Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૫૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે પ્રથમ ભેદનું ઉદાહરણ દેખાડઈ છઈ –
ભૂત નઈગમ “કહિઉ પહિલો, દીવાલી દિન આજ રે; યથા સ્વામી વીરજિનવર, જલહિઆ શિવપુરરાજ રે II૬/ટા (૮૧) બહુ. (ભૂત નઇગમ પહિલો કહિઉ યથા=) જિમ કહિઈ – “આજ દીવાલી દિનનઈ વિષઈ શ્રી મહાવીર (જિનવર) શિવપુરનું રાજ્ય (લહિઆ8) પામ્યા.” ઈહાં અતીત દીવાલી દિનનઈ વિષયઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિઇ છઇં.
વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનનો આરોપ કરિઈ, દેવાગમનાદિ-મહાકલ્યાણભાજનત્વપ્રતીતિ પ્રયોજનનઈ અર્થિ. જિમ “ યાં ધોષ.” ઈહાં ગંગાતટનઈ વિષયૐ ગંગાનો આરોપ કરિઈ છઈ, શૈત્ય-પાવનત્વાદિપ્રત્યાયન પ્રયોજન ભણી.
તો ઈ ઘટમાન છઈ, જો વીરસિદ્ધિગમનનો અન્વય ભક્તિ ભણી પ્રતીતિક માનિઈ. એ અલંકારના જાણ પંડિત હોઈM, તે વિચારજો. *બહુશ્રતો શાસ્ત્રોના જાણ સમજ્યો.* I૬/૮
भूतनैगम आज्ञप्तो दीपावलिदिनेऽद्य रे। यथा वीरजिनेशो हि श्रीशिवराज्यमाप रे।।६/८।।
પ્રથમ નૈગમનયની ઓળખાણ જ શ્લોકાર્થ :- જેમ કે “આજે દીવાળીના દિવસે શ્રીવીર જિનેશ્વર શિવપુરનું રાજ્ય પામ્યા' આવું વચન ભૂતનૈગમ = નૈગમનો પહેલો ભેદ કહેવાયેલ છે. (૬૮)
ભૂત નૈગમનચનો ઉપયોગ તે આધ્યાત્મિક ઉપનય :- કલ્યાણકપર્વની આરાધના દ્વારા ભૂતનૈગમ આત્માને પ્રભુભક્તિમય બનાવે
છે. દીક્ષાના ૧૦ વર્ષ પછી પણ “આજે મારો દીક્ષાદિવસ છે' - આવો વ્યવહાર દીક્ષાતિથિના દિવસે છે થતો જોવા મળે છે. આ ઉપચારથી મહાત્મા પોતાનો ભૂતકાલીન દીક્ષાદિવસ યાદ કરીને ઉપવાસ, A વૈયાવચ્ચ આદિ આરાધના કરવા માટે ઉલ્લસિત થતા હોય છે. આ રીતે આપણા કે મહાપુરુષોના છે. જીવનના ભૂતકાલીન સારા પ્રસંગોને તે તે તિથિના દિવસે યાદ કરી, વર્તમાન વિશિષ્ટ તિથિઓમાં ટો જૂની સુંદર ઘટનાવાળા દિવસનો અભેદ ઉપચાર કરી વર્તમાન કાળે પણ વિશિષ્ટ આરાધનાના માર્ગે
ઉલ્લાસથી આગેકૂચ કરીએ – આ મુજબ ભૂતનૈગમનો ઉપયોગ કરવો. તેનાથી કુમારપાળપ્રબોધપ્રબંધમાં દર્શાવેલ નિરંજન, નિરાકાર, પરમાનંદથી પ્રમુદિત સિદ્ધસ્વરૂપ ઝડપથી મળે. (૬/૮) • કો.(૨)માં “કહિયો' પાઠ. કો.(૪)માં “લહ્યા” પાઠ. જે પુસ્તકોમાં ‘કીજઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. T કો.(૧૩)માં ‘તો’ પાઠ. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે.