Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦૨
પજ્જયત્ન દ્રવ્યારથો રે, જો તુમ્હેં અલગા દિ; *અપ્પિયઅણપ્પિય ભેદથી રે, કિમ ઇગ્યાર ન ઇઢ રે ॥૮/૧૦ (૧૧૮) પ્રાણી. ઈમઈં કરતાં પર્યાયાર્થ, દ્રવ્યાર્થ નય જો તુમ્હેં અલગા દીઠા, અનઈં *ઈમ એ* ૯ નય કહિયા. તો અર્પિત, અનર્પિત એહ ૨ નય (ભેદથી=) અલગા કરી નઈં, ઈમ ૧૧૦ નય* કિમ ન (ઇઠ્ઠ=) વાંછ્યા ? *તિ ભાવાર્થ:।
કૃતિ ૧૧૮મી ગાથાનો અર્થ સંપૂર્ણ.* ૮/૧૦/
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
द्रव्यार्थ- पर्ययार्थौ चेत् तत्र दृष्टौ पृथक् त्वया । अर्पिताsaर्पितौ कस्माद् नेष्येते हि पृथक् त्वया ? ||८ / १० ॥
* દેવસેનમત દોષગ્રસ્ત
શ્લોકાર્થ :- જો નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય તમે જુદા જુદા જોયેલા હોય તો શા માટે તમે (=દિગંબર દેવસેનજી) અર્પિત અને અનર્પિત નયને જુદા નથી માનતા ? (૮/૧૦) * પ્રમાણથી દૂર ન જઈએ
આધ્યાત્મિક ઉપનય :- પ્રમાણદૃષ્ટ અનન્તધર્માત્મક વસ્તુમાં અલગ અલગ ગુણધર્મોનો નિર્ણય નયના માધ્યમથી થાય છે. મતલબ કે નયનો ઉપયોગ પ્રમાણની નજીક જવા માટે, અભિમુખ થવા માટે છે. તેથી નયોનો વિભાગ એવો ન હોવો જોઈએ કે જેના લીધે પ્રમાણની નજીક જવાના બદલે વસ્તુસ્વરૂપના નિર્ણયના માર્ગમાં ગૂંચવણ ઉભી થાય. આ પ્રમાણે અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. તેનાથી આધ્યાત્મિક બોધપાઠ એટલો લેવા જેવો છે કે કોઈ પણ આચાર-વિચાર કે ઉચ્ચારના પ્રારંભપૂર્વે આપણને એટલું તો સ્પષ્ટ ખ્યાલમાં હોવું જ જોઈએ કે આના દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ ? આનું પરિણામ શું આવવાનું છે ? થોડોક લાભ મેળવવા જતાં વધુ નુકસાન તો નથી થવાનું ને ? આપણે જે મેળવવા માંગીએ છીએ તેનો આ યોગ્ય ઉપાય છે કે કેમ ? આનાથી વધુ સારો ઉપાય શું શક્ય છે ખરો ? વધુ સારા ઉપાયને અજમાવવામાં વર્તમાનના સંયોગો સાધક છે કે બાધક છે ?... ઈત્યાદિ બાબતોનો વિચાર કરીને જ કોઈ પણ કાર્ય શરૂ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. તેવા પ્રકારની સમજણના સામર્થ્યથી મહામુનિ તત્ત્વાર્થસૂત્રહારિભદ્રીવૃત્તિમાં વર્ણવેલ (૧) અવ્યાબાધસુખ સ્વરૂપ, (૨) અનંત, (૩) અનુપમ, (૪) પરમાર્થ સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવે છે. (૮/૧૦)
× મ.માં ‘અપ્પિયણપ્પિય' પાઠ. B(૨)નો પાઠ લીધેલ છે.
*...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
• કો.(૯)માં ‘એકાદશ' પાઠ.
× કો.(૧૩)માં ‘નયમાંહિ અર્પિત' પાઠ.