________________
દરેક જિનમંદિરમાં ઉપાશ્રયમાં કે ઘરમાં ધાર્મિક બાબતને લગતું એવું એકાદ પુસ્તક તે જરૂર હશે કે જેના ઉપર “શા. વેણચંદ સુરચંદ, મેસાણુ” એટલા અક્ષરે તે હેજ
આજે આ ધર્મવીર અને અનન્ય જૈન શાસન સેવક પુરૂષ આ ભૂમિપર જો કે વિદ્યમાન નથી, પરંતુ તેના સત્કૃત્યે જૈન. છે. મૂ. શાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે દીર્ધકાળને માટે કેતરાઈ ચૂક્યા છે.
તેમના પંચત્વને લીધે, જૈન સંઘમાં એક જાતથી તીવ્ર કમળ લાગણી જે પ્રમાણમાં હાલ ફેલાઈ રહેલી જોવામાં આવે છે, તે ઉપરથી તેમના જીવનનું મહત્વ અને વજન કેટલું હતું? તે જણાઈ આવ્યું છે.
આ ઉપરથી આ વ્યક્તિ કોણ? અને તેની કૃતિઓ કઈ કઈ છે? તે વિષે સોપાંગ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ જનસમાજમાં ઉત્પન્ન થાય, એ સ્વાભાવિક છે. ૨. ખાસ પરિચય–
જે જે મુનિ મહારાજાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, અને સહવાસીઓ વેણચંદભાઈના નિકટ પરિચયમાં આવ્યા છે, તેઓને પાકી ખાત્રી થઈ છે કે-વેણચંદભાઈ એટલે હિંદમાં જ નહીં, પરંતુ બહારના દૂર દૂર પ્રદેશમાં પણ જૈન જગતમાં મહેસાણને પ્રખ્યાતિમાં લાવનાર પુરૂષ. દિન રાતને વિચાર કર્યા વગર સપ્ત પરિશ્રમ ઉઠાવી કાર્ય કરનાર એક કર્મવીર ચતરફ છવાચેલ નિરાશારૂપ અંધકારમાં પણ આશાનું કિરણ પ્રગટાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com