Book Title: Dipalika Kalpa Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 277
________________ परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२४९ તે વખતે છ વર્ષની ઉંમરની સ્ત્રીઓ ગર્ભ ધારણ કરશે તથા કષ્ટથી તેઓને પ્રસૂતિ થશે અને વીશ વર્ષના આયુવાળા પુરુષો (પોતાના) પુત્રપૌત્રાદિકને જોશે. (૩૧૩) એ રીતે છઠ્ઠા આરામાં એકવીશ હજાર વર્ષો સુધી અત્યંત કષાયવાળા તથા માતાપિતા પ્રત્યે વિવેક વિનાના પુરુષો થશે. (૩૧૪) દશ ભરતોમાં તથા દશ ઐરાવતોમાં સરખો દુઃષમકાળ પ્રવર્તશે અને ઉત્સર્પિણીમાં પહેલો આરો પણ તેના સરખો થશે. (૩૧૫) વળી તે ઉત્સર્પિણીમાં છઠ્ઠા આરાસરખો પહેલો આરો ગયા પછી શાંત થયેલ છે ઉપદ્રવોનું ચક્ર જેમાંથી એવો બીજો આરો શરૂ થશે. (૩૧૬). તે બીજો આરો બેસતાં નીચે જણાવ્યા મુજબ અનુક્રમે પાંચ પ્રકારના મેઘ વરસશે, તેમાં પહેલો પુષ્કરાવર્ત નામનો મેઘ વરસશે, કે જે પૃથ્વી પરના તાપને દૂર કરશે. (૩૧૭) પછી ધાન્ય નિપજાવનારો ક્ષીરોદક નામનો વરસાદ વરસશે, પછી ચીકાશ કરનારો ઘનોદક નામના વરસાદ વરસશે, પછી ઔષધિઓને ઉપજાવનારો સુધોદક નામનો વરસાદ થશે, પછી પૃથ્વીમાં રસ કરનારો રસોદક નામનો વરસાદ થશે. (૩૧૮) એ રીતે પાંત્રીસ દિવસો સુધી વરસાદની વૃષ્ટિ થશે અને તેથી વૃક્ષો ઔષધિઓ લતાઓ, વેલડીઓ તથા ધાન્યાદિક પોતાની મેળે ઉત્પન થશે. (૩૧૯) પછી વૃદ્ધિ પામતાં છે શરીર, રૂપ, બળ, આયુ તથા સંપદા જેમની એવા તે બિલવાસી મનુષ્યો તે જોઈને બિલોમાંથી બહાર નીકળશે. (૩૨) પછી પુષ્પ, ધાન્ય તથા ફળોનો આહાર કરતા તેઓ અભક્ષ્યનો આહાર તજી દેશે અને નિરોગી થશે અને વાયુ, જલ તથા ઋતુઓ સુખકારી થશે. (૩૨૧) પછી બીજા આરાને છેડે પૃથ્વી પર મધ્યદેશમાં નીચે જણાવ્યા મુજબ અનુક્રમે સાત કુલકરો થશે. (૩૨૨) પહેલો વિમલવાહન નામનો, બીજો સુદામ, ત્રીજો સંગમ, ચોથો સુપાર્થ, પાંચમો દત્ત, છટ્ટો સુમુખ અને સાતમો સમુચિ નામે થશે. (૩૨૩) તેઓમાંથી થયેલ છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવો વિમલવાહન રાજા રાજ્ય સ્થાપવા માટે ગામ તથા નગરાદિક સ્થાપશે. (૩૨૪) વળી તે પોતાના) નોકરો મારફતે હાથી, ઘોડા, રથ તથા પાયદલાદિકનો સંગ્રહ કરશે, તથા અગ્નિ ઉત્પન્ન થવાથી તે અનાજ પકવવાની વિધિનો ઉપદેશ કરશે. (૩૨૫) વળી તે રાજા વ્યવહાર પ્રવર્તાવવા માટે લોકોને બહોતેર કળાઓ, લિપી, તથા એકસો જાતનાં શિલ્પો શીખવાડશે. (૩૨૬) પછી તે ઉત્સર્પિણીના બે આરાઓ અને નેવ્યાશી પખવાડીયાંઓ ગયા પછી શતદ્વાર નામના મનોહર નગરમાં સમુચિરાજાની, (૩૨૭) D:\chandan/new/kalp-p/pm52nd proof

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304