.
એ અનવસ્થાનો પરિહાર કરવા માટે એમ જણાવવામાં આવે કે પ્રમાણના નિશ્ચય માટે પ્રમાણના લક્ષણનો ઉપયોગ છે. પરંતુ પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણમાંતરની અપેક્ષા નથી. અર્થાત્ પ્રમાણાંતરથી અનિશ્ચિત લક્ષણ(પ્રમાણલક્ષણ) જ પ્રમાણનો નિશ્ચય કરાવે છે. તેથી સ્વતઃ નિશ્ચિત પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. તે જણાવતાં શ્લોકના છેલ્લા પાદમાં જણાવ્યું છે કે – અનિશ્ચિત (પ્રમાણાંતરથી અનિશ્ચિત) એવા લક્ષણથી જ પ્રમાણની સિદ્ધિ થતી હોય તો પ્રમાણથી અન્ય (લક્ષણાદિ) દ્વારા અનિશ્ચિત પ્રમાણથી ધર્મસાધનભૂત અહિંસાદિ સ્વરૂપ અર્થની સિદ્ધિ થઈ શકે છે. તેથી પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ નથી.
ઉપર જણાવેલી વાત અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રમાણનું લક્ષણ પ્રમાણથી નિશ્ચિત કરીને જણાવાય છે કે નિશ્ચિત કર્યા વિના જણાવાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ઇતરેતરાશ્રય અથવા અનવસ્થા દોષનો પ્રસંગ આવશે. અને બીજા પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો જે પોતે જ લક્ષણથી લક્ષિત (વિનિશ્ચિત) નથી એવા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો વિનિશ્ચય ન્યાયસંગત (યુક્તિયુક્ત) કઈ રીતે બને ? આમ છતાં પ્રમાણના લક્ષણનો તેવા (અલક્ષિત) પ્રમાણથી વિનિશ્ચય થતો હોય તો પ્રમાણના લક્ષણના વચનનું શું પ્રયોજન
એક પરિશીલન
૧૩
Page #17
--------------------------------------------------------------------------
________________
છે? (અર્થાતુ કોઈ નથી.) કારણ કે પ્રમાણના નિશ્ચય વિના જો પ્રમાણલક્ષણનો વિનિશ્ચય થાય છે તો પ્રમાણલક્ષણના વિનિશ્ચય વિના પણ વિષય(ધર્મસાધનાદિ)નો વિનિશ્ચય થઈ જ જશે. તેથી પ્રમાણનો નિર્ણય કર્યા વિના પ્રમાણના લક્ષણનું નિર્વચન કરવું તે બુદ્ધિનું આંધળાપણું છે. આ રીતે અષ્ટકપ્રકરણમાં પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ નથી' – આ વાતનું સમર્થન કરાયું छ. मा वातनी ४ दृढतानुं संपाइन ४२१. सोभा 'यतः' मा पर्नु उपाहान छ. तनो अर्थ એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધર્મસાધનભૂત અહિંસાદિની વિચારણા માટે પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ ન હોવાથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ આ પ્રમાણે કહ્યું છે. (જે આગળના सोथी ४९॥वाय छे.) ॥८-११॥ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ જે જણાવ્યું છે તે જણાવાય છે
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥८-१२॥
प्रसिद्धानीति-प्रसिद्धानि लोके स्वत एव रूढानि, न तु प्रमाणलक्षणप्रणेतृवचनप्रसाधनीयानि । प्रमाणानि प्रत्यक्षादीनि । तथा व्यवहरणं व्यवहारः नानपानदहनपचनादिका क्रिया । चशब्दः प्रसिद्धत्वसमुच्चयार्थः । तत्कृतः प्रमाणप्रसाध्यः प्रमाणलक्षणाप्रवीणानामपि गोपालबालाबलादीनां तथाव्यवहारदर्शनात् । ततश्च प्रमाणलक्षणस्याविसंवादिज्ञानं प्रमाणमित्यादेरुक्तौ प्रतिपादने । ज्ञायते उपलभ्यते न नैव प्रयोजनं फलं । 'वर्तते नेति' वक्तव्ये 'ज्ञायते नेति' यदुक्तमाचार्येण तदतिवचनपारुष्यपरिहारार्थं । यस्त्वत्रायमुदयनस्योपालम्भः'-ये तु प्रमाणमेव सर्वस्य व्यवस्थापकं, न तु लक्षणं, तदपेक्षायामनवस्थेत्याहुस्तेषां “निन्दामि च पिबामि चेति” न्यायापातः । यतोऽव्याप्त्यतिव्याप्तिपरिहारेण तत्तदर्थव्यवस्थापकं तत्तद्व्यवहारव्यवस्थापकं च प्रमाणमुपाददते तदेव तु लक्षणम् । 'अनुवादः स' इति चेदस्माकमप्यनुवाद एव, न ह्यलौकिकमिह किञ्चिदुच्यते । न चानवस्था वैद्यके रोगादिलक्षणवढ्याकरणादौ शब्दादिवच्च व्यवस्थोपपत्तेः, तत्रापि संमुग्धव्यवहारमाश्रित्य लक्षणैरेव व्युत्पादनादिति” । स त्वत्र न शोभते, यतो वयं प्रमाणस्यार्थव्यवस्थापकत्वे व्यवहारव्यवस्थापकत्वे वा लक्षणं न प्रयोजकमिति बूमो न तु सर्वत्रैव तदप्रयोजकमिति । समानासमानजातीयव्यवच्छेदस्य तदर्थस्य तत्र तत्र व्यवस्थितत्वात् । सामान्यतो व्युत्पन्नस्य तच्छास्त्रादधिकृतविशेषप्रतीत्यपर्यवसानेनानवस्थाभावात् केवलं केवलव्यतिरेक्येव लक्षणमिति नादरः, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितरित्यन्यत्र विस्तरः । वस्तुतो धर्मवादे लक्षणस्य नोपयोगः, स्वतन्त्रसिद्धाहिंसादीनां तादृशधर्मान्तरसंशयजिज्ञासाविचारद्वारकतत्त्वज्ञानेनासद्ग्रहनिवत्तेः । अन्यथैवोपपत्तेरितरभिन्नत्वेन ज्ञानस्य तत्साध्यस्यात्रानुपयोगात्संमुग्धज्ञानेनैव कार्यसिद्धिरित्यत्र तात्पर्यम् ।।८-१२।।
“પ્રત્યક્ષ વગેરે પ્રમાણો પ્રસિદ્ધ છે. તેમ જ પ્રમાણાદિથી કરાતો સ્નાન - પાનાદિ વ્યવહાર (प्रवृत्ति) ५५। प्रसिद्ध छे. प्रभासन निर्वयनkो प्रयो४ तुं नथी." - मा प्रभारी
વાદ બત્રીશી
Page #18
--------------------------------------------------------------------------
________________
બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણો જગતમાં પ્રસિદ્ધ છે. તે સ્વતઃ (સ્વભાવથી) જ રૂઢ થયેલાં છે. પ્રમાણનું લક્ષણ કરનારા શાસ્ત્રકારશ્રીનાં વચનોથી પ્રત્યક્ષાદિ પ્રમાણો સિદ્ધ કરાયેલાં નથી. તેમ જ સ્નાન, પાન, દહન (સળગાવવું) રાંધવું વગેરે ક્રિયા સ્વરૂપ વ્યવહાર પણ સ્વયં પ્રસિદ્ધ છે. કારણ કે પ્રમાણલક્ષણને વિશે જેઓ પ્રવીણ નથી એવા ગોવાળિયા, બાળકો અને સ્ત્રીઓ વગેરે લોકો પણ તેવા પ્રકારના સ્નાન – પાન વગેરેનો વ્યવહાર સારી રીતે કરે છે. આથી સમજી શકાય છે કે પ્રમાણના લક્ષણ વિના જ પ્રત્યક્ષાદિ પ્રમાણો અને તેનાથી થતા સ્નાન - પાન, દહન કે પચન વગેરે સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેથી પ્રમાણના લક્ષણ “અવિસંવાદી જ્ઞાનને પ્રમાણ કહેવાય છે....... ઇત્યાદિનું કોઈ જ પ્રયોજન દેખાતું નથી.
યદ્યપિ આ રીતે પ્રમાણના લક્ષણનું કોઈ જ પ્રયોજન ન હોય તો પૂ. આચાર્યભગવંતે આ શ્લોકમાં “જ્ઞાથ ન' ના સ્થાને (“જણાતું નથી’ના બદલે) વર્તતે ર (અર્થાત્ પ્રયોજન નથી) – આ પ્રમાણે કહેવું જોઈએ; પરંતુ તે પ્રમાણે (વર્તત ) કહેવાથી અત્યંત પરુષ - કઠોર વચનનો પ્રયોગ થાય છે. તેથી તેવો પ્રયોગ કર્યા વિના “જ્ઞાયતે પ્રયોગન” આવો પ્રયોગ કર્યો છે. જેથી અત્યંત કઠોરતાનો પરિહાર થાય છે. અયોગ્ય વસ્તુનું નિરાકરણ કરતી વખતે પણ વચનની અત્યંત પરુષતા થાય નહિ એનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. પ્રતિકાર કરવાનો હોવાથી થોડી પરુષતા તો રહેવાની જ. પરંતુ તેની માત્રા વધવી ના જોઈએ - તે આ શ્લોકથી સારી રીતે જણાવ્યું છે, જે કોઈ પણ રીતે વિસ્મરણીય નથી.
આ વિષયમાં અહીં શ્રી ઉદયનાચાર્ય (“ન્યાયકુસુમાંજલિ' ઇત્યાદિન્યાયગ્રંથોના રચયિતા) ઉપાલંભ આપતાં જણાવ્યું છે કે – જેઓ પ્રમાણને જ સર્વ વસ્તુની વ્યવસ્થાને કરનારું માને છે અને પ્રમાણના લક્ષણને સર્વ અર્થનું વ્યવસ્થાપક માનતા નથી, કારણ કે અર્થની વ્યવસ્થા માટે પ્રમાણલક્ષણની અપેક્ષા રાખીએ તો પૂર્વે (શ્લોક નં. ૧૧માં) જણાવ્યા મુજબ અનવસ્થા આવે છે; તેઓ માટે નિમિત્ત રિવામિ - અર્થાત્ હું (મદિરાદિન) નિંદું છું અને પીઉં છું – આ ન્યાય પ્રાપ્ત થાય છે. કારણ કે અર્થના વ્યવસ્થાપક પ્રમાણભૂત જ્ઞાનને કે લક્ષણને સ્વીકારતી વખતે અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ વગેરે દોષનો તેઓ પરિહાર કરે છે. નિર્દોષ એવા જ પ્રમાણને અને લક્ષણને અર્થવ્યવસ્થાપક તરીકે માને છે. તાદશ અવ્યાપ્તિ વગેરે દોષથી જે શૂન્ય છે તેને જ તો લક્ષણ કહેવાય છે. આ રીતે, “લક્ષણનો ઉપયોગ નથી.” - એમ કહીને નિંદા કરે છે અને અર્થવ્યવસ્થાપના માટે તેનો સ્વીકાર કરે છે. નિંદિતનો સ્વીકાર કરવાથી ઉપર જણાવેલો “નિવામિ વિવામિ ૨' - આ ન્યાય પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે મિથ્યાજ્ઞાનાદિને લઈને પ્રમાણભૂત પ્રવૃત્તિ કોઈ કરતું નથી. મિથ્યાજ્ઞાનથી જન્ય જે પ્રવૃત્તિ છે; તે ફળને પ્રાપ્ત કરાવનારી બનતી નથી. પ્રવૃત્તિજન્ય ફળને પ્રાપ્ત કરવા
એક પરિશીલન
૧૫
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રમાણભૂત પ્રવૃત્તિ કરવી જોઈએ, જે પ્રમાણભૂત જ્ઞાનથી એટલે કે ફળની પ્રત્યે અવ્યભિચારી એવા જ જ્ઞાનથી શક્ય બને છે. તે જ્ઞાન અવિસંવાદી(ચોક્કસપણે ફળને પ્રાપ્ત કરાવનારું) હોય છે. વિસંવાદી જ્ઞાન વ્યભિચારી હોય છે. તેને લઈને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનની વિસંવાદિતાનો - (વ્યભિચાર-અતિવ્યાતિનો) પરિહાર કરવાનું જરૂરી છે. આવી જ રીતે વસ્તુના યથાર્થ જ્ઞાન માટે તેનું લક્ષણ ઉપયોગી બને છે. એ લક્ષણ જો અવ્યાપ્તિદોષથી (લક્ષ્યભૂત એક દેશમાં નહિ રહેવા સ્વરૂપ દોષથી) યુક્ત હોય તો તે વસ્તુના યથાર્થજ્ઞાનને કરાવનારું નહિ બને. (દા.ત. શ્વેતરૂપાદિના કારણે ગાયસામાન્યનું યથાર્થ જ્ઞાન નહિ થાય.) તે તે શબ્દપ્રયોગાદિ સ્વરૂપ સમગ્રવ્યવહારનું પ્રયોજક લક્ષણ હોય છે. એમાં અવ્યાતિ વગેરે દોષોનો પરિહાર કરવાનું આવશ્યક છે. અન્યથા પ્રામાણિક વ્યવહાર નહિ થાય. આથી સમજી શકાશે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાન અને વ્યવહારપ્રયોજક લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ વગેરેનો પરિહાર કરવાનું આવશ્યક છે. આ રીતે લક્ષણનો ઉપયોગ કરાય છે અને લક્ષણનો ઉપયોગ નથી - એમ કહેવાય છે, જે “નિન્જામિ દ પિવન ' આ ન્યાયને ઉચિત છે.
આ વિષયમાં એમ કહેવામાં આવે કે અર્થવ્યવસ્થાપક જ્ઞાનમાં અને સર્વ શબ્દપ્રયોગાદિસ્વરૂપ વ્યવહારપ્રયોજક લક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અવ્યાતિ વગેરે દોષોનો પરિહાર પણ નિસર્ગથી જ થતો હોય છે. લક્ષણાદિના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના એ પ્રસિદ્ધ છે. “આ રજત છે.” - એમ સમજીને તેને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કર્યા પછી જ્યારે તે પ્રાપ્ત ન થાય ત્યારે તે જ્ઞાન સાચું ન હતું - એ સમજાય છે. તે વખતે અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે... ઇત્યાદિ પ્રમાણલક્ષણના જ્ઞાનની આવશ્યકતા હોતી નથી. જગતમાં જે પ્રસિદ્ધ છે તેને જણાવીને માત્ર અનુવાદ જ શાસ્ત્ર કરે છે. એ દૃષ્ટિએ પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ નથી – એમ કહીએ છીએ. આના પ્રત્યુત્તરમાં તૈયાયિકો પણ એમ જ કહે છે કે અમે પણ અનુવાદ જ કરીએ છીએ. લોકમાં જે પ્રસિદ્ધ નથી એવી કોઈ જ અલૌકિક વાત અમે જણાવતા નથી. પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ પ્રસિદ્ધના અનુવાદ માટે છે.
પ્રમાણનું જે લક્ષણ કરાય છે તેના નિર્ણય માટે પ્રમાણાંતરની અપેક્ષા છે કે નહિ.. ઇત્યાદિ જણાવીને પૂર્વે જે અનવસ્થાના દોષનો પ્રસંગ જણાવ્યો હતો તે પણ બરાબર નથી. કારણ કે જેમ વૈદ્યક શાસ્ત્રો લોકમાં પ્રસિદ્ધ એવા રોગાદિનાં લક્ષણોનું નિરૂપણ કરે છે અને વ્યાકરણશાસ્ત્રો જેમ લોકમાં પ્રસિદ્ધ એવા શબ્દોનું નિરૂપણ કરે છે ત્યાં પ્રમાણમાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો વિષય મનાતો નથી, ત્યાં પણ સંમુગ્ધ - (જેમને વૈદ્યકશાસ્ત્ર કે વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન નથી તેવા) - જનોના વ્યવહારને આશ્રયીને રોગાદિનાં તે તે લક્ષણો દ્વારા બીજા જીવોને સમજાવવામાં આવે છે. એવી જ રીતે અહીં પણ પ્રમાણલક્ષણાદિ દ્વારા લોકમાં પ્રસિદ્ધ
૧૬
વાદ બત્રીશી
Page #20
--------------------------------------------------------------------------
________________
અર્થવ્યવસ્થા જણાવાય છે. તેથી પ્રમાણલક્ષણાદિને જણાવવાનું કોઈ પ્રયોજન જણાતું નથી – એ કહેવું યુક્ત નથી - આ પ્રમાણે ઉદયનાચાર્યે ઉપાલંભ આપ્યો છે.
એ ઉપાલંભ યોગ્ય નથી. કારણ કે પ્રમાણથી અર્થવ્યવસ્થાપનામાં અને વ્યવહારની વ્યવસ્થાપનામાં લક્ષણનું કોઈ પ્રયોજન નથી - આ પ્રમાણે અમારું કહેવું છે. સર્વથા પ્રમાણલક્ષણાદિનું કોઈ જ પ્રયોજન નથી આ પ્રમાણે કહેવાનું તાત્પર્ય નથી. કારણ કે સમાનજાતીય (વિસંવાદી જ્ઞાનાદિ સ્વરૂપ પ્રમાણાભાસાદિ) અને અસમાનજાતીય(ઘટપટાદિ)નો વ્યવચ્છેદ કરવા માટે લક્ષણ છે – એવી વ્યવસ્થા તે તે ગ્રંથમાં જણાવી છે. વિસંવાતિ જ્ઞાન પ્રમાણમ.. ઇત્યાદિ પ્રમાણના લક્ષણથી વિસંવાદિ જ્ઞાનમાં અને ઘટપટાદિમાં પ્રામાણ્યનો વ્યવચ્છેદ થાય છે, જે લક્ષણનું પ્રયોજન છે. આથી લક્ષણનું કોઈ જ પ્રયોજન નથી એમ કહેવાનું અહીં તાત્પર્ય નથી... ઇત્યાદિ સમજી શકાય છે.
સમાનજાતીય અને અસમાનજાતીયનો વ્યવચ્છેદ કરનાર લક્ષણનું લક્ષણ; પછી એનું લક્ષણ... ઇત્યાદિ ક્રમે અનવસ્થા દોષનો પ્રસંગ તો અહીં પણ છે જ.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સામાન્યથી જેને તે તે પદાર્થોનું જ્ઞાન છે; તેને તે શાસ્ત્રથી અધિકૃત પદાર્થની વિશેષ પ્રતીતિ(જ્ઞાન) થઈ ગયા પછી જિજ્ઞાસા શાંત થતી હોવાથી અનવસ્થાદોષનો પ્રસંગ રહેતો નથી. વૈદ્યકશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રથી રોગાદિ લક્ષણો વગેરેનું અને યથાર્થશબ્દપ્રયોગાદિનું જ્ઞાન થયે છતે જેમ જિજ્ઞાસા શાંત થવાથી અનવસ્થાદોષનો પ્રસંગ આવતો નથી તેમ અહીં પણ અનવસ્થાનો અભાવ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંમુગ્ધ જનોને અર્થની વ્યવસ્થા માટે પ્રમાણની આવશ્યકતા હોય છે, પ્રમાણના લક્ષણની આવશ્યકતા હોતી નથી. પ્રમાણનું લક્ષણ કર્યું છે?' આવી જિજ્ઞાસા જેને હોય છે, તે સામાન્યથી વ્યુત્પન્ન હોય છે. તેવા આત્માઓને શાસ્ત્રથી પ્રમાણલક્ષણનું વિશિષ્ટ જ્ઞાન થવાથી તેમની જિજ્ઞાસા શાંત થાય છે. તેથી જિજ્ઞાસાના અભાવમાં અનવસ્થાનો પ્રસંગ આવતો નથી.
પરંતુ, લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે એ વાતમાં અમે સંમત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષણથીQતરભેદનું જ્ઞાન કરાવવાનું હોય છે. પૃથ્વી, જલાદિ દ્રવ્ય અને ગુણાદિ પદાર્થ સ્વરૂપ નથી; જલાદિથી ભિન્ન છે. કારણ કે પૃથ્વી ગંધવતી છે. (જે જે ગંધવદ્ હોય છે તે તે ઘટાદિ, જલાદિથી ભિન્ન છે.) જયાં જયાં ગંધવત્ત્વછે ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ભિન્નત્વ છે. આ અન્વયવ્યાપ્તિ માટે કોઇ દષ્ટાંત નથી. કારણ કે પૃથ્વીમાત્ર પક્ષ છે. જ્યાં જ્યાં ગંધનો અભાવ છે (જલાદિમાં); ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ના ભેદનો અભાવ છે. દા.ત. જલાદિ. આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ માટે જ દષ્ટાંત પ્રાપ્ત થાય છે. અન્વયદષ્ટાંતથી રહિત એવું વ્યતિરેકદષ્ટાંતથી સહિત ગંધવત્ત્વસ્વરૂપ લક્ષણ કેવલવ્યતિરેકી છે. સ્વતરભેદને સિદ્ધ કરવા માટે એ રીતે લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે - આવું નૈયાયિકો કહે છે. પરંતુ પદાર્થનું પ્રમેયત્વ, શેય–વગેરે કેવલાન્વયી લક્ષણ પ્રસિદ્ધ હોવાથી
એક પરિશીલન
Page #21
--------------------------------------------------------------------------
________________
કેવલવ્યતિરેકી જ લક્ષણ હોય છે - આ વાતનો અહીં આદર કરાયો નથી. આ વિષયમાં અધિક વર્ણન અન્યત્ર કર્યું છે. એ જાણવાની ઇચ્છાવાળાએ ત્યાંથી જાણી લેવું જોઇએ.
વસ્તુતઃ ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી. સર્વત્ર પ્રમાણલક્ષણના ઉપયોગના નિષેધમાં અહીં તાત્પર્ય નથી. કારણ કે અસગ્રહની નિવૃત્તિ માટે ધર્મવાદ છે. પ્રમાણના લક્ષણ વિના પણ અસદ્ગહની નિવૃત્તિ થઈ જતી હોય છે. ષષ્ટિમંત્રાદિ પોતપોતાના શાસ્ત્રમાં જણાવેલા અહિંસાદિની વ્યવસ્થા કરતી વખતે તે તે શાસ્ત્રોમાં તેની સાથે વર્ણવેલા એકાંતનિત્યત્વ, પરિણામિત્વ કે ભિન્નત્વાદિ જે બીજા ધર્મો છે તે સંગત છે કે અસંગત છેઇત્યાદિ સંશયના કારણે અને તે તે ધર્મના કારણે તે તે શાસ્ત્રનિરૂપિત અહિંસાદિ ધર્મોની વ્યવસ્થા કઈ રીતે સંગત થાય... ઇત્યાદિ જિજ્ઞાસાના કારણે જે વિચારણા થાય છે તેનાથી અસહ્વાહની નિવૃત્તિ માટે ઉપયોગી એવા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેથી અહિંસાદિ ધર્મના વિષયમાં અસદ્ગહ રહેતો નથી. કારણ કે એકાંતનિત્યસ્વાદિ ધર્મની સાથે તે અહિંસાદિનું સ્વરૂપ વગેરે સુસંગત નથી - તે સમજાય છે. આ રીતે એકાંતનિત્યત્વાદિ ધર્મ માનવાનો અસંધ્રહ નિવૃત્ત થાય છે. તેમાં લક્ષણથી સિદ્ધ કરાતા સ્વરભેદજ્ઞાનની અપેક્ષા રહેતી નથી. સામાન્ય રીતે આત્મા વગેરે પદાર્થોના;
સ્વતર(અજવાદિ)ભિન્નત્વ સ્વરૂપે જ્ઞાન માટે લક્ષણનો ઉપયોગ હોય છે. પરંતુ તેના ઉપયોગ વિના જ ઉપર જણાવ્યા મુજબ તે તે જીવાદિ પદાર્થોનું જ્ઞાન સંમુગ્ધ(લોકપ્રસિદ્ધ) જ્ઞાનથી જ થઈ જાય છે. તેથી ધર્મવાદમાં લક્ષણનો કોઈ ઉપયોગ નથી - એ સ્પષ્ટપણે સમજી શકાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે આ શ્લોકનો પરમાર્થ સમજવા માટે થોડી દાર્શનિક પરિભાષા સમજી લેવાનું આવશ્યક છે. ધર્મવાદના નિરૂપણમાં પ્રસંગથી નીકળેલી પ્રમાણલક્ષણાદિની ચર્ચા આપણને બિનજરૂરી લાગે તે બનવાજોગ છે. પરંતુ ધર્મવાદથી જ્યારે અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય કરવાનો હોય ત્યારે પ્રમાણલક્ષણાદિની વધુ પડતી ચિંતામાં સમય ગુમાવીને મૂળભૂત વસ્તુની વિચારણા રહી ના જાય એ કહેવાનું અહીં મુખ્ય તાત્પર્ય છે. સામાન્ય સમજણ અને સરળતાથી લોકમાં સુપ્રસિદ્ધ એવી વાતો ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. એ માટે પ્રમાણ - લક્ષણાદિની વિચારણા આવશ્યક જણાતી નથી. એના વિના પણ અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય લોકના વ્યવહારાદિથી કરી શકાય છે, જે આ પૂર્વે ઉપર જણાવ્યું છે જ. સામાન્ય જનો જે રીતે લક્ષણાદિના જ્ઞાન વિના પ્રમાણ અને તેનાથી કરાતી ક્રિયાઓમાં પ્રવર્તે છે તેમ ધર્મવાદથી પણ લક્ષણાદિના જ્ઞાન વિના અહિંસાદિ ધર્મની વ્યવસ્થા કરી શકાય છે... એટલું જણાવવાનું અહીં તાત્પર્ય છે. પ્રમાણલક્ષણાદિનો સર્વથા ઉપયોગ નથી : એ પ્રમાણે જણાવવાનું અહીં તાત્પર્ય ન હોવાથી ઉદયનાચાર્યે આપેલો ઉપાલંભ અહીં શોભતો નથી. II૮-૧રી
नन्वर्थनिश्चयार्थमेव लक्षणोपयोगः, तेन ज्ञानप्रामाण्यसंशयनिवृत्तौ तन्मूलार्थसंशयनिवृत्त्याऽर्थनिश्चयसिद्धेरित्याशङ्कायामाह
૧૮
વાદ બત્રીશી
Page #22
--------------------------------------------------------------------------
________________
અર્થનિશ્ચય માટે જ લક્ષણનો ઉપયોગ છે. જે જ્ઞાનથી અર્થનો નિર્ણય કરવાનો છે તે જ્ઞાન પ્રમાણભૂત હોવું જોઈએ. એ જ્ઞાનના પ્રામાણ્યમાં જ શંકા થાય તો તેનાથી અર્થનો સંશય થશે, અર્થનો નિશ્ચય નહીં થાય. લક્ષણથી જ્ઞાનના પ્રામાણ્યવિષયક સંશય દૂર થવાથી અર્થવિષયક સંશય પણ દૂર થાય છે, જેથી અર્થના નિર્ણયની સિદ્ધિ થાય છે. આ રીતે અર્થનિર્ણય માટે લક્ષણનો ઉપયોગ હોવાથી ધર્મવાદમાં પ્રમાણાદિના લક્ષણનો કોઈ ઉપયોગ નથી.” આ કહેવાનું ઉચિત નથી - આ શંકાનું સમાધાન કરાય છે
न चार्थसंशयापत्तिः प्रमाणेऽतत्त्वशङ्कया ।
तत्राप्येतदविच्छेदा त्वभावस्य साम्यतः ॥८-१३॥ न चेति-न च प्रमाणेऽतत्त्वशङ्कयाऽप्रामाण्यशङ्कया अर्थसंशयापत्तिः । लक्षणं विनेति गम्यं । तत्रापि प्रमाणलक्षणेऽपि । एतदविच्छेदादप्रामाण्यशङ्कायाः स्वरसोत्थापिताया अनुपरमात् । हेत्वभावस्य शङ्काकारणाभावस्य । साम्यतः तुल्यत्वात् । प्रमाणलक्षण इव प्रमाणेऽपि शङ्काकारणाभावे शङ्काया अनुत्पत्तेरित्यर्थः ।।८-१३॥
લક્ષણ વિના પ્રમાણમાં અતત્ત્વ(અપ્રામાણ્ય)ની શંકા પડવાથી અર્થના સંશયની આપત્તિ આવશે : આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે પ્રમાણની જેમ પ્રમાણલક્ષણમાં પણ અપ્રામાણ્યની શંકાનો વિચ્છેદ થતો નથી. બંને સ્થાને શંકાના કારણભૂતના અભાવનું સામ્ય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ એ છે કે - “આ રજત છે”. ઇત્યાદિ જ્ઞાનમાં જો અપ્રામાણ્યની શંકા પડે તો તેના વિષયભૂત રજતમાં પણ શંકા પડે. પરંતુ લક્ષણથી જયારે એ જ્ઞાન પ્રમાણ છે એવો નિર્ણય થાય એટલે તેના વિષયભૂત રજતનો પણ નિર્ણય થઈ જાય છે. તેથી એ રીતે અર્થના નિશ્ચય માટે લક્ષણનો ઉપયોગ છે : આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે જેમ પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા પડે તેમ પ્રમાણલક્ષણમાં પણ એવી શંકા પડી શકે છે. પોતાની મેળે સ્વરસથી પ્રમાણલક્ષણને વિશે આ લક્ષણ પ્રમાણ હશે કે નહિ - આવી શંકાને ઉત્પન્ન થતી રોકનાર કોઈ નથી. આમ થવાથી પ્રમાણના અપ્રામાણ્યની પણ શંકા થવાના કારણે લક્ષણનો ઉપયોગ કરવા છતાં અર્થનો સંશય થઈ જ જશે. તેથી પ્રમાણનું લક્ષણ અહીં અર્થના નિશ્ચય માટે નિરુપયોગી છે.
- યદ્યપિ પ્રમાણના લક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવાનું કોઈ કારણ નથી. તેથી અર્થનો નિશ્ચય ઉપર જણાવ્યા મુજબ થઈ શકે છે. પરંતુ જેમ પ્રમાણલક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવામાં હેતુ-કારણનો અભાવ છે; તેમ પ્રમાણમાં પણ અપ્રામાણ્યની શંકા થવામાં કારણનો અભાવ છે. તેથી તેવી શંકા ન થવાથી અર્થનો નિશ્ચય થઈ શકે છે. એ માટે લક્ષણનો ઉપયોગ કરવાની આવશ્યકતા નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. I૮-૧all
એક પરિશીલન
Page #23
--------------------------------------------------------------------------
________________
अहिंसादिधर्मसाधनग्राहकं हि प्रमाणं परेषां षष्ठितन्त्रादिकं स्वस्वशास्त्रमेव तत्र चाहिंसादिग्रहणांशे सर्वतन्त्रप्रसिद्धत्वेन न कदापि संशयस्तद्विशेषांशे तु भवन्नयमनुकूल एव, न चैकांशे शङ्कितप्रामाण्यज्ञानमितरांशस्याप्यनिश्चायकमिति युक्तं, घटपटसमूहालम्बनाद् घटांशे प्रामाण्यसंशये पटस्याप्यनिश्चयापत्तेरित्या
शयवानाह
પ્રકારાંતરથી ‘લક્ષણ અનુપયોગી છે' તે જણાવાય છે. આશય એ છે કે અહિંસાદિ સ્વરૂપ ધર્મના સાધનને જણાવનાર પ્રમાણ, બીજા દર્શનકારોના માટે ષષ્ટિતંત્ર વગેરે પોતપોતાનાં શાસ્ર જ છે. તે શાસ્ત્રમાં જે અહિંસાદિ જણાવ્યા છે તે ધર્મસાધનો સર્વદર્શનોના શાસ્ત્રમાં વર્ણવેલાં હોવાથી તે અંગે ક્યારે પણ સંશય થવાનું કોઇ જ કારણ નથી. તેના વિશેષ સ્વરૂપમાં એટલે કે તે અહિંસાદિ ધર્મસાધનો બરાબર છે કે નહિ ? તે તે દર્શનમાં તે સંગત છે કે નહિ ?... ઇત્યાદિ વિષયમાં સંશય થઇ શકે છે. પરંતુ આવો સંશય થાય એ તો પરમાર્થના નિર્ણય માટે અનુકૂળ જ છે. યદ્યપિ અન્યદર્શનકારોએ આત્માદિને એકાંતે નિત્ય, અપરિણામી અને સ્થિરૈકસ્વભાવી વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે. તેના અપ્રામાણ્યનો નિશ્ચય થવાથી તત્સહચરિત અહિંસાદિ ધર્મસાધનોમાં પણ અપ્રામાણ્યનો સંશય વગેરે થવાથી તેની યથાર્થતાનો નિર્ણય નહીં થાય. પરંતુ આ રીતે એક અંશ(એકાંતનિત્યત્વાદિ અંશ)માં પ્રામાણ્યની શંકા વગેરે પડે તેથી ઇતરાંશ(ધર્મસાધનભૂત અહિંસા વગેરે)માં પણ શંકા વગેરે પડે અને તેથી તેનો નિશ્ચય ન થાય : એ કહેવાનું યુક્ત નથી. અન્યથા એક અંશના સંશયાદિથી તેના બીજા અંશનો નિર્ણય ન થાય - એમ માની લેવામાં આવે તો ઘટપટના સમૂહાલંબનજ્ઞાનથી જ્યારે તેના અંશભૂત ઘટના પ્રામાણ્યમાં સંશય વગેરે હોય ત્યારે તેના અપરાંશ પટનો પણ નિર્ણય ન થવાનો પ્રસંગ આવશે... આ આશયને લઇને જણાવાય છે—
अर्थयाथात्म्यशंका तु तत्त्वज्ञानोपयोगिनी । शुद्धार्थस्थापकत्वं च तन्त्रं सद्दर्शनग्रहे ॥८-१४ ॥
अर्थेति—अर्थस्याहिंसादेर्याथात्म्यस्य स्वतन्त्रप्रसिद्धनित्याश्रयवृत्तित्वानित्याश्रयवृत्तित्वादेः शङ्का तु विचारप्रवृत्त्या तत्त्वज्ञानोपयोगिनी । ततश्च प्रतीयमानं शुद्धार्थस्य सर्वथा शुद्धविषयस्य व्यवस्थापकत्वं [स्थापकत्वं] प्रमितिजनकत्वं । सद्दर्शनस्य शोभनागमस्य ग्रहे स्वीकारे । तन्त्रं प्रयोजकं । तद्ग्रहे च तत एव धर्मसाधनोपलम्भात् किं लक्षणेनेति भावः ।।८-१४।।
“અર્થના યથાર્થ સ્વરૂપની શંકા તો તત્ત્વજ્ઞાન માટે ઉપયોગિની બને છે. શુદ્ધ અર્થના યથાર્થજ્ઞાનનું જે જનક છે; તે સદ્દર્શનના સ્વીકાર માટે પ્રયોજક બને છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ષષ્ટિતંત્રાદિ શાસ્ત્રોમાં સામાન્યથી સર્વજનપ્રસિદ્ધ ધર્મસાધનભૂત અહિંસાદિનું નિરૂપણ કર્યું છે. સાથે સાથે આત્માદિ પદાર્થોનું પણ નિરૂપણ કર્યું
વાદ બત્રીશી
૨૦
Page #24
--------------------------------------------------------------------------
________________
છે. તે તે શાસ્ત્રમાં વર્ણવેલા એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય એવા આત્મા વગેરેનું જ્ઞાન થવાથી તેમાં અહિંસાદિ ધર્મસાધનો ઘટે છે કે નહિ... ઇત્યાદિ સ્વરૂપે અહિંસાદિમાં; પોતપોતાના દર્શનશાસ્ત્રપ્રસિદ્ધ એકાંતનિત્યાદિ સ્વરૂપ આશ્રયવૃત્તિત્વ વગેરેની શંકા થાય છે. તેને અહિંસાદિ
સ્વરૂપ અર્થના માથાભ્યની શંકા કહેવાય છે. આ શંકા તત્ત્વજ્ઞાનની પ્રત્યે અર્થાત્ અહિંસાદિ ધર્મસાધનના નિશ્ચય માટે ઉપયોગી બને છે. કારણ કે તે શંકા અહિંસાદિ ધર્મસાધનના યથાર્થસ્વરૂપની વિચારણામાં પ્રવૃત્ત થયેલી છે.
એ વિચારણાથી આત્માદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય થવાથી અહિંસાદિ ધર્મસાધનોનો શુદ્ધવિષય(શુદ્ધ આશ્રય) કેવો હોવો જોઇએ તેનું તાત્ત્વિક જ્ઞાન થાય છે, જેથી તાત્ત્વિક જ્ઞાનનું કારણભૂત કયું દર્શન છે - તેની પ્રતીતિ થાય છે. અને તેનાથી મુમુક્ષુ આત્માઓ સદર્શનનો સ્વીકાર કરે છે. આ રીતે એ શંકા “તત્ત્વજ્ઞાનની પ્રત્યે ઉપયોગિની બને છે. સદર્શનનો સ્વીકાર થવાથી તે દર્શનનો ગ્રહ જ યથાર્થ એવા અહિંસાદિ ધર્મસાધનોનો ઉપલંભ કરાવે છે. તેથી લક્ષણ(પ્રમાણલક્ષણાદિ)નું કોઈ જ પ્રયોજન નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે સઘળાંય દર્શનશાસ્ત્રોએ અહિંસાદિ ધર્મસાધનોનું નિરૂપણ કરવા સાથે આત્માદિનું સ્વરૂપ વર્ણવ્યું છે. એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે સ્વરૂપે આત્માદિ હોય તો તેમાં અહિંસાદિ ધર્મો રહી શકતા (સંગત થતા) નથી અને તેથી તે તે સ્વરૂપે આત્માદિનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં અહિંસાદિ ધર્મસાધનો યથાર્થ કઈ રીતે સંભવે? આવી શંકાથી જે વિચારણા થાય; તેથી આત્માદિના યથાર્થસ્વરૂપના પ્રતિપાદક શાસ્ત્ર-દર્શનનો સહજ રીતે સ્વીકાર શક્ય બને છે, જેથી ત્યાં પ્રતિપાદન કરાયેલાં અહિંસાદિ ધર્મસાધનોનો યથાર્થ સ્વરૂપે નિશ્ચય થાય છે. એમાં પ્રમાણલક્ષણાદિનો કોઇ જ ઉપયોગ નથી - એ સમજી શકાય છે. I૮-૧૪
અહિંસાદિ ધર્મસાધનસ્વરૂપ અર્થની યથાર્થતાના જ્ઞાન માટે આત્માદિની યથાર્થતાનો વિચાર કરવા જણાવાય છે–
तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ? ॥८-१५॥
तत्रेति-तत्र धर्मसाधने विचारणीये । आत्मा नित्य एव इति येषां साङ्ख्यादीनामेकान्तदर्शनं । तेषां हिंसादयः कथं मुख्यवृत्त्या युज्यन्त इति शेषः । कथमपि खण्डितशरीरावयवैकपरिणामेनापि आत्मनोऽव्ययादखण्डनात् । न हि बुद्धिगतदुःखोत्पादरूपा हिंसा साङ्ख्यानामात्मनि प्रतिबिम्बोदयेनानुपचारिता सम्भवति । न वा नैयायिकानां स्वभिन्नदुःखरूपगुणरूपा सा, आत्मनि समवायेन प्रतिबिम्बसमवाययोरेव काल्पनिकत्वात् । न च कथमपि स्वपर्यायविनाशाभावे हिंसाव्यवहारः कल्पनाशतेनाप्युपपादयितुं शक्यत
એક પરિશીલન
૨૧
Page #25
--------------------------------------------------------------------------
________________
इति । तदिदमाह-“निष्क्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित् । कञ्चित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते” ।।८-१५।।
ધર્મના સાધનભૂત અહિંસાદિની વિચારણાના વિષયમાં “આત્મા નિત્ય જ છે' આવું જે સાંખ્યાદિનું એકાંતદર્શન છે; તેમને ત્યાં કોઈ પણ રીતે આત્માનો વ્યય (ખંડન) થતો ન હોવાથી મુખ્યપણે હિંસા વગેરે કઈ રીતે સંગત થાય?” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આત્માને સર્વથા નિત્ય માનનારા સાંખ્યો અને નૈયાયિકો છે. કોઈ પણ રીતે તેની ઉત્પત્તિ કે તેનો નાશ થતો નથી, તે સ્થિર એક સ્વભાવવાળો છે. આવા પ્રકારના તેમના એકાંતદર્શનમાં કોઈ પણ રીતે હિંસા વગેરેનો સંભવ નથી. કારણ કે તે કૂટસ્થ - સ્થિર એક સ્વભાવવાળો હોવાથી ખંડિત થયેલા શરીરવયવની સાથે એક પરિણામ માનીએ તોપણ આત્માનો વ્યય શક્ય નથી. અન્યથા આત્માના એ સ્વભાવની હાનિ થશે.
યદ્યપિ સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારભૂત બુદ્ધિના દુઃખનું પ્રતિબિંબ પુરુષ-આત્મામાં પડવા સ્વરૂપ જે દુઃખની ઉત્પત્તિ છે તસ્વરૂપ હિંસા સંગત છે. તેમ જ નૈયાયિકોના મતમાં આત્માથી સર્વથા ભિન્ન એવો તેનો દુઃખસ્વરૂપ ગુણ; સમવાયસંબંધથી આત્મામાં રહેવાથી તસ્વરૂપ હિંસા સંગત છે. પરંતુ પ્રતિબિંબ કાલ્પનિક હોવાથી અને સમવાય પણ કાલ્પનિક હોવાથી તેને લઈને હિંસા વગેરે સંગત નથી; ઔપચારિક છે, મુખ્ય નથી. જ્યાં પુષ્પાદિના સંનિધાનથી સ્ફટિકમાં જે લાલ રૂપ વર્તાય છે, તેની જેમ બુદ્ધિમાં રહેલા દુઃખનું જે પ્રતિબિંબ પુરુષઆત્મામાં પડે છે તે કાલ્પનિક છે, વાસ્તવિક નથી. તેમ જ આત્માથી સર્વથા ભિન્ન એવું દુઃખ સમવાયસંબંધથી રહે તોપણ તે વાસ્તવિક - (તેના ગુણસ્વરૂપ) બની શકે નહિ, તે ઔપચારિક જ બની રહે છે. કોઈ પણ રીતે આત્માના પર્યાયનો વિનાશ માનવામાં ન આવે તો સેંકડો કલ્પના કરવાથી પણ હિંસાનો વ્યવહાર ઘટી શકતો નથી. કલ્પના વાસ્તવિકતાનું બીજ નથી.. ઇત્યાદિ ભણાવનાર પાસેથી અથવા તો મુક્તાવલી વગેરેનું અધ્યયન કરીને સમજી લેવું જોઇએ.
શ્રી અષ્ટકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે સર્વથા ક્રિયાથી રહિત એવો વિભુ અકર્તા એવો આત્મા કોઇનાથી હણાતો નથી અને કોઈને હણતો નથી. તેથી હિંસા ઉપપન્ન (સંગત) બનતી નથી. આશય એ છે કે કોઈ પણ વસ્તુ પોતાનાં કાર્યો ક્રમે કરીને અથવા એકી સાથે કરે. સર્વથા નિત્ય સ્થિર એક સ્વભાવવાળી વસ્તુ અનંતાનંત કાળનાં બધાં કાર્યો એકી સાથે કરે તે પ્રત્યક્ષથી બાધિત છે અને ક્રમે કરીને કરે તો તેમ કરવાથી તેના અનેક સ્વભાવ માનવા પડે... વગેરે કારણે એકાંતનિત્યપક્ષે ક્રિયાનો સંભવ જ નથી. તેથી ત્યાં હિંસા વગેરે વાસ્તવિક રીતે સંગત નથી.. ઈત્યાદિ અન્ય ગ્રંથથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશાસૂચન છે. વિસ્તારથી આ વિષય અન્યત્ર (શ્રી વીતરાગસ્તોત્રની ટીકા વગેરે સ્થળે) વર્ણવ્યો છે. ૮-૧પ
-
૨૨
વાદ બત્રીશી
Page #26
--------------------------------------------------------------------------
________________
એકાંતનિત્યાદિપક્ષમાં તેઓએ જણાવેલા હિંસાદિના સંભવને જણાવીને તેના અસંભવને જણાવાય છે
मनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः । हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः ॥८-१६॥
मन इति-मनोयोगविशेषस्य स्मृत्यजनकज्ञानजनकमनःसंयोगस्य ध्वंस आत्मनो मरणं तद्धिंसा । इयं ह्यात्मनोऽव्ययेऽप्युपपत्स्यते । अतिसान्निध्यादेव हि शरीरखण्डनादात्मापि खण्डित इति लोकानामभिमानो नायं विशेषदर्शिभिरादरणीय इति चेन्न, तत्त्वस्योक्तध्वंसत्वस्य अर्थसमाजतोऽर्थवशादेव सिद्धेः । स्मृतिहेत्वभावादेव स्मृत्यजननाच्चरममनःसंयोगस्यापि संयोगान्तरवदेव नाशात् । तथा च नेयं हिंसा केनचित् कृता स्यादिति सुस्थितमेव सकलं जगत् स्यात् ।।८-१६।।।
મનોયોગવિશેષનો ધ્વંસ એ આત્માનું મરણ છે; તે હિંસા છે – આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે તે મનોયોગવિશેષનો ધ્વંસ તેના કારણસમુદાયથી જ સિદ્ધ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જ્ઞાનમાત્રની પ્રત્યે આત્મમનઃસંયોગ કારણ છે અને જ્ઞાન સ્મૃતિનું કારણ છે. મરણ સમયે જે જ્ઞાન થાય છે તેનાથી સ્મૃતિ થતી નથી. સ્મૃતિને ઉત્પન્ન કરનાર જ્ઞાનની પ્રત્યે જે આત્મમનઃસંયોગ છે અને સ્મૃતિની પ્રત્યે કારણ નહીં બનનાર જ્ઞાનને ઉત્પન્ન કરનાર એવો જે આત્મમનઃસંયોગ છે એ બંન્ને જુદા છે. એક મરણાવસ્થાની પૂર્વેનો છે અને બીજો મરણક્ષણાવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ છે... અહીં સ્કૃતિના અજનક એવા જ્ઞાનના કારણભૂત આત્મમનઃસંયોગવિશેષનું ગ્રહણ કરવાનું છે.
આ મનઃસંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ આત્માનું મરણ છે અને તે હિંસા છે. આ હિંસા આત્માનો વ્યય ન થાય તોપણ ઉપપત્ર (સંગત) થઈ શકશે. આકાશમાં કોઈ પણ જાતનો વ્યય ન થવા છતાં આકાશઘટના સંયોગનો ધ્વંસ સંભવી શકે છે તેમ મનઃસંયોગવિશેષના ધ્વસની ઉપપત્તિ શક્ય બને છે. “આત્માનો કોઈ પણ રીતે વ્યય થતો ન હોય તો આત્મા ખંડિત થયો.. વગેરે વ્યવહાર કઈ રીતે સંગત થાય?' આવી શંકા કરવી નહિ. કારણ કે શરીરની સાથે અત્યંત સાંનિધ્ય હોવાથી શરીરના ખંડનથી “આત્મા પણ ખંડિત થયો. આવા પ્રકારનું અભિમાન લોકને થાય છે. શરીર અને આત્મા : એ બેમાં ભેદના જ્ઞાનને ધારણ કરનાર વિશેષદર્શી પ્રાજ્ઞ પુરુષોને તે આભિમાનિક પ્રતીતિ આદર કરવા માટે ઉચિત નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ આત્મમનઃસંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ મરણને હિંસા માનવાથી આત્માનો કથંચિત્ વ્યય ન થવા છતાં હિંસા ઉપપન્ન થઈ શકે છે.
પરંતુ એ બરાબર નથી. કારણ કે, તાદશ આત્મમનઃસંયોગવિશેષનો ધ્વંસ તેના કારણસામગ્રીથી જ થઈ શકે છે. તેના માટે કોઇએ પ્રયત્ન કરવાની જરૂર નથી, કે જેથી તેવા
એક પરિશીલન
૨૩
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રયત્નને લઈને હિંસક વગેરેનો વ્યવહાર માનવો પડે. સ્મૃતિની કારણસામગ્રી ત્યાં વિદ્યમાન ન હોવાથી સ્મૃતિની ઉત્પત્તિ થતી નથી. ચરમમનઃસંયોગ પણ બીજા સંયોગની જેમ નાશ પામે છે. તે માટે કોઇના પ્રયત્નની અપેક્ષા નથી. આશય એ છે કે આત્મમનના સંયોગવિશેષનો કે ચરમમનઃસંયોગનો ધ્વંસ સ્વાભાવિક મરણ વખતે જે રીતે થઈ જાય છે તે રીતે જ કોઈના પ્રહારાદિથી થતા મરણ (હિંસાથી થતા મરણ) વખતે મનઃસંયોગવિશેષનો કે ચરમમનઃસંયોગનો ધ્વંસ થઈ શકે છે. તેથી ત્યાં કોઇએ પણ હિંસા કરી છે – એમ માનવાની આવશ્યકતા નથી. આથી જગત સમગ્ર હિંસાદિ પાપના ભય વિનાનું થવાથી સુસ્થિત બનશે - એ સમજી શકાય છે. પાપના ભય વિનાની સર્વ વસ્તુ અનિષ્ટ છે – એ ન સમજાય એવી વાત નથી. ૮-૧૬ll
आत्मन एकान्तनित्यत्वाभ्युपगमे दूषणान्तरमाहઆત્માને એકાંતે નિત્ય માનવામાં દૂષણાંતર જણાવાય છે–
शरीरेणापि सम्बन्धो नित्यत्वेऽस्य न सम्भवी ।
विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ॥८-१७॥ शरीरेणापीति-नित्यत्वे सति अस्य आत्मनः शरीरेणापि समं सम्बन्धो न सम्भवी । नित्यस्य हि शरीरसम्बन्धः पूर्वरूपस्य त्यागे वा स्यादत्यागे वा ? आद्ये स्वभावत्यागस्यानित्यलक्षणत्वान्नित्यत्वहानिः । अन्त्ये च पूर्वस्वभावविरोधाच्छरीरासम्बन्ध एवेति । विभुत्वेन चाभ्युपगम्यमानेन हेतुना संसारोऽसंशयं कल्पितः स्यात्, सर्वगतस्य परलोकगमनरूपमुख्यसंसारपदार्थानुपपत्तेः । अथवा विभुत्वे च संसारो न स्यात्, स्याच्चेदसंशयं कल्पितः स्यादिति योजनीयं । तदिदमुक्तं-“शरीरेणापि सम्बन्धो नात एवास्य સાત: I તથા સર્વ તત્વીષ્ય સંસારાત્વિતઃ III” તિ ll૮-૧૭ની
આત્માને એકાંતે નિત્ય માનવામાં આવે તો તેનો શરીરની સાથે સંબંધ સંભવિત નથી અને આત્માને વિભુ(સર્વગત) સ્વરૂપે માની લેવામાં આવે તો તેનો સંસાર કલ્પિત થશે અથવા તેના સંસારનો સંભવ જ નથી. હોય તો ચોક્કસ-સંશય વિના એ (સંસાર) કલ્પિત હશે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આત્માને નિત્ય માનનારને પૂછવું જોઈએ કે નિત્ય(એકાંતે નિત્ય) એવો આત્મા શરીરની સાથે સંબંધ કરે (જોડાય) તો; પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને કરે કે પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના કરે. બંન્ને વિકલ્પમાં દોષ છે.
નિત્ય આત્મા પોતાના પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને શરીરની સાથે સંબંધ કરે છે - આ પહેલા | વિકલ્પનો સ્વીકાર કરાય તો એ રીતે સ્વભાવ(પૂર્વસ્વરૂપાદિ)નો ત્યાગ કરવો તે અનિત્યનું લક્ષણ
હોવાથી પોતાના એકાંતનિત્યત્વની (સ્વભાવની) હાનિ થવા સ્વરૂપ દોષનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે “નિત્ય આત્મા પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના શરીરની સાથે સંબંધ કરે છે.' - આ
૨૪
વાદ બત્રીશી
Page #28
--------------------------------------------------------------------------
________________
બીજા વિકલ્પનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબનો સ્વભાવ-હાનિનો પ્રસંગ તો ન આવે પરંતુ પૂર્વસ્વભાવ, ઉત્તરસ્વભાવનો વિરોધી હોવાથી તેના ત્યાગ વિના શરીરના સંબંધનો સંભવ જ નથી. આશય સમજી શકાય છે કે શરીરની સાથે સંબદ્ધ થવાની પૂર્વે આત્માનું સ્વરૂપ શરીરાસંબદ્ધ હતું. તેનો ત્યાગ કરીને તે શરીરસંબદ્ધ બની શકે પરંતુ તેથી સ્વભાવની હાનિ થાય છે. શરીરાસંબદ્ધત્વનો ત્યાગ ન કરે તો તે શરીરસંબદ્ધત્વનો વિરોધી હોવાથી શરીરસંબદ્ધત્વની વિદ્યમાનતામાં શરીરનો સંબંધ જ નહીં થાય. આ રીતે એકાંતનિત્યપક્ષમાં બંન્ને રીતે દોષ છે.
આત્માને વિભુ(સર્વગત-લોકવ્યાપી) માનવામાં આવે તો એક ભવથી બીજા ભવમાં જવા રૂપ એટલે કે પરલોકગમનસ્વરૂપ વાસ્તવિક (ઉપચારરહિત-મુખ્ય) સંસારની ઉપપત્તિ થતી નથી. અથવા ઉપર જણાવેલા શ્લોકમાં વિમત્રેન આ સ્થાને વિમુત્વે ૨' - આવો પાઠ સમજી લઈએ તો ઉપર જણાવ્યા મુજબ વિભુ એવા આત્માને સંસારનો સંભવ જ નથી અને હોય તો તે નિઃસંદેહ કલ્પિત છે, મુખ્ય-વાસ્તવિક નથી - આ પ્રમાણે અર્થ સમજવો. આ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે – “આત્માને નિત્ય માનવાથી જ તેનો શરીરની સાથે સંબંધ શક્ય બનતો નથી અને તે સર્વગત હોવાથી તેનો અકલ્પિત-મુખ્ય (વાસ્તવિક ઉપચારરહિત) સંસાર પણ સંગત થતો નથી.” I૮-૧ણા
પર: શતેઆત્માને એકાંતે નિત્ય માનનારા સંસારને ઉપપન્ન કરતાં જણાવે છે–
अदृष्टाद् देहसंयोगः स्यादन्यतरकर्मजः ।
इत्थं जन्मोपपत्तिश्च न तद्योगाविवेचनात् ॥८-१८॥ अदृष्टादिति-अदृष्टात् प्राग्जन्मकृतकर्मणो लब्धवृत्तिकात् । देहसंयोगोऽन्यतरकर्मजः स्यात् । आत्मनो विभुत्वेनोभयकर्माभावेऽपि देहस्य मूर्तत्वेनान्यतरकर्मसम्भवादिति । इत्थं जन्मनः संसारस्योपपत्तिरूव॑लोकादौ शरीरसम्बन्धादेवोर्ध्वलोकगमनादिव्यपदेशोपपत्तेः । इत्थमपि विभुत्वाव्ययात् पूर्वशरीरत्यागोत्तरशरीरोपादानैकस्वभावत्वाच्च न नित्यत्वहानिः, एकत्र ज्ञाने नीलपीतोभयाकारवदेकत्रोक्तैकस्वाभाव्याविरोधात् कार्यक्रमस्य च सामग्र्यायत्तत्वादित्याशयः । सिद्धान्तयति-न तद्योगस्य शरीरसंयोगस्याविवेचनात् । तथाहि-किमयमात्मशरीरयोर्भिन्नो वा ? आये तत्सम्बन्धभेदादिकल्पनायामनवस्था । अन्त्ये च धर्मिद्वयातिरिक्तसम्बन्धाभावेऽतिप्रसङ्ग इति ।।८-१८।।
કોઈ એકની ક્રિયાથી ઉત્પન્ન થનાર શરીરસંયોગ અદષ્ટથી થાય છે, આ રીતે જન્મ(સંસાર)ની ઉપપત્તિ શક્ય બને છે - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ; કારણ કે શરીરસંયોગનું વિવેચન કર્યું નથી.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત એવા વિપાકોનુખ થયેલા કર્મના કારણે આત્માની સાથે શરીરનો સંયોગ
એક પરિશીલન
૨૫
Page #29
--------------------------------------------------------------------------
________________
બેમાંથી એકશરીર)ની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. આત્મા વિભુ હોવાથી આત્મા અને શરીર : ઉભયની ક્રિયાનો અભાવ હોવા છતાં મૂર્ત એવા શરીરની(અન્યતરની) ક્રિયાના કારણે એ શરીરસંયોગ થાય છે. આ રીતે તે સ્વરૂપ સંસાર(જન્મ)ની ઉપપત્તિ થાય છે. ઊર્ધ્વલોક કે અધોલોક વગેરેમાં રહેલા તે તે શરીરની સાથે સંબંધ થવાથી આત્માના ઊર્ધ્વગમન કે અધોગમનાદિનો વ્યવહાર થતો હોય છે. આમ છતાં આત્માના વિભુત્વનો વ્યય થતો ન હોવાથી અને પૂર્વશરીરના ત્યાગપૂર્વક ઉત્તરશરીરને ગ્રહણ કરવાનો એક સ્વભાવ જ હોવાથી આત્માના નિત્યત્વની હાનિ થતી નથી. એક જ જ્ઞાનમાં નળાકાર અને પીતાકાર સ્વરૂપ ઉભયાકાર જેમ સંગત મનાય છે તેમ પૂર્વશરીરત્યાગોત્તરશરીરોપાદાનૈક સ્વભાવ માનવામાં કોઈ વિરોધ નથી. આ રીતે અનંતાનંત ઉત્તર શરીરો ગ્રહણ કરવાના એક સ્વભાવવાળો આત્મા હોય તો ક્રમે કરીને એક એક ઉત્તર શરીરને તે કેમ ગ્રહણ કરે છે, એક કાળમાં બધાનું ગ્રહણ કેમ કરતો નથી ?' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે કાર્યનો ક્રમ તેની સામગ્રીને આધીન છે. જેમ જેમ સામગ્રીનો યોગ થતો જાય તેમ તેમ તદનુકૂલ કાર્ય થતું જાય. આ પ્રમાણે આત્માને નિત્ય (એકાંતે નિત્ય) માનનારાનો આશય છે.
તે વિષયમાં જણાવાય છે – તો વિવેચના - આશય એ છે કે આત્માને એકાંતે નિત્ય માનનારા જે રીતે શરીરના સંયોગને લઈને જન્મ-સંસારની ઉપપત્તિ કરે છે તે બરાબર નથી. કારણ કે શરીરના સંયોગનું વિવેચન કરી શકાય એવું નથી. જેમ કે - આ આત્મશરીરસંયોગ આત્મા અને શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે? આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ માનવામાં આવે તો આત્મા અને શરીરથી ભિન્ન એવા સંયોગને રાખવા માટે નવા (સંયોગથી અતિરિક્ત) સંબંધની કલ્પના કરવી પડે છે. ત્યાર પછી તેના માટે પણ એક બીજો સંબંધ... ઇત્યાદિ કલ્પનાથી “અનવસ્થાદોષ'નો પ્રસંગ આવે છે. તેથી બીજો વિકલ્પ માનવામાં આવે તો અનવસ્થા તો નહિ આવે પરંતુ અતિપ્રસંગ આવશે. અર્થાત્ જયાં (મૃતાવસ્થામાં) આત્મા અને શરીરનો સંયોગ હોતો નથી; ત્યાં પણ એ સંબંધ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા અને શરીરઃ આ બે ધર્મોને છોડીને અન્ય કોઈ જ અહીં સંબંધ માન્યો નથી. બંન્ને ધર્મીઓ સ્વરૂપ જ સંબંધ માન્યો છે; અને તે તો છે જ... ઇત્યાદિ સમજી શકાય છે. ll૮-૧૮ આત્માને વિભુ માનવામાં દૂષણાંતર જણાવાય છે
आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम् ।
कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ? ॥८-१९॥ आत्मेति-आत्मनो यावत्स्वप्रदेशैरेकक्षेत्रावगाढपुद्गलग्रहणव्यापाररूपां क्रियां विना च । मिताणूनां नियतशरीरारम्भकपरमाणूनां ग्रहणं कथं स्यात् ? सम्बद्धत्वाविशेषे हि लोकस्थाः सर्व एव ते गृोरन्
વાદ બત્રીશી
Page #30
--------------------------------------------------------------------------
________________
न वा केचिदपि अविशेषाद् । अदृष्टविशेषान्मिताणुग्रहोपपत्तिर्भविष्यतीति चेन्न, अदृष्टे पुण्यपापरूपे साङ्कर्याज्जातिरूपस्य विशेषस्यासिद्धेः । मिताणुग्रहार्थस्य विशेषस्य जातिरूपस्यादृष्टकल्पनापेक्षया क्रियावत्त्वरूपस्यात्मन्येव कल्पयितुं युक्तत्वात् । तत्सङ्कोचविकोचादिकल्पनागौरवस्योत्तरकालिकत्वेनाबाधकत्वाच्छरीरावच्छिन्नपरिणामानुभवस्य सार्वजनीनत्वेन प्रामाणिकत्वाच्चेति भावः । तथा आत्मनः क्रियां विना नियतशरीरानुप्रवेशानभ्युपगमे सर्वेषां शरीराणां संयोगाविशेषेण सर्वभोगावच्छेदकत्वापत्तिभिया तदात्मभोगे तदीयादृष्टविशेषप्रयोज्यसंयोगभेदादिकल्पनापि कथं युज्यते ? अनन्तसंयोगभेदादिकल्पने गौरवाद् । अवच्छेदकतया तदात्मवृत्तिजन्यगुणत्वावच्छिन्नं प्रति तादात्म्येन तच्छरीरत्वेन हेतुत्वे तु बाल्यादिभेदेन शरीरभेदाद्व्यभिचारः । अवच्छिन्नत्वसम्बन्धेन तद्व्यक्तिविशिष्टे तद्व्यक्तित्वेन हेतुत्वे तु सुतरां गौरवमिति न किञ्चिदेतदधिकं लतायाम् ।।८-१९।।
“આત્માની ક્રિયા વિના શરીરપ્રાયોગ્ય પરમાણુઓનું ગ્રહણ કઇ રીતે શક્ય છે ? તેમ જ સંયોગવિશેષાદિની કલ્પના પણ કઇ રીતે યોગ્ય છે ?' - આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને વિભુ માનવામાં આવે તો તે નિષ્ક્રિય હોવાથી પોતાના સર્વ પ્રદેશોથી એક ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા કરી ન શકે અને તેથી એ ક્રિયા વિના, શરીરનો આરંભ કરનારા નિયત પરમાણુઓનું ગ્રહણ કઇ રીતે શક્ય બને ? કારણ કે આત્માને વિભુ માનવામાં આવે તો તેનો સંબંધ જગતના બધા જ પદાર્થો સાથે હોવાથી સંબંધમાં કોઇ વિશેષતા ન હોવાના કારણે વિભુ આત્મા વડે લોકની અંદર રહેલા સમગ્ર પરમાણુઓનું ગ્રહણ થાય અથવા કોઇનું પણ ગ્રહણ ન થાય. કેમ કે ગ્રહણ અને અગ્રહણમાં કોઇ નિયામકવિશેષ નથી.
‘અદૃષ્ટવિશેષના કારણે પરિમિત પરમાણુઓનું ગ્રહણ આત્મા કરે છે.’ - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે શરીર-પ્રયોજક પુણ્યપાપસ્વરૂપ અદૃષ્ટમાં; સાંકર્યદોષ આવવાથી જાતિસ્વરૂપ વિશેષની સિદ્ધિ થતી નથી. શરીરપ્રયોજક પુણ્ય સ્વરૂપ અદૃષ્ટમાં વૃત્તિ એ જાતિસ્વરૂપ વિશેષ; ભોગજનક પુણ્યમાં નથી. શરીરપ્રયોજક પાપસ્વરૂપ અદૃષ્ટમાં પુણ્યત્વ નથી. અને શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદૃષ્ટમાં એ જાતિવિશેષ અને પુણ્યત્વ બંન્ને છે. અર્થાત્ તાદેશવિશેષાભાવવત્ પુણ્યમાં (ભોગજનક પુણ્યમાં) પુણ્ડત્વ વૃત્તિ છે અને પુણ્યત્વાભાવવત્ તાદશ પાપમાં તાદેશ વિશેષ વૃત્તિ છે. તેમ જ શરીરપ્રયોજક પુણ્યસ્વરૂપ અદૃષ્ટમાં તાદૃશવિશેષ અને પુણ્યત્વ બંન્ને વૃત્તિ છે. આ રીતે પુણ્યત્વાદિની સાથે સાંકર્ય હોવાથી શરીરપ્રયોજક - અદૃષ્ટવિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થતી નથી.
યદ્યપિ સાંકર્યને બધા જ દોષાધાયક માને છે એવું ન હોવાથી શરીરપ્રયોજક - અદૃષ્ટવિશેષવૃત્તિ જાતિવિશેષની સિદ્ધિ થઇ શકે છે અને તે સ્વરૂપે મિતાણુગ્રહણની ઉપપત્તિ શક્ય છે. પરંતુ આ રીતે મિતાણુગ્રહણની ઉપપત્તિ માટે ઉપર જણાવ્યા મુજબ અદૃષ્ટમાં એક પરિશીલન
૨૭
Page #31
--------------------------------------------------------------------------
________________
જાતિવિશેષસ્વરૂપ વિશેષની કલ્પના કરવા કરતાં આત્મામાં જ ક્રિયાની કલ્પના કરવાનું ઉચિત છે. અર્થાત્ “આત્મા પોતાની ક્રિયા વડે તે તે ક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલોનું ગ્રહણ કરે છે', એમ માનવાનું ઉચિત છે. “આ રીતે આત્માને ક્રિયાવાન-અવિભુ માનીએ તો તે તે શરીરની અપેક્ષાએ આત્મામાં સંકોચ અને વિકોચ આદિની પણ કલ્પના કરવી પડશે, એ ગૌરવની અપેક્ષાએ તો આત્માને વિભુ માનવામાં જ લાઘવ છે.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે આત્માને વિભુ માનવામાં જે મિતાણુગ્રહણની અનુપપત્તિ થાય છે તે અનુપપત્તિના કારણે આત્મામાં અવિભુત્વની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિના ઉત્તરકાળમાં આત્મામાં સંકોચ અને વિકોચાદિની કલ્પના કરવાનું ગૌરવ થાય છે. પરંતુ તે આત્માના “અવિભુત્વ'ની સિદ્ધિમાં બાધક નથી. યદ્યપિ આ રીતે સર્વત્ર ગૌરવદોષની બાધકતા નહિ રહે; પરંતુ શરીરાવચ્છિન્ન (શરીરના પ્રમાણ મુજબ) પરિમાણનો આત્મામાં બધાને જ અનુભવ થતો હોવાથી આત્માની સંકોચ અને વિકોચ (વિકાસશીલ) અવસ્થાની કલ્પના પ્રામાણિક હોવાથી તે ગૌરવ દોષાધાયક નથી. અપ્રામાણિક ગૌરવ દોષાધાયક છે જ.
ઉપર જણાવ્યા મુજબ આત્માને અવિભુ (સક્રિય) માનવો જોઇએ. આત્માને જો એ રીતે અવિભુ માનવામાં ન આવે તો આત્મામાં કોઈ પણ જાતની ક્રિયા ન હોવાથી એ ક્રિયા વિના કોઇ નિયત શરીરમાં તેનો પ્રવેશ માની શકાશે નહિ. ચોક્કસ કોઈ એક શરીરમાં પ્રવેશના અભાવમાં સામાન્ય રીતે બધાં જ શરીરોની સાથે તેનો આત્માનો) સંયોગ સમાન હોવાથી સર્વ શરીરો દ્વારા કરાતા ભોગનો અનુભવ આત્માને થશે. અર્થાત્ આત્મા જે ભોગનો અનુભવ કરે તેના અવચ્છેદક(આશ્રય) સર્વ શરીરોને માનવાં પડશે. તેના (તે પ્રસંગના) નિવારણ માટે એમ કહેવામાં આવે કે તે તે આત્માના ભોગ(સુખદુઃખાદિના સાક્ષાત્કાર)ની પ્રત્યે તે તે આત્માના અદષ્ટથી પ્રયોજ્ય(અદષ્ટના કારણે થવાવાળા) સંયોગવિશેષ કારણ છે. આ સંયોગ વિશેષ હોવાથી દરેક (સર્વશરીર) સંયોગને કારણ માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પના કરવી પડતી હોવાના કારણે ગૌરવ થાય છે.
આશય એ છે કે આત્માના અદેખથી ઉત્પન્ન થનાર છે તે શરીરનો સંયોગ ભિન્ન ભિન્ન હોવાથી તદાશ્રય શરીરમાં તે તે આત્માને ભોગની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી સર્વશરીરમાં ભોગના પ્રસંગનું નિવારણ કરી શકાય પરંતુ તેમ માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પના કરવી પડતી હોવાથી ખૂબ જ ગૌરવ થાય છે. આ ગૌરવ ન થાય એ માટે એમ કહેવામાં આવે કે અવચ્છેદકતા સંબંધથી તે આત્માના જન્યગુણોની પ્રત્યે તાદાભ્યસંબંધથી તે શરીર કારણ છે. આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પનાના કારણે જે ગૌરવ થતું હતું તે નહિ થાય. ન્યાયની પરિભાષાને સમજનારા સમજી શકે છે કે, અવચ્છેદકતાસંબંધથી આત્માના જન્ય ગુણો શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં ઉત્પન્ન થનારા એ ગુણોની પ્રત્યે શરીર તાદાત્મસંબંધથી (અર્થાત્ શરીર
૨૮
વાદ બત્રીશી
Page #32
--------------------------------------------------------------------------
________________
પોતે જ) કારણ બને છે. કચ્છતાન્યાવચ્છત્રાવૃત્તિનન્યાત્વાછિત્રાર્યતાનિરૂપતતાલાસ્થિસંવંથાવચ્છિન્નવારવા શરીરમાં છે - આ પ્રમાણે માનવાથી તે તે શરીરમાં જ ભોગની સિદ્ધિ થશે. જેથી સર્વશરીરમાં આત્માનો સંયોગ હોવા છતાં સર્વ શરીર દ્વારા ભોગનો પ્રસંગ નહિ આવે; પરંતુ બાલ્ય અવસ્થા યુવાવસ્થાદિના ભેદથી શરીરનો ભેદ હોવાથી તે તે અવસ્થામાં ઉત્પન્ન થયેલા ભોગ(જન્ય જ્ઞાનાદિ ગુણ)સ્થળે તેનાથી જુદી અવસ્થાવાળા તે તે શરીરનો અભાવ હોવાના કારણે વ્યભિચાર (કાર્યના અધિકરણમાં તે તે કારણનો અભાવ હોવાથી) આવે છે. તેના નિવારણ માટે બાલ્યાદિ અવસ્થામાં રહેલા તે તે શરીરાવચ્છિન્ન આત્મામાં ઉત્પન્ન થનારા તે તે જન્ય ગુણોની પ્રત્યે તે તે બાલ્યાદિ અવસ્થાના શરીરને તે તે વ્યક્તિ સ્વરૂપે (શરીરત્વેન નહિ, કારણ માની લઇએ તો ઉપર જણાવ્યા મુજબ વ્યભિચાર નહિ આવે; કારણ કે તે તે જન્યગુણોના અધિકરણમાં તે તે શરીરનો અભાવ નથી... પરંતુ આ રીતે તે તે શરીરને તે તે વ્યક્તિસ્વરૂપે કારણ માનવાથી ગૌરવ ખૂબ જ સ્પષ્ટ છે... ઇત્યાદિ સમજી શકાય છે. તેથી આત્માને વિભુ માનવા વગેરેની વાતમાં તથ્ય નથી. આ વિષયમાં અધિક વર્ણન સ્યાદ્વાદ કલ્પલતામાં છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ એ જાણી લેવું જોઇએ. ૯-૧લા
ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્યપક્ષમાં આત્માને વિભુ મનાતો હોવાથી હિંસા વગેરે સંગત થતા નથી, તે જણાવ્યું. હવે એકાંત-અનિત્યપક્ષમાં પણ તે સંગત નથી - એ જણાવાય છે–
अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसम्भवः ।
नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥८-२०॥ अनित्येति-अनित्यैकान्तपक्षेऽपि क्षणिकज्ञानसन्तानरूपात्माभ्युपगमेऽपि हिंसादीनामसम्भवो मुख्यवृत्त्याऽयोगः । नाशहेतोरयोगेन क्षयकारणस्यायुज्यमानत्वेन । क्षणिकत्वस्य क्षणक्षयित्वस्य साधनात् । इयं हि परेषां व्यवस्था-नाशहेतुभिर्घटादे शस्ततो भिन्नोऽभिन्नो वा विधीयेत ? आधे घटादेस्तादवस्थ्यम् । अन्त्ये च घटादिरेव कृतः स्यादिति स्वभावत एवोदयानन्तरं विनाशिनो भावा इति । इत्थं च हिंसा न केनचित्क्रियत इत्यनुपप्लवं जगत्स्यादिति भावः ।।८-२०॥
“વસ્તુના વિનાશના હેતુ સંગત ન હોવાથી વસ્તુમાત્રમાં ક્ષણિકત્વ સિદ્ધ કરાય છે. તેથી એકાંત-અનિત્યપક્ષનો સ્વીકાર કરાય છે. એ અનિત્યપક્ષમાં હિંસાદિનો સંભવ નથી.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે – “બધું જ ક્ષણિક છે.” આ પ્રમાણે માનનારા બૌદ્ધ દર્શનમાં ક્ષણિક જ્ઞાનના સંતાન (ધારા-પ્રવાહ-પરંપરા) સ્વરૂપ આત્મા મનાય છે. તેમના પક્ષમાં પણ હિંસાદિ મુખ્ય-તાત્ત્વિક રીતે સંભવતા નથી. કારણ કે તેઓએ નાશના હેતુઓનો યોગ થતો ન હોવાથી વસ્તુમાત્રને સ્વભાવથી જ વિનાશી માની છે. ક્ષણવારમાં જ પોતાની મેળે ક્ષય પામવાનો વસ્તુનો સ્વભાવ છે. બૌદ્ધો નીચે જણાવ્યા મુજબ કહે છે.
એક પરિશીલન
Page #33
--------------------------------------------------------------------------
________________
નાશનાં કારણો દ્વારા ઘટપટાદિનો જે નાશ કરાય છે તે નાશ; ઘટપટાદિથી ભિન્ન છે કે અભિન્ન છેઃ આ બે વિકલ્પ છે. જો ઘટનો નાશ ઘટથી ભિન્ન હોય તો ઘટનું અસ્તિત્વ કાયમ જ છે અને જો એ નાશ ઘટથી અભિન્ન હોય તો નાશના હેતુએ ઘટને જ કર્યો છે એમ જ કહેવું પડે. આથી સમજી શકાશે કે વસ્તુમાત્રના નાશના કારણની કલ્પના શક્ય નથી; તેથી સ્વભાવથી જ ઉત્પત્તિના અનંતર ક્ષણમાં વિનાશ પામવાવાળા ભાવો છે. બૌદ્ધોની એવી માન્યતા હોવાથી તેમના મતે કોઇ પણ હિંસા કરતું નથી અને તેથી જગતમાં કોઈ જ ઉપપ્લવ નહિ રહે. I૮-૨વા
ननु जनक एव हिंसकः स्यादतो न दोष इत्यत्र जनकः किं सन्तानस्य क्षणस्य वा इति विकल्प्याद्ये दोषमाह
ઉપર જણાવ્યા મુજબ બૌદ્ધોના મતે આત્માનો કોઈ જ નાશ કરતું ન હોવાથી આત્માની હિંસા વગેરે સંગત થતી નથી. તેની સંગતિ કરવા માટે એમ કહેવામાં આવે કે જે જનક છે તે જ હિંસક છે. આ પ્રમાણે માનવાથી હિંસા વગેરે ઉપપન્ન થઈ શકે છે, તો આ વિષયમાં બે વિકલ્પો ઉદ્દભવે છે. સંતાનના જનકને હિંસક કહેવાય છે કે ક્ષણના જનકને હિંસક કહેવાય છે? આ બે વિકલ્પમાંના આઘવિકલ્પને જણાવવાપૂર્વક તેમાં દોષને જણાવાય છે
न च सन्तानभेदस्य जनको हिंसको मतः ।
सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत् ॥८-२१॥ न चेति-न च सन्तानभेदस्य हिंस्यमानशूकरक्षणसन्तानच्छेदेनोत्पत्स्यमानमनुष्यादिक्षणसन्तानस्य जनको लुब्धकादिहिँसको भवेत्, तद्विसदृशसन्तानोत्पादकत्वेनैव तद्धिंसकत्वव्यवहारोपपत्तेरिति वाच्यं, सांवृतत्वात् काल्पनिकत्वात् सन्तानभेदस्य । अजन्यत्वाद् लुब्धकाद्यसाध्यत्वात् । तद्धि जन्यत्वं हि भावत्वनियतं सत्त्वव्याप्तं, सांवृतं च खरविषाणादिवदसदेवेति भावः ।।८-२१॥
“સંતાનવિશષનો જનક હિંસક થશે' એ પ્રમાણે માનવાનું બરાબર નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે; અનન્ય છે. સર્વો(ભાવ7) જન્યત્વનું વ્યાપક છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બૌદ્ધોના મતે ભાવમાત્ર ક્ષણસ્વરૂપ છે. ઘટાદિ ક્ષણોની પરંપરા સ્વરૂપ સંતાન છે. પૂર્વપૂર્વક્ષણ ઉત્તર-ઉત્તર-ક્ષણના જનક છે. જનક પૂર્વેક્ષણ છે, તે ઉત્તરક્ષણના નાશક બની શકે એમ નથી. તેથી જે જેનો જનક છે તેનો તે નાશક છે – એવો અર્થ અભિપ્રેત નથી. પરંતુ જે જનક છે તે તેનાથી અવ્યવહિત પૂર્વનો નાશક છે : આવો અર્થ અભિપ્રેત છે.
શિકારી હિંસક છે અને શૂકરાદિ હિંસ્યમાન છે. શૂકરાદિ સ્વરૂપ હિંસ્યમાન સંતાનનો ઉચ્છેદ કરીને તેનાથી વિસદશ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર મનુષ્યાદિ સંતાનનો જનક શિકારી છે. તે જ હિંસક થશે. વિસદશ સંતાનનો તે ઉત્પાદક હોવાથી તેમાં હિંસકત્વનો વ્યવહાર સંગત છે.
૩૦
વાદ બત્રીશી
Page #34
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ તેને હિંસક મનાય છે – આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે. કાલ્પનિક વસ્તુ સત્ નથી અસત્ છે. સદ્ જન્ય હોય છે. અસદુ (ખરશૃંગાદિ) જન્ય હોતા નથી. તેથી ખરશૃંગાદિની જેમ અસદુ એવા સંતાનવિશેષ અજન્ય હોવાથી શિકારી વગેરેને તેના જનક(હિંસક) માની શકાશે નહિ. તેથી ‘સંતાનવિશેષના જનક હિંસક છે' એ કહી શકાય એવું નથી. I૮-૨૧il.
द्वितीये त्वाहઉત્તરક્ષણનો જનક પૂર્વેક્ષણનો હિંસક છે.' - આ બીજા વિકલ્પમાં દૂષણ જણાવાય છે
नरादिक्षणहेतुश्च शूकरादेर्न हिंसकः ।
શૂરાન્સફોર્મર મારતઃ II૮-૨૨ા. नरादीति-नरादिक्षणहेतुश्च लुब्धकादिः शूकरादेहिँसको न भवति, शुकरान्त्यक्षणेनैव व्यभिचारस्य हिंसकत्वातिव्याप्तिलक्षणस्य प्रसङ्गतः । म्रियमाणशूकरान्त्यक्षणोऽपि झुपादानभावेन नरादिक्षणहेतुरिति लुब्धकवत् सोऽपि स्वहिंसकः स्यादितिभावः ।।८-२२।।
મનુષ્યાદિ ક્ષણના કારણભૂત લુબ્ધકાદિ(શિકારી વગેરે)ને શૂકરાદિના હિંસક માની શકાશે નહિ. કારણ કે શુકરાદિના અંત્ય ક્ષણની સાથે વ્યભિચારનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શૂકરાદિના અંત્ય ક્ષણના ઉત્તરાણ સ્વરૂપ જે નરાદિ ક્ષણ છે, તેના જનક લુબ્ધકાદિને; શૂકરાદિના હિંસક તરીકે માનવાનું ઉચિત નથી. કારણ કે તે નરાદિ ક્ષણનો જનક જેમ લુબ્ધકાદિ છે તેમ શૂકરનો અંત્ય ક્ષણ પણ છે. મરતા એવા શૂકરનો અંત્યક્ષણ પણ ઉપાદાન (પરિણામી - સમવાયિકારણ) ભાવે નરાદિક્ષણનો હેતુ છે. નરાદિક્ષણનો હેતુ હોવાથી લુબ્ધકની જેમ શૂકરનો અંત્યક્ષણ પણ પોતાનો હિંસક છે - એમ માનવાનો અતિપ્રસંગ (વ્યભિચાર) આવશે. શૂકરાદિના અંત્યક્ષણમાં નરાદિક્ષણહેતુત્વ છે પરંતુ ત્યાં હિંસકત્વ મનાતું નથી. આથી સમજી શકાશે કે શૂકરાદિ અંત્યક્ષણમાં વ્યભિચારનો પ્રસંગ આવતો હોવાથી ઉત્તર ક્ષણનો જનક; પૂર્વેક્ષણનો હિંસક છે.' - આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. I૮-૨રા
इष्टापत्तौ व्यभिचारपरिहारे त्वाह
“સ્વધ્વંસની પ્રત્યે સ્વ પણ કારણ હોવાથી શૂકરના અંત્ય ક્ષણને તેના વિનાશની પ્રત્યે કારણ માનવાનું ઈષ્ટ હોવાથી સ્વમાં સ્વહિંસકત્વ ઈષ્ટ જ છે તેથી વ્યભિચારનો પ્રસંગ આવતો નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી, તે જણાવાય છે–
अनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला । નૈવં તવિરતિઃ વાપિ તત: શાસ્ત્રાદતિઃ I૮-૨રૂા.
એક પરિશીલન
Page #35
--------------------------------------------------------------------------
________________
अनन्तरेति-अनन्तरक्षणोत्पादे स्वाव्यवहितोत्तरविसदृशक्षणोत्पादे हिंसकत्वप्रयोजकेऽभ्युपगम्यमाने इति गम्यं । बुद्धलुब्धकयोस्तुला साम्यमापद्येत, बुद्धलुब्धकयोरनन्तरक्षणोत्पादकत्वाविशेषाद् । एवमुक्तप्रकारेण तद्विरतिहिंसाविरतिः क्वापि न स्यात् । ततः शास्त्रादीनामहिंसाप्रतिपादकशास्त्रादिनामसङ्गतिः स्यात् । न चैतदिष्टं परस्य-“सव्वे तसंति दंडेन सव्वेसिं जीवितं प्रियं । अत्तानं उपमं कत्ता नेव हन्ने ન થાત ||કા” ડ્રત્યાધામ) રરવુપમતિ ૮-૨રૂા.
“પોતાના અનંતરક્ષણ(વિસદશ ક્ષણ)ની ઉત્પત્તિની પ્રત્યે પોતાને હિંસક માનવામાં આવે તો બુદ્ધ અને લુબ્ધક : એ બંન્નેમાં સામ્ય આવશે અને તેથી કોઈ પણ સ્થાને હિંસાની વિરતિનો સંભવ નહિ રહે. તેથી અહિંસાદિ પ્રતિપાદક શાસ્ત્રોની અસંગતિ થશે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સ્વાવ્યવહિતોત્તર વિસદશ ક્ષણની ઉત્પત્તિને વિશે હિંસકત્વનું પ્રયોજકત્વ માની લેવામાં આવે તો બુદ્ધ અને લુળક બંન્નેમાં સામ્યનો પ્રસંગ આવશે. તાત્પર્ય એ છે કે શૂકરાદિના અંત્ય ક્ષણ પછી જે વિસદશ નરાદિ ક્ષણની ઉત્પત્તિ થાય છે, તે વિદેશ ક્ષણની ઉત્પત્તિના કારણે તેના નિમિત્તભૂત પૂર્વેક્ષણમાં હિંસકત્વ મનાય છે. તેથી હિંસકત્વનો પ્રયોજક તાદશ વિસદશક્ષણનો ઉત્પાદ છે. આ રીતે સ્વાવ્યવહિતોત્તર વિસદશક્ષણના ઉત્પાદક તરીકે હિંસકત્વ માની લેવામાં આવે તો લુબ્ધક અને બુદ્ધમાં સામ્ય આવશે. કારણ કે વિસદશ તાદશ ક્ષણના ઉત્પાદક બંન્ને છે. એ દૃષ્ટિએ બંન્નેમાં કોઈ વિશેષતા નથી, પરંતુ સામ્ય છે.
આ રીતે હિંસાથી વિરામ પામવાનું કોઈ પણ રીતે શક્ય નહીં બને તેથી અહિંસાદિ પ્રતિપાદક શાસ્ત્ર અને તદનુસાર અપાતા ઉપદેશ વગેરે અસંગત થશે. “આ વાત ઇષ્ટ જ છે.” - આ પ્રમાણે બૌદ્ધો કહી શકશે નહિ. કારણ કે સર્વે તાંતિ.. ઇત્યાદિ આગમથી તેઓએ જણાવ્યું છે કે બધા પ્રહારાદિથી ત્રાસ પામે છે. બધાને જીવવાનું પ્રિય છે. પોતાની જેમ બધા જીવોને માનીને કોઇને પણ હણે નહિ અને હણાવે નહિ. આ રીતે હિંસાથી વિરામ પામવાનું જણાવનારાને હિંસાદિથી વિરામ પામવાનું અસંભવિત બને તે ઈષ્ટ ન જ હોય - એ સમજી શકાય છે. ૮-૨all.
એકાંતનિત્ય અને એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સંગત નથી એ જણાવીને હવે સત્ય વગેરે સંગત થતા નથી – એ જણાવાય છે–
घटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्त्वतः ।
एतस्या वृत्तिभूतानि तानि यद्भगवाञ्जगौ ॥८-२४॥ घटन्त इति-अहिंसां विना सत्यादीन्यपि न घटन्ते । यत एतस्या अहिंसाया वृत्तिभूतानि तानि सत्यादीनि भगवान् जगौ सर्वज्ञो गदितवान् । न च सस्यादिपालनीयाभावे वृत्तौ विद्वान् यतत इति । ननु हन्मीति सङ्कल्प एव हिंसा, तद्योगादेव च हिंसकत्वं, तदभावाच्याहिंसायास्ततश्च तद्वृत्तिभूतसत्यादीनां
૩૨
વાદ બત્રીશી
Page #36
--------------------------------------------------------------------------
________________
नानुपपत्तिरिति चेन्न, हन्मीति सङ्कल्पक्षणस्यैव सर्वथाऽनन्वये कालान्तरभाविफलजनकत्वानुपपत्तेः, कथञ्चिदन्वये चास्मत्सिद्धान्तप्रवेशापाताच्चेत्यधिकमन्यत्र ।।८-२४॥
“અહિંસા વિના સત્ય વગેરે વાસ્તવિક રીતે ઘટતા નથી; કારણ કે અહિંસાદિની વૃત્તિ (વાડ) સ્વરૂપે તે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ભગવંતે કહ્યા છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે કે જે કારણે શ્રી સર્વજ્ઞભગવંત શ્રી તીર્થંકર પરમાત્માએ અહિંસાધર્મની રક્ષા માટે વાડ જેવા સત્ય વગેરેને જણાવ્યા છે. તે કારણે અહિંસાધર્મની સંગતિને લઈને જ સત્ય વગેરે સંગત થઈ શકે છે.
ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સંગત ન હોવાથી તેની રક્ષા માટે વાડતુલ્ય સત્યાદિ પણ સંગત નથી. ધાન્યાદિ રક્ષણ કરવા યોગ્ય વસ્તુના અભાવમાં કોઇ પણ વિદ્વાન વાડ માટે પ્રયત્ન કરતો નથી – એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે અહિંસા સંગત ન બને તો તેની રક્ષા માટેના સત્ય વગેરે પણ સંગત ન જ બને.
હું આને હણું' આવો સંકલ્પ જ હિંસા છે. તેવા સંકલ્પને ધારણ કરનારમાં જ હિંસકત્વ મનાય છે. એ સંકલ્પનો અભાવ અહિંસા છે. આ રીતે અહિંસાની સંગતિ થતી હોવાથી તેની રક્ષા માટે વાડસ્વરૂપ જે સત્ય વગેરે જણાવ્યા છે તે પણ સંગત જ છે, તેથી કોઈ અનુપપત્તિ થતી નથી : આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે “હું આને હણું” આ સંકલ્પાત્મક ક્ષણ સર્વથા(નિરન્વય) નષ્ટ થતો હોવાથી કાલાંતરે(જન્માંતરમાં) પ્રાપ્ત થનાર ફળ(નરકાદિ ગતિ વગેરે)ની પ્રત્યે તે કારણ બની શકશે નહિ. તેથી તેનાથી વિરામ પામવા સ્વરૂપ અહિંસા અને તેની વાડ સ્વરૂપ સત્ય વગેરેની કલ્પના પણ સંગત નહિ થાય. હિંસાને સંગત કરવા માટે એમ કહેવામાં આવે કે તાદશ ક્ષણનો તર્જન્યસંસ્કારાદિસંબંધની વિદ્યમાનતામાં નાશ થાય છે અર્થાત્ કથંચિત્ (સાવ્ય) નાશ થાય છે, જેથી કાલાંતરભાવી એવા ફળની પ્રત્યે તે કારણ બની શકે છે તો એમ માનવાથી અમારા(જૈનના) સિદ્ધાંતને માનવાનો પ્રસંગ આવશે... ઇત્યાદિ અન્ય ગ્રંથોમાં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથોના અધ્યયનથી તે જાણી લેવું જોઈએ. અહીં તો દિશાસૂચન જ કર્યું છે. ll૮-૨૪ll
એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસાદિ ઘટતા નથી તો તે કયા પક્ષમાં સંગત થાય છે - તે જણાવાય છે–
मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि ।
नित्यानित्ये स्फुटं देहाद् भिन्नाभिन्ने तथात्मनि ॥८-२५॥ मौनीन्द्र इति-मौनीन्द्रे वीतरागप्रतिपादिते च वचने सर्वमेव हि हिंसाहिंसादिकं युज्यते । नित्यानित्ये तथा स्फुटं प्रत्यक्षं देहादिन्नाभिन्ने आत्मनि सति । तथाहि-आत्मत्वेन नित्यत्वमात्मनः प्रतीयते, अन्यथा એક પરિશીલન
૩૩
Page #37
--------------------------------------------------------------------------
________________
परलोकाद्यभावप्रसङ्गात् । मनुष्यादिना चानित्यत्वम्, अन्यथा मनुष्यादिभावानुच्छेदप्रसङ्गात् । धर्मिग्राहकमानेन तत्र नित्यत्वसिद्धावनित्यत्वधियः शरीरादिविषयकत्वमेवास्त्विति चेन्न, धर्मिग्राहकमानेन त्रैलक्षण्यकलितस्यैव तस्य सिद्धेघटाधुपादानस्येव ज्ञानाद्युपादानस्य पूर्वोत्तरपर्यायनाशोत्पादान्वितधुवत्वनियतत्वात् । तथा च भ्रान्तत्वाभ्रान्तत्वे परमार्थसंव्यवहारापेक्षया परेषां न ज्ञानस्य विरुद्धे, यथा चैकत्र संयोगतदभावौ, तथा द्रव्यतो नित्यत्वं पर्यायतश्चानित्यत्वं नास्माकं विरुद्धम् । अनपेक्षितविशिष्टरूपं हि द्रव्यं, अपेक्षितविशिष्टरूपं च पर्याय इति । तथा शरीरजीवयोर्मूर्तामूर्तत्वाभ्यां भेदः, देहकण्टकादिस्पर्श वेदनोत्पत्तेश्चाभेद इति । तदुक्तं-“जीवसरीराणं पि हु भेआभेओ तहोवलंभाओ । मुत्तामुत्तत्तणओ छिक्कंमि य वेयणाओ अ ।।१।।” न चेदेवं ब्राह्मणो नष्टो ब्राह्मणो जानातीत्यादिव्यवहारानुपपत्तिः विना ब्राह्मणस्य व्यासज्यवृत्तित्वमित्यादिकमुपपादितमन्यत्र ।।८-२५।।
શરીરથી ભિન્નભિન્ન એવો નિત્યાનિત્ય આત્મા જેમાં મનાય છે તે મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં અહિંસા વગેરે બધું જ સ્પષ્ટ રીતે ઘટે છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માથી પ્રતિપાદન કરાયેલા પ્રવચનમાં આત્માને નિત્યાનિત્ય મનાયો છે અને આત્માને શરીરથી ભિન્નભિન્ન મનાય છે. તેથી આવા આત્મસ્વરૂપવાળા પ્રવચનમાં હિંસા, અહિંસા, પરલોક, પુણ્ય, પાપ વગેરે બધું જ સ્પષ્ટપણે ઘટે છે.
આત્મત્વની અપેક્ષાએ આત્મા નિત્ય મનાય છે. આત્માને એ રીતે નિત્ય માનવામાં ન આવે તો પરલોકગમન અને મોક્ષ વગેરે સંગત નહિ થાય. એના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા નિત્ય ન હોય તો તેના અસ્તિત્વના અભાવમાં પરલોકગમનાદિ શક્ય નથી. મનુષ્યાદિની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. એ રીતે આત્માને અનિત્ય ન માનીએ તો ક્યારે પણ મનુષ્યાદિભાવનો નાશ નહિ થાય. સદાને માટે એ જ ભાવનું અસ્તિત્વ રહેશે. તેથી આત્મત્વની અપેક્ષાએ આત્મામાં નિત્યત્વ અને મનુષ્યાદિની અપેક્ષાએ અનિત્યત્વ હોવાથી ત્યાં નિત્યાનિત્યત્વ સ્પષ્ટ છે.
“જ્ઞાનાદિ ભાવસ્વરૂપ કાર્ય હોવાથી તેનું કોઈ પણ ઉપાદાનકારણ હોવું જોઇએ. દા.ત. ઘટનું ઉપાદાનકારણ મૃપિંડ છે. શરીરાદિમાં જ્ઞાનાદિની કારણતા બાધિત હોવાથી જ્ઞાનાદિના ઉપાદાનકારણ તરીકે આત્મદ્રવ્યની સિદ્ધિ થાય છે. આ ધર્મિગ્રાહક પ્રમાણ છે. આ પ્રમાણથી આત્મત્વસ્વરૂપે આત્મામાં નિત્યત્વ સિદ્ધ થયા પછી આત્મામાં જે અનિત્યત્વની પ્રતીતિ થાય છે તે શરીરાદિવિષયક છે. કારણ કે નિત્યત્વ જ્યાં હોય ત્યાં અનિત્યત્વ મનાય નહિ. બંન્નેને પરસ્પર વિરોધ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ધર્મિગ્રાહકમાનથી આત્મામાં નિત્યત્વ સિદ્ધ થતું નથી. પરંતુ ઐલક્ષણ્યની સિદ્ધિ થાય છે. ઘટનું ઉપાદાન મૃતપિંડ જેમ પૂર્વપર્યાયનો નાશ; ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને મૃદ્રવ્ય(માટી)રૂપે પૃવત્વ(સ્થિતિ) - આ ત્રણ
૩૪
વાદ બત્રીશી
Page #38
--------------------------------------------------------------------------
________________
લક્ષણથી યુક્ત છે તેમ આત્મદ્રવ્ય પણ એ ત્રણ લક્ષણથી યુક્ત જ્ઞાનાદિના ઉપાદાનરૂપે સિદ્ધ થાય છે. તેમાં પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ અને દ્રવ્યની અપેક્ષાએ નિયત્વ છે. એક જ દ્રવ્યમાં નિત્યત્વ અને અનિત્યત્વ માનવામાં કોઈ વિરોધ નથી. “પરમાર્થથી જ્ઞાનમાં ભ્રાંતત્વ છે અને સંવ્યવહારની અપેક્ષાએ અભ્રાંતત્વ છે.” આવી માન્યતાવાળાને જેમ બ્રાંતત્વ અને અભ્રાંતત્વ માનવામાં કોઈ વિરોધ નથી; તેમ જ એક જ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિ(વાંદરો)સંયોગ અને મૂળની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ માનવામાં જેમ વિરોધ નથી તેમ મનુષ્યાદિની અપેક્ષાએ આત્મામાં અનિત્યત્વ અને આત્મત્વની અપેક્ષાએ નિત્યત્વ માનવામાં કોઈ જ વિરોધ નથી. આથી સમજી શકાશે કે દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. વસ્તુના વિશિષ્ટ સ્વરૂપની જ્યારે અપેક્ષા(વિવફા) ન હોય ત્યારે તે દ્રવ્ય તરીકે જણાય છે અને જ્યારે તેના વિશિષ્ટ સ્વરૂપની વિવેક્ષા હોય છે ત્યારે તે પર્યાયસ્વરૂપે જણાય છે. દા.ત. મૃદુ અને ઘટ વગેરે. અનલિવિશિષ્ટરૂ૫ દિવ્ય અને વિશિષ્ટઝ પર્યાય આ અનુક્રમે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ વર્ણવ્યું છે. ખૂબ જ ઓછા શબ્દોમાં સરળ રીતે વસ્તસ્વરૂપને માર્મિક શૈલીથી જણાવવાની ગ્રંથકાર પરમર્ષિની અદ્દભુત કળાનું અહીં દર્શન થાય છે.
આવી જ રીતે શરીર અને આત્માને ભેદભેદ છે. શરીર મૂર્ત(રૂપી) છે અને આત્મા અમૂર્ત છે. મૂર્તત્વ અને અમૂર્તત્વની અપેક્ષાએ શરીરથી આત્મા ભિન્ન છે. અર્થાત્ મૂર્તત્વ અને અમૂર્તત્વને લઇને તે બંન્નેમાં ભેદ છે. શરીરને કાંટા વગેરેનો સ્પર્શ થવાથી આત્માને વેદનાનો અનુભવ થાય છે. એની અપેક્ષાએ શરીર અને આત્મામાં અભેદ છે. આ વાતને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે- “જીવ અને શરીરમાં ભેદભેદ છે. કારણ કે તેવો જ (ભેદભેદનો જ) ઉપલંભ થાય છે. મૂર્તિત્વ અને અમૂર્તત્વના કારણે ભેદ છે. શરીરના સ્પર્શે વેદના થાય છે; તેથી અભેદ છે.”
આ રીતે શરીર અને આત્મામાં ભેદભેદ માનવામાં ન આવે તો વાતાળો નષ્ટ અને વાહનો નાનાતિ આ પ્રતીતિ સંગત નહીં થાય. કારણ કે વાહિત શબ્દનો અર્થ બ્રાહ્મણનું શરીર કરીએ તો બ્રાહ્મણ જાણે છે. આ પ્રતીતિ શક્ય બનતી નથી અને વાહન શબ્દનો અર્થ બ્રાહ્મણનો આત્મા કરીએ તો “બ્રાહ્મણ નાશી ગયોઆ પ્રતીતિ સંગત થતી નથી. બંન્ને પ્રતીતિના આધારે નષ્ટ થવાની ક્રિયાના આશ્રય તરીકે બ્રાહ્મણનું શરીર અને જ્ઞાનના આશ્રય તરીકે બ્રાહ્મણનો આત્મા એ બંન્ને અર્થ વહિાન શબ્દથી વિવક્ષિત છે, જે શરીર અને આત્મા ભિન્નભિન્ન હોય તો જ શક્ય બને છે. આથી સમજી શકાશે કે બ્રાહ્મણનું શરીર અને આત્મા બંન્ને સર્વથા ભિન્ન હોય તો ઉપર જણાવ્યા મુજબની બંન્ને પ્રતીતિને સંગત કરવા બ્રાહ્મણત્વને વ્યાસજ્યવૃત્તિ માનવાનો પ્રસંગ આવશે. ઘટપટોભયત્વજેમ વ્યાસજયવૃત્તિ ધર્મ છે પરંતુ જાતિ નથી તેમ બ્રાહ્મણત્વ પણ શરીરાત્મોભયવૃત્તિ ધર્મ માનવો પડશે, તેને જાતિ નહીં મનાય. તેથી પ્રતીતિના અનુરોધથી શરીર અને આત્માને
એક પરિશીલન
૩૫
Page #39
--------------------------------------------------------------------------
________________
કથંચિત્ અભેદ છે એમ માનીને જ બ્રાહ્મણત્વને જાતિ માની શકાશે અને તેને વ્યાસજયવૃત્તિ ધર્મ માનવાના પ્રસંગને દૂર કરી શકાશે... ઇત્યાદિ અન્ય ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. I૮-૨૫
આત્માને નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી જે રીતે હિંસા સંગત થાય છે; તે જણાવાય છે–
पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः ।
त्रिधा हिंसागमप्रोक्ता न हीथमपहेतुका ॥८-२६॥ पीडेति-पीडाकर्तृत्वतः पीडायां स्वतन्त्रव्यापृतत्वात् । देहस्य व्यापत्तिर्विनाशस्तया कथञ्चित्तद्व्यापत्तिसिद्धिरिति भावः । दुष्टभावतो हन्मीति सङ्क्लेशात् । त्रिधा जिनप्रोक्ता हिंसा । इत्थमुक्तरूपात्माभ्युपगमे । न ह्यपहेतुका हेतुरहिता भवति ।।८-२६।।
“પીડા કરવાથી, દેહનો વિનાશ થવાથી અને દુષ્ટ ભાવથી હિંસા થાય છે. આગમમાં વર્ણવેલી એ ત્રણ પ્રકારની હિંસા, આ રીતે આત્માને નિત્યાનિત્યાદિ સ્વરૂપ માનવાથી હેતુરહિત બનતી નથી. (સંગત થાય છે.)” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામા જીવને પીડા પહોંચાડવાનું કામ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય માનવાથી શક્ય થતી નથી. નિત્યેકસ્વભાવમાં કર્તુત્વ માની શકાતું નથી. અન્યથા સ્વભાવહાનિનો પ્રસંગ આવે છે. એકાંતે અનિત્ય માનવાથી આત્મા એ કાર્યના ફળને પ્રાપ્ત કરી શકશે નહિ; જેથી કૃતનાશાદિ દોષનો પ્રસંગ આવે છે. આત્માને નિત્યાનિત્ય માનવાથી એ પ્રસંગ આવતા નથી. પર્યાયની અપેક્ષાએ સ્વભાવમાં પરિવર્તનાદિ સંગત છે.
શરીરનો નાશ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા શરીરથી આત્માને એકાંતે ભિન્ન કે અભિન્ન માનવાથી સંગત થતી નથી. કારણ કે તેથી આત્માને કાંઇ જ થતું નથી, જે કાંઈ થાય છે તે જડ શરીરને જ થાય છે. પરંતુ શરીરથી આત્માને કથંચિ ભિન્નભિન્ન માનવાથી શરીરના વિનાશથી તે સ્વરૂપે આત્માનો વિનાશ સિદ્ધ થાય છે. તેથી હિંસા સંગત બને છે.
આવી જ રીતે હું આને હણું આવા દુષ્ટભાવસ્વરૂપ સંક્લેશના કારણે હિંસા થાય છે - એમ આગમમાં જણાવ્યું છે. આત્માને એકાંતે અનિત્ય કે નિત્ય માનવાથી પૂર્વે જણાવ્યા મુજબ (૨૪મા શ્લોકમાં જણાવ્યા મુજબ) એ હિંસા સંગત થતી નથી. આત્માને કથંચિ નિત્યાનિત્ય માનવાથી એ સંક્લેશના કારણે કાલાંતરે ફળ પ્રાપ્ત થઈ શકતું હોવાથી હિંસા સંગત થાય છે... ઈત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે આગમમાં જણાવેલી હિંસા સહેતુક છે, હેતુરહિત નથી. II૮-૨૬ll.
अत्रैव प्रकारान्तरेणासम्भवं दूषयितुमुपन्यस्यति
૩૬
વાદ બત્રીશી
Page #40
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે મૌનીન્દ્ર પ્રવચનમાં હિંસાનો સંભવ હોવા છતાં પ્રકારોતરથી બીજી રીતે) તેનો સંભવ નથી : એ જણાવીને તેનું નિરાકરણ કરાય છે
हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि ।
પ્રસ્તિત્વમાવે વાચત્રપિ મુથા વ: ૮-૨૭ી. हन्तुरिति-हिंसनीयस्य कर्मणि हिंसानिमित्तादृष्टे । जाग्रति लब्धवृत्तिके सति । हन्तुः को दोषः ? स्वकर्मणैव प्राणिनो हतत्वात्, तत्कर्मप्रेरितस्य च हन्तुरस्वतन्त्रत्वेनादुष्टत्वव्यवहारात् । तदभावे च हिंसनीयकर्मविपाकाभावे च । अन्यत्राप्यहिंसनीयेऽपि प्राणिनि प्रसक्ति हिंसापत्तिरिति हिंसाऽसम्भवप्रतिपादकं वचो मुधाऽनर्थकम् ।।८-२७।।
જેની હિંસા થઈ રહી હોય એવા હિંસનીય જીવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે તે જીવને હણનારને કયો દોષ છે? હિંસનીય જીવના અશુભ કર્મનો વિપાક ન હોય તો હિંસનીય પ્રાણીની જેમ અહિંસનીય પ્રાણીની પણ હિંસાનો પ્રસંગ આવશે - આ, હિંસાના અસંભવને જણાવનારું વચન નિરર્થક છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે જે કોઈની પણ જે કોઇ જ્યારે પણ હિંસા કરે છે ત્યારે તે હિંસનીય પ્રાણીનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોવાથી તેને લઇને તે જીવ હિંસા કરે છે. ખરી રીતે તો તે તે પ્રાણીઓ પોતપોતાના કર્મથી જ હણાયેલા છે. તેના કર્મથી પ્રેરાયેલ પ્રાણી સ્વતંત્ર ન હોવાથી પરાધીનતાને કારણે હણવાની પ્રવૃત્તિ કરનારાનો કોઈ જ અપરાધ નથી. તેથી તેમાં દુષ્ટત્વનો વ્યવહાર નહિ કરવો જોઇએ. હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય હિંસામાં કારણ નથી અને હિંસક જ એમાં કારણ છે : એમ માની લેવામાં આવે તો અહિંસનીય પ્રાણીની પણ હિંસા કરવાનો પ્રસંગ આવશે. તેથી હિંસનીયની હિંસામાં હિંસકને કોઈ દોષ ન હોવાથી હિંસાનો વાસ્તવિક રીતે સંભવ જ નથી, આ પ્રમાણે બીજાઓ દ્વારા કહેવાય છે પરંતુ તે અર્થહીન છે. - એ સત્તાવીસમા શ્લોકનો ભાવાર્થ છે. ll૮-૨૭
ઉપર જણાવ્યા મુજબ હિંસાના અસંભવને જણાવનારું વચન ને કારણે અર્થહીન છે તે જણાવાય છે–
हिंस्यकर्मविपाके तु यद् दुष्टाशयनिमित्तता ।
हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद् रिपोरिव ॥८-२८॥ हिंस्येति-हिंस्यस्य प्राणिनः कर्मविपाके सति । यद्यस्मात् । दुष्टाशयेन हन्मीति सङ्क्लेशेन निमित्तता प्रधानहेतुकर्मोदयसाध्यां हिंसां प्रति निमित्तभावो हिंसकत्वं । तेन कारणेनेदं हिंसकत्वं रिपोरिव वैद्यस्य न स्यात्, तस्य हिंसां प्रति निमित्तभावेऽपि दुष्टाशयानात्तत्वात् । तदिदमाह-“हिंस्यकर्मविपाकेऽपि
એક પરિશીલન
૩૭.
Page #41
--------------------------------------------------------------------------
________________
निमित्तत्वनियोगतः । हिंसकस्य भवेदेषा दुष्टा दुष्टानुबन्धतः ||१ ||" परप्रेरितस्यापि चाभिमरादेरिव दुष्टत्वं व्यपदिश्यत एव । हिंस्यकर्मनिर्जरणसहायत्वेऽपि च तथाविधाशयाभावान्न हिंसकस्य वैयावृत्त्यकरत्वव्यपदेश રૂતિ દ્રષ્ટવ્યમ્ ।।૮-૨૮ા
“હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય થયે છતે તે પ્રાણીની હિંસામાં બીજા પ્રાણીનો દુષ્ટાશય જેથી નિમિત્ત બને છે, એ નિમિત્તતા હિંસકત્વ છે, તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકતા મનાતી નથી.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય થાય ત્યારે તે સ્વરૂપ મુખ્ય કારણે થનારી હિંસામાં; ‘આને હું હણું' - આવો બીજાનો(હિંસકનો) સંક્લેશસ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત બને છે. એ નિમિત્તતા જ હિંસકનું હિંસકત્વ છે. આથી સમજી શકાશે કે હિંસાની પ્રત્યે હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય પ્રધાન – મુખ્ય કારણ છે અને હિંસક પ્રાણીનો તાદેશસંક્લેશ સ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત છે, તસ્વરૂપ હિંસકત્વ છે. તેથી આવી જાતિનું હિંસકત્વ શત્રુમાં મનાય છે. પરંતુ શસ્ત્રક્રિયાને કરનાર વૈઘમાં મનાતું નથી. કારણ કે વૈદ્યને એવો દુષ્ટ આશય નથી. શસ્ત્રક્રિયાજન્ય હિંસામાં વૈદ્ય નિમિત્ત હોવા છતાં એ નિમિત્તતા દુષ્ટાશયને આધીન નથી. તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકત્વ મનાતું નથી. આ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે— “હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો વિપાક હોવા છતાં તેની હિંસામાં નિમિત્ત બનવાથી આ હિંસા દુષ્ટ આશયના કારણે હિંસા કરનાર માટે દોષનું કારણ બને છે.
પૂ. ગુરુભગવંતાદિને નિર્જરામાં સહાયક બનવાના કારણે સહાયકને જેમ વૈયાવચ્ચ કરનાર તરીકે વર્ણવાય છે તેમ હિંસા કરનાર પણ હિંસનીયનાં અશુભ કર્મોની નિર્જરામાં નિમિત્ત બની સહાયક થતો હોવાથી તેને દુષ્ટ નહિ મનાય - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે હિંસા કરનારને ‘આને હું હસું...' ઇત્યાદિ સંક્લેશસ્વરૂપ દુષ્ટ આશય હોવાથી નિર્જરામાં સહાયક થવાનો આશય નથી. તેથી તેવા પ્રકારના આશયના અભાવના કારણે હિંસકમાં વૈયાવચ્ચ કરનાર તરીકે વ્યવહાર કરવામાં આવતો નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૮-૨૮।। આ રીતે હિંસા વગેરેનો મૌનીન્દ્ર પ્રવચનમાં સંભવ હોવાથી તેની વિરતિ વગેરેનો પણ ત્યાં જ સંભવ છે – તે જણાવાય છે—
इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा ।
सोपक्रमस्य पापस्य नाशात् स्वाशयवृद्धितः ॥८- २९॥
इत्थमिति - इत्थं परिणामिन्यात्मनि हिंसोपपत्तौ । सतां ज्ञानगुरूणामुपदेशादेः । आदिना अभ्युत्थानादिपरिग्रहः । तदाह - " अब्भुठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमद्दंसणलंभो विरयाविरईइ
વાદ બત્રીશી
૩૮
Page #42
--------------------------------------------------------------------------
________________
विरईए ।।१।।” सोपक्रमस्यापवर्तनीयस्य । पापस्य चारित्रमोहनीयस्य नाशात् । तन्निवृत्तिरपि हिंसानिवृत्तिरपि । स्फुटा प्रकटा । स्वाशयस्य शुभाशयस्य न कमपि हन्मीत्याकारस्य वृद्धितोऽनुबन्धात् ।।८-२९।।
આ રીતે પરિણામી આત્મા વગેરેને માનવાથી પૂ. ગુરુદેવાદિના સદુપદેશશ્રવણાદિના કારણે સોપક્રમ પાપનો નાશ થતો હોવાથી પરિણામની વૃદ્ધિને લઈને હિંસાની નિવૃત્તિ સ્પષ્ટ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આત્માને પરિણામી નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી મૌનીન્દ્રના પ્રવચનમાં હિંસાદિનો સંભવ હોવાથી જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણથી તેમ જ તેઓશ્રીની પ્રત્યે વિનય આચરવાદિથી હિંસાદિથી નિવૃત્ત થવાનું પણ શક્ય બને છે. પૂ. ગુરુદેવશ્રીને જોતાંની સાથે ઊભા થવું, તેઓશ્રી આવે ત્યારે લેવા માટે સામે જવું, તેઓશ્રીને બેસવા માટે આસન આપવું... વગેરે અભુત્થાનાદિ વિનય છે. આ અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કે – “અભુત્થાન, વિનય, ધર્મમાં પરાક્રમ અને સાધુ મહાત્માઓની સેવાથી સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિનો લાભ થાય છે.
જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશાદિથી સોપક્રમ-અપવર્તનીય(અનિકાચિત) એવા ચારિત્રમોહનીયસ્વરૂપ પાપકર્મનો નાશ થવાથી હિંસાદિથી નિવૃત્તિ શક્ય બને છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી અવિરતિ હોય છે. ચારિત્રમોહનીયકર્મના તાદશ નાશથી વિરતિ પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયકર્મના નાશ માટે પૂ. ગુરુભગવંતોના પરમતારક ઉપદેશનું શ્રવણ, અભ્યત્થાનાદિ વિનય અને સંયમમાં પુરુષાર્થ વગેરે પ્રબળ સાધનો છે. ચારિત્ર-મોહનીયકર્મ નિકાચિત ન હોય તો તેની સ્થિતિ અને રસનું અપવર્તન તે સાધનોથી થાય છે અને તેથી તે પાપકર્મનો નાશ થવાથી હિંસાદિના પરિણામથી નિવૃત્તિની પ્રાપ્તિ થતી હોય છે. હિંસાદિની પ્રવૃત્તિનો અભાવ અને તેના પરિણામનો અભાવ એ બંન્નેમાં ઘણો ફરક છે. ચારિત્રમોહનીયકર્મના નાશ વિના પણ હિંસાદિની પ્રવૃત્તિ અટકી શકે છે. પરંતુ હિંસાદિના પરિણામની નિવૃત્તિ તો ચારિત્રમોહનીયકર્મના નાશ વિના શક્ય નથી. એ કર્મના નાશથી “આને હું હણું' - આવા સંક્લેશની નિવૃત્તિ થાય છે અને કોઈને પણ હું ન હણું'... ઇત્યાદિ શુભ પરિણામનો સતત અનુબંધ ચાલતો હોવાથી તે શુભ પરિણામની વૃદ્ધિ થાય છે. પરંતુ આ બધું મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનમાં જ સંગત છે, અન્ય દર્શનોમાં એ બધું સંગત બનતું નથી. પરમાર્થથી હિંસા, અહિંસા વગેરે વ્યવસ્થા અહીં શ્રી જૈન દર્શનમાં જ સંગત છે. II૮-૨લા
જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણાદિથી સોપક્રમ એવું ચારિત્રમોહનીયકર્મ નાશ પામે છે - એ બરાબર; પરંતુ ચારિત્રમોહનીયકર્મ સોપક્રમ છે કે નિરુપક્રમ છે – એ કઈ રીતે જણાય?... ઇત્યાદિ શંકાનું સમાધાન જણાવાય છે– "
એક પરિશીલન
Page #43
--------------------------------------------------------------------------
________________
तथारुचिप्रवृत्त्या च व्यज्यते कर्म तादृशम् ।
संशयं जानता ज्ञातः संसार इति हि श्रुतिः ॥८-३०॥ तथारुचीति-तथारुच्या सदाचारश्रद्धया प्रवृत्त्या च । तादृशं स्वप्रयलोपक्रमणीयं कर्म व्यज्यते । प्रवृत्तिरेवोपक्रमणीयकर्मानिश्चयादुपायसंशये कथं स्यादिति चेदर्थानर्थसंशययोः प्रवृत्तिनिवृत्त्यङ्गत्वादित्याशयवानाह-संशयमानर्थगतं जानता हेयोपादेयनिवृत्तिप्रवृत्तिभ्यां परमार्थतः संसारो ज्ञात इति हि स्थितिः प्रेक्षावतां मर्यादा । तथा चाचारसूत्रं-“संसयं परिजाणतो संसारे परिन्नाते भवति, संसयं अपरिजाणतो संसारे अपरिन्नाते भवतीति” ||८-३०॥
“ઉપદેશશ્રવણ, અભ્યત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા અને તેની પ્રવૃત્તિને જોઈને તે તે આત્માનું ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ છે - એ જણાય છે. સંશયના જાણકારે સંસાર જાણી લીધો છે – એમ આગમનું વચન છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને ઉપર જણાવ્યા મુજબના પૂ. ગુરુભગવંતના ઉપદેશશ્રવણમાં તેમ જ તેઓશ્રીની પ્રત્યે આચરવા યોગ્ય અભ્યત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા થાય અને આત્મા તેમાં પ્રવૃત્તિ કરે તો તેથી પોતાના તાદશ પ્રયત્ન વડે ચારિત્રમોહનીયકર્મ ઉપક્રમ લગાડવા યોગ્ય છે - એમ જણાય છે. તેવા પ્રકારની શ્રદ્ધા અને પ્રવૃત્તિ ચારિત્રમોહનીયકર્મના ઉપક્રમ માટે કારણભૂત છે.
યદ્યપિ ચારિત્રમોહનીયસ્વરૂપ કર્મ ઉપક્રમ પામવા યોગ્ય હોય તો જ ઉપદેશશ્રવણાદિના વિષયમાં શ્રદ્ધા, પ્રવૃત્તિ થવાની છે. તાદશ પાપકર્મની ઉપક્રમણીયતાનો નિશ્ચય જ ન હોય તો શ્રદ્ધા, પ્રવૃત્તિનો સંભવ નથી. કારણ કે ઉપાય(પ્રવૃત્તિ)માં સંશય હોવાથી અર્થાત્ પ્રવૃત્તિથી પાપકર્મનો ઉપક્રમ થશે કે નહિ - આવો સંશય હોવાથી ઉપાયમાં પ્રવૃત્તિ જ અશક્ય છે. પરંતુ અર્થનો સંશય અને અનર્થનો સંશય અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અંગ છે – એ આશયથી જણાવાય છે... સંશયં નાનતા.. ઇત્યાદિ. આશય એ છે કે આનાથી લાભ થશે કે નહિ? આવો સંશય હોય તોપણ તાદશ અર્થના સંશયથી પ્રવૃત્તિ થાય છે અને આનાથી મને નુકશાન થશે કે નહિ આવો સંશય હોય તો તાદેશ અનર્થના સંશયથી નિવૃત્તિ થાય છે - એ સ્પષ્ટ છે. આ રીતે અર્થ(લાભ)ના સંશયથી ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે અને અનર્થના સંશયથી હેયમાં નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણે પરમાર્થથી સંસારનું જ્ઞાન થયેલું મનાય છે. બુદ્ધિમાન પુરુષોની એ મર્યાદા છે. આથી જ શ્રી આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે અર્થગત સંશય અને અનર્થગત સંશયના જ્ઞાનવાનને સંસાર પરિજ્ઞાત છે અને એવો સંશય જેને નથી તેને સંસારનું જ્ઞાન પણ નથી. મારું કર્મ ઉપક્રમણીય હશે એવી સંભાવનાથી તત્વયુક્ત ઉપદેશશ્રવણાદિમાં પણ પ્રવૃત્તિનો સંભવ છે. કારણ કે તે અર્થગત સંશયથી શક્ય છે. I૮-૩૦ના
ઉપર જણાવ્યા મુજબ સંભાવનાપ્રયુક્ત વિરતિસ્વરૂપ અહિંસા વગેરે જ પારમાર્થિક છે - તે જણાવાય છે–
४०
વાદ બત્રીશી
Page #44
--------------------------------------------------------------------------
________________
अपवर्गतरोर्बीजं मुख्याऽहिंसेयमुच्यते । सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥८-३१॥
સાવતિ–સ્પષ્ટ: ૮-
“મોક્ષસ્વરૂપ વૃક્ષના બીજભૂત આ અહિંસા મુખ્ય કહેવાય છે અને એ બીજમાંથી સત્ય, અચૌર્ય વગેરે તો સ્વરૂપ નવા પલ્લવો ઉત્પન્ન થાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ આત્માદિનું જ સ્વરૂપ વર્ણવ્યું છે; તેને યથાર્થ સ્વરૂપે માનવામાં ન આવે તો હિંસાદિ પાપો અને તેનાથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ અહિંસાદિ વ્રતો વગેરે કોઈ પણ રીતે સંગત નહિ થાય. જેમ ધર્મ પારમાર્થિક છે તેમ તેનાં સાધનો પણ પારમાર્થિક છે. પૂર્વે જણાવ્યા મુજબ હિંસાની વિરતિનો સંભવ હોવાથી આ અહિંસા મુખ્ય છે, ઔપચારિક નથી. મોક્ષની પ્રાપ્તિ માટે તે મૂળભૂત કારણ હોવાથી તેને અપવર્ગતના બીજસ્વરૂપે વર્ણવી છે અને તેના કારણે આવિર્ભત સત્ય, અચૌર્ય વગેરે વ્રતોને નૂતન પલ્લવ તરીકે વર્ણવ્યા છે. આ બધાની તાત્ત્વિકતાનું મૂળ શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક પ્રવચન છે. ૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
विषयो धर्मवादस्य निरस्य मतिकर्दमम् ।
संशोध्यः स्वाशयादित्थं परमानन्दमिच्छता ॥८-३२॥ विषय इति-मतिकर्दममादावेव प्रमाणलक्षणप्रणयनादिप्रपञ्चम् ।।८-३२।।
“બુદ્ધિના કાદવને દૂર કરીને પોતાના શુભાશયથી ધર્મવાદના વિષયને પરમાનંદસ્વરૂપ મોક્ષને ઇચ્છતા આત્માએ સારી રીતે શોધવો જોઇએ.”... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ધર્મનું સ્વરૂપ, તેના હેતુઓ અને તેનું ફળ : સામાન્ય રીતે એ ધર્મવાદના વિષય છે. ધર્મની પારમાર્થિક વિચારણામાં મુખ્યપણે એનો વિચાર કરવામાં આવે છે. તેની વિચારણાના અંતે ધર્મનો યથાર્થ રીતે નિર્ણય કરીને મુમુક્ષુ આત્મા પરમપદનો અર્થી બની ધર્મની આરાધનામાં પ્રયત્નશીલ બને તો પરમપદની પ્રાપ્તિ દૂર નથી.
ધર્મની આરાધનાના પ્રારંભમાં જ પ્રમાણ, પ્રમેય વગેરેના લક્ષણના પ્રણયન, પરીક્ષાદિની ચર્ચામાં પડવું - વગેરેને અહીં બુદ્ધિના કાદવ તરીકે જણાવ્યો છે. બુદ્ધિ મોક્ષે લઈ જાય છે. એ મોક્ષમાર્ગમાં જ જો કાદવ હોય તો કેવી વિકટ પરિસ્થિતિ સર્જાય - એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. જે માર્ગે શ્રદ્ધાથી જવાનું છે; ત્યાં બુદ્ધિ વિઘ્ન નાખવાનું કામ કરે ત્યારે તે બુદ્ધિ કાદવવાળી બને છે. જિજ્ઞાસા તત્ત્વજ્ઞાનનું સાધન છે, પરંતુ એ જિજ્ઞાસા એવી તો ન જ હોવી
એક પરિશીલન
૪૧
Page #45
--------------------------------------------------------------------------
________________
જોઈએ કે જે શ્રદ્ધાને નષ્ટ કરે અને બુદ્ધિને કાદવગ્રસ્ત કરે. મુમુક્ષુ આત્માઓએ ધર્મની તાત્વિકતા સમજાય એટલે ધર્મની આરાધનાની શરૂઆતમાં પ્રમાણ-પ્રમેયાદિના લક્ષણાદિની ચર્ચામાં પડવાની આવશ્યકતા નથી. ધર્મની આરાધનામાં સ્થિરતા કેળવી લીધા પછી એ ચર્ચા બાધક નહીં બને. સમર્થ દાર્શનિકો પણ જો મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા અસમર્થ બન્યા હોય તો આ મતિકઈમને લઇને ! અજ્ઞાન અને આગ્રહઃ આ બંન્નેનું જોર વધે એટલે મતિકદમ પણ વધવાનો. અંતે આ શ્લોકમાં ગ્રંથકાર પરમર્ષિના જણાવ્યા મુજબ મતિકઈમને દૂર કરી ધર્મવાદના વિષયને શોધવાના પ્રયત્નથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ll૮-૩રો.
| તિ વાદશિા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । .. व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
વાદ બત્રીશી
Page #46
--------------------------------------------------------------------------
________________
[अथ कथाद्वात्रिंशिका प्रारभ्यते ।।
वादनिरूपणानन्तरं तत्सजातीया कथा निरूप्यतेવાદના નિરૂપણ પછી હવે તેની સમાન કથાનું નિરૂપણ કરાય છે
अर्थकामकथा धर्मकथा मिश्रकथा तथा ।
कथा चतुर्विधा तत्र, प्रथमा यत्र वर्ण्यते ॥९-१॥ ___ अर्थति-अर्थकथा कामकथा धर्मकथा तथा मिश्रकथा एवं चतुर्विधा कथा । तत्र प्रथमाऽर्थकथा सा । यत्र यस्यां वर्ण्यते प्रतिपाद्यते ॥९-१॥
આ પૂર્વેની આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. તત્ત્વના નિર્ણય માટેનું એ અદ્ભુત સાધન છે. ધર્મવાદથી ધર્મની વાસ્તવિકતાનો જેમ નિર્ણય થાય છે; તેમ કથાથી પણ ધર્મની વાસ્તવિકતાનો નિર્ણય થાય છે. એ અપેક્ષાએ વાદની સજાતીય(સમાન) કથા છે. તેથી વાદના નિરૂપણ પછી આ બત્રીશીમાં કથાનું નિરૂપણ કરાય છે.
કથામાં વાદનું સામ્ય હોવા છતાં બીજી અનેક રીતે તેમાં ફરક છે. “વાદ શબ્દ સાંભળતાંની સાથે નિસર્ગથી જ ઉગ્રતા પ્રતીત થતી હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષો આંખ સામે આવતા હોય છે અને તેનો વિષય ધર્મ જ જણાતો હોય છે. કથામાં આવું હોતું નથી. નિસર્ગથી જ તેનું સ્વરૂપ સૌમ્ય હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષ હોતા નથી અને તેમાં વિષયો વિવિધ હોય છે. કથા શબ્દનો કોઈ અદ્ભુત પ્રભાવ છે કે જેના શ્રવણમાત્રથી જ અદ્ભુત રમણીય દશ્ય કલ્પનામાં ઉપસ્થિત થતું હોય છે. ઘરે ઘરે આવી કથાઓ ચાલતી હોય છે. કેટલીક કથાઓ ખરેખર જ વ્યથાને હરી લેતી હોય છે અને કેટલીક વ્યથાને વધારી જતી હોય છે. એમાંથી ભવવ્યથાને દૂર કરનારી કથાને ઉદેશીને મુખ્યપણે અહીં વિચાર કરાય છે. ભવની વ્યથાને વધારનારી કથાનું પ્રસંગથી નિરૂપણ કરીને ભવની વ્યથાને સર્વથા દૂર કરનારી કથાનું નિરૂપણ આ બત્રીશીથી કરાયું છે.
“અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા : આ ચાર કથા છે. એમાંની પ્રથમ કથા તે છે કે જેમાં (હવે પછી જણાવાશે) તે વર્ણવાય છે...” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. તે તે નામ ઉપરથી જતે તે કથાનો સામાન્ય અર્થ સમજી શકાય છે. શ્લોકનો ચોથા પાદથી પ્રથમ કથાના વર્ણનની શરૂઆત કરી છે. બીજા શ્લોકના અંતે તેનો સંબંધ છે. બંન્ને શ્લોકોમાં જણાવેલા અર્થનું અનુસંધાન કરવાથી શ્લોકાર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. I૯-૧ પ્રથમ કથામાં જે વર્ણવાય છે, તે જણાવાય છે
विद्या शिल्पमुपायश्चानिर्वेदश्चापि सञ्चयः । दक्षत्वं सामभेदश्च, दण्डो दानं च यत्नतः ॥९-२॥
એક પરિશીલન
-
૪૩
Page #47
--------------------------------------------------------------------------
________________
विद्येति-विद्यादयोऽर्थोपाया यत्र वर्ण्यन्ते साऽर्थकथेति भावः ।।९-२।।
“વિદ્યા, શિલ્પ, ઉપાય, નિર્વેદ, સંચય, દક્ષત્વ, સામ, ભેદ, દંડ અને દાન ઇત્યાદિ અર્થપ્રાપ્તિના ઉપાયો જ્યાં યત્નથી વર્ણવ્યા છે, તેને અર્થકથા કહેવાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. મંત્ર, તંત્ર અને જયોતિષ વગેરે વિદ્યાઓ અર્થોપાર્જનાદિના ઉપાયોનું વર્ણન કરનારી અર્થકથા છે. પ્રાસાદાદિને નિર્માણ કરવા અંગેના શિલ્પશાસ્ત્રાનુસાર અર્થોપાર્જનાદિના ઉપાય સ્વરૂપ શિલ્પનું વર્ણન કરનારી કથા અર્થકથા છે.
આવી જ રીતે વાણિજ્યાદિ ઉપાયોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તે કથા અર્થકથા છે. અર્થોપાર્જનાદિમાં નિર્વેદ(કંટાળો) ન કરવો; યોગ્ય સમયે માલ ભરી રાખવો; મૂડી પૂરતા પ્રમાણમાં ભેગી કરવી વગેરે સંચય પણ અર્થોપાર્જનાદિનો ઉપાય છે. તેનું વર્ણન કરનારી અર્થકથા છે. વ્યાપારાદિની નિપુણતા; સૌમ્ય ભાષણ; બીજાને ત્યાં જનારા ગ્રાહકોને તોડવા; કોઈ પૈસા વગેરે ન આપે તો શિક્ષા-દંડ કરવો અને અવસરે અવસરે ગ્રાહકોને ભેટ વગેરે આપીને ખુશ રાખવા. ઇત્યાદિ અર્થપ્રાપ્યાદિના ઉપાયોનું જેમાં ખૂબ જ ઉપયોગપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય - તે કથા અર્થકથા છે. આવી તો કંઈકેટલીય અર્થકથાઓ પ્રસિદ્ધ છે. વર્તમાનપત્રો અને પુસ્તકો દ્વારા એ કથાઓ વિસ્તરતી જ જાય છે. અર્થના ઉપાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકાનેક જાતની યોજનાઓ આપણને અનેક માધ્યમોથી જાણવા મળે છે. એ બધા જ માધ્યમોથી ચાલતી કથાઓ “અર્થકથા' છે. ૯-રા બીજી “કામકથા'નું સ્વરૂપ વર્ણવાય છે–
रूपं वयश्च वेषश्च, दाक्षिण्यं चापि शिक्षितम् ।
કૃષ્ટ કૃતં દાનુભૂત, મિતીયાયાં ચ સંસ્તવઃ || -રા रूपमिति-रूपं सुन्दरं, वयश्चोदग्रं, वेषश्चोज्ज्वलः, दाक्षिण्यं च मार्दवं, शिक्षितमपि विषयेषु, दृष्टमद्रुतदर्शनमाश्रित्य, श्रुतं चानुभूतं च, संस्तवश्च परिचयश्च, द्वितीयायां कामकथायां । रूपादिवर्णनप्रधाना છામwથેત્વર્થઃ ||૨-રૂા.
“રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, શિક્ષિત (અભ્યસ્ત) જોયેલું, સાંભળેલું, અનુભવેલું અને પરિચય વગેરેનું વર્ણન જેમાં કરાય છે તે બીજી કામકથા છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે રૂપ, વય, વેષ વગેરે કામનાં સાધનો છે. વિષયનો ભોગવટો એ કામ છે. સામાન્ય રીતે વિષયના ભોગ-અનુભવ દ્વારા સુખનો અનુભવ કરવા માટે જે ઈચ્છાય છે તેને કામ કહેવાય છે. કામ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી તે સમજાવવાની આવશ્યકતા નથી. બોલતાંની સાથે અર્થ પ્રતીત થાય એવો કામ શબ્દ જ્યારે પણ શ્રવણાદિનો વિષય બને છે; ત્યારે ક્ષણવાર તો તેનો અભિલાષ અનાદિકાળના અભ્યાસથી થઈ
४४
કથા બત્રીશી
Page #48
--------------------------------------------------------------------------
________________
જાય એમાં આશ્ચર્ય નથી. વિચિત્રતા અનુભવ્યા પછી પણ એ અનાદિકાળના સંસ્કાર નષ્ટ થતા નથી. એના અનુબંધનું સાતત્ય સતત અનુભવવા મળે એવા એ વિચિત્ર સંસ્કારો છે.
વિષયોનું સુંદર સ્વરૂપ; ભોગસમર્થ યૌવનાદિ વય; આકૃષ્ટ કરે એવાં ઉજ્જવળ વસ્ત્રાદિનું પરિધાન; સ્વભાવની મૃદુતા; કામના વિષયોનું પરિજ્ઞાન; જોયેલી, સાંભળેલી તેમ જ અનુભવેલી અદ્ભુત વસ્તુ અને વિષયોનો અત્યંત નિકટનો પરિચય... વગેરે કામનાં સાધનો છે. તેના જ્ઞાનથી કામની અભિલાષા દ્વારા જીવ તેની પ્રાપ્તિ વગેરે માટે પ્રયત્નરત બને છે. આ રીતે રૂપાદિનું (કામને ઉદ્દેશીને) વર્ણન જેમાં કરાય છે, તે કથા કામકથા છે. કામને હેય માનીને રૂપાદિનું અસારાદિ સ્વરૂપે જેમાં વર્ણન કરાય છે તે કામકથા નથી. કામમાં પ્રવૃત્તિ કરાવવાના ઉદ્દેશથી જ્યારે કામપ્રધાન કથા કરાય છે ત્યારે તે રૂપાદિના વર્ણનના પ્રાધાન્યવાળી કથાને અહીં કામકથા તરીકે વર્ણવી છે... ઇત્યાદિ વિવેકપૂર્વક સમજી લેવું. ૯-૩ હવે ત્રીજી ધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે
तृतीयाक्षेपणी चैका, तथा विक्षेपणी परा ।
अन्या संवेजनी निर्वजनी चेति चतुर्विधा ॥९-४॥ तृतीयेति-तृतीया धर्मकथा च एका आक्षेपणी, तथा परा विक्षेपणी, अन्या संवेजनी, च पुनर्निर्वेजनी ફતિ વતુર્વિધા ll-૪||
ત્રીજી ધર્મકથા - ‘આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેજની આ ચાર પ્રકારની છે.” આ ચોથા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ધર્મપ્રધાન કથાને ધર્મકથા કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ તેના ચાર પ્રકાર છે. દરેક પ્રકારનું વર્ણન હવે પછી કરાય છે. સામાન્ય રીતે તે તે શબ્દના અર્થ ઉપરથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. શ્રોતાઓના ચિત્તને તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે એવી કથાને આક્ષેપણીકથા કહેવાય છે. તત્ત્વની પ્રત્યે શ્રોતાઓના ચિત્તને જે વિક્ષિપ્ત કરે તેને વિક્ષેપણીકથા કહેવાય છે. સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને સંવેજનીકથા કહેવાય છે અને શ્રોતાઓને નિર્વેદને પ્રાપ્ત કરાવનારી કથાને નિર્વેજનીકથા કહેવાય છે. સંવેગ અને નિર્વેદનું વર્ણન હવે પછી તે તે શ્લોકમાં જણાવાશે. ૯-૪ો. ચાર પ્રકારની ધર્મકથામાંથી પહેલી આક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે
आचाराद् व्यवहाराच्च, प्रज्ञप्तेदृष्टिवादतः ।
आद्या चतुर्विधा श्रोतुश्चित्ताक्षेपस्य कारणम् ॥९-५॥ आचारादिति-आचारं व्यवहारं प्रज्ञप्तिं दृष्टिवादं चाश्रित्य आद्याक्षेपणी चतुर्विधा । श्रोतुश्चित्ताक्षेपस्य तत्त्वप्रतिपत्त्याभिमुखलक्षणस्य अपूर्वशमरसवर्णिकास्वादलक्षणस्य वा कारणम् ।।९-५।।
એક પરિશીલન
૪૫
Page #49
--------------------------------------------------------------------------
________________
ધર્મકથામાં પ્રથમ જે આપણીકથા છે; તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદઃ આ ચારના કારણે ચાર પ્રકાર છે. આચારાદિના કારણે શ્રોતાના ચિત્તના આક્ષેપનું એ કથા કારણ બને છે. તેથી તે કથાને આક્ષેપણીકથા કહેવાય છે. (આચારાદિનું સ્વરૂપ છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે.)” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. જે કથાના શ્રવણથી શ્રોતાનું ચિત્ત તત્ત્વની પ્રતિપત્તિ(સ્વીકાર)ને અભિમુખ બને છે; તેને આપણીકથા કહેવાય છે. “નિત્યમેવ આ આમ જ છે' - આવી માન્યતા તત્ત્વપ્રતિપત્તિસ્વરૂપ છે. ધર્મની કથાના શ્રવણાદિનું એ તત્ત્વપ્રતિપત્તિ ફળ છે. સામાન્યથી કોઈ પણ કથા શ્રોતાને તત્ત્વપ્રતિપત્તિ કરાવવાની ભાવનાથી પ્રવર્તતી હોય
છે. કથા સાંભળવામાત્રથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. પરંતુ બોધ અને મીમાંસા (તત્ત્વની | વિચારણા) દ્વારા તત્ત્વમતિપત્તિ થાય છે. આપણીધર્મકથાના શ્રવણથી સાક્ષાત્ તત્ત્વમતિપત્તિ થતી ન હોવા છતાં તેને અભિમુખ શ્રોતાનું ચિત્ત બને છે.
અથવા; ધર્મકથાની પ્રારંભાવસ્થામાં શ્રોતાને તત્ત્વાતત્ત્વનો એવો કોઈ વિચાર હોતો નથી કે જેને લઇને તે તત્ત્વપ્રતિપત્તિને અભિમુખ ચિત્તવાળો બને તેથી અહીં શ્રોતાના ચિત્તનો આક્ષેપ એક પ્રકારના આનંદના અનુભવ સ્વરૂપ સમજવો. આચારાદિનું વર્ણન સાંભળવાથી શ્રોતાને અપૂર્વ એવા શાંતરસાસ્વાદનો અનુભવ થાય છે, જેથી ચિત્ત ત્યાં જ આલિપ્ત રહે છે. આચારાદિની અદ્ભુતતાની જેમ જેમ પ્રતીતિ થતી જાય છે તેમ તેમ શ્રોતાને વિષયકષાયની શાંતાવસ્થાનો અનુભવ થતો જાય છે અને તેથી શ્રોતાનું ચિત્ત અપૂર્વ એવા શાંતરસના આસ્વાદમાં લીન બને છે. ધર્મકથાનો હેતુ પ્રયોજન) જ એ છે કે જીવને શમની પ્રાપ્તિ થાય. જે વિષયકષાયની પરિણતિના કારણે જીવનો સંસાર છે, તેની સમાદિ અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના જીવના સંસારનો અંત કઈ રીતે થાય? ધર્મનું સ્વરૂપ જ સંસારનો અંત લાવનારું છે. આથી સમજી શકાશે કે ધર્મકથા અપૂર્વ એવા શમરસના વર્ણનથી ગર્ભિત હોવી જોઈએ. ધર્મકથાનો સ્થાયીભાવ “શમ છે. તેના વર્ણનના આસ્વાદથી શ્રોતાનું ચિત્ત આક્ષિત રહે છે. શ્રોતાના ચિત્તને આક્ષિત બનાવવાનું કાર્ય આપણી સ્વરૂપ પ્રથમ ધર્મકથાનું છે. I૯-પા.
જેના કારણે આપણીધર્મકથાના ચાર પ્રકાર જણાવ્યા છે; તે આચારાદિ ચારનું સ્વરૂપ જણાવાય છે–
क्रिया दोषव्यपोहश्च, सन्दिग्धे साधुबोधनम् ।
श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ॥९-६॥ क्रियेति-क्रिया लोचास्नानादिका । दोषव्यपोहश्च कथञ्चिदापन्नदोषशुद्ध्यर्थप्रायश्चित्तलक्षणः । सन्दिग्धे संशयापन्नेऽर्थे । साधु मधुरालापपूर्वं । बोधनमुत्तरप्रदानं । श्रोतुः सूक्ष्मोक्तिः सूक्ष्मजीवादिभावकथनम् ।
૪૬
કથા બત્રીશી
Page #50
--------------------------------------------------------------------------
________________
आचारादयः क्रमेणाचारव्यवहारप्रज्ञप्तिदृष्टिवादा अभिधीयन्ते । परे आचार्या आचारादीन् ग्रन्थान् जगुતૈરાગારમાનતિ ભાવ: IS-દ્દા
“ક્રિયા; દોષ દૂર કરવા; સંશયાન્વિતને સારી રીતે સમજાવવું અને શ્રોતાને સૂક્ષ્મ ભાવોને જણાવવા; તેને અનુક્રમે આચાર; વ્યવહાર; પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ કહેવાય છે. બીજા આચાર્યભગવંતો તે તે ગ્રંથોને આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ કહે છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે મોક્ષસાધક ધર્મની પ્રત્યે શ્રોતાનું ચિત્ત આકૃષ્ટ બને એ માટે કરાતી પ્રથમ ધર્મકથામાં મુખ્યપણે પૂ. સાધુભગવંતોના આચારોનું વર્ણન કરાય છે. જગતના જીવોને જોવા અને સાંભળવા પણ ન મળે એવા પૂ. સાધુભગવંતોના ઉત્કટ આચારોનું વર્ણન આ આચારકથામાં કરવામાં આવે છે. લોચ કરવો; દેશથી કે સર્વથા ક્યારે પણ સ્નાન ન કરવું અને નિરવદ્ય રસકસ વગરની ભિક્ષાને ગ્રહણ કરવી... વગેરે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને જે ક્રિયાઓ વિહિત છે તે આચાર સ્વરૂપે અહીં વર્ણવાય છે. સર્વવિરતિસંબંધી ક્રિયાઓ સ્વરૂપ આચારનું વર્ણન સાંભળવાથી શ્રોતાઓને આશ્ચર્ય અને બહુમાન થાય છે. પોતાના આચારની અપેક્ષાએ ખૂબ જ દુષ્કર એ આચાર છે અને કોઈ પણ રીતે એ આચરી જ શકાય એવા નથી - આવી માન્યતાને ધારણ કરનારને એ આચારનું સાક્ષાત્ દર્શન થાય ત્યારે અહોભાવ (સાશ્ચર્ય બહુમાન) ઉત્પન્ન થાય - એ સમજી શકાય છે. એ અહોભાવ જ પછી શ્રોતાના ચિત્તને આકૃષ્ટ બનાવે છે.
અત્યંત કઠોર એવા તે લોચાદિ આચારોનું પાલન કરતી વખતે પ્રમાદાદિના કારણે કોઈ દોષ થઈ જાય તો તેની આલોચનાદિ દ્વારા શુદ્ધિ થઈ શકે છે, જેથી આત્મા દોષથી મુક્ત બને છે... ઈત્યાદિનું વર્ણન વ્યવહારકથાથી કરાય છે. પ્રાપ્ત થયેલા છે તે દોષોની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત છે; તેને અહીં વ્યવહાર કહેવાય છે. આચારની શુદ્ધિને જાળવવા માટે એ એક અનિવાર્ય સાધન છે. એના વર્ણનને સાંભળવાથી અનંતજ્ઞાની ભગવંતોએ કરેલા અનુગ્રહની પ્રતીતિ થવાથી જીવનું ચિત્ત તેમાં આલિત બને છે. રોગની ચિકિત્સા કરનારાદિની તે તે વાતો સાંભળવામાં જેમ ચિત્ત તન્મય બને છે તેમ અહીં પણ વ્યવહારકથાના અવસરે બનતું હોય છે. આ વ્યવહારકથાથી પણ જીવનું ચિત્ત; અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા પરમતારક ધર્મને અભિમુખ થતું હોય છે. અન્યથા પરમતારક ધર્મના આચારમાં અનુપયોગાદિના કારણે કોઈ દોષ થઇ જવાનો પૂર્ણ સંભવ હોય અને ત્યારે તેની શુદ્ધિનો કોઈ ઉપાય જાણવા ન મળે તો શ્રોતાનું ચિત્ત; પરમતારક ધર્મથી વિમુખ થઈ જાય. તેથી આ વ્યવહારકથા પણ એક આક્ષેપણીકથા છે – એ સમજી શકાય છે.
ત્રીજી આપણીકથા પ્રજ્ઞપ્તિના કારણે થાય છે. આપણે શ્રોતાને જે આચારાદિ સમજાવતા હોઇએ ત્યારે શ્રોતાને કોઈ અર્થમાં સંશય થાય તો તેને દૂર કરવા માટે સૌમ્ય! વત્સ ! ઇત્યાદિ મધુર વચનોના પ્રયોગપૂર્વક તે તે ચોક્કસ અર્થને જણાવવાનું જે કથામાં બને છે તે કથાને એક પરિશીલન
૪૭
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞપ્તિથી થયેલી આક્ષેપણીકથા કહેવાય છે. વક્તાના વચનની મધુરતાના કારણે શ્રોતાનું ચિત્ત ધર્મ તરફ આકર્ષાય છે. વક્તા અને શ્રોતાના સંવાદથી ગર્ભિત આ કથા પણ શ્રોતાના ચિત્તને આલિપ્ત કરનારી છે. એમાં મુખ્યપણે પદાર્થ કરતાં; પદાર્થનું નિરૂપણ કરનારની મધુર શૈલી કારણ બને છે.
. શ્રોતાની અપેક્ષાએ સૂક્ષ્મ જીવાદિ ભાવોનું પ્રતિપાદન જે કથાથી કરાય છે તે ચોથી દૃષ્ટિવાદના કારણે થનારી આક્ષેપણીકથા કહેવાય છે. કેટલાક શ્રોતાઓ સૂક્ષ્મપદાર્થને જાણવાની રુચિ ધરાવતા હોય છે. તેમની તે રુચિને અનુરૂપ સૂક્ષ્મબુદ્ધિગમ્ય એવા જીવ, કર્મવર્ગણા, તેના બંધઉદય તેમ જ તેના પરિણામ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ પદાર્થોનું વર્ણન કરવાથી તેના શ્રવણમાં શ્રોતાને અપૂર્વ આનંદ આવતો હોય છે, જેથી એ પદાર્થોને વર્ણવતા ધર્મને વિશે તેનું ચિત્ત આકૃષ્ટ બને છે.
બીજા આચાર્યભગવંતો આચારાદિનું સ્વરૂપ જણાવતાં તે તે ગ્રંથોને આચારાદિ જણાવે છે. કારણ કે તે તે ગ્રંથથી આચારાદિનું નિરૂપણ કરાયું છે. નિરૂપક-ગ્રંથને નિરૂપણીય-આચારાદિ ઉપચારથી કહી શકાય છે. આચારાંગસૂત્ર વગેરે આચાર છે. વ્યવહારસૂત્ર વગેરે વ્યવહાર છે, ભગવતીસૂત્ર વગેરે પ્રજ્ઞપ્તિ છે અને અનુયોગદ્વાર વગેરે સૂત્રો દષ્ટિવાદ છે. તે તે સૂત્રને અનુલક્ષીને પ્રવર્તતી આક્ષેપણીકથા ચાર પ્રકારની છે – એ સમજી શકાય છે. ll૯-૬ll આપણીકથાનું કાર્ય જણાવાય છે–
ર્તિ પ્રજ્ઞપિતઃ શ્રોતા, ત્રિી રૂવ નાથ !
दिव्यास्त्रवन्न हि क्वापि, मोघाः स्युः सुधियां गिरः ॥९-७॥ ક્વેરિતિ–વ્યt: ૨-૭ી.
આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દષ્ટિવાદ દ્વારા સમજાવવામાં આવે તો શ્રોતા ચિત્રમાં અંકિત માણસની જેમ સ્થિર થઈ જાય છે. દિવ્ય અસ્ત્ર જેમ ક્યારે પણ નિષ્ફળ જતું નથી તેમ બુદ્ધિમાનની વાણી ક્યારે પણ નિષ્ફળ કઈ રીતે જાય?” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય એવો છે. આપણી કથામાં વર્ણવાતા આચારાદિના શ્રવણથી શ્રોતા ચિત્રમાં આલેખિત મૂર્તિની જેમ સ્થિર થઈ જાય છે. જેમાં રસ પડે તેમાં આવી સ્થિરતા દુનિયામાં પ્રસિદ્ધ છે. અર્થ અને કામની કથામાં કંઈકેટલીય વાર આપણને અનુભવવા મળતી એ સ્થિતિ સર્વજનપ્રસિદ્ધ છે. પરંતુ ધર્મકથાના શ્રવણથી એવી ચિત્રસ્થતા ક્વચિત્ અનુભવાતી હોય છે. અર્થકામની કથામાં કલાકો વીતી જાય તો ય સમયનું ભાન રહેતું નથી. ધર્મકથામાં એવી સ્થિતિ આક્ષેપણીકથાથી થતી હોય છે.
બુદ્ધિમાન પુરુષોની વાણીની એ વિશેષતા છે કે તેના શ્રવણથી શ્રોતા તેમાં તન્મય બની જાય છે. શ્રોતાની રુચિને અનુકૂળ વાણીના પ્રયોગથી શ્રોતાના હૈયાને વીંધવાની અદ્ભુત કલા
४८
કથા બત્રીશી
Page #52
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિમાનોને વરેલી હોય છે. દેવતાસંબંધી મૂકેલું અસ્ત્ર જેમ લક્ષ્યને વીંધ્યા વિના રહેતું નથી તેમ બુદ્ધિમાનોની વાણી પણ શ્રોતાઓના હૈયાને વીંધ્યા વિના રહેતી નથી. શ્રોતાની રુચિ, એને નડતા રાગાદિ દોષો, તેનાથી મુક્ત બનાવવાના અવષ્ય ઉપાયો વગેરેનો પૂર્ણ ખ્યાલ બુદ્ધિમાનને હોય છે અને મર્મસ્થાન ઉપર ઘા કરવાની અનન્યસાધારણ પ્રતિભા બુદ્ધિમાન એવા ધર્મકથિકને પ્રાપ્ત થાય છે. તેથી ધર્મકથા કરવાનો એકમાત્ર અધિકારી બુદ્ધિમાનને હોય છે. તેમને છોડીને બીજાઓ જો ધર્મકથા કરે તો તે શ્રોતાઓ માટે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારી બનતી ન હોવાથી તે અમોઘ નથી બનતી, નિષ્ફળ જાય છે. I૯-ળા આક્ષેપણીકથા જેને લઈને અમોધ-સફળ બને છે; તે જણાવાય છે
विद्या क्रिया तपो वीर्य, तथा समितिगुप्तयः ।
आक्षेपणीकल्पवल्ल्या मकरन्द उदाहृतः ॥९-८॥ विद्येति-विद्या ज्ञानमत्यन्तापकारिभावतमोभेदकं । क्रिया चारित्रं । तपोऽनशनादि । वीर्यं कर्मशत्रुविजयानुकूलः पराक्रमः । तथा समितय ईर्यासमित्याद्याः । गुप्तयो मनोगुप्त्याद्याः । आक्षेपणीकल्पवल्ल्या मकरन्दो रस उदाहृतः । विद्यादिबहुमानजननेनैवेयं फलवतीति भावः ।।९-८।।
વિદ્યા, ક્રિયા, તપ, વીર્ય તેમ જ સમિતિ અને ગુપ્તિઓ; આક્ષેપણી સ્વરૂપ કલ્પવેલડીના રસ તરીકે વર્ણવી છે.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષની વેલડી સ્વરૂપ આપણીકથા છે. તે વેલડીના રસ વિદ્યા, ક્રિયા અને તપ વગેરે છે. એ વિદ્યાદિ સ્વરૂપ રસને ઉત્પન્ન કરવાથી જ આક્ષેપણીકથા ફળવતી છે. અન્યથા વિદ્યાદિનું કારણ એ કથા ન બને તો તે નિષ્ફળ મનાય છે. શ્રોતાને વિદ્યા વગેરેની જેનાથી પ્રાપ્તિ ન થાય તે કથા નિરર્થક બને છે.
વિદ્યા; જ્ઞાનને કહેવાય છે. અત્યંત અપકાર કરવાના સ્વભાવવાળું એવું જે ભાવતમમ્ (અજ્ઞાન) છે, તેના નાશને કરનારું જ્ઞાન છે. આમ તો જ્ઞાનનું સ્વરૂપ સુપ્રસિદ્ધ છે. અહીં વર્ણવેલું તેનું સ્વરૂપ યાદ રાખવું જોઈએ. અજ્ઞાન સ્વરૂપ ભાવાંધકારના કારણે આપણને અત્યંત અપકાર થાય છે. અંધકારની અપકારિતાનો આપણને પૂરતો ખ્યાલ છે. તેથી તેનો નાશ કરવા માટે આપણે શક્ય એટલો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભાવાંધકારની અત્યંત અપકારિતાનો આપણને સહેજ પણ ખ્યાલ નથી, જેથી તેના નાશ માટે પ્રયત્નનો લેશ પણ થતો નથી. સાચું કહું તો તેના નાશનો વિચાર જ આવતો નથી. પૂ. ગુરુભગવંતની પરમતારક ધર્મદશનાના શ્રવણથી આપણા અજ્ઞાનનો નાશ થાય છે. અજ્ઞાનનાશકવિદ્યાની પ્રાપ્તિ તે આપણી કથાનો એક રસ છે. અજ્ઞાનનો એ રીતે નાશ થવાથી જ્ઞાનના ફળ સ્વરૂપે આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન ગમે તેટલું મળે પરંતુ અજ્ઞાનનો નાશ ન થાય તો ચારિત્રની પ્રાપ્તિ કોઈ પણ રીતે નહિ થાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન મળે છે અને મિથ્યાત્વમોહનીયની મંદતાદિના
એક પરિશીલન
૪૯
Page #53
--------------------------------------------------------------------------
________________
કારણે અજ્ઞાનનો નાશ થાય છે. અન્યદર્શન-પ્રસિદ્ધ અવિદ્યા કે મોહ વગેરે જેઓ સમજે છે તેમને અજ્ઞાન અને જ્ઞાનનો અભાવ : એ બંન્નેમાં જે ભેદ છે તે સમજતાં વાર નહીં લાગે.
ક્રિયાઓ અનેક જાતની છે. આપણા માટે ક્રિયાઓ કોઇ નવી વસ્તુ નથી. પરંતુ સર્વસંવરભાવને અનુક્રમે જે પ્રાપ્ત કરાવે છે તે ચારિત્રસ્વરૂપ ક્રિયાની અહીં વિવક્ષા છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી હોય છે. આક્ષેપણીકથાસ્વરૂપ કલ્પવેલડીનો એ પણ રસ છે. ચારિત્રની ક્રિયાથી નવા કર્મબંધને રોકવા છતાં ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા માટે તપ વિહિત છે. બાર પ્રકારના તપનો લગભગ સૌને પરિચય છે. આક્ષેપણીકથાના પુણ્યશ્રવણથી શ્રોતાને તપધર્મની પ્રાપ્તિ થાય છે. નવા કર્મબંધને રોક્યા પછી ભૂતકાળના કર્મની નિર્જરા માટે તપ વિના બીજું કોઇ સાધન નથી. અનશનાદિ અને પ્રાયશ્ચિતાદિ સ્વરૂપ તપ આક્ષેપણીકથાનો રસ છે.
વિદ્યા, ક્રિયા અને તપની પ્રાપ્તિ માટે મુખ્યપણે આત્માનું વીર્ય કારણ છે. સુખના ભોગમાં અને દુઃખના પ્રતિકારમાં એ વીર્ય(બળ, ઉત્સાહ, પરાક્રમ...)નો ઉપયોગ સારી રીતે થતો હોય છે. પરંતુ કર્મશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ છે કે કેમ, તે વિચારવું પડે તેવું છે. આક્ષેપણીકથાના શ્રવણથી એ વીર્ય કર્મશત્રુને જીતવા માટે બનતું હોય છે. આત્માનું અચિંત્ય વીર્ય છે. અર્થ અને કામ માટે અત્યાર સુધી એનો ઉપયોગ જેટલો કર્યો છે; તેની કોઇ ગણતરી નથી. પૂ. ગુરુભગવંતની ધર્મકથાના શ્રવણથી આત્માને તે વીર્ય કર્મશત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અનુકૂળ બને છે. ધર્મકથાનો એ પ્રભાવ છે કે જેથી આત્માને વીર્યંતરાયકર્મનો સુંદર ક્ષયોપશમભાવ પ્રાપ્ત થાય છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકેથી આગળ વધવા માટે અને ત્યાં સ્થિર રહેવા માટે વીર્યની પ્રાપ્તિ ખૂબ જ અનિવાર્ય છે. ધર્મી ગણાતા વર્ગમાં એ તરફનું લક્ષ્ય લગભગ જોવા મળતું નથી. ઉલ્લાસ વધે અથવા થાય તો ધર્મ કરીએ એ વાત જોવા મળે પરંતુ ઉલ્લાસ મેળવીને ધર્મ કરવાની વાત આજે લગભગ નાશ પામવા લાગી છે. અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે વીર્યંતરાયનો ક્ષયોપશમ સર્વ સિદ્ધિઓનું મૂળ છે. એ ક્ષયોપશમ આક્ષેપણી કથાથી પ્રાપ્ત થાય છે. તેથી તેના રસ તરીકે અહીં વીર્યને વર્ણવ્યું છે.
આ રીતે ઉલ્લાસ પામતા વીર્યથી વિશુદ્ધ તપમાં પ્રયત્નશીલ બનેલા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં ખૂબ જ અપ્રમત્ત હોય છે. આશ્રવના નિરોધ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન છે. કર્મબંધને અટકાવવા માટે આશ્રવનો નિરોધ વિહિત છે. આક્ષેપણીકથાના અનવરત શ્રવણથી સમિતિ તથા ગુપ્તિના પાલન માટે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ સુપ્રતીત છે. વિદ્યા, ક્રિયા અને તપ વગેરેની પ્રત્યે બહુમાન ઉત્પન્ન કરાવવા દ્વારા જ આ આક્ષેપણી ધર્મકથા ફળવતી છે. અન્યથા વિદ્યાદિ પ્રત્યે બહુમાન ન થાય તો એ કથાનો કોઇ અર્થ નથી. માત્ર કાનને પ્રિય લાગે એટલા માત્રથી કથા ફળવતી નથી. શ્રોતાનું હૈયું વીંધાય એ રીતે
કથા બત્રીશી
૫૦
Page #54
--------------------------------------------------------------------------
________________
કરાયેલી કથાથી ઉપર જણાવ્યા મુજબ શ્રોતાને આક્ષેપણીકથા સ્વરૂપ કલ્પવેલડીના રસ સ્વરૂપ વિદ્યા, ક્રિયા વગેરેની પ્રાપ્તિ થાય છે, જે શ્રોતાના ચિત્તને કથામાં આકૃષ્ટ કરે છે. II૯-૮. બીજી વિક્ષેપણીકથા સ્વરૂપ ધર્મકથાનું નિરૂપણ કરાય છે–
स्वपरश्रुतमिथ्यान्यवादोक्त्या सक्रमोत्क्रमम् ।
विक्षेपणी चतुर्धा स्याद् ऋजोर्मार्गाभिमुख्यहृत् ॥९-९॥ स्वेति-स्वपरश्रुते स्वसमयपरसमयौ, मिथ्यान्यवादौ मिथ्यावादसम्यग्वादौ, तयोरुक्त्या प्रतिपादनेन । सङ्क्रमोत्क्रम पूर्वानुपूर्वीपश्चानुपूर्वीसहितं यथा स्यात्तथा । चतुर्धा विक्षेपणी स्यात् । तथा च सम्प्रदाय:“विक्खेवणी सा चउव्विहा पन्नत्ता, तं जहा-ससमयं कहित्ता परसमयं कहेइ, परसमयं कहित्ता ससमयं कहेइ, मिच्छावायं कहित्ता सम्मावायं कहेइ, सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ । तत्थ पुट्विं ससमयं कहित्ता परसमयं कहेइ ससमयगुणे दीवेइ परसमयदोसे उवदंसेत्ति, एसा पढमा विक्खेवणी गता । इदाणिं बितिया भण्णति-पुट्विं परसमयं कहित्ता तस्सेव दोसे उवदंसेति पुणो ससमयं कहेति गुणे य से उवदंसेति, एसा बितिया विक्खेवणी गया । इदाणिं ततिया-परसमयं कहित्ता तेसु चेव परसमएसु जे भावा जिणप्पणीएहिं भावेहिं सह विरुद्धा असंता चेव विअप्पिया ते पुव्वं कहित्ता दोसा तेसिं भाविऊण पुणो
जिणप्पणीयभावसरिसा घणक्खरमिव कहवि सोभणा भणिआ ते कहेति. अहवा मिच्छावादो णत्थित्तं भण्णति, सम्मावादो अत्थित्तं भणति । तत्थ पुट्विं णाहियवादीणं दिट्ठीओ कहित्ता पच्छा अत्थित्तपक्खवादीणं दिट्ठीओ कहेइ, एसा ततिआ विक्खेवणी गया । इदाणिं चउत्था विक्खेवणी - सा वि एवं चेव, णवरं पुट्विं सोभणे कहेइ पच्छा इतरेत्ति । एवं विक्खिवइ सोयारं । इयं च ऋजोर्मुग्धस्य । मार्गाभिमुख्यहृत् स्वरूपतो मार्गरुचिहीं ।।९-९।।
સંક્રમે અથવા ઉત્ક્રમે સ્વ અને પર શ્રુતના તેમ જ મિથ્યા અને સમ્યગ્વાદના કથનથી ચાર પ્રકારની વિક્ષેપણી કથા મુગ્ધ શ્રોતાના માર્ગની રુચિને હણનારી છે.” - આ પ્રમાણે નવમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે સ્વશ્રુત(જૈનદર્શન) અને પરફ્યુતને આશ્રયીને તેમ જ મિથ્યાવાદ અને સમ્યગ્વાદને આશ્રયીને વિક્ષેપણીકથાના ચાર પ્રકાર થાય છે. સ્વશ્રુતના વર્ણનપૂર્વકની પરહ્યુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; પરશ્રુતના વર્ણનપૂર્વકની સ્વશ્રુતના વર્ણનવાળી વિક્ષેપણીકથા; મિથ્યાવાદના વર્ણનપૂર્વકની સમ્યગ્વાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા તેમ જ સમ્યગ્વાદના વર્ણનપૂર્વકની મિથ્યાવાદના વર્ણનવાળી વિક્ષેપણીકથા : આ ચાર પ્રકારની વિક્ષેપણીકથા છે.
એ ચાર પ્રકારની વિક્ષેપણ કથાના વિષયમાં પૂર્વમહર્ષિઓએ જણાવ્યું છે કે શાસ્ત્રમાં ચાર પ્રકારની વિક્ષેપણી કથા જણાવી છે. સ્વશ્રુતને જણાવીને પરશ્રુતને જણાવે છે, પરશ્રુતને જણાવીને સ્વશ્રુતને જણાવે છે, મિથ્યાવાદને કહીને સમ્યગ્વાદ જણાવે છે અને સમ્યગ્વાદને
એક પરિશીલન
૫૧
Page #55
--------------------------------------------------------------------------
________________
કહીને મિથ્યાવાદ જણાવે છે. આ ચાર પ્રકારની કથામાં પહેલી વિક્ષેપણીકથા તે છે કે જેમાં પહેલા સ્વસમય(જૈનશાસનાનુસાર)નું પ્રતિપાદન કરીને જૈનેતર દર્શનાનુસાર-પરસમયનું પ્રતિપાદન કરાય છે. તે વખતે સ્વસમય(સિદ્ધાંતો)ના ગુણો દર્શાવીને પરસમયના દોષો જણાવાય છે - આ પહેલી વિક્ષેપણીકથા છે. બીજી વિક્ષેપણીકથા તેને કહેવાય છે કે જેમાં પરસમયનું પ્રતિપાદન પ્રથમ કરાય છે અને ત્યારે તેના દોષોનું પણ નિરૂપણ કરાય છે. ત્યાર પછી સ્વસમયનું નિરૂપણ કરાય છે અને ત્યારે તેના ગુણો પણ જણાવાય છે.
હવે ત્રીજી વિક્ષેપણીકથાનું સ્વરૂપ જણાવાય છે. પ્રથમ પરદર્શનનું નિરૂપણ કરીને તે તે દર્શનમાં જે ભાવો(પદાર્થો); શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવોથી વિરુદ્ધ છે અને અસદ્વિકલ્પેલા છે. તેનું વર્ણન કરીને તેમાં રહેલા દોષોનું પરિભાવન કરવામાં આવે અને ત્યાર પછી તે તે દર્શનોમાં ઘુણાક્ષ૨ન્યાયે જે ભાવો શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ભાવો જેવા છે તેને આશ્રયીને જણાવવામાં આવે કે તે ભાવો સારા જણાવ્યા છે. આવી કથા ત્રીજી વિક્ષેપણી કથા છે. અથવા પ્રથમ મિથ્યાવાદનું નિરૂપણ કરીને પછી સમ્યગ્વાદનું નિરૂપણ કરાય ત્યારે ત્રીજી વિક્ષેપણીકથા કહેવાય છે. ‘નથી’ (આત્મા નથી, પરલોક નથી, કર્મ નથી... ઇત્યાદિ) - આ પ્રમાણે જણાવવું તે મિથ્યાવાદ કહેવાય છે અને ‘છે’ - આ પ્રમાણે જણાવવું તે સમ્યગ્દાદ કહેવાય છે. આથી સમજી શકાશે કે પ્રથમ નાસ્તિકવાદીની દૃષ્ટિએ નિરૂપણ કરીને પછી આસ્તિકવાદીની દૃષ્ટિએ જેમાં નિરૂપણ થાય છે તે ત્રીજી વિક્ષેપણીકથા છે.
હવે ચોથી વિક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે. આ ચોથી વિક્ષેપણીકથા ઉપર જણાવ્યા મુજબ ત્રીજી વિક્ષેપણી કથા જેવી જ છે. ફક્ત એમાં પ્રથમ સમ્યવાદનું નિરૂપણ કરાય છે અને પછી મિથ્યાવાદનું નિરૂપણ કરાય છે. આ પ્રમાણે ચારે ય વિક્ષેપણીકથાઓ શ્રોતાના ચિત્તને વિક્ષિપ્ત કરે છે. સામાન્ય રીતે શ્રોતાઓને તેવો કોઇ ધર્મનો ગાઢ પરિચય હોતો નથી. માંડ માંડ ધર્મ સમજવાની શરૂઆત થાય ત્યાં વિષયાંતર થવાથી ચિત્તની સ્થિરતા નષ્ટ થાય છે. ચિત્ત ચંચળ થવાથી માર્ગના જ્ઞાનની વાત તો દૂર રહી પણ જે થોડી-ઘણી માર્ગ પ્રત્યે અભિરુચિ મેળવી હતી તેને દૂર કરવાનું કાર્ય વિક્ષેપણીકથા કરે છે. ઉત્તમ વસ્તુ પણ આપતાં ન આવડે તો ઉત્તમ વસ્તુ પ્રત્યેની રુચિ નાશ પામે ઃ એ સમજાય એવું છે. ૯-૯
ઋજુ શ્રોતાઓની માર્ગાભિમુખતાને વિક્ષેપણીકથા જે રીતે દૂર કરે છે તે જણાવાય છે—
अतिप्रसिद्ध सिद्धान्तशून्या लोकादिगा हि सा ।
ततो दोषदृगाशङ्का स्याद् वा मुग्धस्य तत्त्वधीः ॥ ९-१०॥
अतिप्रसिद्धेति - हि यतः सा विक्षेपणी । अतिप्रसिद्ध आचारादिवत्साम्प्रतमपि प्रसिद्धो यः सिद्धान्तस्तच्छून्या, अन्यथा हि विधिप्रतिषेधद्वारेण विश्वव्यापकत्वात् स्वसिद्धान्तस्य तच्छून्यकथाया एवा
કથા બત્રીશી
૫૨
Page #56
--------------------------------------------------------------------------
________________
प्रसिद्धिः । लोकपदार्थो रामायणादिः, आदिना वेदसाङ्ख्यशाक्यसिद्धान्तादिग्रहः, तेषु गच्छतीति लोकादिगा । तत उक्तहेतोजुमते रामायणादिकथायां श्रूयमाणायां कथकदत्तया दोषदृशा “अहो मत्सरिण एते” इत्येवंरूपा शङ्का स्यादेकेन्द्रियप्रायस्य, स्याद्वा तत्र शोभनार्थश्रवणादियमपि प्रमाणमेवेति तत्त्वधीरचिरेण सिद्धान्तप्रामाण्यधीविरोधिनी ।।९-१०॥
અત્યંત પ્રસિદ્ધ એવા સિદ્ધાંતોથી શૂન્ય (રહિત) અને લોકાદિ પદાર્થોને અનુસરનારી તે વિક્ષેપણીકથા હોવાથી તેનાથી મુગ્ધ શ્રોતાને દોષદષ્ટિના કારણે શંકા થાય અથવા તત્ત્વબુદ્ધિ થાય.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – આ વિશ્વમાં વિધિ અથવા નિષેધ મુખે સ્વસિદ્ધાંતો (જૈનદર્શનપ્રસિદ્ધ) સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેકે (દરેક દર્શનકારે) પોતાના દર્શનમાં કાં તો તેનું પ્રતિપાદન કર્યું છે અને કાં તો તેનું નિરાકરણ કર્યું છે. આ રીતે સ્વસિદ્ધાંત અત્યંત પ્રસિદ્ધ છે. તેનાથી શૂન્ય કથા ઉપલબ્ધ નથી. તેથી અતિપ્રસિદ્ધ આચારાદિની જેમ વર્તમાનમાં પણ જે સિદ્ધાંતો પ્રસિદ્ધ છે, તેનાથી શૂન્ય એવી કથાની અહીં વિવક્ષા છે. યમનિયમાદિ આચારોની જેમ વર્તમાનમાં માર્ગાનુસારીપણાના નીતિનિયમોના સિદ્ધાંતથી પણ જે કથા શૂન્ય હોય અને લોકપ્રસિદ્ધ રામાયણાદિ તેમ જ વિદ્વજ્જનોમાં પ્રસિદ્ધ વેદ, શાક્ય, સાંખ્ય વગેરેના સિદ્ધાંતોને અનુસરનારી હોય તે વિક્ષેપણીકથા છે. આવી રામાયણાદિની કથા સાંભળતી વખતે; કથા કરનારે જે દોષો દર્શાવ્યા હોય તે દોષના દર્શનથી મુગ્ધ શ્રોતાને એમ થાય કે “અહો ! આ લોકો માત્સર્યવાળા છે, સારું તો એમને દેખાતું જ નથી.... ઇત્યાદિ પ્રકારની શંકાતે એકેન્દ્રિયજેવા (તદ્દન જડ જેવા) શ્રોતાને થતી હોય છે. અથવા તે કથાને સાંભળતી વખતે જે પણ થોડું સારું સાંભળવા મળે ત્યારે શ્રોતાને એમ થાય કે “આ પણ બરાબર(પ્રમાણ) છે. આ રીતે તે શ્રોતાને તે વાતમાં પ્રામાણ્યનું જ્ઞાન થાય છે, જે ખરેખર તો થોડા સમયમાં સિદ્ધાંતના પ્રામાયનું વિરોધી બને છે. એ પ્રામાણ્યનું જ્ઞાન જયાં સુધી હોય ત્યાં સુધી સિદ્ધાંતના પ્રામાણ્યનું જ્ઞાન થતું નથી.
અહીં યાદ રાખવું જોઇએ કે ધર્મકથાસ્વરૂપ વિક્ષેપણી કથાનું નિરૂપણ કરવાનું અહીં તાત્પર્ય છે. પારમાર્થિક ધર્મને સમજાવવાથી ધર્મકથા ધર્મકથા તરીકે થતી હોય છે. એ અપેક્ષાએ ધર્મકથા સ્વસમયને આશ્રયીને પ્રવર્તે છે. સહજ રીતે શ્રોતા જ્યારે માર્ગને અભિમુખ થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબની વિક્ષેપણીકથા શ્રોતાના ચિત્તને વિચલિત બનાવે છે અને તેથી થોડા જ સમયમાં શ્રોતાની માર્ગરુચિ નાશ પામે છે. આથી સમજી શકાય છે કે ધર્મકથા કરનારે વિક્ષેપણીકથા કરવાથી શક્ય પ્રયત્ન દૂર ને દૂર જ રહેવું જોઇએ. શ્રોતાને માગભિમુખ બનાવવાના બદલે તેની માર્ગ પ્રત્યેની રુચિ જ ગુમ થઈ જાય - એ કેટલું વિચિત્ર છે?... તે સમજી પણ ના શકાય, એવી વાત નથી. ૯-૧૦ના
अस्या अकथने प्राप्ते विधिमाह
એક પરિશીલન
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ આ વિક્ષેપણીકથા કરવી ના જોઇએ તે સમજાય છે. પરંતુ એ મુજબ વિક્ષેપણીકથા કરવામાં ન આવે તો પરદર્શનમાં દોષોનું દર્શન કરાવી નહિ શકાય, તેથી તે કઈ રીતે કરવું તે અંગે જણાવાય છે -
क्षिप्त्वा दोषान्तरं दद्यात्, स्वश्रुतार्थं परश्रुते ।
व्याक्षेपे चोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ॥९-११॥ क्षिप्त्वेति-स्वश्रुतार्थं परश्रुते क्षिप्त्वा तत्र दोषान्तरं दद्याद् यथा स्वश्रुतस्य दाढ्यं भवति परश्रुतस्य चाप्रतिपत्तिरिति । तथाहि-यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवं हिंसानाम भवेद्धर्मो न भूतो न भविष्यतीत्यादि वचनात् । किं त्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोर्हिसाया अभावादिति । वाऽथवाऽस्मिन् परश्रुते उच्यमाने शोभनोहशालिनः श्रोतुक्क्षेपे मार्गाभिमुख्यलक्षणे जातेऽदः परश्रुतं दूषयेद् । इत्थं हि दूषणार्थं केवलस्यापि तस्य कथनं प्राप्तं । तदिदमुक्तं-“जा समएण पुट्विं अक्खाया तं छुभेज्ज परसमए । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ।।१।।" ।।९-११।।
“પરકૃતમાં સ્વધૃતાર્થને નાંખીને પરકૃતમાં દોષાંતર જણાવવા અથવા પશ્રિતનું નિરૂપણ કરતી વખતે શ્રોતા માર્ગપ્રાપ્તિમાં અભિમુખ થયો છે - એમ દેખાય પછી પરકૃતમાં દોષ જણાવવા.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વસમયનો જે અર્થ છે તેને પરસમયમાં નાંખીને અર્થાતુ બંન્ને એક જ છે : એમ જણાવીને પરકૃતમાં દોષાંતર જણાવવા કે જેથી શ્રોતાને સ્વશ્રુતમાં દઢતા પ્રાપ્ત થાય અને તે પરશ્રુતનો સ્વીકાર ન કરે.
શ્રોતાને એ પ્રમાણે જણાવતાં ફરમાવવું કે – જેમ અમારો અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે તેમ સાંખ્ય વગેરેનો પણ અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે. “હિંસા(હિંસાદિ) સ્વરૂપ ધર્મ થાય -' એવું થયું નથી અને થવાનું નથી – ઇત્યાદિ વચનો હોવાથી અમારી જેમ જ સાંખ્ય વગેરેનો પણ ધર્મ અહિંસાદિ સ્વરૂપ છે. પરંતુ સાંખ્યાદિદર્શનમાં આત્મા એકાંતે અપરિણામી તેમ જ એકાંતે અનિત્ય.. વગેરે સ્વરૂપે મનાતો હોવાથી અહિંસાદિ ધર્મ ઘટતો નથી. કારણ કે એકાંતનિત્ય કે એકાંત - અનિત્ય પક્ષમાં હિંસાદિ સંભવતા નથી. (આ પૂર્વે વાદબત્રીશીમાં એ જણાવ્યું છે.) આ રીતે સ્વશ્રુતમાં વર્ણવેલા અર્થને પરકૃતાર્થની સાથે જણાવીને પરકૃતાર્થની અસંગતિ જણાવવાથી શ્રોતા અસંગત એવા પરસમયને સ્વીકારતો નથી, તેથી સ્વસમયમાં તે દઢ બને છે.
અથવા જે વખતે પશ્રિતનું વર્ણન કરાતું હોય ત્યારે સારી વિચારણાને કરતો એવો શ્રોતા માર્ગપ્રાપ્તિને વિશે માર્માભિમુખ થયો છે - એમ જણાય તો પરકૃતમાં દૂષણ બતાવવાં. આ રીતે પરહ્યુતમાં દૂષણ જણાવવા એકલા પરસમયની કથા પણ કરી શકાય છે. તે પ્રમાણે અન્યત્ર જણાવ્યું છે કે “જે વાત પ્રથમ સ્વસમયમાં જણાવી હોય તે પરસમયમાં નાંખવી. પરશાસનમાં
૫૪
કથા બત્રીશી
Page #58
--------------------------------------------------------------------------
________________
દોષ જણાવવા ૫૨સમયને જણાવવું.’ (પ્રતમાં છપાયેલા શ્લોકમાં ‘ઘોઘ્યમાને’ આ પાઠના સ્થાને ‘વોઘ્યમાને’ આવો પાઠ હોવો જોઇએ.) ૯-૧૧||
श्रोतुः परसमयदूषणे माध्यस्थ्यं ज्ञात्वैव विक्षेपणी कथनीयेति फलितमाह
ઉપર જણાવ્યા મુજબ પ૨સમયમાં દૂષણ જણાવવાનું તાત્પર્ય હોય ત્યારે શ્રોતાનું માધ્યસ્થ્ય છે કે નહિ - તે જાણીને પછી જ વિક્ષેપણીકથા કરવી જોઇએ એ સ્પષ્ટ થાય છે, તે જણાવાય છે—
कटुकौषधपानाभां, कारयित्वा रुचिं सता ।
इयं देयान्यथा सिद्धि, र्न स्यादिति विदुर्बुधाः ॥ ९-१२॥
તુતિ-સ્પષ્ટઃ ।।૧-૧૨૫
“શ્રોતાને કડવી દવાના પાન જેવી માર્ગ પ્રત્યેની રુચિને ઉત્પન્ન કરાવીને વિદ્વાન ધર્મોપદેશકે આ વિક્ષેપણી દેશના (કથા) આપવી (ક૨વી) જોઇએ. અન્યથા તેવી રુચિને કરાવ્યા વિના તે દેશના કરવાથી કોઇ જ સિદ્ધિ થતી નથી - એમ વિક્ષેપણીકથાના જાણકારો કહે છે.” આ પ્રમાણે શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ગ્રંથકારશ્રીએ આ બારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે : એટલું જ જણાવ્યું છે. તેથી વિશેષ કશું જ જણાવ્યું નથી. પરંતુ એ અર્થનો વિચાર કરવાથી સમજી શકાશે કે વિક્ષેપણીકથા; રુચિનો અભાવ હોય તો તે સિદ્ધિનું કારણ બનતી નથી. ધર્મદેશનાના શ્રવણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા પરમાત્મતત્ત્વની સમ્પ્રાપ્તિ થતી હોય છે. ધર્મકથા ક૨ના૨નો એ એકમાત્ર ઉદ્દેશ હોય છે.
શ્રોતાને માર્ગ પ્રત્યે રુચિ ન હોય તો એ ઉદ્દેશ સિદ્ધ થતો નથી. આમ તો વિક્ષેપણીકથા સામાન્યથી ક૨વાની નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ પરસમયમાં દૂષણ બતાવવાનું જ્યારે આવશ્યક બને ત્યારે તે કથા કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે શ્રોતાને રુચિ જાગે ત્યાં સુધી પ્રતીક્ષા કર્યા વિના બીજો કોઇ ઉપાય નથી. એ માટે જરૂર પડે શ્રોતાને રુચિ જાગે તેવો પ્રયત્ન પણ કરવો જોઇએ. રોગીને કડવી દવા પિવરાવવા માટે જેમ અનેક ઉપાય કરવા પડે છે તેમ અહીં શ્રોતાને એવી રુચિ પ્રાપ્ત કરાવવા પણ પ્રયત્ન કરવો પડે. સામાન્ય રીતે રોગીને દવા લેવાની ઇચ્છા થાય પરંતુ કડવી દવા લેવાની ઇચ્છા ન હોય. તેમ અહીં પણ ધર્મશ્રવણની ઇચ્છા હોવા છતાં પરસમયમાં દૂષણ બતાવતી વખતે તેને અરુચિ થવાનો સંભવ છે. તેથી ધાર્યું પરિણામ લાવવા માટે શ્રોતા કેટલો મધ્યસ્થ છે તે જાણી લેવું જોઇએ. ધર્મબિંદુમાં આ અંગેના ઉચિત વિધિનું વર્ણન છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે જાણી લેવું... કહેવાનો આશય એટલો જ છે કે શ્રોતા માર્ગવિમુખ બને નહિ ઃ એનો પૂરતો ખ્યાલ રાખી પરસમયમાં દૂષણ જણાવવા વિક્ષેપણીકથા કરવી જોઇએ. II૯-૧૨
એક પરિશીલન
૫૫
Page #59
--------------------------------------------------------------------------
________________
હવે ત્રીજી ધર્મકથાનું વર્ણન કરાય છે–
मता संवेजनी स्वान्यदेहेहप्रेत्यगोचरा ।
यया संवेज्यते श्रोता विपाकविरसत्वतः ॥९-१३।। मतेति-यया कथया । विपाकविरसत्वतो विपाकवरस्यात् प्रदर्शितात् । श्रोता संवेज्यते संवेगं ग्राह्यते । सा संवेजनी । स्वान्यदेहेहप्रेत्यगोचरा स्वशरीरपरशरीरेहलोकपरलोकविषया चतुर्विधा मता । अत्रायं सम्प्रदायः–“संवेअणी कहा चउब्विहा पन्नत्ता, तं जहा-आयसरीरसंवेअणी, परसरीरसंवेअणी, इहलोअसंवेअणी, परलोअसंवेअणी । तत्थ आयसरीरसंवेयणी जहा-जमेयं अम्हच्चयं सरीरं एवं सुक्कसोणियमंसवसामेदमज्जट्ठिण्हारुचम्मकेसरोमणहदंतअन्नादिसंघातनिष्फण्णत्तणेण मुत्तपुरीसभायणत्तणेण असुइति कहेमाणो सोयारस्स संवेदं उप्पाएत्ति, एसा अत्तसरीरसंवेअणी । एवं परसरीरसंवेअणी वि परसरीरं एरिसं चेव असुइ । अहवा परस्स सरीरं वण्णेमाणो सोआरस्स संवेदमुप्पाएत्ति, परसरीरसंवेदणी गता । इदाणी इहलोअसंवेयणी जहा-सव्वमेव माणुसत्तणं असारमधुवं कदलीथंभसमाणं एरिसं कहं कहेमाणो धम्मकही सोतारस्स संवेदमुपाएति, इहलोअसंवेयणी गया । इयाणिं परलोगसंवेयणी जहा-देवा वि इस्साविसायमयकोहलोहाइएहिं दुक्खेहिं अभिभूया किमंग पुण तिरियनारया एयारिसं कहं कहेमाणो धम्मकही सोआरस्स संवेदमुप्पाए त्ति, एसा परलोअसंवेयणी गता” इति ।।९-१३।।
જે કથા વડે તેમાં વર્ણવેલા વિપાકની વિરસતાને લઈને શ્રોતાને સંવેગની પ્રાપ્તિ થાય છે તે સંવેજનીકથા; સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોક: આ વિષયોને આશ્રયીને ચાર પ્રકારની વર્ણવી છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સ્વશરીર, પરશરીર, આ લોક અને પરલોકની અસારતાદિનું વર્ણન કરનારી કથાના શ્રવણથી શ્રોતાને વિપાકની વિરસતાની પ્રતીતિ થાય છે, જેથી શ્રોતા સંવેગ(મોક્ષનો અભિલાષ)ને પ્રાપ્ત કરે છે. આ સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને ‘સંવેજની કથા કહેવાય છે. સ્વશરીર, પરશરીરાદિ વિષયના ભેદથી તે ચાર પ્રકારની છે. આ કથાનું વર્ણન કરતાં પૂર્વના મહાપુરુષોએ નીચે મુજબ ફરમાવ્યું છે. | સંવેજની કથા ચાર પ્રકારની વર્ણવી છે. આત્મશરીરસંવેજની; પરશરીરસંવેજની; ઈહલોકસંવેજની અને પરલોકસંવેજની. આ ચાર પ્રકારની સંવેજની કથામાં પહેલી સંવેજનીકથાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે “આ જે અમારું શરીર છે; તે શુક્ર, શોણિત, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડું, કેશ, રોમ, નખ અને આંતરડાદિના સંઘાત(પિંડ-સમુદાય)થી નિષ્પન્ન છે; તેથી તેમ જ મૂત્ર અને વિષ્ટાનું ભાજન હોવાથી અશુચિ (અપવિત્ર-ગંદુ) છે.” - આ પ્રમાણે કહીને જે કથાથી શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે; તે કથાને “આત્મશરીરસંવેજની કથા કહેવાય છે. આવી જ રીતે બીજાના શરીરની અપવિત્રતાનું વર્ણન કરીને જે કથાથી શ્રોતાને સંવેગ
૫૬
કથા બત્રીશી
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરાવાય છે તે કથાને પરશરીરસંવેજની કથા કહેવાય છે. અથવા શરીરનું વર્ણન કરીને બીજા શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવાય છે. તેથી તે કથાના “પરશરીરસંવેજની કથા કહેવાય છે.
ઈહલોકસંવેજનીકથા તેને કહેવાય છે કે જે કથાથી શ્રોતાને “આ બધું મનુષ્યપણું અસાર, અધ્રુવ, કેળના સ્તંભ જેવું છે... ઇત્યાદિનું વર્ણન કરીને સંવેગ પ્રાપ્ત કરાવવામાં આવે. અહીં વક્તાની અપેક્ષાએ “ઈહલોક' મનુષ્યભવ છે. એના સિવાયના દેવાદિભવો પરલોક છે. મનુષ્યભવ-સંબંધી અસારતાદિનું વર્ણન કરીને શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવનારી કથા ઈહલોકસંવેજની કથા છે. પરલોક-સંવેજની કથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે “ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ અને લોભ વગેરે કારણે દુઃખથી દેવો પણ અભિભૂત છે તો તિર્યંચો અને નારકીઓનાં દુઃખો અંગે શું કહેવું?” આવા પ્રકારની કથાને કહેનારા ધર્મકથિક મહાત્માઓ શ્રોતાને સંવેગ પ્રાપ્ત કરાવે છે. તેઓશ્રીએ કહેલી તે કથાને “પરલોકસંવેજની કથા કહેવાય છે. ll૯-૧all હવે સંવેજનીકથાના રસ(સાર)નું વર્ણન કરાય છે–
वैक्रियादयो ज्ञानतपश्चरणसम्पदः ।
शुभाशुभोदयध्वंसफलमस्या रसः स्मृतः ॥९-१४॥ वैक्रियेति-वैक्रियादयो गुणा इति गम्यं । तत्र वैक्रियर्द्धिक्रियनिर्माणलक्षणा । आदिना जङ्घाचारणादिलब्धिग्रहः । तथा ज्ञानतपश्चरणसम्पदस्तत्र ज्ञानसम्पच्चतुर्दशपूर्विण एकस्मादघटादेर्घटादिसहस्रनिर्माणलक्षणा । तपःसम्पच्च “जं अन्नाणी कम्मं खवेइ” इत्यादिलक्षणा । चरणसम्पच्च सकलफलसिद्धिरूपा । एते गुणाः सम्पदश्च । शुभोदयस्याशुभध्वंसस्य च फलमस्याः संवेजन्या रसः स्मृतः ।।९-१४।।
શુભકર્મના ઉદયનું અને અશુભકર્મના ધ્વસનું ફળ વૈક્રિય ઋદ્ધિ વગેરે ગુણો તેમ જ જ્ઞાન, તપ અને ચારિત્રની સંપત્તિ છે તે આ સંવેજનીકથાનો રસ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શુભકર્મના(પુણ્યના) ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી ગુણો અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આત્માને તપના સામર્થ્યથી પ્રાપ્ત થયેલા વીર્યના સામર્થ્યથી વૈક્રિયલબ્ધિ તેમ જ જંઘાચારણ, આકાશગમન વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે - એ ગુણો છે. તેમ જ જ્ઞાનાદિના પ્રભાવે પ્રાપ્ત થનારી સિદ્ધિઓ સંપત્તિ છે. ચૌદ પૂર્વને ધરનારા મહાત્માઓ એક ઘડા વગેરેથી હજારો ઘડા બનાવી શકે છે. તે જ્ઞાનસંપત્તિ છે. અનેકાનેક વર્ષ કોટી(કરોડો વર્ષ) વડે અજ્ઞાની જે કર્મ ખપાવે છે તે કર્મો એક જ શ્વાસોશ્વાસમાં જ્ઞાની ખપાવે છે... વગેરે તપની (આત્યંતર તપની) સંપદા છે અને સકલ ફળની સિદ્ધિ(મોક્ષ) સ્વરૂપ સંપદા ચારિત્રની છે. આ ગુણો અને સંપદા શુભકર્મના ઉદયથી અને અશુભકર્મના ધ્વસથી પ્રાપ્ત થાય છે. એ ગુણ અને સંપદા સંવેજની કથાનો રસ છે. સંવેજનીકથામાંથી એનો અનવરત પ્રવાહ વહેતો હોય છે. જે કથામાં આવો પ્રવાહ વહેતો ન હોય તે કથા સંવેજની હોતી નથી. સ્વ-પરશરીરની
એક પરિશીલન
Page #61
--------------------------------------------------------------------------
________________
અશુચિતા અને આ લોક-પરલોકની દુઃખરૂપતાદિનું વર્ણન સંવેગનું કારણ ન બને એવું કવચિદ જ બને. લઘુકર્મી આત્માઓને એ વર્ણનના શ્રવણથી સંવેગની પ્રાપ્તિ સરળ રીતે થાય છે. અહીં જે રીતે સંવેજની કથાના રસનું વર્ણન કર્યું છે, એનાથી જુદી રીતે પણ તેનું વર્ણન અન્યત્ર ઉપલબ્ધ છે. ગ્રંથકારશ્રીના આશય મુજબ તે સમજી લેવું જોઇએ. ૯-૧૪ હવે ચોથી નિર્વેજનીધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે
चतुर्भङ्गी समाश्रित्य, प्रेत्येहफलसंश्रयाम् ।
पापकर्मविपाकं या, बूते निर्वेजनी तु सा ॥९-१५॥ चतुर्भङ्गीमिति-या कथा पापकर्मविपाकं । प्रेत्येहफलसंश्रयामिहलोकपरलोकभोगाश्रितां । चतुभङ्गीं समाश्रित्य बूते । सा तु निर्वेजनी चतुर्भिरेव भङ्गः प्रतिपाद्यमानैश्चतुर्विधेति भावः । अत्रायं सम्प्रदायः-“इदाणिं निव्वेदणी-सा चउव्विहा पन्नत्ता, तं जहा-इहलोए दुच्चिन्नाई कम्माइं इहलोए दुहविवागसंजुत्ताइ भवंति । तं जहा-चोराणं पारदारियाणं एवमादी एसा पढमा निव्वेदणी । इदाणिं बितिया निव्वेदणी-इहलोए दुच्चिण्णा कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति, तं जहा-नेरइयाणं अनमि भवे कयं कम्मं निरयभावफलं देइ, एसा बितिया निव्वेयणी । इयाणिं ततिआ निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति, कहं ? जहा-बालप्पभितिमेव अंतकुलेसु उत्पन्ना खयकोढाइएहिं रोगेहि दारिदेण य अभिभूया दीसंति, एसा ततिया निव्वेदणी । इदाणिं चउत्था निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति, कहं ? जहा-पुट्विं दुच्चिन्नेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहि उववज्जंति तउ ते नरयप्पा उग्गाणि कम्माणि अ संपुन्नाणि ताए जातीए पूरिति, पूरिऊण नरयभवे वेदिति, एसा चउत्था निव्वेयणीगया । एवं इहलोगो परलोगो य पण्णवयं पडुच्च भवति । तत्थ पनवयस्स मणुस्सभवो इहलोगो, सेसा उ तिण्णि वि गईउ परलोगो” ||९-१५।।
આ લોક અને પરલોક સંબંધી ફળને આશ્રયીને થનારા ચાર ભાંગાની અપેક્ષાએ પાપકર્મના વિપાકનું વર્ણન જે કથા કરે છે તે કથાને “નિર્વેજનીકથા' કહેવાય છે. અર્થાતુ પ્રતિપાદન કરાતા ચાર ભાગાના કારણે નિર્વેજની કથા ચાર પ્રકારની છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય વર્ણવતાં પૂર્વમહાપુરુષોએ ફરમાવ્યું છે કે - નિર્વેજની કથા ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર નીચે જણાવ્યા મુજબ છે. નિર્વેજનીકથાને નિર્વેદની કથા પણ કહેવાય છે.
આ લોકમાં દુષ્ટપણે આચરેલાં કર્મો આ લોકમાં દુષ્ટ વિપાકથી યુક્ત (દુષ્ટ ફળને આપનાર) થાય છે. દા.ત. ચોરી અને પરસ્ત્રીનું સેવન વગેરે કરનારા ચોર અને વ્યભિચારી વગેરેને આ લોકમાં આચરેલાં તે તે દુષ્કર્મો આ લોકમાં દુઃખને આપનારાં બને છે. આ પહેલી નિજની કથા છે.
૫૮
કથા બત્રીશી
Page #62
--------------------------------------------------------------------------
________________
હવે બીજી નિર્વેદની (નિર્વેજની) કથાનું વર્ણન કરાય છે. આ લોકમાં દુષ્ટપણે કરેલાં કમ પરલોકમાં દુઃખ-વિપાકથી યુક્ત બને છે. દા.ત. નારકીઓને પૂર્વભવોમાં કરેલાં તેમનાં દુષ્કર્મો નારકીના ભવમાં દુઃખ આપનારાં થાય છે. આ બીજી નિર્વેદની કથા છે.
હવે ત્રીજી નિર્વેદની કથા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુષ્કર્મો આ લોકમાં દુઃખવિપાકથી યુક્ત બને છે. દા.ત. બાલ્યકાળથી જ અંતકુળોમાં જન્મેલા અને ક્ષય, કોઢ... વગેરે રોગોથી અને દરિદ્રતાથી પરાભવ પામેલા જીવો દેખાય છે. ગયા ભવમાં કરેલા કર્મના ઉદયે તે જીવો આ મનુષ્યપણામાં દુઃખ ભોગવી રહ્યા છે. આ ત્રીજી નિર્વેદની કથા છે.
હવે ચોથી નિર્વેજનીકથા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુખકર્મો પરલોકમાં દુઃખવિપાકથી યુક્ત થાય છે. દા.ત. પૂર્વમાં આચરેલાં દુષ્ટ કર્મોના કારણે જીવો તીક્ષ્ણ મુખવાળાં પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેઓ ત્યાં નરકમાયોગ્ય બધાં (જે બાકી હતાં તે) કર્મોને પૂર્ણ કરે છે અને ત્યાર પછી નરકના ભવે તેના વિપાક અનુભવે છે. - આ ચોથી નિર્વેદની કથા છે. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રજ્ઞાપક(વક્તા-કથા કહેનાર) મહાત્માની અપેક્ષાએ મનુષ્યભવ આ લોક છે અને બાકીના ભવો પરલોક છે. તેથી સ્પષ્ટ છે કે પક્ષીના ભવસ્વરૂપ પરલોકમાં કરેલાં દુષ્કર્મોને નરકના ભવ સ્વરૂપ પરલોકમાં ભોગવે છે. તે ચોથી નિર્વેદની કથાનો વિષય છે.
આ પ્રમાણે ચાર પ્રકારે પાપકર્મના દુઃખ સ્વરૂપ વિપાકના વર્ણનને સાંભળવાથી શ્રોતાઓ ભવથી નિર્વેદને પ્રાપ્ત કરે છે તેથી આ કથાને નિર્વેદની-નિર્વેજનીકથા કહેવાય છે, જે ઉપર જણાવ્યા મુજબના ચાર ભાગાને આશ્રયીને કરાય છે તેથી ચાર પ્રકારની છે. તિર્યષ્યપણું, નારકપણું અને ખરાબ મનુષ્યપણું શ્રોતાને નિર્વેદનું કારણ બને છે. પાપના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનારી તે તે સ્થિતિને જોઈને નિર્વેદ થાય : એ અસંભવિત નથી. I૯-૧૫ા. નિર્વેજનીકથાના રસનું વર્ણન કરાય છે
स्तोकस्यापि प्रमादस्य परिणामोऽतिदारुणः ।
વર્ષમાનઃ પ્રવજોન નિર્વેનન્યા રસઃ મૃત: ૨-૧દ્દી તો ચાપતિ–સ્પષ્ટ: I૬-૧દ્દા.
“અલ્પ પણ પ્રમાદનો પરિણામ અત્યંત દારુણ છે. આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરાતો તે પરિણામ નિર્વેજની કથાનો રસ-સાર છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. નિર્વેજનીકથાના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે એ કથાના શ્રવણથી ભવ પ્રત્યે નિર્વેદ પ્રાપ્ત કરવાનો એક જ આશય છે. એ આશય સિદ્ધ થાય અને એનો કોઇ પણ રીતે વ્યાઘાત ન થાય: એ કથા કરનારે જોવું જોઇએ. ભવ પ્રત્યે સહેજ પણ આસક્તિ થઈ જાય તો ભવનો નિર્વેદ પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને.
એક પરિશીલન
૫૯
Page #63
--------------------------------------------------------------------------
________________
આ સંસારમાં સુખ આપનારાં સાધનો પરમાર્થથી ન હોવા છતાં અજ્ઞાનને આધીન બની કંઈકેટલાય પદાર્થોને સુખ આપનારા આપણે માની લઈએ છીએ. આપણી માન્યતાની વિચિત્રતા ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે કે જયારે પાપને પણ આપણે સુખનું સાધન માની લઇએ છીએ અને એ મુજબ સુખની પ્રાપ્તિ માટે પાપ કરવાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. પૂ. ભવનિતારક ગુરુભગવંતની પાસે ધર્મકથાના શ્રવણથી એ વિચિત્રતા સમજાય એટલે જીવ પાપથી વિરામ પામવા માટે પ્રયત્ન કરે છે. આમ જોઈએ તો સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મોહ: આ ત્રણના કારણે જીવ પાપમાં પ્રવર્તે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કર્મબંધનાં કારણ છે. જયાં સુધી એ કારણો છે ત્યાં સુધી આત્મા સતત કર્મનો બંધ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની અપેક્ષાએ પ્રમાદની ભયંકરતા અધિક છે. છઠ્ઠા ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ પ્રમાદને દૂર કરવાનું કામ ઘણું જ કપરું છે. શ્રુતકેવલી મહાત્માઓને પણ નિગોદાદિ અવસ્થામાં જવું પડતું હોય તો તે પ્રમાદને લઇને.
આ સંસારથી મુક્ત થવા માટે તત્પર બનેલા મહાત્માઓને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ તો હોય જ. પરંતુ એને દૂર કરવા માટે પણ એક પ્રકારનો પ્રમાદ થતો હોય છે. મિથ્યાત્વાદિને આધીન ન બનનારા પણ પ્રમાદને આધીન બનતા જોવા મળે ત્યારે પ્રમાદની ભયંકરતા સ્પષ્ટપણે પ્રતીત થાય છે. શ્લોકના પૂર્વાર્ધમાં પ્રમાદની ભયંકરતા માર્મિક રીતે વર્ણવી છે. અલ્પ એવા પ્રમાદનો પરિણામ(વિપાક) અત્યંત ભયંકર છે. “ઉપદેશ-પ્રાસાદ' વગેરે ગ્રંથમાં આ વિષયમાં યશોધર રાજાદિનું દૃષ્ટાંત જણાવ્યું છે, જે મુમુક્ષુ આત્માઓએ યાદ રાખવું જોઈએ. પ્રાણીવધ કોઈ પણ સંયોગોમાં નહિ કરવાનું સત્ત્વ ધરાવતા હોવા છતાં નહિ જેવા પ્રમાદને પરવશ બની લોટના કૂકડાનો વધ કર્યો તો તેમને સાત ભવ સુધી અનેક જાતના દુઃખના વિપાકો અનુભવવા પડેલા... ઇત્યાદિ પ્રસિદ્ધ ચરિત્ર આ વિષયમાં સ્મરણીય છે. નિદ્રા, વિકથા, વિષય, કષાય અને મદિરા - આ પાંચ પ્રમાદ તેમ જ અજ્ઞાન, સંશય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મમાં અનાદર, રાગ અને દ્વેષ - આ આઠ પ્રમાદ પ્રસિદ્ધ છે. એનો અલ્પ પણ અંશ અત્યંત દારુણ વિપાકનો અનુભવ કરાવનાર છે... ઇત્યાદિ નિર્વેજનીકથામાં વિસ્તારથી વર્ણવાય છે, જેને અહીં નિર્વેજનીકથાના રસ તરીકે વર્ણવાય છે. આ કથાનું વર્ણન કરતી વખતે શ્રોતાને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ આવે તે રીતે એ રસ જળવાય એ માટે અપ્રમત્ત બની રહેવું જોઇએ./૯-૧૬ll ઉપર જણાવ્યા મુજબની ચાર પ્રકારની ધર્મકથાઓમાંથી કઈ કોને કહેવી તે જણાવાય છે
आदावाक्षेपणीं दद्याच्छिष्यस्य धनसन्निभाम् । विक्षेपणी गृहीतेऽर्थे वृद्ध्युपायमिवादिशेत् ॥९-१७॥
બાવાવતિ–સ્પષ્ટ: //૬-૧૭ની
કથા બત્રીશી
Page #64
--------------------------------------------------------------------------
________________
શિષ્યને સૌથી પ્રથમ ધનના જેવી આપણીકથા સ્વરૂપ દેશના આપવી જોઈએ. ત્યાર પછી શ્રોતા દ્વારા અર્થ ગ્રહણ કરાય છતે તેની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણી કથા કહેવી.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે- પૂર્વે જણાવેલી ધર્મકથા શિષ્યને આપવી જોઇએ. અન્ય ગ્રંથમાં શિષ્યને વૈનેયક તરીકે વર્ણવ્યો છે. જે વિનય આચરે છે, રાત અને દિવસ વિનયથી જ જે જીવન વિતાવે છે તેને વૈનેયક-શિષ્ય કહેવાય છે. એવા શિષ્યને ધર્મકથા સંભળાવવી.
ધર્મનો અર્થી હોય પરંતુ વિનયી ન હોય તો તેને ધમદશના આપવી ના જોઇએ. પૂ. ગુરુદેવશ્રીના પરમતારક વચનને માનવા સ્વરૂપ જ અહીં મુખ્ય વિનય છે. શાસન કરી શકાય એવી જેનામાં યોગ્યતા છે; તેને શિષ્ય કહેવાય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પ્રજ્ઞાપનીય તરીકે વર્ણવાય છે. એવા પ્રજ્ઞાપનીય આત્માઓને જ ધર્મકથા કહેવી. બીજાઓને એવી કથા કહેવાથી કોઈ લાભ નથી.
યોગ્ય શિષ્યને પણ સૌથી પ્રથમ પૂર્વે જણાવ્યા મુજબની આપણીકથા કહેવી. એ આપણીકથા ધન જેવી છે. આજીવિકા માટે ધન જેમ મુખ્ય સાધન છે તેમ ધર્મકથામાં મુખ્ય આક્ષેપણીકથા છે. આજીવિકાનો આધાર જેમ ધન છે તેમ બાકીની ધર્મકથાઓનો આધાર આક્ષેપણી કથા છે. મોહથી તત્ત્વ પ્રત્યે જીવ આકર્ષાય નહિ તો તે જીવો પ્રત્યે ધર્મકથાનો કોઈ ઉપયોગ નથી. તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ શ્રોતાને ખૂબ જ સરળતાથી તત્ત્વ સમજાવી શકાય છે.
આક્ષેપણીકથામાં જણાવેલા અર્થને શિષ્ય ગ્રહણ કરી લે પછી એ અર્થ(ધનજેવા અર્થ)ની વૃદ્ધિના ઉપાય જેવી વિક્ષેપણીકથા કહેવી. આપણી પાસે ધન હોય તો તેની વૃદ્ધિ માટેના જેમ ઉપાયો યોજાય છે તેમ આક્ષેપણીકથાથી જણાવેલા અર્થની દઢતાદિ માટે તેના ઉપાય તરીકે વિક્ષેપણીકથા કહેવી જોઇએ. II૯-૧ળા.
શિષ્યને પ્રથમ આપણી અને પછી વિપરીકથા કહેવી જોઈએ. આવું શા માટે ? તે જણાવાય છે
आक्षेपण्या किलाक्षिप्ता, जीवाः सम्यक्त्वभागिनः ।
विक्षेपण्यास्तु भजना, मिथ्यात्वं वाऽतिदारुणम् ॥९-१८॥ आक्षेपण्येति-आक्षेपण्याक्षिप्ता आवर्जिताः किल जीवाः । सम्यक्त्वभागिनो योगेन सम्यक्त्वलाभवन्तोऽसति प्रतिबन्धे तथावर्जनेन मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमोपपत्तेः । विक्षेपण्यास्तु सकाशात् फलप्राप्तौ भजना कदाचित्ततः सम्यक्त्वं लभन्ते कदाचिन्नेति । तच्छ्रवणात्तथाविधपरिणामानियमादतिदारुणं महाभयङ्करं मिथ्यात्वं वा ततः स्यात् । जडमतीनामभिनिविष्टानां । तदुक्तं-“अक्खेवणिवक्खित्ता जे जीवा ते लहंति सम्मत्तं । विक्खेवणीइभज्जं गाढयरागं च मिच्छत्तं ॥१॥" ।।९-१८॥
એક પરિશીલન
Page #65
--------------------------------------------------------------------------
________________
“આક્ષેપણીકથાથી આક્ષિપ્ત બનેલા જીવો સમ્યકત્વના ભાજન બને છે. વિક્ષેપણીકથાથી તો ફળની પ્રાપ્તિમાં ભજના છે. અર્થાત્ કોઈ વાર ફળ પ્રાપ્ત થાય છે. અને કોઈ વાર ફળ મળતું નથી. અથવા કોઈ વાર અત્યંત ભયંકર મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત કરે છે...” તેથી શરૂઆતમાં આપણીકથા કરીને પછી જ વિક્ષેપણીકથા કરવી... આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણીકથાથી આવર્જિત થયેલા જીવો સમ્યકત્વના ભાજન બને છે. અર્થાત્ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. કારણ કે કોઇ પણ જાતનો તેવો પ્રતિબંધ ન હોય તો તત્ત્વની પ્રત્યે થયેલા આવર્જનથી મિથ્યાત્વમોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય છે. અનાદિકાળથી મિથ્યાત્વાદિના કારણે તત્ત્વ પ્રત્યે ખૂબ જ અરુચિ હતી. આપણીકથાના શ્રવણથી તત્ત્વ પ્રત્યે શ્રોતાઓ આવર્જિત બને છે. તેથી મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે, જે જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે.
આક્ષેપણ કથાના બદલે સૌથી પ્રથમ વિક્ષેપણી કથા કરવામાં આવે તો કોઈ વાર તેનાથી ફળ પ્રાપ્ત થાય છે અને કોઈ વાર નથી પણ થતું. આથી સ્પષ્ટ છે કે સમ્યકત્વપ્રાપ્તિ સ્વરૂપ ફળની પ્રત્યે વિક્ષેપણીકથામાં ભજના છે. કારણ કે વિક્ષેપણીકથાનું શ્રવણ કરવાથી સંવેગ-નિર્વેદનો પરિણામ થાય જ એવો નિયમ નથી. જીવવિશેષની યોગ્યતાએ કોઈ વાર વિક્ષેપણીકથાના શ્રવણથી કોઇને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ કોઈ વાર જડબુદ્ધિવાળા અભિનિવેશી શ્રોતાને સમ્યગ્દર્શનની તો પ્રાપ્તિ થતી નથી, પરંતુ ગાઢતર એવા મિથ્યાત્વને તે પ્રાપ્ત કરે છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં એ અંગે જણાવ્યું છે કે- “આપણીકથાથી આક્ષિપ્ત જીવો સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. વિક્ષેપણીકથાથી એ અંગે ભજના છે. અર્થાત્ કોઈ વાર એ ફળ મળે છે અથવા નથી મળતું. ગાઢ એવી મિથ્યાત્વદશાને જીવ પામે છે.” વિક્ષેપણ કથાને સાંભળનારો શ્રોતા જડબુદ્ધિવાળો હોય તો તેને તે કથાના શ્રવણથી એમ જ થાય છે કે “આ લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો છે. એમને બીજાનું સારું દેખાતું જ નથી...' ઇત્યાદિ અભિનિવેશના કારણે આવા શ્રોતાને પરસમયમાં બતાવેલા દોષોનું જ્ઞાન થતું નથી. તેથી પૂર્વનો મિથ્યાત્વનો પરિણામ ગાઢતર બને છે. આ રીતે કોઈ વાર શ્રોતાની જડતાના કારણે વિક્ષેપણીકથા અનિષ્ટ ફળને આપનારી બને છે. ll૯-૧૮l
विक्षेपण्याः परिकर्मिताया एव गुणावहत्वं नान्यथेति समर्थयन्नाह
ઉપર જણાવ્યા મુજબ વિક્ષેપણીકથા એકાંતે ફળને આપનારી ન હોવાથી તે પરિકર્મિત હોય તો જ ગુણનું કારણ બને છે. અન્યથા તે ગુણનું કારણ બનતી નથી, તે જણાવાય છે–
आद्या यथा शुभं भावं, सूते नान्या कथा तथा । यादृग्गुणः स्यात् पीयूषात्, तादृशो न विषादपि ॥९-१९॥
કથા બત્રીશી
Page #66
--------------------------------------------------------------------------
________________
आद्येति-पीयूषवन्नेयं स्वरूपतो गुणावहा, किं तु वच्छनागवत्परिकर्मितैवेति तात्पर्यम् ।।९-१९।।
“પહેલી ધર્મકથા જેમ શુભ ભાવને ઉત્પન્ન કરે છે તેવો શુભ ભાવ બીજી કથાથી ઉત્પન્ન થતો નથી. જેવો ગુણ અમૃતથી થાય છે તેવો ગુણ વિષથી પણ થતો નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે આપણીકથા અમૃત જેવી છે. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે. અમૃતને જેમ પરિકર્ષિત કરવું પડતું નથી તેમ આક્ષેપણીકથાને પણ પરિકર્ષિત કરવી પડતી નથી. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે.
વિક્ષેપણીકથા વિષ જેવી છે. વિષ પરિકર્મિત કરાય તો તે ઔષધ સ્વરૂપે ગુણનું કારણ બને છે. યોગ્ય વૈદ્યના ઉપદેશથી યોગ્ય રીતે યોગ્ય જીવો તેનું જો આસેવન કરે તો તે જીવોને તે પરિકર્મિત વિષ રોગાદિના નિવારણ દ્વારા ગુણનું કારણ બને છે. આવી જ રીતે વિક્ષેપણીકથા પૂ. ગીતાર્થમહાત્માએ યોગ્ય રીતે અભિનિવેશથી રહિત શ્રોતાઓને ઉપદેશેલી હોય તો તેના શ્રવણથી ગુણની પ્રાપ્તિ થતી હોય છે. આવી રીતે પરિકર્મિત જવિક્ષેપણીકથા પરિકર્મિત વિષની જેમ ગુણનું કારણ બનતી હોય છે. પરંતુ અમૃતસ્વરૂપ આક્ષેપણીકથાથી જેવો ગુણ થાય છે; તેવો ગુણ આ વિષતુલ્ય (પરિકર્મિત પણ) વિક્ષેપરીકથાથી થતો નથી. એ સમજી શકાય છે. ૯-૧લા. ચાર પ્રકારની કથામાંની છેલ્લી ચોથી મિશ્રકથા'નું સ્વરૂપ જણાવાય છે
धर्मार्थकामाः कथ्यन्ते, सूत्रे काव्ये च यत्र सा ।
मिश्राख्या विकथा तु स्याद्, भक्तस्त्रीदेशराङ्गता ॥९-२०॥ धर्मति-यत्र सूत्रे काव्ये च धर्मार्थकामा मिलिताः कथ्यन्ते । सा मिश्राख्या कथा, सङ्कीर्णपुरुषार्थाभिधानात् । विकथा कथालक्षणविरहिता तु स्यात् । भक्तस्त्रीदेशराङ्गता भक्तादिविषया । यदाह–“इत्थिकहा भत्तकहा रायकहा चोरजणवयकहा य । नडनट्टजल्लमुट्टियकहा उ एसा भवे विकहा ।।१।।" ।।९-२०॥
જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ ભેગા કહેવાય છે તેને મિશ્રકથા કહેવાય છે. કારણ કે તેમાં ધર્મ, અર્થ વગેરે પુરુષાર્થોનું સંકીર્ણ કથન છે. કથાના લક્ષણથી જે રહિત છે, તેને વિકથા કહેવાય છે. તેના ભક્ત, સ્ત્રી, દેશ અને રાજા : આ ચારને આશ્રયીને ચાર પ્રકાર છે.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે લોકમાં, વેદમાં અને સ્વદર્શનમાં મિશ્રકથા પ્રસિદ્ધ છે. સૂત્રસ્વરૂપે કે કાવ્યસ્વરૂપે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું જયાં સંકીર્ણ વર્ણન કરાય છે તે મિશ્રકથા છે. લોકમાં રામાયણ, મહાભારત વગેરે, વેદમાં યજ્ઞક્રિયા વગેરે અને સ્વદર્શનમાં તરંગવતી વગેરે સ્વરૂપ મિશ્રકથા છે. આ રીતે ચાર પ્રકારની કથાનું નિરૂપણ કરીને હવે કથાથી વિપરીત એવી વિકથાનું સ્વરૂપ “વિશ્વથા તુ...” ઇત્યાદિ પદોથી જણાવાય છે.
એક પરિશીલન
Page #67
--------------------------------------------------------------------------
________________
એનો આશય સ્પષ્ટ છે. ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા - આ ચાર પ્રકારની વિકથા છે. અર્થકથા અને કામકથા જેવી જ જણાતી વિકથામાં થોડો ફરક છે. કથા, સામાન્યથી તે તે પુરુષાર્થને સિદ્ધ કરે છે. જ્યારે વિકથા તેમાં અંતરાયસ્વરૂપ બને છે. જેમાં મળે કાંઈ નહિ અને માત્ર વાતો ઘણી – એવું સ્વરૂપ વિકથાનું છે. એક પ્રકારના અનર્થદંડ સ્વરૂપ વિકથા છે – એમ કહી શકાય. ભોજનાદિ સ્વરૂપનું વર્ણન કરનારી પ્રથમ વિકથા છે. સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરનારી બીજી વિકથા છે. દેશ-રાષ્ટ્રના સ્વરૂપનું વર્ણન કરનારી ત્રીજી વિકથા છે અને રાજાદિનું વર્ણન કરનારી ચોથી વિકથા છે. વિકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. કોઈ પણ રીતે તે કરવા જેવી નથી... એ કહેવાની જરૂર નથી. ઓછા વધતા પ્રમાણમાં એનાં કડવાં ફળોનો સ્વાદ આપણને અનુભૂત જ છે. પરંતુ વિકથાની પક્કડમાંથી છૂટવાનું ખૂબ જ કપરું છે. સમયનો સદુપયોગ કરવાનું જાણે એ એક જ સાધન છે - એમ સમજીને આપણે વિકથામાં પ્રવર્તતા હોઈએ એમ લાગ્યા વિના નહિ રહે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં વિકથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, ચૌરકથા, જનપદ(દેશ)કથા, નટકથા, નર્તકકથા, જલ્લકથા અને મુષ્ટિકકથા... વગેરે વિકથા છે. ચામડાના દોરડા(પટ્ટા) ઉપર ચઢીને રમનારને જલ્લ કહેવાય છે. મલ્લને મુષ્ટિક કહેવાય છે. આથી સમજી શકાશે કે વિકથાના આવા તો કેટલાય પ્રકારો વર્ણવી શકાય છે. દિવસે દિવસે વિકથાના વિષયોમાં ખૂબ જ ઝડપથી વધારો થતો જાય છે. સ્વાધ્યાયમાં તીવ્ર રુચિ કેળવ્યા વિના વિકથાની કથામાંથી બહાર નીકળવાનું કોઈ પણ રીતે શક્ય નથી. આજે નહિ તો કાલે વિકથા ઉપર વિરામ મૂકવો જ પડશે. ૯-૨૦ના
કથા અને વિકથાનું નિરૂપણ કરીને હવે પ્રજ્ઞાપકને આશ્રયીને અકથાદિ સ્વરૂપે તે બને છે અર્થાત પ્રજ્ઞાપકને આશ્રયીને કથાઓ આશયવિશેષને લઇને અકથાદિ સ્વરૂપ બને છે, તે જણાવાય છે–
प्रज्ञापकं समाश्रित्य, कथा एता अपि क्रमात् ।
વથા વિવથા વા , થા વા ભાવમેવતઃ FB- प्रज्ञापकमिति-प्रज्ञापकं वक्तृपुरुषविशेषं समाश्रित्य एता उक्तलक्षणाः कथा अपि अकथा विकथाः कथा वा स्युः । भावभेदत आशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत् । तत एव पुरुषार्थप्रतिपत्त्यभावतद्विरोधतत्प्रतिपत्तिफलभेदात् । तदुक्तं-“एया चेव कहाओ पन्नवगपरूवगं समासज्ज । अकहा कहा व विकहा हविज्ज परिसंतरं पप्प ।।१।। अत्र प्रज्ञापकप्ररूपकमित्यत्र कर्मधारयाश्रयणादवबोधकप्ररूपको व्याख्यातो घरट्टभ्रमणकल्पश्च व्यवच्छिन्नो, द्वन्द्वाश्रयणे तु द्वित्वे बहुवचनापत्तिरित्यवधेयम् ।।९-२१।।
“કથા કહેનાર(પ્રજ્ઞાપક)ને આશ્રયીને આ કથાઓ પણ ક્રમે કરીને અકથા, વિકથા અને કથા સ્વરૂપે ભાવભેદથી બને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ
૬૪
કથા બત્રીશી
Page #68
--------------------------------------------------------------------------
________________
એ છે કે, વક્તા પુરુષવિશેષને આશ્રયીને; પૂર્વે વર્ણવેલી તે કથાઓ આશયવિશેષના કારણે અકથાસ્વરૂપ અથવા વિકથાસ્વરૂપ અથવા કથાસ્વરૂપ બને છે. જેમ એક જ આચારાંગાદિ લોકોત્તરશ્રુત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિથી પરિગૃહીત હોય તો તે અનુક્રમે સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુત રૂપે પરિણમે છે તેમ અહીં પણ પ્રજ્ઞાપકને આશ્રયીને ભાવ(આશય)વિશેષે તે કથાઓ અકથા, વિકથા અથવા કથા સ્વરૂપે પરિણમે છે. તેથી અનુક્રમે પુરુષાર્થ(ધર્માદિ)ની પ્રતિપત્તિ(સ્વીકાર)નો અભાવ; પુરુષાર્થનો વિરોધ અને પુરુષાર્થની પ્રતિપત્તિ સ્વરૂપ ફળ(કાય) થાય છે. એ ફળના ભેદથી(વિશેષથી) તે કથાઓ અનુક્રમે અકથા, વિકથા અને કથા સ્વરૂપે થતી હોય છે. પુરુષાર્થની પ્રતિપત્તિનો અભાવ અકથાથી થાય છે. પુરુષાર્થનો વિરોધ વિકથાનું કાર્ય છે અને કથાનું કાર્ય પુરુષાર્થની પ્રતિપત્તિ છે. એ ફળવિશેષને આશ્રયીને કથાઓ અનુક્રમે અકથા, વિકથા અને કથા સ્વરૂપે પરિણમે છે. પ્રજ્ઞાપકના ભાવવિશેષે એ ફલવિશેષ છે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં પ્રજ્ઞાપકને આશ્રયીને આ કથાઓમાં અકથાદિનું પ્રાધાન્ય હોય છે તે જણાવતાં ફરમાવ્યું છે કે - પ્રરૂપક એવા પ્રજ્ઞાપકને આશ્રયીને શ્રોતાવિશેષને પામીને આ કથાઓ અકથા, વિકથા કે કથા સ્વરૂપ બને છે. આ ગાથામાં “પન્નવાવ' આવો પાઠ છે. ત્યાં પ્રજ્ઞાપક એવા પ્રરૂપક આવો અર્થ અભિપ્રેત છે. એ અર્થ કરવાથી અવબોધક એવા પ્રરૂપકનું ગ્રહણ થાય છે. ઘરેડ મુજબ બોલનાર વક્તાનો તેથી વ્યવચ્છેદ થાય છે. અહટ્ટના ભ્રમણની જેમ સમજણ વગર ચીલાચાલુ બોલનાર પ્રરૂપકની અહીં વિવક્ષા નથી. સમજદાર અને અવસરાદિના જાણકાર એવા પ્રજ્ઞાપકપ્રરૂપકને આશ્રયીને શ્રોતાની વિશેષતાએ ઉપર જણાવેલી કથાઓ અકથાદિ બને છે. પન્નવાપરવાં અહીં ઉપર જણાવ્યા મુજબ કર્મધારય સમાસની વિરક્ષા ન કરીએ અને “પ્રજ્ઞાપક અને પ્રરૂપક' - આ પ્રમાણે દ્વન્દ્રસમાસની વિવક્ષા કરીએ તો દ્વિત્વના વિષયમાં બહુવચનના પ્રયોગનો પ્રસંગ આવશે. જેથી “પન્નવા વો' આવો પાઠ માનવાનો પ્રસંગ આવશે. આથી સમજી શકાશે કે પ્રરૂપક પ્રજ્ઞાપક હોવા જોઈએ. ધર્મકથાદિને કરનારા પ્રજ્ઞાપક ન હોય તો તેમના દ્વારા કરાતી કથાના કારણે ઇષ્ટનો લાભ નહિ થાય. ધર્માદિની પ્રાપ્તિ કરવી : એ કથાશ્રવણનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સિદ્ધિ; કથાના પ્રરૂપક મહાત્માની કથાના શ્રવણને આધીન છે. પ્રરૂપક પ્રજ્ઞાપક ન હોય તો પરિણામ કેવું આવે તે આપણે સમજી શકીએ છીએ. વક્તાનો અવબોધ જ શ્રોતાને અવબોધનું કારણ બનતો હોય છે. શ્રોતા તો અબુધ હોય છે પરંતુ તેને અવબુદ્ધ બનાવવાનું કાર્ય; પ્રજ્ઞાપક પ્રરૂપક કરે છે. આ પ્રજ્ઞાપકને આશ્રયીને આશયભેદે કથાઓ અકથાદિ સ્વરૂપ બને છે. I૯-૨૧ પૂર્વે કથા અકથા બને છે... આ પ્રમાણે જણાવ્યું. ત્યાં અકથાનું સ્વરૂપ જણાવાય છે–
मिथ्यात्वं वेदयन् बूते, लिङ्गस्थो वा गृहस्थितः ।
यत् साऽकथाशयोद्भूतेः, श्रोतुर्वक्त्रनुसारतः ॥९-२२॥ એક પરિશીલન
Page #69
--------------------------------------------------------------------------
________________
मिथ्यात्वमिति-मिथ्यात्वं वेदयन् विपाकेनानुभवन् । लिङ्गस्थो द्रव्यप्रवजितोऽङ्गारमर्दकादिप्रायो, गृहस्थितो वा कश्चिद्यद् बूते साऽकथा । श्रोतुर्वक्त्रनुसारतो वक्त्राशयानुगुण्येनैवाशयोद्भुते र्भावोत्पत्तेः प्रतिविशिष्टफलाभावात् । तदिदमुक्तं-“मिच्छत्तं वेयंतो जं अन्नाणी कहं परिकहेइ । लिंगत्थो व गिही वा સા માં સિગા સમU III” II-૨૨
મિથ્યાત્વના ઉદયવાળો દ્રવ્યથી પ્રવજ્યા ગ્રહણ કરનાર અથવા ગૃહસ્થ જે કહે છે તે અકથા છે. કારણ કે વક્તાના આશય મુજબ શ્રોતાને ભાવની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે વિપાક(રસ) વડે મિથ્યાત્વમોહનીયકર્મનો જે અનુભવ કરે છે તેવા દ્રવ્યથી જ પ્રવ્રજ્યાને ધારણ કરનારા અંગારમઈકાદિ આચાર્ય જેવા અથવા ગૃહસ્થપણામાં રહેલા એવા કોઈ પણ જે કાંઈ બોલે છે તે અકથા છે. કારણ કે વક્તાનો જેવો આશય-ભાવ હોય તે મુજબ જ શ્રોતાને ભાવની ઉત્પત્તિ થતી હોય છે. અહીં વક્તા મિથ્યાત્વનું વિપાકથી વેદન કરતો હોવાથી શ્રોતાને તદનુરૂપ તેની જ પ્રાપ્તિ થતી હોય છે. પૂર્વે પણ શ્રોતા એનો અનુભવ કરતો હતો અને કથાશ્રવણ પછી પણ તેનો જ વિશેષે કરી અનુભવ કરવાનું થાય છે. તેથી પ્રતિવિશિષ્ટ (પૂર્વતન કરતાં વિલક્ષણ) ફળની પ્રાપ્તિ થતી નથી. કથાશ્રવણનું પ્રયોજન પ્રતિવિશિષ્ટ ફળને પામવાનું છે. એના અભાવમાં અહીં કથા, કથા રહેતી નથી. પરંતુ અકથાસ્વરૂપે પરિણમે છે.
એ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં (૩જું અધ્યયન ગાથા-૨૦૯) ફરમાવ્યું છે કે; “દ્રવ્યથી જ પ્રવ્રજયાને ધારણ કરનારા અથવા ગૃહસ્થ એવા અજ્ઞાની મિથ્યાત્વમોહનીયકર્મનો અનુભવ કરનારા જે કથાને કહે છે તે કથાને આગમમાં અકથા કહી છે.” અહીં કથા કહેનારને અજ્ઞાની તરીકે જે વર્ણવ્યા છે; તે તેમના મિથ્યાત્વમોહનીયકર્મના વેદન(વિપાકના અનુભવોના કારણે વર્ણવ્યા છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ગમે તેટલું (સાડા નવ પૂર્વ જેટલું પણ) જ્ઞાન મળે તોય તે વખતે મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય તો જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે અને એવા જ્ઞાનીને અજ્ઞાની કહેવાય છે. કારણ કે જ્ઞાનના ફળ સ્વરૂપે તેમને વિરતિ પ્રાપ્ત થતી નથી. જેનું જે ફળ છે; તેનાથી તે ફળ ન મળે તો તે વાસ્તવિક રીતે વસ્તુ નથી હોતી.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ મિથ્યાત્વમોહનીયકર્મના અનુભવને કરવાના કારણે તે તે આત્માને જો અજ્ઞાની કહેવાતા હોય તો ગાથામાં મિલ્કતો વેચંતો આ પ્રમાણે પદ હોવાથી તેથી જ અજ્ઞાની અર્થ જણાય છે. આથી ગાથામાં ગં સન્નાળી- આ પ્રમાણે સન્નાની પદનું ગ્રહણ અનર્થક છે. કારણ કે જે મિથ્યાત્વનું વેદન કરે છે તે અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વીના ગ્રહણથી અજ્ઞાનીનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી ત્રાળી” આ પદનું કોઈ પ્રયોજન નથી. પરંતુ મિથ્યાત્વમોહનીયકર્મનું પ્રદેશથી વેદન કરનારા સમ્યગ્દષ્ટિ(ક્ષાયોપથમિક સમ્યકત્વવંત) આત્માઓ ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાની હોતા નથી. મિથ્યાત્વનું વેદન કરનારા અજ્ઞાની જ હોય છે. આવો નિયમ નથી. તેથી
કથા બત્રીશી
Page #70
--------------------------------------------------------------------------
________________
“મન્ના' પદનું ગ્રહણ નિરર્થક નથી. વિપાકથી(રસ-અનુભાગથી) મિથ્યાત્વમોહનીયકર્મનું વેદન કરનારા નિયમે કરી અજ્ઞાની હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ દળિયાંનો અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ અજ્ઞાની નથી, જેથી અન્નાની આ પદથી સમ્યગ્દષ્ટિ આત્માઓનો સંગ્રહ થતો નથી.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૯-૧૨ કથા કથાસ્વરૂપે જ્યારે બને છે ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે–
ज्ञानक्रियातपोयुक्ताः, सदभावं कथयन्ति यत् ।
जगज्जीवहितं सेयं, कथा धीरैरुदाहृता ॥९-२३॥ ज्ञानेति-ज्ञानक्रियातपोभिर्युक्ताः । सद्भावं परमार्थं यत् कथयन्ति जगज्जीवहितं । सेयं धीरैः कथोदाहृता, निर्जराख्यफलसाधनाद्, वक्तुः श्रोतुश्च कुशलपरिणामोत्पादनाद, अन्यथा तु तत्र भजनापि स्यादिति । तदिदमुक्तं-“तवसंजमगुणधारी जं चरणरया कहंति सब्भावं । सव्वजगज्जीवहिअं सा उ कहा ફેસિકા ધમે છા” II -૨રૂા.
જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત એવા મહાત્માઓ જે જગતના જીવોને હિતકર એવા પરમાર્થને કહે છે તેને ધીર શ્રી તીર્થંકરપરમાત્માઓએ આ કથા તરીકે વર્ણવી છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ કથા કહેનારા મહાત્માઓ જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત હોવા જોઇએ. શ્રોતાઓના હિત માટે કથાને કરનારા મહાત્માઓ માર્ગના જ્ઞાતા આચારસંપન્ન અને ઇચ્છાના નિરોધ સ્વરૂપ તપમાં નિરત હોય તો ધારણા મુજબ તેઓ અનુગ્રહ કરી શકે છે. અજ્ઞાન ટળે, સંવર પ્રાપ્ત થાય અને નિર્જરાથી કર્મનો વિગમ થાય તો શ્રોતાઓનું એકાંતે હિત સિદ્ધ થયા વિના નહિ રહે.
આવા પરમાત્માઓ જગતના જીવોના હિતના કારણભૂત પરમાર્થને કહે છે. આ કથાને ધીર એવા શ્રી તીર્થંકર પરમાત્માદિએ કથા તરીકે વર્ણવી છે. કારણ કે એ કથાથી શ્રોતાને કુશલ પરિણામ ઉત્પન્ન થાય છે અને વક્તાને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવી કથાથી પણ જો શ્રોતાને એવા કુશલ પરિણામની પ્રાપ્તિ ન થાય તો શ્રોતા માટે તે કથા કથારૂપે પરિણમતી નથી. આથી સમજી શકાશે કે આ કથા કથાસ્વરૂપે બને છે અને નથી પણ બનતી. આ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં ફરમાવ્યું છે કે– “તપ-સંયમગુણને ધરનારા, ચારિત્રમાં પ્રતિબદ્ધ એવા મહાત્માઓ, સર્વજગતના જીવોના હિત સ્વરૂપ પરમાર્થને જે કહે છે; તેને આગમમાં કથા તરીકે વર્ણવી છે.
અહીં યાદ રાખવું જોઇએ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિની ગાથા નં. ૨૦૮માં વા Eાં જ વિET વેન્દ્ર - આ પ્રમાણે કથા, થા અને વિકથા આવો ક્રમ છે. તેથી અહીં એ
એક પરિશીલન
૬૭
Page #71
--------------------------------------------------------------------------
________________
ક્રમે શ્લોક નં. ૨૨-૨૩ અને ૨૪થી એ રીતે વર્ણન કર્યું છે. અન્યથા શ્લોક નં. ૨૧માં જણાવેલા ક્રમે અકથાના નિરૂપણ પછી વિકથાનું નિરૂપણ કરવું જોઇએ. I૯-૨૩ કથા જ્યારે વિકથાસ્વરૂપ બને છે; ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે
यः संयतः प्रमत्तस्तु, बूते सा विकथा मता ।
कर्तृश्रोत्राशये तु स्याद्, भजना भेदमञ्चति ।।९-२४॥ य इति-यः संयतः प्रमत्तः कषायादिवशगस्तु बूते । सा विकथा मता । तथाविधपरिणामनिबन्धनत्वात् । तदुक्तं-“जो संजओ पमत्तो रागद्दोसवसगो परिकहेइ । सा उ विकहा पवयणे पन्नत्ता धीरपुरिसेहिं ।।१।।” कर्तृश्रोत्राशये तु भेदमञ्चति सति भजना स्यात्, तं प्रति कथान्तरापत्तेः ।।९-२४।।
જે સંયત મહાત્મા પ્રમત્ત થઈને કથાને કરે છે; તે કથાને વિકથા કહેવાય છે. કારણ કે તે કથાથી કર્તા અને શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ એ બંન્નેના આશયમાં વિશેષતા હોય તો શ્રોતાની અપેક્ષાએ તે કથા વિકથાસ્વરૂપ બનતી નથી. અર્થાત્ કથાના વિકથાસ્વરૂપમાં ભજના(હોય પણ અને ન પણ હોય) થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સંયમી મહાત્માઓ જયારે કષાય - વિષય-નિદ્રાદિ પ્રમાદને પરવશ બની જે કહે છે તેને આગમમાં વિકથા તરીકે વર્ણવી છે. કારણ કે પ્રમાદને આધીન બની કરાયેલી કથા શ્રોતા અને વક્તાના પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધી પરિણામનું કારણ બને છે. વિકથાનું અને પ્રમાદવશ કરાયેલી કથાનું કાર્ય એક જ હોવાથી તેવી કથાને વિકથા તરીકે વર્ણવી છે. શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં એ વિષયમાં ફરમાવ્યું છે કે, “રાગ અને દ્વેષને વશ બનેલો પ્રમત્ત એવો સંયત (મધ્યસ્થ નહીં, રાગદ્વેષને આધીન બનેલો) જે કહે છે તેને પ્રવચન(આગમ)માં શ્રી તીર્થંકર પરમાત્માદિ ધીર પુરુષોએ વિકથા તરીકે વર્ણવી છે.”
કષાયાદિ પરવશ બની કથા કહેનારના આશયના કારણે શ્રોતાને પણ તેના જેવો જ ભાવ આવવાથી એ કથા બંન્ને માટે વિકથાસ્વરૂપ પરિણમે છે. પરંતુ યોગ્યતાવિશેષના કારણે શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિનો પરિણામ પ્રાપ્ત થાય તો શ્રોતાને આશ્રયીને એ કથા કથાતર બને છે. આ રીતે વિકથાના સ્વરૂપના વિષયમાં ભજના છે. આશયવિશેષે અકથા, કથા અને વિકથાનું સ્વરૂપ સમજવું જોઇએ. યોગ્ય વક્તા અને શ્રોતાને આશ્રયીને કથાનું સ્વરૂપ કથાસ્વરૂપે રહે છે. અન્યથા તે અકથાદિસ્વરૂપે પરિણમે છે. ૯-૨૪માં પૂ. શ્રમણભગવંતોએ જેવી કથા કરવી ના જોઇએ - તે જણાવાય છે–
सन्धुक्षयन्ति मदनं, शृङ्गारोक्तैरुदर्चिषम् । कथनीया कथा नैव, साधुना सिद्धिमिच्छता ॥९-२५॥
૬૮
કથા બત્રીશી
Page #72
--------------------------------------------------------------------------
________________
“શૃંગારરસનાં વચનોથી ઉદ્દીપ્ત (જાજવલ્યમાન) એવા કામને જે કથાઓ ઉત્તેજિત કરે છે તેવી કથા; સિદ્ધિને ઇચ્છતા એવા પૂ. સાધુભગવંતે કહેવી નહિ.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે મોહનીયકર્મના પ્રબળ ઉદયથી વિષયસેવનની ઇચ્છા સ્વરૂપ કામ ઉદ્દીપ્ત હોય છે. અગ્નિ - જેવા કામના વિકારો જવાળાઓની જેમ પ્રગટપણે જણાય છે. શૃંગારરસનાં પોષક એવાં વચનોથી જે કથાઓ એ કામને પ્રજવલિત કરે છે, એવી કથા સિદ્ધિને ઇચ્છતા એવા પૂ. સાધુમહાત્માએ નહિ કરવી જોઈએ.
અનાદિ-અનંત આ સંસારમાં આપણને સિદ્ધિ મળી નથી; એનું કારણ વિષયની આસક્તિ છે. સિદ્ધિની પ્રતિબંધક એ આસક્તિનો કોઈ પણ રીતે સર્વથા નાશ ન થાય ત્યાં સુધી સિદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી. વિષયની આસક્તિ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિથી મોહનીયકર્મ ગાઢ રીતે બંધાય છે. કથા કહેનારા પૂ. શ્રમણભગવંત સ્વપરની સિદ્ધિને ઇચ્છતા હોવાથી સ્વપરસિદ્ધિનો બાધ કરનારી કથા તેઓશ્રીએ નહીં કહેવી જોઈએ. મુખ્યપણે શ્રોતાની વિષયની પરિણતિ મંદ પડે અને સર્વથા નષ્ટ થાય... ઇત્યાદિ આશયથી કથા કરવા માટે વક્તા પ્રયત્નશીલ બને છે. ત્યારે વક્તાએ એટલો તો ઉપયોગ રાખવો જોઈએ કે પોતે કહેલી કથાને સાંભળીને શ્રોતાને મોહનો ઉદય થાય નહિ. શ્રોતાના મોહના ઉદયને શમાવવો એ કથાની સિદ્ધિ છે. આવી સિદ્ધિને ઈચ્છતા એવા શ્રમણભગવંતે મોહનું ઉદ્દીપન કરનારા એવા શૃંગારરસનાં પોષક વચનોથી કથા નહિ કરવી જોઇએ - કારણ કે તેનાથી શ્રોતાને અકુશલ ભાવની પ્રાપ્તિ થતી હોય છે. ૯-૨પા હવે વક્તાએ કેવી કથા કરવી જોઈએ તે જણાવાય છે
तपोनियमसारा तु, कथनीया विपश्चिता ।
संवेदं वाऽपि निर्वेद, यां श्रुत्वा मनुजो व्रजेत् ॥९-२६॥ “બુદ્ધિમાન વક્તાએ તપ અને નિયમ સારભૂત જેમાં છે; તેવી કથા કરવી જોઈએ, જે સાંભળીને મનુષ્ય સંવેદ અને નિર્વેદને પ્રાપ્ત કરે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. વિદ્વાન એવા વક્તાએ અનશનાદિ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ આવ્યંતર તપનું મુખ્યપણે વર્ણન જેમાં થાય તેવી કથા કરવી જોઇએ. કર્મની નિર્જરા માટે તપ પ્રધાનતમ સાધન છે. વર્તમાનમાં કર્મબંધ ન થાય તોપણ ભૂતકાળમાં બાંધેલાં કર્મની નિર્જરા થાય નહિ તો આત્માને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. બાર પ્રકારના તપથી આઠ કર્મની નિર્જરા થાય છે. પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે પાંચ આશ્રવોથી વિરામ પામવું; મનઃશુધ્યાદિ સ્વરૂપ શૌચ, સંતોષ વગેરે સ્વરૂપ નિયમ છે. કર્મબંધનો પ્રતિબંધ કરવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે... ઇત્યાદિ રીતે તપ અને નિયમની પ્રધાનતાએ વિદ્વાન મહાત્માએ કથા કરવી જોઇએ.
એક પરિશીલન
૬૯
Page #73
--------------------------------------------------------------------------
________________
તે કથાના ઉપયોગપૂર્વક શ્રવણથી શ્રોતાને સંવેગ (સંવેદ) અને નિર્વેદની પ્રાપ્તિ થાય છે. યોગ્ય શ્રોતાને સંવેગ(મોક્ષની અભિલાષા) અને નિર્વેદ(સંસાર ઉપરનો કંટાળો)ની પ્રાપ્તિ માટે વિદ્વાન વક્તા દ્વારા કરાતી કથા પ્રબળ કારણ બને છે. કારણ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં જણાવ્યા મુજબ આ કથા વિરાગપૂર્ણ હોય છે. આ લોકસંબંધી કે પરલોકસંબંધી કોઇ પણ જાતિના ફળની આશંસા સ્વરૂપ નિદાન(નિયાણા)થી રહિત હોય છે. વિરાગસહિત કથાના શ્રવણથી શ્રોતાને સંવેદ અને નિર્વેદનું કારણ આ કથા બને – એ સમજી શકાય છે. આ કાળમાં આવા વિદ્વાન કથા કરનારનો સદ્યોગ પ્રાપ્ત થવો : એ એક અદ્ભુત યોગ છે. II૯-૨૬ll. કથા કઈ રીતે કરવી તે જણાવાય છે
महार्थापि कथाऽकथ्या, परिक्लेशेन धीमता ।
अर्थं हन्ति प्रपञ्चो हि, पिठक्ष्मामिव पादपः ॥९-२७॥ “બુદ્ધિમાન વક્તાએ પરિફ્લેશ વડે મહાન અર્થવાળી પણ કથા કહેવી નહિ. કારણ કે વૃક્ષ જેમ પોતાની પીઠિકાની ભૂમિને પોતાના વિસ્તારથી ભેદી નાંખે છે તેમ કથાનો વિસ્તાર પરિફ્લેશના કારણે અર્થને હણે છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે અર્થથી મહાન એવી કથા પણ બુદ્ધિમાન એવા વક્તાએ એવી રીતે વિસ્તારથી કહેવી ના જોઇએ કે જેથી પોતાને અને શ્રોતાને પરિફ્લેશ પ્રાપ્ત થાય. કથાના શ્રવણ વખતે શ્રોતાને સંક્લેશ થાય તો તે કથાનો અર્થ શ્રોતા સમજી શકતો નથી. જેથી કહેવાની વાત જ મરી જાય છે. વાત કહેતા વક્તાને ક્લેશ થાય અને તે સમજતા શ્રોતાને ક્લેશ થાય એવી રીતે વાત કરવાનો કોઈ જ અર્થ નથી.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં આ વિષયને અનુલક્ષી ફરમાવ્યું છે કે મહાર્થવાળી પણ કથા બહુપરિક્લેશ ન થાય તે રીતે કહેવી. અર્થાતુ અત્યંત વિસ્તારપૂર્વક કહીને અર્થ ગહન બનવાથી પરિક્લેશ થાય તે રીતે કથા ન કહેવી. કારણ કે અત્યંત વિસ્તારથી કથા કરવાના કારણે તે ભાવાર્થનો નાશ કરનારી બને છે. તેથી બુદ્ધિમાન વક્તાએ મહાન અર્થવાળી પણ કથા અત્યંત વિસ્તારથી કહેવી નહિ. I૯-૨૭ળા
કોઈ વાર વિસ્તારથી પણ કથા કરવામાં દોષ નથી - તે જણાવાય છે
प्रपञ्चितज्ञशिष्यस्यानुरोधे सोऽप्यदोषकृत् ।
સૂત્રાદિમેતોડનુયોસ્ત્રિવિધઃ મૃતઃ રિ-૨૮ વિસ્તારથી કહેલા અર્થને સમજી શકે એવા શિષ્યનો અનુરોધ હોતે છતે કથાસંબંધી પ્રપચ પણ દોષનું કારણ નથી. આથી જ સૂત્રાથદિના ક્રમે અનુયોગ ત્રણ પ્રકારનો વર્ણવાય
૭૦
કથા બત્રીશી
Page #74
--------------------------------------------------------------------------
________________
છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ મહાન અર્થવાળી પણ કથા પરિક્લેશ ન થાય એ રીતે અત્યંત વિસ્તારથી ન કહેવી – તે જણાવ્યું છે. પરંતુ અત્યંત વિસ્તારથી જણાવેલા અર્થને ગ્રહણ કરવા શિષ્ય જો યોગ્ય હોય તો શિષ્યના અનુરોધ(આગ્રહપૂર્ણ ઈચ્છા)થી એવી કથા કરવામાં કોઈ દોષ નથી. કથાનો પ્રપચ્ચ - વિસ્તાર એકાંતે દુષ્ટ નથી. કથષ્યિ, એવા(વિસ્તારરુચિ) શિષ્યના અનુરોધથી અત્યંત વિસ્તારથી કથા કરવામાં કોઈ દોષ નથી.
તેથી જ અનુયોગના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. સામાન્ય રીતે સૂત્રના અર્થનું વર્ણન કરવું: તેને અનુયોગ કહેવાય છે. સૌથી પ્રથમ સૂત્રના અનુસાર અર્થ જણાવવા સ્વરૂપ સૂત્રાર્થાનુયોગ નામનો પ્રથમ અનુયોગ છે. ત્યાર પછી સૂત્રની નિયુક્તિના અર્થ સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ નિર્યુક્લિમિશ્રિત સૂત્રાથનુયોગ - એ દ્વિતીય અનુયોગ છે અને ત્યાર બાદ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેને આશ્રયીને થતા સમગ્ર અર્થની સાથે સૂત્રનો અર્થ જણાવવા સ્વરૂપ સમગ્ર (નિરવશેષ) સૂત્રાર્થાનુયોગ આ ત્રીજો અનુયોગ છે. જો પૂર્વે જણાવ્યા મુજબ અત્યંત વિસ્તારથી કથા કરવાની જ ન હોય તો આ રીતે વર્ણવેલા અનુયોગના ભેદો અનિશ્ચિત્કર થશે. તેથી સમજી શકાશે કે શ્રોતા-શિષ્યની રુચિ વગેરેને આશ્રયીને અત્યંત વિસ્તારથી પણ કથા કરવામાં કોઈ દોષ નથી. શ્રોતાની રુચિ અને ક્ષમતાદિને જોયા વિના કરાયેલો કથાપ્રપગ્ય દોષાધાયક છે. I-૨૮ કથા કરનારની પટુતાદિનું વર્ણન કરવા દ્વારા કથા કરવા સંબંધી વિધિને જણાવાય છે–
विध्युद्यमभयोत्सर्गापवादोभयवर्णकैः ।
कथयन्न पटुः सूत्रमपरिच्छिद्य केवलम् ॥९-२९॥ વિધિ, ઉદ્યમ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભય અને વર્ણક... ઇત્યાદિ સ્વરૂપે સૂત્રને જાણ્યા વિના માત્ર જે કથા કરે છે તે પટુ નિપુણ) નથી.” - આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિધિ, ઉદ્યમ, ભય અને ઉત્સર્ગ... વગેરે સંબંધી સૂત્રના વિભાગને જાણીને તે દ્વારા તે તે સૂત્રને અનુલક્ષી કથા કરનાર ખરેખર જ પટુ છે. અર્થાત્ વિધિ વગેરેનો ખ્યાલ રાખી તે તે સંબંધી સૂત્રની કથા વક્તાએ કરવી જોઈએ. એવો કોઈ ખ્યાલ રાખ્યા વિના સૂત્રનો પરિચ્છેદ ન કરતાં કથાને કરનાર પટુ (હોશિયાર) નથી.
વિધિસૂત્ર, ઉદ્યમસૂત્ર, ભયસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર, ઉભય(તદુભય)સૂત્ર અને વર્ણકસૂત્ર.... વગેરે પ્રકારે સૂત્રો અનેક પ્રકારનાં છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કરવાં જોઇએ તે જણાવનારાં વિધિસૂત્રો છે. “સંપત્તે મિવર્ષાનંભિ (શ્રી દશવૈકાલિક સૂત્ર, અ.-૫)...” ઈત્યાદિ સૂત્રો વિધિસૂત્રો છે. ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે
એક પરિશીલન
Page #75
--------------------------------------------------------------------------
________________
મુનિભગવંતે સંભ્રાંતિરહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભાત પાણીની ગવેષણા કરવી' ઇત્યાદિ જણાવીને તે તે સૂત્રોમાં પિંડાદિગ્રહણ વગેરેનો વિધિ જણાવ્યો છે.
“રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે તેમ મનુષ્યનું જીવન ક્ષણિક છે. માટે હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો યોગ્ય નથી.”.. ઇત્યાદિ અર્થને જણાવનારાં કુમત્તિકંકુ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.-૧૦)... ઇત્યાદિ સૂત્રો ઉદ્યમ સૂત્રો છે. તે ઉદ્યમ કરવાનું જણાવે છે. નરકને વિશે માંસ, લોહી વગેરેનું જે જે સૂત્રોથી વર્ણન કરવામાં આવ્યું છે, તે નરકાદિનો ભય દેખાડવા માટે પ્રસિદ્ધ વસ્તુને લઈને જ કરવામાં આવ્યું છે. ખરી રીતે તો વૈક્રિયશરીરોમાં તે હોતાં નથી. તેમ જ દુઃખના વિપાકોનું જે વર્ણન કરાય છે તે તે વર્ણનો; ભય પેદા કરાવીને પાપની નિવૃત્તિ કરાવવા માટે છે. એવાં વર્ણનોવાળાં વિપાકસૂત્રાદિ ભયસૂત્રો છે.
“ઇત્યાદિ છ જવનિકાયનો સ્વયં દંડન આરંભે...' ઇત્યાદિ અર્થને જણાવનારાં “પ્તિ છË નીવનિયાનું (શ્રી દશવૈકાલિક સૂત્ર, અ.-૪)...” ઇત્યાદિ ઉત્સર્ગસૂત્રો છે. “ગુણથી અધિક અથવા સમાન એવો નિપુણ સહાયક ન મળે તો પાપકર્મનો ત્યાગ કરી તેમ જ કામભોગની આસક્તિનો ત્યાગ કરી એકલો પણ વિચરે'. ઇત્યાદિ અર્થને જણાવનારાં “ર યા નમિન્ના નિ . (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.-૩૨) ઇત્યાદિ તેમ જ છેદગ્રંથોનાં સૂત્રો અપવાદસૂત્રો છે. અપવાદ અને ઉત્સર્ગ જેમાં એક સાથે વર્ણવેલા હોય તે તદુભય (ઉત્સર્ગોપવાદ) સૂત્રો છે. “આર્તધ્યાન થતું ન હોય તો સમ્યફ પ્રકારે રોગ સહન કરવો; પરંતુ આધ્યાન થતું હોય તો વિધિપૂર્વક રોગનો પ્રતિકાર કરવા પ્રયત્નશીલ બનવું... ઇત્યાદિ અર્થને જણાવનારા ‘રક્ષામાવે સંપ્ન દિયાસિયવ્યકો વાદી’... વગેરે સૂત્રો તદુભયસૂત્રો છે. તેમ જ જ્ઞાતાધર્મકથાદિનાં સૂત્રો વર્ણકસૂત્રો છે. તેમાં મહાપુરુષોનાં જીવનચરિત્રો અને નગર વગેરેનાં વર્ણન કરાયેલાં હોવાથી તે વર્ણકસૂત્રો છે. આવી જ રીતે સ્વસમય-પરસમય; વ્યવહાર-નિશ્ચય અને જ્ઞાન, ક્રિયા વગેરેનું વર્ણન કરનારાં અનેક પ્રકારનાં સૂત્રો છે. તે તે પ્રકારે તે તે સૂત્રોના વિષયવિભાગને સમજ્યા વિના જેઓ નિરૂપણ કર્યે રાખે છે તેઓ પટુ નિપુણ) નથી હોતા. જેઓ ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રોના વિષય-વિભાગને સમજીને કથા કરે છે; તેઓ પટુ છે. -૨
ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિ સૂત્રોના વિષય-વિભાગને જાણ્યા વિના કથા કરવાથી જે વિપરીત ફળની પ્રાપ્તિ થાય છે - તે જણાવવાપૂર્વક કથાના વિષયમાં અધિકારી જણાવાય છે–
एवं होकान्तबुद्धिः स्यात्, सा च सम्यक्त्वघातिनी ।
विभज्य वादिनो युक्ता, कथायामधिकारिता ॥९-३०॥ “આ પ્રમાણે વિધિ, ઉદ્યમ અને ભય વગેરે સૂત્રોનો પરિચ્છેદ કર્યા વિના દેશના આપવાથી એકાંતબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સમ્યકત્વનો ઘાત કરનારી બને છે. તેથી વિધ્યાદિસૂત્રના
૭૨
કથા બત્રીશી
Page #76
--------------------------------------------------------------------------
________________
વિષયનો વિભાગ કરીને અનેકાંતવાદ(સ્યાદ્વાદ)ને જાણનારામાં કથા કરવાની અધિકારિતા (યોગ્યતા) ઉચિત છે.” આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાવરણીયાદિ કર્મના પ્રબળ ઉદયથી કથા કરનારાને જ્યારે તે તે સૂત્રના વિધિ, ઉદ્યમ અને ભય વગેરે વિષયોના વિભાગનું જ્ઞાન નથી રહેતું ત્યારે મૂઢની જેમ એકાદ વસ્તુને પકડીને કથા કરવાનું ચાલુ રાખે છે, જેથી સૂત્રકા૨ ૫૨મર્ષિના આશયને સમજવાનું બનતું નથી.
જમાલિ વગેરે નિહ્નવો આ વિષયમાં સુપ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. સમ્યગ્નાનાદિને પ્રાપ્ત કર્યા પછી પણ શાસ્ત્રકા૨ ૫૨મર્ષિઓની અપેક્ષા સમજી ન શકવાદિના કારણે તેઓની કથા એકાંતબુદ્ધિનું જ કારણ બની; જેથી પોતાના સમ્યક્ત્વગુણનો તો ઘાત થયો જ, પરંતુ કંઇ-કેટલાય ભવ્યાત્માઓના સમ્યક્ત્વાદિ ગુણોનો તેનાથી ઘાત કરવામાં તે કથા કારણ બની. તેથી એવા વાદીઓને કથા કરવાનો અધિકાર અપાયો નથી. અધિકૃતપણે કરાતી કથા સ્વ-પરના સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત કરનારી છે - એનો ખ્યાલ રાખી વક્તા અને શ્રોતાએ કથા કરવામાં અને શ્રવણમાં પ્રવૃત્ત થવું જોઇએ. અન્યથા સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત થયા વિના નહીં રહે. આથી સ્પષ્ટ રીતે સમજાશે કે કથા કહેવાની યોગ્યતા બધામાં નથી મનાતી. વિધ્યાદિ સૂત્રના વિષયનો વિભાગ કરીને સ્યાદ્વાદને આશ્રયીને જે મહાત્મા કથા કરી શકે; તેઓશ્રીમાં તેવી યોગ્યતા મનાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. આ ધર્મકથાની પ્રવૃત્તિ; સમ્યક્ત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે વિહિત છે. જે કથા સમ્યક્ત્વાદિ ગુણોનો ઘાત કરનારી બને તે કથાને ક૨ના૨ા ખરેખર જ કથા કહેવા માટેની અધિકારિતા(યોગ્યતા)ને ધારણ કરનારા નથી. અનધિકારી લોકો ઉત્તમોત્તમ વસ્તુના મહત્ત્વને ઘણી જ હાનિ પહોંચાડે છે. તેથી ખૂબ જ અપ્રમત્ત બની એવા અનધિકારી વક્તાઓથી આપણે દૂર રહી; અધિકારી કથા કરનારા આપણી ઉપર અનુગ્રહ કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. ૯-૩૦ના અધિકૃત ધર્મકથા કરનારાની સ્તવના કરાય છે—
विधिना कथयन् धर्मं, हीनोऽपि श्रुतदीपनात् ।
वरं न तु क्रियास्थोऽपि मूढो धर्माध्वतस्करः ॥ ९-३१॥
“વિધિપૂર્વક ધર્મકથાને કરનાર શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવતો હોવાથી ક્રિયાથી હીન હોય તો પણ સારું છે. પરંતુ ક્રિયાનિષ્ઠ હોવા છતાં મૂઢ એવો ધર્મમાર્ગનો ચોર હોય તો સારું નથી.” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી કથા કરનાર ક્રિયાવાન હોય અને તે વિધિપૂર્વક કથા કરે તો શ્રોતાના શ્રુતજ્ઞાનને તે દેદીપ્યમાન કરે છે. પરંતુ તે ક્રિયાનિષ્ઠ ન હોય તોપણ વિધિપૂર્વક કથા કરવાથી શ્રોતાના શ્રુતજ્ઞાનને ઉજ્જવળ બનાવે છે. શ્રોતાના શ્રુતજ્ઞાનને દેદીપ્યમાન બનાવવાનું સામર્થ્ય કથા કરવાની વિધિમાં છે. વિધિપૂર્વકની કથાના કારણે
એક પરિશીલન
૭૩
Page #77
--------------------------------------------------------------------------
________________
બાલાદિ જીવોને સ્વસ્વપ્રાયોગ્ય દેશનાશ્રવણથી અપેક્ષિત શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી ષોડશકપ્રકરણાદિમાં વર્ણવેલ દેશનાવિધિથી કથા કરવામાં આવે તો ચોક્કસ જ શ્રોતાના ઉપકારનું તે કારણ બને છે. અન્યથા શ્રોતાની યોગ્યતાદિનો વિચાર કર્યા વિના અવિધિપૂર્વક કરાયેલી છે તે કથા પરસ્થાનદેશનાસ્વરૂપ બને છે અને તેથી શ્રોતાને મહાન અપાયનું કારણ બને છે.
આવી દેશના આપનારા ખરેખર તો મૂઢ છે. ધર્મસ્વરૂપ માર્ગના તેઓ ચોર છે. આવા લોકો ગમે તેટલી ઉત્તમોત્તમ ક્રિયામાં સ્થિત હોય તો પણ તે સારા નથી. પોતાની મૂઢતાના કારણે બીજાને મૂઢ બનાવવાની તેમની પ્રવૃત્તિ સારી મનાતી નથી. ક્રિયામાં રહેલા હોવા છતાં તેઓ માર્ગસ્થ ન હોવાથી તેમને સારા નથી માન્યા... ઇત્યાદિ સમજી શકાય છે. ૯-૩૧. પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
इत्थं व्युत्पत्तिमात्रायां, कथयन् पण्डितः कथाम् ।
स्वसामर्थ्यानुसारेण, परमानन्दमश्नुते ॥९-३२॥ सन्धुक्षयन्तीत्याद्यारभ्याष्टश्लोकी प्रायः सुगमा विधिसूत्रादिविवेकश्चान्यत्र प्रपञ्चित इति ।।९-३२।।
“પોતાનું જેટલું જ્ઞાન છે એટલા પ્રમાણમાં પોતાના સામર્થ્યને અનુસાર પંડિત આત્મા કથાને કરતા પરમાનંદને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બુદ્ધિમાન વક્તાને કથા કહેવાનો અધિકાર છે. એ બુદ્ધિમાને પણ જેટલા પ્રમાણમાં પોતાને શ્રુતજ્ઞાન મળ્યું હોય તેટલા પ્રમાણમાં જ કથા કરવી જોઈએ. જે વિષયમાં એવું જ્ઞાન મળ્યું ન હોય તો તે વિષયને આશ્રયીને કથા નહિ કરવી જોઇએ. વ્યાકરણ, ન્યાયાદિ-દર્શનશાસ્ત્ર, સાહિત્ય, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથો, પ્રકરણો, ચરિત્રો, આગમ અને અન્ય દર્શનોના આચારગ્રંથો ઇત્યાદિ અનેકાનેક વિષયોનું જેટલા પ્રમાણમાં જ્ઞાન હોય તેને અનુસરીને તે તે વિષયને અનુલક્ષીને ધર્મકથા કરવી જોઈએ. શ્રોતાઓ ઉપર પ્રભાવ પાડવા માટે આજે જે વિષયની જાણકારી નથી તે વિષયને અનુલક્ષીને ઘણી વાર કથા કરવાનું સાહસ કેટલાક વક્તાઓ કરે છે, તેવું ના કરવું.
જે વિષયમાં જાણકારી હોય તે વિષયમાં પણ પોતાની નિરૂપણ કરવાની શક્તિનો વિચાર કરીને ધર્મકથા કરવી જોઈએ. શ્રતના પરમાર્થ સુધી પહોંચવા માટે મતિજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ અપેક્ષિત છે. શ્રુતજ્ઞાનનું અક્ષરની દૃષ્ટિએ સામ્ય હોવા છતાં મતિજ્ઞાનના ક્ષયોપશમના કારણે કૃતાર્થજ્ઞાનમાં તરતમતા હોય છે. અસાધારણ વિદ્વત્તા અને અદ્ભુત પ્રતિભાઃ એ બંન્નેમાં ઘણું અંતર છે. ઉપકાર માટે પ્રતિભા આવશ્યક છે, જે મતિજ્ઞાનના ક્ષયોપશમવિશેષથી પ્રાપ્ત થાય છે. અહીં “સ્વસામર્થ્ય સ્વરૂપે તેનું વર્ણન છે. કેટલીક વાર સારા વિદ્વાનો, પદાર્થનું નિરૂપણ કરતાં કરતાં ખૂબ વિસ્તાર કરી પોતે જ ગૂંચવાઈ જતા હોય છે. એમાં
७४
કથા બત્રીશી
Page #78
--------------------------------------------------------------------------
________________
મુખ્યપણે પ્રતિભાનો અભાવ કારણ બને છે. આવા સંયોગોમાં કથા કરનારા કથાથી અનુગ્રહ કરી શકતા નથી. તેથી બુદ્ધિમાન વક્તાએ પોતાના જ્ઞાનના પ્રમાણમાં સ્વસામર્થ્યને અનુસરીને ધર્મકથા કરવી જોઇએ. આવી રીતે ધર્મકથાને કહેનારા બુદ્ધિમાન ધર્મદેશકો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરનારા બને છે. શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કરાતી કોઈ પણ પ્રવૃત્તિ મોક્ષનું કારણ છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માના શાસનની પ્રભાવનાને કરનારી આ ધર્મકથાથી મોક્ષની પ્રાપ્તિ થાય - એ સમજી શકાય છે.
અંતે ઉપર જણાવ્યા મુજબ વિધ્યાદિસૂત્રના વિષય-વિભાગનો પરિચ્છેદ કરી ધર્મકથા કરનારાપૂ. ગુરુદેવશ્રીની પાસે વિધિપૂર્વક કથાનું પુણ્યશ્રવણ કરી આપણે સૌ પરમાનંદસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૯-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां कथाद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
Page #79
--------------------------------------------------------------------------
________________
| अथ योगलक्षणद्वात्रिंशिका प्रारभ्यते ।।
कथानिरूपणानन्तरं तत्फलभूतस्य योगस्य लक्षणं निरूप्यते
આ પૂર્વેની બત્રીશીમાં કથાનું નિરૂપણ કર્યું. એ મુજબ ધર્મકથાદિના શ્રવણથી કથાના ફળ સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. એ યોગના લક્ષણનું નિરૂપણ કરાય છે
मोक्षेण योजनादेव योगो पत्र निरुच्यते ।
लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥१०-१॥ मोक्षेणेति-योगो हि योगशब्दो हि । अत्र लोके प्रवचने वा । मोक्षेण योजनादेव निरुच्यते व्युत्पाद्यते । तेनास्य योगस्य तु तन्मुख्यहेतुव्यापारता लक्षणं । निरुक्तार्थस्याप्यनतिप्रसक्तस्य लक्षणत्वानपायात् ।।१०-१।।
નવમી કથાબત્રીશીમાં વર્ણવેલી કથાના શ્રવણથી શ્રોતાને જે યોગસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; તે યોગની જિજ્ઞાસા હોવાથી તેના(યોગના) લક્ષણનું નિરૂપણ આ બત્રીશીમાં કરાય છે. “જે કારણથી શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં “મોક્ષા યોગનાદેવ ચો:” (“મોક્ષની સાથે જોડી આપતો હોવાથી જ યોગ કહેવાય છે.”) – આ પ્રમાણે થોડા શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે; તે કારણે આ યોગનું “મોક્ષના મુખ્ય કારણભૂત વ્યાપારતા” લક્ષણ છે.' - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે “જોન' શબ્દ યોનના યો: આ વ્યુત્પત્તિથી નિષ્પન્ન છે. આ વ્યુત્પત્તિના સામર્થ્યથી “મહાનંદસ્વરૂપ મોક્ષની સાથે જે જોડી આપે છે; તે મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે.' - આ પ્રમાણે થોડા શબ્દનો અર્થ પ્રતીત થાય છે. મોક્ષકારણભૂત આત્માના સઘળાય વ્યાપાર આ રીતે યોગ કહેવાય છે. કારણ કે તે દરેક વ્યાપારમાં મોક્ષ-મુખ્યકારણવ્યાપારતા સ્વરૂપ યોગનું લક્ષણ છે જ. જ્યાં યોગનું લક્ષણ છે તે યોગ છે, એ સમજી શકાય છે.
આ શ્લોકમાં જે વો શબ્દ છે, તેનો અર્થ યોગશબ્દ છે, લક્ષ્યભૂત યોગનો બોધક તે જોવા શબ્દ નથી. સત્ર અહીં જે સત્ર પદ છે તેનો અર્થ લોક અથવા પ્રવચન છે. યોનિનાદેવ યોજઃ - આ પ્રમાણે વ્યુત્પત્તિ સર્વ લોકમાં મનાતી નથી તેથી સત્ર પદથી પ્રવચન અર્થ વિવક્ષિત છે. મૌનીન્દ્ર પ્રવચનમાં એ વ્યુત્પત્તિને આશ્રયીને “યો શબ્દ વ્યુત્પાદિત છે. “મોક્ષા યોજનાદેવ યો: - મોક્ષની સાથે જોડી આપવાથી જ યોગ છે.” - આ પ્રમાણે જો શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી મોક્ષની પ્રત્યે કારણભૂત મુખ્યવ્યાપારતા : આ યોગનું લક્ષણ છે. આશય એ છે કે શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પૂ. સાધુભગવંતો નિરવઘ વસતિ, નવકલ્પી વિહાર અને ભિક્ષાટનાદિ જે જે પ્રવૃત્તિ કરે છે; તે બધી જ ક્રિયાઓનો સમુદાય મોક્ષપ્રાપ્તિનું
યોગલક્ષણ બત્રીશી
Page #80
--------------------------------------------------------------------------
________________
મુખ્ય કારણ છે. તે કારણ સ્વરૂપ આત્માનો વ્યાપાર; આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી તે યોગ છે અને તે વ્યાપારમાં રહેલી વ્યાપારતા : એ યોગનું લક્ષણ છે.
આ રીતે મોક્ષે યોગનાદેવ આ વ્યુત્પત્તિના કારણે થોડા શબ્દનો અર્થ, “મોક્ષમુખ્યકારણવ્યાપારતા થાય છે. એ વ્યુત્પત્યર્થને અહીં લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે, જે યુક્ત નથી. કારણ કે લક્ષણ વ્યુત્પજ્યર્થથી ભિન્ન હોય છે.” - આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે વ્યુત્પજ્યર્થ અતિપ્રસક્ત (વ્યભિચારી અલક્ષ્યમાં પણ વૃત્તિ) ન હોય (અનતિપ્રસક્ત હોય, તો તેને લક્ષણ માનવામાં કોઈ બાધ નથી. અર્થાત્ અનતિપ્રસક્ત એવા નિતાર્થ(વ્યુત્પત્યર્થ)માં લક્ષણત્વ માનવામાં કોઈ દોષ નથી. ૧૦-૧
મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારમાં મુખ્યત્વ કઈ અપેક્ષાએ વર્ણવ્યું છે? આ પ્રશ્નનું સમાધાન કરાય છે અર્થાત્ તનુષ્યદે,વ્યાપારતા-આયોગલક્ષણઘટક મુખ્યત્વનું નિરૂપણ કરાય છે
मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् ।
चरमे पुद्गलावर्ते यत एतस्य सम्भवः ॥१०-२॥ मुख्यत्वं चेति-मुख्यत्वं च अन्तरङ्गत्वाद् मोक्षं प्रत्युपादानत्वात् । फलापेक्षात् फलजननं प्रत्यविलम्बत्वाच्च । दर्शितं प्रवचने । यतो यस्माच्चरमे पुद्गलावर्ते एतस्य योगस्य सम्भवः । इत्थं ह्यभव्यदूरभव्यक्रियाव्यवच्छेदः कृतो भवति, एकस्य मोक्षानुपादानत्वादन्यस्य च फलविलम्बादिति ध्येयम् ||૧૦-૨||
“આ યોગ; મોક્ષની પ્રત્યે અંતરંગ કારણ હોવાથી અને મોક્ષની પ્રત્યે વિના વિલંબે કારણ બનતો હોવાથી તેમાં મુખ્યત્વ મોક્ષની પ્રત્યે મુખ્ય કારણતા) વર્ણવ્યું છે. કારણ કે આ યોગનો સંભવ ચરમાવર્તમાં છે. એની પૂર્વે તેનો સંભવ જ નથી.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની પ્રત્યે યોગ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે કાર્યમાત્રની પ્રત્યે કારણસામગ્રી હેતુ બનતી હોય છે. અનેક કારણોના સહકારથી કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ મોક્ષસ્વરૂપ કાર્યની ઉત્પત્તિ પણ કાળ, તથાભવ્યત્વનો પરિપાક, રત્નત્રયીની આરાધના, કેવલજ્ઞાનની પ્રાપ્તિ... વગેરે કારણોના સમુદાયથી થતી હોય છે. એમાં મુખ્ય કારણ યોગ છે. કારણ કે તે અંતરંગ કારણ છે. યોગમાં અંતરંગકારણતા માનવાનું કારણ એ છે કે તે મોક્ષની પ્રત્યે ઉપાદાનકારણ છે.
ઘટનું ઉપાદાનકારણ માટી છે. પટનું ઉપાદાનકારણ તંતુ છે. મૃત્તિકા (માટી) ઘટસ્વરૂપે પરિણમે છે અને તંતુ પટસ્વરૂપે પરિણમે છે. જે કારણ કાર્યસ્વરૂપે પરિણમે છે તે કારણ તે કાર્યનું ઉપાદાનકારણ મનાય છે. અહીં મોક્ષકારણભૂત આત્મવ્યાપાર ક્ષાયિકભાવે મોક્ષસ્વરૂપે પરિણમે છે તેથી તે આત્મવ્યાપારસ્વરૂપ યોગ મોક્ષનું ઉપાદાનકારણ છે. કાર્યના અર્થીની પ્રવૃત્તિ તેના
એક પરિશીલન
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપાદાન - કારણમાં થાય છે. ઘટાર્થી નિયમે કરી મૃત્તિકાનું ઉપાદાન કરે છે અને પટાર્થી નિયમ કરી તંતુમાં પ્રવૃત્તિ કરે છે. આવી જ રીતે મોક્ષના અર્થી પણ તેવા પ્રકારના આત્મ – વ્યાપાર સ્વરૂપ યોગનું ઉપાદાન કરે છે. મોક્ષનું ઉપાદાન - કારણ હોવાથી યોગને અંતરંગ કારણ મનાય છે અને તેથી તેને લઈને મોક્ષની પ્રત્યે યોગની મુખ્ય કારણતા છે.
તદુપરાંત સામાન્યપણે ફળની પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાળમાં જે કારણ વૃત્તિ હોય છે; અર્થાત્ જે કારણના અવ્યવહિત ઉત્તરકાળમાં કાર્યની ઉત્પત્તિ થાય છે, તે કાર્યની પ્રત્યે તે કારણ મુખ્ય બને છે. ફળને ઉત્પન્ન કરતી વખતે વિના વિલંબે જે ફળને ઉત્પન્ન કરે છે તે કારણને મુખ્ય મનાય છે. યોગને છોડીને મનુષ્યજન્મ, આદિશ, આર્યકુળ, સદગુરુનો યોગ અને ધર્મશ્રવણ વગેરે કારણોની પ્રાપ્તિ થવા છતાં તે વખતે મોક્ષની પ્રાપ્તિ ના થઈ અને યોગની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાય છે કે મોક્ષસ્વરૂપ ફળની ઉત્પત્તિમાં યોગના કારણે વિલંબ થતો નથી. ફળની પ્રત્યે વિના વિલંબે તે કારણ હોવાથી મુખ્ય કારણતા યોગમાં છે. એ વાતને સ્પષ્ટ રીતે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે મોક્ષના કારણભૂત યોગનો સંભવ ચરમાવર્તમાં છે.
આશય એ છે કે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ એક પુદ્ગલપરાવર્ત કાળ છે. આવા અનંતાનંત પુદ્ગલપરાવર્ત આ સંસારમાં આજ સુધીમાં આપણે વિતાવ્યા છે. આ અનાદિ-અનંત સંસારમાં એક પુદ્ગલ-પરાવર્તકાળથી વધારે કાળ જીવને પરિભ્રમણ કરવાનું ન હોય ત્યારે તે જીવને માટે ચરમાવર્તકાળનો પ્રારંભ થાય છે. આ ચરમાવર્તકાળમાં જ જીવને મોક્ષકારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગની પ્રાપ્તિ થઈ શકે છે. એ પૂર્વે અચરમાવર્ત કાળમાં મોક્ષોપયોગી મનુષ્યજન્માદિ સામગ્રી મળવા છતાં “યોગ'ની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે મોશોપયોગી અન્ય સામગ્રીની પ્રાપ્તિ કરતાં યોગની પ્રાપ્તિ પછી મોક્ષની પ્રાપ્તિ સત્વર થાય છે. તેથી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી યોગ મુખ્ય કારણ છે.
મોક્ષના ઉપાદાનના કારણે અને મોક્ષની પ્રાપ્તિ વિના વિલંબે કરાવતો હોવાના કારણે યોગને મુખ્યસ્વરૂપે કારણ માનવાથી અભવ્યની અને દૂરભવ્યની ક્રિયાનો અનુક્રમે વ્યવચ્છેદ કરાય છે અર્થાત્ એ ક્રિયાને યોગસ્વરૂપ માનવામાં આવતી નથી. કારણ કે અભવ્યની ક્રિયા ક્યારે ય મોક્ષનું ઉપાદાન બનતી નથી અને દૂરભવ્યની ક્રિયાઓ ખૂબ જ વિલંબે મોક્ષનું કારણે બને છે, જેથી તેમાં મોક્ષની કારણતા કે મોક્ષની મુખ્ય કારણતા માનવાનું શક્ય નથી અને તેથી તે યોગસ્વરૂપ પણ નથી. II૧૦-રા.
ચરમપુગલપરાવર્તકાળમાં જ યોગનો સંભવ છે. એની પૂર્વેના પુદ્ગલપરાવર્તકાળમાં યોગનો સંભવ નથી તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
न सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छनबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ॥१०-३॥
યોગલક્ષણ બત્રીશી
Page #82
--------------------------------------------------------------------------
________________
નેતિ-સ્પષ્ટ: ૧૦-રૂા.
ચરમાવર્તને છોડીને બીજા આવન્તમાં (અચરમાવર્તકાળમાં) મિથ્યાત્વાદિથી આચ્છાદિત બુદ્ધિવાળા જીવો દિમૂઢ પ્રાણીઓની જેમ સન્માર્ગાભિમુખતાને પામી શકતા નથી.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આનો આશય એ છે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તકાળને છોડીને અન્ય પુદ્ગલપરાવર્તકાળમાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વમોહનીયકર્મથી આચ્છાદિત હોવાથી સન્માર્ગ(મોક્ષસાધક માગ)સન્મુખ તેઓ થઈ શકતા નથી. એ કાળમાં જીવોની એવી યોગ્યતા જ હોતી નથી કે જેથી તેઓને સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય. દિમૂઢ પ્રાણીઓને જેમ કશું જ સૂઝતું નથી તેમ અચરમાવર્તવર્તી જીવોને સન્માર્ગ સમજાતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય; આમ તો ચરમપુદ્ગલપરાવર્તકાળમાં પણ હોય છે. પરંતુ અચરમાવર્તકાળના કારણે જીવને, તે વખતે સન્માગભિમુખતા પ્રાપ્ત થતી જ નથી. બંન્ને (અચરમાવર્ત અને ચરમાવ7) અવસ્થાના મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયમાં આ રીતે ફરક છે. કાળના ભેદે એવો ભેદ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે ચરમાવર્તકાળમાં પણ મિથ્યાત્વમોહનીયકર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસવાળું ઉદયમાં સંભવી શકે છે. આમ છતાં ચરમાવર્તકાળમાં સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય અને અચરમાવર્તકાળમાં તે પ્રાપ્ત ન થાય એમાં મુખ્યપણે તે તે કાળની પ્રયોજકતા સ્પષ્ટપણે સમજી શકાય છે. ૧૦-૩ll અચરમાવર્તકાળવાર્તા જીવોનું સ્વરૂપ વર્ણવાય છે–
तदा भवाभिनन्दी स्यात्, सञ्जाविष्कम्भणं विना ।
धर्मकृत् कश्चिदेवाङ्गी, लोकपङ्क्तिकृतादरः ॥१०-४॥ तदेति तदाऽचरमेष्वावर्तेषु । अङ्गी प्राणी । सज्ञाविष्कम्भणमाहारादिसञ्ज्ञोदयवञ्चनलक्षणं विना । कश्चिदेव धर्मकृद् लौकिकलोकोत्तरप्रव्रज्यादिधर्मकारी । लोकपङ्क्तौ लोकसदृशभावसम्पादनरूपायां कृतादरः dયન: ચાત્ II9૦-૪
અચરમાવર્તકાળમાં ભવાભિનંદી, લોકપંક્તિમાં આદરવાળો અને આહારાદિ સંજ્ઞાનું વિષ્ક્રમણ કર્યા વિના ધર્મને કરનારો કોઇક જ હોય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચરમાવર્તાકાળમાં પ્રાણીઓ ભવાભિનંદી હોય છે. સંસારમાં જ આનંદ પામનારા એ જીવોની અવસ્થાનું વર્ણન હવે પછી પાંચમા શ્લોકથી કરાશે.
અચરમાવવર્તી જીવો આહારાદિ (ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાને રોકી શકતા નથી, કોઇ જીવ તો લૌકિક અને લોકોત્તર એવી પ્રવ્રયાને પણ ગ્રહણ કરે છે. પરંતુ એ લોપંક્તિમાં કરાયેલા આદર સ્વરૂપ છે. લોકો જેવું કરે છે; તેના જેવું કરવાના ભાવને લઇને જ થતો એ પ્રયત્ન હોય છે. એની પાછળ શ્રદ્ધા કે જ્ઞાન વગેરે હોતાં નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની માત્રા
એક પરિશીલન
Page #83
--------------------------------------------------------------------------
________________
ત્યાં ચિકાર હોય છે. તેથી તે ધર્મથી સંસારસ્વરૂપ જ ફળ પ્રાપ્ત થાય છે. મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે અચરમાવર્તકાળમાં યોગનો સંભવ જ નથી. II૧૦-જા ભવાભિનંદી જીવોનાં લક્ષણો જણાવાય છે–
क्षुद्रो लोभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
अज्ञो भवाभिनन्दी स्यानिष्फलारम्भसङ्गतः ॥१०-५॥ क्षुद्र इति-क्षुद्रः कृपणः । लोभरतिञ्चिाशीलः । दीनः सदैवादृष्टकल्याणः । मत्सरी परकल्याणदुःस्थितः । भयवान् नित्यभीतः । शो मायावी । अज्ञो मूर्खः । भवाभिनन्दी “असारोऽप्येष संसारः सारवानिव लक्ष्यन्ते । दधिदुग्धाम्बुताम्बूलपण्यपण्याङ्गनादिभिः ।।१।।” इत्यादिवचनैः संसाराभिनन्दनशीलः । स्याद्भवेद् । निष्फलारम्भसङ्गतः सर्वत्रातत्त्वाभिनिवेशाद्वन्ध्यक्रियासम्पन्नः ।।१०-५॥
, માંગવાના સ્વભાવવાળો, દીન, માત્સર્યવાળો, નિત્યભયભીત, માયાવી, મૂર્ખ અને નિષ્ફળ એવી ક્રિયાઓને કરનાર ભવાભિનંદી છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અક્ષરાર્થ છે. શુદ્ર એટલે કૃપણ. પોતાની પાસેની સારી વસ્તુનો કોઈ પણ રીતે ઉપયોગ નહિ કરવાની વૃત્તિ : એ કૃપણતા છે. વસ્તુ ન હોય અને તેથી તેના ઉપયોગનો અભાવ જણાય. પરંતુ એટલા માત્રથી ત્યાં કૃપણતા મનાય નહિ. સારી વસ્તુ હોવા છતાં તેનો ઉપયોગ જ ન કરવાની વૃત્તિ ખૂબ જ ગાઢ મમત્વને જણાવનારી છે. ભવાભિનંદી જીવો આવા કૃપણ હોય છે.
ભવાભિનંદી જીવોનું બીજું લક્ષણ લોભમાં રતિ છે. તોમરતિ ના સ્થાને અન્યત્ર નામરતિ આવો પાઠ છે. બંન્નેનો અર્થ “યાખ્યાશીલ વર્ણવ્યો છે. લાભનું કારણ, અપેક્ષાએ લોભ છે અને લોભનું કાર્ય લાભ છે. બંન્નેમાંથી કોઈ એકમાં રતિ થશે તો તેના કારણે બીજામાં પણ રતિ થવાની જ. એ રતિના કારણે જીવ, લોભના વિષયને માંગ્યા વિના નહીં રહે. ધીરે ધીરે પછી તો જીવનો તે તે વસ્તુઓ માંગવાનો સ્વભાવ થઈ જાય છે, જે લોભને ઉત્કટ બનાવે છે. ઉત્કટ બનેલા કષાયો ભવમાં જ રમણ કરાવે છે. આસક્તિના કારણે જ ભવમાં આનંદ આવે છે. વસ્તુ સારી છે માટે આનંદ નથી. ખરેખર તો વસ્તુ સારી લાગે છે માટે આનંદ આવે છે. ભવ સારો ન લાગે તો તેમાં આનંદ આવવાનું વાસ્તવિક કોઈ જ કારણ નથી.
ભવમાં આનંદ પામનાર જીવો દીન હોય છે. સદાને માટે જેમણે કલ્યાણ જોયું નથી; તે જીવોને દીન તરીકે અહીં વર્ણવ્યા છે. આવા જીવો નહીં જેવા પણ સુખમાં આનંદ પામે છે અને ભવિષ્યમાં આથી વધારે અને સારું મળશે – એવી આશામાં ને આશામાં જીવ્યા કરે છે. જે મળ્યું છે તે બરાબર છે. આજ સુધી આવું પણ ક્યાં મળ્યું હતું? કદાચ મળ્યું પણ હોય તો ય
ક્યાં રહ્યું છે?”. વગેરે દીન જનો વિચારતા હોય છે. એવી વિચારણાના કારણે તેમને ભવમાં જ આનંદ આવે. ત્યાંથી ખસવાનું સહેજ પણ મન થાય નહિ – એ સ્પષ્ટ છે.
૮૦
યોગલક્ષણ બત્રીશી
Page #84
--------------------------------------------------------------------------
________________
ભવાભિનંદી જીવો માત્સર્યને ધારણ કરતા હોય છે. બીજાના કલ્યાણને જોઇને તેઓ જે દુઃખ ધારણ કરે છે; તેને માત્સર્ય કહેવાય છે. પોતાનું તો આજ સુધી કલ્યાણ થયું નથી અને બીજાના કલ્યાણને જોઇને તેઓ દુઃખી થાય છે. આવા સ્વભાવના કારણે તેમને કલ્યાણકારી માર્ગ પ્રાપ્ત ન થવાથી તેમની પાસે જે છે એમાં જ આનંદ માની તેઓ તે વસ્તુથી ચલાવી લે છે, જેથી તેમને ભવમાં જ આનંદ આવે છે.
આવા જીવોનું પાંચમું લક્ષણ ભય છે. આદાન, અપયશ, મરણ વગેરે સાત પ્રકારના ભય પ્રસિદ્ધ છે. ભવાભિનંદી જીવો સદાને માટે ભયભીત જ હોય છે. પોતાની ઇષ્ટ વસ્તુને કોઇ લઇ તો નહિ જાય ને ? કોઇ એનો નાશ તો નહિ કરે ને ?... ઇત્યાદિ અનેક જાતની આશંકાને લઇને તેઓ ભયાન્વિત જ રહેતા હોય છે. કોઇ પણ વ્યક્તિ પ્રત્યે તેમને વિશ્વાસ હોતો નથી. દરેકને શંકાની નજરે જોવાથી સતત ભયભીત થઇને જ તેમને જીવવું પડે છે. સમગ્ર જીવન સુખનાં સાધનોને સાચવવામાં અને દુઃખનાં સાધનોને આવતાં રોકવામાં પૂર્ણ કરનારા આવા જીવોને ક્યારે પણ નિર્ભય અવસ્થાનો અનુભવ થતો નથી.
આવી સ્થિતિમાં મોટા ભાગે પોતાની એવી સદોષ અવસ્થાની જાણ બીજાને થાય નહિ : એ માટે પોતાના પ્રગટ દોષોને છુપાવવા માયા કરવી પડે છે. આવા માયાવી(શઠ) જીવો ભવાભિનંદી છે. આવા જીવો શઠ(લુચ્ચા) હોય છે. પોતાનું ઇષ્ટ સાધવા માટે ગમે તે વ્યક્તિને ગમે તે સમજાવી પોતાનું ધાર્યું કરાવી લેવાની જે વૃત્તિ છે તે એક જાતિની માયા-શઠતા છે. મોક્ષમાર્ગની સાધના(યોગની સાધના)માં પ્રવૃત્ત હોય તેવા જીવો માયાથી દૂર રહે છે. ભવાભિનંદી જીવો માયાથી પૂર્ણ હોય છે. દોષથી મુક્ત બનવાના બદલે દોષોને છુપાવવાનું કાર્ય ખૂબ જ ખરાબ છે, માયા કરાવે છે.
ભવાભિનંદી જીવોનું સાતમું લક્ષણ મૂર્ખતા છે. તેનાથી યુક્ત એવા અજ્ઞ જીવો ભવાભિનંદી છે. તેમની ક્ષુદ્રતા વગેરેના કારણે તેમને જ્ઞાન મળતું નથી. તેથી જ તો તેઓ અજ્ઞમૂર્ખ હોય છે. દુનિયાની કોઇ પણ વસ્તુમાં મૂર્ખને કોઇ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. તેવી જ રીતે અહીં પણ યોગના વિષયમાં તે અજ્ઞ જીવોને કોઇ પણ પ્રકારનો અધિકાર આપવામાં આવેલો નથી. સર્વ સિદ્ધિઓથી આત્માને સર્વથા દૂર કરવાનું કાર્ય અજ્ઞતા કરે છે.
તેથી સમજી શકાશે કે ભવાભિનંદી જીવો જે પણ થોડી-ઘણી ધર્મક્રિયાઓ લોકપંક્તિના આદરપૂર્વક કરે છે, તેનાથી તેમને કોઇ જ ફળ પ્રાપ્ત થતું ન હોવાથી તેઓ નિષ્ફળ એવી ધર્મક્રિયાઓમાં જ રક્ત હોય છે. આ જીવોને અભિનિવેશ ઘણો હોય છે. તેથી સમર્થ ગુરુભગવંતો પણ તેમને સમજાવી શકતા નથી. દરેક વસ્તુમાં અતત્ત્વનો જ અભિનિવેશ હોવાથી વંધ્ય(નિષ્ફળ) ક્રિયાઓમાં તેઓ સંગત હોય છે અને જે કરીએ છીએ તે બરાબર છે - આ અધ્યવસાયથી ક્રિયાને ફળપ્રદ કરી શકતા નથી.
એક પરિશીલન
૮૧
Page #85
--------------------------------------------------------------------------
________________
ક્ષુદ્રતા વગેરે લક્ષણથી જણાતા “ભવાભિનંદી' જેવો હોય છે. તેઓ કહેતા હોય છે કે અસાર એવો પણ આ સંસાર; દહીં, દૂધ, પાણી, તાંબૂલ (મુખવાસ), પુષ્પ, સારભૂત દ્રવ્ય અને સ્ત્રી વગેરેના કારણે સારવાળો જણાય'... ઇત્યાદિ વચનો દ્વારા સંસારનું અભિનંદન કરવાના સ્વભાવવાળા તેઓ હોવાથી તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦-પા ભવાભિનંદી જીવોનું સ્વરૂપ જણાવીને હવે લોકપંક્તિનું સ્વરૂપ જણાવાય છે
लोकाराधनहेतो र्या मलिनेनान्तरात्मना ।
क्रियते सक्रिया सा च लोकपङ्क्तिरुदाहृता ॥१०-६॥ लोकेति-लोकाराधनहेतो .कचित्तावर्जननिमित्तं । या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवता अन्तरात्मना चित्तरूपेण क्रियते सक्रिया शिष्टसमाचाररूपा । सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहृता થોળશાસ્ત્રૉ: 19૦-દ્દા
“લોકના ચિત્તને આવર્જિત કરવા મલિન એવા ચિત્તથી જે સક્રિયા કરાય છે, તેને યોગના નિરૂપણના વિષયમાં યોગના જાણકારોએ લોકપંક્તિ તરીકે વર્ણવી છે.” આશય એ છે કે શિષ્ટ પુરુષોએ આચરેલી જે ક્રિયાઓ છે, તેને સક્રિયાઓ કહેવાય છે. આવી સક્રિયાઓ પણ ખરી રીતે શુદ્ધ ચિત્ત વડે આત્માના કલ્યાણની ભાવનાપૂર્વક કરવાની છે. પરંતુ તે ક્રિયાઓ; લોકોના ચિત્તને પોતાની તરફ આકર્ષવા માટે પોતાની કીર્તિ વગેરે સર્વત્ર વિસ્તરે... ઇત્યાદિની સ્પૃહા વગેરેથી મલિન થયેલા ચિત્ત વડે કરવામાં આવે તો યોગશાસ્ત્રના જ્ઞાતાઓ યોગનિરૂપણના અવસરે તે ક્રિયાને લોકપંક્તિ તરીકે વર્ણવે છે.
સામાન્ય રીતે ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા(સત્કારાદિ) ઋદ્ધિ અને રસગારવાદિમાં પ્રતિબદ્ધ હોય છે. તે બધાના રાગથી તેઓ ધર્મક્રિયાઓ કરે છે. એ રાગ ચિત્તસંબંધી મલ છે. રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) : આ ત્રણ મલ છે. આવા મલથી યુક્ત જે ચિત્ત છે; તેને મલિન અંતરાત્મા કહેવાય છે, જે ભાવમનસ્વરૂપ છે. મલિન એવા અંતરાત્માથી ઉપર જણાવ્યા મુજબ જે ક્રિયા કરાય છે, તે પ્રાયઃ લોકના ચિત્તને ખુશ કરવા માટે કરાય છે. લોકો કરે છે માટે કરવું, લોકમાં સારું દેખાશે અને લોકો સારા માનશે... ઇત્યાદિ આશયથી કરાતી સક્રિયાઓ લોકપંક્તિ સ્વરૂપ છે.
યોગસ્વરૂપ ક્રિયાઓ અને લોકપંક્તિસ્વરૂપ ક્રિયાઓમાં ઉપર-ઉપરથી જોઈએ તો સામ્ય ઘણું જ દેખાય છે. પરંતુ બંન્નેના ફળમાં ઘણું જ અંતર હોય છે. આવા પ્રસંગે ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. /૧૦-૬ll
લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
યોગલક્ષણ બત્રીશી
Page #86
--------------------------------------------------------------------------
________________
महत्यल्पत्वबोधेन, विपरीतफलावहा ।
भवाभिनन्दिनो लोकपड्क्त्या धर्मक्रिया मता ॥१०-७॥ महतीति-महति अधरीकृतकल्पद्रुचिन्तामणिकामधेनौ धर्मे । अल्पत्वबोधेन अतितुच्छकीर्त्यादिमात्रहेतुत्वज्ञानेन विपरीतफलावहा दुरन्तसंसारानुबन्धिनी । भवाभिनन्दिनो जीवस्य । लोकपङ्क्त्या धर्मक्रिया मता । नात्र केवलमफलत्वमेव किं तु विपरीतफलत्वमिति भावः ।।१०-७।।
મહાન એવા ધર્મમાં અલ્પતાનું જ્ઞાન થવાથી(કરવાથી); ભવાભિનંદી જીવોને લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારનો અનુબંધ કરાવનારી થાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન કે કામધેનુ કરતાં પણ અત્યધિક માહાભ્ય ધર્મનું છે. પોતાના માહાત્મના કારણે ધર્મે કલ્પવૃક્ષ કે ચિંતામણિ વગેરેનું માહાભ્ય રહેવા જ દીધું નથી. કારણ કે કલ્પવૃક્ષ વગેરે માંગ્યા પછી આ લોકના જ વિનશ્વર એવા ફળને આપે છે. પરંતુ ધર્મ તો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તેની આરાધના કરનારને માંગ્યા વિના પરમપદસ્વરૂપ મોક્ષફળ સુધીનાં ફળ આપે છે. તેથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ વગેરેને ધર્મે તદ્દન જ નીચા(હીન) બનાવ્યા છે. કલ્પવૃક્ષાદિની અપેક્ષાએ અત્યધિક મહાન એવા ધર્મને અત્યંત તુચ્છ એવા કીર્તિ વગેરે આ લોકના કે પરલોકના ફળના કારણ સ્વરૂપે જાણવાથી મહાન એવી વસ્તુમાં અલ્પતાનો બોધ કરાય છે. આ રીતે કરાયેલી ધર્મની લઘુતાપૂર્વકની ક્રિયા; દુઃખે કરીને જેનો અંત આવે એવા સુદીર્ઘ સંસારનો અનુબંધ કરનારી બને છે.
લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા ભવાભિનંદી જીવોને ફળ આપનારી બનતી નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ વિપરીત(અનિષ્ટ) ફળને આપનારી બને છે. આથી સમજી લેવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મોક્ષના આશયથી કરાતી ક્રિયા જ સફળ છે; એ આશયથી જુદા કોઈ આશયથી કરાતી ધર્મક્રિયા નિષ્ફળ જ નહિ, વિપરીત ફળને આપનારી છે. “લોકપંક્તિથી કરાતી પણ ધર્મક્રિયા અંતે તો ધર્મક્રિયા જ છે ને? લોકપંક્તિના કારણે, જે ફળ મળવું જોઈએ તે મળે નહિ; ઓછું મળે. પરંતુ એમાં એકાંતે લાભ છે, નુકસાન કાંઈ નથી.”... ઇત્યાદિ માન્યતા ધરાવનારાએ ઉપર જણાવેલી વાત યાદ રાખવી જોઇએ. // ૧૦-ળા
જે લોકપંક્તિના કારણે ભવાભિનંદી જીવોને ધર્મક્રિયા વિપરીત ફળવાળી બને છે, તે લોકપંક્તિ કોઈ વિવેકીને શુભપરિણામ માટે થઈ શકે છે - તે જણાવાય છે
धर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः ।
क्लेशोऽपीष्टो धनार्थं हि क्लेशार्थं जातु नो धनम् ॥१०-८॥ धर्मार्थमिति-धर्मार्थं सम्यग्दर्शनादिमोक्षबीजाधाननिमित्तं । सा लोकपङ्क्ति निसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय कुशलानुबन्धाय अपि । धर्मस्तु तदर्थिनो लोकपङ्क्त्यर्थिनो न शुभाय । એક પરિશીલન
૮૩
Page #87
--------------------------------------------------------------------------
________________
हि यतो धनार्थं क्लेशोऽपीष्टो धनार्थिनां राजसेवादी प्रवृत्तिदर्शनात् । क्लेशार्थं जातु कदाचिद् धनं नेष्टं, न हि “धनान्मे क्लेशो भवतु” इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं-“धर्मार्थं लोकपङ्क्तिः स्यात् कल्याणाङ्ग महामतेः । तदर्थं तु पुनर्धर्मः पापायाल्पधियामलम् ।।१।।” तथा “(युक्तं) जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं । ध(सद्ध)र्मप्रशंसनादेर्बीजाधानादिभावेनेति ॥१०-८।।
તે લોકપંક્તિ ધર્મની પ્રાપ્તિ માટે શુભ અનુબંધકારિણી પણ બને પરંતુ લોકપંક્તિના અર્થીને ધર્મ શુભ અનુબંધ માટે થતો નથી. કારણ કે ધન માટે ક્લેશ પણ ઇષ્ટ હોવા છતાં ક્લેશ માટે ધન ઈષ્ટ ક્યારે પણ મનાતું નથી.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે લોકો દાન આપે છે, અતિથિઓનું સન્માન કરે છે અને અવસરોચિત સંભાષણ (વાર્તાલાપ) કરે છે... ઇત્યાદિ ઉપાયોનું અનુસરણ કરવાથી અનુસરણ કરનારને કુશલ અનુબંધની પ્રાપ્તિ થાય છે અને તેના યોગે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષના બીજ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે લોકપંક્તિ ધર્મનું નિમિત્ત બને છે અને તેનાથી કુશલ અનુબંધ પડે છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે લોકપંક્તિનો આદર શુભ માટે થાય છે.
આનાથી તદ્દન વિપરીત એ છે કે ધર્મ લોકપંક્તિ માટે શુભ બનતો નથી. લોકમાં માનસન્માન મળે, લોકમાં સારા દેખાઇએ, આ લોકના સુખાદિ મળે... ઇત્યાદિ આશયથી જે ધર્મ કરાય છે તે ધર્મ લોકસંજ્ઞા માટે છે. આવો ધર્મ સારો નથી. આવા ધર્મથી કુશલ અનુબંધ પડતો નથી. આ વાતનું સમર્થન કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે. સર્વ જનપ્રસિદ્ધ છે. ધન માટે લોકો રાજાની સેવા(નોકરી) વગેરે અનેક કષ્ટો સહન કરતા હોવાથી ધન માટે કષ્ટ ઈષ્ટ મનાય છે. પરંતુ ક્યારે પણ ક્લેશ માટે ધન ઈષ્ટ મનાતું નથી. કારણ કે ધનથી મને કષ્ટ થાય - આવી ભાવના કોઈ પણ બુદ્ધિમાન રાખતો નથી.
યોગબિંદુ ગ્રંથમાં (શ્લોક નં. ૯૦) આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે- “દાન, સન્માન અને ઉચિત સંભાષણ વગેરે અનેક પ્રકારના ઉપાય વડે; સમ્યગ્દર્શનાદિ મોક્ષના બીજના આધાન માટે લોકપંક્તિ બુદ્ધિમાનોને કલ્યાણનું અંગ બને છે. પરંતુ તુચ્છબુદ્ધિવાળા જીવોને લોકપંક્તિના માટે કરાયેલો સદાચાર સ્વરૂપ ધર્મ અત્યંત પાપ માટે થાય છે.
તેમ જ ષોડશકપ્રકરણમાં (૪-૭) ફરમાવ્યું છે કે “શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ધર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ (પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું થાય છે. કહેવાનો આશય એ છે કે “યુક્તજનપ્રિયત્ન એ ધર્મસિદ્ધિનું લિંગ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા, ધર્મસિદ્ધિનું લિંગ નથી. તેથી તે જનપ્રિયતા અયુક્ત છે. માત્ર ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે ધર્મસિદ્ધિના લિંગ સ્વરૂપ હોવાથી યુક્ત મનાય છે. આથી જ આ જનપ્રિયત્ન શુદ્ધ હોય છે. એમાં રાગાદિ દોષોનો આવિર્ભાવ હોતો નથી.
८४
યોગલક્ષણ બત્રીશી
Page #88
--------------------------------------------------------------------------
________________
આવું શુદ્ધ જનપ્રિયત્વ સ્વપરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફળને આપનારું બને છે. આપણો શુદ્ધધર્મ જોઈને ધર્મપ્રશંસાદિને કરવાથી બીજાને પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ બીજાધાનાદિ પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ શ્રી ષોડશકપ્રકરણના પરિશીલનમાંથી સમજી લેવું જોઈએ. અહીં તો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેમ જનપ્રિયત્ન ધર્મ માટે થાય છે તેમ લોકપંક્તિ પણ ઉપર જણાવ્યા મુજબ ધર્મ માટે થાય છે. ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું. /૧૦-૮ll, આ વિષયમાં જ થોડી વિશેષતાને જણાવાય છે–
अनाभोगवतः साऽपि धर्महानिकृतो वरम् ।
शुभा तत्त्वेन नैकाऽपि प्रणिधानाधभावतः ॥१०-९॥ अनाभोगवत इति-अनाभोगवतः सन्मूर्छनजप्रायस्य स्वभावत एव वैनयिकप्रकृतेः सापि लोकपङ्क्त्या धर्मक्रियापि । धर्माहानिकृतो धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद्भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरमन्यापेक्षया मनाक् सुन्दरा । तत्त्वेन तत्त्वतः पुन:कापि प्रणिधानाद्यभावतो नैकापि वरं । प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।१०-९॥
લોકપંક્તિથી કરેલી ધર્મક્રિયા વિપરીત ફળને આપનારી છે - આ પ્રમાણે સાતમા શ્લોકમાં જણાવ્યું છે. એ અંગે થોડી વિશેષતા આ શ્લોકમાં જણાવી છે. “અનાભોગ(જ્ઞાનવિશેષનો અભાવ)વાળા આત્માની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા; ધર્મની હાનિ(લઘુતા)ને કરનારાની ધર્મક્રિયા કરતાં સારી છે. તત્ત્વદૃષ્ટિએ બંન્નેમાંથી એક પણ સારી નથી. કારણ કે બંન્ને સ્થાને પ્રણિધાનાદિનો અભાવ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે અનાભોગવાળા એટલે કે સમૂર્શિમ જેવા વિશિષ્ટ સમજણ વગરના) સ્વભાવથી જ વિનયાદિની પ્રકૃતિ જેમની છે તેવા જીવો લોકપંક્તિથી જે ધર્મક્રિયા કરે છે તે ધર્મક્રિયા પણ; આ પૂર્વે જણાવ્યા મુજબ ધર્મની લઘુતા કરનારાની ધર્મક્રિયા કરતાં થોડી સારી છે. કારણ કે અનાભોગના કારણે લોકના ચિત્તના આરાધનમાં તત્પર હોવા છતાં યથાસ્થિત ધર્માદિનું જ્ઞાન ન હોવાથી ભવની ઉત્કટ ઇચ્છાના અભાવે મહાન એવી ધર્મક્રિયામાં અલ્પતા(લઘુતા - આ લોકાદિના સુખના હેતુ સ્વરૂપે ધર્મને માનવાથી લઘુતા થાય છે.)ને તે કરતો નથી. આ રીતે ધર્મહાનિને નહિ કરવાના કારણે તેની ધર્મક્રિયા ધર્મહાનિને કરનારાની ધર્મક્રિયાની અપેક્ષાએ થોડી સારી છે.
વાસ્તવિક રીતે તો લોકપંક્તિથી કરાયેલી તે બંન્નેમાંથી એક પણ ક્રિયા સારી નથી. કારણ કે ત્યાં પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનો અભાવ છે. ક્રિયાની શુદ્ધિમાં પ્રણિધાનાદિ પાંચ આશયો તો હેતુ છે અને તેનો જ અહીં અભાવ છે. તેથી જયાં કારણનો અભાવ હોય ત્યાં કાર્યની સિદ્ધિ કઈ રીતે થાય? II૧૦-લા.
એક પરિશીલન
Page #89
--------------------------------------------------------------------------
________________
तानेवाहજે પ્રણિધાનાદિ પાંચ આશયોના કારણે ધર્મક્રિયા શુદ્ધ બને છે, તે પ્રણિધાનાદિને જણાવાયછે–
प्रणिधानं प्रवृत्तिश्च, तथा विघ्नजयस्त्रिधा ।
सिद्धिश्च विनियोगश्च, एते कर्मशुभाशयाः ॥१०-१०॥ प्रणिधानमिति-कर्मणि क्रियायां शुभाशयाः स्वपुष्टिशुद्ध्यनुबन्धहेतवः शुभपरिणामाः । पुष्टिरुपचयः, शुद्धिश्च ज्ञानादिगुणविघातिघातिकर्मह्रासोत्थनिर्मलतेत्यवधेयम् ।।१०-१०।।
“પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ - આ કર્મ(ક્રિયા)માં શુભાશયો છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે આ પ્રણિધાનાદિ ધર્મક્રિયામાં શુભાશયસ્વરૂપ છે. આત્મપરિણામસ્વરૂપ ક્રિયાની પુષ્ટિ, શુદ્ધિ અને અનુબંધના કારણભૂત એ પ્રણિધાનાદિ શુભ પરિણામસ્વરૂપ છે. પુષ્ટિ પુણ્યના ઉપચય સ્વરૂપ છે અને જ્ઞાનાદિ આત્મગુણોનો ઘાત કરનારા જ્ઞાનાવરણીયાદિ કર્મના બ્રાસથી પ્રાપ્ત થનારી નિર્મળતાને શુદ્ધિ કહેવાય છે.
પુષ્ટિ અને શુદ્ધિ શબ્દ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેનો અર્થ સમજાવવો પડે એવું નથી. ધર્મ, આત્માનો પરિણામવિશેષ છે. વિહિત આચરવાનો આત્મપરિણામ અહીં ક્રિયા છે. એ ક્રિયાના પરિણામની જેમ જેમ અભિવૃદ્ધિ થાય ત્યારે તે ક્રિયા પુષ્ટ બને છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના હાસથી(ક્ષયોપશમ વગેરેથી) તે નિર્મળ બને છે. તે નિર્મળતા જ અહીં શુદ્ધિસ્વરૂપ છે. શરીરમાં માંસ વગેરેના સંચયથી જેમ પુષ્ટિ મનાય છે અને તેના મિલના દૂર થવાથી જેમ નિર્મળતા સમજાય છે તેમ અહીં પણ ક્રિયા કરવાથી જે પુણ્યબંધ થાય છે; તે પુણ્યના ઉપચય સ્વરૂપ પુષ્ટિ છે અને જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના વિગમથી પ્રાપ્ત થતી નિર્મળતા શુદ્ધિ છે અને ઉત્તરોત્તર પુષ્ટિ અને શુદ્ધિ પ્રાપ્ત થતી રહે તે અનુબંધ છે. પ્રણિધાનાદિ આશયવિશેષને લઈને પુષ્ટિ અને શુદ્ધિ સાનુબંધ બને છે. નિરનુબંધ પુષ્ટિ અને શુદ્ધિ ફળપ્રદાન માટે સમર્થ બનતાં નથી.
પ્રણિધાનાદિ પાંચ આશય વિનાની ધર્મક્રિયા શુદ્ધ ન હોવાથી તુચ્છ અને અસાર છે. પરિશુદ્ધ ધર્મક્રિયાની પ્રાપ્તિ માટે પ્રણિધાનાદિ આશયને પામવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. I૧૦-૧૦ના પ્રણિધાન નામના આશયનું સ્વરૂપ જણાવાય છે
प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ॥१०-११॥
યોગલક્ષણ બત્રીશી
Page #90
--------------------------------------------------------------------------
________________
प्रणिधानमिति-प्रणिधानं क्रियानिष्ठमधिकृतधर्मस्थानादविचलितस्वभावम् । अधोवृत्तिषु स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणिषु कृपानुगं करुणान्वितं । न तु हीनगुणत्वेन तेषु द्वेषसमन्वितं । परोपकारसारंच परार्थनिष्पत्तिप्रधानं च । चित्तं पापविवर्जितं सावधपरिहारेण निरवद्यवस्तुविषयम् ।।१०-११।।
અધિકૃત ક્રિયામાં રહેલા, પોતાની અપેક્ષાએ હીન ગુણવાળાઓમાં કૃપાથી યુક્ત; પરોપકારની પ્રધાનતાવાળા અને પાપથી રહિત એવા ચિત્તને પ્રણિધાન કહેવાય છે.” - આશય એ છે કે રાગાદિ મલના અપગમથી પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત છે તસ્વરૂપ જ ધર્મ છે. એ ચિત્ત આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. બાહ્ય ધર્મક્રિયાઓ તેનું કારણ હોવાથી ઉપચારથી ધર્મ કહેવાય છે. પ્રણિધાનાદિ પાંચ આશયો પણ વાસ્તવિક રીતે આંતર ધર્મના વિશેષણભૂત છે. બાહ્યધર્મક્રિયાઓમાં પણ તે ઉપચારથી વિવક્ષાય છે. અહીં જે ચિત્તને પ્રણિધાનસ્વરૂપે વર્ણવ્યું છે, તે ચિત્તને યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. ધર્મને મોક્ષદાયી બનાવવાનું કામ એ ચિત્ત કરે છે.
સામાન્ય રીતે જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તેને અધિકૃત ધર્મસ્થાન કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ એ અનુષ્ઠાન કરતી વખતે મનથી વિચલિત નહીં બનવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ વગેરે સંબંધી વિચલિતતા અનેક પ્રકારની છે. જે કોઈ પણ અનુષ્ઠાન (પૂજા-સામાયિક વગેરે) કરવાનું હોય તે અંગે દ્રવ્યાદિ નિયત જ હોય છે. પરંતુ જ્યારે સંયોગવશ દ્રવ્યાદિમાં વિષમતા ઊભી થાય ત્યારે ચલાવી લેવાની જે વૃત્તિ છે, તે વિચલિત અવસ્થા છે. “આ નથી તો આ ચાલશે” “આમ નહિ તો આમ”... ઇત્યાદિ અધ્યવસાય મનની વિચલિત અવસ્થાને જણાવે છે. “આ નથી તો તે મેળવ્યા વિના નહિ જ ચાલે” “આમ કેમ નહિ ? આમ જ કરવાનું છે. ઇત્યાદિ અધ્યવસાય મનની અવિચલિત અવસ્થાને જણાવે છે. કરવા ધારેલા અનુષ્ઠાન પ્રસંગે દ્રવ્યાદિને આશ્રયીને સહેજ પણ ચલાવી લેવાની વૃત્તિનો અભાવ, ચિત્તને ક્રિયાનિષ્ઠ બનાવે છે. અનંતજ્ઞાનીઓએ તે તે અનુષ્ઠાન અંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ અને ઉદ્દેશ વગેરેને આશ્રયીને મર્યાદા દર્શાવેલી છે. તે મર્યાદાથી વિચલિત ના થવું અને અવિચલિત સ્વભાવવાળા બનવું - તે પ્રણિધાન છે.
આપણે જે ધર્મ કરતા હોઇએ અને જે રીતે કરતા હોઇએ તેની અપેક્ષાએ જેઓ હિનધર્મવાળા હોય તેમને વિશે કૃપા કરુણા)વાળું ચિત્ત હોવું જોઈએ. પરંતુ તેઓ હીન ગુણવાળા હોવાથી તેમની પ્રત્યે દ્વેષ ન આવવો જોઇએ. “અમે કેવો ધર્મ કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? ધારીએ તો શું ન થાય? કશું જ અશક્ય નથી.' ઇત્યાદિ પ્રકારે હનગુણવાળા પ્રત્યે ચિત્તમાં દ્વેષ ન ધરવો : એ પ્રણિધાન છે. આમ પણ પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષ કરવાનો ન હોવાથી હનગુણવાળા પ્રત્યે પણ દ્વેષ કરવાનો નથી. આવા પ્રસંગે કર્મપરિણતિની વિષમતાનો વિચાર કરી કૃપાન્વિત બનવું જોઈએ. આપણી પાસેનાં ઘર, દુકાન વગેરે ભોગાદિ સાધનોની અપેક્ષાએ
એક પરિશીલન
૮૭.
Page #91
--------------------------------------------------------------------------
________________
એવા હીન ભોગાદિ સાધનોવાળા પ્રત્યે આપણને કોઈ ષ આવતો નથી. તેથી હનગુણવાળા પ્રત્યે ખરી રીતે તો વેષ કરવાનું કોઈ જ કારણ નથી.
ઉપર જણાવ્યા મુજબ ક્રિયાનિષ્ઠ અને અધોવૃત્તિકૃપાનુગ ચિત્ત પરોપકારપ્રધાન હોવું જોઇએ. સામાન્ય રીતે શ્રી તીર્થંકરપરમાત્માની આજ્ઞા મુજબ કરાતું કોઇ પણ અનુષ્ઠાન સ્વપર ઉપકારનું કારણ બનતું હોય છે. પરંતુ શક્તિ હોય તો તે મુજબ બીજાનું કામ કરી આપવાની વૃત્તિ રાખવી જોઈએ. જે કામ આપણે અનાયાસે કરી શકતા હોઈએ ત્યારે કોઈ વાર તે કામ બીજાથી શતપ્રયત્ન પણ થઈ શકતું ના હોય તેથી તે કામ કરવાથી સ્વ-પરને વિશેષ લાભ થતો હોય છે. આમાંથી જ ધર્મસિદ્ધિના બીજા લિંગસ્વરૂપે દાક્ષિણ્ય પ્રાપ્ત થતું હોય છે.
પ્રણિધાનયુક્ત ચિત્ત પાપથી રહિત હોય છે. જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તે અનુષ્ઠાન કરતી વખતે સાવ(પાપ)નો પરિહાર કરવા વડે નિરવદ્યસ્વરૂપે કરવું જોઇએ. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જો અનુષ્ઠાન કરાય તો તે સહજપણે જ નિરવદ્ય બની રહે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં ય અનુષ્ઠાનો નિરવદ્ય છે. શ્રી વીતરાગપરમાત્મા ક્યારે પણ સાવધ અનુષ્ઠાનનો ઉપદેશ આપે નહિ. સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપનારા; શ્રી વીતરાગપરમાત્મા જ નહિ, તેઓશ્રીના અનુયાયી પણ હોતા નથી. પ્રણિધાનના અભાવે નિરવઘ અનુષ્ઠાન પણ સાવદ્ય બનતું હોય છે. ગ્રંથકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ શ્રી ષોડશક પ્રકરણની ટીકામાં “નિરવદ્યવસ્તુવિષય' - આ પદથી સૂચિત અર્થને ફરમાવતાં જણાવ્યું છે કે – અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઇએ તે નિરવદ્ય વસ્તુનું જે ધ્યાન (સતત ઉપયોગી છે – તેને પ્રણિધાન કહેવાય છે. સૂક્ષ્મ રીતે એ વાત સમજી લેવી જોઈએ. આપણે જયારે પણ કોઈ અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરીએ ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને એવી ભાવના સહેજે હોય - એ સમજી શકાય છે. જયાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ધર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે એ ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. તેની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાનું જરૂરી છે, તેનો ખ્યાલ મુમુક્ષુએ રાખવો જોઈએ - આ પ્રણિધાન છે. ૧૦-૧૧ પ્રવૃત્તિ નામના બીજા આશયનું નિરૂપણ કરાય છે–
प्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा ।
अन्याभिलाषरहिता चेतःपरिणतिः स्थिरा ॥१०-१२॥ प्रवृत्तिरिति-प्रवृत्तिः प्रकृतस्थानेऽधिकृतधर्मविषये । यतातिशयसम्भवा पूर्वप्रयत्नाधिकोत्तरप्रयलजनिता । अन्याभिलाषेणाधिकृतेतरकार्याभिलाषेण रहिता । चेतसोऽन्तरात्मनः परिणतिः स्थिरा एकाग्रा स्वविषय एव यत्नातिशयाज्जाता तत्रैव च तज्जननीत्यर्थः ।।१०-१२॥
યોગલક્ષણ બત્રીશી
૮૮
Page #92
--------------------------------------------------------------------------
________________
“અધિકૃત(ક૨વા માટે નિશ્ચિત કરેલા) ધર્મના વિષયમાં પ્રયત્નાતિશયથી થયેલી એ ધર્મસ્થાનને છોડીને બીજા કોઇની પણ ઇચ્છાથી રહિત એવી સ્થિર ચિત્તની જે પરિણતિ છે; તેને પ્રવૃત્તિ કહેવાય છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રણિધાનપૂર્વક જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાનના અવસરે, પહેલાં કરેલા પ્રયત્ન કરતાં અધિક પ્રયત્નથી જે અનુષ્ઠાન કરાય છે, તે પ્રવૃત્તિ નામના આશયપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. કેટલીક વાર ધર્મ કરવાનું નક્કી કર્યા પછી કરતી વખતે પરિણામ પડી જતા હોય છે. આવા વખતે અનુષ્ઠાન કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવો પડતો હોય છે. પોતાને પ્રાપ્ત થયેલી શક્તિનો પૂરતો ઉપયોગ કરવો પડે છે. આ રીતે યત્નાતિશયથી અધિકૃત ધર્મને કરવાના આશયવિશેષને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે.
આ આશય દરમ્યાન અધિકૃત ધર્મકાર્યને છોડીને બીજું કોઇ પણ કાર્ય કરવાની અભિલાષા હોતી નથી. આરબ્ધ કાર્ય ક૨વાના પ્રસંગે બીજા કોઇ પણ કાર્યને કરવાની ઇચ્છા થાય તો અધિકૃત કાર્ય સિદ્ધ ન થાય ઃ એ સમજી શકાય છે. પ્રવૃત્તિ નામના આશય દરમ્યાન એવું બનતું નથી. ‘યોગવિંશિકા’ની ટીકામાં ગ્રંથકારશ્રીએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે પ્રવૃત્તિમાં ક્રિયા જલદીથી સમાપ્ત કરવાનો આશય હોતો નથી. અધિકૃત ધર્મસ્થાનને છોડીને અન્ય કાર્ય ક૨વાનો અહીં અભિલાષ હોતો નથી. તેથી અધિકૃત ક્રિયા જલદી પૂર્ણ કરવાની ઇચ્છા ન હોય એ સ્પષ્ટ જ છે. બંન્નેનું તાત્પર્ય એક જ છે. જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે; તે વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફળને આપનારું બને છે. એવો પરમવિશ્વાસ હોવાથી, ફળ પ્રત્યે એવી કોઇ ઉત્સુકતા ન હોવાથી આરબ્ધ ક્રિયા ઝટ પૂરી કરવાની ઇચ્છાનો અહીં અભાવ હોય છે.
આવી રીતે ઔત્સુક્ય ન હોવાથી અને અન્યાભિલાષા પણ ન હોવાથી અધિકૃત ધર્મના વિષયમાં મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ચિત્તની સ્થિર પરિણતિવાળો પ્રવૃત્તિ નામનો આશય પ્રાપ્ત છે. લોકપ્રસિદ્ધ દરરોજની તે તે ક્રિયાઓમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ ધાર્મિક ક્રિયાઓમાં તે ભાગ્યે જ જોવા મળે. અનાદિકાળના કુસંસ્કારો આત્માના શુદ્ધ સ્વરૂપને એવી રીતે રોકીને બેઠા છે કે જેથી એમ જ લાગ્યા કરે કે અશુદ્ધ સ્વરૂપ જ આપણું સ્વરૂપ છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે જે કોઇ ધર્મ કરવાનો નિર્ણય કર્યો હોય તેને વિશુદ્ધ રીતે કર્યા વિના ચાલે એવું નથી. માત્ર ધર્મ ક૨વાથી એ સ્થિતિમાં કોઇ પણ રીતે પરિવર્તન શક્ય નથી. પ્રણિધાન અને પ્રવૃત્તિ આશયથી અધિકૃત ધર્મ વિશુદ્ધ બને છે. સ્વવિષયમાં (અધિકૃત ધર્મના ઉપાયમાં) જે ઉત્કટ પ્રયત્ન છે; તેને લઇને અધિકૃત ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. શ્રી ષોડષકપ્રકરણમાં તત્રેવ તુ પ્રવૃત્તિ: શુભસારોપાયસકૃતાત્પન્ન.... ઇત્યાદિ રીતે પ્રવૃત્તિસ્વરૂપ આશયનું વર્ણન કર્યું છે. તેનો આશય એ છે કે અધિકૃત ધર્મના વિષયમાં સુંદર સારભૂત ઉપાયથી અત્યંત સંગત જે પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિસ્વરૂપ આશયપૂર્વકની છે. અધિકૃત એક પરિશીલન
૮૯
Page #93
--------------------------------------------------------------------------
________________
ધર્મના ઉપાયો સુંદર હોવા જોઇએ અને નિપુણતાથી યુક્ત હોવા જોઈએ. અધિકૃત ધર્મ કરતી વખતે જે પ્રવૃત્તિ કરીએ છીએ; તે જોતાંની સાથે તેમાં સચવાતી વિધિ-જયણા વગેરે કારણે જોનારને એમ લાગે કે સરસ છે અને કરનાર હોશિયાર છે. આવી પ્રવૃત્તિને શુભ સારોપાયથી સંગત કહેવાય છે. વિવણિત ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાથી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી સંગત બને છે. આથી સમજી શકાશે કે ત્યાં જ - અધિકૃત ધર્મસ્થાનમાં; યત્નાતિશયથી જન્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિસ્વરૂપ આશયની જનની (કારણ) છે... અહીં જિજ્ઞાસુ જનોએ યોગવિંશિકા એક પરિશીલન અને શ્રી ષોડશક એક પરિશીલનમાં જણાવેલી વાતનું સ્મરણ કરી સમજવા પ્રયત્ન કરવો, જેથી અહીંના ગ્રંથના આશયને સમજવાનું થોડું સરળ બનશે. ૧૦-૧૨ll. હવે ‘વિધ્વજય” સ્વરૂપ આશયનું વર્ણન કરાય છે
बाहान्तर्व्याधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः ।
कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ॥१०-१३॥ ___ बाह्येति-बाह्यव्याधयः शीतोष्णादयोऽन्ताधयश्च ज्वरादयो मिथ्यात्वं भगवद्वचनाश्रद्धानं, तेषां जयस्तत्कृतवैक्लव्यनिराकरणं तद्व्यङ्ग्याशयात्मकः । कण्टकज्वरमोहानां जयैः समो विघ्नजयः । इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनास्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतं । तथाहि-कस्यचित्पुंसः कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः, तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं संजायते, एवं कण्टकविघ्नजयसमः प्रथमो विघ्नजयः । तथा तस्यैव ज्वरवेदनाभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादप्यधिको ज्वरविघ्नः, तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः, एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नजयः । तस्यैव चाध्वनि जिगमिषोर्दिङ्मोहकल्पो मोहविघ्नस्तेनाभिभूतस्य प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथञ्चित्प्रादुर्भवति, तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतुः, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजय इति फलैकोन्नेयाः खल्वेते ।।१०-१३॥
કાંટા, તાવ અને મોહના જયની જેમ; બાહ્યવ્યાધિ, અંતવ્યધિ અને મિથ્યાત્વ ઉપર વિજય - આ ત્રણ પ્રકારના જયથી જણાતો આશય સ્વરૂપ વિધ્વજય છે.” - આ પ્રમાણે તેરમા
શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાહ્યવ્યાધિ સ્વરૂપ શીત અને ઉષ્ણ વગેરે પરીષહો છે. અંતવ્યધિ સ્વરૂપ તાવ વગેરે રોગાદિ પરીષહ છે. ભગવાનના વચન પ્રત્યે અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વ છે. શીતોષ્ણાદિ પરીષહ, રોગાદિ પરીષહ અને મિથ્યાત્વા: આ ત્રણના કારણે અધિકૃત ધર્મની આરાધનામાં જે વિકલતા આવે છે, તેનું નિરાકરણ કરવું - તેને બાહ્યવ્યાધિ વગેરે ત્રણનો જય કહેવાય છે. આ જયથી અભિવ્યક્ત થતો આત્માનો જે આશયવિશેષ છે તેને વિધ્વજયસ્વરૂપ આશય કહેવાય છે, જે ક્રમે કરી કંટકજય, જવરજય અને મોહજય સમાન ત્રણ પ્રકારનો છે. આ રીતે વર્ણન કરવાથી બ્લોક નં. ૧૦માં “વિધ્વજય ત્રણ પ્રકારનો છે. આ પ્રમાણે જણાવ્યું
૯૦
યોગલક્ષણ બત્રીશી
Page #94
--------------------------------------------------------------------------
________________
હતું તે સ્પષ્ટ કર્યું. શીતોષ્ણાદિ બાહ્ય પરીષહજય હીનવિધ્વજય સ્વરૂપ છે, રોગાદિપરીષહજય મધ્યમવિધ્વજય સ્વરૂપ છે અને મિથ્યાત્વજય ઉત્કૃષ્ટ વિનજય સ્વરૂપ છે. આમ તો વિધ્વજય એક પ્રકારનો છે. પરંતુ વિધ્વજયના પ્રતિયોગી વિપ્ન હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્વરૂપે ત્રણ પ્રકારના છે. તેથી તેની વિવક્ષાએ વિધ્વજય ત્રણ પ્રકારનો જણાવ્યો છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ માણસ કોઈ એક ઇષ્ટ સ્થાને પહોંચવાની ઇચ્છાથી પ્રયાણની શરૂઆત કરે અને કાંટાવાળા માર્ગે જવાનું થાય ત્યારે તે કાંટાના વિદ્ધે તે માણસને માર્ગે સારી રીતે જવામાં વ્યાઘાત થવાથી કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમન(સરળ રીતે જવા)માં અંતરાય સ્વરૂપ બને છે. કાંટાથી રહિત માર્ગ હોય તો ચાલનારને તે માર્ગમાં કોઈ પણ જાતની આકુળતા વિના જવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના કેટકવિપ્નના જય જેવો પ્રથમ વિધ્વજય (હીનવિધ્વજય) છે.
વિવક્ષિત સ્થાને પહોંચવાની ભાવનાપૂર્વક માર્ગમાં પ્રયાણ કરનારનું શરીર તાવ વગેરેની વેદનાથી ગ્રસ્ત હોય તો; નિરાકુલપણે જવાની ઇચ્છા હોવા છતાં તેના પગ ખૂબ જ વિહ્વળતાપૂર્વક પડતા હોવાથી નિરાકુલપણે તે ગમન કરી શકતો નથી. કાંટાના વિઘ્ન કરતાં પણ જવર (રોગાદિ) વિપ્ન મોટું છે. તેના જયથી માર્ગમાં નિરાકુલ પ્રવૃત્તિ થાય છે. આ રીતે જવર (રોગાદિ) વિગ્નના જય સમાન બીજો મધ્યમ વિધ્વજય છે.
વિવક્ષિત સ્થાને પહોંચવા માટે પ્રસ્થિત આત્માને દિશાભ્રમ જેવું મોહવિષ્મ છે. તેના જયથી આત્માને તે તે સ્થાને નિરાકુલતાપૂર્વક પહોંચવાનું શક્ય બને છે. પરંતુ મોહાદિ (ત્રીજા પ્રકારના વિપ્ન)થી પરાભવ પામેલા આત્માને તેના આસપાસના માર્ગગામીઓ “જાવ જાવ! આ જ રસ્તો છે...' ઇત્યાદિ વચનોથી, જવા માટે પ્રેરણા કરતા હોય તો પણ જવા માટે ઉત્સાહ વધતો નથી અને તેઓ ત્યાં જ ઊભા રહી જાય છે. દિલ્મોહના જય જેવા આ ત્રીજા ઉત્કૃષ્ટ વિધ્વજયથી નિસર્ગથી જ માર્ગગમનની પ્રવૃત્તિ થાય છે. મિથ્યાત્વાદિ વિનો દિમોહજેવાં છે. તેનો વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. તે તે પ્રકારની માર્ગગમનની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને જોઈને તેની પૂર્વે રહેલા વિધ્વજયનું અનુમાન કરીને જ તે તે વિધ્વજયનો નિર્ણય કરી શકાય છે.
- સામાન્ય રીતે દરેક કાર્યમાં વિપ્નો તો આવતાં જ હોય છે. એ વિઘ્નોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય ક્યારે પણ કરી જ નહિ શકે. એ વિદ્ગોને જીતીને બધાં જ કાર્ય કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો તે બધાં કાર્યો પૂર્ણ કરી શકાય. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ શીતોષ્ણાદિ બાહ્ય; રોગાદિ અત્યંતર અને મિથ્યાત્વ વગેરે અનેક જાતિનાં વિઘ્નો આવતાં જ હોય છે. આવા વખતે મુમુક્ષુ આત્માઓ શરીરની ચિંતા છોડી માત્ર ઇષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતંત્ર્ય કેળવી લે તો હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નોને જીતવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી
એક પરિશીલન
૯૧
Page #95
--------------------------------------------------------------------------
________________
શકશે. દુનિયાનું કોઇ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિઘ્નજય કરવાનું અનિવાર્ય ન હોય. ગમે તે કારણે ધર્મક્ષેત્રમાં આજે વિઘ્નજય અંગે ઘણી જ ઉપેક્ષા સેવાય છે. વિઘ્નજયસ્વરૂપ આશયને પ્રાપ્ત કરવા માટે પણ ઉપર જણાવેલાં ત્રણ વિઘ્નમાંથી કોઇ વિઘ્ન નડે છે - એમ માન્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે અનવસ્થાને અટકાવી ઉપર જણાવ્યા મુજબ સત્ત્વ મેળવી અને ગુરુપારતંત્ર્ય કેળવી વિઘ્નોનો જય મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઇએ. ।।૧૦-૧૩।। ચોથા સિદ્ધિસ્વરૂપ આશયનું નિરૂપણ કરાય છે—
सिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ।। १०-१४ ॥
सिद्धिरिति - सिद्धिः तात्त्विकस्याभ्यासशुद्धस्य न त्वाभ्यासिकमात्रस्य धर्मस्याहिंसादेराप्तिरुपलब्धिः । साक्षादनुपचारेण । अनुभवात्मिका आत्मन आत्मना संवित्तिरूपा ज्ञानदर्शनचारित्रैकमूर्तिका । हीनादिषु क्रमात् પોપારવિનયાન્વિતા, દીને પાન્વિતા, મધ્યમે વારાન્વિતા, અધિò = વિનયયુત્તા ||૧૦-૧૪||
“સાક્ષાત્ અનુભવ સ્વરૂપ તેમ જ હીન, મધ્યમ અને અધિક(ઉત્કૃષ્ટ)માં અનુક્રમે કૃપા, ઉપકાર અને વિનયગુણથી યુક્ત એવી તાત્ત્વિક ધર્મની જે પ્રાપ્તિ છે તેને સિદ્ધિ કહેવાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિને સિદ્ધિ કહેવાય છે. અભ્યાસથી (પુનઃ પુનઃ આસેવનથી) શુદ્ધ બનેલા ધર્મને તાત્ત્વિક ધર્મ કહેવાય છે. અભ્યાસદશાપન્ન ધર્મને તાત્ત્વિક માનતા નથી. આ તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ ઉપલબ્ધિસ્વરૂપ છે. ઉપલબ્ધિ સાક્ષાત્કારસ્વરૂપ છે.
અધિકૃત અહિંસાદિ સ્વરૂપ તાત્ત્વિક ધર્મની ઉપલબ્ધિ ઉપચારથી રહિતપણે અનુભવાત્મકરૂપે હોય તો તે સિદ્ધિ સ્વરૂપ બને છે. પ્રણિધાનાદિ ત્રણ આશયની પ્રાપ્તિ પછી આ ચોથા આશયને પામવાનું સરળ છે. આત્મા એ ધર્મની સારી રીતે અનુભૂતિ(સંવેદન) કરે છે; જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકરૂપ અવસ્થામાં પરિણત હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઃ આ ત્રિતયાત્મક ધર્મ છે. જ્ઞાનાદિના ક્ષયોપશમભાવાદિ સ્વરૂપ એ ધર્મ આત્મપરિણતિસ્વરૂપ છે. એનું ઉપચારરહિત જે આત્માને સંવેદન થાય છે, તસ્વરૂપ સિદ્ધિ નામનો આશય છે.
આ આશય દરમ્યાન મુમુક્ષુ આત્માઓને પોતાની અપેક્ષાએ હીનગુણવાળા પ્રત્યે કૃપા હોય છે. મધ્યમ(લગભગ પોતાના જેવા)ગુણવાળા પ્રત્યે ઉપકાર કરવાની અર્થાત્ પોતાને મળેલા ધર્મને પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે અને પોતાની અપેક્ષાએ જેઓ ગુણથી અધિક છે તેમની પ્રત્યેના વિનયાદિથી યુક્ત આ સિદ્ધિ હોય છે. ‘યોગવિંશિકા’ની ટીકામાં મહામહોપાધ્યાયજી મહારાજાએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અધિકગુણવાળા પૂ. ગુરુદેવાદિની પ્રત્યેના વિનય, બહુમાન અને વૈયાવૃત્ય ઇત્યાદિથી યુક્ત, હીનગુણવાળા પ્રત્યેના દાન, દયા, તેમના
યોગલક્ષણ બત્રીશી
૯૨
Page #96
--------------------------------------------------------------------------
________________
દુઃખને દૂર કરવાની ભાવના... ઇત્યાદિથી યુક્ત અને મધ્યમ ગુણવાળા પ્રત્યેના ઉપકારથી યુક્ત એવી અધિકૃત ધર્મસ્થાન સ્વરૂપ અહિંસાદિ ધર્મની અતિચારરહિત જે પ્રાપ્તિ છે તેને સિદ્ધિ કહેવાય છે. અર્થ-કામની સિદ્ધિ વખતે અધિક ગુણવાળા વગેરેની પ્રત્યે જેમ વિનય, બહુમાન વગેરે પ્રતીત થાય છે તેમ અધિકૃત ધર્મની સિદ્ધિ વખતે પણ ઉપર જણાવ્યા મુજબ વિનય, બહુમાન વગેરે ગુણો હોવા જોઇએ. અન્યથા સિદ્ધિ તાત્ત્વિક નહીં બને. ૧૦-૧૪ હવે વિનિયોગસ્વરૂપ પાંચમા આશયનું નિરૂપણ કરાય છે–
अन्यस्य योजनं धर्म, विनियोगस्तदुत्तरम् ।
कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्यफलं मतम् ॥१०-१५॥ अन्यस्येति-अन्यस्य स्वव्यतिरिक्तस्य योजनं धर्मेऽहिंसादौ विनियोगः । तदुत्तरं सिद्ध्युत्तरं कार्यं । तदन्वयसम्पत्त्याऽविच्छेदसिद्ध्या । अवन्ध्यफलमव्यभिचारिफलं मतं । स्वपरोपकारबुद्धिलक्षणस्यानेकजन्मान्तरसन्ततोद्बोधेन प्रकृष्टधर्मस्थानावाप्तिहेतुत्वात् ।।१०-१५।।
બીજાને ધર્મમાં જોડવા : તેને વિનિયોગ કહેવાય છે. તે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય છે. વિચ્છેદ ન થવાથી તે અવષ્યફળવાળું મનાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, પોતાને જે અહિંસાદિ ધર્મની સિદ્ધિ થઈ છે, તે ધર્મમાં બીજાને જોડવા અર્થાત્ તે ધર્મ બીજાને પ્રાપ્ત થાય તેમ કરવું, તેને વિનિયોગ સ્વરૂપ આશય કહેવાય છે.
અધિકૃત-ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આ વિનિયોગ કરવાનો છે. વિનિયોગથી ઉત્તર ઉત્તર ક્ષણમાં અધિકૃત ધર્મની જન્માંતરમાં પણ પ્રાપ્તિ થતી હોવાથી તે ધર્મનો વિચ્છેદ થતો નથી. પરંતુ ઉત્તરોત્તર તેનો સંબંધ ચાલુ હોવાથી તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે અનુષ્ઠાન આ વિનિયોગ નામના આશયથી યુક્ત હોય છે, તે અનુષ્ઠાન સ્વપરના ઉપકારની બુદ્ધિસ્વરૂપે અનેક જન્મોમાં પ્રગટ થાય છે. તેથી તેનાથી પ્રષ્ટિ ધર્મસ્થાનની પ્રાપ્તિ થાય છે.
આશય એ છે કે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિના ઉત્તરકાળમાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિની જેમ બીજાને પણ તે પ્રાપ્ત કરાવવા માટે વિનિયોગ નામનો આશય ઉપયોગી બને છે. સ્વ અને પર આત્મા ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ (અધ્યવસાય) સ્વરૂપ આ વિનિયોગ ભવિષ્યમાં અનેક જન્માંતરમાં સતત ઉધ્રોધ પામે છે. તેથી પરમ પ્રકૃષ્ટ ધર્મસ્થાનની (સાયિકભાવે તે તે ધર્મની) સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં વિનિયોગસ્વરૂપ આશય હેતુ બને છે.
ગ્રંથકાર પરમર્ષિએ “યોગવિશિકા'ની ટીકામાં ખૂબ જ સ્પષ્ટપણે “વિનિયોગ”નું સ્વરૂપ સમજાવતી વખતે જણાવ્યું છે કે- પોતાને પ્રાપ્ત થયેલા ધર્મને બીજા આત્માઓમાં પણ સંપાદિત કરવો : તે વિનિયોગ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ઉપાય મુજબ આ
એક પરિશીલન
૯૩
Page #97
--------------------------------------------------------------------------
________________
વિનિયોગ કરાતો હોવાથી અનેક જન્મો સુધી તેની પરંપરા પ્રવર્તે છે. તેથી અનુક્રમે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ થવાથી તે મોક્ષની પ્રત્યે અવધ્ય કારણ બને છે. ૧૦-૧પી.
પ્રણિધાનાદિ સામાન્ય રીતે ક્રિયા સ્વરૂપ જણાતા હોવા છતાં તે તેનાથી અભિવ્યંગ્ય આશયવિશેષ સ્વરૂપ છે. એ આશયરહિત ક્રિયા અનર્થકારિણી છે તે જણાવાય છે
एतैराशययोगैस्तु, विना धर्माय न क्रिया ।
प्रत्युत प्रत्यपायाय, लोभक्रोधक्रिया यथा ॥१०-१६॥ एतैरिति-एतैः प्रणिधानादिभिराशययोगैस्तु विना धर्माय न क्रिया बाह्यकायव्यापाररूपा । प्रत्युतान्तर्मालिन्यसद्भावात्प्रत्यपायायेष्यमाणप्रतिक्षविघ्नाय । यथा लोभक्रोधक्रिया कूटतुलादिसङ्ग्रामादिलक्षणा । तदुक्तं-“तत्त्वेन तु पुनर्नेकाप्यत्र धर्मक्रिया मता । तत्प्रकृत्या[वृत्त्या]दिवैगुण्याल्लोभक्रोधक्रिया यथा ।।१।।" l/૧૦-૧દ્દી.
આ પ્રણિધાનાદિ પાંચ આશય વિના બાહ્યકાયવ્યાપારસ્વરૂપ ક્રિયા ધર્મ માટે થતી નથી પરંતુ લોભ અને ક્રોધની ક્રિયાની જેમ અપાય માટે થાય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે ચરમાવર્તકાળમાં જ યોગની પ્રાપ્તિ શક્ય છે. અન્ય અચરમાવર્તકાળમાં એ શક્ય નથી. આમ જણાવીને તેનું જ કારણ છે તે જણાવતાં ફરમાવ્યું હતું કે અચરમાવર્તકાળમાં જે ક્રિયાઓ થાય છે તે બધી પ્રણિધાનાદિ આશયથી રહિત હોવાથી દ્રવ્યક્રિયા(તુચ્છ ક્રિયા)સ્વરૂપ છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાયું છે કે પ્રણિધાનાદિ આશયનો જેમાં સંબંધ નથી એવી ક્રિયા બાહ્ય શરીરની ક્રિયા સ્વરૂપ છે. આત્માના વિશુદ્ધ પરિણામથી રહિત એ ક્રિયા છે.
એવી ક્રિયાથી ધર્મની પ્રાપ્તિ તો થતી નથી પરંતુ તેનાથી પ્રત્યપાય થાય છે. ઇચ્છાના વિષયથી વિરુદ્ધ (તેના પ્રતિરોધક) એવા વિપ્નને પ્રત્યપાય કહેવાય છે. ભવિષ્યકાળમાં જેને પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તે વિષયના પ્રતિપક્ષસ્વરૂપ વિનને પ્રત્યપાય કહેવાય છે. ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિ માટે કરાય છે. પ્રણિધાનાદિ આશય વિના કરાતી ધર્મક્રિયા પુષ્ટિ અને શુદ્ધિનું કારણ બનતી નથી. પરંતુ ધર્મની લઘુતા કરવાના કારણે પાપબંધ થાય છે. જેમ લોભના કારણે કરાતી ખોટાં માન-માપાં કરવાદિની લોભક્રિયા તેમ જ ક્રોધના સંગ્રામ યુદ્ધ વગેરેની ક્રોધક્રિયાથી કોઈ લાભ તો નથી પરંતુ પ્રત્યપાય (કર્મબંધાદિ સ્વરૂપ) ઘણો થાય છે. તેમ પ્રણિધાનાદિ આશયના યોગ વિનાની ક્રિયાથી ધર્મ તો થતો નથી પરંતુ પ્રત્યપાય ઘણો જ થાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુમાં ફરમાવ્યું છે કે– તાત્વિક રીતે; અનાભોગના કારણે કરાતી ધર્મક્રિયા અને લોકપંક્તિથી ધર્મની લઘુતાને કરનારી કરાતી ધર્મક્રિયા : બંન્નેમાંથી એક પણ ધર્મક્રિયા ઉપાદેય મનાતી નથી. કારણ કે એ બંન્ને ક્રિયાઓમાં પ્રવૃત્તિ, વિષ્ણજય વગેરે
૯૪
યોગલક્ષણ બત્રીશી
Page #98
--------------------------------------------------------------------------
________________
આશયનો અભાવ છે. જેમ લોભક્રિયા અને ક્રોધક્રિયા લાભનું કારણ બનતી નથી. પરંતુ પ્રત્યપાયનું કારણ બને છે તેમ ધર્મક્રિયા પણ અજ્ઞાન અને ધર્મની હાનિ કરવાના કારણે સંમત બનતી નથી પરંતુ પ્રત્યપાય માટે થાય છે. ૧૦-૧૬॥
પ્રણિધાનાદિ આશયરહિત ક્રિયા ધર્મ માટે થતી નથી. તેથી જે સિદ્ધ થાય છે; તે જણાવાય છે—
तस्मादचरमावर्त्तेष्वयोगो योगवर्त्मनः ।
योग्यत्वेऽपि तृणादीनां घृतत्वादेस्तदा यथा ।। १०-१७॥
तस्मादिति – तस्मात्प्रणिधानाद्यभावाद् । अचरमावर्तेषु । योगवर्त्मनो योगमार्गस्य । अयोगोऽसम्भवः । योग्यत्वेऽपि योगस्वरूपयोग्यत्वेऽपि । तृणादीनां । तदा तृणादिकाले । यथा घृतत्वादेरयोगः । तृणादिपरिणामकाले तृणादेर्घृतादिपरिणामस्वरूपयोग्यत्वेऽपि घृतादिपरिणामसहकारियोग्यताभावाद्यथा न घृतादिपरिणामस्तथा प्रकृतेऽपि भावनीयम् । अत एव सहकारियोग्यताभाववति तत्र काले कार्यानुपधानं तद्योग्यताभाववत्त्वेनैव साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः [योगबिन्दौ १३-१४ श्लोक-युगलं ]“तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते । कायस्थितितरोर्यद्वत्तज्जन्मस्वामरं सुखम् ||१|| तैजसानां च जीवानां भव्यानामपि नो तदा । तथा चारित्रमित्येवं नान्यदा योगसम्भवः ||२||” इति ।।१०-१७।। “પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગના યોગનો (સંબંધનો) અભાવ હોય છે. તે વખતે યોગમાર્ગની સ્વરૂપયોગ્યતા હોવા છતાં તૃણાદિમાં ઘીના પરિણામના અભાવની જેમ અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગનો અયોગ હોય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચ૨માવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનો સંભવ નથી. જે કાળમાં ઘાસ વગેરે હોય છે; તે કાળમાં તૃણાદિ (ઘાસ વગેરે) પરિણામમાં ઘી વગેરે પરિણામ સ્વરૂપ થવાની યોગ્યતા (સ્વરૂપયોગ્યતા) હોવા છતાં તૃણાદિ-પરિણામના કાળમાં જેમ ધૃતાદિ (ઘી વગેરે) પરિણામ થતો નથી તેમ અચ૨માવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં યોગમાર્ગની પ્રાપ્તિની કોઇ જ સંભાવના હોતી નથી. અચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં કાલાદિ સહકારીકારણની યોગ્યતાનો અભાવ છે. તેથી જ સહકારીકા૨ણની યોગ્યતાના અભાવવાળા કાળમાં જે કાર્યનો અભાવ હોય છે, તે યોગ્યતાના અભાવને લઇને જ છે ઃ તે સિદ્ધ કરવાના અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ‘યોગબિંદુ'માં (શ્લોક નં. ૯૩-૯૪) જણાવ્યું છે કે– ‘લોકપંક્તિ માટે કરાતી ધર્મક્રિયા અધર્મસ્વરૂપ હોવાથી અચરમાવર્ત્તકાળમાં અધ્યાત્મસ્વરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિવાળા વનસ્પતિકાયના જીવને એક પરિશીલન
૯૫
Page #99
--------------------------------------------------------------------------
________________
અનંતાનંત વનસ્પતિના જન્મોમાં જેમ દેવસંબંધી સુખ પ્રાપ્ત થતું નથી તેમ અચરમાવર્તકાળમાં અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. દેવસંબંધી સુખોની પ્રાપ્તિનાં કારણ અણુવ્રતો અને મહાવ્રતો વગેરે છે. તેની પ્રાપ્તિ વનસ્પતિકાયના અનંતાનંત જન્મોમાં ક્યારે પણ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયના તે જીવને દેવસંબંધી સુખનાં કારણોનો જ અભાવ હોવાથી કાર્યભૂત દેવસંબંધી સુખનો અભાવ છે. આમ હોવા છતાં તે જીવમાં તે સુખની યોગ્યતા કાળને લઈને નથી તેમ જણાવ્યું છે. આથી સમજી શકાય છે કે સહકારી કારણોની યોગ્યતાના અભાવવાળા કાળમાં કાર્યની અનુત્પત્તિ જીવની અયોગ્યતા(યોગ્યત્વાભાવ)ના કારણે છે. અન્યથા તે તે કારણના અભાવને લઈને કાર્યની પ્રાપ્તિ થઈ ન હોય ત્યારે જીવની અયોગ્યતાદિનું વર્ણન નિરર્થક બની જાય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ.
તેમ જ “યોગબિંદુમાં ઉપર જણાવેલી વાતના અનુસંધાનમાં જણાવ્યું છે કે તેજસ્કાય અને વાયુકાયના, મનુષ્યપણાને પણ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય એવા ભવ્ય જીવોને પણ દેશથી કે સર્વથી ચારિત્રનો સંભવ નથી, તેમ અચરમાવર્તકાળમાં યોગનો સંભવ નથી. તેઉકાય અને વાઉકાયના જીવો મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી તેથી તેમને ચારિત્રની પ્રાપ્તિ ન થાય. પરંતુ આમ છતાં ચારિત્રની પ્રાપ્તિ માટે તેઓ અયોગ્ય છે એમ જણાવ્યું છે; તે ઉપર જણાવેલી વાતના સમર્થનને સૂચવે છે. ||૧૦-૧ણી,
યોગની (યોગમાર્ગની) પ્રાપ્તિ માટે અચરમાવર્તકાળ અયોગ્ય છે - એ જણાવીને હવે યોગ્ય કાળને જણાવાય છે–
नवनीतादिकल्पस्तच्चरमावर्त्त इष्यते ।
अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ॥१०-१८॥ नवनीतादीति-नवनीतादिकल्पो घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यः । तत् तस्मात् । चरमावर्त इष्यते । योगपरिणामनिबन्धनम् । अत्रैव चरमावर्त एव विमलो भावो भवाभिष्वङ्गाभावाद्भवति । यद्गोपेन्द्रोऽपि अभ्यधाद्भङ्ग्यन्तरेण ।।१०-१८।।
“તેથી યોગમાર્ગની પ્રાપ્તિ માટે માખણ, દહીં વગેરે જેવો ચરમાવર્તકાળ મનાય છે. આ કાળમાં જ નિર્મલભાવની પ્રાપ્તિ થાય છે. ગોપેન્દ્ર નામના વિદ્વાને પણ પ્રકારતરથી તે જણાવ્યું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે, વૃતાદિ પરિણામ માટે માખણ, દહીં કે દૂધ વગેરેનો પરિણામ જેમ કારણ બને છે તેમ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ચરમાવર્તકાળ નવનીત(માખણ) વગેરે જેવો મનાય છે. અર્થાતુ યોગની પ્રાપ્તિ માટે શરમાવર્તકાળ કારણ બને છે. આ ચરમાવર્તકાળમાં જ નિર્મળ એવા ભાવની પ્રાપ્તિ થાય છે. કારણ કે
૯૬
યોગલક્ષણ બત્રીશી
Page #100
--------------------------------------------------------------------------
________________
આ કાળમાં ભવાભિષ્યંગનો અભાવ હોય છે. નિસર્ગથી જ આ કાળમાં એવા પ્રકારની ભવની પ્રત્યે આસક્તિ હોતી નથી કે જેથી યોગમાર્ગની પ્રાપ્તિમાં અવરોધ ઊભો થાય.
યોગની પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જ ભવાભિવંગનો છે. ચ૨માવર્ત્તકાલવત્ત્વ જીવોને ભવાભિષ્યંગ એવો ઉત્કટ કોટિનો હોતો નથી કે જેથી યોગમાર્ગને પ્રાપ્ત કરવાની તેમની યોગ્યતા નાશ પામે અને યોગમાર્ગની પ્રાપ્તિ થાય નહિ. સહકારીકારણસામગ્રી પ્રાપ્ત થાય એટલે ચરમાવર્ત્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થઇ જાય છે. આ વાતને પ્રકારાંતરથી નીચે જણાવ્યા મુજબ ગોપેન્દ્ર પણ જણાવી છે, જે હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૧૦-૧૮|| ગોપેન્દ્ર જે જણાવ્યું છે; તે જણાવાય છે—
अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि ।
न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासापि प्रवर्त्तते ॥ १०-१९॥
अनिवृत्तेति—अनिवृत्तः प्रतिलोमशक्त्यान्तरलीनोऽधिकारः पुरुषाभिभवनरूपो यस्यास्तस्यां प्रकृतौ । सर्वथैव हि सर्वैरेव प्रकारैः । अपुनर्बन्धस्थानस्याप्यप्राप्तावित्यर्थः । न नैव पुंसः तत्त्वमार्गेऽस्मिन् वक्तुमुपक्रान्ते । जिज्ञासापि ज्ञातुमिच्छापि किं पुनस्तदभ्यास इत्यपिशब्दार्थः प्रवर्तते सञ्जायते ।।१०-१९।। “સર્વ પ્રકારે જ (કોઇ પણ રીતે) અધિકારની નિવૃત્તિથી રહિત પ્રકૃતિ હોય ત્યારે આ તત્ત્વમાર્ગમાં પુરુષને જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રતિલોમશક્તિથી અંતરલીન થયો છે પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેણીનો એવી પ્રકૃતિ હોતે છતે અર્થાત્ પુરુષનો અભિભવ કરવાના સ્વભાવવાળી પ્રકૃતિ હોતે છતે, કોઇ પણ રીતે એ સ્વભાવમાં સહેજ પણ પરિવર્તન થયેલું ન હોવાથી અપુનબંધસ્થાન(અપુનર્બંધકદશા)ની પણ પ્રાપ્તિ થયેલી ન હોવાથી; જેનું નિરૂપણ કરાય છે તે આ યોગમાર્ગને વિશે (તત્ત્વમાર્ગને વિશે) પુરુષને જાણવાની ઇચ્છા પણ થતી નથી. તો પછી તે વિષયનો અભ્યાસ ક્યાંથી થાય ? - આ પ્રમાણે ટીકાનો યથાશ્રુતાર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ મૂળભૂત બે તત્ત્વો છે. પુરુષ ચેતન, અવિકારી, એકાંતે ફૂટસ્થનિત્ય છે. શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને કોઇ પણ કાર્યનો અકર્તા છે. પ્રકૃતિ જડ છે. સાક્ષાત્ અને પરંપરાએ તે તે કાર્યને ઉત્પન્ન કરનારી છે. પરિણામીનિત્ય છે. પ્રકૃતિથી મહત્(બુદ્ધિ)તત્ત્વ ઉત્પન્ન (આવિર્ભૂત) થાય છે. મહત્તત્ત્વથી અહંકાર અને અહંકારથી અગિયાર ઇન્દ્રિયો (પાંચ શ્રવણ વગેરે જ્ઞાનેન્દ્રિય, વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ - આ પાંચે કર્મેન્દ્રિયો અને મન) તેમ જ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ - આ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓથી અનુક્રમે આકાશ, તેજ, જલ, પૃથ્વી અને વાયુ - આ પાંચ મહાભૂતો આવિર્ભૂત થાય છે. પુરુષ વગેરે ચાર, અગિયાર ઇન્દ્રિયો, એક પરિશીલન
૯૭
Page #101
--------------------------------------------------------------------------
________________
પંચતન્માત્રા અને પંચમહાભૂતો - આ પચીસ તત્ત્વો સાંખ્યાભિમત છે. ઉપર જણાવ્યા મુજબનો સૃષ્ટિક્રમ છે. તેનાથી તદ્દન વિપરીત ક્રમે પ્રલય છે. જે જેમાંથી આવિર્ભાવ પામે છે તે તેમાં લીન થાય છે. (વિલય પામે છે.) જેથી તે તે સ્વરૂપે તેનું અસ્તિત્વ પ્રતીત થતું નથી. સમગ્ર જગતની સૃષ્ટિ અને પ્રલયનો એ ક્રમ છે. આને અનુલોમક્રમ કહેવાય છે. આનાથી વિપરીત ક્રમને પ્રતિલોમ કહેવાય છે. ન્યાયની પરિભાષામાં પ્રતિયોગિતા કે સ્વાભાવવત્ત સંબંધ સ્વરૂપ પ્રતિલોમ સામર્થ્ય સમજી શકાય.. ઇત્યાદિ તેના જ્ઞાતા પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. અહીં તો શ્લોકાર્થને સમજવા માટે ઉપયોગી અંશ જ વર્ણવ્યો છે. II૧૦-૧૯લા ઉપર જણાવેલી વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરાય છે
साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः ।
पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ॥१०-२०॥ साधिकारेति-साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रवृत्ति(कृति)स्तद्वत्यावर्ते हि । नियोगतो निश्चयतः । जिज्ञासा तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत् । क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम रोगान्तराधारभूतः कुष्टादिरोगः । ततो यथा पथ्यापथ्यधीविपर्यासस्तथा प्रकृतेऽपि ।।१०-२०॥
પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકારવાળી પ્રકૃતિ જેમાં છે એવા કાળમાં (અર્થાત્ એવા કાળમાં વર્તતી પ્રકૃતિના કારણે) નિશ્ચયે કરી, કોઢરોગાદિ હોતે છતે પથ્ય-સંબંધીની ઇચ્છાની જેમ જાણવાની (તત્ત્વમાર્ગને જાણવાની) ઇચ્છા થતી નથી.” - આ પ્રમાણે વિસમાં
શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે અવાંતર રોગોના આધારભૂત કોઢરોગાદિ સ્વરૂપ ક્ષેત્રરોગનો જ્યારે આવિર્ભાવ થાય છે ત્યારે રોગીને પથ્ય વાપરવાની ઇચ્છા થતી નથી. તેમ ઉપર જણાવ્યા મુજબ સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તે કાળમાં આત્માને તત્ત્વમાર્ગ જાણવાની ઇચ્છા (જિજ્ઞાસા) થતી નથી.
સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષાદિ તત્ત્વના પરિજ્ઞાન માટે ખરી રીતે તો તે દર્શનનો અભ્યાસ યોગ્ય રીતે કરી લેવો જોઈએ. ત્યાં સુધી; કર્મરહિત આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તેના જેવું પુરુષતત્ત્વ છે, આઠ કર્મપ્રકૃતિઓનું જ સ્વરૂપ છે તેના જેવું પ્રકૃતિતત્ત્વ છે અને ક્ષયોપશમભાવનું જે મન છે તેના જેવું બુદ્ધિતત્ત્વ છે – એ સમજીને ઉપર જણાવેલી વાતને સમજવા પ્રયત્ન કરવો જોઇએ. આત્મા કે મન જ્યારે પણ ખૂબ જ ઉત્કટ કોટિનું સર્વ કેળવી લે છે ત્યારે કર્મનું જોર ચાલતું નથી. પરંતુ જ્યારે આપણો આત્મા અને મન સાવ જ શિથિલ બને છે ત્યારે કર્મ નહીં - જેવું હોય તોય તેનું જોર વધી જાય છે. એનો અનુભવ તો આપણને સૌને છે. કોઇ પણ જાતનું કર્મ જ્યારે આત્માદિને દબાવીને પરવશ બનાવે છે ત્યારે કર્મથી આત્મા અભિભૂત બને છે. આથી તદ્દન વિપરીત રીતે આત્માદિ બળવાન બની કર્મને પરવશ ન બને તો કર્મ અભિભૂત બને છે.
૯૮
યોગલક્ષણ બત્રીશી
Page #102
--------------------------------------------------------------------------
________________
સત્ત્વશાળી પુણ્યાત્માઓના જીવનમાં એવું આપણને જોવા મળતું હોય છે. શ્રી તીર્થંકર પરમાત્મા અને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા મહાત્માઓની અપેક્ષાએ કર્મ તદ્દન જ બલીન છે. જ્યારે આપણે કર્મની અપેક્ષાએ બળહીન છીએ. આપણી આ અવસ્થાને સાંખ્યદર્શનની પરિભાષામાં પુરુષાભિભવસ્વરૂપ પ્રકૃત્યધિકાર કહેવાય છે. આવી અવસ્થામાં પુરુષને તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ પ્રાપ્ત થતી નથી. શ્લોકમાં જણાવેલી વાતનો થોડો ખ્યાલ આવે; એટલા માટે અહીં થોડો પ્રયત્ન કર્યો છે. બાકી તો સાંખ્યદર્શનની વાત એકાંતનિત્યાદિની તેમની માન્યતા પ્રમાણે સંગત નથી – એ અવસરે જણાવ્યું છે અને અવસરે જણાવાશે.
કોઢ વગેરે ક્ષેત્રરોગના કારણે જેમ પથ્ય અને અપથ્યને આશ્રયીને અપથ્ય અને પથ્યની બુદ્ધિ સ્વરૂપ વિપર્યાસ થાય છે તેમ અહીં પણ સાધિકારપ્રકૃતિના કારણે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી. એ સમજી શકાય એવું છે. //૧૦-૨૦ના
સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તત્ત્વમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી, એ જે રીતે ચોક્કસ કરાય છે - તે જણાવાય છે.
पुरुषाभिभवः कश्चित्, तस्यामपि हि हीयते ।
युक्तं तेनैतदधिकमुपरिष्टाद् भणिष्यते ॥१०-२१॥ पुरुषेति-तस्यामपि हि जिज्ञासायामपि हि सत्यां । कश्चित् पुरुषाभिभवः प्रकृते हीयते (प्रकृतेहीयते) निवर्तते । न होकान्तेनाक्षीणपापस्य विमलो भावः सम्भवति । तेनैतद्गोपेन्द्रोक्तं युक्तम् । अधिकमपरिणाम्यात्मपक्षे तदभिभवतन्निवृत्त्याद्यनुपपत्तिलक्षणमुपरिष्टादग्रिमद्वात्रिंशिकायां भणिष्यते ।।१०-२१॥
“તત્વમાર્ગની જિજ્ઞાસા હોતે છતે પ્રકૃતિ દ્વારા થતો પુરુષાભિભવ થોડો નિવૃત્ત થાય છે. તેથી ગોપેન્દ્ર જે આ જણાવ્યું છે તે યુક્ત છે. આ સિવાય તેમણે જે જણાવ્યું છે તે વિષયમાં હવે પછી જણાવાશે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ સંસારમાં અનાદિકાળથી પ્રકૃતિથી પુરુષનો અભિભવ થતો જ આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારે સહેજ પણ હ્રાસ (ઘટાડો) ન થાય તો તત્ત્વની જિજ્ઞાસા પણ થતી નથી. આ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. તેનો નિર્ણય જે રીતે કરાય છે તે આ શ્લોકથી જણાવાય છે.
એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે તત્ત્વમાર્ગની જિજ્ઞાસામાં પણ (અર્થાત્ તત્ત્વમાર્ગના અભ્યાસાદિમાં જ નહીં) પ્રકૃતિથી થતો પુરુષનો અભિભવ કાંઈક પણ ઓછો થાય છે. કારણ કે એકાંતે કોઈ પણ અંશે જેનું પાપ ક્ષય પામ્યું નથી; તેને વિમલ ભાવ પ્રાપ્ત થાય એ શક્ય નથી. તત્ત્વમાર્ગની જિજ્ઞાસા સ્વરૂપ વિમલ ભાવ જો પ્રાપ્ત થયો હોય તો ત્યાં માનવું જોઈએ કે કાંઈક પુરુષાભિભવ ઓછો થયો છે. તેથી શ્લોક નં. ૧૯માં જણાવેલી ગોપેન્દ્રની વાત બરાબર છે. એ સિવાય આત્માને એકાંતે અપરિણામી માનવાથી તેનો અભિભવ, તેના અભિભવની નિવૃત્તિ વગેરે જે
એક પરિશીલન
૯૯
Page #103
--------------------------------------------------------------------------
________________
રીતે અનુપપન્ન થાય છે, તે બધું હવે પછીની બત્રીસીમાં જણાવાશે. અહીં તો યોગના સ્વરૂપનું નિરૂપણ કરવાનું ઉદિષ્ટ છે. એટલે તેને ઉપયોગી અહીં જણાવ્યું છે. ૧૦-૨૧
આ રીતે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિ થતી નથી - એ સ્પષ્ટપણે જણાવીને તેથી જે નિશ્ચિત થાય છે તે જણાવાય છે–
भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् ।
तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ॥१०-२२॥ भावस्येति-तेन भावस्यान्तःपरिणामस्य मोक्षे मुख्यहेतुत्वं व्यवस्थितं । तेन स एव योग इत्युक्तं भवति । तस्यैव योगतश्चरमावर्ते क्रियाया अपि मोक्षे मुख्यहेतुत्वम्, अतस्तस्या अपि योगत्वमिति ।।१०-२२।।
તેથી મોક્ષની પ્રત્યે ભાવની મુખ્ય હેતુતા છે; તે વ્યવસ્થિત (પ્રમાણથી પ્રતિષ્ઠિત) છે. તેથી તે ભાવ જ યોગ છે - એ નિશ્ચિત થાય છે. તે અંતઃકરણના પરિણામ સ્વરૂપ ભાવાત્મક યોગના સંબંધથી ચરમાવર્તકાળમાં ક્રિયામાં પણ મોક્ષ પ્રત્યે મુખ્યકારણતા છે. તેથી તે ક્રિયા પણ યોગસ્વરૂપ છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય લગભગ સ્પષ્ટ છે.
અંતઃપરિણામસ્વરૂપ ભાવ છે. મોક્ષની પ્રત્યે મુખ્ય કારણ તે જ છે. ચરમાવર્તકાળમાં જ તેની પ્રાપ્તિ થાય છે. અચરમાવર્તકાળમાં કોઈ પણ રીતે તેની પ્રાપ્તિ થતી જ નથી. આ રીતે મોક્ષની પ્રત્યે ભાવ મુખ્ય કારણ હોવાથી તે યોગસ્વરૂપ છે. તે યોગના સંબંધના કારણે તે તે ક્રિયાઓ પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી તે પણ યોગ સ્વરૂપ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. // ૧૦-૨રી/
અંતઃપરિણામ સ્વરૂપ ભાવ મોક્ષની પ્રત્યે કારણ બને; પરંતુ બાહ્ય ક્રિયાઓ તેનાથી તદ્દન વિલક્ષણ હોવાથી તે મોક્ષની પ્રત્યે કઈ રીતે કારણ બને ? આ શંકાનું સમાધાન કરાય છે–
रसानुवेधात् ताम्रस्य, हेमत्वं जायते यथा ।
क्रियाया अपि सम्यक्त्वं, तथा भावानुवेधतः ॥१०-२३॥ रसानुवेधादिति-ताम्रस्य रसानुवेधात् सिद्धरससम्पर्काद् यथा हेमत्वं जायते । तथा क्रियाया अपि भावानुवेधतः सम्यक्त्वं मोक्षसम्पादनशक्तिरूपम् ।।१०-२३।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે સિદ્ધરસના સંપર્કથી તાંબુ જેમ સુવર્ણ બને છે; તેમ અંતઃપરિણામ સ્વરૂપ ભાવના અનુવેધથી ક્રિયા પણ સમ્ય અર્થાત મોક્ષને પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી બને છે. સિદ્ધરસજેવા ભાવના અચિત્ત્વ સામર્થ્યથી બાહ્યક્રિયાઓ પણ અંતઃપરિણામસ્વરૂપ બની જાય છે, જેથી મોક્ષ સંપાદનને અનુકૂળ એવા સામર્થ્યથી પૂર્ણ બને છે.. ઇત્યાદિ સુગમ છે. ૧૦-૨૩
ઉપર જણાવ્યા મુજબ ભાવના અન્વેધથી ક્રિયા પણ મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે - એ પ્રમાણે જણાવ્યું. ત્યાં ભાવનો અનુવેધ જે રીતે ઉપયોગી બને છે - તે જણાવાય છે
૧૦૦
યોગલક્ષણ બત્રીશી
Page #104
--------------------------------------------------------------------------
________________
भावसात्म्येऽत एवास्या भङ्गेऽपि व्यक्तमन्वयः ।
सुवर्णघटतुल्यां तां बुवते सौगता अपि ॥१०-२४॥ भावेति-अत एवास्याः क्रियाया भावसात्म्ये स्वजननशक्त्या भावव्याप्तिलक्षणे सति । भङ्गेऽपि तथाविधकषायोदयानाशेऽपि । व्यक्तं प्रकटम् । अन्वयो भावानुवृत्तिलक्षणः । तद्व्यक्त्यभावेऽपि तच्छक्त्यनपगमाद् । अत एव तां भावशुद्धां क्रियां सौगता अपि सुवर्णघटतुल्यां बुवते । यथा हि सुवर्णघटो विद्यमानोऽपि न स्वर्णानुबन्धं मुञ्चति एवं शुभक्रिया तथाविधकषायोदयादग्नापि शुभफलैवेति । तदिदमुक्तं“ભાવવૃદ્ધિરતોડવä સાનુવર્જે મોડયમ્ જીયતેડચેરી તત્સવવટમિન્ IIછા” રૂતિ ૧૦-૨૪
ભાવના અનુવેધથી ક્રિયામાં મોક્ષસંપાદનને અનુકૂળ એવી શક્તિ આવતી હોવાથી જ ભાવનું સામ્ય હોતે છતે, ક્રિયાનો કોઈ વાર ભંગ થાય તોપણ ભાવના અન્વયે પ્રગટ હોય છે. આથી જ તે ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સુવર્ણના ઘડા જેવી માની છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ સ્વરૂપ જે ભાવ છે તેના અનુવેધથી ક્રિયા પણ મોક્ષની પ્રત્યે મુખ્ય હેતુ બને છે. તેથી ક્રિયાનું ભાવસામ્ય હોતે છતે એટલે કે ભાવને ઉત્પન્ન કરવાની શક્તિ વડે ભાવથી વ્યાપ્ત ક્રિયા હોતે છતે; કોઈ વાર તેવા પ્રકારના કષાયના ઉદયના કારણે (કષાયમોહનીયકર્મના ઉદયના કારણે) ક્રિયાનો નાશ થાય તોપણ ભાવની અનુવૃત્તિ ચાલુ જ હોય છે, તે પ્રગટ રીતે સમજી શકાય છે. કારણ કે ભાવવિશિષ્ટ ક્રિયા સ્વરૂપ તથ્યક્તિનો અભાવ હોવા છતાં ત્યાં ભાવાનુકૂલ શક્તિનો અપગમ થતો નથી. આથી જ આવી ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધોએ સોનાના ઘડા જેવી વર્ણવી છે. જેમ સોનાનો ઘડો ભેદાતો હોય તો પણ સોનાના અનુબંધ(સુવર્ણત્વ)નો ત્યાગ કરતો નથી. તેમ તેવા પ્રકારના કષાયના ઉદયથી શુભક્રિયા ભગ્ન થતી હોય તો પણ શુભ ફળને આપનારી બને છે. અર્થાત્ તે શુભભાવના અનુબંધનો ત્યાગ કરતી નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “મિથ્યાત્વમોહનીયાદિકર્મના સુંદર લયોપશમથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. અનુબંધવાળું એવું પ્રશસ્તફળને આપવાવાળું શુભ અનુષ્ઠાન સોનાના ઘડા જેવું છે. - એમ બીજાઓએ પણ વર્ણવ્યું છે.' ભાવની વૃદ્ધિ માટે મિથ્યાત્વમોહનીયકર્મનો હ્રાસ અનિવાર્ય છે. કોઈ પણ અનુષ્ઠાન મિથ્યાત્વમોહનીયકર્મના વિગમથી સહિત હોય તો જ તે ભાવાનુવેધથી યુક્ત બને છે. અન્યથા ભાવથી રહિત હોય છે. આથી સમજી શકાશે કે યોગસ્વરૂપ અનુષ્ઠાનની પ્રાપ્તિ માટે સત્સયોપશમ આવશ્યક છે. અનાદિકાલીન મિથ્યાત્વમોહનીયકર્મના પ્રબળ ઉદયથી જે અનુષ્ઠાન થાય છે તે માટીના ઘડા
એક પરિશીલન
૧૦૧
Page #105
--------------------------------------------------------------------------
________________
જેવું છે. અત્યંત અસાર અને તુચ્છ કોટિનું એ અનુષ્ઠાન છે. એનાથી ભાવની પ્રાપ્તિ જ થતી નથી. અન્ય બૌદ્ધાદિ દર્શનકારો પણ જેને સુવર્ણઘટ જેવું માને છે, તેને આપણે પણ માનવું પડે – એમાં કોઇ પણ પ્રકારની દ્વિધા સેવવાનું કોઇ જ કારણ નથી. ભાવશૂન્ય અનુષ્ઠાનને મોક્ષનું કારણ કોઇ પણ માનતું નથી. કષાયના ઉદયથી ભગ્ન બનેલું એવું પણ અનુષ્ઠાન ભાવાનુવિદ્ધ હોવાથી વિવક્ષિત ફળને આપનારું બને છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૦-૨૪ ઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે—
शिरोदकसमो भावः, क्रिया च खननोपमा । भावपूर्वादनुष्ठानाद्, भाववृद्धिरतो ध्रुवा ||१०-२५ ।।
शिरेति-शिरोदकसमस्तथाविधकूपे सहजप्रवृत्तशिराजलतुल्यो भावः । क्रिया च खननोपमा शिराश्रयकूपादिखननसदृशी । अतो भावपूर्वादनुष्ठानाद्भाववृद्धिर्ध्रुवा । जलवृद्धौ कूपखननस्येव भाववृद्धौ क्रियाया हेतुत्वाद्भावस्य दलत्वेऽपि बहुदलमेलनरूपाया वृद्धेस्तदन्वयव्यतिरेकानुविधानात् ।।१०-२५।।
“શિરાના જલ જેવો ભાવ છે અને કૂવા વગેરેને ખોદવા જેવી ક્રિયા છે. તેથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી ભાવની વૃદ્ધિ નિશ્ચિત છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે જમીનમાંથી સ્વાભાવિક રીતે નીકળતા પાણીને શિરોદક (શિરાજલ) કહેવાય છે. એવા જલની વૃદ્ધિ માટે જમીનને ખોદવાથી કૂવા, તલાવ, વાવડી વગેરે બનાવાય છે. અહીં ભાવને શિરોદકની ઉપમા અને ક્રિયાને કૂવા વગેરેને ખોદવાની ઉપમા આપવામાં આવી છે.
જમીનમાં સ્વાભાવિક પાણી પ્રવર્તે છે. તેને પામવા માટે જમીનને ખોદીને જેમ કૂવા વગે૨ે બનાવાય છે તેમ અહીં પણ આત્મામાં રહેલા ભાવને પામવા માટે અને તેની વૃદ્ધિ થાય, એ માટે કૂવા વગેરેના ખનન જેવી ક્રિયા છે. ભાવપૂર્વક અનુષ્ઠાન કરવાથી ભાવની વૃદ્ધિ ચોક્કસ થાય છે. જલની વૃદ્ધિમાં કૂવા વગેરેનું ખનન જેમ કારણ છે તેમ ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે. યદ્યપિ પૂર્વભાવથી જ ઉત્તરભાવ ઉત્પન્ન થતો હોવાથી ભાવની વૃદ્ધિમાં ક્રિયાને કારણ માનવાની જરૂર નથી. પરંતુ ભાવ ભાવનું કારણ હોવા છતાં જ્યારે ક્રિયા હોય છે ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોય છે અને જ્યારે ક્રિયા હોતી નથી ત્યારે ભાવના પ્રમાણની અધિકતા હોતી નથી. આ અન્વયવ્યતિરેકના કારણે ક્રિયામાં ભાવવૃદ્ધિની હેતુતા મનાય છે. ઇત્યાદિ સમજી લેવું જોઇએ.
શ્રી વીતરાગપરમાત્માના શાસનને છોડીને બીજા શાસનમાં પણ ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રત્યે ભાવની અને ભાવપૂર્વકની ક્રિયાની મુખ્યહેતુતા સ્વીકારેલી છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં એ મુજબ હોય તે સમજી શકાય છે. યોગમાર્ગની પ્રાપ્તિમાં આ
યોગલક્ષણ બત્રીશી
૧૦૨
Page #106
--------------------------------------------------------------------------
________________
રીતે ભાવની જ મુખ્યતા છે. ભાવને લઈને જ ક્રિયાની મુખ્યતા છે. પાણીની સેર અને કૃપાદિખનનની ઉપમાથી ભાવ અને ક્રિયાની મોક્ષ પ્રત્યેની ઉપયોગિતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પાણી વિના ચાલતું નથી. એ માટે કૃપાદિનું ખનન અનિવાર્ય છે. પરંતુ ગમે ત્યાં કૂપાદિના ખનનથી પાણી મળતું નથી. તેમ જ કૂપાદિના ખનન વિના પણ પાણી મળતું નથી. ભાવની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ક્રિયા ઉપયોગી છે અને ક્રિયાને સફળ બનાવવા માટે ભાવ ઉપયોગી બને છે. ઉભયસાપેક્ષ વસ્તુઓમાં અન્યતરના અભાવે વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. ૧૦-૨પા. ભાવ વિનાની અને ભાવપૂર્વકની ક્રિયામાં જે ફરક છે તે જણાવાય છે–
मण्डूकचूर्णसदृशः, क्लेशध्वंसः क्रियाकृतः ।
तद्भस्मसदृशस्तु स्याद्, भावपूर्वक्रियाकृतः ॥१०-२६॥ मण्डूकेति-क्रियाकृतः केवलक्रियाजनितः । क्लेशध्वंसो रागादिपरिक्षयः । मण्डूकचूर्णसदृशः, पुनरुत्पत्तिशक्त्यन्वितत्वात् । भावपूर्वक्रियाकृतस्तु तद्रस्मसदृशो मण्डूकभस्मसदृशः स्यात्, पुनरुत्पत्तिशक्त्यभावाद् । एवं च क्लेशध्वंसविशेषजनकः शक्तिविशेष एव क्रियायां भाववृद्ध्यनुकूल इति फलितम् ||૧૦-૨૬ll.
“કેવલ ક્રિયાના કારણે ઉત્પન્ન થયેલો રાગાદિ ક્લેશોનો ધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે અને ભાવપૂર્વકની ક્રિયા વડે ઉત્પન્ન થતો એ ક્લેશધ્વંસ દેડકાના ભસ્મ જેવો છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે.
ભાવથી રહિત માત્ર ક્રિયાના કારણે રાગ, દ્વેષ અને મોહ - આ ફ્લેશોનો જે ધ્વંસ થાય છે; તે ક્લેશધ્વંસ દેડકાના ચૂર્ણ જેવો છે. કારણ કે દેડકાનું ચૂર્ણ જેમ અવાંતર સહકારી કારણસામગ્રીના યોગે દેડકાને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે; તેમ અહીં પણ માત્ર ક્રિયાથી થયેલા ક્લેશધ્વંસમાં; તેવા પ્રકારના ક્લેશનાં નિમિત્તો મળવાથી ક્લેશને ફરીથી ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. અર્થાત્ આત્યંતિક ક્લેશધ્વંસ; માત્ર ક્રિયાથી થતો નથી. ભાવપૂર્વકની ક્રિયાથી ઉત્પન્ન થયેલો જે ક્લેશધ્વંસ છે તે દેડકાના ભસ્મ જેવો છે. કારણ કે દેડકાના ભસ્મથી, અવાંતર કારણસામગ્રીનો યોગ થાય તોપણ ફરી પાછા દેડકા ઉત્પન્ન થતા નથી. તેમ અહીં પણ ભાવપૂર્વકની ક્રિયાથી થયેલા ક્લેશધ્વંસમાંથી; ગમે તેવાં રાગાદિન નિમિત્તો મળે તોય ક્લેશ ઉત્પન્ન થતો નથી. આથી સમજી શકાશે કે ક્લેશધ્વંસવિશેષ(દેડકાના ભસ્મ જેવા આત્યંતિક ધ્વંસવિશેષ)જનક જે શક્તિવિશેષ છે; તે જ ક્રિયામાં ભાવવૃદ્ધિને અનુકૂળ છે. આશય એ છે કે ભાવવૃદ્ધિને અનુકૂળ જે ક્રિયા છે તેમાં શક્તિવિશેષ છે કે જેથી તે ક્રિયાથી (દેડકાના ભસ્મ જેવો) ક્લેશધ્વંસવિશેષની ઉત્પત્તિ થાય છે. ભાવપૂર્વકની અને ભાવ વિનાની ક્રિયામાં એ વિશેષ છે. ./૧૦-૨દી
એક પરિશીલન
૧૦૩
Page #107
--------------------------------------------------------------------------
________________
तथा च
માવી મુક્યતુવં તેન મો... (૨૨) આ શ્લોકમાં; ક્રિયામાં પણ મોક્ષહેતુતા જણાવી છે, તે કઈ રીતે છે તે જણાવાય છે
विचित्रभावद्वारा तत्, क्रिया हेतुः शिवं प्रति ।
अस्या व्यञ्जकताप्येषा, परा ज्ञाननयोचिता ॥१०-२७॥ विचित्रेति-विचित्रो भावोऽध्यात्मादिरूपस्तद्वारा क्रिया शिवं प्रति हेतुः । दण्ड इव चक्रभ्रमिद्वारा घटे । कारणता च तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव, भावस्यान्यथासिद्धिप्रसङ्गाद् । अस्याः क्रियाया व्यञ्जकताप्येषा हेतुताविशेषरूपा परा । अत एव भावस्य ज्ञापकत्वरूपाभिव्यञ्जकता ज्ञाननयोचिता ज्ञाननयप्राधान्योपयुक्ता, न तु व्यवहारतो वास्तवी, अन्यथा सत्कार्यवादप्रसङ्गादिति भावः ।।१०-२७।।
તેથી મોક્ષની પ્રત્યે ક્રિયા વિચિત્ર અધ્યાત્માદિ સ્વરૂપ ભાવ દ્વારા કારણ છે. ક્રિયાની વ્યજકતા પણ હેતુતાવિશેષ સ્વરૂપ જ્ઞાનનયની અપેક્ષાએ શ્રેષ્ઠ છે.” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ એ છે કે જેમ ઘટની પ્રત્યે ચક્રભ્રમણ દ્વારા દંડ કારણ બને છે તેમ મોક્ષની પ્રત્યે ભિન્ન ભિન્ન અધ્યાત્મભાવનાદિ સ્વરૂપ ભાવ દ્વારા ક્રિયા કારણ બને છે. ક્રિયામાં જે મોક્ષની પ્રત્યે કારણતા મનાય છે તે તેમાં રહેલી ભાવને અનુકૂળ એવી શક્તિવિશેષ
સ્વરૂપે મનાય છે, પરંતુ ભાવપૂર્વકત્વ સ્વરૂપે મનાતી નથી. કારણ કે તેમ કરવાથી દંડત્વની જેમ ભાવને પણ અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે. ઘટની પ્રત્યે દંડત્વસ્વરૂપે દંડ કારણ હોવાથી જેમ દંડત્વ અન્યથાસિદ્ધ મનાય છે તેમ ભાવપૂર્વકત્વસ્વરૂપે ક્રિયાને કારણ માનવામાં આવે તો ભાવને અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે.
ભાવ દ્વારા ક્રિયાને કારણે માનવા કરતાં મોક્ષની પ્રત્યે ભાવને જ કારણ માનવો. પૂર્વપૂર્વ ભાવથી જ ઉત્તર ઉત્તર ભાવની ઉત્પત્તિ થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. ક્રિયા તો ભાવની વ્યજક છે. - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ક્રિયામાં જે ભાવની વ્યકતા છે તે, ઉપર જણાવ્યા મુજબની ભાવની પ્રત્યે તેમાં રહેલી કારણતા-વિશેષ સ્વરૂપ શ્રેષ્ઠ કોટિની વ્યજકતા છે. ભાવની પ્રત્યે ક્રિયા કારણ છે. તેમાં કારણતા છે. એ કારણતા જ શ્રેષ્ઠ વ્ય~તા છે. સામાન્ય રીતે વ્યજક કારણ જ હોય એવો નિયમ નથી અને કારણ વ્યજક જ હોય એવો નિયમ નથી. દા.ત. જલાદિના મધુરાદિ રસનું વ્યજક હરડે વગેરેનું ભક્ષણ છે. પરંતુ તે મધુરાદિનું કારણ નથી. તેમ જ ઘટાદિના કારણ દંડાદિ ઘટાદિના વ્યંજક નથી. ભાવની વ્યજક ક્રિયા ભાવનું કારણ પણ છે. આ જ ક્રિયામાં ભાવની પર વ્યકતા છે.
૧૦૪
યોગલક્ષણ બત્રીશી
Page #108
--------------------------------------------------------------------------
________________
આથી જ ભાવ મોક્ષનું જ્ઞાપક છે. અર્થાત્ ભાવમાં તેવા પ્રકારની જ્ઞાપકતા સ્વરૂપ અભિવ્યજકતા છે – આ પ્રમાણે જે જણાવાય છે, તે જ્ઞાનનયની મુખ્યતાએ જણાવાય છે. વ્યવહારનયની (કાર્યકારણભાવની વિવક્ષાની) અપેક્ષાએ તે વાસ્તવિક નથી. વ્યવહારનયની અપેક્ષાએ પણ જો એ વાસ્તવિક મનાય તો કાર્યકારણભાવના વિરહે સર્વથા સત્કાર્યવાદનો પ્રસંગ આવશે. કથંચિત્સત્કાર્યવાદના સિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૦-રશા યોગના લક્ષણનો નિષ્કર્ષ જણાવાય છે–
व्यापारश्चिद्विवर्तत्वाद्, वीर्योल्लासाच्च स स्मृतः ।
विविच्यमाना भिद्यन्ते, परिणामा हि वस्तुनः ॥१०-२८॥ व्यापार इति-स योगश्चिद्विवर्तत्वाज्ज्ञानपरिणामात् । वीर्योल्लासादात्मशक्तिस्फोरणाच्च । व्यापारः स्मृतः । क्रमवतः प्रवृत्तिविषयस्य व्यापारत्वाद् । एतेन द्रव्यादेर्व्यवच्छेदः । हि यतः विविच्यमाना भेदनयेन गृह्यमाणा वस्तुनः परिणामा भिद्यन्ते । तथा च न व्यापाराश्रयस्यापि व्यापारत्वमिति भावः ।।१०-२८।।
જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને આત્માની શક્તિ ફોરવવાના કારણે તે યોગ વ્યાપારસ્વરૂપ મનાય છે. કારણ કે વસ્તુનાં પરિણામો પર્યાયનયથી વિચારતા ભિન્ન થાય છે.”
અઠ્ઠાવીસમા શ્લોકના એ અર્થનો ભાવ એ છે કે – જ્ઞાનસ્વરૂપ પરિણામના કારણે અને વિલાસના કારણે જે મોક્ષનો કારણભૂત આત્મવ્યાપાર થાય છે, તસ્વરૂપ યોગ છે. ક્રમવાળા પ્રવૃત્તિના વિષયને વ્યાપાર કહેવાય છે. દ્રવ્ય અને તેના સહભાવી ગુણો ક્રમિક પ્રવૃત્તિના વિષય ન હોવાથી તેને (દ્રવ્ય અને ગુણને) વ્યાપાર સ્વરૂપ મનાતા નથી. આથી સમજી શકાશે કે યોગ દ્રવ્ય કે ગુણ સ્વરૂપ નથી, પરંતુ ક્રમભાવી પર્યાયસ્વરૂપ છે.
અભેદનયની અપેક્ષાએ દ્રવ્ય કે ગુણથી અભિન્ન જ તેનાં પરિણામ હોવાથી દ્રવ્યાદિ સ્વરૂપ પણ વ્યાપાર માનવો જોઈએ. તેથી પરિણામસ્વરૂપ વ્યાપારના આશ્રયને પણ વ્યાપાર માનવાનો પ્રસંગ આવશે' - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભેદનયને(પર્યાયનયને) આશ્રયીને પ્રહણ કરાતા વસ્તુનાં પરિણામો દ્રવ્યાદિથી ભિન્ન હોવાથી દ્રવ્યાદિમાં વ્યાપારત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. તેમ જ વ્યાપારાશ્રયમાં વ્યાપારત્વ માનવાનો પણ પ્રસંગ નહીં આવે.
અહીં સમજી લેવું જોઇએ કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ આત્માનું શુદ્ધ, બુદ્ધ... વગેરે સ્વરૂપ જ માની લેવામાં આવે અને અન્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માદિના પરિણામની ભિન્નતાને માની લેવામાં ન આવે તો યોગના લક્ષણનો કોઈ જ અર્થ નથી. આત્માની કાલની જે અશુદ્ધાવસ્થા છે; તેનો પૂર્ણપણે વિચાર કર્યા વિના આત્માનું શુદ્ધ
એક પરિશીલન
૧૦૫
Page #109
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ આવિર્ભત નહીં થાય. દરેક નવો અભિમત અંશનું નિરૂપણ કરતા હોય છે. તેને આંખ સામે રાખીને વસ્તુની વાસ્તવિકતા પામવા પ્રયત્ન કર્યા વિના ચાલવાનું નથી. /૧૦-૨૮
एतदेवाहઉપર જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે
जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः ।
परिणामा विवर्तन्ते जीवस्तु न कदाचन ॥१०-२९॥ जीवस्थानानीति-सर्वाणि चतुर्दशापि जीवस्थानानि गुणस्थानानि तावन्त्येव मार्गणा गतीन्द्रियाद्याः परिणामा विवर्तन्ते दशाविशेषं भजन्ते, जीवस्तु कदाचन न विवर्तते, तस्य शुद्धज्ञायकभावस्यैकस्वभावत्वात्
બધાં જીવસ્થાનો, ગુણસ્થાનો અને બધી માર્ગણાઓ સ્વરૂપ પરિણામો અવસ્થાવિશેષને પામે છે. પરંતુ જીવ તો ક્યારેય અવસ્થાવિશેષને (અવસ્થાંતરને) ધારણ કરતો નથી.” આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય - આ સાતના અપર્યાપ્ત અને પર્યાપ્ત – એ બે બે ભેદની વિવલાએ ચૌદ જીવસ્થાનો છે. અનાદિકાળથી કર્મપરવશ એવા જીવને તે તે સ્થાનમાં રહેવાનું થતું હોવાથી તે બધાં જીવસ્થાનો સ્વરૂપ પરિણામો છે. તે તે કાળે તે સ્થાનો બદલાય છે. પરંતુ જીવમાં કોઈ જ ફેરફાર થતો નથી. જીવ તો જે છે તે જ છે.
આવી જ રીતે કર્મના ઉદયાદિના કારણે થનારાં ચૌદ ગુણસ્થાનકો પ્રસિદ્ધ છે. મિથ્યાત્વથી અયોગી સુધીનાં તે તે ગુણસ્થાનોમાં તે તે કાળે પરિવર્તન થતું આવ્યું છે. પરંતુ જીવમાં કોઈ જ પરિવર્તન આવતું નથી. સદાને માટે તેનો શુદ્ધ જ્ઞાનનો એક જ સ્વભાવ છે. એમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી.
ગતિ, ઇન્દ્રિય, કાય (પૃથ્વીકાયાદિ), યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ, સમ્યકત્વ, સંજ્ઞી અને આહાર આ ચૌદ માર્ગણાથી જીવાદિની વિચારણા કરાય છે. અનાદિકાળથી તે તે માર્ગણાસ્થાનમાં જીવનું અસ્તિત્વ છે. તે તે કાળમાં તે તે માર્ગણાઓમાંથી બીજી બીજી માર્ગણાઓમાં જીવને જવાનું થતું હોય છે. એ રીતે માર્ગણાસ્થાનમાં પરિવર્તન આવે છે. પરંતુ જીવનો તો ઉપર જણાવ્યા મુજબ એક જ સ્વભાવ છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે જીવસ્થાનાદિ પરિણામો તે તે અવસ્થાને પામે છે. પરંતુ જીવમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. II૧૦-૨લા
ઉપર જણાવ્યા મુજબ જીવનો એક જ સ્વભાવ હોય તો જીવને તે તે અવસ્થાઓ કેમ અનુભવવી પડે છે ? – આ શંકાનું સમાધાન કરાય છે.
૧૦૬
યોગલક્ષણ બત્રીશી
Page #110
--------------------------------------------------------------------------
________________
उपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं हादः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ॥१०-३०॥
उपाधिरिति-आचारादौ अदः श्रुतं-यदुत उपाधिः कर्मणैव स्यात् “कम्मुणा उवाही जायइ त्ति” वचनात् । ततो विभावानां मिथ्यात्वगुणस्थानादारभ्यायोगिगुणस्थानं यावत् प्रवर्तमानानामौपाधिकभावानामनित्यभावेऽपि स्वभाववानात्मा नित्यस्तस्योपाध्यजनितत्वादुपाधिनिमित्तका अप्यात्मनो भावास्तद्रूपा एव युज्यन्ते, इति चेत्सत्यं, शुद्धनयदृष्ट्यात्मपुद्गलयोः स्वस्वशुद्धभावजननचरितार्थत्वे संयोगजभावस्य भित्तौ खटिकाश्चेतिम्न इव विविच्यमानस्यैकत्राप्यनन्तभावेन मिथ्यात्वात् ।।१०-३०॥
કર્મના કારણે જ ઉપાધિ છે. આચારાંગસૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે. તેથી વિભાવો બધા અનિત્ય હોવા છતાં સ્વભાવવાળો આત્મા નિત્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – આત્મા શુદ્ધજ્ઞાનૈકસ્વભાવવાળો હોવા છતાં તે તે કર્મ સ્વરૂપ ઉપાધિના કારણે જીવસ્થાનાદિના ઔપાધિક તે તે પરિણામો પામે છે. શ્રી આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે “કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે.”
તેથી પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકથી માંડીને ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી પ્રવર્તમાન ઔપાલિકભાવો બધા જ વિભાવો છે. તે વિભાવો અનિત્ય હોવા છતાં જ્ઞાનાદિ સ્વભાવવાળો આત્મા નિત્ય છે. કારણ કે તે ઉપાધિથી(કર્માદિ ઉપાધિથી) જન્ય નથી. ઉપાધિથી જન્ય જે ભાવો છે તે નિત્ય હોતા નથી.
જ્ઞાનાદિ સ્વભાવવાન નિત્ય આત્માને કર્મસ્વરૂપ ઉપાધિના કારણે જે ઉપાધિનિમિત્તક વિભાવોની પ્રાપ્તિ થાય છે, તે બધા આત્મસ્વરૂપ જ હોવા જોઇએ ને?” – આ વાત યદ્યપિ બરાબર છે; પરંતુ શુદ્ધનયની દૃષ્ટિએ વિચારીએ તો તે વાત સાચી નથી. કારણ કે શુદ્ધનયદષ્ટિએ આત્મા (ચેતન) અને પુદ્ગલ પોતપોતાના શુદ્ધભાવ - જનનમાં (ઉત્પન્ન કરવામાં) ચરિતાર્થ હોવાથી તેની વસ્તુતા (અર્થક્રિયાકારિતા) નિરાબાધ છે. દિવાલને ખડીથી જ્યારે સફેદ કરવામાં આવે છે ત્યારે બંન્નેના સંયોગથી ઉત્પન્ન થનારા તે સંયોગજ ભાવોનો એકમાં પણ વિચાર કરાય તો અનંતભાવથી તે મિથ્યાસ્વરૂપ છે. શુદ્ધનયની દૃષ્ટિએ તે સંયોગજ ભાવ એકમાં નહિ મનાય. ખડીની ચૅતિમા છે. દિવાલની તે કોઈ પણ રીતે નથી. તેમ અહીં પણ આત્મા અને કર્મના સંયોગવિશેષે જે જે વિભાવો ઉત્પન્ન થાય છે તે બધા જ ભાવો કોઇ પણ રીતે આત્માના નથી... ઇત્યાદિ શુદ્ધનયની દૃષ્ટિએ સમજવું જોઈએ. II૧૦-૩૦
પરિણામો(જીવસ્થાન, ગુણસ્થાન. વગેરે)થી દ્રવ્ય વગેરેને કથગ્નિદ્ અભેદ હોવાથી માત્ર પરિણામ સ્વરૂપ જ યોગનું પ્રતિપાદન કઈ રીતે યુક્ત છે, તે જણાવાય છેએક પરિશીલન
૧૦૭
Page #111
--------------------------------------------------------------------------
________________
द्रव्यादेः स्यादभेदेऽपि, शुद्धभेदनयादिना ।
इत्थं व्युत्पादनं युक्तं, नयसारा हि देशना ॥१०-३१॥ द्रव्यादेरिति-द्रव्यादेः परिणामेभ्यः स्यात् कथञ्चिदभेदेऽपि । शुद्धः केवलो यो भेदनयस्तदादिना | इत्थमुक्तरीत्या व्युत्पादनं युक्तं । नयसारा नयप्रधाना हि देशना शास्त्रे प्रवर्तते । अन्यथाऽनुयोगपरिणत आत्मापि योग इतीष्यत एव, चरणात्मनोऽपि भगवत्यां प्रतिपादनादिति भावः ।।१०-३१।।
“પરિણામોથી દ્રવ્ય કે ગુણને કથંચિત્ અભેદ હોવા છતાં માત્ર ભેદ અથવા માત્ર પર્યાયનું ગ્રહણ કરનાર નયની અપેક્ષાએ પૂર્વોક્ત રીતે નિરૂપણ યુક્ત છે. કારણ કે દેશના નયપ્રધાન હોય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મવ્યાપાર સ્વરૂપ પરિણામોથી આત્મદ્રવ્યાદિને કથંચિત્ અભેદ હોવાથી પરિણામોની જેમ આત્મદ્રવ્યાદિને પણ યોગસ્વરૂપ વર્ણવવા જોઈએ. પરંતુ કેવલ ભેદનયાદિની અપેક્ષાએ કથગ્નિદ્ અભેદને ધ્યાનમાં લીધા વિના પૂર્વે જણાવ્યા મુજબ તેવા પ્રકારના આત્મવ્યાપારસ્વરૂપ પરિણામને યોગસ્વરૂપે વર્ણવ્યા છે અને દ્રવ્યાદિનો વ્યવચ્છેદ કર્યો છે. શુદ્ધનયની દૃષ્ટિએ પદાર્થનું સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ બનતું હોય છે. તેથી તે નયની દૃષ્ટિએ વસ્તુના સ્થૂલ સ્વરૂપનો વિચાર કરવામાં આવતો નથી. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં દેશના નયપ્રધાન હોય છે. અનંતધર્માત્મક વસ્તુના એક અંશને લઇને તે તે નયો દ્વારા દેશના પ્રવર્તતી હોય છે. શુદ્ધનયની અપેક્ષાએ પરિણામસ્વરૂપ જ યોગ છે. અન્યથા શુદ્ધનયને છોડીને બીજા દ્રવ્યાર્થિકાદિ નયની અપેક્ષાએ “આત્મદ્રવ્ય' પણ યોગ છે. અનુયોગપરિણત આત્મા યોગસ્વરૂપ છે : એ ઈષ્ટ છે. (અભિમત છે.) તેથી શ્રી ભગવતીસૂત્રમાં ચારિત્ર(ચારિત્રાત્મયોગ) સ્વરૂપ આત્માનું પ્રતિપાદન કરાયેલું છે. ૧૦-૩૧TI પ્રકરણાર્થનું પરિસમાપન કરાય છે
योगलक्षणमित्येवं, जानानो जिनशासने । પરોનિ પરીકોત, પરમાનન્દવથીઃ ૧૦-રૂરી
યોનિક્ષofમતિ–સ્પષ્ટ: I9૦-૩૨I
“શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં ઉપર જણાવ્યા મુજબ યોગના લક્ષણને જાણનારા એવા; મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિવાળાએ બીજા દર્શનકારોએ જણાવેલા યોગના લક્ષણનો વિચાર કરવો જોઇએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનશાસનમાં જે યોગનું લક્ષણ છે; તેના જાણકારે; બીજા સાંખ્યાદિ દર્શનકારે જે યોગનાં લક્ષણો કહ્યાં છે; તેની પરીક્ષા કરવી જોઈએ. ૧૦૮
યોગલક્ષણ બત્રીશી
Page #112
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા કરનાર પરમાનંદ-મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિશાળી હોવો જોઇએ. મોક્ષમાં જ જેનું ચિત્ત લાગેલું છે, તે સંસારી આત્માને પરમાનંદબદ્ધધી' કહેવાય છે. મોક્ષનું લક્ષ્ય ન હોય એવા આત્માઓ યોગના લક્ષણની પરીક્ષા કરે અથવા ન કરે તોય તેથી કોઈ લાભ થતો નથી. મોક્ષના એક અર્થી આત્માને જ યોગનું લક્ષણ ઉપયોગી છે. સ્વપરદર્શનોમાં જણાવેલાં તે તે યોગનાં લક્ષણોની વિચારણા કરીને યોગના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવાપૂર્વક આપણે સૌ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ll૧૦-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगलक्षणद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૦૯
Page #113
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે દેવાધિદેવ શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનને છોડીને અન્ય કોઈ પણ શાસનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનું કારણ એ છે કે મોક્ષને પ્રાપ્ત કરાવનારાં સાધનોનો પારમાર્થિક ઉપદેશ માત્ર શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં છે. “અન્ય દર્શનકારોના શાસનમાં પરમાર્થથી મોક્ષનાં સાધનોનો ઉપદેશ જ નથી.' - આ વાત જયાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં મોક્ષસાધનોની સુદઢ પ્રતિપત્તિ શક્ય નથી.
આ પૂર્વેની દશમી બત્રીશીમાં મોક્ષના કારણભૂત સઘળાય આત્મવ્યાપારને યોગ તરીકે વર્ણવીને; આ બત્રીશીમાં પતંજલિ ઋષિએ યોગાનુશાસનમાં જે યોગનું લક્ષણ-સ્વરૂપ વર્ણવ્યું છે તેની વિચારણા કરી છે. “ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે' આ લક્ષણની નિર્દોષતાદિનો વિચાર કરતાં પૂર્વે શરૂઆતમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવ્યું છે.
સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ: આ બે મૂળભૂત તત્ત્વો છે. એમાં પુરુષ ચેતન છે. શુદ્ધ નિરુપાલિક) સ્ફટિકાદિની જેમ શુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. ઉત્પન્ન નહીં થયેલો, ક્યારે ય નાશ નહીં પામનારો અને સદાને માટે સ્થિર એક સ્વભાવવાળો એવો ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ જેમાં પરિવર્તન આવતું નથી, એવો તે અપરિણામી નિત્ય છે.
પ્રકૃતિ જડ છે. પરિણામી નિત્ય છે. તેનાથી બુદ્ધિ (ચિત્ત-મહત્ત્વ) ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર(અસ્મિતા) ઉત્પન્ન થાય છે. તેથી અગિયાર ઇન્દ્રિયો અને રૂપાદિ પંચતન્માત્રા-આ સોળનો ગણ ઉત્પન્ન થાય છે અને તે બધાથી યથાયોગ્ય પાંચ મહાભૂતોની(પૃથ્વી-જલાદિની) ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી પુરુષ અને પ્રકૃતિના નિરંતર સન્નિધાનથી બંન્ને વચ્ચેના ભેદનો અગ્રહ હોવાથી પુરુષને કર્તુત્વનું અને પ્રકૃતિને ચૈતન્યનું અભિમાન છે. આ જ પુરુષના સંસારનું મુખ્ય બીજ છે. યોગના પરિશીલનથી ભેદનો ગ્રહ થવાથી પુરુષ સ્વરૂપસ્થ બને છે. એ જ પુરુષનો મોક્ષ છે. પ્રથમ દૃષ્ટિએ આ બધું વિચારતાં રમણીય ભાસે છે. પરંતુ પરમાર્થથી આ બધું વિચારીએ તો ખૂબ જ વિચિત્ર જણાયા વિના રહેતું નથી.
ગ્રંથકાર પરમર્ષિએ પ્રારંભમાં સાંખ્યોના મતનું સંક્ષેપથી પણ સ્પષ્ટપણે નિદર્શન કરાવીને ગ્રંથના મધ્યભાગમાં તેમાં રહેલા દોષોનું દર્શન કરાવ્યું છે. એ બધું વિચારવાથી એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આટલી આત્મલક્ષી તાત્ત્વિક વાતો કરવા છતાં અન્યદર્શનકારો પરમાર્થનો લેશ પણ પામી શક્યા નથી અને એમની વાતોમાં આપણે આવી જઇએ તો આપણને પણ પરમાર્થનો અંશ પણ પ્રાપ્ત નહીં થાય.
૧૧૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #114
--------------------------------------------------------------------------
________________
બત્રીશીના અંતભાગમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ મોક્ષ પણ ખરેખર તો વાસ્તવિક નથી. તેથી તેમના યોગશાસ્ત્રના ઉપદેશનો કોઈ જ અર્થ નથી. એ સમજાવીને જૈન દર્શનની વાસ્તવિકતાનું સમર્થન કર્યું છે. અંતે પતંજલિપ્રણીત યોગલક્ષણ સદોષ હોવાથી; નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ સગત એવા શ્રી જૈનદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણની ઉપાદેયતાનું સમર્થન કર્યું છે. એ મુજબ યોગલક્ષણની વાસ્તવિકતાને સમજી વિચારીને વાસ્તવિક યોગને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
એક પરિશીલન
૧૧૧
Page #115
--------------------------------------------------------------------------
________________
अथ प्रारभ्यते पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ||
स्वकीयं योगलक्षणमन्यदीययोगलक्षणे विचारिते सति स्थिरीभवतीति तदर्थमयमारम्भः
આ પૂર્વેની બત્રીશીમાં પોતાની માન્યતા મુજબનું યોગના લક્ષણનું નિરૂપણ કર્યું. એ લક્ષણ જ બરાબર છે.” - આવી સ્થિરતા, બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણાથી પ્રાપ્ત થાય છે. તેથી તે માટે આ બત્રીશીમાં અન્યયોગલક્ષણના નિરૂપણનો આરંભ કર્યો છે. અર્થાત્ બીજાની માન્યતા મુજબના યોગલક્ષણની વિચારણા માટે આ બત્રીશીનો આરંભ કર્યો છે–
चित्तवृत्तिनिरोधन्तु, योगमाह पतञ्जलिः ।
द्रष्टुः स्वरूपावस्थानं, यत्र स्यादविकारिणि ॥११-१॥ चित्तेति-पतञ्जलिस्तु चित्तवृत्तिनिरोधं योगमाह । तथा च सूत्रं-“योगश्चित्तवृत्तिनिरोध [१-२] इति” । तत्र चित्तपदार्थं व्याचष्टे-द्रष्टुः पुरुषस्य स्वरूपे चिन्मात्ररूपतायामवस्थानं यत्र यस्मिन् स्यादविकारिणि व्युत्पन्नविवेकख्यातेश्चित्सङ्क्रमाभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ प्रोन्मुक्तपरिणामेन । तथा च सूत्रं-“तदा द्रष्टुः સ્વરૂપા(પેડ)વસ્થાનીતિ” [9-૩] 199-.
ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેને પતંજલિ યોગ કહે છે. જે અવિકારી હોતે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે...” (તે ચિત્ત છે. ગ્લો.નં. ૩માં એનો સંબંધ છે.) - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે “શ્ચિત્તવૃત્તિનિરોધઃ' I9-રા આ સૂત્રથી પતંજલિએ ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવ્યો છે. રાગ, દ્વેષ અને મોહાદિના કારણે થનારી જે ચિત્તવૃત્તિઓ છે; તેના નિરોધ-અવરોધને યોગ કહેવાય છે. ચિત્ત, તેની વૃત્તિઓ અને તેનો નિરોધ : એ બધાનું સ્વરૂપ અનુક્રમે હવે પછી વર્ણવવામાં આવશે.
શ્લોકના ઉત્તરાદ્ધથી “ચિત્તનું સ્વરૂપ વર્ણવાય છે. તેનો આશય એ છે કે - જ્યારે જે અવિકારી હોતે છતે દ્રા પુરુષ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવમાં અવસ્થિત બને છે; તે ચિત્ત છે. આમ તો દ્રષ્ટા-પુરુષ શુદ્ધ ચેતન અને પુષ્કરપત્રની જેમ નિર્લેપ છે. પરંતુ બુદ્ધિ (ચિત્ત) દ્વારા ગ્રહણ કરાયેલા બાહ્ય અને અત્યંતર(ઘટાદિ અને કામાદિ) - વિષયોનું પ્રતિબિંબ (ચિતછાયાનો સંક્રમ); અવિવેક(ભેદજ્ઞાનનો અભાવ)ના કારણે દ્રષ્ટા પુરુષમાં પડતું હોવાથી જપાપુષ્પના સંનિધાનમાં વર્તતી લાલાશના કારણે શુદ્ધ સ્ફટિકની જેમ જ પુરુષમાં વૃત્તિઓનું દર્શન થતું હોય છે. પરંતુ ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવાથી પ્રાપ્ત વિવેકખ્યાતિભેદજ્ઞાન)ના કારણે હવે ચિસંક્રમ થતો નથી. તેમ જ વિષયાકાર પરિણત થવાનો પરિણામ પણ; કર્વાભિમાનની નિવૃત્તિ થવાથી છૂટી જાય છે. તેથી પુરુષનું સ્વરૂપમાં અવસ્થાને થાય છે. સત્વ, રજસ્ અને તમસ આ ત્રણ ગુણવાળી પ્રકૃતિનો પરિણામ બુદ્ધિ છે. તેને જ અહીં
૧૧૨
પાતંજલ યોગલક્ષણ બત્રીશી
Page #116
--------------------------------------------------------------------------
________________
યોગસૂત્રમાં ચિત્તસ્વરૂપે વર્ણવાય છે. સામાન્ય રીતે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષ, પ્રકૃતિ અને બુદ્ધિ તત્ત્વને સમજવા માટે અન્યદર્શનપ્રસિદ્ધ શુદ્ધ આત્મા, કર્મ અને મનનો વિચાર કરવાથી ચોક્કસ રીતે તેનો ખ્યાલ આવી શકશે. પુરુષમાં બુદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થનારી પ્રકૃતિના કારણે પુરુષને કર્જત્વનું અભિમાન હતું. એમાં મુખ્યપણે વિવેકખ્યાતિનો અભાવ પ્રયોજક હોય છે. વિવેકખ્યાતિની વ્યુત્પત્તિથી જયારે કર્તૃત્વનું અભિમાન દૂર થાય છે, ત્યારે આત્મા-પુરુષ-દ્રષ્ટા સ્વસ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ વાત “તા : ખેડવાન' 9-રૂા આ સૂત્રમાં જણાવી છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થયે છતે દ્રષ્ટા-પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. આથી સમજી શકાશે કે જેની અવિકારી અવસ્થામાં પુરુષનું સ્વ-સ્વરૂપમાં અવસ્થાન થાય છે તે ચિત્ત છે. આનો અર્થ એવો નથી કે તે પૂર્વે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન હતું નહિ. કારણ કે તેમ માનવાથી પુરુષમાં પરિણામિત્વ માનવાનો પ્રસંગ આવશે. સાંખ્યાદિની માન્યતા મુજબ પુરુષ કૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ તેમાં પરિવર્તન આવતું નથી. જપાપુષ્પના સંનિધાનમાં પ્રતીયમાન સ્ફટિકની રક્તતાની જેમ જ વિવેકખ્યાતિના અભાવે ચિત્તની વૃત્તિઓ દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થતી હોય છે, પરંતુ તે અતાત્ત્વિક છે. ચિત્તની વૃત્તિઓ જલના તરંગોની જેમ જ ચિત્તમાં વિલીન થાય છે, ત્યારે તે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. ચિત્તની ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ... ઈત્યાદિ અનેક અવસ્થાઓ છે. જિજ્ઞાસુઓએ તે અન્ય ગ્રંથથી જાણી લેવું જોઇએ. અહીં તો પ્રકૃતોપયોગી અંશનું જ નિરૂપણ કર્યું છે. ૧૧-૧ | ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયો ન હોય ત્યારે ચિત્તનું સ્વરૂપ કેવું હોય છે તે જણાવાય છે
आपन्ने विषयाकारं, यत्र चेन्द्रियवृत्तितः ।
पुमान् भाति तथा चन्द्रश्चलनीरे चलन् यथा ॥११-२॥ आपन्न इति-यत्र चेन्द्रियवृत्तित इन्द्रियवृत्तिद्वारा । विषयाकारमापन्ने विषयाकारपरिणते सति । पुमान् पुरुषस्तथा भाति । यथा चलन्नीरे चलन् चन्द्रः स्वगतधर्माध्यारोपाधिष्ठानत्वेन प्रतीयत इत्यर्थः । તથા ૨ સૂä–“વૃત્તિવામિતરતિ” [9-૪] 199-૨
ઇન્દ્રિયોની વૃત્તિઓ દ્વારા જે વિષયાકાર પરિણત થયે છતે; ચાલતા પાણીમાં ચંદ્ર જેમ ચાલતો દેખાય છે; તેમ પુરુષ દેખાય છે...... (તે ચિત્ત છે. શ્લોક નં. ૩માં એનો સંબંધ છે.) - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધના કારણે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે ચિત્તના વિષયાકાર પરિણામ છે. તેને લઇને પુરુષમાં પણ અવિવેકના કારણે વૃત્તિઓનું સારૂપ્ય વર્તાય છે. ઘટપટાદિ બાહ્ય વિષયાકાર પરિણત ચિત્ત અને કામક્રોધાદિ સ્વરૂપ અત્યંતર પરિણામોથી પરિણત ચિત્તનું પ્રતિબિંબ વિવેકખ્યાતિના અભાવે દ્રષ્ટા-પુરુષમાં પડે છે ત્યારે વહેતા પાણીના પ્રવાહમાં, સ્થિર એવો પણ ચંદ્ર જેમ ચાલતો દેખાય
એક પરિશીલન
૧૧૩
Page #117
--------------------------------------------------------------------------
________________
છે તેમ સ્વગત-ધર્માધ્યારોપના અધિષ્ઠાનરૂપે પુરુષ પ્રતીત થાય છે. ચિત્તમાં રહેલી (પાણીમાં રહેલી)વૃત્તિઓ(ચાલવાની ક્રિયા)ના અધ્યારોપનું અધિષ્ઠાન(આશ્રય) પુરુષ(ચંદ્ર) બને છે.
“વૃત્તિસામતસ્ત્ર' I9-૪ના આ યોગસૂત્ર દ્વારા ઉપર જણાવેલી વાતને જણાવતાં જણાવ્યું છે કે વ્યુત્થાનદશામાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થયેલો ન હોવાથી ઇન્દ્રિય અને વિષયના સંયોગાદિના કારણે ચિત્તમાં શાંત, ઘોર અને મૂઢ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તેવા રૂપથી જ ત્યારે પુરુષ પ્રતીત થાય છે. બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા છે તે વિષયો બુદ્ધિ પુરુષને બતાવે છે. તેથી બુદ્ધિ-ચિત્તના સમાન સ્વરૂપથી પુરુષ પ્રતીત થાય છે. ચિત્તની તે તે વૃત્તિઓ પુરુષમાં ઔપાલિક છે. પુરુષ તો ચેતનસ્વરૂપ જ છે. જ્ઞાનાદિ ધર્મો બુદ્ધિના જ છે, પુરુષના નહિ. પુરુષ અને ચિત્તના અવિવેકના કારણે વૃત્તિઓનું સાપ્ય દ્રષ્ટા-પુરુષમાં પ્રતીત થાય છે. ૧૧-રા ચિત્તનું વર્ણન કરીને હવે તેની વૃત્તિઓનું વર્ણન કરાય છે
तच्चित्तं वृत्तयस्तस्य, पञ्चतय्यः प्रकीर्तिताः ।
मानं भ्रमो विकल्पश्च, निद्रा च स्मृतिरेव च ॥११-३॥ तदिति-तच्चित्तं तस्य वृत्तिसमुदायलक्षणस्य अवयविनोऽवयवभूताः पञ्चतय्यो वृत्तयः प्रकीर्तिताः । તકુ$–“વૃત્તય: ચિતઃ વિજ્ઞMવિસ્તષ્ઠા:” ાિં ૨૩૩] [ 9-4 વિક્તા:) વિજ્ઞાઃ વક્તશાન્તિાस्तद्विपरीता अपि तावत्य एव । ता एवोद्दिशति-मानं प्रमाणं, भ्रमो, विकल्पो, निद्रा, च स्मृतिरेव च । તવાદ–“પ્રમાવિપવિત્પનિદ્રા: મૃતયઃ” [૧-૬] 199-રૂા
જે અવિકારી હોતે છતે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે અને જેની વ્યુત્થાનદશામાં (અસમાધિદશામાં) પુરુષ ચલાયમાન (અસ્થિર) પ્રતીત થાય છે, તે ચિત્ત છે. વૃત્તિઓના સમુદાય સ્વરૂપ તે ચિત્ત સ્વરૂપ અવયવીના અવયવભૂત વૃત્તિઓ પાંચ છે; જેના અનુક્રમે માન, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ - આ નામ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “વૃત્ત: પકૃતઃ વિસ્તાવિત્તદા: ૧-૧ આ સૂત્રમાં જણાવ્યા મુજબ વૃત્તિઓ પાંચ છે અને તેના દરેકના ક્લિષ્ટ અને અશ્લિષ્ટ એવા બે બે ભેદો છે.
તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓ ઉપર જણાવ્યા મુજબ પાંચ જ નથી; પરંતુ લજજા, તૃષ્ણા આદિ અસંખ્ય વૃત્તિઓ છે. ચિત્તના તે તે પરિણામો અસંખ્ય છે. તેથી તે સ્વરૂપ વૃત્તિઓ પણ અસંખ્ય છે. પ્રકૃતિ સ્થળે નિરોધ કરવા યોગ્ય વૃત્તિઓનું વર્ણન કરવાનો અભિપ્રાય હોવાથી માન, ભ્રમ... વગેરે સ્વરૂપ પાંચ જ વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. એ વૃત્તિઓના નિરોધથી સર્વ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે. એ પાંચ વૃત્તિઓના દરેકના બે બે પ્રકાર છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. જે વૃત્તિ; ધર્મ-અધર્મ-વાસનાના સમુદાયને ઉત્પન્ન કરીને અવિદ્યાદિ ક્લેશને ઉત્પન્ન કરે છે, તેને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે અને જે વૃત્તિઓ પ્રકૃતિ-પુરુષના ૧૧૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #118
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરે છે; તે વૃત્તિઓ અક્લિષ્ટ છે. તે ગુણાધિકારની વિરોધિની છે. ધર્મ અને અધમદિને ઉત્પન્ન કરવા દ્વારા આગામી જન્મનો આરંભ કરવો તે ગુણાધિકાર છે. વિવેકઞાતિના ઉદય(પ્રાદુર્ભાવ)થી એ ગુણાધિકારનો અંત આવે છે. તેથી વિવેકખ્યાતિપ્રયોજક સાત્ત્વિક વૃત્તિઓ ગુણાધિકારની વિરોધિની છે. પાંચ વૃત્તિઓનો નામમાત્રથી નિર્દેશ શ્લોકના ઉત્તરાર્ધથી કર્યો છે. નાવિવિજ્યનિદ્રામૃત: 19-દા આ યોગસૂત્રમાં એવો નિર્દેશ કરાયો છે. I૧૧-all
आसां क्रमेण लक्षणमाहપાંચ પ્રકારની વૃત્તિઓનાં અનુક્રમે લક્ષણો કહેવાય છે
मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिभ्रमः ।
पुंसश्चैतन्यमित्यादौ, विकल्पोऽवस्तुशाब्दधीः ॥११-४॥ मानमिति-मानं यथार्थं तद्वति तदवगाहि ज्ञानं स्यात् । तदाह-“अविसंवादि ज्ञानं प्रमाणमिति" भ्रमोऽतस्मिंस्तदभाववति तन्मतिः, यदाह-“विपर्ययो मिथ्याज्ञानमतद्पप्रतिष्ठं [१-८]” संशयोऽपि स्थाणुर्वा पुरुषो वेत्यतद्पप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति । पुंसश्चैतन्यमित्यादौ अवस्तुविषया शाब्दधीविकल्पः । अत्र हि देवदत्तस्य कम्बल इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, तमिहाविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः । वस्तुतस्तु चैतन्यमेव पुरुष इति । तदाह-“शब्दज्ञानानुपाती वस्तुशून्यो [ऽसदर्थव्यवहारविषयो] विकल्प [१-९]” इति । भ्रमविशेष एवायमस्त्विति चेन्न, तथाविधशब्दजन्यजनकभावेनास्य विलक्षणत्वाद्, विषयाभावज्ञानेऽपि प्रवृत्तेश्च । यदोजः-“वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स વિવેકા ન્યુચ્યતે” રૂતિ I99-૪||
“યથાર્થજ્ઞાનને માન-પ્રમાણ કહેવાય છે. અતસ્મિનું અર્થાત્ તદભાવવમાં તેની બુદ્ધિને ભ્રમ કહેવાય છે અને “પુરુષનું ચૈતન્ય'.. ઇત્યાદિ અવસ્તુને જણાવનારી શબ્દજન્ય બુદ્ધિને વિકલ્પ કહેવાય છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ઘટવાદિ ધર્મવ(ઘટાદ)માં ઘટવાદિનું જે જ્ઞાન છે તેને માન-પ્રમાણ કહેવાય છે. અન્યત્ર એ પ્રમાણે જણાવાયું છે કે “અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.” ઘટતાદિના અભાવવાળા પટાદિમાં ઘટત્યાદિનું જે જ્ઞાન છે તેને ભ્રમ-વિપર્યય કહેવાય છે. “વિપર્યયો મિથ્યાજ્ઞાનમતિદૂષપ્રતિષ્ઠ' 9-૮ આ યોગસૂત્રથી મિથ્યાજ્ઞાનને વિપર્યયસ્વરૂપે વર્ણવ્યું છે; જે મિથ્યાજ્ઞાન, અસ્વરૂપ પ્રતિષ્ઠ છે. કહેવાનો આશય એ છે કે સાદિવિષયમાં જે સપાદિનું જ્ઞાન થાય છે; તે પ્રમાત્મક છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા કોઈ જ્ઞાનથી તે બાધિત થતું નથી. તેથી તે જ્ઞાન સ્વરૂપ પ્રતિષ્ઠ બની રહે છે. પરંતુ દોરડાદિવિષયમાં થનારું જે સર્પ વગેરેનું જ્ઞાન છે; તે ભ્રમ-વિપર્યયસ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા દોરડાદિના યથાર્થજ્ઞાનથી તેનો બાધ થાય છે. તેથી
એક પરિશીલન
૧૧૫
Page #119
--------------------------------------------------------------------------
________________
તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બનતું નથી. આથી સમજી શકાશે કે જે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા યથાર્થ જ્ઞાનથી એ પૂર્વજ્ઞાનનો બાધ થાય છે તે અતદ્રુપપ્રતિષ્ઠજ્ઞાન ભ્રમ-વિપર્યય છે. ‘આ સ્થાણુ છે કે પુરુષ છે' ઇત્યાદિ સંશયાત્મક જ્ઞાન પણ અતદ્રુપપ્રતિષ્ઠ હોવાથી તેનો સમાવેશ વિપર્યયમાં જ કરાય છે. સંશયાત્મક જ્ઞાન વિપર્યયજ્ઞાનવિશેષ સ્વરૂપ છે.
પુંસશૈતન્ય... ઇત્યાદિ શ્લોકાર્ધથી વિકલ્પસ્વરૂપ વૃત્તિનું વર્ણન કરાય છે. આશય એ છે કે પુરુષનું ચૈતન્ય છે... ઇત્યાદિ વાક્યોથી ઉત્પન્ન થનાર શાબ્દબોધ અવસ્તુવિષયક છે. એ અવસ્તુવિષયક શાબ્દબોધને વિકલ્પ કહેવાય છે. ‘દેવદત્તની કામળી’ ઇત્યાદિ વાક્યોમાં દેવદત્ત અને કામળી : એ બંન્ને ભિન્ન છે - એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિના કારણે શાબ્દબોધમાં જેમ ભેદનું ગ્રહણ (જ્ઞાન) થાય છે; તેમ પુરુષનું ચૈતન્ય... ઇત્યાદિ વાક્યથી પણ પુરુષ અને ચૈતન્ય : એ બેમાં પણ ભેદ અધ્યવસિત થાય છે, જે ખરેખર તો વિદ્યમાન જ નથી. પુરુષ ચૈતન્યસ્વરૂપ જ છે. તેનાથી તે ભિન્ન નથી. અવિદ્યમાન એવા ભેદનો આરોપ કરીને પુંસશૈતન્યમ્ ઇત્યાદિ અવસ્તુવિષયક અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ ચૈતન્ય જ પુરુષ છે. આ વાતને, ‘શવજ્ઞાનાનુપાતી વસ્તુશૂન્યો (પ્રસવવિષયો) વિત્ત્ત:’ II9-૬II આ યોગસૂત્રથી જણાવી છે. શબ્દને સાંભળ્યા પછી વસ્તુથી શૂન્ય જે જ્ઞાનસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તેને વિકલ્પ કહેવાય છે.
વિકલ્પ, વસ્તુશૂન્ય બોધસ્વરૂપ હોવાથી ભ્રમવિશેષ સ્વરૂપ છે - એ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શબ્દજન્યજ્ઞાનજનક હોવાથી વિકલ્પને ભ્રમસ્વરૂપ માનતા નથી. પુંસÊતન્યમ્... ઇત્યાદિ વાક્યજન્ય જ્ઞાનથી પુરુષથી ભિન્ન એવા ‘ચૈતન્ય’નો વિકલ્પાત્મક બોધ થાય છે. યદ્યપિ સામગ્રીવિશેષથી વિકલ્પાત્મક બોધ થાય છે, એટલા માત્રથી તેને ભ્રમથી ભિન્ન માનવાની જરૂર નથી. પરંતુ અહીં વિકલ્પસ્થળે વિષયનો અભાવ હોય છે. તેનું (વિષયાભાવનું) જ્ઞાન થવા છતાં તેવો બોધ થાય છે અને તેવા શબ્દપ્રયોગાત્મક વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. આ વાતના અનુસંધાનમાં શ્રી ભોજે કહ્યું છે કે વસ્તુની વસ્તુતાની અપેક્ષા રાખ્યા વિના જે અધ્યવસાય પ્રવર્તે છે, તેને વિકલ્પ કહેવાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પૂર્વે જણાવ્યા મુજબ જેના ઉત્તરકાળમાં થનારા પ્રમાત્મકજ્ઞાનથી જેનો બાધ થાય છે તે ભ્રમ છે. વિકલ્પસ્થળે આવું બનતું નથી. પુરુષનું ચૈતન્ય ન હોવાનું ખબર હોવા છતાં પુંસશ્વેતત્ત્વમ્ ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તમાન છે. ચૈતન્યાભાવવત્ પુરુષમાં ચૈતન્યનું જ્ઞાન થતું હોવાથી તે પ્રમાત્મક પણ નથી. ચૈતન્ય કે તેનો અભાવ... ઇત્યાદિની અપેક્ષા (વિચારણા) વિના જ પ્રવર્તમાન એ ચિત્તવૃત્તિ વિકલ્પસ્વરૂપ છે. ।૧૧-૪ નિદ્રાસ્વરૂપ ચિત્તવૃત્તિનું વર્ણન કરાય છે—
૧૧૬
निद्रा च वासनाभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ॥११- ५ ॥
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #120
--------------------------------------------------------------------------
________________
निद्रा चेति-अभावप्रत्ययालम्बना भावप्रत्ययालम्बनविरहिता वासना च निद्रा स्मृता । सन्ततमुद्रिक्तत्वात्तमसः । समस्तविषयपरित्यागेन या प्रवर्तत इत्यर्थः । तदाह-“अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा” [१-१०] । इयं च जागरे जाग्रदवस्थायां स्मृतिदर्शनात् ‘सुखमहमस्वाप्सम्' इति स्मृत्यालोचनात् सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।।११-५॥
“અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિને નિદ્રા કહેવાય છે. જાગ્રદ્ અવસ્થામાં સ્મૃતિ થતી હોવાથી સુખાદિવિષયક આ નિદ્રા વૃત્તિ છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમોગુણથી સતત ઉદ્રિક્ત અવસ્થા હોવાથી આ અવસ્થામાં ચિત્ત ઇન્દ્રિય અને વિષયના સંયોગના અભાવે વિષયાકાર પરિણામ પામતું નથી. તેથી ભાવપ્રત્યયના (ભાવવિષયક ઘટાદિજ્ઞાનના) આલંબનથી રહિત નિદ્રા છે. તે વખતે ચિત્ત સમસ્ત શબ્દાદિ વિષયનો પરિત્યાગ કરીને પ્રવર્તે છે. “સમાવપ્રત્યયાન્વિના વૃત્તિનિંદ્રા' 19-૧૦ની આ યોગસૂત્રથી નિદ્રાને અભાવપ્રત્યયના આલંબનવાળી ચિત્તવૃત્તિ તરીકે વર્ણવી છે. બાહ્યઘટાદિજ્ઞાનના આલંબનથી રહિત હોવા છતાં નિદ્રા-અવસ્થામાં સુખાદિવિષયકજ્ઞાનનું આલંબન હોય છે. અન્યથા સર્વ રીતે જ્ઞાનના આલંબનથી રહિત નિદ્રાને માની લેવાય તો જાગ્રતા અવસ્થામાં “હું સુખેથી સૂઈ ગયો'... ઇત્યાદિ જે સ્મૃતિ થાય છે, તે અનુપપન્ન બનશે. કારણ કે શયનાવસ્થામાં સુખાદિનો અનુભવ કર્યો ન હોય તો તેનું સ્મરણ જાગ્રત અવસ્થામાં ઉપપન્ન નહીં બને. ઉદ્રિક્ત તમોવસ્થામાં આંશિક સાત્ત્વિકભાવ કે રજોભાવ ભળે ત્યારે નિદ્રાવસ્થામાં સુખ કે દુઃખનો અનુભવ થાય છે, જેનું કાલાંતરે જાગ્રદેવસ્થામાં સ્મરણ થાય છે. ૧૧-પા હવે ક્રમપ્રાપ્ત સ્મૃતિસ્વરૂપ વૃત્તિનું અને તેના નિરોધનું નિરૂપણ કરાય છે
तथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ॥११-६॥
तथेति-तथाऽनुभूतविषयस्य प्रमाणविपर्ययविकल्पनिद्रानुभूतार्थस्य असम्प्रमोषः संस्कारद्वारेण बुद्धावुपारोहः स्मृतिः स्मृता । तदाह-"अनुभूतविषयासम्प्रमोषः स्मृतिरिति” [१-११] । आसामुक्तानां पञ्चानामपि वृत्तीनां । हेतौ स्वकारणे । शक्त्याशक्तिरूपतया । अन्तर्बाह्याभिनिवेशनिवृत्त्याऽन्तर्मुखतया स्थितिरवस्थानं बहिर्हतिः प्रकाशप्रवृत्तिनियमरूपविघातः । एतदुभयं निरोध उच्यते ॥११-६।।
“તેમ જ અનુભવેલા વિષયને જાળવી રાખવા, તેને સ્મૃતિ કહેવાય છે. પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ એટલે વૃત્તિઓના હેતુમાં અંદર લીન થવું અને બહાર પ્રગટ ન થવું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રમાણ, વિપર્યય (ભ્રમ), વિકલ્પ અને નિદ્રાદિથી અનુભવેલો જે વિષય છે; તેને તે સ્વરૂપે સંસ્કાર દ્વારા ચિત્તમાં સ્થાપન
એક પરિશીલન
૧૧૭
Page #121
--------------------------------------------------------------------------
________________
કરી રાખવા સ્વરૂપ સ્મૃતિ છે. “અનુમૂવિષયાસક્યુમોઃ સ્મૃતિ' 9-99ો આ યોગસૂત્રમાં એ વાત જણાવેલી છે.
ઇન્દ્રિયાદિ દ્વારા અનુભવેલા ઘટપટાદિ વિષયોના સંસ્કાર પડે છે અને તે સ્વરૂપે કાલાંતરે તે વિષયો પ્રતીત થાય છે. આ રીતે ચિત્તમાં-બુદ્ધિમાં અનુભવેલા વિષયોનો જે ઉપારોહ થાય છે તેને સ્મૃતિ કહેવાય છે. અહીં એટલું યાદ રાખવું જોઇએ કે વિષયોનું આધિક્ય સ્મૃતિમાં હોતું નથી. અનુભૂત વિષયોથી અધિક વિષય સ્મૃતિમાં હોતા નથી. સંસ્કારની મંદતાદિના કારણે વિષયોની અલ્પતા હોય એ બને, પરંતુ અનુભૂતવિષયથી અધિક વિષય, સ્મૃતિના નથી.
ચિત્તની આ પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં જે અંતરવસ્થાન અને બહિર્લનન (વ્યાઘાત) છે; તેને વૃત્તિનિરોધ કહેવાય છે. બાહ્ય ઘટાદિ વિષયોના અભિનિવેશની નિવૃત્તિ થવાથી ચિત્તની બાહ્ય અને અત્યંતર વૃત્તિઓનો નિરોધ થાય છે. તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે ચિત્તમાં વિલીન થતી હોય છે. ચિત્ત અંતર્મુખ હોય છે. વિષયાકાર પરિણતિને ધારણ કરવાના કાર્યમાં અન્વિત હોતું નથી. તેથી તે વખતે વૃત્તિઓ શક્તિસ્વરૂપે જ અવસ્થિત હોય છે. નદીના પ્રવાહનું પાણી જે બહાર જતું હતું તેને પાળ વગેરે બાંધીને જેમ નદીમાં જ સમાવાય છે તેમ ચિત્તની વૃત્તિઓને પ્રયત્નવિશેષથી ચિત્તમાં જ સમાવાય છે. વૃત્તિઓનું આ રીતે શક્તિરૂપે અંતર્મુખ સ્વરૂપથી જે અવસ્થાન છે, તે વૃત્તિનિરોધ છે તેમ જ ઇન્દ્રિયો દ્વારા ચિત્ત ઘટાદિના જ્ઞાન સ્વરૂપ પ્રકાશની પ્રવૃત્તિનું જે નિયમન કરતું હતું; તે ચિત્તસ્વરૂપનો વિઘાત વૃત્તિ-નિરોધ સ્વરૂપ છે. '
અહીં એ સમજી લેવું જોઈએ કે સૂત્રમાં માત્ર ચિત્તવૃત્તિના વિરોધને જ યોગસ્વરૂપે વર્ણવ્યો છે. પરંતુ ખરી રીતે ક્લેશ(અવિદ્યાદિ)જનક વૃત્તિઓનો નિરોધ જ યોગ છે. તેથી તે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ કે વિક્ષિપ્ત અવસ્થામાં વૃત્તિવિશેષનો નિરોધ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માનવામાં આવતું નથી અને ચિત્તની એકાગ્ર કે નિરુદ્ધ અવસ્થામાં શુદ્ધ સાત્ત્વિક વૃત્તિઓ હોવા છતાં ત્યાં યોગનું અસ્તિત્વ માની શકાય છે. અપ્રશસ્ત મન-વચન-કાયાના યોગના નિરોધને સમજનારા અહીં ચિત્તની વૃત્તિઓના નિરોધને પણ સારી રીતે સમજી શકશે. I/૧૧-૬ll વૃત્તિઓનો નિરોધ કઈ રીતે થાય છે - તે જણાવાય છે
सचाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यासः स्थितौ श्रमः ।
दृढभूमि स च चिरं, नैरन्तर्यादराश्रितः ॥११-७।। स चेति-स चोक्तलक्षणो निरोधश्च । अभ्यासाद् वैराग्याच्च भवति । तदुक्तं-“अभ्यासवैराग्याभ्यां तन्निरोध इति” [१-१२] । तत्राभ्यासः, स्थितौ वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठे परिणामे, श्रमो यनः पुनः पुनस्तथात्वेन चेतसि निवेशनरूपः । तदाह-“तत्र स्थितौ यलोऽभ्यास इति" [१-१३] । स च चिरं
૧૧૮
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #122
--------------------------------------------------------------------------
________________
चिरकालं नैरन्तर्येण आदरेण चाश्रितो दृढभूमिः स्थिरो भवति । तदाह-स तु दीर्घकालनैरन्तर्यसत्कारसेवितो દઢમૂરિતિ [9-૧૪] I99-છા
પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપની સ્થિતિના વિષયમાં જે શ્રમ કરાય છે તેને અભ્યાસ કહેવાય છે. લાંબા કાળ સુધી સતત અને આદરપૂર્વક તે કરાય તો તે સ્થિર બને છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ચિત્તની પ્રમાણાદિ વૃત્તિઓનો નિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. આમ તો અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જ પ્રતીત છે. સાંખ્યાદિની પરિભાષાથી એ સમજી લેવાનું આવશ્યક છે.
“અભ્યાસવૈરાશ્યામ્યાં તન્નરોધ:' 9-૧૨ા આ યોગસૂત્રથી જણાવ્યું છે કે અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. સામાન્ય રીતે ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ બે પ્રકારનો છે – એક પાપાવહ અને બીજો કલ્યાણાવહ છે. નદીનો પ્રવાહ અત્યંત વેગવાળો હોય ત્યારે પ્રથમ પાળ વગેરે બાંધી તેને અટકાવવો પડે છે અને પછી નીક વગેરે દ્વારા વિરક્ષિત સ્થાને તેને લઈ જવાય છે. આવી જ રીતે અહીં પણ સ્વભાવથી જ ચિત્તની વૃત્તિઓ વિષયના ગ્રહણાદિમાં પ્રવર્તતી હોય છે. એ વૃત્તિઓનો પ્રવાહ પાપાવહ છે. વિષયોના દોષાદિના જ્ઞાનથી તેને અટકાવી શકાય છે અને ત્યાર પછી તેને વિવેકાદિથી મોક્ષ તરફ લઈ જવાય છે. તે અનુક્રમે વૈરાગ્ય અને અભ્યાસથી શક્ય બને છે.
વૃત્તિનિરોધનાં એ બંન્ને કારણોમાંના અભ્યાસનું સ્વરૂપ શ્લોકમાં તત્રાભ્યાસ... ઈત્યાદિ પદોથી જણાવ્યું છે. ક્લેશજનક વૃત્તિઓથી રહિત બનેલા ચિત્તને તેના સ્વરૂપાત્મક પરિણામમાં સ્થિર કરવા ચિત્તમાં એ પરિણામનો વારંવાર નિવેશ કરવો તે અભ્યાસ છે. “તત્ર સ્થિતી યત્નોડાઃ ' I9-9રા આ યોગસૂત્રથી અભ્યાસનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે પૂર્વે જણાવેલી ચિત્તવૃત્તિઓની નિરોધ અવસ્થામાં સ્થિર થવા માટે યોગનાં અંગભૂત યમ અને નિયમ(પાંચ વ્રતો અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન)માં પ્રયત્ન કરવા સ્વરૂપ અભ્યાસ છે.
આ અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અને શ્રદ્ધાદિ - આદરપૂર્વક કરવાથી દઢ-સ્થિર બને છે. આશય એ છે કે આ ચિત્ત વ્યુત્થાનકાળના સંસ્કારોથી અનાદિકાળથી ચંચળતાને જ ધારણ કરતું આવ્યું છે. તેથી ચંચળતા તો ચિત્તનો સ્વાભાવિક ધર્મ જ બની ગયો છે. તેની તે ચંચળતા, અલ્પકાળસાધ્ય એવા ક્ષણિક એવા કોઈ ઉપાયથી દૂર થઇ જાય એ સંભવિત નથી. તેથી જે ઉપાયથી ચિત્તની ચંચળતા દૂર થઈ જાય અને તે સ્થિરતાને પ્રાપ્ત કરે એવો ઉપાય આચર્યા વિના છૂટકો નથી. અભ્યાસની દઢતા સિવાય એવો કોઈ ઉપાય નથી. યમ અને નિયમ વગેરે યોગનાં અંગભૂત અનુષ્ઠાનો; અલ્પકાળ માટે, સાતત્યના અભાવવાળા અને શ્રદ્ધા-તિતિક્ષાદિ સ્વરૂપ આદર વિના કરવાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થતી નથી. તેથી તે અનુષ્ઠાનો લાંબા કાળ સુધી નિરંતર શ્રદ્ધાદિ
એક પરિશીલન
૧૧૯
Page #123
--------------------------------------------------------------------------
________________
આદરપૂર્વક જ કરવાં જોઈએ, જેથી અભ્યાસ દઢભૂમિવાળો મજબૂત બને છે, જેથી ચિત્તની એકાગ્રતા બની રહે છે. દઢભૂમિવાળા અભ્યાસ વિના ચિત્ત એકાગ્ર બની શકતું નથી. //૧૧-ળા વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવાય છે–
या वशीकारसंज्ञा स्याद, दृष्टानुश्रविकार्थयोः ।
वितृष्णस्यापरं तत् स्याद्, वैराग्यमनधीनता ॥११-८॥ येति-दृष्ट इहैवोपलभ्यमानः शब्दादिः, आनुश्रविकश्च अर्थो देवलोकादिः । अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवो वेदस्ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः । तयोः । परिणामविरसत्वदर्शनात् । वितृष्णस्य विगतगर्द्धस्य या वशीकारसंज्ञा “ममैवैते वश्या नाहमेतेषां वश्यः” इत्येवं विमर्शात्मिका । तदपरं वक्ष्यमाणपरवैराग्यात्पाश्चात्यं वैराग्यं स्याद् । अनधीनता फलतः पराधीनताभावरूपं । तदाह-“दृष्टानुश्रविकવિષયવૈતૃળ્યસ્થ વશીવકારસ્તંજ્ઞા વૈરાથમિતિ” [999] I99-૮
“વિષયની તૃષ્ણાથી રહિત ચિત્તને આ લોક સંબંધી અને પરલોકસંબંધી પદાર્થોમાં જે વશીકારસંજ્ઞા છે તે અનધીનતા સ્વરૂપ અપર વૈરાગ્ય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ લોકમાં ઉપલબ્ધ - દષ્ટ અર્થ શબ્દ, ગંધ, રૂપ વગેરે છે અને ગુરુદેવશ્રીના મુખે સાંભળવાના હોવાથી વેદને અનુશ્રવ કહેવાય છે. તેથી તે વેદથી ઉપલબ્ધ દેવલોકાદિ આનુશ્રવિક પદાર્થો છે. એ બન્નેમાં વિરસતાનું જ્ઞાન થવાથી તૃષ્ણાથી રહિત થયેલા ચિત્તને “આ દષ્ટ અને આનુગ્રવિક અર્થ મારે જ વશ છે. હું એને વશ નથી. આવા પ્રકારની વિમર્શસ્વરૂપ વશીકાર સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ વશીકારસંજ્ઞાને અપર વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્ય; પછી થનારા પર વૈરાગ્યની પૂર્વેનો હોવાથી અપર વૈરાગ્ય છે. અપર વૈરાગ્યના કારણે પરાધીનતાનો અભાવ થાય છે. સ્વ-આત્માને છોડીને બીજા બધા પર પદાર્થોની આધીનતા રહેતી ન હોવાથી ફળની અપેક્ષાએ અપરવૈરાગ્ય અનધીનતા સ્વરૂપ છે.
આ વાત “કૃષ્ટીનુચિવિષયતૃખ્ય વશીસંજ્ઞા વેરાયમ્' 9-9ો આ યોગસૂત્રથી પણ સમજી લેવી જોઇએ. દષ્ટ(શબ્દાદિ) અને આનુશ્રવિક(દેવલોકાદિ) પદાર્થ સ્વરૂપ વિષયોની તૃષ્ણાથી રહિત થયેલાને જે વશીકાર સંજ્ઞા થાય છે તેને વૈરાગ્ય કહેવાય છે.
' અહીં સમજી લેવું જોઇએ કે અપર વૈરાગ્યની પરાકાષ્ઠા એ વશીકારસંજ્ઞા છે. એના ગ્રહણથી એની પૂર્વે થનારા યતમાન, વ્યતિરેક અને એકેન્દ્રિય આ અપરવૈરાગ્યનું પણ ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે એ ત્રણની પ્રાપ્તિ વિના વશીકારસંલ્લાની પ્રાપ્તિ થતી નથી. સંસારના પદાર્થોમાં સારાસારનો નિર્ણય કરવા પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્રશ્રવણાદિમાં પ્રયત્ન કરવો તે, અપર વૈરાગ્યની યતમાન અવસ્થા છે. નિવૃત્ત થયેલા રાગાદિમલથી ચિત્તના બાકી રહેલા મલને ભિન્ન સ્વરૂપે જાણીને તેને દૂર કરવા તે, અપર વૈરાગ્યની વ્યતિરેક અવસ્થા છે અને જ્યારે
૧૨૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #124
--------------------------------------------------------------------------
________________
રાગાદિ ચિત્તમલો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરાવવા સમર્થ બનતા નથી, ત્યારે તે ચિત્તમાત્રમાં જ રહેલા (કાર્યરત નહીં થનારા) કોઈ કોઈ વાર સહેજ સહેજ ચિત્તને વિષયોમાં ઉત્કંઠિત કરતા રહે છે. ચિત્તની આ અવસ્થા એકેન્દ્રિય અપર વૈરાગ્યની છે. આ ત્રણ અવસ્થામાંથી પસાર થયા પછી ચિત્ત અપર વૈરાગ્યની ચોથી અવસ્થાનો અનુભવ કરે છે. ./૧૧-૮ અપર વૈરાગ્યનું વર્ણન કરીને હવે પર વૈરાગ્યનું નિરૂપણ કરાય છે–
तत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसंज्ञकम् ।
बहिर्वेमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ॥११-९॥ तदिति-जातपुंख्यातेरुत्पन्नगुणपुरुषविवेकख्यातेः । गुणवैतृष्ण्यसंज्ञकं गुणेष्वपि तृष्णाभावलक्षणं । यथार्थाभिधानं परं प्रकृष्टं । तद् वैराग्यं । तदाह-“तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यमिति [१-१६]" । प्रथम हि विषयविषयं, द्वितीयं च गुणविषयमिति भेदः । बहिर्बाह्यविषये वैमुख्यं दोषदर्शनजत्वात् प्रवृत्त्यभावलक्षणमुत्पाद्य वैराग्यमुपयुज्यते उपकाराधायकं भवति ।।११-९।।
“ઉત્પન્ન થયું છે. પુરુષખ્યાતિસ્વરૂપ જ્ઞાન જેને એવા આત્માને(ચિત્તને) ગુણોમાં પણ જે તૃષ્ણાનો અભાવ થાય છે, તે પર વૈરાગ્ય છે. બાહ્ય શબ્દાદિ વિષયોમાં વિમુખતાને ઉત્પન્ન કરી વૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં ઉપયોગી બને છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “પુરુષ ચેતન છે, શુદ્ધ છે, અનંત છે અને પ્રકૃતિ જડ છે, મલિન છે, સાંત છે. તેથી પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે.' આ રીતે ભિન્નસ્વરૂપે પુરુષનો જે સાક્ષાત્કાર થાય છે, તેને પંખ્યાતિ કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિના વિવેકનું જે જ્ઞાન; તેને પંખ્યાતિ કહેવાય છે. તેના કારણે ગુણોમાં પણ તૃષ્ણા રહેતી નથી. તેથી સત્ત્વાદિ ગુણોના કાર્યમાં તૃષ્ણાનો અભાવ થવાથી આ વૈરાગ્યને પર વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યનું પર' નામ તેના અર્થ મુજબ છે. આ વૈરાગ્ય અપર વૈરાગ્યની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. તેથી અર્થને અનુસરી તેને પર' તરીકે વર્ણવ્યો છે. ઔદયિક-ભાવના સુખના સાધનભૂત શબ્દાદિ વિષયોમાં જે વૈરાગ્ય છે અને કર્મજન્ય હોવાથી તેના ક્ષયોપશમભાવમાં તેમ જ તેનાથી પ્રાપ્ત થનારા અર્થમાં જે વૈરાગ્ય છે – એ બંન્નેમાં જેટલો ફરક છે એટલો ફરક અહીં અપર અને પર વૈરાગ્યમાં છે.
તત્પરં પુરુષ ધ્યા[વેતૃwથ' 9-9દ્દો આ યોગસૂત્રથી પર વૈરાગ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે પુરુષ અને પ્રકૃતિની ભિન્નતાનું જ્ઞાન થવાથી સંસાર ઉપર જે અભાવ થાય છે; તે પર વૈરાગ્ય છે. પ્રથમ અપર વૈરાગ્ય શબ્દાદિના વિષયમાં હતો અને આ બીજો, ગુણ(સત્ત્વાદિ)ના વિષયમાં છે. આટલો ભેદ-વિશેષ છે. બાહ્યવિષયોમાં દુષ્ટતા(દોષ)નું દર્શન કરાવીને ચિત્તની વિષયસંબંધી પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વિમુખતાને ઉત્પન્ન કરવા દ્વારા વૈરાગ્ય;
એક પરિશીલન
૧ ૨૧
Page #125
--------------------------------------------------------------------------
________________
ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવામાં ઉપયોગી બને છે. આથી સમજી શકાશે કે વૃત્તિઓના નિરોધ માટે પ્રથમ વૈરાગ્ય અપેક્ષિત છે અને પછી અભ્યાસ ઉપયોગી બને છે. ./૧૧-લા
વૃત્તિઓના વિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપયોગી બને છે તે જણાવીને હવે તેમાં અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે, તે જણાવાય છે–
निरोधे पुनरभ्यासो, जनयन् स्थिरतां दृढाम् ।
परमानन्दनिष्यन्दशान्तस्रोतःप्रदर्शनात् ॥११-१०॥ निरोध इति-निरोधे चित्तवृत्तिनिरोधे । अभ्यासः पुनदृढामतिशयितां स्थिरतामवस्थितिलक्षणां जनयन् । परमानन्दनिष्यन्दस्यातिशयितसुखार्णवनिर्झरभूतस्य शान्तस्रोतसः शान्तरसप्रवाहस्य प्रदर्शनादुपयुज्यते इत्यन्वयः । तत्रैव सुखमग्नस्य मनसोऽन्यत्र गमनायोगाद् । इत्थं च चित्तवृत्तिनिरोध इति योगलक्षणं सोपपत्तिकं व्याख्यातम् ।।११-१०॥
ચિત્તવૃત્તિઓના નિરોધમાં અભ્યાસ, અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણાના શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન કરાવતો હોવાથી ઉપયોગી બને છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં પૂર્વે જણાવેલો અભ્યાસ અત્યંત દઢ એવી સ્થિરતાને પ્રાપ્ત કરાવે છે.
એ વખતે શ્રેષ્ઠતમ સુખરૂપ સમુદ્રના ઝરણા સ્વરૂપ શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન થવાથી ચિત્ત સુખમાં મગ્ન બને છે. તેથી મનને બાહ્ય વિષયો તરફ જવાનું જ બનતું નથી. જેને
જ્યાં આનંદ આવે તેનાથી બીજે જવાનું તેને ન જ બને એ સમજી શકાય છે. આ રીતે ચિત્તની દઢ સ્થિરતા દ્વારા ચિત્તના નિરોધમાં (ચિત્તવૃત્તિનિરોધમાં) અભ્યાસ ઉપયોગી બને છે. શ્લોક નં. ૯માનું વૈરાયમુપયુચ અહીં રહેલા ૩૫યુચતે આ પદનો સંબંધ અહીં પણ સમજી લેવો.
અહીં સુધીના દશ શ્લોકોથી ચિત્તવૃત્તિનિરોધું તુ યોરામદ. ઇત્યાદિ વાતનું નિરૂપણ તેમની માન્યતા મુજબ સારી રીતે કર્યું. તેથી ચિત્તવૃત્તિનિરોધ: આયોગલક્ષણનું નિરૂપણ પૂર્ણ થયું../૧૧-૧૦ના
अथ तदूषयन्नाहચિત્તવૃત્તિનિરોધો યોજ: - આ યોગલક્ષણ વગેરેમાં દોષ જણાવાય છે
न चैतद् युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि ।
कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि धुवम् ॥११-११॥ न चैति-न चैतत् पूर्वोक्तं किञ्चिदपरिणामिनि आत्मनि युज्यते । तत्रात्मनि हि कूटस्थे एकान्तिकस्वभावे सति । असंसारः संसाराभाव एव स्यात्, पुष्करपत्रवनिर्लेपस्य तस्याविचलितस्वभावत्वात् ।
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૨૨
Page #126
--------------------------------------------------------------------------
________________
प्रकृतितद्विकारोपहितस्वभावे च तस्मिन् संसारदशायामभ्युपगम्यमाने । धुवं निश्चितममोक्षो मोक्षाभावो वा स्याद्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।।११-११॥
“આ પૂર્વે જણાવેલું કાંઇ પણ; આત્મા અપરિણામી હોવાથી ઘટતું નથી. આત્મા કૂટસ્થ હોતે છતે આત્માનો અસંસાર જ માનવો પડશે. તેમ જ ચોક્કસપણે તેના મોક્ષનો અભાવ માનવો પડશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનકારોએ આત્માને અપરિણામી માન્યો છે. આત્માનો એવો કોઈ જ પરિણામ ન હોવાથી પૂર્વે જણાવ્યા મુજબની કોઈ પણ વાત સંગત થતી નથી. કારણ કે આત્માનો એકાંતે એક સ્વભાવ માનવામાં આવે તો તે સ્વરૂપ ફૂટસ્થ આત્માને સંસારાભાવનો જ પ્રસંગ આવશે. પુષ્કર(કમલવિશેષ)ના પાંદડાની જેમ આત્મા (પુરુષ) સર્વથા નિર્લેપ હોવાથી આત્માના સ્વભાવમાં કોઈ પણ જાતિની વિચલિતતા નહીં આવે. તેથી આત્માનો તેવો નિર્લેપ સ્વભાવ માન્યા વિના પ્રકૃતિ અને તેના વિકાર(બુદ્ધિ વગેરે)ના ઔપાધિક સંબંધના કારણે તેનો(આત્માનો) અનાદિકાળથી સંસાર છે. અર્થાત અનાદિકાલીન એ ઔપાધિક સંબંધ સંસારદશામાં હોય છે એમ માનવાથી આત્માનો સંસાર સંગત છે. તેથી સંસારાભાવનો પ્રસંગ નહીં આવે. આવું યદ્યપિ કહી શકાય છે, પરંતુ તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ ન થવાનો પ્રસંગ આવશે. કારણ કે મોક્ષદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ થવાથી આત્માની કૂટસ્થતાની હાનિ થશે અને તે હાનિના નિવારણ માટે સંસારદશાના સ્વભાવનો ત્યાગ માનવામાં ન આવે તો મોક્ષના અભાવનો પ્રસંગ આવશે. તેથી સ્પષ્ટ છે કે આત્માને અપરિણામી માનવાના કારણે સંસાર અને મોક્ષ સંગત નથી.. ઈત્યાદિ વિચારવું. /૧૧-૧૧ સાંખ્યદર્શનમાં બીજું પણ જે અસંગત છે - તે જણાવાય છે–
प्रकृतेरपि चैकत्वे, मुक्तिः सर्वस्य नैव वा ।
जडायाश्च पुमर्थस्य, कर्तव्यत्वमयुक्तिमत् ॥११-१२॥ प्रकृतेरिति-प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्याद्, नैव वा कस्यचित् स्याद् । एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान्प्रति तथात्वाद्, एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रत्यतथात्वाद् । अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात् । किं चात्मनोऽव्याप्रियमाणस्य भोगसम्पादनार्थमेव प्रकृतिः प्रवर्तत इति भवतामभ्युपगमः । तदुक्तं-“द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः । [२-२०] तदर्थ एव दृश्यस्यात्मेति” [२-२१] जडायाश्च तस्याः पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् । “पुरुषार्थो मया कर्तव्य” इत्येवंविधाध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।।११-१२।।
“તેમ જ પ્રકૃતિને એક માનવાથી બધાની મુક્તિ થઈ જશે અથવા કોઇની પણ મુક્તિ નહીં થાય. બીજું જડ એવી પ્રકૃતિનું પુરુષના ભોગ માટેનું કર્તવ્યત્વ યુક્તિસંગત નથી.” - આ
એક પરિશીલન
૧૨૩
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે જેમ આત્માને અપરિણામી માનવામાં દોષ છે તેમ પ્રકૃતિને એક માનવામાં પણ દોષ છે. પ્રકૃતિને એક માનવાથી એક સાથે બધાનો મોક્ષ થઈ જશે અથવા તો કોઇનો જ મોક્ષ નહિ થાય. કારણ કે એક પુરુષની પ્રત્યે પાધિક સંબંધ વિલીન થઈ ગયો હોય તો બધાની પ્રત્યે પ્રકૃતિ તાદશ વિલીનસંબંધવાળી જ હોવી જોઇએ અને એક પુરુષની પ્રત્યે તેવી ન હોય તો બધાની પ્રત્યે પણ તેવી ન હોવી જોઇએ. તેથી કાં તો બધાની મુક્તિ થઈ જશે અને નહિ તો કોઈની પણ મુક્તિ નહીં થાય. અન્યથા કોઇની મુક્તિ થાય અને કોઇની મુક્તિ ન થાય તો પ્રકૃતિના સ્વભાવોમાં ભેદ પડવાથી પ્રકૃતિનો પણ ભેદ માનવાનો પ્રસંગ આવશે.
યદ્યપિ પ્રકૃતિ એક હોવા છતાં જે પુરુષને વિવેક-ખ્યાતિનો ઉદય થયો છે; તેની પ્રત્યે પ્રકૃતિ કે તેના વિકારાદિ અકિંચિકર હોવાથી તે પુરુષની મુક્તિ થઈ જાય છે, બધાની નહિ. તેથી પ્રકૃતિને એક માનવાથી બધાનો મોક્ષ કે મોક્ષાભાવ માનવાનો પ્રસંગ નહીં આવે. પરંતુ પ્રકૃતિ જડ હોવાથી પ્રકૃતિની પુરુષ માટેની પ્રવૃત્તિ યુક્તિસંગત નથી. આશય એ છે કે સાંખ્યોની માન્યતા મુજબ આત્મા-પુરુષ સર્વથા નિષ્ક્રિય છે. તેના ભોગ(સુખદુઃખાદિનો સાક્ષાત્કાર) સંપાદન માટે જ પ્રકૃતિ કાર્યરત છે. પુરુષ ચેતન છે પણ કર્તા નથી અને પ્રકૃતિ કાર્ય કરનારી છે પણ ચેતન નથી. આ વાત દ્રષ્ટા વૃશિમાત્રઃ શુદ્રોડનિ પ્રત્યયાનુપર:' ર-૨૦ અને “તવર્થ વ દૃશ્યાત્મા’ ||ર-૨9ો આ યોગસૂત્રમાં જણાવી છે. એનો આશય એ છે કે દ્રષ્ટા-પુરુષ જ્ઞાનસ્વરૂપ છે. શુદ્ધ એવો પણ તે બુદ્ધિગત ઘટાદિવિષયક પ્રત્યય(વિષયાકાર પરિણત જ્ઞાન)થી બુદ્ધિ જેવો દેખાય છે. પુરુષના ભોગ માટે જ દશ્ય બુદ્ધિ વગેરેનું સ્વરૂપ છે. આ સૂત્રથી એમ જણાય છે કે જડ એવી પ્રકૃતિમાં પુરુષના અર્થનું કર્તવ્યત્વ છે, પરંતુ તે યુક્તિસંગત નથી. “પુરુષનો અર્થ મારે કરવો જોઇએ” આવો અધ્યવસાય જ પુરુષાર્થકર્તવ્યતા છે. પુરુષાર્થકર્તવ્યત્વના અનુરોધથી પ્રકૃતિને તેવા અધ્યવસાયવાળી માની લેવાય તો પ્રકૃતિને ચેતનાસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે, જેથી પ્રકૃતિને જડ માનવાના સ્વસિદ્ધાંતનો વ્યાઘાત થશે... ઇત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઇએ. સાંખ્યદર્શનપ્રસિદ્ધ વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાનું અહીં શક્ય નથી. /૧૧-૧ર
अत्र स्वसिद्धान्ताशयं प्रकटयन् पूर्वपक्षी शङ्कते
આત્મા-પુરુષને અપરિણામી શા માટે મનાય છે તે જણાવવા માટે પોતાના સિદ્ધાંતના આશયને જણાવતાં પૂર્વપક્ષી(સાંખ્યાદિ) શંકા કરે છે. આશય એ છે કે આત્માને અપરિણામી માનવાથી ગ્લો. નં. ૧૧માં જણાવ્યા મુજબ દોષો આવેછે-તે જણાવ્યું. તેથી આત્માને અપરિણામી શા માટે મનાય છે અને પરિણામી માનવામાં કયો દોષ છે તે જણાવવા સાંખ્યો શંકા કરે છે–
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧ ૨૪
Page #128
--------------------------------------------------------------------------
________________
ननु चित्तस्य वृत्तीनां, सदा ज्ञाननिबन्धनात् । વિછાયાસમાઢેતોરાત્મનોગપરિમિતા 99-9રૂા.
नन्विति-ननु चित्तस्य वृत्तीनां प्रमाणादिरूपाणां । सदा सर्वकालमेव । ज्ञाननिबन्धनात् परिच्छेदहेतोः। चिच्छायासक्रमाद्धेतोर्लिङ्गादात्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तघेनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासङ्क्रान्तिसद्भावात् सदा ज्ञातृत्वं सिद्धं भवति । परिणामित्वे त्वात्मनश्चिच्छायासङ्क्रमस्यासार्वदिकत्वात् सदा ज्ञातृत्वं न स्यादिति । तदिदमुक्तं-“सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्याરિમિતિ ” [૪-૧૮] I99-9રૂા
“સદાને માટે ચિત્તની પ્રમાણ, ભ્રમ, વિકલ્પ... વગેરે વૃત્તિઓ જ્ઞાનની કારણ હોવાથી ચિચ્છાયાસક્રમસ્વરૂપ લિંગ-હેતુથી આત્માની અપરિણામિતા મનાય છે.” - આ પ્રમાણે તેરમા
શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુરુષ ચિદ્રુપ(ચૈતન્યસ્વરૂપ) કાયમ માટે અધિષ્ઠાતા (રહેનાર, કોઇનું પણ અધિકરણ નહિ થનાર) તરીકે સિદ્ધ છે. તેનું શેય તરીકે સર્વભૂત સદાને માટે નિર્મળ ચિત્ત છે. તે પણ સદાને માટે વ્યવસ્થિત હોવાથી તેને જાણવાનું નિરંતર ચાલતું હોય છે. એ અંતરંગ(મહત્ત્વનું) ચિત્ત; જે પણ ઘટાદિ અર્થથી ઉપરક્ત(પરિણત) બને છે, તે દશ્યની ચિત્ છાયામાં સંક્રાંતિ થવાથી પુરુષમાં સદાને માટે જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે. તેના અનુરોધથી આત્માને અપરિણામી મનાય છે. આત્માને જો પરિણામી માનવામાં આવે તો કોઇ વાર આત્મામાં ચિત્ છાયાના સક્રમનો અભાવ થવાથી સદાને માટે તેમાં જ્ઞાતૃત્વ નહીં રહે. આ વાતને જણાવતાં “સતા જ્ઞાતાશ્ચિત્તવૃત્તયસ્તત્વમોઃ પુરુષશારિખામત્વા ૪-૧૮ આ યોગસૂત્રથી જણાવ્યું છે કે વિષયાકાર ચિત્ત જ તે ચેતન-પુરુષનો વિષય હોય છે. તે ચિત્તના સ્વામી એવા પુરુષને સદા ચિત્તની વૃત્તિઓ જ્ઞાત રહે છે. કારણ કે પુરુષ અપરિણામી છે.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. /૧૧-૧૩
ननु चित्तमेव सत्त्वोत्कर्षाद्यदि प्रकाशकं तदा तस्य स्वप्रकाशरूपत्वादर्थस्येवात्मनोऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ किं ग्रहीत्रन्तरेणेत्यत आह
આત્માને અપરિણામી જે કારણથી માનવામાં આવે છે એ કારણને જાણીને સાંખ્યોને એમ જણાવાય છે કે ચિત્તનો જ્ઞાતા આત્મા અને ઘટાદિનું ગ્રાહક (પ્રકાશક) ચિત્ત; આ પ્રમાણે બે પ્રકાશક શા માટે માનવા જોઇએ. કારણ કે સત્ત્વગુણના ઉત્કર્ષથી ચિત્ત જ જો ઘટાદિનો પ્રકાશક છે તો તે પોતે પ્રકાશ સ્વરૂપ હોવાથી દીપકની જેમ પોતાનું પણ પ્રકાશક થશે. તેથી જ જ્ઞાનાદિવ્યવહાર સંગત થતા હોવાથી ચિત્તના પ્રકાશક તરીકે ગ્રહીત્રન્તર (ઘટાદિના ગ્રહીત
એક પરિશીલન
૧૨૫
Page #129
--------------------------------------------------------------------------
________________
ચિત્તથી ભિન્ન ગ્રહીતા) – પુરુષની કલ્પના કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણેની શંકાના સમાધાન માટે સાંખ્યો તરફથી જણાવાય છે
स्वाभासं खलु नो चित्तं, दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसकरौ ॥११-१४॥
स्वाभासमिति-चित्तं खलु नो नैव स्वाभासं स्वप्रकाश्यं किं तु द्रष्टुवेद्यं । दृश्यत्वेन दृग्विषयत्वेन घटादिवत् । यद्यदृश्यं तत्तद्रष्टुवेद्यमिति व्याप्तेस्तदिदमुक्तं-“न तत्स्वाभासं दृश्यत्वाद् [४-१९] अन्तबहिर्मुखव्यापारद्वयविरोधात, तनिष्पाद्यफलद्वयस्यासंवेदनाच्च बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव तत्फलं न स्वनिष्ठमिति राजमार्तण्डः” । तथापि चित्तान्तरदृश्यं चित्तमस्त्वित्यत आह-यदि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्येत तदा सापि बुद्धिः स्वयं बुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं, तस्याप्यन्यदित्यनवस्थानात् पुरुषायुषः सहस्रेणापि अर्थप्रतीतिर्न स्यात् । न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति । तथा स्मृतिसङ्करोऽपि स्यादेकस्मिन् रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनामुत्पत्तेस्तज्जनितसंस्कारैर्युगपद्बह्वीषु स्मृतिषूत्पन्नासु कस्मिन्नर्थ स्मृतिरियमुत्पन्नेति ज्ञातुमशक्यत्वात् । तदाह-"एकसमये चोभयानवधारणं [४-२०] । चित्तान्तरादृश्ये बुद्धिबुद्धेरतिપ્રસ: સ્મૃતિસરસ્થતિ” [૪-૨9] I99-૧૪||
દશ્ય હોવાથી ઘટાદિની જેમ ચિત્ત સ્વપ્રકાશ્ય નથી. પરંતુ દ્રષ્ટા-પુરુષથી વઘ(ય) છે. ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે બીજા ચિત્તથી દશ્ય માનવામાં આવે તો અનવસ્થા અને
મૃતિસંકર નામના દોષો આવશે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઘટાદિ પદાર્થો જેમ દશ્ય હોવાથી સ્વભિન્ન ચિત્તથી વેદ્ય (પ્રકાશ્ય) છે, સ્વપ્રકાશ્ય નથી. તેવી જ રીતે ચિત્ત પણ પુરુષનું દશ્ય હોવાથી સ્વપ્રકાશ્ય નથી. પરંતુ પુરુષ-દ્રષ્ટાથી વેદ્ય છે. “જે જે જ્ઞાનના વિષય(દશ્ય) છે તે તે દ્રષ્ટાથી વેદ્ય છે.' આ વ્યાપ્તિ(નિયમ)થી ચિત્તને સ્વાભાસ (સ્વપ્રકાશ્ય-સ્વયં-પ્રકાશસ્વરૂપ) મનાતું નથી. આ પ્રમાણે “ર તત્થામાનં કૃત્વા' I૪-૧૧, આ સૂત્રથી જણાવ્યું છે. એના આશયને સ્પષ્ટ કરતાં રાજમાર્તણ્ડ વિદ્વાને જણાવ્યું છે કે એક કાલે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર એ બંન્નેનો વિરોધ હોવાથી ચિત્ત પોતાને પ્રકાશિત કરે અને ઘટાદિને પણ પ્રકાશિત કરે એ શક્ય નથી. ચિત્તના એ વ્યાપારથી ઉત્પન્ન થનારા સ્વપર વિષયના જ્ઞાન સ્વરૂપ ફળદ્રયનો અનુભવ પણ થતો નથી. તેથી બહિર્મુખવ્યાપાર વડે ઘટાદિ અર્થમાં ચિત્ત રહેલું હોવાથી ચિત્તનું ફળ સંવેદનાર્થ ઘટાદિમાં જ મનાય છે. પરંતુ ચિત્તમાં પોતામાં મનાતું નથી... ઇત્યાદિ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ અને ચિત્ત બંન્ને દશ્યના પ્રકાશક જુદા જુદા માનવાનું આવશ્યક હોય તોપણ ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે ચિત્તાંતરથી વેદ્ય માનવું જોઇએ -
૧૨૬
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #130
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તેથી અનવસ્થા અને સ્મૃતિસંકર નામના દોષનો પ્રસંગ આવશે. જો બુદ્ધિ (ચિત્ત), બુદ્ધંતરથી વેદ્ય બને તો તે પણ બુદ્ધિ, બુદ્ધિ વડે બુધ્વંતરનું વેદન કરાવવા અસમર્થ હોવાથી તેના વેદન માટે ગ્રાહક તરીકે બુધ્વંતરની કલ્પના કરવી પડશે. ત્યાર પછી તેણીના પ્રકાશક તરીકે અન્ય બુધ્વંતરની કલ્પના કરવી પડશે, જેથી હજા૨ વર્ષના પણ આયુષ્યમાં પુરુષને-આત્માને અર્થની પ્રતીતિ નહીં થાય. કારણ કે પ્રતીતિમાં; બુદ્ધિ અપ્રતીત હોય તો અર્થ પ્રતીત થતો નથી તેમ જ સ્મૃતિસંકર પણ થશે.
આશય એ છે કે જ્યારે ચિત્તને ચિત્તાંતરથી વેદ્ય માનવામાં આવે ત્યારે ચિત્તથી એકાદ રૂપ કે રસને વિશે બુદ્ધિ થયે છતે તે તે બુદ્ધિને ગ્રહણ કરનારી અનંતી બુદ્ધિઓની (રસાદિગ્રાહક, રસાદિજ્ઞાનગ્રાહક, રસાદિજ્ઞાનજ્ઞાનગ્રાહક... ઇત્યાદિ બુદ્ઘિઓની) ઉત્પત્તિ થવાથી તે તે બુદ્ધિઓથી અનંતા સંસ્કારોની ઉત્પત્તિ થાય છે અને એ સંસ્કારોથી એકી સાથે અનંતી સ્મૃતિઓ ઉત્પન્ન થયે છતે; કયા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઇ છે એ જાણી નહીં શકાય. આ પ્રમાણે યોગસૂત્રમાં ‘સમયે ચોમયાનવધારાસ્’ ।।૪-૨૦।। અને ‘ચિત્તાન્તરરૃપે બુદ્ધિબુદ્ધેરતિપ્રસ સ્મૃતિસંદૂરથ' ।।૪૨૧॥ આ સૂત્રથી જણાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે એક કાળમાં વિષયનું અને ચિત્તનું પોતાનું ગ્રહણ શક્ય નથી અને ચિત્તાંતરથી ચિત્તને દશ્ય માનવામાં બુદ્ધિથી બુદ્ધિનું ગ્રહણ થવાથી અતિપ્રસંગ (અનવસ્થા) તેમ જ સ્મૃતિસંકર દોષ આવશે, જે ઉ૫૨ જણાવ્યા છે. ।।૧૧-૧૪
नन्वेवं कथं विषयव्यवहार इत्याह
આ રીતે ચિત્ત સ્વાભાસ(સ્વપ્રકાશ્ય) ન હોય અને ચિત્તાંતરથી ગ્રાહ્ય ન હોય તો તે પુરુષથી પણ ગ્રાહ્ય અર્થાત્ પુરુષના ગ્રહણનો વિષય કઇ રીતે બનશે, કારણ કે ચિત્ત; જેમ વિષયની સાથે ઇન્દ્રિયો દ્વારા સંબદ્ધ થઇને વિષયભૂત ઘટાદિના આકારમાં પરિણત થાય છે અને તેથી વિષયને ગ્રહણ કરે છે તેમ પુરુષ તો અપરિણામી - અસંગ હોવાથી ચિત્તાકારમાં પરિણત નહીં થાય, તો પછી તે (પુરુષ) ચિત્તને વિષય કઇ રીતે બનાવશે - આ શંકાનું સાંખ્યો તરફથી સમાધાન કરાય છે—
अङ्गाङ्गिभावचाराभ्यां, चितिरप्रतिसङ्क्रमा ।
द्रष्टृदृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ॥११-१५॥
अङ्गेति-चितिः पुरुषरूपा चिच्छक्तिः । अङ्गाङ्गिभावचाराभ्यां परिणामपरिणामिभावगमनाभ्याम् । अप्रतिसङ्क्रमा अन्येनासङ्कीर्णा । यथा हि गुणाः स्वबुद्धिगमनलक्षणे परिणामेऽङ्गिनमुपसङ्क्रामन्ति तद्रूपतामिवापद्यन्ते, यथा चा (वा) लोकपरमाणवः प्रसरन्तो विषयं व्याप्नुवन्ति, नैवं चितिशक्तिः, तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वादित्यर्थः । तत्तस्माच्चित्सन्निधाने बुद्धेस्तदाकारा चेतनायामिवोपजायमानायां बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्ध्यविशिष्टतया सम्पत्तौ स्वसम्बुद्ध्यु
એક પરિશીલન
૧૨૭
Page #131
--------------------------------------------------------------------------
________________
पपत्तेरित्यर्थः । द्रष्टुंदृश्याभ्यामुपरक्तं द्रष्टरूपतामिवापन्नं गृहीतविषयाकारपरिणामं च चित्तं सर्वार्थगोचरं सर्वविषयग्रहणसमर्थं भवति । तदुक्तं–“चितेरप्रतिसङ्क(ग)मायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनं [४-२२] द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थं [४-२३]” यथा हि निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थमेवं रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिच्छायाग्रहणसमर्थं, न पुनरशुद्धत्वाद्रजस्तमसी । ततो न्यग्भूतरजस्तमोरूपमङ्गितया सत्त्वं निश्चलप्रदीपशिखाकारं सदैवैकरूपतया परिणममानं चिच्छायाग्रहणसामर्थ्यादामोक्षप्राप्तेरवतिष्ठते । यथाऽयस्कान्तसन्निधाने लोहस्य चलनमाविर्भवति, एवं चिद्रूपपुरुषसन्निधाने सत्त्व स्याभिव्यङ्ग्यमभिव्यज्यते चैतन्यमिति ॥११-१५॥
“પરિણામ અને પરિણામી ભાવને પામવા વડે પુરુષની (પુરુષસ્વરૂપ) ચિતશક્તિનો પ્રતિસક્રમ થતો નથી. દ્રષ્ટા (પુરુષ) અને દશ્ય(ઘટાદ)થી રંગાયેલું (તદાકાર બનેલું) ચિત્ત સર્વઅર્થવિષયક છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચિતૂપ (ચેતન) છે. પુરુષસ્વરૂપ જ ચિત્ શક્તિ છે, જેનું શુદ્ધ, નિર્લેપ અને સદૈવ એક સ્વરૂપ છે. તેનો કોઈ જ પરિણામ નથી. તેથી તે પરિણામી પણ નથી. પરિણામભાવ અને પરિણામિભાવમાં તેનું ગમન થતું નથી, તેથી તેવા ગમન (પ્રાપ્તિ) વડે જે પ્રતિસક્રમ(ત્યાં જઈને તદ્રુપતાને ધારણ કરવા સ્વરૂપ) થતો હોય છે તે પ્રતિસક્રમ ન થવાથી ચિતશક્તિ અપ્રતિસક્રમા છે.
જેમ સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો પોતાના આશ્રયભૂત બુદ્ધિના ગમન સ્વરૂપ પરિણામમાં; અદ્ધિ-ઘટાદિને વિશે ઉપસક્રમ કરે છે, અર્થાત્ તદ્રુપજેવા બને છે તેમ જ જેમ તેજ(પ્રકાશ)ના પરમાણુઓ ફેલાઈને ઘટાદિ વિષયને વ્યાપ્ત કરે છે તેમ ચિતિશક્તિ કોઈ પણ સ્થાને જઈને તદ્રુપતાને પામતી નથી. તેણી સર્વદા એક જ સ્વરૂપે સ્વ(પોતામાં)પ્રતિષ્ઠિત થઈને રહેલી છે. તેથી ચેતન-પુરુષના સંનિધાનમાં બુદ્ધિ જયારે પુરુષાકારમાં પરિણત થાય છે ત્યારે તે ચેતનાની જેમ બને છે. તેથી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને રહેનારી ચિતશક્તિ બુદ્ધિના જેવી જ બની જાય છે. આથી ચિત્તની બુદ્ધિ(દશ્યતા) ઉપપન્ન થવાથી ચિત્ત વિષય બને છે. બુદ્ધિમાં ચિતશક્તિ પ્રતિસક્રાંત ન બને તો ચિત્ત; ગ્રાહ્ય નહીં બને. તેથી ચિત્તને પુરુષગ્રાહ્ય મનાય છે.
આથી સમજી શકાશે કે દ્રષ્ટા અને દશ્ય : બંન્નેથી ચિત્ત ઉપરક્ત છે. દ્રષ્ટા-પુરુષની જેમ બનેલું અને ગ્રહણ કર્યો છે વિષય(ઘટાદિ)ના આકારનો પરિણામ જેણે એવું તે ચિત્ત સર્વ વિષયને પ્રહણ કરવામાં સમર્થ થાય છે. “વિતેર પ્રતિસાયસ્તિતીર/પત્તો વૃદ્ધિસંવેદન' I૪-રરા અને “કોપર વિત્ત સર્વાર્થ” I૪-૨રૂા આ યોગસૂત્રોથી ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. જેમ સ્વચ્છ સ્ફટિક કે દર્પણ વગેરે પ્રતિબિંબગ્રહણમાં સમર્થ હોય છે; તેમ રજોગુણ અને તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ન હોય એવું સત્ત્વગુણમય ચિત્ત શુદ્ધ-નિર્મળ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે. પરંતુ રજોગુણ કે તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતું નથી. તેથી રજોગુણ અને તમોગુણ જેના ન્યભૂત
૧૨૮
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #132
--------------------------------------------------------------------------
________________
(આચ્છાદિત-અભિભૂત) થયા છે એવા ચિત્તનો જે સત્ત્વગુણ છે તે પરિણામીસ્વરૂપે નિશ્ચલસ્થિર દીપશિખા જેવું (સત્ત્વ); સદા એકસ્વરૂપે (ચિદ્રુપપુરુષની છાયાને પ્રતિસşક્રાંત કરતું) પરિણામ પામતું ચિછાયા-ગ્રહણના સામર્થ્યથી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અવસ્થિત રહે છે. જેમ અયસ્કાંત(લોહચુંબક) મણિના સંનિધાનમાં લોઢાની ચંચળતા પ્રગટ થાય છે તેમ ચિદ્રુપપુરુષના સંનિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય(જણાવવા યોગ્ય) ચૈતન્ય જણાય છે. અહીં યાદ રાખવું જોઇએ કે ગુણ અને ગુણીને અભેદ હોવાથી ચિત્તને ગુણસ્વરૂપ માનીને ગુણસ્વરૂપે ઉલ્લેખ કર્યો છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. ૧૧-૧૫
इत्थं च द्विविधा चिच्छक्तिरित्याह
આ રીતે ચેતન અને ચિત્તમાં રહેનારી ચિત્શક્તિ હોવાથી તે બે પ્રકારની છે, તે જણાવાય છે—
नित्योदिता त्वभिव्यङ्ग्या, चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु, सत्त्वे तत्सन्निधानतः ।।११-१६।।
नित्येति-नित्योदिता, तु पुनरभिव्यङ्ग्या । द्विविधा हि नोऽस्माकं चिच्छक्तिः । आद्या त्या पुमान् पुरुष एव । द्वितीयाऽभिव्यङ्ग्या तु तत्सन्निधानतः पुंसः सामीप्यात् सत्त्वे सत्त्वनिष्ठा । यद्भोज:“ अत एवास्मिन् दर्शने द्वे चिच्छक्ती नित्योदिता अभिव्यङ्ग्या च । नित्योदिता चिच्छक्तिः पुरुषः तत्सन्निधानाभिव्यक्त्याभिष्वङ्गं चैतन्यं सत्त्वमभिव्यङ्ग्या चिच्छक्तिरिति ” ।।११-१६।।
“અમારે ત્યાં ચિત્રશક્તિ બે પ્રકારની મનાય છે. એક નિત્યોદિતા અને બીજી અભિવ્યંગ્યા. એમાં પહેલી પુરુષમાં છે અને બીજી પુરુષના સંનિધાનમાં સત્ત્વમાં (શુદ્ધચિત્તમાં) રહેલી છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે. ઉપર જણાવેલી વાતને ભોજે પણ વર્ણવી છે. - “આથી જ આ સાંખ્યદર્શનમાં બે ચિત્ત્શક્તિ છે. નિત્યોદિતા અને અભિવ્યંગ્યા. નિત્યોદિતા (સદાને માટે એક સ્વરૂપ, સર્વથા અપરિણામિની) પુરુષસ્વરૂપ છે અને બીજી પુરુષના સંનિધાનના કારણે અભિવ્યક્ત થવાથી અભિષ્વજ્ઞ ચૈતન્યસ્વરૂપ સત્ત્વમાં રહેનારી અભિવ્યંગ્યા ચિત્રશક્તિ છે”... ઇત્યાદિ સુગમ છે. II૧૧-૧૬॥
इत्थं च भोगोपपत्तिमप्याह
ઉપર જણાવ્યા મુજબ માનવાથી પુરુષને ભોગની પ્રાપ્તિ પણ સંગત બને છે, તે જણાવાય છે—
सत्त्वेपुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः ।
प्रतिबिम्बात्मको भोगः, पुंसि भेदाग्रहादयम् ।।११-१७।
सत्त्व इति-सत्त्वे बुद्धेः सात्त्विकपरिणामे । पुंस्थिता या चिच्छाया तत्समा याऽन्या सा स्वकीयचिच्छाया । तस्या उपस्थितिरभिव्यक्तिः । प्रतिबिम्बात्मको भोगः । अन्यत्रापि हि प्रतिबिम्बे (आदर्श)
એક પરિશીલન
૧૨૯
Page #133
--------------------------------------------------------------------------
________________
प्रतिबिम्ब्यमानच्छायासदृशच्छायान्तरोद्भव एव प्रतिबिम्बशब्देनोच्यते । पुंसि पुनरयं भोगो भेदाग्रहादत्यन्तसान्निध्येन विवेकाग्रहणाव्यपदिश्यते । यत्तु “व्यापकस्यातिनिर्मलस्य चात्मनः कथं सत्त्वे प्रतिबिम्बनमिति तन्न, व्यापकस्याप्याकाशस्य दर्पणादावप्रकृष्टनैर्मल्यवति च जलादावादित्यादीनां प्रतिबिम्बदर्शनात्, स्वस्थितचिच्छायाभिव्यक्तिरूपस्य प्रतिबिम्बस्य प्रतिबिम्बान्तरवैलक्षण्याच्चेति भोजः” ।।११-१७।।।
બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જેચિછાયાછે તેના જેવી જે પોતાની બીજી છાયા છે; તેની જે અભિવ્યક્તિ છે તે સ્વરૂપ પ્રતિબિંબાત્મક ભોગ પુરુષમાં ભેદજ્ઞાનના અભાવે મનાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ રજોગુણ અને તમોગુણથી અનભિભૂત ચિત્તના શુદ્ધ સાત્ત્વિક પરિણામ સ્વરૂપ સત્ત્વમાં; પુરુષમાં રહેલી એનિત્યોદિતચિત્ છાયાછે, તેના જેવી બીજી પોતાની ચિછાયાછે, તે બીજી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ પુરુષનું પ્રતિબિંબ છે. અન્યત્ર લોકમાં પણ પ્રતિબિંબ-દર્પણમાં પ્રતિબિંખ્યમાન ઘટાદિની છાયા જેવી છાયાંતરનો જે ઉદ્ભવ થાય છે તેને પ્રતિબિંબ શબ્દથી વર્ણવાય છે.
પુરુષમાં આ પ્રતિબિંબાત્મક ભોગ ભેદાગ્રહના કારણે છે. પુરુષ અને ચિત્તના અત્યંત સાંનિધ્યને લઈને વિવેક(ભેદ)નો ગ્રહ થયેલો ન હોવાથી પુરુષમાં ઉપર જણાવ્યા મુજબ ભોગનો વ્યપદેશ(વ્યવહાર) થાય છે, જે વાસ્તવિક નથી પરંતુ ઔપાધિક છે.
“અત્યંત નિર્મળ અને વ્યાપક એવા આત્માનું પ્રતિબિંબ સત્ત્વમાં કેવી રીતે પડે? (અર્થાત ન પડે) આવું જ કહેવાય છે; તે બરાબર નથી. કારણ કે વ્યાપક એવા આકાશનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે અને સામાન્યતઃ સ્વચ્છ એવા પાણી વગેરેમાં સૂર્ય વગેરેનું પ્રતિબિંબ પડતું દેખાય છે. પુરુષમાં રહેલી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ આ પ્રતિબિંબ લોકપ્રસિદ્ધ પ્રતિબિંબથી વિલક્ષણ હોવાથી તાદશ પ્રતિબિંબ પડી શકે છે...” આ પ્રમાણે ભોજ વિદ્વાન કહે છે. II૧૧-૧૭ના
આથી, બ્લોક નં. ૧૨ થી જણાવેલ અતિપ્રસંગનું નિવારણ થઈ જાય છે, તે જણાવાય છે
इत्थं प्रत्यात्मनियतं, बुद्धितत्त्वं हि शक्तिमत् ।
निर्वाहे लोकयात्रायास्ततः क्वातिप्रसञ्जनम् ॥११-१८॥ इत्थमिति-इत्थमुक्तप्रकारेण । प्रत्यात्मनियतमात्मानमात्मानं प्रति नियतफलसम्पादकं । बुद्धितत्त्वं हि लोकयात्राया लोकव्यवहारस्य । निर्वाहे व्यवस्थापने । शक्तिमत् समर्थं । ततः क्वातिप्रसञ्जनं योगादेकस्य मुक्तावन्यस्यापि मुक्त्यापत्तिरूपं । प्रकृतेः सर्वत्रैकत्वेऽपि बुद्धिव्यापारभेदेन भेदोपपत्तेः । तथा च सूत्रं“कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वादिति” [२-२२] ।।११-१८।।
આશય એ છે કે પૂર્વે તરાપ ચૈત્વે.. ઇત્યાદિ ગ્લો. નં. ૧૨ થી પ્રકૃતિને એક માનવાથી એકની મુક્તિ થયે છતે; બધાનો મોક્ષ થઈ જશે - આ પ્રમાણે જે અતિપ્રસંગ દોષ (અમુક્તમાં મુક્તત્વ માનવાનો અતિપ્રસંગ) જણાવ્યો હતો, તે દોષ હવે આવતો નથી – એમ જણાવાય છે. ૧૩૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ દરેક આત્મનિયત બુદ્ધિતત્ત્વ; લોકવ્યવહારની વ્યવસ્થા માટે સમર્થ હોવાથી અતિપ્રસંગ ક્યાં આવે છે?” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે દરેક આત્માને નિયત એવા ફળનું સંપાદક બુદ્ધિતત્ત્વ હોવાથી લોકવ્યવહારના વ્યવસ્થાપન માટે તે સમર્થ છે. તેથી યોગના કારણે એકની મુક્તિ થાય તો બધાનો મોક્ષ થઈ જશે.” આ જે અતિપ્રસંગ જણાવ્યો હતો તે હવે નહીં આવે. કારણ કે પ્રકૃતિ એક હોવા છતાં બુદ્ધિનો વ્યાપાર દરેક આત્માની પ્રત્યે જુદો જુદો હોવાથી ફળભેદ ઉપપન્ન થાય છે. આ પ્રમાણે યોગ-સૂત્રમાં “તાર્થ વૃતિ નષ્ટમર્થનષ્ટ તન્યથારપત્થા” પાર-૨૨ા આ સૂત્રથી જણાવ્યું છે. સૂત્રનો આશય એ છે કે વિવેકખ્યાતિભેદગ્રહ)થી જે પુરુષે પોતાના અર્થને સિદ્ધ કરી લીધો છે તેવા કૃતાર્થ પુરુષને માટે દશ્ય ચિત્તાદિ નષ્ટ થયેલાં હોવા છતાં તે નષ્ટ થયેલાં નથી. કારણ કે તે સર્વ-સાધારણ છે, કોઈ એક માટે નથી.
કહેવાનો આશય એ છે કે દશ્યની પ્રવૃત્તિ સર્વ-સાધારણ છે. સઘળાય પુરુષોના ભોગસંપાદન માટે બુદ્ધિ પ્રવર્તે છે. કોઈ એક પુરુષ માટેની એ પ્રવૃત્તિ નથી. વિવેકઞાતિના ઉદયથી કોઈ પુરુષ કૃતાર્થ બની દશ્યને ગ્રહણ ન કરે એટલા માત્રથી અવિવેકી પણ એને ગ્રહણ ન કરે એ શક્ય નથી. એકની દૃષ્ટિએ તે નષ્ટ હોવા છતાં બધા માટે તે નષ્ટ નથી.. ઇત્યાદિ વિચારવું જોઈએ. /૧૧-૧૮
यच्चोक्तं जडायाश्च पुमर्थस्येत्यादि तत्राह
જડ એવી પ્રકૃતિ પુરુષાર્થને કરી ના શકે... ઇત્યાદિ જે કહેવાયું (ગ્લો. નં. ૧૨માં) છે : તે અંગે જણાવાય છે
कर्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः ।
प्रकृतौ परिणामानां, शक्ती स्वाभाविके उभे ॥११-१९॥ कर्तव्यत्वमिति-पुमर्थस्य कर्तव्यत्वं प्रकृतौ परिणामानां महदादीनाम् । आनुलोम्यप्रातिलोम्यत उभे (स्वाभाविके) शक्ती स्वाभाविके तत्त्वतः स्वभावसिद्धे पुमर्थे सतीति शेषः । न त्वन्यत् । महदादिमहाभूतपर्यन्तः खल्वस्या बहिर्मुखतयानुलोमः परिणामः, पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तः प्रतिलोमः परिणामः, इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिः, न पुनः परिणाममारभते । एवं विधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याध्यवसायाभावेऽपि न काचिदनुपपत्तिरिति 99-93II.
“પ્રકૃતિમાં મહદ્ બુદ્ધિ) વગેરે પરિણામોની આનુલોમ અને પ્રાતિલોમ્યને આશ્રયીને જે બે સ્વાભાવિકી શક્તિઓ છે, તે સ્વરૂપ પુમર્થનું કર્તવ્યત્વ પ્રકૃતિમાં મનાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષના ભોગસંપાદન માટે પ્રકૃતિ
એક પરિશીલન
૧૩૧
Page #135
--------------------------------------------------------------------------
________________
મહદાદિથી માંડીને પાંચ મહાભૂતાદિ સુધીનાં પરિણામોને કરે છે. તે પરિણામને અનુકૂળ, પ્રકૃતિમાં અનુલોમશક્તિ સ્વભાવસિદ્ધ છે તેમ જ પુરુષને ભોગનું પ્રયોજન ન હોય ત્યારે અર્થાત્ વિવેકખ્યાતિના ઉદયથી પુરુષને ભોગની સમાપ્તિ થાય ત્યારે મહાભૂતોથી માંડીને અસ્મિતા સુધીનાં પરિણામો પોતપોતાના કારણમાં લીન થાય છે. તેને અનુકૂળ, પ્રકૃતિમાં પ્રતિલોમશક્તિ પણ સ્વભાવસિદ્ધ છે. આ ઉભયશક્તિ સ્વરૂપ જ પ્રકૃતિમાં પુમર્થકર્તવ્યત્વ મનાય છે, બીજું કાંઇ નહિ.
આ પ્રમાણે પુરુષની વિવેકખ્યાતિને લઇને ભોગપરિસમાપ્તિ થયે છતે તે સ્વાભાવિક બંન્ને શક્તિઓનો ક્ષય થવાથી પ્રકૃતિ કૃતાર્થ બને છે. તેથી ફરીથી તે પુરુષ માટે પરિણામનો (મહદાદિનો) આરંભ કરતી નથી. આવી પુરુષાર્થકર્તવ્યતા માનવાથી પ્રકૃતિ જડ હોવાથી તેણીને કર્તવ્યતાનો અધ્યવસાય ન હોવા છતાં કોઇ પણ અનુપપત્તિ નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. /૧૧-૧૯થી
ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यलः क्रियते ? मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्यानर्थक्यमित्यत आह
જો આ રીતે પ્રકૃતિની પ્રતિલોમશક્તિ પણ સહજ (સ્વભાવસિદ્ધ) જ હોય તો યોગીજનોએ મોક્ષ માટે પ્રયત્ન શા માટે કરવો જોઇએ ? મોક્ષ પ્રાર્થનાનો વિષય ન હોય તો તેનો ઉપદેશ કરનારું શાસ્ત્ર નિરર્થક બનશે - આ શંકાનું સમાધાન સાંખ્યો દ્વારા કરાય છે—
न चैवं मोक्षशास्त्रस्य, वैयर्थ्यं प्रकृतेर्यतः । તતો દુ:નિવૃત્ત્વર્ય, તૃત્વસ્મયવર્ઝનમ્ II99-૨૦
न चेति न चैवं मुक्तौ प्रकृतेरेव सामर्थ्य मोक्षशास्त्रस्य वैयर्थ्यमानर्थक्यं । यतो यस्मात्ततो मोक्षशास्त्रादुःखनिवृत्त्यर्थं दुःखनाशाय प्रकृतेः प्रधानस्य कर्तृत्वस्मयस्य कर्तृत्वाभिमानस्य वर्जनं निवृत्तिर्भवति । अनादिरेव हि प्रकृतिपुरुषयोर्भोक्तृभोग्यभावलक्षणः सम्बन्धः । तस्मिन् सति व्यक्तमचेतनायाः प्रकृतेः कर्तृत्वाभिमानादुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः । अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशापेक्षाप्यस्य युक्तिमतीति ॥११- २०॥
“આ પ્રમાણે પ્રકૃતિની પ્રતિલોમશક્તિને સહજ માનવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ર વ્યર્થ બનશે – એમ કહેવાનું બરાબર નથી. કારણ કે શાસ્ત્રથી દુઃખની નિવૃત્તિ માટે કર્તૃત્વના અભિમાનનું વર્જન થાય છે. .’” – આ પ્રમાણે વીસમા શ્લોકનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે; પ્રકૃતિની પ્રતિલોમશક્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો મોક્ષના ઉપાય વગેરેને જણાવનારા મોક્ષશાસ્ત્રનું કોઇ જ ફળ ન હોવાથી તે નિરર્થક બનશે : આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તે તે મોક્ષશાસ્રથી દુ:ખના નાશ માટે પ્રકૃતિને; કર્તૃત્વાભિમાનનું વર્જન થાય છે.
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૩૨
Page #136
--------------------------------------------------------------------------
________________
અહીં એ સમજી લેવું જોઈએ કે પૂર્વે જણાવ્યા મુજબ સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ ચેતન છે. શુદ્ધસ્ફટિકની જેમ નિર્મળ અને અપરિણામી નિત્ય એકસ્વભાવાવસ્થિત છે. પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન, સુખ, દુઃખ ઇત્યાદિ ગુણો બુદ્ધિના છે. પુરુષના એ ગુણો નથી. સત્ત્વ, રજસ્ અને તમન્ આ ત્રણ ગુણવાળી બુદ્ધિ પુરુષના ભોગસંપાદન માટે સૃષ્ટિની રચનામાં તત્પર છે. અનાદિકાળથી બંન્ને વચ્ચે ભેદાગ્રહ હોવાથી પુરુષના ચૈતન્યનું અભિમાન બુદ્ધિને છે અને બુદ્ધિના (પ્રકૃતિના) કર્તૃત્વનું અભિમાન પુરુષને છે. તેથી બુદ્ધિકૃત સુખદુઃખાદિનો ભોગ આત્મામાં ઔપચારિક છે. (પારમાર્થિક નથી.) અનાદિકાળથી પ્રકૃતિ અને પુરુષમાં ભોક્તભોગ્યભાવ છે. પ્રકૃતિમાં કર્તૃત્વ હોવા છતાં પુરુષના ચૈતન્યથી જ તે પ્રતીત થાય છે. “ચેતન એવી હું કરું છું.' ઇત્યાકારક પ્રતીતિ કર્તૃત્વના અભિમાનની છે. અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વના અભિમાનથી દુઃખનો અનુભવ થયે છતે “આદુઃખની નિવૃત્તિ કાયમ માટે મારે કઈ રીતે થશે આવો અધ્યવસાય વ્યક્ત થાય છે. ત્યારે દુઃખનિવૃત્તિના ઉપાયને જણાવનારા તે તે શાસ્ત્ર દ્વારા કરાતો ઉપદેશ પ્રધાન (પ્રકૃતિને) ઉપયોગી બનતો હોવાથી તેની અપેક્ષા છે... ઈત્યાદિ ભણાવનારા પાસેથી સમજી લેવું જોઇએ. સાંખ્યદર્શનના ગ્રંથોના વ્યવસ્થિત અધ્યયન વિના આ બધું સમજી શકાય એવું નથી. અહીં તો સામાન્યથી ખ્યાલ આવે એટલા પૂરતું જ જણાવ્યું છે. /૧૧-૨વા
સાંખ્યોએ જણાવેલી વાત તેમને ત્યાં ક્યાં જણાવી છે તે જણાવવાપૂર્વક તેમાં દોષ જણાવાય છે–
व्यक्तं कैवल्यपादेऽदः, सर्वं साध्विति चेन्न तत् ।
इत्थं हि प्रकृतेर्मोक्षो, न पुंसस्तददो वृथा ॥११-२१॥ व्यक्तमिति-कैवल्यपादे योगानुशासनचतुर्थपादेऽद एतत् । व्यक्तं प्रकटं । सर्वमखिलं । साधु निर्दोषमिति । समाधत्ते इति चेन्न, तद् यत् प्राक् प्रपञ्चितं । हि यत एवमुक्तरीत्या । प्रकृतेर्मोक्षः स्यात् । तस्या एव कर्तृत्वाभिमाननिवृत्त्या दुःखनिवृत्त्युपपत्तेः, न पुंसस्तस्याबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेर्बन्धनविश्लेषार्थत्वात् । तत्तस्माददो वक्ष्यमाणं भवद्ग्रन्थोक्तं वृथा कण्ठशोषमात्रफलम् ।।११-२१।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. તાત્પર્ય એ છે કે આ પૂર્વે જણાવેલું બધું યોગાનુશાસનના કૈવલ્ય નામના ચોથા પાદમાં પ્રગટ છે. તેમાં કોઈ દોષ નથી. આ પ્રમાણે જે, સાંખ્યોએ જણાવ્યું છે તે બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ મોક્ષની પ્રાપ્તિ પ્રકૃતિને થશે. તેણીના જ કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી દુઃખનિવૃત્તિ પણ પ્રકૃતિને સંગત છે, પુરુષને નહિ. પુરુષ બદ્ધ ન હોવાથી તે મુક્ત નહીં થાય. કારણ કે “મુન્ ધાતુ(ક્રિયાપદ)નો અર્થ, “બંધનથી છૂટા થવું તે છે. પુરુષને બંધન જ ન હોય તો તેની મુક્તિ કઈ રીતે સંગત બને? તેથી સાંખ્યો જે કહે છે તે (હવે પછી જણાવાય છે તે) નકામું છે. માત્ર ગળું સૂકવવાનું જ તેનું ફળ છે. ll૧૧-૨૧
એક પરિશીલન
૧૩૩
Page #137
--------------------------------------------------------------------------
________________
સાંખ્યો જે નિરર્થક જણાવે છે તે જણાવાય છે–
पञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रतः ।
जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥११-२२॥ पञ्चविंशतीति-अत्र हि पञ्चविंशतितत्त्वज्ञानात् पुरुषस्यैव मुक्तिरुक्ता सा च न सम्भवतीति । न च भोगव्यपदेशवन्मुक्तिव्यपदेशोऽप्युपचारादेव पुंसि सम्भवतीति वाच्यम्, एवं हि तत्र चैतन्यस्याप्युपचारेण सुवचत्वापत्तेः । बाधकाभावान्न तत्र तस्योपचार इति चेत्तत्र कृत्यादिसामानाधिकरण्यस्याप्यनुभूयमानस्य किं बाधकं ? येन तेषां भिन्नाश्रयत्वं कल्प्यते । आत्मनः परिणामित्वापत्तिर्बाधिकेति चेन्न, तत्परिणामित्वेऽप्यन्वयानपायाद् । अन्यथा चित्तस्यापि तदनापत्तेः । प्रतिक्षणं चित्तस्य नश्वरत्वोपलब्धेः । अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदो ध(दाद्ध)र्माणां [४-१२] ते व्यक्तसूक्ष्मगुणात्मानः [४-१३] परिणामैकत्वाद्वस्तुतत्त्वमिति [४-१४] सूत्रपर्यालोचनाद्धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभावपरिणामैकत्वान्न चित्तानन्वय इति चेत्तदेतदात्मन्येव पर्यालोच्यमानं शोभते, कूटस्थत्वश्रुतेः शरीरादिभेदपरत्वेनाप्युपपत्तेरिति સમ્યવિમાનીયમ્ I99-૨૨
“જે કોઈ પણ આશ્રમ(ગૃહસ્થાશ્રમાદિ)માં રહેલો જટાધારી, મુંડન કરાવેલ અથવા માથે ચોટલી રાખનાર હોય તો પણ પુરુષ, પ્રકૃતિ... ઇત્યાદિ પચીસ તત્ત્વનો જ્ઞાતા હોય તો તે મુક્ત થાય છે, એમાં કોઈ શંકા નથી.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં સાંખ્યોએ જે જણાવ્યું છે, તે નિરર્થક છે. કારણ કે આ શ્લોકમાં પુરુષાદિ પચીસ તત્ત્વના જ્ઞાનથી પુરુષની જ મુક્તિ જણાવી છે. પરંતુ તે તેમને ત્યાં સંગત નથી.
પુરુષને પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિબિંબસ્વરૂપ જેમ ઔપચારિક ભોગ મનાય છે, તેમ મુક્તિનો વ્યવહાર પણ ઉપચારથી થાય છે. વાસ્તવિક મુક્તિ તો પ્રકૃતિની છે - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે પુરુષમાં મુક્તિ ઉપચારથી માનવામાં આવે તો પુરુષમાં ચૈતન્ય ઔપચારિક છે અને બુદ્ધિમાં તે વાસ્તવિક છે – એ પ્રમાણે પણ સારી રીતે કહી શકાશે. પુરુષમાં ઔપચારિક ચૈતન્ય માનવામાં બાધક છે, તેથી ચૈતન્ય વાસ્તવિક જ પુરુષમાં મનાય છે' - આ કથન ઉચિત નથી. જ્યાં જ્ઞાન, કૃતિ વગેરે ગુણો હોય છે ત્યાં જ ચૈતન્ય પ્રતીત થાય છે. ચેતનોડ રોમિ. ઈત્યાદિ પ્રતીતિના કારણે કૃતિ વગેરે ગુણોના અધિકરણમાં જ ચૈતન્ય બધાને અનુભવાય છે. તો શું કારણ છે કે જેથી કૃતિ વગેરે ગુણો બુદ્ધિમાં અને ચૈતન્ય પુરુષમાં આ રીતે જુદા જુદા અધિકરણમાં મનાય છે?
ચૈતન્યની સાથે આત્મામાં કૃતિ વગેરે ગુણો માની લેવામાં આવે તો આત્મામાં પરિણામિત્વ માનવાનો પ્રસંગ આવશે. આ પ્રસંગ જ ચૈતન્ય અને કૃતિ વગેરે ગુણોને એક અધિકરણમાં માનવામાં બાધક છે.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે આત્માને પરિણામી ૧૩૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #138
--------------------------------------------------------------------------
________________
માન્યા પછી પણ આત્મદ્રવ્યના સંબંધનો અપાય થતો નથી. અન્યથા પરિણામને માન્યા પછી પરિણામીનો સંબંધ રહેતો નથી. તેનો અપાય(અભાવ) થાય છે - એમ માની લેવામાં આવે તો ચિત્તના પણ પરિણામાંતર વખતે ચિત્તના અન્વયસંબંધ)ના અપાયનો પ્રસંગ આવવાથી ચિત્તને પણ પરિણામી માની શકાશે નહીં. કારણ કે ચિત્તનો દરેક ક્ષણે પૂર્વપૂર્વસ્વરૂપે નાશ થતો અનુભવાય છે છતાં દરેક ક્ષણે ચિત્તનો સંબંધ તો છે જ... એ સ્પષ્ટ છે. તેથી પરિણામિત્વ માન્યા પછી પણ આત્માનો સંબંધ દરેક ક્ષણે રહી શકશે.
“સતીતાડના તિ પતોડચશ્ચમેલા ઘા ” I૪-૧૨II; “તે વ્યક્ટિસૂક્ષ્મ ગુણાત્માનઃ ૪- રૂા અને “પરિગાર્મહત્યા વસ્તુત” I૪-૧૪.. આ યોગસૂત્રોના અર્થની વિચારણા કરીએ તો સમજાશે કે અતીતાદિ ત્રણ કાળના ધર્મોનો ભેદ હોવા છતાં તે બધા અગારિભાવમાં (એકરૂપે) પરિણત થવાથી તે બધાનો એક જ ચિત્તસ્વરૂપ પરિણામ હોવાથી ચિત્તના અન્વયના અપાયનો પ્રસંગ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે યોગાનુશાસનનાં એ સૂત્રોથી એ જણાવ્યું છે કે અતીતકાલીન અને અનાગતકાલીન પરિણામ તે તે સ્વરૂપે વર્તમાન વસ્તુમાં વિદ્યમાન છે. અધ્વ-કાળભેદથી તે તે પરિણામને વસ્તુમાં રહેવામાં કોઈ વિરોધ નથી. અતીતકાલીન વસ્તુ અતીતસ્વરૂપે અને અનાગતકાલીન વસ્તુને અનાગતસ્વરૂપે વસ્તુમાં માનવામાં ન આવે તો; યોગી જનોને ત્રણે કાળના પદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે તે નહીં થાય. કારણ કે પ્રત્યક્ષની પ્રત્યે તેના વિષયની વિદ્યમાનતા હોવી જોઇએ. અન્યથા વિષયની વિદ્યમાનતાના અભાવમાં પ્રત્યક્ષ નહીં થાય. તેથી અનાગતાદિ વસ્તુને તે તે સ્વરૂપે વર્તમાનમાં વિદ્યમાન મનાય છે. અતીતાદિ ધર્મોને વર્તમાન સ્વરૂપે માનવામાં વિરોધ છે. સ્વ-સ્વરૂપે વિદ્યમાન માનવામાં વિરોધ નથી. શાંત (અતીત), ઉદિત (વર્તમાન) અને અવ્યપદેશ્ય (અનાગત) : આ ત્રણ જે ધર્મ છે, તેમાં અનુગત (અન્વિત-સંબદ્ધ) હોવાવાળો ધર્મી છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે ઘટ આદિ ધર્મ છે, તેમાં સર્વદા અન્વિત મૃત્તિકા ધર્મી છે. તે વ્યક્ત (પ્રગટ-ઉદિત-વર્તમાન) અને સૂક્ષ્મ (અવ્યક્ત, શાંત, અવ્યપદેશ્ય) ધ સત્ત્વાદિ ગુણોના જ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ : આ પાંચ મહાભૂતો તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ : આ પંચતન્માત્ર સ્વરૂપ છે. એ પંચતન્માત્ર અને અગિયાર ઇન્દ્રિયો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય તેમ જ વાફ, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થ સ્વરૂપ કર્મેન્દ્રિયો તથા મન: આ અગિયાર) અહંકાર સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વસ્વરૂપ છે. મહત્તત્ત્વ પ્રધાન (પ્રકૃતિ) સ્વરૂપ છે અને પ્રધાન સત્ત્વાદિ (રજસ, તમસ) ત્રણ ગુણસ્વરૂપ છે. આવી રીતે આ સૃષ્ટિપ્રપંચ સાક્ષાત્ કે પરંપરાએ ગુણસ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે અનેકોનાં પરિણામો પણ એક સ્વરૂપ હોવાથી વસ્તુતત્ત્વ પણ એકસ્વરૂપ છે. તેથી સર્વત્ર ચિત્ત અન્વિત બનતું હોવાથી ચિત્તના અનન્વયનો પ્રસંગ આવતો નથી. આ પ્રમાણે સાંખ્યોએ એક પરિશીલન
૧૩૫
Page #139
--------------------------------------------------------------------------
________________
જણાવેલી વાત બરાબર નથી. કારણ કે આ બધું વિચારીએ તો વસ્તુતઃ આત્મામાં જ એ સંગત છે. “આત્માને ફૂટસ્થ સ્વરૂપે વર્ણવનારી શ્રુતિના કારણે આત્માને પરિણામી માનતા નથી.” આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે તેવી આત્માની અવસ્થા; શરીરનો ભેદ થયા પછી અર્થાત્ અશરીરી બન્યા પછી પ્રાપ્ત થતી હોય છે. તે અપેક્ષાએ શ્રુતિ દ્વારા આત્માની કૂટસ્થતા વર્ણવી છે. તેથી સંસારદશામાં આત્માની એ અવસ્થા ન હોવા છતાં શ્રુતિનો વિરોધ નહીં આવે... ઇત્યાદિ સારી રીતે વિચારીને તેનો નિર્ણય કરવો જોઇએ. /૧૧-૨૨ા
किं चદૂષણાંતર જણાવાય છે
बुद्ध्या सर्वोपपत्तौ च, मानमात्मनि मृग्यते ।
સંઇત્યારિતા માન, પારાનિયતા ઘ = 99-૨રૂા. बुद्ध्येति-बुद्ध्या महत्तत्त्वेन सर्वोपपत्तौ सकललोकयात्रानिर्वाहे च सति । आत्मनि मानं प्रमाणं मृग्यते । कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः । न च पारार्थ्यनियता परार्थकत्वव्याप्या । संहत्यकारिता सम्भूयमिलितार्थक्रियाकारिता । मानमतिरिक्तात्मनि प्रमाणं यत्संहत्यार्थक्रियाकारि तत्परार्थं दृष्टं, यथा शय्याशयनासनाद्यर्थाः । सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभाञ्जि संहत्यकारीणि अतः परार्थानि । यश्च परः स पुरुष इति । तदुक्तं-“तदसङ्ख्येयवासनाभिश्चित्तमपि परार्थं संहत्यकारित्वादिति” [૪-૨૪] I99-૨રૂા.
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી માની લેવાથી કોઈ દોષ આવતો નથી. આમ છતાં ખરેખર તો બુદ્ધિને માન્યા પછી આત્મા-પુરુષને માનવાની જ આવશ્યકતા નથી. તે જણાવીને આ શ્લોકથી પુરુષની કલ્પનામાં જણાવેલા પ્રમાણનું નિરાકરણ કરાય છે.
બુદ્ધિથી જ લોકપ્રસિદ્ધ સર્વ વ્યવહાર સંગત થતો હોય ત્યારે આત્માની કલ્પના માટે પ્રમાણ શોધવું પડે એવું છે. અર્થાત્ આત્મા-પુરુષને માનવા માટે કોઇ પ્રમાણ નથી. પારાર્બનિયત એવી સંહત્યકારિતા પ્રમાણ છે.” આ પ્રમાણે કહી શકાશે નહીં.” આ ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિથી જ મહત્તત્ત્વથી જ) સકલ લોકયાત્રા(વ્યવહાર)નો નિર્વાહ થયે છતે; કૃતિ વગેરેના આશ્રયથી(બુદ્ધિથી) અતિરિક્ત આત્માની કલ્પનામાં પ્રમાણ શોધવું જોઇએ. કારણ કે કૃત્યાદિસહચરિત ચૈતન્યની પ્રતીતિ થતી હોવાથી ચૈતન્ય બુદ્ધિમાં જ માનવું જોઇએ. તેથી ચૈતન્યના આશ્રય તરીકે પુરુષને માનવાની આવશ્યકતા નથી.
પારાર્મેનિયત એવી સંહત્યકારિતા જ પુરુષની કલ્પનામાં પ્રમાણ છે. આશય એ છે કે યત્ર વત્ર સંઇત્યારિતા, તત્ર તત્ર પરાર્થમ્ યથા શાશયનાનાલ્ય: - આ નિયમથી બુદ્ધિમાં પરાર્થકત્વ સિદ્ધ થાય છે. એમાં જે પર છે તે જ પુરુષ છે. આ રીતે પુરુષની કલ્પનામાં અનુમાન
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૩૬
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ ઉપલબ્ધ છે. ભાવ એ છે કે અનેક કારણો ભેગા થઇને જે કાર્ય કરે છે; તે બીજા માટે હોય છે. દા.ત. શય્યા, પલંગ અને આસન વગેરે પદાર્થો અનેક કારણોથી નિષ્પન્ન હોવાથી તે તે બીજાઓ (તેને વાપરનારાઓ) માટે છે. તેમ બુદ્ધિ; સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણો સમુદાયથી અર્થક્રિયાને (તે તે કાર્યને) કરે છે, તેથી તે પ૨ માટે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ચિત્ત સ્વરૂપ પરિણામને ધારણ કરે છે અને તે ભેગા થઇને કાર્ય કરે છે; આથી તે પર માટે છે. અહીં જેના માટે તે કાર્ય છે, તે પર પુરુષ છે. આ પ્રમાણે “તવસ ધ્યેયવાસનામિશ્ચિત્રપિ પરાર્થ સંત્યારિત્વાર્” ।।૪૨૪। આ યોગસૂત્રમાં જણાવ્યું છે. આશય સ્પષ્ટ છે કે ચિત્ત જનમ-જનમના અસંખ્ય સંસ્કારોથી વાસિત હોવા છતાં તે બીજા માટે છે, સ્વાર્થ માટે નથી. કારણ કે તે; ક્લેશ, કર્મ, વાસના, વિષય, ઇન્દ્રિયોના સમુદાયથી કાર્ય કરે છે. જે સંહત્યકારી છે તે પરાર્થ છે. તેમાં જે પર છે તે અહીં પુરુષ છે. આ રીતે અનુમાનપ્રમાણ જ પુરુષની કલ્પનામાં માન(પ્રમાણ) છે. પરંતુ તે સાંખ્યોએ બતાવેલું પ્રમાણ બરાબર નથી. (તેનું કારણ ચોવીસમા શ્લોકથી જણાવાશે.) ૧૧-૨૩૫
कुत इत्याह
સાંખ્યોએ દર્શાવેલ અનુમાનપ્રમાણમાં દોષ જણાવાય છે—
सत्त्वादीनामपि स्वाभिन्युपकारोपपत्तितः ।
बुद्धिर्नामैव पुंसस्तत्, स्याच्च तत्त्वान्तरव्ययः ।।११-२४॥
सत्त्वादीनामिति–सत्त्वादीनां धर्माणां स्वाङ्गिन्यपि स्वाश्रयेऽपि । उपकारोपपत्तितः फलाधानसम्भवादुक्तनियमे मानाभावात् सत्त्वादौ संहत्यकारित्वस्य विलक्षणत्वाद् । अन्यथा असंहतरूपपरासिद्धेर्धर्माणां साश्रयत्वव्याप्तेश्च बुद्ध्यैव सफलत्वाद् नैवमात्मा कश्चिदतिरिक्तः सिध्येदिति भावः । तत्तस्माद् વૃદ્ધિ: પુત: પુરુષચૈવ નામ ચાત્ । પુનસ્તત્ત્વાન્તરયોડાવિતત્ત્વોએેવઃ સ્થાત્ ||૧૧-૨૪॥
“સત્ત્વાદિ ધર્મોનો ઉપકાર પોતાના આશ્રયમાં પણ સંગત હોવાથી પૂર્વે જણાવેલા પરાર્થકત્વમાં કોઇ પ્રમાણ નથી. આ રીતે બુદ્ધિથી જ સર્વ સિદ્ધ થતું હોય તો આત્માનું નામ જ બુદ્ધિ છે.તેમ જ અહંકારાદિ તત્ત્વોનો પણ ઉચ્છેદ થશે. અર્થાત્ તેને માનવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
',
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પુરુષની કલ્પનામાં પ્રમાણ તરીકે સંહત્યકારિતાના કારણે પ૨ાર્થકત્વનું જે અનુમાન છે તેનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તે બરાબર નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય બુદ્ધિ ઉપર પણ ઉપકાર કરી શકે છે. અર્થાત્ ફળનું આધાન કરી શકે છે. તેથી ‘સંહત્યકારી પરાર્થક જ હોય છે’ - આ નિયમમાં કોઇ પ્રમાણ નથી. “શયન, શય્યા અને આસનાદિની જેમ પરાર્થકતા સત્ત્વાદિમાં સિદ્ધ થવામાં કોઇ દોષ નથી.’ આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શયનાદિમાં જે સંહત્યકારિતા છે, તેના કરતાં એક પરિશીલન
૧૩૭
Page #141
--------------------------------------------------------------------------
________________
વિલક્ષણ એવી સંહત્યકારિતા સત્ત્વાદિમાં છે. તેથી તેને લઈને સત્ત્વાદિમાં પરાર્થકતા સિદ્ધ નહીં થાય. અન્યથા શયનાદિની સંહત્યકારિતાથી જેમ સંહત શરીરાદિ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ થાય છે તેમ સંહત પરાર્થની સિદ્ધિ થશે. અસંહત પુરુષ સ્વરૂપ પરાર્થની સિદ્ધિ નહીં થાય.
સત્ત્વાદિની સંહત્યકારિતાને લઈને સંહતપરાર્થની સિદ્ધિ થાય તો તે પરાર્થની સંહત્યકારિતાને લઇને બીજા સંહતપરાર્થની સિદ્ધિ થશે. એમ કરવાથી અનવસ્થાનો પ્રસંગ આવશે. એ અનવસ્થાના પ્રસંગભયથી સત્ત્વાદિની સંહત્યકારિતાથી અસંહતપરાર્થની જ સિદ્ધિ થશે – આ પ્રમાણે યદ્યપિ કહી શકાય છે. પરંતુ ધર્મમાત્રમાં સાશ્રયસ્વનિરૂપિત વ્યાપ્તિ હોવાથી સત્ત્વાદિ ધર્મો આશ્રય માટે બુદ્ધિ સ્વરૂપ આશ્રય માટે)ના જ મનાય છે. અન્ન ધર્મવં તત્ર સાશ્રયેત્વ - આ નિયમ છે. જે જે ધર્મો છે; તે તે સાશ્રય (આશ્રયવાળા) હોય છે. આથી સમજી શકાશે કે સત્ત્વાદિ ભેગા થઈને જે જે કાર્ય કરે છે તે પોતાના આશ્રય બુદ્ધિ માટે કરે છે. પર એવા પુરુષ માટે નહીં. આ પ્રમાણે બુદ્ધિથી જ સત્ત્વાદિનું સાફલ્ય હોવાથી બુદ્ધિ વગેરેથી કોઈ અતિરિક્ત આત્મા સિદ્ધ થઈ શકશે નહીં. તેથી બુદ્ધિ એ પુરુષનું જ નામ છે. તેમ જ જેમ પુરુષને માનવાની (બુધ્યતિરિક્ત પુરુષને માનવાની) આવશ્યકતા નથી તેમ બુદ્ધિથી ઉત્પન્ન થનારા અહંકારાદિને પણ બુદ્ધિથી અતિરિક્ત માનવાની જરૂર નથી. તેથી તત્ત્વાંતરનો ઉચ્છેદ થશે. ll૧૧-૨૪ll.
તથાદિતત્ત્વાંતરનો વ્યય(ઉચ્છેદ) કઈ રીતે થશે ? તે જણાવાય છે–
व्यापारभेदादेकस्य, वायोः पञ्चविधत्ववत् ।
દારાદિસજ્ઞાનોપત્તિસુરત્વત: ૧૧-૨છે व्यापारेति-एकस्य वायोर्व्यापारभेदादूर्ध्वगमनादिव्यापारभेदात् पञ्चविधत्ववत्पञ्च वायवः प्राणापानादिभेदादिति व्यपदेशवद् । अहङ्कारादिसंज्ञानानामुपपत्तेः सुकरत्वतः सौकर्यात् । तथाहि-बुद्धिरेवाहङ्कारव्यापारं जनयन्ती अहङ्कार इत्युच्यतां । सैव च प्रसुप्तस्वभावा साधिकारा प्रकृतिरिति व्यपदिश्यताम् । મિન્તડુતત્ત્વાન્તરપરિનતિ /99-૨૦I.
ઉપર જવું, નીચે જવું. ઇત્યાદિ વ્યાપાર(કર્મ)વિશેષના કારણે એક જ વાયુ; જેમ પાંચ પ્રકારનો મનાય છે તેમ અહંકારાદિ વ્યાપારવિશેષને ઉત્પન્ન કરનારી બુદ્ધિ અહંકારાદિ સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આથી અહંકારાદિ સંજ્ઞાઓની સંગતિ સરળતાથી થતી હોવાથી નિરર્થક તત્ત્વાંતર માનવાની આવશ્યકતા નથી.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન - આ પાંચ પ્રકારનો વાયુ છે. મુખ અને નાસિકાથી નીકળનારા વાયુને પ્રાણવાયુ કહેવાય છે. જલાદિને શરીરના નીચેના ભાગમાં લઈ જનારા વાયુને અપાનવાયુ કહેવાય છે. ખાધેલા અન્નાદિને પચાવવા માટે
૧૩૮
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #142
--------------------------------------------------------------------------
________________
જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વાયુને સમાનવાયુ કહેવાય છે. અન્નાદિને શરીરના ઉપરના ભાગમાં લઇ જનાર વાયુને ઉદાનવાયુ કહેવાય છે અને શરીરની નાડીઓનાં મુખોને ફેલાવનાર વાયુને વ્યાન વાયુ કહેવાય છે. મુખનિર્ગમનાદિ તે તે વ્યાપારોને લઇને એક જ પ્રકારનો પણ વાયુ પાંચ પ્રકારનો વર્ણવાય છે. આવી જ રીતે બુદ્ધિમાં પણ તેણીના અહંકારાદિ વ્યાપારને લઇને તે તે અહંકારાદિ સંજ્ઞાઓની ઉપપત્તિ સારી રીતે કરી શકાય છે. જ્યારે બુદ્ધિ, અહંકાર (હું, હું... ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાય) વ્યાપારને ઉત્પન્ન કરતી હોય ત્યારે બુદ્ધિને અહંકાર કહેવી અને તે (બુદ્ધિ) જ જ્યારે પ્રસુપ્ત (કાર્ય કરવાથી વિરામ પામેલી) સ્વભાવવાળી એવી કાર્યાનુકૂલ સ્વરૂપયોગ્યતાવાળી હોય ત્યારે તેને પ્રકૃતિ તરીકે કહેવી. બુદ્ધિથી અતિરિક્ત અહંકાર કે પ્રકૃતિ વગેરે સ્વરૂપ નિરર્થક તત્ત્વાંતરની કલ્પના કરવાની આવશ્યકતા નથી. ।।૧૧-૨૫।। સાંખ્યમતમાં દૂષણાંતર જણાવાય છે—
पुंसश्च व्यञ्जकत्वेऽपि, कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ॥११-२६॥
पुंसश्चेति–पुंसः पुरुषस्य च व्यञ्जकत्वेऽभ्युपगम्यमाने कूटस्थत्वमयुक्तिमदसङ्गतम् । अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वं । तथा च " अकारणमकार्यं च पुरुष" इति वचनं व्याहन्येतेति भावः । अधिष्ठानत्वमभिव्यक्तिदेशाश्रयत्वमेतद्व्यञ्जकत्वं, पुरुषस्तु सदैकरूप इति चेत्तर्हि तदेत्यादि “ तदा द्रष्टुः स्वरूपावस्थानमिति” [१३] सूत्रं निरर्थकं तदेत्यस्य व्यवच्छेद्याभावात् । काल्पनिकत्वे चैतद्विषयस्य घटादिव्यवहारविषयस्यापि तथात्वापत्तौ शून्यवादिमतप्रवेश इति भावः ।।११-२६।।
પુરુષને વ્યજ્રક માનવામાં પણ ફૂટસ્થત્વ(અપરિણામિતા) અયુક્ત બને છે. તેથી તેને અધિષ્ઠાન સ્વરૂપ જ વ્યઞ્જક માની લેવામાં આવે તો ‘યોગાનુશાસન’ના (૧-૩) સૂત્રમાં તલા... ઇત્યાદિ જે લખ્યું છે, તે નિરર્થક બનશે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા ઘટાદિની અભિવ્યક્તિ પુરુષના પ્રતિબિંબના કારણે થાય છે. તેથી પુરુષ વસ્તુતઃ શાતા નથી પરંતુ અભિવ્યઞ્જક છે. અભિવ્યઞ્જક તેને કહેવાય છે કે જે અભિવ્યક્તિનો જનક છે. આ રીતે પુરુષમાં અભિવ્યક્તિનું જનકત્વ આવવાથી બારામાર્ય = પુરુષ: આ વચનનો વ્યાઘાત થશે. કારણ કે પુરુષને કોઇનું પણ; કારણ કે કાર્ય માનવામાં આવતું નથી અને પુરુષને અભિવ્યક્તિનો જનક માનવાનો પ્રસંગ આવે છે. આથી સમજી શકાશે કે પુરુષમાં વ્યઞ્જકત્વ માનવાથી અકારણ અને અકાર્યમાં રહેવાવાળું ફૂટસ્થત્વ માનવાનું યુક્તિમત્ નથી.
“પુરુષ, સદાને માટે એક જ સ્વરૂપવાળો હોવાથી અભિવ્યક્તિજનકત્વ સ્વરૂપ અભિવ્યઞ્જકત્વ નથી મનાતું પરંતુ અભિવ્યક્તિદેશાશ્રયત્વ સ્વરૂપ અધિષ્ઠાનત્વ જ અભિવ્યઞ્જકત્વ એક પરિશીલન
૧૩૯
Page #143
--------------------------------------------------------------------------
________________
મનાય છે. ઘટાદિ વિષયોની જે અભિવ્યક્તિ થાય છે તે પુરુષમાં થાય છે. તે પ્રતિબિંબાત્મક દેશનું આશ્રયત્ન પુરુષમાં હોવાથી તાદેશ અભિવ્યકત્વ સંગત બને છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે તેથી “તા દ્રષ્ણુઃ પીવાનમ્' 9-રા- આ યોગસૂત્ર નિરર્થક બનશે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે.' આ અર્થને જણાવનારું એ સૂત્ર છે. પરંતુ પુરુષ સદાને માટે એક જ સ્વરૂપમાં રહેતો હોય તો ત્યારે (સવા)' આ પ્રમાણે જણાવવાનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ સમયે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન ન હોય તો; તે પ્રમાણે જણાવવાનું બરાબર ગણાય. સૂત્રમાં તવા પદનું ગ્રહણ કર્યું છે, પણ તેનું બાવર્ચી (વ્યવચ્છેદ્ય) કોઈ નથી. યદ્યપિ પૂર્વે જણાવ્યા મુજબ અતાત્ત્વિકરૂપે જ પુરુષને ચિત્તની વૃત્તિઓનું ગ્રહણ છે. વિવેકખ્યાતિની અનુદિત અવસ્થામાં ચિત્તવૃત્તિઓનું સાદૃશ્ય હોવાથી કાલ્પનિક જ સ્વરૂપાનવસ્થાન છે અને ત્યાર પછી વિવેકાતિ ઉદિત થવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી પુરુષનું સ્વરૂપાવસ્થાન પણ કાલ્પનિક છે. તેથી તેની અપેક્ષાએ તથા.... ઇત્યાદિ સૂત્ર નિરર્થક નથી. પરંતુ આ રીતે સૂત્રના વિષયને કાલ્પનિક માની લેવામાં આવે તો સર્વજનપ્રસિદ્ધ ઘટાદિવ્યવહારના વિષયને પણ કાલ્પનિક માનવાનો પ્રસંગ આવશે, જેથી શૂન્યવાદીઓના (બૌદ્ધોના) મતમાં પ્રવેશ થશે. I/૧૧-૨૬ll સાંખ્યમતમાં જ અનુપપત્યંતર જણાવાય છે–
निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः ।
स्याद् भेदो धर्मभेदेन, तथापि भवमोक्षयोः ॥११-२७॥ निमित्तत्वेऽपीति-अथास्यात्मनो निमित्तत्वेऽपि । सत्त्वनिष्ठमभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति । अपरिणामतः परिणामाभावात् । कौटस्थ्यमकारणमित्यस्यानुपादानकारणमित्यर्थादुपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः । तथापि भवमोक्षयोः संसारापवर्गयोः । धर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन स्यात् कथञ्चिद्भेद आवश्यकः । मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत् सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ? । उभयैकस्वभावत्वान्नायमिति चेद्भङ्ग्यन्तरेणायमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे ||११-२७||
પુરુષમાં નિમિત્તકારણત્વ માનવા છતાં તેની અપરિણામિતાના કારણે કૌટથ્ય પુરુષમાં મનાય છે, તોપણ ધર્મના ભેદથી ભવ અને મોક્ષમાં ભેદ થશે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૂન્યવાદનો પ્રસંગ ન આવે એ માટે પુરુષને અધિષ્ઠાનસ્વરૂપ માનવાને બદલે નિમિત્તકારણ મનાય છે. તેથી સત્ત્વ(બુદ્ધિ)નિષ્ઠ અભિવ્યંગ્ય એવી ચિતશક્તિની પ્રત્યે પુરુષ નિમિત્તકારણ છે. તે પરિણામી ન હોવાથી તે ફૂટસ્થ કહેવાય છે. પુરુષને જેવારામનાય છે, તે ઉપાદાનકારણને લઈને મનાય છે. ઘટનું જેમ ઉપાદાનકારણ માટીછે, પટનું
૧૪૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #144
--------------------------------------------------------------------------
________________
જેમ ઉપાદાનકારણ તંતુ છે તેમ પુરુષ કોઈનું ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ જ પરિણામી હોય છે અને પરિણામ અવસ્થાંતરને પ્રાપ્ત કરવા સ્વરૂપ છે. માટી ઘટસ્વરૂપે પરિણમે છે. પોતાની પૂર્વાવસ્થાથી(આકારાદિથી) ભિન્ન એવી ઘટાદિ અવસ્થાને માટી પ્રાપ્ત કરે છે. તેથી ઘટાદિ માટીનો પરિણામ છે અને તે પરિણામવાળી માટી પરિણામિની છે. આથી સમજી શકાશે કે છવ્વીશમા શ્લોકમાં જણાવ્યા મુજબ તથા ઈત્યાદિ નિરર્થક નહીં બને. આ પ્રમાણે પૂર્વોક્ત દોષનું નિવારણ કરવા છતાં સાંખ્યોના મતમાં દોષ તો છે જ. એ ચા મેવો... ઇત્યાદિ શ્લોકાર્ધથી જણાવ્યું છે.
એનો આશય એ છે કે તલા... ઇત્યાદિ સૂત્રાશ નિરર્થક ન પણ બને તો ય ભોગનિમિત્તત્વ અને ભોગનિમિત્તત્વાભાવ આ ધર્મના ભેદ(વિશેષ)થી સંસાર અને મોક્ષમાં ભેદ થશે અર્થાત્ એ બંન્નેમાં કથગ્નિદ્ ભેદ માનવાનું આવશ્યક છે. “મોક્ષમાં પણ સંસારાવસ્થાની જેમ ભોગનિમિત્તત્વ સ્વરૂપ પૂર્વસ્વભાવ તો છે પરંતુ ભોગનાં કારણોનો અભાવ હોવાથી ભોગની પ્રવૃત્તિ નથી. તેથી સંસાર અને મોક્ષમાં ભેદ ક્યો છે ?” આ પ્રમાણે કહીને કશ્ચિદ્ ભેદ માનવાનું યદ્યપિ નિવારી શકાય છે. પરંતુ આ રીતે માનવાથી એક જ પુરુષમાં ભવ અને મોક્ષ : આ ઉભય સ્વભાવમાં વિરોધ આવશે. તેના પરિવાર માટે એમ કહેવામાં આવે કે “પુરુષમાં બે સ્વભાવ નથી પરંતુ ઉભયનો એક જ સ્વભાવ છે.' તો આ રીતે પ્રકારોતરથી સ્યાદ્વાદને જ માની લેવાનો પ્રસંગ આવશે. ખરી રીતે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. વ્યર્થ ખેદ કરવાથી કોઈ જ લાભ નથી. /૧૧-૨ણા
સાંખ્યોએ શ્લો.નં. ૧૮માં જણાવ્યા મુજબ જે અતિપ્રસંગનું નિવારણ કર્યું હતું - તે શક્ય નથી, તે જણાવાય છે
प्रसङ्गतादवस्थ्यं च, बुद्धर्भदेऽपि तत्त्वतः ।
प्रकृत्यन्ते लये मुक्तेर्न चेदव्याप्यवृत्तिता ॥११-२८॥ प्रसङ्गेति-बुद्धेर्भदेऽपि प्रत्यात्मनियतत्वेऽप्यभ्युपगम्यमाने । तत्त्वतः परमार्थतः । प्रकृत्यन्ते प्रकृतिविश्रान्ते लये दुःखध्वंसे सति । प्रसङ्गतादवस्थ्यमेकस्य मुक्तावन्यस्यापि तदापत्तिरित्यस्यापरिहार एव, प्रकृतेरेव मुक्त्येरभ्युपगम्यमानत्वात्, तस्याश्च मुक्तत्वामुक्तत्वोभयविरोधाद् । एकत्र वृक्षे संयोगतदभावयोरिव प्रकृतौ विभिन्नबुद्ध्यवच्छेदेन न मुक्तत्वामुक्तत्वयोर्विरोध इत्यत आह-वेद्यदि मुक्तेरव्याप्यवृत्तिता नाभ्युपगम्यत इति शेषः । तदभ्युपगमे च मुक्तेऽप्यमुक्तत्वव्यवहारापत्तिरेव दूषणं । किं चैवं मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन भोगापत्तिरिति तत्प्रकृतिनिवृत्तिरवश्यमभ्युपेयेति द्रष्टव्यम् 99-૨૮
દરેક આત્માની પ્રત્યે બુદ્ધિનો ભેદ માન્યા પછી પણ પ્રકૃતિની વિશ્રાન્તાવસ્થામાં દુઃખનો ધ્વંસ થયે છતે; એક આત્માની મુક્તિથી બધાની મુક્તિ થવાનો પ્રસંગ વિદ્યમાન છે જ. કારણ
એક પરિશીલન
૧૪૧
Page #145
--------------------------------------------------------------------------
________________
કે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ (આંશિક) માનતા નથી.’ - આ રીતે અઠ્ઠાવીશમા શ્લોકનો યથાશ્રુતાર્થ
સમજી શકાય છે.
તાત્પર્ય એ છે કે અઢારમા શ્લોકમાં જણાવ્યા મુજબ બુદ્ધિ એક હોવા છતાં દરેક આત્મા માટે તે નિયત છે; કોઇ એક માટે નથી. વિવેકખ્યાતિના(ભેદજ્ઞાનના) ઉદયથી તે તે પુરુષની ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી કૈવલ્યપ્રાપ્તિ પછી તે તે પુરુષની પ્રત્યે પ્રકૃતિ વિશ્રાંત બની ફરીથી તે તે પુરુષની પ્રત્યે પરિણામને આરંભતી નથી. તેથી એક પુરુષની મુક્તિ થવાથી અન્ય બધાની મુક્તિનો પ્રસંગ યદ્યપિ આવતો નથી. પરંતુ એ મુજબ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં; પ્રકૃતિની વિશ્રાંત (સ્વકાર્યથી વિરામ પામવું) અવસ્થા સ્વરૂપ દુઃખધ્વંસ થયે છતે એકની મુક્તિ થવાથી બીજા બધાની પણ મુક્તિ થવાનો પ્રસંગ છે જ. કારણ કે પ્રકૃતિની જ ખરેખર તો મુક્તિ માનવામાં આવી છે. એકની અપેક્ષાએ મુક્ત અને બીજાની અપેક્ષાએ અમુક્ત આવો; મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ હોવાથી એક પ્રકૃતિમાં વ્યવહાર શક્ય નથી.
“એક જ વૃક્ષમાં જેમ શાખાવચ્છેદેન (શાખાના દેશમાં) સંયોગ[કપિ(વાંદરો)સંયોગ] હોય છે અને મૂલાવચ્છેદેન તેનો અભાવ હોય છે તેમ તે તે પુરુષનિયતબુદ્ધવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વનો વિરોધ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સંયોગની જેમ મુક્તિ(મુક્તત્વ)ને અવ્યાપ્યવૃત્તિ માનતા નથી. અન્યથા મુક્તત્વને સંયોગની જેમ અવ્યાપ્યવૃત્તિ [દશતઃ વૃત્તિ (રહેવું તે) અને દેશતઃ તેનો અભાવ] માનવામાં આવે તો મુક્તમાં પણ અમુક્તત્વના વ્યવહારનો પ્રસંગ આવશે. પ્રકૃતિમાં તે તે પુરુષની અપેક્ષાએ મુક્તત્વ અને અમુક્તત્વનો વ્યવહાર યદ્યપિ ઇષ્ટ છે, પરંતુ પ્રકૃતિની નિવૃત્તિ માનવામાં ન આવે તો મુક્ત બનેલા પુરુષ-આત્માને ભવસ્થ શરીરને લઇને ભોગનો (પ્રતિબિંબાત્મક ભોગનો) પ્રસંગ આવશે. તેથી પ્રકૃતિની સર્વથા નિવૃત્તિ માનવાનું આવશ્યક છે. ૧૧-૨૮
ઉપર જણાવ્યા મુજબ એકની મુક્તિમાં બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિહાર માટે બુદ્ધિને અનેક માનવામાં આવે તો જે દોષ પ્રાપ્ત થશે તે જણાવાય છે—
प्रधानभेदे चैतत्स्यात्कर्म बुद्धिगुणः पुमान् ।
સ્વાદ્ વાધ્રુવશ્રુતિ, નવતાનુઐનવર્શનમ્ ॥99-૨૬ા
प्रधानेति–उक्तदोषभिया प्रधानभेदे चाभ्युपगम्यमाने । आत्मभोगापवर्गनिर्वाहकमेतत् कर्म स्यात् । पुमान् पुरुषः बुद्धिगुणः स्यात् । बुद्धिलब्धिज्ञानानामनर्थान्तरत्वात् । स्यात् कथञ्चिद् ध्रुवश्च द्रव्यतोऽध्रुवश्च पर्यायत इत्येवं जैनदर्शनं जयतात् । दोषलवस्याप्यस्पर्शात् । ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तम्, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेन्न, अनुभूयमानक्रमिकैकोपयोगस्वभावत्वेन तदविरोधादिति ।।११-२९।।
૧૪૨
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #146
--------------------------------------------------------------------------
________________
“પ્રધાન-પ્રકૃતિને ભિન્ન ભિન્ન (અનેક) માનવામાં આવે તો તે કર્મસ્વરૂપ જ થશે અને તેથી બુદ્ધિ જેનો ગુણ છે એવો પુરુષ થશે, જે કથંચિ ધ્રુવ (નિત્ય) અને કથંચિત્ અધ્રુવ છે. આ રીતે જૈનદર્શન જ જય પામે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એકની મુક્તિથી બધાની મુક્તિ માનવાની આપત્તિના પરિવાર માટે પ્રતિ-આત્મનિયત પ્રકૃતિને ભિન્ન માનવામાં આવે તો તે આત્માના ભોગ અને અપવર્ગ(મોક્ષ)નું નિવહક કર્મ જ હશે. પુરુષનો ગુણ બુદ્ધિ છે. બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન આ બધાનો એક અર્થ છે.
બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિત્ ધ્રુવ અને અધુવ છે. દ્રવ્યને આશ્રયીને તે ધ્રુવ (નિત્ય) છે અને પર્યાય(પરિણામ)ને આશ્રયીને તે અધુવ-અનિત્ય છે. આ રીતે જૈનદર્શન જય પામે છે. કારણ કે તેમાં દોષના લેશ(અંશ)નો પણ સ્પર્શ થતો નથી. “વિષય ગ્રહણ કરવા માટે સમર્થ હોવાથી પુરુષ ચિતૂપ છે અને બુદ્ધિ વિકલ્પ (સંકલ્પ-વિકલ્પ-વિચાર) સ્વરૂપ હોવાથી તે ગુણવાળો પુરુષ કઈ રીતે હોઈ શકે? કારણ કે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપારઃ આ બંન્નેમાં વિરોધ છે.” – આવી શંકા નહીં કરવી જોઇએ. કારણ કે એ બંન્ને વ્યાપાર ક્રમે કરીને (એક સમયમાં નહીં) અનુભવાય છે તેથી ક્રમિક અનુભવના વિષયના એક ઉપયોગના સ્વભાવમાં કોઈ વિરોધ ન હોવાથી પુરુષને બુદ્ધિગુણવાળો માનવામાં કોઈ બાધ નથી. ./૧૧-૨લા
જૈનદર્શનનો જય સિદ્ધ થવાથી પતંજલિએ જણાવેલા યોગલક્ષણમાં અવ્યાપ્તિદોષને જણાવાય છે–
तथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् ।
एकाग्रतावधौ रोधे, वाच्ये च प्राचि चेतसि ॥११-३०॥ तथा चेति-तथा च जैनदर्शनजयसिद्धौ च । प्रोक्तलक्षणं पतञ्जल्युक्तयोगलक्षणं । कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः । एकाग्रतावधावेकाग्रतानिरोधमात्रसाधारणे च रोधे वाच्ये । प्राचि एकाग्रतायाः पृष्ठभाविनि । चेतस्यध्यात्मादिशुद्धेऽव्याप्तम् ।।११-३०॥
આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ જૈનદર્શનની માન્યતામાં દોષનો લવ(અંશ) પણ ન હોવાથી એ દર્શનપ્રસિદ્ધ યોગ પણ વાસ્તવિક છે. પતંજલિએ જણાવેલું યોગનું લક્ષણ તે યોગમાં સંગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે - તે જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “ચિત્તવૃત્તિનો નિરોધ” આ યોગનું લક્ષણ કાયાના નિરોધાદિ સ્વરૂપ યોગમાં સંગત થતું ન હોવાથી તેમાં અવ્યાપ્તિ આવે છે. એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તની વૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો તેની પૂર્વાવસ્થામાં થનારી ચિત્તવૃત્તિઓના નિરોધસ્વરૂપ અવસ્થામાં લક્ષણસમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવશે.”
એક પરિશીલન
૧૪૩
Page #147
--------------------------------------------------------------------------
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનદર્શનની માન્યતા મુજબ મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારમાત્રને યોગ કહેવાય છે. તેથી મન, વચન, કાયાના અશુભ યોગોના નિરોધને પણ યોગ કહેવાય છે. માત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને જ યોગ કહેવામાં આવે તો કાયનિરોધ અને વાનિરોધમાં લક્ષણ સંગત ન થવાથી અવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે એમ કહેવામાં આવે કે “એકાગ્રતા અને નિરોધ માત્ર સાધારણ ચિત્તવૃત્તિઓનો નિરોધ જ યોગ છે.” તો કાયનિરોધાદિ લક્ષ્ય ન હોવાથી તેને લઇને આવ્યાપ્તિ નહીં આવે. પરંતુ તેથી એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં (વિક્ષિપ્તાવસ્થામાં) અધ્યાત્માદિથી શુદ્ધ થયેલા ચિત્તને લઈને આવ્યાપ્તિ આવે છે. ll૧૧-૩૦ના
એકાગ્રતાની પૂર્વેની અવસ્થામાં અધ્યાત્મ અને ભાવનાદિથી શુદ્ધ બનેલા ચિત્તને લઇને આવતી અવ્યાપ્તિના નિવારણ માટે સાંખ્યો કહે છે–
योगारम्भोऽथ विक्षिप्ते, व्युत्थानं क्षिप्तमूढयोः ।
एकाग्रे च निरुद्धे च, समाधिरिति चेन्न तत् ॥११-३१॥ योगेति-अथ विक्षिप्ते चित्ते योगारम्भः क्षिप्तमूढयोश्चित्तयोर्युत्थानम् । एकाग्रे च निरुद्धे च चित्ते समाधिरिति एकाग्रतापृष्ठभाविनश्चित्तस्यालक्ष्यत्वादेव न तत्राव्याप्तिः । क्षिप्तं हि रजस उद्रेकादस्थिर बहिर्मुखतया सुखदुःखादिविषयेषु कल्पितेषु सन्निहितेषु वा रजसा प्रेरितं, तच्च सदैव दैत्यदानवादीनां । मूढं तमस उद्रेकात् कृत्याकृत्यविभागासङ्गतं क्रोधादिभिर्विरुद्धकृत्येष्वेव नियमितं, तच्च सदैव रक्षःपिशाचादीनां । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहतदुःखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तं, तच्च सदैव देवानां । एतास्तिस्रश्चित्तावस्था न समाधावुपयोगिन्यः । एकाग्रतानिरुद्धरूपे द्वे एव सत्त्वोत्कर्षाद्यथोत्तरमवस्थितत्वाच्च समाधावुपयोगं भजेते इति चेन्न तत् ।।११-३१॥
“વિક્ષિપ્ત ચિત્ત હોય ત્યારે યોગનો આરંભ થાય છે. એ ચિત્ત, ક્ષિત કે મૂઢ હોય છે ત્યારે વ્યુત્થાન થાય છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. (આ પ્રમાણે માની લેવાથી અવ્યાપ્તિ આવતી નથી.) આ મુજબ કહેવાનું બરાબર નથી. (તેનું કારણ હવે પછી જણાવાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે વિક્ષિપ્ત ચિત્ત હોતે છતે યોગનો આરંભ થાય છે. ત્યારે યોગની પ્રાપ્તિ થતી નથી. તેમ જ ક્ષિત કે મૂઢ ચિત્ત હોય ત્યારે વ્યુત્થાન હોય છે, યોગનો આરંભ પણ નથી હોતો. એકાગ્ર કે નિરુદ્ધ ચિત્ત હોય ત્યારે સમાધિ (યોગ) હોય છે. આથી સમજી શકાશે કે એકાગ્ર ચિત્તની અવસ્થાની પૂર્વેની ત્રણ અવસ્થાઓમાં યોગનો અભાવ હોવાથી તે લક્ષ્ય જ નથી. તેથી અવ્યાપ્તિ આવતી નથી.
રજોગુણની ઉદ્ભિક્ત અવસ્થાના કારણે ચિત્ત અસ્થિર હોય છે. બહિર્મુખ પ્રવૃત્તિને લઈને કલ્પિત એવા સુખદુઃખાદિ વિષયોમાં રજોગુણથી પ્રેરણા પામેલું એ ક્ષિપ્ત ચિત્ત હંમેશને માટે દૈત્ય
૧૪૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #148
--------------------------------------------------------------------------
________________
અને દાનવોનું હોય છે. તમોગુણની ઉદ્રિત અવસ્થાના કારણે કૃત્ય અને અકૃત્યનો વિભાગ કરવામાં અસંગત અને ક્રોધાદિ કષાયોના કારણે અકૃત્યમાં જ નિયમિત થયેલું ચિત્ત મૂઢ કહેવાય છે. સદાને માટે રાક્ષસ અને પિશાચ વગેરેનું મૂઢ ચિત્ત હોય છે. સત્ત્વગુણના ઉદ્રકથી દુઃખના સાધનનો પરિહાર કરવાપૂર્વક શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્ત ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. સદાને માટે તે ચિત્ત દેવોનું હોય છે. આ ચિત્તની ત્રણેય અવસ્થાઓ સમાધિ(યોગ)માં ઉપયોગી બનતી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ સ્વરૂપ બે અવસ્થાઓ જ સમાધિમાં ઉપયોગિની છે, જે સત્ત્વગુણના ઉત્કર્ષથી ક્રમશઃ અવસ્થિત બને છે. ઉદ્રિક્ત અવસ્થા અપ્રશસ્ત સ્વરૂપવાળી હોય છે અને ઉત્કર્ષ પ્રશસ્તાવસ્થાપન્ન હોય છે. ઉદ્રિક્તમાં અતિરેક હોય છે અને ઉત્કર્ષમાં પ્રાચર્ય હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સાંખ્યોએ જે કહ્યું તે બરાબર નથી. ll૧૧-૩૧ સાંખ્યોના એ કથનમાં અનુપપત્તિ જણાવાય છે–
योगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् ।
मदुक्तं लक्षणं तस्मात्, परमानन्दकृत् सताम् ॥११-३२॥ योगेति-योगारम्भेऽपि योगप्रारम्भकालेऽपि । निश्चयेन निश्चयनयेन । योगस्योपपादनाद्व्यवस्थापनात् । क्रियमाणं कृतमिति तदभ्युपगमाद् । आद्यसमये तदनुत्पत्तावग्रिमसमयेष्वपि तदनुत्पत्त्यापत्तेः । वस्तुतो योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसदावोऽवश्याभ्युपेय इति प्रागुक्ताव्याप्तिर्वज्रलेपायितैव । तस्मान्मदुक्तं लक्षणं मोक्षमुख्यहेतुव्यापार इत्येवं रूपं सतां व्युत्पन्नानामदुष्टत्वप्रतिपत्तिद्वारा परमानन्दकृत् ।।११-३२।।
“યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ યોગનું વ્યવસ્થાપન કર્યું છે, તેથી મેં વર્ણવેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન આત્માઓને પરમાનંદને કરનારું છે.” - આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિશ્ચયનયની અપેક્ષાએ “ક્રિયામાં તમ્' અર્થાત્ કરાતું કરાયેલું છે. આ સિદ્ધાંત સ્વીકૃત છે. આઘ સમયમાં જેની અનુત્પત્તિ છે, તેની ઉત્પત્તિ આગળના સમયમાં પણ શક્ય નથી. આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગનું અસ્તિત્વ છે. “આ નિશ્ચયનયની વાત છે. લોકવ્યવહારમાં એ પ્રસિદ્ધ નથી.' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે વાસ્તવિક રીતે યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષય(નિર્જરા)સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેના અનુરોધથી ત્યાં યોગસામાન્યનો સદ્ભાવ માનવાનું આવશ્યક છે. અન્યથા યોગનો સદ્ભાવ ત્યાં ન હોય તો કર્મનિર્જરા સ્વરૂપ ફળની ઉપપત્તિ નહીં થાય. તેથી વ્યવહારનયની અપેક્ષાએ પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનું અસ્તિત્વ છે.
એક પરિશીલન
૧૪૫
Page #149
--------------------------------------------------------------------------
________________
આ રીતે નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે. પતંજલિ દ્વારા વર્ણવાયેલું યોગનું લક્ષણ યોગપ્રારંભકાળને લઈને ત્યાં સંગત થતું ન હોવાથી અવ્યાતિ અનિવાર્ય જ છે. તેથી મેં કહેલું (અર્થાત્ ગ્રંથકારશ્રીએ જણાવેલું) યોગનું લક્ષણ જ બરાબર છે. મોક્ષનું મુખ્ય કારણભૂત જે કોઈ પણ અનુષ્ઠાન છે, તેને યોગ કહેવાય છે. “મોક્ષમુખ્ય કારણભૂત આત્મવ્યાપાર' યોગના પ્રારંભકાળમાં પણ હોવાથી તે વખતના યોગમાં લક્ષણ સંગત થાય છે. તેથી
આ લક્ષણ અદુષ્ટ-નિર્દોષ છે.” એમ માનીને વ્યુત્પન્ન (સદસનો વિવેક કરવામાં સમર્થ) આત્માઓને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ રીતે નિર્દોષ લક્ષણ વ્યુત્પન્ન જનોને પરમાનંદસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. અંતે યોગના લક્ષણમાં સદસક્તો વિવેક કરી સદ્ભૂત લક્ષણની પ્રતિપત્તિ દ્વારા પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. //૧૧-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां पातञ्जलयोगलक्षणविचारद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૧૪૬
પાતંજલયોગલક્ષણ બત્રીશી
Page #150
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે યોગસાધના માટે સાધકે કેટલીક પાયાની લાયકાત મેળવવાની હોય છે. પૂર્વસેવા તરીકે ઓળખાતી એ લાયકાતનું વર્ણન આ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ પૂર્વસેવાને આત્મસાત્ કર્યા વિના સાચી યોગસાધના થતી નથી. અહીં યોગસાધનાની વાત કરતાં પહેલાં આપણે, “યોગ એટલે શું?' આ પ્રશ્નનો ઉત્તર આપણાં શાસ્ત્રોમાંથી મેળવી લેવાની જરૂર છે અને એ માટે આપણે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ અને પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ ફરમાવેલા કેટલાક શ્લોકો જોઈએ :
पुमर्था इह चत्वारः, कामार्थो तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनों परमार्थतः ॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराम्भोधितारणः ॥ (त्रिषष्टि० पर्व १०)
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ કહેવાય છે. આમાં અર્થ અને કામ તો પરમાર્થથી અનર્થભૂત હોવાથી માત્ર નામથી જ પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ તો એકમાત્ર મોક્ષ જ છે અને એ મોક્ષનું કારણ (સાધન), સંસારસાગરથી તારનારો એવો સંયમાદિ દસ પ્રકારનો ધર્મ છે. (તેથી તે પણ પુરુષાર્થ છે.)
दुर्गतिप्रपतत्प्राणिधारणाद् धर्म उच्यते । સંયમદ્ધિવિધઃ સર્વજ્ઞોજો વિમુકે છે (યોગશાસ્ત્ર-પ્રકાશ-૨).
દુર્ગતિમાં પડતા પ્રાણીને આધાર આપનાર હોવાથી ધર્મ કહેવાય છે. તે સંયમાદિ દસ પ્રકારનો સર્વજ્ઞોએ ફરમાવેલો ધર્મ મોક્ષને માટે છે.
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणम् । જ્ઞાનિશ્રઘાનવરિત્રરૂપ રત્નત્રયં ચ સ: (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧)
ચાર પુરુષાર્થમાં પ્રધાન મોક્ષપુરુષાર્થ છે. તે મોક્ષનું કારણ સાધન) યોગ છે અને તે યોગ; જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી છે.
મોક્ષે યોગના યોઃ સર્વોડથાવાર રૂધ્યતે I (જ્ઞાનસાર, યોગાષ્ટક)
આત્માને મોક્ષની સાથે જોડી દેનાર હોવાથી, બધો ય (સાધુધર્મ અને શ્રાવકધર્મ સ્વરૂપ) આચાર યોગ તરીકે ઈષ્ટ (સ્વીકાય) છે...
આ શાસ્ત્રાધારોના પ્રકાશમાં જોઇએ તો મોક્ષ મેળવવાના એકમાત્ર લક્ષ્યથી અને શુદ્ધવિધિથી આરાધાતો ધર્મ એ જ સાચો યોગ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે.
એક પરિશીલન
૧૪૭
Page #151
--------------------------------------------------------------------------
________________
વર્તમાનમાં યોગના નામે આચારશૂન્ય, વિવેકશૂન્ય અને અર્થશૂન્ય એવી અનેક વાતો અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મન, વચન અને કાયાને જરાય કષ્ટ ન આપવું; મન, વચન અને કાયાને ગમતી બધી જ મોહાધીન પ્રવૃત્તિઓ કર્યો જવી અને સાક્ષીભાવ', “અનાસતિભાવ', નિર્લેપભાવ' વગેરે જેવા શબ્દો સમજ્યા સમજાવ્યા વિના રમાડ્યે જવા-આવું તો ઘણું બધું અત્યારે યોગના નામે ચાલી રહ્યું છે. યોગસાધના એ ધર્મારાધના કરતાં કોઇ તદ્દન જુદી અને ઊંચી ચીજ હોય - એવી ભ્રમણા ઊભી કરાતી હોય છે. આપણે એ બધી લાંબી ચર્ચામાં ઊતરવું નથી. પણ એવી બધી વાતોમાં આવી જઈને આપણે એવા દંભયોગી ન બની જઈએ એટલી સાવચેતી ખાતર જ આપણે ઉપરના શાસ્ત્રપાઠો યાદ રાખવાના છે. આપણી નાનામાં નાની અનુકૂળતા મેળવવા માટે બીજા અનેક જીવોને મરણ સુધીની પીડા આપવી જ પડે અને આપણી નાનામાં નાની પ્રતિકૂળતા કાઢવા માટે બીજા અનેક જીવોની અનુકૂળતા ઝૂંટવી જ લેવી પડે – એ સંસારના સુખની એકમાત્ર લાક્ષણિકતા છે. આવા સુખના ત્યાગ વગર ધર્મની - યોગની - સાધનાનો વિચાર પણ થઈ ન શકે. આવા સુખના ત્યાગ સ્વરૂપ ધર્મ પણ, ભવિષ્યમાં એવા વધુ સુખની પ્રાપ્તિ માટે થતો હોય તો એ ધર્મ પણ અનર્થભૂત જ છે. માટે માત્ર સુખના ત્યાગ સ્વરૂપે થતો ધર્મ નહિ, પણ સુખના રાગના ત્યાગ સ્વરૂપે થતો ધર્મ જ શુદ્ધ ધર્મ છે. સારા આશયથી કરાતો ધર્મ પણ ભગવાનની આજ્ઞા મુજબનો ન હોય તો નિરર્થક છે. ઉપરના શાસ્ત્રપાઠમાંની “મોક્ષના કારણ” અને “સર્વજ્ઞોક્ત” એવા ધર્મની વાત યાદ રાખીએ તો, મોક્ષના એકમાત્ર લક્ષ્યથી અને જ્ઞાનીઓએ ફરમાવેલી વિધિથી થતો નાનો પણ ધર્મ જ સાચો ધર્મ છે, તે સિવાયનો ગમે તેટલો મોટો ધર્મ પણ અધર્મ જ છે – આ વાતમાં કશી શંકા રહેતી નથી. આ વાતને “એકાન્તવાદ' કહેનારા અનેકાન્તની આશાતના કરી રહ્યા છે. યોગ અને ધર્મ વસ્તુતઃ એક જ છે – એ વાત આપણે શરૂમાં જ વિચાર આવ્યા. ધર્મારાધના કે યોગસાધના માટે સાધકે જે યોગ્યતા મેળવવાની, કેળવવાની અને જાળવવાની છે તેને પૂર્વસેવા કહેવાય છે. પ્રસ્તુત ગ્રંથમાં તે પૂર્વસેવાનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે વાંચતાં સ્પષ્ટ સમજાશે કે સુખના રાગીનું આમાં કામ નથી. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ : આ બંન્ને તરફ ઢેષ જાગે તો જ આ પૂર્વસેવા જીવનમાં ઊતરે તેવી છે. આ પૂર્વસેવાને સેવ્યા વિના યોગી બની ગયેલાઓના યોગ, પોતાને અને બીજાઓને ઠગનારા દંભ સિવાય બીજું કશું જ નથી. આ પૂર્વસેવાની અપૂર્વ-અત્યાર સુધી ક્યારેય કોઇની ન કરી હોય તેવી – સેવા કરીશું તો જ સાચા યોગી બનીશું. આવા યોગી ક્રિયામાર્ગના વિરોધી ન હોય. વિરોધ અશુદ્ધ ક્રિયાનો હોય, શુદ્ધ ક્રિયા તો યોગસાધનાનું અવિભાજય અંગ છે, તેની ઉપાસના વિના યોગ સિદ્ધ ન થાય. યોગમાર્ગના સાચા જ્ઞાનના અભાવે આજે યોગ, ધ્યાન, સાધના વગેરેના નામે નરી સુખશીલતા પોષાઈ રહી છે. આપણે એ બધી ગરબડમાં પડવું નથી. ૧૪૮
યોગપૂર્વસેવા બત્રીશી
Page #152
--------------------------------------------------------------------------
________________
આ પૂર્વસેવા શાનીઓની દષ્ટિએ તો સાધનામાં પ્રવેશવા માટેની સાવ પ્રાથમિક કક્ષાની યોગ્યતા છે. શાનીઓની દષ્ટિએ યોગી કે ધર્મી બનવા માટે તો ઘણી સાધના કરવાની બાકી રહે છે. પરંતુ આપણી કક્ષા એટલી નીચી છે કે આવી પ્રાથમિક યોગ્યતા પણ આપણા માટે ઘણી ઊંચી લાગે છે. શાનીઓની દષ્ટિએ યોગી-ધર્મી તરીકેનું પ્રમાણપત્ર મેળવવાની વાત તો આપણા માટે ઘણી અઘરી છે. પણ એ પરીક્ષામાં બેસવા માટેના પ્રવેશપત્ર જેવી આ પૂર્વસેવા ય પામી શકીએ તો આપણા માટે મોટી વાત છે. જ્ઞાનીઓની દષ્ટિએ સારી શરૂઆત છે. આ ભવમાં આવી સારી શરૂઆત થઈ જાય અને પછી વહેલી તકે સાચા સાધક બનીને સિદ્ધ થઇએ એ જ એક શુભાલિભાષા..
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ વિ.સં. ૨૦૫૬ પોષ વદ૬, બુધવાર છાપરીયા શેરી, સુરત
એક પરિશીલન
૧૪૯
Page #153
--------------------------------------------------------------------------
________________
अथ योगपूर्वसेवाद्वात्रिंशिका प्रारभ्यते ।।
इत्थं विचारितलक्षणस्य योगस्य प्रथमोपायभूतां पूर्वसेवामाह
આ પૂર્વે અગિયારમી બત્રીશીમાં જેનું લક્ષણ-સ્વરૂપ વિચારાયું છે તે યોગની પ્રાપ્તિ માટે પ્રથમ ઉપાય સ્વરૂપ પૂર્વસેવાનું વર્ણન કરાય છે
पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् । सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेति प्रकीर्तिताः ॥१२-१॥
પૂર્વસેવા વિંતિ–સ્પષ્ટ: 19-8ા.
“ગુરુ-દેવાદિનું પૂજન, સદાચાર; તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - એને યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે.” આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગનું લક્ષણસ્વરૂપ વર્ણવતી વખતે અગિયારમી બત્રીશીમાં વર્ણવ્યું છે કે, મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર મુખ્ય કારણ સ્વરૂપ આત્મવ્યાપારને યોગ કહેવાય છે. આ મોક્ષસાધક યોગને પ્રાપ્ત કરવા માટેના જે ઉપાય છે; તેને અહીં મોક્ષસાધક યોગની પૂર્વસેવા તરીકે વર્ણવ્યા છે.
શ્રીવીતરાગપરમાત્માએ પ્રરૂપેલા મોક્ષસાધક યોગો અસંખ્ય છે. એને પ્રાપ્ત કરવાના ઉપાયો પણ અસંખ્ય છે - એ સમજી શકાય છે. અસંખ્ય યોગની પૂર્વસેવા સ્વરૂપ એ ઉપાયોમાંથી માત્ર ચાર જ ઉપાયોનું વર્ણન આ બત્રીશીમાં કર્યું છે. ખૂબ જ સંક્ષેપથી પણ માર્મિક રીતે વર્ણવેલા એ ઉપાયોનો વિચાર અહીં કરવાનો છે. અનંતદુઃખમય આ સંસારથી મુક્ત બનવા માટે યોગ વિના બીજો કોઈ ઉપાય નથી – એનો જેને ખ્યાલ છે એવા મુમુક્ષુઓને યોગ સિવાય બીજું કશું જ પામવા જેવું લાગતું નથી. યોગની પ્રાપ્તિ માટેનો તેમનો પુરુષાર્થ વ્યર્થ બને નહિ અને સફળ બની રહે – એ માટે આ બત્રીશીમાં ગ્રંથકાર પરમર્ષિએ યોગની પ્રાપ્તિના પ્રાથમિક ઉપાય તરીકે મુમુક્ષુ જનોને પૂર્વસેવા ઉપદેશી છે. એને પ્રાપ્ત કર્યા વિના; યોગ માટે કરેલો પુરુષાર્થ ફળની પ્રાપ્તિ સુધી નહિ પહોંચાડે.
કારણ ગમે તે હોય પરંતુ આજે આ જાતની પ્રાથમિક યોગ્યતાની ખૂબ જ ઉપેક્ષા સેવાય છે - એ માન્યા વિના ચાલે એવું નથી. આપણી અવદશાનું નિદાન વર્ષો પૂર્વે અનેક ગ્રંથકારપરમર્ષિઓએ ખૂબ જ ચોક્કસપણે કરી લીધું છે. કોઈ પણ જાતના ખચકાટ વિના એનો સ્વીકાર કરી આપણી અવદશાનાં એ કારણોને દૂર કર્યા વિના છૂટકો જ નથી. આત્માની વિશિષ્ટ યોગ્યતાને લઇને કોઇને એકાએક યોગની પ્રાપ્તિ થાય - એથી એવા દષ્ટાંતને લઈને યોગની યોગ્યતા સ્વરૂપ પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું હિતાવહ નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તે તે વિષયમાં યોગ્યતાની ઉપેક્ષા કરાતી નથી. માત્ર ધાર્મિક ક્ષેત્રમાં એવી ઉપેક્ષા કેમ સેવાય છે –
૧૫૦
યોગપૂર્વસેવા બત્રીશી
Page #154
--------------------------------------------------------------------------
________________
એ સમજાતું નથી. જો સંસારથી મુક્ત થવું હોય અને મોક્ષે જવું હોય તો યોગની પૂર્વસેવાની ઉપેક્ષા કરવાનું કોઈ કારણ જ નથી. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ યોગપૂર્વસેવાની ઉપેક્ષાનું વાસ્તવિક કારણ; ભવના ઉચ્છેદની ભાવનાનો અભાવ છે. “ભવ દુઃખથી ગહન છે, એનો ઉચ્છેદ કઈ રીતે થાય - આવો વાસ્તવિક પરિણામ જ યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરાવે છે.
યોગની પૂર્વસેવાને આત્મસાત્ કર્યા પછી યોગની પ્રાપ્તિ ખૂબ જ સરળ રીતે થાય છે, પ્રાપ્ત યોગ સ્થિર બને છે, સ્થિર યોગ વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ યોગ આત્માને પરમપદે બિરાજમાન કરે છે, જેના પ્રારંભમાં આ રીતે યોગની પૂર્વસેવા છે – એ સમજી શકાય છે. એ પૂર્વસેવાના અસંખ્ય ભેદમાંથી અહીં ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - આ ચારનું જ આ બત્રીશીમાં વર્ણન કર્યું છે. એનો વિચાર કરવાથી સમજાશે કે યોગ પ્રાપ્તિની વાત તો દૂર રહી; પરંતુ યોગની પૂર્વસેવાને પામવાનું પણ કપરું છે. આ સંસારના ઉચ્છેદની ભાવના તીવ્ર ન બને તો પૂર્વસેવા પામવાનું કોઈ રીતે શક્ય નથી. ભવના ઉચ્છેદની ભાવના વિનાનાને તો આ પૂર્વસેવાની વાત સમજવાનું પણ અઘરું છે. (૧૨-૧ી.
ગુરુદેવાદિ-પૂજન સ્વરૂપ યોગપૂર્વસેવાનું વર્ણન કરવા માટે બીજા શ્લોકમાં ગુરુવર્ગ જણાવાય છે
माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा ।
वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥१२-२॥ मातेति-वृद्धाः श्रुतवयोवृद्धलक्षणाः । गुरुवर्गो गौरववल्लोकसमुदायः ।।१२-२।।
માતા, પિતા, કલાચાર્ય, તેમના ભાઈ-બહેન વગેરે જ્ઞાતિજનો અને ધર્મનો ઉપદેશ આપનારા એવા વૃદ્ધજનો – આ બધાને શિષ્ટ પુરુષોએ ગુરુવર્ગ તરીકે માન્યો છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે કે જેમનું પૂજન કરવાનું યોગની પૂર્વસેવામાં વર્ણવ્યું છે; તે ગુરુવર્ગ માતા, પિતા અને કલાચાર્ય વગેરે સ્વરૂપ છે.
યોગની પ્રાપ્તિ માટે યોગની પૂર્વસેવા છે. યોગની પ્રાપ્તિ પૂર્ણપણે ગુરુદેવશ્રીને આધીન છે. ચાલુ વ્યવહારમાં પણ તે તે વસ્તુની પ્રાપ્તિ ગુરુને આધીન છે. ગુરુકૃપા સર્વસિદ્ધિનું મૂળ છે. સર્વસાવદ્ય યોગથી વિરામ પામ્યા વિના વાસ્તવિક રીતે યોગની પ્રાપ્તિ થતી નથી. એ સર્વવિરતિધર્મની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રીના પાતંત્ર્યનું કેટલું મહત્ત્વ છે એ સૌ કોઈ ખૂબ જ સારી રીતે જાણે છે. કોઈને એ અંગે સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. પરંતુ આજે ગુરુપરતંત્ર્યલગભગ ગૌણ બની ગયું છે એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. ગ્રંથકારપરમર્ષિએ યોગની પૂર્વસેવાના નિરૂપણનો પ્રારંભ “ગુરુપૂજનથી કર્યો છે. એનો થોડો વિચાર કરીએ તો ચોક્કસ સમજાશે કે ગુરુપાતંત્ર્યની પ્રાપ્તિ માટે અહીં વર્ણવતા ગુરુપૂજન સિવાય બીજો કોઈ જ
એક પરિશીલન
૧૫૧
Page #155
--------------------------------------------------------------------------
________________
ઉપાય નથી. ભવનિતારક પૂ. ગુરુદેવશ્રીની ઉપાસનાથી જેમ પરમતારક પરમગુરુ શ્રી અરિહંતપરમાત્માનો સદ્યોગ પ્રાપ્ત થાય છે, તેમ ઉપકારી માતાપિતાની સેવાથી (વિનયાદિસ્વરૂપ સેવાથી) ભવનિતારક ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય પ્રાપ્ત થાય છે, જે સર્વવિરતિધર્મસ્વરૂપ યોગનું મુખ્ય અંગ છે. એ અંગ વિના યોગની બધી જ સાધના સાધ્યસિદ્ધિનું અંગ બનતી નથી.
યોગની પૂર્વસેવાને કર્યા વિના યોગની સાધના માટે કોઈ પણ જાતની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. યોગ્યતારહિત માણસો ગમે તેટલી ઉચ્ચ કક્ષાની આરાધના કરે; તોપણ તેઓ સિદ્ધિથી વંચિત જ રહેવાના. અનધિકારીઓને કોઈ ફળ મળે - એ વાતમાં તથ્ય નથી. માટે કોઇ વાર યોગની સાધનાનો પ્રારંભ કરતાં પૂર્વે યોગની પૂર્વસેવાનો પ્રયત્ન કર્યો ન હોય; ત્યારે તેવા સાધકોએ પોતાની એ નબળાઇને સતત ખ્યાલમાં રાખીને જ યોગમાર્ગમાં ચાલવું જોઈએ. ચાલવા માટે પગ જેવું કોઈ જ સાધન નથી. એ સશક્ત હોય તો જ ખરેખર તો ચાલવું જોઈએ. પરંતુ સંયોગવશ પગ અશક્ત-અસમર્થ હોય તો પણ ચાલવું પડતું હોય છે. પણ એ વખતે ચાલનારને પોતાની એ નબળાઈનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી ધીમે ધીમે સાચવી-સાચવીને ચાલવા દ્વારા તે વિલંબે પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે. યોગની પૂર્વસેવાને આરાધ્યા વિના યોગની આરાધનાને કરનારાએ પોતાની એ ખામીનો ખ્યાલ રાખી એને દૂર કરવા ઉત્કટ પ્રયત્ન કરવો જોઈએ. સાધન ખરાબ નથી, અપૂર્ણ છે. એનો ત્યાગ કરવાની જરૂર નથી, એને પૂર્ણ અને સમર્થ બનાવવાની જ જરૂર છે. અશક્ત પગ પણ લાકડી વગેરેના ટેકાથી કાર્યસાધક બનતા હોય છે.
માતા, પિતા, કલાચાર્ય, તેઓના ભાઇ-બહેન વગેરે અને જ્ઞાનથી કે ઉંમરથી વૃદ્ધ(મોટા) એવા ધર્મના ઉપદેશકો – આ ગુરુવર્ગ છે. તેમણે આપણી ઉપર કઈ જાતનો ઉપકાર કર્યો છે - એ વિચારવાના બદલે કઈ જાતનો ઉપકાર તેમણે આપણી ઉપર કર્યો નથી; એ વિચારવું જોઈએ. આપણી ગર્ભાવસ્થા; જન્મસ્થિતિ; શિશુઅવસ્થા અને બાલ્યાવસ્થા કેવી અજ્ઞાનમયી હતી? એ ઘોર અંધકારમાંથી પ્રકાશને ઝીલવાની પાત્રતા પ્રાપ્ત કરાવીને આપણાં માતાપિતાએ આપણી ઉપર કયો ઉપકાર કર્યો નથી? આપણી એ પાત્રતાને જોઇને કલાચાર્યે સમયોચિત અક્ષરાદિ-જ્ઞાનના પ્રદાન દ્વારા આપણા જીવનને જ નહિ આપણા આત્માને પ્રકાશમય બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો સાથે વિવિધ કલાઓના જ્ઞાનનું પ્રદાન કરતાં કરતાં આપણા હિતની પણ ચિંતા તેઓએ કરી છે. આજની આપણી જે કાંઈ પણ થોડી સારી સ્થિતિ છે તે તેઓના ઉપકારનું જ ફળ છે ને? આવી જ રીતે મામા, માસી, કાકા, ફોઈ... ઇત્યાદિ જ્ઞાતિજનો(સ્વજનો)એ પણ અવસરે અવસરે આપણી સારસંભાળ લઈને આપણા જીવનના પ્રવાહને અવિરતપણે વહેતો રાખવા પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બધાએ કરેલા ઉપકારો અગણિત છે. આપણા વિવેકહીન વર્તનને જોયા પછી અને જાણ્યા પછી પણ તેઓએ એ ઉપકારનું ઝરણું વહેતું જ રાખ્યું છે. એના અચિંત્ય સામર્થ્યથી, દિશાપૂર્ણ બનેલા આપણા જીવનને જોઈને આપણા પરલોકની ચિંતામાં વ્યગ્ર
૧૫૨
યોગપૂર્વસેવા બત્રીશી
Page #156
--------------------------------------------------------------------------
________________
એવા પૂ. ધર્મોપદેશકોએ પણ આપણી ઉ૫૨ ખૂબ જ અનુગ્રહ કર્યો છે. પરલોકના હિતથી સર્વથા અનભિજ્ઞ(અજાણ) એવા આપણને; હેય, ઉપાદેય અને સદસ ્ વગેરેનો વિવેક તેઓશ્રીની કૃપાથી જ પ્રાપ્ત થયો છે ને ? સ્વપ્રે પણ આપણને જેની કલ્પના ન હતી એવા હિતાહિતાદિને સમજાવી આપણા જીવનને વિવેકપૂર્ણજ્ઞાનથી ભરી દેવાનો પ્રયત્ન તેઓશ્રીએ કર્યો છે. ઉંમરથી નાના પણ જ્ઞાનથી મોટા એવા શ્રુત(જ્ઞાન)વૃદ્ધ અને ઉંમરથી અધિક એવા વયોવૃદ્ધ પુરુષોએ કરેલા અનુગ્રહને આપણે ક્યારે પણ વીસરી નહીં શકીએ. યોગની પૂર્વસેવાની જ્યાંથી શરૂઆત કરવાની છે એ ગુરુપૂજન માટેના ગુરુવર્ગને આ શ્લોકથી જણાવ્યો છે. ૧૨-૨
હવે ત્રીજા શ્લોકથી ગુરુવર્ગના પૂજનનું વર્ણન કરાય છે—
पूजनं चाऽस्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ।।१२-३॥
पूजनमिति - नमनं कदाचिद्द्रव्यतस्तदभावेऽपि भावतो मनस्यारोपणेन । नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्याम् । उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।१२- ३।।
“આ ગુરુવર્ગનું પૂજન; ત્રણ સંધ્યાએ નમસ્કાર કરવો, પર્યુપાસના કરવી, અવર્ણવાદનું શ્રવણ ન કરવું, નામની શ્લાઘા(ગૌરવપૂર્વક બોલવું), ઊભા થવું અને આસન આપવા સ્વરૂપ છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે.
',
કહેવાનો આશય એ છે કે માતા, પિતા વગેરે ગુરુવર્ગને દ૨૨ોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ વાર પ્રણામ ક૨વો જોઇએ. સવારે છ વાગ્યાની આસપાસ, બપોરે બાર વાગ્યાની આસપાસ અને સાંજે છ વાગ્યાની આસપાસના સમયને સામાન્યથી સંધ્યાસમય કહેવાય છે. ત્રણ સંધ્યાએ માતા, પિતા, કલાચાર્ય, તેમના જ્ઞાતિજનો અને વૃદ્ધધર્મોપદેશકો - આ ગુરુવર્ગને પ્રણામ કરવો જોઇએ. કોઇ વાર ગુરુવર્ગ ઉપસ્થિત ન હોય અથવા તો આપણે તેમની પાસે ન હોઇએ તો આવા અવસરે દ્રવ્યથી તેઓ વિદ્યમાન ન હોવાથી સાક્ષાત્ પ્રણામ કરવાનું ન બને તોપણ ત્રણે સંધ્યાએ ભાવથી મનમાં તેમનું સ્મરણ કરી આરોપણ કરવા દ્વારા પ્રણામ કરવો જોઇએ. આ રીતે માતા-પિતાદિને પ્રણામ કરવાનું ધાર્યા કરતાં ઘણું જ અઘરું છે. વર્તમાનમાં લગભગ આ આચાર નાશ પામ્યો છે. જે પણ થોડા માણસો એ આચારને પાળે છે તેમને; ઘણા માણસો તેમ કરતા ન હોવાથી વિચિત્ર લાગે છે. એમાં પણ મોટી ઉંમર થયા પછી કે સમાજમાં સ્થાન પામ્યા પછી ખૂબ જ વિષમતા સર્જાય છે. આવા સંયોગોમાં એ વિચારવું જોઇએ કે આપણે ગમે તેટલા મોટા-મહાન થઇએ પરંતુ આ ભવમાં માતા, પિતા કે કલાચાર્યાદિ ગુરુવર્ગની અપેક્ષાએ આપણે મહાન નહિ જ થઇએ. માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું બંધ થવાથી મર્યાદાનું પાલન લગભગ નષ્ટ થયું. ગુરુવર્ગ ગુરુવર્ગ છે એટલું જ જોતા રહ્યા હોત તો આજની એક પરિશીલન
૧૫૩
Page #157
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ જોવા મળતા નહિ. માતા માતા છે; પિતા પિતા છે અને કલાચાર્ય કલાચાર્ય છે - આ સિવાય બીજી કોઈ વાતનો વિચાર કરવાની આવશ્યકતા જ હતી નહિ. માત્ર એ એક જ વિશેષતાને આંખ સામે રાખીને તેમને પ્રણામ કરવાનો હતો પરંતુ તેમના સ્વભાવાદિને જોવાથી યોગની આ પૂર્વસેવાથી આપણે દૂર થયા.
આજે તો માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું જણાવી શકાય એવી સ્થિતિ જ નથી. કારણ કે સંયુક્ત કુટુંબની પદ્ધતિનો ઉચ્છેદ થવાથી એ શક્ય બનતું નથી. જ્યાં પણ માતાપિતાની સાથે રહેતા હોય છે, ત્યાં પણ હું માતા-પિતાની સાથે રહું છું એમ માનવાના બદલે મારી સાથે માતાપિતા રહે છે – એમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં માતાપિતા પ્રત્યે બહુમાન કે આદરભાવ ન જ હોય તે સમજી શકાય છે. કલાચાર્યની તો વાત કરવાની જ રહેતી નથી. તેમની અવજ્ઞા ન કરે તો સારું ! એમ જ કહેવાનો પ્રસંગ છે. તેમને પ્રણામ કરવાની વાત તો માંડી જ વાળવી પડશે. આજથી પચાસ વર્ષ પૂર્વે કલાચાર્ય પ્રત્યે જે આદર અને બહુમાનાદિ હતા તે આજે નથી. બેરિસ્ટર થયા પછી પણ પ્રાથમિક માસ્તરને કાદવવાળી જગ્યા હોય તોપણ સાષ્ટાંગ પ્રણામ કરનારા એ વખતે જૈનેતરોમાં જોવા મળતા. જોતજોતામાં આ બધું અદશ્ય થતું ગયું. એની અસર અમારે ત્યાં સાધુજીવનમાં પણ પડી છે. વંદનની બાબતમાં હવે બહુ આગ્રહ જેવું રહ્યું નથી. સમયની અને સંયોગની અનુકૂળતા હોય તો વંદન કરવાનું, નહિ તો કાંઈ નહિ ! કલાચાર્યની તો ઘણી અવજ્ઞા થતી હોય છે. ભણાવનારા આપણી ઉપર ઉપકાર કરે છે – એવી માન્યતા લુપ્ત થતી ચાલી છે. એમને આવડે છે માટે ભણાવવું જ જોઇએ, એમાં વળી ઉપકાર શાનો? લગભગ આવી માન્યતા દઢ થતી ચાલી છે. માતા, પિતા કે કલાચાર્યોની આ રીતે ઉપેક્ષા થતી હોય ત્યારે તેમના જ્ઞાતિજનો માટે કશું જ કહેવાનું રહેતું નથી. આ બધામાં ધર્માચાર્યોના પ્રણામ અંગે શું કહેવું તે સમજાતું નથી. જ્ઞાન કે ઉંમરથી વૃદ્ધ એવા ધર્મોપદેશકોને પ્રણામ કરવાનું; ધર્મના ઉત્કટ અર્થી બન્યા વિના શક્ય નહીં બને. યોગની પૂર્વસેવાનો પ્રારંભ માતાપિતાદિના પૂજનથી થાય છે; અને તેનો પ્રારંભ માતા-પિતાદિને ત્રિકાળ પ્રણામ કરવાથી થાય છે – એ યોગના અર્થીએ યાદ રાખવું જોઈએ.
ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુવર્ગને ત્રણ સંધ્યાએ પ્રણામ કરીને તુરત જ જતા રહેવાનું નથી. થોડી વાર તેમની પાસે બેસીને વાતચીત કરી તેમને કોઇ કામ હોય તો તે અંગે પૂછવું, આપણા કાર્ય અંગે તેમનું માર્ગદર્શન મેળવવું.. વગેરે સ્વરૂપ તેમની પર્યાપાસના કરવી. આ રીતે પપાસના કરવાથી ગુરુવર્ગ પ્રત્યે બહુમાન વધે અને આપણી કોઈ ભૂલ થતી હોય તો તે દૂર થાય.
શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ગુરુવર્ગના અવર્ણવાદ(નિંદા વગેરે)નું શ્રવણ કરવું નહિ. કોઈ વાર કાર્યવશ એવા સ્થાને જવાનું થાય ત્યારે ત્યાં આપણાં માતા-પિતાદિની નિંદા થતી હોય તો તે સાંભળવી નહીં. ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. એ અંગે કોઈ પૂછે તો
યોગપૂર્વસેવા બત્રીશી
૧૫૪
Page #158
--------------------------------------------------------------------------
________________
હિંમતથી જણાવવું કે મારા ગુરુવર્ગની નિંદા-અવર્ણવાદ સાંભળવા હું આવ્યો નથી. - આ પ્રમાણે કરવાના કારણે ગુરુવર્ગ પ્રત્યેનું બહુમાનાદિ ટકી રહે છે. આ રીતે અવર્ણવાદ સાંભળવાનો ત્યાગ કરવાથી એના ફળ સ્વરૂપે ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાથી સર્વથા દૂર રહી શકાય છે. વર્તમાનમાં પોતાના ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાનું દૂષણ ખૂબ જ વ્યાપક બનતું ચાલ્યું છે. એ દૂષણ થોડાઘણા અંશે સાધુ-સાધ્વીઓમાં પ્રવેશ પામેલું જોવા મળે છે, જે; યોગની પૂર્વસેવાથી પણ દૂર રાખનારું છે. સામાન્ય શિષ્ટાચાર એ છે કે કોઈના પણ અવર્ણવાદ કરવા નહિ. એનો વિચાર કરીએ તો સમજાશે કે માતાપિતાદિ ઉપકારી ગુરુવર્ગના અવર્ણવાદની પ્રવૃત્તિ કેટલી ખરાબ છે. આવી દુષ્ટ પ્રવૃત્તિથી સર્વથા દૂર રહેવા માટે અવર્ણવાદનું અશ્રવણ ખૂબ જ આવશ્યક છે.
માતાપિતાદિ ગુરુવર્ગનું નામ યોગ્ય-પવિત્ર સ્થાને અવશ્ય બોલવું પરંતુ મૂત્ર-મલાદિપરિત્યાગાદિના અપવિત્ર સ્થાને કોઈ પણ રીતે તેમનું નામ બોલવું નહિ - આ વસ્તુને નામરાયા પદથી અહીં જણાવી છે. પૂજયપુરુષોની જેમ જ તેમનું નામ પણ પરમપવિત્ર હોય છે. તેથી પવિત્ર સ્થાને-અવસરે વિવેકપૂર્વક તેમનું નામ ગ્રહણ કરવું. પરંતુ અશુચિ-અપવિત્ર સ્થાનમાં તેમનું નામ ન લેવું. આથી ઉપકારી જનો પ્રત્યેનો પૂજ્યભાવ જળવાય છે.
માતાપિતાદિ ગુરુજનો બહારથી આવે ત્યારે તેમને જોતાંની સાથે જ ઊભા થવું; તેમને બેસવા માટે આસન આપવું અને બેઠા પછી તેમની પાસે બેસવું... વગેરે પણ એક જાતનું ગુરુપૂજન છે. તેઓ જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ જવું. તેઓ આવે ત્યારે તેમને લેવા માટે સામે જવું... વગેરે સ્વરૂપ અનેક પ્રકારનો ‘વિનય' પણ અહીં ગુરુવર્ગના પૂજનમાં સમજી લેવાનો છે. આ રીતે આ શ્લોકમાં નમન; પર્યાપાસન; અવર્ણાશ્રવણ; નામશ્લાઘા; ઉત્થાન અને આસનાર્પણ સ્વરૂપ ગુરુપૂજન જણાવ્યું છે. ૧૨-૩ ગુરુપૂજનના જ બીજા પ્રકારો જણાવાય છે–
सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता ।
स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ॥१२-४॥ सर्वदेति-स्वपुमर्थं धर्मादिकमबाध्यानतिक्रम्य । यदि च तदनिष्टेभ्यो निवृत्तौ तदिष्टेषु च प्रवृत्ती धर्मादयः पुरुषार्था बाधन्ते तदा न तदनुवृत्तिपरेण भाव्यं । किं तु पुरुषार्थाराधनपरेण, अतिदुर्लभत्वात् पुरुषार्थाराधनकालस्येत्यर्थः । साराणामुत्कृष्टानामलङ्कारादीनां निवेदनं समर्पणम् ।।१२-४।।
પોતાના ધર્માદિ પુરુષાર્થને હાનિ ન પહોંચે એ રીતે; માતા-પિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેની નિવૃત્તિમાં અને જે ઈષ્ટ છે તેની પ્રવૃત્તિમાં તત્પર બનવું અને પોતાને પ્રાપ્ત થયેલા સારભૂત એવા અલંકારાદિનું તેમને સમર્પણ કરવું.' - આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એક પરિશીલન
૧૫૫
Page #159
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે માતાપિતાદિ ગુરુવર્ગને પૂર્વે જણાવ્યા મુજબ નિત્ય ત્રણ વાર પ્રણામાદિ કરવા માત્રથી ગુરુપૂજન થતું નથી. પરંતુ તે માટે બીજું પણ જે કરવાનું છે તે જણાવતાં આ શ્લોકમાં ફરમાવ્યું છે કે પૂ. માતાપિતાદિ ગુરુજનોને જે ઇષ્ટ નથી (અનિષ્ટ છે) તેનો ત્યાગ કરવો જોઇએ. આમ જોઇએ તો વાત ખૂબ જ નાની છે. પરંતુ તે મુજબ વર્તવાનું ઘણું જ આકરું છે. માતાપિતાદિને જે ગમતું ન હોય તે કરવું નહિ - આ નિયમનું ચોક્કસપણે પાલન કરવા માટે સૌથી પહેલાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું બંધ કરવું પડે. ગુરુજનો પ્રત્યે સદ્ભાવ હોય તોપણ આપણી ઇચ્છાના કારણે એ સદ્ભાવ એક વખત તો દૂર જ થતો હોય છે. ગમે તેટલું દુઃખ હોય તો ય આપણી ઇચ્છા હોય તો મજેથી વેઠી લેવાય. પરંતુ આપણી ઇચ્છા ન હોય તો સુખમાં ય મજા ન આવે. ઇચ્છા મુજબ જીવવા મળતું નથી - એ જ મોટામાં મોટું દુઃખ છે. શરીર કે મન સંબંધી દુઃખો તો સાધુપણામાં જ આવે છે અને ગૃહસ્થાપણામાં આવતાં જ નથી - એવું નથી. બંન્ને સ્થાને દુઃખ તો આવતાં જ હોય છે. પરંતુ સાધુપણામાં પોતાની ઇચ્છા મુજબ જિવાતું નથી અને ગૃહસ્થપણામાં તો થોડીઘણી રીતે ઇચ્છા મુજબ જીવી શકાય છે - આવી સુદૃઢ માન્યતાના કારણે કંઇ - કેટલાય આત્માઓ ચારિત્રધર્મનો સ્વીકાર કરતાં અચકાય છે. આ રીતે સમ્યક્ચારિત્રની પ્રાપ્તિમાં અવરોધ કરનારી, ઇચ્છા મુજબ જીવવાની આપણી મનોદશા છે. તે દૂર કરવાની શરૂઆત; યોગની પૂર્વસેવામાં ન થાય તો યોગની સાધનામાં કોઇ ભલીવાર આવે - એ શક્ય નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત ગુરુપૂજનમાં આ રીતે ઇચ્છા મુજબ જીવવાની વૃત્તિમાં થોડો કાપ મુકાય છે. ગુરુજનો આપણા અહિતને ઇચ્છતા નથી. આપણા હિત માટે સર્વદા તત્પર એવા ગુરુજનોને જે ગમતું નથી તે આપણા હિતનું કારણ નથી - એમ માનીને ગુરુજનને અનિષ્ટ એવી પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ એમાં જ આપણું હિત છે. જાણે-અજાણે પણ અહિતની આપણને પ્રાપ્તિ ન થાય એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક ગુરુજનોના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ, જેથી સ્વચ્છંદતાનો અંશતઃ પણ નાશ થઇ શકશે.
ઉપર જણાવ્યા મુજબ ગુરુવર્ગના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી તેમને જે ઇષ્ટ છે; તેની પ્રવૃત્તિમાં એકનિષ્ઠ બનવાનું આ શ્લોકમાં ફ૨માવ્યું છે. માતાપિતાદિને જે ઇષ્ટ છે તે કોઇ પણ રીતે કરી લેવાનું પણ સહેલું તો નથી જ. તેમને જે ન ગમે, તે ના કરીએ પણ તેમને જે ગમે તે તેઓ કરે, આપણે શા માટે એ કરવાનું... વગેરે વિચારો તો સતત આવ્યા જ કરતા હોય છે. આવા સંયોગોમાં ગુરુજનોને જે ઇષ્ટ છે તે કરવામાં તત્પર બનવાનું, પ્રમાણમાં ઘણું જ અઘરું બને છે. કોઇને પ્રતિકૂળ બનવાનું ટાળી શકાય, પરંતુ કોઇને અનુકૂળ બનવાનું લગભગ શક્ય બનતું નથી. એ માટે યોગ્યતાવિશેષની આવશ્યકતા હોય છે. ચારિત્રસ્વરૂપ યોગની આરાધના પ્રસંગે પૂ. ભવનિસ્તા૨ક ગુરુદેવશ્રીને અનુકૂળ બનવાનું અસહ્ય થઇ પડતું
યોગપૂર્વસેવા બત્રીશી
૧૫૬
Page #160
--------------------------------------------------------------------------
________________
હોય છે. કોઇને પણ પીડા ન પહોંચાડવી અને કોઇને અનુકૂળ બની શાતા આપવી - એ બેમાં જે અંતર છે, એવું જ અંતર ગુરુજનોના અનિષ્ટત્યાગમાં અને ઇષ્ટોપાદાનમાં છે. દ્વેષ ન હોય તો સામા માણસને જે અનિષ્ટ છે, તેનો ત્યાગ કરી લેવાય, પરંતુ સામા માણસ પ્રત્યે બહુમાન ન હોય તો તેને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન શક્ય નહિ બને. માતાપિતાદિ ગુરુજનોના અનુગ્રહનું નિરંતર સ્મરણ કરી તેમની પ્રત્યે ચિકાર બહુમાન કેળવી લેવું જોઇએ. અન્યથા તેમને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન કરી શકાશે નહીં. માતાપિતાદિ ગુરુજનો કરતાં વર્તમાનમાં આપણે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકામાં હોઇએ તોપણ ભૂતકાળમાં જે અનુગ્રહ ગુરુજનોએ કર્યો છે તેને યાદ રાખ્યા જે વિના છૂટકો નથી. કારણ કે એ અનુગ્રહનું જ ફળ વર્તમાનની સ્થિતિ છે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો ન હોત તો આપણને વર્તમાન જોવા પણ ન મળત.
માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેનો ત્યાગ કરતી વખતે અને તેમને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન કરતી વખતે જે ધ્યાનમાં રાખવાનું છે તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે વર્તવું જોઇએ. ગુરુજનોના અનિષ્ટ કે ઇષ્ટના ત્યાગ કે ઉપાદાનથી પોતાના ધર્માદિ પુરુષાર્થની હાનિ ન થાય - એ જોવું જોઇએ. આવા વખતે ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં તત્પર બનવું જોઇએ. ગુરુજનોને અનુસરવાનું એ વખતે નહિ કરવું. કારણ કે ધર્માદિ પુરુષાર્થની આરાધનાનો અવસર અતિ દુર્લભ છે. મહામુસીબતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાની તક પ્રાપ્ત થતી હોય છે. માતાપિતાદિને અનુસરવાથી એ તક સરી જતી હોય તો માતાપિતાદિ ગુરુજનોને અનુસર્યા વિના એ તકને સાધી લેવાનું ખૂબ જ આવશ્યક છે. અર્થ અને કામ માટે પોતાનાં માતાપિતાદિના ઇષ્ટ કે અનિષ્ટનો વિચાર નહિ કરનારાની સંખ્યા આજે ઘણી છે. આવા લોકો પણ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનામાં માતાપિતાદિના ઇષ્ટાનિષ્ટનો વિચાર કર્યા કરે - એ તો કોઇ પણ રીતે ઉચિત નથી. અર્થ અને કામ તો નામથી જ પુરુષાર્થ છે. પારમાર્થિક રીતે તો તે અનર્થભૂત જ છે. અનર્થસ્વરૂપ એ પુરુષાર્થ માટે માતાપિતાદિના ઇષ્ટ-અનિષ્ટનો વિચાર ન કરે તો આજે એમાં કશું અનૌચિત્ય જણાતું નથી. પરંતુ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનાના વિષયમાં તુરત જ અનૌચિત્ય જણાતું હોય છે. ખૂબ જ વિચિત્ર મનોદશા છે ને ? પોતાના ગુરુજનોના ઇષ્ટાનિષ્ટનો વિચાર કરી ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થની આરાધનામાં બાધા ન પહોંચે તો કોઇ પણ રીતે ગુરુજનોના અનિષ્ટના પરિહારમાં અને ઇષ્ટના સંપાદનમાં તત્પર બનવું જ જોઇએ. પરંતુ એવી તત્પરતામાં ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં બાધા પહોંચતી હોય તો કોઇ પણ રીતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાને બાધ આવે નહિ - એ રીતે વર્તી લેવું જોઇએ. ગુરુજનોનો અનુગ્રહ ધર્માદિ પુરુષાર્થની સાધનાના અવસર કરતાં તો મહાન નથી જ - એ યાદ રાખવું જોઇએ. આ વિષયમાં
એક પરિશીલન
૧૫૭
Page #161
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. કોઈ પણ જાતનો કદાગ્રહ રાખ્યા વિના અને ધર્માદિ પુરુષાર્થની મહત્તા સમજી લેવાથી; સરળતાથી એ પ્રશ્નોનું સમાધાન કરી શકાશે. અજ્ઞાનની જેમ કદાગ્રહ પણ પ્રશ્નોનું ઉદ્ભવસ્થાન છે.
ઉપર જણાવ્યા મુજબ ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ કે અનિષ્ટ છે તેનું ઉપાદાન કે તેનો ત્યાગ કરવો જોઈએ – એ જણાવીને પોતાને જે સારભૂત છે એવા ઉત્કૃષ્ટ અલંકારાદિને માતા-પિતાદિ ગુરુજનને આપી દેવાનું આ શ્લોકના અંતભાગથી જણાવ્યું છે. સામા માણસને પ્રતિકૂળ કરવું નહિ અને અનુકૂળ બનવાનું, એની અપેક્ષાએ પણ પોતાની પાસેની સારભૂત વસ્તુનું અર્પણ કરવાનું થોડું વધારે અઘરું છે. માતાપિતાદિને જે અનિષ્ટ હોય તે ના કરીએ, તેમને જે અનુકૂળ હોય તે પણ કરીએ અને તેમની અપેક્ષા મુજબ તેમને બધું આપી પણ દઈએ; પરંતુ આપણને જે વ્યાપારાદિ દ્વારા પ્રાપ્ત થયું હોય તે બધું માતાપિતાદિને આપી દેવાનું અને તેમાંથી તેઓ જે આપે તે આપણે લેવાનું - આવું શા માટે કરવાનું... વગેરે વિચારો તો આવ્યા જ કરતા હોય છે. તેથી આપણે મેળવેલાં વસ્ત્ર, પાત્ર કે અલંકારાદિ તેમને આપી દેવાનું મન થતું નથી. “મને મળેલું કે મેં મેળવેલું પણ ગુરુજનોનું જ છે.” - એવો ભાવ આવ્યા વિના - આ રીતે સારભૂત વસ્તુનું નિવેદન - સમર્પણ શક્ય નથી.
પોતાને મળેલી કે પોતે મેળવેલી વસ્તુઓ પોતાની પાસે જ રાખવાની વૃત્તિ સંયમજીવનમાં પરિણામે ગુરુ-અદત્તાદાનના પાપનું ભાજન બનાવનારી છે. પોતાને મળેલાં વસ્ત્ર, પાત્રાદિ કે શિષ્ય વગેરેની માલિકી પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીની છે - આ વાત લગભગ સ્મૃતિપથમાંથી આજે ચાલી ગઈ છે. એના મૂળમાં “સારાનાં ચ નિવેદન થી જણાવેલી યોગપૂર્વસેવાની ખામી કારણ છે. ભવનિસ્તારક ગુરુદેવશ્રીથી કશું જ છાનું રાખવામાં ન આવે તો કંઈ-કેટલાંય પાપ આજે જીવનમાંથી નાબૂદ થાય. યોગપૂર્વસેવાના અભાવે ખરેખર જ યોગની પ્રાપ્તિ દુષ્કર છે. ગૃહસ્થપણામાં ખૂબ જ ઉપયોગપૂર્વક યોગની પૂર્વસેવાને આત્મસાત્ કરી લેવાથી યોગની આરાધના શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ કરી શકાશે. ૧૨-૪ો. ગુરુપૂજનના જ પ્રકારમંતર જણાવાય છે: તત્તિયોનનું તીર્થે તનૃત્યનુમોર્જિયા ..
तदासनाद्यभोगश्च तबिम्बस्थापनार्चने ॥१२-५॥ तद्वित्तेति-तद्वित्तस्य गुरुवर्गालङ्कारादिद्रव्यस्य । योजनं नियोगः । तीर्थे देवतायतनादौ । तन्मृत्यनुमतेस्तन्मरणानुमोदनादिया भयेन । तत्सङ्ग्रहे तन्मरणानुमतिप्रसङ्गात् । तस्यासनादीनामासनशयनभोजनपात्रादीनामभोगोऽपरिभोगः । तद्बिम्बस्य स्थापनार्चने विन्यासपूजे ॥१२-५।। ૧૫૮
યોગપૂર્વસેવા બત્રીશી
Page #162
--------------------------------------------------------------------------
________________
“ગુરુવર્ગના મરણની અનુમોદનાના ભયને લઈને તેમના વિત્તનો તીર્થસ્થાનમાં વ્યય કરવો જોઇએ. તેમના આસન વગેરેનો પરિભોગ ન કરવો અને તેમના બિંબ(ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પૂજા કરવી.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે માતાપિતાદિ ગુરુજનોના મૃત્યુ પછી તેમના અલંકાર વગેરે જે વિદ્યમાન હોય તે સઘળાંય વિત્ત-ધનનો તીર્થસ્થાનમાં તેમના નામે વ્યય કરવો જોઇએ. અન્યથા તે દ્રવ્યનો આપણે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે જાણે રાહ જોઈને જ બેઠા હોઇએ તેમ જણાશે અને તેથી તેમના(ગુરુવર્ગના) મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. ગુરુવર્ગના ધનની કોઈ પણ જાતની ઇચ્છા કર્યા વિના તેમની હયાતી બાદ તેમનું સઘળું ય વિત્ત તીર્થસ્થાનમાં ખર્ચી નાખવું. આવું ના કરીએ અને તેનો ઉપયોગ આપણા પરિભોગ માટે કરીએ તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. કારણ કે ગુરુજનોની હયાતીમાં અત્યાર સુધી તેનો ઉપયોગ આપણે આપણા પરિભોગમાં ન કર્યો અને હવે તેમની હયાતી બાદ તેનો એ રીતે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે રાહ જોઇને જ બેઠા હોઈએ – એમ લાગ્યા વિના નહિ રહે. આપણે ગમે તેવી વિષમસ્થિતિમાં હોઈએ પરંતુ ગુરુજનોના વિત્તની અપેક્ષા રાખ્યા વિના તે વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરી લેવો જોઈએ. માતાપિતાદિ ગુરુજનોએ આપણને જે સંસ્કારમય જીવન જીવતાં શીખવ્યું છે તે જ મોટામાં મોટો ઉપકાર છે. એ પછી પણ તેમના વિત્તની અપેક્ષા રાખવી એ ઉચિત નથી. અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ ગુરુજનોનું સઘળું ય વિત્ત તેમના ગયા પછી જેમ બને તેમ તુરત તીર્થસ્થાનમાં વાપરી નાખવું જોઈએ. એ સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવો; એ માટે યાચના કરવી અને જરૂર પડે કોર્ટે જવું વગેરે ગુરુપૂજનની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. યોગની પૂર્વસેવાના અર્થી જનોએ કોઈ પણ સંયોગોમા એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. શક્ય પ્રયત્ન તો ગુરુજનોની હયાતીમાં તેમને જણાવવું જોઇએ કે - “આપના હાથે જ આપનું વિત્ત તીર્થસ્થાનમાં આપ વાપરી નાંખો, મારે એની આવશ્યકતા નથી.” આમ છતાં કોઈ વાર ગુરુજનોની હયાતી બાદ તેમનું વિત્ત આપણને મળે તો તે ઉપર જણાવ્યા મુજબ વિવેકપૂર્વક તીર્થસ્થાનમાં વાપરી નાંખવું. આજે જે રીતે તીર્થસ્થાનોમાં ભૌતિક સગવડો ઊભી કરાય છે અને એને ધાર્મિક સ્વરૂપ અપાય છે – એ જોતાં માતા-પિતાદિ ગુરુજનોના વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરતી વખતે નવેસરથી વિચારવાનું આવશ્યક બને છે. પોતાના ઘરમાં પણ જે અનુકૂળતા નથી એવી અનુકૂળતા ધર્મના નામે જ્યાં અપાય છે ત્યાં ધાર્મિક દૃષ્ટિએ વિત્ત વાપરવાનો કોઈ જ અર્થ નથી. માટે ગુરુજનોના વિત્તનો વિનિયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઈએ. અવિવેકવાળી પ્રવૃત્તિથી આજે પરમતારક તીર્થોની પવિત્રતામાં હાનિ થતી આવી છે. પવિત્રતાને હાનિ પહોંચાડવાની લગભગ આજે સ્પર્ધા ચાલી છે. એવી સ્પર્ધામાં આપણે ભાગ લેવાની આવશ્યકતા નથી. તીર્થસ્થાનમાં પૂ. સુવિહિત ગીતાર્થ એક પરિશીલન
૧૫૯
Page #163
--------------------------------------------------------------------------
________________
ગુરુભગવંતના માર્ગદર્શન મુજબ માતાપિતાદિના વિત્તનો તેમના જ નામે વિનિયોગ કરી લેવો જોઇએ, જેથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ નહીં આવે. અન્યથા તે વિત્તનો સંગ્રહ કરવાથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે.
આ પાંચમા શ્લોકના ઉત્તરાર્ધમાં ગુરુપૂજનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ગુરુજનોનું આસન; શય્યા અને ભોજન માટેનાં પાત્ર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઇએ. ગુરુવર્ગના આસનાદિને પગ લાગે તોપણ ગુરુવર્ગનો અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે છે - આનો જેને ખ્યાલ છે તેમને ગુરુવર્ગના આસનાદિનો ઉપયોગ કરવાથી અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે - એ સમજાવવાની જરૂર નથી. સામાન્ય રીતે થોડો ઉપયોગ રાખીએ તો ખૂબ જ સારી રીતે આ અવિનયના દોષથી દૂર રહી શકાય. માતાપિતાદિ ગુરુજનોની પ્રત્યે બહુમાનપૂર્વક વિનયનું વર્તન ક૨વા માટે અવિનયનો ત્યાગ કરવાનું આવશ્યક છે. લોકોત્તર ધર્મની આરાધનાને કરનારા મુમુક્ષુ આત્માઓને ભવનિસ્તારક પૂ. ગુરુદેવાદિ રત્નાધિકોનો આ રીતે અવિનય દૂર કરવાનું સરળ બને છે. ગૃહસ્થ - અવસ્થામાં આ રીતે ગુરુજનોનો અવિનય દૂર કર્યો ન હોય તો ભવિષ્યમાં સાધુપણાની આરાધના વખતે રત્નાધિકોનો અવિનય ટાળવાનું કપરું બને છે.
યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરવા ગુરુવર્ગની પૂજાના વિષયમાં આ શ્લોકના અંતે ફરમાવ્યું છે કે માતાપિતાદિ ગુરુજનોનાં બિંબ(પ્રતિકૃતિ ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પુષ્પ અને ધૂપાદિ દ્વારા અર્ચા-પૂજા કરવી જોઇએ. અહીં યાદ રાખવું જોઇએ કે આ રીતે કરાતું ગુરુવર્ગનું પૂજન બહુમાનગર્ભિત હોવું જોઇએ. જીવનભર જેણે ગુરુવર્ગની ઉપર જણાવ્યા મુજબ પૂજા કરી હોય તેઓ ગુરુવર્ગની હયાતી બાદ તેમની(ગુરુવર્ગની) પ્રતિકૃતિ વગેરેની સ્થાપના, અર્ચા કરે તો બરાબર છે. ગુરુવર્ગના નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવાની ઇચ્છાથી કરાતી સ્થાપના, અર્ચા બરાબર નથી. આ પ્રવૃત્તિ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઇએ. આપણા ગુરુવર્ગ પ્રત્યે જેમને બહુમાનાદિ ન હોય એવા લોકો તેમને ઉપેક્ષાદિનો વિષય બનાવે નહિ તે જોવું જોઇએ. ‘તવિમ્પસ્થાપનાર્થને' - આ પદથી જણાવેલી વાતને યોગબિંદુમાં ‘તવિશ્વન્યાસસંગર:' આ પદથી ૧૧૫મા શ્લોકમાં જણાવી છે. કેટલાક વિદ્વાનો એનો એ અર્થ કરે છે કે ગુરુવર્ગે કરેલો જે બિંબન્યાસ છે એટલે કે તેઓએ જે દેવ વગેરેની પ્રતિમા સ્થાપી હોય તેની પુષ્પાદિ પૂજા કરવી જોઇએ. આ પણ એક ગુરુપૂજનનો પ્રકાર છે.
ત્રિકાળ પ્રણામ; પર્વપાસના; અવર્ણનું અશ્રવણ; યોગ્ય સ્થાને નામગ્રહણ; અયોગ્ય સ્થાને નામાગ્રહણ, આસનપ્રદાન; પુરુષાર્થને બાધા ન પહોંચે તે રીતે અનિષ્ટનો ત્યાગ અને ઇષ્ટનું ઉપાદાન; સારભૂત વસ્તુનું સમર્પણ; તીર્થસ્થાનમાં તેમના વિત્તનો વિનિયોગ; તેમના આસનાદિનો અપરિભોગ અને તેમના બિંબની સ્થાપના-અર્ચા... ઇત્યાદિ સ્વરૂપ ગુરુપૂજન છે. ।।૧૨-૫।।
યોગપૂર્વસેવા બત્રીશી
૧૬૦
Page #164
--------------------------------------------------------------------------
________________
યોગની પૂર્વસેવા સ્વરૂપે વર્ણવેલા ગુરુદેવાદિપૂજનમાં ગુરુપૂજનનું વર્ણન કરીને હવે દેવપૂજન વર્ણવાય છે—
देवानां पूजनं ज्ञेयं शौच श्रद्धादिपूर्वकम् ।
पुष्पैर्विलेपनै धूपै नैवेद्यैः शोभनैः स्तवैः ।। १२-६ ॥
લેવાનામિતિ—વત્ત: ||૧૨-૬।।
“શૌચ, શ્રદ્ધા વગેરે પૂર્વક પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય અને શોભન સ્તોત્રો દ્વારા દેવોનું પૂજન યોગની પૂર્વસેવા સ્વરૂપે જાણવું.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ગુરુવર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એવા દેવો આરાધ્યતમ છે. તેમની પૂજા; સુગંધી વિકસિત અને સુંદર જાતિનાં પુષ્પોથી; સુગંધી ચંદનાદિ વિલેપનોથી; બહુમૂલ્ય દશાંગાદિ ધૂપોથી અને ઉત્તમ જાતિનાં પક્વાન્નાદિ નૈવેદ્યોથી કરવી જોઇએ; તેમ જ અર્થગંભીર; પૂર્વાચાર્યોએ રચેલાં ભાવાવવાહી સ્તોત્રોથી ભાવપૂજા કરવી જોઇએ.
વર્તમાનમાં પૂજા કરનારાને પુષ્પાદિદ્રવ્યો કઇ જાતનાં હોવાં જોઇએ - તે સમજાવવાનું દુષ્કર છે. સર્વાતિશાયીને દેવ તરીકે માન્યા પછી એ આરાધ્યતમની પૂજા માટે કેવાં દ્રવ્ય વપરાય છે - એનું વર્ણન થાય એવું નથી. દેવની પ્રત્યે પૂજ્યભાવ ઉત્કટ કોટિનો બને તો જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબની પૂજા કરી શકાશે. આ દેવપૂજન શૌચ અને શ્રદ્ધાદિ પૂર્વક કરવાનું છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિને શૌચ કહેવાય છે. પૂજા કરવા માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યા વગેરેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવા સ્વરૂપ શરીરનું શૌચ છે. શક્તિ અનુસાર બહુમૂલ્ય અત્યંત સ્વચ્છ અને ધૂપ વગેરેથી વાસિત કરેલાં જે પૂજા માટેનાં વસ્ત્રો છે તેનો જ ઉપયોગ કરવા સ્વરૂપ વસ્ત્રનું શૌચ છે. ઉત્તમ જાતિનાં પરમપવિત્ર દ્રવ્યોનો જ પૂજામાં ઉપયોગ કરવો તે દ્રવ્યનું શૌચ છે. અને ન્યાયથી પ્રાપ્ત વિત્તનો વ્યય કરીને મેળવેલી સામગ્રીનો જ પૂજામાં ઉપયોગ ક૨વા વગેરે સ્વરૂપ વ્યવહારશુદ્ધિ છે. સામાન્ય રીતે દેવપૂજા કરતી વખતે આપણી પૂજા; નિંદાને પાત્ર ન બને તે રીતે વર્તવા સ્વરૂપ અહીં વ્યવહાર-શુદ્ધિ છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિ સ્વરૂપ શૌચપૂર્વક દેવપૂજા કરવી જોઇએ. તેમ જ શ્રદ્ધા-બહુમાન અને પ્રણિધાનાદિ-પૂર્વક દેવપૂજા કરવી જોઇએ.
સુંદર સ્તોત્રો દ્વારા દેવની ભાવપૂજા કરવી જોઇએ. સ્તોત્રની શોભનતા-સુંદરતાનું વર્ણન કરતી વખતે ‘યોગબિંદુ’ની ટીકામાં જણાવ્યું છે કે આદરપૂર્ણ જે સ્તોત્ર છે તે સુંદર છે. પૂર્વાચાર્યોએ રચેલાં અર્થગંભી૨ સ્તોત્ર પણ જો આદરપૂર્વક નહીં બોલાય તો તે સ્તોત્ર આપણા માટે સુંદર નહીં બને. વીતરાગપરમાત્માદિ દેવની સ્તવના કરવા માટે આપણી પાસે શબ્દો ન હતા. શ્રી ગણધરભગવંતાદિએ તે તે સ્તોત્રોની રચના કરી આપણી ઉપર મોટો અનુગ્રહ કર્યો એક પરિશીલન
૧૬૧
Page #165
--------------------------------------------------------------------------
________________
છે, જેથી તેઓશ્રીના શબ્દોથી દેવની પૂજા આપણે કરી શકીએ છીએ. તે સ્તોત્રો બોલતી વખતે તે સ્તોત્રોમાં આદરની પૂર્તિ આપણે કરી શકીએ તો તે સ્તોત્ર આપણા માટે શોભન બની રહેશે. બોલાતા શબ્દોની શુદ્ધિ; દેવની પરમારાધ્યતા અને સ્તોત્રના અર્થનો ઉપયોગ વગેરે પરમાદરનું કારણ છે. આદરથી પૂર્ણ એવાં શોભન સ્તોત્રોથી દેવપૂજા કરવી જોઇએ. /૧૨-૬ll.
ઉપર જણાવ્યા મુજબનું દેવપૂજન બધા દેવોનું છે કે કોઈ એક દેવનું છે – આવી શંકાનું સમાધાન કરતાં જણાવાય છે
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा ।
अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ॥१२-७॥ अधिमुक्तीति-अनिर्णीतः कुतोऽपि मतिमोहादनिश्चितो विशेष इतरदेवतापेक्षोऽतिशयो यैस्तेषां । महात्मनां परलोकसाधनप्रधानतया प्रशस्तात्मनां गृहिणां । सर्वे देवाः सदाऽविशेषेण पारगतहरिहरहिरण्यगर्भादिसाधारणवृत्त्या मान्या वा अथवा अधिमुक्तिवशादतिशयितश्रद्धानुसारेण ।।१२-७।।
કોઈ દેવવિશેષમાં બીજા દેવોની અપેક્ષાએ કોઈ પણ જાતની વિશેષતાનો નિર્ણય જેમણે કર્યો નથી, એવા મહાત્મા-ગૃહસ્થો માટે સામાન્યથી અથવા શ્રદ્ધાતિશયના અનુસારે બધા જ દેવો માન્ય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગની પૂર્વસેવા મુખ્યપણે મંદમિથ્યાત્વની સ્થિતિમાં હોય છે. એ સ્થિતિમાં દેવ, ગુરુ કે ધર્મનું સામાન્ય જ્ઞાન હોય છે. સામાન્યથી એ આત્માઓને એટલી જ ખબર હોય છે કે સર્વ દોષથી વિનિમુક્ત પુરુષવિશેષ દેવ છે. પરમતારક મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા ભવનિસ્તારક ગુરુભગવંત છે અને સર્વપાપથી રહિત એવો; સકલકર્મક્ષયનું કારણ ધર્મ છે. આ આત્માઓને એવી સમજણ નથી હોતી કે; અરિહંત પરમાત્મા જ દેવ છે અને બુદ્ધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવ નથી. અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરનારા નિગ્રંથ મહાત્માઓ જ ગુરુભગવંત છે અને શાક્યાદિ પરિવ્રાજકો ગુરુભગવંત નથી. તેમ જ અરિહંતપરમાત્માએ ઉપદેશેલો જ ધર્મ છે અને બુદ્ધાદિએ ઉપદેશેલો ધર્મ નથી. સામાન્યપણે કહીએ તો દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં કોઈ જ વિવાદ નથી. પરંતુ તેનું વ્યક્તિવિશેષમાં વિવેકપૂર્ણ જ્ઞાન નથી. આવી સ્થિતિમાં આવા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવને દેવ તરીકે માની તેમની પૂજા કરે છે. અથવા “આ મોક્ષપ્રાપક છે' - આવી જાતની શ્રદ્ધાને લઇને બધા જ દેવની ગૃહસ્થો પૂજા કરે છે. આ રીતે યોગની પૂર્વસેવા કરનારા ગૃહસ્થોને મહાત્મા તરીકે વર્ણવ્યા છે. પરલોકની સાધનામાં પ્રાધાન્ય આપવાથી તેઓ પ્રશસ્તસ્વરૂપવાળા છે; માટે તેમને અહીં મહાત્મા તરીકે વર્ણવ્યા છે. યોગના અર્થી અને યોગની પૂર્વસેવાને કરનારા આ ગૃહસ્થો મતિમોહના કારણે કોઈ એક દેવમાં બીજા દેવોની અપેક્ષાએ વિશેષનો નિર્ણય કરી શકતા નથી, જેથી સર્વજ્ઞ તરીકે
યોગપૂર્વસેવા બત્રીશી
૧૬૨
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માદિ સર્વ દેવને એકસ્વરૂપે તેઓ માને છે. ચોથી દષ્ટિ સુધી આવી અવસ્થા હોય છે. પાંચમી દૃષ્ટિમાં તો શ્રી અરિહંત પરમાત્મા સિવાય બીજા કોઈ દેવ-સર્વજ્ઞ નથી, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એ પૂર્વે ચોથી દષ્ટિ સુધી પણ બધા દેવોમાં દેવત્વના કારણ તરીકે સર્વજ્ઞતા અને મોક્ષમાર્ગની દેશકતાને જ તેઓ માનતા હોય છે. સુખાદિફળને આપનારા તરીકે તેમાં દેવત્વને તેઓ માનતા નથી. ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું. ૧૨-શા
યોગની પૂર્વસેવાને કરનારા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવોને દેવ તરીકે માને છે - તે તેમની પ્રવૃત્તિથી સ્પષ્ટ જણાવાય છે–
सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः ।
जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥१२-८॥ सर्वानिति-सर्वान् देवान् नमस्यन्ति नमस्कुर्वते । नैकं कञ्चन देवं समाश्रिताः स्वमत्यभिनिवेशेन प्रतिपन्नवन्तः । जितेन्द्रिया निगृहीतहषीकाः । जितक्रोधा अभिभूतकोपाः । दुर्गाणि नरकपातादीनि व्यसनानि । अतितरन्ति अतिक्रामन्ति ते सर्वदेवनमस्कर्तारः ।।१२-८।।
તેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે; કોઈ એક દેવને આશ્રયીને તેઓ રહેલા નથી. જિતેન્દ્રિય અને જિતક્રોધ એવા તે સર્વ દેવોને નમસ્કાર કરનારા નરકાદિગમન વગેરે સંકટોને પાર કરી જાય છે.” - આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે યોગની પૂર્વસેવા સ્વરૂપે ગૃહસ્થ જનો બધા જ દેવોને નમસ્કાર કરે છે. “આ જ મારા દેવ છે' - આવા પ્રકારનો તેમને મતિનો અભિનિવેશ ન હોવાથી તેઓ કોઈ એક દેવને આશ્રયીને રહેલા નથી. તેથી બધા જ દેવોને સર્વસાધારણ રીતે દેવ તરીકે માને છે. બધા દેવોને દેવ તરીકે માનનારા આ મહાત્માઓ ઇન્દ્રિયો અને કષાયને જીતીને દુર્ગોને તરી જાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા સ્વરૂપ અહીં દુર્ગ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા અને કષાયોનો અભિભવ કરનારાને નરકાદિગતિમાં જવું પડતું નથી. વિષય-કષાયની તીવ્ર પરિણતિના કારણે નરકાદિમાં ગમન થાય છે. પરંતુ ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ કરવાથી, બધા દેવોને નમસ્કાર કરનારા એ દુર્ગોને તરી જાય છે. ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નરકાદિગમનને દૂર કરનારો છે. બધા ય દેવોને નમસ્કાર કરવા છતાં ઇન્દ્રિયોના નિગ્રહ વિના અને કોપાદિ કષાયોના અભિભાવ વિના દુર્ગાનું અતિક્રમણ શક્ય નથી – એનો ખ્યાલ, યોગની પૂર્વસેવા કરનારે અવશ્ય રાખવો જોઇએ. ૧૨-૮
ननु सर्वेऽपि न मुक्तिप्रदायिन इति कथमविशेषेण नमस्करणीया इत्यत आह
બધા દેવો મુક્તિને આપનારા નથી તો સામાન્ય રીતે બધા દેવોને નમસ્કાર કેમ કરવાનો - આ શંકાનું સમાધાન કરાય છે–
એક પરિશીલન
૧૬૩
Page #167
--------------------------------------------------------------------------
________________
चारिसञ्जीविनीचारन्यायादेवं फलोदयः ।
मार्गप्रवेशरूपः स्याद् विशेषेणादिकर्मणाम् ॥१२-९॥ चारीति-चारिसञ्जीविनीचारन्यायात्प्रागुपदर्शिताद् । एवं सर्वदेवनमस्कारेऽनुषङ्गत इष्टप्राप्तौ, तत एव शुभाध्यवसायविशेषात् । मार्गप्रवेशरूपः शुद्धदेवभक्त्यादिलक्षणः । फलोदयः स्यात् । विशेषेणानुषङ्गप्राप्तवीतरागगुणाधिक्यपरिज्ञानेन । आदिकर्मणां प्रथममेवारब्धस्थूलधर्माचाराणां । ते ह्यत्यन्तमुग्धतया कञ्चन देवताविशेषमजानाना विशेषवृत्तेरद्यापि न योग्याः, किं तु सामान्यरूपाया एवेति ॥१२-९।।
“આ રીતે ચારિસંજીવ(વિ)નીચારન્યાયે આદિધાર્મિક જીવોને વિશેષરૂપે માર્ગપ્રવેશસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ રીતે બધા દેવોને નમસ્કાર કરવામાં અનુષંગથી મુક્તિને આપનારા દેવને નમસ્કાર કરવા સ્વરૂપ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી જ શુભ અધ્યવસાય- વિશેષને લઈને શુદ્ધદેવની ભક્તિ વગેરે સ્વરૂપ માર્ગપ્રવેશાત્મક ફળની પ્રાપ્તિ થાય છે. પ્રથમવાર જ જે આત્માઓ આ રીતે ધર્મની આરાધનાનો આરંભ કરતા હોય છે, તે આદિધાર્મિક જીવોને બધા દેવોને નમસ્કાર કરવાથી બધા દેવોમાં રહેલા મોક્ષપ્રાપક શુદ્ધદેવને પણ નમસ્કારાદિ કરવાનો પ્રસંગ; અનુષંગથી(ગૌણ સ્વરૂપે-નિસર્ગથી જ) પ્રાપ્ત થાય છે. શુદ્ધદેવનો પરિચય થાય નહીં ત્યાં સુધી કોઈ પણ દેવને નમસ્કાર ન કરે તો તે આત્માઓને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનો અવસર જ નહિ આવે. બધા દેવની સાથે શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાથી કાલાંતરે શ્રીવીતરાગપરમાત્મા સ્વરૂપ શુદ્ધદેવની ગુણાધિકતાનો સારી રીતે પરિચય થાય છે; અને તેથી મોક્ષમાર્ગમાં આદિધાર્મિક જીવોનો પ્રવેશ થાય છે. આદિધાર્મિક(ધર્મકર્મવાળા) જીવો અત્યંત મુગ્ધ હોવાથી કોઈ એકને વિશેષે કરી દેવ તરીકે જાણતા નથી, તેથી વિશેષવૃત્તિએ કોઈ એક શુદ્ધદેવને આરાધવા માટે તેઓ હજુ યોગ્ય નથી. પરંતુ સામાન્યથી જ ઉપર જણાવ્યા મુજબ આનુષંગિકપણે શુદ્ધદેવની આરાધના માટે તેઓ યોગ્ય છે, જે નીચે જણાવ્યા મુજબ “ચારિસંજીવનીચાર'ના ન્યાયથી સ્પષ્ટપણે સમજી શકાશે.
કોઈ એક નગરીમાં એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી પ્રત્યે નિરવધિ પ્રેમને ધારણ કરનારી તેણીની એક સખી હતી. એ બંન્નેને લગ્નના કારણે કાલાંતરે જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એક વખત બ્રાહ્મણની પુત્રીને પોતાની સખીની ચિંતા થઈ કે સખી કેવી રીતે રહેતી હશે ! તેથી તે બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને ત્યાં ગઈ. પોતાની સખીને ત્યારે વિષાદસમુદ્રમાં ડૂબી ગયેલી જોઈને તેણીએ સખીને પૂછ્યું કે તારું મુખ નિસ્તેજ કેમ છે. જવાબમાં સખીએ કહ્યું કે હું પાપનું ભાજન બની છું. મારા પતિની પ્રત્યે હું દુર્ભાગ્યને પામી છું. એ મુજબ સાંભળીને બ્રાહ્મણની પુત્રીએ સખીને કહ્યું. “હે સખી! વિષાદ ના કરતી. વિષમાં અને વિષાદમાં કોઈ વિશેષતા નથી. બંન્ને
૧૬૪
યોગપૂર્વસેવા બત્રીશી
Page #168
--------------------------------------------------------------------------
________________
અંતે તો મારનારા છે. હું તારા પતિને જડીબુટ્ટીના સામર્થ્યથી બળદ બનાવી દઇશ.’ આ પ્રમાણે કહીને બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને મૂલિકા(જડી-બુટ્ટી) આપીને પોતાના ઘરે જતી રહી.
આ બાજુ બ્રાહ્મણપુત્રીની સખીએ પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ જતો રહ્યો હોવાથી પતિને તે મૂલિકા ખવરાવી દીધી. ખાવાની સાથે જ પતિ ઉન્નત સ્કંધવાળો બળદ થયો. તુરંત જ તેણીને વિચાર આવ્યો કે કોઇ પણ કાર્ય કરવા માટે અસમર્થ આ શું કરશે ? આથી ગોવૃંદમાં રહેતા એવા તેને તે ચારો ચરાવવા માટે દ૨૨ોજ જવા લાગી. એક વાર આ બળદ એક વડના વૃક્ષ નીચે વિસામો લેતો હતો ત્યારે કોઇ વિદ્યાધરનું યુગલ પણ ત્યાં આવ્યું. એ યુગલમાંના પુરુષે પોતાની પત્નીને એ બળદને જોઇને કહ્યું કે આ બળદ સ્વાભાવિક નથી, પરંતુ કૃત્રિમ છે. તે સાંભળીને વિદ્યાધરી-પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે તો આ બળદ કઇ રીતે પાછો મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરશે ? જવાબમાં વિદ્યાધરે કહ્યું કે આ વૃક્ષ નીચે સંજીવની(વનસ્પતિવિશેષ) છે તેનો ઉપયોગ કરવાથી આ બળદ ફરી પાછો મૂળ સ્વભાવને પામશે. એ વાત સાંભળીને બળદની પત્નીએ સંજીવનીને જાણતી ન હોવાથી એ વડના વૃક્ષ નીચેનો બધો ચારો બળદને ચરાવવાનું શરૂ કર્યું. એમાં એક દિવસે ચારામાં સંજીવની ભેગી આવી અને એના ઉપયોગથી એ બળદ; બળદ મટીને પુરુષ થયો - ‘આ ચારિસંજીવનીચારન્યાય છે.’
અહીં પેલી સ્ત્રીને સંજીવનીવિશેષનું જ્ઞાન ન હોવાથી સંજીવની સાથેનો ચારો ચરાવવાના કારણે બળદને જેમ સંજીવની પ્રાપ્ત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેમ આદિધાર્મિક જીવો; અત્યંત મુગ્ધ હોવાથી શુદ્ધ દેવોને જાણતા ન હોવાના કારણે બધા દેવોને નમસ્કાર કરે છે. તેના પરિણામે તેમને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. આવી રીતે ધર્મગુરુ પશુજેવા શિષ્યને દેવપૂજાદિ કાર્યોમાં વિશેષપણે પ્રવૃત્તિ કરવા અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્ય(માર્ગપ્રવેશ)ની સિદ્ધિ માટે સામાન્યપણે બધા દેવોની પૂજા વગેરે કરાવે તોપણ કોઇ દોષ નથી. અહીં એ યાદ રાખવાનું આવશ્યક છે કે આદિધાર્મિક જીવોને તેમની અત્યંત મુગ્ધાવસ્થાના કારણે આ પ્રમાણે સામાન્યથી સર્વ દેવોની પૂજા કરાવાય છે. શુદ્ધ દેવાદિને નહિ જાણનારા એવા જીવોને અહીં મુગ્ધ તરીકે વર્ણવ્યા છે. સંસારસુખના અર્થી જનોને મુગ્ધ તરીકે વર્ણવ્યા નથી. શુદ્ધદેવાદિની વિશેષતાને જાણતા ન હોવા છતાં મુગ્ધ જીવો મોક્ષના અર્થી છે. તેમની પશુતુલ્ય અજ્ઞાનદશાને દૂર કરવા માટેનો આ ન્યાય છે, જે બળદમાંથી પુરુષ બનાવે છે. પુરુષને બળદ બનાવવા માટેનો આ ન્યાય નથી. મુગ્ધ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો શક્ય પ્રયત્ને તેમની અજ્ઞાનદશાને દૂર કરવાનું જ વિચારવું જોઇએ. ॥૧૨-૯॥
ઉપર જણાવ્યા મુજબ સામાન્યથી સર્વ દેવોની પૂજા આદિધાર્મિક જીવોને આશ્રયીને છે તો; વિશેષરૂપે પૂજા ક્યારે છે - એ શંકાના સમાધાનમાં જણાવાય છે—
=
એક પરિશીલન
૧૬૫
Page #169
--------------------------------------------------------------------------
________________
अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते ।
स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ॥१२-१०॥ अधीति-अधिज्ञातो विशेषो गुणाधिक्यं यैस्तेषां । विशेषेऽप्यर्हदादौ । एतत्पूजनमिष्यते । परेषु पूज्यमानव्यतिरिक्तेषु । द्वेषस्य मत्सरस्य वर्जनात् । स्वस्यात्मनः । वृत्तविशेषेऽप्याचाराधिक्येऽपि सति । દેવતાન્તરણ પ્રતીત્વ /૨-૧૦||
શ્રી અરિહંત પરમાત્માદિ દેવવિશેષમાં બીજા દેવો કરતાં કોઈ વિશેષનું જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે; તે જીવો બધા દેવોની પૂજા કરવાના બદલે વિશેષ દેવની જ પૂજા કરે. પરંતુ આવા વખતે દેવતાંતરની અપેક્ષાએ પોતાનો આચાર અધિક હોવા છતાં બીજા દેવોની પ્રત્યે દ્વેષ નહિ રાખવો જોઇએ.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે બધા દેવોને દેવસ્વરૂપે માન્યા પછી પણ કોઈ એક દેવમાં વીતરાગતાદિવિશેષનું પરિજ્ઞાન થવાથી તે જીવો શ્રી અરિહંત પરમાત્માદિવિશેષની વિશેષે કરી પૂજા કરે તે બરાબર છે, કારણ કે તે વખતે તે જીવને શ્રી અરિહંત પરમાત્માદિને છોડીને બીજા દેવો પ્રત્યે દ્વેષ નથી. બીજા દેવો પ્રત્યે તે વખતે તેનું જે વર્તન છે તેની અપેક્ષાએ શ્રી અરિહંતપરમાત્મા પ્રત્યે તેનો ભક્તિભાવાદિ આચાર અધિક હોવા છતાં બીજા પ્રત્યે દ્વેષ નથી. આથી એવા જીવોને કોઈ દેવવિશેષની વિશેષતાને જાણીને એ રીતે વિશેષ પૂજન કરવાનું ઉચિત જ છે. દેવવિશેષનું પૂજન કરે અને બીજા દેવોની પ્રત્યે દ્વેષ ધારણ કરે તો તે કોઈ પણ રીતે ઉચિત નથી. ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું તેથી તે વખતે બધા દેવોની સામાન્ય રીતે પૂજા કરવાનું બને અને ગુણની અધિકતાનું જ્ઞાન કોઈ એક દેવમાં થવાથી વિશેષદેવની વિશેષ રીતે પૂજા કરે એ સમજી શકાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે ત્યારે તે બીજાની પ્રત્યે દ્વેષ ધારણ કરે. ગુણસંપન્નોની પૂજાઅર્ચા જેટલી કરીએ તેટલી ઓછી જ છે. પરંતુ જેઓ ગુણસંપન્ન નથી તેમની પ્રત્યે દ્વેષ રાખવાથી કોઈ જ લાભ નથી. સામાન્ય રીતે કોઈની પણ પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. આજ સુધી (ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું ત્યાં સુધી) જેમને દેવ માનીને પૂજયા, હવે તેમની પ્રત્યે દ્વેષ રાખીએ તો તે કેટલું વિચિત્ર છે, એ આપણે સમજી શકીએ છીએ. તેથી શ્રી અરિહંત પરમાત્માદિ દેવવિશેષમાં વિશેષતાનું પરિજ્ઞાન થયા પછી તેઓશ્રીનું વિશેષ પૂજન કરતી વખતે પણ બીજા દેવોની પ્રત્યે દ્વેષનું વર્જન હોવાથી તે સ્વરૂપે તેમનું સામાન્ય પૂજન છે. ૧૨-૧૦ના
આ પ્રમાણે જુવવિધૂનન સ્વરૂપ યોગની પૂર્વસેવામાં ગુરુ અને દેવના પૂજનનું વર્ણન કરીને હવે ગાદિ પદથી જણાવાયેલા દીનાદિવર્ગના પૂજનનું નિરૂપણ કરાય છે–
नातुरापथ्यतुल्यं यदानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्ग च पोष्यवर्गाविरोधतः ॥१२-११॥
૧૬૬
યોગપૂર્વસેવા બત્રીશી
Page #170
--------------------------------------------------------------------------
________________
नेति-यदातुरापथ्यतुल्यं ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं दायकग्राहकयोरपकारि न भवति तद्दानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च पोष्यवर्गस्य मातापित्रादिपोषणीयलोकस्याविरोधतो વૃત્તેિરનુચ્છેવાત્ 9ર-99ો.
જવરાદિ(તાવ વગેરે) રોગથી ગ્રસ્ત માણસને ઘી વગેરે અપથ્યના દાન જેવું જે દાન ન હોય; તે દાન પાત્રને અને દીનાદિવર્ગને, પોષ્યવર્ગનો વિરોધ ન આવે તે રીતે આપવું જોઇએ.' - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરનારા જીવોએ ગુરુપૂજન અને દેવપૂજનની જેમ પાત્રને અને દીનાદિ જનોને પણ દાન આપવું જોઈએ. દીનાદિને દાન આપતી વખતે એ દાન કેવું હોવું જોઇએ એ જણાવતાં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે; તાવ વગેરે રોગથી પીડાતા માણસને જેમ ઘી વગેરે અપથ્ય અપાય નહિ, તેમ દિનાદિને મુશલ.. વગેરે અનર્થદંડનાં સાધનોનું દાન અપાય નહિ. જે દાન, દાતા અને ગ્રાહક - બંન્નેને ઉપકારક બને એવું હોય તેવું જ દાન દીનાદિને આપવાનું છે. રોગીને અપાતા અપથ્યના દાન જેવું દાન; દીનાદિને અપાય નહિ.
આ દાન પણ એ રીતે આપવાનું છે કે જેથી માતા, પિતા વગેરે પોષ્યવર્ગ(ગૃહજનો)નો વિરોધ આવે નહિ. અર્થાત્ માતા, પિતા, ભાઈ, બહેન વગેરેના જીવનના નિર્વાહમાં બાધા પહોંચે - એ રીતે દીનાદિવર્ગને દાન આપવાનું નથી. એમનો જીવનનિર્વાહ બરાબર ચાલે અને ત્યાર પછી પોતાની પાસે જે હોય તે દીનાદિવર્ગને આપવાનું છે. પૂર્વકાળમાં આ રીતે દીનાદિને આપવાની પ્રવૃત્તિ લગભગ ઘરે ઘરે હતી. સુખી ઘરો એ પ્રવૃત્તિથી ઓળખાતાં. આજની વાત તદ્દન જુદી છે. બારણે ઊભા રહેલા ભૈયા વગેરેથી જ આજે સુખી ઘરોને ઓળખવાં પડે. મંદિરાદિ ધર્મસ્થાનોની બહાર પણ દીનાદિને હવે ઊભા રહેવા દેવામાં આવતા નથી. જોતજોતામાં ખૂબ જ ઝડપથી આ બધું બદલાતું ચાલ્યું છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ આજે એ અંગે ધ્યાન અપાતું નથી. શક્તિ ન હોય તો આપવાનું નથી. જે છે તે આપવાનું છે. પોતાના બધા માટે રાખીને આપવાનું છે. આપવા માટે મેળવવાનું નથી. છતાં દીનાદિને દાન આપવાના વિષયમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે. અનુકંપા-દયા ધર્મનો પ્રાણ છે. એની રક્ષા માટે દરરોજ શક્તિ અનુસાર યોગના અર્થીએ દીનાદિવર્ગને દાન આપવું જોઈએ.
જ્યાં પણ અલ્પાંશે આ પ્રવૃત્તિ ચાલે છે તે વિધિ મુજબની નથી. મોટા ભાગે દિનાદિ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે જ દાન અપાય છે. જો ઇતી ના હોય, નકામી હોય અને ફેંકી દેવાની હોય - એવી જ વસ્તુ દીનાદિને અપાતી હોય છે. એ એક અવિધિ છે. “છે અને છોડવું છે.' - આવી એકમાત્ર ભાવનાથી જ દાન અપાય તો મૂચ્છ ઊતર્યા વિના નહીં રહે. બહુમૂલ્ય વસ્તુ ના આપીએ; પરંતુ નાખી દેવાનું કઈ રીતે અપાય? એઠું કઈ રીતે અપાય? ઊતરેલું કઈ રીતે
એક પરિશીલન
૧૬૭
Page #171
--------------------------------------------------------------------------
________________
અપાય ? એ વિચારવાની ખૂબ જ આવશ્યકતા છે. દિનાદિવર્ગને દાન આપવાની પ્રવૃત્તિ; યોગની પૂર્વસેવાનું એક અંગ છે – એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૧૨-૧૧ા. પાત્ર અને દીનાદિવર્ગનું વર્ણન કરાય છે
लिङ्गिनः पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः ।
दीनान्धकृपणादीनां वर्गः कार्यान्तराक्षमः ॥१२-१२।। लिङ्गिन इति-लिङ्गिनो व्रतसूचकतथाविधनेपथ्यवन्तः सामान्यतः पात्रमादिधार्मिकस्य । विशिष्य विशेषतोऽपचाः स्वयमपाचकाः, उपलक्षणात् परैरपाचयितारः पच्यमानाननुमन्तारश्च । स्वक्रियाकृतः स्वशास्त्रोक्तानुष्ठनाप्रमत्ताः । तदुक्तं “व्रतस्था लिङ्गिनः पात्रमपचास्तु विशेषतः । स्वसिद्धान्ताविरोधेन वर्तन्ते ये सदैव हि ।।१।।” दीनान्धकृपणादीनां वर्गः समुदायः कार्यान्तराक्षमो भिक्षातिरिक्तनिर्वाहहेतुव्यापारासमर्थः । यत उक्तं-“दीनान्धकृपणा ये तु व्याधिग्रस्ता विशेषतः । निःस्वाः क्रियान्तराशक्ता પતક દિ મીના: ઝા” રૂતિ . વીના: ક્ષીણતપુરુષાર્થશયઃ | કન્યા નયનરહિતાઃ પI: स्वभावत एव सतां कृपास्थानं । व्याधिग्रस्ताः कुष्ट्याद्यभिभूताः । निःस्वा निर्धनाः ।।१२-१२।।
સામાન્યથી વ્રતસૂચક વસ્ત્રને ધારણ કરનારા અને વિશેષે કરી પોતાના માટે નહિ રાંધનારા, પોતાની ક્રિયાને કરનારા પાત્ર છે તેમ જ દીન, અંધ અને કૃપણ વગેરેનો ભિક્ષા સિવાય બીજું કોઈ કાર્ય કરવા માટે અસમર્થ એવો વર્ગ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. આશય એ છે કે અહિંસાદિવ્રતના પાલકને જણાવનારાં વસ્ત્રાદિના ધારકને લિંગી કહેવાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબના આદિધાર્મિક જીવો મુગ્ધ હોવાથી વસ્ત્રાદિ બાહ્ય લિંગોને જોઈને તે લિંગને ધરનારાને તેઓ સામાન્યથી સાધુ માનતા હોય છે. પૂર્વ શ્લોકમાં દાન આપવાના પાત્ર તરીકે દીનાદિવર્ગને જણાવ્યો છે. તેમાં આદિધાર્મિક જીવોને આશ્રયીને સામાન્યથી લિંગીઓનો સમાવેશ છે. વિશેષ કરીને; જેઓ પોતે રાંધતા નથી, રંધાવતા નથી અને રાંધતા કે રંધાવતાને સારા માનતા નથી તેમ જ પોતાના શાસ્ત્રમાં વર્ણવેલી છે તે વિહિત ક્રિયાઓ કરવામાં પ્રમાદ કરતા નથી તેવા લિંગીઓનો સમાવેશ છે. યોગબિંદુમાં એ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે - જે વ્રતધારી લિંગીઓ છે, તેઓ સામાન્યથી પાત્ર દાન દેવા યોગ્ય) છે અને વિશેષે કરી પોતે નહિ રાંધતા, બીજાની પાસે નહિ રંધાવતા અને રાંધનારાદિની અનુમોદનાને નહિ કરનારા, સદાને માટે પોતાના શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયાઓનો વિરોધ આવે નહિ તે રીતે વર્તનારા પાત્ર છે.
દીન, અંધ અને કૃપણ વગેરેનો જે સમુદાય છે કે જે ભિક્ષા વિના બીજું કાંઈ કરી શકે એમ નથી; તે દીનાદિવર્ગ અહીં પાત્ર છે. આ વસ્તુને સમજાવતાં પણ યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે, “દીન, અંધ, કૃપણ, વ્યાધિગ્રસ્ત, અત્યંત દરિદ્ર કે જેઓ ભિક્ષા વિના બીજું કાંઈ જ કરી ૧૬૮
યોગપૂર્વસેવા બત્રીશી
Page #172
--------------------------------------------------------------------------
________________
શકવા શક્તિમાન નથી, તે બધાનો સમુદાય તેમનો(દીનાદિનો) વર્ગ છે.” ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થને સાધવા માટેની શક્તિ (સામર્થ્ય) જેમની ક્ષીણ થયેલી છે તેમને દીન કહેવાય છે. નયન(આંખ)રહિત અંધ છે. નિસર્ગથી જ સારા માણસોના કૃપાસ્થાનને કૃપણ(બિચારા) કહેવાય છે. કોઢ વગેરેથી પીડાતા વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન માણસને નિઃસ્વદરિદ્ર કહેવાય છે. દીનાદિવર્ગને માતાપિતાદિ પોષ્યવર્ગનો વિરોધ ન આવે એ રીતે દરરોજ દાન આપવું જોઇએ. આ રીતે યોગની પૂર્વસેવામાં ‘ગુરુદેવાદિપૂજન” આ પ્રથમ ભેદની વિચારણા પૂર્ણ થઇ. II૧૨-૧૨
પૂર્વસેવા તુ ગોચ.. આ પ્રથમ શ્લોકમાં (૧૨-૧માં) જણાવેલ ગુરુદેવાધૂિનન નું વર્ણન કરીને હવે સદાચારનું વર્ણન કરાય છે
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्तिताः ॥१२-१३॥
सुदाक्षिण्यमिति-सुदाक्षिण्यं गम्भीरधीरचेतसः प्रकृत्यैव परकृत्याभियोगपरता । दयालुत्वं निरुपधिपरदुःखप्रहाणेच्छा । दीनोद्धारो दीनोपकारयलः । कृतज्ञता परकृतोपकारपरिज्ञानं । जनापवादान्मरणान्निર્વિશિષ્ણમા તિરુવં મીતભાવ: 7/92-/
સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્ધાર, કૃતજ્ઞતા અને જનાપવાદનો ભય - એ સદાચાર છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ યોગની પૂર્વસેવાને આરાધવા માટે દરરોજ ગુરુદેવાદિનું જેમ પૂજન કરવું જોઇએ; તેમ પોતાના જીવનને સદાચારમય બનાવવું જોઇએ. જે સદાચારોથી પોતાના જીવનને સદાચારમય બનાવવાનું છે, એ સઘળાય સદાચારોનું વર્ણન કરવાનું અહીં કોઈ પણ રીતે શક્ય નથી. પરંતુ એમાંના કેટલાક જ આચાર ચાર શ્લોકથી વર્ણવ્યા છે. તેથી આ શ્લોકમાંનું સલવારઃ પ્રવર્જિતા - આ પદનો સંબંધ હવે પછીના ત્રણેય શ્લોકમાં સમજી લેવાનો છે.
યોગની પૂર્વસેવામાં ગુરુદેવાદિપૂજનથી જેમ પવિત્ર પુરુષો પ્રત્યે આદર-બહુમાન પ્રાપ્ત કરાય છે, તેમ સદાચારથી પોતાના આત્માને પવિત્ર કરાય છે. યોગની આરાધના પ્રસંગે જે લોકોત્તર આચારોથી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવાનો છે તેની પૂર્વે યોગની પૂર્વસેવામાં સદાચારોથી આત્માને પવિત્ર બનાવવાનો છે. સદાચારો અને લોકોત્તર આચારો - એ બેમાં ઘણો ફરક છે. લોકોત્તર આચારોનું પાલન તો દુષ્કર છે જ. પરંતુ અહીં વર્ણવેલા સુદાક્ષિણ્ય વગેરે સદાચારોનું પાલન પણ દુષ્કર છે. મોક્ષસાધક યોગના અર્થીપણા વિના એ સદાચારોનું પાલન શક્ય નથી.
એક પરિશીલન
૧૬૯
Page #173
--------------------------------------------------------------------------
________________
સુદાક્ષિણ્યને પહેલા સદાચાર તરીકે વર્ણવ્યું છે. ગંભીર અને ધીર એવા ચિત્તને ધારણ કરનારની સ્વભાવથી જ બીજાનું કામ કરી આપવાની તત્પરતાને “સુદાક્ષિણ્ય” કહેવાય છે. સામાન્ય રીતે આપણે જેની સાથે રહેતા હોઈએ; આપણો જેમને થોડોઘણો પરિચય છે એવા માણસો જ મોટા ભાગે આપણને કામ કરવાનું કહેતા હોય છે. શક્ય રીતે તો તેઓ પોતાનું કામ પોતે જાતે કરતા હોય છે. પરંતુ કોઈ વાર પરિસ્થિતિ વિષમ બને તો તેઓ આપણને કામ કરવાનું જણાવે ત્યારે તેમનું કામ કરી આપવું જોઇએ. સ્વભાવથી જ એ ગુણ આપણામાં હોવો જોઇએ. લાજે, શરમ, પરાણે કે “કોણ ના પાડે? અવસરે આપણને પણ તેમનું કામ પડે'. વગેરે વિચારીને બીજાનું કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. નિસર્ગથી જ બીજાનું કામ કરવાની તત્પરતા હોવી જોઇએ. આ ગુણનું વર્ણન કરતાં ગ્રંથકાર પરમર્ષિએ પામિયોકાપરતા આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાંનું ‘મયો' પદ જે અર્થને જણાવે છે તે અર્થ યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે. પરકૃત્યમાં અભિયોગ રાખીને તત્પરતા કેળવવાની છે. કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ ત્યારે તેમનું કામ ચોક્કસપણે કરવું જ પડે છે અને નોકરની જેમ કરવું પડે છે - તે અભિયોગ છે. આવી રીતે પરકૃત્યમાં અભિયોગ રાખી તત્પરતા દાખવવી જોઈએ. સામી વ્યક્તિ પ્રત્યે ઉપકાર કરવાની વૃત્તિએ કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવથી જ પરકૃત્યના અભિયોગમાં તત્પરતા પ્રાપ્ત કરનારે ગંભીર અને ધીર ચિત્તવાળા બનવું જોઈએ. બીજાનું કામ કરતી વખતે ધીરજ રહેતી નથી અને કામ કર્યા પછી ગંભીરતા રખાતી નથી – એ લગભગ અનુભવવા મળે છે. બીજાનું કામ ધીરજપૂર્વક અને ગંભીરતા સાથે થતું કવચિત જ જોવા મળે છે. સુદાક્ષિણ્ય-આચારથી સંપન્ન આત્મા; ગંભીર અને ધીર ચિત્તથી યુક્ત હોય છે. ચિત્તની ધરતા હોય તો બીજાનું કામ કરતી વખતે ગમે તેટલું કષ્ટ પડે તોપણ બીજાના કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકાય છે. અને ચિત્તની ગંભીરતા હોય તો કામ કરતાં પહેલાં અને પછી મૌન જાળવી શકાય છે. બીજાનું કામ કરવાનું શરૂ કરીએ એટલે પોતાના સમય આદિનો ભોગ તો આપવો જ પડતો હોય છે. એ વખતે કોઈ પણ રીતે અકળાયા વિના એ કાર્ય સારી રીતે પૂર્ણ કરવા મનની ધીરતા ખૂબ જ આવશ્યક છે. અન્યથા મનની ધીરતા વિના પરકૃત્ય કરવાનું આરંભીએ તો વેઠ ઉતારવાનું બનશે અને તેથી બીજી વાર કોઈ કામ કરવા નહિ દે. આવી જ રીતે, “મારે બીજાનું કામ કરવાનું છે; મેં બીજાનું કામ કરી આપ્યું; આપણે કોઇને ના પાડતા નથી, કામ કરી આપવામાં શું? થોડા ઘસાઈ જઇએ?'... વગેરે બોલી-બોલીને બીજાનું કામ કરીએ તો તેને શરમાવા જેવું થાય, સંકોચ થાય અને નીચું જોવા જેવું થાય. તેથી આવા અગંભીર-તુચ્છ માણસને કોઈ કામ ચીંધે નહિ. માટે બીજાનું કામ કરતી વખતે ગંભીરતા કેળવવી જોઈએ. સામાન્ય રીતે પરત્વમાં આવી ગંભીરતા ન હોવાથી લોકોત્તર માર્ગની આરાધનામાં પણ એવી ગંભીરતા રહેતી નથી. પૂ.
૧૭૦
યોગપૂર્વસેવા બત્રીશી
Page #174
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવાદિસંબંધી ગોચરી, પાણી, ઓઘા વગેરેની પ્રતિલેખના અને કાપવિશ્વ-પ્રક્ષાલન) વગેરે કાર્ય કરતાં પૂર્વે અને કાર્ય કર્યા પછી પણ એવી ગંભીરતા રખાતી નથી. કામ કરીએ અને એની બીજાને જાણ ન થાય તો કામ કરવામાં મજા જ ન આવે – એ સ્પષ્ટ રીતે આજે જોવા મળે. આ બધાના મૂળમાં વાસ્તવિક રીતે સુદાક્ષિણ્યગુણનો અભાવ છે. યોગની પૂર્વસેવામાં જ ભલીવાર ના હોય તો યોગની સાધનામાં ભલીવાર ન જ હોય - એ સમજી શકાય છે.
યોગની પૂર્વસેવામાં બીજા સદાચાર તરીકે “દયાલુત્વને વર્ણવ્યો છે. કોઈ પણ જાતની માયા વિના બીજાના દુઃખને દૂર કરવાની ઇચ્છાને દયાળુતા કહેવાય છે. દયાળુતા-દયા આજ સુધી આપણે કરતા જ આવ્યા છીએ. પરંતુ એ સદાચારરૂપે પરિણમી છે કે નહિ - તે વિચારવું જોઈએ. સામી વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુના લાભની અપેક્ષાને રાખીને મોટા ભાગે બીજાના દુઃખને દૂર કરવાની ઇચ્છા સેવાય છે. ભાવના ખરેખર તો પોતાના દુઃખને દૂર કરવાની હોય છે. પરંતુ દેખાવ બીજાના દુઃખને દૂર કરવાનો થતો હોય છે. જીવજંતુને કોઈ મારી નાખે નહિ તેથી તેને સુરક્ષિત સ્થાને રાખતી વખતે ભાવ તો લગભગ તે આપણને કરડે નહિ - તેનો હોય તો દયાનો પરિણામ વાસ્તવિક નથી, માયાપૂર્વકનો છે. સાચી દયાળુતા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવી નથી. અનાદિકાળથી દઢ થયેલા કુસંસ્કારો ભૂંસાય નહિ તો સદાચારસ્વરૂપ દયાને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. ગમે ત્યાંથી ગમે તે રીતે પણ લાભ મેળવવાની વૃત્તિ જ ખરેખર તો માણસને માયાવી બનાવે છે. માયાથી રહિત એવી બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છાને અહીં દયાલુત્વ સ્વરૂપ સદાચાર તરીકે વર્ણવી છે. શક્તિ કે સંયોગો ન હોય તો બીજાના દુઃખને દૂર કરવાનું શક્ય ન બને તોપણ એ વિષયની ઇચ્છા અશક્ય નથી. એવી ઇચ્છાને સેવતી વખતે માયા ન કરીએ તો દયાસ્વરૂપ બીજો સદાચાર સરળતાથી પામી શકાય છે.
દીનોદ્ધાર સ્વરૂપ ત્રીજા આચારનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે દીનના ઉપકાર માટે પ્રયત્ન કરવો. અહીં “દીન' પદથી દીન, અનાથ, દરિદ્ર, પંગુ અને અંધ વગેરે જીવો સમજવાના છે. દિન, અનાથ વગેરે જીવોને ઉપકારનું કારણ બની શકે એવી પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા સ્વરૂપ અહીં દીનોદ્ધાર છે. દિનાદિ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી આ પ્રયત્ન નથી. આ પ્રયત્ન એવો છે કે જેથી દીનાદિ જીવોને ઉપકારનું એ કારણ બને છે. ઉપકાર કરવા માટે પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિથી ઉપકાર થવો - એ બંન્નેમાં જે ફરક છે તેને યાદ રાખવો જોઇએ. અહીં યોગની પૂર્વસેવામાં વર્ણવતા સદાચારો કોઈની ઉપર ઉપકાર કરવા માટે વિહિત નથી. યોગની પ્રાપ્તિ દ્વારા પોતાના કલ્યાણ માટે તે વિહિત છે. તેથી દીનાદિનો ઉદ્ધાર પણ તેમની ઉપર ઉપકાર કરતા હોઈએ તે રીતે કરવાનો નથી. યોગની પ્રાપ્તિ માટેની એ એક અપૂર્વ સાધના છે – એમ સમજીને સદાચારો સેવવા જોઇએ.
એક પરિશીલન
૧૭૧
Page #175
--------------------------------------------------------------------------
________________
-
‘કૃતજ્ઞતા’ – એ ચોથો સદાચાર છે. બીજાએ આપણી ઉપર કરેલા ઉપકારના પરિજ્ઞાનને કૃતજ્ઞતા કહેવાય છે. આજ સુધીના આપણા જીવનને યાદ કરીએ તો સમજાશે કે કંઇ-કેટલાય આત્માઓએ આપણી ઉપર અનેક જાતના ઉપકાર કર્યા છે – એનું નિરંતર સ્મરણ કરવું જોઇએ. આપણા વર્તમાન જીવનના અસ્તિત્વમાં એમણે કરેલા ઉપકારો સમાયેલા છે - તેનું વિસ્મરણ ક૨વાનું ઉચિત નથી. બીજાની ઉપર આપણે કરેલા ઉપકારો આપણને નિરંતર યાદ રહે એમાં પણ મોટાભાગના ઉપકારો આપણા સ્વાર્થમૂલક હોય; ખરી રીતે તો એને ઉપકાર કહેવાનું શક્ય જ નથી, છતાં એને આપણે વારંવાર ગાયા કરીએ અને બીજાએ કરેલા ઉપકારોને ભૂલી જઇએ - એ કૃતજ્ઞતા નથી. લોકોત્તર ધર્મની સિદ્ધિના લિંગ તરીકે જણાવેલી કૃતજ્ઞતા લોકોત્તર કોટીની છે. પરમકૃપાળુ શ્રી અરિહંતપરમાત્માએ અને ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતાદિએ કરેલા અનુગ્રહને યાદ કરીએ તો ચોક્કસ જ પાપની પ્રવૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકી શકાશે. પરંતુ લોકોત્તર કોટીની આ કૃતજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સરળ તો નથી જ; પણ એ માટે લૌકિક ‘કૃતજ્ઞતા’ સ્વરૂપ સદાચારને પ્રાપ્ત કરવાથી એ સરળ બની શકે છે.
આ તેરમા શ્લોકમાં પાંચમા સદાચાર તરીકે ‘જનાપવાદભીરુત્વ'ને વર્ણવ્યું છે. લોકોની નિંદાને પાત્ર એવા વર્ઝનથી ભય પામવો - એને જનાપવાદભીરુત્વ કહેવાય છે. સારા ગણાતા માણસો આપણા વર્તનની નિંદા કરે એવા વર્તનનો આપણને ભય હોવો જોઇએ. ‘લોકો તો ગાંડા છે, ગમે તેમ બોલે, આપણને જે ઉચિત લાગે તે કરવું...' આવું વિચાર્યા વિના દુર્વર્તનથી દૂર રહેવું જોઇએ. યોગમાર્ગની આરાધના વખતે સર્વ પાપથી દૂર રહેવાનું છે, જે; પાપભીરુત્વ વિના શક્ય નહીં બને. પાપભીરુત્વને પામવા માટે યોગની પૂર્વસેવામાં જનાપવાદની ભીરુતા(ભય)ને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. સામાન્ય લોકો જેને પાપ તરીકે ગણતા નથી એવા પણ પાપથી દૂર રહેવા માટે યોગની પૂર્વસેવામાં લોકો જેને પાપ માને છે એનો પણ ભય ન હોય - એ ચાલે એવું નથી. લોકની નજરે જે દુર્વર્ઝન છે એવા દુર્વર્તનનો સતત ભય હોવો જોઇએ. ગ્રંથકાર પરમર્ષિએ આ વસ્તુને સમજાવતાં આ શ્લોકની ટીકામાં જણાવ્યું છે કે જનાપવાદ અને મરણ – એ બેમાં કોઇ જ વિશેષતા નથી – અર્થાત્ જેટલો ભય આપણને મરણનો છે તેટલો જ ભય જનાપવાદનો હોવો જોઇએ. મરણ થશે - એમ સમજીને જેમ મરણનાં નિમિત્તોથી આપણે દૂર રહીએ છીએ, તેમ જનાપવાદ (લોકમાં નિંદા) થશે - એમ સમજીને લોકમાં નિંદાના કારણભૂત ઘૂતાદિ વ્યસનોથી દૂર રહેવું જોઇએ - એ પાંચમો સદાચાર છે. અનંતજ્ઞાનીઓ જેને પાપ તરીકે વર્ણવે છે એ પાપના ભયની પ્રાપ્તિ માટે જનાપવાદના ભય સ્વરૂપ સદાચાર અનિવાર્ય છે. ૧૨-૧૩
બીજા સદાચારોનું જ વર્ણન કરાય છે—
૧૭૨
યોગપૂર્વસેવા બત્રીશી
Page #176
--------------------------------------------------------------------------
________________
रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथाऽऽपदि ।
अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ॥१२-१४॥ राग इति-गुणिनि गुणवति पुंसि रागः । सर्वत्र जघन्यमध्यमोत्तमेषु निन्दात्यागः परिवादापनोदः । तथा आपदि विपत्तौ अदैन्यमदीनभावः । सत्प्रतिज्ञत्वं प्रतिपन्नक्रियानिर्वाहणं । सम्पत्तावपि विभवसमागमेऽपि नम्रता औचित्येन नमनशीलता ।।१२-१४।।
ગુણવાન પુરુષોમાં રાગ; સર્વત્ર નિંદાનો ત્યાગ; આપત્તિમાં અદીનતા, પ્રતિજ્ઞાનું પાલન અને સંપત્તિમાં પણ નમ્રતા - આ સદાચાર છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુદાક્ષિણ્ય વગેરેની જેમ જ ગુણવાન પુરુષોમાં રાગ વગેરે, ઉપર જણાવેલા પણ સદાચારો છે. ગુણવાન પુરુષોની પ્રત્યે જે રાગ છે – તેને છઠ્ઠા સદાચારસ્વરૂપે અહીં વર્ણવ્યો છે. જ્ઞાનાદિગુણસંપન્ન પુરુષો પ્રત્યે રાગ ધરવો જોઇએ. આ અપારસંસારથી પાર ઊતરવા માટે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ વિના બીજો કોઈ ઉપાય નથી. એ ગુણોને પ્રાપ્ત કરવા માટે ગુણસંપન્ન પુરુષોનું સાંનિધ્ય નિરંતર હોવું જોઇએ. કારણ કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ તે પુણ્યપુરુષોને આધીન છે. ગુણવાન પુરુષો; વિના સ્વાર્થે પોતાના સાંનિધ્યમાં રહેનારા જીવોને ગુણસંપન્ન બનાવવામાં પ્રયત્નશીલ હોય છે. આજ સુધીની આપણી નિર્ગુણ અવસ્થાનો વિચાર કરીએ તો સમજાશે કે ગુણસંપન્ન પુરુષોનું સાંનિધ્ય આપણે પ્રાપ્ત કર્યું ન હોવાથી એ નિર્ગુણ-અવસ્થા છે, અને ગુણસંપન્ન આત્માઓ પ્રત્યે રાગ ન રાખવાથી ગુણીજનોનું સાંનિધ્ય આપણે મેળવી શક્યા નહિ. અનાદિકાળના કુસંસ્કારોના કારણે લગભગ દુષ્ટ પુરુષોની પ્રત્યે જ રાગ કરવાનું બનતું આવ્યું છે. ગુણ અને ગુણીજનો પ્રત્યે રાગ કેળવવાનું ખૂબ કપરું છે. દોષ પ્રત્યે દ્વેષ જાગે અને ગુણની ઉત્કટ ઇચ્છા જાગે તો ગુણવાન પુરુષો પ્રત્યે રાગ જન્મ. ગુણીજનોની સંખ્યા ખૂબ જ અલ્પ છે. ગુણીજનોનો સમાગમ મહામુસીબતે થતો હોય છે અને એ વખતે તેમની પ્રત્યે રાગ થાય - એવું ભાગ્યે જ બનતું હોય છે. યોગના અર્થી જનોને લોકોત્તર ગુણસંપન્ન આત્માઓના સાંનિધ્યમાં રહેતી વખતે તેઓશ્રીની પ્રત્યે જો રાગ ન હોય તો ભારે કરુણ પ્રસંગ સર્જાય, તેથી યોગની પૂર્વસેવામાં ગુણીજનો પ્રત્યે રાગ કેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
આ રીતે ગુણવાન પુરુષો પ્રત્યે જેમ રાગ રાખવાનો છે તેમ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કોટિના જીવો પ્રત્યે નિંદાનો ત્યાગ કરવાનો છે. સર્વત્ર (જીવમાત્રમાં) નિંદાત્યાગ સ્વરૂપ સાતમો સદાચાર છે. આ સદાચારનું પાલન કરવાનું લગભગ અશક્ય છે. બીજાના અવર્ણવાદ સ્વરૂપ નિંદાનું દૂષણ ક્યાં નથી – એ શોધવા નીકળવું પડે એવું છે. જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ એવા કોઈ પણ માણસની નિંદા ન કરવી – એ યોગની પૂર્વસેવાવિશેષ છે. લોકોત્તર માર્ગની જેઓ આરાધના કરી રહ્યા છે – એવા આત્માઓ માટે પણ આ સદાચારનું પાલન આજે જરૂરી હોય
એક પરિશીલન
૧૭૩
Page #177
--------------------------------------------------------------------------
________________
એવું લાગતું નથી. શાસનના હિતની ચિંતાના નામે શાસનના આરાધકોમાં આ દૂષણ આજે એવું ફેલાયું છે કે જેની વાત કરી શકાય એમ નથી. કર્મપરવશ જીવો છે. કોઈને કોઈ ખામી રહેવાની. એને જોયા કરશું અને ગાયા કરશું તો નિંદાનું વર્જન કઈ રીતે થશે? દોષ(પરદોષ)ની ઉપેક્ષા કરવામાં નહિ આવે ત્યાં સુધી નિંદાનો ત્યાગ થઈ શકશે નહિ. યોગની પૂર્વસેવામાં સર્વત્ર નિંદાનો ત્યાગ કરવાનો છે. એના બદલે આજે ગુણવાનની પણ નિંદા મજેથી કરાતી હોય છે, તે યોગની પૂર્વસેવાને અનુરૂપ નથી. યોગની પૂર્વસેવામાં બાધક બનનારી આ નિંદાનું વર્જન કર્યા વિના ચાલે એવું નથી. જે દૂષણ યોગની શરૂઆત કરતાં પૂર્વે પણ ન હોવું જોઈએ તે દૂષણ યોગની આરાધનામાંથી પણ દૂર ન થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય - તે આપણે જોઈ રહ્યા છીએ. ઉપકારીઓની પણ નિંદા સુધી પહોંચી ગયેલા આ દૂષણનો ત્યાગ કરવાથી ગુણીજનોનું આપણને નિરંતર સાંનિધ્ય પ્રાપ્ત થતું હોય છે. અન્યથા નિંદાની પ્રવૃત્તિ કરવાથી ગુણવાન પુરુષો આપણી ઉપર વિશ્વાસ નહિ રાખે.
યોગની પૂર્વસેવાના સદાચારમાંના આઠમા આચારનું વર્ણન કરતાં “આપત્તિમાં દીનતાના અભાવને વર્ણવ્યો છે. એનો આશય સ્પષ્ટ છે કે ગમે તેવો દુઃખનો પ્રસંગ પ્રાપ્ત થાય તોપણ કોઈ પણ જાતની દીનતા નહીં રાખવી જોઇએ. ધર્મના અર્થી જનોને જ્યારે સર્વવિરતિધર્મની આરાધના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે ત્યારે તે યોગની સાધનામાં પરીસહાદિને દીનતા વિના સહન કરવાના હોવાથી ધર્માર્થીઓએ યોગની પૂર્વસેવામાં ગૃહસ્થજીવનમાં આ રીતે દીનતાનો અભાવ કેળવી લેવો જોઇએ. મુનિજીવનમાં જ્યારે પણ અશુભ કર્મના ઉદયથી આપત્તિ આવતી હોય છે, ત્યારે સામાન્યથી તેનો પ્રતિકાર કર્યા વિના અદનપણે તેને સહી લેવાની હોય છે. આવા પ્રસંગે દીનતાનો પરિહાર કરવાનું શક્ય બને નહિ; તો આપત્તિનો પ્રતિકાર કરવો જ પડશે. યોગની પૂર્વસેવામાં આપત્તિમાં દીનતાનો પરિહાર કરવાથી યોગની સાધના દરમ્યાન આપત્તિનો પ્રતિકાર કરવો નહિ પડે. પૂર્વે કરેલાં હિંસાદિ પાપોને લઈને જયારે પણ દુઃખ(આપત્તિ) આવે ત્યારે તેને દૂર કરવા પ્રાર્થનાદિ કરવાની વૃત્તિને દીનતા કહેવાય છે. કોઈ વાર આપત્તિને દૂર કરનારાં નિમિત્તો મળે અને આપત્તિને દૂર કરી પણ લઇએ; પરંતુ કર્મની વિષમતાએ કોઈ વાર એવા સંયોગો ન મળે ત્યારે દરેકની પાસે આપત્તિને દૂર કરવા વિનંતી, પ્રાર્થના કે આજીજી કરવાની જરૂર નથી. તેમ જ કોઈની પાસે દુઃખને રોવાની પણ જરૂર નથી. કરેલાં કર્મનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી – એમ સમજીને ખૂબ જ સમતાપૂર્વક આપણા હિત માટે આપત્તિ વેઠી લેવી જોઈએ. સહન નહિ કરવાની વૃત્તિ જ દીનતાનું કારણ છે. દીનતાના પરિવાર માટે સહનશીલતા મેળવવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
નવમા સદાચાર તરીકે “સત્વતિજ્ઞત્વને વર્ણવ્યું છે. અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનો સારી રીતે નિર્વાહ કરવો તેને સત્વતિજ્ઞત્વ કહેવાય છે. યોગની પૂર્વસેવામાં સામાન્ય રીતે દેવદર્શન-પૂજન, ૧૭૪
યોગપૂર્વસેવા બત્રીશી
Page #178
--------------------------------------------------------------------------
________________
ગુરુવંદન, ધર્મશ્રવણ અને દાનાદિ સંબંધી પ્રતિજ્ઞાઓ કરાતી હોય છે. મહાવ્રતો સંબંધી પ્રતિજ્ઞાઓની અપેક્ષાએ એ પ્રતિજ્ઞાઓ ખૂબ જ નાની છે. પરંતુ આજ સુધીના પ્રતિજ્ઞાવિહીન જીવનની અપેક્ષાએ, એ પ્રતિજ્ઞાઓ ઘણી જ મોટી છે. કોઈ પણ જાતના અપવાદ વિના એ પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનું ખૂબ જ કષ્ટકારક બનતું હોય છે. ફળની ઉત્કટ ઇચ્છા અને ફળને પ્રાપ્ત કરવા માટેનું વિશિષ્ટ સત્ત્વ ન હોય તો પ્રતિજ્ઞાનું પાલન શક્ય નથી. સદ્દગુરુભગવંતના પરિચયે પ્રતિજ્ઞાનું મહત્ત્વ સમજીને એનો યથાર્થ રીતે નિર્વાહ કરવો - એ એક જાતનો સદાચાર છે. પ્રતિજ્ઞા કઈ છે એની અપેક્ષાએ પ્રતિજ્ઞા કઈ રીતે પળાય છે – એનું પરિભાવન કરવાનું ખૂબ જ આવશ્યક છે. શ્રી વંકચૂલાદિએ જે પ્રતિજ્ઞા લીધી હતી; એ પ્રતિજ્ઞાઓ તો મજેથી લઈ શકાય છે પરંતુ તેઓએ તે પ્રતિજ્ઞાઓનું પાલન જે રીતે કર્યું હતું; તે રીતે એ પ્રતિજ્ઞાઓનું પાલન આપણા માટે કેટલું શક્ય છે – એ વિચારવાથી સમજાશે કે “સ–તિજ્ઞત્વ' આ સદાચાર પણ સરળ નથી. પહેલાં તો પ્રતિજ્ઞા-નિયમ લેવાનું જ લગભગ મન થતું નથી. આ વિશ્વમાં કંઈ કેટલી ય એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ જ કરવાના નથી. આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરવાના નથી. પરંતુ એના ત્યાગનો આપણને નિયમ નથી. એટલું જ નહિ, સ્વમે પણ જેની ઇચ્છા નથી એવી પ્રવૃત્તિઓના પણ ત્યાગનો આપણને નિયમ નથી. અવિરતિ(નિયમ નહિ કરવો)ના કારણે જે પાપબંધ થાય છે તેની ખરેખર જ આપણને કલ્પના નથી. અન્યથા એ પાપથી વિરામ પામવા પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી શકાયો હોત. જ્યાં નિયમ અંગે જ આવી સ્થિતિ હોય ત્યાં તેના પાલન અંગે કેવી દશા હોય તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. યોગની પૂર્વસેવામાં એવી સ્થિતિ હોતી નથી. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો પ્રાણના ભોગે પણ નિર્વાહ કરાતો હોય છે. આ રીતે નાના પણ નિયમોનો નિરપવાદ વહન કરવાનો અભ્યાસ યોગની સાધનામાં મહાવ્રતોના પાલન માટે ખૂબ જ ઉપયોગી બને છે.
સદાચારોનું વર્ણન કરતાં આ ચૌદમા શ્લોકમાં દશમા સદાચાર તરીકે “સંપત્તિમાં નમ્રતા'નું વર્ણન કરાયું છે. એનો આશય એ છે કે ગૃહસ્થજીવનમાં કોઈ વાર ભૂતકાળના વિશિષ્ટ પુણ્યોદયે સંપત્તિ-વિભવની પ્રાપ્તિ થાય તો અહંકાર-ગર્વ કર્યા વિના નમ્રતા ધારણ કરવી જોઇએ. સંપત્તિની પ્રાપ્તિ થવાથી પોતાની જાતને મહાન માનવાથી અહંકાર જન્મે છે. પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી પણ જયાં ગર્વ કરવાનો નિષેધ છે, ત્યાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી પૌદ્ગલિક સંપત્તિની પ્રાપ્તિથી ગર્વ કરવાનું ખૂબ જ અનુચિત છે - તે સમજી શકાય છે. અહીં નમ્રતાનું વર્ણન કરતી વખતે ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે “ઔચિત્યથી નમવાના સ્વભાવને નમ્રતા કહેવાય છે. દરેક સ્થાને નમવું – એ પણ નમ્રતા નથી અને માયાપૂર્વક નમવું - એ પણ નમ્રતા નથી. કોઈ પણ સ્થાને નમવું નહિ અને બધાની અપેક્ષાએ હું મહાન છું – એવું માનવું - એ તો અહંકાર છે જ. એનો અર્થ એ નથી કે ગમે તેને નમતા બેસવું. નમવાની પ્રવૃત્તિમાં સામી
એક પરિશીલન
૧૭૫
Page #179
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિ કેવી છે - તેનો વિચાર કરવો જોઇએ અને પછી ઔચિત્યપૂર્વક સ્વભાવથી જ નમવું જોઈએ. કોઈ પણ જાતની માયાને સેવ્યા વિના નમ્રતા રાખવી – એ સદાચાર છે. એકાંતે હિતકર એવા આચારો પણ વિવેક વિના અહિતકર બને છે. કોઈ પણ ગુણને ગુણાભાસમાં રૂપાંતરિત કરવાનું કાર્ય અવિવેક કરે છે. યોગની પૂર્વસેવામાં સદાચારસ્વરૂપે પ્રાપ્ત કરેલી નમ્રતાથી; ભવિષ્યમાં યોગની પ્રાપ્તિમાં જ્ઞાનાદિગુણો પ્રાપ્ત કર્યા પછી પણ આત્માને અહંકારથી દૂર રાખવાનું સરળ થાય છે. ||૧૨-૧૪ો. સદાચારોનું જ વર્ણન કરાય છે–
अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।
अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ॥१२-१५॥ अविरुद्धेति-अविरुद्धस्य धर्माद्यप्रतिपन्थिनः कुलाचारस्य पालनमनुवर्तनं । मितभाषिता प्रस्तावे स्तोकहितजल्पनशीलता । कण्ठगतैरपि प्राणैर्हिते लोकनिन्दिते कर्मण्यप्रवृत्तिश्च ।।१२-१५।।
“અવિરુદ્ધ કુલાચારનું પાલન, થોડું બોલવું અને પ્રાણ કંઠે આવ્યા હોય તોપણ લોકમાં નિંદાને પાત્ર એવા કામમાં પ્રવૃત્તિ ન કરવી.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગની પૂર્વસેવામાં જે સદાચારો વર્ણવ્યા છે તેમાં અગિયારમો સદાચાર
અવિરુદ્ધ કુલાચારનું પાલન છે. ધર્માદિનો બાધ ન થતો હોય તો પોતાના કુલાચારનું પાલન યોગની પૂર્વસેવામાં કરવું જોઇએ. અનંતજ્ઞાનીઓએ જણાવેલા પરમ પવિત્ર આચારો એકાંતે કલ્યાણના કારણ હોવા છતાં શરૂઆતથી જ એને સરળતાથી પાળવાનું સત્ત્વ દરેક જીવને હોતું નથી. એ પરમતારક આચારોનું નિરતિચારપણે પાલન કર્યા વિના શ્રીસિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી – એનો ખ્યાલ હોવાથી યોગના અર્થી આત્માઓ એ સત્ત્વ પામવા માટે યોગની સેવામાં અવિરુદ્ધકુલાચારનું પાલન કરતા હોય છે. ભવિષ્યમાં અનંતજ્ઞાનીઓની દષ્ટિએ જે આચરવા યોગ્ય છે એવા આચારોમાં જયારે પ્રવૃત્ત થવાનું છે, ત્યારે એ માટેનો અભ્યાસ અવિરુદ્ધ કુલાચારના પાલનથી શરૂ કરાય છે. જે લોકો પોતાના કુળના પણ અવિરુદ્ધ આચારોનું પાલન કરે નહિ તો તેઓ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા આચારોનું પાલન કઈ રીતે કરી શકશે? આજે પોતાના કુલાચારોનું પાલન પણ અઘરું લાગ્યા કરે છે. આહાર-પાણીમાં, વેષ-પરિધાનમાં અને જીવનશૈલી વગેરેમાં ઝડપથી પરિવર્તન આવવા માંડ્યું છે એ જોતાં પોતાના કુલાચારોનું પાલન સ્વપ્રવતું બન્યું છે. ધર્માદિના અવિરોધી હોવા છતાં પોતાના કુલાચારોનો ત્યાગ કરી ધમદિના પ્રગટ વિરોધી એવા આચારો (?) જે ઝડપથી આવી રહ્યા છે - એનો વિચાર કરતાં એમ લાગે છે કે આ યોગની પૂર્વસેવા કરવાનું હવે અશક્ય છે. યોગના અર્થી જીવોએ કોઈ પણ રીતે યોગની પૂર્વસેવામાં પ્રયત્ન કરી લેવો જોઈએ.
૧૭૬
યોગપૂર્વસેવા બત્રીશી
Page #180
--------------------------------------------------------------------------
________________
આ શ્લોકમાં બારમા સદાચાર તરીકે ‘મિતભાષિતા' જણાવી છે. એનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે અવસરે હિતકારક પણ થોડું બોલવું. સામી વ્યક્તિ પ્રત્યે આપણને હિતની બુદ્ધિ હોય તોપણ યોગ્ય અવસરે જ કહેવાયોગ્ય કહેવું જોઇએ. અવસર વિના કહેવાથી આપણી હિતકર એવી પણ વાતથી કોઈ જ લાભ થતો નથી. ઉપરથી કોઈ વાર એવું પણ બનતું હોય છે કે કાયમ માટે હિતકર એવી વાત કહેવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. અવસરે પણ વાત કરવી પડે તો તે સામા જીવના હિતની હોય તો જ કરવી. કોઈ પણ સંયોગોમાં સામી વ્યક્તિના અહિતનું કારણ બનનારી વાત કહેવાથી દૂર રહેવું જોઇએ. અવસરે હિતની પણ વાત સંક્ષેપથી થોડા શબ્દોમાં કરવી. બહુ બોલ બોલ કરવાથી હિતકારિણી વાતની પણ ઉપેક્ષા થતી હોય છે. યોગની સાધના દરમ્યાન બિનજરૂરી બોલવાની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે મિતભાષિતાનો સ્વભાવ ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે હિતાહિતનો ભેદ સમજવાનું સરળ નથી. જ્યાં સુધી યથાર્થ રીતે એ ભેદ સમજાય નહિ; ત્યાં સુધી બોલવાનું બંધ રાખવું જોઈએ. અનિવાર્ય સંયોગોમાં બોલવાનો અવસર જ આવે તો ચોક્કસપણે જે હિતકર હોય તે થોડું બોલવું. અવસર, હિત અને અલ્પપ્રમાણ – એ ત્રણનો ખ્યાલ રાખી વિવેકપૂર્વક બોલવું - એ બારમો સદાચાર છે.
પ્રાણ કંઠે આવે તોપણ; લોકમાં નિંદાને પાત્ર એવા કર્મ-કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી એ તેરમો સદાચાર છે. યોગની આરાધના પ્રસંગે અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ જે નિંદાને પાત્ર છે તે સર્વ સાવદ્ય (પાપ) પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે. એ માટે યોગની પૂર્વસેવામાં લોકોની દૃષ્ટિએ નિંદનીય મનાતા એવા કોઈ પણ કામમાં પ્રવૃત્ત ન થવું જોઇએ. આ સદાચારની અનિવાર્યતા
જ વાતઃ પ્રી: આ પદથી સમજી શકાય છે. મરણાંત કષ્ટ આવે તોપણ કુળને દુષ્ટ કરનારા અનાચારાદિમાં પ્રવૃત્તિ કરવી ના જોઈએ. નિંદનીય કામની પ્રવૃત્તિના ત્યાગનું મહત્ત્વ સમજાય તો પ્રાણના ભોગે પણ એ ગહણીય પ્રવૃત્તિથી આત્માને સર્વથા દૂર કરી શકાશે. અન્યથા એ શક્ય નહિ બને. ૧૨-૧પો
બાકીના કેટલાક આચારો જણાવાય છે–
प्रधानकार्यनिर्बन्धः सद्व्ययोऽसद्व्ययोज्झनम् ।
लोकानुवृत्तिरुचिता प्रमादस्य च वर्जनम् ॥१२-१६॥ प्रधानेति-प्रधानकार्ये विशिष्टफलदायिनि प्रयोजने निर्बन्ध आग्रहः । सद्व्ययः पुरुषार्थोपयोगी वित्तविनियोगः । असद्व्ययस्य तद्विपरीतस्योज्झनं त्यागः । लोकानुवृत्तिर्लोकचित्ताराधना । उचिता धर्माविरुद्धा । प्रमादस्य मद्यपानादिरूपस्य च वर्जनम् ।।१२-१६॥
એક પરિશીલન
૧૭૭
Page #181
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ ફળને આપનારા કાર્યમાં આગ્રહ; સધ્યય; અસત્રયનો ત્યાગ; ઉચિત એવું લોકોનુસરણ અને પ્રમાદનું વર્જન - આ સદાચારો છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રધાન કાર્યમાં આગ્રહ રાખવો – એ ચૌદમો સદાચાર છે. સામાન્ય રીતે ગૃહસ્થપણામાં અનેક જાતનાં સ્વ-પરનાં કાર્યો કરવાના પ્રસંગો ઊભા થતા હોય છે. આવા પ્રસંગે જે કાર્ય કરવાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થતી હોય એવાં કાર્ય જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. મહેનત વધારે અને ફલમાં કોઈ વિશેષ નહિ – એવી પ્રવૃત્તિમાં આગ્રહ નહિ રાખવો જોઇએ. આ લોકમાં અને પરલોકમાં હિતકર એવું વિશિષ્ટ ફળ જેનાથી પ્રાપ્ત થતું હોય એવા કાર્યને પ્રધાન કાર્ય કહેવાય છે. બુદ્ધિમાન પુરુષોએ એવા જ કાર્ય માટે આગ્રહ સેવવો જોઇએ, જેથી અલ્પ પ્રયત્ન અધિક ફળને પ્રાપ્ત કરી શકાય.
પંદરમો સદાચાર “સદ્વ્યય છે. પુરુષાર્થની સાધના માટે ઉપયોગી બને એવો ધનનો વ્યય કરવો જોઈએ. અન્ય ગ્રંથોમાં સદ્ભયનો અર્થ જણાવતાં ફરમાવ્યું છે કે દેવપૂજાદિ ધર્માનુષ્ઠાનોમાં જે ધનનો ઉપયોગ થાય છે - તે સવ્યય છે. સામાન્ય રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ : આ ચાર પુરુષાર્થ છે. પરમાર્થથી મોક્ષ એક જ પુરુષાર્થ છે. મોક્ષનું કારણ શુદ્ધ ધર્મ હોવાથી તે કારણસ્વરૂપ પુરુષાર્થ છે. અર્થ અને કામ તો પુરુષની ઇચ્છાના વિષય બનતા હોવાથી તે પુરુષાર્થ કહેવાય છે. પરંતુ પરમાર્થથી અનર્થભૂત છે. મોક્ષમાં બાધક ન બને એ રીતે પોતાના ધનનો ધર્માદિમાં વ્યય કરવો જોઇએ. પુણ્યથી મળેલા ધનનો વ્યય એવી રીતે તો ન જ કરાય કે જેથી. પરિણામે મોક્ષપ્રાપ્તિમાં બાધક બને.
ઉપર જણાવ્યા મુજબ પુણ્યથી મળેલા ધનનો જેમ સવ્યય કરવો જોઇએ તેમ અસત્રયનો ત્યાગ કરવો જોઈએ – એ પણ સદાચાર છે. સોળમા એ સદાચારનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અર્થની અનર્થકારિતાનો પ્રારંભ જ આ અસવ્યયમાંથી થતો હોય છે. અસવ્યય સ્વરૂપ અનાચારનું દૂષણ આજે ખૂબ જ વિસ્તર્યું છે. ધર્મી ગણાતા વર્ગમાં પણ એ ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે. વિષયની અત્યંત આસક્તિ અસવ્યય કરાવે છે અને તે અનર્થદંડનું કારણ બને છે. ગૃહસ્થપણામાં પાપની કોઈ સીમા નથી. સર્વથા પાપથી વિરામ પામવાની ભાવનાવાળાએ પોતાની ભાવના સફળ બનાવવી હોય તો અસદ્વ્યયના પરિત્યાગથી પ્રારંભ કરવો જોઈએ. જેથી ખૂબ જ સરળતાપૂર્વક અનર્થદંડથી વિરામ પામી શકાશે.
સત્તરમા સદાચાર તરીકે ઉચિત એવી લોકાનુવૃત્તિને વર્ણવી છે. ધર્મમાં વિરોધ ન આવે તે રીતે લોકોના ચિત્તની આરાધના કરવી; તે લોકાનુવૃત્તિ છે. લોકમાં જે આચારો પ્રસિદ્ધ છે, તે જો ધર્મના વિરોધી ન બનતા હોય તો તેનું પાલન કરવું જોઈએ. દરેક ધર્માત્માને લોકની નિશ્રાએ ધર્મ કરવાનો છે. પોતાના ધર્મના વિરોધી ન હોય એવા લોકપ્રસિદ્ધ આચારોના પાલનથી ૧૭૮
યોગપૂર્વસેવા બત્રીશી
Page #182
--------------------------------------------------------------------------
________________
લોકના ચિત્તની આરાધના થાય છે. આગળ જતાં આ અભ્યાસ ભવનિતારક પૂ. ગુરુદેવાદિના ચિત્તની આરાધના માટે ઉપયોગી બને છે.
અઢારમો સદાચાર પ્રમાદના વર્જન સ્વરૂપ છે. મદ્યપાનાદિ સ્વરૂપ પ્રમાદનો ત્યાગ કરવો; એ પણ એક સદાચાર છે. નિદ્રા, વિકથા, મદિરા, વિષય અને કષાય - આ પાંચ પ્રમાદ છે. પરમપુણ્યોદયે પ્રાપ્ત ધર્માદિના અવસરે પ્રમાદના યોગે એ અવસરો નિરર્થક બનતા હોય છે. સર્વવિરતિધર્મની આરાધના કરનારા મહાત્માઓને પણ પ્રમાદના કારણે કેવી સ્થિતિનો અનુભવ કરવો પડે છે - એ આપણે બરાબર જાણીએ છીએ. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડે એવી સ્થિતિ આ પ્રમાદને લઈને ઊભી થાય છે. નિદ્રા-વિકથાદિ પ્રમાદનો ત્યાગ કરવાનું ઘણું જ કપરું છે. જીવની અનાદિકાળથી જે સુખશીલતાની પરિણતિ છે; તે પરિણતિના કારણે પ્રમાદપ્રિયતાની પ્રાપ્તિ થાય છે. અને તેથી પ્રમાદનો ત્યાગ કરવાનું શક્ય બનતું નથી. સાધનાની પૂર્ણતાના આરે આવેલાને પણ સાધનાથી દૂર-સુદૂર લઈ જનાર આ પ્રમાદ છે. યોગના અર્થીએ પ્રમાદનું વર્જન કરી સાધનાનો મંગલ પ્રારંભ યોગની પૂર્વસેવાથી કરવો જોઈએ - આ રીતે યોગની પૂર્વસેવામાં સદાચારનું વર્ણન પૂર્ણ થયું. ૧૨-૧૬.
હવે યોગની પૂર્વસેવાંતર્ગત “તપ”નું નિરૂપણ કરાય છે–
तपश्चान्द्रायणं कृच्छ्रे मृत्युघ्नं पापसूदनम् ।
आदिधार्मिकयोग्यं स्यादपि लौकिकमुत्तमम् ॥१२-१७॥ तप इति-लौकिकमपि लोकसिद्धमपि । अपिर्लोकोत्तरं संचिनोति । उत्तमं स्वभूमिकोचितशुभाध्यવસાયપોષમ્ II ૨-૭૭ll.
ધર્મનો પ્રારંભ કરનારા જીવોને; પોતાની ભૂમિકાનુસાર અધ્યવસાયને પુષ્ટ બનાવનારું લૌકિક તપ પણ યોગ્ય છે; જે ચાંદ્રાયણ, કુ, મૃત્યુક્ત અને પાપસૂદન - આ ચાર પ્રકારનું છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. તેનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે; શક્તિ અનુસાર પાપને તપાવનાર તમને કર્યા વિના પૂર્વકૃત કર્મનો ક્ષય શક્ય નથી. અને કર્મક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. સંસારની અસારતાનું પરિભાવન કરી સંસારનો ઉચ્છેદ કરવા અને સર્વકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુ આત્માઓને તપ કર્યા વિના ચાલે એવું જ નથી.
સામાન્ય રીતે તપનું વર્ણન કરતાં તેના જાણકારોએ; કર્મને તપાવે તેને તપ કહેવાય છે - એ પ્રમાણે વર્ણવ્યું છે. કર્મના ક્ષય માટે વિહિત તપની આરાધનાથી કર્મ તપે નહિ- એ બનવાજોગ નથી. યોગની પૂર્વસેવામાં સામાન્યથી લૌકિક અને લોકોત્તર તપ ઉચિત છે. લોકોત્તર તપ તો જીવમાત્રને કલ્યાણનું કારણ બને છે. પરંતુ ધર્મની શરૂઆત કરનારા આદિધાર્મિક જીવોને આશ્રયીને લોકમાં પ્રસિદ્ધ તપ પણ યોગ્ય છે. આહારની નિરીહતા (ઇચ્છાનો અભાવ) એ
એક પરિશીલન
૧૭૯
Page #183
--------------------------------------------------------------------------
________________
વાસ્તવિક તપ છે. બાહ્ય અને અત્યંતર ભેદથી બે પ્રકારના તપના અનશનાદિ બાર પ્રકાર છે. એ લોકોત્તર તપનું વર્ણન અન્યત્ર વિસ્તારથી કર્યું છે. તપની આરાધના કરનારાએ યાદ રાખવું જોઇએ કે માત્ર કર્મને તપાવવા માટે તપ છે. બીજાને તપાવવા(સંતાપવા) માટે તપ નથી. અનુકૂળતાનો ત્યાગ કરી તપને કરનારા તપ કરતી વખતે અનુકૂળતા શોધે તો તપની આરાધના વાસ્તવિક રીતે કરી શકશે નહિ. આજે જે રીતે તપ કરાય છે અને કરાવાય છે, એ જોતાં તપનું સ્વરૂપ સમજાવવાનું લગભગ શક્ય નથી. ખરી રીતે તો આજે તપનો અભ્યાસ કરતાં પૂર્વે ખાવું કેમ – તે શીખવાની જરૂર છે. એની સમજણાદિના અભાવે તપ વાસ્તવિક રીતે કર્મનિર્જરાનું કારણ બનતો નથી. ધર્મના નામે આજે અનુકૂળતા પ્રાપ્ત કરવાનાં વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યાં છે – એમ લાગ્યા વિના રહેતું નથી.
લૌકિક તપ પણ; લોકોત્તર તપના જ્ઞાનના અભાવે આદિધાર્મિક જનો માટે યોગ્ય છે. એમાં મુખ્યપણે આહારની નિરીહતાનો ભાવ પામવાનો આશય રહેલો હોય છે. પોતાની ભૂમિકા મુજબના તે તે અધ્યવસાયને એ તપ પુષ્ટ-મજબૂત બનાવતો હોવાથી તેની ઉત્તમતા છે. અન્યથા તે તપ પણ ઉત્તમ નથી. આ શ્લોકમાં ચાંદ્રાયણ, કચ્છ, મૃત્યુઘ્ન અને પાપસૂદન - આ ચાર પ્રકારના તપનાં નામો જ વર્ણવ્યાં છે. તેનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. ૧૨-૧થા પૂર્વોક્ત ચાંદ્રાયણ તપનો વિધિ જણાવાય છે–
एकैकं वर्द्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् । भुञ्जीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ॥१२-१८॥
एकैकमिति-एकैकं वर्धयेद्ग्रासं कवलं । शुल्के पक्षे प्रतिपत्तिथरारभ्य यावत् पौर्णमास्यां पञ्चदश कवलाः । कृष्णे च पक्षे हापयेद् हीनं कुर्यादकैकं कवलं । ततो भुञ्जीत न अमावास्यायां, तस्यां सकलकवलक्षयाद् । एष चान्द्रायणश्चन्द्रेण वृद्धिभाजा क्षयभाजा च सहेयते गम्यते यत्तच्चन्द्रायणं तस्यायं विधिः करणप्रकार इति ।।१२-१८॥
શુક્લપક્ષમાં એક એક કોળિયો વધારવો અને કૃષ્ણપક્ષમાં એક એક કોળિયો ઓછો કરવો. તે મુજબ અમાસે વાપરવું નહિ. આ ચાંદ્રાયણ તપનો વિધિ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાંદ્રાયણ તપ કઈ રીતે કરવો; તે આ શ્લોકમાં જણાવ્યું છે. સુદ પક્ષની એકમે એક કોળિયો જ આહારનો લેવાનો. તેથી વધારે નહિ લેવાનો. આવી રીતે સુદ બીજ, ત્રીજ, ચોથ... વગેરે તિથિએ અનુક્રમે બે, ત્રણ, ચાર વગેરે કોળિયા આહાર લેવાનો, જેથી પૂનમે પંદર કોળિયાથી વધારે આહાર લેવાનું નહિ બને. ત્યાર બાદ વદ એકમ, બીજ, ત્રીજ... વગેરે તિથિએ એક એક કોળિયો ઓછો કરવાથી અનુક્રમે ચૌદ, તેર, બાર વગેરે કોળિયા જેટલો આહાર ગ્રહણ કરવાનો. અને તેથી અમાસના દિવસે એક પણ
૧૮૦
યોગપૂર્વસેવા બત્રીશી
Page #184
--------------------------------------------------------------------------
________________
કોળિયો આહાર લેવાનો ન હોવાથી ઉપવાસ થાય, વાપરવાનું ન બને. આ પ્રમાણે ચાંદ્રાયણ તપનો વિધિ કરવાની રીત) છે. ચંદ્રની વૃદ્ધિ અને હાનિના કાળની સાથે તેનો સંબંધ જણાય છે. તેથી તે તપને ચાંદ્રાયણ તપ કહેવાય છે. આ તપમાં ક્ષય પામેલા અને વૃદ્ધિ પામેલા ચંદ્રની સાથે અયન(આહાર લેવાની પ્રવૃત્તિ) છે. માટે આ તપ ચાંદ્રાયણ છે. // ૧૨-૧૮ ‘કુછૂ’ તપનું સ્વરૂપ જણાવાય છે–
सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा ।
अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ॥१२-१९॥ सन्तापनादीति-सन्तापनादिभेदेन कृच्छ्रे कृच्छ्रनामकं तपोऽनेकधोक्तम् । आदिना पादसम्पूर्णकृच्छ्रग्रहः । तत्र सन्तापनकृच्छं यथा-"त्र्यहमुष्णं पिबेदम्बु त्र्यहमुष्णं घृतं पिबेत् । त्र्यहमुष्णं पिबेन्मूत्रं त्र्यहमुष्णं पिबेत्पयः ।।१।।” इति । पादकृच्छं त्वेतद् “एकभक्तेन नक्तेन तथैवायाचितेन च । उपवासेन चैकेन पादकृच्छं विधीयते ॥१॥” इति सम्पूर्णकृच्छ्रे पुनरेतदेव चतुर्गुणितमिति । अकृच्छ्रादकष्टाद् । अतिकृच्छ्रेषु नरकादिपातफलेषु अपराधेषु । हन्तेति प्रत्यवधारणे । सन्तारणं सन्तरणहेतुः । परं प्रकृष्टं પ્રાનિનામ્ II98-99/
સંતાપન વગેરે પ્રકારે કૃચ્છુ તપ અનેક પ્રકારનું છે. વિના કષ્ટ અત્યંત કષ્ટ સ્વરૂપ નરકાદિગતિમાં જવા માટેના કારણભૂત અપરાધોને વિશે જીવોને તારનારું આ પરમ સાધન છે.” આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાપન કૃચ્છ, પાદ કચ્છ અને સંપૂર્ણ કચ્છ... વગેરે પ્રકારથી કૃષ્કૃતપ અનેક પ્રકારનું છે. જે અપરાધ (નિષિદ્ધ હિંસાદિ પાપો)ના કારણે પ્રાણીઓને અત્યંત કષ્ટમય નરકાદિમાં જઈને પાપનું ફળ ભોગવવું પડે છે એવા અતિકુછુ અપરાધો થયે છતે તે તે અપરાધોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રાણીઓને આ “કુછુ તપ શ્રેષ્ઠ એવો તરવાનો ઉપાય છે, જે; નારકીના જીવોની અપેક્ષાએ કષ્ટ વિના સંતારણ (તારનારું સાધન) બને છે. આ કુછુ તપના સંતાપનકૃચ્છ, પાદક અને સંપૂર્ણકચ્છ વગેરે અનેક પ્રકાર છે.
“ત્રણ દિવસ ગરમ પાણી, ત્રણ દિવસ ગરમ ઘી, ત્રણ દિવસ મૂત્ર અને ત્રણ દિવસ દૂધ પીવાનું.” - આ પ્રમાણે બાર દિવસે સંતાપન કછૂતપ પૂર્ણ થાય છે. માગ્યા વગર દિવસમાં એક વાર (એકાશન જેવું) જ વાપરવાનું અને બીજે દિવસે ઉપવાસ કરવાનો. આ રીતે પાદચ્છુ તપ થાય છે. તેમ જ ચાર વાર પાદપૃચ્છુ તપના વિધાનથી સંપૂર્ણ કુછુ તપ પૂર્ણ થાય છે. અલ્પ કષ્ટ મહાકષ્ટથી આ તપ તારનારું છે, તે આશ્ચર્ય છે – એ જણાવવા માટે અહીં શ્લોકમાં “દન્ત’ આ પદનો પ્રયોગ છે. તે પ્રત્યપધારણ – આશ્ચર્ય અર્થને જણાવે છે. મહાકષ્ટથી તરવું હોય તો અધિક કષ્ટ વેઠવું પડે, તેના બદલે અલ્પકષ્ટને સહન કરીને આ કુછુ તપને કરવાથી મહાકષ્ટથી તરી જવાય છે – એ દેખીતી રીતે વિરુદ્ધ-અવધારણ (નિશ્ચય) છે - એ સમજી શકાય છે. ૧૨-૧૯ll
એક પરિશીલન
૧૮૧
Page #185
--------------------------------------------------------------------------
________________
હવે મૃત્યુંજય તપનું વર્ણન કરાય છે
मासोपवासमित्याहु म॒त्युनं तु तपोधनाः ।
मृत्युञ्जयजपोपेतं परिशुद्ध विधानतः ॥१२-२०॥ मासेति-मासं यावदुपवासो यत्र तत्तथा । इत्येतदाहुः । मृत्युनं तु मृत्युजनामकं तु । तपोधनास्तपःप्रधाना मुनयः । मृत्युञ्जयजपेन परमेष्ठिनमस्कारेणोपेतं सहितं । परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण । વિધાનતઃ વષાનિરોધદ્રહાર્યવપૂનવિપથિાનાત્ I9૨-૨૦
મૃત્યુંજય જપ(નમસ્કારમંત્રજાપ)થી યુક્ત અને કષાયોનો નિરોધ વગેરેના વિધાનથી પરિશુદ્ધ એવા એક મહિના સુધીના ઉપવાસ સ્વરૂપ તપને; તપોધન એવા મુનિભગવંતો મૃત્યુબ” (મૃત્યુંજય) નામનું તપ કહે છે.” - આ પ્રમાણે વીસમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે મૃત્યુન્ન-મૃત્યુંજય તપમાં એક મહિના સુધી નિરંતર ઉપવાસ કરવાના છે. એ વખતે યથાશક્ય પંચપરમેષ્ઠી નમસ્કારમંત્રનો જાપ કરવાનો હોય છે. તપની સાથે દરરોજ કષાયોનો નિરોધ, બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનપૂજા અને શ્રી જિનવાણીનું શ્રવણ વગેરે દૈનિક કૃત્યો કરવાં જોઇએ. આ તપ પણ આ લોક કે પરલોકાદિ સંબંધી ફળની આંશસા(ઇચ્છા)થી રહિત પરિશુદ્ધ હોવું જોઇએ. આવા તપને; તપની પ્રધાનતાવાળા મુનિભગવંતો મૃત્યુબ તપ તરીકે વર્ણવે છે.
આ શ્લોકમાંના વિદ્યાન અને પરિશુદ્ધ - આ બંન્ને પદો તપની આરાધના કરનારાએ સારી રીતે વિચારવાં જોઈએ. એક મહિનાના ઉપવાસના કાળમાં પણ દેવપૂજાદિ દૈનિક કૃત્યો નિયમિતપણે કરવાં જોઇએ. અને સાથે સાથે કષાયોનો ત્યાગ વગેરે પણ કરવો જોઇએ. આટલું કષ્ટ વેઠ્યા પછી આ લોક કે પરલોક સંબંધી કોઈ પણ ફલની ઇચ્છા નહિ સેવવી. આવી સ્થિતિમાં જ એક મહિનાના ઉપવાસને મૃત્યુદ્ધ તપ કહેવાય છે. માત્ર એક મહિનાના ઉપવાસ કરવાથી મૃત્યુદ્ધ તપ કહેવાતો નથી. ઉપર જણાવ્યા મુજબ તપની સાથે દેવપૂજાદિ વિધાનોનું જ્યાં પાલન છે અને કષાયોનો નિરોધ છે - તે આશંસારહિત તપ જ શુદ્ધ તપ છે, જે કર્મનિર્જરાનું પરમ કારણ બને છે. કષ્ટ સહન કરતી વખતે ચોક્કસ રીતે કર્મનિર્જરાનું ધ્યેય હોય તો શુદ્ધ તપ સારી રીતે આરાધી શકાય. માત્ર કરી નાખવા માટે તપ કરવાનો કોઈ અર્થ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિહિત તપ; અજ્ઞાનાદિના કારણે નિરર્થક ન બને – એ જોવું જોઇએ. //૧૨-૨૦ગા. પાપસૂદન તપનું સ્વરૂપ જણાવાય છે
पापसूदनमप्येवं तत्तत्पापाद्यपेक्षया । चित्रमन्त्रजपप्रायं प्रत्यापत्तिविशोधितम् ॥१२-२१॥
૧૮૨
યોગપૂર્વસેવા બત્રીશી
Page #186
--------------------------------------------------------------------------
________________
पापेति-पापसूदनमप्येवं परिशुद्धं विधानतश्च ज्ञेयं । तत्तच्चित्ररूपं यत्पापादि साधुद्रोहादि तदपेक्षया । यथार्य(र्जुन)मुनिराजस्याङ्गीकृतप्रव्रज्यस्य साधुवधस्मरणे तदिनप्रतिपन्नाभोजनाभिग्रहस्य षण्मासान् यावज्जातव्रतपर्यायस्य सम्यक्सम्पन्नाराधनस्य किल न क्वचिद्दिने भोजनमजनीति चित्रो नानाविधः “ह्रीं असिआउसा नम” इत्यादिमन्त्रस्मरणरूपो मन्त्रजपः प्रायो बहुलो यत्र तत् प्रत्यापत्तिस्तत्तदपराधस्थानान्महता संवेगेन प्रतिक्रान्तिस्तया विशोधितं विशुद्धिमानीतम् ॥१२-२१।।
“આ પ્રમાણે તે તે પાપાદિની અપેક્ષાએ; જુદા જુદા મંત્રનો જાપ જેમાં પ્રાયઃ છે; તે પ્રત્યાપત્તિથી (પાપથી પાછા ફરવાની પ્રવૃત્તિથી) વિશુદ્ધ બનાવેલું પાપસૂદન તપ છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ પાપસૂદન તપ પણ દેવપૂજા, બ્રહ્મચર્યનું પાલન, વગેરે દૈનિક કૃત્યના વિધાનપૂર્વક અને આ લોકાદિ સંબંધી કોઇ પણ જાતના ફળની આશંસા વિના કરવાનો છે.
તે તે પાપવિશેષને આશ્રયીને આ તપ અનેક જાતનો છે. દા.ત. સાધુવધનું પાપ (ઇંડા અનગારને મારી નાખવાનું પાપો કર્યા પછી તેના પશ્ચાત્તાપથી દીક્ષાનો સ્વીકાર કરનાર યમુન રાજર્ષિએ જ્યારે સાધુવધનું પાપ યાદ આવે ત્યારે તે દિવસે ભોજન નહિ કરવાનો અભિગ્રહ ધારણ કર્યો હતો. પોતાના છ મહિનાના દીક્ષાપર્યાયમાં સારી રીતે આરાધનાને પ્રાપ્ત કરનારા તેઓશ્રીને એક પણ દિવસ ભોજન કરવાનો પ્રસંગ ન આવ્યો. આ રીતે છ મહિનાના ઉપવાસનો તપ થયો. આ પ્રમાણે તે તે પાપની અપેક્ષાએ આ પાપસૂદન(પાપના નાશને કરનાર) તપ અનેકાનેક પ્રકારનો છે. $ $ સ સિ ના ક સા નમ:.. ઇત્યાદિ મંત્રોનો જાપ પણ આ તપમાં મોટા ભાગે કરવાનો હોય છે. જે પાપ-અપરાધને લઈને આ તપનો સ્વીકાર કર્યો હોય તે અપરાધથી, ખૂબ જ ઉત્કટ કોટિના સંવેગ(મોક્ષાભિલાષીપૂર્વક પાછા ફરવાના કારણે આ તપ વિશુદ્ધ બનાવાય છે. ભૂતકાળમાં જે પાપ કર્યું તે કર્યું, હવે એ પાપ કરવું નથી. આવા પ્રકારના અધ્યવસાયને પાપની પ્રત્યાપત્તિ-પ્રતિક્રાંતિ કહેવાય છે, જે; પાપના પ્રતિક્રમણ સ્વરૂપ છે. પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે જયારે આ પાપસૂદનતપનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે એનો ખ્યાલ રાખવો જોઇએ કે એ પાપ જીવનમાં ફરીથી ન થાય. શાસ્ત્રીય પરિભાષામાં એને પાપાકરણનિયમ કહેવાય છે. પાપનું પ્રાયશ્ચિત્ત, ફરીથી પાપ નહિ કરવાની શરતે હોવું જોઈએ. અન્યથા પાપની વિશુદ્ધિ શક્ય નહિ બને. ગૃહસ્થજીવનમાં સર્વથા પાપની પ્રવૃત્તિ ટાળવાનું શક્ય બનતું ન હોવા છતાં શરૂઆતમાં જે પરિણામે પાપ કર્યું હતું, તેની અપેક્ષાએ દિવસે દિવસે તે જ પાપની પ્રવૃત્તિ વખતે એવા પરિણામ નથી હોતા. અનુક્રમે તે પરિણામો મંદ, મંદતર અને મંદતમ થતા હોય છે. પ્રવૃત્તિ પણ ન ટળે અને પરિણામ પણ ન ટળે તો આ પાપસૂદન ત૫; પાપનો નાશ નહિ કરે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રત્યાપત્તિથી વિશુદ્ધ જ પાપસૂદન તપ કરવો જોઇએ.
એક પરિશીલન
૧૮૩
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રત્યાત્તિવિશોધિત આ પદના પરમાર્થને સમજાવતાં ગ્રંથકારશ્રીએ જણાવેલી વાતને દરેક યોગના અર્થીએ નિરંતર યાદ રાખવી જોઈએ. તત્તવપરાથસ્થાનાનંદતા સંવેજોની પ્રતિક્રિાન્તિઃ પ્રત્યાત્તિઃ પાપની પ્રત્યાપત્તિનું વિવેચન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે તે તે અપરાધસ્થાનથી; મહાન-ઉત્કટ એવા સંવેગપૂર્વક પાછા ફરવું તેને પ્રત્યાપત્તિ કહેવાય છે. એનો આશય એ છે કે - આપણે જે કોઇ અપરાધ કર્યો હોય તેની આલોચના સ્વરૂપે જ્યારે તપ વગેરે કરવાનો સ્વીકાર કરીએ ત્યારે તેને પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બનાવવું જોઈએ. અન્યથા તે તપથી પાપની વિશુદ્ધિ થતી નથી. પાપનું પ્રક્ષાલન કરનાર પાપસૂદન તા; જે પ્રત્યાપત્તિથી વિશુદ્ધ બને છે; તે પ્રત્યાપત્તિ ઉત્કટ એવા સંવેગપૂર્વક કરવાની છે. મોક્ષની અભિલાષાને સંવેગ કહેવાય છે. એ ઉત્કટ અભિલાષાના કારણે પાપથી પાછા ફરવાનું છે. પાપથી મોક્ષ અટકે છે અને પાપથી દુઃખ આવે છે - આ બંન્ને વાત સાચી છે, પરંતુ મોટા ભાગે દુઃખથી બચવા માટે પાપ નહિ કરવાની વૃત્તિ હોય છે. પાપ કરીશ તો મોક્ષ નહિ મળે' - આવો ભાવ કોઈ વાર આવી જાય તો પણ તે સ્થિર બનતો નથી. એની અપેક્ષાએ ‘પાપ કરીશ તો દુઃખી થઈશ' આવો પરિણામ ખૂબ જ મજબૂત બનતો જાય છે. દુઃખથી દૂર થઇએ કે ના થઇએ પરંતુ મોક્ષથી દૂર ના થઇએ આવો પરિણામ મેળવી લેવો જોઇએ. અન્યથા માત્ર દુઃખથી બચવાના ઇરાદે પાપની પ્રવૃત્તિ ટાળવાથી મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. યોગની પૂર્વસેવામાં જણાવેલી આ વાત નિરંતર યાદ રાખવી જોઇએ. દુઃખની ચિંતા જેટલી છે એટલી ચિંતા મોક્ષના અવરોધની છે કે નહીં તે પ્રામાણિક રીતે વિચારવું જોઈએ. /૧૨-૨૧
આ રીતે યોગની પૂર્વસેવામાં ત્રણ પ્રકારનું વર્ણન કરીને ચોથા પ્રકાર “મુકૃત્યદ્વેષ’નું વર્ણન કરાય છે–
मोक्षः कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः ।
तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ॥१२-२२॥ मोक्ष इति-दृढाज्ञानादबाध्यमिथ्याज्ञानात् । भवाभिष्वङ्गाभावेनानिष्टाननुबन्धिन्यपि मोक्षेऽनिष्टानुવન્યત્વેનાનિષ્ટપ્રતિપQ: I૭૨-૨૨
સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષ છે, જે (પાંચ ઇન્દ્રિયના વિષયના પરિભોગ સ્વરૂપ) ભોગની આસક્તિરૂપ સંક્લેશથી રહિત છે. આવા મોક્ષને વિશે, અત્યંત અજ્ઞાનના કારણે તેને અનિષ્ટ માનવાથી દ્વેષ થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે યોગની પૂર્વસેવાને ઇચ્છનારે મુક્તિ પ્રત્યે દ્વેષ નહિ કરવો જોઈએ; એ જણાવતાં પૂર્વે આ શ્લોકમાં મોક્ષનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ત્યાર બાદ તેની પ્રત્યે દ્વેષ થવાનું જે કારણ છે તે જણાવ્યું છે. સકલ કર્મનો ક્ષય થવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગની આસક્તિ સ્વરૂપ સંક્લેશથી સર્વથા રહિત મોક્ષ છે. સામાન્ય રીતે ૧૮૪
યોગપૂર્વસેવા બત્રીશી
Page #188
--------------------------------------------------------------------------
________________
રાગ-દ્વેષના પરિણામને સંક્લેશ કહેવાય છે. એમાં પણ રાગની પરિણતિ સ્વરૂપ સંક્લેશની મુખ્યતા છે. કારણ કે એ પરિણતિ; દુઃખ પ્રત્યેના દ્વેષની પરિણતિનું મુખ્ય કારણ છે. ભોગની આસક્તિ, એ બધાં જ દુઃખનું કારણ હોવાથી તેને સર્વ સંક્લેશરૂપે અહીં વર્ણવી છે. જીવના સંસારનું એ એકમાત્ર કારણ છે. મોક્ષમાં આ સંક્લેશનો લેશ પણ નથી. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા આ મોક્ષસ્વરૂપની શ્રદ્ધાને પ્રાપ્ત કરવાનું પણ ઘણું જ અઘરું છે. ભોગના સંક્લેશની પીડાનો અનુભવ થાય તો ચોક્કસ જ મોક્ષનું સ્વરૂપ હૈયે વસી જાય એવું છે. દુઃખની પીડાનો અનુભવ; ભોગની આસક્તિના દુઃખને અનુભવવા દે – એ વાતમાં કોઈ જ તથ્ય નથી.
મોક્ષની એકાંતે પરમસુખમય સ્વરૂપ અવસ્થા હોવા છતાં એમાં દ્વેષ દઢ અજ્ઞાનના કારણે થાય છે. બાધ્ય ન બની શકે એવા મિથ્યાજ્ઞાનને દઢ અજ્ઞાન કહેવાય છે. અનંતજ્ઞાનીઓ યુક્તિ પ્રયુક્તિઓથી મોક્ષની અનંતસુખમયતા અને સંસારની અનંતદુઃખમયતા ગમે તેટલી વાર સમજાવે તોપણ જે મિથ્યા(વિપરીત) જ્ઞાનને દૂર કરી ન શકાય, એ મિથ્યાજ્ઞાન દઢ અજ્ઞાન છે. એ દઢ અજ્ઞાનને લઈને મોક્ષમાં અનિષ્ટરૂપે જ્ઞાન થાય છે. મોક્ષ વાસ્તવિક રીતે અનિષ્ટ તો નથી જ પરંતુ અનિષ્ટનો અનુબંધી પણ નથી. સંસારનાં સુખો ઇષ્ટ હોય તોપણ અનિષ્ટના અનુબંધી છે. એવું મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ પરમેષ્ટ છે અને અનિષ્ટનો અનનુબંધી છે (અનુબંધી નથી). આમ છતાં મોક્ષને દઢ અજ્ઞાનના કારણે અનિષ્ટ માનવાનું બને છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. મોક્ષ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં નથી હોતો. મુક્તિ પ્રત્યેનો દ્વેષ યોગની પૂર્વસેવામાં બાધક છે.
પુણ્યથી મળતાં સુખો જે રીતે ઈષ્ટ લાગે છે તે રીતે મોક્ષ ઈષ્ટ લાગે છે કે નહિ – આ પ્રશ્નનો જવાબ મેળવવાનું ખૂબ જ કપરું છે. મોક્ષ અનિષ્ટ જણાય તો તેની પ્રત્યે દ્વેષ થશે જ. પુણ્યથી મળતાં સુખોનો ત્યાગ વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી. પુણ્યથી મળનારા સુખના રાગે, મોક્ષ તે સુખનો બાધક જણાયાથી મોક્ષ અનિષ્ટ લાગે - તે સમજી શકાય છે. પરમેષ્ટ અનિષ્ટ સ્વરૂપે સ્વીકારાય તો મોક્ષની સાધનાનો પ્રારંભ પણ કઈ રીતે થાય ? વર્તમાનમાં આપણી આરાધનામાં ક્યાંય મોક્ષના દ્વેષની છાયા તો પડી નથી ને - એ વિચારવાની જરૂર છે. કારણ કે વાતવાતમાં અટકી પડતી અને અસ્તવ્યસ્ત થતી મોક્ષની સાધનાનું બીજું કોઈ કારણ દેખાતું નથી. મોક્ષનો દ્વેષ દૂર કરવા મોક્ષના પારમાર્થિક સ્વરૂપનું વારંવાર પરિશીલન કરવું પડશે અને પુણ્યથી મળતા સુખની અસારતાદિનું પરિભાવન કરવું પડશે. વિષયોની ભયંકરતાનું દઢજ્ઞાન જ; મોક્ષના દ્વેષના કારણભૂત દઢ અજ્ઞાનને દૂર કરે છે. ll૧૨-૨૨
અનંતસુખની ખાણ તુલ્ય મોક્ષમાં અનિષ્ટની પ્રતિપત્તિ કોને થાય છે અને કયા કારણે થાય છે - તે જણાવવા પૂર્વક પરમ રમણીય એવા મોક્ષ પ્રત્યે કોઈને દ્વેષનો સંભવ જ નથી' - આવી શંકાનું નિરાકરણ કરાય છે– એક પરિશીલન
૧૮૫
Page #189
--------------------------------------------------------------------------
________________
भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया ।
श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ॥१२-२३॥ भवेति-सा च मोक्षेऽनिष्टप्रतिपत्तिश्च । भवाभिनन्दिनामुक्तलक्षणानां । भवशर्मणो विषयसुखस्योत्कटेच्छया भवति, द्वयोरेकदोषजन्यत्वात् ।।१२-२३।।
મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ; ભવશર્મ-વિષયસુખની ઉત્કટ ઇચ્છાને લઈને ભવાભિનંદી જીવોને થાય છે. મોક્ષના વિષયમાં તે તે જીવોને થયેલી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનારાં એ અહિતકર વચનો લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષ પ્રત્યે અનિષ્ટ - પ્રતિપત્તિ (અરુચિ) થવાનું કારણ વિષય - સુખની ઉત્કટ ઇચ્છા છે. મોક્ષમાં સર્વથા ઇચ્છાનો અભાવ છે. તેથી વિષયસુખની ઉત્કટ ઇચ્છાના કારણે તે તે જીવોને મોક્ષ અનિષ્ટ લાગે છે. એ જીવોને શાસ્ત્રમાં ભવાભિનંદી તરીકે વર્ણવ્યા છે. ભવાભિનંદી જીવોને; વિષયસુખની ઉત્કટ ઇચ્છા અને મોક્ષ પ્રત્યે અનિષ્ટની પ્રતિપત્તિ : બંન્ને તેમના ભવાભિનંદિપણાના કારણે છે. - કૃપણ; માંગવાના સ્વભાવવાળો, દીન, બીજાના કલ્યાણમાં દુઃખી, માયાવી અને મૂર્ખ જીવો ભાવાભિનંદી છે. તેઓ સદાને માટે નિષ્ફળ એવી ક્રિયાને કરતા હોય છે. “દૂધ, દહીં, મુખવાસ, પુષ્પ અને સ્ત્રી વગેરેના અસ્તિત્વના કારણે; અસાર એવો પણ આ સંસાર સારભૂત જણાય છે..” ઇત્યાદિ વચનો દ્વારા સંસારમાં આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ થાય – એ સમજી શકાય છે.
આવું એકાંતે પરમકલ્યાણમય સ્વરૂપ હોય તો મોક્ષમાં “અનિષ્ટત્વનું જ્ઞાન થાય જ કેવી રીતે? – આવી શંકાનો પ્રત્યુત્તર તો ઉપર જણાવ્યો છે. આ શ્લોકના ઉત્તરાર્ધથી (ત્રીજા-ચોથા પાદથી) એ શંકા અસ્થાને છે. તે જણાવવા માટે લોક અને તેમના શાસ્ત્રનાં વચનોનો આધાર છે; તે સામાન્યથી જણાવાયું છે. મોક્ષની અનિષ્ટતાને જણાવનારાં લોકવચનો અને શાસ્ત્રો(કુશાસ્ત્રો)નાં વચનો સંભળાતાં હોવાથી મોક્ષની અનિષ્ટતા સ્પષ્ટપણે થતી જોવા મળે છે. તેથી મોક્ષમાં અનિષ્ટતાની પ્રતિપત્તિનો સંભવ જ નથી – એ કહેવાનું સર્વથા અનુચિત છે. ૧૨-૧૩
મોક્ષના વિષયમાં થતી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનાર લોકવાક્યને જણાવાય છે
मदिराक्षी न यत्राऽस्ति तारुण्यमदविह्वला । जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ॥१२-२४॥
મહેરાલીતિ–નોજાનાપોડયમ્ I9ર-૨૪ની
૧૮૬
યોગપૂર્વસેવા બત્રીશી
Page #190
--------------------------------------------------------------------------
________________
“જયાં યુવાવસ્થાના મદથી વિહ્વળ બનેલી અને મદિરાના ઘેનથી ઘેરાયેલાં નેત્રોવાળી સ્ત્રીઓ નથી તેને મૂર્ખ માણસ મોક્ષ કહે છે. પરંતુ અમારી માન્યતા એ છે કે તે પ્રિયા જ મોક્ષ છે.” – આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અત્યંત વિષયની આસક્તિ જીવને કેવી વિષમ સ્થિતિમાં મૂકે છે - તેનો ખ્યાલ ઉપરના શ્લોકથી સારી રીતે આવે છે. અનાદિ-કાળના વિષયના આ સંસ્કારો મોક્ષને પામવા તો દેતા જ નથી પણ માનવા પણ દેતા નથી. આવા ભવાભિનંદી જીવો આ પ્રમાણે બોલીને કંઈકેટલા ય આત્માઓને મોક્ષ અને મોક્ષની શ્રદ્ધાથી દૂર રાખે છે, જે; પરિણામે મોક્ષ પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે. I૧૨-૨૪
આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ પ્રત્યેના દ્વેષને જણાવનારા લોકપ્રલાપને જણાવીને તે વિષયના શાસ્ત્રવચનને જણાવાય છે–
वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम् ।
ન વાવિષયો મોક્ષ: હવાવિવર નતમ ! ૧૨-૨છે. वरमिति-गौतमेति गालवस्य शिष्यामन्त्रणम् । ऋषिवचनमिदमिति शास्त्रालापोऽयम् ।।१२-२५।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. ગાલવ નામના ઋષિ પોતાના શિષ્ય ગૌતમને જણાવે છે કે; “ગૌતમ! યમુના નદીના કિનારે રમણીય મથુરાના ઉપવન(બગીચો) વિશેષ સ્વરૂપ વૃંદાવનમાં પોતાની ઈચ્છા મુજબ જીવી શકાય એવું શિયાળનું જીવન સારું; પરંતુ સર્વથા કોઈ પણ જાતની પ્રવૃત્તિના અભાવવાળો વિષયશૂન્ય મોક્ષ કોઈ પણ અવસ્થામાં સારો નહિ.” મોક્ષ કરતાં તિર્યચપણું સારું, આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવનાર એ શાસ્ત્રવાક્ય, મોક્ષ પ્રત્યેના ભારોભાર દૈષને વ્યક્ત કરે છે. સ્વચ્છંદીપણું અને વિષયનો ઉપભોગ - એ બંન્નેની તીવ્ર આસક્તિ પશુ-જીવનને પણ સારું મનાવનારી છે. ગમે તેવી અવસ્થામાં પણ મોક્ષની અવસ્થા સારી નહિ અને ઇચ્છા મુજબ જીવવા મળે તો શિયાળપણું સારું - એ પ્રમાણે જણાવીને મોક્ષ પ્રત્યે ચિક્કાર દ્વેષ ઠાલવ્યો છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાથી સમજાશે કે સ્વચ્છંદીપણાનો પ્રેમ કેટલો ભયંકર છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો માણસ ગમે તેવાં દુઃખો વેઠવા તૈયાર થાય છે. પરંતુ મોક્ષ માનવા પણ તૈયાર થતો નથી. ગૃહસ્થજીવનમાં અને સાધુજીવનમાં લગભગ આવી મનોદશા જોવા મળે છે. ઇચ્છા માટે દુઃખ વેઠાય પણ આજ્ઞા માટે ન વેઠાય - આવી વૃત્તિ લગભગ ધર્મીવર્ગમાં પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે. ગૃહસ્થવર્ગમાં માતા-પિતાદિથી જુદા રહેનારાને; તકલીફો ઘણી હોવા છતાં, “પોતાની ઇચ્છા મુજબ રહેવા મળે છે, કોઈની પણ ટકટક નહીં, આપણે આપણી રીતે જીવી શકીએ'... વગેરે વિચારોથી ઇચ્છા મુજબ વર્તન થવાથી આનંદ થતો હોય છે. આવી જ સ્થિતિ લગભગ ધર્મ કરનારાની છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો મોક્ષ યાદ પણ આવે નહિ ! ઇચ્છાઓનો નિરોધ કરી મોક્ષ મેળવવા આરંભેલી સાધનામાં આથી વધારે
એક પરિશીલન
૧૮૭
Page #191
--------------------------------------------------------------------------
________________
ખરાબ સ્થિતિ કઇ હોય ? યોગના અર્થીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક એ સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. એ અંગેની ઉપેક્ષા; મોક્ષ પ્રત્યેના દ્વેષને લઇ આવે એ પૂર્વે જ તેને દૂર કરી લેવાની આવશ્યકતા છે. યોગની પરાકાષ્ઠાએ પહોંચાડનારી સાધનામાં યોગની પૂર્વસેવામાં પણ ન રહેવા દે એવો મુક્તિદ્વેષ છે. મોક્ષની સમગ્ર ગુણમયતા અને સંસારની નિર્ગુણતાનું નિરંતર પરિભાવન કરીને પૂર્ણ પ્રયત્ને મુક્તિ પ્રત્યેના દ્વેષને દૂર કરવો જોઇએ. ૧૨-૨૫।।
મુક્તિ પ્રત્યેના દ્વેષનું ફળ જણાવવા પૂર્વક મુક્તિ પ્રત્યેના અદ્વેષનો ઉપાય જણાવાય છે—
द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ।।१२-२६॥
द्वेष इति-अयं मुक्तिविषयो द्वेषोऽत्यनर्थाय बहुलसंसारवृद्धये । तदभावस्तु मुक्तिद्वेषाभावः पुनर्देहिनां प्राणिनां । भवानुत्कटरागेण भवोत्कटेच्छाभावेन । सहजं स्वाभाविकं यदल्पमलत्वं ततः । मोक्षरागजनकगुणाभावेन तदभावेऽपि गाढतरमिथ्यात्वदोषाभावेन तद्द्वेषाभावो भवतीत्यर्थः ।। १२-२६।।
''
“મુક્તિ પ્રત્યેનો દ્વેષ અત્યંત અનર્થ માટે થાય છે. પ્રાણીઓને તેનો અભાવ ભવના અનુત્કટ રાગથી સ્વાભાવિક રીતે થયેલી કર્મમલની અલ્પતાથી થાય છે.” – આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ મુક્તિના વિષયમાં થતો આ દ્વેષ અત્યંત અનર્થનું કારણ બને છે. અત્યંત અનર્થનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે બહુલ સંસારની વૃદ્ધિ સ્વરૂપ અત્યંત અનર્થ છે. સંસાર સ્વયં અનર્થસ્વરૂપ છે. પુણ્યયોગે સારો દેખાતો પણ સંસાર પરમાર્થથી અનર્થસ્વરૂપ છે. મુક્તિ પ્રત્યે દ્વેષ કરવાથી ઘણો સંસાર વધે છે. સામાન્ય રીતે પાપ કરવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે ઃ એ માન્યતા આપણા મનમાં વસેલી છે, પરંતુ પાપ કરવાથી સંસાર વધે છે - એવો વિચાર બહુ જ ઓછો આવતો હોય છે. પ્રસિદ્ધ સઘળા ય અનર્થોનું મૂળ આ સંસાર છે. તેમાં પરિભ્રમણ કરવું પડે છે - એ જ મોટામાં મોટો અનર્થ છે. ઘણા કાળ સુધી સંસારમાં ભટકવું પડે છે, એનું મુખ્ય કારણ મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે.
મોક્ષના વિષયમાં થનારા દ્વેષની મહાનર્થકારિતાને જણાવીને તમાવસ્તુ વૈદિના.... ઇત્યાદિ પદોથી મોક્ષના વિષયમાં દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય જણાવ્યો છે. ભવ-સંસાર પ્રત્યેની ઉત્કટ ઇચ્છાના અભાવથી સહજપણે જે કર્મમલની અલ્પતા થાય છે; તેથી પ્રાણીઓને મુક્તિના વિષયમાં દ્વેષ થતો નથી. મોક્ષ પ્રત્યે રાગને ઉત્પન્ન કરી શકે એવા જ્ઞાનાદિ ગુણોનો અભાવ હોવાથી; મોક્ષ પ્રત્યે રાગનો અભાવ હોવા છતાં અત્યંત ગાઢ એવા મિથ્યાત્વનો અભાવ હોવાથી મોક્ષ પ્રત્યે દ્વેષ થતો નથી. પ્રગાઢ મિથ્યાત્વસ્વરૂપ દોષના કારણે મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. એ દોષ, કર્મમલની સહજ અલ્પતાના કારણે ન હોવાથી મુક્ત્યદ્વેષ (મોક્ષના દ્વેષનો અભાવ) થાય છે - એ સમજી શકાય છે. ૧૨-૨૬ા
૧૮૮
યોગપૂર્વસેવા બત્રીશી
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપરના શ્લોકમાં મુક્યષના કારણ તરીકે સહજ અલ્પમલતાને જણાવી છે. ત્યાં મલ કોને કહેવાય છે – એ શંકાનું સમાધાન જણાવાય છે–
मलस्तु योग्यता योगकषायाख्यात्मनो मता ।
अन्यथाऽतिप्रसङ्ग स्याज्जीवत्वस्याविशेषतः ॥१२-२७॥ मलस्त्विति-मलस्तु योगकषायाख्यात्मनो योग्यता मता । तस्या एव बहुत्वाल्पत्वाभ्यां दोषोत्कर्षापकर्षोपपत्तेः । अन्यथा जीवत्वस्याविशेषतः सर्वत्र साधारणत्वादतिप्रसङ्गो मुक्तेष्वपि बन्धापत्तिलक्षणः स्यात् TI9ર-ર૭ના
આત્માની કર્મબંધ માટેની યોગ-કષાય નામની જે યોગ્યતા છે, તેને મલ કહેવાય છે. આવી યોગ્યતા માનવામાં આવે નહિ તો બધાનું જીવ7(આત્માનું સ્વરૂપ) એકસરખું હોવાથી અર્થાત્ જીવત્વમાં કોઈ વિશેષતા ન હોવાથી શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબંધનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે અનાદિકાળથી સમયે સમયે અત્મિા કર્મબંધ કરે છે. સામાન્ય રીતે દરેક સંસારી આત્માને કર્મબંધ થતો હોવા છતાં તે કર્મબંધ દરેક જીવને એકસરખો હોતો નથી. દરેક જીવને પોતપોતાની યોગ્યતા (ભૂમિકા) મુજબ કર્મબંધ થાય છે. અને યોગ્યતા ક્ષીણ થવાથી શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધ થતો નથી. કર્મબંધના સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કારણ છે. એમાંથી મિથ્યાત્વ અને અવિરતિને રાગ-દ્વેષ સ્વરૂપ કષાયમાં સમાવી લેવાથી કર્મબંધના મુખ્ય કારણ કષાય અને યોગ છે. જ્યાં સુધી કષાયોનો ઉદય છે ત્યાં સુધી આત્મા કષાયને લઈને કર્મબંધનું ભોજન બને છે. અને જયાં સુધી આત્માના મન-વચન-કાયાના યોગો ચાલુ છે - ત્યાં સુધી આત્માને યોગના કારણે કર્મબંધ થાય છે. આથી સમજી શકાશે કે આત્માની કષાયસ્વરૂપ અને યોગસ્વરૂપ અવસ્થા આત્માને કર્મબંધનું કારણ બનતી હોય છે. આત્મા, કષાય અને યોગથી રહિત બને તો તેમાં કર્મબંધની યોગ્યતા રહેતી નથી. આત્માને કર્મબંધની યોગ્યતા કષાય કે યોગને લઈને છે, તેથી તે સ્વરૂપે આત્મા કર્મબંધ માટે યોગ્ય છે અને તેની તે યોગ્યતા કષાય અને યોગ સ્વરૂપ છે.
યોગ અને કષાય નામની આ કર્મબંધની યોગ્યતાને મલ કહેવાય છે. તેની બહુલતાએ દોષોનો ઉત્કર્ષ(વૃદ્ધિ) થાય છે અને તે મલની અલ્પતાએ દોષોનો અપકર્ષ(હાનિ) થાય છે. કર્મબંધની યોગ્યતાની અલ્પતા કે બહુલતાને ન માનીએ તો દોષોનો અપકર્ષ કે ઉત્કર્ષ શક્ય નહીં બને. કારણ કે બધાનું આત્મતત્ત્વ સમાન હોવાથી બધા આત્માઓને એકસરખો જ કર્મબંધ થશે, સિદ્ધાત્માઓને પણ કર્મબંધનો પ્રસંગ આવશે. I૧૨-૨શી
એક પરિશીલન
૧૮૯
Page #193
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને ન માનીએ તો શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબંધનો અનિષ્ટ પ્રસંગ આવે છે. તેને દૂર કરવા ઉપાય જણાવનારની શંકા જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે–
प्रागबन्धान बन्धश्चेत् किं तत्रैव नियामकम् ।
ચોથતાં તુ પત્તોય વાઘતે તૂષ ન તત્ II૧૨-૨૮ प्रागिति-प्राक् पूर्वमबन्धाद् बन्धाभावाज्जीवत्वरूपाविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत् । किं तत्रैव प्रागबन्धे एव नियामकं योग्यताक्षयं विना । योग्यतां तु फलोनेयां फलबलकल्पनीयां तद्रूषणं न बाधते 'तत्र कुतो न योग्यता ?' इत्यत्र फलाभावस्यैवोत्तरत्वात् । युक्तं चैतद् बन्धस्य बध्यमानयोग्यतापेक्षत्वनियमाद्वस्रादीनां मञ्जिष्ठदिरागरूपबन्धने तथादर्शनात् तद्वैचित्र्येण फलभेदोपपत्तेस्तस्या अन्तरङ्गત્વત્તિસ્પરિપાર્થવ હેલ્વન્તરાપેક્ષાવિત્યારા: 19૨-૨૮
પૂર્વે બન્ધ ન હોવાથી મુક્તાત્માઓને કર્મબંધ થતો નથી. મુક્તાત્માઓને પૂર્વે કર્મબંધ થયો ન હતો તેમાં કોણ નિયામક (કારણ) છે? “સિદ્ધાત્માઓમાં કર્મબંધની યોગ્યતા નથી-' આ પ્રમાણે કહેવામાં પણ કોણ નિયામક છે? આ પ્રમાણે કહેવાનો જે દૂષણનો પ્રસંગ આવે છે, તે યોગ્યતાનું બાધક નથી. કારણ કે યોગ્યતાનું અનુમાન તેના ફળથી થાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે.
તેનો ભાવાર્થ એ છે કે – જીવની દરેકની યોગકષાયસ્વરૂપ કર્મબંધની યોગ્યતા જુદી જુદી હોવાથી જ દરેક જીવને કર્મબંધ જુદો જુદો થાય છે. આ રીતે યોગ્યતાને માનીએ નહિ તો બધાનું જીવતત્ત્વ એકસ્વરૂપ હોવાથી જીવત્વને લઈને જ શ્રી સિદ્ધપરમાત્માઓને પણ કર્મબંધનો પ્રસંગ આવશે. એ પ્રસંગને દૂર કરતા આ શ્લોકના પ્રારંભમાં શંકાકાર એમ જણાવે છે કે શ્રી સિદ્ધપરમાત્માઓ સર્વથા કર્મબંધ ટાળીને શ્રી સિદ્ધપદને પામ્યા છે. તેથી શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ પૂર્વે તેમને કર્મબંધનો અભાવ હોવાથી જીવત્વમાં કોઈ વિશેષ ન હોવા છતાં તેઓશ્રીને કર્મબંધનો પ્રસંગ આવતો નથી. સંસારી જીવોને તો કર્મબંધનો અભાવ ન હોવાથી કર્મબંધ થાય છે જ. તેથી ઉપર જણાવ્યા મુજબ યોગ્યતા માનવાની જરૂર નથી.
પરંતુ શંકા કરનારાની એ વાત બરાબર નથી. કારણ કે મુક્તાત્માઓને પૂર્વે કર્મબંધનો અભાવ છે, એમાં કયું કારણ છે? તેઓશ્રીની કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે તેથી જ તો તેઓશ્રીને કર્મબંધ થતો નથી. માટે કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને માન્યતા વિના છૂટકો નથી. “આ યોગ્યતામાં પણ કોણ કારણ છે? શ્રી સિદ્ધપરમાત્માઓની કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે - એમાં શું પ્રમાણ છે ?” – આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધનો અભાવ હોવાથી એના અનુરોધથી જ ત્યાં યોગ્યતાના અભાવનું ૧૯૦
યોગપૂર્વસેવા બત્રીશી
Page #194
--------------------------------------------------------------------------
________________
અનુમાન થાય છે. શ્રી સિદ્ધપરમાત્માઓના કર્મબંધના અભાવ સ્વરૂપ ફળના કારણે કર્મબંધની યોગ્યતાના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ છે તેને પ્રતિયોગી કહેવાય છે. યોગ્યતાના અભાવનો પ્રતિયોગી યોગ્યતા છે.) સ્વરૂપે યોગ્યતાનું અનુમાન કરી શકાય છે. અર્થાત્ શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધની યોગ્યતા કેમ નથી ? - આ પ્રશ્નના ઉત્તરમાં, તેઓશ્રીને કર્મબંધનો (યોગ્યતાના ફળનો) અભાવ છે – એ પ્રમાણે જણાવી શકાય છે. તેથી મુક્તાત્માઓને પૂર્વે બંધ નથી એમાં શું પ્રમાણ છે - આ પ્રમાણે જણાવીને જે દોષ જણાવ્યો હતો તે દોષ યોગ્યતાના વિષયમાં નથી.
આ પ્રમાણે કર્મબંધની પ્રત્યે યોગ્યતા માનવાનું યુક્ત જ છે. બંધ, બધ્યમાન(કર્મ વગેરે)ની યોગ્યતા સાપેક્ષ છે. વસ્ત્ર વગેરે પણ મંજિષ્ઠાદિના રાગથી(રંગથી) ત્યારે જ રંગાય છે; (બંધાય છે;) કે જ્યારે તેમાં તેવી જાતની યોગ્યતા હોય છે. વસ્ત્રાદિની યોગ્યતાવિશેષને લઈને તેના રંગાદિ ફળમાં પણ વિશેષતા અનુભવાય છે. વસ્ત્રાદિની તેવા પ્રકારની રંગાદિને ધારણ કરવાની યોગ્યતા અંતરંગ (સ્થૂલ દૃષ્ટિએ ન જણાય) હોવાથી તેના પરિપાક માટે બાહ્ય કારણોની અપેક્ષા રહેતી હોય છે. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાદિ આચાર્યભગવંતો ફરમાવે છે. ૧૨-૨૮
કર્મબંધ માટેની યોગ્યતાને પ્રકારમંતરથી અન્યદર્શનીઓએ પણ સ્વીકારી છે – એ જણાવાય છે. અર્થાત્ તે તે દર્શનકારોની પણ તેવા પ્રકારની યોગ્યતાને માનવામાં સંમતિ જણાવાય છે–
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना । भङ्ग्येषैवाश्रिता साङ्ख्यशैववेदान्तिसौगतैः ॥१२-२९॥
दिदृक्षेति-पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा सैवेयमिति साङ्ख्याः । भवबीजमिति शैवाः । વિતિ વેન્તિા અનારિવાતિ ની તા: ૦૨-૨૬.
“આ સંસારમાં બદ્ધાવસ્થાના કારણ તરીકે સાંખ્યોએ દિક્ષાને માની છે. શૈવોએ ભવબીજ માન્યું છે. વેદાંતીઓએ અવિદ્યાને માની છે અને બૌદ્ધોએ અનાદિવાસનાને માની છે. પ્રકારાંતરે આ રીતે કર્મબંધની યોગ્યતાને જ તે બધાએ માની છે.” આ પ્રમાણે “દિક્ષા..' આ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત આ સંસારથી મુક્ત બનવાના ઉપાયો દર્શાવતાં પૂર્વે દરેક દર્શનકારોએ સામાન્યથી સંસારમાં આત્માના અસ્તિત્વનાં કારણો પણ જણાવ્યાં છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા શ્રી જૈનશાસનમાં આ સંસારમાં આપણા આત્માના અસ્તિત્વનું એકમાત્ર કારણ; આપણા આત્માની કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતા છે. સાંખ્યદર્શનકારોએ દિક્ષાને તે કારણ તરીકે વર્ણવી છે. તેમની માન્યતા મુજબ પુરુષ (આત્મા) શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. તેનામાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન આવતું નથી. નિત્ય વિકૃતિને ધારણ કરનારી પ્રકૃતિના અનાદિના સંયોગથી પુરુષને પ્રકૃતિના
એક પરિશીલન
૧૯૧
Page #195
--------------------------------------------------------------------------
________________
વિકારોને જોવાની જે ઇચ્છા છે તેને દિદક્ષા કહેવાય છે. તેને લઇને જીવને(પુરુષને) આ સંસારમાં રહેવું પડે છે. શૈવોએ આત્માના સંસારમાં અસ્તિત્વના કારણ તરીકે ભવબીજને વર્ણવ્યું છે. તેના નામથી જ તેના સ્વરૂપનો સ્પષ્ટપણે ખ્યાલ મળી રહે છે. આ કારણ(ભવકારણ)નું વર્ણન કરતાં વેદાંતદર્શનકારોએ અવિદ્યા-અજ્ઞાન(મિથ્યાજ્ઞાન)ને વર્ણવ્યું છે, જે ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. બૌદ્ધોએ આ સ્થાને અનાદિવાસનાને જણાવી છે, જે રાગાદિના અનાદિકાળના સંસ્કાર સ્વરૂપ છે. એ સંસ્કારોને લઇને આત્માનું આ સંસારમાં પરિભ્રમણ છે.
આ બધા દાર્શનિકોની માન્યતાઓનું ચોક્કસ જ્ઞાન મેળવવા માટે તે તે દર્શનના ગ્રંથોનું વ્યવસ્થિત અધ્યયન ક૨વું જોઇએ. અહીં એ બધું સમજાવવાનું શક્ય નથી. મોક્ષના અર્થી બન્યા પછી, જગતને મોક્ષનો માર્ગ બતાવનારા પણ પોતે અજ્ઞાનમાં કેવી રીતે અટવાતા હોય છે તેનો સાચો પરિચય, તેમના તે તે ગ્રંથોના પરિશીલનથી પ્રાપ્ત થાય છે. જગતના અજ્ઞાનને દૂર કરવા માટે રાત-દિવસ કાર્યરત બનનારા પણ પોતાના અજ્ઞાનને દૂર કરી ના શક્યા. ભારે વિષમતા છે આ મિથ્યાત્વની ! આપણા સદ્ભાગ્યની કોઇ અવધિ નથી, નૈસર્ગિક રીતે જ આપણને શુદ્ધ માર્ગપ્રરૂપક અને શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થઇ. એની એકાંતે કલ્યાણકારિતાને સમજીને કર્મબંધની યોગ્યતાને દૂર કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. ૧૨-૨ા
ઉપર જણાવ્યા મુજબ દરેક આત્માની યોગકષાયસ્વરૂપ કર્મની(કર્મબંધની) યોગ્યતા જુદી જુદી છે - એ સિદ્ધ થાય છે, તેથી યોગ્યતાનો ક્રમે કરી હ્રાસ થયે છતે આત્માનું કલ્યાણ થાય છે – તે જણાવાય છે—
प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः ।
अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ।। १२-३०॥
प्रत्यावर्तमिति-प्रत्यावर्तं प्रतिपुद्गलावर्तं । व्ययोऽपि अपगमोऽपि । अस्या योग्यतायाः । दोषाणां क्रमह्रासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । तदल्पत्वे योग्यताल्पत्वे । अस्य मुक्तद्वेष । भ उपपत्तिः । तदुक्तं–“एवं चापगमोऽप्यस्याः प्रत्यावर्तं सुनीतितः । स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा ॥१॥" अतोऽपि मुक्त्यद्वेषादपि । श्रेयसां श्रेणी कुशलानुबन्धसन्ततिः । किं पुनर्वाच्यं મુત્તિરાજતસ્તઽવપત્તૌ ।।૧૨-૩૦॥
“પ્રત્યેક પુદ્ગલપરાવર્તને આશ્રયીને આ કર્મબંધની યોગ્યતાનો વ્યય-નાશ પણ થાય છે. આવી જાતની યોગ્યતાની અલ્પતા થયે છતે મુક્તિ પ્રત્યે અદ્વેષ થાય છે. આ મુક્ત્યદ્વેષથી પણ કલ્યાણની પરંપરા સર્જાય છે, તો મુક્ત્યનુરાગથી શું પૂછવું ?' – આ પ્રમાણે ત્રીશમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવને, કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાના કારણે સમયે સમયે કર્મબંધ ચાલુ છે. આવી રીતે આજ સુધી અનંતાનંત પુદ્ગલપરાવર્તો વ્યતીત
યોગપૂર્વસેવા બત્રીશી
૧૯૨
Page #196
--------------------------------------------------------------------------
________________
થયા છે. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓના કાળને એક પુદ્ગલપરાવર્ત કાળ કહેવાય છે. દરેક પુદ્ગલપરાવર્તે એ યોગ્યતાનો ક્રમિક દ્રાસ-વ્યય થાય છે. અન્યથા કષાયાદિ દોષોનો ક્રમિક દૃાસ ન થાય તો ભવ્યાત્મા મોક્ષે જઈ શકશે નહિ. યોગ્યતાની અલ્પતાથી મુક્તિ પ્રત્યેના વૈષનો અભાવ ઉપપન્ન બને છે. આ વાત યોગબિંદુ ગ્રંથના એકસો સિત્તેરમા શ્લોકમાં પણ જણાવી છે. આ રીતે આ કર્મબંધની યોગ્યતા હોતે છતે દોષોના ક્રમિક હાસની સુનીતિથી દરેક આવ મલની અલ્પતા પ્રાપ્ત થયે ચોક્કસપણે ભાવશુદ્ધિ પણ થાય છે. અન્યથા મલના અપગમનો જ અભાવ થશે. આ પ્રમાણે યોગ્યતાની અલ્પતાએ થયેલા મુજ્યષથી કુશલ અનુબંધની પરંપરા થાય છે. તો પછી મુક્તિના અનુરાગથી કુશલ અનુબંધની ઉપપત્તિ થાય - એમાં કહેવાનું જ શું હોય? અર્થાત્ મુક્તિના અનુરાગથી કુશલનો અનુબંધ થાય - એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૨-૩૦
ઉપર જણાવ્યા મુજબ મુજ્યદ્વેષથી અને મુત્ત્વનુરાગથી કલ્યાણની પરંપરાની ઉપપત્તિ થાય છે – એ તો સમજી શકાય છે. પરંતુ મુજ્યષ સ્વરૂપ જ મુક્તિરાગ છે, તેથી વિં પુનર્મુદ્રિરાત: આ ગ્રંથ સંગત કઈ રીતે બને? આ શંકા કરવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે
न चायमेव रागः स्यान्मृदुमध्याधिकत्वतः ।
તત્રોપાયે ૨ નવધા યોજમેવાર્શનાર્ 9ર-રૂ9ી न चेति-न चायमेव मुक्त्यद्वेष एव रागः स्याद् मुक्तिरागो भवेदिति वाच्यं । मृदुमध्यादिकत्वतो जघन्यमध्यमोत्कृष्टभावात् । तत्र मुक्तिरागे उपाये च नवधा नवभिः प्रकारैर्योगिभेदस्य प्रदर्शनादुपवर्णनात् । तथाहि-मृदूपायो मृदुसंवेगः, मध्योपायो मृदुसंवेगः, अध्युपायो मृदुसंवेगः । मृदूपायो मध्यसंवेगः, मध्योपायो मध्यसंवेगः, अध्युपायो मध्यसंवेगः । मृदूपायो अधिसंवेगः, मध्योपायोऽधिसंवेगः, अध्युपायोऽधिसंवेगश्चेति नवधा योगिन इति योगाचार्याः ।।१२-३१।।
મુક્યàષસ્વરૂપ જ મુક્તિરાગ છે: આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. કારણ કે મુક્તિના રાગના વિષયમાં અને મુક્તિના ઉપાયના વિષયમાં મૃદુ, મધ્યમ અને અધિકતાને આશ્રયીને યોગીઓના પ્રકાર નવ રીતે બતાવ્યા છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મુક્તિના અષને જ મુક્તિનો રાગ માનવાનું યોગ્ય નથી. કારણ કે જઘન્ય મૃદુ) મધ્યમ(મધ્ય) અને ઉત્કૃષ્ટ(અધિક) સ્વરૂપે મુક્તિનો રાગ અને મુક્તિનો ઉપાય - એ બંન્નેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકાર વર્ણવ્યા છે. મુક્તિનો અદ્વેષ, મુક્તિ પ્રત્યેના દ્વેષના સામાન્યાભાવ સ્વરૂપ હોવાથી એક જ પ્રકારનો છે. આવા મુજ્યદ્વેષને મુત્ત્વનુરાગસ્વરૂપ માની લેવામાં આવે તો તેને આશ્રયીને યોગી જનોના નવ પ્રકારનું નિરૂપણ સંગત નહિ બને. તેથી યોગી જનોના નવ પ્રકારના વર્ણનના અનુરોધથી મુક્તદ્વેષને મુત્ત્વનુરાગસ્વરૂપ માનવાનું
એક પરિશીલન
૧૯૩
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉચિત નથી. મોક્ષનો અનુરાગ સંવેગસ્વરૂપ છે અને સમ્યજ્ઞાનાદિ મોક્ષના ઉપાય છે. તેને આશ્રયીને નીચે જણાવ્યા મુજબ યોગી જનોના નવ પ્રકાર છે.
મૃદૂપાય મૃદુસંવેગ, મધ્યોપાય મૃદુસંવેગ, અથુપાય મૃદુસંવેગ – આ ત્રણ પ્રકાર જઘન્ય મોક્ષરાગને આશ્રયીને છે. મૃદૂપાય મધ્યસંવેગ, મધ્યોપાય મધ્યસંવેગ, અબુપાય મધ્યસંવેગ - આ ત્રણ પ્રકાર મધ્યમ પ્રકારના મોક્ષરાગને આશ્રયીને છે. અને મૃદૂપાય અધિસંવેગ, મધ્યોપાય અધિસંવેગ, અબુપાય અધિસંવેગ - આ ત્રણ પ્રકાર ઉત્કૃષ્ટ મોક્ષરાગને આશ્રયીને છે. આ રીતે યોગીઓ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ મોક્ષરાગ તથા મોક્ષોપાયને આશ્રયીને નવ પ્રકારના છે. એ નવ પ્રકાર, એક જ પ્રકારના મુજ્યદ્વેષને લઇને કોઇ પણ રીતે સંગત નહીં બને, તેથી મુક્તિ પ્રત્યેનો અદ્વેષ અને મુક્તિ પ્રત્યેનો રાગ : એ બન્ને એક નથી – એ સમજી શકાય છે. ૧૨-૩૧ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ - એ મુક્તિ પ્રત્યેના રાગ સ્વરૂપ નથી - તેમાં કારણ જણાવાય છે–
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि ।
रागात् क्षिप्रं क्रमाच्चातः परमानन्दसम्भवः ॥१२-३२॥ द्वेषस्येति-अद्वेषश्च द्वेषस्याभावरूपत्वादेक एव हि । अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः । फलभेदेनापि भेदमुपपादयति-ततो मुक्तिरागात् क्षिप्रमनतिव्यवधानेन अतो मुक्त्यद्वेषाक्रमेण मुक्तिरागापेक्षया बहुद्वारपरम्परालक्षणेन परमानन्दस्य निर्वाणसुखस्य सम्भवः ।।१२-३२।।
અદ્વેષ દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ જ છે જેથી તેના કારણે યોગીઓના નવ પ્રકાર સંગત નહિ થાય) તેમ જ મુક્તિના રાગથી શીધ્ર અને મુક્તદ્વેષથી ક્રમે કરી પરમાનંદનો સંભવ છે.” - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે; પૂર્વે જણાવ્યા મુજબ મુજ્યદ્વેષ, દ્વેષ(મુક્તિ પ્રત્યેના ષ)ના અભાવ સ્વરૂપ હોવાથી તે એકસ્વરૂપ છે. તેથી તે એકના કારણે યોગીઓના ભેદ નહીં થાય. યોગીઓના નવ ભેદ (પ્રકાર) યોગાચાર્યોએ જણાવ્યા છે, તે મુક્તિના રાગની અપેક્ષાએ પૂર્વે જણાવ્યા મુજબ સંગત થઈ શકે છે. તેથી મુક્તષસ્વરૂ૫ મુક્તિનો રાગ નથી. એ બંન્ને પરસ્પર ભિન્ન છે.
મુક્તદ્વેષ અને મુક્તિનો રાગ - એ બેના ફળમાં પણ વિશેષતા છે. તેને લઇને એ બેમાં પણ ભેદ છે – એ શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાયું છે. મોક્ષના રાગથી શીઘ એટલે કે બહુ વ્યવધાન (વિલંબ) વિના મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ અપેક્ષાએ મુક્યષથી ક્રમે કરીને એટલે કે ઘણાં વ્યવધાન(વધારે ભવના વિલંબ)થી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાનંદસ્વરૂપ મોક્ષ ફળની પ્રાપ્તિના વિલંબ અને અવિલંબના કારણે પણ મુક્યષ અને મુક્તિના રાગમાં ભેદ છે. જેના કાર્યમાં વિશેષતા છે તે કારણમાં પણ વિશેષતા છે, એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે મુજ્યદ્વેષ અને મુક્તિનો રાગ બંન્ને એક નથી. બંન્નેમાં ઘણું અંતર છે. મુક્તષના કારણે ૧૯૪
યોગપૂર્વસેવા બત્રીશી
Page #198
--------------------------------------------------------------------------
________________
મોક્ષપ્રાપ્તિમાં અનેક ભવોનું વ્યવધાન થાય છે અને મુક્તિ પ્રત્યે રાગ હોય તો મોક્ષની પ્રાપ્તિમાં તેવું વ્યવધાન થતું નથી.
યોગની પૂર્વસેવા બત્રીશીના બત્રીશમા-છેલ્લા શ્લોકમાં જણાવેલી વાતને ખૂબ જ ગંભીરતાથી વિચારવી જોઇએ. મુક્તિ પ્રત્યેનો અદ્દેષ પણ કાલાંતરે પરમાનંદ-મોક્ષનું કારણ બને છે – એ જાણ્યા પછી મુમુક્ષુ આત્માએ પળે પળે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ રીતે મોક્ષ પ્રત્યે દ્વેષ ન થવો જોઇએ. મોક્ષ પ્રત્યે રાગ જન્મે તો ઘણી સારી વાત છે. પરંતુ જ્યાં સુધી એ ન બને ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય - એનો સતત ખ્યાલ રાખ્યા વિના ચાલે એવું નથી. વર્તમાનની આપણી પ્રવૃત્તિ ઉપર એક નજર માંડીને આપણને મોક્ષ પ્રત્યે રાગ છે કે દ્વેષ છે - એ પ્રશ્નનો ઉત્તર, કોઈ પણ જાતની માયા સેવ્યા વિના મેળવી લેવો જોઇએ. એ પ્રશ્નનો વાસ્તવિક ઉત્તર મેળવી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાતને ધ્યાનમાં રાખવી જોઇએ. ત્યાં તે (૨૪૦મા) શ્લોકમાં જણાવ્યું છે કે, “આગમના આધારે પ્રવૃત્તિ કરનારા આગમનું ઉલ્લંઘન કરી જેઓ પ્રવૃત્તિ કરે છે, તે જડ માણસો આગમના અર્થને (પ્રવૃત્તિ-નિવૃત્તિ) કરનારા હોવા છતાં નિયમે કરી છે તે અર્થના તેઓ દ્રષી હોય છે.” આગમમાં જણાવેલા વિધિથી નિરપેક્ષપણે આગમમાં જણાવેલા અનુષ્ઠાન કરતાં હોવા છતાં તેઓ આગમ પ્રત્યે ભક્તિભાવવાળા નથી. પરંતુ આગમ પ્રત્યે તેઓ દ્રષવાળા જ છે. કારણ કે આગમ પ્રત્યેના દ્વેષ વિના આગમાર્થનું ઉલ્લંઘન શક્ય નથી. આપણા દ્વેષને ઓળખી લેવા માટે યોગબિંદુમાં જણાવેલી વાત પરિપૂર્ણ છે. એનો વિચાર કરવાથી આપણને આપણી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. મોક્ષની સાધનાનો પ્રારંભ કરી ચૂકેલા અને મોક્ષની સાધનાનો પ્રારંભ કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુ જનો પોતાના આત્માને, મોક્ષ પ્રત્યેના દ્વેષથી રહિત બનાવે અને યોગની પ્રાપ્તિ દ્વારા વહેલામાં વહેલી તકે પરમાત્મા બનાવે એ જ એકની એક શુભાભિલાષા. ૧૨-૩રા
| | તિ થોડાપૂર્વસેવા-ક્ષત્રિશા ! अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।
એક પરિશીલન
૧૯૫
Page #199
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે
‘યોગપૂર્વસેવા’ બત્રીશીમાં ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુક્ત્યદ્વેષનું વર્ણન કર્યું. આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય વર્ણવાય છે. કારણ કે મુક્ત્યદ્વેષને લઇને જ ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ વગેરે અનુષ્ઠાનો યોગનાં અંગ બને છે. મુક્ત્યદ્વેષના અભાવમાં ગુરુદેવાદિપૂજા... વગેરે યોગનાં અંગ થતાં નથી.
મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવા સ્વરૂપ અવસ્થાને મુદ્વેષ કહેવાય છે. ‘મુક્યદ્વેષ' આ શબ્દ કાને પડે ત્યારે તો એમ જ થાય કે આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે જ. પરંતુ એ વિષયમાં થોડી વિચારણા કરીએ તો સમજાય કે સાવ એવું તો નથી. ઊંડે ઊંડે થોડો દ્વેષ લાગે છે. દૃઢ અજ્ઞાનના આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે.
અનંતજ્ઞાનીઓનાં પરમતારક વચનોથી પણ જે અજ્ઞાન દૂર થતું નથી, તે દૃઢ અજ્ઞાન છે. એવું અજ્ઞાન જ્યારે કાર્યરત બને છે; ત્યારે તેનો આવેશ હોય છે અને એ આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ જાગે છે. આ સંસારને અનંતદુઃખમય વર્ણવીને મોક્ષની અનંતસુખમયતાને વર્ણવવામાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કોઇ જ કચાશ રાખી નથી. પરંતુ સંસારમાં પ્રાપ્ત થતા સુખની ભયંકર આસક્તિના કારણે મોક્ષ ઇષ્ટ લાગતો નથી. જે અનિષ્ટ લાગે તેની પ્રત્યે દ્વેષ હોય - એ સ્વાભાવિક છે. આપણને મોક્ષ ઇષ્ટ છે કે સંસાર ઇષ્ટ છે ? આ પ્રશ્નનો ઉત્તર માયા વિના આપવાનું ખૂબ જ અઘરું પડે એવું છે. ગમે તે રીતે સંસારની આસક્તિ ઓછી કરીને મોક્ષની પ્રત્યે રાગ ન કેળવાય ત્યાં સુધી મોક્ષ પ્રત્યેનો દ્વેષ ટાળવા પ્રયત્નશીલ બનવું જોઇએ.
આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય મુખ્યપણે વર્ણવ્યું છે. યોગની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું ત્યારે જ કારણ બની શકે છે કે જ્યારે તે મુખ્ત્યદ્વેષથી સહિત હોય છે. અભવ્યોના આત્માઓ તેમ જ અચરમાવર્ત્તવર્તી ભવ્યાત્માઓ શુદ્ધ શ્રમણપણાની ક્રિયાઓ દ્વારા નવમા ત્રૈવેયકનાં સુખો પામે છે, તેમાં પણ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જ મુખ્ય છે. માત્ર શુદ્ધ દ્રવ્યશ્રામણ્યક્રિયાઓ તેમાં કારણ નથી. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા અગ્નિ, શત્રુ અને સર્પ જેમ મારક બને છે, તેમ સંસારના સુખની ઇચ્છાથી કરેલી તે તે દ્રવ્ય-શ્રામણ્ય-ક્રિયા પણ તે અભવ્યાદિના આત્માઓ માટે દુષ્ટ બને છે. એવી ક્રિયાઓને કોઇએ પણ કરવાયોગ્ય ગણી નથી. જેમાં મુક્યદ્વેષનું પ્રાધાન્ય છે; એવી ક્રિયાને સંસારસુખ માટે ગ્રંથકારશ્રીએ કરવાનું જણાવ્યું નથી. પરંતુ તેને ઉપર જણાવ્યા મુજબ અગ્નિ, શત્રુ અને સર્પ વગેરેની જેમ મહાભયંકર વર્ણવી છે. માત્ર આવી ક્રિયાઓથી પ્રાપ્ત થનારા લાભ, ખ્યાતિ કે દેવલોકનાં સુખાદિ પ્રત્યે નજર રાખી એ માટે ધર્મ કરવાનું ઉચિત નથી. તેમ જ એ માટે ધર્મનો ઉપદેશ કરવાનું પણ ઉચિત નથી.
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૧૯૬
Page #200
--------------------------------------------------------------------------
________________
આ બત્રીશીના વાંચનાદિથી સ્પષ્ટપણે સમજાશે કે મુક્તિ પ્રત્યેનો અણસામાન્ય મુખ્ય તરીકે ઇષ્ટ નથી. તહેતુ અનુષ્ઠાન(સદનુષ્ઠાન)ના રાગનો પ્રયોજક જે મુજ્યષ છે, તે વિશેષ જ મુક્યષ પ્રધાન છે. કારણ કે અભવ્યાદિના આત્માઓને પણ મુક્યષ હોવા છતાં તેમને યોગની પૂર્વસેવા પણ પ્રાપ્ત થતી નથી. અનંતી વાર મુજ્યષાદિથી રૈવેયકનાં સુખોને પ્રાપ્ત કરનારા, એક વાર પણ યોગની પૂર્વસેવા પામી શકતા નથી. આથી સમજી શકાશે કે એવા મુક્યàષનું કોઈ જ મહત્ત્વ નથી. તેમના દ્રવ્યશ્રામણ્યની ક્રિયાનું તો કોઈ જ મહત્ત્વ નથી પરંતુ તેમના મુક્તષનું પણ કોઈ જ મહત્ત્વ નથી. માત્ર સંસારનાં સુખોની પ્રાપ્તિ કરાવે અને યોગની પૂર્વસેવાને પણ પ્રાપ્ત ન કરાવે તેનું મહત્ત્વ ન જ હોય એ યાદ રાખવું જોઈએ. વર્તમાનમાં સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશ; પ્રવચનો અને પુસ્તકો દ્વારા ચિકાર અપાય છે. તે કેટલું ઉચિત છે એનો પૂરતો ખ્યાલ આ બત્રીશીના અધ્યયનથી આવે છે.
સદનુષ્ઠાનના રાગનું જે કારણ બને છે તે મુક્યષનું પ્રાધાન્ય વર્ણવીને પાંચ અનુષ્ઠાનોનું સ્પષ્ટ વર્ણન અહીં કરાયું છે. ચરમાવર્ત અને અચરમાવર્ત કાળમાં રહેલા તે તે કર્તાઓની ભિન્નતાએ એક જ અનુષ્ઠાનના આશયભેદે પાંચ પાંચ પ્રકાર પડે છે. તેમાંનાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન આ ત્રણેય અનુષ્ઠાનો અસદનુષ્ઠાન છે. માત્ર તહેતુ અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન : આ બે જ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અચરમાવર્તકાળમાં નિયમે કરી અસદનુષ્ઠાન જ હોય છે. છેલ્લાં બે સદનુષ્ઠાન ચરમાવકાળમાં જ હોય છે : આ પ્રમાણે પાંચેય અનુષ્ઠાનો ચરમાવર્તિકાળમાં હોઈ શકે છે. “ચરમાવર્તકાળમાં છેલ્લાં બે જ અનુષ્ઠાનો હોય છે' - આ પ્રમાણેની પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી નથી.
ચરમાવર્તકાળમાં પણ ધર્મની પ્રારંભકાળની અવસ્થામાં મુક્યષમાત્રથી સદનુષ્ઠાનનો રાગ ઉત્પન્ન થતો નથી. પરંતુ સંસારના સુખની ઇચ્છા બાધિત થાય તો તેથી મુક્યષને લઇને સદનુષ્ઠાનની પ્રત્યે રાગ જન્મે છે. એ સુખની ઇચ્છા પૂ. ગુરુદેવશ્રીની પ્રજ્ઞાપનાથી બાધિત થતી હોય છે. જો કોઈ પણ સંયોગમાં આ ફ્લેચ્છા (ઇહલૌકિકાદિલેચ્છા) બાધિત ન બને તો મુક્યષથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ નહીંથાય. આ રીતે મુજ્યષની પ્રધાનતા સદનુષ્ઠાનના રાગના હેતુસ્વરૂપે છે, એ સ્પષ્ટ છે. તેથી કોઈ આત્માએ સંસારસુખ માટે ધર્મ પછી પૂ. ગુરુદેવાદિના ઉપદેશથી એ ઇચ્છા બાધિત થવાથી તે આત્માને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ કોઈ કોઇને સદનુષ્ઠાનના રાગના અભાવે મુજ્યદ્વેષ હોવા છતાં તે તે ક્રિયાઓથી ભવભ્રમણ અટકતું નથી... ઇત્યાદિ વસ્તુઓનું વર્ણન કરીને છેલ્લા આઠ શ્લોકોથી મુક્તષનો મહિમા વર્ણવ્યો છે.
શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી ક્રિયાઓને ફલપ્રદાયિની બનાવવાનું કાર્ય મુક્યષ કરે છે. કારણ કે એના અભાવમાં કોઈ પણ ક્રિયા પોતાના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી. અત્યાર સુધી અતત્ત્વનો જે આગ્રહ હતો તેની નિવૃત્તિ થવાથી મનની વિશુદ્ધિ દ્વારા
એક પરિશીલન
૧૯૭
Page #201
--------------------------------------------------------------------------
________________
મુક્તષથી શુભ ભાવની ધારા પ્રગટે છે. મુક્તિની પ્રાપ્તિ નજીકમાં જ હોવાથી મુમુક્ષુજનોને કોઈ જ ભય નથી. આથી મુક્યષને લઈને મન આનંદથી પરિપૂર્ણ બને છે, ક્રિયામાં સહેજ પણ પીડાને અનુભવ્યા વિના ખૂબ જ રક્ત બને છે અને સતત કર્તવ્યશેષની સ્મૃતિથી ચિત્ત સમન્વિત બને છે – આ બધાં લક્ષણો મુજ્યદ્વેષનાં છે. એનો વિચાર કરવાથી આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે કે નહિ તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે.... અંતે કોઈ પણ રીતે મુક્ષ્યદ્વેષને પ્રાપ્ત કરી યોગની યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ નૂતન ઉપાશ્રય-છાપરીયા શેરી સુરત : શ્રા.સુ. ૧૧ વિ.સં. ૨૦૫૮
૧૯૮
મુજ્યદ્રષપ્રાધાન્ય બત્રીશી
Page #202
--------------------------------------------------------------------------
________________
| अथ प्रारभ्यते मुक्त्यद्वेष-प्राधान्यद्वात्रिंशिका ।)
उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वन्नाह
આ પૂર્વેની પૂર્વસેવાબત્રીશીમાં જણાવેલા ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તલેષઃ પૂર્વસેવાના એ ચાર પ્રકારમાંથી પ્રધાન(મુખ્ય)રૂપે મુક્તદ્વેષનું નિરૂપણ કરાય છે–
उक्तभेदेषु योगीन्द्रर्मुक्त्यद्वेषः प्रशस्यते ।
मुक्त्युपायेषु नो चेष्टा, मलनायैव यत्ततः ॥१३-१॥ उक्तभेदेष्विति-मलनायैव विनाशनिमित्तमेव तद्धि भवोपायोत्कटेच्छया स्यात् । सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाभावप्रयोजकोऽयम् ।।१३-१॥
“ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તષ : આ ચાર ભેદોમાં (પ્રકારોમાં) યોગીન્દ્ર પુરુષોએ મુજ્યષ પ્રશસ્યો છે. કારણ કે મુક્યુપાયને વિશે તેથી ચેષ્ટા વિનાશનું નિમિત્ત બનતી નથી.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા બત્રીશીમાં ગુરુદેવાદિપૂજનાદિ ચાર પ્રકારની પૂર્વસેવાનું વર્ણન કર્યું છે. એ ચાર પ્રકારમાં મુક્યષ મુખ્ય છે. આ બત્રીશીમાં તે સ્વરૂપે તેનું વર્ણન કર્યું છે.
યોગીઓમાં ઈન્દ્ર સમાન શ્રી તીર્થંકર પરમાત્માએ મુજ્યદ્વેષને પૂર્વસેવામાં શ્રેષ્ઠ તરીકે વર્ણવ્યો છે. કારણ કે મુક્તિના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને વિશે મન, વચન, કાયાની ચેષ્ટા-પ્રવૃત્તિ મલન માટે એટલે કે વિનાશનું નિમિત્ત બનતી નથી. ભવની ઉત્કટ ઇચ્છા મુત્યુપાયને વિશે વિનાશનું નિમિત્ત બને છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ હોવાથી ભવની ઉત્કટ ઇચ્છા થતી નથી. તેથી મુક્તિના ઉપાયોના વિનાશના નિમિત્તાભાવનો પ્રયોજક મુક્તિ પ્રત્યેનો અદ્વેષ છે - એ સ્પષ્ટ છે. ૧૩-૧૧ મલનાભાવનું પ્રયોજકત્વ મુક્યàષમાં છે'; ત્યાં મલનનું સ્વરૂપ જણાવાય છે–
विषानतृप्तिसदृशं, तद् यतो व्रतदुर्ग्रहः ।
૩ra: શાસ્ત્રનુ શસ્ત્રાવ્યાનુદનિમઃ રૂ-રા विषेति-तन्मुक्त्युपायमलनं विषानतृप्तिसदृशमापाततः सुखाभासहेतुत्वेऽपि बहुतरदुःखानुबन्धित्वात् । यद्यस्माद्वतानां दुर्ग्रहोऽसम्यगङ्गीकार उक्तः शास्त्रेषु योगस्वरूपनिरूपकग्रन्थेषु शस्त्राग्निव्यालानां यो दुर्ग्रहो दुर्गृहीतत्वं तेन सन्निभः सदृशोऽसुन्दरपरिणामत्वात् ।।१३-२॥
તે મુક્યુપાયનું મલન વિષથી યુક્ત અન્ન ખાવાથી થનારી તૃપ્તિ જેવું છે, જેથી વ્રતોનો દુર્રહ; શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્ગહ જેવો શાસ્ત્રોમાં વર્ણવ્યો છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો
એક પરિશીલન
૧૯૯
Page #203
--------------------------------------------------------------------------
________________
અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – તે મુક્તિના ઉપાયના વિનાશનું નિમિત્ત; વિષથી યુક્ત એવા અન્નના ભક્ષણથી થનારી તૃપ્તિ જેવું છે. વિષયુક્ત અન્નના ભક્ષણથી પેટ તો ભરાય અને થોડો સ્વાદ પણ આવે; પરંતુ પરિણામે મરણનો પ્રસંગ આવે. વિષમિશ્રિત અન્ન આપાતથી સુખાભાસનું કારણ હોવા છતાં સુધાદિ દુઃખો કરતાં ઘણાં બધાં દુઃખોનું તે અનુબંધી છે. આવી જ રીતે જે મન, વચન, કાયાની ચેષ્ટા મુક્યુપાયનું મલન કરે છે તે મલનવાળી પ્રવૃત્તિ વિષમિશ્રિત અન્નની જેમ આપાતથી પુણ્યનું કારણ બની સુખાભાસનું કારણ બને છે અને પરિણામે પાપનો અનુબંધ થવાથી ભયંકર દુઃખનું કારણ બને છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર : આ મોક્ષોપાય છે. એની આરાધના ભવની ઉત્કટ ઇચ્છાથી કરવામાં આવે તો તે મુત્યુપાયોની મુક્તિનિમિત્તતાનો વિનાશ થાય છે. તેથી તેવા પ્રકારનું મલન (મલના) વિષયુક્ત અન્ન જેવું છે.
આથી જ હિંસાદિ આશ્રવોથી વિરામ પામવા સ્વરૂપ વ્રતોનો દુર્રહ (એટલે કે સારી રીતે સ્વીકાર કરવાના બદલે ભવની ઉત્કટ ઇચ્છાથી સ્વીકાર કરવા સ્વરૂપ વ્રતગ્રહ); યોગનું સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે એવાં શાસ્ત્રોમાં શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્રહ જેવો વર્ણવ્યો છે. ધારની બાજુથી શસ્ત્ર ગ્રહણ કરાય; ચીપિયાદિ વિના સીધો અગ્નિ ગ્રહણ કરાય અને ડંખ મારે એ રીતે સર્પને ગ્રહણ કરાય તો કેવી દશા થાય તે આપણે કલ્પી શકીએ છીએ. ભવની ઉત્કટ ઇચ્છાથી વ્રત ગ્રહણ કરાય તો કેવી દશા થાય તેની કલ્પના આ શ્લોકથી આપવામાં આવી છે. આવી રીતે ભવની ઉત્કટ ઇચ્છાથી કરાયેલ વ્રતનો સ્વીકાર સુંદર પરિણામવાળો બનતો નથી. પરંતુ ખરાબ પરિણામનું જ કારણ બને છે. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા શસ્ત્રાદિ જેમ મારક બને છે તેમ દુષ્ટ રીતે (ભવની ઉત્કટ ઇચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી) ગ્રહણ કરાયેલ વ્રતનું પરિણામ પણ સારું આવતું નથી. ./૧૩-રા
ननु दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभः केषाञ्चिद्भवतीति कथमत्रासुन्दरतेत्यत्राह
“ભવની ઉત્કટ ઇચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી પણ ગ્રહણ કરેલા શ્રમણપણાથી (મહાવ્રતોથી) કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થઈ છે, તો દુગૃહીત વ્રતોની અસુંદરતા કઈ રીતે ?' આ શંકાનું સમાધાન કરાય છે–
ग्रैवेयकाप्तिरप्यस्माद, विपाकविरसाऽहिता ।
मुक्त्यद्वेषश्च तत्राऽपि, कारणं न क्रियैव हि ॥१३-३॥ ग्रैवेयकाप्तिरिति-अस्माद्वतदुर्ग्रहात् । अवेयकाप्तिरपि शुद्धसमाचारवत्सु साधुषु चक्रवर्त्यादिभिः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाविधान्यकारणवतां च केषाञ्चिद्व्यापन्नदर्शनानामपि प्राणिनां नवमग्रैवेयकप्राप्तिरपि विपाकविरसा बहुतरदुःखानुबन्धबीजत्वेन परिणतिविरसा अहिता अनिष्टा । तत्त्वतश्चौर्यार्जितबहुविभूतिवदिति द्रष्टव्यं । तत्रापि नवमग्रैवेयकप्राप्तावपि च मुक्त्यद्वेषः कारणं न केवला ૨૦૦
મુક્યષપ્રાધાન્ય બત્રીશી
Page #204
--------------------------------------------------------------------------
________________
क्रियैव हि अखण्डद्रव्यश्रामण्यपरिपालनलक्षणा । तदुक्तं-“अनेनापि प्रकारेण द्वेषाभावोऽत्र तत्त्वतः । हितस्तु યત્તતેડપિ તથાજસ્થાનમાનઃ III” તિ રૂ-રૂા
“આ મહાવ્રતોના દુર્ગહથી કેટલાક જીવોને નવમા સૈવેયકની જે પ્રાપ્તિ થાય છે તે પરિણામે વિરસ છે અને અહિતને કરનારી છે. આ દેવલોકની પ્રાપ્તિમાં પણ મુક્તદ્વેષ કારણ છે. માત્ર દ્રવ્યસાધુપણાની નિરવદ્ય ક્રિયા કારણ નથી.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – કેટલીક વાર ચક્રવર્તી વગેરે દ્વારા શુદ્ધચારિત્રવંત, સાધુમહાત્માને પૂજાતા જોઇને; “તેવી પૂજા મને પણ પ્રાપ્ત થાય' - આવી સ્પૃહા થવાથી તેમ જ તેવા પ્રકારના બીજા કોઈ પણ પ્રયોજનના કારણે સમ્યગ્દર્શન જેમનું નષ્ટ થયું છે એવા કેટલાક આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ તે ઘણા બધા દુઃખના અનુબંધનું બીજ હોવાથી પરિણામમાં વિરસ હોય છે અને અનિષ્ટ બને છે. વાસ્તવિક રીતે; ચોરીથી ઉપાર્જન કરેલી ઘણી બધી વિભૂતિની જેમ નવમા રૈવેયકની પ્રાપ્તિ હિતકારિણી નથી.
કેટલાક જીવોને આ રીતે નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે; તેમાં પણ મુક્ષ્યદ્વેષ કારણ છે, માત્ર અખંડ (નિરતિચાર) દ્રવ્યશ્રામણ્યના પરિપાલન સ્વરૂપ ક્રિયા જ કારણ નથી. આ વાતને ફરમાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “આ રીતે પૂજા વગેરેની સ્પૃહાથી પણ દ્રવ્યસાધુપણાના પરિપાલનમાં વાસ્તવિક રીતે મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ હિતનું કારણ બને છે, દ્રક્રિયા માત્ર નહીં. કારણ કે એ મુત્સદ્વેષને લઈને દ્રવ્યશ્રમણપણાને ધારણ કરનારા પણ નવમા રૈવેયકાદિની પ્રાપ્તિ સ્વરૂપ કલ્યાણના ભાજન બને છે.” આથી સમજી શકાશે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે એવા આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે. તે ઉપર જણાવ્યા મુજબ વિપાકમાં (ફલતઃ) વિરસ હોવાથી અનિષ્ટ જ છે. તેથી દુગૃહીત મહાવ્રતોની અસુંદરતામાં કોઈ જ વિરોધ નથી. જેનું પરિણામ હિતકર નથી એવી ક્રિયા સુંદર નથી : એ સ્પષ્ટ છે. સંસારમાં ગમે તેટલું ઊંચામાં ઊંચું ફળ મળે પરંતુ તેનું પરિણામ સારું આવવાનું ન હોય અને તેથી ભયંકર દુઃખ જ ભવિષ્યમાં મળવાનું હોય તો તે ફળને આપવાવાળી ક્રિયા સારી મનાય નહીં. તેને અસુંદર જ માનવી પડે.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૧૩-all
ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારાને દેવલોકાદિની સ્પૃહા હોય તો તે વખતે તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવો જોઈએ; તેના બદલે તેમને મુક્તિ પ્રત્યે અદ્વેષ કઈ રીતે સંભવે ? - આ શંકાનું સમાધાન કરાય છે
लाभाद्यर्थितयोपाये, फले चाऽप्रतिपत्तितः । व्यापन्नदर्शनानां हि, न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।।१३-४॥
એક પરિશીલન
૨૦૧
Page #205
--------------------------------------------------------------------------
________________
लाभेति-व्यापन्नदर्शनानां हि द्रव्यलिङ्गिनामुपाये चारित्रक्रियादौ लाभाद्यर्थितयैव न द्वेषो रागसामग्र्यां द्वेषानवकाशात् । फले च मोक्षरूपेऽप्रतिपत्तित एव न द्वेषः । न हि ते मोक्षं स्वर्गादिसुखादिन्नं प्रतीयन्ति यत्र द्वेषावकाशः स्यात् । स्वर्गादिसुखाभिन्नत्वेन प्रतीयमाने तु तत्र तेषां राग एव । वस्तुतो भिन्नस्य तस्य प्रतीतावपि स्वेष्टविघातशङ्कया तत्र द्वेषो न स्यादिति द्रष्टव्यम् ।।१३-४॥
જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે; એવા દ્રવ્યથી શ્રમણપણાના લિંગને ધરનારાઓને; તેઓ લાભાદિના અર્થી હોવાથી તેના ઉપાયમાં અને ફળને માનતા ન હોવાથી ફળ-મોક્ષમાં દ્વેષનો સંભવ હોતો નથી.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે વ્યાપન્નદર્શનવાળા (મિથ્યાત્વને પામેલા) દ્રવ્યથી શ્રમણપણાનું અખંડ પાલન કરનારાને તેઓ લાભના (પૂજદિના) અર્થી હોવાથી જ તેના ઉપાયભૂત ચારિત્રક્રિયા વગેરેમાં દ્વેષ થતો નથી. કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષનો સંભવ નથી અને ચારિત્રના ફળ સ્વરૂપ મોક્ષને તેઓ સ્વીકારતા નથી, તેથી જ તેમાં તેમને દ્વેષ થતો નથી. તેઓ સ્વર્ગાદિસુખને છોડીને બીજું કોઈ મોક્ષતત્ત્વ માનતા નથી કે જેથી તેમાં તેમને દ્વેષનો અવકાશ રહે. ઉપરથી સ્વર્ગાદિસુખથી અભિન્ન એવા મોક્ષને માનવાથી તો તેમાં તેમને રાગ જ થાય છે. આ રીતે તો સ્વર્ગાદિસુખોથી અતિરિક્ત મોક્ષને ન માનવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ થતો હોવાથી; તે દ્વેષ અજ્ઞાનમૂલક છે. એવો મુક્યષ તો ઘણાને હોય છે. તેથી તે બધાને નવમા રૈવેયકની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે અખંડ શ્રમણ્યક્રિયાના પાલનને જ નવમા રૈવેયકની પ્રાપ્તિમાં મુખ્ય કારણ માનવું જોઈએ. તેથી વસ્તુનો... ઇત્યાદિ ગ્રંથ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, પૂજાદિના લાભ માટે દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારને એનો ખ્યાલ છે કે પોતાને જે ઈષ્ટ છે તેની પ્રાપ્તિ; મોક્ષ પ્રત્યે દ્વેષ કરવાથી તો નહીં જ થાય. તેથી મોક્ષ પ્રત્યેનો દ્વેષ પોતાના ઈષ્ટનો વિઘાત કરનારો છે... એમ સમજીને તેઓ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી... ઇત્યાદિ વિચારવું જોઇએ. ૧૩-૪ “મુક્યષ'ની પ્રશંસાનું કારણ જણાવાય છે
मुक्तौ च मुक्त्युपाये च, मुक्त्यर्थं प्रस्थिते पुनः ।
यस्य द्वेषो न तस्यैव, न्याय्यं गुर्वादिपूजनम् ॥१३-५॥ મુક્કી વેતિસ્પષ્ટ: I9રૂ-ધા
કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આ ચાર સ્વરૂપ યોગની પૂર્વસેવા; આ પૂર્વે વર્ણવી છે. આ ચારમાં પણ મુક્તિ પ્રત્યેના અષની પ્રશંસા યોગીન્દ્ર પુરુષો કરે છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. “મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન
૨૦૨
મુજ્યષપ્રાધાન્ય બત્રીશી
Page #206
--------------------------------------------------------------------------
________________
કરનારાને વિશે; મુક્તિને વિશે અને મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિને વિશે જેઓને દ્વેષ થતો નથી, તેમનું જ ગુરુદેવાદિપૂજન વગેરે યોગ્ય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવાથી મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન શરૂ થાય છે. એ પ્રયત્ન મુક્તિ પ્રત્યેના અષથી જ યોગ્ય બને છે. અન્યથા મુક્તિદ્વેષના કારણે યોગની પૂર્વસેવાની યોગની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે. યોગની પૂર્વસેવાથી તે યોગની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષનું એકમાત્ર કારણ છે. પરંતુ મોક્ષ કે મોક્ષના ઉપાયભૂત યોગ પ્રત્યે જ ષ હોય તો ગુરુદેવાદિપૂજન, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવા ફળને આપનારી ન જ બને એ સ્પષ્ટ છે. સાધ્ય પ્રત્યેનો દ્વેષ સાધનની પ્રાપ્તિ કઈ રીતે કરાવે ?
અહીં એ સમજી લેવું જોઇએ કે મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થનો પ્રારંભ કરનારા આત્માઓને; મુક્તિ કે મુક્તિના ઉપાયોને વિશે દ્વેષ આવવાનું કોઈ જ કારણ નથી. પરંતુ ગમે ત્યાંથી પણ તે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. મોક્ષનું સ્વરૂપ, એનાં અત્યંત સમર્થ સાધનો અને તેનો સાધનામાર્ગ : આ બધાનો થોડો વિચાર કરીએ તો સમજાશે કે મોક્ષ કે તેના સાધનાદિનો દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. ફળ, તેના ઉપાયો અને તેના પામવા માટે પુરુષાર્થ કરનારા મહાત્માઓ : આ બધાનું તદ્દન નિરવદ્ય અને નિરુપદ્રવ સ્વરૂપ ખરેખર તો રાગને જન્માવે તેવું છે. તેના બદલે તેની પ્રત્યે દ્વેષ થાય : એ ખૂબ જ વિચિત્ર છે. આવું થવામાં અનાદિકાળના આપણા કુસંસ્કારો મુખ્યતયા કારણ બને છે. અજ્ઞાનના કારણે એ કુસંસ્કારો ખૂબ જ દઢ બને છે. ધર્મશ્રવણાદિ દ્વારા અજ્ઞાનની માત્રા ઓછી થાય એટલે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ, તેના ઉપાયો અને તેને પામવા માટે પ્રયત્નશીલ આત્માઓ પ્રત્યે દ્વેષ આવતો નથી.
મોક્ષની સાધના કરતી વખતે આવી પડતું દુઃખ; ખરેખર તો ભૂતકાળના કર્મનો વિપાક હોય છે. એનો વિચાર કર્યા વિના; “મોક્ષની સાધના કરવાના કારણે તે દુઃખ આવ્યું છે : એમ માની લઇને દુખના કારણ સ્વરૂપે મોક્ષાદિની પ્રત્યે આપણે દ્વેષ કરીએ છીએ; તે ભયંકર કોટિનું અજ્ઞાન છે. વસ્તુતત્ત્વનો પરામર્શ(જ્ઞાન) આપણને તેની પ્રત્યેના રાગ-દ્વેષથી દૂર રાખે છે. સાચાખોટાનો વિવેક સુખદુઃખના વિકલ્પને દૂર કરી આત્માને વિકલ્પરહિત બનાવે છે. માની લીધેલા સુખની આસક્તિ પણ મુક્તિ વગેરેમાં દ્વેષનું કારણ બને છે. મોક્ષના સ્વરૂપની પ્રતીતિથી એ કલ્પિત સુખની આસક્તિ નાશ પામે છે અને તેથી મોક્ષ વગેરે પ્રત્યે દ્વેષ થતો નથી. ગમે તે રીતે સુખની આસક્તિથી મુક્ત બન્યા વિના ચાલે એવું જ નથી. સંસાર ઉપર થોડો વેષ જાગે તો મોક્ષ પ્રત્યે અદ્વેષ થઈ શકે. સંસારનો રાગ જ મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે – એ યાદ રાખ્યા વિના મુજ્યદ્વેષને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. II૧૩-પા
એક પરિશીલન
૨૦૩
Page #207
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવાદિપૂજન અને સદાચાર વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુજ્યદ્વેષ વિના ન્યાય નથી, એનું કારણ જણાવાય છે–
गुरुदोषवतः स्वल्पा, सत्क्रियापि गुणाय न ।
भौतहन्तुर्यथा तस्य, पदस्पर्शनिषेधनम् ॥१३-६॥ गुर्विति-गुरुदोषवतोऽधिकदोषवतः । स्वल्पा स्तोका सत्क्रियापि सच्चेष्टापि गुणाय न भवति । यथा भौतहन्तुर्भस्मवतिघातकस्य तस्य भौतस्य पदस्पर्शनस्य चरणसङ्घट्टनस्य निषेधनं । कस्यचित् खलु शबरस्य कुतोऽपि प्रस्तावात्तपोधनानां पादेन स्पर्शनं महतेऽनर्थाय सम्पद्यत इति श्रुतधर्मशास्त्रस्य कदाचिन्मयूरपिच्छैः प्रयोजनमजायत । यदाऽसौ निपुणमन्वेषमाणो न लेभे, तदा श्रुतमनेन तथा भौतसाधुसमीपे तानि सन्ति, ययाचिरे च तानि तेन तेभ्यः, परं न किञ्चिल्लेभे । ततोऽसौ शस्त्रव्यापारपूर्वकं तान्निगृह्य जग्राह तानि, पादेन स्पर्शं च परिहृतवान् । यथाऽस्य पादस्पर्शपरिहारो गुणोऽपि शस्त्रव्यापारेणोपहतत्वान्न गुणः, किं तु दोष एव । एवं मुक्तिद्वेषिणां गुरुदेवादिपूजनं योजनीयम् ।।१३-६।।
મોટાદોષવાળાની થોડી સક્રિયા પણ ગુણ માટે થતી નથી. ભૌતસાધુને હણનાર ભિલ્લા પુરુષે જેમ તે ભૌત સાધુને પગથી સ્પર્શ ન કર્યો...” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અધિક દોષ(ગુરુ-મજબૂત દોષ)વાળાની થોડી સચ્ચા પણ ગુણને માટે થતી નથી. શરીરે ભસ્મતરાખ) લગાડવાનું જેને વ્રત છે; એવા ભૌતસાધુને હણી નાખનારે જેમ ભૌતસાધુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ કર્યો. સાધુને પગ લગાડવાની અપેક્ષાએ સાધુને મારી નાખવા સ્વરૂપ દોષ અધિક છે. એવા અધિકદોષવાળાએ; સાધુને પગ નહીં લગાડવા સ્વરૂપ જે થોડી સચ્ચેષ્ટા કરી, તે ગુણ માટે થતી નથી.
પ્રસંગ એવો બનેલો; કોઈ એક ભિલ્લ હતો. કોઈ અવસરે એને સાંભળવા મળેલું કે તપોધનોને (તપસ્વી મહાત્માઓને) પગ લગાડવાથી મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરેલા તે ભિલ્લને કોઈ સમયે મોરનાં પીંછાંનું કામ પડ્યું. ખૂબ જ પ્રયત્નપૂર્વક તેણે તે શોધ્યાં, પરંતુ મળ્યાં નહીં. તે વખતે તેણે સાંભળ્યું કે ભૌતસાધુઓ પાસે મોરપીંછાં છે. તેથી તે સાધુઓ પાસે તેણે તે માંગ્યાં, પરંતુ એક પણ પીછું તેમણે તેને ન આપ્યું. તેથી તે ભિલ્લે સાધુઓનો શસ્ત્રનો ઉપયોગ કરી નિગ્રહ કરવા વડે તેમની પાસેથી તે પીંછાં લઈ લીધાં. પણ તે વખતે તેણે સાધુઓને પગથી સ્પર્શ ન કર્યો. અહીં સાધુઓને પગ ન લગાડવા સ્વરૂપ ગુણ પણ; શસ્ત્રનો ઉપયોગ કરવાના કારણે જેમ ગુણરૂપે રહેતો નથી, પરંતુ દોષ જ ગણાય છે તેમ મુક્તિનો દ્વેષ રાખવાના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો પણ ગુણસ્વરૂપ રહેતા નથી, પણ દોષસ્વરૂપ જ મનાય છે. ૧૩-દો.
૨૦૪
મુક્યષપ્રાધાન્ય બત્રીશી
Page #208
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પ્રત્યેના દ્વેષના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો દોષ સ્વરૂપ જે કારણે મનાય છે, તે જણાવાય છે–
मुक्त्यद्वेषान्महापायनिवृत्त्या यादृशो गुणः ।।
गुर्वादिपूजनात् तादृक्, केवलान्न भवेत् क्वचित् ॥१३-७॥ મુક્ષ્યષતિ–સ્પષ્ટ: I9રૂ-ગાં
આશય એ છે કે – મુક્તિ પ્રત્યેના દ્વેષ અને અષના કારણે ગુરુપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનો અનુક્રમે અન્યાય અને ન્યાપ્ય બને છે – એનું જ કારણ છે, તે જણાવાય છે. ગુર્નાદિકની પૂજા વગેરે અનુષ્ઠાનો તો એકસરખાં જ છે તો મુક્યષાદિના કારણે એમાં ભેદ શા માટે મનાય છે? આ શંકાનું સમાધાન કરાય છે–
“મુજ્યષના કારણે મહાપાયની નિવૃત્તિ થવાથી; તે વખતે ગુરુદેવાદિની પૂજા વગેરેથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુદેવાદિપૂજન વગેરેથી થતો નથી.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે - મુક્તષના કારણે સંસાર નામના મહાન અપાયની નિવૃત્તિ થાય છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ ન હોય ત્યારે સંસારસ્વરૂપ અપાયની નિવૃત્તિ કોઇ પણ રીતે શક્ય બનતી નથી. કારણ કે ત્યારે સંસાર અપાયસ્વરૂપ જણાતો નથી. મુજ્યદ્વેષથી એ મહાપાયની નિવૃત્તિ થાય છે. તેથી તે વખતે કરાતા ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનથી જે ગુણ પ્રાપ્ત થાય છે, તે ગુણ મુજ્યદ્વેષથી રહિત એવી કેવળ તે તે પૂર્વસેવાથી (ગુરુદેવાદિપૂજન વગેરેથી) પ્રાપ્ત થતો નથી. અહીં સંસારથી પાર ઊતરવા સ્વરૂપ મહાપાયનિવૃત્તિ છે. યોગની પૂર્વસેવાને કરનારા આત્માઓને સંસારમાં રહેવું પડે છે એ એક મોટો અપાય જણાય છે. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ થવાથી સંસારથી પાર ઊતરવાનો આરંભ થાય છે અને તેથી મોક્ષ તરફના ગમનમાં; યોગની પૂર્વસેવા સ્વરૂપ ગુરુદેવાદિપૂજા વગેરે, સમ્યજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા અનુકૂળ બને છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય ત્યારે યોગની પૂર્વસેવા તેવા પ્રકારના ગુણનું કારણ બનતી નથી, એ સમજી શકાય છે. અહીં શ્લોકમાં “મહાપાય'ના સ્થાને “મહાપાપ' આવો પાઠ હતો. પરંતુ “યોગબિંદુમાં “મદીપાય આવો પાઠ હોવાથી એ પાઠ રાખ્યો છે. ૧૩-શા
| ભિન્ન ભિન્ન કર્તાને આશ્રયીને ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનોની ભિન્નતાને દષ્ટાંતપૂર્વક જણાવાય છે
एकमेव ानुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादिगतं यथा ॥१३-८॥
એક પરિશીલન
૨૦૫
Page #209
--------------------------------------------------------------------------
________________
एकमेवेति-एकमेव ह्यनुष्ठानं देवतापूजनादि । कर्तृभेदेन चरमाचरमावर्तगतजन्तुकर्तृकतया । भिद्यते विशिष्यते । सरुजेतरयोः सरोगनीरोगयो कत्रोर्भेदेन । भोजनादिगतं भोजनपानशयनादिगतं यथाऽनुष्ठानम् । एकस्य रोगवृद्धिहेतुत्वाद्, अन्यस्य बलोपचायकत्वादिति । सहकारिभेद एवायं न तु वस्तुभेद इति चेन्न, इतरसहकारिसमवहितत्वेन फलव्याप्यतापेक्षया तदवच्छेदककारणभेदस्यैव कल्पनौचित्यात्तथैवानुभवादिति कल्पलतायां विपश्चितत्वात् ।।१३-८।।
રોગી અને રોગરહિત માણસને જેમ ભોજનસંબંધી વસ્તુ એક હોવા છતાં ભિન્ન ફળને આપનારી હોવાથી ભિન્ન મનાય છે તેમ એકસરખું પણ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાપૂજાદિ એક જ અનુષ્ઠાન; ચરમાવર્તમાં આવેલા કર્તા વડે અને ચરમાવર્તથી બહાર રહેલા કર્તા વડે કરાતું હોવાથી કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. સરોગ અને નિરોગ માણસને ભોજન વગેરે (પાનવસ્ત્ર-ગૃહ વગેરે) સંબંધી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન ફલને આપનારી બને છે. રોગીને એ વસ્તુ રોગની વૃદ્ધિનું કારણ બને છે અને એ જ વસ્તુ નિરોગીને બળ વધારનારી બને છે. તેથી તે જેમ ભિન્ન મનાય છે તેમ દેવતાપૂજાદિ અનુષ્ઠાન એક જ હોવા છતાં ગરમાવર્તવર્તીને યોગનું કારણ બને છે અને અચરમાવર્તવર્તીને એ જ અનુષ્ઠાન સંસારવૃદ્ધિનું કારણ બને છે. તેથી તે અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે અચરમાવર્તવર્તી ભવ્ય કે અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષ પણ હોય છે અને સામાન્ય રીતે ગ્રંથિદેશે આવે ત્યારે મુક્તિ પ્રત્યે અષ પણ હોય છે. પરંતુ તે મુક્યષ યોગની પ્રાપ્તિમાં કારણ બનતો નથી. ચરમાવર્તવર્તી ભવ્ય જીવોનો મુક્તિ પ્રત્યેનો અષ તેમને યોગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અહીં ચરમાવર્ત અને અચરમાવર્ત વર્તી જીવોની અપેક્ષાએ અનુષ્ઠાનમાં ભિન્નતા બતાવી છે.
“ચરમાવર્તકાળમાં અને અચરમાવર્તકાળમાં થનાર ગુરુદેવાદિપૂજા વગેરે તે તે અનુષ્ઠાનો યદ્યપિ એક જ છે પરંતુ કાલાદિ સહકારીકરણના સમવધાન અને અસમવધાનના કારણે ફળમાં ભેદ થાય છે. તેથી કર્ણભેદથી અનુષ્ઠાનને ભિન્ન માનવાની જરૂર નથી...” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ઇતર(સહકારી કાલાદિ)સમવહિતસ્વરૂપે કારણમાં રહેલી વ્યાપકતા નિરૂપિત વ્યાપ્યતા ફળમાં માનવાની અપેક્ષાએ કારણતાવચ્છેદકવિશેષને લઈને તે તે કારણના ભેદથી જ કાર્યમાં ભેદ માનવાનું ઉચિત છે. દણ્ડત્વેન દંડ, ઘટની પ્રત્યે કારણ મનાય છે. કપાલાદિસમવહિતત્વેન દંડાદિનિરૂપિતવ્યાપ્યતા(કાર્યતા) ઘટાદિમાં મનાતી નથી. કારણતાચ્છેદકના ભેદથી કારણતા ભિન્ન હોય છે, જેને લઈને કાર્ય-ફળમાં ભેદ થાય છે. કારણતાવચ્છેદક(દંડત્વાદિ) ધર્મના ભેદથી કારણભેદ અનુભવસિદ્ધ છે.. ઇત્યાદિ સ્યાદ્વાદકલ્પલતામાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી સમજી લેવું જોઇએ. ll૧૩-૮ll
૨૦૬
મુક્યષપ્રાધાન્ય બત્રીશી
Page #210
--------------------------------------------------------------------------
________________
એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે : એ વાતની દઢતા માટે જણાવાય છે–
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु ।
अनुष्ठानत्रयं मिथ्या, द्वयं सत्यं विपर्ययात् ॥१३-९॥ भवेति-तेन कर्तृभेदादनुष्ठनभेदेन भेदनं । भवाभिष्वङ्गतः संसारसुखाभिलाषाद् । अनाभोगतः सन्मूर्छनजप्रवृत्तितुल्यतया च । विषादिष्वनुष्ठानेषु मध्ये । अनुष्ठानत्रयमादिमं मिथ्या निष्फलं । द्वयमुत्तरं च सफलं । विपर्ययाद् भवाभिष्वङ्गानाभोगाभावात् ।।१३-९।।
“ભવાભિવંગ અને અનાભોગના કારણે કર્તાના ભેદથી અનુષ્ઠાન ભિન્ન થાય છે. વિષાદિ અનુષ્ઠાનોમાં ત્રણ મિથ્યા છે અને બે, ભવાભિળંગ તથા અનાભોગના અભાવના કારણે સાચા છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત અને અચરમાવર્ત કાલીન કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં જે ભેદ થાય છે; તે ભાવાભિવંગ અને અનાભોગના પરિણામને લઈને થાય છે.
સંસારસુખની અભિલાષાને ભવાભિવંગ કહેવાય છે. ભવ પ્રત્યેના રાગના કારણે જે આસક્તિ થાય છે તે ભવાભિમ્પંગના કારણે તેમ જ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવી અનુપયોગવાળી પ્રવૃત્તિના પરિણામના કારણે તે તે અનુષ્ઠાનો ભિન્ન ભિન્ન મનાય છે. અનુષ્ઠાનકર્તાના આશયવિશેષે દરેક અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પાંચ પ્રકાર થાય છે. એમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો મિથ્યા-નિષ્ફળ છે. ભવાભિમ્પંગ અને અનાભોગના કારણે તે અનુષ્ઠાનથી મોક્ષ-સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. છેલ્લાં બે અનુષ્ઠાનો સાચાં-સફળ છે. કારણ કે તે બે અનુષ્ઠાનો ભાવાભિવંગના અને અનાભોગના અભાવવાળા હોવાથી તે બંન્ને અનુષ્ઠાનથી મોક્ષસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પાંચ અનુષ્ઠાનોમાં ત્રણ અનુષ્ઠાનોને જે નિષ્ફળ-મિથ્યા તરીકે વર્ણવ્યાં છે તે મોક્ષસ્વરૂપે ફળની અપેક્ષાએ વર્ણવ્યાં છે. આ વાત ધર્માનુષ્ઠાન કરનારે ક્યારે પણ ભૂલવી ના જોઈએ. ધર્મનું ફળ મોક્ષ જ હોય એ સમજી શકાય છે. સંસારનું સુખ મળે કે ન પણ મળે ! પરંતુ એથી ધર્માત્માને કશો જ ફરક પડતો નથી. જેને મોક્ષમાં જ જવું છે અને સંસારમાં રહેવું નથી તેને સંસારમાં શું મળ્યું અને શું ના મળ્યું - એની ચિંતા ન હોય તે સમજી શકાય છે. એવી ચિંતા કરવાથી આરાધેલો ધર્મ મોક્ષસાધક બનતો નથી. તેથી વિષાદિ ત્રણ અનુષ્ઠાનોને અહીં મિથ્યા તરીકે વર્ણવ્યાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનોને સાચાં તરીકે વર્ણવ્યાં છે. કારણ કે તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવનો અભિન્કંગ અને અનાભોગ મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિબંધક છે. ૧૩-૯ો.
ભવાભિધ્વંગ અને અનાભોગનું સ્વરૂપ વર્ણવાય છેએક પરિશીલન
૨૦૭
Page #211
--------------------------------------------------------------------------
________________
इहामुत्र फलापेक्षा, भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ।।१३-१०।।
હેતિ—પ્રાળેવ શબ્દાર્થથના ાતાર્થીડયમ્ II9રૂ-૧૦||
“આ લોક અને પરલોક સંબંધી ફળની અપેક્ષાને ભવાભિવંગ કહેવાય છે અને ક્રિયાને ઉચિત એવા ભાવના અતિલંઘનને અનાભોગ કહેવાય છે.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મનુષ્યભવસંબંધી કીર્ત્તિ વગેરે તેમ જ પરલોકસંબંધી દેવતા વગેરેની વૃદ્ધિ-વિભૂતિ વગેરેની જે અપેક્ષા છે તેને ભવાભિષ્યંગ કહેવાય છે. અહીં અપેક્ષા સ્પૃહા (ઉત્કટ ઇચ્છા) સ્વરૂપ છે. ધર્મથી આ લોકાદિના ફળને પ્રાપ્ત કરવાની સ્પૃહા સ્વરૂપ ભવાભિષ્યંગથી; પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી પહેલાં બે અનુષ્ઠાન થાય છે.
ત્રીજું અનુષ્ઠાન અનાભોગથી થાય છે. જે જે ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ત્યારે તે તે ક્રિયાને ઉચિત જે ભાવ છે તેના અભાવને અનાભોગ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે ક્રિયા કરવાની પાછળ અનેક ભાવોને દર્શાવ્યા છે. સામાન્યથી તેની વિચારણા કરીએ તો સમજાશે કે ગૃહસ્થપણામાં જે જે ક્રિયાઓનું વિધાન કરાયું છે, તે બધાની પાછળ એકમાત્ર સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે અને પૂ. સાધુભગવંતો માટે તે તે ક્રિયાની પાછળ એકમાત્ર કર્મનિર્જરા દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે. એ ભાવના અભાવ સ્વરૂપ અવસ્થાને અનાભોગ કહેવાય છે. ભાવશૂન્યદશા સ્વરૂપ અહીં ભાવનું અતિલંઘન છે. વિહિત કરેલા અનુષ્ઠાનને કરતી વખતે તેને ઉચિત અધ્યવસાયનો જે અભાવ છે, તેને અનાભોગ કહેવાય છે. ભવાભિષ્યંગ કદાચ ન પણ હોય પરંતુ તે વખતે અનાભોગનો પરિહાર કરવાનું થોડું વધારે કપરું છે. ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવાનું ઘણું જ અઘરું છે. સમ્પૂર્ચ્છિમ જીવોને દ્રવ્યમન હોતું નથી અને અનાભોગથી અનુષ્ઠાન કરનારાને વિવક્ષિત ઉપયોગ હોતો નથી. તેથી અનાભોગથી થતી પ્રવૃત્તિ સમ્પૂર્ચ્છિમ જીવોની પ્રવૃત્તિ જેવી છે. એવી પ્રવૃત્તિથી કોઇ જ ફળ પ્રાપ્ત થતું નથી. ૫૧૩-૧૦।
આ પૂર્વે નવમા શ્લોકમાં વિવિવુ - આ પદથી વિષાદિ અનુષ્ઠાનો જણાવ્યાં હતાં. તે પાંચ અનુષ્ઠાનોનાં નામો જણાવાય છે—
૨૦૮
विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमिति पञ्चविधं जगुः ।।१३-११।।
વિમિતિ–પચાનામનુષ્યનાનામયમુદ્દેશ: 19૩-૧૧||
પાંચ અનુષ્ઠાનોનો ઉદ્દેશ આ શ્લોકથી કર્યો છે. માત્ર નામથી વસ્તુનું જે નિરૂપણ કરાય છે; તેને ન્યાયની પરિભાષામાં ઉદ્દેશ કહેવાય છે. ઉદ્દેશ કરતી વખતે વસ્તુનું નામથી જ નિરૂપણ કરવાનું
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
Page #212
--------------------------------------------------------------------------
________________
હોય છે, ત્યારે તેનાં લક્ષણ અને સ્વરૂપાદિનો વિચાર કરાતો નથી. “વિષ, ગર, અનુષ્ઠાન, તહેતુ અને શ્રેષ્ઠ એવું અમૃત આ પાંચ પ્રકારે ગુવદિપૂજા વગેરે દરેક) અનુષ્ઠાન છે - આ પ્રમાણે અનુષ્ઠાનોના જાણકારો કહે છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે.
કહેવાનો આશય એ છે કે ગુરુ વગેરેની પૂજાદિ દરેક અનુષ્ઠાનોના પાંચ પાંચ પ્રકાર છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન : આ ત્રણ અનુષ્ઠાનો નિષ્ફળ છે અને તદ્હેતુ-અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાનઃ આ બે અનુષ્ઠાન સફળ છે. સ્થાવર-વૃક્ષાદિ અને જંગમ સોમલાદિ સ્વરૂપ વિષ બે પ્રકારનાં છે. વિષજેવા વિષ સ્વરૂપ હોવાથી અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે. ગર પણ એક પ્રકારનું વિષવિશેષ જ છે. માત્ર તે ખરાબ દ્રવ્યના સંયોગથી થાય છે. અનુષ્ઠાનના ફળને નહીં આપનારું અને અનુષ્ઠાનજેવું હોવાથી અનુષ્ઠાનાભાસ સ્વરૂપ તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. સફળ અનુષ્ઠાનનું જે કારણભૂત અનુષ્ઠાન છે; તેને તહેતુ(તર્ધાતુ) અનુષ્ઠાન કહેવાય છે અને મરણના અભાવનું કારણ હોવાથી અમૃત જેવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન કહેવાય છે... ઇત્યાદિ હવે પછીના શ્લોકોથી જણાવાશે. અહીં તો અનુષ્ઠાનોનો વિભાગ (ઉદ્દેશ) જ અભિપ્રેત હોવાથી અનુષ્ઠાનોનો નામમાત્રથી જ ઉલ્લેખ કર્યો છે. ૧૩-૧૧ વિષાનુષ્ઠાનાદિનું સ્વરૂપ વર્ણવાય છે–
विषं लब्ध्याद्यपेक्षातः, क्षणात् सच्चित्तमारणात् ।
વિવ્યમોકામના, ગર: તાન્તરે ક્ષયાત્ ll૧૩-૧૨ विषमिति-लब्ध्याद्यपेक्षातो लब्धिकीर्त्यादिस्पृहातो यदनुष्ठानं तद्विषमुच्यते । क्षणात्तत्कालं चित्तस्य शुभान्तःकरणपरिणामस्य नाशनात् तदात्तभोगेनैव तदुपक्षयाद् । अन्यदपि हि स्थावरजङ्गमभेदभिन्नं विषं तदानीमेव नाशयति । दिव्यभोगस्याभिलाष ऐहिकभोगनिरपेक्षस्य सतः स्वर्गसुखवाञ्छालक्षणस्तेन अनुष्ठानं गर उच्यते । कालान्तरे भवान्तरलक्षणे क्षयारोगात्पुण्यनाशेनानर्थसम्पादनात् । गरो हि कुद्रव्यसंयोगजो विषविशेषः, तस्य च कालान्तरे विषविकारः प्रादुर्भवतीति उभयापेक्षाजनितमतिरिच्यते नोभयापेक्षायामप्यधिकस्य बलवत्त्वादिति सम्भावयामः ।।१३-१२।।
લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે તત્કાલે સચ્ચિત્તપરિણામનો નાશ કરનાર અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે અને દિવ્યભોગની અભિલાષાના કારણે ભવાંતરે અનર્થ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે.
શ્લોકાર્થને જણાવતાં ટીકામાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે - લબ્ધિ, પૂજા, ખ્યાતિ અને યશ વગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. એ અનુષ્ઠાન તત્કાળ શુભઅંતઃકરણના પરિણામનો નાશ કરે છે. કારણ કે જે લબ્ધિ, કીર્તિ વગેરેના આશયથી એ અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનથી તે લબ્ધિ વગેરેની પ્રાપ્તિ થયા પછી તેના ભોગથી જ
એક પરિશીલન
૨૦૯
Page #213
--------------------------------------------------------------------------
________________
શુભપરિણામનો નાશ થઈ જાય છે. દુનિયાનું વિષ પણ સ્થાવર હોય કે જંગમ હોય, પરંતુ તેના ભોગથી તરત જ તે, શરીરનો નાશ કરે છે.
આ લોકસંબંધી લબ્ધિ, ખ્યાતિ વગેરે ફળના ભોગની જેને અપેક્ષા નથી; પણ સ્વર્ગના સુખની જેને ઈચ્છા છે, તેની તે દિવ્યસુખની અભિલાષાથી તે જે અનુષ્ઠાન કરે છે તે ગરાનુષ્ઠાન છે. ભવાંતરમાં દિવ્યસુખાદિના ભોગથી પુણ્યનો ક્ષય થયા પછી અનર્થોની પ્રાપ્તિ થતી હોવાથી તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર તો કુદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થનારું વિષવિશેષ છે. આ વિષની બાધા(વિકાર) તત્કાળ થતી નથી પરંતુ કાલાંતરે થાય છે. તેથી ઉભયકુદ્રવ્યોની અપેક્ષાએ (કારણે) ઉત્પન્ન થનાર ગરને જેમ વિષથી ભિન્ન મનાય છે, તેમ ગરાનુષ્ઠાન પણ વિષાનુષ્ઠાનથી ભિન્ન મનાય છે. કારણ કે અહીં પણ પુણ્ય અને પાપ બંન્નેની અપેક્ષા છે. ઉભયની અપેક્ષામાં પ્રમાણનું આધિક્ય હોવાથી ગરને વિષથી અતિરિક્ત મનાય છે. કારણ કે અધિક બળવાન હોય છે. આવી સંભાવના નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. ૧૩-૧રી હવે અનનુષ્ઠાનાદિ ત્રણ અનુષ્ઠાનોનું સ્વરૂપ જણાવાય છે
सम्मोहादननुष्ठानं, सदनुष्ठानरागतः ।
तद्धतुरमृतन्तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ॥१३-१३॥ संमोहादिति-संमोहात् सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायादननुष्ठानमुच्यते, अनुष्ठानमेव न भवतीति कृत्वा । सदनुष्ठानरागतस्तात्त्विकदेवपूजाद्याचारभावबहुमानादादिधार्मिककालभाविदेवपूजाद्यनुष्ठानं तद्धेतुरुच्यते । मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमादस्य सदनुष्ठानहेतुत्वात्। जैनवर्त्मनो जिनोदितमार्गस्य श्रद्धया इदमेव तत्त्वमित्यध्यवसायलक्षणया त्वनुष्ठानममृतं स्यादमरणहेतुत्वात् । तदुक्तं“વિનોદિતિ –ાદુર્ભાવસાર: પુનઃ સંવેળાર્ધમત્યન્તમમૃતં મુનિપુરૂવા: IIT” I93-9રૂા.
“સંમોહથી અનનુષ્ઠાન થાય છે; સદનુષ્ઠાનના રાગથી તત-અનુષ્ઠાન થાય છે અને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગની શ્રદ્ધાથી અમૃત-અનુષ્ઠાન થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સન્નિપાતરોગથી ઉપહત થયેલા માણસની જેમ બધી રીતે અધ્યવસાયથી રહિત સાવ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવું અનુષ્ઠાન કરાય છે, તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. એનું કોઈ જ ફળ ન હોવાથી ખરી રીતે તે અનુષ્ઠાન જ હોતું નથી, તેથી તેને અનનુષ્ઠાન કહેવાય છે.
તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યેક કરવાના ભાવપૂર્વકના બહુમાનથી ધર્મની આરાધનાની શરૂઆતમાં આદિધાર્મિક જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે છે તેને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન વખતે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી તેમજ સહેજ મુક્તિ પ્રત્યે અનુરાગ હોવાથી શુભ ભાવના અંશની પ્રાપ્તિ થાય છે અને તેથી તેમનાં તે તે દેવપૂજાદિ અનુષ્ઠાનો સદનુષ્ઠાનોનાં કારણ બને છે.
૨૧૦
મુક્યષપ્રાધાન્ય બત્રીશી
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગ પ્રત્યે “આ જ તત્ત્વ છે' આવી શ્રદ્ધાથી જે અનુષ્ઠાન થાય છે, તેને અમૃત-અનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તે અનુષ્ઠાન, જ્યાં મરણનો સર્વથા અભાવ છે એવા અમરણસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. યોગબિંદુમાં અમૃત-અનુષ્ઠાનનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - “શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશ્ય છે : એમ સમજીને મોક્ષની તીવ્ર અભિલાષાથી પરમશ્રદ્ધાપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિઓ અમૃત-અનુષ્ઠાન કહે છે.” ૧૩-૧૩ી.
મેિવ ઇત્યાદિ શ્લોકથી (આઠમા શ્લોકથી) જણાવેલી વાતનો ઉપસંહાર (સમાપન) કરાય છે
चरमे पुदगलावर्ते, तदेवं कर्तृभेदतः ।
सिद्धमन्यादृशं सर्वं, गुरुदेवादिपूजनम् ॥१३-१४॥ ઘરમ તિ–નિામનું સ્પષ્ટમ્ II9 રૂ-૧૪||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ પૂર્વે આઠમા શ્લોકથી કત્તના ભેદથી અનુષ્ઠાનમાં ભેદ છે તે જણાવ્યું હતું. એના સમર્થનમાં વિષાનુષ્ઠાનાદિ પાંચ પ્રકાર, દરેક અનુષ્ઠાનના જણાવ્યા. તેથી આ શ્લોકથી કત્તના ભેદે અનુષ્ઠાનોનો ભેદ સિદ્ધ છે એ જણાવીને નિગમન કરાય છે. દરેક અનુષ્ઠાનો પાંચ પ્રકારનાં છે એ સિદ્ધ થયે છતે; તે તે આશયવિશેષને લઈને કર્તાના ભેદને આશ્રયીને ગુરુદેવાદિપૂજન વગેરે સ્વરૂપ બધાં જ અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં, અચરમાવર્તકાળમાં થનારાં તે તે અનુષ્ઠાનોની અપેક્ષાએ જુદાં જ છે એ સિદ્ધ થાય છે. ૧૩-૧૪
અચરમાવર્તકાળનાં ગુર્નાદિપૂજાઘનુષ્ઠાનો કરતાં, ચરમાવકાલીન તે તે અનુષ્ઠાનોની વિલક્ષણતા(વિશેષતા) જણાવાય છે
सामान्ययोग्यतैव प्राक्, पुंसः प्रववृते किल ।
तदा समुचिता सा तु, सम्पन्नेति विभाव्यताम् ।।१३-१५॥ सामान्येति-सामान्ययोग्यता मुक्त्युपायस्वरूपयोग्यता । समुचितयोग्यता तु तत्सहकारियोग्यतेति विशेषः । पूर्वं ह्येकान्तेन योग्यस्यैव देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुचितयोग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति योगबिन्दुवृत्तिकारः ।।१३-१५॥
“ચરમાવર્તકાળની પૂર્વે અચરમાવર્તકાળમાં આત્મામાં સામાન્ય યોગ્યતા જ પ્રવર્તતી હતી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગ્યતા પ્રાપ્ત થયેલી છે. એનો સારી રીતે વિચાર કરવો જોઇએ.” - કહેવાનો આશય એ છે કે અચરમાવર્તકાળમાં મુક્યુપાય(યોગ)ની માત્ર સ્વરૂપયોગ્યતા આત્મામાં હતી. તે યોગ્યતા સહકારી(કાલાદિ) કારણોના સમવધાનથી રહિત એક પરિશીલન
૨૧૧
Page #215
--------------------------------------------------------------------------
________________
હતી. અરણ્યસ્થ દંડમાં દંડત્વસ્વરૂપ ઘટોત્પાદક સ્વરૂપયોગ્યતા હોય છે પરંતુ ફલોપધાયકતા તેમાં તે વખતે જેમ હોતી નથી, તેમ અચરમાવર્ત્તકાળમાં આત્મામાં મુક્યુપાયની સ્વરૂપયોગ્યતા હોય છે, પરંતુ સમુચિતયોગ્યતા હોતી નથી. તે તે કાર્યનાં સહકારીકારણોના સન્નિધાનવાળી યોગ્યતાવિશેષને સમુચિતયોગ્યતા(ફલોપધાયકતા) કહેવાય છે.
યોગબિંદુની ટીકામાં ‘પૂર્વ ક્ષેાન્તન યોગાડયો યચૈવ વૈવાલિવૂનનમાસીત્...' ઇત્યાદિ પાઠ છે. અને અહીં આ શ્લોકની ટીકામાં ‘પૂર્વ ક્ષેાત્તેન યોયચ્ચેવ યેવાવિવૂનનમાસીદ્..' ઇત્યાદિ પાઠ છે. અનુક્રમે એનો અર્થ એ છે કે - ‘પૂર્વે અચ૨માવર્ત્તકાળમાં એકાંતે યોગની પ્રત્યે અયોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...’ તેમ જ ‘પૂર્વે અચરમાવર્ત્તકાળમાં એકાંતે યોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' આ પ્રમાણે પાઠભેદના કારણે અર્થમાં ફરક છે. તેને દૂર કરવા અહીં યોગ્યથૈવ ના સ્થાને ગયો યથૈવ આવો પાઠ સુધારવો જોઇએ. અથવા પાઠને યથાવત્ રાખી યોગબિંદુનો પાઠ ફલોપધાયકયોગ્યતાના અભાવને આશ્રયીને સમજવો અને અહીંનો પાઠ માત્ર સ્વરૂપયોગ્યતાને આશ્રયીને છે એમ સમજી લઇએ તો કોઇ વિરોધ નથી. ચરમાવર્ત્તકાળમાં તો સમુચિત યોગની યોગ્યતા હોવાથી તે કાળે થનારું દેવપૂજાદિ અનુષ્ઠાન; અન્ય આવર્તમાં થનારા અનુષ્ઠાન કરતાં ભિન્ન છે... ઇત્યાદિ યોગબિંદુની વૃત્તિમાં વૃત્તિકારશ્રીએ ફરમાવ્યું છે. ૧૩-૧૫/
વિષાનુષ્ઠાનાદિ પાંચ અનુષ્ઠાનોમાંથી ચ૨માવર્ત્તકાળમાં જે અનુષ્ઠાન હોય છે તે જણાવાય છે—
चतुर्थं चरमावर्त्ते, प्रायो ऽनुष्ठानमिष्यते ।
અનામોળાવિમાવે તુ, ખાતુ સ્વાવન્યયપિ દિ ||૧રૂ-૧૬॥
चतुर्थमिति - चरमावर्ते प्रायो बाहुल्येन । चतुर्थं तद्धेतुनामकम् । अनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु कदाचिदन्यथापि स्यादिति प्रायोग्रहणफलम् H१३ - १६ ।।
-
“પ્રાયઃ ચ૨માવર્ત્તકાળમાં ચોથું તછ્હેતુ અનુષ્ઠાન મનાય છે. અનાભોગ કે અભિધ્વંગાદિ ભાવ હોય તો ચોથા અનુષ્ઠાનને છોડીને બીજાં પણ અનુષ્ઠાન હોય છે.” – આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચરમાવર્ત્તવર્તી આત્માને બહુલતયા તદ્ભુતુઅનુષ્ઠાન હોય છે. કોઇ વાર અનાભોગ કે ભવાભિવંગના કારણે વિષાદિ અનુષ્ઠાનો હોય છે. તેથી જ શ્લોકમાં પ્રાપ્યો... આ પ્રમાણે ‘પ્રાયઃ’ પદનું ગ્રહણ કર્યું છે.
જ
ચરમાવર્ત્તવર્તી આત્માને નિસર્ગથી જ કર્મમલ ગ્રહણ કરવાની યોગ્યતાનો હ્રાસ થતો હોવાથી તે આદિધાર્મિક જીવોને પ્રાયઃ તદ્ભુતુ-અનુષ્ઠાન પ્રાપ્ત થતું હોય છે. જો આ રીતે યોગ્યતાનો હ્રાસ થતો ન હોય તો અનાદિકાળથી પ્રવર્તતા કર્મબંધને અટકાવવાનું શક્ય નહિ
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૨૧૨
Page #216
--------------------------------------------------------------------------
________________
બને... ઇત્યાદિ યાદ રાખવું. આથી સમજી શકાશે કે યોગની પૂર્વસેવામાં પ્રાધાન્ય મુક્ષ્યદ્વેષનું છે. તહેતુ-અનુષ્ઠાનની પ્રાપ્તિ મુજ્યદ્વેષથી થાય છે. ૧૩-૧૬ll
શકત્તે
ઉપર જણાવ્યા મુજબ તદૂત-અનુષ્ઠાનની પ્રત્યે મુજ્યદ્વેષને પ્રયોજક માનવામાં આવે તો તે ઉચિત નથી : એ અભિપ્રાયથી શંકા કરાય છે–
नन्वद्वेषोऽथवा रागो, मोक्षे तद्धतुतोचितः ।
आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात् तदद्विषाम् ॥१३-१७॥ नन्विति-मुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानस्य तद्धेतुत्वेऽभव्यानुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात् । मुक्तिरागप्रयुक्तानुष्ठानस्य तत्त्वे तु मनाग् रागप्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानेઆવ્યારિત્યર્થ. I9રૂ-૧૭ના
“તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉચિત છે કે રાગ ઉચિત છે? એમાં પ્રથમ પક્ષ માની લેવાય તો અભવ્યોને તદ્હેતુ-અનુષ્ઠાન હોય છે – એમ માનવું પડશે અને છેલ્લો પક્ષ સ્વીકારવામાં આવે તો મુક્તિ પ્રત્યે જેને દ્વેષ નથી તેને તહેતુ-અનુષ્ઠાન પ્રાપ્ત નહીં થાય.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે થતા અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન કહેવામાં આવે તો અભવ્યોના અનુષ્ઠાનને લઈને તર્ધતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અભવ્યો પણ મુક્તિ પ્રત્યે દ્વેષ કર્યા વિના અખંડ દ્રવ્યશ્રમણપણાની ક્રિયા કરતા હોય છે. પરંતુ અભવ્યોનું અખંડ શ્રામસ્થાનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન કહેવાતું નથી. પ્રથમ ત્રણમાંથી અન્યતમ અનુષ્ઠાન જ અભવ્યોને હોય છે. ચોથું અનુષ્ઠાન ચરમાવર્તમાં જ હોય છે અને અભવ્યો ચરમાવર્તામાં આવતા જ નથી. આ અતિવ્યાપ્તિના નિવારણ માટે કહેવામાં આવે કે મુક્તિ પ્રત્યેના રાગથી પ્રયુક્ત(કરાયેલ) અનુષ્ઠાન તદ્દતુ-અનુષ્ઠાન છે, તો મુક્તિ પ્રત્યે સહેજ રાગ ઉત્પન્ન થાય એની પૂર્વેના કાળમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અવ્યાપ્તિ આવશે. કારણ કે ભવ્યોના આવા તહેતુ-અનુષ્ઠાનમાં મુક્તિરામપ્રયુક્તત્વ ન હોવાથી લક્ષણનો સમન્વય થતો નથી. આથી સ્પષ્ટ છે કે તહેતુઅનુષ્ઠાનની પ્રત્યે મુજ્યદ્વેષને કે મુક્તિરાગને પ્રયોજક માનવાનું શક્ય નથી – આ પ્રમાણે શંકા કરનારનો આશય છે. ૧૩-૧ળા.
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના દોષના નિવારણ માટે એમ કહેવાનું પણ શક્ય નથી કે મુક્તિ પ્રત્યેનો અષવિશેષ; તેમ જ સહેજ મુક્તિરાગવિશિષ્ટ મુજ્યદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન છે – એ જણાવાય છે. અર્થાત્ તેમાં પણ દોષ જણાવાય છે– એક પરિશીલન
૨૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
न चाद्वेषे विशेषस्तु, कोऽपीति प्राग् निदर्शितम् । ईषद्रागाद् विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ।। १३-१८।।
न चेति-अद्वेषे विशेषस्तु न च कोऽप्यस्ति अभावत्वादिति प्राक् पूर्वद्वात्रिंशिकायां निदर्शितम् । ईषद्रागाच्चेद्विशेषस्तर्हि तत एवाद्वेषस्योपक्षयः । विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्याद् । इत्थं च मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुरागेण वा तद्धेतुत्वमिति वचनव्याघात इति भावः ॥ १३-१८।।
-
“અદ્વેષ(દ્વેષાભાવ)માં કોઇ જ વિશેષ નથી” – આ વાત આ પૂર્વે (૧૨-૩૨) જણાવી છે. મુક્તિ પ્રત્યે જે સહેજ રાગ છે તે રાગથી વિશિષ્ટ અદ્વેષ(મુક્ત્યદ્વેષ)માં રાગના કારણે વિશેષ મનાય તો તે રાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન થાય છે - એમ જ માની લેવું જોઇએ. મુક્ત્યદ્વેષને તેનું પ્રયોજક માનવાની જરૂર નથી.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એક જ છે. તેમાં કોઇ ભેદ (વિશેષ) નથી - આ વાત આ પૂર્વે બારમી બત્રીશીના છેલ્લા શ્લોકમાં જણાવી છે. મુક્તિ પ્રત્યેના સહેજ રાગના કારણે એ મુખ્ત્યદ્વેષમાં ફરક છે. અર્થાત્ અભવ્યોનો મુખ્યદ્વેષ મુક્તિરાગવિશિષ્ટ નથી અને ચ૨માવર્ત્તવર્ણી ભવ્યોનો મુખ્યદ્વેષ મુક્તિના ઇષદ્રાગથી વિશિષ્ટ છે. તેથી મુખ્ત્યદ્વેષમાં વિશેષ હોવાથી અભવ્યોના અનુષ્ઠાનને લઇને તદ્ભુતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમ જ ચરમાવર્ત્તવર્તી આત્માના અનુષ્ઠાનમાં લક્ષણસમન્વય થવાથી અવ્યાપ્તિ નહીં આવે.
પરંતુ આ રીતે મુક્તિ પ્રત્યેના ઇષદ્રાગથી વિશિષ્ટ મુખ્ત્યદ્વેષને તતુ-અનુષ્ઠાનનો પ્રયોજક માનવામાં આવે તો મુક્ત્યદ્વેષને તદ્ભુતુ-અનુષ્ઠાનનું કારણ માનવાની જરૂર જ નહિ રહે. કારણ કે વિશેષણભૂત તાદેશ ઇષદ્રાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન સિદ્ધ થાય છે. વિશેષ્યભૂત મુક્ત્યદ્વેષનું કોઇ જ પ્રયોજન ન હોવાથી તે વ્યર્થ બનશે. આથી સમજી શકાશે કે ગ્લો.નં. ૧૩ની ટીકામાં ‘મુખ્ત્યદ્વેષેળ મનાય્ મુવત્સ્યનુરામેળ વા' આ પ્રમાણે જે વચન છે, તેનો વ્યાઘાત થશે. કારણ કે મુક્તિ પ્રત્યેના અનુરાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન થાય છે – એમ માનવું ઉચિત છે. મુખ્ત્યદ્વેષને તેનો પ્રયોજક માનવાનું ઉપર જણાવ્યા મુજબ બરાબર નથી... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. આ શ્લોકની વાત પણ શંકાકારના આશય મુજબની છે. I૧૩-૧૮૫
ઉપર જણાવ્યા મુજબના અતિવ્યાપ્ત્યાદિ દોષના નિવારણ માટે મુક્યદ્વેષમાં વિશેષતા જણાવીને તેનું નિરાકરણ કરાય છે—
૨૧૪
उत्कटानुत्कटत्वाभ्यां, प्रतियोगिकृतोऽस्त्वयम् । નૈવ સત્યામુપેક્ષાયાં, દ્વેષના વિયોગતઃ ।।૧૩-૧૧||
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
Page #218
--------------------------------------------------------------------------
________________
उत्कटेति-अभव्यानां मुक्तौ उत्कटद्वेषाभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति । अन्येषां तु द्वेषमात्राभावादेवानुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धार्थः । नैवम्, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगतः । अन्यथा स्वेष्टसांसारिकसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां मुक्तौ स्यादित्युत्तरार्धार्थः ।।१३-१९।।
“ષાભાવના પ્રતિયોગી એવા દ્રષના ઉત્કટત્વ અને અનુત્કટત્વના કારણે મુક્યષમાં વિશેષ છે : આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ થાય છે.” – આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે મુક્તિ પ્રત્યેના વૈષના અભાવનો પ્રતિયોગી મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે. જેનો અભાવ જણાવાય છે, તેને તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે. અભવ્યોના આત્માઓને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ ન હોવા છતાં અનુત્કટ હેષ હોય છે અને ચરમાવર્તવર્તી આત્માઓને અનુત્કટ પણ દ્વેષ હોતો નથી. તેથી અભવ્યોનું દેવપૂજાદિ અનુષ્ઠાન ઉત્કટઢેષાભાવપ્રયુક્ત હોય છે અને શરમાવર્તવર્તી આત્માઓને તે અનુષ્ઠાન સર્વથા દ્વેષાભાવપ્રયુક્ત હોય છે. આથી અભવ્યોનું અનુષ્ઠાન તદ્હેતુ મનાતું નથી અને બીજાઓનું તે અનુષ્ઠાન તદ્હેતુ મનાય છે - આ પ્રમાણે માનવાથી કોઈ દોષ નથી. અભવ્યોના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે અને ચરમાવર્તવર્તી ભવ્યોના અનુષ્ઠાનને લઇને અવ્યાપ્તિ પણ નહીં આવે.
યદ્યપિ આ રીતે દોષનું વારણ કરી શકાય છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અભવ્યોને મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વથા દ્વેષનો અભાવ હોય છે. તેથી તેમનું પણ દેવપૂજાદિ અનુષ્ઠાન મુજ્યદ્વેષપ્રયુક્ત હોવાથી તેને લઇને અતિવ્યાપ્તિ અવસ્થિત જ છે. આમ છતાં “ઉપેક્ષા હોય ત્યારે પણ અનુત્કટ દ્વેષ હોય છે જ' – એમ કહેવાનું હોય તો; મોક્ષ, પોતાને ઈષ્ટ એવા નવમા રૈવેયકના સુખનો વિરોધી હોવાથી અભવ્યાદિને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ હોય છે – એમ પણ કહી શકાય છે. તેથી ઉપેક્ષા હોવાથી મોક્ષ પ્રત્યે અભવ્યોના આત્માઓને દ્વેષ હોતો નથી એમ જ માનવું જોઈએ, જેથી અભવ્યો સંબંધી મુક્યàષપ્રયુક્ત દેવપૂજાદિ અનુષ્ઠાનને લઈને તદૂહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ અવસ્થિત જ છે? આ શંકાકારનો અભિપ્રાય છે. ૧૩-૧૯ી.
समाधत्तेઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે
सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।
क्रियारागो न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ॥१३-२०॥ सत्यमिति-तद्धेतोरनुष्यनस्य हि बीजम् । एतयोर्मुक्त्यद्वेषरागयोरन्यतरेणार्जितो जनितः क्रियारागः सदनुष्ठनरागः । तेनातिप्रसङ्गः कोऽपि न दृश्यते । अभव्यानामपि स्वर्गप्राप्तिहेतुमुक्त्यद्वेषसत्त्वेऽपि तस्य सदनुष्ठनरागाप्रयोजकत्वाद्बाध्यफलापेक्षासहकृतस्य सदनुष्ठानरागानुबन्धित्वात् ।।१३-२०॥ એક પરિશીલન
૨૧૫
Page #219
--------------------------------------------------------------------------
________________
છેલ્લા ત્રણ શ્લોકથી શંકાકારે જે જણાવ્યું છે તે સાચું છે. તધ્તુ-અનુષ્ઠાનની પ્રત્યે મુખ્યદ્વેષને કે મુક્તિરાગને પ્રયોજક માનીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવે છે - એ સત્ય છે, પરંતુ તદ્ભુતુ-અનુષ્ઠાનનું બીજ મુક્યદ્વેષ અને મુક્તિનો રાગ ઃ એ બેમાંથી કોઇથી પણ ઉત્પન્ન થયેલો જે સદનુષ્ઠાનનો રાગ છે; તે છે. તેથી અતિવ્યાપ્તિનો પ્રસંગ નહીં આવે - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
-
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે મુક્ત્યદ્વેષ અથવા તો મુક્તિનો રાગ એતદન્યતરથી ઉત્પન્ન થયેલો ક્રિયા(સદનુષ્ઠાન)નો જે રાગ છે, તે તદ્ભુતુ-અનુષ્ઠાનનું બીજ કારણ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિનો પ્રસંગ નહીં આવે. કારણ કે સ્વર્ગ(નવમો ત્રૈવેયક)ની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ હોવા છતાં અભવ્યોને તે સદનુષ્ઠાનનો પ્રયોજક થતો નથી. “અભવ્યાત્માઓને મુક્યદ્વેષ છે અને બીજાઓને પણ તે છે તો બીજાઓની જેમ અભવ્યોને પણ તે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનવો જોઇએ.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્તિનો અદ્વેષ તે પ્રયોજક બને છે કે જે બાધ્ય એવી ફલાપેક્ષાના સહકારથી યુક્ત હોય. જે મુખ્યદ્વેષ તેવા પ્રકારની બાધ્યફલાપેક્ષાથી રહિત હોય છે તેનાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થતો નથી. આશય એ છે કે - અભવ્યોના આત્માઓને સ્વર્ગાદિફળની અપેક્ષા હોય છે, તેને લઇને સ્વર્ગાદિના કારણ તરીકે મુખ્યદ્વેષ હોય છે. તેઓની સ્વર્ગાદિ ફળની અપેક્ષા ક્યારે પણ બાધિત બનતી નથી. તેથી બાધ્યફલાપેક્ષાનો સહકાર અભવ્યોના મુખ્યદ્વેષને પ્રાપ્ત થતો ન હોવાથી એ મુક્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ સદનુષ્ઠાનના રાગનું કારણ ત્યારે જ બની શકે છે કે જ્યારે તે વખતની સ્વર્ગાદિસુખની ઇચ્છા બાધિત બની શકે. સદનુષ્ઠાનની પ્રત્યે મુક્ત્યદ્વેષ જેમ પ્રયોજક છે, તેમ સ્વર્ગાદિસુખની ઇચ્છાનો અભાવ પણ અપેક્ષિત છે. તેથી સદનુષ્ઠાનના રાગની પ્રત્યે સ્વર્ગાદિસુખની અપેક્ષાનો બાધ થવો જોઇએ, એ સમજી શકાય છે. અભવ્યોની એ અપેક્ષા બાધ્ય બનતી ન હોવાથી તેમનો મુક્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ નહીં બને, જેથી અતિપ્રસંગ પણ આવશે નહિ - એ સ્પષ્ટ છે. I૧૩-૨૦ા
મુક્ત્યદ્વેષ અને મુક્તિનો રાગ આ બંન્નેમાંથી કોઇ પણ એકથી ઉત્પન્ન થનારા સદનુષ્ઠાનની પ્રત્યેના રાગનું જે બીજું કારણ છે તે જણાવાય છે—
अपि बाध्या फलापेक्षा, सदनुष्ठानरागकृत् । સા ૪ પ્રજ્ઞાપનાધીના, મુત્ત્વદેશમપેક્ષતે ૧૩-૨૧
अपीति–बाध्या बाधनीयस्वभावा । फलापेक्षाऽपि सौभाग्यादिफलवाञ्छापि । सदनुष्ठाने रागकृद् रागकारिणी । सा च बाध्यफलापेक्षा च । प्रज्ञापनाधीना उपदेशायत्ता । मुक्त्यद्वेषमपेक्षते कारणत्वेन ।।१३-२१।
મુખ્યદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૨૧૬
Page #220
--------------------------------------------------------------------------
________________
“બાધ્ય એવી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગને કરાવનારી છે. ફળની અપેક્ષાને બાધ્ય બનાવવાનું ઉપદેશથી શક્ય છે અને એ માટે મુક્ષ્યદ્વેષની અપેક્ષા છે.” – આ પ્રમાણે એકવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શરૂ શરૂમાં ધર્મ કરતી વખતે તે તે જીવોને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સ્વર્ગ વગેરે ફળની અપેક્ષા હોય એ બનવાજોગ છે. ધર્મની પ્રારંભાવસ્થામાં માત્ર મોક્ષની જ ઈચ્છાથી અથવા તો નિરપેક્ષપણે ધર્માનુષ્ઠાન શક્ય બને જ એવો નિયમ નથી. પરંતુ આવા જીવોની તે વખતની સૌભાગ્યાદિ ફળની ઇચ્છાને પૂ. ગીતાર્થ ઉપદેશક મહાત્માઓ તેવા પ્રકારના ઉપદેશથી બાધિત કરી શકે છે. તેથી એ ફલાપેક્ષાને બાધ્ય એટલે કે બાધનીયસ્વભાવવાળી કહેવાય છે.
એવી બાધનીયસ્વભાવવાળી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે. ફલેચ્છાને બાધિત કરવાનું ઉપદેશથી શક્ય બને છે. પૂ. ગીતાર્થ ધર્મોપદેશક મહાત્માઓનાં પરમતારક વચનોથી સંસારની ભયંકરતા, વિષયોની વિપાકવિરસતા અને સુખની ક્ષણિકતાદિની પ્રતીતિ થવાથી ધર્માત્માઓ ફળની ઇચ્છાને પૂર્ણ કરવાના બદલે તે તે ઇચ્છાઓથી જ વિરામ પામે છે. આવી બાધનીયસ્વભાવવાળી ફલેચ્છા મુક્તિ પ્રત્યેના અદ્વેષથી થતી હોય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય તો સૌભાગ્યાદિલ્લેચ્છા કોઇ પણ રીતે બાધિત નહીં જ બને. અભવ્યોના આત્માઓને એનો ખ્યાલ રાખવાનું આવશ્યક જણાતું જ નથી. ફળની તીવ્ર ઇચ્છા હોવાથી તેમની તે ઈચ્છા બાધિત બનતી નથી. ગમે તેટલો પણ સારામાં સારો ધર્મોપદેશ, તેમને તેમની ઇચ્છાથી વિરત કરવા સમર્થ બનતો નથી. પરંતુ “મોક્ષનો દ્વેષ કરવાથી સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થતાં નથી આવો ખ્યાલ હોવાથી મોક્ષ પ્રત્યે તેઓ દ્વેષ કરતા નથી, પણ તેમનો તે મુજ્યષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક થતો નથી. ૧૩-૨૧ાા
થત:
બાધ્ય ફલેચ્છા સદનુષ્ઠાનના રાગને કરનારી છે એ જણાવીને અબાધ્ય ફ્લેચ્છા કેવી છે, તે જણાવાય છે
अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी ।
मुक्त्यद्वेषे तदन्यस्यां, बुद्धिर्मार्गानुसारिणी ॥१३-२२॥ अबाध्येति-अबाध्या हि सा फलापेक्षा । मोक्षार्थशास्त्रश्रवणघातिनी तत्र विरुद्धत्वबुद्ध्याधानाट्यापन्नदर्शनानां च तच्छ्रवणं न स्वारसिकमिति भावः । तत्तस्मान्मुक्त्यद्वेषे सति अन्यस्यां बाध्यायां फलापेक्षायां समुचितयोग्यतावशेन मोक्षार्थशास्त्रश्रवणस्वारस्योत्पन्नायां बुद्धिर्मार्गानुसारिणी मोक्षपथाभिमुख्यशालिनी भवतीति भवति तेषां तीव्रपापक्षयात् सदनुष्ठानरागः ।।१३-२२॥
અબાધ્ય ફલાપેક્ષા મોક્ષસ્વરૂપ અર્થને જણાવનારા શાસ્ત્રના શ્રવણનો ઘાત કરનારી છે, તેથી મુક્તિની પ્રત્યે અષ હોતે છતે બાધ્ય ફલાપેક્ષા થાય ત્યારે (હોય ત્યારે) બુદ્ધિ
એક પરિશીલન
૨૧૭
Page #221
--------------------------------------------------------------------------
________________
માર્ગાનુસારિણી બને છે.” આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - ઉપર જણાવ્યા મુજબ અભવ્યોના આત્માઓને મુક્તદ્વેષ હોય છે તેમ જ તેઓ નવ પૂર્વ સુધીનું અધ્યયન પણ કરતા હોવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્રનું શ્રવણ પણ કરે છે, તો તેમની ફ્લેચ્છા બાધ્ય કેમ થતી નથી? - આ શંકાનું સમાધાન બાવીશમા શ્લોકથી કરાય છે.
એનું તાત્પર્ય એ છે કે – અબાધ્ય એવી ફળની ઇચ્છા, મોક્ષનિરૂપક શાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી અર્થાત્ એ પુણ્યશ્રવણથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળનો પ્રતિબંધ કરનારી હોય છે. આવી અબાધ્ય ફ્લેચ્છા હોય ત્યારે તેવી ઇચ્છાવાળા જીવોને જયારે જયારે મોક્ષના શાસનું શ્રવણ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિષયમાં વિરુદ્ધત્વની બુદ્ધિ થતી હોવાથી તે શાસ્ત્રનું શ્રવણ સ્વરસથી થતું નથી. પોતાના ઇષ્ટમાં વ્યાઘાત ન થાય એ માટે તે કરવું પડે છે. તેથી અબાધ્ય એવી ફળની ઇચ્છાથી મોક્ષાર્થશ્રવણનો ઘાત થાય છે. કારણ કે એ શ્રવણ મોક્ષ માટે થતું નથી.
આથી સમજી શકાય છે કે અબાધ્ય ફલેચ્છાથી અન્ય(બાધ્ય) ફલેચ્છા હોય ત્યારે મુક્તષ હોતે છતે સમુચિતયોગ્યતાથી મોક્ષ માટે સ્વારસિક શાસશ્રવણ થાય છે, જેથી બુદ્ધિ માનુસારિણી બને છે. સમ્યજ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગને અભિમુખ બુદ્ધિ થવાથી તીવ્ર મિથ્યાત્વાદિ પાપોનો ક્ષય થવાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેના મૂળમાં બાધ્ય લેચ્છા છે. અભવ્યાદિની ફલેચ્છા કોઈ પણ રીતે બાધ્ય થતી ન હોવાથી તેમને કોઈ પણ રીતે સદનુષ્ઠાન પ્રત્યે અલ્પ પણ રાગ થવાનો સંભવ નથી. સ્વર્ગાદિ ફળની ઈચ્છા ખૂબ જ ભયંકર છે. એને બાધિત બનાવવાનું અદ્ભુત સાધન ઉપદેશ છે. ૧૩-૨રા
સૌભાગ્યાદિફ્લેચ્છા હોવા છતાં એ બાધ્ય હોય તો અનુષ્ઠાન, તહેતુ-અનુષ્ઠાન સ્વરૂપ બની રહે છે એ જણાવવા દ્વારા બાધ્ય ફલેચ્છાના સદનુષ્ઠાનરાગ-પ્રયોજકત્વનું સમર્થન કરાય છે–
तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् ।
મુઘમાપ્રવેશાય, વયૉડથત પર્વ ૨ ૦૩-૨૩ો तत्तदिति-तत्तत्फलार्थिनां सौभाग्यादिफलकाक्षिणां । तत्तत्तपो रोहिण्यादितपोरूपम् । अत एव तन्त्रे प्रदर्शितम् । अत एव मुग्धानां मार्गप्रवेशाय दीयतेऽपि गीतार्थः । यदाह-"मुद्धाण हियट्ठया सम्मं” । न होवमत्र विषादित्वप्रसङ्गो न वा तद्धेतुत्वभङ्गः, फलापेक्षाया बाध्यत्वाद् । इत्थमेव मार्गानुसरणोपपत्तेः 93-૨૩/l.
સૌભાગ્યાદિ તે તે ફળના અર્થીઓ માટે આથી જ તે તે તપ શાસ્ત્રમાં જણાવ્યું છે અને તેથી જ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થ પુરુષો દ્વારા અપાય પણ છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો સાર એ છે કે સામાન્ય રીતે મુગ્ધ જીવો શરૂઆતમાં સારાસારનો વિવેક કરવા માટે સામર્થ્ય ધરાવતા હોતા નથી. સૌભાગ્યાદિફળની કામનાથી તેઓ
૨૧૮
મુજ્યષપ્રાધાન્ય બત્રીશી
Page #222
--------------------------------------------------------------------------
________________
તે તે તપ-પ્રમુખ અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ કાલાંતરે પૂ. ગુરુ-ભગવંતોની પરમતારક દેશનાના શ્રવણાદિથી તેમની તે તે ફળની ઇચ્છા બાધિત થતી હોય છે. આથી જ તપપંચાશક વગેરે ગ્રંથોમાં તે તે ફળની સિદ્ધિ માટે રોહિણી અને સર્વાંગસુંદર વગેરે તપો દર્શાવ્યાં છે.
કોઇ પણ સંયોગોમાં એવા જીવોની સૌભાગ્યાદિ ફળની કાંક્ષા ઉપર જણાવ્યા મુજબ બાધ્યસ્વભાવથી રહિત જ હોય અને તેનો બાધ થવાનો જ ન હોય તો શાસ્ત્રમાં બતાવેલાં તે તે તપોનું પ્રદર્શન સંગત માની નહિ શકાય. પરંતુ તે તે મુગ્ધ જીવોની તે તે ફળની કામના ઉપદેશાદિ દ્વારા બાધિત થઇ શકે છે. તેથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતો શરૂઆતમાં તે તે તપનું પ્રદાન પણ કરે છે. અન્યથા તે ઉચિત ગણાશે નહિ.
એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે કે ‘મુગ્ધ જીવોના હિતને અર્થે (તે) સમ્યગ્ છે...' આ રીતે અનુષ્ઠાનના આરંભકાળમાં સૌભાગ્યાદિ ફળની કામનાથી અનુષ્ઠાન થતું હોવા છતાં તે અનુષ્ઠાન, વિષાદિ-અનુષ્ઠાન નથી અને તે તદ્ભુતુ-અનુષ્ઠાન નથી એવું નથી. કારણ કે અહીં ફળની અપેક્ષા બાધ્યસ્વભાવવાળી છે. આ રીતે જ તે મુગ્ધ જીવો માર્ગનું અનુસરણ કરી શકે છે. આથી સમજી શકાશે કે સૌભાગ્યાદિ ફળની ઇચ્છા બાધ્યસ્વભાવવાળી ન હોય તો તદ્ભુતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ સંભવતી નથી. II૧૩-૨૩
આ રીતે મુક્યàષવિશેષ જ તદ્ભુતુ-અનુષ્ઠાનનો પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુક્યàષાદિ તદ્ભુતુ-અનુષ્ઠાનના પ્રયોજક ન બનવા છતાં દોષ નથી, તે જણાવાય છે. અર્થાત્ વ્યતિરેકથી તદ્વેતુ-અનુષ્ઠાનની પ્રયોજકતા મુક્યદ્વેષમાં જણાવાય છે—
इत्थञ्च वस्तुपालस्य, भवभ्रान्तौ न बाधकम् । गुणद्वेष न यत्तस्य, જિયારા પ્રયોનઃ ||૧૩-૨૪||
इत्थं चेति-इत्थं च मुक्त्यद्वेषविशेषोक्तौ च वस्तुपालस्य पूर्वभवे । साधुदर्शनेऽप्युपेक्षयाऽज्ञाततद्गुणरागस्य चौरस्य भवभ्रान्तौ दीर्घसंसारभ्रमणे न बाधकं । यद्यस्मात्तस्य गुणाद्वेषः क्रियारागप्रयोजको नाभूद् । इष्यते च तादृश एवायं तद्धेत्वनुष्ठानोचितत्वेन संसारहासकारणमिति ।।१३-२४।।
“આ રીતે વસ્તુપાળને પૂર્વભવમાં ગુણનો અદ્વેષ, ભવભ્રમણમાં બાધક ન બન્યો. કારણ કે તે તેને ક્રિયાના રાગનો પ્રયોજક બન્યો નહીં.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કે - સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્યદ્વેષવિશેષ જ પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુક્ત્યદ્વેષ હોતે છતે સદનુષ્ઠાન(ક્રિયા)નો રાગ પ્રગટે નહિ અને લાંબા કાળ સુધી ભવભ્રમણ પૂર્વભવમાં વસ્તુપાળના જીવને થયું તે સંગત છે. અન્યથા મુક્ત્યદ્વેષ હોતે છતે વસ્તુતઃ ભવભ્રમણનો બાધ થવો જોઇએ.
એક પરિશીલન
૨૧૯
Page #223
--------------------------------------------------------------------------
________________
-
અહીં યાદ રાખવું જોઇએ કે મુક્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે વાતનું અહીં નિરૂપણ ચાલુ છે. એના ઉપરથી સમજી લેવું જોઇએ કે ગુણસામાન્યની પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન કારણ બને; તે અનુષ્ઠાનના રાગનો પ્રયોજક, ગુણ પ્રત્યેનો અદ્વેષવિશેષ છે. વસ્તુપાલનો આત્મા પૂર્વભવમાં ચોર હતો. એકવાર પૂ. સાધુભગવંતના દર્શન થવા છતાં ઉપેક્ષાને લઇને તેમના ગુણોનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાત એવા તેમના ગુણો પ્રત્યેના રાગવાળા તે ચોરને દીર્ઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવામાં કોઇ બાધક ના બન્યું. કારણ કે તેનો ગુણ પ્રત્યેનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બન્યો ન હતો. ક્રિયારાગપ્રયોજક જ ગુણ પ્રત્યેનો અદ્વેષ તદ્ભુતુ-અનુષ્ઠાનને ઉચિત હોવાથી સંસારના હ્રાસનું કારણ મનાય છે, અન્યથા મનાતો નથી. તેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું થયું. ૫૧૩-૨૪॥
યોગીન્દ્રમુત્ત્વોષઃ પ્રશસ્યતે... પહેલા શ્લોકમાં જણાવેલી વાતનો ઉપસંહાર કરાય છે–
जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः ।
गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ।।१३ - २५॥
“તેથી સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક એવો મુખ્ત્યદ્વેષ ક્રિયાને જિવાડનારો છે. કોઇ પણ પ્રકારના વિલંબ વિના ગુણરાગને ઉત્પન્ન કરવાનું બીજ પણ એ જ છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકાર્થ સ્પષ્ટ જ છે, તેથી ગ્રંથકારશ્રીએ છેલ્લા આઠ શ્લોકો ઉપર ટીકા લખી નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી જ ક્રિયાઓ સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. તે તે ક્રિયાઓનું ક્રિયાપણું એ રીતે મોક્ષની પ્રાપ્તિમાં જ સમાયેલું છે. કોઇ પણ સંયોગોમાં એ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ ન બને તો એ ક્રિયાઓમાં વાસ્તવિક રીતે ક્રિયાત્વ જ નથી - એમ માનવું પડે. જે ક્રિયાઓ પોતાનું કાર્ય કરી ના શકે તે ક્રિયાઓને ક્રિયાસ્વરૂપ માનવાનું ઉચિત નથી. અન્યથા જે કાર્ય ન કરે તેને પણ કારણ માનવામાં કોઇ દોષ નહિ નડે. કોઇ પણ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ બને છે તેનું રહસ્ય એ છે કે તે ક્રિયાઓ મુક્યદ્વેષમૂલક હોય છે. તેથી ક્રિયાઓને ક્રિયાસ્વરૂપે રાખનાર મુક્યદ્વેષ હોવાથી તેને ક્રિયાઓના જીવાતુ તરીકે વર્ણવ્યો છે.
ઉપર જણાવ્યા મુજબનો મુક્ત્યદ્વેષ હોતે છતે તેના અવ્યવહિત ઉત્તરકાળમાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્ઞાનાદિ ગુણોના રાગ વિના મોક્ષની પ્રાપ્તિ અને સાધના શક્ય નથી. કોઇ પણ અનુષ્ઠાનને ત્યાં સુધી લઇ જવામાં મુખ્યપણે ગુણાનુરાગ પ્રયોજક છે અને આ ગુણાનુરાગ મુક્ત્યદ્વેષના અવ્યવહિતોત્તરકાળમાં પ્રગટે છે. તેથી ગુણાનુરાગના બીજ તરીકે મુક્યદ્વેષનું અહીં વર્ણન કર્યું છે. મોક્ષનો રાગ જન્મે તો ખૂબ જ સરસ છે, પરંતુ તે ન જન્મે ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય : એનો મુમુક્ષુ આત્માઓએ ઉપયોગ રાખવો જોઇએ. અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલા
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૨૨૦
Page #224
--------------------------------------------------------------------------
________________
મોક્ષ, તેના ઉપાયો અને તેની સાધનામાં તત્પર એવા આત્માઓ પ્રત્યે ખરેખર તો ઠેષ કરવાનું કોઈ જ કારણ નથી. પરંતુ અજ્ઞાન, કદાગ્રહ, સુખની તીવ્ર આસક્તિ અને દુઃખ પ્રત્યેનો તીવ્ર દ્રષ... વગેરે કારણે મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષ થતો હોય છે. અજ્ઞાનાદિના નાશ માટે પ્રયત્નશીલ આત્માઓને મુત્સદ્વેષ સુલભ બને છે. ૧૩-૨પા મુક્તદ્વેષથી ગુણનો રાગ પ્રાપ્ત થયા પછી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
धारालग्नः शुभो भाव, एतस्मादेव जायते ।
અન્તસ્તવિશુધ્યા ઘ, વિનિવૃત્તાત્વત: રૂરદ્દો “આ મુજ્યàષના જ કારણે આત્માની વિશુદ્ધિથી અસદ્ધસ્તુના આગ્રહની નિવૃત્તિને લઈને અનવરત શુભભાવનો આવિર્ભાવ થાય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - મુક્તિ પ્રત્યેના અષના કારણે નવાં અશુભ કર્મોનો બંધ થતો નથી તેમ જ પૂર્વબદ્ધ તે કર્મોનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી અત્યાર સુધી વિતસિંબંધી જે અભિનિવેશ - આગ્રહ હતો તેની નિવૃત્તિ થાય છે. તેને લઇને આત્માને અનવરતપણે શુભભાવની ધારા પ્રાપ્ત થાય છે.
મુક્તષથી ગુણ પ્રત્યે રાગ થયા પછી એટલામાત્રથી ગુણની પ્રાપ્તિ થઈ જતી નથી. ગુણની પ્રાપ્તિને અનુકૂળ એવો પ્રયત્ન કરાય નહીં તો ગુણની પ્રાપ્તિ નહીં જ થાય. અત્યાર સુધી અતત્ત્વસંબંધી જ આગ્રહ હતો. કંઈકેટલીય જાતના એ વિતથના આગ્રહને સમજવા પણ ના દે એવો એ અભિનિવેશ હતો. સદ્ભાગ્યે મુજ્યષના કારણે અંતસ્તત્ત્વ-આત્માની વિશુદ્ધિ થવાથી એ અભિનિવેશ નષ્ટ થાય છે. તેથી નિરંતર શુભ ભાવની ધારા પ્રગટે છે. આ પ્રભાવ મુક્તિ પ્રત્યેના અષનો છે. સતત અશુભ ભાવોમાં જ આનંદ પામવાની સ્થિતિમાંથી આત્માને શુભભાવમાં રમણ કરાવનાર મુજ્યદ્વેષ છે. તેને લઇને અહીં (મુક્તશ્લેષકાળે) બધાં જ અનુષ્ઠાનો શુભ બને છે. પૂર્વકાળમાં(અચરમાવર્તકાળમાં) જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મો સંલેશનાં હેતુ બનતાં હતાં તેમ હવે આત્મવિશુદ્ધિના કારણે તે કર્મો સંક્લેશનાં કારણ બનતાં નથી. અનાદિકાળથી સ્વભાવભૂત થયેલા કર્મમલનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે. II૧૩-૨૬ll
મુજ્યદ્વેષ વખતે કર્મબંધ થતો હોવા છતાં તેવા પ્રકારના ભયનું તે કારણ બનતો નથી, ' તે જણાવાય છે
अस्मिन् सत्साधकस्येव, नास्ति काचिद् बिभीषिका । सिद्धेरासन्नभावेन, प्रमोदस्यान्तरोदयात् ॥१३-२७॥
એક પરિશીલન
૨ ૨૧
Page #225
--------------------------------------------------------------------------
________________
“મુક્ત્યદ્વેષ હોતે છતે સારા સાધકની જેમ કોઇ પણ પ્રકારનો ભય હોતો નથી. કારણ કે સિદ્ધિ નજીકમાં હોવાથી ચિત્તમાં આનંદ હોય છે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અર્થ છે. એ કહેવા પાછળનો આશય સમજી શકાય છે કે - જે લોકો મંત્ર-તંત્રાદિની સાધના કરે છે - તે લોકોને જ્યારે મંત્રાદિની સિદ્ધિ થવાની તૈયારી હોય ત્યારે મહાભયંકર એવા વેતાલાદિ ઉપસ્થિત થઇને ઉપદ્રવ કરીને ડરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ત્યારે સત્ત્વશાળી એવા સાધકો વેતાલાદિના દર્શનાદિથી જેમ ભયભીત થતા નથી, તેમ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી ચ૨માવર્ત્તવર્ણી જીવોને તાદશ કર્મબંધ થવા છતાં ભય થતો નથી. સાધકને જેમ સિદ્ધિ નજીકમાં છે અને તેથી ભયના અવસરે પણ આનંદ છે, તેમ મુક્યàષવાળા આત્માઓને મુક્તિ નજીકમાં હોવાથી ચિત્તમાં ઉપરથી આનંદ થાય છે. પરંતુ સંક્લેશાદિ ભય થતો નથી. દૃષ્ટાંતમાં સારા સાધકને જે મંત્રાદિસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે એક તો મોટી નથી અને બીજું તે સદાને માટે રહેનારી નથી. એમ છતાં તેના સત્સાધકને ચિત્તમાં જે પ્રમોદ પ્રગટે છે અને વેતાલાદિના દર્શનથી ભય પેદા થતો નથી - તેનો વિચાર કરીએ તો સમજાશે કે મુક્તિનું સામીપ્ય પ્રાપ્ત થવાથી મુક્યàષીઓને ચિત્તમાં કેટલો આનંદ થતો હશે, તેથી તેવા આત્માઓને તે વખતે થતાં કર્મબંધથી સંક્લેશ થતો ન હોવાથી ભય થવાનું કોઇ જ કારણ નથી. આથી સમજી શકાશે કે મુખ્ત્યદ્વેષ હોતે છતે શુભભાવના યોગે અનુષ્ઠાનસંબંધી બેદનો પણ અભાવ હોય છે. ।।૧૩-૨૭ના
સિદ્ધિ નજીક-આસન્ન હોવાથી ઉ૫૨ જણાવ્યા મુજબ ચિત્તમાં ઘણો આનંદ થાય ઃ એ વાત સમજી શકાય છે, પરંતુ સિદ્ધિની આસન્નતા કઇ રીતે કહેવાય ? ચરમાવર્ત્તકાળ અનંતકાળ સ્વરૂપ છે - આ શંકાના સમાધાન માટે સિદ્ધિની આસન્નતા જણાવાય છે—
चरमावर्त्तिनो जन्तोः, सिद्धेरासन्नता ध्रुवम् ।
भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ॥१३-२८॥
“ચરમાવર્ત્તકાળમાં આવેલા આત્માઓને ચોક્કસ જ સિદ્ધિ(મોક્ષ)ની આસન્નતા છે. અત્યાર સુધી આવા આવર્તો(પુદ્ગલપરાવર્તો) ઘણા વીત્યા છે. તેમાં આ સમુદ્રમાં એક બિંદુ જેવો છે.” – આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળમાં આવેલા જીવને મોક્ષની સમીપતા નિશ્ચિત છે.
જે જીવોને એક પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ કાળથી વધારે કાળ સુધી હવે સંસારમાં રહેવાનું નથી, એવા જીવને ચ૨માવર્ત્તવર્તી કહેવાય છે. ચરમાવર્ત્તકાળ દરેક જીવની અપેક્ષાએ છે. માસવર્ષ વગેરે કાળની જેમ કોઇ કાળવિશેષસ્વરૂપ એ કાળ નથી. જીવને જે કાળે મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેની પૂર્વેના એક પુદ્ગલપરાવર્ત્ત કાળને ચ૨માવર્ત્તકાળ કહેવાય છે. આથી સમજી શકાશે કે ચ૨માવર્ત્તકાળમાં આવવા માટે મુખ્યપણે કાળ કારણ છે.
૨૨૨
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી
Page #226
--------------------------------------------------------------------------
________________
અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ છે. અનાદિકાલીન આ સંસારમાં અનંતા પુદ્ગલપરાવર્તો વીત્યા છે. માત્ર એક પુદ્ગલપરાવર્ત્તકાળનો વિચાર કરીએ તો સમજાશે કે એ કાળ જ કેટલો વિશાળ છે. એની અપેક્ષાએ વીતેલો કાળ તો અનંતગુણો છે. વ્યતિક્રાંત અનંતાનંત પુદ્ગલપરાવર્ત્તકાળની અપેક્ષાએ ચરમાવર્ત્તકાળની તો કોઇ ગણતરી નથી. સમુદ્રની અપેક્ષાએ બિંદુ જેવા એ કાળમાં કોઇ જ ભયનું સ્થાન નથી. કારણ કે એમાં મુક્તિ સુનિશ્ચિત છે. ૧૩-૨૮॥
ચ૨માવર્ત્તકાળમાં મુક્તિની આસન્નતા હોવાથી ચિત્તમાં આનંદ થવા છતાં મોક્ષસાધક તે તે અનુષ્ઠાનો કરતી વખતે પીડા તો થાય ને ? - એ શંકાનું સમાધાન કરાય છે—
मनोरथिकमित्थं च, सुखमास्वादयन् भृशम् ।
પોચતે યિયા નૈવ, વાઢું તત્રાનુરખ્યતે ।।૧રૂ-૨થી
“આ રીતે મનોરથના કારણે ઉત્પન્ન થયેલા સુખને સારી રીતે અનુભવતો એવો તે ક્રિયાથી પીડાને પ્રાપ્ત કરતો જ નથી, પરંતુ ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે.” આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે - સત્સાધકને જેમ હજુ સિદ્ધિ મળી ન હોવા છતાં નજીકમાં જ તે પ્રાપ્ત થવાની છે તેના આનંદનો અનુભવ થવાથી વેતાલદર્શનાદિથી ભય થતો નથી અને મંત્રસાધનાદિમાં ખેદ થતો નથી. તેમ અહીં પણ ચરમાવર્ત્તવર્તી આત્માને મોક્ષ મળવાનો છે : એના નિશ્ચયથી માનસિક આનંદના અતિશયથી કોઇ પણ પ્રકારનો ભય થતો નથી. તેમ જ તે તે અનુષ્ઠાનમાં પીડાનો અનુભવ થતો નથી, પરંતુ તે તે ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે.
સામાન્ય રીતે અહીં જણાવેલી વાતનો અનુભવ વ્યવહારમાં પણ આપણને નિયમિતપણે થતો હોય છે. આપણી મનગમતી ચીજ મળશે : એનો નિર્ણય થવામાત્રથી જે આનંદનો અનુભવ થાય છે, તે વર્ણવી ના શકાય એવો હોય છે. તેવા સંયોગોમાં જે પણ ક્રિયા કરવી પડે તે કરતી વખતે પીડાનો અનુભવ થતો નથી. ઉપરથી તેની પ્રત્યે અનુરાગ વધે છે. આવી જ દશા ચરમાવર્ત્તવર્તી આત્માને અનુભવવા મળે છે - તે સમજી શકાય છે. ચરમાવર્તમાં મુક્યદ્વેષે, મનોરથથી ઉત્પન્ન થયેલા સુખનો સ્વાદ લેતી વખતે પીડાના બદલે અનુરાગ વધે એમાં આશ્ચર્ય નથી. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની કલ્પના પણ અત્યંત રમણીય છે. આજનો આપણો પુરુષાર્થ તમ્મૂલક છે. મેળવ્યું કેટલું અને મળવાનું છે કેટલું ઃ એનો વિચાર કરીએ તો સમજાશે કે સુખ મળશે એની કલ્પનાથી વર્તમાનમાં આપણે સુખી છીએ. બાકી તો જે મળ્યું છે એમાં આનંદ નથી. પરંતુ ભવિષ્યમાં આનાથી સારું મળશે એની કલ્પનાથી જ આપણું જીવન ચાલ્યા કરે છે. સંસારમાં સુખ મળશે જ - એની ખાતરી નથી. અનંતજ્ઞાનીઓના કહેવા મુજબ એ નથી જ મળવાનું,
:
એક પરિશીલન
-
૨૨૩
Page #227
--------------------------------------------------------------------------
________________
છતાં પીડા પીડા ના લાગે અને અનુરાગ વધે તો પછી અનંતજ્ઞાનીઓના વચનથી ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળશે જ એની ખાતરી હોય તો તેને ભય કેવી રીતે હોય? પીડા શાથી હોય? અનુરાગ કેમ ન હોય? II૧૩-૨લા.
ચરમાવર્તવર્તી આત્માને પીડાને બદલે અનુષ્ઠાનનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
प्रसन्नं क्रियते चेतः, श्रद्धयोत्पन्नया ततः ।
મોતિ દિ વેતક્ષોન સતિતં યથા 9રૂ-રૂ|. “કતકચૂર્ણથી મલરહિત બનેલા સ્વચ્છ જળની જેમ પ્રાપ્ત થયેલી શ્રદ્ધાથી તે તે અનુષ્ઠાનો દ્વારા ચિત્ત પ્રસન્ન કરાય છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ચરમાવર્તકાળમાં મુક્યદ્વેષથી ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિનો નિર્ણય થવાથી તે તે સમયે કરાતી ઉચિત પ્રવૃત્તિમાં પીડાનો અનુભવ થતો ન હોવાથી અને તેમાં અનુરાગ થતો હોવાથી ચિત્ત પ્રસન્ન બને છે. | ગમે તેટલું અશુદ્ધ પાણી હોય તોપણ કતકચૂર્ણથી જેમ તે મલરહિત-નિર્મળ બને છે, તેવી રીતે અનુષ્ઠાનના રાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાના કારણે ચિત્ત પ્રસન્ન થાય છે. અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનું પ્રથમ ચિહ્ન જ એ છે. ચિત્તની પ્રસન્નતા-નિર્મળતા અનુષ્ઠાનમાત્રનું સાક્ષાત્ ફળ છે. અનુષ્ઠાન વાસ્તવિક છે કે નહિ : એ ચિત્તપ્રસન્નતા સ્વરૂપ ફળથી સમજી શકાય છે. ચિત્તપ્રસન્નતા એ પૂજનાદિ અનુષ્ઠાનનું ફળ છે. એના બદલે લોકો એમ માને છે કે ચિત્ત પ્રસન્ન હોય તો અનુષ્ઠાન થઈ શકે. ચિત્ત પ્રસન્ન ન હોય તો અનુષ્ઠાન ન થાય અને કરીએ તો તેનું ફળ ન મળે. ઈત્યાદિ કહેવું બરાબર નથી. ચિત્તની પ્રસન્નતા એ કાર્ય છે અને અનુષ્ઠાન તેનું કારણ છે. અનુષ્ઠાન વાસ્તવિક હોય તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે. નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિથી અનુષ્ઠાન પીડાકારક પ્રતીત થતું નથી. અનુષ્ઠાન વખતે પીડા અનુભવાતી હોવા છતાં અનુષ્ઠાનથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સિદ્ધિની કલ્પના પીડાને પીડા માનવા દેતી નથી, જેથી ચિત્ત પ્રસન્ન બને છે.
આપણા ચાલુ વ્યવહારમાં પણ સામાન્ય કક્ષાની પણ પરમ ઈષ્ટ વસ્તુ ભવિષ્યમાં પ્રાપ્ત થવાની છે એના નિશ્ચયથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. રોગીને ડૉકટર આવ્યા એટલું સાંભળવા માત્રથી ચિત્તની પ્રસન્નતા કેટલી પ્રાપ્ત થતી હોય છે એ આપણા અનુભવની વાત છે. હજુ તો ડૉકટર આવ્યા છે, રોગનું નિદાન કર્યું નથી, દવા આપી નથી, દવા લીધી નથી અને રોગ ગયો નથી; પરંતુ “રોગ જશે' - એવી કલ્પનાથી પણ રોગી પ્રસન્નતાને અનુભવે છે. અહીં તો રોગ જશે જ અને સારું થઇ જ જશે એની ખાતરી નથી. સંભવ છે કે રોગ અસાધ્ય પણ હોય અને તેથી
૨૨૪
મુક્યષપ્રાધાન્ય બત્રીશી
Page #228
--------------------------------------------------------------------------
________________
રોગના બદલે રોગીને જવું પડે. આમ છતાં રોગ જશે - એ કલ્પના જ કેટલી આનંદપ્રદ છે !... આવાં તો કંઈ-કેટલાંય દષ્ટાંતો આપણા વર્તમાન જીવનમાં આપણે દરરોજ અનુભવતા હોઈએ છીએ. એ અનુભવથી સમજી શકાશે કે ચરમાવર્તવર્તી જનોને મુક્તદ્વેષથી ઉત્પન્ન થયેલા સદનુષ્ઠાનના રાગના કારણે શ્રદ્ધા પ્રાપ્ત થવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ભવિષ્યમાં તેમને ચોક્કસ જ મોક્ષ મળશે એનો નિર્ણય થયો હોય છે. શરીરના રોગની જેમ ભવના રોગની(ભવસ્વરૂપ રોગની) ભયંકરતા અનુભવાય તો ગમે તેવા કષ્ટમાં પણ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે... ઇત્યાદિ સ્થિર ચિત્તે વિચારવું જોઇએ. /૧૩-૩૦
ચિત્તપ્રસન્નતાથી પ્રાપ્ત થતાં ફળને જણાવાય છે
वीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा ।
તતઃ સહિત ચેતક, શેર્યમથવનવતે રૂ-રૂા. ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ઉપર જણાવ્યા મુજબ જે ચિત્ત પ્રસન્ન થાય છે; “તેથી વર્ષોલ્લાસ વધે છે, તેથી અનુત્તર સ્મૃતિ પ્રાપ્ત થાય છે, તેથી સમાધિયુક્ત ચિત્ત સ્થિરતાનું અવલંબન કરે છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે – ઉપર જણાવ્યા મુજબ ધર્માનુષ્ઠાનથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી ઉત્તરોત્તર વર્ષોલ્લાસની વૃદ્ધિ થાય છે. અભ્યસ્ત થયેલી ક્રિયાઓ કરતી વખતે લગભગ કષ્ટનો અનુભવ ન થવાથી તે ક્રિયાઓ ખૂબ જ સહજ રીતે થતી હોય છે. તેથી ઉત્તરોત્તર વીર્ય (ઉત્સાહ-પ્રયત્ન-બળ) ઉલ્લસિત બને છે, જેને લઇને અનુત્તર-શ્રેષ્ઠ એવી સ્મૃતિ પ્રાપ્ત થતી હોય છે.
જે ફળને ઉદેશીને આપણે ક્રિયાઓ કરતા હોઇએ છીએ એ ફળની સિદ્ધિ માટે સ્મૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. “મારે શું કરવાનું છે; અત્યાર સુધી મેં કેટલું કર્યું અને હવે કેટલું બાકી છે...” ઇત્યાદિની વિચારણા સ્વરૂપ જ અહીં સ્મૃતિ છે. આ સ્મૃતિ જ આત્માને ફળનું ભાજન બનાવે છે. ક્રિયાનો આરંભ કર્યા પછી કર્તવ્યની સ્મૃતિ ન હોય તો ફળ સુધી પહોંચવાનું શક્ય નથી. અનનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાનસ્વરૂપ બનાવવાનું કાર્ય, આ અનુત્તર સ્મૃતિનું છે. ફળના ઉદ્દેશથી શરૂ કરેલી ક્રિયાઓમાં ફળનું જ સ્મરણ ન હોય એ કેટલું વિચિત્ર છે – એ આપણે સમજી શકીએ છીએ. વર્તમાનમાં લગભગ આપણાં ધર્માનુષ્ઠાનો આવાં છે - એમ લાગ્યા વિના નહીં રહે.
આ સ્મૃતિથી સમન્વિત ચિત્ત પરમસમાધિવાળું બને છે. કારણ કે કર્તવ્યનું જેને નિરંતર સ્મરણ છે, તેને દુઃખની કોઇ ગણતરી હોતી નથી અને સુખની પણ કોઈ ગણતરી હોતી નથી. ઈષ્ટ સ્થાને પહોંચવાના ઉદ્દેશથી નીકળ્યા પછી માર્ગમાં આવતાં દુઃખોને ગણકાર્યા વિના અને માર્ગમાં આવતાં સુખોનાં સ્થાનોની સામે પણ જોયા વિના માર્ગગામી આત્માઓ મજેથી ઈષ્ટ
એક પરિશીલન
૨૨૫
Page #229
--------------------------------------------------------------------------
________________
સ્થાને પહોંચી જાય છે. તેથી જ તેઓ માર્ગમાં પણ સ્થિર રહે છે. પ્રાપ્ત થતાં દુઃખ કે સુખને વિચારવાથી માર્ગમાં સ્થિરતા મળતી નથી. “ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અટકી જાય કે વિલંબમાં મુકાય.” એવું તો કોઈ ન કરે ! આવી જ રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આત્માઓનું ચિત્ત પ્રસન્ન હોવાથી સમાહિત(સમાધિથી પૂર્ણ) હોય છે. ગમે તેટલાં પરીષહાદિ કષ્ટો આવે તો ય તેને તે આત્માઓ ગણકારતા નથી તેમ જ પુણ્યના ઉદયથી ગમે તેટલાં સુખો મળે તો ય તેની સામે જોતા પણ નથી અને ગંતવ્ય માર્ગે અવિરતપણે ચાલ્યા જ કરે છે, તે તેમના ચિત્તની સ્થિરતાનું અવલંબન છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. /૧૩-૩૫ પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે–
अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना ।
મુવીષને ચાત, પરમાનન્દરમ્ ૧૩-૩૨ जीवातुरित्याद्यारभ्याष्टश्लोकी सुगमा ।।१३-३२।।
“આ રીતે અપુનર્બન્ધકતાદિ વડે મુક્યષના ક્રમે પરમાનંદના કારણભૂત એવી અધિકારિતાની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે - યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગનું અધિકારિત્વ છે. ગુરુદેવાદિપૂજાસ્વરૂપ યોગની પૂર્વસેવા છે. અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓની એ યોગની પૂર્વસેવા ન્યાયકોટિની બને છે. એની પૂર્વેની યોગની પૂર્વસેવા વિવક્ષિત ફળનું કારણ બનતી નથી. યોગબિંદુમાં બચેલા.. 1999આ શ્લોકથી જણાવ્યું છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓને ગુરુદેવાદિપૂજા વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુખ્ય(ઉપચારથી રહિત) - તાત્ત્વિક હોય છે અને બીજા આત્માઓને તે અતાત્ત્વિક હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્યષ તો સામાન્ય રીતે અભવ્યોના આત્માઓને પણ હોય છે. પરંતુ અપુનર્બન્ધક અવસ્થા અભવ્યોને પ્રાપ્ત થતી નથી. ક્યારે ય તેઓ એ અવસ્થાને પામવાના નથી. તેથી અહીં યોગની પૂર્વસેવાના અંગભૂત મુજ્યદ્વેષ સદનુષ્ઠાનના રાગના જનક તરીકે વિવક્ષિત છે. તેવો મુજ્યદ્વેષ અપુનર્બન્ધકદશાને પામ્યા વિના પ્રાપ્ત થતો નથી. અપુનર્બન્ધાવસ્થાની પૂર્વેના મુજ્યદ્વેષથી યોગની પૂર્વસેવા ઉપચારવાળી(ઔપચારિક) હોય છે. માટે એ મુક્યષની વિચારણા કરી નથી. આથી સમજી શકાશે કે અહીં અપુનર્બન્ધકદશા પછીના મુજ્યદ્વેષનું વર્ણન કર્યું છે. તેની પૂર્વેના મુજ્યદ્વેષનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત મુજ્યદ્વેષનું જ અહીં મુખ્યપણે વર્ણન કર્યું છે, જેથી પરમાનંદપદની પ્રાપ્તિની અધિકારિતા પ્રાપ્ત થાય છે.
૨ ૨૬
મુજ્યષપ્રાધાન્ય બત્રીશી
Page #230
--------------------------------------------------------------------------
________________
પરમાનંદપદની પ્રાપ્તિની યોગ્યતાની પ્રાપ્તિ થવી એ પણ એક, યોગમાર્ગમાં મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ આત્માને સિદ્ધપદની પ્રાપ્તિ કરાવે છે. અંતે એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૩-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૨ ૨૭.
Page #231
--------------------------------------------------------------------------
________________
अथापुनर्बन्धक-द्वात्रिंशिका प्रारभ्यते ।
मुक्त्यद्वेषक्रमेणाधिकारित्वप्राप्तिर्भवतीति प्रागुक्तं तत्र पूर्वमपुनर्बन्धकमेव धर्माधिकारिणमाह
આ પૂર્વે તેરમી મુક્તદ્વેષ-બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષના કારણે અપુનર્બન્ધકાદિ અવસ્થાને લઈને ધર્માધિકારિતા પ્રાપ્ત થાય છે – એ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં ધર્મના અધિકારી એવા અપુનર્બન્ધકનું જ વર્ણન આ બત્રીશીમાં કરાય છે–
शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः ।
भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ॥१४-१॥ शुक्लेति-शुक्लपक्षेन्दुवदुज्ज्वलपक्षचन्द्रवत् । प्रायो बाहुल्येन । वर्धमानाः प्रतिकलमुल्लसन्तो गुणा औदार्यदाक्षिण्यादयो यस्य । भवाभिनन्दिदोषाणां प्रागुक्तानां क्षुद्रत्वादीनां । व्ययेऽपगमे सति । अपुनर्बन्धकः મૃત: 9૪-૧ા.
ભવાભિનંદીપણાના દોષોનો વિગમ થયે છતે અપુનર્બન્ધક આત્માઓ; શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પ્રાયઃ પ્રવર્ધમાનગુણવાળા હોય છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોય તો પૂર્વે જણાવ્યા મુજબ અપુનર્બન્ધકાદિ દશા પ્રાપ્ત થવાથી ધર્મ પામવા માટેની અધિકારિતા - યોગ્યતા પ્રાપ્ત થાય છે. એ અધિકારસંપન્ન આત્માઓમાંથી અપુનર્બન્ધકદશાને પામેલા જીવોનું આ બત્રીશીમાં વર્ણન કર્યું છે.
આ પૂર્વે દશમી બત્રીશીમાં તેના પાંચમા શ્લોકથી ભવાભિનંદીના ક્ષુદ્રતા, લોભરતિ (લાભરતિ), દીનતા, મત્સરીપણું, ભય અને શઠતા વગેરે દોષો વર્ણવ્યા છે. એ દોષો દૂર થવાથી અપુનર્બન્ધકદશા પ્રાપ્ત થાય છે. કૃપણતા, માંગ માંગ કરવાની વૃત્તિ, દીનતા, માત્સર્ય, ભય, શઠતા, મૂર્ખતા અને નિષ્ફળક્રિયાનો આરંભ : આ ભવાભિનંદી આત્માનાં લક્ષણો છે. એના અભાવે અપુનર્બન્ધકદશા પ્રાપ્ત થાય છે. ગમે તેવી સંક્લિષ્ટ પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્માદિની ઉત્કૃષ્ટ-સિત્તેરકોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિનો કે રસનો બંધ જે આત્માઓ કરતા નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. ભવાભિનંદી આત્માના ક્ષુદ્રતાદિ દોષોનો અપગમ (ક્ષય-હૂાસ) થયે છતે ઔદાર્ય, દાક્ષિણ્ય અને પાપજુગુપ્સા વગેરે ગુણો અપુનર્બન્ધક દશામાં પ્રાયઃ વધતા હોય છે. તથાભવ્યત્યાદિના કારણે કોઈ વાર છેલ્લા સમયમાં ગુણોનો આવિર્ભાવ થાય તો ઔદાર્યાદિ ગુણો વધતા ન પણ હોય તેની અપેક્ષાએ પ્રાયઃ પદનું અહીં ગ્રહણ છે. બહુલતયા અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓ શુક્લપક્ષના ચંદ્રમાની જેમ દરેક કલાએ ઉલ્લાસ પામતા ગુણોવાળા જ હોય છે. ઔદાર્યાદિ ગુણો, ભવાભિનંદીપણાના કૃપણતાદિ દોષોના વિરોધી(પ્રતિપક્ષી) હોવાથી કૃપણતાદિ દોષોના વિરહ ઔદાર્યાદિ ગુણોનો
૨૨૮
અપુનર્બન્ધક બત્રીશી
Page #232
--------------------------------------------------------------------------
________________
આવિર્ભાવ થાય છે. શુક્લપક્ષના પ્રારંભે આવિર્ભાવ પામેલી ચંદ્રમાની કલા; વધતી વધતી જેમ સોળે કલાથી પરિપૂર્ણ ચંદ્રમા સ્વરૂપ; કાલાંતરે થાય છે તેમ કાલાંતરે આ અપુનર્બન્ધકદશાના ગુણો પરિપૂર્ણ બને છે. આ બત્રીશીમાં તેમ જ યોગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી “અપુનર્બન્ધકદશાને સમજવા માટેની યોગ્યતા પણ; અપુનર્બન્ધકાવસ્થાને પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થાય છે. પાપની વૃત્તિની તીવ્રતા ઘટે, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો અપુનર્બન્ધકદશાને પામવાનું શક્ય બને. ૧૪-
અપુનર્બન્ધક આત્માને અને સમૃએિકવાર ઉત્કૃષ્ટ સ્થિતિના)બન્ધકાદિ આત્માને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ યોગ્યતાની ભિન્નતાએ તેઓમાં ભેદ-વિશેષતા છે, તે જણાવાય છે–
अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारतः ।
अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ॥१४-२॥ अस्यैवेति-अस्यैव अपुनर्बन्धकस्यैव । उक्ता गुर्वादिपूजालक्षणा पूर्वसेवा मुख्या कल्याणाशययोगेन निरुपचरिता । अन्यस्यापुनर्बन्धकातिरिक्तस्य सकृबन्धकादेः पुनरुपचारतः सा । तथाविधभववैराग्याभावात् । मार्गपतितमार्गाभिमुखौ पुनरस्यापुनर्बन्धकस्यावस्थान्तरं दशाविशेषरूपौ । मार्गो हि चेतसोऽवक्रगमनं भुजङ्गमनलिकायानतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, तत्र प्रविष्टो मार्गपतितः । मार्गप्रवेशयोग्यभावापन्नश्च मार्गाभिमुख इति । न ह्येतावपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजी भगवदाज्ञावगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोरुक्तत्वात् ।।१४-२॥
યોગની પૂર્વસેવા અપુનર્બન્ધક આત્માઓની જ મુખ્ય છે. એમને છોડીને બીજાઓની યોગપૂર્વસેવા ઉપચારથી (ગૌણ) છે. માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાઓ અપુનર્બન્ધક આત્માની અવસ્થાંતર છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા તરીકે ગુરુદેવાદિપૂજા વગેરેનું વર્ણન કર્યું છે. એ ગુરુદેવાદિની પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવા; અપુનર્બન્ધકદશાને પામેલા જીવોને ઉપચારથી રહિત-મુખ્ય (તાત્ત્વિક). હોય છે. કારણ કે તેઓને સંસાર પ્રત્યે બહુમાન ન હોવાથી તેમનો કલ્યાણાશય (થોડો મોક્ષને અનુકૂળ ભાવ) હોય છે. અપુનર્બન્ધકદશાને પામેલા જીવોથી અન્ય સ(એકવાર)બન્ધક (મિથ્યાત્વ વગેરે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કે રસના બન્ધક) અને દ્વિર્બન્ધક વગેરે આત્માઓને તે યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે. કારણ કે તેમને તેવા પ્રકારનો વૈરાગ્ય હોતો નથી. સંસાર ઉપરનું બહુમાન ઘટ્યા વિના વૈરાગ્યનો સંભવ નથી. સબન્ધક અને દ્વિર્બન્ધકાદિને સંસાર પ્રત્યે બહુમાન હોય છે.
અપુનર્બન્ધકદશાને પામેલા જીવોને જ મુખ્ય યોગપૂર્વસેવા છે - એમ માનીએ તો માગભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે, એ પ્રમાણે
એક પરિશીલન
૨૨૯
Page #233
--------------------------------------------------------------------------
________________
માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે માર્ગપતિત અને માભિમુખ આત્માની અવસ્થા; અપુનર્બન્ધકની અવસ્થાવિશેષ સ્વરૂપ છે. તેથી અપુનર્બન્ધકસામાન્યના ગ્રહણથી તે બંન્નેનું પણ ગ્રહણ થાય છે. ચિત્તનું અવક્ર(સીધું) જે ગમન છે; તેને માર્ગ કહેવાય છે. સર્પ બહાર ગમે તેટલો વાંકો ચાલતો હોય તોપણ પોતાના બિલમાં સીધો જ ચાલે છે. તેની જેમ કુદરતી રીતે જ વિશિષ્ટ(ચતુર્થાદ) ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ સ્વરૂપ એ માર્ગ છે. આત્માના જ્ઞાનાદિગુણો પ્રત્યે જે ક્ષયોપશમને લઇને અભિરુચિ જન્મે છે, તે સ્વરસવાહી ક્ષયોપશમ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો મિથ્યાત્વાદિની મંદતાએ જે અલ્પરસવાળો ઉદય અનુભવાય છે, તે ક્ષયોપશમવિશેષ સ્વરૂપ અહીં માર્ગ છે. તેને પ્રાપ્ત કરેલા આત્માઓને માર્ગપતિત કહેવાય છે અને તે માર્ગે પ્રવેશવા માટે યોગ્યતાને ધરનારા આત્માઓને માર્ગાભિમુખ કહેવાય છે. આ બંન્ને આત્માઓ અપુનર્બન્ધકાવસ્થાથી પૂર્વતર અવસ્થાને ધરનારા નથી. કારણ કે એ બંન્નેને; પંચસૂત્રના પાંચમા સૂત્રના અંતમાં “પુસા આખા રૂ. માવલો સમંતમદ્દા તિષ્ઠોહિરિશુદ્ધી! પુળવંધ નાક્'નમ્મા' આ પદોના વિવરણમાં વૃત્તિકા૨૫૨મર્ષિએ શ્રી તીર્થંકર૫રમાત્માની આજ્ઞાને સમજી શકવા માટે યોગ્યસ્વરૂપે વર્ણવ્યા છે. તેઓની અવસ્થા, જો અપુનર્બન્ધકદશાની અવસ્થા કરતાં નીચી (પૂર્વ) હોય તો પંચસૂત્રકવૃત્તિમાં વર્ણવેલી વાત સંગત નહીં બને - એ સમજી શકાય છે. તેથી માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માની અવસ્થાને અપુનર્બન્ધક આત્માની દશાવિશેષસ્વરૂપ માનવી જોઇએ. ૧૪-૨।।
બીજા શ્લોકમાં જણાવેલી વાતમાં મતાંતર જણાવાય છે—
योग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बहूवभेदतः ।।१४ - ३ ।।
योग्यत्वेऽपीति - परे त्वेतौ मार्गपतितमार्गाभिमुखौ । योग्यत्वेऽपि व्यवहितौ अपुनर्बन्धकापेक्षया दूरस्थाविति पृथगपुनर्बन्धकाद्विनो जगुः । अन्यत्रापि सकृद्बन्धकादावपि उपचारतस्तु पूर्वसेवायाः सामीप्येपुनर्बन्धकसन्निधानलक्षणे सति । बह्वभेदतोऽतिभेदाभावात् ।।१४-३।।
“ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવા માટે યોગ્ય હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓથી આ - માર્ગપતિત અને માભિમુખ આત્માઓ - દૂર હોવાથી ભિન્ન છે - આ પ્રમાણે બીજા કહે છે. તેમ જ અન્ય સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં પણ ઔપચારિક પૂર્વસેવા હોવાથી અપુનર્બન્ધકાદિ દશાને પામેલા આત્માઓની દશાવિશેષથી બહુ ફરક નથી. તેઓ તેમની નજીક જ છે” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે.
૨૩૦
અપુનર્બન્ધક બત્રીશી
Page #234
--------------------------------------------------------------------------
________________
કહેવાનો આશય સ્પષ્ટ છે કે પંચસૂત્રકવૃત્તિમાં શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને સમજવા માટે માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓને પણ યોગ્ય જણાવ્યા હોવા છતાં અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓ કરતાં તેઓ દૂર છે અર્થાતુ અપુનર્બન્ધકદશાને તેઓ પામેલા નથી. તેથી અપુનર્બન્ધક આત્માઓથી તેઓ જુદા છે – એ પ્રમાણે કેટલાક લોકો કહે છે. સક્રબન્ધક કે કિર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવા ઉપચારને આશ્રયીને હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવાથી તે સાવ જ જુદી નથી. કારણ કે અપુનર્બન્ધક આત્માઓની સમીપમાં જ તેઓ છે. સકુબન્ધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને અપુનર્બન્ધક - આ રીતે કેટલાકના મતે અવસ્થાનો ક્રમ છે. અપુનર્બન્ધકદશાની છે તે પૂર્વાવસ્થામાં થોડો થોડો ફરક છે. સકુબન્ધકો એકવાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કે રસને બાંધવાના છે. માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓ તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધતા નથી. પરંતુ તેઓ અપુનર્બન્ધકદશાથી દૂર હોય છે. અપુનર્બન્ધક આત્માઓ તો તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધવા માટેની યોગ્યતાથી પણ રહિત હોય છે... ઇત્યાદિ થોડો થોડો ફરક તે તે આત્માઓમાં હોય છે. સ્પષ્ટપણે તે સમજી લેવો જોઈએ. અન્યથા સકબંધકાદિ આત્માઓની યોગપૂર્વસેવામાં ભેદ જણાશે નહિ. /૧૪- અહીંઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન કેમ કર્યું છે- એ પ્રશ્નના સમાધાન માટે જણાવાયછે–
परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता ।
तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ॥१४-४॥ परिणामिनीति कार्याद् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति । यथा घटादेर्मुत्पिण्डादौ । एवमपुनबन्धकादेरपि सकृद्बन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयं । तदुक्तं “कृतश्चास्या उपन्यासः शेषापेक्षोऽपि कार्यतः । नासन्नोऽप्यस्य बाहुल्यान्नान्यथेति प्रदर्शकः ।।१।।” [योगबिन्दु १८० श्लो.] परे पुनरन्यत्र सकृद्बन्धकादावनालोचनगर्भत्वाद्भवस्वरूपनिर्णायकोहापोहाद्यभावसङ्गतत्वादेनामुपचरितां पूर्वसेवां जगुः प्राहुः । प्राचि पक्षे कारणे कार्योपचारः, अत्र त्वनालोचनद्वाराऽमुख्यत्वरूप उपचार इति विशेषः ।।१४-४॥
અહીં એ વસ્તુ સમજી લેવી જોઈએ કે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે યોગના અધિકારી તરીકે અપુનર્બન્ધક આત્માઓનું વર્ણન આ બત્રીશીમાં મુખ્યપણે કરવાનું છે. એની સાથે આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પૂર્વે જણાવેલી યોગપૂર્વસેવા જેમને તાત્ત્વિક રીતે પરિણમેલી હોય તેઓને જ યોગનો અધિકાર હોય. અપુનર્બન્ધક આત્માઓ અને તે અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગની પૂર્વસેવા તાત્ત્વિક હોવાથી યોગના અધિકારી તરીકે તેમનું વર્ણન કરવાનું ઉચિત જ છે. પરંતુ જેમને યોગપૂર્વસેવા ઉપચારથી જ છે તેમનો ઉપન્યાસ અહીં શા માટે કર્યો છે? તેમ જ તેમની ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન અહીં કેમ १. शेषापेक्षोऽपि-अपुनर्बन्धकादन्यो यो सकृदबन्धकादिस्तदपेक्षः । तत्सम्बन्धी ।
એક પરિશીલન *
૨૩૧
Page #235
--------------------------------------------------------------------------
________________
કર્યું છે ? સમૃદ્બન્ધકાદિ આત્માઓ અપુનર્બન્ધકાદિ આત્માઓથી ભિન્ન જ હોવાથી તેમનો ઉપન્યાસ અહીં ક૨વો ના જોઇએ ને ? આ પ્રશ્નના ઉત્તરમાં આ ચોથો શ્લોક છે. “પરિણામી; કાર્યથી સર્વથા ભિન્ન નથી. અર્થાત્ પરિણામી એવા કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા નથી. સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપના નિર્ણયોપયોગી ઊહાપોહનો અભાવ હોવા છતાં સ્વભાવથી જ યોગની પૂર્વસેવા ઔપચારિક છે : આ પ્રમાણે બીજા કહે છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનો આશય એ છે કે, સમૃદ્બન્ધકાદિ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક આત્મારૂપે પરિણમે છે. તેવા પ્રકારની કર્મબંધયોગ્યતાનો હ્રાસ થવાથી એ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઘડાનું, માટી જેમ પરિણામી કારણ છે તેમ અપુનર્બન્ધક આત્માનું સમૃદ્બન્ધકાદિ આત્મા પરિણામી કારણ છે. (કાર્યસ્વરૂપે પરિણામ પામતા કારણને પરિણામી કારણ કહેવાય છે.) પરિણામી કારણ માટીનું સ્વરૂપ ઘડામાં પણ હોવાથી ઘટાદિ કાર્યથી માટી સર્વથા ભિન્ન છે - એ જેમ મનાતું નથી તેમ અપુનર્બન્ધક આત્માઓથી સમૃદ્બન્ધકાદિ આત્માઓ સર્વથા ભિન્ન મનાતા નથી. અર્થાત્ કારણમાં કાર્યનો ઉપચાર (દૂષિત પાણીને પગનો રોગ કહેવાય છે તેમ) ક૨વાથી અપુનર્બન્ધક આત્માથી સમૃદ્બન્ધકાદિ સર્વથા ભિન્ન નથી. યોગબિંદુના ૧૮૦મા શ્લોકથી આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો ઉપન્યાસ સમૃદ્બન્ધકાદિ આત્માની અપેક્ષાએ તેમના કાર્યસ્વરૂપ અપુનર્બન્ધક આત્માઓને આશ્રયીને કર્યો છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓ જ નહિ પરંતુ તેમની સમીપમાં રહેલા સમૃદ્બન્ધકાદિ આત્માઓ પણ બહુલતયા અપુનર્બન્ધકના આચારથી વિલક્ષણ નથી હોતા : એ જણાવનારો એ(અતાત્ત્વિક યોગની પૂર્વસેવાનો) ઉપન્યાસ છે.
શ્લોકના ઉત્તરાર્ધ(તત્સત્યા...)નો આશય એ છે કે બધા લોકો નહિ પણ કેટલાક લોકો એમ કહે છે કે સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહ (ભવસ્વરૂપનું આલોચન)ના અભાવમાં પણ સ્વભાવથી યોગપૂર્વસેવા અતાત્ત્વિક-ઔપચારિક હોય છે. આથી સમજી શકાશે કે સમૃબંધક વગેરે આત્માને અતાત્ત્વિક જ યોગની પૂર્વસેવા વર્ણવી છે. પરંતુ એક પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ (શ્લોકના પૂર્વાર્ધમાં જણાવ્યા મુજબ) કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપૂર્વસેવાને ઔપચારિક માની છે અને બીજા પક્ષમાં (શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલા પક્ષમાં) અનાલોચન (ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહનો અભાવ) દ્વારા અમુખ્યત્વસ્વરૂપ ઉપચારને લઇને યોગની પૂર્વસેવાને ઔપચારિક વર્ણવી છે. બંન્ને પક્ષમાં એટલો ફરક છે – એ યાદ રાખવો. ૧૪-૪
-
સમૃદ્બન્ધકાદિ આત્માઓની ઔપચારિક યોગની પૂર્વસેવાનું સમર્થન કરાય છે. અર્થાત્ સમૃદ્બન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઔપચારિક જ હોય છે; તેનું સમર્થન કરાય છે—
અપુનર્બન્ધક બત્રીશી
૨૩૨
Page #236
--------------------------------------------------------------------------
________________
युक्तं चैतन्मले तीव्र भवासङ्गो न हीयते । सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः ॥१४-५॥
युक्तमिति-एतच्च एतदपि युक्तं । तीवेऽत्यन्तमुत्कटे । मले कर्मबन्धलक्षणे । भवासङ्गः संसारप्रतिबन्धः । न हीयते शेषजन्तोः । मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्यादिति । सङ्क्लेशायोगतः पुनरतितीव्रसङ्क्लेशाप्राप्तौ । सा पूर्वसेवा । मुख्या उत्तरोत्तरभववैराग्यादिकल्याणनिमित्तभावाद् । अन्यथा नेति हि स्थितिः शास्त्रमर्यादा ||१४-५।।
આ વાત પણ યુક્ત છે. કારણ કે મલ તીવ્ર હોવાથી સબન્ધકાદિ આત્માઓનો ભવનો રાગ ઓછો થતો નથી. અતિ તીવ્ર સંક્લેશનો યોગ ન હોય તો તે યોગપૂર્વસેવા મુખ્ય મનાય છે. અન્યથા - અતિતીવ્ર સંક્લેશના યોગમાં એ મુખ્ય મનાતી નથી.” – આ પ્રમાણે પાંચમા
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અપુનર્બન્ધક આત્માઓને છોડીને બાકીના સબન્ધકાદિને યોગની પૂર્વસેવા ઔપચારિક હોય છે – એ પ્રમાણે જણાવ્યું છે - તે પણ યુક્ત
છે. કારણ કે કર્મબંધ-સ્વરૂપ મલ અત્યંત ઉત્કટ હોવાથી તે સકુર્બન્ધકાદિ આત્માઓનો સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો નથી. સકુબન્ધકાદિ આત્માઓનો એ ભવનો રાગ થોડો પણ દૂર થાય તો તેઓ સક્રબંધક મટી જઈને, અપુનર્બન્ધક અવસ્થાને જ પામી જાય. આથી માનવું પડે કે સકૃબંધકાદિ આત્માઓને કર્મબંધસ્વરૂપ મલ અત્યંત ઉત્કટ હોય છે અને તેથી તેમનો સંસાર પ્રત્યેનો પ્રતિબંધ(રાગ) ઓછો થતો નથી.
યોગની પૂર્વસેવા ત્યારે મુખ્ય મનાય છે કે જયારે તે આત્માઓને અત્યંતતીવ્રસંક્લેશ પ્રાપ્ત થતો ન હોય. આવી અવસ્થામાં જ યોગની પૂર્વસેવા ક્રમે કરીને ભવવૈરાગ્ય અને મુક્તિ પ્રત્યેનો રાગ વગેરે કલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી તે મુખ્ય મનાય છે. સંક્લેશ તીવ્ર હોય તો યોગપૂર્વસેવા એવા પ્રકારના કલ્યાણમાં નિમિત્ત બનતી ન હોવાથી તેને મુખ્ય મનાતી નથી - આવી જાતિની શાસ્ત્રમર્યાદા છે. સબંધકાદિ આત્માઓને સંક્લેશનો અયોગ હોતો નથી. તેથી તેમને યોગની પૂર્વસેવા મુખ્ય હોતી નથી. II૧૪-પી. પાંચમા શ્લોકથી સ્પષ્ટ થયેલી વાતને જણાવીને પ્રકૃતાર્થનું સમાપન કરાય છે–
एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् ।
વ્યવહાર: સ્થિત: શાસ્ત્ર મુમુe તતો ય ૧૪-દ્દા एष्यन्द्रामिति-ईदृशीं । सङ्क्लेशायोगविशिष्टां । एष्यन्द्रां कल्याणानुबन्धिनीं । पुंसः समाश्रित्य । व्यवहारः पूर्वसेवादिरूपः । स्थितः प्रसिद्धः । शास्त्रे योगग्रन्थे । ततो ह्यद एतद्युक्तमुक्तं, यदुतान्यत्रोपचारत વ પૂર્વતિ I9૪-દ્દા
એક પરિશીલન
૨૩૩
Page #237
--------------------------------------------------------------------------
________________
“આવી – ભવિષ્યમાં કલ્યાણ કરનારી – પુરુષની પ્રકૃતિને આશ્રયીને યોગશાસ્ત્રમાં પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તે છે. તેથી આ પૂર્વશ્લોકમાં જણાવેલું) કહેલું યુક્ત જ છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગનું નિરૂપણ કરનારા શાસ્ત્રમાં યોગની પૂર્વસેવા અને યોગ વગેરેનો જે વ્યવહાર પ્રસિદ્ધ છે, તે પુરુષ(આત્મા)ની તેવા પ્રકારની પ્રકૃતિ(સ્વભાવ)ને આશ્રયીને છે, કે જે પ્રકૃતિ સંક્લેશ વિનાની છે અને ભવિષ્યમાં કલ્યાણને કરનારી છે. સંક્લેશવિશિષ્ટ પ્રકૃતિને આશ્રયીને યોગની પૂર્વસેવાદિ સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ નથી. તેથી “અપુનબંધક આત્માને છોડીને બીજે સબંધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઉપચારથી જ છે.” આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત જ છે.
અહીં એ વાત સમજી લેવી જોઇએ કે યોગમાર્ગની પ્રાપ્તિ માટે જે યોગ્યતાની અપેક્ષા છે, તે માત્ર અપુનર્બન્ધક આત્માઓમાં જ પરમાર્થથી હોય છે. કારણ કે સંક્લેશથી રહિત એવી યોગપૂર્વસેવા તેમને જ હોય છે. અપુનર્બન્ધક આત્માઓથી બીજે સકુબંધકાદિ આત્માઓને યોગની પૂર્વસેવા છે ખરી! પરંતુ તે સંક્લેશથી રહિત નથી હોતી. યોગમાર્ગની સાધનામાં માત્ર યોગની પૂર્વસેવાને વિચારવાથી ચાલે એવું નથી. તે સંક્લેશથી રહિત છે કે નહિ તેનો વિચાર કરવાનું ખૂબ જ આવશ્યક છે. રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ સંક્લેશનો વિચાર કરવાનું લગભગ આજે બંધ થયું છે.
ગુરુદેવાદિપૂજન, સદાચાર કે તપ વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાની જ જ્યાં ઉપેક્ષા થતી હોય ત્યાં તે સંક્લેશથી રહિત છે કે નહિ એની વિચારણા ન જ હોય - એ સ્પષ્ટ છે. અપુનબંધક આત્માઓ તેવા પ્રકારની સંક્લિષ્ટ પ્રકૃતિથી રહિત હોય છે. યોગની પૂર્વસેવા જ નહિ સાક્ષાત્ યોગની ક્રિયા હોય તોપણ સંક્લેશની વિદ્યમાનતામાં એ તાત્ત્વિક બનતી નથી. મોક્ષસાધક યોગમાર્ગની સાધનામાં મોટો અવરોધ જ સંક્લેશનો છે. મુમુક્ષુઓએ એ તરફ ખૂબ જ ચીવટથી ધ્યાન આપવું જોઇએ. વર્તમાનની આપણી આરાધનાનું ચિત્ર વિચિત્ર છે. આરાધનાનો પ્રારંભ, મધ્ય અને અંત ખરી રીતે સંક્લેશના અસ્તિત્વ વિનાનો હોવો જોઈએ. એના બદલે મોટા ભાગે આજે એની ચિંતા વિનાનો હોય - એ કેટલું વિચિત્ર છે - તે ન સમજી શકાય એવું તો નથી જ. જે લોકોને મોક્ષની સાધના કરવી નથી એવા લોકોને કાંઈ જ કહેવાનું નથી. પરંતુ જેમણે મોક્ષની સાધનાનો પ્રારંભ કર્યો છે તેમને થોડું કહ્યા વિના ચાલે એવું નથી. વર્તમાન જીવનશૈલી જ એવી બનાવી દીધી છે કે ભાગ્યે જ આપણને આપણા સંક્લેશનો વિચાર આવે.
યોગની પૂર્વસેવાથી જ અસંક્લિષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવામાં આવે તો યોગમાર્ગની તાત્ત્વિક રીતે આરાધના સરળ બની જાય. આપણી સાધના ગમે તેટલી ઊંચી હોય પરંતુ આપણે ઊંચા ન હોઇએ તો તેનો કશો જ અર્થ નથી. સાધકની ઊંચી અવસ્થા તેની સંક્લેશરહિત અવસ્થાને લઈને છે. વર્તમાનમાં આરાધનાનું મૂલ્ય; તે શું કરે છે તેની અપેક્ષાએ
૨૩૪
અપુનર્બન્ધક બત્રીશી
Page #238
--------------------------------------------------------------------------
________________
ગણાય છે. તેની આત્મપરિણતિ કેવી છે - એ જોવાનું કે વિચારવાનું આજે લગભગ આવશ્યક ગણાતું નથી, જેના ફળ સ્વરૂપે આરાધનાનું ચિત્ર વિચિત્ર બન્યું છે. જો હજુ પણ એ અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં નહીં આવે તો કોણ જાણે ભવિષ્યમાં કેવી કરુણ સ્થિતિ સર્જાશે? ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી તાત્ત્વિક અને અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો વિચાર કરવાથી સમજાશે કે સંક્લેશને દૂર કર્યા વિના ક્લેશથી કોઈ પણ રીતે મુક્ત નહીં જ થવાય. ૧૪-l.
યોગશાસ્ત્ર પ્રસિદ્ધ અપુનર્બન્ધકદશાની પ્રકૃતિના કારણે જે ગુણો પ્રાપ્ત થાય છે, તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः ।
धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ॥१४-७॥ शान्तोदात्त इति-तयैवापुनर्बन्धकोचितैष्यद्भद्रप्रकृत्यैव । शान्तोदात्तः स्यात् । शान्तस्तथाविधेन्द्रियकषायविकारविकलः । उदात्त उच्चोच्चतराद्याचरणबद्धचित्तः । ततः कर्मधारयः । तथा शुभचेतसः शुद्धचित्तपरिणामस्य । आश्रयः स्थानं । धन्यः सौभाग्यादेयतादिना धनार्हः । भोगसुखस्येव शब्दरूपरसगन्धस्पर्शसेवालक्षणस्य यथाश्रयः । वित्ताढ्यो विभवनायकः । रूपवान् शुभशरीरसंस्थानः । युवा तरुणः પુમન્ II9૪-૭ના
શ્રીમંત, રૂપવાન અને યુવાન એવો ધન્ય માણસ જેમ ભોગસુખનો આશ્રય બને છે તેમ ભવિષ્યમાં કલ્યાણનું કારણ બનનારી એવી અપુનર્બન્ધક આત્માને ઉચિત પ્રકૃતિ(સ્વભાવ)થી જ શાંત એવો ઉદાત્ત આત્મા શુભચિત્તનો આશ્રય બને છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે પાંચ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ વિષયોના ભોગજન્ય સુખની ગમે તેટલી ઈચ્છા હોય તોપણ દરેકને એ સુખ પ્રાપ્ત થતું નથી. એ સુખના આશ્રય બનવા માટે માણસમાં કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે. સુખની તેવા પ્રકારની ઇચ્છાવાળો; શ્રીમંત એટલે કે સંપત્તિનો સ્વામી હોવો જોઇએ, રૂપસંપન્ન-સુંદર શરીરની રચના (આકૃતિ)વાળો હોવો જોઈએ તેમ જ તરુણ-યુવાન હોવો જોઈએ. આવો પણ માણસ સૌભાગ્ય અને આદયતાદિ ગુણથી ધન્ય(ધનાદિયોગ્ય) હોય તો જ તે ઉપર જણાવ્યા મુજબ ભોગસુખને પ્રાપ્ત કરી શકશે. દરિદ્ર, કુરૂપ અને વૃદ્ધ (ઘરડો) એવા દુર્ભાગી માણસને ભોગસુખ કેવું મળે છે તે આપણે સમજી શકીએ છીએ.
એવી જ રીતે શુદ્ધચિત્તના પરિણામને પણ પ્રાપ્ત કરવા માટે આત્મામાં યોગ્યતા અપેક્ષિત છે. અહીં એ યોગ્યતા, અપુનર્બન્ધક આત્માને ઉચિત એવી સંક્લેશથી રહિત પ્રકૃતિના કારણે જ પ્રાપ્ત થાય છે. એ યોગ્યતાને કારણે આત્મા શાંત અને ઉદાત્ત બને છે. એવા શાંત અને ઉદાત્ત આત્માને જ શુભચિત્તસ્વરૂપ શુદ્ધચિત્તપરિણામની પ્રાપ્તિ થતી હોય છે. ઇન્દ્રિય અને કષાયના
એક પરિશીલન
૨૩૫
Page #239
--------------------------------------------------------------------------
________________
વિકારથી વિકલ (રહિત) આત્માને શાંત કહેવાય છે. શબ્દાદિ વિષયોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં જે રતિ અને અરતિ થાય છે, તે ઇન્દ્રિયોનો વિકાર છે. કારણ કે એ રતિ અને અરતિ વિષયોમાં તે તે ઇન્દ્રિયને પ્રવૃત્ત અને નિવૃત્ત કરે છે. અનુકૂળવિષયને ગ્રહણ કરવામાં તત્પર તેમ જ પ્રતિકૂળ વિષયને દૂર કરવામાં તત્પર એવી ઇન્દ્રિયો વસ્તુતઃ વિકૃત છે. વિષયની અસારતાદિનું પરિભાવન કરવાથી આત્મા ઇન્દ્રિયોના વિકારથી રહિત-શાંત બને છે. તેથી જ વિષયનિરપેક્ષ આત્મા; કષાયના વિકારથી પણ રહિત બને છે. સામાન્યથી ક્રોધાદિ કષાયના કાર્ય પ્રસિદ્ધ છે. દ્વેષ, પરનો પરાભવ, પરવચ્ચેના અને વિષયની લોલુપતા વગેરે કષાયોના વિકારો છે. આવા ઇન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ આત્માને શાંત' કહેવાય છે, જેઓ ઇન્દ્રિયો અને કષાયથી પીડાતા નથી, પરંતુ અવસરે ઇન્દ્રિયો અને કષાયને પીડતા હોય છે. ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ અનુષ્ઠાનોમાં પ્રતિબદ્ધ (તત્પર) ચિત્તવાળા આત્માને ‘ઉદાત્ત કહેવાય છે. “શોદાત્ત: અહીં કર્મધારય સમાસ હોવાથી; એક જ આત્માની એ બંન્ને અવસ્થા સમજવાની છે.
ઇન્દ્રિયો અને કષાયોની વિદ્યમાનતામાં સામાન્યથી વિષયગ્રહણાદિની પ્રવૃત્તિ તો થવાની જ છે. પરંતુ એ વખતે તેમાં તેના વિકારો ભળવા જોઈએ નહિ. એ વિકારોથી વિકલ એવા શાંત આત્માઓ જ ખરી રીતે ઉચ્ચ-ઉચ્ચતર આચરણમાં બદ્ધચિત્ત બનતા હોય છે. કારણ કે પ્રાયઃ એ જાતિની બદ્ધચિત્તતામાં વિષય-કષાયના વિકારો જ અવરોધક બને છે. શાંતાત્માઓમાં એ અવરોધ ન હોવાથી ઉદાત્ત અવસ્થાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે; અને તેથી અપુનર્બન્ધકોચિત સંક્લેશરહિત પ્રકૃતિના કારણે ચિત્તના શુદ્ધપરિણામને તેઓ પ્રાપ્ત કરે છે. ૧૪-શા.
ઉપર જણાવેલી વાત વ્યતિરેકથી(નિષેધમુખે) અર્થાત્ જેઓ સંક્લેશથી રહિત પ્રકૃતિને ધારણ કરતા નથી; તેમને શુદ્ધચિત્તપરિણામ પ્રાપ્ત થતા નથી – એ રીતથી જણાવાય છે–
अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः ।।
शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पजा ॥१४-८॥ अङ्गाभाव इति-अङ्गानां भोगाङ्गानां रूपवयोवित्ताढ्यत्वादीनां वात्स्यायनोक्तानामभावे सति । भोगोऽतात्त्विकोऽपारमार्थिकः । मानहानितः “अहं सुखी” इत्येवंविधप्रतिपत्तिलक्षणमानापगमादपूर्यमाणेच्छत्वेन तदनुत्थानाच्च । शान्तोदात्तत्वविरहे सति । एवं क्रियापि गुर्वादिपूजनारूपा । विकल्पजा विपर्यासजनिता । न तु तात्त्विकी, अन्तःसुखप्रवाहानुत्थानात् । तदुक्तं-“मिथ्याविकल्परूपं तु द्वयोर्द्वयमपि સ્થિતમ્ | વુદ્ધિવરાત્પનાશસ્વિનિર્મિત ન તુ તત્ત્વત: [ોવિન્યુ ૧૮૧] Iછા” I9૪-૮૫
“ભોગનાં અંગોનો અભાવ હોય ત્યારે માનહાનિ થવાથી ભોગ જેમ અતાત્ત્વિક છે, તેમ શાંત અને ઉદાત્ત અવસ્થાના વિરહમાં થનારી ગુવદિપૂજા વગેરે સ્વરૂપ ક્રિયા પણ વિકલ્પવિપર્યાસથી ઉત્પન્ન થયેલી હોય છે. (તાત્ત્વિક નથી)” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
૨૩૬
અપુનર્બન્ધક બત્રીશી
Page #240
--------------------------------------------------------------------------
________________
કહેવાનો આશય એ છે કે, કામશાસ્ત્રના પ્રણેતા વાત્સ્યાયને રૂપ, વય, વૈચક્ષણ્ય, સૌભાગ્ય, માધુર્ય અને ઐશ્વર્યને ભોગસાધન તરીકે વર્ણવીને રૂપ, વય અને શ્રીમંતતાને પ્રધાન (મુખ્ય) ભોગસાધન તરીકે વર્ણવ્યાં છે. સામાન્ય રીતે મુખ્ય ભોગસાધનની અપેક્ષાએ વિચારીએ તો સમજાશે કે દરિદ્ર (શ્રીમંતતાના અભાવવાળા) માણસને ભોગસાધન સ્ત્રી વગેરેની પ્રાપ્તિ જ થતી નથી. યૌવનવયના અભાવે વૃદ્ધાદિ અવસ્થામાં ભોગની અશક્તિ હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. અને ભોક્તા કુરૂપ હોય તો સુરૂપ સ્ત્રી વગેરેમાં અત્યંત રાગ તેમ જ સામા પાત્રને પોતાની પ્રત્યે સારો ભાવ હશે કે નહિ – એવી આશંકા રહ્યા કરે છે. આવી સ્થિતિમાં ભોગની ક્રિયા હોવા છતાં તે સુખનું કારણ ન બનવાથી તાત્ત્વિક બનતી નથી. કારણ કે તેમાં માનની હાનિ થતી હોય છે. “હું સુખી છું” આવી જાતની લાગણી સ્વરૂપ માન ત્યાં રહેતું નથી. એ કારણે ઇચ્છા પૂર્ણ ન થવાથી અને ભોગની ક્રિયા ન થવાથી ભોગની પ્રવૃત્તિ અતાત્ત્વિક જ બની રહે છે. દષ્ટાંતનો પરમાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ભોગનાં અંગો-સાધનોનો અભાવ હોય તો ભોગસુખની તાત્ત્વિક પ્રાપ્તિ કોઇ પણ રીતે શક્ય નથી. કારણના અભાવે કાર્યની તાત્ત્વિક સિદ્ધિ તો ન જ હોય : એ સમજી ન શકાય એવી વાત નથી.
બસ! આવી જ સ્થિતિ ધર્મક્રિયાની પણ છે. શાંત અને ઉદાત્ત સ્થિતિ ન હોય તો ધર્મક્રિયા પણ બુદ્ધિના વિપર્યાસ(વિકલ્પ)થી ઉત્પન્ન થયેલી હોય છે, તાત્ત્વિક હોતી નથી. કારણ કે એવી ગુરુદેવાદિ-પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવાથી આંતરિક પ્રશમસુખનો પ્રવાહ ઉદ્દભવતો નથી. ઇન્દ્રિયો અને કષાયોના વિકારથી વિકલ જ યોગપૂર્વસેવાથી ચિત્તમાં સુખનો પ્રવાહ અવિરતપણે વહે છે. આ વાતને જણાવતાં “યોગબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે – ભોગસુખના સાધનથી વિકલ અને શાંત તથા ઉદાત્ત અવસ્થાથી રહિત એવા ભોગી અને ધાર્મિક : બંન્નેનું; ભોગસુખ અને ધાર્મિક અનુષ્ઠાન : બંન્ને મૃગજળમાં જળની ભ્રાંતિ જેવું - મિથ્યાવિકલ્પસ્વરૂપ અને પોતાની મતિકલ્પના સ્વરૂપ શિલ્પીએ નિર્માણ કરેલું છે, પરંતુ તાત્ત્વિક નથી. આથી સમજી શકાશે કે સંક્લિષ્ટ આંતરિકપરિણતિના કારણે તેવા આત્માઓને તાત્ત્વિક અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી અને ભોગસુખના સાધનથી વિકલ હોવાથી અપાયની યોગ્યતાના કારણે એવા ભોગીને તાત્ત્વિક સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ધન્ય આત્માને અર્થાત્ અપુનર્બન્ધક આત્માને અને ભોગાંગોથી સહિત ભોગીને જ તાત્ત્વિક યોગપૂર્વસેવાની અને આભિમાનિક સુખની પ્રાપ્તિ થાય છે. ૧૪-૮
આ રીતે અપુનર્બન્ધક દશાને પામેલા આત્માઓને જ તાત્વિક; યોગની પૂર્વસેવા હોય છે; એ જણાવીને હવે તેના યોગે તેમને જે પ્રાપ્ત થાય છે - તે જણાવાય છે
क्रोधाद्यबाधितः शान्त उदात्तस्तु महाशयः । बीजं रूपं फलं चायमूहते भवगोचरम् ॥१४-९॥
એક પરિશીલન
૨૩૭
Page #241
--------------------------------------------------------------------------
________________
क्रोधादिति-पूर्वार्धं गतार्थम् । अयं च शान्तोदात्तः । भवगोचरं संसारविषयं । बीजं कारणं । रूपं स्वरूपं । फलं च कार्यम । ऊहते विचारयति ।।१४-९।।
“ક્રોધાદિ કષાયથી બાધિત ન હોય અને મહાન આશયવાળો હોય તેને અનુક્રમે શાંત અને ઉદાત્ત કહેવાય છે. એવા શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણ, સ્વરૂપ અને ફળનો વિચાર કરે છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે સાતમા શ્લોકમાં જણાવ્યું હતું કે અપુનર્બન્ધકોને ઉચિત એવી કલ્યાણકારિણી પ્રકૃતિને લઈને આત્મા શાંત અને ઉદાત્ત બને છે. આ શ્લોકના પૂર્વાર્ધથી તેનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ક્રોધ, માન અને માયાદિ કષાયોથી જે પીડાતા નથી તેઓ શાંત છે અને ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનો જેનો આશય છે તે મહાન આશયવાળા ઉદાત્ત છે. દશમા ગુણસ્થાનક સુધી કષાયનું અસ્તિત્વ હોવાથી સર્વથા કષાયરહિત અવસ્થાનો તો અહીં સંભવ નથી. પરંતુ તેના અસ્તિત્વમાં પણ તે પીડે નહિ? એ બની શકે છે. શરીરમાં રોગની એવી ઉત્કટ માત્રા ન હોય તો રોગ હોવા છતાં તે શરીરને પીડતો નથી. એવી રીતે ક્રોધાદિ કષાયની માત્રા પણ ઉત્કટ ન હોય તો કષાયો આત્માને પીડાકર બનતા નથી. કષાયો હોય એની ના નહિ, પરંતુ તે જયારે પીડા કરે ત્યારે ખૂબ જ દારુણ સ્થિતિને સર્જે છે. એવી સ્થિતિમાં તાત્ત્વિક ક્રિયા કોઈ પણ રીતે શક્ય નથી.
ક્રોધાદિ કષાયોથી બાધિત ન હોય તો આત્માને ઉત્તરોત્તર અધિકગુણસંપન્ન અનુષ્ઠાનને પ્રાપ્ત કરવા માટે સહેજે મન થતું હોય છે. તેથી જ તેઓને મહાશય તરીકે વર્ણવાય છે. આવા શાંત અને ઉદાત્ત આત્માને ગુર્નાદિપૂજાસ્વરૂપ તાત્ત્વિક યોગપૂર્વસેવા પ્રાપ્ત થતી હોય છે, જેથી કાલાંતરે તે યોગની પ્રાપ્તિમાં કારણ બનતી હોય છે. તાત્ત્વિક જ કારણ કાર્યસાધક બને છે – એ સમજી શકાય છે.
શાંતાદાત્ત આત્માને તાત્ત્વિક યોગપૂર્વસેવાથી જેના દ્વારા યોગની પ્રાપ્તિ થતી હોય છે, તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં ફરમાવ્યું છે કે આ શાંત અને ઉદાત્ત આત્મા ભવસંબંધી કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચાર કરે છે. શાંત અને ઉદાત્ત આત્માને સહજપણે જ વિષયકષાયની મંદતા થતી હોવાથી તેને આ સંસારસ્વરૂપ ભવની વિચારણા શક્ય બને છે. જીવને દરેક સમયે સુખની ઝંખના હોવા છતાં તે આજ સુધી મળ્યું નથી અને દુઃખના નાશ માટે અવિરત પ્રયત્ન હોવા છતાં તે નાશ પામ્યું નથી. આવી સ્થિતિને સંસારમાં જોયા પછી તેનાં કારણાદિ જાણવા માટે તે વિચારણા કરે છે. આથી સમજી શકાશે કે આજની આપણી સ્થિતિ કેટલી વિચિત્ર છે. પ્રામાણિકપણે જો કહેવાનું થાય તો કહેવું પડે કે એવી વિચારણા આજ સુધી સ્વપ્રે પણ થઈ નથી. એ આત્માઓની ધાર્મિક પ્રવૃત્તિની અપેક્ષાએ આપણી ધાર્મિકપ્રવૃત્તિ પ્રમાણમાં વધારે છે. પરંતુ તે આત્માની શાંતાદાત્તતા આપણી અપેક્ષાએ ખૂબ જ ચઢિયાતી છે – એમાં ના પાડી શકાય એમ નથી. શાંતાદાત્ત આત્માની ભવસંબંધી વિચારણા એ એક અદ્ભુત સિદ્ધિ છે. ભવની વિચારણા ૨૩૮
અપુનર્બન્ધક બત્રીશી
Page #242
--------------------------------------------------------------------------
________________
આમ જોઈએ તો બધા જ કરે છે. પરંતુ એમાં અને આમાં તદન જ વિલક્ષણતા છે. શાંતોદાત્ત આત્માની સંસારસંબંધી વિચારણા તેનાથી છૂટવા માટે છે અને બીજાની વિચારણા તેમાં સુખી થવા માટેની છે. સંસારનું કારણ કર્યું છે, સંસારનું સ્વરૂપ કેવું છે અને સંસારનું ફળ કયું છે – આને આશ્રયીને શાંતાદાત્ત આત્મા ભવસ્વરૂપની(ભાવસંબંધી) વિચારણા કરે છે. ૧૪-૯ી.
તથાદિએમાં ભવના કારણની વિચારણા જે રીતે કરાય છે તે જણાવાય છે–
भेदे हि प्रकृतैर्नेक्यमभेदे च न भिन्नता ।
आत्मनां स्यात्स्वभावस्याप्येवं शबलतोचिता ॥१४-१०॥ भेदे हीति-भेदे होकान्ततोऽभ्युपगम्यमाने । प्रकृतेः सत्त्वरजस्तमोलक्षणाया ज्ञानावरणादिकर्मरूपाया वा । नैक्यमात्मनां संसारिणां स्यात् । तथा चैकजातीयसंसारफलोपलम्भबाध इति भावः । अभेदे चैकान्ताभेदे च न भिन्नता स्यात् तेषां । तथा च नरकतिर्यग्मनुष्यदेवादिभेदोपलम्भबाध इति भावः । स्वभावस्याप्यन्तरङ्गहेतुभूतस्य भेदाभेदयोरेकान्तयोरेतदेव दूषणम् । एवमेकान्तपक्षे उभयतःपाशरज्जुसद्भावात् शबलता कथञ्चिदेदाभेदरूपा । उचिता न्याय्येति तयैव सकलव्यवहारोपपत्तेः । हेतूहनमेतत् ।।१४-१०।।
પ્રકૃતિથી આત્મા એકાંતે ભિન્ન હોય તો આત્માઓનું ઐક્ય (સંસારસ્વરૂપ ફળની અપેક્ષાએ એકરૂપતા) ઘટી શકશે નહિ અને પ્રકૃતિથી આત્મા એકાંતે અભિન્ન હોય તો આત્માઓમાં ભિન્નતા ઘટી શકશે નહિ. સ્વભાવને આત્માના ઐક્ય કે અનૈક્યમાં કારણભૂત માનવામાં પણ એ જ દૂષણ છે. તેથી પ્રકૃતિ અને આત્મામાં કથંચિત્ ભેદભેદતા માનવાનું જ ઉચિત છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે સાંખ્યદર્શનપ્રસિદ્ધ પ્રકૃતિ(અચેતન તત્ત્વ) અને જૈનદર્શન(સ્વદર્શન) પ્રસિદ્ધ જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પ્રકૃતિ; પુરુષ અને આત્માથી એકાંતે ભિન્ન હોય તો ઘટાદિની જેમ તેના સંબંધના અભાવે પુરુષ અને આત્માને સંસારની પ્રાપ્તિ નહીં થાય. અનંતાનંત આત્માઓને કર્મયોગસ્વરૂપ સંસારાત્મક ફળ છે – એ સર્વજનપ્રસિદ્ધ છે. પ્રકૃતિને આત્માથી ઉપર જણાવ્યા મુજબ એકાંતે ભિન્ન માનવામાં આવે તો; સંસારસ્વરૂપ ફળને લઈને આત્મામાં જે ઐક્ય(સંસારીપણું) ઉપલબ્ધ છે તે બાધિત થાય છે. આવી જ રીતે પ્રકૃતિને આત્માથી સર્વથા અભિન્ન માની લઇએ તો આત્માઓમાં ભિન્નતાની પ્રતીતિ થઈ શકશે નહિ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ વગેરે સ્વરૂપે જે ભિન્નતાની પ્રતીતિ થાય છે, તેનો બાધ થશે. કારણ કે આત્માથી સર્વથા અભિન્ન એવી પ્રકૃતિનો(કારણનો) ભેદ નથી. કાર્યભેદમાં નિયામક કારણનો ભેદ છે, જે પ્રકૃતિના અભેદમાં શક્ય નથી. આ રીતે સર્વથા ભેદ અને અભેદ પક્ષમાં પ્રાપ્ત દૂષણોના નિવારણ માટે આત્માના સ્વભાવ સ્વરૂપ અંતરંગ(આત્યંતર) નિમિત્તને માની લઈએ તો તે
એક પરિશીલન
૨૩૯
Page #243
--------------------------------------------------------------------------
________________
દૂષણોનું નિવારણ થઈ શકે છે. કારણ કે પાણીના શીત સ્વભાવની જેમ આત્માના એવા સ્વભાવને લઈને જ ઉપર જણાવ્યા મુજબ ઐક્ય અને ભિન્નતાની પ્રતીતિ થાય છે એમ કહી શકાય છે; પરંતુ આત્માનો એ સ્વભાવ તેનાથી સર્વથા ભિન્ન છે કે સર્વથા અભિન્ન છે – આ વિકલ્પમાં ઉપર જણાવ્યા મુજબનાં જ દૂષણો યથાવત્ છે. તેથી પ્રકૃતિને આત્માથી કથંચિત્ ભિન્નભિન્ન માનવી જોઇએ. એથી કથંચિભેદભેદસ્વરૂપ શબલતાને માનવામાં જ ઔચિત્ય છે. એનાથી જ સર્વવ્યવહાર સંગત થાય છે.
આ પ્રમાણેની વિચારણાને, હેતુને આશ્રયીને કરાતી વિચારણા કહેવાય છે. આત્માથી કથંચિદૂભિન્નભિન્ન એવી કર્મપ્રકૃતિના યોગે આ સંસાર છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. કોઈ પણ જાતના ઉપચાર વિનાના એ કારણને લઇને આત્માનો આ અનાદિકાળનો સંસાર છે. કર્મનો યોગ ન હોય તો કોઇ પણ જાતનાં નિમિત્તો આત્માને સંસારમાં રાખી શકતાં નથી... ઇત્યાદિની વિચારણા ભવબીજની વિચારણા છે. શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના કારણની વિચારણા કરવામાં તત્પર હોય છે. યોગબિંદુ ગ્રંથમાં ભવબીજની વિચારણા(ઊહ)ના વિષયમાં થોડી બીજી રીતે જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ એ, તે ગ્રંથના અધ્યયનથી જાણી લેવું જોઇએ. અહીં તો ‘દ્વાત્રિશત્ દ્વત્રિશિકા'નું વિવરણ કરવાનું તાત્પર્ય હોવાથી તેનું વર્ણન કર્યું નથી. ૧૪-૧૦ના ભવના સ્વરૂપને આશ્રયીને ભવના વિષયમાં જે રીતે વિચારણા કરાય છે તે જણાવાય છે–
भवोऽयं दुःखगहनो जन्ममृत्युजरामयः ।
अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ॥१४-११॥ भवोऽयमिति-अयं प्रत्यक्षोपलभ्यमानो भवः संसारः । दुःखगहनः शारीरमानसानेकदुःखशतैराच्छन्नः । जन्म मातृकुक्षिनिष्क्रमणलक्षणं, मरणं प्रतिनियतायुःकर्मक्षयः, जरा वयोहानिलक्षणा, तन्मयस्तत्प्राचुर्यवान् । अनादिरपि उपायेन ज्ञानदर्शनचारित्ररूपेण । पृथग् भवितुमर्हति काञ्चनमलवदिति । સ્વરૂપોદમેતત્ 9૪-991
જન્મ, જરા અને મૃત્યુમય તેમ જ દુઃખગહન આ સંસાર અનાદિનો હોવા છતાં ઉપાયથી જુદો થઈ શકે છે.” - આ પ્રમાણે શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે આ પ્રત્યક્ષ જણાતો સંસાર, જન્મ, જરા અને મૃત્યુમય છે. માતાની કુક્ષિમાંથી નીકળવા સ્વરૂપ જન્મ છે, નિયત આયુષ્યકર્મના ક્ષય સ્વરૂપ મૃત્યુ છે અને વયની હાનિ સ્વરૂપ જરા-વૃદ્ધાવસ્થા છે. જન્મ, મૃત્યુ અને જરાનું પ્રમાણ આ સંસારમાં ચિકાર છે. જન્મ, જરા અને મૃત્યુ; જન્મ, જરા અને મૃત્યુ: આવું ચક્ર અનાદિકાળથી પ્રવર્તે છે. આજ સુધીમાં આ સંસારમાં અનંતાનંતી વાર આપણાં જન્મ, જરા અને મૃત્યુ થયાં છે. તેથી આ સંસાર, જન્મ, જરા અને મૃત્યુમય વર્ણવાય છે.
૨૪૦
અપુનબંધક બત્રીશી
Page #244
--------------------------------------------------------------------------
________________
આવો સંસાર પાછો દુઃખથી ગહન છે. અર્થાત્ શરીર અને મન સંબંધી અનેક જાતનાં સેંકડો દુઃખોથી આચ્છન્ન(ઢંકાયેલો વ્યાપ્ત) છે. જ્ઞાનાવરણીયાદિકર્મના યોગે પ્રાપ્ત થયેલો આ સંસાર પ્રવાહથી અનાદિકાળનો છે. તેની દુઃખગહનતાને સમજ્યા પછી કોઈ પણ આત્માને સામાન્યથી સુખરૂપ સંસાર જણાતો નથી. પ્રગટ રીતે દુઃખગહનતાને જોયા પછી પણ તે સુખરૂપ જણાતો હોય તો તેમાં સંસારના સુખની આસક્તિ કારણ બનતી હોય છે. શાંત અને ઉદાત્ત આત્માને એવી આસક્તિ ન હોવાથી તેઓ સંસારના વાસ્તવિક દુઃખસ્વરૂપને ખૂબ જ સારી રીતે વિચારે છે. “મોડયં કુર્ણ દિનઃ નિચોચ્છેઃ ચાત્' - આ સંસાર દુઃખગહન છે. આનો ઉચ્છેદ કઈ રીતે થાય' - આવા પ્રકારની જિહાસા(સંસારના ત્યાગની ઇચ્છા)ના યોગે એ આત્માઓને ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવોના પરિચયથી સમજાય છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપાયથી એ અનાદિનો પણ સંસાર જુદો થઈ શકે છે. સુવર્ણ ઉપર લાગેલો અનાદિકાળનો પણ મળ જેમ પ્રયોગવિશેષથી છૂટો પડે છે તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના સ્વરૂપ ઉપાયના આસેવનથી આત્માની ઉપર લાગેલો અનાદિકાલીન પણ કર્મમલ દૂર થઈ શકે છે... વગેરે વિચારણાને; ભવસ્વરૂપને આશ્રયીને ભવના વિષયની વિચારણા કહેવાય છે. શાંત અને ઉદાત્ત આત્માને આ ભવસ્વરૂપની વિચારણા જ કાલાંતરે ભવનો ઉચ્છેદ કરાવનારી બનતી હોય છે. આ સંસારની દુઃખરૂપતા સમજવાનું ખૂબ જ કપરું છે. એક વખત જો એ પરમાર્થથી સમજાય તો તેનાથી છૂટવાનું ખૂબ જ સરળ છે. ll૧૪-૧૧ ભવના ફળને આશ્રયીને જે રીતે ઊહ-વિચારણા પ્રવર્તે છે તેનું વર્ણન કરાય છે–
फलं भवस्य विपुलः क्लेश एव विजृम्भते ।
न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ॥१४-१२॥ फलमिति-भवस्य संसारस्य । फलं कार्यं । विपुलोऽनुबन्धसन्तत्या विस्तीर्णः । क्लेश एव विजृम्भते । नात्र सुखलवोऽप्यस्तीत्येवकारार्थः । आत्मन्येव सुखस्वभावे सति कथं क्लेशो विजृम्भत इत्यत आह-आत्मस्वभावं न्यग्भाव्य तिरोभाव्य । यथा पयस्तिरोभाव्य निम्बरसो विजृम्भते । भवति हि महता प्रतिपन्थिनाऽल्पस्याभिभव इति । यदा त्वात्मस्वभाव एव भूयान् भवति तदा तेनापि क्लेशाभिभवः कर्तुं शक्यत इति । न संसारदशायां क्लेशेनात्माभिभवानुपपत्तिरिति भावः फलोहनमेतत् ॥१४-१२॥
“જેમ દૂધને તિરોહિત કરીને લીમડાનો રસ પ્રગટ થાય છે તેમ આત્માના સ્વભાવને (શુદ્ધજ્ઞાન-દર્શન-સુખાદિસ્વરૂપ સ્વભાવને) તિરોહિત કરીને સંસારના ફળ સ્વરૂપે વિપુલ એવો ક્લેશ જ પ્રગટ થાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંસારનું સ્વરૂપ દુઃખથી ગહન જ છે. પુણ્યના યોગે સામાન્યથી સુખમય જણાતા પણ સંસારમાં જન્મ, જરા અને મૃત્યુનું દુઃખ તો અનિવાર્ય જ છે. આ સંસારનો ઉચ્છેદ થાય નહિ એક પરિશીલન
૨૪૧
Page #245
--------------------------------------------------------------------------
________________
તો તેના ફળસ્વરૂપે વિપુલ પ્રમાણમાં ક્લેશનો જ આવિર્ભાવ થાય છે. સંસારનું સ્વરૂપ જેમ ફ્લેશ છે તેમ તેનું કાર્ય પણ ક્લેશ જ છે. અનુબંધવિશેષની અનવરત ચાલતી પરંપરાને લઈને ખૂબ જ વિસ્તારવાળો ક્લેશ છે. સંસારનું કાર્ય ક્લેશ જ છે. સુખનો લેશ પણ એમાં નથી : એ શ્લોકમાંના વ(જકારાર્થક વ)નો અર્થ છે.
આત્માનો સ્વભાવ એકાંતે સુખનો હોવાથી તેમાં આ રીતે ક્લેશનો આવિર્ભાવ કઈ રીતે થાય - આવી શંકાના સમાધાન માટે શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે જેમ દૂધમાં લીમડાનો રસ પડવાથી દૂધનો સ્વભાવ તિરોહિત (અંતહિંત-દબાય) થાય છે અને લીમડાનો રસ પ્રગટ થાય છે; તેમ આત્માનો અનંતસુખમય સ્વભાવ સંસારના કારણે તિરોહિત થાય છે અને સંસારનો ક્લેશ પ્રગટ થાય છે. મોટા વિરોધી-સ્વભાવવાળાના કારણે અલ્પાંશનો અભિભવ થાય છે : એ આપણા અનુભવની વાત છે. તેથી જ જ્યારે આત્મસ્વભાવ પ્રબળ હોય છે ત્યારે તેના વડે ક્લેશનો અભિભવ કરી શકાય છે; આથી સ્પષ્ટ છે કે સંસારની પ્રબળદશામાં ક્લેશ વડે આત્માનો અભિભવ થવામાં કોઈ પણ પ્રકારની અનુપપત્તિ નથી.
આ રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ બીજ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિષયમાં વિચારણા કરે છે. ભોગી માણસો, કાંતાદિ સંબંધી ગીતાદિના વિષયમાં જે રીતે રસપૂર્વક વિચારણા કરે છે, તે રીતે શાંત અને ઉદાત્ત આત્માઓ ભવના વિષયમાં વિચારતા હોય છે. વિદ્વાન એવા ભોગી જનોની, કાંતા-વલ્લભાદિનાં ગીત અને રૂપાદિ સંબંધી વિચારણાનો જેમને ખ્યાલ છે તેઓને શાંત અને ઉદાત્ત આત્માઓની ભવના વિષયમાં વિચારણા કેવી હોય છે - તે સમજાવવાની આવશ્યકતા નથી. આવી વિચારણા વિના યોગની પૂર્વસેવા પણ જો તાત્ત્વિક ન બને તો આપણી આજની ધર્મક્રિયાથી શું થશે – એ ગંભીરતાપૂર્વક વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ll૧૪-૧ર
શાંત અને ઉદાત્ત આત્માઓ માત્ર ભવના વિષયમાં જ વિચારે છે એવું નથી, પરંતુ ભવવિયોગના વિષયમાં પણ તેઓ વિચારે છે - તે જણાવાય છે
तद्वियोगाश्रयोऽप्येवं सम्यगृहोऽस्य जायते ।
तत्तत्तन्त्रनयज्ञाने विशेषापेक्षयोज्ज्वलः ॥१४-१३॥ तदिति-तद्वियोगाश्रयो भववियोगाश्रयोऽप्येवं हेतुस्वरूपफलद्वारेण । सम्यगृहः समीचीनविचारः । अस्य शान्तोदात्तस्य जायते । तेषां तेषां तन्त्राणां षष्टीतन्त्रादीनां नयानां ज्ञाने सति । विशेषापेक्षयेतरांशजिज्ञासालक्षणया । उज्ज्वलः शुद्धनिश्चयानुसारी ।।१४-१३।।
“આ પ્રમાણે ભવના વિયોગને આશ્રયીને પણ શાંત અને ઉદાત્ત આત્માને યોગ્ય વિચારણા પ્રાપ્ત થાય છે. તે તે દર્શનોની માન્યતાનું જ્ઞાન થયે છતે વિશેષ જિજ્ઞાસાથી તે વિચારણા
૨૪૨
અપુનર્બન્ધક બત્રીશી
Page #246
--------------------------------------------------------------------------
________________
ઉજ્જવળ બને છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ક્રોધાદિ કષાયથી પીડા નહીં પામેલા અને ઉત્તરોત્તર ગુણને પ્રાપ્ત કરવાના મહાન આશયવાળા આત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ જેમ ભવના વિષયમાં વિચારણા કરે છે તેમ કારણ, સ્વરૂપ અને ફળને આશ્રયીને ભવના વિયોગના વિષયમાં પણ સારી રીતે વિચારે છે. ભવનો વિયોગ; સકલકર્મના ક્ષય સ્વરૂપ મોક્ષરૂપ છે.
મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર છે. તેનું સ્વરૂપ; અનંતજ્ઞાનાદિગુણમય આત્માનું શુદ્ધ સહજ નિરુપાધિક સ્વભાવાત્મક છે અને તેનું ફળ છે સર્વથા ભવરોગનો નાશ; અક્ષયસ્થિતિ તેમ જ સર્વથા અવ્યાબાધ સ્થિતિ વગેરે. આ રીતે ભવવિયોગના વિષયમાં તેના હેતુ, સ્વરૂપ અને ફળને આશ્રયીને વિચારનારા આત્માઓને સાંખ્યાદિ તે તે દર્શનોનું જ્ઞાન થયે છતે ઇતરદર્શનો ભવના વિયોગના વિષયમાં તેનાં કારણાદિ અંગે શું જણાવે છે એવી જિજ્ઞાસા જન્મે છે. તેથી એજિજ્ઞાસાના કારણે ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયને કરાવનારી એ વિચારણા ઉજ્જવળ બને છે. આશય એ છે કે સામાન્ય રીતે ભિન્ન ભિન્ન માન્યતાને ધરનારાને તે નયોનું જ્ઞાન થાય એટલે તેના વિષયમાં ખૂબ જ દ્વિધા ઉત્પન્ન થતી જોવાય છે અને ત્યારે જીવને એમ થાય છે કે બધા પોતપોતાની વાત કરે છે. આ બધામાં સાચું શું અને ખોટું શું એ સમજાતું નથી. માટે જવા દો! આવી વિચારણાથી તે આત્માને વિચારણીય વિષયમાં કોઈ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ શાંત અને ઉદાત્ત આત્માને એવું બનતું નથી. ઉપરથી એ આત્માઓને વિશેષ જાણવાની ઇચ્છાથી વિચારણીય વિષયમાં ઉજ્જવળ એવો ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે, જે શુદ્ધ નિશ્ચયનું કારણ બને છે.
તત્ત્વનિશ્ચય સુધી પહોંચવાનો એ એક જ માર્ગ છે. તત્ત્વ(આત્મસ્વરૂપ)ને પામવા માટે તત્ત્વનો નિર્ણય કરવાનું ખૂબ જ આવશ્યક છે. અધકચરા તત્ત્વનિર્ણયથી તત્ત્વપ્રાપ્તિ શક્ય બનતી નથી. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વનો નિર્ણય અને તત્ત્વની પ્રાપ્તિના ક્રમમાં તત્ત્વજિજ્ઞાસા મૂળસ્થાને છે. આજના ધર્મીવર્ગમાં કવચિત જ તે જોવા મળતી હોય છે. સાચી તત્ત્વજિજ્ઞાસાને પ્રગટાવવાના બદલે એની જાણે જરૂર જ નથી એવું વર્તન જયારે જોવા મળે ત્યારે કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે : એનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવાની આવશ્યકતા છે. સાચી જિજ્ઞાસા તત્ત્વવિચારણા માટે અત્યંત ઉપયોગી સાધન છે. એક વાર વસ્તુતત્ત્વનો નિશ્ચય થઈ જાય તો તત્ત્વને પામવાનું ખૂબ જ સરળ બને છે. શાંત અને ઉદાત્ત આત્માઓની આત્મપરિણતિ જ એવી હોય છે કે તેમને વિશેષ જિજ્ઞાસાને લઈને સહજ રીતે જ ભવવિયોગના વિષયમાં શુદ્ધનિશ્ચયાનુસારી ઊહ પ્રાપ્ત થાય છે. I/૧૪-૧all
ઉપર જણાવ્યા મુજબ શાંત અને ઉદાત્ત આત્માઓને ભવના વિયોગના વિષયમાં પણ શુદ્ધ નિશ્ચયાનુસારી ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે અને તેથી તેમને જે સિદ્ધ થાય છે - તે જણાવાય છે–
એક પરિશીલન
૨૪૩
Page #247
--------------------------------------------------------------------------
________________
योजनाद् योग इत्युक्तो मोक्षण मुनिसत्तमैः ।
स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो धुवः ॥१४-१४॥ योजनादिति-योजनाद् घटनाद् मोक्षेण । इत्यस्माद्धेतोः । मुनिसत्तमैरृषिपुङ्गवैः । योग उक्तः । स निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवायां प्रकृतौ सत्यां । लेशतः किञ्चिद्वृत्त्या । धुवो निश्चितः ।।१४-१४।।
“મોક્ષની સાથે આત્માને જોડી આપતો હોવાથી તેને(ઊહને) મહર્ષિઓએ યોગ કહ્યો છે. તે યોગ; પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ અધિકાર જેમાંથી દૂર થયો છે એવી પ્રકૃતિ હોતે છતે અંશતઃ નિશ્ચિત હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યોગનું સ્વરૂપ વર્ણવતાં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિઓએ જણાવ્યું છે કે મોક્ષની સાથે આત્માને જે જોડી આપે છે તે સમ્યજ્ઞાનાદિને યોગ કહેવાય છે. અપુનર્બન્ધક આત્માઓને પ્રાપ્ત થયેલ ઊહ(વિચારણા) મોક્ષની સાથે કાલાંતરે આત્માને જોડી આપે છે તે કારણથી તેને પણ મહર્ષિઓએ યોગ કહ્યો છે.
એ યોગની પ્રાપ્તિ માટે પ્રકૃતિનો પુરુષ ઉપરનો અધિકાર નિવૃત્ત થવો જોઇએ. આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માનો પ્રકૃતિ-કર્મના કારણે અભિભવ થતો જ આવ્યો છે. અનંતગુણોનો સ્વામી હોવા છતાં આપણો આત્મા આજ સુધી કર્મનાં આવરણોથી અભિભૂત (દબાયેલો) છે. અજ્ઞાનાદિને પરવશ બની નિત્ય કર્મથી અભિભવ પામવાનો જાણે આત્માનો સ્વભાવ જ ન હોય એવી પરવશ સ્થિતિનો આપણે અનુભવ કરતા આવ્યા છીએ. અજ્ઞાનતિમિરને હરનારા ભવનિસ્તારક પૂ. ગુરુદેવના પરિચયાદિથી આત્મસ્વરૂપનો વાસ્તવિક પરિચય થવાથી કર્મની આધીનતાને દૂર કરી આત્મા કર્મથી અભિભૂત ન થાય ત્યારે પ્રકૃતિ (કર્મ)નો પુરુષ(આત્મા) ઉપરનો એ અધિકાર વ્યાવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં પ્રકૃતિને વ્યાવૃત્ત-નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ કહેવાય છે. તેવા પ્રકારની નિવૃત્તાધિકાર પ્રકૃતિ હોતે છતે આત્માને મોક્ષપ્રાપક યોગની અંશતઃ પ્રાપ્તિ ચોક્કસ થતી હોય છે.
અશાતાવેદનીયાદિ કર્મનો આત્મા જે રીતે પ્રતીકાર કરે છે; એ રીતે મોહનીયાદિ કર્મનો પ્રતીકાર કરવામાં આવે તો પ્રકૃતિ નિવૃત્તાધિકાર બન્યા વિના નહિ રહે. પરંતુ એ રીતે મોહનીયાદિકર્મનો પ્રતીકાર કરવાનું ધારીએ છીએ એટલું સહેલું નથી. વાતવાતમાં કર્મપરવશ બનનારા માટે એ શક્ય નથી. શાંત અને ઉદાત્ત પ્રકૃતિ(સ્વભાવ)વાળા આત્માઓનો, પ્રકૃતિનો અધિકાર અંશતઃ નિવૃત્ત થતો હોવાથી અંશતઃ યોગની પ્રાપ્તિ તેમને થાય છે. નિષ્કર્મસ્વભાવવાળા આત્માને કર્મપરવશતા કોઈ પણ રીતે દૂર કર્યા વિના ચાલે એવું નથી. પ્રકૃતિની નિવૃત્તાધિકારિતા માટે એ અનિવાર્ય છે. પ્રકૃતિ(કર્મ)નો આત્મા(પુરુષ) ઉપરનો અધિકાર દૂર થયા વિના આત્માને અંશતઃ પણ યોગની પ્રાપ્તિ થતી નથી. કર્મ(પ્રકૃતિ)નો અધિકાર દૂર કરવા માટે આત્માનું બળ વધારવું પડશે. અશાતાના પ્રતીકાર વખતે આત્માના બળને આપણે સૌ વધારતા જ હોઇએ
૨૪૪
અપુનર્બન્ધક બત્રીશી
Page #248
--------------------------------------------------------------------------
________________
છીએ. એવો જ પુરુષાર્થ મોહનીયાદિકર્મના પ્રતીકાર માટે કરવામાં આવે તો કર્મનો પુરુષ ઉપરનો અધિકાર ચોક્કસ જ દૂર થશે. ૧૪-૧૪ll અન્યદર્શનકારો અપુનર્બન્ધકદશામાં જે કારણે યોગને ઇચ્છે છે તે જણાવાય છે–
गोपेन्द्रवचनादस्मादेवलक्षणशालिनः ।
રષ્ય થો: પ્રતિશ્રોતોડનુત્વિતઃ ૧૪-૧૧i. गोपेन्द्रेति-अस्माद्गोपेन्द्रवचनाद् । एवंलक्षणशालिनः शान्तोदात्तत्वादिगुणयुक्तस्यापुनर्बन्धकस्य । परैस्तीर्थान्तरीयै र्योग उच्यते । प्रतिश्रोतोऽनुगच्छति यः स प्रतिश्रोतोऽनुगस्तद्धावस्तत्त्वं ततः । इन्द्रियकषायानुकूला हि वृत्तिरनुश्रोतः । तत्प्रतिकूला तु प्रतिश्रोत इति । इत्थं हि प्रत्यहं शुभपरिणामवृद्धिः, सा च योगफलमित्यस्य योगौचित्यं । तदाह-“वेलावलनवन्नद्यास्तदा पूरोपसंहृतेः । प्रतिश्रोतोऽनुगत्वेन પ્રત્યુદં વૃદ્ધિસંયુતઃ II” યો વિવું ૨૦૨ રૂતિ I9૪-9.
આ ગોપેન્દ્રવચનથી આવાં(પૂર્વોક્ત) લક્ષણ(ગુણ)વાળા આત્માને પ્રતિશ્રોતાનુગામિતાને લઇને બીજા દર્શનકારો યોગ માને છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગશાસ્ત્રકારે જણાવેલા - “મોક્ષની સાથે જોડી આપે તેને યોગ કહેવાય છે.' - આ વચનથી પૂર્વે જણાવેલા શાંતાદાત્તત્વગુણવાળા અપુનબંધક આત્માને બીજા દાર્શનિકો યોગ માને છે, તેનું કારણ એ છે કે તેઓ પ્રતિશ્રોતગામી હોય છે.
ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ એવી વૃત્તિ(વર્તન)ને અનુશ્રોત કહેવાય છે તેમ જ ઇન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ એવી વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ અનુકૂળ વિષયોની ઇચ્છા, તેનો પરિભોગ અને તેમાં રતિ વગેરે અનુશ્રોત છે તેમ જ શબ્દાદિ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, તેનો પરિવાર અને તેમાં અરતિ વગેરે પણ અનુશ્રોતગામિતા છે. આવી જ રીતે ક્રોધાદિ કષાયોને આધીન બનીને કરાતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ અનુશ્રોત છે. તેનાથી તદ્દન વિપરીત વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. એ પ્રતિશ્રોતવૃત્તિને લઈને શાંત અને ઉદાત્ત આત્માઓને અન્ય દર્શનકારો યોગ માને છે. અનાદિકાળથી કર્મપરવશ આત્માને અનુશ્રોતને અનુસરવાની વૃત્તિ હોવાથી યોગની પ્રાપ્તિ થતી ન હતી. અનુશ્રોતગામિતાનો ત્યાગ કરી આત્મા જયારે પ્રતિશ્રોતગામી બને છે ત્યારે તેને યોગની પ્રાપ્તિ થાય છે. યોગની પ્રાપ્તિમાં અનુશ્રોતગામિતા પ્રતિબંધક છે. પરંતુ વિચિત્રતા એ છે કે અનુશ્રોતગામીને એનો ખ્યાલ પણ આવતો નથી. કોઈ એ વિષયમાં ધ્યાન દોરે તો પ્રાયઃ ગમે જ નહિ. આવા સંયોગોમાં એવા આત્માઓને પ્રતિશ્રોતગામી બનાવવાનું કાર્ય કઠિન બને છે.
ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીના પાવનપરિચય અનુશ્રોતગામિતાની ભયંકરતાનો જયારે મુમુક્ષુને ખ્યાલ આવે છે ત્યારે આ શાંત અને ઉદાત્ત આત્માને પ્રતિશ્રોતગામિતાની પ્રાપ્તિ થાય છે એક પરિશીલન
૨૪૫
Page #249
--------------------------------------------------------------------------
________________
અને ત્યાર પછી દરરોજ એ શુભ પરિણામની વૃદ્ધિ થાય છે, જે યોગનું ફળ છે. તેથી આ શાંત અને ઉદાત્ત પ્રકૃતિવાળા અપુનબંધક આત્માઓ જ યોગને ઉચિત છે. યોગબિંદુ ગ્રંથમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – મહાસમુદ્રના ક્ષોભથી નદીના પાણીના) આપૂરણ(આગમન)નો ઉપસંહાર થવાના કારણે વેલાવલન(જલની વૃદ્ધિનું વ્યાવર્તન)ની જેમ; જેની પ્રકૃતિનો અધિકાર (પુરુષનો અભિભવ કરવાનો અધિકાર) નિવૃત્ત થયો છે એવા પુરુષ(આત્મા)ને તે પ્રતિશ્રોતગામી હોવાથી દરરોજ વધતો યોગ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નદીના પૂરનો ઉપસંહાર થવાથી જેમ ભરતીની વ્યાવૃત્તિ(ઓટ) દરરોજ પ્રવર્તે છે તેમ પ્રતિશ્રોતગામી હોવાથી નિવૃત્તપ્રકૃત્યધિકાર (પ્રકૃતિના અધિકારની નિવૃત્તિવાળા) પુરુષને વધતો યોગ પ્રવર્તે છે. ૧૪-૧પ
અપુનર્ધધક આત્માને જે યોગ માન્યો છે તે દ્રવ્યયોગ છે - એ જણાવાય છે. સમ્યગ્દર્શનાદિને પામેલા આત્માઓને જે યોગ પ્રાપ્ત થાય છે તે ભાવયોગસ્વરૂપ એ યોગ નથી તે જણાવાય છે–
तत् क्रियायोगहेतुत्वाद् योग इत्युचितं वचः ।। मोक्षेऽतिदृढचित्तस्य भिन्नग्रन्थेस्तु भावतः ॥१४-१६॥
तदिति-तद्वचः क्रियायोगस्य सदाचारलक्षणस्य हेतुत्वाद् योग इत्येवमुचितम्, अस्य द्रव्ययोगवत्त्वात् । मोक्षे निर्वाणे । अतिदृढचित्तस्यैकधारालग्नहृदयस्य । भिन्नग्रन्थेविदारितातितीव्ररागद्वेषपरिणामस्य तु भावतो योगः सम्भवति । सम्यग्दृष्टेहि मोक्षाकाङ्क्षाक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्तिपर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम् । अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं-“भिन्नग्रन्थेस्तु યપ્રાયો મોક્ષે વિત્ત ભવે તનુ / તસ્ય તત્પર્વ વેદ રોગો રોનો દિ માવતઃ છા” રૂતિ 19૪-૧દ્દા
“ક્રિયા સ્વરૂપ યોગનું કારણ હોવાથી તે યોગ છે તેથી તે વચન ઉચિત છે. મોક્ષમાં અત્યંત દઢચિત્તવાળા એવા ગ્રંથિભેદ કરનારા આત્માઓને તો ભાવયોગ હોય છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, અપુનબંધકદશાને પામેલા શાંત અને ઉદાત્ત આત્માઓનું દેવપૂજારિરૂપ અનુષ્ઠાન, સદાચારસ્વરૂપ ક્રિયાયોગનું કારણ હોવાથી યોગ છે. આ વચન ઉચિત છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓને દ્રવ્યયોગ હોય છે. ભવિષ્યમાં ભાવનું કારણ બનવાના કારણે એ દ્રવ્યયોગ છે. આથી સમજી શકાશે કે અપુનબંધક આત્માઓને તેમનાં ઉચિત અનુષ્ઠાનો યોગનાં કારણ હોવાથી યોગરૂપ મનાય છે.
પરંતુ મોક્ષના વિષયમાં જેમનું ચિત્ત અત્યંત દઢ છે અર્થાત્ જેમને હૃદયમાં એક મોક્ષની જ ધારા(રઢ) લાગી છે; એવા ભિન્નગ્રંથિવાળા આત્માને ભાવથી યોગ મનાય છે. રાગદ્વેષની અતિતીવ્ર પરિણતિને ગ્રંથિ કહેવાય છે. એને ભેદી નાખનારા સમ્યગ્દષ્ટિ આત્માઓને ભાવથી યોગ હોય છે. કારણ કે નિરંતર મોક્ષની આકાંક્ષાથી પૂર્ણ ચિત્તવાળા આત્માઓની
૨૪૬
અપુનર્બન્ધક બત્રીશી
Page #250
--------------------------------------------------------------------------
________________
(સમ્યગ્દષ્ટિઓની) જે જે ચેષ્ટા છે તે તે બધી જ ચેષ્ટાઓ અંતે મોક્ષપ્રાપ્તિના ફળવાળી છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જ ભાવથી યોગ હોય છે. અપુનબંધક આત્માઓને મોક્ષની ઇચ્છાસ્વરૂપ પરિણામ સર્વદા હોતો નથી તેથી તેમને દ્રવ્યથી જ યોગ હોય છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે જે કારણથી અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનું જેમણે વિદારણ કર્યું છે એવા સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત ઘણી વાર મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેમનો એ બધો જ (ધર્મ, અર્થ વગેરે સંબંધી) યોગ (વ્યાપાર) અહીં યોગની વિચારણામાં ભાવથી જ યોગ મનાય છે.
આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માઓનાં તેમને ઉચિત એવાં અનુષ્ઠાનો મોક્ષની સાથે આત્માને જોડી આપતાં હોવાથી (મોક્ષે લોનના) યોગસ્વરૂપ (ભાવયોગ) છે અને અપુનબંધક અવસ્થાને પામેલા આત્માઓને તેમને ઉચિત અનુષ્ઠાનો સદાચારસ્વરૂપ યોગનું કારણ બનતાં હોવાથી (વિવાદેતુત્વાક) યોગ તરીકે (દ્રવ્યયોગ) મનાય છે. ૧૪-૧૬ll
સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ અને અર્થાદિ વ્યાપાર યોગસ્વરૂપે પરિણમે છે : આ વાત દષ્ટાંતથી ભાવિત કરાય છે
अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा ।
तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ॥१४-१७॥ अन्येति-अन्यस्मिन् स्वभर्तृव्यतिरिक्त पुंसि सक्ताया अनुपरतरिरंसायाः स्त्रियो योषितः । भर्तृयोगोऽपि पतिशुश्रूषणादिव्यापारोऽपि । यथाऽश्रेयसे पापकर्मबन्धाय । तथाऽमुष्य भिन्नग्रन्थेः । कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् । पुण्ययोगेऽपि पापपरिणामेन पापस्येव बन्धवदशुभकुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः । तदुक्तं-“नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।।१।। न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाकुलस्यापि તત્ર વિત્ત ન નાયતે III II9૪-૧૭ના
પરપુરુષમાં આસક્ત સ્ત્રીનો પતિની સેવાદિ સ્વરૂપ યોગ પણ જેમ કલ્યાણ માટે થતો નથી, તેમ જેઓએ ગ્રંથિનો ભેદ કર્યો છે એવા આ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ કર્મના બંધને કરનારો બનતો નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે, પોતાના પતિને છોડીને બીજા પુરુષમાં આસક્ત એવી અવિરત મૈથુનની ઇચ્છાવાળી સ્ત્રી, પોતાના પતિની શુશ્રુષા-સેવા ભક્તિ વગેરે સ્વરૂપ વ્યાપાર (કાર્ય કરે તોપણ તે જેમ પાપકર્મના બંધ માટે થાય છે તેમ ગ્રંથિભેદ કરનારા આત્માને કુટુંબનો વ્યાપાર પણ કર્મના બંધ માટે થતો નથી. પુણ્યકર્મનો યોગ હોવા છતાં પાપના પરિણામથી જેમ પાપનો જ બંધ થાય છે તેમ અશુભ કુટુંબાદિના પરિપાલનનો યોગ હોવા છતાં શુદ્ધ પરિણામથી સદનુબંધ જ થાય
એક પરિશીલન
૨૪૭
Page #251
--------------------------------------------------------------------------
________________
છે, પરંતુ અશુભયોગથી અશુભ અનુબંધ થતો નથી. સ્ત્રી પોતાના પતિની જે કાંઈ શુશ્રુષાદિ કરે છે તે તેના માટે ઉચિત હોવાથી પુણ્યયોગ(શુભયોગ) છે, પરંતુ પરપુરુષમાં તે આસક્ત હોવાથી તેના પરિણામ અશુભ છે. એ પરિણામના યોગે તે સ્ત્રીને પુણ્યયોગમાં પણ અશુભબંધ થાય છે.
આ વિષયમાં “યોગબિંદુમાં જણાવ્યું છે કે અન્ય પુરુષમાં આસક્ત એવી સ્ત્રીને; મૈથુનની પ્રબળ ઇચ્છાના કારણે તે પરપુરુષમાં જ તેનું ચિત્ત સદા રમતું હોવાથી, સ્વપતિના (ભાવથી પરપુરુષના) વિષયમાં શુશ્રુષાદિ સ્વરૂપ યોગ અને પાપનો બંધ થાય છે તેમ ગ્રંથિભેદ કરનાર આત્માને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ મોક્ષના વિષયમાં નિર્જરાસ્વરૂપ ફળને આપનારો સમજવો. ગ્રંથિ(રાગદ્વેષની તીવ્ર પરિણતિ)નો ભેદ થવાથી ઉત્તમ એવા મોક્ષ સ્વરૂપ ભાવને સારી રીતે જોનાર આત્માને; કર્મની વિચિત્ર પરિણતિને લઈને કુટુંબાદિના પ્રતિબંધથી આકુળ (2) હોવા છતાં મોક્ષમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી – એવું બનતું નથી અર્થાત્ બને જ છે. અન્યથા. જો એવું ન બને તો પરમાર્થથી એ આત્માએ ઉત્તમભાવ-મોક્ષનું નિરીક્ષણ જ કર્યું નથી – એમ માનવું પડે. કર્મયોગે આવી પડેલા તે તે ભાવો; ઉત્તમ ભાવોનું નિરીક્ષણ કરનારાઓને મોક્ષના ચિત્તનો બાધ કરનારા બનતા નથી. II૧૪-૧૭થી
ઉપર જણાવ્યા મુજબ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિનો વ્યાપાર નિર્જરારૂપ ફળનું કારણ કેમ બને છે - તે જણાવાય છે
निजाशयविशुद्धौ हि बाझो हेतुरकारणम् ।
शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी ॥१४-१८॥ निजेति-निजाशयविशुद्धौ हि सत्यां । बाह्यो हेतुः कुटुम्बचिन्तनादिव्यापारः । अकारणं कर्मबन्धं प्रति भवहेतूनामेव परिणामविशेषेण मोक्षहेतुत्वेन परिणमनाद् “जे जत्तिया य हेऊ भवस्स ते तत्तिआ य मुक्खस्स” इति वचनप्रामाण्यात् । ननु किमेकेन शुभपरिणामेन ? क्रियाया अपि मोक्षकारणत्वात्तदभावे तस्याकिञ्चित्करत्वादित्यत आह-शुश्रूषादिक्रियाऽप्यस्य सम्यग्दृशः । शुद्धश्रद्धानुसारिणी जिनवचनप्रामाण्यप्रतिपत्त्यनुगामिनी । परिशुद्धोहापोहयोगस्य हि प्रकृतेरप्रवृत्तिविरोधिप्रकृतियोगाभ्यां सम्यगनुष्ठानवन्ध्यकारणत्वात्तेनैव तदाक्षिप्यत इति भावः । तदुक्तं-“चारु वैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठनभाक् स यत् ।।१।। प्रकृतेरायतश्चैव नाप्रवृत्त्यादिधर्मताम् । तथा विहाय घटते ऊहोऽस्य विमलं मनः ।।२।। सति चास्मिन् स्फुरद्रत्नकल्पे सत्त्वोल्बणत्वतः । भावस्तैमित्यतः शुद्धमनुष्ठानं सदैव हि ॥३॥” [योगबिन्दु २०६-७-८] ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यते कथमत्र भावतोऽयमुक्त इति चेच्चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणादल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव । “एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम् ।।१।।” [योगबिन्दु २०९] इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु ૨૪૮
અપુનર્બન્ધક બત્રીશી
Page #252
--------------------------------------------------------------------------
________________
सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।।१४-१८॥
પોતાના આશયની વિશુદ્ધિ હોતે છતે કર્મબંધની પ્રત્યે બાહ્ય હેતુ; કારણ બનતા નથી. આ ભિન્નગ્રંથિક સમકિતદષ્ટિ આત્માની શુશ્રુષાદિ ક્રિયા પણ શુદ્ધ શ્રદ્ધાને અનુસરનારી છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્રપરિણતિનો ભેદ થવાથી તે આત્માનો પોતાનો આશય(પરિણામ) શુદ્ધ બને છે. એ આશયની શુદ્ધિને લઇને કુટુંબચિંતાદિ સ્વરૂપ વ્યાપાર અશુભ કર્મબંધનું કારણ બનતો નથી. કારણ કે આ પૂર્વે (ગ્રંથિભેદ પૂર્વે) એ વ્યાપાર ભવનું કારણ બનતો હોવા છતાં ગ્રંથિભેદ થવાના કારણે હવે તે મોક્ષના કારણ સ્વરૂપે પરિણમે છે. “જે જેટલા પ્રમાણમાં ભવના હેતુ છે તે તેટલા પ્રમાણમાં મોક્ષનાં કારણ છે.” - આ વચન પ્રમાણ હોવાથી જીવવિશેષને સંસારનાં કારણ પણ મોક્ષનાં કારણ સ્વરૂપે પરિણમે છે.
અહીં આવી શંકા નહિ કરવી જોઈએ કે - “એકલા શુભ પરિણામથી શું? કારણ કે મોક્ષની પ્રત્યે ક્રિયા પણ કારણ છે. તેથી ભિન્નગ્રંથિવાળા આત્માને શુભ પરિણામ હોવા છતાં શુભક્રિયાનો અભાવ હોવાથી તે પરિણામ અકિંચિત્કર છે.' - આ શંકાનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે – આ સમ્યગ્દષ્ટિ આત્માઓની શુશ્રુષાદિ ક્રિયા પણ શ્રી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર કરાવનારી શુદ્ધ કોટિની હોય છે. કારણ કે પૂર્વે જણાવ્યા મુજબ પ્રકૃતિ-કર્મ ઉપર આત્માપુરુષનો અધિકાર હોવાથી અર્થાત્ આત્મા-પુરુષનો અભિભવ કરવા સ્વરૂપ પ્રકૃતિનો અધિકાર નિવૃત્ત થવાથી અને પ્રકૃતિવિરોધી યોગ પ્રાપ્ત થવાથી સમ્યગ્દષ્ટિ આત્માને પરિશુદ્ધોહાપોહયોગની પ્રાપ્તિ થતી હોય છે. એ યોગથી જ શુશ્રુષાદિ ક્રિયાયોગનો આક્ષેપ થાય છે. એ યોગ (કાપોદ) જ ક્રિયાને ખેંચી લાવે છે. કારણ કે પરિશુદ્ધ ઊહાપોહ; સમ્યગનુષ્ઠાનનું અવંધ્ય (ચોક્કસ ફલપ્રદ). કારણ છે. સમ્યગનુષ્ઠાનના અભાવમાં પરિશુદ્ધ ઊહાપોહનો પણ અભાવ હશે. કાર્યનો અભાવ કારણના અભાવને જણાવનારો હોય છે.
આ વિષયના નિરૂપણ વખતે યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે – ભિન્નગ્રંથિવાળાને આ મોક્ષની અભિલાષાવાળું ચિત્ત સુંદર જ છે. કારણ કે ભવના વિયોગના વિષયવાળી વિચારણા તે આત્માને સ્વભાવથી જ પ્રવર્તે છે. તેના યોગે તે શુદ્ધાનુષ્ઠાન(શુકૂષા-ધર્મરાગાદિના કારણે શ્રવણ-ધર્મક્રિયાદિ)નું પાત્ર હોય છે. l/૨૦૬ll કારણ કે પ્રકૃતિ-કર્મની નિવૃત્તાધિકારિતાદિ ધર્મતાને છોડીને પૂર્વમાં ભિન્નગ્રંથિવાળા આત્માને નિર્મળમનસ્વરૂપ ઊહ સંગત નથી. પરંતુ પ્રકૃતિની અપ્રવૃજ્યાદિ ધર્મવાળી અવસ્થામાં જ એ નિર્મળ મન સ્વરૂપ ઊહ(વિચારણા) ઘટે છે. ૨૦૭. સ્કુરાયમાન રત્ન જેવા નિર્મળ મન સ્વરૂપ ઊહની વિદ્યમાનતામાં આત્માનું વીર્ય (ઉત્સાહ) ઉત્કટ હોવાથી; ભવાભિનંદીપણાના ક્ષુદ્રતા, લાભરતિ, દીનતાદિ સ્વરૂપ ચિત્તદોષોથી મન ક્ષોભ પામતું નથી. તેથી ધર્મશાસ્ત્રશુશ્રુષાદિસ્વરૂપ અનુષ્ઠાન, એ આત્માને(ભિન્ન ગ્રંથિવાળાને) સદાને માટે હોય છે. કારણ કે પરિશુદ્ધોહાપોદ્યોગ શુદ્ધાનુષ્ઠાનનું અવંધ્ય કારણ છે. ૨૦૮ આ શુદ્ધ
એક પરિશીલન
૨૪૯
Page #253
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાન-ભિન્ન ગ્રંથિવાળા આત્માને) મોક્ષનું કારણ બનતું હોવાથી તે યોગ છે - આ વચન ઉચિત છે. અપુનબંધકાદિ આત્માઓનું (ભિન્ન ગ્રંથિવાળા ન હોવાથી) એ અનુષ્ઠાન યોગ નથી. માત્ર મુખ્ય યોગપૂર્વસેવા હોતે છતે તેમને શુદ્ધાનુષ્ઠાનનો અવકાશ છે. મુખ્યયોગ-પૂર્વસેવા ન હોય ત્યારે થનારું શુદ્ધાનુષ્ઠાન આભાસરૂપ હોય છે - એ યાદ રાખવું. l૨૦લી.
ઉપર જણાવ્યા મુજબ યોગબિંદુના શ્લોકનંબર ૨૦૮માં તેરા યતવ નાપ્રવૃવિધર્મતાત્ આવો પાઠ છે. તેનો અક્ષરશઃ અર્થ ઉપર જણાવ્યો છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી પુરુષ-આત્માના શુદ્ધ સ્વરૂપને આચ્છાદિત કરવા સ્વરૂપ અભિભવને કરવાની જ પ્રવૃત્તિ પ્રકૃતિકર્મની છે. અંશતઃ પણ એ પ્રવૃત્તિ દૂર થાય ત્યારે પ્રકૃતિને અપ્રવૃત્તિધર્મા (નિવૃત્યધિકારવાળી) કહેવાય છે. અપ્રવૃત્તિધર્મતા (અપ્રવૃત્તિ-અધિકારનિવૃત્તિ)ના કારણે એવી પ્રકૃતિવાળા આત્માને પૂર્વે જણાવ્યા મુજબ વિમલમનસ્વરૂપ ઊહ સંગત થાય છે. આ વાતને અનુલક્ષી આ બત્રીશીની ટીકામાં ગ્રંથકાર પરમર્ષિએ “પરપ્રવૃત્તિવિધિપતિયોગાભ્યામ્' આ પ્રમાણે જણાવ્યું છે. અર્થાત્ નાકનૃત્યવિધર્મતા અહીં “ગારિ’ પદથી પ્રકૃતિની વિરોધી પ્રકૃતિનો સંગ્રહ કર્યો છે. એનો આશય એ છે કે પ્રકૃતિનો આત્માભિભવ કરવાનો અધિકાર નિવૃત્ત થયે છતે પૂર્વે જેમ આત્માના ગુણો(શુદ્ધસ્વરૂપ)નું આચ્છાદન પ્રકૃતિ કરતી હતી, તેમ તે કરતી નથી. પરંતુ ઉપરથી એ અધિકારીની નિવૃત્તિના કારણે આત્માના ગુણોના અંશતઃ આવિર્ભાવમાં તે સહાય કરે છે, જે પ્રકૃતિના મૂળભૂત સ્વભાવની વિરોધિપ્રકૃતિ છે. આ રીતે પ્રકૃતિ(કર્મ)ની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રકૃતિ(સ્વભાવ) : એ બંન્નેના યોગે પરિશુદ્ધ ઊહાપોહ સમ્યગનુષ્ઠાનનું અવંધ્યકારણ બને છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું.
અહીં એવી શંકા નહિ કરવી જોઇએ કે “યોગબિંદુ વગેરે ગ્રંથમાં દેશવિરતિગુણસ્થાનકથી જયોગની પ્રાપ્તિ વર્ણવી છે. ચોથા ગુણસ્થાનક સુધી તો એ યોગના કારણભૂત દ્રવ્યયોગની જ પ્રાપ્તિ વર્ણવી છે. તો પછી અહીં ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને ભાવથી યોગની પ્રાપ્તિ કઈ રીતે વર્ણવી છે.” કારણ કે ચારિત્રના વિરોધી એવા અનંતાનુબંધી કષાયોનો અપગમ (અનુદય) હોતે છતે એટલા પ્રમાણમાં ચારિત્રનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે નિશ્ચયનયના અભિપ્રાયથી ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દષ્ટિ આત્માને યોગની પ્રાપ્તિ ભાવથી થાય છે – એમ જણાવ્યું છે. ચોથા ગુણસ્થાનકે માત્ર અનંતાનુબંધીના કષાય સ્વરૂપ ચારિત્રમોહનીયકર્મનો જ અપગમ થવાથી ખૂબ જ અલ્પપ્રમાણમાં ચારિત્રગુણનો આવિર્ભાવ હોવાથી તેની વિવફા નહિ કરનારા એવા વ્યવહારનયની અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનકે યોગપ્રાપ્તિની વિવક્ષા કરાતી જ નથી.
યોગબિંદુના શ્લોક નંબર ૨૦૯માં ઉપર જણાવ્યા મુજબ અપુનબંધકદશામાં મુખ્ય યોગપૂર્વસેવાને ઉદ્દેશીને જે યોગની વાત જણાવી છે; તે તો સમ્યગ્દષ્ટિ આત્માઓને નૈગમનની અપેક્ષાએ શુદ્ધિપ્રકર્ષ હોય છે એ જણાવવા માટે અપુનબંધકોની વિશેષતાને જણાવનારી છે.
૨૫૦
અપુનર્બન્ધક બત્રીશી
Page #254
--------------------------------------------------------------------------
________________
અન્યથા ચોથા ગુણસ્થાનકે પણ વ્યવહારનયની અપેક્ષાએ માત્ર દ્રવ્યથી જ યોગને વર્ણવવામાં આવે તો અપુનબંધક આત્મા અને સમ્યગ્દષ્ટિ આત્મા એ બેમાં યોગની વિશેષતા જણાશે નહિ. સંક્ષેપમાં સમજવું હોય તો એમ સમજવું કે અપુનબંધક આત્માઓની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ આત્માઓને યોગની પ્રાપ્તિ થાય છે અને અપુનબંધક આત્માઓને મુખ્ય યોગપૂર્વસેવા હોય ત્યારે ... યોગના કારણભૂત યોગની પ્રાપ્તિ થાય છે. નૈગમનય પરિસ્થર હોવાથી વક્તાની છે તે અપેક્ષાને ધ્યાનમાં રાખી સર્વ પદાર્થોનો અભ્યાગમ કરાવે છે. તેથી બુદ્ધિમાનોએ ખૂબ જ ઉપયોગપૂર્વક અહીં જણાવેલી વાતનો વિચાર કરવો જોઈએ. અન્યથા ખૂબ જ સ્પષ્ટ રીતે પૂર્વાપરકથનમાં વિરોધ જણાયા વિના નહીં રહે. પૂર્વાપરકથનનો તે તે અપેક્ષાએ વિચાર કરવાથી ગ્રંથકારશ્રીના આશયને સારી રીતે સમજી શકાશે. ૧૪-૧૮
આ પૂર્વે જણાવેલા યોગના વિષયમાં જ એની પારમાર્થિકતા જે રીતે સંગત થાય છે, તે જણાવાય છે–
एतन्निश्चयवृत्त्यैव यद्योगः शास्त्रसंज्ञिनः ।
त्रिधा शुद्धादनुष्ठानात् सम्यक्प्रत्ययवृत्तितः ॥१४-१९॥ एतदिति-एतद्यदुक्तं भिन्नग्रन्थेरेव भावतो योग इति निश्चयवृत्त्यैव परमार्थवृत्त्यैव न तु कल्पनया । यद्यस्माच्छास्त्रेणैव संज्ञी तद्विना त्वसंज्ञिवत् क्वाप्यर्थे प्रवर्तमानो यस्तस्य । त्रिधा वक्ष्यमाणैस्त्रिभिः प्रकारैः । शुद्धानिरवद्याद् । अनुष्ठानादाचारात् । सम्यक्प्रत्ययेनात्मगुरुलिङ्गशुद्ध्या स्वकृतिसाध्यताद्यभ्रान्तविश्वासेन વૃત્તિઃ પ્રવૃત્તિસ્તતો ભવતીતિ 9૪-૧૨IL
ગ્રંથિનો ભેદ જેણે કરી લીધો છે એવા આત્માને ભાવથી યોગ હોય છે – આ પ્રમાણે જે કહ્યું છે, તે પરમાર્થથી જ છે; કાલ્પનિક નથી. શાસ્ત્રના કારણે જ જે સંજ્ઞી છે તેવા આત્માને ત્રણ પ્રકારના શુદ્ધ અનુષ્ઠાનથી ત્રણ પ્રકારના સમ્યફપ્રત્યયને આશ્રયીને યોગની પ્રાપ્તિ થાય છે.” - આ
શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ છે. તેનો જેઓએ ભેદ – નાશ કર્યો છે, એવા આત્માઓને જ યોગ હોય છે – આ વાત પૂર્વે જણાવી છે, તે પરમાર્થવૃત્તિએ છે. કલ્પનામાત્રથી એ વાત નથી, પરંતુ વસ્તુસ્થિતિને અનુલક્ષીને છે.
કારણ કે શાસ્ત્રના જ કારણે જેઓ સંજ્ઞી છે એવા આત્માઓને સમ્યક પ્રત્યયની વૃત્તિથી શુદ્ધાનુષ્ઠાન દ્વારા યોગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રને આધીન થઈને જ જેઓ પ્રવર્તે છે તેમને શાસ્ત્રસંશી કહેવાય છે. શાસ્ત્રની આધીનતા વિના અસંશીની જેમ કોઈ પણ વિષયમાં પ્રવર્તતા હોય તેમને યોગની પ્રાપ્તિ થતી નથી. અસંશી જીવોને તથા પ્રકારના જ્ઞાનના અભાવે જેમ યોગની પ્રાપ્તિ થતી નથી તેમ શાસ્ત્રની આધીનતા વિના જે આત્માઓ પોતાની ઇચ્છા મુજબ પ્રવૃત્તિ કરે એક પરિશીલન
-
૨૫૧
Page #255
--------------------------------------------------------------------------
________________
છે તેમને પણ યોગની પ્રાપ્તિ થતી નથી. આ રીતે શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને નહિ કરનારા અને અસંશી : એ બેમાં કોઇ વિશેષ નથી.
શાસ્ત્રને આધીન બની પ્રવૃત્તિને કરનારા શાસ્ત્રસંશી આત્માઓ ત્રણ પ્રકારનાં શુદ્ધ અનુષ્ઠાનો દ્વારા યોગને પ્રાપ્ત કરતા હોય છે. હવે પછી વર્ણવાતાં એ અનુષ્ઠાનો પણ; એ આત્માઓ ત્રણ પ્રકારના પ્રત્યયપૂર્વક કરતા હોય છે. જેના વડે ભવિષ્યમાં થનાર અર્થનો નિર્ણય (નિશ્ચય) થાય છે, તેને પ્રત્યય કહેવાય છે. ત્રણ પ્રકારના પ્રત્યયનું વર્ણન પણ આગળ કરાશે. સામાન્ય રીતે જે અનુષ્ઠાન કરવાની ધારણા હોય તેના વિષયમાં આત્માનો વિશ્વાસ, પૂ. ગુરુભગવંતનો સહજ રીતે પ્રાપ્ત થનારો ઉપદેશ અને શુભસૂચક લક્ષણો : આ ત્રણ પ્રકારના અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય છે. આ ત્રણ રીતે, જે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કર્યો છે - એ અનુષ્ઠાન પોતાથી બનશે કે નહિ, જે કરું છું તે ઇષ્ટસાધન છે કે નહિ અને ભવિષ્યમાં તે બલવાન એવા અનિષ્ટને તો નહિ આપે ને... ઇત્યાદિનો અભ્રાંતપણે વિશ્વાસ પ્રાપ્ત થાય છે. એ વિશ્વાસથી કરાતા અનુષ્ઠાનને સમ્યક્પ્રત્યયવૃત્તિથી કરાતું અનુષ્ઠાન કહેવાય છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયની વૃત્તિથી કરાતાં અનુષ્ઠાન, લોકોત્તર સિદ્ધિનાં કારણ બને છે. સંસારના અર્થ-કામાદિ પ્રસંગે જે રીતે આત્મવિશ્વાસાદિનો ખ્યાલ રખાય છે એવી જ રીતે લોકોત્તર માર્ગનાં અનુષ્ઠાનો કરતી વખતે આત્મપ્રત્યયાદિ દ્વારા વિશ્વસ્ત બની અનુષ્ઠાન કરાય તો પ્રવૃત્તિમાં ખૂબ જ દૃઢતા આવે છે, જે સિદ્ધિના દ્વારે પહોંચવા માટે ખૂબ જ અગત્યનું સાધન છે. આજે મોટા ભાગે એનું ધ્યાન રાખવાનું આવશ્યક લાગતું નથી. તેથી સાધના ખૂબ જ શિથિલ બને છે. ।।૧૪-૧૯
યોગની પ્રાપ્તિ માટે શાસ્ત્રાધીનતાની અનિવાર્યતાને જણાવાય છે—
शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ ।
सेव्यं यद्विचिकित्सायाः समाधेः प्रतिकूलता । । १४-२०।।
शास्त्रमिति—आसन्नभव्यस्यादूरवर्तिमोक्षलाभस्य प्राणिनः । आमुष्मिके विधौ पारलौकिके कर्मणि । शास्त्रं मानं । धर्माधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तरासामर्थ्याद् । अतः सेव्यं सर्वत्र प्रवृत्तो पुरस्करणीयं न तु क्वचिदप्यंशेऽनादरणीयं । यद्यस्माद् विचिकित्साया युक्त्या समुपपन्नेऽपि मतिव्यामोहोत्पन्नचित्तविप्लुतिरूपायाः । समाधेश्चित्तस्वास्थ्यरूपस्य ज्ञानदर्शनचारित्रात्मकस्य वा । प्रतिकूलता विरोधिताऽस्ति । अर्थो हि त्रिविधः सुखाधिगमो दुरधिगमोऽनधिगमश्चेति श्रोतारं प्रति भिद्यते । आद्यो यथा चक्षुष्मतश्चित्रकर्मनिपुणस्य रूपसिद्धिः । द्वितीयः सैवानिपुणस्य । तृतीयस्त्वन्धस्येति । तत्र प्रथमचरमयोर्नास्त्येव विचिकित्सा, निश्चयादसिद्धेश्च । द्वितीये तु देशकालस्वभावविप्रकृष्टे धर्माधर्मादौ भवन्ती सा महानर्थकारिणी । यदागमः - “ वितिगिंछं समावन्ने णं अप्पाणे णं णो लहति समाहिं" ।
અપુનર્બન્ધક બત્રીશી
૨૫૨
Page #256
--------------------------------------------------------------------------
________________
अतश्चित्तशुद्ध्यर्थं शास्त्रमेवादरणीयमिति भावः । यत उक्तं-“मलिनस्य यथात्यन्तं जलं वस्त्रस्य शोधनम् । અન્ત:વરારનચ તથા શાસ્ત્ર વિદુર્વધા: 1/9.” I9૪-૨૦|
પરલોકની સાધના કરવામાં આસન્નભવ્યને શાસ્ત્ર પ્રમાણ છે. તેથી સર્વત્ર મોક્ષની સાધનામાં શાસ્ત્રની જ સેવા કરવી જોઇએ. કારણ કે સમાધિમાં વિચિકિત્સાના કારણે પ્રતિકૂળતા થાય છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષની પ્રાપ્તિ જેને દૂર નથી એવા આસન્નભવ્ય આત્માને પરલોકસંબંધી પ્રવૃત્તિ - નિવૃત્તિસ્વરૂપ કાર્ય અંગે શાસ્ત્ર જ પ્રમાણ છે. આત્મપરિણતિસ્વરૂપ ધર્મ અને અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવાનું સામર્થ્ય શાસ્ત્રને છોડીને બીજા કોઈ પ્રમાણમાં નથી. તેથી મોક્ષમાર્ગની સાધનામાં દરેક સ્થાને શાસ્ત્રને જ આગળ(પ્રધાન) કરવું જોઇએ. પરંતુ કોઈ પણ અંશમાં તેનો(શાસ્ત્રનો) અનાદર કરવો ના જોઈએ.
શાસ્ત્ર પ્રત્યે આમ તો અનાદર કરવાનું ખરી રીતે કોઈ કારણ નથી. પરંતુ અજ્ઞાનાદિના કારણે અને ખાસ તો વિચિકિત્સાના કારણે શાસ્ત્ર પ્રત્યે અનાદર થાય છે. બુદ્ધિના વ્યામોહથી ચિત્ત વિહુત બને છે. યુક્તિથી સંગત એવા પણ અર્થમાં બુદ્ધિના વ્યામોહ(એક જાતની મૂઢતા)ના કારણે થયેલી ચિત્તવિહુતિસ્વરૂપ અહીં વિચિકિત્સા છે. ચિત્તની નિર્ણાયક શક્તિના અભાવે ચિત્ત, એ વિસ્કુતિના કારણે અત્યંત અસ્થિર બને છે. એને લઈને ચિત્તની સ્વસ્થતા સ્વરૂપ સમાધિ અથવા તો જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ સમાધિને ખૂબ જ હાનિ પહોંચે છે. તે કારણે વિચિકિત્સા અંતે સમાધિ માટે પ્રતિકૂળ બને છે. અર્થાતુ વિચિકિત્સા અને સમાધિ : એ બેનો વિરોધ છે. વિચિકિત્સાની સાથે સમાધિનું અસ્તિત્વ શક્ય નથી.
વિચિકિત્સાનો વિષય દર્શાવવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે અર્થ(પદાર્થ) ત્રણ પ્રકારના છે. સુખેથી(અનાયાસે) જેનું જ્ઞાન(અધિગમ) થાય છે - તે સુખાધિગમ અર્થ છે. દુઃખેથી(અધિક પ્રયત્ન) જેનું જ્ઞાન થાય તે દુરધિગમ અર્થ છે અને ત્રીજો અર્થ એ છે કે જેનું જ્ઞાન કરવાનું શક્ય નથી. શ્રોતાઓને આશ્રયીને એક જ અર્થ આ રીતે ત્રણ વિભાગમાં વિભક્ત બને છે. કોઈ એક અર્થ(પદાર્થ) કોઈના માટે સુખાધિગમ બને છે. એ જ અર્થ કોઈના માટે દુરધિગમ બને છે; તો એ જ અર્થ કોઈના માટે અનધિગમ બને છે. એક રૂપના વિષયમાં જ આ રીતે વિચારીએ તો સમજી શકાશે કે જેઓ આંખે દેખી શકે છે અને ચિત્રકર્મમાં નિપુણ છે; તેમને રૂપની સિદ્ધિ સુખાધિગમ સ્વરૂપ છે. જેઓ અનિપુણ છે તેમને તે સિદ્ધિ દરધિગમ છે. અને જેઓ અંધ છે તેમને તે સિદ્ધિ અનધિગમ સ્વરૂપ છે. આવી રીતે શ્રોતાઓની અપેક્ષાએ અર્થમાત્ર ત્રણ પ્રકારનો છે. આ ત્રણ પ્રકારના અર્થસ્થળે પ્રથમ પ્રકારના સુખાધિગમના વિષયમાં નિશ્ચય હોવાથી ‘વિચિકિત્સાનો સંભવ નથી. ત્રીજા પ્રકારના અનધિગમના વિષયમાં અર્થની સિદ્ધિ જ ન એક પરિશીલન
૨૫૩
Page #257
--------------------------------------------------------------------------
________________
હોવાથી વિચિકિત્સા'નો સંભવ નથી. પરંતુ દેશ, કાળ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ એવા ધર્મ અને અધર્મના વિષયમાં અર્થની દુરધિગમતાના કારણે મહાનર્થને કરનારી વિચિકિત્સા થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે દુરધિગમ અર્થના વિષયમાં વિચિકિત્સા થવાનો સંભવ છે. તે મહાન અનર્થને કરનારી છે. ધર્મ અને અધર્મનો નિર્ણય કરવામાં દેશ, કાળ અને સ્વભાવનો સંનિકર્ષ ઉપયોગી બને છે. સામાન્ય રીતે પદાર્થમાત્રના નિર્ણય માટે યોગ્યદેશ યોગ્યકાળ અને યોગ્યસ્વભાવ ઉપયોગી બને છે. ઉચિત દેશકાળાદિ ન હોય તો પદાર્થ દુરધિગમ બને છે. ધર્મ અને અધર્મના નિર્ણય માટે પણ યોગ્યદેશાદિની અપેક્ષા છે. ભાવિતદેશ હોય, સુષમાદિકાળ હોય અને ઋજુ-પ્રાજ્ઞસ્વભાવ હોય તો ધર્માદિનો નિર્ણય કરવાનું સરળ બને છે. અન્યથા એવા દેશાદિથી દૂર હોઇએ તો તેવો નિર્ણય થઈ શકતો નથી. આવા સંયોગોમાં ઉપર જણાવ્યા મુજબ વિચિકિત્સા થાય છે, જે મહાન અનર્થનું કારણ બને છે. આ પ્રમાણે આગમમાં પણ જણાવ્યું છે કે વિચિકિત્સાને પ્રાપ્ત કરનાર આત્માને સમાધિ(ચિત્તની સ્વસ્થતાદિ) પ્રાપ્ત થતી નથી. આથી સ્પષ્ટ છે કે ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઇએ. આ વાતને જણાવતાં (યોગબિંદુમાં) ફરમાવ્યું છે કે મલિન એવા વસ્ત્રને શુદ્ધ કરવા માટે જેમ જલ અત્યંત કારણ છે, તેમ ચિત્તસ્વરૂપ રત્નને શુદ્ધ બનાવવા માટે શાસ્ત્ર અત્યંત ઉપયોગી સાધન છે – એમ વિદ્વાનો જાણે છે. વસ્ત્રને શુદ્ધ બનાવવા માટે જલની કેટલી આવશ્યકતા છે - એને જેઓ સમજી શકે છે તેમને ચિત્તની શુદ્ધિ માટે શાસ્ત્રાધીનતાની પરમાવશ્યકતા સમજતાં વાર નહિ લાગે. પાણી વિના જેમ કપડાં ચોખ્ખાં નહીં થાય, તેમ શાસ્ત્રાધીનતા વિના ચિત્તરત્ન પણ શુદ્ધ નહીં થાય. //૧૪-૨વા અનુષ્ઠાનના ત્રણ પ્રકાર જણાવાય છે
विषयात्मानुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरम् ।
प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥१४-२१॥ विषयेति-विषयेण गोचरेण, आत्मना स्वरूपेण, अनुबन्धेन तूत्तरत्रानुवृत्तिलक्षणेन । शुद्धं । त्रिधा त्रिविधं । कर्म अनुष्ठानं । यथोत्तरं प्रधानं, यद्यत उत्तरं तत्तदपेक्षया प्रधानमित्यर्थः । तत्राद्यं विषयशुद्धं कर्म । मुक्त्यर्थं मोक्षो ममातो भूयादितीच्छया जनितं । पतनाद्यपि भृगुपाताद्यपि । आदिना शस्त्रपाटनगृधपृष्ठर्पणादिः स्वघातोपायः परिगृह्यते किं पुनः शेषं स्वाहिंसकमित्यपिशब्दार्थः ।।१४-२१॥
વિષય, આત્મા અને અનુબંધથી શુદ્ધ (અર્થાત્ વિષયશુદ્ધ આત્મસ્વરૂપ) શુદ્ધ અને અનુબંધ શુદ્ધ પ્રકારથી) અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે. જેનાથી જે ઉત્તર(આગળ) છે તેની અપેક્ષાએ તે પ્રધાન છે. આ ત્રણમાં પ્રથમ વિષયશુદ્ધ જે અનુષ્ઠાન છે તે મોક્ષને પ્રાપ્ત કરવાના આશયથી પર્વત ઉપરથી પડવા વગેરે સ્વરૂપ પણ છે – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે.
૨૫૪
અપુનર્બન્ધક બત્રીશી
Page #258
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે અનુષ્ઠાનના ત્રણ પ્રકાર છે. વિષયશુદ્ધ અનુષ્ઠાન, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન. જેનો વિષય-ઉદ્દેશ શુદ્ધ છે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. જેનું સ્વરૂપ શુદ્ધ છે તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે અને ઉત્તરત્ર અનુવર્તમાન (પરંપરા-લગ્ન) હોવાથી જે અનુષ્ઠાન અનુબંધથી શુદ્ધ છે તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. પૂર્વ પૂર્વ અનુષ્ઠાનની અપેક્ષાએ ઉત્તર ઉત્તર અનુષ્ઠાન પ્રધાન-મુખ્ય(શ્રેષ્ઠ) છે.
આ ત્રણ અનુષ્ઠાનમાંના પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું સ્વરૂપ શ્લોકમાંના અંતિમ પાદથી કર્યું છે. “આ અનુષ્ઠાનથી મને મોક્ષ પ્રાપ્ત થાઓ !” આવી ઇચ્છાથી ઉત્પન્ન થયેલું જે અનુષ્ઠાન છે - તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. મોક્ષની ઉત્કટ ઇચ્છાના કારણે કોઈ વાર અજ્ઞાનવશ પર્વત ઉપરથી ઝંપાપાત કરવો; કરવત વગેરે દ્વારા શરીરને કાપી નાંખવું અને ગીધ વગેરે પક્ષીઓને શરીર આપી દેવું... વગેરે સ્વઘાતના ઉપાય સ્વરૂપ તે તે અનુષ્ઠાનો થતાં હોય છે, તે પણ અનુષ્ઠાનો વિષયશુદ્ધ છે. તો પછી જે અનુષ્ઠાન મોક્ષની ઇચ્છાથી થયેલું હોય અને સ્વઘાતના ઉપાય સ્વરૂપ ન હોય તો તે અનુષ્ઠાનની વિષયશુદ્ધતા અંગે પૂછવાનું જ શું હોય? અર્થાત મોક્ષની તેવા પ્રકારની ઇચ્છાથી ઉત્પન્ન થયેલ સ્વહિંસક અને સ્વાહિંસક બધાં જ અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. ll૧૪-૨૧
સ્વહિંસક એવું પણ અનુષ્ઠાન જે કારણથી “વિષયશુદ્ધ મનાય છે; તે જણાવવાપૂર્વક બીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે–
स्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः ।
शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ॥१४-२२॥ स्वरूपत इति-स्वरूपत आत्मना । सावद्यमपि पापबहुलमपि । आदेयाशयस्योपादेयमुक्तिभावस्य लेशतः सूक्ष्ममात्रालक्षणात् । शुभं शोभनमेतत् । यदाह-“तदेतदप्युपादेयलेशभावाच्छुभं मतम्” । द्वितीयं तु स्वरूपशुद्धं तु । लोकदृष्ट्या स्थूलव्यवहारिणो लोकस्य मतेन । यमादिकं यमनियमादियमादिरूपं । यथा जीवादितत्त्वमजानानां पूरणादीनां प्रथमगुणस्थानवर्तिनाम् ।।१४-२२॥
“પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ અનુષ્ઠાન(વિષયશુદ્ધાનુષ્ઠાન) સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં મોક્ષના આશયલેશથી શુભ છે. બીજું સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન તો લોકદષ્ટિએ યમ, નિયમ વગેરે સ્વરૂપ છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પર્વત ઉપરથી ઝંપાપાતાદિ સ્વરૂપ જે આત્મઘાતક અનુષ્ઠાનો છે તે સાવદ્ય-પાપની બહુલતાવાળાં હોવા છતાં મોક્ષના આશયની સૂક્ષ્મ માત્રા(અંશ) હોવાથી તે અનુષ્ઠાન શુભ મનાય છે. આ વાત(યોગબિંદુમાં શ્લોક નંબર ૨૧રના ઉત્તરાર્ધથી પણ જણાવાઈ છે.)ને જણાવતાં કહેવાય છે કે સાવદ્ય એવું પણ આ અનુષ્ઠાન મુક્તિની ઉપાદેયતાના ભાવના લેશ
એક પરિશીલન
૨૫૫
Page #259
--------------------------------------------------------------------------
________________
(અંશથી) શુભ મનાય છે. આથી સમજી શકાશે કે અનુષ્ઠાનનું બાહ્ય સ્વરૂપ અશુદ્ધ હોવા છતાં મોક્ષના આશયલેશથી તેનું આત્યંતર સ્વરૂપ શુદ્ધ બને છે.
બીજું જે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે તે સ્થૂલવ્યવહારને કરનારા એવા લોકોની દૃષ્ટિએ સિદ્ધ યમ-નિયમ વગેરે સ્વરૂપ છે. પ્રાણાતિપાત, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ પાંચ યમ છે. શૌચ(બાહ્ય અને આત્યંતર પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન - આ પાંચ નિયમ છે. યમ અને નિયમ વગેરે સ્વરૂપ બીજું “સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. જીવાદિ તત્ત્વને નહિ જાણનારા એવા પૂરણાદિ તાપસોની જેમ પ્રથમ ગુણસ્થાનકે પણ લોકદષ્ટિએ સિદ્ધ આ સ્વરૂપશુદ્ધ - અનુષ્ઠાન હોય છે. આશય એ છે કે જીવાદિ નવ તત્ત્વનું પારમાર્થિક જ્ઞાન હોય તો સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન હોય છે જ. પરંતુ તેનું જ્ઞાન નહિ હોવા છતાં લોકદષ્ટિએ પૂરણતાપસાદિ સંસારથી વિરક્ત બની યમ-નિયમાદિસ્વરૂપ સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાન પ્રથમ ગુણસ્થાનકે પણ કરતા હોય છે. (૧૪-૨રા તૃતીય અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે
तृतीयं शान्तवृत्त्यादस्तत्त्वसंवेदनानुगम् ।
दोषहानिस्तमोभूम्ना नाद्याज्जन्मोचितं परे ॥१४-२३॥ तृतीयमिति-शान्तवृत्त्या कषायादिविकारनिरोधरूपया । तत्त्वसंवेदनानुगं जीवादितत्त्वसम्यक्परिज्ञानानुगतम् । अदो यमाद्येव । तृतीयमनुबन्धशुद्धं कर्म । आधाद्विषयशुद्धानुष्ठनात् । तमोभूम्ना आत्मघातादिनिबन्धनाज्ञानबाहुल्येन । दोषहानिर्मोक्षलाभबाधकपरिहाणिर्न भवति । यत आह–“आद्यान्न दोषविगमस्तमोबाहुल्ययोगत” इति । परे पुनराचार्याः प्रचक्षते उचितं दोषविगमानुकूलजात्यादिकुलादिगुणयुक्तं जन्म ततो भवति । एकान्तनिरवद्ये मोक्षे स्वरूपतोऽतीव सावद्यस्य कर्मणस्तस्याहेतुत्वेऽपि मुक्तीच्छायाः कथञ्चित् सारूप्येण तद्धेतुत्वात्तद्वारतया प्रकृतोपयोगादिति ह्यमीषामाशयः । तदाह-“तद्योग्यजन्मसन्धानमत एके प्रचक्षते । मुक्ताविच्छापि यच्छ्लाघ्या तमः क्षयकरी मता ।। तस्याः समन्तभद्रત્યાનિવનનિત્ય તિ 19૪-૨રૂા.
શાંતવૃત્તિથી થનારું અને જીવાદિતત્ત્વના સંવેદનથી યુક્ત એવું યમ-નિયમાદિસ્વરૂપ અનુષ્ઠાન જ અનુબંધશુદ્ધ ત્રીજું અનુષ્ઠાન છે. વિષયશુદ્ધ પ્રથમ અનુષ્ઠાનથી તેની અજ્ઞાનબહુલતાથી દોષહાનિ થતી નથી. “વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષહાનિ માટે અનુકૂળ એવો જન્મ મળે છે.” એમ કેટલાક આચાર્યભગવંતો માને છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે કષાય અને વિષયના વિકારના નિરોધ સ્વરૂપ શાંતવૃત્તિથી જે અનુષ્ઠાન થાય છે તે અનુષ્ઠાન; જો જીવ અને અજીવ વગેરેના તત્ત્વ(સ્વરૂપ)ના સભ્ય રીતે પરિજ્ઞાનને અનુસરનારું હોય તો અનુબંધશુદ્ધઅનુષ્ઠાન બને છે. ૨૫૬
અપુનર્બન્ધક બત્રીશી
Page #260
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે સમજી શકાય છે કે પૂર્વનાં બંન્ને અનુષ્ઠાનો કરતાં આ ત્રીજું અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. કષાય અને વિષયના વિકારથી સહિત અનુષ્ઠાન મોક્ષનું કારણ નહીં જ બને. તેમ જ મોક્ષની પ્રાપ્તિ માટે જીવાદિ તત્ત્વોનું સમ્યગુ પરિજ્ઞાન પણ હોવું જોઇએ. જેને મોક્ષની પ્રાપ્તિ થવાની છે તે જીવનું જ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય અને તેનાથી વિરુદ્ધ અછવાદિનું પણ તત્ત્વ આપણને પરિજ્ઞાત ન હોય તો એવા અજ્ઞાનના કારણે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તેથી મોક્ષ સાધક અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યફ પરિજ્ઞાનને અનુસરનારું હોવું જોઈએ. અજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મોક્ષસાધક નથી તેમ જ વિષય-કષાયના વિકારસહિત અનુષ્ઠાનો પણ મોક્ષ સાધક નથી.
ત્રણેય અનુષ્ઠાનનું ફલ વર્ણવવા માટે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનનું ફળ આ શ્લોકના ઉત્તરાદ્ધ દ્વારા જણાવાય છે. પ્રથમ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિમાં બાધક એવા રાગાદિ દોષોની હાનિ થતી નથી. કારણ કે વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે આત્મહત્યાદિના કારણભૂત એવા અજ્ઞાનનું પ્રમાણ બહુ જ હોય છે. યોગબિંદુમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે “આદ્ય એવા(વિષયશુદ્ધ) અનુષ્ઠાનથી દોષોનો વિગમથતો નથી. કારણ કે એ વખતે અજ્ઞાનસ્વરૂપ અંધકારની બહુલતા હોય છે.”
આ વિષયમાં બીજા આચાર્યભગવંતો કહે છે કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષને પ્રાપ્ત કરવામાં અવરોધક દોષોના વિગમ માટે અનુકૂળ એવા જાતિ-કુલાદિ ગુણોથી યુક્ત જન્મની પ્રાપ્તિ થાય છે. એમનો આશય એ છે કે; મોક્ષ એકાંતે નિરવદ્ય છે. સ્વરૂપને આશ્રયીને અત્યંત સાવદ્ય એવું વિષયશુદ્ધ-અનુષ્ઠાન મોક્ષનું તે સ્વરૂપે કારણ નથી. પરંતુ મોક્ષસાધક અનુષ્ઠાન વખતે, જેમ મોક્ષની ઈચ્છા હોય છે તેમ આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન વખતે પણ મોક્ષની ઇચ્છા હોવાથી મોક્ષ સાધક અનુષ્ઠાનનું કથંચિત્ (કંઇક અંશે) વિષયશુદ્ધ-અનુષ્ઠાનમાં સામ્ય હોવાથી તે મોક્ષની પ્રત્યે કારણ બને છે. જેથી ઉપર જણાવ્યા મુજબ મોક્ષબાધક દોષોના વિગમને અનુકૂળ એવા જન્મને પ્રાપ્ત કરાવવા દ્વારા વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિમાં ઉપયોગી બને છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે – આ વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી દોષના વિગમ માટે ઉચિત એવા જાતિ, કુળ અને સંસ્કારાદિ ગુણયુક્ત જન્મનું સંધાન (પ્રાપ્તિ) થાય છે – આ પ્રમાણે કેટલાક આચાર્યભગવંતો કહે છે. મુક્તિની ઇચ્છા પણ જે કારણથી અજ્ઞાનનો ક્ષય કરનારી મનાય છે, તેથી તે ગ્લાધ્ય છે. સર્વ રીતે મુક્તિ કલ્યાણરૂપ હોવાથી વિષયશુદ્ધ-અનુષ્ઠાન તેના માટે અત્યંત વિસદશ છે. આથી તે મુક્તિની પ્રત્યે કઈ રીતે કારણ બને ? સદશ(સમાન) ભાવ જ સદશનું કારણ બને છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ૧૪-૨all
હાશયનેવાહ
વિષયશુદ્ધ-અનુષ્ઠાનથી મોક્ષની પ્રાપ્તિ જે કારણે થતી નથી તે શ્લોકમાં જ જણાવીને દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ જણાવાય છે– એક પરિશીલન
૨૫૭
Page #261
--------------------------------------------------------------------------
________________
मुक्तीच्छाऽपि सतां श्लाघ्या न मुक्तिसदृशं त्वदः ।
द्वितीयात् सानुवृत्तिश्च सा स्याद् दर्दुरचूर्णवद् ॥१४-२४॥ मुक्तीच्छापीति-द्वितीयात् स्वरूपशुद्धानुष्ठनात् । सानुवृत्तिश्च उत्तरात्राप्यनुवृत्तिमती च । सा दोषहानिः स्यात् । दर्दुरचूर्णवन्मण्डूकक्षोदवत् । निरनुवृत्तिदोषविगमे हि गुरुलाघवचिन्तादृढप्रवृत्त्यादिकं हेतुस्तदभावाच्चात्र सानुवृत्तिरेव दोषविगम इति भावः । तदुक्तं-“द्वितीयाद्दोषविगमो न त्वेकान्तानुबन्धवान् । ગુરુનાવિન્તરિ ન યત્તત્ર નિયોરાત: છા” I9૪-૨૪ો.
મુક્તિની ઈચ્છા પણ સજ્જનો માટે ગ્લાધ્ય કોટિની છે. આ વિષયશુદ્ધ-અનુષ્ઠાન મુક્તિસદશ(સર્વ રીતે કલ્યાણકારી) નથી. બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દેડકાના ચૂર્ણની જેમ દોષની પરિહાનિ(દોષનિગમ) અનુવૃત્તિવાળી થાય છે.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકના પૂર્વાદ્ધનો આશય આ પૂર્વેના શ્લોકની ટીકામાં જણાવ્યો છે કે મુક્તિ માટે ક્રિયાઅનુષ્ઠાન જ નહિ પરંતુ તેની(મોક્ષની) ઇચ્છા પણ ગ્લાધ્ય કોટિની મનાય છે. તેથી સર્વથા કલ્યાણકારી જેનું સ્વરૂપ છે; એવા મોક્ષની અપેક્ષાએ વિષયશુદ્ધ અનુષ્ઠાન સમાન ન હોવાથી તેનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય.
આ શ્લોકના ઉત્તરાર્ધમાં બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવતાં ફરમાવ્યું છે કે બીજા સ્વરૂપશુદ્ધ એ અનુષ્ઠાનથી મોક્ષબાધક દોષોની પરિહાણિ થાય છે. પરંતુ તે દોષહાનિ દેડકાના ચૂર્ણની જેમ ભવિષ્યમાં દોષની અનુવૃત્તિવાળી હોય છે. દેડકાના શરીરનું ચૂર્ણ થયા પછી પણ કાલાંતરે વરસાદ વગેરેના સંયોગે એનાથી દેડકા ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનથી મોક્ષબાધક રાગાદિ દોષોની હાનિ થયા પછી પણ કાલાંતરે વિષય-કષાયના સામાન્ય પણ નિમિત્તો મળતાં ફરી પાછા દોષો ઉત્પન્ન થતા હોય છે. તેથી બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી જે દોષહાનિ થાય છે તે અનુબંધશક્તિથી દોષની અનુવૃત્તિવાળી છે.
દોષની અનુવૃત્તિથી રહિત એવા દોષવિગમની પ્રત્યે ગુરુલાઘવની ચિંતા (વિચારણા) અને દઢ પ્રવૃત્તિ વગેરે કારણ છે. અહીં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન વખતે એ કારણનો અભાવ હોવાથી અનુવૃત્તિવાળો જ દોષનિગમ થાય છે. અનુષ્ઠાન કરતી વખતે એનાથી કયો મોટો અથવા નાનો ગુણ અને દોષ પ્રાપ્ત થશે એની વિચારણાને ગુલાઘવચિંતા કહેવાય છે. મનની સ્વસ્થતાપૂર્વકની ફળની પ્રાપ્તિ પર્યત અવિરતપણે કરાતી અખંડ પ્રવૃત્તિને દઢપ્રવૃત્તિ કહેવાય છે. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે કે – “દ્વિતીય સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષવિગમ થાય છે, પરંતુ તે ઉત્તરત્ર એકાંતે અનુબંધવાળો (ટકી રહેનારો-આત્યંતિક-ભવિષ્યમાં દોષના ઉદ્ગમ વિનાનો) હોતો નથી. કારણ કે ત્યાં ચોક્કસપણે ગુરુ-લાઘવની ચિંતા વગેરે હોતા નથી.” સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાનસ્થળે તેવા પ્રકારનો વિવેક હોતો નથી. માત્ર કાયાની પ્રધાનતાએ અનુષ્ઠાન થતું હોય
૨૫૮
અપુનર્બન્ધક બત્રીશી
Page #262
--------------------------------------------------------------------------
________________
છે. તેથી તેવા પ્રકારનો આત્યંતિક દોષનો વિગમ થતો નથી. અન્યત્ર પણ આ વિષયમાં જણાવ્યું છે કે માત્ર કાયાની ક્રિયા વડે થનારો દોષનો વિગમ દેડકાના ચૂર્ણ જેવો થાય છે. જેમાંથી ભવિષ્યમાં નિમિત્ત મળતાં દેડકાની જેમ દોષોનો ઉદ્ભવ થાય છે. ૧૪-૨૪॥
સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષનો વિગમ થતો નથી તેથી તે કેવું છે તે જણાવવાપૂર્વક તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું ફળ વર્ણવાય છે—
कुराजवप्रप्रायं तन्निर्विवेकमिदं स्मृतम् ।
तृतीयात् सानुबन्धा सा गुरुलाघवचिन्तया ॥१४- २५॥
कुराजेति – तत्तस्मात्सानुवृत्तिदोषविगमाद् । अदो द्वितीयमनुष्ठानं । निर्विवेकं विवेकरहितं । कुराजवप्रप्रायं कुत्सितराजाधिष्ठितनगरप्राकारतुल्यं । तत्र लुण्टाकोपद्रवस्येवात्राज्ञानदोषोपघातस्य दुर्निवारत्वादिति भावः । तृतीयादनुबन्धशुद्धानुष्ठानात् । सा दोषहानिः सानुबन्धा उत्तरोत्तरदोषापगमावहा । अत एव दोषाननुवृत्तिमती । तदुक्तं - " तृतीयाद्दोषविगमः सानुबन्धो नियोगतः । गुरुलाघवचिन्तयेत्युपलक्षणमेषा” પ્રવૃત્ત્વારે: ||૧૪-૨૫||
“તેથી (સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી આત્યંતિક દોષવિગમ ન થવાથી) આ બીજું સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન વિવેકથી રહિત, ખરાબ રાજાના નગરના કિલ્લા જેવું છે. ગુરુલાઘવની ચિંતાના કારણે અનુબંધ-શુદ્ધાનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી બને છે.” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે બીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી દોષની અનુવૃત્તિવાળો દોષનો વિગમ થવાથી એ અનુષ્ઠાન વિવેકથી રહિત છે અને જેનો રાજા ખરાબ છે એવા નગરના કિલ્લા જેવું છે. કુત્સિત-નિંદનીય રાજાથી અધિષ્ઠિત જે નગર છે તે બાહ્યદૃષ્ટિએ કિલ્લાથી ગમે તેટલું સુરક્ષિત જણાતું હોય તોપણ ત્યાંનો રાજા જ ખરાબ હોવાથી લૂંટારા વગેરેનો ઉપદ્રવ સતત હોવાના કારણે કિલ્લાનો કોઇ અર્થ રહેતો નથી. આવી જ રીતે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન (યમાદિ સ્વરૂપ) બાહ્યદૃષ્ટિએ શુદ્ધ દેખાતું હોવા છતાં ત્યાં અજ્ઞાનસ્વરૂપ દોષના કારણે અનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ બનતું નથી. ‘જેનું જે ફળ છે એ એને જન આપે' તો એથી બીજી કઇ વિટંબના હોય ?
તૃતીય અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી તે દોષની હાનિ અનુબંધવાળી થાય છે. ઉત્તરોત્તર દોષના અપગમને વહન કરનારી એ દોષહાનિ દોષની અનુવૃત્તિથી રહિત હોય છે. યોગબિંદુમાં પણ તે પ્રમાણે જણાવ્યું છે કે ‘ત્રીજા સ્વરૂપશુદ્ધ-અનુષ્ઠાનથી નિયમે કરી અનુબંધવાળો દોષવિગમ થાય છે.’ સાનુબંધ (ઉત્તરોત્તર અનુવૃત્તિવાળા) દોષવિગમના કારણ તરીકે આ શ્લોકના છેલ્લા પાદમાં ગુરુ-લાઘવની ચિંતાને વર્ણવી છે. સામાન્ય રીતે ત્રીજા પ્રકારના અનુબંધશુદ્ધઅનુષ્ઠાનસ્થળે અનુષ્ઠાનકર્તા તે અનુષ્ઠાનથી કયા ગુણની પ્રાપ્તિ થશે અને કયા દોષનો સંભવ છે એની ચોક્કસ ચિંતા કરે છે. તેથી અધિક-ગુણવાળા અને અધિકદોષથી રહિત અનુષ્ઠાનના એક પરિશીલન
૨૫૯
Page #263
--------------------------------------------------------------------------
________________
આચરણથી સાનુબંધ દોષની હાનિ થાય છે. ગુલાઘવની ચિંતાથી અને દઢપ્રવૃત્તિ વગેરેથી દોષની હાનિ સાનુબંધ થતી હોવાથી અહીં “ત્તાધવધિન્ના' આ પદથી દઢ પ્રવૃત્તિ વગેરેનું પણ ગ્રહણ કરવું જોઇએ. મનની દઢતાપૂર્વકની પ્રવૃત્તિમાં એક જાતનું સાતત્ય હોય છે, જે ઉત્તરોત્તર અનેકગણા ફળનું (દોષવિગમાત્મક ફળનું) કારણ બને છે. ગુલાઘવચિંતા, પ્રકૃષ્ટ અભિલાષ, દઢ પ્રવૃત્તિ, સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ અને તિતિક્ષાદિ સાનુબંધ (ઉત્તરોત્તર પ્રવર્તનાર) દોષવિગમનાં કારણ છે. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી જ એ શક્ય બને છે. ૧૪-૨પા ત્રીજા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું મહત્ત્વદષ્ટાંતથી સમજાવીને એમાં સ્વસંમતિ જણાવાય છે
गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते ।
उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।।१४-२६॥ गृहेति-अतः सानुबन्धदोषहानिकरत्वात् । तत् तृतीयमनुष्ठानं । कैश्चित्तीर्थान्तरीयै हस्याद्यभूमिका दृढपीठबन्धरूपा तत्कल्पम् तत्तुल्यं । उदग्रफलदत्वेनोदारफलदायित्वेन तस्य । अद एतदुक्तमस्माकमपि मतं । यथा हि गृहाद्यभूमिकाप्रारम्भदाय नोपरितनगृहभङ्गफलं सम्पद्यते, किं तु तदनुबन्धप्रधानम्, एवं तत्त्वसंवेदनानुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु कदाचनाप्यन्यथारूपमिति ।।१४-२६।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – “અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન સાનુબંધ એવી દોષની હાનિને કરનારું હોવાથી તેને ગૃહના પાયા જેવું કેટલાક અન્યદર્શનકારો વર્ણવે છે - તે અમને પણ માન્ય છે. કારણ કે આ અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું છે. કહેવાનો ભાવ એ છે કે કેટલાક દર્શનકારોએ આ ત્રીજું અનુષ્ઠાન ઘરના પાયા જેવું વર્ણવ્યું છે. ઘર બાંધતી વખતે ઘરનો પાયો મજબૂત હોય તો તેની ઉપર કરેલું ઘરનું બાંધકામ પડી જતું નથી. પરંતુ એક પછી એક માળ બાંધી શકાય છે. અન્યથા પાયો જ જો દઢ ન હોય તો તેની ઉપર બાંધેલું ઘર પડી જવા સ્વરૂપ જ ફળને આપનારું બને છે. આવી જ રીતે ત્રીજું અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષવિગમને ધારણ કરનારું જ બને છે, કારણ કે તત્ત્વસંવેદનથી તે અનુગત હોય છે. તત્ત્વસંવેદનસ્વરૂપ પાયો મજબૂત હોવાથી સર્વદા અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાન દોષવિગમને વહન કરનારું જ હોય છે. ક્યારે પણ તે અનુષ્ઠાન દોષવિગમના અભાવવાળું હોતું નથી. ઘરના પાયાનું મહત્ત્વ જેમને સમજાય છે તેમને ત્રીજા અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી. તેઓ જાતે તેને સમજી શકે છે. આથી સમજી શકાશે કે ગુલાઘવની ચિંતા વગેરે કારણે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું બને છે. સર્વથા દોષોનો ધ્વંસ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને સર્વથા દોષોનો ધ્વંસ એકમાત્ર અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી જ શક્ય છે - એ યાદ રાખ્યા વિના ચાલે એવું નથી.
અહીં એ વિચારવું જોઈએ કે આ ત્રિવિધ અનુષ્ઠાનમાં આપણા આજે પ્રવર્તતાં અનુષ્ઠાનો ક્યાં સમાય છે. આ પૂર્વે ઉપર જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનને અનુષ્ઠાનસ્વરૂપે વર્ણવવાનું એક
૨૬૦
અપુનર્બન્ધક બત્રીશી
Page #264
--------------------------------------------------------------------------
________________
મુખ્ય કારણ મોક્ષનો આશય છે. એ આશય ના હોય તો તે અનુષ્ઠાન; ત્રણેય અનુષ્ઠાનમાંથી કોઈ પણ અનુષ્ઠાનમાં સમાય એવું નથી. આજે આપણાં અનુષ્ઠાનોમાં મોક્ષનો આશય કેટલા પ્રમાણમાં છે - એ વિચારવાનું ખૂબ જ આવશ્યક છે. ll૧૪-૨૬ll
આ રીતે પતંગ્નિશ્ચયવૃચેવ..(૧૬)- આ શ્લોકમાં જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનનું વર્ણન કરીને હવે ત્રણ પ્રત્યયનું વર્ણન કરે છે–
आत्मनेष्टं गुरुबूते लिझान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्णं सिद्धिसाधनम् ।।१४-२७॥
आत्मनेति-आत्मनेष्टं सदनुष्ठानं । गुरुर्धर्मोपदेष्टा बूते कर्तव्यत्वेन । लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि । तद् गुरूक्तमेव वदन्ति । अयं त्रिधा त्रिप्रकारः प्रत्ययो विश्वासः प्रोक्तः । सम्पूर्णमव्यभिचारि । सिद्धिसाधनमिष्टकारणं । यत उक्तम्-“आत्मा तदभिलाषी स्याद्गुरुराह तदेव तु । તનિનિપાત૨ તપૂર્ણ સિદ્ધિધનમ્ II” I9૪-ર૭ની
“પોતાને સદનુષ્ઠાન ઇષ્ટ હોય, ગુરુ પણ તે કરવાનું કહેતા હોય અને સિદ્ધિસૂચક લિંગો પણ તે જ જણાવતાં હોય આ ત્રણ પ્રકારનો પ્રત્યય વર્ણવ્યો છે, જે સંપૂર્ણ સિદ્ધિ(ઇસ્ટ)નું કારણ છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભવિષ્યમાં થનાર અર્થ જેનાથી પ્રતીત થાય છે તેને પ્રત્યય કહેવાય છે. તે એક જાતનો વિશ્વાસ છે. એનાથી અનુષ્ઠાન કરનારને ઇષ્ટસાધનતાની પોતાના અનુષ્ઠાનમાં ખાતરી થવાથી વિશ્વાસ બેસે છે. આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય – આ ત્રણ પ્રકારનો પ્રત્યય છે.
જે સદનુષ્ઠાન છે તેને કરવાની પોતાને ઇચ્છા થાય અર્થાત્ એ અનુષ્ઠાન પોતાને ઈષ્ટ લાગે ત્યારે ત્યાં આત્મપ્રત્યય મનાય છે. આપણે પોતે જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાન કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે ત્યારે ત્યાં ગુરુપ્રત્યય મનાય છે અને જ્યારે એ વખતે મંગલ વારિત્ર (વાઘ) વગેરે આગમમાં પ્રસિદ્ધ એવાં શુભ લિંગો જણાય ત્યારે ત્યાં લિંગપ્રત્યય મનાય છે. સામાન્યથી વ્યવહારમાં(લોકવ્યવહારમાં) પણ આ પ્રસિદ્ધ છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્ય આપણને ઇષ્ટ હોય છે. આપણા આપ્તજનો, વગર પૂછે સહજ રીતે જ આપણને તે કરવાનું જણાવતા હોય છે. તેમ જ એ વાત ચાલતી હોય ત્યારે મંગલધ્વનિ, પુણ્યવસ્તુનું દર્શન, શંખ વગેરેનો શબ્દ, છત્ર, ધ્વજ, ચામર, પતાકા વગેરે શુભ લિંગો(શકુનો) પ્રાપ્ત થતાં હોય છે. આ ત્રણ પ્રત્યયથી કાર્ય થાય તો સિદ્ધિ-ઈષ્ટની પ્રાપ્તિ થશે - એમ ખાતરી થાય છે. કારણ કે આ ત્રણેય(સમસ્ત) પ્રાપ્ત થાય તો તે સિદ્ધિનાં કારણ બને છે. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે. “આત્મા સદનુષ્ઠાનનો અભિલાષી બને, પૂ. ગુરુદેવશ્રી પણ તે સદનુષ્ઠાનને જ કરવાનું
એક પરિશીલન
૨૬૧
Page #265
--------------------------------------------------------------------------
________________
જણાવે અને તે વખતે શુભલિંગો (મંગલધ્વનિ વગેરે) પણ પ્રાપ્ત થાય તો તે બધાં સિદ્ધિ-ઈષ્ટનાં કારણ બને છે.” આ રીતે ત્રણ પ્રત્યયથી કરેલું કાર્ય વિવલિત ફળવાળું બને છે. /૧૪-૨થી સિદ્ધિનું તાત્ત્વિક સ્વરૂપ જણાવાય છે–
सिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती ।
રાત્રિાના શ્રેષા નાત્માલિપ્રત્યર્થ વિના I9૪-૨૮ सिद्धिरिति-सिद्ध्यनुबद्धैवोत्तरसिद्ध्यवन्ध्यबीजमेव । सिद्धिर्भवति तात्त्विकी । न पुनः पातं भ्रंशमनुबनती । प्राक्कालव्याप्त्यवष्टभ्नती । शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं-“सिद्ध्यन्तरं न सन्धत्ते या सावश्यं पतत्यधः । तच्छक्त्याप्यनुविद्धैव पातोऽसौ तत्त्वतो मतः ।।१॥” इति । इत्थं च सिद्ध्यन्तराङ्गसंयोगादात्मादिप्रत्ययवतामेव सिद्धिः सिद्धा भवति । हाठिकानामपि बलात्कारचारिणामपि । एषा हि सिद्धिः । आत्मादिप्रत्ययं विना न भवति । न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।।१४-२८।।
સિદ્ધિ, ઉત્તર (બીજી) સિદ્ધિના બીજ-કારણ સ્વરૂપ હોય તો જ તે તાત્ત્વિકસિદ્ધિ છે. પરંતુ ભવિષ્યમાં તે સિદ્ધિનો ભ્રંશ થવાનો હોય તો તે સિદ્ધિ સિદ્ધિ નથી. બલાત્કારે પણ અનુષ્ઠાન કરનારાને આ સિદ્ધિ આત્માદિ ત્રણ પ્રત્યય વિના થતી નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે આત્માદિ(ગુરુ અને લિંગ) ત્રણ પ્રત્યયને સિદ્ધિનાં કારણ તરીકે વર્ણવ્યા છે. એમાં સિદ્ધિ કોને કહેવાય છે – એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લોક છે. સામાન્ય રીતે ઈષ્ટની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. પરંતુ એ સિદ્ધિ ભવિષ્યમાં નાશ પામે તો વર્તમાન સિદ્ધિનો કોઈ અર્થ નથી. તેથી ભવિષ્યની સિદ્ધિના અવંધ્ય કારણ સ્વરૂપ જે સિદ્ધિ છે તે જ તાત્ત્વિક સિદ્ધિ છે. તાત્ત્વિકસિદ્ધિ તેના ભ્રંશનો અનુબંધ કરનારી હોતી નથી. જે કાળમાં સિદ્ધિ છે તેના ઉત્તરકાળમાં પણ સિદ્ધિ છે - આવી વ્યામિ ઉપર જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિને આશ્રયીને છે. તાત્ત્વિક સિદ્ધિ આ વ્યાપ્તિને(પૂર્વાપરીભાવને) અવરોધતી નથી.
હાડકાં વગેરે શલ્યના ઉપઘાતથી; પૂરતા પ્રયત્ન પણ રચાતો પ્રાસાદ જેમ ખંડિત થઈ જ જાય છે અને તે સ્થિર થતો નથી તેમ આત્માદિ પ્રત્યય વિના કરાતા અનુષ્ઠાનની સિદ્ધિ પણ; મિથ્યા આગ્રહ(અભિનિવેશ) વગેરેના કારણે ચોક્કસ જ બ્રશને પામતી હોય છે. આ રીતે અનુપાત (ભ્રંશ)ની શક્તિવાળી એ સિદ્ધિ ખરી રીતે સિદ્ધિ જ નથી. યોગબિંદુમાં આ વિષયમાં જણાવ્યું છે કે “જે સિદ્ધિ બીજી સિદ્ધિને લાવી ન આપે એ સિદ્ધિ આગળ જતાં અવશ્ય પડી જવાની છે. વર્તમાનમાં એનું પતન (ભ્રંશ) થયેલું ન હોવા છતાં તે પાતશક્તિથી યુક્ત હોવાથી વાસ્તવિક રીતે તેનું પતન થયેલું જ મનાય છે. આથી ચોક્કસપણે સમજી શકાશે કે સિદ્દવ્યંતર(બીજી સિદ્ધિ)ના અંગ(કારણ)નો સંયોગ કરી આપવાના કારણે; આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને ૨૬૨
અપુનર્બન્ધક બત્રીશી
Page #266
--------------------------------------------------------------------------
________________
લિંગપ્રત્યયઃ આ ત્રણ પ્રત્યયવાળા આત્માઓને જ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આત્માદિ ત્રણ પ્રત્યય વિના બળાત્કારે અનુષ્ઠાન કરનારને પણ એ તાત્ત્વિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
આશય એ છે કે સામાન્ય રીતે આત્માદિ પ્રત્યય વિના સરળ આત્માઓ તે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ જ કરતા નથી, પરંતુ કેટલાકો વધુ પડતા વિશ્વાસથી આત્માદિ પ્રત્યયની અવગણના કરીને પણ પોતાના હઠ(કદાગ્રહ)થી તે તે અનુષ્ઠાન કરતા હોય છે. તેમને પણ આત્માદિ પ્રત્યય વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો જે લોકો અન્યથા(વિરુદ્ધ) આચરણ કરતા હોય તેમને સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત ન જ થાય એ સ્પષ્ટ છે. કારણ કે માટીના પિંડ વગેરે સ્વરૂપ ઉપાયાંતરથી થનાર કાર્ય ઘટાદિ; બળાત્કારસહગ્નથી(હજારોવાર બળાત્કાર કરવાથી) પણ સૂત્રપિંડ (દોરાનો સમુદાય) સ્વરૂપ ઉપાયાંતરથી કઈ રીતે કરી શકાય? જે જેનું કારણ હોય તેની ઉત્પત્તિ તેનાથી જ શક્ય છે. બીજાથી એ શક્ય નહીં જ બને - એ સમજી શકાય છે. ૧૪-૨૮
આ રીતે તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિપૂર્વકનું જ અનુષ્ઠાન કારણ બને છે. તેથી આત્મપ્રત્યયાદિની અપેક્ષાપૂર્વક અનુષ્ઠાન કરવું જોઇએ. એ મુજબ અનુષ્ઠાનને કરનારા અને નહિ કરનારામાં જે ભેદ(ફરક) છે : એ જણાવાય છે–
सद्योगारम्भकस्त्वेनं शास्त्रसिद्धमपेक्षते ।
सदा भेदः परेभ्यो हि तस्य जात्यमयूरवत् ॥१४-२९॥ सदिति-सद्योगारम्भकस्तु सानुबन्धयोगारम्भक एव । एनमात्मादिप्रत्ययं । शास्त्रसिद्धमतीन्द्रियार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितमपेक्षतेऽवलम्बते । परेभ्यो हि । असद्योगारम्भकेभ्यो हि । तस्य सद्योगारम्भकस्य । सदा भेदो वैलक्षण्यं । जात्यमयूरवत् सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात्सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं-“न च सद्योगभव्यस्य वृत्तिरेवंविधापि हि । જ નત્વિજ્ઞાત્મિધર્માન્ યજ્ઞાત્ય: સન્ મતે શિવી કા” I9૪-૨૧//
શાસ્ત્ર પ્રસિદ્ધ આ આત્મપ્રત્યયાદિની, સદ્યોગનો આરંભ કરનાર અપેક્ષા રાખે છે. બીજા અસદ્યોગનો આરંભ કરનારાઓથી આ સદ્યોગનો આરંભ કરનારમાં, સદાને માટે જાત્યમોરની જેમ વિલક્ષણતા હોય છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિ માટે આત્મપ્રત્યયાદિની અપેક્ષા આવશ્યક છે. સદ્યોગનો આરંભ કરનારા નિશ્ચિત રીતે આત્મપ્રત્યયાદિની અપેક્ષા રાખતા હોય છે. તેમનાથી બીજા, કર્મયોગે યોગનો આરંભ કરે છે. એ આત્માઓ તત્ત્વજ્ઞાનથી રહિત હોવાથી માત્ર કર્મવશ પ્રવૃત્તિ કરતા હોય છે. તેથી તેમને તાત્ત્વિકસિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
અતીન્દ્રિય પદાર્થના નિર્ણય માટે નિયામક શાસ્ત્ર છે. ગુરુપ્રત્યય-સ્વરૂપ આગમની પરતંત્રતાએ હેય અને ઉપાદેય પદાર્થમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર પ્રવર્તતો હોય
એક પરિશીલન
૨૬૩
Page #267
--------------------------------------------------------------------------
________________
છે. અસહ્નો જેમને આગ્રહ છે, એવા લોકો આત્માદિ પ્રત્યયની અવગણના કરે છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરે અને આગમવિહિત આત્મપ્રત્યયાદિને માને નહિ; તેથી ખરેખર તો તે આગમના ‘ષી જ કહેવાય છે... ઇત્યાદિ આશયથી સાવ આ શ્લોક છે.
કહેવાનો ભાવ એ છે કે એક યોગ પછી બીજો યોગ અને એની પછી ત્રીજો યોગ : આ રીતે ઉત્તરોત્તર એ શ્રેષ્ઠ યોગની પરંપરાનો આરંભ કરનારા આત્માને સાનુબંધયોગ સ્વરૂપ સદ્યોગના આરંભક કહેવાય છે. આ સદ્યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધ આ આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે. અતીન્દ્રિય પદાર્થના સમુદાયનું સમર્થન કરવા માટે સમર્થ એવા આગમને શાસ્ત્ર કહેવાય છે. આત્મપ્રત્યય, ગુપ્રત્યય અને લિંગપ્રત્યયઃ આ ત્રણ પ્રત્યય શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે, જેની અપેક્ષા સાનુબંધયોગારંભક જ રાખે છે. તેથી બીજા અસયોગારંભક આત્માઓથી સદ્યોગારંભક આત્મા કાયમ માટે જાત્યમોરની જેમ ભિન્ન છે. સર્વદોષથી રહિત એવો જાત્ય મોર અજાત્ય મોરથી જેમ ભિન્ન જ હોય છે તેમ સદાને માટે સોગારંભક, બીજા અસદ્યોગારંભક આત્માઓથી ભિન્ન જ હોય છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે - પરિશુદ્ધયોગની સિદ્ધિ માટે જે યોગ્ય છે તેમને “અનુષ્ઠાન કરે પણ ખરા અને શાસ્ત્રને ન માનવાના કારણે અનુષ્ઠાનનો દ્વષ પણ કરે’ - આવા પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. અર્થાત્ અનુષ્ઠાન પ્રત્યે કેવલ દ્વેષ સ્વરૂપ વૃત્તિ તો તેમને નથી જ પરંતુ ઉપર જણાવ્યા મુજબના પ્રકારની પણ વૃત્તિ તેમને હોતી નથી. કારણ કે જે જાત્ય મોર હોય તે ક્યારે પણ અજાત્ય મોરના વર્તન જેવું વર્તન કરતો નથી. આથી સ્પષ્ટ છે કે સદ્યોગના આરંભક સદાને માટે અસદ્યોગના આરંભકોથી જુદા છે. ૧૪-૨ સડ્યોઆ શ્લોકમાં દર્શાવેલા જાત્યમયૂરના દષ્ટાંતનો ઉપનય કરાય છે
यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि ।
गर्भयोगेऽपि मातॄणां श्रूयतेऽत्युचिता क्रिया ॥१४-३०॥ यथेति-यथा तदण्डादौ जात्यमयूराण्डचशुचरणाद्यवयवेषु । शक्ति विचित्राऽजात्यमयूरावयवशक्तिविलक्षणा । तद्वदस्य हि सद्योगारम्भकस्यादित एवारभ्येतरेभ्यो विलक्षणा शक्तिरित्यर्थः । यत उक्तं“પાત્ર શિવિદષ્ટાન્તઃ શાત્રે પ્રોwો મહાત્મમઃ સ તવારસાવીનાં સચ્છવજ્યાવિપ્રસાધનઃ II” તિ ! अत एव । सद्योगारम्भकस्येति गम्यं । मातॄणां जननीनां । गर्भयोगेऽपि किं पुनरुत्तरकाल इत्यपिशब्दार्थः । श्रूयते निशम्यते । शास्त्रेषु । अत्युचिता लोकानामतिश्लाघनीया । क्रिया प्रशस्तमाहात्म्यलाभलक्षणा । यत एवं पठ्यते-“जणणी सव्वत्थवि णिच्छएसु सुमइत्ति तेण सुमई जिणो” । तथा-“गब्भगए जं जणणी जाय सुधम्मे तेण धम्मजिणो” । तथा-"जाया जणणी जं सुव्वयत्ति मुणिसुव्वओ तम्हा" । इत्यादि । इदं गर्भावस्थायामुक्तम् । उत्तरकालेऽप्यत्युचितैव तेषां क्रिया । यत उक्तम्-“औचित्यारम्भिणोऽक्षुद्राः
૨૬૪
અપુનર્બન્ધક બત્રીશી
Page #268
--------------------------------------------------------------------------
________________
प्रेक्षावन्तः शुभाशयाः । अवन्ध्यचेष्टाः कालज्ञा योगमार्गाधिकारिणः || १ ||” इति तदेवं सिद्धः सद्योगारम्भक इतरेभ्यो विलक्षणः । स चात्मादिप्रत्ययमपेक्षत एवेति ।।१४-३०।।
“જાત્યમયૂર (મોર)ના ઇંડાદિમાં જેવી રીતે વિચિત્ર શક્તિ રહેલી છે તેવી જ રીતે સદ્યોગનો આરંભ કરનારમાં પણ શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ છે. આથી જ સદ્યોગના આરંભક આત્માઓના ગર્ભયોગે પણ તેઓશ્રીની માતાઓની ઉચિત(પ્રશસ્ત) ક્રિયા શાસ્ત્રમાં સંભળાય (વર્ણવાય) છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે જાત્યમયૂરમાં જે વિશેષતા છે તેને ઉત્પન્ન કરવાની શક્તિ તે મોરનાં ઈંડાં, ચાંચ અને ચરણાદિમાં પહેલેથી જ છે. અજાત્ય મયૂરનાં ઇંડાદિમાં જે શક્તિ છે તેની અપેક્ષાએ જાત્યમયૂરના તે તે અવયવોમાં રહેલી શક્તિ વિચિત્ર છે અર્થાત્ વિલક્ષણ(જુદા પ્રકારની) છે. અન્યથા જો શક્તિને સરખી માની લેવામાં આવે તો અજાત્ય અને જાત્યનો ભેદ સંગત નહીં બને. બસ ! આવી જ રીતે સદ્યોગારંભક આત્માઓમાં પણ સદ્યોગની શરૂઆતથી જ વિલક્ષણ શક્તિ રહેલી છે. આથી જ આવિષયમાં યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે; મહાત્માઓએ યોગના વિષયમાં અર્થાત્ યોગમાર્ગના અધિકારીની વિચારણામાં જે મો૨નું દૃષ્ટાંત યોગશાસ્ત્રમાં જણાવ્યું છે તે તેના ઇંડાદિમાં વિશિષ્ટ શક્તિ અને ફળ વગેરેને જણાવનારું છે. જાત્યમયૂરમાં રહેલી વિશેષતાને અનુકૂળ એવી શક્તિતેના ઇંડાદિમાં સર્વથા ન હોય તો સર્વથા અસદ્ની ઉત્પત્તિ થતી ન હોવાથી મયૂરમાં જાત્યત્વ નહિ આવે.
આથી જ સદ્યોગના આરંભક એવા આત્માઓ જ્યારે ગર્ભાવસ્થામાં પણ હોય છે ત્યારે તેઓશ્રીની માતાઓની અત્યંત ઉચિત એવી લોકમાં અત્યંત પ્રશંસાને પાત્ર ક્રિયા શાસ્ત્રમાં વર્ણવાય છે, જે ક્રિયાના કારણે તે આત્માઓને પ્રશસ્તકોટિનું માહાત્મ્ય પ્રાપ્ત થતું હોય છે. આ વિષયમાં આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં જણાવાયું છે કે શ્રી સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે સર્વ અર્થમાં નિશ્ચય કરવાની સુંદર મતિ પ્રભુની માતાને પ્રાપ્ત થઇ તેથી પ્રભુનું ‘સુમતિ’ આ પ્રમાણે નામ સ્થાપન કર્યું. શ્રી ધર્મનાથ ભગવાન જ્યારે ગર્ભસ્થ હતા ત્યારે પ્રભુની માતા સુંદર ધર્મને આરાધનારાં બન્યાં તેથી પ્રભુનું ‘ધર્મ’ આ પ્રમાણે નામ પડ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે પ્રભુની માતા સુંદર કોટિના વ્રતને ધારણ કરનારાં બન્યાં તેથી પ્રભુનું ‘મુનિસુવ્રત’ આ પ્રમાણે નામ પાડ્યું.
શ્લોકમાં ર્મયોનેઽષિ આવો પાઠ છે તેથી સદ્યોગારંભક આત્માઓની ગર્ભાવસ્થા પછી પણ ઉચિત જ ક્રિયા હોય છે - આવો અર્થ સમજવો. આ પ્રમાણે યોગબિંદુમાં પણ જણાવ્યું છે – “યોગમાર્ગના અધિકારીઓ ઔચિત્યપૂર્વક કોઇ પણ અનુષ્ઠાનને કરનારા હોય છે તેમ જ અક્ષુદ્ર બુદ્ધિમાન શુભઆશયવાળા સફળ કાર્યને કરનારા અને ઉચિત અવસ૨ને જાણનારા હોય છે.” ગંભી૨ આશયવાળાને અક્ષુદ્ર કહેવાય છે. અત્યંત નિપુણ બુદ્ધિવાળાને પ્રેક્ષાવંત કહેવાય છે. શુભપરિણામવાળાને શુભ-આશયવાળા કહેવાય છે. અનિષ્ફળ કાર્યને કરનારાને અવંધ્યચેષ્ટાવાળા
એક પરિશીલન
૨૬૫
Page #269
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. અવસર-પ્રસ્તાવના જ્ઞાતાને કાલજ્ઞ કહેવાય છે. જે એવા આત્માઓ છે તે યોગમાર્ગના અધિકારી છે. આથી સ્પષ્ટ છે કે સદ્યોગનો આરંભ કરનાર, બીજાઓની અપેક્ષાએ વિલક્ષણ છે; અને તે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયની અપેક્ષા રાખે જ છે. ૧૪-૩ના
अथ विषयस्वरूपानुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याह
હવે વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાંથી કોને કયું અનુષ્ઠાન સંભવે છે તે જણાવાય છે–
सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते ।
फलवद्रुमसद्बीजप्ररोहोभेदसन्निभम् ॥१४-३१॥ सर्वोत्तममिति–यदेतेषु उक्तानुष्ठानेषु । सर्वोत्तममव्यभिचारि फलं। तदिन्नग्रन्थेरिष्यते । फलवतः फलप्राग्भारभाजो द्रुमस्य न्यग्रोधादेः सदवन्ध्यं यद्बीजं तस्य प्ररोहोदेदोऽङ्कुरोद्गमस्तत्सन्निभं शुभानुવધૂસારત્વત્ II9૪-રૂા.
“પૂર્વે વર્ણવેલાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ: આ ત્રણ અનુષ્ઠાનમાં જે ઉત્તમ અનુષ્ઠાન છે; તે ફળવાળા વૃક્ષના સર્બીજના અંકુરોના ઉદ્ગમ સ્વરૂપ છે. એ અનુષ્ઠાન ગ્રંથિભેદ કરેલા આત્માઓને પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. જે અનુષ્ઠાન, પૂર્વે વર્ણવેલાં ત્રણ અનુષ્ઠાનોમાં સર્વોત્તમ એટલે અવ્યભિચારી એવા ફળને આપનારું છે તે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન છે. કારણ કે તે સંપૂર્ણ મોક્ષસ્વરૂપ ઈષ્ટને નિશ્ચિતપણે આપનારું બને છે. એ અનુષ્ઠાન એવા જ આત્માઓને પ્રાપ્ત થાય છે કે જેઓએ રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરી લીધો છે. રાગદ્વેષની પરિણતિની તીવ્રતા જાય નહિ ત્યાં સુધી આ અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાનની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી.
ફળના ભારને ધારણ કરનારા વૃક્ષના ચોક્કસ ફળને આપનારા બીજના અંકરોના ઊગવા સ્વરૂપ આ સર્વોત્તમ અનુષ્ઠાન છે, કારણ કે એમાં શુભ અનુબંધ પડેલા છે. વર્તમાનમાં અંકુરસ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં ફળના ભાર(સમુદાય)ને આપવાની એમાં અદ્ભુત શક્તિ પડેલી છે. એવી જ રીતે અનુબંધ શુદ્ધ - અનુષ્ઠાન વર્તમાનમાં સામાન્ય કક્ષાનું જણાતું હોવા છતાં ભવિષ્યમાં સિદ્ધિસ્વરૂપ ફળને પ્રદાન કરવાનું અદ્ભુત સામર્થ્ય એમાં રહેલું છે. આથી સમજી શકાશે કે રાગદ્વેષની તીવ્ર પરિણતિ કેટલી ખરાબ છે. એને લઈને ફળથી લચપચતા વૃક્ષના બીજથી થનારા અંકુરોના ઉદ્ગમ જેવું પણ અનુષ્ઠાન પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં ફળનો સંભવ તો ક્યાંથી હોય? મુમુક્ષુ આત્માઓએ અનુષ્ઠાન કરતી વખતે આત્માની રાગદ્વેષની પરિણતિની તીવ્રતાને દૂર કરવાનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું શક્ય નહિ બને. અનુષ્ઠાનો તો આપણે કરતા જ હોઈએ છીએ. એને અનુબંધ શુદ્ધ બનાવવા શું કરવું જોઇએ, ૨૬૬
અપુનર્બન્ધક બત્રીશી
Page #270
--------------------------------------------------------------------------
________________
એ પ્રશ્ન છે. આ શ્લોકમાં તેનો ઉપાય ગ્રંથકાર પરમર્ષિએ જણાવ્યો છે. ચારગતિમય આ ભયંકર સંસારનું મૂળ કારણ રાગદ્વેષની પરિણતિ છે. એની ભયંકરતા જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી અનુબંધ શુદ્ધસ્વરૂપ - અનુષ્ઠાનને પ્રાપ્ત કરવાનું મન પણ નહિ થાય. /૧૪-૩૧
સર્વોત્તમ અનુષ્ઠાનને છોડીને બીજાં બે અનુષ્ઠાનો અપુનબંધક દશાને પામેલાને હોય છે, તે જણાવાય છે–
तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य च ।
વસ્થામે તો ચાä પરમાનન્દજારમ્ II9૪-રૂરી तत्तदिति-तत्तत्तन्त्रोक्तं कापिलसौगतादिशास्त्रप्रणीतं मुमुक्षुजनयोग्यमनुष्ठानम् । अखिलं समस्तम् । अपुनर्बन्धकस्य तु । अवस्थाभेदतो दशावैचित्र्यात् । न्याय्यं युक्तं । निवृत्तासद्ग्रहत्वेन सद्ग्रहप्रवृत्तत्वेन च परमानन्दस्य प्रशमसुखस्य कारणम् । अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तम्-“अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तમહત્તમવસ્થામેવયાત્ II” રૂતિ 9૪-રૂા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે - તે તે દર્શનનાં શાસ્ત્રોમાં મુમુક્ષુઓ માટે ફરમાવેલ અનુષ્ઠાનો બધાં જ; અપુનબંધકદશાને પામેલા આત્માઓ માટે પરમાનંદના કારણભૂત ન્યાય છે. આશય એ છે કે અપુનબંધકદશાને પામેલા આત્માઓ સામાન્યથી જૈન અને જૈનેતર દર્શનમાં હોય છે. ગમે તેવી વિષમદશામાં પણ એ જીવો મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા રસને ક્યારે પણ બાંધવાના ન હોવાથી તેમને “અપુનબંધક તરીકે વર્ણવાય છે. એ આત્માઓ માત્ર જૈનદર્શનમાં જ હોય છે એવું નથી. જૈનેતર દર્શનમાં પણ તેઓ હોય છે. તેથી કપિલમુનિ કે ગૌતમબુદ્ધ વગેરેનાં બનાવેલાં શાસ્ત્રોમાં પણ જે જે અનુષ્ઠાનો મોક્ષની ઇચ્છાવાળા(મુમુક્ષુ)ઓને ઉદ્દેશીને ફરમાવેલાં છે; તે બધાં જ અનુષ્ઠાનો અપુનબંધકદશાને વરેલા આત્માઓ માટે ન્યાયસંગત-યુક્ત છે. કારણ કે અપુનબંધકદશાને પામેલા આત્માઓ અસઆગ્રહથી રહિત અને સદ્ગહથી સહિત હોવાથી તેમને તે તે અનુષ્ઠાનો પ્રશમસુખનાં કારણ બને છે.
અપુનબંધક આત્માઓની અવસ્થાઓ જુદી જુદી હોવાથી અનેક સ્વરૂપવાળા તેમનું કોઈ પણ અનુષ્ઠાન કોઈ પણ અવસ્થામાં પ્રશાંતવાહિતાનો તેમને અનુભવ કરાવે છે. વિષયકષાયના વિકારથી રહિત આત્માની સ્વસ્થ પરિણતિને પ્રશાંત અવસ્થા કહેવાય છે. પ્રશાંત અવસ્થા (પ્રથમ)નું જ અહીં સુખ પ્રાપ્ત થતું હોય છે. રોગનો નાશ થયો ન હોય તો પણ તેની ઉપશાંત અવસ્થામાં અથવા તો તેની મંદ અવસ્થામાં થનારા આરોગ્યના અનુભવની જેમ અપુનબંધક દશામાં પ્રશમસુખનો અનુભવ થતો હોય છે. યોગબિંદુમાં પણ આ વિષયમાં ફરમાવ્યું છે કે – અપુનબંધક આત્માઓની
એક પરિશીલન
૨૬૭.
Page #271
--------------------------------------------------------------------------
________________
જુદી જુદી અવસ્થાને આશ્રયીને; કપિલાદિ મુનિએ રચેલા તે તે શાસ્ત્રમાં વર્ણવેલાં મુમુક્ષુયોગ્ય બધાં જ અનુષ્ઠાનો અપુનબંધક આત્માઓ માટે સારી રીતે ન્યાયસંગત બને છે.
આ બત્રીશીમાં વર્ણવેલી અપુનબંધકદશાનું સ્વરૂપ વિચારીએ તો મોક્ષની ઇચ્છાનું મહત્ત્વ જણાયા વિના નહિ રહે. તીવ્ર ભાવે પાપ નહિ કરનારા, સંસાર પ્રત્યે બહુમાન નહિ રાખનારા અને સર્વત્ર ઔચિત્યપૂર્વક આચરણ કરનારા અપુનર્ધધક આત્માઓનું સ્વરૂપ સમજવા માટે પણ અપુનબંધકદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. એ દશાને પામ્યા વિના એનું સ્વરૂપ સમજવાનું ઘણું જ અઘરું છે. અનાદિકાળથી ચાલી આવતી તીવ્રભાવે પાપ કરવાની પ્રવૃત્તિ એકાએક તો દૂર કઈ રીતે થાય ? સંસાર ઉપરનું બહુમાન પણ કઈ રીતે ઘટે? સદ્દગુરુભગવંતોના સમાગમથી સંસારની નિર્ગુણતાનું અને મોક્ષની રમણીયતાનું ભાન થાય તો તે અપુનબંધકદશાને પ્રાપ્ત કરી શકાય. કુદરતી રીતે જ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં રહેલી હોય છે. તેથી ખૂબ જ સરળતાથી તેમને યોગમાર્ગની પ્રાપ્તિ થતી હોય છે. યોગની પૂર્વસેવા તાત્ત્વિક રીતે અપુનબંધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. યોગના અર્થી જનોએ અપુનબંધકદશાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. પાપપ્રવૃત્તિની તીવ્રતાનો હાસ થાય, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો યોગની યોગ્યતા પ્રાપ્ત કરી શકાશે. અંતે આવી યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ll૧૪-૩રા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामपुनर्बन्धकद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૬૮
અપુનર્બન્ધક બત્રીશી
Page #272
--------------------------------------------------------------------------
________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ આ બત્રીશીમાં સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ લિજ્ઞો દ્વારા થોડું વિસ્તારથી સમ્યગ્દષ્ટિ આત્માનું સ્વરૂપ વર્ણવીને તેમની કેટલીક બીજી વિશેષતાઓનું વર્ણન કર્યું છે.
બોધિસત્ત્વ, પરાર્થરસિકતા, બુદ્ધિમત્તા, માર્ગગામિતા, મહાન આશય, ગુણરાગ અને શ્રી તીર્થકર નામકર્મના ઉપાર્જનનું કારણ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન... વગેરે વિશેષતાઓને ધારણ કરનારા એ તારક આત્માઓ શિષ્ટ હોય છે.
અન્યદર્શનકારોની માન્યતા મુજબનું શિષ્ટત્વનું નિરૂપણ કઈ રીતે અસગત છે, તે બત્રીશીના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે. દાર્શનિક પરિભાષાને નહિ જાણનારા જિજ્ઞાસુઓને એ સમજવાનું ઘણું અઘરું છે. વિસ્તારથી વર્ણવેલી એ વાતનો સારાંશ એ છે કે જેમના અંશતઃ પણ રાગ, દ્વેષ અને મોહાદિ દોષો ક્ષય પામ્યા છે, તેઓ શિષ્ટ પુરુષો છે. માત્ર વેદને પ્રમાણ માનવાથી શિષ્ટત્વ આવતું નથી - એ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે વર્ણવી છે. જેઓએ ગ્રહણશિક્ષા(માર્ગનું પરિજ્ઞાન) અને આસેવનશિક્ષા(માર્ગનું પરિશુદ્ધ આચરણ) પ્રાપ્ત કરી લીધી છે, તેવા જીવોને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. એમાં પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ અંશતઃ પણ દોષક્ષય છે.
મિથ્યાત્વમોહનીયકર્મના વિપાકને અનુભવનારા શિષ્ટ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્માઓએ ગ્રંથિનો ભેદ કર્યો હોવાથી તેઓમાં જ શિષ્ટત્વ સદ્ગત છે. અન્યદર્શનકારો જેને શિષ્ટ તરીકે વર્ણવી રહ્યા છે, તેમાં વાસ્તવિક રીતે શિષ્ટત્વ નથી. આ વાતનું વર્ણન કરવા માટે ગ્રંથકાર પરમર્ષિએ આ બત્રીશીના લગભગ પંદર-સોળ શ્લોકોની રચના કરી છે. એ જોતાં એમ જ લાગે કે આ બત્રીશીને સમ્યગ્દષ્ટિ બત્રીશીના બદલે શિષ્ટબત્રીશી વર્ણવવી જોઇએ.
સમ્યગ્દર્શન વિના શિષ્ટત્વ નથી. આ વાત સમજાવવાનો અહીં પૂરતો પ્રયત્ન કરાયો છે. આપણે ગમે તેને શિષ્ટ માની ના બેસીએ અને શિષ્ટને જ શિષ્ટ માનીએ – એ ખૂબ જ અગત્યનું છે. આજની પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. સમ્યગ્દર્શનાદિનો વિચાર કર્યા વિના ગમે તેને શિષ્ટ માની લેવાનું વલણ ખૂબ જ વધી ગયું છે. આવા સંયોગોમાં પૂ. ઉપાધ્યાયજી મ.નું માર્ગદર્શન સમયસરનું મહત્ત્વપૂર્ણ છે. દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રંથકારશ્રીએ દર્શાવેલા માર્ગને સમજવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા અપેક્ષિત છે. તેને પ્રાપ્ત કરવા માટે આવા ગ્રંથોનું અધ્યયન આવશ્યક બને છે.
આ બત્રીશીના અંતિમ ભાગમાં સમ્યકશ્રુત અને મિથ્યા મૃતની વ્યાખ્યા કરી છે, જે નિરંતર સ્મરણીય છે. સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત શ્રુત સમ્યક છે અને મિથ્યાષ્ટિથી પરિગૃહીત શ્રત મિથ્યા
એક પરિશીલન
૨૬૯
Page #273
--------------------------------------------------------------------------
________________
છે. શ્રતને પણ સમ્યફ કે મિથ્થા વર્ણવાય છે તે સમ્યગ્દર્શન અને તેના અભાવને લઈને વર્ણવાય છે. પ્રામાણિક પુરુષોની પ્રામાણિકતાનું પ્રયોજક સમ્યગ્દર્શન છે... ઇત્યાદિનું વર્ણન આ બત્રીશીમાં કરાયું છે. સમ્યગ્દષ્ટિ આત્માઓની અનેકવિધ વિશેષતાઓમાંથી ખૂબ જ થોડી વિશેષતાનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. એના વાંચનાદિથી આપણે નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભ્યર્થના...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
૨૭૦
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #274
--------------------------------------------------------------------------
________________
| अथ सम्यग्दृष्टिद्वात्रिंशिका प्रारभ्यते ।
अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाह
આ પૂર્વે ચૌદમી બત્રીશીમાં અપુનબંધક આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. એ આત્માઓ જ કાલાંતરે સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી હવે તેમના સ્વરૂપનું વર્ણન કરાય છે–
लक्ष्यते ग्रन्थिभेदेन, सम्यग्दृष्टिः स्वतन्त्रतः ।
शुश्रूषाधर्मरागाभ्यां, गुरुदेवादिपूजया ॥१५-१॥ लक्ष्यत इति-ग्रन्थिभेदेन अतितीव्ररागद्वेषपरिणामविदारणेन । स्वतन्त्रतः सिद्धान्तनीत्या । सम्यग्दृष्टि र्लक्ष्यते सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते । शुश्रूषाधर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिङ्गः । यदाह-“शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं लिङ्गमस्य મહાત્મfમ: II” fl9-.
“શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા – આ ત્રણ લિંગો દ્વારા આગમની નીતિથી ગ્રંથિભેદના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જણાય છે.”- આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમમાં જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનના પરિણામવાળા આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા આ ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દષ્ટિ આત્માનું અનુમાન કરી શકાય છે.
આ વાતને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે – શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિપૂજા આ ત્રણ લિંગો શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ આત્માનાં હોય છે – એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. “યોગબિંદુ ગ્રંથમાં (શ્લો.નં. ૨૫૩) જે જણાવ્યું છે તેનો આશય એ છે કે, સમ્યગ્દષ્ટિ આત્માનાં શુશ્રુષાદિ ત્રણ લિંગો-અનુમાપક છે. તેઓ પોતાના સામર્થ્યને અનુરૂપ શુશ્રુષાદિને ધરનારા છે. સદ્ધર્મ-પ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છાને અહીં શુશ્રુષા તરીકે વર્ણવી છે. માત્ર ઇચ્છા શુશ્રુષા નથી, શ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી, શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી અને ધર્મપ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છા પણ શુશ્રુષા નથી; પરંતુ સધર્મ-પ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા છે. તેવી શુશ્રુષા જ સમ્યગ્દષ્ટિ આત્માના સમ્યગ્દર્શનને જણાવનારી છે. આથી આપણને આપણા સમ્યગ્દર્શનના પરિણામનો થોડો થોડો અણસાર લાવવો હોય તો આવી શકે છે.
ચારિત્રધર્મના અનુરાગને અહીં ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. માત્ર ધર્મ પ્રત્યેનો રાગ એ ધર્મરાગ નથી. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન કે દેશવિરતિને અનુરૂપ ધર્મ પ્રત્યેનો રાગ પણ અહીં ધર્મરાગસ્વરૂપે વર્ણવ્યો નથી. પરંતુ ચારિત્રધર્મ પ્રત્યેનો જે અનુરાગ છે તેને ધર્મરાગ તરીકે
એક પરિશીલન
૨૭૧
Page #275
--------------------------------------------------------------------------
________________
વર્ણવ્યો છે. રાગનો રાગ અનુરાગ છે. રાગ અને અનુરાગમાં જે વિશેષ છે તે આપણે સમજી શકીએ છીએ. બાહ્ય ઇન્દ્રિયોથી દૂર થયેલા વિષયો પણ હૈયામાંથી દૂર થતા નથી. આવી અવસ્થા ખરેખર જ વિષયના અનુરાગની છે. ચારિત્રનો પણ આવો જ અનુરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. ચારિત્ર મળતું ન હોવા છતાં તેમના હૈયામાંથી તે(ચારિત્ર) ક્યારે પણ ખસતું નથી.
ધર્માચાર્ય, શ્રી જિનેશ્વરદેવ અને સાધર્મિક વગેરેની ઔચિત્યાદિપૂર્વકની જે અર્ચના છે તેને અહીં ગુરુદેવાદિપૂજા તરીકે વર્ણવી છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના સામર્થ્યને અનુરૂપ એ ત્રણેય લિંગોને સારી રીતે ધારણ કરતા હોય છે. તેમના સમ્યગ્દર્શનના પરિણામને જણાવનારાં શુક્રૂષા, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા : આ ત્રણ લિંગો છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૧૫-૧ શુક્રૂષાનું સ્વરૂપ વર્ણવાય છે–
भोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी ।
शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ॥१५-२॥ भोगीति-भोगिनो यौवनवैदग्ध्यकान्तासन्निधानवतः कामिनः । किन्नरादीनां गायकविशेषाणां गेयादौ गीतवर्णपरिवर्ताभ्यासकथाकथनादौ विषयः श्रवणरसस्तस्मादाधिक्यमतिशयम् । ईयुषी प्राप्तवती । किन्नरगेयादिजिनोक्त्योर्हेत्वोस्तुच्छत्वमहत्त्वाभ्यामतिभेदोपलम्भाद् । अस्य सम्यग्दृष्टेः । शुश्रूषा भवति । न परं सुप्तेशस्य सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाभिप्रायलक्षणस्तदुपमा तत्सदृशी असम्बद्धतत्तद्ज्ञानलवफलायास्तस्या दौर्वेदग्ध्यबीजत्वात् ॥१५-२॥
ભોગી જનને, કિન્નરોએ ગાયેલા ગીત વગેરેને સાંભળવામાં જે રસ પડે છે, તેનાથી અત્યધિક રસવાળી આ (સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મશ્રવણની ઇચ્છા) શુશ્રુષા હોય છે. પરંતુ સૂતેલા રાજાની કથાશ્રવણની ઇચ્છા જેવી તે હોતી નથી. - આ પ્રમાણે બીજા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યુવાન છે, સંગીતકલામાં વિચક્ષણ છે અને મનોહર એવી સ્ત્રીના સાંનિધ્યવાળો ભોગી છે; તે અહીં ભોગી તરીકે વિવક્ષિત છે. સામાન્યથી બાળક કે વૃદ્ધ વગેરેને તેમ જ મૂર્ખ કે અજ્ઞાનીને અને દુઃખથી વ્યગ્ર માણસને, કિન્નરોનાં પણ ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ઉપર જણાવ્યા મુજબના ભોગવિશેષનું ગ્રહણ કર્યું છે. આવા ભોગી જનોને પણ સામાન્ય કોટિના ગાયકવગેરેનાં ગીતગાનાદિમાં રસ પડતો નથી. તેથી અહીં ગાયકવિશેષ કિન્નરનું ગ્રહણ કર્યું છે. જન્મથી જ તેઓ સંગીતને વરેલા અને તેમાં રસિક હોય છે તેમના દ્વારા ગવાતા ગીતમાં, વર્ણપરિવર્તના અભ્યાસમાં અને કથાકથનમાં જે સાંભળવાનો રસ છે, તેનાથી અત્યધિક રસ સદ્ધર્મશ્રવણમાં સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. આવા રસવાળી શુશ્રુષા હોય છે. ગીતના વર્ષો સાંભળ્યા પછી તેનું પરાવર્તન કરવું તેને પરાવર્ત કહેવાય છે. વારંવારના પરાવર્તનને અભ્યાસ કહેવાય છે. ગીતની કે તેના ગાનારની જે કથા કરાય છે તેને કથાકથન કહેવાય છે.
૨૭૨
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #276
--------------------------------------------------------------------------
________________
ભોગીના કિન્નરાદિગેયના શ્રવણ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માના સદ્ધર્મશ્રવણનો રસ અત્યધિક હોવાથી બંન્નેની શુશ્રષામાં ઘણો જ ભેદ છે. ખરી રીતે આવો ભેદ પડવો ના જોઇએ. કારણ કે ભોગીને કિન્નરગાનમાં રસ છે અને સમ્યગ્દષ્ટિને સદ્ધર્મમાં રસ છે. વિષયભેદ હોવાથી રસભેદ થવાનું કોઈ કારણ નથી. પરંતુ કિન્નરગેય અને શ્રી જિનની ઉક્તિ (વચન), એ બંન્નેના હેતુમાં અનુક્રમે તુચ્છત્વ અને મહત્ત્વ હોવાથી શુશ્રુષામાં ઘણો જ ફરક છે. કિન્નરનું ગીત ક્ષણિક શ્રવણેન્દ્રિયને સુખ આપનારું હોવાથી તુચ્છ (અલ્પસુખપ્રદ) છે. તદુપરાંત એ ગીતો; અશુચિથી પૂર્ણ એવા સ્ત્રી વગેરે તુચ્છ પદાર્થોનું વર્ણન કરતા હોવાથી તુચ્છ છે. તેથી તેની શુશ્રુષા પણ તુચ્છ છે. શ્રી જિનેશ્વરદેવોના વચન સ્વરૂપ સદ્ધર્મ તો શાશ્વત સુખને આપનારો હોવાથી મહાન છે અને તે વચનો પરમપવિત્ર મોક્ષનું વર્ણન કરતા હોવાથી મહાન છે. તેથી તેની શુશ્રુષા પણ મહાન છે. આ રીતે બંન્ને શુશ્રષામાં તુરછત્વ અને મહત્ત્વના કારણે ઘણું અંતર છે.
સમ્યગ્દષ્ટિ આત્માને સદ્ધર્મશ્રવણની જે ઈચ્છા હોય છે તે; સૂતેલા રાજાજીને કથા સાંભળવાની જે ઈચ્છા હોય છે તેના જેવી હોતી નથી. રાજાજીની તે ઇચ્છા અત્યંત મુગ્ધ જનની ઇચ્છા જેવી ઇચ્છા છે. કથાર્થશ્રવણનો અભિપ્રાય હોવા છતાં તે સંમુગ્ધજનોચિત છે. આવી ઇચ્છાથી કરેલા કથાર્થશ્રવણથી અસંબદ્ધતે તે પદાર્થનું આંશિકજ્ઞાન થાય છે અને તેથી તે તે જ્ઞાનનો અંશ દોઢ ડહાપણનું કારણ બને છે. સમકિતી આત્માને એવી શુશ્રુષા હોતી નથી. જેથી શ્રવણ દ્વારા પ્રાપ્ત થતો અગાધબોધવિદગ્ધતાનું બીજબને છે. સંમુગ્ધપણે કથાર્થશ્રવણાભિપ્રાય રાજાજીનો હોવાથી એ શ્રવણાભિપ્રાય સુરેશકથાર્થસંબંધી(વિષયવાળો) છે – એ સ્પષ્ટ છે. ૧૫-રો
ભોગી જનોની ગેયાદિશ્રવણની અપેક્ષાએ સદ્ધર્મશ્રવણની ઇચ્છામાં આધિક્ય કેમ છે - તે જણાવાય છે–
अप्राप्ते भगवद्वाक्ये, धावत्यस्य मनो यथा ।
विशेषदर्शिनोऽर्थेषु, प्राप्तपूर्वेषु नो तथा ॥१५-३॥ अप्राप्त इति-अस्य सम्यग्दृशः । अप्राप्ते पूर्वमश्रुते । भगवद्वाक्ये वीतरागवचने । यथा मनो धावति श्रोतुमनुपरतेच्छं भवति । तथा विशेषदर्शिनः सतः । प्राप्तपूर्वेष्वर्थेषु धनकुटुम्बादिषु । न धावति । विशेषदर्शनेनापूर्वत्वभ्रमस्य दोषस्य चोच्छेदात् ॥१५-३।।
ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં પૂર્વે નહિ સાંભળેલાં એવાં વાક્યોને વિશે સમ્યગ્દષ્ટિનું મન જેવું દોડે છે, તેવું વિશેષદર્શી એવા તેનું મન પૂર્વે પ્રાપ્ત કરેલા (પરિચિત) પદાર્થોમાં દોડતું. નથી.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માએ આ પૂર્વે શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોનું શ્રવણ કર્યું ન હતું તેથી તે ભગવદ્રવચનો અશ્રુતપૂર્વ હોવાથી અપ્રાપ્ત છે. અપ્રાપ્ય એવા ભગવદ્રવચનો હોતે છતે તે વચનોને સાંભળવા
એક પરિશીલન
૨૭૩
Page #277
--------------------------------------------------------------------------
________________
માટે સમ્યગ્દષ્ટિ આત્માનું મન દોડે છે. અર્થાત્ એ વચનને સાંભળવાની ઇચ્છા વિરામ પામતી નથી. સતત ભગવચનના પુણ્યશ્રવણમાં મન ઉત્કંઠાવાળું બની રહે છે.
આનાથી તદ્દન વિપરીત પૂર્વે પ્રાપ્ત પદાર્થોમાં બને છે. અત્યાર સુધીમાં અનેકવાર પ્રાપ્ત થયેલા ધન અને કુટુંબાદિને વિશે; વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિ આત્માને હવે કોઇ ઇચ્છા રહી ન હોવાથી ત્યાં મન દોડતું નથી. પૂર્વે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થોમાં ‘તે અપૂર્વ-અદ્ભુત છે’ - એવો અત્યાર સુધી ગ્રહ હતો. જેને લઇને ત્યાં જ મન દોડતું હતું. પરંતુ ભગવાન શ્રી તીર્થંક૨૫૨માત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોના પુણ્યશ્રવણથી થયેલા વિશેષદર્શનના કારણે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વના ભ્રમનું (ભ્રમાત્મક ગ્રહનું) નિરસન થાય છે. ધનાદિ પદાર્થો અપ્રાપ્તપૂર્વ નથી. પરંતુ અનંતશઃ પ્રાપ્તપૂર્વ છે. તદ્દન તુચ્છ અને અસાર છે.. . ઇત્યાદિ રીતે વિશેષ દર્શન થવાથી તે તે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વનો ગ્રહ થતો નથી. એ ભ્રમાત્મક દોષના કારણે પૂર્વે ધનાદિ પદાર્થોમાં મનની દુષ્ટ ગતિ-પ્રવૃત્તિ હતી. પરંતુ હવે તે ભ્રમાત્મક દોષનો ઉચ્છેદ થયો હોવાથી પૂર્વની જેમ ધનાદિસ્વરૂપ પ્રાપ્ત પદાર્થોમાં મન દોડતું નથી... એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ૧૫-૩ા
દ્વિતીય લિંગ ‘ધર્મરાગ’નું વર્ણન કરાય છે—
धर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया ।। १५-४।।
धर्मराग इति-धर्मरागश्चारित्रधर्मस्पृहारूपः । अधिकः प्रकर्षवान् । भावतोऽन्तःकरणपरिणत्याः । भोगिनो भोगशालिनः । स्त्र्यादिरागतो भामिन्याद्यभिलाषात् । प्रवृत्तिस्तु कायचेष्टा तु । अन्यथापि चारित्रधर्मप्राप्तिकूल्येनापि व्यापारादिना स्यात् । कर्मणश्चारित्रमोहनीयस्य । बलवत्तया नियतप्रबलविपाका ||૧૬-૪||
“ભાવને આશ્રયીને; ભોગી જનના સ્ત્રી વગેરેના રાગથી અધિક એવો ધર્મરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. કર્મની બલવદ્ અવસ્થાને કારણે કાયાની પ્રવૃત્તિ તો અન્યથા પણ થઇ શકે છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ એ છે કે - ભોગી જનને સ્ત્રી વગેરે પ્રત્યે જે રાગ છે એના કરતાં અત્યધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મ પ્રત્યે હોય છે. ચારિત્રધર્મને છોડીને બીજો કોઇ ધર્મ નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિ; માત્ર ચારિત્રધર્મથી થાય છે. તે ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ તીવ્ર ધર્મરાગ હોય છે. ચારિત્ર ધર્મને ક્યારે, કઇ રીતે પ્રાપ્ત કરી શકાય - એવા અધ્યવસાયથી ગર્ભિત એવા રાગને સ્પૃહા કહેવાય છે. ભાવ-અંતઃપરિણતિને આશ્રયીને સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મની પ્રત્યે એવો સ્પૃહાસ્વરૂપ ધર્મરાગ હોય છે.
સમ્યગ્દષ્ટિ બત્રીશી
૨૭૪
Page #278
--------------------------------------------------------------------------
________________
ता
પરંતુ પ્રવૃત્તિની અપેક્ષાએ; ચારિત્રમોહનીયકર્મની પ્રબળતાએ અર્થાત્ નિકાચિત કોટિના (અવશ્ય ભોગવવા પડતા વિપાકવાળા) ચારિત્રમોહનીયકર્મના ઉદયે ચારિત્રધર્મને પ્રતિકૂળ એવા વ્યાપારાદિના કારણે અન્યથા પણ શરીરની ચેષ્ટા(પ્રવૃત્તિ) હોય છે. અંતઃકરણની પરિણતિ ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ હોવા છતાં તેને પ્રતિકૂળ એવી શરીરની ચેષ્ટા સ્વરૂપ પ્રવૃત્તિ હોય - એ બનવાજોગ છે. કર્મની ગતિ વિચિત્ર છે. /૧૫-૪ll
સમ્યગ્દષ્ટિ આત્માને મનમાં ચારિત્રધર્મ પ્રત્યે અત્યધિક રાગ હોય તો કર્મના યોગે પણ શરીરથી અન્યથા(ચારિત્રધર્મને પ્રતિકૂળ) પ્રવૃત્તિ કરે તો ચારિત્રધર્મ પ્રત્યે થોડો મંદ રાગ છે એમ કેમ ના મનાય? તે જણાવાય છે
तदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् ।
पूयिकाद्यपि यद्भुङ्क्ते, घृतपूर्णप्रियो द्विजः ॥१५-५॥ तदिति-तदलाभेऽपि कथञ्चिदन्यथाप्रवृत्त्या चारित्राप्राप्तावपि । तद्रागबलवत्त्वं चारित्रेच्छाप्राबल्यं स्वहेतुसिद्धं । न नैव । दुर्वचं दुरभिधानं । यद्यस्मात्तथाविधविषमप्रघट्टकवशात् । पूयिकाद्यपि पूयं नाम कुथितो रसस्तदस्यास्तीति पूयिकम् । आदिशब्दाद्क्षं पर्युषितं च वल्लचनकादि । किं पुनरितरदित्यपिशब्दार्थः । घृतपूर्णाः प्रिया वल्लभा यस्य स तथा । द्विजो ब्राह्मणो भुङ्क्तेऽश्नाति । यदत्र द्विजग्रहणं कृतं तदस्य जातिप्रत्ययादेव अन्यत्र ‘भोक्तुमिच्छाया अभावादिति । अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाश इति तात्पर्यम् ।।१५-५।।
“સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રનો લાભ ન થાય તોપણ “મનમાં ચારિત્ર ગ્રહણ કરવાની ઇચ્છા તેમને પ્રબળ છે' - આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી. કારણ કે પૂયિકાદિ(કુથિત રસવાળી ઘેંસ વગેરે)ને વાપરનાર બ્રાહ્મણ ઘેબરાદિના પ્રબળ રાગવાળો હોય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માને, ચારિત્રમોહનીયકર્મના તીવ્ર ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાની પ્રબળતા હોય છે. કારણ કે તે પ્રબળતા પોતાના હેતુથી જ સિદ્ધ થતી હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમવિશેષથી ચારિત્ર ગ્રહણ કરવાની પ્રબળ ઇચ્છા થતી હોય છે અને ચારિત્રની પ્રાપ્તિ તો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ-વિશેષથી થતી હોય છે. ચારિત્રની ઇચ્છા અને ચારિત્રની પ્રાપ્તિ : એ બંન્નેના હેતુ ભિન્ન ભિન્ન છે. તેથી એકના કારણના અભાવે બીજાનો અભાવ થાય છે એ કહેવાનું શક્ય નથી. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માને કથંચિત્ ચારિત્રનો લાભ ન થવા છતાં તેમને ચારિત્રની ઇચ્છા પ્રબળ હોય છે - આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી જ.
એક પરિશીલન
૨૭૫
Page #279
--------------------------------------------------------------------------
________________
કારણ કે બ્રાહ્મણને; ઘેબર, માલપૂઆ વગેરે ઘીથી પૂર્ણ ભોજન પ્રિય હોવા છતાં વિષમ સંયોગોના કારણે કથિત રસવાળા ઘેંસ વગેરે તેમ જ લૂખા સૂકા વાલ-ચણા વગેરે ખાવાની પ્રવૃત્તિ કરતી વખતે પણ ધૃતપૂર્ણ ભોજનનો રાગ પ્રબળ જ હોય છે. તેથી પ્રવૃત્તિના અભાવમાં રાગ ન જ હોય - એવો નિયમ નથી. તેમ જ રાગની વિદ્યમાનતામાં પ્રવૃત્તિ થવી જ જોઇએ એવો પણ નિયમ નથી.
સામાન્ય રીતે ઉત્તમ ભોજનની ઉત્કટ ઇચ્છા હોય ત્યારે વિષમ સંયોગોમાં કોઈ પણ માણસ પૂયિકાદિને વાપરે છે છતાં અહીં બ્રાહ્મણનું જે ઉપાદાન કર્યું છે તે, બ્રાહ્મણ જાતિના કારણે સ્વભાવથી જ તેને ધૃતપૂર્ણ ભોજનને છોડીને બીજું ભોજન કરવાની ઇચ્છા હોતી નથી – એ જણાવવા માટે છે. વિષમ સંયોગોમાં કોઈ વાર બીજી ઇચ્છા થાય ત્યારે પણ પૂર્વની (વૃતપૂર્ણ ભોજનની) ઇચ્છાના(પ્રબળ ઇચ્છાના) સંસ્કાર તો પડ્યા જ હોય છે. તેથી અન્યની ઇચ્છાના સમયમાં પણ પ્રબળ ઇચ્છાનો વાસના(સંસ્કાર)સ્વરૂપે નાશ થતો નથી. ૧૫-પા. ગુરુદેવાદિપૂજા સ્વરૂપ ત્રીજા લિંગનું વર્ણન કરાય છે–
गुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च ।
भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥१५-६॥ गुर्विति-अस्य सम्यग्दृशः । गुरुदेवादिपूजा च कार्यान्तरस्य त्यागभोगादिकरणीयस्य । त्यागात् परिहारात् । निजशक्तेः स्वसामर्थ्यस्यानतिक्रमाद् लङ्घनादनिगूहनात् । भावसारा भोक्तुः स्त्रीरलगोचरगौरवादनन्तगुणेन बहुमानेन प्रधाना विनिर्दिष्टा प्ररूपिता परमपुरुषैः ।।१५-६।।
“પોતાની શક્તિ ન છૂપાવવાના કારણે અને બીજા કામનો ત્યાગ કરવાના કારણે આ સમ્યગ્દષ્ટિ આત્માની ગુરુદેવ વગેરેની પૂજા; ભાવસારા-બહુમાનવાળી શ્રી તીર્થંકર પરમાત્માએ વર્ણવી છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા દ્વારા કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવથી સારભૂત વર્ણવી છે. કારણ કે તે પૂજા, ગૃહસ્થોચિત ત્યાગ(દાન) અને ભોગ વગેરે કાર્યોના પરિહારથી કરવામાં આવે છે. ગુરુદેવાદિની પૂજાના સમયે એ કાર્યો, પ્રતિબંધ કરતાં નથી. ગુરુદેવાદિની પૂજાને પડતી મૂકીને તે કાર્યો કરાતાં નથી. પરંતુ જરૂર પડે એ કાર્યોને પડતાં મૂકી ગુરુદેવાદિની પૂજા કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે ગૃહસ્થજીવનમાં કંઈકેટલાંય કાર્યો કરવાનાં હોય છે. એ બધાં સાચવીને ગુરુદેવાદિની પૂજા કરવાનું થોડું અઘરું છે. આવા પ્રસંગે કાર્યાતરનો પરિહાર કરી ગુરુદેવાદિની પૂજા, સમ્યગ્દષ્ટિ આત્માઓ કરે છે. તેમ જ આ પૂજા કરતી વખતે તેઓ પોતાની શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરે છે, સહેજ પણ છુપાવતા નથી. આને જ શક્તિનું અનતિક્રમણ કહેવાય છે. શક્તિ ઉપરાંત કરવું
૨૭૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #280
--------------------------------------------------------------------------
________________
તેને શક્તિનું અતિક્રમણ કહેવાય છે અને શક્તિને છુપાવ્યા વિના જેટલી શક્તિ છે તેટલી ઉપયોગમાં લેવી, તે શક્તિનું અનતિક્રમણ છે.
કાર્યાતરના પરિહારથી અને પોતાની શક્તિના અનતિક્રમણથી કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવના પ્રાધાન્યવાળી છે. ભોગી જનને સ્ત્રીરત્નમાં જેટલું બહુમાન છે; તેના કરતાં અનંતગુણ બહુમાન સમ્યગ્દષ્ટિ આત્માને ગુરુદેવાદિની પ્રત્યે હોય છે. એ બહુમાન સ્વરૂપ જ અહીં ભાવ છે. આવા ભાવના પ્રાધાન્યવાળી ગુરુદેવાદિપૂજા સમ્યગ્દષ્ટિ આત્માનું લિંગ છે - એમ શ્રી તીર્થંકરપરમાત્માએ વર્ણવ્યું છે. સંસારના સુખ કરતાં અનંતગુણ સુખ જ્યાં છે તે મોક્ષ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુદેવાદિની પ્રત્યે એવું બહુમાન હોય - એ સમજી શકાય છે. મોક્ષ સારભૂત લાગે તો તેનાં સાધક દરેક સાધનો પ્રત્યે ભાવનું પ્રાધાન્ય હોય જ – એમાં કોઈ જ શંકા નથી. સાધનની પ્રાપ્તિની ખરેખર જ ચિંતા નથી; ચિંતા સાધ્યના પ્રાધાન્યની છે. ૧૫-૬ll
ઉપર જણાવ્યા મુજબનાં શુશ્રુષાદિ લિંગોથી જણાતું સમ્યગ્દર્શન જે રીતે થાય છે તે જણાવાય છે–
स्यादीदृकुरणे चान्त्ये, सत्त्वानां परिणामतः ।। त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्ति च ॥१५-७॥
स्यादिति-ईदृगुपदर्शितलक्षणं सम्यक्त्वं चान्त्ये करणे “जाते सतीति” गम्यं । स्याद्भवेत्। तत् करणं । सत्त्वानां प्राणिनां । परिणामतः त्रिधा त्रिप्रकारं । यथाप्रवृत्तमपूर्वमनिवर्ति चेति ।।१५-७।।
છેલ્લું કરણ પ્રાપ્ત થયે છતે પ્રાણીઓને એવા પ્રકારનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પરિણામને આશ્રયીને તે કરણ ત્રણ પ્રકારનાં છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, આત્માના પરિણામવિશેષને “કરણ' કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ : આ ત્રણ ભેદથી કરણના ત્રણ પ્રકાર છે. આ ત્રણ કરણોનું સ્વરૂપ અન્યગ્રંથોથી સમજી લેવું જોઇએ. ||૧૫-શી
ઉપર જણાવેલા આત્મપરિણામવિશેષ સ્વરૂપ કરણમાંથી કયું કરણ જ્યારે હોય છે - તે જણાવાય છે–
ग्रन्थि यावद् भवेदाद्यं, द्वितीयं तदतिक्रमे ।
भिन्नग्रन्थेस्तृतीयं तु, योगिनाथैः प्रदर्शितम् ॥१५-८॥ ग्रन्थिमिति-आद्यं यथाप्रवृत्तिकरणं ग्रन्थिं यावद्भवेत् । द्वितीयमपूर्वकरणं तदतिक्रमे ग्रन्थ्युल्लङ्घने क्रियमाणे । तृतीयं त्वनिवर्तिकरणं भिन्नग्रन्थेः कृतग्रन्थिभेदस्य । योगिनाथैस्तीर्थकरैः प्रदर्शितम् ।।१५-८।।
એક પરિશીલન
૨૭૭
Page #281
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ગ્રંથિનું ઉલ્લંઘન કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ કરી લીધા પછી ત્રીજું અનિવર્તિ (અનિવૃત્તિ) કરણ હોય છે : એમ યોગીઓના નાથ એવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જણાવ્યું છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
અહીં શ્લોકાર્થ સમજવા માટે એ યાદ રાખવું જોઇએ કે - અનાદિકાળથી જીવને કર્મનો યોગ છે. મિથ્યાત્વ અવિરતિ.. વગેરે હેતુઓને લઈને જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. અનવરતપણે આ કર્મબંધનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધીમાં જે કર્મો બંધાયાં છે; એ બધાં કમની સ્થિતિનો જો વિચાર કરીએ તો સમજાશે કે અનંતકાળનો એ કર્મનો સંચય છે. નદીઘોળપાષાણન્યાયે (અથડાતા અથડાતા જેમ નદીમાંના પથ્થરો ગોળ સુંવાળા થઈ જાય છે તેમ) જયારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ; એક કોડાકોડી (એક કરોડ x એક કરોડ = એક કોડાકોડી) સાગરોપમથી થોડી ન્યૂન વર્ષ પ્રમાણ થાય છે ત્યારે જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય છે. કુદરતી રીતે પ્રાપ્ત થયેલી સ્થિતિના કારણે જીવને ગ્રંથિદેશે આવેલા કહેવાય છે. અભવ્યોના આત્માઓ પણ આવી સ્થિતિ અનંતી વાર પામે છે. આ કાળ દરમ્યાન જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો ગ્રંથિને ઓળખવા વગેરેનો પ્રયત્ન ન કરે તો કોઈ વાર કર્મસ્થિતિને વધારીને “ગ્રંથિદેશથી પાછા બહાર પણ જતા રહે છે. અહીં સુધી આવેલા જીવો પણ ગ્રંથિને ઓળખવા માટે સમર્થ બને જ એવું નથી બનતું. આ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય તો જ તેઓ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિને ઓળખી શકે છે.
ગ્રંથિને ઓળખ્યા પછી એ પરિણામનું ઉલ્લંઘન(ઓળંગી જવું) કરવા સ્વરૂપ જે અતિક્રમણ(હુમલો કરવો) છે, તેને જ ગ્રંથિનો ભેદ કહેવાય છે. આ ગ્રંથિભેદ કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ થઈ ગયા પછીની અવસ્થામાં અનિવર્તિ (અનિવૃત્તિ) કરણ (ત્રીજું કરણ) હોય છે. સામાન્ય રીતે શત્રુ નજરે ચઢવો, તેને શત્રુસ્વરૂપે ઓળખવો, તેની ઉપર અતિક્રમણ કરવું અને શત્રુનો નાશ થવો : આ ચાર અવસ્થાઓનો જે ફરક છે તેને સમજી શકનારાઓ યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ - આ ચારમાંનો ફરક પણ સમજી શકે છે. રાગ-દ્વેષનો પરિણામ નજરે ચઢે, તેને ભયંકર સ્વરૂપે ઓળખવામાં આવે, તે પરિણામ ઉપર અતિક્રમણ કરવામાં આવે અને તેનો સર્વથા નાશ થાય. આ ચારેય અવસ્થામાં ઘણું અંતર છે.
રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ અનાદિ કાળની હોવા છતાં તે નજરે દેખાતી નથી. રેશમના સુતરના દડામાં ગાંઠ હોવા છતાં તે નજરે ચઢતી ન હતી. પરંતુ જેમ જેમ દડો ઉકેલાય તેમ તેમ તે ગાંઠ દેખાતી જાય છે. તેવી રીતે કર્મની સુદીર્ઘ સ્થિતિની વચ્ચે ગ્રંથિ દેખાતી જ ન હતી. પાછળથી કર્મસ્થિતિ અલ્પ થવાથી તે નજરે દેખાતી જાય છે. સદ્દગુરુભગવંતોના અચિંત્ય ૨૭૮
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રભાવથી તે ઓળખાય છે. એક દિવસ અચિંત્ય વર્ષોલ્લાસથી તેને ભેદવા માટે આંતર પ્રયત્ન થાય છે અને તેથી તે અનાદિની પરિણતિ નાશ પામે છે, જેના કાર્યરૂપે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ૧૫-૮૫.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી કોઈ વાર સંક્લેશ-વિશેષના કારણે સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ ગ્રંથિભેદના સમયે થતા કર્મબંધથી અધિક કર્મબંધ થતો નથી – એ જણાવાય છે. અર્થાત્ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થનારી સિદ્ધિને જણાવાય છે–
पतितस्यापि नामुष्य, ग्रन्थिमुल्लथ्य बन्धनम् ।
स्वाशयो बन्धभेदेन, सतो मिथ्यादृशोऽपि तत् ॥१५-९॥ पतितस्यापीति-अमुष्य भिन्नग्रन्थेः पतितस्यापि तथाविधसङ्क्लेशात् सम्यक्त्वात् परिभ्रष्टस्यापि । न नैव । ग्रन्थि ग्रन्थिभेदकालभाविनी कर्मस्थितिम् । उल्लध्यातिक्रम्य सप्ततिकोटिकोट्यादिप्रमाणस्थितिकतया । बन्धनं ज्ञानावरणादिपुद्गलग्रहणं । तत्तस्मान्मिथ्यादृशोऽपि सतो भिन्नग्रन्थेः । बन्धभेदेनाल्पस्थित्या कर्मबन्धविशेषेण । स्वाशयः शोभनः परिणामः । बाह्यासदनुष्यनस्य प्रायः साम्येऽपि बन्धाल्पत्वस्य सुन्दरपरिणामनिबन्धनत्वादिति भावः । तदुक्तं-“भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यतो बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।।१।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो महाबन्धविशेषतः ॥२॥ सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धोऽयं न त्वेकोऽपीतरस्य तु ॥३।। तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ॥४॥” “बंधेणं न वोलइ कयाई” इत्यादिवचनानुसारिणां सैद्धान्तिकानां मतमेतत् । कार्मग्रन्थिकाः पुनरस्य मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति, तेषामपि मते तथाविधरसाभावात्तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिरिति ध्येयम् ।।१५-९।।
આ ભિન્ન ગ્રંથિવાળા(ગ્રંથિનો ભેદ જેમણે કર્યો છે તે) આત્માને; સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ; ગ્રંથિનો ભેદ કરતી વખતની કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મ(જ્ઞાનાવરણીયાદિ)નો બંધ થતો નથી. તેથી સમ્યગ્દર્શનથી પતન પામેલા મિથ્યાષ્ટિ હોવા છતાં તેમણે ગ્રંથિનો ભેદ કરેલો હોવાથી કર્મબંધવિશેષના કારણે તેમનો આશય સારો છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે ગ્રંથિનો ભેદ કરનારા આત્માઓને ભિન્નગ્રંથિક કહેવાય છે. તેઓ કોઇ વાર તેવા પ્રકારના સંક્લેશના કારણે સમ્યગ્દર્શનના પરિણામથી પરિભ્રષ્ટ પણ થાય; તોપણ ગ્રંથિભેદ કરતી વખતે જે કર્મસ્થિતિનો તેઓ બંધ કરતા હતા, તેનું ઉલ્લંઘન કરીને સિત્તેર કોટાકોટિ વગેરે સાગરોપમ પ્રમાણ કર્મોની સ્થિતિનો તેઓ ક્યારેય બંધ કરતા નથી. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોનું તેઓ તે રીતે ગ્રહણ કરતા નથી. તેથી ગ્રંથિનો ભેદ કર્યા પછી કોઈ વાર તેવા પ્રકારના સંક્લેશના કારણે સમ્યકત્વથી પડવા છતાં તે મિથ્યાદષ્ટિના પરિણામ એક પરિશીલન
૨૭૯
Page #283
--------------------------------------------------------------------------
________________
સારા છે. કારણ કે તેઓ અલ્પસ્થિતિવાળો કર્મબંધવિશેષ કરે છે. ગ્રંથિનો ભેદ કર્યા પૂર્વે અને પછી : આ બંન્ને અવસ્થાઓમાં બાહ્ય અસદ્ અનુષ્ઠાન પ્રાયઃ સમાન હોવા છતાં કર્મબંધમાં વિષમતા ઘણી છે. મિથ્યાત્વપ્રત્યયિક કર્મબંધ હોવા છતાં એકત્ર અધિક કર્મબંધ અને બીજે અલ્પકર્મબંધ એમાં મુખ્યપણે તે તે આશયવિશેષ જ કારણ છે, જે ગ્રંથિનો ભેદ ન થવાના અને થવાના કારણે છે.
આ વિષયમાં યોગબિંદુકારશ્રીએ ફરમાવ્યું છે કે – ભિન્નગ્રંથિક આત્માઓને ત્રીજું અનિવર્તિકરણ હોય છે. આ ત્રણ કરણના લાભના કારણે; સમ્યગ્દષ્ટિ એવા તે આત્માઓને કોઇ વાર સમ્યકત્વથી પડવા છતાં પણ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને જે સિત્તેર કોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિવાળો કર્મબંધ આગમમાં જણાવ્યો છે તે કર્મબંધ થતો નથી.
આ રીતે ગ્રંથિનું ઉલ્લંઘન કરીને ભિન્નગ્રંથિક મહાત્માઓ કર્મબંધ કરતા નથી, તેથી સામાન્યથી મહાબંધની અપેક્ષાએ તેઓના પરિણામ; મિથ્યાત્વનો ઉદય હોવા છતાં સારા છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ જણાવેલી છે. જેમણે ગ્રંથિને ભેદી નથી એવા અભિન્નગ્રંથિક આત્માઓ જ એવો ઉત્કૃષ્ટ સ્થિતિવાળો કર્મબંધ કરે છે. ભિન્નગ્રંથિક આત્માઓ તો મિથ્યાષ્ટિ હોય તો ય એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ પણ કર્મબંધ કરતા નથી.
તેથી ભિન્નગ્રંથિક અને અભિન્નગ્રંથિક આ બંન્નેમાં કર્મબંધને આશ્રયીને જે ભેદ છે તેનું ચોક્કસ કારણ પરિણામવિશેષ છે. બાહ્ય અર્થોપાર્જનાદિ અસદ્ અનુષ્ઠાન તો પ્રાયઃ તુલ્ય (સમાન) જ હોય છે. પરિણામને આશ્રયીને તેમાં થોડો ફરક હોવાથી પ્રાયઃ એ બંન્ને આત્માઓના અનુષ્ઠાનમાં ભેદ નથી પરંતુ તુલ્ય છે - આ પ્રમાણે જણાવ્યું છે.
ઉત્કૃષ્ટ કર્મસ્થિતિના બંધ વડે; ભિન્નગ્રંથિવાળા જીવો ગ્રંથિનું ઉલ્લંઘન કરતા નથી.. ઇત્યાદિ અર્થને જણાવનારાં વચનોને અનુસરનારા સિદ્ધાંતિઓના મતને આશ્રયીને ઉપર જણાવેલી વાત સમજવી. કર્મગ્રંથના મતને અનુસાર ભિન્નગ્રંથિવાળા આત્માઓ ઉત્કૃષ્ટ સ્થિતિ (૭) કોટાકોટિ... વગેરે)નો પણ કર્મબંધ કરે છે પરંતુ ઉત્કૃષ્ટ રસનો કર્મબંધ કરતા નથી. તેથી તેમના પરિણામ સારા છે - એમાં કોઈ જ વિવાદ નથી... ઇત્યાદિ સમજી લેવું. /૧૫-લા
અન્યદર્શનકારોએ પણ જીવોની એવી અવસ્થા જે વર્ણવી છે તે અવસ્થા અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત છે તે જણાવાય છે
एवं च यत्परैरुक्तं, बोधिसत्त्वस्य लक्षणम् ।
વિઘાર્થના સન્નીત્યા, તવત્રિોપવઘતે /૧૧-૧૦ एवं चेति-एवं च भिन्नग्रन्थेर्मिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे च । यत् परैः सौगतैः । बोधिसत्त्वस्य लक्षणमुक्तं । तदपि सन्नीत्या मध्यस्थवृत्त्या विचार्यमाणम् । अत्र सम्यग्दृष्टावुपपद्यते ।।१५-१०।। ૨૮૦
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #284
--------------------------------------------------------------------------
________________
બીજાઓએ “બોધિસત્ત્વનું જે લક્ષણ જણાવ્યું છે; તે સારી રીતે વિચારવામાં આવે તો આ રીતે તે પણ; અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત બને છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બૌદ્ધ લોકોએ “બોધિસત્ત્વ' જીવોનું જે લક્ષણ જણાવ્યું છે, તેનો મધ્યસ્થદૃષ્ટિએ વિચાર કરીએ તો સમજાશે કે ભિન્નગ્રંથિવાળા આત્માઓના મિથ્યાત્વમોહનીયકર્મની ઉદયાવસ્થામાં પણ સારા પરિણામ હોય છે તેથી બોધિસત્ત્વ જીવોની હવે પછી વર્ણવવામાં આવતી અવસ્થા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં ઉપપન્ન થાય છે. મારા કે તારા પણાનો વિચાર કર્યા વિના માત્ર તત્ત્વનો વિચાર કરવાથી સમજાશે કે; બોધિસત્ત્વોનું વર્ણવેલું વરૂપ અને સમ્યગ્દષ્ટિ આત્માઓનું અહીં વર્ણવેલું સ્વરૂપ : બંન્ને એકરૂપે જણાવાયું છે.
તત્ત્વપ્રતિપત્તિ માટે માધ્યય્યદૃષ્ટિ ઉપયોગી છે. “આ દર્શન મારું છે અને આ દર્શન તારું છે.' - આવી રાગદ્વેષમૂલક દૃષ્ટિથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. શ્લોકમાંનું સન્નીત્યા આ પદ એ અર્થને જણાવનારું છે. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ માધ્યય્યદૃષ્ટિથી કરી શકાય છે. ૧૫-૧૦ની બોધિસત્ત્વનું લક્ષણ જે રીતે સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે, તે જણાવાય છે–
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद् यदि ।
इत्युक्तेः कायपात्येव, चित्तपाती न स स्मृतः ॥१५-११॥ तप्तेति-तप्तलोहे यः पदन्यासस्तत्तुल्याऽतिसकम्पत्वात् । वृत्तिः कायचेष्टा । क्वचिद्गृहारम्भादौ । यदि परम् । इत्युक्तेरित्थंवचनात् । कायपात्येव स सम्यग्दृष्टिः । न चित्तपाती स्मृतः । इत्थं च कायपातिन एव बोधिसत्त्वा इति लक्षणमत्रोपपन्नं भवति । तदुक्तं-“कायपातिन एवेव बोधिसत्त्वाः परोदितम् । न વિત્તપતિનત્તાવધેતવત્રપિ પુમિત્ Iકા” II9-99
“પરંતુ; તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી કોઇ પણ સ્થાને સમ્યગ્દષ્ટિ આત્માની પ્રવૃત્તિ હોય છે - આ પ્રમાણે વચન હોવાથી તે સમ્યગ્દષ્ટિ આત્મા કાયપાતી જ છે, પણ ચિત્તપાતી નથી.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓને સર્વથા પાપથી વિરામ પામવાની ભાવના હોય છે. પરંતુ કર્મપરવશ સંયોગોમાં ગૃહારંભાદિની જે પ્રવૃત્તિ કરવી પડે છે, તે અત્યંત કંપવાળી હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી છે. તેઓ આ પ્રવૃત્તિ માત્ર કાયાથી કરે છે. પણ ચિત્ત(મન)થી કરતા નથી. આથી સ્પષ્ટ છે કે “બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સંસારમાં રહેલા) જ હોય છે.” - આ બોધિસત્ત્વ જીવોનું લક્ષણ અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં ઉપપન્ન-સંગત થાય છે.
એ પ્રમાણે યોગબિંદુમાં પણ ફરમાવ્યું છે કે “આ જગતમાં બોધિ છે પ્રધાન જેમને એવા બોધિસત્ત્વ જીવો કાયપાતી(કાયાથી જ સાવઘક્રિયા કરનારા) જ હોય છે પરંતુ ચિત્તપાતી હોતા નથી – આ પ્રમાણે બૌદ્ધોએ જે જણાવ્યું છે તે અહીંસમ્યગ્દષ્ટિમાં પણ યુક્તિસંગત છે."II૧૫-૧૧ એક પરિશીલન
૨૮૧
Page #285
--------------------------------------------------------------------------
________________
બોધિસત્ત્વ જીવોનાં બીજાં પણ લક્ષણો સમ્યગ્દષ્ટિ આત્મામાં સંગત છે, તે જણાવાય છે–
परार्थरसिको धीमान, मार्गगामी महाशयः ।
गुणरागी तथेत्यादि, सर्वं तुल्यं द्वयोरपि ॥१५-१२॥ परार्थेति-परार्थरसिकः परोपकारचित्तः । धीमान् बुद्ध्यनुगतः । मार्गगामी कल्याणप्रापकपथयायी। महाशयः स्फीतचित्तः । गुणरागी गुणानुरागवान् । तथेति बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः । इत्यादि शास्त्रान्तरोक्तं । सर्वं तुल्यं समं । द्वयोरपि सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ॥१५-१२।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બોધિસત્વ જીવો પરાર્થરસિક, ધીમાન, માર્ગગામી, મહાશય અને ગુણરાગી હોય છે. પરોપકાર કરવાના ચિત્તવાળા આત્માને પરાર્થરસિક કહેવાય છે; સામગ્રી મળે કે ના મળે પરંતુ નિરંતર તેમનું ચિત્ત પરોપકારમાં લાગેલું હોય છે. તેઓ માર્ગાનુસારી બુદ્ધિવાળા-ધીમાન હોય છે અને તેથી જ માર્ગગામી એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરાવનારા માર્ગ(મોક્ષમાર્ગે) જનારા હોય છે. ઉદાર-પ્રશસ્ત આશયવાળા હોવાથી તેમને મહાશય કહેવાય છે. તેમ જ આ બોધિસત્ત્વ આત્માઓ ગુણી જનોના ગુણો પ્રત્યે અનુરાગી હોય છે. આવા અનેકાનેક ગુણો શાસ્ત્રાંતોમાં તે બોધિસત્ત્વ જીવોના વર્ણવ્યા છે. તે બધા જ ગુણો અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં હોવાથી બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિ: એ બંન્નેમાં એ બધા ગુણો તુલ્યसमान छ. ॥१५-१२॥
अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति
સમ્યગ્દષ્ટિ આત્મામાં બોધિસત્ત્વ જીવોના ગુણોની અપેક્ષાએ તુલ્યતા જણાવીને હવે 'पोषिसत्त्व' - २॥ नामना अर्थनी अपेक्षा ५९॥ तुल्यता छ, ते ४॥वाय छ
बोधिप्रधानः सत्त्वो वा, सद्बोधिर्भावितीर्थकृत् ।
तथाभव्यत्वतो, बोधिसत्त्वो हन्त सतां मतः ॥१५-१३॥ बोधीति-बोधिः सम्यग्दर्शनं तेन प्रधानः । सत्त्वो वा | सतां साधूनां । हन्तेत्यामन्त्रणे । बोधिसत्त्वो मत इष्टः । यदुक्तं-“यत्सम्यग्दर्शनं बोधिस्तत्प्रधानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तस्माद्धन्तेति पूर्ववत् ॥१॥” वाऽथवा सद्बोधिस्तीर्थकरपदप्रायोग्यसम्यक्त्वसमेतः । तथाभव्यत्वतो भावितीर्थकृद्यस्तीर्थकृद्धविष्यति स बोधिसत्त्वः । तदुक्तं-“वरबोधिसमेतो वा तीर्थकृयो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा बोधिसत्त्वः सतां मतः ॥१॥” भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपरिणामिको भावः । तथाभव्यत्वं चैतदेव कालनैयत्यादिना प्रकारेण वैचित्र्यमापन्नम् । एतद्वेद एव च बीजसिद्ध्यादिफलभेदोपपत्तिः । अन्यथा तुल्यायां योग्यतायां सहकारिणोऽपि तुल्या एव भवेयुस्तुल्ययोग्यतासामर्थ्याक्षिप्तत्वात्तेषामिति सद्बोधेयोग्यताभेद एव पारम्पर्येण तीर्थकरत्वनिबन्धनमिति भावनीयम् ।।१५-१३॥
૨૮૨
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #286
--------------------------------------------------------------------------
________________
“બોધિ-સમ્યગ્દર્શનના કારણે પ્રધાન એવો બોધિથી યુક્ત જે સત્ત્વ(જીવ); તેને સાધુજનો બોધિસત્ત્વ કહે છે. અથવા તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે તીર્થંકર થવાનો છે; એવો સુંદર બોધિવાળો જે જીવ છે તેને બોધિસત્ત્વ કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે – સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે. તે જેને પ્રધાન (સારભૂત) જણાય છે; એવા આત્માને સાધુપુરુષો બોધિસત્ત્વ તરીકે વર્ણવે છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે - જેથી સમ્યગ્દર્શનને બોધિ કહેવાય છે; તે છે સારભૂત જેમાં એવો મહોદય (પ્રશસ્તગુણોના આવિર્ભાવવાળો) જીવ બોધિસત્ત્વ થાય, તેથી બોધિસત્ત્વ આ નામના અર્થને આશ્રયીને પણ (માત્ર લક્ષણને આશ્રયીને જ નહિ) સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ : આ બંન્નેમાં સામ્ય છે.
અથવા તીર્થંકર નામકર્મના બંધ દ્વારા તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવનાર એવા સમ્યગ્દર્શનને સબોધિ કહેવાય છે. એવા સર્બોધિથી યુક્ત તથાભવ્યત્વના કારણે ભવિષ્યમાં જે શ્રીતીર્થકર થવાનો છે, તે આત્માને બોધિસત્વ કહેવાય છે. એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે કે – વરબોધિથી યુક્ત તથાભવ્યત્વના યોગે ભવિષ્યમાં જે શ્રી તીર્થકર થશે તે, સાધુજનોને બોધિસત્ત્વ તરીકે ઈષ્ટ છે. મોક્ષગમનની યોગ્યતા સ્વરૂપ અનાદિપારિણામિક ભાવ ભવ્યત્વ છે અને કાળ તથા નિયતિ વગેરે કારણસામગ્રીના યોગે વિચિત્ર પરિણામને પામેલું ભવ્યત્વ તથાભવ્યત્વ છે. આ તથાભવ્યત્વવિશેષના કારણે જ બીજ(યોગબીજ), તેનો પ્રરોહ અને ફળ વગેરેની સિદ્ધિ થાય છે. અન્યથા માત્ર ભવ્યત્વને જ કારણ માનવામાં આવે અને તથાભવ્યત્વને કારણ માનવામાં ન આવે તો ભવ્યત્વસ્વરૂપ યોગ્યતા સમાન જ હોવાથી બધા જ શ્રી તીર્થંકરપદાદિને પ્રાપ્ત કરનારા બનશે. પરંતુ આવું બનતું નથી.
આશય એ છે કે ભવ્યત્વ સમાન હોવા છતાં સહકારી કાલાદિ કારણસામગ્રીના સમવધાનના કારણે ફળની પ્રાપ્તિમાં વિષમતા થાય છે. તેથી તથાભવ્યત્વ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ભવ્યત્વ તુલ્ય હોતે છતે સહકારી કારણો પણ તુલ્ય જ હોવાં જોઇએ અને તેથી બધાને ફળ પણ એકસરખું જ મળવું જોઈએ. પરંતુ એવું બનતું ન હોવાથી સહકારીઓમાં વિશેષતા માનવી જોઇએ અને તેના માટે તથાભવ્યત્વ પણ માન્યા વિના ચાલે એવું નથી. આથી સમજી શકાશે કે સદ્ધોધિથી યુક્ત એવા આત્માઓમાં યોગ્યતાવિશેષ છે; કે જેને લઈને પરંપરાએ તેમને શ્રીતીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થંકરપણાની પ્રાપ્તિનું કારણ યોગ્યતાવિશેષસ્વરૂપ તથાભવ્યત્વ છે... ઇત્યાદિ વિચારવું જોઈએ. II૧૫-૧૩
સર્બોધિથી યુક્ત એવા આત્માઓ તથાભવ્યત્વના યોગે જે રીતે શ્રીતીર્થંકરપણું પ્રાપ્ત કરે છે; તે જણાવાય છે–
तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ॥१५-१४॥
એક પરિશીલન
૨૮૩
Page #287
--------------------------------------------------------------------------
________________
तत्तदिति—तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमातिशायिधर्मकथाऽविसंवादिनिमित्तादिलक्षणस्य । योगेन व्यापारेण । कुर्वन् विदधानः । सत्त्वार्थमेव मोक्षबीजाधानादिरूपं न त्वात्मम्भरिरपि । स सद्बोधिमान् । तीर्थकृत्त्वमवाप्नोति लभते । परं प्रकृष्टं । कल्याणसाधनं भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षणया सद्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत उक्तं - “चिन्तयत्येवमेवैतत्स्वजनादिगतं तु यः । तथा अनुष्ठानतः सोऽपि धीमान् गणधरो भवेत् ।9।” ।।१५-१४।।
“તે તે કલ્યાણના વ્યાપાર વડે મોક્ષના બીજાધાનાદિ સ્વરૂપ સત્ત્વાર્થ(જીવોના કાર્ય)ને કરનારા તે સમ્યગ્દષ્ટિ આત્માઓ; ભવ્યજીવોના કલ્યાણના શ્રેષ્ઠ સાધનભૂત એવા શ્રી તીર્થંક૨૫ણાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપદને પ્રાપ્ત કરાવનાર સદ્બોધિ(વરબોધિ-સમ્યક્ત્વવિશેષ)થી યુક્ત પુણ્યાત્માઓ; પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી શ્રેષ્ઠ એવી ધર્મકથા વડે અવિસંવાદિ (ચોક્કસ ફળને આપનાર) નિમિત્ત સ્વરૂપ કલ્યાણની પ્રવૃત્તિથી; મોક્ષનાં બીજો(સમ્યગ્દર્શનાદિ)ને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ જીવોના પ્રયોજનને સિદ્ધ કરે છે. ભાવાર્થ એ છે કે જેમને વરબોધિ પ્રાપ્ત થયું છે; તે પુણ્યાત્માઓ સતત પરકલ્યાણમાં પ્રવૃત્ત હોય છે. તાત્ત્વિક રીતે કલ્યાણ મોક્ષનાં બીજોની પ્રાપ્તિથી થતું હોય છે. સામાન્યથી મોક્ષનાં બીજોનું આધાન કરવા સ્વરૂપ જ અહીં સત્ત્વાર્થ(પરાર્થ) છે. આ સત્ત્વાર્થને વરબોધિવાળા જીવો કરતા હોય છે. માત્ર પોતાનું જ કલ્યાણ કરનારા તેઓ હોતા નથી. તેથી તેઓ માત્ર સત્ત્વાર્થને કરતા હોવાથી આત્મભરી પણ નથી.
આ રીતે સત્ત્વાર્થને કરનારા તેઓ ધર્મદેશનાસ્વરૂપ અવિસંવાદિ નિમિત્ત અને પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ કલ્યાણને કરે છે. ધર્મદેશના; અતિશયવાળી - અચિંત્ય સામર્થ્યવાળી હોય છે. કારણ કે તે પરિશુદ્ધ પ્રવચનના જ્ઞાનથી થયેલી છે. બીજા જીવોને મોક્ષના બીજની પ્રાપ્તિ કરાવવા માટે એ પ્રબળ નિમિત્ત છે. તદુપરાંત આ આત્માઓની તે તે ઉચિત પ્રવૃત્તિ પણ પરોપકારના આશયથી ગર્ભિત હોય છે. તેથી આવી કલ્યાણકારિણી ધર્મકથાદિની પ્રવૃત્તિ દ્વારા સત્ત્વાર્થને કરતા આ વરબોધિથી સમન્વિત આત્માઓને; ભવ્યજીવોના શુભ પ્રયોજન(કાર્ય)ને કરનાર એવા કલ્યાણના સાધનભૂત શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે.
આવી જ સદ્બોધિથી યુક્ત પ્રવૃત્તિ; સમસ્ત સત્ત્વ(જીવ)ના વિષયના બદલે સ્વજનાદિને ભવથી પાર ઉતારવા સંબંધી હોય તો તે વરબોધિવાળા આત્માને ગણધરપદની પ્રાપ્તિ થાય છે. કારણ કે એ પ્રમાણે યોગબિંદુમાં જણાવ્યું છે. - “આ બધાને વરબોધિથી યુક્ત એવો હું સંસારથી પાર ઉતારું ! - આ પ્રમાણે જ જેઓ સ્વજનાદિના વિષયમાં ચિંતવે છે, તેઓ તે મુજબના પરોપકારસ્વરૂપ અનુષ્ઠાનથી પ્રશસ્ત બુદ્ધિવાળા ગણધર થાય છે.” ।।૧૫-૧૪||
પ્રાણીમાત્રને અથવા તો સ્વજનાદિને સંસારથી પાર ઉતારવાની ચિંતા જેમને ન હોય તેઓ કેવા થાય છે ? - આ જિજ્ઞાસામાં જણાવાય છે—
-
૨૮૪
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #288
--------------------------------------------------------------------------
________________
संविग्नो भवनिर्वेदादात्मनिःसरणन्तु यः ।
आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥१५-१५॥ संविग्न इति–संविग्नः “तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥१॥” इतिकाव्योक्तलक्षणसंवेगभाक् । भवनैर्गुण्यात् संसारवैरस्याद् । आत्मनिःसरणं तु जरामरणादिदारुणदहनात्स्वनिष्कासनं पुनः । यश्चिन्तयतीति गम्यते । आत्मार्थसम्प्रवृत्तः स्वप्रयोजनमात्रप्रतिबद्धचित्तोऽसौ । सदा निरन्तरं । स्याद्भवेद् । मुण्डकेवली द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधबाह्यातिशयशून्यः केवली पीठमहापीठवत् ।।१५-१५।।
ભવના નિર્વેદના કારણે જે સંવિગ્ન આત્મા ભવથી પોતાના આત્માને બહાર કાઢવા માટે ચિંતવે છે, તે પોતાના જ પ્રયોજનમાં પ્રવૃત્ત હોવાથી મુણ્ડ-કેવલી બને છે.” – આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે – હિંસાનો પ્રબંધ જેમાંથી ધ્વસ્ત થયો છે; એવા તથ્ય ધર્મને વિશે; રાગ, દ્વેષ અને મોહથી રહિત એવા દેવને વિશે તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી સર્વથા રહિત એવા સાધુ મહાત્માને વિશે નિશ્ચલ જે અનુરાગ છે; તેને સંવેગ કહેવાય છે. આવા સંવેગને પામેલા આત્માને સંવિગ્ન કહેવાય છે. સંસારની વિરસતાને ભવનૈગુણ્ય કહેવાય છે અને જરા-મરણાદિ સ્વરૂપ ભયંકર અગ્નિસ્વરૂપ ભવથી પોતાના આત્માને દૂર કરવા સ્વરૂપ અહીં આત્મનિઃસરણ છે.
સંસારની વિરસતાથી જે સંવિગ્ન આત્મા પોતાના આત્માને સંસારથી દૂર કરવાનું ચિંતવે છે, તે આત્મા સદા પોતાના જ પ્રયોજનમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો હોવાથી મુણ્ડકેવલી બને છે. દ્રવ્યથી અને ભાવથી મુંડનની પ્રધાનતા હોવાથી તેને મુણ્ડ કહેવાય છે. કેવલજ્ઞાની બનતા હોવાથી તેઓ કેવલજ્ઞાની છે. પરંતુ બાહ્ય અતિશયથી રહિત હોવાથી તેઓ મુણ્ડકેવલી છે. સાધુપણામાં સંયમની સુંદર આરાધના કરવાથી પીઠ અને મહાપીઠ સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવ બનીને બીજા ભવમાં કેવલજ્ઞાની થયા. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્માદિ ન થયા. કારણ કે તેઓ પોતાના જ અર્થમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હતા... ઇત્યાદિ સ્પષ્ટ છે. II૧૫-૧૫ શિષ્ટપુરુષનું લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં સંગત છે તે જણાવાય છે
अंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् ।
अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ॥१५-१६॥ अंशत इति-अंशतो देशतः । क्षीणदोषत्वाद्दोषक्षयवत्त्वात् । शिष्टत्वमपि । अत्रैव सम्यग्दृष्टावेव । युक्तिमद् न्यायोपेतं । “क्षीणदोषः पुरुषः शिष्टः” इतिलक्षणस्य निर्बाधत्वात् । सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचित्रस्य शिष्टत्वस्यान्य
એક પરિશીલન
૨૮૫
Page #289
--------------------------------------------------------------------------
________________
त्रानपायत्वात् । न चैवं शिष्टत्वस्यातीन्द्रियत्वेन दुर्घहत्वाच्छिष्टाचारेण प्रवृत्त्यनापत्तिरिति शङ्कनीयं, प्रशमसंवेगादिलिङ्गस्तस्य सुग्रहत्वात् । ‘दोषा रागादय एव तेषां च दिव्यज्ञानादर्वाग् न क्षयमुपलभामहे न वा तेषु निरवयवेष्वंशोऽस्ति येनांशतस्तत्क्षयो वक्तुं शक्यतेति' चेन्न, अत्युचितप्रवृत्तिसंवेगादिलिङ्गकप्रबलतदुपक्षयस्यैवांशतो दोषक्षयार्थत्वाद्, आत्मानुग्रहोपघातकारित्वेन चयोपचयवतः सावयवस्य कर्मरूपदोषस्य प्रसिद्धत्वाच्च इत्यन्यत्र विस्तरः । हि निश्चितं । परोक्तं तु द्विजन्मोद्भावितं तु । तस्य fશષ્ટ નક્ષણમ્ / અસતમથુમ્ I9૧-૧દ્દા
સમ્યગ્દષ્ટિ આત્માના આંશિક દોષોનો ક્ષય થયો હોવાથી શિષ્ટત્વ પણ અહીં સદ્બોધિવાળા આત્મામાં જ યુક્તિસંગત છે. બીજા લોકોએ જણાવેલું શિષ્ટ પુરુષોનું લક્ષણ અસંગત છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, “ક્ષીણ થઈ ગયા છે દોષો જેના એવા પુરુષને શિષ્ટ કહેવાય છે.” - આ શિષ્ટ પુરુષનું લક્ષણ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ યુક્તિસંગત છે. કારણ કે અંશતઃ અર્થાત્ દેશથી રાગાદિ દોષોનો ક્ષય સમ્યગ્દષ્ટિ જીવોમાં છે. તેથી તેવું શિષ્ટત્વ પણ તેમનામાં ન્યાયસંગત છે. સર્વથા શિષ્ટત્વ સર્વ દોષોના ક્ષયથી પ્રાપ્ત થતું હોય છે. શ્રી સિદ્ધપરમાત્માઓમાં અથવા શ્રી કેવલીભગવંતોમાં એવું શિષ્ટત્વ હોવા છતાં દેશથી ભિન્ન ભિન્ન જાતિનું શિષ્યત્વ તે તે આત્માઓમાં સમ્યગ્દષ્ટિ આત્માઓથી આરંભીને સંગત છે. ચોથા ગુણસ્થાનકથી આરંભીને સાતમાં ગુણસ્થાનક સુધીના આત્માઓમાં આ રીતે શિષ્ટત્વનો વ્યવહાર થઈ શકે છે.
“આ રીતે દોષોના ક્ષય સ્વરૂપ શિષ્ટત્વને માનવામાં આવે તો દોષોનો ક્ષય અતીન્દ્રિય (બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ ન થાય તેવો) હોવાથી શિષ્ટત્વનો ગ્રહ અશક્ય છે અને તેથી શિષ્ટના આચારથી જે પ્રવૃત્તિ થાય છે તે નહીં થાય. કારણ કે શિષ્ટાચારનું જ્ઞાન જ થાય તેમ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શિષ્ટત્વ અતીન્દ્રિય હોવા છતાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ વગેરે લિંગો દ્વારા તેનું અનુમાન થતું હોવાથી શિષ્ટત્વનો સારી રીતે ગ્રહ(જ્ઞાન) કરી શકાય છે.
“રાગ, દ્વેષ અને મોહ વગેરે દોષો છે. દિવ્યજ્ઞાનની પૂર્વે (અવધિજ્ઞાનાદિની પૂર્વે) તે દોષોના ક્ષયનો ઉપલંભ શક્ય નથી. તેમ જ તે દોષોના કોઇ અવયવો નથી કે જેથી તેનો અંશતઃદેશતઃ ક્ષય વર્ણવી શકાય.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉચિત પ્રવૃત્તિ તેમ જ સંવેગ અને નિર્વેદ વગેરેના કારણે જણાતો એવો પ્રબળ દોષોનો જે ક્ષય છે; તેને જ અંશતઃ ક્ષય કહેવાય છે. તેમ જ આત્માને અનુગ્રહ અને ઉપઘાત કરનારા કર્મનો ચય અને ઉપચય થતો હોવાથી કર્મ સાવયવ છે – એ વાત પ્રસિદ્ધ છે. અન્યત્ર એ વાત વિસ્તારથી સમજાવેલી છે.
વેદને અનુસરનારા બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ કર્યું છે તે અસંગત છે. I૧૫-૧૬ll
૨૮૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #290
--------------------------------------------------------------------------
________________
તથાદિ
બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ જણાવ્યું છે; તે અસંગત કઈ રીતે છે - તે જણાવાય છે–
वेदप्रामाण्यमन्तृत्वं, बौद्धे ब्राह्मणताडिते ।
अतिव्याप्तं द्विजेऽव्याप्तं, स्वापे स्वारसिकं च तत् ।।१५-१७॥ वेदेति-“वेदप्रामाण्यमन्तृत्वम्” एतावदेव शिष्टलक्षणं । ब्राह्मणताडिते बौद्धेऽतिव्याप्तं, तेनापि “वेदाः प्रमाणम्” इत्यभ्युपगमात् । स्वारसिकं च तद् वेदप्रामाण्यमन्तृत्वं द्विजे ब्राह्मणेऽव्याप्तम् । अयं भावःस्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं' यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्धे एवातिव्याप्तितादवस्थ्यं, तस्यापि जन्मान्तरे वेदप्रामाण्याभ्युपगमधौव्याद् । अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याभ्युपगमाभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।।१५-१७।।
“પ્રાથમનૃત્વ - અર્થાત્ વેદને પ્રમાણ માનવા – આ પ્રમાણે શિષ્ટ પુરુષનું લક્ષણ કરવામાં આવે તો જે બ્રાહ્મણથી તાડિત (બલાત્કાર કરાયેલ) બૌદ્ધ છે તેને લઇને લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. “સ્વારસિક વેદને પ્રમાણ માનવા' આ લક્ષણ માનવામાં આવે તો શયનાવસ્થાપન્ન બ્રાહ્મણને લઈને લક્ષણમાં અવ્યાપ્તિ આવે છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “વેદને પ્રમાણ માનનારા શિષ્ટ છે.' - આ પ્રમાણે શિષ્ટપુરુષોનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું છે. પરંતુ એ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે બ્રાહ્મણ દ્વારા મારપીટ કરવાના કારણે જે બૌદ્ધ પરાણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે; તે બૌદ્ધ શિષ્ટ ન હોવા છતાં તેમાં વેદપ્રામાણ્યમનૃત્વસ્વરૂપ લક્ષણ સંગત થાય છે.
પરાણે વેદને પ્રમાણ માનનારા બૌદ્ધને લઈને આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા લક્ષણમાં “વારસ' આ પદનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે તે બૌદ્ધમાં વેદપ્રામાણ્યમનૃત્વ હોવા છતાં તે સ્વારસિક(પોતાની ઇચ્છાથી સ્વીકૃત) નથી. પરંતુ તે સ્વારસિક વિશેષણના નિવેશથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવશે. કારણ કે “સ્વારસિકવેદપ્રામાયમસ્તૃત્વ કોઇ વાર માટે વિવક્ષિત છે કે સદાને માટે વિવક્ષિત છે?' આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પને માનીએ તો જે પ્રથમ બ્રાહ્મણ હતો અને પછીના જન્મમાં બૌદ્ધ થયો. તે બૌદ્ધને લઇને લક્ષણમાં અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. કારણ કે બ્રાહ્મણના જન્મમાં તેણે ચોક્કસ જ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો. સદાને માટે વેદપ્રામાણ્ય નૃત્વ હોવું જોઈએ : આ બીજો વિકલ્પ સ્વીકારીએ તો તે બૌદ્ધને લઇને અતિવ્યાપ્તિ નહીં આવે; કારણ કે સદાને માટે તેણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. પરંતુ એવી વિવક્ષામાં સૂતેલા બ્રાહ્મણને લઇને અવ્યાપ્તિ આવશે. કારણ કે શયન દરમ્યાન બ્રાહ્મણે તેવા પ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોવાથી બ્રાહ્મણમાં સ્વારસિક સર્વકાલીન વેદપ્રામાણ્યમનૃત્વ નથી. આથી સમજી શકાશે કે વારસામાથમનૃવં શિષ્ટત્રમ્ આ લક્ષણ
એક પરિશીલન
૨૮૭
Page #291
--------------------------------------------------------------------------
________________
અસંગત છે. શિષ્ટનું લક્ષણ “શિષ્ટ અને અશિષ્ટ' બંન્નેમાં હોય તો અતિવ્યાતિદોષ હોય છે. શિષ્ટનું લક્ષણ કોઇ શિષ્ટમાં ન ઘટે તો અવ્યાપ્તિદોષ હોય છે અને શિષ્ટમાત્રમાં એ લક્ષણ સંગત ન બને તો અસંભવદોષ હોય છે... ઇત્યાદિ યાદ રાખવું. I૧૫-૧૭થી
બ્રાહ્મણોએ જણાવેલા શિષ્ટના લક્ષણમાં જ અનુપપત્તિ જણાવાય છે–
तदभ्युपगमाद् यावन्न तद्व्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ॥१५-१८॥
तदिति-तस्य वेदप्रामाण्यस्याभ्युपगमाद् यावन्न तद्व्यत्ययस्य वेदाप्रामाण्यस्य मन्तृताऽभ्युपगमस्तावच्छिष्टत्वं । शयनादिदशायां च वेदाप्रामाण्यानभ्युपगमाद्ब्राह्मणे नाव्याप्तिरिति भावः । अप्रामाण्यमननस्यापि स्वारसिकस्य ग्रहणाबौद्धताडिते ब्राह्मणे वेदाप्रामाण्याभ्युपगन्तरि नाव्याप्तिः, अप्रमाकरणत्वप्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन सङ्ग्रहान्नैकग्रहेऽन्याभ्युपगन्तर्यतिव्याप्तिः । अत्राहइति चेत्तदप्रामाण्यमन्तरि वेदाप्रामाण्याभ्युपगन्तरि ।।१५-१८।।
તેના સ્વીકારથી માંડીને જયાં સુધી તેના અભાવનો સ્વીકાર કરવામાં આવતો નથી ત્યાં સુધી (તેનું) શિષ્ટત્વ છે આ પ્રમાણે જો કહેવામાં આવે તો તેના અપ્રામાણ્યનો સ્વીકાર કરનારમાં (અવ્યાપ્તિ આવશે. તેનું અનુસંધાન શ્લો.નં. ૧૯માં છે.)” – આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી જયાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો ન હોય ત્યાં સુધી તે વ્યક્તિમાં શિષ્ટત્વ મનાય છે. શિષ્ટત્વના એવા પ્રકારના સ્વરૂપથી શયનદશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો પ્રહ કરેલો ન હોવાથી સૂતેલા બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ નહીં આવે.
યદ્યપિ વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી બૌદ્ધની ધાકધમકીથી જે બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરવો પડ્યો હોય તે બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ આવે છે, કારણ કે તેમાં વેદાપ્રામાણ્યમનૃત્વ છે; તેનો અભાવ નથી. પરંતુ અહીં પણ સ્વારસિક જ વેદામામાયમસ્તૃત્વ વિવક્ષિત હોવાથી, બૌદ્ધ દ્વારા પરાણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરાવેલા બ્રાહ્મણમાં
સ્વારસિક(પોતાની ઇચ્છાથી સ્વીકારેલ) વેદના અપ્રામાણ્યના મસ્તૃત્વનો અભાવ હોવાથી તેને લઈને અવ્યાપ્તિ નહીં આવે. આથી સમજી શકાશે કે જ્યાં સુધીને વેદને પ્રમાણ માનવામાં આવે છે અને અપ્રમાણ માનવામાં આવતા નથી, ત્યાં સુધી તે આત્મામાં શિષ્ટત્વ છે. વેદનું પ્રામાણ્ય પ્રમાકરણત્વ સ્વરૂપ છે અને અપ્રામાણ્ય અપ્રમાકરણત્વ સ્વરૂપ છે. અપ્રામાણ્યના ગ્રહનો અભાવ અને પ્રમાકરણત્વનો ગ્રહ : બંન્ને શિષ્ટતપ્રયોજક છે અને તેના અભાવ અર્થાત્ અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ શિષ્ટત્વના પ્રયોજક નથી. તેના અભાવ શિવપ્રયોજક છે. વેલા
૨૮૮
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રમા. ઈત્યાઘાકારક જ્ઞાનને અપ્રામાણ્યગ્રહ તરીકે અહીં વર્ણવ્યું છે અને વેવા પ્રમાણમ્... ઇત્યાઘાકારક જ્ઞાનના અભાવ સ્વરૂપ; પ્રમાકરણત્વાભાવ છે.
ઉપર જણાવ્યા મુજબ શયનાદિદશામાં વેદના અપ્રામાણ્યના ગ્રહનો અભાવ હોવાથી તેવા બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ આવતી નથી. પરંતુ જ્યાં અપ્રમાકરણત્વનું અને પ્રમાકરણત્વનું જ્ઞાન આહાર્ય (બાધકાલીન ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું) હોય ત્યારે પ્રમાકરણત્વના ગ્રહની સાથે અપ્રમાકરણત્વનો ગ્રહ હોય તેમ જ અપ્રમાકરણત્વના ગ્રહની સાથે તેના અભાવનો પણ ગ્રહ હોય - એ બને. તેથી જે બૌદ્ધને અપ્રમાકરણત્વના જ્ઞાન પછી વેદના પ્રામાણ્યનો તેવો (આહાર્યગ્રહ) બોધ થાય તો તેને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ પ્રામાણ્યના વિરોધી વિચલિત છે. આહાર્યાદિજ્ઞાન તેમ જ શયનાદિદશામાંનું પ્રમાકરણવાભાવાદિ પ્રામાણ્યનું વિરોધી નથી. તેથી તેને લઇને અતિવ્યાપ્તિ વગેરે નહિ આવે. આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર દોષ આવે છે. ૧૫-૧૮
આ પ્રમાણે વેદને અપ્રમાણ નહિ માનનારને શિષ્ટ માનવામાં આવે તો જે દોષ આવે છે તે તેનાથમન્તરિ... ઇત્યાદિ ગ્રંથથી જણાવાય છે
अजानति च वेदत्वमव्याप्तं चेद् विवक्ष्यते ।
વેલ્વેનાડુમતથાપિ ચાકલઃ નિ ૦૧-૧૧ अजानति चेति-वेदत्वं च वेदेऽजानति ब्राहाणे अव्याप्तं लक्षणमेतत् । तेन वेदाप्रामाण्याभ्युपगमाद् । अथ चेद्यदि वेदत्वेनाभ्युपगमो विवक्ष्यते वेद एव वेदत्वमजानतश्च न वेदत्वेनाप्रामाण्याभ्युपगमः किं त्विदमप्रमाणमिति इदन्त्वादिनैवेति नाव्याप्तिस्तथाप्यद एतल्लक्षणं किल ॥१५-१९॥
“(વેદના અપ્રામાણ્યને માનનારા) અને વેદને નહિ જાણનાર એવા બ્રાહ્મણમાં વેદાપ્રામાણ્યસ્તૃત્વનો વિરહ ન હોવાથી શિષ્ટલક્ષણ તે બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે વેદસ્વરૂપે વેદના અભ્યાગમની પણ વિવફા કરાય તોપણ આ લક્ષણ... (આગળના વશમા શ્લોકમાં જણાવ્યા મુજબ કાગડામાં અતિવ્યાપ્ત છે.) આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે જે બ્રાહ્મણ વેદને પ્રમાણ માનતો નથી અર્થાત્ વેદને અપ્રમાણ માને છે અને વેદને વેદસ્વરૂપે જાણતો નથી; તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ સંગત થતું ન હોવાથી અવ્યામિ આવે છે. આ અવ્યાપ્તિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં વેદસ્વરૂપે વેદના અભ્યાગમનો નિવેશ કરી લેવો જોઈએ, તેથી અવ્યાપ્તિ નહીં આવે. કારણ કે જે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તેણે વેદને વેદસ્વરૂપે જાણ્યા નથી. તેથી વેદને વેદસ્વરૂપે જાણીને તેમાં અપ્રામાણ્યનો ગ્રહ બ્રાહ્મણે કર્યો ન હોવાથી વેદત્વેન વેદાભ્યપગમવિશિષ્ટ
એક પરિશીલન
૨૮૯
Page #293
--------------------------------------------------------------------------
________________
વેદાપ્રામાયમન્સુત્વનો વિરહ બ્રાહ્મણમાં છે જ, જેથી તાદશ શિષ્ટલક્ષણમાં બ્રાહ્મણને લઇને અવ્યાપ્તિ નહીં આવે.
વેદને વેદસ્વરૂપે જાણ્યા વિના વેદમાં અપ્રામાયનો ગ્રહ કઈ રીતે થયો. - આવી શંકા નહીં કરવી જોઈએ; કારણ કે વેવા પ્રમાણનું આવા પ્રકારનો ગ્રહ ન હોવા છતાં પ્રમાણમ્ આ રીતે ઈદત્ત્વાદિ સ્વરૂપે વેદમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ શકે છે. વેદને વેદસ્વરૂપે જાણ્યા હોત તો તેમાં બ્રાહ્મણે અપ્રામાણ્યનો ગ્રહ કર્યો ન હોત. જો તેમ છતાં એવો ગ્રહ કર્યો જ હોત તો તેને શિષ્ટ માનવાની આવશ્યકતા ન હોવાથી તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ ન જાય તે ઇષ્ટ જ છે. આથી સમજી શકાશે કે વેલ્વેન વેલામવિશિષ્ટવેલનાથમનૃત્વવિર: શિષ્ટત્વનું આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ છે. પરંતુ આ લક્ષણ આગળના શ્લોકથી જણાવાશે તેમ કાગડામાં અતિવ્યાપ્ત બને છે. I૧૫-૧૯તા. કાગડામાં લક્ષણ જે રીતે અતિવ્યાપ્ત બને છે, તે જણાવાય છે–
ब्राह्मणः पातकात् प्राप्तः, काकभावं तदापि हि ।
व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ॥१५-२०॥ ब्राह्मण इति-यदा ब्राह्मणः पातकात् काकजन्मनिबन्धनादुरितात् । काकभावं प्राप्तस्तदापि हि स्याद् ब्राह्मणदशायां वेदप्रामाण्याभ्युपगन्तृत्वात् काकदशायां च वेदाप्रामाण्यानभ्युपगन्तृत्वाद् । उत्कृष्टज्ञानावच्छेदिका च तनुरीशं भवानीपतिं न व्याप्नोति । तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदाने ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।।१५-२०॥
“બ્રાહ્મણ પાપના યોગે કાગડાના જન્મને પ્રાપ્ત કરે ત્યારે પણ તેમાં લક્ષણ સંગત થશે. (અર્થાત્ એવા કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરઘટિત લક્ષણ ઈશ્વરમાં નહિ જાય.”- આ પ્રમાણે વશમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, જ્યારે બ્રાહ્મણ કાગડાના જન્મની પ્રાપ્તિના કારણભૂત પાપવિશેષે કાગડાની અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે પણ શિનું લક્ષણ તેમાં સંગત થશે. કારણ કે બ્રાહ્મણના ભાવમાં વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો હતો અને કાગડાના ભાવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી.
આ રીતે કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે; તેના નિવારણ માટે લક્ષણમાં ઉત્કૃષ્ટજ્ઞાનાવરચ્છેદકશરીરવત્ત્વનો નિવેશ કરાય તો કાગડામાં લક્ષણ નહિ જાય. કારણ કે કાગડાનું શરીર ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક નથી. એવું શરીર મનુષ્યાદિનું હોય છે. તિર્યંચોનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક હોય છે. એ લોકોની(નૈયાયિકાદિની) માન્યતા મુજબ આત્મા વિભુ છે. આત્માના દરેક પ્રદેશમાં જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. સમસ્ત જગવ્યાપી આત્મા હોવા છતાં શરીરપ્રમાણ આત્માના પ્રદેશમાં જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી શરીરને જ્ઞાનનું
૨૯૦
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #294
--------------------------------------------------------------------------
________________
અવચ્છેદક કહેવાય છે. તિર્યંચોનું જ્ઞાન મનુષ્યાદિના જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ હોવાથી કાગડાનું શરીર ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક ન હોવાથી “પષ્ટજ્ઞાનાવિચ્છેવશરીરવલ્વે સતિ વેન્ટેન વેતામ્યવશિષ્ટવેલનાથમનૃત્વવિર: શિષ્ટત્વ આ લક્ષણ કાગડામાં જતું નથી. પરંતુ આવું શિષ્ટનું લક્ષણ ભવાનીપતિ(શંકર) - ઈશ્વરમાં જતું નથી. કારણ કે પરમાત્મા-ઇશ્વરને શરીર જ હોતું નથી. તેથી ઇશ્વરને લઈને આવ્યાપ્તિ આવે છે... ઇત્યાદિ સમજી લેવું. ૧૫-૨ના એ અવ્યાપ્તિના નિવારણ માટેના ઉપાયથી જે દૂષણ છે, તે જણાવાય છે–
अन्याङ्गरहितत्वञ्च, तस्य काकभवोत्तरम् ।
देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ॥१५-२१॥ अन्येति-अन्याङ्गरहितत्वं च अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च । तस्य ब्राह्मणभवानन्तरप्राप्तकाकभवस्य । काकभवोत्तरं देहान्तराग्रहदशां शरीरान्तरानुपादानावस्थामाश्रित्य अतिप्रसक्तिमदतिव्याप्तं तदानीमपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यात् ।।१५-२१।।
“પૂર્વે જણાવ્યા મુજબ ઇશ્વરને લઈને આવતી અવ્યાપ્તિના નિવારણ માટે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક – શરીરરહિતત્વની વિવફા કરાય તો બ્રાહ્મણના ભવ પછી મળેલા કાગડાના ભાવ પછી શરીરાંતરનું ગ્રહણ કર્યું ન હોય તે દશાને લઈને અતિવ્યાપ્તિ આવે છે.” – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્મા અશરીરી હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવરચ્છેદકશરીરવત્ત્વ(શરીર) તેઓમાં નથી. એ રીતે શિષ્ટનું લક્ષણ પરમાત્મા-ઇશ્વરમાં ન જવાથી અવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે કષ્ટજ્ઞાનાવિચ્છેદ શરીરવત્વે સતિ - એના બદલે અન્યાંગરહિતત્વ અર્થાત્ સપષ્ટજ્ઞાનવિચ્છેદ શરીરહિતત્વે સતિ આવો નિવેશ કરવો જોઇએ. જેથી કાગડામાં અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરરહિતત્વ ન હોવાથી અને ઈશ્વરમાં તે હોવાથી અનુક્રમે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નહીં આવે.
પરંતુ તાદશ વિવક્ષાથી પ્રથમ જે બ્રાહ્મણ હતો ત્યાર પછી તે તેવા પ્રકારના પાપના યોગે કાગડો થયો અને ત્યાર પછી બીજા ભવમાં જતાં પૂર્વે તે ભવનું શરીર ગ્રહણ કરતાં પૂર્વે જે શરીરરહિત અવસ્થા છે; (કાગડાનું શરીર જતું રહ્યું છે અને બીજું હજુ ગ્રહણ કર્યું નથી.) તે અવસ્થાપન્ન બ્રાહ્મણજીવમાં શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવે છે. ll૧૫-૨૧TI અતિવ્યાપ્તિનું નિવારણ કરાય છે–
अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान्, प्रामाण्योपगमे सति ॥१५-२२॥
એક પરિશીલન
૨૯૧
Page #295
--------------------------------------------------------------------------
________________
अवच्छेदकेति-अथ प्रामाण्योपगमे सति वेदप्रामाण्याभ्युपगमकाले । यावानपकृष्टधियामवच्छेदकदेहानामपकृष्टज्ञानावच्छेदकशरीराणां । सम्बन्धविरहः सम्बन्धाभावः ।।१५-२२॥
વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો છતે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરોનો જયાં સુધી સંબંધનો અભાવ છે...” બાવીસમા શ્લોકનો આટલો અર્થ છે, જે અપૂર્ણ છે. તેનો બાકીનો અંશ ત્રેવીસમાં
શ્લોકમાં જણાવાશે. તેથી શ્લોકાર્થનું અનુસંધાન કરીને એને યાદ રાખી આગળના શ્લોકનો અર્થ વિચારવો. |૧૫-૨૨
ઉપર જણાવ્યા મુજબ બાકીના અર્થને જણાવાય છે
अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य, प्रागभावस्तदा च न ॥१५-२३॥
अप्रामाण्येति तावत्कालीन एव हि सकलतत्समानकालीन एव । अप्रामाण्यानुपगमो वेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वं । काकदेहस्य प्रागभावो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनस्तदा च काकस्य मरणानन्तरं शरीरान्तराग्रहदशायां नास्तीति नातिव्याप्तिः । इत्थं च यावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनस्तावन्तं कालं स शिष्टः । ब्राह्मणोऽपि बौद्धो जातो वेदाप्रामाण्यं यावन्नाभ्युपगतवान् तावच्छिष्ट एव । बौद्धोऽपि ब्राह्मणो जातो वेदप्रामाण्यं यावन्नाङ्गीकृतवांस्तावदशिष्ट एवेति फलितमाह पद्मनाभः । अत्र च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्ववत्तत्सामानाधिकरण्यमपि वाच्यम् । अन्यथोत्तरकालं तत्कालीनं यत्किञ्चिद्ध्यधिकरणापकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावनाशेनाव्याप्त्यापत्तेः ।।१५-२३।।
..તેટલા કાળનો જ વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો અભાવ, શિષ્ટત્વ છે. કાગડાના શરીરનો પ્રાગભાવ ત્યારે નથી.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્કૂલ રીતે અહીં એટલું યાદ રાખવું કે જે વખતે વેદને પ્રમાણ માનવાનું કાર્ય કર્યું છે તે સમય વેદના પ્રામાણ્યના અભ્યાગમનો કાળ છે. જે કાળમાં વેદને વેદસ્વરૂપે જાણીને તેના અપ્રામાણ્યને સ્વીકાર્યું નથી, તે વેદત્વેન(વેદસ્વરૂપે) વેદના અપ્રામાણ્યના અભ્યપગમના વિરહનો કાળ છે અને જ્યાં સુધી અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક - શરીરની (કાગડાદિના શરીરની) પ્રાપ્તિ થઈ નથી; તે બધો કાળ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહકાળ છે. આ ત્રણેય કાળ, સમાન (એક) કાળ હોય ત્યારે શિષ્ટત્વ હોય છે. અન્યથા શિષ્ટત્વ હોતું નથી. વેદપ્રામાણ્યના અભ્યાગમનો કાળ; અહીં કાગડો થવાની પૂર્વે એટલે કે કાગડાના પ્રાગભાવ વખતે હતો. તે, કાગડાના મરણ પછી બીજા શરીરને ગ્રહણ કરવાની પૂર્વે (વિગ્રહ-ગતિમાં) નથી. તેથી અતિવ્યાપ્તિ નથી આવતી... ઇત્યાદિ સમજી શકાય એવું છે.
૨૯૨
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #296
--------------------------------------------------------------------------
________________
આથી નિશ્ચિત થાય છે કે “જેટલા કાળ સુધી વેદત્યેન વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ; વેદપ્રામાણ્યના અભ્યુપગમ સમાનકાલીન યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ (પ્રાગભાવ) સમાનકાલીન છે, તેટલા કાળ માટે તે શિષ્ટ છે.” આ મુજબ બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો. જ્યાં સુધી તેણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, ત્યાં સુધી તે શિષ્ટ છે જ. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. પરંતુ જ્યાં સુધી તેણે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી; ત્યાં સુધી તે અશિષ્ટ જ છે. આ પ્રમાણે પદ્મનાભનામના વિદ્વાને જણાવ્યું છે.
યદ્યપિ; શિષ્ટ એવા બ્રાહ્મણમાં; વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન અન્ય (સ્વભિન્ન બૌદ્ધાદિ બીજા ભવમાં કાગડાદિ થયેલા) અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધનો વિરહ ન હોવાથી (તાદૃશ સંબંધ હોવાથી) શિષ્ટનું લક્ષણ સંગત થતું ન હોવાથી અવ્યાપ્તિ આવે છે. પરંતુ તેના નિવારણ માટે વેદપ્રામાણ્યાત્મ્યપગમસમાનકાલીનત્વની જેમ અર્થાત્ કાલિકસામાનાધિકરણ્યની જેમ; શિક સામાનાધિકરણ્યનો પણ નિવેશ સમજી લેવો જોઇએ. તેથી અન્યકાલીન વેદપ્રામાણ્યનો અભ્યુપગમ, અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધનો વિરહ અને વેદના અપ્રામાણ્યના અભ્યુપગમનો અભાવ : આ ત્રણે ય જેમ એક(સમાન)કાલવૃત્તિ લેવાય છે તેમ એક (આત્મસ્વરૂપ) અધિકરણવૃત્તિ લેવાય છે. જેથી ઉપર જણાવ્યા મુજબ અન્ય(સ્વભિન્ન) એપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધને (શરીરસંબંધના વિરહના અભાવને) લઇને અવ્યાપ્તિ નહીં આવે. આથી સમજી શકાશે કે – યાવન્ત જાતં યેવત્વન યેલાપ્રામાખ્યામ્બુવામણ્ય વિરો યેવન્નામાળ્યામ્બુવામસમાનकालीनतत्समानाधिकरण - (वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरण ) - यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसंबंधाમાવતમાનજાતીનસ્તાવનું હ્રાતં સ શિષ્ટઃ ।... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. ૧૫-૨૩ા
લક્ષણના ઉપર્યુક્ત તાત્પર્યમાં દોષ જણાવાય છે—–
नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः ।
प्रामाण्योपगमात् तन्न, प्राक् तत्रेति न सेति चेत् ॥१५-२४।।
नैवमिति-नैवं यथा विवक्षितं प्राक् । तदुत्तरे विप्रे काकभवोत्तरमवाप्तब्राह्मणभवे । प्राक्प्रतिपत्तितः प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्याव्याप्तेः । तदानीं तदीयवेदाप्रामाण्याभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहासमानकालीनत्वादान्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात् । प्रामाण्योपगमाद्वेदप्रामाण्याभ्युपगमात् प्राक् तत्र काकभवोत्तरब्राह्मणे तच्छिष्टत्वं न इति हेतोरलक्ष्यत्वादेव न साऽव्याप्तिः । वेदप्रामाण्याभ्युपगमे तु लक्षणसम्पत्त्यैवेति भावः । इति चेन्नन्वेवं यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगम एव ग्राह्यः ।।१५-२४।।
એક પરિશીલન
૨૯૩
Page #297
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલું શિષ્ટનું લક્ષણ બરાબર નથી. કારણ કે કાગડાના ભવની પછીના બ્રાહ્મણના ભવમાં પૂર્વભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમને આશ્રયીને અવ્યાપ્તિ આવે છે. વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિવ મનાતું નથી. તેથી અવ્યાપ્તિ નથી - આ પ્રમાણે કહેવામાં આવે તો... (જે દોષ છે તે આગળ જણાવાશે)” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો શબ્દાર્થ છે.
કહેવાનો આશય એ છે કે ત્રેવીસમા શ્લોકના અંતે શિષ્ટલક્ષણનું જે તાત્પર્ય જણાવ્યું છે, તે યુક્ત નથી. કારણ કે જે બ્રાહ્મણ હતો. ત્યાર પછી કાગડો થયો અને પછી બ્રાહ્મણ થયો. આ બ્રાહ્મણે; પ્રથમ બ્રાહ્મણના ભાવમાં વેદના પ્રામાણ્યનો અભ્યપગમ કર્યો હતો અને વર્તમાનમાં વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ છે. પરંતુ તે વિરહ; પ્રથમ બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન, યાવદ્ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના સંબંધના અભાવના અસમાનકાલીન છે. કારણ કે વચ્ચેના કાગડાના ભવના કારણે કાકશરીરના સંબંધનો પ્રાગભાવ (વિરહ) નાશ પામ્યો છે. આથી આ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જતું નથી. તેથી અવ્યાપ્તિ આવે છે.
યદ્યપિ કાગડાના ભવ પછીના બ્રાહ્મણના ભવમાં જ્યાં સુધી એણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી ત્યાં સુધી તે અશિષ્ટ જ હોવાથી તે લક્ષ્ય નથી અને લક્ષ્યભિન્ન-અલક્ષ્યમાં લક્ષણ ન જાય તે તો ઈષ્ટ જ છે. તેમ જ જયારે તે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે ત્યારે તો લક્ષણ સંગત થવાનું જ છે. એટલે અવ્યાપિ નહીં આવે. આ પ્રમાણે કહી શકાય છે. પરંતુ આનો અર્થ એ થયો કે કોઈ એક વિશેષ જ વેદપ્રામાણ્યના અભ્યાગમનું ગ્રહણ કરવું જોઈએ... (તેમ કરવાથી જે દોષ આવે છે; તે આગળના શ્લોકથી જણાવાય છે.) II૧૫-૨૪
तथा च
ઉપર જણાવ્યા મુજબ તે બ્રાહ્મણને અલક્ષ્ય માનીને અવ્યાપ્તિનું વારણ કરવાથી જે દોષ આવે છે - તે જણાવાય છે–
यत्किञ्चित्तद्ग्रहे पश्चात्, प्राक् च काकस्य जन्मनः ।
विप्रजन्मान्तराले स्यात्, सा ध्वंसप्रागभावतः ॥१५-२५॥ यत्किञ्चिदिति-यत्किञ्चित्तद्ग्रहे यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगमस्य लक्षणमध्यनिवेशे । काकस्य जन्मनः पश्चात् प्राक् च । विप्रजन्मनोरन्तरालेऽप्राप्तिविश्लेषाभ्यां मध्यभावे । ध्वंसप्रागभावतः काकशरीरसम्बन्धध्वंसप्रागभावावाश्रित्य । सा प्रसिद्धाऽतिव्याप्तिः स्यात् । अयं भावः-यो ब्राह्मणः काको जातस्तदनन्तरं च ब्राह्मणो भविष्यति तस्य मरणानन्तरं ब्राह्मणशरीराग्रहदशायामुत्तरब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरध्वंसेनैव लक्षणसाम्राज्यादतिव्याप्तिः । प्राक्तनकाकशरीरसम्बन्धप्रागभावस्तु न तत्समानकालीन एवेति । तस्यैव ब्राह्मणभवत्यागानन्तरं काकशरीराग्रहदशायां प्राक्तनब्राह्मणभवकालीन
૨૯૪
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #298
--------------------------------------------------------------------------
________________
वेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरसम्बन्धप्रागभावेनातिव्याप्तिरिति । किं च यो ब्राह्मणः प्राग् बौद्धो वृत्तस्तस्य स्वापादिदशायां वेदाप्रामाण्याभ्युपगमविरहस्याग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभावસમાનાની ત્વત્રિવિધ્યારિરિતિ વોથ્યમ્ I9-રજા.
“યત્કિંચિત્ વેદપ્રામાણ્યના અભ્યાગમનો લક્ષણમાં નિવેશ કરાય તો કાગડાના જન્મની પૂર્વે અને પછીના બ્રાહ્મણના બંન્ને જન્મોના અંતરાલમાં કાગડાના શરીરસંબંધના ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને અતિવ્યાપ્તિ આવશે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે પૂર્વે જે રીતે અલક્ષ્ય માનીને તેમ જ ભવિષ્યમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર કરશે એટલે લક્ષણ સમન્વય થશે - એમ કહીને અવ્યાપ્તિનું નિવારણ કર્યું હતું તે રીતે તો અલક્ષ્યમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવશે.
યકિંચિત્ - ગમે તે વેદપ્રામાણ્યના અભ્યાગમના નિવેશથી; કાગડાના પૂર્વેનો અને પછીનો જે બ્રાહ્મણનો જન્મ છે, તે જન્મના શરીરને ગ્રહણ કરવા પૂર્વેની અંતરાલ-વચ્ચેની અવસ્થાને લઈને શિષ્ટલક્ષણમાં અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક કાગડાના શરીરના સંબંધના ધ્વંસ અને પ્રાગભાવને લઈને ત્યાં લક્ષણ સંગત થાય છે.
આશય એ છે કે જે બ્રાહ્મણ મરીને કાગડો થયો અને ત્યાર બાદ મરીને બ્રાહ્મણ થવાનો છે, તે કાગડાના મરણ પછી; જે ઉત્તર ભવ સ્વરૂપ બ્રાહ્મણનો ભવ થવાનો છે, તે બ્રાહ્મણના શરીરને હજુ ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં ઉત્તરકાળના બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યના અભ્યપગમસમાનકાલીન જે કાગડાના શરીરનો ધ્વંસ છે; (અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ છે) તેને લઇને લક્ષણ સંગત બને છે. તેથી અતિવ્યાપ્તિ આવે છે.
પૂર્વબ્રાહ્મણભવ દરમ્યાનનો (કાગડાના ભવની પૂર્વેનો) કાગડાના શરીરનો પ્રાગભાવ; ઉત્તરકાલીન બ્રાહ્મણના ભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન જ નથી; તેથી તે પ્રાગૂ બ્રાહ્મણના મરણ પછી; બ્રાહ્મણના શરીરનો ત્યાગ કર્યા પછી જ્યાં સુધી કાગડાના શરીરનું ગ્રહણ કર્યું નથી ત્યાં સુધીની અંતરાલદશામાં પ્રથમ બ્રાહ્મણ - ભવકાલીન વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન કાગડાના શરીરના પ્રાગભાવને લઈને લક્ષણ સંગત બને છે. તેથી અતિવ્યાપ્તિ આવે છે. આ બંન્ને અતિવ્યાપ્તિ શરીરાગ્રહણ-દશામાં આવતી હોવાથી તેના નિવારણ માટે શરીરવત્ત્વનો નિવેશ કરવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. તેથી ચિ ઇત્યાદિ ગ્રંથથી અન્યત્ર દોષ જણાવાય છે.
આશય એ છે કે જે પૂર્વે બ્રાહ્મણ (જન્મથી બ્રાહ્મણ) હતો. પછી તે, તે જન્મમાં જ બૌદ્ધ થયો; તેને શંયનાવસ્થાદિ દશામાં વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ છે. તે વિરહમાં બ્રાહ્મણભવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમસમાનકાલીન યાવ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવસમાનકાલીનત્વ હોવાથી તેવા બૌદ્ધમાં લક્ષણ સંગત થાય છે. તેથી અતિવ્યાપ્તિ આવશે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૫-૨પ
એક પરિશીલન
૨૯૫
Page #299
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિદોષના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે
जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् ।
उत्कर्षश्चापकर्षश्च, व्यवस्थो यदपेक्षया ॥१५-२६॥ जीवेति-जीववृत्तिविशिष्टः क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो योऽङ्गाभाव उत्कृष्टज्ञानावच्छेदकशरीराभावस्तदभावग्रहोऽपि तदभावनिवेशोऽपि काकेश्वरयोरतिव्याप्त्यव्याप्तिवारणार्थमसन् न दुष्टलक्षणसमाधानसमर्थः । यद्यस्मादुत्कर्षश्चापकर्षश्च अपेक्षया व्यवस्थितः । कीटिकादिज्ञानापेक्षयोत्कृष्टत्वात् काकादिज्ञानस्य, ब्राह्मणादिज्ञानस्य च देवादिज्ञानापेक्षयाऽपकृष्टत्वाद् । इत्थं च तदवस्थे एवातिव्याप्त्यव्याप्ती । न च काकादिज्ञानव्यावृत्तं मनुष्यादिज्ञानसाधारणमुत्कर्षं नाम जातिविशेषमाद्रियन्ते भवन्तः, अन्यथा कार्यमात्रवृत्तिजातेः कार्यतावच्छेदकत्वनियमेन तदवच्छिन्नेऽनुगतकारणकल्पनापत्तिः, 'ईश्वरज्ञानसाधारण्यान्न तस्य कार्यमात्रवृत्तित्वमिति' चेत्तथापि देवदत्तादिजन्यतावच्छेदिकयाऽपकर्षविशेषेण च साङ्कर्यान्न जातित्वं । तत्तद्ज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावकूटस्तु दुर्ग्रह इति न किञ्चिदेतत् ।।१५-२६।।
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ વગેરે દોષના નિવારણ માટે જીવમાં રહેનાર જે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ; તેના અભાવનો નિવેશ કરાય તો તે પણ અસત્ છે. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરનાર અને વેદના અપ્રામાણ્યને હજુ સુધી નહિ સ્વીકારનાર; ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરના અભાવના અભાવવાળો હોય તો તે શિષ્ટ છે. આ પ્રમાણેના તાત્પર્યની વિવક્ષામાં કાગડામાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમ જ અંતરાલમાં પણ અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો અભાવ છે, તેનો અભાવ નથી. તેથી સામાન્ય રીતે એ નિવેશથી પૂર્વોક્ત અતિવ્યાખ્યાદિ દોષનું નિવારણ થતું હોય - એવું લાગે; પરંતુ તે નિવેશ ખરી રીતે કાગડામાં અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. કારણ કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ વ્યવસ્થિત છે. અર્થાત્ જે ઉત્કૃષ્ટ મનાય છે; તે બીજાની અપેક્ષાએ અપકૃષ્ટ છે અને જે અપકૃષ્ટ મનાય છે તે બીજા કોઈની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય છે.
કીડીની અપેક્ષાએ કાગડાનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે અને દેવની અપેક્ષાએ બ્રાહ્મણનું જ્ઞાન અપકૃષ્ટ છે. એ અપેક્ષાએ કાગડાનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક નથી અને બ્રાહ્મણનું શરીર અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક છે. તેથી જીવવૃત્તિત્વવિશિષ્ટ (જીવમાં રહેનારો) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરના અભાવ(કીડીમાં વૃત્તિ)નો અભાવ તો કાગડામાં પણ છે અને ત્યાં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાભૃવસંબંધી વેદપ્રામાણ્યાભ્યપગમ સમાનકાલીન વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ પણ છે.
૨૯૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #300
--------------------------------------------------------------------------
________________
તેથી કાગડાને લઈને અતિવ્યાપ્તિ આવે છે. તેમ જ બ્રાહ્મણમાં તેવા પ્રકારનો; વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોવા છતાં; ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો (દેવની અપેક્ષાએ) અભાવ છે પરંતુ તેનો અભાવ નથી. તેથી બ્રાહ્મણને લઇને આવ્યાપ્તિ આવે છે.
“યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ અપેક્ષાએ ઉત્કર્ષ અને અપકર્ષ માનીએ તો અતિવ્યાપ્તિ વગેરે દોષનો સંભવ છે. પરંતુ ઉત્કર્ષ અને અપકર્ષને અહીં અપેક્ષાએ માનતા નથી, પારિભાષિક માનીએ છીએ. કાગડાદિ તિર્યંચોના જ્ઞાનમાં નહિ રહેનારી અને બ્રાહ્મણ-દેવ વગેરેના જ્ઞાનમાં રહેનારી મનુષ્યાદિના જ્ઞાનસાધારણ ઉત્કર્ષ નામની જાતિવિશેષ છે (અને કાગડાદિના જ્ઞાનમાં રહેનારી અપકર્ષજાતિવિશેષ છે.) તેથી તેને આશ્રયીને કાગડાદિનું જ્ઞાન અપકૃષ્ટ(અપકર્ષાશ્રય) જ છે અને બ્રાહ્મણાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ(ઉત્કર્ષાશ્રય) જ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ વગેરેનો સંભવ નથી.” - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે આવું કહેનારાના મતે ઉત્કર્ષ અને અપકર્ષ નામની તે તે જાતિ માનવાનું શક્ય જ નથી.
કહેવાનો આશય એ છે કે આ રીતે કાર્યમાત્રવૃત્તિ જાતિનો સ્વીકાર કરવામાં આવે તો જેમ “ઘટવાવચ્છિન્ન ઘટમાત્રની પ્રત્યે મૃત્તિકા(માટી)સામાન્ય કારણ છે.” - આ પ્રમાણે કાર્યકારણભાવ મનાય છે; તેમ ઉત્કર્ષાવચ્છિન્ન (ઉત્કૃષ્ટતાવચ્છિન્ન) જ્ઞાનમાત્રની પ્રત્યે મનુષ્યાદિ (મનુષ્ય-દેવ) સાધારણ કોઈ ધર્મવિશેષે કરી કોઈ અનુગત કારણની કલ્પના કરવી પડશે. યદ્યપિ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી તે કાર્ય સ્વરૂપ નથી અને ઉત્કર્ષ સ્વરૂપ જાતિ તો તેમાં પણ છે. તેથી તે કાર્યમાત્રવૃત્તિ જાતિ ન હોવાથી તદવચ્છિન્ન ઉત્કૃષ્ટજ્ઞાનની પ્રત્યે અનુગત કારણ માનવાની આપત્તિ નહીં આવે. પરંતુ દેવદત્તાદિજ્ઞાનનિષ્ઠ જજતાવચ્છેદક સ્વરૂપે જે અપકર્ષવિશેષ છે; તેને લઈને (તેની સાથે) તે ઉત્કર્ષ નામની જાતિવિશેષમાં સાંકર્ય આવે છે. તેથી તેમાં જાતિત્વ (તેને જાતિ) નહિ મનાય.
આશય એ છે કે દેવાદિની અપેક્ષાએ દેવદત્તાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તે અપકૃષ્ટ જ્ઞાનસ્વરૂપ કાર્યસામાન્યની પ્રત્યે કોઈને પણ અનુગત કારણ માનવું પડે છે. તેમાં રહેલી કારણતાનિરૂપિતકાર્યતાનો અવચ્છેદક અપકર્ષ-વિશેષ છે, જે કાગડાદિના જ્ઞાનમાં પણ છે. ઉત્કર્ષને છોડીને અપકર્ષવિશેષ કાગડાદિના જ્ઞાનમાં છે. અપકર્ષને (અપકર્ષ વિશેષને) છોડીને ઉત્કર્ષજાતિવિશેષ ઈશ્વરીય જ્ઞાનમાં છે અને અપકર્ષવિશેષ તેમ જ ઉત્કર્ષજાતિ, બંન્ને દેવદત્તાદિના જ્ઞાનમાં છે. આથી આ રીતે સાંકર્ય આવતું હોવાથી ઉત્કર્ષવિશેષને જાતિ નહીં મનાય. તેથી ઉપર જણાવ્યા મુજબ ઉત્કર્ષ અને અપકર્ષને અપેક્ષાએ વ્યવસ્થિત માનવા જોઈએ. જેથી ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ વગેરે દોષોનો ઉદ્ધાર શક્ય નથી. યદ્યપિ તે તે (જેને શિષ્ટ માનવાના નથી તે તે) કાગડાદિના જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધાભાવકૂટ (સમુદાય) સ્વરૂપ ઉત્કર્ષને માનવાથી
એક પરિશીલન
૨૯૭
Page #301
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવેલા દોષોનો સંભવ નથી. પરંતુ તાદશ સંબંધાભાવકૂટનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી તેને લઈને કરાતું શિષ્ટત્વનું નિર્વચન વચનમાત્ર છે. ૧૫-૨૬ll.
ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसानाधारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह
“એક જન્મને આશ્રયીને પોતાના અધિકરણમાં રહેનાર અને પોતાના ઉત્તરકાળમાં રહેનાર જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો ધ્વંસ, તેના આધારથી ભિન્ન આધારભૂત કાળમાં ગ્રહણ કરેલા વેદપ્રામાણ્યના સ્વીકારના ઉત્તરકાળમાં રહેનાર જે વેદાપ્રામાણ્યના અભ્યાગમનો અભાવ છે તેને શિષ્ટત્વ કહેવાય છે.” - આ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરીએ તો કોઈ દોષ નથી. જે વેદને પ્રમાણ માને છે અને વેદને અપ્રમાણ માનતો નથી, તેને સામાન્ય રીતે શિષ્ટ કહેવાય છે. વેદના પ્રામાણ્યનો અભ્યપગમ અને વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ, એ બંન્નેનો અભાવ, એ બંન્નેનો સમય અને એ બંન્નેના અધિકરણ.... વગેરેને આશ્રયીને અહીં લક્ષણનો વિચાર કરવાનો છે.
એક જન્મને આશ્રયીને જ અહીં વેદપ્રામાણ્યાભ્યપગમાદિની વિવક્ષા હોવાથી પૂર્વભવના કે આગળના(ઉત્તર) ભવના વેદપ્રામાણ્યને લઈને કાગડાદિમાં કે અંતરાલ(વિગ્રહગતિમાં) દશામાં લક્ષણસમન્વય નહિ થાય.
વેદના અપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ જે આત્માનો છે તે આત્માના જ વેદપ્રામાણ્યના અભ્યપગમનું ગ્રહણ કરવા માટે સમાનધરા પદનું ઉપાદાન છે. અન્યથા ચૈત્રના વેદપ્રામાણ્યના અભ્યપગમને લઇને મૈત્રના વેદાપ્રામાણ્યના અભ્યપગમને લેવાથી ચૈત્રાદિમાં લક્ષણ સંગત નહીં થાય.
વેદાપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ પણ; સ્વોત્તરવેદપ્રામાણ્યના અભ્યાગમના ધ્વસના આધારભૂત કાળમાં વૃત્તિ ન હોવો જોઈએ. અન્યથા જે વેદને પ્રમાણ માનતો હતો, પછી બૌદ્ધાદિ બની વેદને પ્રમાણ માનવાનું બંધ કર્યું, પરંતુ હજુ તેણે વેદના અપ્રામાણ્યના અભ્યપગમનો સ્વીકાર કર્યો નથી, તે આત્માના વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહને લઈને અતિવ્યાપ્તિ આવશે.
પૂર્વે વેદપ્રામાણ્યનો સ્વીકાર કરતાં પહેલાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર જેણે કર્યો ન હતો. પરંતુ પાછળથી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો અને પછી વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો, ત્યાં પૂર્વકાળમાં વૃત્તિ એવા તે વેદાપ્રામાણ્યાભ્યપગમના વિરહને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ; તાદશ વેદપ્રામાણ્યાભ્યપગમના ઉત્તરકાળમાં વૃત્તિ હોવો જોઈએ. તેથી અતિવ્યાપ્તિ નહીં આવે.
૨૯૮
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #302
--------------------------------------------------------------------------
________________
શિષ્ટ બ્રાહ્મણ વેદને પ્રમાણ માને છે અને એ ભવમાં જયાં સુધી તે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરતો નથી, ત્યાં સુધી તેનામાં વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ છે. એ વિરહ-પોતાના અધિકરણમાં રહેનાર એવા પોતાનાથી ઉત્તરક્ષણમાં રહેનાર વેદપ્રામાણ્યના સ્વીકારના ધ્વસના કાળમાં નથી. તેથી તે કાળ વેદપ્રામાણ્યાભ્યાગમનો ઉત્તરકાળ છે અને તેમાં તે(વિરહ) વૃત્તિ છે. આથી સમજી શકાશે કે એક જન્મને આશ્રયીને વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના અધિકરણમાં રહેનાર - તેમ જ વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના ઉત્તરકાળમાં રહેનાર વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના અધિકરણકાળથી ભિન્ન અધિકરણકાળભૂત વેદપ્રામાણ્યના અભ્યપગમના ઉત્તરકાળમાં રહેનાર - જે વેદામામાણ્યના અભ્યાગમનો વિરહ છે; તેને શિષ્ટત્વ કહેવાય છે. અર્થાત્ તાદશ વિરહ સ્વરૂપ શિષ્ટનું શિષ્ટત્વ છે. અત્યંત સ્થૂલ રીતે સમજવું હોય તો, “એક જ જન્મને આશ્રયીને વેદપ્રામાણ્યનો અભ્યપગમ હોય; તેનો ધ્વંસ થયેલો ન હોય; ત્યાર પછી વેદના અપ્રામાણ્યનો અભ્યાગમ થયેલો ન હોય તો તે એક વ્યક્તિની અપેક્ષાએ શિષ્ટત્વ છે.” – આ રીતે સમજી શકાશે. આવી વિવક્ષામાં કોઈ પણ દોષ નહીં રહે, આ પ્રમાણે કહેનારા પ્રત્યે દોષ જણાવાય છે–
अपि चाव्याप्त्यतिव्याप्ती, कायदेशविकल्पतः ।
આદ્યપદે તાત્પર્યાન્ન તોષ રૂતિ વેન્મતિઃ 19૧-૨૭ના अपि चेति-अपि च कायंदेशविकल्पतः कृत्स्नवेदप्रामाण्याभ्युपगमो विवक्षितो देशतदभ्युपगमो वेति विवेचनेऽव्याप्त्यतिव्याप्ती । कृत्स्नवेदप्रामाण्याभ्युपगमस्य ब्राह्मणेष्वभावात् । न हि वेदान्तिनो नैयायिकाद्यभिमतां श्रुतिं प्रमाणयन्ति, नैयायिकादयो वा वेदान्त्यभिमतां । यत्किञ्चिद्वेदप्रामाण्यं च बौद्धादयोऽप्यभ्युपगच्छन्ति “न हिंस्यात् सर्वभूतानि, अग्निर्हिमस्य भेषजम्” इत्यादिवचनानां तेषामपि सम्मतत्वादिति । स्वतात्पर्यात् स्वाभिप्रायमपेक्ष्य । आद्यग्रहे यावद्वेदप्रामाण्याभ्युपगमनिवेशे । न दोषः, स्वस्वतात्पर्ये प्रमाणं श्रुतिरिति हि सर्वेषां नैयायिकादीनामभ्युपगमः । इति चेन्मतिः कल्पना भवदीया 9-ર૭ના
ઉપર જણાવ્યા પ્રમાણે શિષ્ટલક્ષણમાં જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કર્યો છે, તેમાં બે વિકલ્પો છે. સંપૂર્ણ વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે? અથવા દેશથી વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે? આ વિકલ્પને આશ્રયીને અનુક્રમે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે એમ માનવામાં આવે કે પોતપોતાની માન્યતા મુજબ સંપૂર્ણ વેદના પ્રામાણ્યની વિવક્ષા કરી છે. તો..” (આના જવાબમાં અઠ્ઠાવીસમા શ્લોકમાં જણાવાશે.) - આ પ્રમાણે સત્તાવીસમાં શ્લોકનો અર્થ છે.
એક પરિશીલન
૨૯૯
Page #303
--------------------------------------------------------------------------
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે શિષ્ટના લક્ષણમાં જે વેદપ્રામાણ્યાભ્યાગમનો નિવેશ છે; તે વેદનું પ્રામાણ્ય સંપૂર્ણ સ્વરૂપે વિવલિત છે કે પછી દેશથી(અંશતઃ) વિવક્ષિત છે - આ વિકલ્પના વિવેચનથી લક્ષણમાં આવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ થાય છે. નૈયાયિકોને અભિમત જે શ્રુતિ છે તેને વેદાંતીઓ પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતીઓ સ્વરૂપ બ્રાહ્મણમાં સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યાગમ નથી. આવી જ રીતે વેદાંતીઓને અભિમત શ્રુતિને નૈયાયિકો પ્રમાણ માનતા નથી. તેથી તેમનામાં પણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યાગમ નથી. તેથી બ્રાહ્મણમાં લક્ષણનો સમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યાપ્તિના નિવારણ માટે દેશથી વેદપ્રામાણ્યાભ્યાગમનો નિવેશ કરીએ તો બ્રાહ્મણમાં લક્ષણસમન્વય થવાથી અવ્યાપ્તિ નહીં આવે. પરંતુ તૈયાયિકાદિની જેમ બૌદ્ધાદિમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે ‘ર હિંસ્યા સર્વભૂતનિ'; નિર્દિકશ્ય બેનમ'... ઇત્યાદિ વેદવાક્યોને તો બૌદ્ધાદિ પણ માને છે.
“એ દોષોના નિવારણ માટે પોતાના અભિપ્રાયની અપેક્ષાએ સંપૂર્ણ વેદના પ્રામાણ્યના અભ્યાગમનો લક્ષણમાં નિવેશ કરીએ તો અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ સ્વરૂપ દોષ નહીં આવે. કારણ કે વેદાંતીઓ અને નૈયાયિકો વગેરે બ્રાહ્મણો પોતપોતાના તાત્પર્યને આશ્રયીને વેદને સંપૂર્ણ પ્રમાણ માને છે. બૌદ્ધાદિ સંપૂર્ણ વેદને પ્રમાણ માનતા નથી.” - આ પ્રમાણે જણાવવામાં આવે; તો... (તે બરાબર નથી... ઇત્યાદિ હવે પછી જણાવાય છે.)... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૫-૨શી. ઉપર જણાવેલી વાતમાં દૂષણ જણાવાય છે–
नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् ।
सामान्यतः स्वतात्पर्ये, प्रामाण्यं नोऽपि सम्मतम् ॥१५-२८॥ नैवमिति-एवं मतिनिर्युक्ता कस्याश्चिद्दुरवबोधायाः श्रुतेर्विशिष्य स्वकल्पितार्थानुसारेण तात्पर्याग्रहे । तन्मानतायास्तत्प्रमाणताया अग्रहात् । स्वतात्पर्ये सर्ववेदप्रामाण्याभ्युपगमस्य दुःशकत्वादनाकलिततात्पर्यायामपि श्रुतौ प्रमोपहितत्वाग्रहेऽपि प्रमाकरणत्वस्य सुग्रहत्वान्न दोष इत्यत आहसामान्यतो नयरूपत्वेन । स्वतात्पर्ये स्वाभिप्रायप्रामाण्ये वेदप्रामाण्यं । नोऽस्माकं जैनानामपि सम्मतं । यावन्तो हि परसमयास्तावन्त एव नया इति श्रुतपरिकर्मितमतेः सर्वमेव शब्दं प्रमाणीकुर्वतः सकलवेदप्रामाण्याभ्युपगमोऽनपाय एवेति ।।१५-२८।।
પૂર્વ શ્લોકમાં જણાવેલી માન્યતા યુક્ત નથી. કારણ કે શ્રુતિના કોઈ વચન દુઃખે કરી જાણી શકાય તેવા હોય ત્યારે તેનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસાર ન થાય તો તેના પ્રામાણ્યનો ગ્રહન થવાથી દોષ આવશે. “વિશેષ સ્વરૂપે તાત્પર્યનો ગ્રહ ન થવા છતાં સામાન્યથી ગ્રહ(જ્ઞાન) હોવાથી દોષ નથી.' - આ પ્રમાણે કહેવામાં આવે તો એવો સામાન્યથી ગ્રહ અર્થાત્ પ્રામાણ્યનો
૩૦૦
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #304
--------------------------------------------------------------------------
________________
ગ્રહ તો અમને (જૈનોને) પણ છે. તેથી તેમને પણ શિષ્ટ માનવા પડશે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે.
આશય સ્પષ્ટ છે કે પોતપોતાના તાત્પર્યના અનુસાર સંપૂર્ણપણે વેદપ્રામાયનો સ્વીકાર કરનારાને શિષ્ટ માનવામાં આવે તો કેટલાંક દુરધિગમ વેદનાં વચનોનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસારે ન પણ સમજાય ત્યારે તે બ્રાહ્મણને શિષ્ટ માની શકાશે નહિ. તેથી પૂર્વ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી.
“પોતાના તાત્પર્યના વિષયમાં સંપૂર્ણપણે વેદપ્રામાણ્યનો અભ્યપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય ન હોવા છતાં; જેનું તાત્પર્ય જાણી શકાયું નથી એવી શ્રુતિમાં પ્રમોપહિતત્વ(યથાર્થજ્ઞાનવિષયત્વ)નો ગ્રહ થતો નથી. પરંતુ પ્રમાકરણત્વ (પ્રામાણ્ય), તેમાં સારી રીતે ગ્રહણ કરી શકાય છે. (કારણ કે મને સમજાતું નથી પણ તે પ્રમાણ છે. - આવું જ્ઞાન થઈ શકે છે.) તેથી સર્વાશે વેદપ્રામાણ્યનો અભ્યપગમ ઉપર જણાવ્યા મુજબ શક્ય છે.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે નયસ્વરૂપે (વસ્તુના અંશને ગ્રહણ કરવાના અભિપ્રાય) પોતાના અભિપ્રાય મુજબના પ્રામાણ્યના વિષયમાં વેદનું પ્રામાણ્ય અમને જૈનોને પણ સંમત છે. “જેટલાં પરદર્શનો છે; તેટલા નયો છે.' - આવા પ્રકારની ઋતથી પરિકર્મિત બુદ્ધિને ધરનાર આત્માઓ સર્વ શબ્દને પ્રમાણ માને છે. તેથી વેદના પ્રામાણ્યનો અભ્યપગમાં તેમના માટે અપાયરહિત છે. ૧૫-૨૮
एतदेवाहઉપર જણાવેલી વાતને સ્પષ્ટ રીતે જણાવાય છે
मिथ्यादृष्टिगृहीतं हि, मिथ्या सम्यगपि श्रुतम् ।
સચષ્ટિપૃહીત તુ, સચ મિથ્યતિ નઃ સ્થિતિઃ || ૧-૨ll मिथ्यादृष्टीति-मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात् । सम्यग्दृष्टिगृहीतं तु मिथ्यापि श्रुतं वेदपुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथार्थबोधनिमित्तत्वाद् । इति नोऽस्माकं स्थितिः सिद्धान्तमर्यादा । प्रमानिमित्तत्वमात्रमेतदभ्युपगतं न तु प्रमाकरणत्वमिति चेन्न, त्वदुक्तं प्रमाकरणत्वमेव प्रमाणत्वमिति सर्वेषां प्रमातॄणामनभ्युपगमात् ।।१५-२९।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે મિથ્યાષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું આચારાંગાદિ સ્વરૂપ સમ્યગુ પણ શ્રુત મિથ્યા છે. કારણ કે તે આત્માને તે સમ્યગુ પણ શ્રુત વિપરીત બોધનું નિમિત્ત બને છે. સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું વેદપુરાણાદિ સ્વરૂપ મિથ્યા પણ શ્રુત સમ્યફ છે. કારણ કે તે આત્માને તે શ્રુત યથાર્થબોધનું કારણ બને છે. વિપરીત બોધનું જે કારણ બને તે શ્રુત મિથ્યા છે અને સમ્યગ્બોધ(યથાર્થ બોધ)નું જે કારણ બને છે તે શ્રુત સમ્યક છે. આ અમારી માન્યતા છે; અર્થાત સિદ્ધાંત-મર્યાદા છે.
એક પરિશીલન
૩૦૧
Page #305
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ આ રીતે તો વેદાદિમાં પ્રમાનિમિત્તત્વ(યથાર્થ બોધનિમિત્તત્વ) માત્રનો જ સ્વીકાર કર્યો ગણાય. પ્રમાકરણત્વસ્વરૂપ પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ નથી. તેથી તમારામાં (જૈનોમાં) વેદપ્રામાયનો અભ્યપગમ ન હોવાથી કોઈ દોષ(અતિવ્યાતિ) નહીં આવે – એમ કહી શકાય છે. પરંતુ તમે (નૈયાયિકાદિએ) સ્વીકારેલ પ્રમાકરણત્વસ્વરૂપ જ પ્રામાણ્ય બધા પ્રમાતાઓએ (પ્રામાણિકોએ) માન્યું નથી. અવ્યભિચારીસ્વરૂપ પ્રામાણ્યનું નિર્વચન તે તે સ્થાને કરાયેલું છે. આથી શિષ્ટલક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાતિવગેરે દોષો છે જ, એ સ્પષ્ટ છે.ll૧૫-રલા ઉપર જણાવેલા દોષોના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે
तात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः ।
ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ॥१५-३०॥ तात्पर्यमिति-वो युष्माकं स्वसिद्धान्तोपजीव्यं स्वसिद्धान्तपुरस्कारि तात्पर्य । तथा चान्यागमानुपजीव्यतात्पर्य सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशान्न दोष इति चेद्यदि तव मतिः, ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वम् । अयं भावः-अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत्तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिरयौक्तिकतदसंवादित्वं चेदस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वाद् मिथ्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव गृह्यमाणत्वात् I/9૧-||
સ્વતાત્પર્યમાં તાત્પર્ય; અમારા(નૈયાયિકોના) સિદ્ધાંતને અનુસાર હોવું જોઈએ. આ પ્રમાણે જો કહેવામાં આવે તો, તમારે અને અમારે આપણને બંન્નેને યુક્તિને અનુસરનારું તાત્પર્ય સામાન્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, પોતપોતાના તાત્પર્ય મુજબ સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યના અભ્યપગમની વિવક્ષા કરવાથી જૈનોને પણ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે - સ્વતાત્પર્ય એટલે અમારા(નૈયાયિકના) સિદ્ધાંતને અનુસરનારું તાત્પર્ય. તેથી અમારા આગમને છોડીને અન્ય જૈનાદિના આગમથી ઉપજીવ્ય (અનુસરનાર) ન હોય એવા તાત્પર્યમાં વેદના પ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કરવાથી જૈનોમાં શિષ્ટનું લક્ષણ સંગત નહીં થાય. કારણ કે તેઓ અન્યાનુપજીવ્યવેદના પ્રામાણ્યને સ્વીકારતા નથી.
આ રીતે અતિવ્યાપ્તિનું નિવારણ યદ્યપિ થઈ જાય છે; પરંતુ આવી વિવેક્ષાથી કોઈ પણ પ્રકારની વિશેષતા વિના આપણા બંન્નેમાં યુફત્યુપજીવ્યત્વ સમાન છે. આશય એ છે કે અન્યાગમાનુપજીવ્યત્વ અન્યાગમાસંવાદિત્ય સ્વરૂપ છે. પોતાના આગમને છોડીને બીજાના આગમની સાથે સંવાદી ન બને તો તે તાત્પર્ય; સ્વસિદ્ધાંતોપજીવ્ય એટલે કે અન્ય આગમથી અનુપજીવ્ય કહેવાય છે. એવા તાત્પર્યની વિવક્ષા કરાય તો અન્ય આગમની સાથે સંવાદી
૩૦૨
સમ્યગ્દષ્ટિ બત્રીશી.
Page #306
--------------------------------------------------------------------------
________________
વચનોના પ્રામાણ્યને લઇને અવ્યાપ્તિ આવશે. કારણ કે સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યની વિવક્ષા અન્ય આગમથી અનુપજીવ્ય તાત્પર્યમાં અભિપ્રેત છે અને 7 હિંસ્યાત્... ઇત્યાદિ અન્ય આગમની સાથે સંવાદી વાક્યાંશમાં તાદેશ પ્રામાણ્ય નથી.
એ અવ્યાપ્તિના નિવારણ માટે ‘અન્ય આગમથી યુક્તિથી રહિત એવાં વચનોની અપેક્ષાએ અસંવાદિત્વ, તાત્પર્યમાં વિવક્ષિત છે.' આ પ્રમાણે કહેવાય તો જૈનોને પણ પોતાના અભિપ્રાયે યુક્તિથી રહિત વચનોની અપેક્ષાએ અસંવાદી જ તાત્પર્ય છે. કારણ કે ભગવાનનાં બધાં જ વચનો યુક્તિથી પ્રતિષ્ઠિત છે. મિથ્યાશ્રુત સ્વરૂપ વેદાદિનું પણ તાત્પર્ય સ્યાદ્વાદસંગત યુક્તિઓથી જ ગ્રહણ કરાય છે. તેથી જૈનોમાં પણ શિષ્ટત્વ માનવું પડશે... ઇત્યાદિ સ્થિરતાપૂર્વક વિચારવું. ૧૫-૩૦ યુક્યુપજીવ્યત્વમાં કારણ જણાવાય છે—
उद्भावनमनिग्राह्यं, युक्तेरेव हि यौक्तिके ।
પ્રામાણ્યે હૈં ન વેર્જા, સમ્યક્ત્વનું પ્રયોનમ્ ॥૧-૩||
उद्भावनमिति-यौक्तिके ह्यर्थे युक्तेरेवोद्भावनमनिग्राह्यमनिग्रहस्थानम्, अन्यथा निग्रहाभिधानात् । यद्वादी– “जो हेउवायपक्खंमि हेउओ आगमे अ आगमिओ । सो समयपन्नवओ सिध्धंतविराहगो अन्नो ।।१।।” इति । अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमे यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यादित्यत आहप्रामाण्ये च वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वमेव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न किञ्चिदेतत् ।।१५-३१।।
“યુક્તિથી સિદ્ધ થતા અર્થમાં યુક્તિનું જ ઉદ્ભાવન કરવું તે નિગ્રહનું સ્થાન નથી. પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી પરંતુ સમ્યક્ત્વ પ્રયોજક છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે પદાર્થની સિદ્ધિમાં યુક્તિનો સંભવ છે, પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું જ ઉદ્ભાવન કરવું જોઇએ. અન્યથા યૌક્તિક પદાર્થની સિદ્ધિ માટે યુક્તિનું ઉદ્દ્ભાવન કર્યા વિના માત્ર આગમનું જ પ્રામાણ્ય જણાવાય તો નિગ્રહસ્થાન (વાદમાં પરાજય) પ્રાપ્ત થાય છે. તેથી યુક્તિસંગત પદાર્થની સિદ્ધિ માટે યુક્તિને પ્રમાણ તરીકે ઉદ્ભાવિત કરવાથી નિગ્રહસ્થાન પ્રાપ્ત થતું નથી.
આ વિષયમાં અન્યત્ર કહ્યું છે કે હેતુવાદપક્ષમાં (યૌક્તિક પદાર્થના નિરૂપણમાં) હેતુ(યુક્તિ)નું અને આગમથી સિદ્ધ થનારા આગમિક પદાર્થના નિરૂપણમાં આગમનું નિરૂપણ કરનારા સમય(સિદ્ધાંત)ના પ્રરૂપકો છે. બીજા, સિદ્ધાંતના વિરાધક છે. આથી સ્પષ્ટ છે કે યૌક્તિક અર્થને પ્રમાણ માનવામાં જ શિષ્ટત્વ સમાયેલું છે. આ વિષયમાં આપણા બધામાં કોઇ જ વિશેષતા નથી.
એક પરિશીલન
303
Page #307
--------------------------------------------------------------------------
________________
તેથી જૈનોમાં શિષ્ટત્વના વ્યવચ્છેદ માટે એમ કહેવામાં આવે કે વેદત જ પ્રામાણ્યનું પ્રયોજક છે અને યાવદપ્રામાણ્યાભ્યપગમ શિષ્ટત્વ છે, તો તે કથન યુક્ત નથી. કારણ કે વેદત્વ પ્રામાણ્યનું પ્રયોજક નથી. પરંતુ સત્યત્વ(સમ્યકત્વ) જ પ્રામાણ્યનું પ્રયોજક છે. લોકવ્યવહારગત શબ્દોનું પ્રામાણ્ય પણ તેની અવિસંવાદિતા(સંવાદિતા)ના કારણે છે. આથી વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક માનવાનું માત્ર શ્રદ્ધા છે, બીજું કોઈ તત્ત્વ નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું. /૧૫-૩૧al પ્રતિફલિત શિષ્ટત્વના નિર્વચનનો ઉપસંહાર કરાય છે
शिष्टत्वमुक्तमत्रैव, भेदेन प्रतियोगिनः ।
तमानुभविकं बिभ्रत्, परमानन्दवत्यतः ॥१५-३२॥ शिष्टत्वमिति-अतः परोक्तशिष्टलक्षणनिरासाद् । अत्रैव सम्यग्दृष्टावेव उक्तमंशतः क्षीणदोषत्वं शिष्टत्वं । परमानन्दवति दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयानन्दभाजने । शिष्टत्वलिङ्गाभिधानमेतत् । प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं भेदमानुभविकं सकलजनानुभवसिद्धं बिभ्रत् । भवति हि अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम इति सार्वजनीनो व्यवहारः । स चाधिकृतापेक्षयाऽधिकतराधिकतमदोषक्षयविषयतया उपपद्यते । परेषां तु न कथञ्चित् सर्वेषां वेदप्रामाण्याभ्युपगमादौ विशेषाभावाद् । एतेन वेदविहितार्थानुष्ठतृत्वं शिष्टत्वमित्यपि निरस्तं । यावत्तदेकदेशविकल्पाभ्यामसम्भवातिव्याप्त्योः प्रसङ्गाच्च । यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यञ्जकमेव युक्तमाभाति, न तु परनीत्या स्वतन्त्रलक्षणमेव । गङ्गाजले कूपजलत्वारोपानन्तरमिदं कूपजलं नादृष्टसाधनमिति भ्रमवतः, कूपजल एव गङ्गाजलत्वारोपानन्तरमिदं गङ्गाजलमदृष्टा(ष्ट)साधनमिति भ्रमवतो गङ्गाजले उच्छिष्टत्वारोपानन्तरं नादृष्टसाधनमिति भ्रमवतश्चाशिष्टत्ववारणायादृष्टसाधनतावच्छेदकरूपपुरस्कारेण निषेधमुखेनादृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण चादृष्टसाधनताविषयकत्वविवक्षायामपि स्वापादिदशायां बौद्धादावतिव्याप्तेरेतावदग्रहेऽपि सर्वत्र शमादिलिङ्गेन शिष्टत्वव्यवहाराच्चेति किमनया कुसृष्ट्या ? ||१५-३२॥
આથી પૂર્વે જણાવ્યા મુજબ શિષ્ટત્વ, અંશતઃ ક્ષીણદોષત્વ સ્વરૂપ છે. તેના પ્રતિયોગી એવા દોષના ભેદથી (તારતમ્યથી) સકલજનપ્રસિદ્ધ એવા તે દોષક્ષયના તારતમ્યને ધારણ કરતું શિષ્ટત્વ પરમાનંદના ભાજન એવા આ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ છે – આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો સામાન્ય અર્થ છે.
वानी माशय मेछ - वयामायनो स्वी॥२ ७३ ते शिष्ट छ.'... त्याह शिष्टमक्षन नि२।७२९॥ ४२वाथी; अंशतः क्षीणदोषत्वं शिष्टत्वम् - सा शिष्टयक्ष प्रतिक्षित થાય છે. આ શિષ્ટત્વ અહીં – સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ સંગત થાય છે. દુઃખે કરીને ભેદી
उ०४
સમ્યગ્દષ્ટિ બત્રીશી
Page #308
--------------------------------------------------------------------------
________________
શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદનથી ઉત્પન્ન થયેલા નિરતિશય આનંદના ભાજનમાં જ શિષ્ટત્વ મનાય છે. તેવા પ્રકારનો આનંદ શિષ્ટત્વનું લિંગ છે. અંશતઃ જેમના દોષો ક્ષીણ થયા છે તે શિષ્ટ છે. દોષના ક્ષયનો પ્રતિયોગી દોષ છે. તે દોષો બધા એકસરખા ન હોવાથી તેમાં ભેદ છે – તરતમતા છે. તે ભેદ સકલ જનને અનુભવસિદ્ધ છે. તેથી જ આ શિષ્ટ છે; આ આનાથી શિષ્ટતર છે અને આ આનાથી શિષ્ટતમ છે... ઇત્યાદિ તરતમતાના વિષયમાં શિષ્ટત્વનો વ્યવહાર સર્વ જનોને પ્રતીત છે. આ વ્યવહાર અધિકૃત દોષક્ષયની અપેક્ષાએ અધિકતર અને અધિકતમ દોષક્ષયના કારણે સંગત બને છે. સર્વથા વેદપ્રામાણ્યના અભ્યપગમમાં કોઈ પણ જાતની વિશેષતા ન હોવાથી વેદને પ્રમાણ માનનારામાં કોઈ વિશેષતા ન હોવાથી અન્ય મતમાં તરતમતાસંબંધી શિષ્ટત્વનો વ્યવહાર સંગત નહીં થાય.
ઉપર જણાવ્યા મુજબ વેદપ્રામાણ્યાભ્યપગમસ્વરૂપ શિષ્ટલક્ષણનો નિરાસ થવાથી “વેઃવિદિતાનુકૃતં શિષ્ટત્વમ્' અર્થાત્ વેદમાં વિહિત જે અર્થ છે તે કરનારને શિષ્ટ કહેવાય છે - આ પ્રમાણે જે શિષ્ટનું લક્ષણ છે, તેનું પણ નિરસન થઈ જાય છે. કારણ કે વેદવિહિતયાવદથનુષ્ઠાતૃત્વ હોવું જોઈએ કે વેદવિહિતાર્થેક - દેશાનુષ્ઠાતૃત્વ હોવું જોઇએ - આ બે વિકલ્પોની વિવક્ષામાં અનુક્રમે અસંભવ અને અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે.
“કgષ્ટસનિતવિષય મિથ્યાજ્ઞાનામાવવā શિષ્ટત્વમ્' અર્થાત્ અદષ્ટ - ધર્માધર્મસાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળાને શિષ્ટ કહેવાય છે - આ પ્રમાણે જે શિષ્ટલક્ષણ જણાવાય છે, તે અમારા જણાવ્યા પ્રમાણેના શિષ્ટત્વના અભિવ્યસ્જક તરીકે યુક્ત જણાય છે. કારણ કે ધર્માધર્મના સાધનના વિષયમાં શિષ્ટ પુરુષોને મિથ્યાજ્ઞાન હોતું નથી. પરંતુ અન્ય દર્શનકારોની જેમ તેને સ્વતંત્ર રીતે શિષ્ટનું લક્ષણ માનવાનું ઉચિત નથી. કારણ કે ગંગાજળમાં કૂપજલત્વનો આરોપ કરી રૂદ્ર પાત્ત નાકૃષ્ટસાધનમ્ (આ કૂપજળ અદષ્ટનું સાધન નથી.) ઇત્યાકારક જેને ભ્રમ થયો છે, તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે. તેમ જ કૂપજળમાં આરોપ કરી (ગંગાજળનો) હું નિત્તમકૃષ્ટસાધન - આવો જેને ભ્રમ થયો છે તેને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે અને ગંગાજળમાં ઉચ્છિષ્ટ(એઠાપણું)નો આરોપ કરી ફર્વ માનતં નાકૃષ્ટસાધનમ્ ઇત્યાદિ ભ્રમ જેને થયો છે તેમાં પણ અશિષ્ટત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે અહીં સર્વત્ર ભ્રમાત્મક જ્ઞાન છે; પરંતુ આરોપને લઇને છે અને ભ્રમવાળો શિષ્ટ છે. તેમાં અદષ્ટસાધનતા - વિષયક મિથ્યાજ્ઞાનાભાવવત્ત્વ ન હોવાથી લક્ષણ સંગત થતું નથી.
આ અશિષ્ટત્વનું વારણ કરવા માટે (એટલે કે અવ્યાપ્તિનું નિવારણ કરવા માટે) અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અને નિષેધરૂપે અદષ્ટસાધનતાવિરોધિરૂપના અપુરસ્કારથી અષ્ટસાધનાવિષયક જ્ઞાનની વિવક્ષા કરવી જોઈએ, તેથી અવ્યાતિ નહીં આવે. એક પરિશીલન
૩૦૫
Page #309
--------------------------------------------------------------------------
________________
કહેવાનો આશય એ છે કે અદષ્ટસાધનસાવચ્છેદકરૂપ ગંગાજલવાદિ છે અને કૂપજલત્વ તેમ જ ઉચ્છિષ્ટત્વ વગેરે અષ્ટસાધનતાવિરોધિરૂપ છે. ઉપર જણાવેલા સ્થળે ગંગાજલત્વાદિનો આરોપ કર્યો હોવાથી તે રૂપે તદવચ્છિન્નમાં તાદશ ભ્રમ નથી. તેથી વિવક્ષિત મિથ્યાજ્ઞાનનો અભાવ હોવાથી લક્ષણ સંગત બને છે. પરંતુ આ રીતે અવ્યાપ્તિનું નિવારણ કરવા છતાં બૌદ્ધાદિ લોકોને અદષ્ટસાધનતાવિષયક જ્ઞાન, મિથ્યાસ્વરૂપ હોવા છતાં શયનાદિદશામાં તેનો અભાવ હોવાથી તેને લઈને અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. પૂર્વોક્ત રીતે શયનાદિદશામાં (શ્લો.નં. ૧૮માં જણાવ્યા મુજબ) અતિવ્યાપ્તિનું વારણ કરવા છતાં જ્યારે અદૃષ્ટસાધનતાવિષયક તાદશ મિથ્યાજ્ઞાનના અભાવનો ગ્રહ ન હોય ત્યારે તે વ્યક્તિમાં શિષ્ટત્વનો વ્યવહાર કરવાનું શક્ય નહિ બને. આવા વખતે પ્રશમાદિ લિંગોથી શિષ્ટત્વનો વ્યવહાર સર્વત્ર થઈ શકે છે. તેથી તેવા પ્રકારની દુષ્ટ કલ્પનાનું કોઈ જ પ્રયોજન નથી. ઇત્યાદિ બરાબર જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. મારી સમજણ મુજબ શક્ય પ્રયત્ન પદાર્થ સ્પષ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. ખાસ તો આ શ્લોકમાં અને અઢારમા શ્લોકમાં થોડું અનુસંધાને વધારે કરવાની આવશ્યકતા છે. પૂરતા સાધનાદિના અભાવે એ શક્ય બન્યું નથી. જિજ્ઞાસુઓએ એ માટે યોગ્ય પ્રયત્ન કરી એ ન્યૂનતાને દૂર કરી સમજી લેવું જોઈએ.. ગ્રંથના પરમાર્થ સુધી પહોંચવા માર્ગાનુસારી પ્રજ્ઞા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ન મળે ત્યાં સુધી તે મેળવવા માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ૧૫-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सम्यग्दृष्टिद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૩૦૬
સમ્યગ્દષ્ટિ બત્રીશી : એક પરિશીલન
Page #310
--------------------------------------------------------------------------
________________ Tejas Printers AHMEDABAD M. 98253 47620