Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 237
________________ અધ્યાય ૨૭ મેચિત્તરંજનીવૃત્તિ ૧૮૧ સર્વ ઉપનિષદોને ઉદેશ બ્રહ્માનંદની પ્રાપ્તિનો છે, એ વાતને હું અસ્વીકાર નથી કરતો પરંતુ તે જ્ઞાન તથા ધ્યાનમય ધર્મમાં ચિત્તરંજિનીવૃત્તિને ખીલવવાની કોઈ વ્યવસ્થા દર્શાવવામાં આવી હોય એમ મારા જાણવામાં નથી. + બૌદ્ધોમાં ઉપાસના નથી. બૌદ્ધો સતને જ માનતા નથી તો પછી તેમના ધર્મમાં આનંદહેજ કયાંથી ઋગ્વદ,ઉપનિષદ્ તથા બૌદ્ધ એ ત્રણે ધર્મોમાંથી એકકે ધર્મ સાચ્ચદાનંદપ્રયાસી હિંદુજાતમાં સંપૂર્ણ સ્થાયીરૂપે નભી શક્યો નહિ, પરિણામે એ ત્રણે ધર્મનો સારભામ ગ્રહણ કરી પૌરાણિક હિન્દુધર્મ બહાર આવ્યો. આ પૌરાણિક ધર્મમાં સતની ઉપાસના, ચિતની ઉપાસના - તથા આનંદની ઉપાસના બહોળા પ્રમાણમાં છે. તેમાં પણ ખાસ કરીને આનંદભાગ વિશેષરૂપે સ્મૃતિ પામે છે, અને એટલાજ માટે તે જાતીય ધર્મતરીકેનું અચળ સ્થાન હજી પણ સાચવી રહ્યો છે. કોઈ પણ વિજાતીય અસંપૂર્ણ ધર્મ તેના ઉપર હુમલો કરીને હજીસુધી ફાવી ગયો નથી. આજકાલ જેઓ ધર્મસંસ્કાર અર્થે પ્રયન કરી રહ્યા છે તેઓએ આ એક વાતનું નિરંતર સ્મરણ રાખવું જોઈએ કે ઈશ્વર જેવી રીતે સતરૂપ છે, જેવી રીતે ચિતરૂપ છે તેવી જ રીતે આનંદસ્વરૂપ પણ છે. માટે જ્યાં સુધી ચિત્તરંજિનીવૃત્તિઓના અનુશીલનની વિધિ તથા ઉપાય દર્શાવવામાં ન આવે ત્યાં સુધી સંસ્કાર પામેલા ધમ પણ કદાપિ સ્થાયીરૂપે ટકી શકે નાહ. શિષ્ય:–પરંતુ પૌરાણિક હિંદુધર્મમાં આનંદનો ભાગ હદ કરતાં વધારે છે, અને તેથી આનંદની યથાયોગ્યતા સચવાઈ નથી એ સંબંધે આપને શું અભિપ્રાય છે? ગુરુએ વાત સત્ય છે. હિંદુધર્મમાં અનેક જાળાં-ઝાંખરાં બાઝી ગયાં છે માટે અને દુઃખમાત્રની આત્યંતિકી નિવૃત્તિને માટે તે કર્મ ઉપાસનાદિ સાધન કહેલાં છે. સાધન એજ સાપ્ય નથી, મુંબઇની ટીકીટ લઇ રેવેના ડબામાં બેઠા, તે ડબેજ મુંબઈ નથી કે તેમાં મુંબઇને અનુભવ થાય. એમાં તે ઉલટું ઘરમાં સુખ સગવડ હશે તેટલાં પણ નહિ મળતાં કેટલુંક કષ્ટ પણ વેઠવું પડશે; અને મુંબઈ તે તે સમયે માત્ર ઉદેશમાં સમાયેલું રહીને તેનો સાક્ષાત્કાર તે એ પ્રયત્નની છેવટેફળરૂપે જ થવાને. અબાનાં થડ, ડાળ, પાંદડાં, વગેરેમાં કેરીનો સ્વાદ ન જ હોય, પણ ઉલટી તુરાજ હોય. એ બધાંથી આગળ વધી ડાળની છેવટે પહોંચવાથી જ કરી અને તેને ઉમદા સ્વાદ મેળવી શકાય. આવી રીતે વિચાર કરવાથી સમજાશે કે ઉપનિષદે ઉપદેશેલા ધર્મમાં આનંદનો અભાવ નથી પણ આનંદ તે (કેવળ આનંદ જ નહિ પણ અનંત પ્રકારની અનુપમ અતુલ્ય મહત્તાઓ) તેના ઉદેશમાં અને ફળમાં રહેલાજ છે; અને એ સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાના શિક્ષણથી જ ગીતા ઉપનિષદ્ ભરપૂર છે. બાહ્ય પદાર્થોદ્વારા મેળવી શકાતા આભાસમાત્ર વિષયાનંદ કે જેની ઈચ્છાવાળાને બ્રહ્મવિદ્યામાં અધિકારજ નથી એમ એ વિદ્યાના ગ્રંથે પ્રથમથી જ કહી દે છે. તેમા-ગીતા ઉપનિષદાદિમાં વિષયાનંદનું શિક્ષણ કે વ્યવસ્થા ન હોય એ તે સ્વાભાવિક જ છે. સંપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248