Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ૐ અર્જ ભૂમિકા. ૧. ચરિત્ર લખવાને હેતુ– જગવન્ત પરમાત્મા મહાવીર દેવે સામાયિકધર્મસ્વરૂપ સનાતન સત્ય એ જૈન ધર્મ રૂપી સદા જગપ્રકાશક રત્નપ્રદીપ પ્રગટ કર્યો. તેની રક્ષા, પ્રચાર અને આંતર તથા બાહ્ય વ્યવસ્થાને માટે પ્રવચનાદિક સકળ સામગ્રી સહિત અપ્રતિહત શાસન તંત્ર રૂપ મહાતીર્થ સંસ્થા પણ સ્વહસ્તે જ સ્થાપી. તે એવી રીતે કે સત્પાત્ર (ભવ્ય) જીવાત્માઓને એ રત્નપ્રદીપને પ્રકાશ સુલભ અને સુગ્રાહ્ય થઈ શકે. માટે જ–તીર્થ સ્થાપનાર હોવાથી જ એ દેવાધિદેવ પરમ પુરુષ તીર્થંકર કહેવાય છે. એ રત્નપ્રદીપ અને તત્રક્ષક તીર્થ એ બન્ને પરમ મિલ્કત આપણને ઘણે અંશે વારસામાં મળેલી છે. તેમાંથી આપણે લાભ ઉઠાવીએ છીએ. માટે એ વારસે આપણું જીવનમાં બરાબર જળવાઈ રહે અને તેને આપણે જરા પણ ઓછો ન થવા દેતાં, જેમ બની શકે તેમ છે ને તે આપણી પછીની ભાવિ પ્રજાને આપી શકીએ તેવી આપણે તૈયારી હોવી જ જોઈએ.આજના પ્રત્યેક જૈન બાળકનું એ ખાસ કર્તવ્ય છે, એ બરાબર દરેકે યાદ રાખવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 250