Page #1
--------------------------------------------------------------------------
________________
૧૦
ss
விலை
ના વિવિધરંથમાળા વર્ષ૧૪મું. એ છે કે ચાલુ૧૯૮૮૦માં પૃષ્ઠ ૧૫૦૦ થાંક ૧૬૭ થી ૧૬૮
મુલ્ય રૂ. ૪પાકાંપ, માફ
જ જમતત્વ बंगसाहित्यसम्राट बाबुबंकिमचंद्रना.
जीवनवृत्तांत सहित
અનુવાદક ભીમજી હરજીવન-ઉપના સુશીલ,
સ્થળઃ મઢડા (કાઠીયાવાડ)
सस्तुं साहित्य वर्धक कार्यालय तरफथी । સંપાદક અને પ્રકાશકઃ ભિક્ષ-અખંડાનંદ
સ્થળ-અમદાવાદ અને મુંબઈ
આવૃત્તિ પહેલી, પૃષ્ઠ ૨૪૮, પ્રત ૦ર૦૦, સં. ૧૯૮૦.
મૂલ્ય છે, પાક ના
sal
Ass
CG
LIST
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
“ સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન
.
અમદાવાદ સસ્તું સાહિત્ય મુદ્રણાલય માં ભિક્ષુ: અખડાનદના પ્રખ ધયો મુદ્રિત
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૨૦
नवां पुस्तको नीकळ्यानी तथा बीजी खास सूचनाओ
૧–વિવિધ ગ્રંથમાળાના આ ૧૬–૬૮ મા અંકની સાથે તેનું ચદમું વર્ષ સમાપ્ત થાય છે. આ સં. ૧૯૮૦ ના વર્ષને પૃષ્ઠમેળ નીચેની વિગતે ૧૫૦૦ ને બદલે ૧૬૦૦ ને થયો છે. ઉપરાંત છ ચિત્રો પણ વધારામાં. અંક પુસ્તકનું નામ
ફરમા પ્ર૪ ચિત્ર ૧૫૭ થી ૧૬. સ્વામી રામતીર્થ-ગ્રંથ ૩ જે ૩રા ૧૬૧ થી ૧૬૬ મહાન નેપોલિયન પરા ૮૪૦ ૬ ૧૬૭ થી ૧૬૮ ધર્મતવ
૧૨ા ૨૪૮
કુલ–૧૦૦ ૧૬૦૮ ૬ ૨–ચાલુ રણને અનુસરીને આ પુસ્તક સં. ૧૯૮૧ ના લવાજમ બદલ ગ્રાહકે તરફ વી. પી. થી મેલાશે. આ વી. પી. સ્વીકારી લઈ ગ્રાહકમાં ચાલુ રહેવાની ઇચછી છતાં પણ કોઈ ખાસ કારણથી યા ગફલતથી જેમનું વી. પી. પાછું વળે તેઓ જે પિતાનું વાર્ષિક લવાજમ ત રદ ગયેલા પિસ્ટેજ ઈ, બદલના પાંચ આના મેલી આપશે, તે આ પુસ્તક તેમને તરતજ મોકલી અપાશે. લવાજમ રૂબરૂમાં ભરીને પુસ્તક લઈ જનાર પાસેથી માત્ર નામને એકજ આનો વધુ લેવાશે. ૩–નીચેનાં પુસ્તકોની નવી આવૃત્તિઓ છપાઈને તૈયાર થઈ ચુકી છે. નામ
કદ ઈચ પૃષ્ઠ પૂઠાં મૂલ્ય ગિરધરકૃત રામાયણ-કવિના ચરિત્ર સાથે ...પાણx૯ – ૭૫૦ પાક રા , અખાની વાણ-મનહરપદસહિત..............૫૪૮ ... ૫૦૦ પાકો ૧ સુબેધક નીતિકથા–બિરબલકૃત. ............પા૭ી .. ૧૮૪ સાદાં છત્ર , બેંકિમ નિબંધમાળા-ધર્મતત્તવ સાથે, પા×૮ ... ૫૮૦ પાક ના
એ પુસ્તક વિષે વધુ માહિતિ આ પુસ્તકની છેવટે જાહેર ખબરમાં આપી છે. ભારતનાં સ્ત્રીરને–ગ્રંથ પહેલે....... પા૪૮.....૭૧૨ પાકાં | E - ભારતનાં સ્ત્રીરત્ન-ગ્રંથ બીજો.......... ....... ૬૪૦... ,, | E ભારતનાં સ્રીરો – ગ્રંથે ત્રીજે.......... ..... ૬૫૦ ,, |
ઉપલા પૈકી સ્ત્રીરત્નોના બે ગ્રંથ તૈયાર હોઈ ગ્રાહકને તરતજ અપાશે અને મૂલ્ય ત્રણે ગ્રંથનું લેવાશે. ત્રીજો ગ્રંથ એકાદ બે માસમાં તૈયાર થતાં પ્રથમ ખબર આપીને પિસ્ટેજ જેટલી રકમનું વી. પી. કરીને એકલી અપાશે.
૪–ઉપલાં સર્વ પુસ્તકોનું મૂલ્ય આવતી હેળી સુધી ૧૦ થી ૧૨ ટકા ઓછું લેવાશે. ૫–ઉપલું મૂલ્ય અમદાવાદનું જ હોઈને મુંબઈ માટે સહજ વધુ હોય છે. ૬–પઢીયારકૃત સ્વર્ગનાં કેટલાંક પુસ્તકે હળી સુધીમાં છપાઈ જશે.
હ–સં૧૯૮૧ થી વિવિધ ગ્રંથમાળામાં નીચે પ્રમાણે એક નવીન વર્ગ ઉમેરી તેદાર મહાન સ્ત્રી પુરૂષોનાં જીવન ચરિત્ર તથા સંતમહાત્માઓની બોધપ્રદ વાણીને લગતાં પુસ્તકે પ્રસિદ્ધ કરવાનું રાખ્યું છે, તે તરફ પ્રત્યેક વાંચનારનું ધ્યાન ખેંચીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
विविध ग्रंथमाळामां नवा वर्षथी उमेरानार नवीन वर्ग
>
આગલાં વરસામાં ‘વિવિધ ગ્રંથમાળા ' ની સાથે સાથે ‘ચરિત્ર માળા' પણ આ સંસ્થા તરફથી ચાલતી હતી, અને સ૦ ૧૯૭ર સુધીનાં પાંચ વર્ષ ચાલુ રહ્યા પછી છપાવવાની અવગડ વગેરેને લઇને તે બંધ કરવી પડી હતી. એ પછી ગઇ સાલથી વિવિધ ગ્રંથમાળાના પેટામાં એકાદ જીવન ચરિત્રનું પુસ્તક પણ અપાતું રહે છે; પર ંતુ તેને બદલે અન્ય પુસ્તકા એછાં અપાય છે. વળી સંત મહાત્માઓની વાણી પ્રસિદ્ધ કરવાની ધારણા અનેક વર્ષોથી ચાલી આવે છે તેના તા એમાં વારાજ આવવા મુશ્કેલ છે.
-
ઉપર પ્રમાણે હકીકત હાવાથી તેમજ સંસ્થાનું પેાતાનુ પ્રેસ થતાં છપાવવાની મુશ્કેલી દૂર થવાથી નવા-૧૯૮૧–ના વર્ષથી વિવિધ ગ્રંથમાળાના પેટામાં નીચે મુજબને એક નવા વર્ગ અથવા વિભાગ જારી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અર્થાત્ સ૦ ૧૯૮૧ ના કાર્તિકથી ‘વિવિધ ગ્રંથમાળા’ માં નીચેના એ વઞ રહેશે. ચાલુ વ`:-આ વર્ગ ‘ પહેલા વિભાગ ’ ના નામથી પણ ઓળખાશે. વિવિધ ગ્રંથમાળામાં હાલ જે ગ્રાહકેા ચાલુ છે; તેઓ સ` આ · ચાલુ વર્ગ'માં એટલે કે ‘ પહેલા વિભાગ ’ ના ગ્રાહક ગણાશે. એમાં વિવિધ વિષયનાં પુસ્તકે અપાતાં આવ્યાં છે, તેજ પ્રમાણે અપાતાં રહેશે. વળી સ૦ ૧૯૮૦ ના વર્ષથી મોટાકદનાં પૃષ્ઠ આપવાનું જારી થયું છે, તે પણ જારી રહીતે ઈંચ પા×૮ તથા પ×૯ ના કદનાં મળીને ૧૫૦૦ પૃષ્ટનાં પુસ્તકા એક વર્ષીમાં અપાતાં રહેશે. નવીન વ–આ વર્ગ ‘ બીજો વિભાગ ’ એવા નામથી પણ ઓળખાશે. આ વમાં દેશવિદેશનાં મહાન સ્ત્રી પુરૂષોનાં જીવનચરિત્ર, સંતમહાત્માઓની ઉપકારક વાણી, અને બની શકશે ત્યારે ત્યારે ચાલુ જમાનાના કવિઓની શ્રેષ્ઠ કવિતાઓ પણુ અપાશે. વળી કાઇ કાઈ વખત સાત્ત્વિક કાટીની નાની માટી ઉપકારક વાર્તાઓ આપવાના યામ હશે ત્યારે તે પણ અપાશે. આ ખીજા વર્ગનાં ગ્રાહકેાને પણ પડેલા વંની પેઠેજ દર વર્ષે ( પા×૮ અને પુત્ર ના કદનાં મળીને) ૧૫૦૦ પૃષ્ટનાં પુસ્તકા અપાતાં રહેશે; તેમજ વાર્ષિક મૂષ પણ પહેલા વર્ગ પ્રમાણેજ-એટલે કે સાદાં પૂર્વ માટે રૂ. ૪) અને પાકાં પૂઠાં માટે રૂ. ૫) તથા પેસ્ટેજ મા રહેશે.
અન્ને વર્ગમાં ગ્રાહક થનાર પાસે કુલ રૂ. આઠ ને બદલે સાત અને પાિ પૂર્ડ સાથે દશ તે ખલે નવ રૂપીયા લેવાશે. પેસ્ટેજ માર્કે
સુચના પહેલી—ઉપર જણાવેલી ખીજા વર્ગ માટેની યોજના, તેમજ બન્ને વર્ગોમાં ગ્રાહક થનાર માટે એવું લવાજમ લેવાની ચેાજના માત્ર એક વર્ષ માટે અજમાયશી સમજવાની છે. ગ્રાહકાની સાષકારક સંખ્યા એ સમય દરમીન થયેલી જણાશે, તાજ તે યેાજના તથા ધેારણુ ચાલુ રહેવા સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સૂચના બીજી—આ નવીન વર્ગમાં ગ્રાહક થવા ઈચછનારે તે વર્ગનું ઉપર જણાવ્યા મુજબનું વાર્ષિક મૂલ્ય રૂબરૂ અથવા મનીઓર્ડરથી પહોંચાડવું; અથવા તે એ વિભાગનું પહેલું પુસ્તક “પ્રીતમની વાણું ”કે જે એકાદ માસમાં તૈયાર થનાર છે, તે વી. પી. થી મોકલવા લખવું. નવીન વિભાગમાં ગ્રાહક થનાર જે ચાલુ વિભાગમાં પણ ગ્રાહક હોય તે તેને લગતે રજીસ્ટર નંબર લખી મોકલાવે. એટલે તેની પાસે બંને વિભાગમાં ગ્રાહક થવા બદલ રૂ ૧) એ લેવાશે.
शुद्धिपत्र
પંક્તિ
અશુદ્ધ
હાય
હાય
અધર્મની નિર્વાહમાંથી પરકાળ સર્વાગીને
અધમની નિહર્તામાંથી પરકાળે સ્વંગીન
४७
૪૮
૫૫
મ
૭૧
દેશના
૮૮
૧૧૨ ૧૧૫ ૧૨૮
થન બાહના
બોહના કરશે
કરશો
એમ એટનાજ
એટલાજ ભક્તિવાન
ભક્તિવાદ પછીની ત્રણ બાળબોધી પંક્તિઓ જ માત્ર ટીપણુંરૂપે છે, માટે તેને જ પૃષ્ઠને છેડે મૂકીને ટીપણી. તરીકે વાંચવી, અને એની નીચે જે ગુજરાતી લીટીઓ છે તે ચાલુ લખાણ તરીકે સમજવી. કહેવાથી
કરવાથી વિના
વિના પિતાની
પિતાની
૧૩૨ ૧૪૬ ૧૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
प्रकाशकनुं निवेदन
-
'
આ સંસ્થા તરફથી જે મહાન સાહિત્યસેવકની કૃતિએ અગાઉ (સ. ૧૯૭૩ ખંકિય નિબંધમાળા' રૂપે પ્રસિદ્ધ થએલી, તેએજ આ ધર્મતત્ત્વ ' ના મૂળ લેખક છે. તેમનું સરકારી ઉપાધિસહિત નામ “રાય ખહાદુર ખંકિમચંદ્ર છત્રછ (ચેટરજી) સી. આઈ. ઇ.” હતું. અસામાન્ય સાહિત્ય સેવાને લીધે જનસમૂડમાં તેએ ‘ખગ સાહિત્ય સમ્રાટ્' ના નામથી વિશેષ વિખ્યાત છે. તેમની વિદ્વત્તા જેમ અસામાન્ય અને બહુદેશી હતી; તેમ તેમનામાં લેખનશક્તિ અને ચારિત્ર્ય ખળ પણ અસામાન્ય હતાં. સામાજીક બાબતેાના તેએ જેટલા ઊંડા અભ્યાસી અને વિચારક હતા, તેટલેાજ તેમના ધા`િક અભ્યાસ અને વિશ્વાસ પણ "ડા હતા. દેશના સામાન્ય જનવની અનેકવિધ અવદશા અને અજ્ઞાન તેઓને જણાઈ ચૂક્યાં હતાં; તેમ શિક્ષિત લેકા પશુ વિદેશી અને વિધર્મી સત્તાના શિક્ષણ અને સંસ્કૃતિથી અંજાઇ જને નાજુક, તેમજ આધથી અજ્ઞાત અને વિમુખ થતા ચાલે છે; એ પણ તે જોઇ શકયા હતા. ક્રિમનું દેશભક્ત હૃદય આવી સ્થિતિ જેષ્ટને દ્રીભૂત થાય અને ઉંડ! અભ્યાસ તથા લાંબા અનુભવના ફળરૂપે પેાતાને પ્રાપ્ત થયેલા કલ્યાણકારી ધાર્મિક વિચારે પેાતાના દેશબ એને પહાંચાડવાને તેઓ પ્રેરાય એ સ્વાભાવિકજ છે.
C
કૃષ્ણચરિત્ર ' અને ‘ ધર્મતત્ત્વ ' નામક તેમના બન્ને ગ્ર ંથા એવી ઉચ્ચ પ્રેરણા અને ઊંડા ધાર્મિક અભ્યાસનું જ પરિણામ છે. ‘ કૃષ્ણુચરિત્ર’ માં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મહિમા જે અપૂ રીતે દર્શાવી આપ્યા છે; તેવા અત્યાર સુધી ખીજા કાઇએ દર્શાવેલા જણાયા નથી. ધર્મતત્ત્વ' માં તેમણે વિશુદ્ધ પ્રભુભક્તિ તેમજ નિષ્કામ કર્મોનાં ઊંડાં રહસ્યા ઉકેલી બતાવવા પ્રયત્ન કર્યાં છે; અને શુખ્રિ સ્તની અસામાન્ય શ્રદ્ધા, આત્મભાગ, સ્વાત્યાગ, તેમજ લેાકહિતાવહતા કરતાં ભારતીય પ્રદુાદની ચેગ્યતા એ સર્વ ભાખતામાં કેવી અનુપમ છે; તે લંબાણુથી તેમજ અસરકારક રીતે તેમણે સમજાવ્યું છે.
ખકિમકૃત ‘કૃષ્ણચરિત્ર’ આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ કરીને વિશેષ પ્રચલિત થાય તેમ કરવાના ઇરાદો અનેક વર્ષોથી છે; પરંતુ તેને શ્રીયુત કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીકૃત અનુવાદ લાંબા સમયથી નીકળી ચૂકેલા હૈાવાથી એ બાબત ત્વરાથી હાથ ધરવાની કાળજી ઉપજી નથી.
આ ‘ધર્માંતત્ત્વ ’તે। અનુવાદ શ્રીયુત સુશીલે જે કાળજીથી તૈયાર કર્યો છે તેને માટે તે ધન્યવાદને પાત્ર છે.
કિમ નિમંધમાળા’ની પહેલી આવૃત્તિ સાથે રાયલ દરોક પૃષ્ઠનું ગ્રંથકર્તાનુ' જે છેક ટુંકું વૃત્તાન્ત અપાયલું; તેના કરતાં ખીજી આવૃત્તિ માટે છ સાત ગણા વિસ્તારવાળુ રસપ્રદ વૃત્તાન્ત યેાજાયલું હોવાથી, અને એમાં તેમની અસામાન્ય નિડરતા, ન્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રિયતા, તા, સત્ય પ્રત્યેનો પ્રેમ, વડીલો પ્રત્યેને પૂજ્યભાવ, વગેરે દર્શાવનારા
અનેક બોધપ્રદ બનાવે વર્ણવેલા હોવાથી એ વૃત્તાંત આ ધર્મતત્વની સાથે પણ જોડવામાં આવ્યું છે.
ધર્મતત્વ ' અથવા તે કોઈ પણ ગ્રંથમને એકે એક વિચાર તો સર્વ કાઈને સંમત નજ થાય, પરંતુ બંકિમ બાબુ જેવા સમર્થ વિદ્વાને આ ગ્રંથમાં જે ઉદ્દેશથી, જે ઢબથી અને જે બુદ્ધિમત્તાથી ધાર્મિક વિચારે ગુંથ્યા છે, તે જોતાં આજે તે લખાયાને ૩૬ વર્ષ થઈ જવા છતાં પણ હિંદુધર્મના અનુયાયીએને માટે તેમજ શિક્ષિત યુવકવર્ગને માટે તેની એકંદરે ઉપકારકતા તો પ્રત્યેક વિચારકને સ્વીકારવી જ પડશે.
આવું ઉપયોગી પુસ્તક ભેટ તેમજ લહાણીતરીકે પુષ્કળ ફેલાય તેમ હોવાથી તેની બેએક હજાર પ્રત વધુ છપાવી છે, અને સામટી પ્રત લેનારને તે પિણી કિંમતે અપાશે.
શરપૂર્ણિમા. સં. ૧૯૮૦ આ સાથેના શુદ્ધિપત્ર મુજબ સુધારી લીધા પછી જ પુસ્તક વાંચવું.
૨૦
बंकिम बाबुनी धर्मतत्त्वनी भूमिकानो अनुवाद
પ્રસ્તાવનામાં પુસ્તક સંબંધી જે બે બોલ કહેવામાં આવે છે, તે મેં પુસ્તકની અંદર કહેલા છે. જેમાં માત્ર પ્રસ્તાવના જેદને જ પુસ્તક વાંચવા કે ન વાંચવાના નિર્ણય ઉપર આવે છે, તેઓ આ પુસ્તક વાંચે એ સંભવ ઘણો જ ઓછો રખાય. તેટલા સારૂ ભૂમિકામાં મારે વિશેષ લખવાનું પ્રયોજન નથી.
પહેલા દશ અધ્યાયજ એક પ્રકારની ભૂમિકારૂપે છે. અનુશીલન તત્વ સંબંધમાં મુખ્ય વાત જે લખવાની છે, તે અગિયારમા પ્રકરણથી શરૂ થાય છે. પહેલા દશ અધ્યાય નીરસ અને વચ્ચે વચ્ચે કંટાળો આપે તેવા છે. એ દોષને સ્વીકાર કરે એજ આટલી ટુંકી ભૂમિકા લખવાને હેતુ છે. સાતમો અધ્યાય સૈથી વધારે નીરસ છે, તેથી જે વાચકોને તે અધ્યાયમાં કંયળો આવે તેઓ તેને છેડી દેશે તો ચાલશે.
મુખ્યત્વે આ ગ્રંથ કેળવાયેલા વાચકવર્ગને સારૂ લખવામાં આવ્યો છે. તેટલા સારૂ સઘળી બાબત દરેક સ્થળે ખુલાસાવાર સમજાવી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
अनुक्रमणिका
•
૧ થી ૪૮
(
૨૮
૨
૩૭
પપ
અધ્યાય
બાબુ બંકિમ ચંદ્રનું સંક્ષિપ્તવૃત્તાન્ત .. ૧ લે–દુઃખ એટલે શું ? ૨ જે–સુખ એટલે શું? ૩ જે—ધર્મ એટલે શું ? ૪ –મનુષ્યત્વ એટલે શું? ૫ મે--અનુશીલન ૬ –સામંજસ્ય ૭ મો–સામંજસ્ય અને સુખ ૮ મો–શારીરિકવૃત્તિ ૮ –નાનાર્જની વૃત્તિ ૧૦ મે–મનુષ્યભક્તિ ૧૧ મે-ઈશ્વરભક્તિ ૧૨ મો-ઇશ્વરભક્તિ-શાંડિલ્ય ૧૩ મે–ભગવદ્દગીતાને સ્થૂલ ઉદ્દેશ ... ૧૪ મે–ભગવદ્દગીતા-કર્મયોગ ૧૫ મે–ભગવદ્દગીતાનું જ્ઞાન ૧૬ મે–ભગવદ્દગીતાને સંન્યાસ ... ૧૭ મે–ભક્તિ-ધ્યાન-વિજ્ઞાનાદિ ૧૮ મ–ભગવદ્દગીતાનો ભક્તિયોગ ૧૯ –-ઈશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ ૨૦ મે–ભક્તિનું સાધન ૨૧ મે–પ્રીતિ ૨૨ મે–આત્મપ્રીતિ ૨૩ મ–સ્વજનપ્રીતિ ૨૪ મે–સ્વદેશપ્રીતિ ૨૫ મે–પશુપ્રીતિ ર૬ મે–દયા ૨૭ મે ચિત્તરંજની વૃત્તિ ૨૮ મ–ઉપસંહાર
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૧૦૦ ૧૦૪, ૧૦૮
૧૧૫ ૧૨૯ ૧૩૭ ૧૪૭ ૧૫૫ ૧૬૪ ૧૬૮
૧૭૭
૧૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
बाबु बांकिमचंद्रनुं संक्षिप्त वृत्तांत *
'ગાળાના ચાવીસ પરગણા જીલ્લામાં ગંગાકિનારે આવેલાં ‘કાટાલપાડા' નામે ગામમાં અનેક પ્ર'ચરનાના લેખક કિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને જન્મ ઈ સ૦ ૧૮૩૮ ના જીનની ૨૭ મીએ થયા હતા. કિમનાં માતાજી શરીરે બહુજ સ્થૂળ, રંગે કાળાં, મધુરભાષી, દયાળુ, અને શાંત સ્વભાવનાં હતાં. કિમના પિતા યાદવચંદ્ર તપાવેલા સુવષ્ણુના જેવા રંગના, ઉંચા, પ્રતિભાશાળી, તીક્ષ્ણ બુદ્ધિવાળા, ઉદાર અને તેજસ્વી પુરુષ હતા.
ખાલ્ય વયમાં કિમ ભાયુનું શરીર ઘણે ભાગે બિમાર રહેતું હતું; પરંતુ તેમની બુદ્ધિ તે। પહેલેથીજ બહુ તીક્ષ્ણ હતી. પાંય વર્ષની ઉંમરે તેમને વિદ્યાભ્યાસને પ્રારભ કરાવાયા, અને ખાલક ક્રિમે પહેલેજ દહાડે કક્કાના અધા અક્ષરો શીખી લીધા ! સાતમે વર્ષે તેમને મેદિનીપુરની જલ્લા સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તે સમયે તેમના પિતા ત્યાંના ડેપ્યુટી કલેકટર થયા હતા. એ વર્ગોમાં કિમ હંમેશાં પહેલે નંબરે રહેતા. તેમના; અનુપમ ગુણે જોઇ શિક્ષકાને સાન ંદાશ્ચય થતું.
બાર વર્ષની ઉંમરે કિમ બાપુએ હુગલી કૅલેજમાં પ્રવેશ કર્યો. ત્યાં પશુ તે હમેશાં પેાતાના વર્ગીમાં ઉંચે નખરૅજ રહેતા. વિદ્યાર્થી અવસ્થાથીજ તેમનામાં જ્ઞાનતૃષા એટલી બલવાન હતી કે માત્ર શાળામાં ચાલતાં પુસ્તાના વાંચનથીજ તેમને તૃપ્તિ થતી નહિ. કાલેજના પુસ્તકાલયમાંથી તે વિવિધ વિષયનાં પુસ્તકા લાવીને વાંચ્યા કરતા. પરીક્ષાના સમય નજીક આવે ત્યારેજ માત્ર શાળામાં ચાલતાં પુસ્તકા લક્ષ્ય દર્શને વાંચી જતા, કે જેથી પેાતાના ઉપરના નંબર ખાવા પડે નહિ. હુગલી કાલેજમાંથી તેમણે સિનિયર સ્કાલરશીપની પરીક્ષા પસાર કરી અને પછી કલકત્તાની પ્રેસિડન્સી ાલેજમાં કાયદાના અભ્યાસ શરૂ કર્યાં. એ સમયે એટલે કે ઈ. સ. ૧૮૫૨ માં ખી. એ. ની પરીક્ષા લેવાનું ધારણ નીકળ્યું. આથી ક્રિમ માજીએ કાયદાના અભ્યાસ ઉંચા મૂકી બી. એ. બનવાની તૈયારી કરવા માંડી, માત્ર ૨૦ વર્ષની ઉમ્મરે અને એજ મહિનાના પરિશ્રમે તેમે ખી. એ. ની પરીક્ષામાં પહેલા વર્ગોમાં પાસ થયા. તે સમયના ખેંગાળાના લેફ્ટેનન્ટ ગવર્મિ. હાલીડેએ કિમ માત્રુના ગુણા જોઇ તેમને તરતજ ડે માજીસ્ટ્રેટના હાદ્દા ઉપર નિમ્યા.
વિદ્યાચી અવસ્થાથીજ કિમચંદ્રના હૃદયમાં સાહિત્યસેવાનેા પવિત્ર ભાવ
* સુવિખ્યાત ‘ સરસ્વતી'માં આવેલા પંડિત ખાલદત્ત પાંડેયના લેખ ઉપરથી તેમજ કવિરત્ન રૂપનારાયણુ પાંડેયરચિત ગંગા પુસ્તકમાળાના ૧૫ મા પુષ્પ “કિઅદ્ર ચટ ” ઉપરથી આ ચરિત્ર યાજવામાં આવ્યુ છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રિત થયા હતા. તે સમયે નીકળતાં “સંવાદ પ્રભાકર” અને “સાધુરંજન” નામના પત્રોમાં તે પોતાના લેખ તથા કવિતાઓ મોકલતા; અને તેમાં તે પ્રકટ થતાં. તેમને પત્રના સંપાદક બનવાની ઘણીજ અભિલાષા હતી, પરંતુ સરકારી હોદ્દો અનાયાસે પ્રાપ્ત થયો એટલે તેને અસ્વીકાર કરે એ યોગ્ય લાગ્યું નહિ. આ પ્રમાણે કેવળ વીસ વર્ષની કાચી ઉંમરમાં જ બંકિમચંદ્ર કર્મક્ષેત્રમાં દાખલ થયા. સરકારી કામમાં નિરંતર જોડાઈ રહેવા છતાં પણ તેમને વિદ્યાવ્યાસંગ તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો હતો. સરકારી કામકાજમાંથી તેમને જે કાંઈ અવકાશ મળતે તેમાં તે સાહિત્યસેવા કરતા. જ્યારે તે અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ કોલેજના અભ્યાસ સાથે સાથે તેમણે મુગ્ધાવબોધવ્યાકરણ તથા કેટલાક કાવ્યગ્રંથોને અભ્યાસ કરેલ હતો. - બંકિમની કિશોરાવસ્થા બહુ સુખમાં ગઈ હતી. સવારે, બપોરે, સાંજે રાત્રે, બધો વખત તે પુસ્તકો વાંચવામાં જ મગ્ન રહેતા. તેમણે ભરયુવાવસ્થામાં તેમના એક સહાધ્યાયીને કહ્યું હતું કે “મને પુસ્તકો વાંચવાથી જે આનંદ મળે છે તે આ જગતમાં બીજા કેઈપણ કામથી નથી મળત.” એ પછી જુવાનીના અંતિમ ભાગમાં, બહેરામપુરમાં રહેતી વખતે, એક વાર બંકિમે મુનસફ નફર. બાબને કહ્યું હતું કે “મને પુસ્તક લખવામાં જેટલે આનંદ મળે છે, તેટલે બીજા કેઈ પણ કામથી નથી મળતો”
તેમનો પહેલો વિવાહ અગિયાર વર્ષની ઉંમરે થયો હતો, પરંતુ પાંચ છ વર્ષ પછી તેમનાં પહેલાંનાં પત્નીને સ્વર્ગવાસ થે હતા. બહુજ તપાસ કર્યા પછી એકવીશ વર્ષની ઉંમરે તેમણે પિતાને બીજે વિવાહ એક રૂપલાવણ્યવાળી વિદુષી કન્યાની સાથે કર્યો હતો. તેના પર તેમને ઘણે પ્રેમ હતો; અને તેને પિતાને “નીતિગુરુ” તથા ધર્મગુરુ માનતા. એ પત્નીથી તેમને પિતાનું ચારિત્ર્ય ખીલવવામાં તથા ઉચ્ચ કર્તવ્યો બજાવવામાં સહાય મળી હતી; અને ત્યારથી તે સ્ત્રી જાતિના ભક્ત બન્યા હતા. તેમનાં પુસ્તકોમાં એ વાત સ્પષ્ટ જોઈ શકાય છે. એક સ્થળે તેમણે લખ્યું છે કે, “સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દેવી મૂતિઓ છે. ” - બંકિમે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ દેશપ્રસિદ્ધ શિક્ષક ઈશાનચંદ્ર બંદોપાધ્યાય પાસે હગલી કાલેજમાં કર્યો હતો અને સંસ્કૃતનું શિક્ષણ કાઈ ભટપલ્લીનિવાસી પંડિત પાસેથી લીધું હતું. સન ૧૮૫૩ થી ચાર વર્ષ સુધી તેમની પાસે બંકિમ બાબુ વ્યાકરણ અને સાહિત્ય શીખ્યા હતા, તથા એટલાજ સમયમાં દશ વર્ષને અભ્યાસ સમાપ્ત કર્યો હતે.
બરિમે સોળ વર્ષની ઉંમર પછી કવિતા લખવાનું છેડી દીધું હતું. ત્યાર બાદ અભિળ્યું છે કે કવિવર ઈશ્વરચંદ્ર ગુપ્ત (જેમના પ્રભાકર પત્રમાં ઘણે ભાગે બંકિમચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃતાન્ત
--
-
--
--
લખતા હતા) એક દિવસ બંકિમબાબુને કહ્યું હતું કે “તમારામાં લેખનશક્તિ સારી છે; પણ તમે કવિતા ન લખતાં ગજ લખ્યા કરો.” - ઈશ્વરચંદ્ર બંકિમને કયારે એ ઉપદેશ આપ્યો હતો તેની ખબર નથી. ગમેતે વખતે આ હોય, પરંતુ બંકિમે તે માથે ચઢાવ્યા હતા. બંકિમચંદ્ર હમેશાં ઈશ્વરચંદ્ર ગુપ્તને ગુતુલ્ય ગણતા હતા. પિતાના મૃત્યુ પહેલાં બે ત્રણ વર્ષ ઉપર બંકિમ બાબુ ‘ કાંચરા પાડા ” ગામમાં ઈશ્વરબાબુને ઘેર ગયા હતા. ત્યાં ઈશ્વરચંદ્રનાં સગાંવહાલાં પાસે બેસીને તેમણે બહુ વાર સુધી આંસુ વહાવ્યાં હતાં. બંકિમ બાબુ બીજી વાર પણ કવિને તે આશ્રમ જેવા ગયા હતા. તે વખતે તેઓ ઇશ્વરચંદ્રગુપ્તનું જીવનચરિત્ર લખતા હતા.
હુગલીમાં છેલ્લી પરીક્ષા આપ્યા પછી પણ બંકિમે હુગલી કોલેજ છોડી ન હતી. એ સમયે તેમની ઉંમર ૧૯ વર્ષની હતી. સમસ્ત ભારતવર્ષમાં એ સમયે અશાંતિ ફેલાઈ ચૂકી હતી. ૧૮૫૭ના બળવાની આગ બારકપુર અને બહેરામપુરમાં પણ સળગી ઉઠી હતી. મદ્રાસ અને અવધ એ આગમાં લાકડાં નાખતાં હતાં. દિલ્હી અને કાનપુર પણ એ આગળથી બચ્યાં ન હતાં.
બંગાળીઓ એ આગ સળગાવીને દૂર ખસી ગયા હતા–આઘે ઉભા રહીને પશ્ચિમઆકાશમાં અગ્નિનું ભયાનક રક્તવણું ચિત્ર જોઈ રહ્યા હતા. મેગલેની આશા પુનઃ તાજી થઈ હતી; અને મરાઠા વેર વાળવાને મથી રહ્યા હતા.
સિપાઈઓના બળવાની આગ આ પ્રમાણે ચારે બાજુ સળગી ઉઠી તે વખતે હુગલી પાસેના “ ચંચુડા” સ્થાનમાં માર્શલ લો ચાલુ કરવામાં આવ્યું. તે વખતે ચંચુડામાં એક હાઈલેડર–ગોરાઓની પલટણ રહેતી હતી. ત્યાં એક ઘાટ પણ છે. તેને બારિકને ઘાટ કહે છે.
બંકિમચંદ્ર એક દિવસે સંધ્યાકાળ પહેલાં તેમના નાના ભાઈ પૂર્ણચંદ્રને લઈને એજ ઘાટમાં ઉતર્યા. તેઓ નાટક જેવા જતા હતા. ચંચુડાના એક ધનવાન પુરુષે એક નાટકશાળા ઉભી કરી હતી. બંકિમચંદ્ર સિવાય કટાલપાડાનાં અનેક માણસને પણ નાટક જેવા જવાનું આમંત્રણ મળ્યું હતુ. બધાય ભલા અને શિક્ષિત પુરુષો હતા.
બંકિમ બાબુ તેમના નાના ભાઈને લઈને એક નાનકડી હોડીમાં ગયા હતા. પૂર્ણ બાબુ બંકિમ બાબુથી ત્રણચાર વર્ષ નાના હતા. બારિકના ઘાટથી તે ધનવાન પુરુષનું ઘર પાસે ન હતું. બીજા ઘાટ-ઘંટા ઘાટથી પાસે હતું. બંકિમચંદ્ર જરા ફરવાના ઇરાદાથી બારિકના ઘાટેજ ઉતર્યા. નજીકના “કાંટાલપાડાથી આવેલા બીજા લોકો બીજી હેડીમાં હતા. તેમની હેડી ઘંટાધાટ પાસે જઈને ઉભી રહી.
બારિકના ઘાટથી તે ધનવાન પુરુષના ઘર સુધી જે રસ્તો ગંગાને કિનારે કિનારે અને હવે તેજ રમણીય માર્ગો બંકિમ બાબુ હેડીમાંથી ઉતરીને ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રસ્તાને કિનારે–ગંગાની તરફ વાંસને કઠેરા બનાવેલ હતો. વચ્ચે વચ્ચે થાંભલા પણ હતા. થોડે દૂર ગયા પછી તેમણે જોયું કે કેટલાક લશ્કરી અમલદારો રસ્તાને કિનારે ઘાસ પર બેઠા હતા. તેમની સાથે બે એક કૂતરા પણ હતા. એક કૂતરાએ પૂર્ણ ચંદ્રનો પીછો પકડે. કૂતરાની ટેવ હોય છે કે જે કરે છે તેના પર તે વધારે હુમલો કરે છે. કૂતરાને જોઈ પૂર્ણ બાબુ બન્યા અને તેથી કૂતરે વધારે પાછળ પડ્યા.
કૂતરાને ગાર માલિક એ બનાવથી રાજી થઈને ઉલટો તે કૂતરાને ઉત્સાહિત કરવા લાગે ! કૂતરો વધારે ઉત્સાહિત થઈને દોડ્યો અને પૂર્ણ બાબુની લગોલગ પહોંચી ગયો. પૂર્ણ બાબુ બીજે ઉપાય ન હોવાથી રસ્તાના થાંભલા ઉપર ચઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
બંકિમચંદ્રનું ધ્યાન પ્રથમ આ બાબત તરફ ખેંચાયું ન હતું. તેઓ બીજી બાજુ ગંગાની શોભા જોતા જોતા ચાલ્યા જતા હતા. એકાએક તેમણે પાછળ ફરીને જોયું તે કૂતરાને પૂર્ણબાબુ પર હુમલો કરવાને ઉદ્યત થયેલો જોયો. બંકિમ બાબુને ચહેરે લાલચોળ થઈ ગયો. તેમણે કોંધપૂર્વક સાહેબ તરફ જોઈને કહ્યું “સાચેજ ગમ્મત તો સારી કરી ! તમને શરમ નથી આવતી ?” બંકિમે એટલા તેજપૂર્વક આ વાક્યો કહ્યાં કે સાહેબે શરમાઈ જઈને તરતજ કૂતરાને બોલાવી લીધો. - રાત્રે નાટક પૂરું થતાં મે થઈ ગયું. કાંટાલપાડાથી જે લેકે ગયા હતા તેઓ બધા સાથે ત્યાંથી પાછા ફર્યા. તે ટોળામાં બંકિમબાબુ પણ હતા. પહેલાં કહી ગયા છીએ કે તે વખતે ચંચુડામાં માર્શલ લો ચાલુ હતા. આ યુદ્ધના કાયદા અનુ સાર ચંચુડાની હદની અંદર રાતના નવ વાગ્યા બાદ જે કઈ બહાર રસ્તા પર નીકળે તે પહેરાપર ઉભેલ ગોરે તેને ગોળી મારી શકતા હતા. ઘંટાઘાટ ઉપરના પહેરે પર બે ગેર ઉભા રહ્યા હતા. કાંટલપાડાના લેકનું ટોળું જેવું ઘંટાઘાટ પાસે પહોંચ્યું કે તરતજ અંધકારમાંથી બહાર આવીને એક ગોરાએ આગલા ગૃહસ્થની છાતી ઉપર સંગીન ધરી. બધા ગૃહસ્થ આનંદપૂર્વક નાટકની વાત કરતા કરતા ઘેર જતા હતા. સામે આ વિપત્તિ આવેલી જોઇને તેઓ ગભરાઈ ઉઠયા. બંકિમચંદ્ર ચેડા પાછળ હતા. બધાને ઉભા રહેલા જોઇને તેઓ આગળ ગયા. જોયું તે એક ગોરો હાથમાં બંદુક લઈને રસ્તે રેકીને ઉભો છે અને બીજે ગેરે આગળના ભલા માણસની છાતી પર સંગીન રાખીને અંગ્રેજીમાં કંઇક પૂછી રહ્યો છે ! તે વખતે બંકિમબાબુને માર્શલ લેનો ખ્યાલ આવી ગયો. તેમણે વિચાર્યું કે આ વિધાન અનુસાર ગોરે તે બધાની પણ હત્યા કરી શકે તેમ છે. એટલે આગળ ઉભેલા ધ્રુજતા ગૃહસ્થને દૂર કાઢીને ખુદ બંકિમ તે ગેરાની સામે ઉભા રહ્યા અને શાંત સંયમપૂર્ણ ભાષામાં ગારાને સમજાવી દીધું કે અમે બધા માણસો ગંગાને પેલે પારથી અહીં નાટક જેવા આવ્યા હતા. ગોરાએ કહ્યું- “હું તે કેવી રીતે જાણું?”બંકિમે જવાબ આપ્યો “તમે જીલ્લામાજીસ્ટ્રેટને પૂછજો. તે પણ ત્યાં હાજર હતા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
ગોરાએ કહ્યું-“હું તમારું કહેવું સાચું માનું છું. તમે તરતજ ચાલ્યા જાઓ.”
ગોરો રસ્તો છેડીને આઘો ખસી ગયો. ધ્રુજી રહેલા ગામના ભલા માણસો વંટોળીઆની પેઠે ગંગાતટ તરફ દેડિયા; પરંતુ ઘાટ પર પણ મહા વિપત્તિ દેખાઇ! ત્યાં હોડી મળે નહિ ! ગોરો તે “ચાલ્યા જાઓ” કહીને છૂટે થયો; પણે બધા હવે જાય કેવી રીતે ? તરીને જવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. જમીન ઉપર ગોરાઓનો ડર, અને પાણીમાં જળજંતુઓનો ભય ! કેાઈ કે એ તે જળનેજ વધારે સલામતીભર્યું ગણીને કપડાં સંકેલવા માંડયાં. ત્યારે બંકિમ તેમને એમ કરતા રોકીને પાસેના કોલેજ ઘાટમાં લઈ ગયા. બંકિમે તે ઘાટ ઉપરથી ચાંદનીમાં જોયું કે સામે રેતીમાં બે હેડીઓ બાધેલી છે. બૂમ પાડીને માછીઓને બોલાવવાની પણ કોઈનામાં, હિંમત રહી નહતી. બંકિમે માછીઓને બૂમ મારી. તેઓ આવ્યા
અને બીધેલા તથા થાકેલા માણસને હેડીમાં બેસાડીને પેલે પાર લઈ ગયા. - બંકિમચંદ્ર કિશોર અવસ્થામાં અને જુવાનીની શરૂઆતમાં શરીરે દુબળ હતા; પરંતુ મને બળમાં સાહસિક હતા. નહેરકિનારાના જખમી રસ્તાઓમાં સંધ્યાકાળ પછી જવાનું કોઈ સાહસ કરી શકતું ન હતું; કેમકે ત્યાં સાપ, શિયાળ, વરૂ વગેરે બહુ હતાં; પણ કઈ કઈ દિવસ બંકિમચંદ્ર સંધ્યાકાળ થઈ ગયા પછી એકલા જ આ રસ્તેથી ઘેર આવતા. તે વખતે તેમના હૃદયમાં ભયનું નામનિશાન પણ નહતું જણાતું.
પ્રૌઢાવસ્થામાં બહેરામપુરમાં રહેતા ત્યારે પણ બંકિમે પિતાના અપૂર્વ તેજનો પરિચય કરાવ્યો હતો. તેની હકીક્ત પણ નીચે પ્રમાણે છે. બંકિમને અને એક સાહેબને ઝગડો થયો હતો. સાહેબ પણ કઈ રેંજીપેંજી જે ન હતો. તેનું નામ કર્નલ ડમિન હતું. તે વખતે બહેરામપુરમાં લશ્કરની છાવણી હાઈને અનેક ગોરાઓ ત્યાં રહેતા હતા. કર્નલ સાહેબ તે સેનાના સંચાલક અર્થાત કમાન્ડીંગ ઑફિસર હતા.
ઝગડા ભારે હોવા છતાં તેનું કારણ એટલું ભારે ન હતું. ગોરાઓ જે બરાકેમાં રહેતા હતા તેની સામે એક મેદાન હતું. તે મેદાન વચ્ચે થઈને એક નાનીશી પગદંડી જતી હતી. બંકિમ બાબુ એજ રસ્તે થઈને રોજ કચેરીમાં જતા આવતા હતા. કોઈ વાર ચાલતા જતા તો કોઈ વાર પાલખીમાં જતા હતા. બીજા લેકે ૫ણ આ રસ્તેથી આવજા કરતા હતા. બીજો પણ એક રસ્તો શહેરમાં જતો હતો; પણ ત્યાંથી બહુ ફરીને જવું પડતું તેથી તે બરાકે આગળ થઈને જ બધા લેકે આવજા કરતા હતા. આથી એ તરફની ગોરા લેકેને ચીડ થતી હતી.
એક દિવસ ત્રીજે પહોરે બંકિમચંદ્ર પાલખીમાં બેસીને કચેરીમાંથી આ રસ્તે થઇને ઘેર આવતા હતા. ભાઈઓ આ રસ્તેથી ચાલ્યા. પાલખીનું એક બારણું બંધ હતું. પાલખી જ્યારે અરધે રસ્તે પહોંચી ત્યારે તેના બંધ બારણું ઉપર કોઈએ જેથી હાથ માર્યો. બંકિમ તરતજ પાલખીનું બારણું ઉઘાડીને બહાર કૂદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
પડયા. જોયું તે સામે એક ઉંચા શરીરવાળા સાહેબ બહાદૂર ઉભો છે અને છેડે દૂર કેટલાક સાહેબ લેકે ક્રિકેટ રમતા હતા. બંકિમ જાણી ગયા કે પાસે ઉભેલા સાહેબેજ પાલખીના બારણા પર હાથ માર્યો છે. બંકિમચંદ્ર કર્નલ સાહેબને ઓળખતા હતા કે નહિ તેની ખબર નથી. બંકિમે પાલખીની બહાર આવતાં જ ક્રોધપૂર્વક સાહેબને કહ્યું-“હુ ધ ડેવીલ યુ આર ?” અર્થાત્ હે દુષ્ટ તું કોણ છે? - સાહેબે કંઈ જવાબ ન આપતાં બંકિમનો હાથ પકડીને જેરથી તેમને ધક્કો માર્યો. પછી બંકિમ બાબુ બીજા જે સાહેબો રમતા હતા તેમના તરફ ગયા. તેમની પાસે જઈને જોયું. તે બે ત્રણ સાહેબ તે તેમના ઓળખીતાજ હતા. તેઓમાં એક
ન્યાયાધીશ બેનબ્રિજ સાહેબ પણ હતા. બંકિમે ન્યાયાધીશ સાહેબને પૂછયું-પેલો માણસ મારી સાથે કેવી રીતે વત્યી છે તે તમે જોયું ?
સાહેબે કહ્યું –બાબુજી! હું ટુંકી દૃષ્ટિવાળો છું; મેં કશુંજ જોયું નથી.
તે સાચેજ ઓછું જોઈ શકતા હતા. ભગવાન જાણે તે બંકિમને ઓળખી શકયા હતા કે નહિ; પણ પાછળથી તેમણે અને કર્નલ ડેફિને કહ્યું હતું કે તેઓ તે વખતે બંકિમચંદ્રને ઓળખી શક્યા ન હતા.
બંકિમબાબુ ન્યાયાધીશ બેનબ્રિજ સાહેબ પાસેથી બીજા સાહેબ પાસે ગયા અને પૂછયું કે આપ લેકેએ કંઈ જોયું છે કે નહિ?
તેમણે પણ કહ્યું- “અમે કશું જોયું નથી.”
ત્યારે “ઠીક છે, અદાલતમાં આ પ્રમાણેજ કહેજો.” એમ કહીને ક્રોધ અને ભથી અધીર થયેલા બંકિમચંદ્ર ઘેર આવ્યા.
બીજે દિવસે ફોજદારી અદાલતમાં બંકિમે કર્નલ સાહેબના નામ ઉપર ફરિયાદ સેંધાવી. વિચારક મેજીસ્ટ્રેટ ન્યાયનિક અને બંકિમના ગુણોને જાણવાવાળા હતા. કર્નલ સાહેબ ઉપર કેર્ટને સમન નીકળ્યો.
ગામના લેકે ઉપલા બનાવથી કર્નલ વિરુદ્ધ એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે સાહેબને પિતાની ગાડીનાં બારણાં બંધ રાખી સંતાઈને અદાલતમાં જવું પડયું હતું. સાંભળ્યું છે કે તેમ છતાં પણ સાહેબની ગાડી ઉપર કાંકરા ફેંકવામાં આવ્યા હતા.
સાહેબ આવીને આરોપીના પાંજરામાં ઉભા રહ્યા. મુકર્દમે જોવાને માટે આખા શહેરના લોકે તૂટી પડ્યા હતા. એક બંગાળીએ સાહેબ ઉપર ફરિયાદ કરી હતી, તે પણ ગમે તેવા સાહેબ ઉપર નહિ પણ એક લશ્કરી અમલદાર-કર્નલના ઉપર ! તે જમાનામાં આવું દશ્ય વિચિત્ર હતું–અદ્દભુત હતું. આશ્ચર્યથી ચકિત થયેલા નગરવાસીઓ આ અશ્વતપૂર્વ મુકર્દીમાને ફેંસલા જેવાને માટે અદાલતમાં એકઠા થયા હતા. કાઈ ડેપ્યુટી બંકિમચંદ્રને, કઈ કર્નલ સાહેબને અને કોઈ ન્યાયાધીશને જોવા આવ્યા હતા. વકીલ, મુન્હાર અધિકારીઓ વગેરે બધાય પોતપોતાનું કામ છોડીને મુકર્દમ જોવા આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
માથુ અંકિમચંતુ સક્ષિપ્ત નૃત્તાન્ત
હતા, અને અદાલતનું મકાન ખચેાખીચ ભરાઈ ગયું હતું.
આ સુકમામાં બીજી પણ એક વિશેષતા હતી. બહેરામપુરમાં તે વખતે લગભગ દાઢસા વકીલ અને મુખ્યાર હતા. એ બધા વકીલ અને મુખ્ત્યાર આપોઆપજ 'ક્રિસચંદ્રના પક્ષમાં ઉભા રહ્યા ! બધાએજ કિમચંદ્રના વકિલાતનામા ઉપર સહી કરી મેલી ! આથી કર્નલ સાહેબ ભારે મુશ્કેલીમાં આવી પડયા. તે જે વકીલ પાસે જતા તે કહેતા કેન્દ્ર હું કિમ બાપુનો પક્ષ લઈ ચૂકયા છુ.” અંતે તે વકીલેને રહેવા દઇને મુખ્ત્યારા પાસે ગયા તા ત્યાં પણ તેમને નિરાશ થવું પડયું. કાઈ પણ મુખ્ત્યાર 'કિમવિરુદ્ધ ઉભા રહેવાને રાજી ન જાયે!.
હવે તા કર્નલ સાહેબ ખ′જ ડર્યાં. સરકારની પણ આંખ ઉધડી. કમિશ્નર સાહેબ સુદ્ધાંતુ આસન ડાલવા લાગ્યું. સાહેબ લેાકેાની મંડળીમાં ગભરાટ છવાઇ ગયા. તે વખતે અહેરામપુરમાં અનેક અંગ્રેજ રહેતા હતા. મુકમા ખેંચી લેવા માટે કિંમાર સાહેબ પશુ કિમ ખામુને વિનંતિ ન કરી શકયા. તેમણે અને ખીજા સાહેબેએ ખેબ્રિજ સાહેખ દ્વારાજ તેમ કરવાને કહ્યુ.
એબ્રિજ સાહેબ એક સારા ન્યાયાધીશ અને ઉદાર અંગ્રેજ હતા. જે વખતની આ વાત છે તે વખતે એબ્રિજ સાહેબ બહેરામપુરમાંજ રહેતા હતા. તેઓ ખ'ક્રિમના ગુણા ઉપર મુગ્ધ હતા. સાહેબએ જઇને જ્યારે તે મને ઘેરી લીધા, ત્યારે તેમણે કહ્યુંકર્નલ ડેક્િને કિમખાણુનું અપમાન કર્યુ છે; માટે જે તે કિમ ખાભુની માપી માગવાનું કબૂલ કરે તેાજ હું વચ્ચે પડીને રાજીનામુ` અપાવવાની કાશિશ કરી શકું.”
ઝિને તેજ વખતે માફી માગવાનું કબૂલ કરી દીધું. મેનબ્રિજ સાહેબે બહુ પ્રયત્નપૂર્વક, કિમને મનાવીને મુકમા પાો ખેંચાવી લીધા. કલ સાહેખે ખુલ્લી અદાલતમાં કિમખાણુની મારી માગતાં કહ્યુ કે “ બંકિમ બાબુ ! તમારા જે હાથ પકડીને મેં તમને બળજોરીથી પાછા હઠાવ્યા હતા, તેજ હાથ પકડીને હું અત્યારે તમારી પાસે ક્ષમા માગુ બ્રુ.”
૧૮૬૦ ના નવેમ્બરમાં ક્રિમ બાણુની બદલી પાંચમી શ્રેણીના મેજીસ્ટ્રેટતરીક ‘ખુલના’માં થઈ હતી. ખુલના શહેર તે સમયે યોાહર જીલ્લાના તાબાના એક સ્મા ગણાતું હતુ. મેનબ્રિજ સાહેબ તે વખતે યશેહરના છઠ્ઠામેજીસ્ટ્રેટ હતા. મી. ખેબ્રિજ સાથે અહીંજ પહેલવહેલા કિમચંદ્રને પરિચય થયા હતા અને એ પરિચય બહેરામપુરમાં થયેલી ઉપલી કર્નલ ફિનવાળી ઘટના પછી મિત્રતાના રૂપમાં ફેરવાઇ ગયા હતા. ખુલનામાં આવીને પશુ કિમને ધાર અરાજકતા સામે થવું પડયુ હતુ. એક બાજુ ગળાની ખેતી કરાવનાર સાહેના અત્યાચાર હતા અને બીજી બાજુ ચેરલૂટારાઆને લયકર ઉપદ્રવ હતા. ગળીવાળા સાહેમાને રાજી રાખતાં રાખતાં સરકાર પશુ હૈરાન ચષ્ઠ ગઈ હતી. એ ગળીવાળા સાહેા જમીનદારપણુ જેવા તેવા ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ખાણુ કિમચંદ્રનુ` સક્ષિપ્ત નૃત્તાન્ત
કૃષ્ણુનગરના હિલ્સ સાહેબને ત્રણુ લાખ વીધાં જમીન હતી !
કિમચંદ્ર સાથેને ગળીવાળા સાહેબેના ઝગડા સમજાવવા માટે અહીં કેટલીક અપ્રાસંગિક વાતાના ઉલ્લેખ જરૂર કરવા પડશે. ગળીવાળા સાહેબાનું જોર કેટલું વધ્યું હતું તે જાણ્યા સિત્રાય વાચકવર્ગ આ વાત નહિ જાણી શકે કે તે સાહેબાને ખાવવામાં-તેમના અત્યાચાર મટાડવામાં—અકિમખામુને કેટલું હેરાન થવું પડયું હતું.
આ બધા જમીનદાર ગળીવાળા સાહેબેએ સન ૧૮૬૧ ની આખરમાં સરકાર પાસે મુકર્રમા રજી કર્યા કે જૈસાર અને નદિયા જીલ્લાની પ્રજાએ મહેસુલ આપવાનું બંધ કરી દીધું છે. સાથે સરકારને તે મહેસુલ વસુલ કરવાના ઉપાય કરવા માટે પણ અરજ કરવામાં આવી. હિંદી સરકારનું આસન ડાલવા લાગ્યું. તેણે ન્યાયાધીશ મેરિસ અને મદ્રેસરને ખાસ કમિશ્નરતરીકે નીમીને તપાસ કરવા મેકલ્યા.
<<
કમિશ્નર સાહેબેએ તપાસ કરીને તારણ કાઢયું કે ગળાવાળા સાહેબે સીધા, સાદા ભલા માણુસા છે. તેમણે કદી પણ પ્રજાના શરીરે હાથ અડકાડયા નથી. ટાઇપણ પ્રકારના અત્યાચાર તેમણે કર્યાં નથી. બધા દોષ બંગાળી પ્રજાને!જ છે. તે કોઇ પણ રીતે મહેસુલ આપતા નથી.” આ બધા નિસ્પૃહી (!) સાહેબેના ટાળામાં મારેલ નામના એક એડખાં ગળીવાળા અને જમીતદાર હતા. તની નિંદા કરવી એ ઠીક નથી. કારણ કે તે સમયનાં અંગ્રેજ વર્તમાનપત્રોમાં તેની પ્રશંસાના પૂલ બાંધવામાં આવ્યા હતા. અને તે વખતના ગવર્ સર. જે. પી. ગ્રાન્ટ સાહેલ્મે પેાતાની ઈન્ડીગ મિનીટ (ગળીની નોંધ)માં મેરેલ સાહેબને આદર્શ ગળીવાળા તરીકે દર્શાવ્યા હતા (!)
પશુ એજ આદર્શ જમીનદારે સન ૧૮૬૧ ના નવેમ્બર મહીનામાં એક દા જમાવ્યા હતા. તેની વિગત આગળ લખીશું. પહેલાં તે મારેલ સાહેબના બળ અને ઐશ્વર્યા પરિચય આપવા જરૂર છે. મારેલ સાહેબે એક નગર વસાવીને તેનુ નામ મારેલગજ પાડયું હતું. સાહેબ આ નગરના રાજા હતા. તેમની પાસે જે લધારી સેના હતી, તેની સંખ્યા લગભગ પાંચસેા સેાની હશે. એમાંના કાઇ કાઇ પાસે બંદુક, કુહાડી વગેરે પણુ હતુ.
આ લશ્કરના કસાન ડેનિસ હેલી સાહેબ હતા. હેલી સાહેબ પહેલાં યામનરી કેવેલરીમાં હતા; પરંતુ ત્યાં માણુસેાની હત્યા કરવાની અને ઘર સળગાવવાની આવી સગવડ ન હતી ! વળી પગાર પણ સાધારણુ હતા. એટલે હૈલી સાહેબે તે નાકરી હેડીને મારેલ સાહેબના લડધારીઓની સરદારી સ્વીકારી હતી.
મારેલ સાહેબની સપત્તિનેા ઘણા ભાગ સેાર જીલ્લામાંજ હતા. મારેલગજ કિમચંદ્રના ઇલાકામાં હતુ. કિમે ખુલનામાં આવીને જોયુ કૅ–મારેલ સાહેબનુ જોર બહુ જામ્યું છે. તે આદર્શો પ્લેન્ટર (!) તરીકે દેશનું રાજ્ય ચલાવી રહ્યા છે. કિમચ ંદ્રે ખુલનામાં ચાર્જ લીધા પછી એક વર્ષે મારેલ સાહેબે દગા કર્યાં. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ખાણુ કિમચંદ્રનુ સક્ષિપ્ત નૃત્તાન્ત
""
સબંધમાં ફ્રેન્ડ એક્ ઇન્ડિયા'એ જરાએ સકાચ સિવાય લખ્યું કે—“ મારેલ સાહેબના પેાલીસે રક્ષા નિહ કરી; તેથી તેને આત્મરક્ષણ કરવાની કરજ પડી, કેટલાક વખત પછી તેને પણ એ વિચાર ખદલવા પડયા હતા. કાગળપત્રોથી આ વિષયમાં જે કંઇ માલમ પડયું છે તે નીચે લખીએ છીએ.
૨૬ મી નવેમ્બર સન ૧૮૬૧ માં માશુસાથી ભરેલી કેટલીક હાડીઓ ખડખાલી ગામના કિનારાની આસપાસમાં ગાઠવાઇ ગઇ. તે વખતે તદ્દન સવાર પણ નહેાતું થયું. ઝાંખુ (ખુ અંધારૂં હતુ. હાડીના માણસોએ છાનામાના જતે ગામને ઘેરી લીધું. તે માણુસા લગભગ ત્રણુસા હતા. કાઇના હાથમાં લઇ, કોઈના હાચમાં મલમ અને કાના હાથમાં બંદુક હતી. તે બધા મારેલ સાહેબના માસા હતા. ડેલી સાહેબ તેમના નેતા તથા જમીનદારીના સુપરિન્ટેન્ડન્ટ હતી; તેથી જમીનદારીના તિનું રક્ષણ કરવા માટે આ પ્રમાણે લડવાળાઓને લઇને પ્રજાના ખળવે સમાવવા આવ્યા હતા !
ખડખાદીની પ્રજા બહુજ બદમાસ છે ! તે વધારાનું મહેસુલ ભરવા નથી ઇચ્છતી ! ગળીની ખેતી કરવામાં પણ તેને અણુમમા છે, તેથી તેને શિક્ષા કરવાની જરૂર પડી; પણ મારેલ સહેજમાં તેમને દબાવી શકયા નહિ.પ્રજાની સંખ્યા વધારે હતી. તેમનામાં ઐકય પણ ખૂબ હતુ. અંતે સહેબે તે લોકોને સખ્ત શિક્ષા કરવા માટે હેલી સહેબની સરદારી નીચે ૧૨ હાડીએમાં ઉપર જણાવ્યું તેમ ૩૨૦ લધારીઓને મેકિયા હતા.
બંકિમચંદ્ર અને પોલીસે પહેલેથીજ સાંભળ્યું હતું કે ડેલી સાહેબ એક ગા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે; પણ દંગા કયાં થશે તે કાઇ જાણતું નહતું. સાહેબેની હીલચાલ જોઇને સ*લીઆ ગામપર હુમલા થશે એમ લાગ્યું, એટલે પાલિસ ત્યાં જઇ પહેાંચી, પણ સાહેબે તે રાત્રે છુપાઇને બડખાલી જતા રહ્યા હતા.
સવારે ખડખાલી ઉપર હુમલા થયા ત્યારે ગામના લાકા ઉઠી ગયા હતા. તેઓ પશુ લડ વગેરે હથિયાર લઇને ‘મારા મારા' કરતા દાઢયા. ગામ બહાર આવ્યા પછી તેમને માલમ પડયું કે આ વખતે સાહેબના માણસે બહુ છે. ગામવાળાઓનુ હૃદય ધડકવા લાગ્યું. તે બહુ ભયભીત થયા પણ તેમનામાંથી કાઈ પણુ પાછે તે ઈંજ નહિ રહીમ ઉલ્લા નામના એ ગામના એક ખળવાન પઠાણુ લાડી લખતે આગળ વધ્યા. તેની લાડીથી કેટલાય હથિયારબંધ સિપાઈ ધરતીપર ઢળી પડયા. છેવટે હેલી સાહેબે તેનાપર બ દુક્રના ખાર કર્યા તે રહીમ દાખલ થઇને નીચે પડયા.
રહીમ એક હિ ંમતવાળા માણુસ હતા. તે ધાયલ થવા છતાં પણ ત્યાંથી ચાલીને તેને ઘેર ગયા. ઘરના આંગણામાં બેસીને તે પેાતાના ધા જોવા લાગ્યા અને તેને પાટા ખાંધવા લાગ્યા. ઘરની ભીંતા નાતી હતી, ચારે બાજુએ ઝાડ હતાં. રહીમ જે વખતે ખેડા એઠા પાટા ખાંધતા હતા તેજ વખતે ખીજી એક ગોળી આવીને તેની છાતીમાં લાગી ! રહીમ તેજ વખતે મરી ગયા. મુકમામાં સાક્ષીઓએ કહ્યું હતું કે તે ગેાળી પણ પહેલી ગાળાની પેડે હૈલી સાહેબેજ મારી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
A
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રહીમ તેના ગામના એક મુખ્ય માણસ હતા. લેકે તેનું બહુ સન્માન કરતા. તે જ્યારે મરી ગમે ત્યારે ગામના લેકે ડરી જઇને પાસેના જંગલ તરફ નાસવા લાગ્યા. તે વખતના દસ્યનું વર્ણન કરવું અશક્ય છે. લાઠીબંધ લેકે ઉલ્લાસપૂર્વક ગામને લૂંટવા અને સળગાવવા લાગ્યા. જેટલું લૂંટી શકાયું તેટલું લૂંટી ગયા. જે લઈ જવાય તેવું ન હતું તેને આગમાં ફેંકયું અને જે સળગી શકે નહિ તેને પાણીમાં ફેંકી દીધું. જે વસ્તુ સામી આવી તેને નાશ કરી દીધો, જે માણસ સામો. થયો તેને માર્યો, સ્ત્રીઓ સુદ્ધાં બચવા ન પામી. જે જુવાન હતી તેમને કેદ કરવામાં આવી. રહીમની તે સ્ત્રી, બહેન વગેરે કોઈને ન છોડયાં. આ પ્રમાણે વિજય મેળવનાર મારેલ સાહેબના માણસ લૂંટેલી ચીજોને, સ્ત્રીઓને અને રહીમની લાશને પિતાની સાથે લઈ ગયા. જે ગામ અરુણોદય વખતે શાંતિપૂર્ણ, સુખી અને સમૃદ્ધ હતું તેજ બપોર સુધીમાં સ્મશાનથી પણ વધારે ખરાબ થઈ ગયું! આખા ગામમાં સ્ત્રીઓના હાહાકાર અને આર્તનાદ છવાઈ ગયા. કેટલાય કેસ દૂરથી સળગતાં ઘરોને. ધૂમાડે દેખાતો હતો. આ ઉત્પાતની ખબર બંકિમચંદ્ર પાસે પહોંચતાંજ તેઓ અસ્થિર થઈ ગયા. - બંકિમ બાબુ પિલીસને સાથે લઇને તેજ વખતે પંચક્યાસ કરવા ગયા. મરેલગંજમાં જઈને જોયું તે લેકે નાસી ગયા છે. એક વાત પહેલી લખવાની રહી ગઈ. લાઇટફટ નામના એક બીજા સાહેબ મૅરેલ સાહેબના ભાગીદાર હતા. બંકિમચંદ્રના પહોંચતા પહેલાંજ મેરેલ, હેલી અને લાઈટપુટ બધા નાસી ગયા. બંગાળી લઠધારીઓ પકડાયા. તેઓમાં દેલત ચોકીદારનું નામ ખાસ ઉલ્લેખ કરવા જેવું છે. બંકિમચંદ્ર હેલી સાહેબના નામનું વારંટ કાઢીને ગુન્હેગારને તપાસ માટે જેસર મોકલી દીધા-પિત કેસ ન ચલાવ્યો; કેમકે કાયદા પ્રમાણે પંચક્યાસ કરનાર કેસચૂકવી શકે નહિ.
આરોપીઓ સીધાદેર થઈ ગયા. ત્યાંના ફેંસલામાં દલિતને ફાંસીને હુકમ થયે; અને બાકીના ૨૪ માણસોને જન્મભર દેશનિકાલની સજા થઈ. સાહેબ લેક તે છુપાઈ ગયા હતા. સન. ૧૮૬૨ ના છેલ્લા ભાગમાં મૌરેલ અને લાઇટફુટ સાહેબ વિલાયત જતા રહ્યા. હેલી સાહેબ વેશ બદલીને, પિતાનું બીજું નામ પ્રસિદ્ધ કરીને નાસી છુટવાના પ્રયત્નમાજ હતા, પણ પોલીસે મુંબઈમાં પકડી લીધા. તેમણે બહુ દિવસ સુધી કેદખાનાની હવા ખાધી. અંતે સન ૧૮૬૩ ના ફેબ્રુઆરી માસમાં હાઈકેટમાંથી હેલી સાહેબ મુક્ત થયા. કેમકે તેને કોઈ ઓળખી શક્યું નહિ. વળી રહીમની લાશને પણ પત્તો લાગ્યો ન હતે.
સાહેબ લેક ભાગી ગયા હતા ત્યારે ખુલનામાં એવી અફવા ઉડી હતી કે બંકિમચંદ્રને મારી નાખવા માટે પ્રપંચ રચવામાં આવ્યો છે. જે બંકિમને મારી નાખશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૧૧.
તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે. ખબર નથી કે આવું કોણે જાહેર કર્યું હતું અને કોણ એટલા રૂપીઆ આપનાર છે. અફવા એવી પણ હતી કે કેાઈ અંગ્રેજ એક ખિસ્સામાં એક લાખની નોટ અને બીજા ખિસ્સામાં રિવર લઈને બંકિમને મળવા ગયો હતો. તેણે રિવૈવર અને નોટોનું બંડલ બંકિમ સમક્ષ ટેબલ ઉપર મૂકીને કહ્યું હતું.-“તમે શું ઈચો છે ? જે આ ધન લેવા રાજી ન હો તે. હું હમણાંજ તમને મારી નાખીશ.” - બંકિમે શ્વાસ ખાઇને વિચારીને કહ્યું “હું મારી સહધર્મિણીની સલાહ લઈને જવાબ આપું છું.” એમ કહીને બંકિમચંદ્ર ઉડીને બીજી ઓરડીમાં ગયા, અને અંદરથી બારણું બંધ કરીને નોકરોને હાંક મારી. પેલે અંગ્રેજ તો તરતજ ગભરાઇને અગીયારા ગણી ગયે.
ઉપલા બનાવ પછીજ પૂર્વોક્ત જાહેરાતનો પ્રચાર થયો હતો પણ બંકિમને કઇ મારી ન શકયું. ભગવાન તેમના રક્ષક હતા. બંકિમબાબુને એક હજુરિયા મેંરેલગંજના બદમાસાના હાથમાં પકડાઈ ગયું હતું. તેના છૂટકારા માટે બંકિમે બહુજ પ્રયત્ન કર્યો અને અંતે તેને છોડાવી પણ લાગ્યા.
પણ આ કામમાં તેમને બહુ હેરાન થવું પડયું. જેસોર જીલ્લાના બીજા કસ્બાએમપણ આવાજ ઉત્પાત થતા રહ્યા, પણ બંકિમના પ્રતાપે ખુલના શાંત રહ્યું હતું. બેબ્રિજ સાહેબે બંકિમનાં કામોથી બહુ ખુશ થઈને સરકારમાં તેમનાં વખાણ લખી મોકલ્યાં. લેફટનંટ ગવર્નર બીડન સાહેબે ૧૮૬૩ ની શરૂઆતમાં બંકિમના પગારમાં રૂા. ૧૦૦) ને વધારો કર્યો. આ રીતે ચાર વર્ષ અને પાંચ મહીનામાં બંકિમે બેવાર પ્રમોશન મેળવ્યું. હવે સાડીવીશ વર્ષની ઉંમરમાં બંકિમ બાબુ ચતુર્થ શ્રેણીના મેજીસ્ટ્રેટ થયા.
ચાંચીઆઓને ઠેકાણે લાવવામાં પણ બંકિમ બાબુએ પિતાના સાહસ અને તેજસ્વિતાને યથેષ્ઠ પરિચય આપે છે; પણ મારેલગંજના મામલા આગળ એ બધાં કામ સાધારણ છે. બંગાળની અનઓફિશિયલ પાર્લામેન્ટ કહીને જે ગળીવાળા સાહેબ નો ઉલ્લેખ કરવામાં આવ્યા છેજે ગળીવાળા સાહેબએ લેફટનંટ ગવર્નર ગ્રાન્ટ સાહેબ ઉપર પણ લાઇબલ કેસ ચલાવવામાં બાકી રાખ્યું ન હતું; તે વેપારી સાહેબ સહેજમાં દબાઈ જાય તેવા ન હતા. બંકિમ બાબુએ તેમને કબજામાં રાખીને અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે, તેથી જ આ ઘટનાનું વર્ણન આટલા થોડા વિસ્તારપૂર્વક કર્યું છે.
આ પ્રમાણે જ્યારે બંકિમચંદ્રની ચારે બાજુએ ચાંચીઆ અને બાદમાસ ફરતા હતા; જ્યારે પ્રબળ ગળીવાળા સાહેબ સાથે તેમને ઝગડે ચાલતા હતા; તે વખતે પણ તેઓ સ્થિરચિત્તે દુર્ગ નંદિની નામની નવલકથા લખેજ જતા હતા.
બંકિમબાબુની બી. એલ. ની કાયદાની પરીક્ષા પસાર કર્યા પછી સને ૧૮૬૯ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૨૯મી નવેમ્બરે બહેરામપુરમાં બદલી થઈ. પહેલાં તો તેઓ કોઇની સાથે બહુ હળતા ભળતા ન હતા અને લેક પણ તેમની પાસે ઓછા આવતા જતા હતા; પણ અંતે તેમ નહોતું રહ્યું. બંકિમચંદ્ર સ્વભાવથી જ જરા આત્માભિમાની હતા તેથી તેમજ તેમનું તેજ જેને પણ લેક તેમનાથી દૂર રહેતા હતા. તેઓ પણ લોકોની પ્રીતિના ભૂખ્યા ન હતા; પણ બેએક વર્ષ ત્યાં રહ્યા બાદ તેઓ એવા તે લોકપ્રિય થયા, કે સામાન્ય રીતે એવી લેકપ્રીતિ કાઈકનાજ નસીબમાં હોય છે. બંકિમચંદ્ર જ્યારે ૧૮૭૪ માં રજા લઈને બહેરામપુરથી વિદાય થયા ત્યારે તેમને ત્યાંજ રહેવા માટે લોકોએ બહુજ આગ્રહ કર્યો હતો. લગભગ દોઢસો વિનતિપત્ર તેમની પાસે આવ્યાં હતાં; પણ તેમનું સ્વાચ્ય ખરાબ થઈ ગયું હતું તેથી તેઓ ત્યાં ન રહી શક્યા. તેમની વિદાય પ્રસંગે દાન કરવા માટે ત્યાંના રહેવાસી બોએ લગભગ ૫૦૦૦ રૂપીઆ
એકઠા કર્યા હતા અને સાત દિવસ સુધી કંગાળ અને દુઃખીઓને અન્નવસ્ત્ર વહેચવામાં આવ્યાં હતાં.
માત્ર દેશબંધુઓએ જ તેમને રોકવાની ઈચછા નહોતી બતાવી; પણ મેજીસ્ટ્રેટ, કમિશ્નર વગેરે હાકેમોએ પણ તેમને બહેરામપુરમાં રાખવાને ભારે પ્રયત્ન કર્યો હતો. સન ૧૮૭૩ માં બકિમે રજા માટે અરજી કરી. મેજીસ્ટ્રેટે કહ્યું “ હું તમને કોઈ પણ રીતે છોડી શકું તેમ નથી.” ત્યારે બકિમે કમિશ્નર સાહેબને અરજી કરી અને કહ્યું -“ કહેબ! મારી તબીયત ખરાબ થઇ ગઇ છે. મને ત્રણ માસની રજા આપ.” કમિશ્નરે હસીને કહ્યું-“તમને હું તેમજ મેજીસ્ટ્રેટ છેડી શકીએ તેમ નથી. હા, તમારી ઈચ્છા હોય તો હું એટલી શરતે રજ અયું કે રજા પૂરી થયા પછી અહીં જ આવો. ” બંકિમે કહ્યું-“મારી ઈચ્છા હવે અહીં આવવાની નથી. આપ જાણે છે કે અહીંની આબોહવા ખરાબ છે.” કમિશ્નરે કહ્યું-“તે એક કામ કરે. તમે ખાસ રજા લે.” બંકિમે કહ્યું “ખાસ રજા લેવાથી શું ? બે ચાર દિવસની રજા તે રસ્તામાં જ પૂરી થશે.” કમિશ્નરે કહ્યું-“તમે ચાહો તેટલીવાર તેવી રજા માગે; હું કંઈપ અડચણ સિવાય મંજુર કરી દઈશ. - બંકિમબાબુ સાહેબની કૃપા જોઇને મુગ્ધ થઈ ગયા અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી એક દિવસની પણ રજા લીધા સિવાય કામ કરતા રહ્યા, પણ જ્યારે અને શક્ત થઈ ગયા ત્યારે ડૉકટરના પ્રમાણપત્ર સાથે તેમને રજા માગવી પડી. આ રજા ન આપવી એ કમિશ્નરના અધિકાર બહારની વાત હતી; તો પણ તેમણે અરજી દબાવી રાખી. અંતે બંકિમે ડે િયર સાહેબને પત્ર લખ્યો. ડંપિયર સાહેબ તે વખતે લેફટનંટ ગવર્નરના સેક્રેટરી હતા. તેઓ બકિમના ગુણ ઉપર મોહિત હોઇને તેમના પરમ મિત્ર હતા. ડેપિયર સાહેબે બંકિમની રજા તરતજ મંજુર કરાવી આપી
બહેરામપુરમાં બંકિમ બાબુ બહુ સુખી હતા. ધન, જન, માન, પ્રતિષ્ઠા સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૧૩ કાંઈ પ્રાપ્ત હતું. અહીં આવ્યા પહેલાં તેમની ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી ને તેમને યશ પણ ઠીક ફેલાયો હતો. બહેરામપુરમાં બદલી થવા પહેલાં છ માસની રજા લઈને એકવાર દેશની મુસાફરી કરવા નીકળ્યા હતા. બનારસમાં જઈને લગભગ દોઢ માસ રહ્યા હતા. ત્યાં કોઈ બીજું કામ ન હતું. ફક્ત પિતાનાં છપાતાં પુસ્તકોનાં પ્રફ જોતા હતા. તે પછી પાછી બંકિમબાબુ બહેરામપુર ગયા હતા. ત્યાં બહુ દિવસ સુધી રહ્યા. ત્યાં એક બે ઘટનાઓથી બંકિમબાબુને જે કેટલુંક કષ્ટ ઉઠાવવું પડયું હતું; તેમાંની એક ઘટના કર્નલ ડેફિનવાળી આગળ લખવામાં આવી છે. બીજી ઘટના નીચે પ્રમાણે હતી.
એ પ્રસંગે બંકિમની માતા સ્વર્ગવાસી થયાં હોવાથી તેઓ ખૂલે પગે અને ખુલે શરીરે માત્ર બેસજ નાખીને બે એક દિવસ કચેરીમાં ગયા અને તે પછી રજા લઈને ઘેર ગયા. તે વખતે ઇ. આઈ. આરની લુપ લાઈન ખુલી ચૂકી હતી; પણ આજમગંજ યા લાલ ગેલાની લાઇન નહોતી થઈ. આથી બંકિમને નલહાટી સ્ટેશને જઈને ગાડીએ બેસવું પડયું. આ પ્રસંગે તેમને એક મુશ્કેલી સામે થવું પડ્યું. બંકિમે ગાડીમાં પેસતાંજ જોયું કે બે અંગ્રેજ દારૂ પીતા હતા. પાછા ઉતરીને બીજે બેસવાનો વખત ન હતા, અને વળી બીજા વગને બીજે ડબ્બા પણ ન હતો. આથી લાચાર થઈને તેઓ તેજ ડબ્બામાં બેસી રહ્યા.
સાહેબોએ જોયું કે એક ખુલા પગવાળો અને ખુલ્લા શરીરવાળો બંગાળી ગાડીમાં ચઢી બેઠો છે ! તેઓ સમજ્યા કે આ દેશી માણસ ભૂલથી આ ડબ્બામાં ચઢી બેઠો હશે. તેઓ “ઉતર, ઉતર કહીને બૂમ મારવા લાગ્યા.
આગગાડી તે વખતે પૂર જોશમાં ચાલતી હતી. બંકિમે જાણ્યું કે સાહેબ બેઅદબ છે. તેમની સાથે એક નોકર હતો, તે પણ ત્રીજા વર્ગના ડબ્બામાં હતું. બે દારૂના નિશામાં ચકચૂર અગ્રેજોના મુકાબલામાં ક્ષીણુકાય, દુર્બળ બંકિમચંદ્ર એકલાજ હતા; છતાં તેઓ બિલકુલ દબાયા નહિ. દબાવું એ તો તેમના સ્વભાવથીજ વિરુદ્ધ હતું, સ્પષ્ટ અને સુંદર અંગ્રેજીમાં બંકિમે અંગ્રેજોને કહ્યું-“ચાલતી ગાડીએ કેવી રીતે ઉતરાય, તે તો તમેજ પહેલા ઉતરીને બતાવો.” સાહેબોએ જોયું કે આ દેશી તા. બહુ અંગ્રેજી જાણે છે. બંકિમ તેમના તરફ કટાક્ષપૂર્ણ આંખે જોઇને તીવ્ર ભાષામાં તેમની ઝાટકણી કાઢવા લાગ્યા, ત્યારેજ એ સાહેબ લેક ચૂપ થયા. એટલામાં આગલું સ્ટેશન આવી પહોંચતાં બંકિમબાબુ પ્રથમ વર્ગના ડબ્બામાં જઈને બેઠા. ત્યારથી તેઓ બીજા વર્ગમાં મુસાફરી નહતા કરતા. તેઓ કહેતા કે “બીજા વર્ગમાં હલકી કેટિના અંગ્રેજે મુસાફરી કરે છે. માટે આપણું લેકાએ પિતાની મર્યાદા અને પ્રતિષ્ઠા જાળવવા માટે પ્રથમ વર્ગમાં અથવા તે ઈન્ટર વર્ગમાં મુસાફરી કરવી જોઈએ.” - ઈ. ૧૮૭૨ ના વૈશાખ મહીનામાં બંકિમે “બંગદર્શન’ માસિકપત્ર કાઢયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બંગદર્શન નીકળ્યા બાદ એકવાર બંકિમ બાબુને સ્વર્ગસ્થ રમેશચંદ્ર દત્ત મળ્યા હતા. તેઓ કદાચ બહેરામપુરમાંજ મળ્યા હતા. રમેશ બાબુએ બંગદર્શન અને કપાલકુંડલા વાંચીને ખુશ થઈને કહ્યું હતું કે-“મને પહેલાં આવી ખબર ન હતી કે બંગાળી ભાષા આટલી ખૂબીપૂર્વક લખી શકાય છે. તેના જવાબમાં બંકિમે કહ્યું હતું કે “બંગાળી ભાષાના સાહિત્ય ઉપર તમને આટલો બધો પ્રેમ છે તે તમે પણ બંગાળીમાં શામાટે લખતા નથી ?” રમેશ બાબુએ કહ્યું-“હું તે બંગાળીમાં શું લખીશ ! મેં જીવનભરમાં કદિ પણ બંગાળી લખ્યું નથી. લખવાની રીત પણ હું જાણતા નથી.” બંકિમે કહ્યું–“લખવાની રીત વળી કેવી ? તમારા જેવા શિક્ષિત પુરુષ જે પ્રમાણે લખશે તે જ રીત બની જશે.”
થોડા દિવસ પછી બંકિમ બાબુએ ફરીથી એક પ્રસંગે રમેશબાબુને કહ્યું હતું “તમારી અંગ્રેજી રચના કદી સ્થાયી નહિ થઈ શકે. બીજા લેકે તરફ જુઓ. તમારા કાકા ગોવિંદચંદ્ર, શશીચંદ્ર અને મધુસૂદન દત્તની બંગાળીમાં લખેલી કવિતાઓ કદી નાશ પામશે નહિ. જ્યાંસુધી બંગાળી સાહિત્ય રહેશે ત્યાંસુધી તે અમર રહેશે.”
આ વાતચીતને બે વર્ષ થયા પછી રમેશ બાબુની અંગવિજેતા’ નામની નવલકથા પ્રગટ થઈ. ત્યાર બાદ માધવીકંકણ, સમાજ, સંસાર, રાજપૂત-જીવનસંધ્યા વગેરે જે ઉત્તમોત્તમ પુસ્તકે તેમણે પ્રગટ કર્યા છે, તે સહજમાં નાશ થાય તેવાં નથી, ત્યારે તેમની લેઝ ઓફ એન્શિયંટ ઈન્ડિયા” (પ્રાચીન ભારતનાં પદે) ભૂલાતી જાય છે. “ચેરી બ્લેસમ” અને શશીદત્તની “વીઝન ઓફ સુમેર” (સુમેરુનું દશ્ય) તો લુપ્ત પણ થઈ ગયાં છે. મધુસૂદન દત્તની પ્રીવ લેડીનું પણ હવે કોઈ નામ નથી લેતું, પણ “મેઘનાથ વધ” વાળી તેમની કૃત અમ્મર થઈ ચુકી છે. - બંકિમે પણ “રાજમોહનની પત્ની નામની એક વાર્તા અંગ્રેજીમાં લખી હતી; પણ તે પૂર્ણ કરવા પહેલાં જ તેમને પોતાની ભૂલ સમજાઈ જવાથી તેમણે તે પડતી મૂકી હતી અને દુર્ગેશનંદિની લખવી શરૂ કરી હતી.
‘બંગદર્શન” ઈ. સ. ૧૮૭૫ સુધી પૂર્ણ તેજથી ચાલતું હતું. બગદર્શનને હિસાબકિતાબ બંકિમના પિતા યાદવચંદ્ર રાખતા હતા. તેમના ભાઈ સંજીવચંદ્ર છપાઈના કામપર દેખરેખ રાખતા હતા; અને બંકિમ બાબુ સંપાદનનું કામ કરતા હતા. સન ૧૮૭૬ ના માર્ચ મહીનામાં બંકિમબાબુની હુગલીમાં બદલી થઈ. કાંટાલપાડાથી હુગલી બહુ પાસે છે. એક કલાકને પણ રસ્તો નહિ હેય. બંકિમબાબુ ઘેર રહીને જ ત્યાં કામ કરવા જવા લાગ્યા,પણ આ ક્રમ ચેડા દિવસ સુધી જ રહ્યો. ત્યાર બાદ ઇસ. ૧૮૮૩ ની શરૂઆતમાં જ કઈ કારણથી બંકિમચંદ્ર બંગદર્શન બંધ કરી દીધું અને તેઓ સપરિવાર ચંચુડામાં રહેવા ગયા. - બંકિમ બાબુનું ધાર્મિક અને તત્વજ્ઞાન સંબંધી વાંચન વિશાળ હતું. તેમની વય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૧૫ વધતી ગઈ તેમ તેમ તેમના હૃદયમાં ધર્મભાવ પણ વધતો ચાલ્યો હતો. એક સમયે તેમની માટી પુત્રી પ્રસવવેદનાથી અત્યંત દુઃખી થઈ રહી હતી, ત્યારે બંકિમ બાબુએ ઠાકુરમંદિરમાં પદ્માસનથી બેસીને ઉંડા હદયથી પ્રભુ પાસે તે દુખ ટાળવાની પ્રાર્થના કરી હતી. એકપ્રસંગે તેમના ઘરમાં એક બાળક એક કઠિન રોગથી પીડાઈને અત્યંત દુઃખી થતું હતું ત્યારે પણ બંકિમબાબુએ મોડી રાત સુધી જાગીને ભગવાનની આગળ પ્રાર્થના કરી હતી અને છેક પાછલી રાત્રે સુતા હતા. એ પછી સવારે ઉઠતાં જ તેમણે ભગવાનની મૂર્તિનું ચરણોદક લાવીને બાળકના મસ્તકપર લગાવ્યું હતું; અને બાળકનો રોગ જલદી મટી ગયો હતો. આ બનાવ પછી બંકિમબાબુના હૃદયમાં ધર્મભાવની જડ પાકી જામી ગઈ અને ભકિતનું ઝરણું ખુલી ગયું. પ્રૌઢાવસ્થામાં એ ઝરણાએ એક નાની સરખી નદીનું રૂપ લીધું હતું, અને તે પછીના જીવનમાં તે નાની નદી વિશાળ તરંગમયી ગંગારૂપ બની ગઈ હતી. એક ઘટનાનું વર્ણન કરવાથી પાઠકગણને એ બાબતનો પરિચય થશે.
દેહ છૂટવા પહેલાં ત્રણ ચાર વર્ષ અગાઉ એકવાર બંકિમબાબુ બહુજ બિમાર પડી ગયા હતા. વ્યાધિ એ વિચિત્ર હતો કે તેમાં જવર યા બીજી કઈ પીડા ન હતી; પણ દાંતમાંથી લેહી વહ્યા કરતું હતું. થોડું નહિ પરંતુ પાશેર પાશેર સુધી લેહી કેટલીક વાર વહી જતું હતું. ઘરનાં માણસોએ એક જાણીતા યુરોપીઅન ડોકટરને તેડાવ્યા. સાહેબ આવ્યા. તેમની જાણમાં આવ્યું કે બંકિમબાબુ દરરોજ બહુ વાર સુધી ગીતાનો પાઠ કરતા રહે છે. ડોકટરે કહ્યું કે ગીતાપાઠ બંધ કરવો પડશે અને વાતચીત પણ બહુજ ઓછી કરવી જોઈએ. બંકિમબાબુ એ સાંભળીને હસી પડયા. તેમનું એ હસવું વ્યંગનું અથવા અહંકારનું ન હતું, પરંતુ ધર્મભાવજન્ય વિશુદ્ધ આનંદનું હતું. તેમના અડગ ધર્મવિશ્વાસનું એ હસવું હતું.
સાહેબ દવાને નુસખો લખી આપીને ચાલ્યા ગયા. ઘરનો કર તે પ્રમાણે દવા લઈ આવ્યું. દવાની શીશી બંકિમબાબુની આગળ મૂકવામાં આવી; પરંતુ તેમણે તે શીશી ખેલીને બધી દવા પીકદાનમાં નાખી દીધી, અને ખૂબ હસી લઈને પછી ઉચ્ચ સ્વરથી ગીતાપાઠ ચાલુ કરી દીધું ! ઘરનાં માણસોને તેમના માટે વધારે ચિંતા થવા લાગી અને બીજા લેકેએ પણ તેમને ગીતાપાઠ છેડાવવાની બહુ કોશિશ કરી, પરંતુ તેમણે છેવટ સુધી ગીતાને પાઠ બંધ કર્યો નહિ. એક દિવસે ડોકટર મહેન્દ્રલાલ સરકાર તેમને જોવા આવેલા તેમણે પણ બહુજ સમજાવ્યા, પરંતુ બંકિમ બાબુ એ વિષયમાં તેમને કંઇ પણ ન કહેતાં કેવળ હસતાજ રહા છેવટે કટરે ખીજાઈને કહ્યું “તમે આત્મહત્યા કરી રહ્યા છે.” બંકિમે કહ્યું “કેવી રીતે ?”
ડો. સરકાર જે દવા ખાય નહિ તે વૃથા પિતાને જીવ ગુમાવે છે. બંકિમઃ-કેશુ કહે છે કે હું દવા નથી ખાતો? .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
ડૉ. સરકાર–ખાઓ છો? તમારી દવા કયાં છે? બંકિમે અગિળીવડે ગીતાનું પુસ્તક બતાવ્યું. “તમને સમજાવવાનો પ્રયત્ન વૃથા છે.” એમ કહીને ડોકટર ચાલ્યા ગયા.
એ પછી બંકિમબાબુને રોગ થડા દિવસ સુધી તે એટલો વધ્યો કે જીવવાની આશા પણ રહી ન હતી; પરંતુ પછી ધીરે ધીરે ગીતાપાઠથીજx સાજા થઈ ગયા! આવા બનાવો ઉપરથી કહી શકાય છે કે તેમના હૃદયમાં ભકિતભાવરૂપી નદી મહાન વેગવાળી ગંભીર ગંગારૂપ બની ગઈ હતી. એ ભકિત ગંગાની લહેરમાંથી જ આપણને કૃષ્ણચરિત્ર અને ધર્મતત્ત્વ જેવાં ગ્રંથરત્ન વાંચવા મળ્યાં છે. સાથે એવા બનાવો ઉપરથી એવું પણ શિક્ષણ મળે છે કે જ્યાં સુધી માણસનું ધર્મ જ્ઞાન સ્વ૫ અથવા અધુરું હોય છે ત્યાં સુધી તે તે અહંકાર ને નાસ્તિકતાજ ઉત્પન્ન કરે છે, અને પછી જેમ જેમ એ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ માનવહૃદય નિરભિમાન અને આસ્તિક બનતું ચાલે છે. - બંકિમ બાબુ હુગલીમાં પાંચ વર્ષ રહ્યા એ દરમીયાન તેમને પ્રતિષ્ઠા અને ધન પૂરતાં પ્રાપ્ત થયાં. હુગલીના કલેકટર સાહેબ આખા જીલ્લાનું કામ બંકિમ બાબુ ઉપર નિશ્ચિતપણે મૂકતા હતા. ડિવીઝન કમિશ્નરે બંકિમચંદ્રના કામથી ખુશ થઈ તેમને પિતાના ખાસ મદદગાર (પર્સનલ એસિસ્ટંટ) બનાવ્યા હતા. લેફટનંટ ગર્વનર એડન સાહેબે બંકિમ બાબુની ભલામણથી તેમના નાનાભાઈ પૂર્ણચંદ્રને ડેપ્યુટી કલેકટરનું પદ આપ્યું હતું. પુસ્તકાના વેચાણની પણ ઠીક આવક થતી હતી. તેમનું વહાલું બંગ દર્શન પાછું ફરીથી નીકળવા માંડયું હતું. કમલાકાંતના પત્ર, રાજસિંહ, મુચીરામ ગાંડનું જીવનચરિત્ર, કમલકતની જુબાની, આનંદમઠ, વગેરે ગ્રંથો એક પછી એક લખાતા ગયા અને બંગદર્શનમાં પ્રગટ થતા ગયા. બંગદર્શનમાં “આનંદમઠ' પ્રગટ થયા પહેલાં થોડા દિવસે બંકિમબાબુ હુગલી છોડીને આવ્યા હતા.
બંકિમ બાબુ સરકારી નોકરતરીકે પણ કેવા નિડર અને મજબૂત મનના હતા તે નીચલો બનાવ દર્શાવી આપે છે. - ઈ. સ. ૧૮૮૧ માં બંકિમ બાબુની નોકરી હાવરામાં હતી. એ સમયે મિ. બેકલેંડ કરીને કલેકટર હતા. એ સાહેબ બંકિમ બાબુ ઉપર બહુ નાખુશ રહેતા; કેમકે બંકિમ બાબુ પોલીસે ચલાવેલા કેસમાં આરોપીઓને મોટે ભાગે છેડી દેતા હતા. આવી એક ઘટનાની હકીક્ત નીચે આપવામાં આવે છે.
એક પ્રસંગે હાવરા મ્યુનિસિપાલિટીએ અંગ્રેજીમાં નેટીસ કાઢી કે કોઈએ પણ કામ્યુસ્ટીબલ પદાર્થોથી પિતાનું ઘર છાવવું નહિ, નહિ તે સજા કરવામાં આવશે. આ
* શ્રદ્ધાવાન ભક્ત હદય આવી રીતે પણ આરોગ્ય પ્રાપ્ત કરી શકે, એમાં કંઈજ સંશય નથી.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
નેટીસનું ભાષાંતર મ્યુનિસિપાલીટીના એક અંગ્રેજ સેક્રેટરીને હાથે તૈયાર થઈ આખા શહેરમાં વહેંચવામાં આવ્યું હતું. તે અંગ્રેજે કેપ્યુટીબલ શબ્દનો અર્થ બંગાળીમાં જવલીય (સળગી ઉઠે એવું લખવાને બદલે “જલીય” (પાણીવાળું) એ લખ્યું હતું.
આ “જલીય’ શબ્દ એક વૃદ્ધ સ્ત્રીને પિતાના સપાટામાં લીધી. તે બિચારીની એક નાની સરખી ઝુંપડી સુકાં પાંદડાથી છાવેલી હતી. લખવા વાંચવાનું તો એ ડેશી જાણતી જ ન હતી. નેટીસ નીકળ્યાનું સાંભળીને એક ભણેલા માણસને પૂછતાં તે વેદીયા ઢોર જેવા માણસે તેને સમજાવ્યું હતું કે પાણીવાળા પદાર્થોથી ઝુંપડી છાવવી જોઈએ નહિ. ડોશીમાને એથી શાંતિ વળી હતી. કેમકે તેમની ઝુંપડી સુકાં પાનથી જ છાવેલી હતી.
ડા દિવસમાં મ્યુનિસિપાલીટીના માણસોએ તે ડેશી ઉપર ફરીઆદ માંડી, ચેરમેન સાહેબે તે એંશી પંચાશી વર્ષની ડેશીને કેજદારી કોર્ટમાં મોકલી આપી. જીલ્લા મેજીસ્ટ્રેટે મુકઈમ બંકિમબાબુની કોર્ટમાં મેકલી આપ્યો. બંકિમ બાબુને જણાઈ ગયું કે ડોશીને વ્યર્થ સતાવવામાં આવી છે. જે નેટીસને અર્થ મ્યુનિસિપાલીટીના સેક્રેટરીની સમજમાં ન આવ્યો તેને અર્થ બિચારી આ ડેશી કેવી રીતે સમજી શકે ! બંકિમબાબુએ ડોશીને છોડી દઈ ફેંસલામાં લખ્યું કે નોટીસની મતલબ સમજાતી નથી; તેથી નોટીસને અપૂર્ણ સમજીને આરોપીને છોડી દઉં છું. દેશી બંકિમ બાબુને આશીર્વાદ દેતી દેતી પિતાને ઘેર ગઈ.
શીને છોડી મૂકવાની ખબર સાંભળીને જીલ્લા મેજીસ્ટ્રેટ બલેંડ સાહેબના ગુસ્સાનો પાર રહ્યો નહિ. બંકિમ બાબુના જજમેંટ ઉપર તેણે લખ્યું કે “બંકિમ બાબુના બંગાળી ભાષાના અભિમાને ફેંસલાને ફેરવી નાખ્યો છે.”
ઉપલો શેરો વાંચીને બંકિમ બાબુને પણ ક્રોધ ચડે. તેમણે સાહેબને લખ્યું કે “તમે મારા ઉપર નથી, માટે મારા ફે સલા પર ચર્ચા કરવાને તમને કાંઈજ અધિકાર નથી, માટે એ વિષે કાં તમારે એક મહિનાની અંદર મારી ક્ષમા માગવી અથવા તો કેસના સર્વ કાગળ કમિશ્નર તરફ મોકલી આપવા.”
મહીને વીતી ગયો પણ બકડ સાહેબે ક્ષમા પણ માગી નહિ તેમ કેસના કાગળ પણ કમિશનર તરફ મોકલ્યા નહિ. પછી કમિશનરનું હાવરામાં આવવું થતાં બંકિમ બાબુએ તેની મુલાકાત લઈને સર્વ હકીકત કહી સંભળાવી.
આ તરફ જીલ્લા મેજીસ્ટ્રેટને ઉપલી બીના તેના એક માણસદ્વારા મળી ગઈ. જીલ્લા મેજીસ્ટ્રેટ હજી નવોસવો અને કામચલાઉ તરિકેજ નિમાયેલા હતા. તેને સમજાઈ ચૂકયું હતું કે જજમેન્ટ ઉપર અભિપ્રાય લખવામાં તેણે અનુચિત કર્યું છે; પરંતુ આ વાતની તે તેને કલ્પના પણ નહોતી આવી કે એક દેશી ડેપ્યુટી આટલી હદ સુધી જશે! બંકિમને મળીને નિકાલ લાવવાના હેતુથી સાહેબે પિતાના શિરસ્તેદારને કહ્યું, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત
બપોર પછી બંકિમ બાબુ ઘેર જવા નીકળે ત્યારે મને ખબર આપજે. શિરસ્તેદારે તે પ્રમાણે કર્યું અને બંકિમબાબુના ઘર તરફ જવાના સમયે સાહેબ તેમની પાસે પહોંચી ગયા. બંકિમ સાથે તેમણે નીચે પ્રમાણે વાતચીત કરી.
બલેંડ:–બંકિમબાબુ ! તમે જાણો છો કે વાર્ષિક રિપોર્ટમાં મેં તમારે માટે શું લખ્યું છે?
બંકિમઃ-જીલ્લા મેજીસ્ટ્રેટ પિતાના રિપોર્ટમાં મારે માટે શું લખે છે તે જોવાની મને અગત્ય નથી.
બકલેંડ–મેં તમારી બહુ પ્રશંસા કરી છે. બંકિમઃ—તે જાણવાની મને પરવા નથી.
સાહેબ જરા મુંઝાયા. આવા આકરા જવાબની તેમણે આશા રાખી ન હતી. બંકિમના કહેવામાં ધન્યવાદ અથવા કમળતાને ભાવ જરા પણ તેમણે જે નહિ.
બીજો ઉપાય ન જણાવાથી સહેબે સ્પષ્ટ ભાષામાં કહ્યું કે બંકિમબાબુ ! જજમેંટ ઉપરના મારા અભિપ્રાયથી નારાજ થઈને તમે કેસના કાગળ કમિશ્નર તરફ મેકલવાનું લખ્યું હતું; તે બાબતમાં મારું એમ કહેવું છે કે તમારો તે પત્ર તમે પાછા ખેંચી લે તે સારું
બંકિમ–તમે ક્ષમા નહિ માગો ત્યાંસુધી કદી પણ તે પત્ર ખેંચી નહિ લઉં. બલેંડ –એટલું તે તમે સ્વીકારશે જ કે જીલ્લા મેજીસ્ટ્રેટને અમુક મોભો હોય છે. બંકિમ–મે જરૂર હોય છે પરંતુ સર્વ કઈ તે જાળવવા નથી માગતા.
બકલંડ –ઠીક, બંકિમ બાબુ એક કામ કરે, હું મારો અભિપ્રાય પાછો ખેંચું અને તમે તમારો પત્ર પાછો ખેંચી લો.
બંકિમ બાબુ એથી રાજી થયા. સાહેબે પોતાના અભિપ્રાય નીચે લખ્યું કે હું ઉપર લખેલા શબ્દો માટે દીલગીર છું અને તે પાછા ખેંચી લઉં છું.
બંકિમ બાબુએ પણ પિતાને પત્ર ખેંચી લીધા. આ સમયથી બંને વચ્ચે મૈત્રી બંધાઈ. બકેલેંડ સાહેબ બંકિમ બાબુ તરફ સદા શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા, અને છેવટ સુધી તેમના હિતથી થઇ રહ્યા. તેમણે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ “બેંગોલ અંડર ધી લેફટનંટ ગવર્નસ ”માં બંકિમ બાબુનાં મુક્તકંઠે વખાણ કર્યા છે.
ઉપલા બનાવને લગતી હકીકત તે સમયના લેફટનંટ ગર્વનર સર એશલી એડનના કાન સુધી પણ પહોંચી હતી. તે ઉચ્ચ હદયના ગવર્નર એથી જરા પણ નારાજ ન થતાં ઉલટા બંકિમ બાબુ ઉપર ખુશ થયા હતા.
બકિમ બાબુના દેવતુલ્ય પિતા યાદવચંદ્ર ઈ. સ. ૧૮૮૧ માં સ્વર્ગવાસી થયા. યાદવચંદ્ર દિવસને ઘણો ભાગ પિતાની પૂજાના ઓરડામાંજ બાજઠ ઉપર બેસીને ગાળતા હતા. બંકિમ બાબુના “બંગદર્શન’ માસિકની વ્યવસ્થાનું કાર્ય પણ ત્યાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃતાંત
બેઠા બેઠા તેઓ બજાવતા. ગામ લેકેના અંદર અંદરના કજીયા પણ તેઓ એજ સ્થળે બેસીને ચૂકવતા હતા. તેમના જમણા હાથ તરફ એક પાટ અને તેના ઉપર એક ગાલીચો બીછાવેલો રહેતો. જે કઈ સાધુ બ્રાહ્મણ આવતા તે તેનાપર બેસતા હતા. ડાબી બાજુએ એક બીજી પાટ બિછાવેલી રહેતી. તેના ઉપર અન્ય સારા માણસેને બેસાડવાનું રાખ્યું હતું. યાદવચંદ્રના પિતાના બિછાના ઉપર ઘરનાં રમતિયાળ નાનાં બાળકે સિવાય બીજું કઈ બેસતું નહિ. તેમના દીકરાઓ જ્યારે તેમની પાસે આવતા ત્યારે તેઓ ઘણે ભાગે ઉભા જ રહેતા અને પિતાની આજ્ઞા થાય તે પણ કંઈક સંકેચની સાથે જૂદા આસન ઉપરજ બેસતા હતા. બંકિમ બાબુને કદિ પણ કેઇએ તેમના પિતાની સામે ખુરશી ઉપર અથવા તે તેમની સાથે એક આસન પર બેઠેલા જોયા નથી.
એક વખત યાદવચંદ્રની તબીયત બહુ ખરાબ થઈ ગઈ હતી. તેઓ પલંગપર સુતા હતા. બંકિમે પિતાના પિતાની નાડી જેવાને વિચાર કર્યો. યાદવચંદ્રની એક બાજુ ભીંત હતી. ભીંતને અડીને તેમને પલંગ પાથર્યો હતો. પલંગ ઉપર પગ મૂક્યા વિના યાદવચંદ્રના શરીરને અડકવું અસંભવિત હતુ. બંકિમબાબુ વિચારમાં પડયા. પલંગ પર પગ મુકાય તેમ ન હતું અને તકલીફ થાય એટલા માટે પિતાને પણ કહી શકતા ન હતા. અને એક બાજુનું બિછાનું વાળી લઈને પગ પલંગ ઉપર રાખીને તેમણે પિતાની નાડી જોઈ. પિતાના પલંગને, અને પિતાની વપરાશની ચીજોને તે પવિત્ર સમજતા હતા. પિતાના ઓરડામાં કોઈ દિવસ જોડા પહેરીને જતા ન હતા. પિતાના ઉપયોગની ચીજોને પોતે કદી વાપસ્તા નહિ. - બંકિમ માતા-પિતાના કેવા અનન્ય ભક્ત હતા તે બતાવવા માટે અને બીજી બે એક ઘટનાઓનો ઉલ્લેખ કરીએ છીએ. એક દિવસ બકિમ પિતાજીને મળવા આવ્યા. આવીને એરડામાં ઉભા રહ્યા. યાદવચંદ્ર આ વખતે માથું નમાવીને બંગદર્શનનો હિસાબ લખતા હેવાથી બંકિમચંદ્રના આવ્યાની તેમને ખબર ન પડી. મરતાં પહેલાં કેટલાંક વર્ષોથી તેઓ ઓછું સાંભળતા હતા. પગને અવાજ સાંભળી તે દૂર રહ્યો પણુ પાસે ઉભા રહીને ધીરેથી બોલાવે તો તે પણ સાંભળી શક્તા ન હતા. પિતૃભક્ત પુત્ર પિતાના કામમાં અડચણ કરતે નહિ. શિક્ષિત બંકિમ પિતાને જોરથી બોલાવવાની અસભ્યતા પણ નહોતા કરી શકતા. પિતાને મળવા આવીને એમને એમ પાછા જવું તે પણ બંકિમને ઠીક ન લાગ્યું; કેમકે એથી તે પિતા તરફ કંઈક અવજ્ઞાને ભાવ દેખાય, કંઈક અધૈર્ય અને વિરક્તિનો ભાવ પ્રગટ થાય. બંકિમચંદ્ર એમને એમ ચૂપચાપ ઉભા રહ્યા. બહુ વાર થઈ ગઈ. એટલામાં યાદવચંદ્રની એક વૃદ્ધ દાસી ત્યાં આવી. બંકિમને આમ વિચારમાં ગરક થયેલ જોઈને તે હસી પડી. તેણે જોરથી બૂમ પાડીને યાદવચંદ્રને બંકિમ આવ્યાની ખબર આપી ત્યારે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
२०
આબુ કિમચંદ્રનું સંક્ષિપ્ત ધૃતાંત
યાદવદ્રે માથું ઊંચુ કરીને જોયુ અને કિમને સ્નેહપૂર્ણાંક બેસવાની આજ્ઞા કરી. કિમખાણુ જ્યારે પહેલ વહેલા નાકરી કરવા જૈસાર ગયા, ત્યારે માતા અને પિતાના પગ ધાઇને ચરણાદક એ શીશીઓમાં ભરીને પોતાની સાથે લઇ ગયા. હતા. અક્રિમચદ્ર યુવક છતાં પણ માતપિતાના આવા ભક્ત હતા.
સન ૧૮૮૨ માં જાજપુરમાં બંકિમભાઃ ૬ મહીના રહ્યા. જ્યારે તેઓ ત્યાંથી પાછા ફર્યા ત્યારે તેમની સાથે તેમના વચેટ જમાઇ પુણ્ હતા. તે વખતે ત્યાં રેલ્વે નહાતી થઇ. રસ્તા બહુજ ખરાબ હતા. વળી રરતામાં ચાર ડાકુના પણ અહ ડર હતા. એવે ભયવાળે રસ્તે કિમખાણુ પાલખીમાં બેસીને જતા હતા. તેમના જમાઈ ખીજી પાલખીમાં ખેડા હતા. નાકર-ચાકર સરસામાન લને ખીજે રસ્તેથી ગયા હતા. સાથે માત્ર એ માણુસ હતા. તેએ મશાલ લઇને પાલખીઓની સાથે ચાલતા હતા. રાત્રીના સમય હતા. ચારે બાજુ શાંતિ હતી. ચંદ્ર પણ વાદળામાં સતાકુકડી ખેલતા ખેલતા જતા હતા. દિવસે ખૂબ વરસાદ વરસ્યા હતા. રસ્તાની અને ખાનુ જંગલ હતું. તે વિશાળ વનની વચમાં એ મશાલના પ્રકાશમાં ભાષ પાલખી ઉંચકીને જતા હતા. ટાઢ પણ ખુખ હતી. ક્રિમ આયુની પાલખી આગળ અને તેમના જમાઇની પાલખી પાછળ હતી.
એ પાલખીના સેાળ ભાઇ હતા. પણ તેએ ઉડીયા ( ઉડીસા પ્રાંતના ) હતા એટલે માટીનાં પુતળાંથીયે વધારે નકામા હતા. ભાઇ તેમની ધૂનમાં જાત જાતની વાતા કરંતા ચાલતા હતા, તેવામાં એકાએક તેઓ ભડકી ઉઠયા. તેઓને તેમની સામે અને આજુબાજુ બહુજ માણસા દેખાયા. તેમણે ધાર્યું કે તે લૂંટારા છે, ધીમે ધીમે અંદર અંદર વાત કરીને તેઓ અટકી પડયા; અને તરતજ પાલખી નીચે ઉતારી. તે વખતે કિમ ખાદ્યુની માંખમાં જરા ઉંધ આવી હતી. પાલખી પૃથ્વીપર ડપકાતાંજ તેઓ જાગી ઉઠયા. તેમણે મેટા અવાજે કહ્યું-શું થયું છે ?”
જવાબ કેાણુ આપે ? ખીણ ભાઈ લેકા તાનાસવા લાગ્યા હતા.
ભાઇએ નાસી ગયા. મશાલવાળા એ માણસા પણ નાસી ગયા હતા. લૂંટારાઆએ આવીને તેમને ઘેરી લીધા. તેમના દ્વાચાં લાઠી સિવાય બીજું દ્ગથિયાર ન હતું. કિમચંદ્રની પાલખીનું એક બાજુનું બારણું અધ હતું. ખીજી બાજુનું ખુલ્લું હતું. ક્રિમે ડાકુ બહાર કાઢીને જોયું તે દશ પંદર ડાકુઓએ અને પાલખીને ઘેરી લીધી છે. તેઓ પાલખીમાંથી ઉતરીને રસ્તામાં ઉભા રહ્યા. સાંભળ્યું છે કે તેમના હાથમાં પણ એક લાઠી હતી. તેમણે લાઠી ઉઠાવીને સામેના ડાકુને સ્પષ્ટ ઉડિયા
,,
ભાષામાં કહ્યું– જે આગળ આવશે તેને ઠાર મારીશ. ” લૂંટારૂઓ ઉભા રહ્યા. ખંકિમચંદ્ર તદ્ન નિર્ભય હતા. તે નિર્જન વનમાં વીસ લૂંટારાની સામે દુ॰ળ નિઃસહાય 'કિમચંદ્ર સ્થિર વિકારશન્ય ભાવથી ઉભા રહ્યા હતા. ફરી પાછુ તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત
નિર્ભયતાથી લૂટારાઓને કહ્યું-"તાકાત હોય તે આવી જાઓ” ડાકુ તેમનાથી બધા, અને દૂર જઇને ઉભા રહ્યા.
આ વખતે મી. હૈટી સાથે બંકિમબાબુને ઘેર લેખિનીયુદ્ધ સ્ટેટસમેન પત્રમાં ચાલતું હતું. બન્નેનાં લખાણે લેકે આતુરતાથી વાંચતા હતા. એ લેખમાળાને લીધે
સ્ટેટસમેનની એટલી ખપત વધી હતી કે કઈ કઈ દિવસે તો તે બે વાર છાપવું પડતું હતું. આ ઝગડે ઉભે થવાનું કારણ બહુજ સાધારણ હતું. તે દિવસોમાં ટેસ્ટી સાહેબના હાથમાં કંઈ ખાસ કામકાજ ન હતું. તેથી તેમણે હિન્દુઓને અને તેમના ધર્મને ભલું ભુંડું કહેવાનું શરૂ કર્યું. શોભા બજારના રાજભવનમાં એક માણસનું શ્રાદ્ધ હતું, એ તેમાં કારણભૂત થયું. મહારાજ કાલીકૃષ્ણ બહાદુરની સ્ત્રીનું શ્રાદ્ધ ખૂબ ધામધૂમથી થયું હતું. તેને લગતા સભામંડપમાં બંગાળાના પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ પુરુષો એકત્ર થયા હતા. આ સભામાં ૪૦૦૦ અધ્યાપક પંડિત હતા. તે સભામડ૫માં રાજભવનના ઇષ્ટદેવ ગોપીનાથજીની મૂર્તિ ચાંદીના સિંહાસન ઉપર પધરાવવામાં આવી હતી. તે જોઈને હેસ્ટી સાહેબને ક્રોધાગ્નિ સળગી ઉઠય. ક્રોધને ન રેકી શકવાથી તેઓ હિંદુ ધર્મ ઉપર તીવ્ર વાગબાણ છોડવા લાગ્યા. તેમણે હિંદુધર્મવિરુદ્ધ લેખ પણ લખવા શરૂ કર્યા. બંકિમચંદ્ર જેવો વિદ્વાન અને ધાર્મિક પુરુષ આ કેમ કરીને સહન કરી શકે ? તેમણે રામચંદ્રના નામથી તેમના લેખોના સચોટ જવાબ આપવા શરૂ કર્યા. તેમની આ લેખમાલાથી તેમનું અગાધ પાંડિત્ય જણાઈ આવે છે. પિતાના લેખોના સચોટ જવાબ મળતા હૈચ્છી સાહેબ તેના લેખકનું અસલ નામ જાણુવાને આતુર થઈ રહ્યા હતા.
બંકિમચંદ્રની જાજપુરથી હાવરા બદલી થઈ. તે વખતે ઈ. વી. વેસ્ટ કેટ સાહેબ હાવરામાં મેજીસ્ટેટ હતા. થોડા જ દિવસમાં ઉક્ત સાહેબ સાથે બંકિમ બાબુને તકરાર થઈ. એક રે સંબંધી મુકામે બંકિમચંદ્રની કચેરીમાં મોકલવામાં આવ્યો. તે મુકદમાનું પરિણામ જાણવા માટે મેજીસ્ટ્રેટ સાહેબ અત્યંત ઉત્કંઠિત હતા. એક દિવસ તેમણે સાંભળ્યું, કે બંકિમચંદ્ર આરોપીને છોડી દીધો છે. સાહેબને તે અસહ્ય થઈ પડયું. તેઓ બહુ જ નારાજ થઈને બંકિમબાબુની કચેરીમાં ગયા. - બંકિમબાબુ પાસે તે વખતે એક બીજો મુકર્દમે ચાલતું હતું. સાહેબને જોઇને બંકિમચંદ્ર ઉભા થયા નહિ તેમજ તેમની સાથે કંઈ બોલ્યા પણ નહિ. સાહેબે કેટના માનની ખાતર ટોપી ઉતારી. ત્યાર બાદ પ્લેટર્ફોર્મની નીચે ઉભા રહીને બંકિમચંદ્રને સંબોધીને કહ્યું -
બંકિમ બાબુ ! રે વેવાળા મુકર્જમામાં આપે આરોપીને છોડી દીધું ?” બંકિમે એમને એમજ ખુરશી ઉપર બેઠાં બેઠાં કહ્યું “હા, તે—” સાહેબ આપે આરોપીને સજા કરવી જોઈતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બંકિમ–આપ આવા શબ્દો ઉચ્ચારીને કેર્ટનું અપમાન કરી રહ્યા છે. અત્યારે હું મહારાણા પ્રતિનિધિ છું.
સાહેબ –આપે ભૂલ કરી છે તે આપને બતાવવી જોઈએ.
બંકિમચંદ્ર વધારે વાદવિવાદમાં ન ઉતરતાં સાહેબ વિરુદ્ધ તુમાર લખવા લાગ્યા. સાહેબે જાણ્યું કે આ તે ભારે આફત આવી ! જે કદી સાંભળ્યું નથી, જોયું નથી, તેજ કરવા એક હિંદુસ્તાની મેજીસ્ટ્રેટ તૈયાર થયો છે ! બુદ્ધિમાન અને કાયદે જાણનાર સાહેબ સમજી ગયા કે તેનું આ કામ નિયમવિરુદ્ધ થયું છે. તેમણે તરતજ માફી માગી લીધી. બંકિમે પણ તેમને મારી આપી. - બંકિમે પિતાના મનમાં ધાર્યું હતું કે સાહેબ સાથે ઝગડો કરતાં કરતાં સંભવ છે કે કોઈ દિવસ નોકરી છોડવી પડશે. તેથી જ કાયદાની પરીક્ષા આપીને વકિલાત કરવાને રસ્તો તેમણે પોતાને માટે કરી રાખ્યો હતો.
ઝગડા બાદ બે ત્રણ મહીનામાંજ વેસ્ટમેટ સાહેબની બદલી થઈ. તેઓ જે. વધારે દહાડા હાવરામાં રહ્યા હતા તે જરૂર બંકિમબાબુને થોડું ઘણું હેરાન થવું પડત. સાહેબે ચેડા હેરાન કર્યા પણ હતા. તે વખતે બંકિમચંદ્ર કલકત્તામાં રહેતા હતા. તેઓ હમેશાં કલકત્તાથી હાવરા જતા હતા. સાહેબે હુકમ કર્યો કે તેમણે હાવરામાંજ રહેવું. બંકિમચંદ્ર તેમાં સગવડ ન હોવા છતાંયે કંઈ બોલ્યા નહિ અને હાવરામાંજ રહેવા લાગ્યા. - બંકિમચંદ્રના હૃદયમાં કર્તવ્યજ્ઞાન બહુ પ્રબળ હતું. પિતાના પરિવારના પ્રસંગ ગોનાં અથવા નેકરીનાં કામમાં કોઈએ કદી પણ તેમને કર્તવ્યવિમુખ જોયા નથી. ઉદાહરણુતરીકે અહીં એક વાત લખવામાં આવે છે. તેઓ પોતાના કેઈ સગાને દર મહીને કંઈક ધનની મદદ કરતા હતા. આવી મદદ તેમના તરફથી બહુ લેકને મળતી હતી. જેને ખાવાપીવાની તંગી હોય, જેઓ અનાથ હોય, તેમને થડા રૂપીઆ, માસિક આપવા એ તેઓ પોતાનું કર્તવ્ય સમજતા હતા. જે સગાનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેની તરફ બંકિમચંદ્રને બહુ તિરસ્કાર હતા. તેઓ તેને ઝેરથીયે ખરાબ સમજીને તેનાથી છેટા રહેતા હતા; તે પણ દર મહીને થોડી ધનની મદદ તે આપ્યાજ કરતા હતા. તે સગા તરફ બંકિમચંદ્રને એટલી ઘણા હતી કે કદી તેનું નામ પણ જીભથી નહેતા લેતા અને તેમની કલમથી પણ લખતા ન હતા. તેને જે ધન તેઓ આપતા હતા તેને માટે પણ હિસાબમાં તે સગાના નામને બદલે ફિઝલ ખર્ચ એવું લખતા હતા.
હાવરામાં બંકિમચંદ્રની ફરીથી બદલી થઈ. હવે તેઓ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ થયા માસિક પગાર રૂ. ૮૦૦) થશે. તે વખતે પુસ્તકોના વેચાણમાંથી પણ પૂરતી આવકચતી હતી. જીવનભરમાં તેમને પૈસાની તંગો નથી ભોગવવી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
આગળ જતાં અલીપુરમાં બદલી થયા પછી એક વખત બંકિમચંદ્રની અદાલતમાં એક મુકદમે ચાલતું હતું. મુકદ્દમો નજી–આબકારી કેસ-હતો. આબકારીખાતાએ મળેલ હતા. બંકિમચંદે આરોપીને ગુનેગાર ઠરાવીને છેડો દંડ કર્યો. છેડા વખત પછી જીલ્લા મેજીસ્ટેટ બેકર સાહેબે “ દંડ ઓછો થયે છે.” એવો અભિપ્રાય જજમેંટ ઉપર લખ્યો. બંકિમે કહ્યું “ બરાબર દંડ કરવામાં આવ્યો છે. એમ મને ખાત્રી છે. આસામી ગરીબ છે. એટલા રૂપીઆ આપતાં પણ તે હેરાન હેરાન થઇ જશે.”
સાહેબે કહ્યું : “ પરંતુ ગુહા પ્રમાણે જ દંડ તે થવું જોઈએ.” બંકિમે કહ્યું “જનાબ, જ્યારે હું ન્યાયાધીશ થયો હતો ત્યારે આપ પારણામાં હતા.
સાહેબ વચ્ચેથી જ અટકાવીને હસી પડ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજે કઈ અંગ્રેજ હેત તે બહુજ નારાજ થાત, પણ ઉદારહદય બેકર સાહેબે જરા પણ ખોટું ન લગાડયું.
એકવાર બીજી એક ઘટના થઈ હતી. ચોવીસપરગણાના રેવન્યુ ખાતાનું વાર્ષિકસ્ટેટમેંટ નંબર ૧૦ આપવાનો વખત થઈ ગયો હતો. તે વખતે મહેસુલ ખાતું બંકિમચંદ્રના હાથમાં હતું. સ્ટેટમેંટ વખતસર તૈયાર ન થઈ શકયું. અંતે તાકીદને હુકમ આવ્યો. બંકિમચંદ્ર તેની કંઈ પરવા ન કરી. તે માત્ર એટલું જ જોતા હતા કે કામ કરનારાઓ તૈયાર કરવાની બનતી મહેનત કરે છે કે નહિ. તે લોકોને તનતોડ મહેનત કરતા જોઇને બંકિમચંદ્ર નિશ્ચિત રહ્યા. ક્રમશઃ બોર્ડ તરફથી, સરકાર તરફથી, એમ ચારે બાજુથી તાકીદ ઉપર તાકીદ થવા લાગી. બંકિમચંદે જરા પણ નહિ ગભરાતાં કંઇ પણ જવાબ ન આપો. અંતે મેજીસ્ટ્રેટ સાહેબનું આસન ડેલું. કહેવાય છે કે સરકાર તરફથી તેમના ઉપર તાકીદની ચિટ્ઠી આવી હતી. છેવટે બેકર સાહેબ બંકિમચંદ્રની કચેરીમાં ગયા અને પૂછયું “સ્ટેટમેંટ તૈયાર થઈ ગયું ?”
બંકિમ:- ના જી. સાહેબ - કેમ નથી થયું ?
બંકિમ –અધિકારીઓ ખૂબ મહેનત કરીને કામ કરે છે. હું તેમને મારી નજ નાખી શકું.
સાહેબ ઉડીને કામકરનારાઓની પાસે ગયા, અને આમ તેમ ફરતાં ફરતાં કામ જેવા લાગ્યા. જેને સંતુષ્ટ થયા અને કોઈને કંઈ પણ ન કહેતાં સરકારમાં લખી દીધું. બેકર સાહેબની દયા અને ન્યાયપરાયણતા બતાવવા માટે જ અહીં આ ઘટનાને ઉલેખ કર્યો છે. સાથે સાથે એ પણ ઉદ્દેશ છે કે વાચક સમજી શકે કે બંકિમ બા ડરપેક દેશી અમલદાર ન હતા, કે જેથી ઉપરિ અમલદારોથી દબાઈ જઈ પિતાના ભાઈઓ ઉપર જુલમ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૪
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત અહીં બંકિમચંદ્રની ન્યાયાધીશતરીકેની રીતભાત વિષે થોડે ઉલ્લેખ કરવામાં આવે છે. બંકિમચંદ્રના એક સગાએ આ સંબંધમાં જે લખ્યું છે તે જ અહીં આપવામાં આવે છે. તે લખે છે કે
“બંકિમબાબુ અલીપુરમાં હતા ત્યારે હું પણ કોઈ કઈવાર તેમની કોર્ટનું કાર્ય જેવા જ હતા. એક વખત હાઈકોર્ટમાંથી એક યૂપીએનબેરિસ્ટર સાહેબ આવ્યા હતા, અને આરોપીના પક્ષનું સમર્થન કરતા હતા. બીજી બાજુના વકીલ તારકનાથ પાલિત હતા. તારક બાબુ બંકિમચંદ્રને સારી રીતે ઓળખતા હતા; પણ સાહેબ બહાદુર તદ્દન અજાણ્યા હતા. તેમણે ધાર્યું હશે કે એક દેશી ન્યાયાધીશ આગળ સાવધાન તાપૂર્વક બોલવાની કંઈ જરૂર નથી. તેઓ ટેબલ પર હાથ પછાડીને, હાથથી જૂદી જૂદી રીતે ચાળા કરીને તથા મના હાવભાવ કરીને સાક્ષીને ગભરાવવા લાગ્યા. મેં જોયું કે બંકિમચંદ્રનાં ભવાં ચઢી ગયાં હતાં, આંખમાંથી અગ્નિ વરસતો હતો, હોઠ દાંતનીચે દબાવેલ હતું. હું સમજી ગયો કે મેઘ ગાજ્યા વિના નહિ રહે. તરતજ વજપાત થશે. સાહેબે સાક્ષીને એક પ્રશ્ન પૂછે. સાક્ષીના જવાબ આપતા પહેલાંજ બકિમચંદ્ર એકદમ બોલી ઉઠયા- “ સવાલ નકામો છે.
સાહેબે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું “ નકામો ?” બંકિમબાબુએ કહ્યું “બેશક નકામો !”
બંકિમે તારક બાબુ તરફ જોઈને કહ્યું “તારક બાબુ ! આપ તેની સાથે આપને વખત નકામે ગુમાવશો નહિ.”
આટલી નાની વાતથીજ સાહેબનું માં લાલચોળ થઈ ગયું; પણ તેમણે વધારે વાદવિવાદ ન કર્યો. કદાચ તેઓ પોતાની ભૂલ સમજી ગયા હશે. - બંકિમ બાબુ ઘેડા જ શબ્દોમાં જે સખ્ત તિરસ્કાર કરતા હતા-ડાજ શબ્દોમાં મહાન ઉપદેશ આપી દેતા હતા–એ તિરસ્કાર અને ઉપદેશ બહુ ઓછા લેક કરી શકે છે. તેઓ નાનાં નાનાં કામ ઉપરથી દરેક માણસના વિષે અભિપ્રાય બાંધતા હતા. કોઈ કાઇવાર નાની નાની વાતેના આધારે મુકમાનો પણ ફેંસલે આપતા હતા. તેમને એવો વિશ્વાસ હતો કે નાનાં નાનાં કામમાંથીજ માણસને સાચે પરિચય મળી શકે છે. કોઈ માણસની મોટી મેટી વાત સાંભળીને અથવા તેને અમુક મેટા મંડળ કે કામમાં ભળે જઈને જ તેને મોટો ધારી લેવું ન જોઈએ.
આ વાતના ઉદાહરણતરીકે એક મુકદ્ધમાનો ઉલ્લેખ કરીએ છીએ. તેમની કચેરીમાં એક દિવસ એક સાધારણ મુકર્દમે રજુ થયો. એમાં પ્રતિવાદીના વકીલના પૂછવાથી સાક્ષીએ કહ્યું કે “ મેં ચેક આપતાં જોયો હતો.” સાક્ષી નિરક્ષર અને નીચ જાતિનો હતા; પણ તે મુકદ્દમો તેનીજ સાહેદી ઉપર આધાર રાખતો હતો. વકીલે બંકિમબાબુને બહુ ચાલાકીપૂર્વક કહ્યું “ હજુર, લખી લે, સાક્ષીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ચેક આપતાં જે હતે.”
હાકેમે વાત બરાબર સ્પષ્ટ કરવા માટે સાક્ષીને ફરીથી પૂછયું-“ તમે શું આપતાં જોયું હતું ? ”
સાક્ષી:--હજાર, ચેક. બંકિમઃ- તમને કોઈએ આ વાત શીખવીને મોકલ્યા છે કે શું? સાક્ષી –-કેઈએ નહિ, હજૂર! બંકિમઃ- ચેક કોને કહે છે તે જાણે છે ? સાક્ષી કંઈ જવાબ ન આપતા વકીલ તરફ જેવા લાગે. હાકેમે ફરીથી પૂછ્યું–ચેક કેને કહે છે તે જાણે છે ? સાક્ષી-હજૂર, હું એટલું જાણું છું કે મહેસુલ ભર્યા પછી જમીનદાર ચેક આપે છે.
એટલે બંકિમ બાબુએ કહ્યું “ સમજો. તમે પોતે મુકદ્દમાવિષે કશું જાણુ નથી અને બીજાઓની શીખવણી પ્રમાણે જ સાક્ષી આપે છે. તમારા મુખમાંથી એક શબ્દ ન નીકળી શકે. તમે તો ચિક બેલે છે. હવે સાચું કહી દે, તમને કે શીખવ્યું છે કે નહિ તે હું હમણાં જ તમારા ઉપર જદારી કરીશ.”
એટલે સાક્ષીએ રડતાં રડતાં કહ્યું, વકીલ સાહેબે મને જે શિખવ્યું હતું તે પ્રમાણે મેં કહ્યું છે. વકીલ સાહેબે ધ્રુજતી ધ્રુજતાં પિતાને મુકર્દમો પાછો ખેંચી લીધો. આ રીતે એક નાની શી વાત ઉપરથી બંકિમ બાબુએ મુકદમાનું તત્તવ જાણી લીધું હતું. - બંકિમ બાબુ બહુ હોશિયારીથી તેમનું કામ કરતા હતા. પછીથી પણ ઉક્ત મેજીસ્ટ્રેટ સાહેબ જે તેમને ન બન્યું. અંતે બંકિમ બાબુએ નોકરી છોડીને પેન્શન લેવાને વિચાર કર્યો. સન ૧૮૯૦ માં તેમણે પેન્શન માટે અરજી કરી, પણ અરજી નામંજુર થઈ નામંજુર થાય એવું જ હતું. તે વખતે એમની ઉંમર ત્રેપન વર્ષની હતી. પંચાવન વર્ષની ઉંમર પહેલાં પેન્શન મળતું નથી. હા, જે કાઈ રોગ થયેલ હોય તે જુદી વાત. બંકિમચંદ્રને બહુમૂત્રના રોગ સિવાય બીજો કોઈ રોગ ન હતો. વળી તો તેમનું શરીર તંદુરસ્ત અને બળવાન હતું. એથી સરકારે બંકિમબાબુની અરજી નામંજુર કરી. પણ એથી તે તેમની જીદ વધારે થઈ. કેઈ તેમની ઈચ્છા વિરુદ્ધ પડતું તે તેઓ ગાંડા જેવા થઈ જતા હતા. એ તેમની ટેવ હતી. જ્યાં સુધી તે અડચણને તેઓ દૂર કરતા નહિ, ત્યાંસુધી તેમની જીદ અને શક્તિ કમેક્રમે વધ્યાજ કરતી.
સરકારે જ્યારે તેમની અરજી નામંજુર કરી ત્યારે તો તેમણે નોકરી છોડવાની દૃઢ પ્રતિજ્ઞા જ લીધી. રેગનું બહાનું કાઢવાથી તેઓ સહેજમજ છુટા થઈ શકે કે તેમ હતું; પણ જુઠું બોલવું એ તેમને તદ્દન નાપસંદ હતું. બંકિમબાબુ સદાયે સત્યના ઉપાસક હતા. કોઈએ તેમને કઈ વાર મીઠુંમરચું ભભરાવીને વાત કરતાં જોયા નથી કે એક અક્ષર જૂઠું બોલતાં સાંભળ્યા નથી. બંકિમબાબુના ભત્રીજા શચીશચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
એક વાર રમેશચંદ્ર દત્તને એક સાધારણ જૂઠી વાત કહી હતી; તેટલા માટે તેમણે તેને કહ્યું હતું કે “તું અત્યારથી જ જુઠું બેલતાં શીખ્યો તે આગળ જતાં શું શું નહિ શીખે !” - બંકિમ બાબુએ તકરીની બાબતમાં લેફટનંટ ગવર્નરની મુલાકાત લીધી. તે વખતે ઇલિયટ સાહેબ બંગાળાના ગર્વનર હતા. તેઓ અને તેમની પત્ની બંકિમ બાબુ ઉપર બહુ વિશ્વાસ રાખતાં. લેડી ઇલિયટના ખાસ આગ્રહથી બંકિમ બાબુએ જાતે જ “વિષવૃક્ષ” નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો, અને તે તેમને અર્પણ કર્યો હતો.
એક દિવસ ત્રીજે પહેરે બંકિમ બાબુએ ગવર્નર સાહેબની મુલાકાત લીધી. સાહેબને સુખસમાચાર પૂછયા પછી તેમણે ગવર્નર સાહેબને પિતાની વિનતિ કરી. બધી વાતે સાંભળ્યા પછી સાહેબે હસીને પૂછયું “ તમારી ઉંમર કેટલી છે બંકિમ બાબુ બંકિમે કહ્યું “ત્રેપન વર્ષ.” સાહેબે કહ્યું- આટલી ઉંમરે તમે પેન્શન લેવા ઈચ્છો છો ?” બંકિમે કહ્યું—“ તેત્રીશ વર્ષથી નેકરી કરું છું. હવે કામ નથી થઈ શકતું.” સાહેબે પૂછ્યું “તમારા શરીરમાં કંઇ રોગ છે ?” બંકિમે કહ્યું – “ખાસ કંઈ રોગ નથી.”
સાહેબે જરા બીજી બાજુને વિચાર કરીને પૂછ્યું–“તમે શું પુસ્તકે લખવાને. વખત કાઢવા માગે છે ?” બંકિમે કહ્યું-“થોડું થોડું એમ પણ ખરું.” ગવર્નર સાહેબે કહ્યું-“બહુ સારું, હું તમારી અરજી મંજુર કરીશ.”
બંકિમ બાબુ ધન્યવાદ આપીને સાહેબ પાસેથી જવાને તૈયાર થતા હતા, એટલામાં સાહેબે પૂછયું—“બંકિમ બાબુ ! તમે તેત્રીશ વર્ષથી હેશિયારીપૂર્વક કામ કર્યું છે. સરકાર તમારા ઉપર બહુ રાજી છે. તમારી કંઈ વિનતિ નથી?”
બંકિમે ધન્યવાદ આપીને કહ્યું “ના.” સાહેબ તમારે તમારા કેઈ સગાવહાલા માટે ભલામણ કરવી છે ?
બંકિમ–જે આપ કૃપા કરવા ઇચ્છતા હે તો મારા નાના ભાઈ પૂર્ણચંદ્રની ડાયમંડ હારબરથી મારી પાસેની કાઈ જગાએ બદલી કરી આપે.
સાહેબ –આ તે બહુ સાધારણ વાત છે. તમારી બીજી કંઇ વિનતિ નથી ? - બંકિમ–હાલ તે નથી હજૂર.
એમ કહીને બંકિમ બાબુ ચાલ્યા ગયા. એ પછી પૂર્ણ બાબુની બદલી અલીપુરમાં થઈ હતી.
બંકિમબાબુએ પિતાને માટે કદી સરકારને પ્રાર્થના નથી કરી. સગાંવહાલાં માટે માત્ર ત્રણવાર તેમને વિનતિ કરવી પડી હતી. એકવાર મેટા જમાઈને માટે, બીજી વાર ભત્રીજા બિપીનચંદ્ર માટે અને ત્રીજી વાર ભત્રીજા શચીશચંદ્ર માટેબીજાઓ આગળ વિનતિ કરતાં તેમને બહુ સંકોચ થતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
માબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃાાત
૨૭
-
-
અંતે બંકિમચંદ્રની પેન્શનની અરજી મંજૂર થઈ ગઈ. તેત્રીશ વર્ષ અને એક મહીને નોકરી કરીને સન ૧૮૯૧ માં બંકિમ બાબુએ પેન્શન લીધું. મહીને રૂા. ૪૦૦ ) નું પેન્શન મંજુર થયું. બે વર્ષ ત્રણ મહીના અને ત્રેવીસ દિવસ સુધી એ પેશન તેમણે ભગવ્યું. - બંકિમચંદ્રના પેન્શન લેવા પહેલાં એકવાર એવી વાત ઉડી હતી કે તેમને. જીલ્લા મેજીસ્ટ્રેટ બનાવવામાં આવશે; પણ સિવિલિયનેએ અડચણ નાખવાથી લેફટેટ ગવર્નર સાહેબે આ પ્રસ્તાવ ઉડાવી દીધો હતે.
બંકિમ બાબુ કલકત્તાની વિશ્વવિદ્યાલય સભા ( સેનેટ ) ના સભ્ય હતા; પણ તે સભામાં બહુજ ઓછું જતા હતા. જ્યારે જતા હતા ત્યારે કઈ પણ પક્ષમાં સામેલ ન થતાં પિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપતા હતા. ખુશામતનું તો તેઓ નામ પણ જાણતા ન હતા. જીવનપર્યત તેમણે કાઈની ખુશામત કરી નથી. જીવનના વચલા ભાગમાં ઈશ્વરની થોડી થોડી ખુશામત કરી હતી. પછીના જીવનમાં તે તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું તન-મન અને જીવન સર્વસ્વ અર્પણ કર્યું હતું. - બંકિમચંદ્ર કેટલાક દિવસ સુધી માછલી અને માંસ ખાવાનું છોડી દઈને હવિધ્યાન્ન જમતા; રામનામી દુપટ્ટો ઓઢતા; શુદ્ધ આચારથી રહેતા અને નિત્ય ગીતા-પાઠ કરતા હતા. પણ જેમણે પચાશ વર્ષ સુધી માંસમછી ખાધું હતું તેમનું શરીર હવિષ્માનથી તંદુરસ્ત ન રહી શકયું. તેઓ માંદા પડી ગયા. છતાં પણ તેમણે કેટલાક વખત સુધી ટેક ન છેડી, પણ ટેક ટકી ન શકી. વૈદ્યના કહેવાથી તેમને છેવટે માંસ-ભજન ચાલુજ કરવું પડયું.
પાદરી હેસ્ટી સાહેબે ઉપનામથી પત્ર લખનાર બંકિમ બાબુના લેખ અને. તકકોશલ્યથી વિસ્મિત થઈને તેમને પરિચય કરવા ઇચ્છયું હતું. યુરોપીય પંડિતની મંડળી આગળ તેઓ તેમને ઓળખાવવા માગતા હતા. તે વખતે બકિમ બાબુએ અભિમાનપૂર્વક કહ્યું હતું કે તેઓ અંગત માનના ભુખ્યા નથી. પિતાની જાતિની પ્રશંસાજ તેમને માટે બસ છે.
બંકિમ બાબુને સન ૧૮૯૨ માં નવા વર્ષની ખુશાલીમાં “રાવબહાદુર' ને. ખિતાબ સરકાર તરફથી મળ્યો હતે; પણ આ ખિતાબ બંકિમચંદ્રની યોગ્યતાના પ્રમાણમાં બહુ જ નજીવો હતો. જે ખિતાબ પોલિસ ઈન્સ્પેકટર યા શાળાના શિક્ષકે. પણ મેળવતા હતા તે ખિતાબ બંકિમચંદ્ર જેવા ગુણવાન અને યશસ્વી પુરુષને ગ્ય કદી ન હોઈ શકે. તે વખતે આ વિષે થોડી ચર્ચા પણ ચાલી હતી.
પૂર્વોકત ઉપાધિ મળ્યા બાદ સન ૧૮૯૪ માં નવા વર્ષની ખુશાલીમાં બંકિમ બાબુને સી. આઈ. ઇ. ને ખિતાબ મળ્યો હતો. ૨૧ મી માર્ચને દિવસે ઈનવેસ્ટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
અર દરબાર ભરાયે; પરંતુ તે વખતે બંકિમ બાબુ મરણપથારીએ હેવાથી તેઓ તે દરબારમાં જઈ શકયા ન હતા.
ખરેખર, બંકિમચંદ્ર ભારતમાં જન્મ્યા હતા, તેથી જ તેઓ ડેપ્યુટી કલેકટર થઈને અટકી ગયા. તેમણે નવલકથાઓ દેશી ભાષામાં લખી છે તેથી જ તેઓ માત્ર સી. આઈ. ઈ. થઈને રહી ગયા. આ બધે ભારતની માટીનેજ દોષ !
શ્રીમતી મિરિયમ નાઈટ બંકિમકૃત કૃષ્ણકાંતના વિલને અનુવાદ કર્યો હતે. કિસફર્ડ યુનિવર્સિટીના મહા યશસ્વી બુમહાર્ટ સાહેબે તે અનુવાદની જે ભૂમિકા લખી હતી. તેને કંઈક ભાગ નીચે ઉતારવામાં આવે છે.
“બંકિમચંદ્ર ચટછે ભારતના નિઃસંદેહ સર્વોત્તમ નવલકથાકાર હતા. બંગાળી લેખનશૈલીને ઉન્નત અને બંગાળી સાહિત્યને રોચક બનાવવામાં તેમણે જે કામ કર્યું છે તે બીજે કોઈ લેખક કરી શકયા નથી. તેમના અનેક દેશબંધુઓનાં નકામાં અને જલદી નાશ પામે એવાં પુસ્તકે ઉપર તેમણે કરેલી સખ્ત સમાલોચનાઓએ અને હિંદુ સામાજીક જીવનના દેશો અને ન્યૂનતાઓના તથા મલિન અને ફાગટિયા હિંદુધર્મથી થતાં અનિષ્ટોના તેમના નિર્ભય દિગ્દર્શને બંગાળી સાહિત્યના ઇતિહાસમાં સખ્ત પરિવર્તન કરી નાખ્યું છે. ”
તેઓ પોતે એક સમર્થ લેખક હતા. તેમના ગ્રંથો ઉપરથી જોઈ શકાય છે કે તેમનામાં વર્ણન કરવાની, તેમજ માનવજીવનનાં સ્વાભાવિક ચિત્ર આંકવાની કેટલી અદ્દભુત શક્તિ હતી. એજ કારણથી તેમનાં પુસ્તકો આટલાં બધાં મનોરંજક અને શિક્ષાપ્રદ થયાં છે.”
“જીવનના અંતિમ કાળમાં બંકિમચંદ્ર હિન્દુધર્મની સંશોધિત પદ્ધતિના પ્રતિપાલક અને ભગવદ્દગીતાના શ્રેષ્ઠ જ્ઞાનના ઉપદેશકના રૂપમાં દેખાતા હતા.”
“બંકિમચંદ્ર માનસિક અને વૈજ્ઞાનિક શોધખોળના સુયોગ્ય પ્રકાશક હતા. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ ઉપર પણ તેમનો સંપૂર્ણ કાબૂ હતું.”
પીલાઈ–રિપ્રેઝેન્ટેટીવ ઇન્ડિયન્સમાં લખ્યું છે કે-“ગદ્યરચનાના રાજમાર્ગને છોડીને નવે માર્ગે વળવા માટે બંગાળમાં મધુસૂદન દત્તની જેમ, બંકિમચંદ્ર ચટની પણ મશ્કરીઓ થતી હતી. છિદ્ધ શોધનારાઓ ઉભા થતાં કંઈ વાર લાગતી નથી. તેમાંના ઘણાએ તેમની લેખનશૈલી, રચના, વસ્તુસંકલના અને વિચિત્ર કલ્પનાઓની સખ્ત સમાલોચના કરી તેમને ભલા–બુરા કહ્યા પણ બંકિમચંદ્ર આ બધી તીવ્ર સમાલોચનાઓને પી ગયા. તેમણે તેની કંઈ પણ પરવા ન કરી અને બંગાળમાં ગદ્ય સાહિત્યને નવો યુગ સ્થાપવામાં સફળ થયા.” - સ્વર્ગસ્થ રમેશચંદ્ર દત્ત તેમના “બંગ સાહિત્ય ” નામના કિંમતી પુસ્તકમાં લખ્યું છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
“મધુસૂદન દત્તનું પદ્યમાં જે સ્થાન છે તે જ સ્થાન ગદ્યમાં નવી લેખનશૈલીના પ્રવર્તક અને નવા ભાવના પ્રકાશક બંકિમચંદ્રનું છે. કલ્પનામાં, ઉજજવળ વર્ણનમાં, વિચારશક્તિમાં અને વર્ણનચાતુર્યમાં મધુસૂદન દત્ત અને બંકિમચંદ્ર ચટજી આ સદીના બીજા લેખકે કરતાં કેટલાય ઉચ્ચતર કોટિના છે. કવિ મધુસૂદનદાની કલ્પનાએ વધારે ઉંચી અને શ્રેષ્ઠ છે તે નવલકથાલેખક બંકિમની કલ્પનાઓ વધારે જદી, વધારે મનોરંજક અને આપણું કોમળ ભાવો પર વધારે અસર કરે તેવી છે.”
પ્રદીપ” માસિકના પહેલા અંકમાં સ્વર્ગસ્થ ચંદ્રનાથ વસુએ લખ્યું હતું કેપણ ત્યાંસુધી મેં બંકિમબાબુને જોયા ન હતા. જોયા વિના બધા લોકો સામાન્ય રીતે જે પ્રમાણે કરે છે તે પ્રમાણે હું પણ મને મન તેમના સ્વરૂપ અને મૂર્તિની કલ્પના કરતે હતે. બંકિમ બાબુને જેમણે જોયા હતા તેમાંથી કે કોઈ મને કહેતા કે –“બંકિમના ચહેરામાંથી બુદ્ધિ વરસે છે.” પણ જ્યારે મેં તેમને જોયા તો તે પેલી કલ્પિત મૂર્તિ શરમાઈને કોણ જાણે કયાંય સંતાઈ ગઈ ! આજથી ૨૨-૨૩ વર્ષ ઉપર એક વખત કલકત્તામાં અંગ્રેજી ભણેલા પુરુષોના કૅલેજ રિયુનિયન ( સ્નેહ સંમેલન ) નામક વાર્ષિક ઉત્સવમાં હું ગયો હતો. કૃષ્ણચંદ્ર બેનરજી, રાજંદલાલ મિત્ર, મારીચરણ, ખારીચંદ્ર, રામશંકર, ઈશ્વરચંદ્ર, બંકિમચંદ્ર વગેરેનો પેઠે “હું પણ એક કોલેજને ગ્રેજ્યુએટ છું. હું પણ તેમના જેવો છું.” એવી આત્મબેલાધાના ભાવથી હું ત્યાં ગયો હતો. મને વિશ્વાસ છે કે મારી માફક એવાજ અભિમાનપૂર્વક ઘણું ખરા માણસે ત્યાં જતા હતા. પરસ્પર સદ્દભાવ પેદા કરવાને અને બંધુભાવને પ્રચાર કરવાને ઉદ્દેશ તે બહુ ડાન્ય માણસને હતોહું તે સમયના કોલેજ રિયુનિયન ઉત્સવને સહાયક મંત્રી હતા અને રાજા સૌરીંદ્રમોહન ઠાકર મંત્રી હતા. મંત્રી મહાશયના મોટાભાઈના મરત-કુંજ નામના પ્રસિદ્ધ બાગમાં ઉત્સવસ્થાન હતું. હું મહેમાનોનું સ્વાગત કરતો હતો તેટલામાં એક વિજળી જેવા માણસે સભામાં પ્રવેશ કર્યો. હું બીજાઓનું જેવી રીતે સ્વાગત કરતે હતો તેજ પ્રમાણે તેમનું પણ સ્વાગત કર્યું. પણ તે જ વખતે કંઈક ગભરાવા લાગ્યો. એક મિત્રને મેં પૂછ્યું કે એ કેણ છે? જવાબ મળ્યો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હું તરતજ તેમના તરફ દોડતો દોડતો ગયો અને કહ્યું હું જાણતો ન હતું કે આપ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. એકવાર પુનઃ હું આપ સાથે હસ્તમિલન કરી શકે ? સુંદર હાસ્ય કરતાં કરતાં બંકિમ બાબુએ હાથ લાંબો કર્યો. જોયું તે હાથ ગરમ હતો. તે ગરમી હજુ સુધી જાણે મારા હાથમાં રહી હોય એમ મને લાગે છે.”
જગપ્રસિદ્ધ શ્રીયુત રવિન્દ્રનાથ ઠાકુરે સાધના” પત્રમાં લખ્યું હતું. કે –“એક દિવસે મારા સગા પૂજ્યપાદ શ્રીયુત સૌરદ્ર મોહન ઠાકુર મહદયના નિમંત્રણથી તેમના મરક્ત-કુંજ બાગમાં કોલેજ રિયુનિયન નામનું એક સંમેલન થયું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
કેટલા દિવસની વાત છે તે બરાબર યાદ નથી. હું તે વખતે બાળકજ હતું. તે દિવસે ત્યાં મારે અનેક યશસ્વી લોક સાથે સમાગમ થયે હતા. તે પંડિત મંડળીની વચ્ચે એક સીધા ઉંચા શરીરના, ગરા, કૌતુકથી પ્રફુલ્લ મુખવાળા, ચંપલ પહેરેલા અને બંને હાથ બગલમાં ઘાલેલા પ્રૌઢ પુરુષ ઉભા હતા. દેખતાંજ મને તેઓ બધાથી જુદા પડતા આમનિમગ્ન જેવા લાગ્યા. બીજા બધા સામાન્ય માણસો લાગતા હતા, ત્યારે તેઓ એકલાજ શ્રેષ્ઠ માણસ જેવા લાગતા હતા. તે દિવસે બીજા કોઈને ઓળખવાનું મને કાતુહલ ન થયું, પણ તેમને જોઈને તે હું, મારે. સાથી અને બીજો એક બાળક બહુ આતુર થયા. ખબર કાઢતાં માલમ પડયું કે તેઓ જ અમે જેનાં દર્શનની ઘણું દિવસથી ઈછા કરતા હતા તે લેકવિશ્રત બંકિમચંદ્ર ચટઈ છે.”
બંકિમ બાબુની લખવાની રીત જરા વિચિત્ર હતી. તેઓ પાકા પૂઠાની ચોપડીમાં વાર્તાનું બેખું તૈયાર કરીને લખવા બેસતા. દરેક પ્રકરણની મોટી મોટી વાતો સવારે નક્કી કરી લેતા; જેમકે-ક્યા ક્યા બનાવોનો સમાવેશ થશે–ક્યાં કયાં સ્ત્રી પુરુષ પાત્રો આવશે વગેરે. પણ તે નક્કી કરેલો નિયમ વારંવાર ફરતો હતે. એટલે સુધી કે એક બે પ્રકરણ કાઢી નાખવામાં આવતાં, તે બે એક પ્રકરણ ફેરવાઈને નવું રૂપ પણ ધારણ કરતાં. બીજો કોઈ પણ ગ્રંથકાર કદાચ આટલી કાપકુપ અને આટલું પરિવર્તન નહિ કરેતો હોય–આવી રીતે સંપૂર્ણ લખેલાં આખાંનાં આખાં પ્રકરણ ઉડાવી દેતો નહિ હોય. શચીશબાબુ આ સંબંધમાં લખે છે કે-“મેં કેટલાય ખાસ ગ્રંથકારોની હસ્તલિખિત પ્રતો જોઈ છે. મારા સસરા બાબુ દામોદર મુખોપાધ્યાય કદી એક લીટી પણ ફેરવતા ન હતા; રમેશ બાબુ લખેલું ઓછું નહતા કરતા પણ વધારતા હત; હેમચંદ્ર બેનરજી બહુજ ઝડપથી લખતા હતા અને છેવટે થોડો ઘણો ફેરફાર કરતા હતા અને માત્ર બંકિમચંદ્રજ સારી પેઠે ફેરફાર કરતા હતા. લખતી વખતે પણ તેઓ ફેરફાર કરતા, બીજે દિવસે પણ કરતા, અને છ મહીના, વર્ષ તથા બે વર્ષ પછી પણ કરતા હતા. જ્યાં સુધી લેખ તેમની રચિ અનુસાર
હેતે બની રહે ત્યાં સુધી તેમને સંતોષ નહેાતે વળતે; અને ત્યાં સુધી તેઓ યોગ્ય ફેરફાર કર્યેજ જતા. એકાદ બાબત અથવા તે ભાવને ખાતર અટલે વખત ગાળતાં મેં બીજા કોઈને નથી જોયા.”
જયાંસુધી તેઓ સરકારી કામ કરતા હતા ત્યાંસુધી તો તેઓ અમુક સમયેજ લખતા હતા, પરંતુ સરકારી નેકરીમાંથી પેન્શન લીધા પછી તે બંકિમબાબુ બધો વખત થોડું ઘણું લખ્યા કરતા. રાત્રે જાગીને લખવાની ટેવ ધીમે ધીમે તેમણે છોડી દીધી હતી. સવારે, બપેરે, ત્રીજે પહોરે, સાંજે-જ્યારે પણ વખત મળો ત્યારે કંઈ ને કંઈ તેઓ લખતા. ઘેડ પણ વખત નકામો જવા દેતા નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
લખતી વખતે તેઓ કોઇવાર વરસાદની તૈયારીવાળા વાદળની પેઠે ગંભીર તો કોઇવાર બાળકના જેવા ચંચળ દેખાતા હતા. કેઇવાર તેઓ એકાદજ લીટી લખીને તેને છેકી નાખતા; વળી કંઇ વિચાર કરતા અને પાછા લખવાનો પ્રયત્ન કરતા; અને પાછા કલામ આવી મૂકીને ઉભા થઈ જતા હતા. ઉઠીને કેાઇવાર આમ તેમ ફરતા તે કોઈવાર બારી પાસે ઉભા રહીને આઘેન મકાને જોતા; અને કેકવાર કોઈ પુસ્તક યા ચીજ ઉપર હાથ ઘસતા હતા. તે વખતે તેઓ બાહ્યજ્ઞાનરહિત થઈ જઈને આંતર જગતમાંજ તલ્લીન થઈ જતા હોય એવું મને નથી લાગ્યું. લખતી વખતે અમારામાંથી કોઈ બાળક તેમની પાસે જવું કે તેઓ કદી નાખુશ થતા નહિ. તે એટલે સુધી કે વાતચીત પણ કરતા હતા. ઘણું દિવસ એવા પણ જતા કે પ્રયત્ન કરવા છતાં તેઓ એક લીટી પણ લખી શકતા નહિ; અને જે લખતા તે તેને છેકી નાખતા. વળી બીજા હાથ પર એવા દિવસે પણ જતા કે જ્યારે તેમની કલમ પૂરવાળી નદીની પેઠે ઝડપથી ચાલ્યા કરતી; અને તેઓ બાહ્યજ્ઞાનરહિત થઈને પિતાના લેખન કાર્યમાં તન્મય બની જતા હતા.” - સાનકીભાંગાવાળા મકાનમાં બંકિમચંદ્રને એક દિવસ તેમના જમાઈ સ્વર્ગસ્થ કૃષ્ણધન મુકરજીએ પૂછ્યું કે “આપ આપની કૃતિઓમાંથી કયા પુસ્તકને શ્રેષ્ઠ માને છો ?” બંકિમે કહ્યું-“પહેલા તમે જ કહે.” કૃષ્ણધન બાબુએ હસીને કહ્યું-“હું મુખથી નહિ કહું-લખી રાખું છું. હું માત્ર એટલું જ જાણવા ઈચ્છું છું કે મારા મત સાથે આપને મત મળે છે કે નહિ.”ત્યાર બાદ જરા વિચાર કરીને બંકિમચંકે કહ્યું-“ કમલાકતનું દફતર.” કૃષ્ણધન બાબુએ પણ કાગળ ફેરવીને બતાવ્યું. તેમાં પણ લખ્યું હતું કે-કમલાકાતનું દફતર. - બંકિમના મૃત્યુ પહેલાં બે ચાર વર્ષ ઉપર એક દિવસ તેમની મેટી કન્યા શરત કુમારી દેવીએ તેમને કહ્યું હતું—“પિતાજી તમારા “વંદે માતરમગીતને લેકે બહુ પસંદ નથી કરતા. બંકિમે પૂછયું -“શું તુ પણ પસંદ નથી કરતી ?” કન્યાએ કહ્યું: “હા, એ તો મને પણ બહુ પસંદ નથી. એ મહાપુરુષે ગંભીર વાણીથી કહ્યું - “એક દિવસ-વીસ ત્રીસ વર્ષ પછી–એક દિવસ એવો આવશે કે એજ ગીત આખા બંગાળાને નવીન ભાવમાં તરબોળ કરી દેશે–બંગાળીઓની આંખો ખોલી નાખશે.” આ ભવિષ્યવાણી કેટલી સાચી પડી છે, તે આ દેશ જાણે છે. હવે તે બંગાળામાંજ નહિ પણ સમસ્ત ભારતવર્ષમાં આ ગીતના સૂર ગાજી રહ્યા છે. - બંકિમબાબુ છેલ્લા દિવસે માં જ્યારે સાનકી ભાંગાવાળા ઘરમાં રહેતા હતા ત્યારે દર રવિવારે નીચેના સાહિત્યસેવકો તેમને ત્યાં આવતા હતાઃ-ચંદ્રનાથ બસ, હેમચંદ્ર બેનરજી, રામકૃષ્ણ મુકરજી, યોગેન્દ્રનાથ ઘોષ, અક્ષયચંદ્ર સરકાર, કૃષ્ણબિહારી સેન, મુરલીધર સેન, નીલકંઠ મજમુદાર, દામોદર મુકરજી. કેઈ કોઈવાર તારાપ્રસાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૨
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત
ચટજી,ઇન્દ્રનાથ બેનરજી, કાલીપ્રસન્ન ષ ગોવિંદચંદ્ર દાસ વગેરે મહાશયે પણ આવતા હતા. એ બધા ઉચ્ચ કોટીના લેખક ગણાતા હતા.
એક દિવસ એક માણસે મહાત્મા ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સમક્ષ બંકિમબાબુની બહુ નિંદા કરી. વિદ્યાસાગર સ્વાભાવિક મંદ હાસ્યપૂર્વક આખર સુધી બધી વાત સાંભળી રહ્યા. સાંભળી રહ્યા પછી તેમણે કહ્યું “તમારી વાત સાંભળીને બકિમચંદ્ર ઉપર મને બમણી શ્રદ્ધા બેઠી છે. જે માણસ આખો દિવસ સરકારના કામમાં મશગુલ રહેવાની સાથે રાતદિવસ ખરાબ કામમાં પણ રોકાયેલા રહે તે માણસ પુસ્તકે લખવાનો વખત કયાંથી કાઢી શકે ? બે કિમ બાબુની ચોપડીઓથી તો મારા કબાટનું એક ખાનું ભરાઈ ગયું છે.” નિંદા કરનાર તો નીચું જ ઘાલી રહ્યો !
એક દિવસ સ્વર્ગસ્થ સર ગુરુદાસ બેનરજી બંકિમચંદ્રને મળવા ગયા હતા અને વચ્ચે તે વખતે બંગાળી ભાષાની તે સમયની સ્થિતિ સંબંધી થડા વાદવિવાદ થયે હતો. ગુરુદાસ બાબુએ તે વખતે કહ્યું હતું “બંગાળી ભાષાને આટલી સરળ બનાવી દેવાથી કામ નહિ ચાલે. તેના ગાંભીર્યનું પણ રક્ષણ અવશ્ય કરવું જોઈએ.” બંકિમચંદ્ર આનો કંઇ પણ જવાબ નહિ આપતાં ફકત થોડું હસ્યા. ત્યારબાદ બન્ને જણ ગાડીમાં બેસીને ફરવા ગયા. કલકત્તાની સડક હતી–આસપાસ અનેક દુકાન હતી. બંકિમચંદ્ર તે બતાવીને કહ્યું—“ બને પડખે દુકાનેની હાર છે.” ગુરુદાસ બાબુ જરા આશ્ચર્યચકિત થઈને બંકિમબાબુના મુખ તરફ જવા લાગ્યા. જોયું તો બકિમબાબુના હેડપર હાસ્યરેખા હતી. એટલે ગુરુદાસ બાબું સમજી ગયા કે બંગાળી ભાષામાં ગાંભીર્યનું રક્ષણ કરવાના ઉપદેશને આ માર્મિક ઉત્તર છે.
બંકિમચંદ્રના એક પિતરાઈ ભાઈ હતા. તેમનું નામ રાખ્યાલચંદ્ર હતું. તેમણે જીરેટગઢમાં વિવાહ કર્યો હતો. ત્યાં તેમને એક સંબંધી હતું. તેનું નામ દ્વારકાદાસ ચક્રવતી હતું. તેઓ અકસર કાંટાલપાડામાં આવતા જતા હતા. બંકિમબાબુ સાથે પણ તેમને ગાઢ પરિચય હતો. બંકિમબાબુ જ્યારે હુગલીમાં ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા અને નિત્ય હોડીમાં બેસીને ઘેરથી હુગલી જતા હતા, તે વખતે એક દિવસ દ્વારકાદાસે પણ બંકિમની સાથે હુગલી જવાની ઈચ્છા દર્શાવી. બંકિમે સહર્ષ કહ્યું “બહુ સારું. બન્ને જણ હેડીમાં બેઠા. રસ્તામાં દ્વારકાદાસ એક મુકઈમાની વિગત કહેવા લાગ્યા. મુકર્દમે ફેજિદારી હતી. બધી વિગત કહ્યા બાદ દ્વારકાદાસે કહ્યું:- બંકિમબાબુ, મારા એક મિત્રે આ મુકદ્દમો ચલાવ્યો છે. આપની કચેરીમાં તે મુકામે છે. આસામીને શિક્ષા કર્યા વિના ન છોડશે.”
બંકિમબાબુ આવે અયોગ્ય આગ્રહ સાંભળીને તપી ઉઠયા. જ્ઞાનશુન્ય જેવા થઇ જઈને તેઓ પોકારી ઉઠયા–“ હેડી ભીડાવી દે.” પાસેજ રેતી હતી તેમાં માછીએ હેડી ભીડાવી દીધી. બંકિમે માછીને કહ્યું-“ આ માણસને હેડીમાંથી ઉતારી કાઢે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
• બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાંત
- ૩૩
દ્વારકાદાસ તરતજ હેડીમાંથી કૂદી પડયા; અને પછી કાંટાલપાડામાં દેખાજ ન દીધી. !
ચંચુડામાં પ્રતિવર્ષ ચૈત્ર મહીનાના અંતમાં બહુ ધામધૂમથી એક મેળો ભરાય છે. આજથી ચાલીશ વર્ષ પહેલાં બંકિમબાબુ હુગલીમાં ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા. તે વર્ષે એ મેળામાં બહુ ભીડ થઈ હતી. ચંચુડાની સામે પારથી બહુ લકે મેળે જેવા આવ્યા હતા. એક દિવસ ત્રીજે પહેરે બંકિમચંદ્ર જોયું કે એક નાની શી હોડીમાં બહુ લેકે ચઢી બેઠા છે, અને તેમાં હવે તલ જેટલી જગ્યા નહિ છતાં માછી લેકે બીજા ઉતારૂઓને ચઢાવ્યે જાય છે!
બંકિમે માછીને મના કરી કાયદાની બીક બતાવી પણ તેણે કંઈ સાંભળ્યું નહિ, તેની મરજીમાં આવે તેટલા માણસો ભરીને તેણે હોડી હંકારી. થોડે દૂર જતાં જ હેડી ઉંધી વળી ગઈ. હેડી બહુ ઉંડા પાણીમાં ગઈ નહોતી એટલે કોઈ મવું નહિ. બંકિમે તેજ ઘડીએ માછીને પિલિસને સેપિી દીધે. પલિસે તેના ઉપર મુકર્દમો ચલાવ્યો. માછીનું નામ ગેવિંદ હતું, લેકે તેને ગેબો કહેતા હતા. તેનું ઘર કાંટાલપાડાની પાસે મલ્લ હપાડા (માછીવાડા) માં હતું. તેને સ્ત્રી અને બે છોકરીઓ હતી. મેજીસ્ટ્રેટે તેને ગુનેગાર ઠરાવીને ત્રણ મહીનાની સજા કરી. તે અભાગીગાના ભાગ્યમાં જેલમાંથી બહાર આવવાનું ન હતું. ત્યાં જ તેનું મૃત્યુ થયું. મૃત્યુના સમાચાર સાંભળીને બંકિમ સ્તબ્ધ થઈ ગયા. આ ઘટનાથી બે કિમના મનપર શી અસર થઇ હશે, તે તે પ્રભુ જાણે, પરંતુ એ પછીથી જ્યાં સુધી તે માછીની સ્ત્રી જીવતી રહી ત્યાં સુધી બે કિમબાબુ તેને માસિક મદદ આપતા રહ્યા.
“ બંગલક્ષ્મી” નામનું શ્રેષ્ઠ પુસ્તક લખનાર બાબુ અનુકુળચંદ્ર મુકરજીનું એક સાપ્તાહિક પત્ર હતું. તેનું નામ “પ્રકૃતિ' હતું. અનુકુળ બાબુજ તેના માલિક અને સંપાદક હતા. સ્વર્ગસ્થ કવિ ગોવિંદચંદ્ર દાસે આ પત્રમાં એક કવિતા લખી હતી. તે કવિતા ભાવલના રાજા અને સ્વ. કાલીપ્રસન્ન ઘોષપર કટાક્ષના રૂપમાં લખેલી હતી. કવિતા વાંચતાં જ કાલી બે બુ સળગી ઉઠયા. તેમણે ઢાકાના મેજીસ્ટ્રેટની અદાલતમાં દાવો નોંધાવ્યો. સ્થાનિક વકીલ મુત્યાર બધા કાલી બાબુના પક્ષમાં ભળ્યા. ખર્ચ કદાચ રાજા સાહેબનું હશે. દરિદ્ર સાહિત્યસેવક અનુકુલ બાબુ ઉપર ભારે દુ:ખ આવી પડ્યું. તેમણે ડરી જઈને ડેપ્યુટી મેજીસ્ટ્રેટ બાબુ રામશંકર સેનને આશરે લીધે. સેનબાબુએ રાજીનામા માટે બહુ પ્રયત્ન કર્યો પણ તેમનું કાંઈ વળ્યું નહિ.
અંતે અનુકુલ બાબુ બંકિમચકને શરણે ગયા. બંને વચ્ચે પહેલેથી કંઈ ઓળખાણ ન હતું. વળી પરિચયનું કંઈ કામ પણ ન હતું. સાહિત્યસેવક કે સાહિત્યચર્ચામાં આનંદ લેનાર કોઈ પણ હોય, તે તે બંકિમને મન પિતાને સંબંધી હ. અનુકુલ બાબુના દુઃખની કહાણી સાંભળીને બંકિમ બાબુનું હદય પીગળી ગયું. તેમણે તેજ વખતે કાલીપ્રસન્ન બાબુને લખ્યું “સાહિત્યસેવાને લીધે અનુકુલચંદ્રપર વિપત્તિ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
છે. તેમના વિરુદ્ધને મુકદમો ઉઠાવી લેશે તે મારા ઉપર તમારે આભાર થશે.”
કાલી બાબુ બંકિમબાબુનો બેલ પાછો ન વાળી શકયા. તેમણે તરતજ મુકદો પાછો ખેંચી લીધે. અનુકુલ બાબુએ પિતાના પત્રમાં માફી માગી લીધી. - બંકિમ બાબુ પિતાની દીકરી શ્રીમતી શરત કુમારીને બહુ ચાહતા હતા. એટલે સ્નેહ કદાચ તેમને દુનિયામાં બીજા કોઈ ઉપર નહિ હેય. ઉદાહરણરૂપે એ વિષેની છેડી વિગત નીચે આપવામાં આવે છે- બંકિમ બાબુને બે રસોઇઆ હતા, પણ તેઓ થાળી પીરસીને લાવતા ન હતા. આ કામ પિતાની ઈચ્છાથી શરત કુમારી કરતી હતી. તેને પિતાની સેવા કરવામાં આનંદ આવતો હતો અને પિતાને પણ તે સેવા ગ્રહણ કરવામાં આનંદ થતો. એક દિવસ રાત્રે કન્યાએ પિતાનું ભાણું પીરસીને બૂમ પાડી કે “પિતાજી ! થાળી પીરસી છે, જમવા ચાલે.” પિતાએ કંઈ જવાબ ન આપ્યો. તેઓ તે વખતે ઓરડામાં આંખ બંધ કરીને ખુરશી પર બેઠા હતા અને કન્યા ઓસરીમાં ઉભી હતી. પિતાને જવાબ ન મળતાં કન્યાએ ફરી બૂમ મારી:–“પિતાજી ચાલો.” પિતા શાંતજ રહ્યા. અને બંકિમની ભાભીએ પાસે જઈને કહ્યું –ઉંઘી ગયા કે શું ? ”બંકિમે કોમળ સ્વરે કહ્યું –જરા ચૂપ રહે-શરત બૂમ પાડે છે, મને સાંભળવા દો.” એક નવલકથા લખીને જે ભાવ ન સમજાવી શકાય તે ભાવ બંકિમે આ પ્રમાણે બે ચાર શબ્દમાં પ્રગટ કરી દીધું !
બંકિમચંદ્રના પાછલા જીવનમાં એક દિવસ તેમનો કોઈ અંતરને મિત્ર ક્લકત્તાના પાટલડાંગાવાળે ઘેર આવ્યા હતા. મુલાકાત ધણું વખતે થઈ હતી. મિત્રે આવતાંજ “ગુડ મોર્નિગ” (સલામ) કરી અને શેકહેન્ડ (હસ્તધૂનન કરવાના ઇરાદાથી હાથ લંબાવ્ય. બંકિમચંદ્ર તેના હાથને પોતાના હાથમાં ન લેતાં કહ્યું “ભાઈ ! એ સમય હવે જ રહ્યો છે. મિત્ર મહાશયે કહ્યું–“ના, વખત બદલાયો હેય એમ લાગે છે.” બંકિમચંદ્ર હસીને કહ્યું:–“તમે કાયસ્થ છો, હું બ્રાહ્મણ છું. તમે પ્રણામ કરે, હું આશીર્વાદ આપું. એવીજ નિયમ છે. શેકહેડની શી જરૂર છે ?” - બંકિમચંદ્ર જે રીતે ઉપદેશ આપતા હતા તેમાં પણ એક વિશેષતા હતી. ચટજી વંશમાં કોઈ માણસ બહારના કોઈ માણસ પાસેથી મંત્ર નહોતા લેતા. બંકિમચંદ્રના કુળની પુરાણી પરિપાટી છે કે પોતાનાજ વંશના કોઈ વૃદ્ધ અને યોગ્ય પુરુષ પાસેથી મંત્ર મેળવે. આ પ્રથા અનુસાર બંકિમના વંશના કોઈ પુરુષ બંકિમ પાસેથી મંત્ર લીધે હતે. બંકિમે મંત્ર આપી નવદીક્ષિત શિષ્યને કેવળ એજ ઉપદેશ આપ્યો હતે કે “હમેશાં એટલું યાદ રાખજે કે હું બ્રાહ્મણ છું.” ઉપદેશ ટુંકે હેવા છતાં કે મહાન છે ! કેટલા પૈડા શબ્દોમાં કે મહાન ઉપદેશ !
બ કિમચંદ્ર જ્યારે બહેરામપુરમાં હતા, ત્યારે કોઈ વર્તમાનપત્રના સંપાદક મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
માણુ કિમચંદ્રનું સક્ષિપ્ત વૃત્તાન્ત
૩૫
મ
શય પૈસા લેવા માટે કલકત્તાથી ક્રિમ બાપુ પાસે ગયા. પૈસા શાને માટે જોઈતા હતા તેની ખબર નથી. સંપાદક મહાશય પહેલાં જાતે પ્રયત્ન ક્રુરતાં ફ્ળીભૂત ન થયા એટલે તેમણે 'કિમને પકડયા. 'કિમે રાણી સુવણુ મયીને માગ્રહ કર્યાં. રાણીએ તેજ બડીએ રૂા. ૪૦૦) આપ્યા. ત્યારબાદ અંકિમચંદ્રના મનમાં શકા થઇ કે આ પૈસા ચાગ્ય રસ્તે વપરાયા નથી. પેાતાના પ્રયત્નથીજ એરક્રમ અપાયલી હાવાથી તે બહુ ક્ષેાભ પામ્યા. તેમણે તે રકમ દાતાને પાછી ભરી જવા આગ્રહ કર્યાં. સંપાદકજી પચાવેલી રકમ પાછી આપવા કબુલ ન થયા. એટલે ખતે વચ્ચે સખ્ત વાતચીત શરૂ થઇ અને અંતે ખતેના સ ંબંધ છૂટી ગયે.
સંપાદકજીએ બદલા વાળવાના પ્રયત્ન કર્યાં. તેમના હાથમાં જે વમાનપત્ર હતું તેનાં કાલમામાં અકિમવિરુદ્ધ જોરદાર ભાષામાં લેખ આવવા લાગ્યા. તે વત માનપત્ર બંગાળી હતું. બંગાળના ગૌરવરૂપ ખક્રિમે વ્યજ્ઞાનથી માતૃભાષામાં અનેક ગાળા ખાઇને પચાવી દીધી અને કઇં પણ જવાબ ન આપ્યા. માત્ર ‘રજની’માં હીરાલાલને લાવીને ‘ સંપાદક—ચરિત્ર ’ લખ્યું
કિમચંદ્રને એકજ હૃદયના ચાર મિત્રા હતા. તેમાં એકનું નામ ક્ષેત્રનાથ ભટ્ટાચાર્ય હતુ. વચ્ચે કિમ બબુ સાથે તેમને જરા જૂદું મન થયું હતું; પણુ જ્યારે ક્ષેત્રખાજી મરવા પડયા ત્યારે અન્ને મિત્રોના પુન: ભેટા થયા હતા. અને બન્ને મિત્રો ખૂબ
રડયા હતા.
ખીજા મિત્રનું નામ રાધામાધવ વસુ હતુ. તે ભવાનીપુરના રહેવાસી હતા. તેમના સદ્ગુણા ઉપર ક્રિમ બાયુ એટલા મુગ્ધ હતા કે કદાચ ખીજા કાષ્ટના ઉપર એટલા નહિ હોય, કિમના જીવનના એક ભાગ રાધા માધવ ભાજી સાથે એવા જોડાયલા છે કે તેના ઉલ્લેખ કરવાથી બહુ લેકાને માનસિક કષ્ટ ભાગવવું પડે. રાધા માધવ બાપુને એક વાર એક રાવબહાદુર સાથે ઝૠડા થયા, ત્યારે કિમે રાધા માધવ બાણુના પક્ષ લીધે. તેથી તેમનેા એક પ્રબળ શત્રુ ઉત્પન્ન થયા હતા. તે શત્રુએ જીવનપર્યંત કિમ ખાધ્યુને હેરાન કર્યાહતા, પણ રાધામાધવને છૂટકારા થયા હતા. તેઓ પશુ અકાળેજ કિમ ખાપુને રડતા મૂકીને સ્વર્ગવાસી થયા. તેમને શાક કિમ જીવનપર્યંત ભૂલ્યા નહિ.
ત્રીજા મિત્ર ખાખુ દીનબંધુ મિત્ર અને ચોથા મિત્ર ખાણુ જગદીશનાથ રાય હતા. બન્ને કિમચંદ્ર કરતાં યમાં મોટા હતા અને નિષ્કપટી હતા. એવા મિત્રો આજકાલ બહુ ઓછા જોવામાં આવે છે. આપણે સ્વાર્થી અને અભિમાનથી ભરેલા છીએ. નિ:સ્વાર્થ મૈત્રીમાં કેવું અને કેટલું સુખ છે તે આપણે ખરાખર જાણતા નથી, કિમયદ્ર તે જાણતા હતા અને તેથી તેઓ જેને ચાહતા હતા તેની ખાતર કંઈ પણ કરવાનું બાકી નહાતા રાખતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બંકિમચંદ્રને વિદ્યાભ્યાસને બહુ શેખ હતો. કલકત્તાના સુવિખ્યાત જ્યોતિષી સ્વર્ગસ્થ ક્ષેત્રમેહન બાબુ પાસેથી તેઓ થોડા જ દિવસમાં જ્યોતિષશાસ્ત્ર શીખ્યા હતા. અરબીનું નજુમ શીખવા માટે મોલવી પાસેથી અરબી પણ શીખ્યા હતા. સંગીતમાં પણ તેઓ પાછળ ન હતા. કાંટાલપાડામાં એક દેશપ્રસિદ્ધ ગવૈયો રહેતો હતો. તેનું નામ યદુભટ તાનરાજ હતું. બંકિમ બાબુ તેને માસિક ૭૦) રૂપીઆ આપતા. હતા. ગાયનવિદ્યા તેઓ એજ ભટ્ટ પાસેથી શીખ્યા હતા. બકિમનું ગળું સારું નહોતું પણ તેમને તાલ વગેરેનું જ્ઞાન બહુ સારું હતું. હારમોનિયમ વગાડવામાં તેઓ સિદ્ધહસ્ત હતા. એક દિવસ તેઓ નાટકશાળામાં મૃણાલિની (નાટકના આકારમાં ફેરવાયેલી બંકિમબાબુની નવલકથા)નો અભિનય જેવા ગયા હતા. તેમાં ગવાતા એક ગાયનને. તાસૂર તેમને પસંદ નહિ પડવાથી તેઓ અત્યંત અસંતોષ પામીને નાટકશાળામાંથી ચાલ્યા ગયા હતા; અને પછી બીજે જ દિવસે પોતાના ભાણેજ શ્રીદિવ્યેન્દુ સુંદરને આ ગાયનનો તાલ–સૂર વગેરે શીખવ્યું હતું. - બંકિમબાબુ ચિકિત્સાશાસ્ત્રમાં પણ અસાધારણ યોગ્યતાવાળા હતા. અલીપુરમાં નોકરી કરતાં થોડા દિવસ સુધી મેડિકલ કોલેજમાં એનેટોમી ( શરીરશાસ્ત્ર) પણ શીખ્યા હતા. બંકિમ જેવા તીક્ષણ બુદ્ધિવાળા માણસ માટે થોડા વખતમાં શરીરશાસ્ત્ર શીખી લેવું એ કંઈ અઘરું ન હતું. તેઓ શરીરશાસ્ત્રમાં નિષ્ણાત થયા પછી ઘેર બેઠા બેઠા, બીજાની સહાયતા સિવાય જાતેજ ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યા અને પૂરેપૂરું શીખ્યા ૫છીજ અટક્યા. તેમને
જ્યારે કેઈ નો વિષય શીખવાની ઇચ્છા થતી હતી ત્યારે તેઓ તે વિષય સંપૂર્ણ શીખી લેવા માટે અધીરા થઈ જતા હતા, અને જ્યાં સુધી તે વિષય સારી રીતે શીખી લેતા નહિ ત્યાં સુધી તેમને શાંતિ વળતી નહિ. ચિકિત્સાશાસ્ત્ર શીખ્યા પછી તેમણે વૈદ્યકશાસ્ત્રના ઢગબંધ ગ્રંથ મંગાવ્યા હતા. - બંકિમચંદ્ર કેવા સહૃદય અને ઉદાર હતા, તે બતાવવા માટે અત્રે એક ઘટનાને ઉલ્લેખ કરવામાં આવે છે. કાંટાલપાડા પાસે ગારીફા નામનું એક ગામ હતું. ત્યાંના એક ગૃહસ્થને છોકરો ભણવા માટે સમુદ્રપાર પરદેશ ગયે હતો. પાછો આવ્યા પછી તેને સમાજે નાતબહાર મૂકવાનો ઠરાવ કર્યો છે એમ તેમણે જાણ્યું. તે વખતે બાબુ શ્યામચરણ અને બાબુ સંછવચંદ્ર સમાજના નેતા હતા. તે ભલા છોકરાએ બાબુ શ્યામચરણનો આશરો લીધે. શ્યામચરણે આશ્રય નહિ દેતાં કહ્યું કે-“મારી પોતાની ઈચ્છા પ્રમાણે કરીને સમાજ ઉપર હું અત્યાચાર કરી શકતો નથી. તમે તમારી નાતવાળા પાસે જાઓ, અને જે તેઓ તમને નાતમાં લે તો મને કંઈ અડચણ નથી.”
અંતે તે ભલા માણસે સમુદ્રયાત્રાનું પ્રાયશ્ચિત્ત પણ કર્યું, પણ નાત કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
સમાજે તેને દાખલ કર્યો નહિ. છેવટે તે નિરુપાય થઈને બંકિમને શરણે આવ્યો. બંકિમને તેના ઉપર દયા આવી. તેમણે વિચાર કરીને એક ઉપાય કાઢો. તે ભલા માણસને કહ્યું “તમે કઈ રવિવારે મને આમંત્રણ આપો, તમારે ત્યાં આવીને ભજન કરી જઈશ. તે ભલા માણસે તે પ્રમાણે કર્યું અને બંકિમ બાબુ રવિવારે તેમને ઘેર ગયા. કટાલપાડાના કેઇ પણ માણસને આ વાતની ખબર ન પડી. તે ભલા માણસને ઘેર ભોજન કરી આવીને તેઓ પોતાના ભાઈને મળ્યા. બંકિમે પ્રથમ આડી અવળી બે એક વાત કરીને પછી હસતાં હસતાં કહ્યું-“ મોટાભાઈ! હું એક કામ કરી આવ્યો છું.”
શ્યામચરણે પૂછ્યું “શું કરી આવ્યા છે?”
બંકિમે ખૂબ હસતાં હસતાં કહ્યું “રાય-કુટુંબમાં ભોજન કરી આવ્યો છું.” . શ્યામચરણ સ્તબ્ધ થઈ ગયા. રાય મહાશય પડદા પાછળ ઉભા હતા. અવસર
જોઈને તેઓ પણ આવ્યા. એટલે સ્વામચરણ બાબુ બીજું શું કહે ! તરત જ તે ભલા માણસને સમાજમાં લેવામાં આવ્યો. તે ભદ્ર પુરુષ જીવનપર્યત બંકિમબાબુને કૃતજ્ઞ રહ્યા.
બંકિમબાબુની પ્રતિભા વિષે તેમના એક ચરિત્રમાં લખ્યું છે કે –
બંકિમબાબુની સાધારણ વાતચીત સાંભળીને કઈ પણ તેમની પ્રતિભાને જાણી શકતું ન હતું; પણ જ્યારે તેઓ કોઈ વિષયની ચર્ચામાં ઉતરતા ત્યારે તેમનું રૂપજ બદલાઈ જતું. તેમની ચળકતી આંખો વધુ ચળકવા લાગતી, અને વખતો વખત હાથપગ વગેરે અંગ પણ થોડાં થોડાં હાલતાં હતાં. પ્રતિભાની કેાઈ એરજ છટા તેમના મુખમંડળ ઉપર પ્રકાશી ઉઠતી. તે વખતે આંખની ચંચળતા, વાકયોને અસંબદ્ધ ભાવ, તેમજ મનની અસ્થિરતા કોણ જાણે કયાંય જતાં રહેતાં. જાણે પાંચ વર્ષને કેાઈ છોકરે એકાએક પ્રૌઢ બની જઈને રંગભૂમિ ઉપર આવ્યો હોય ને! એમ લાગતું હતું.”
બંકિમચંદ્ર બહુ ક્રોધી હતા. તેઓ ક્રોધના આવેશમાં આવતા ત્યારે ધ્રુજી ઉઠતા, પણ કાઇને મારતા કરતા નહિ. બંકિમબાબુથી ઘરનાં નાનાં મોટાં બધાંય કરતાં હતાં. પરંતુ તેમનો ક્રોધ બહુ વાર રહેતો નહિ. ઘડીભરમાં તેમનો ક્રોધ શાંત થઈ જ; પણ ક્રોધની શરૂઆત બહુ આકરી થતી. તે વખતે તેઓ આત્મસંયમ અને શિક્ષણ બધુંય ભૂલી જતા હતા.
બંકિમે કલકત્તામાં એક ઘર ખરીદીને જીવનની આખરનાં કેટલાંક વર્ષ તેમાં જ ગાળ્યાં હતાં. સન ૧૮૮૭ માં તે ઘરમાં તેઓ રહેવા આવ્યા હતા. તે ઘર પાટલડિગામાં મેડિકલ કોલેજની સામે છે. હાલ બંકિમ–આશ્રમના નામથી તે પ્રસિદ્ધ છે. વાઇસરોય લોર્ડ કર્ઝનના અમલમાં સરકાર તરફથી ત્યાં એક પત્થર કેતરાવીને ચેડવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે –“ આ જગ્યામાં નવલકથાકાર બંકિમચંદ્ર રહેતા હતા. જન્મ ઇસ૧૮૩૬; મૃત્યુ ઈ. સ૧૮૯૪.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બંગદર્શનમાં બંકિમબાબુએ સામ્યવાદ ઉપર તેમજ વિધવાવિવાહ ઉપર જે લેખો લખ્યા હતા, તેને થોડો થોડો ભાગ અત્રે આપવામાં આવે છે.
રામ મોટો માણસ કહેવાય છે, અને જે નાનો માણસ. આમ શામાટે છે ? જેવો ચોરી નથી જાણત, છેતરપિંડી નથી જાણત, બીજાનું સર્વસ્વ ધૂતી લેવાનું નથી જાણો, તેથીજ જીવો નાનો માણસ છે ! રામે ચોરી કરીને, છેતરપંડી કરીને, ઠગબાજી કરીને પૈસા એકઠા કર્યા છે, તેથી રામ મોટો માણસ છે. અથવા રામ પોતે સ્વભાવથી જ ભલે માણસ છે, પણ તેના વડદાદા ચોરી, છેતરપિંડી વગેરેમાં અત્યંત નિપુણ હતા; તેઓ પોતાના શેઠનું સર્વસ્વ હરી લઈને જમીન અને પૈસા એકઠા કરી ગયા. છે. અર્થાત રામ જુગારી અને ચોરને પુત્ર છે. તેથી તે માટે માણસ છે; અને જવાના દાદાએ જાતે કમાઈને ખાધું છે માટે તે નાને માણસ છે. અથવા રામે કોઈ ઠગારાની કન્યા સાથે વિવાહ કર્યો છે, તેથી તે મેટો માણસ છે. બસ ! રામના માહાસ્ય ઉપર . ફૂલના વરસાદ વરસાવો.”
“વિષમતા સંસારનો નિયમ છે. જગતના સઘળા પદાર્થોમાં વિષમતા છે, પરંતુ બ્રાહ્મણ અને શુદ્રમાં તે બહુજ અસ્વાભાવિક વિષમતા દેખાય છે. જેમ કે બ્રાહ્મણનો વધ કરવો એ મહા પાપ છે, ત્યારે શકને વધ કરે એ નાનું પાપ છે; પરંતુ આ વાત કુદરતી નિયમાનુસાર બરાબર તો નથી જ. બ્રાહ્મણ શામાટે અવધ્ય છે? શૂદ્ર શામાટે વધ્ય છે? ખેત દાતા છે, તે પછી બ્રાહ્મણ શામાટે દાતા નથી ? તેને બદલે એવોજ નિયમ શા માટે ન થયો કે જેને આપવાની શક્તિ છે તેજ દાતા છે, અને જેને લેવાની જરૂર છે તે લેનાર છે ? ”
“બધાના કરતાં ધનની વિષમતા બહુ ભારે છે. એ વિષમતાના પ્રતાપે કઇ કઇ માણસોને રૂપીઆ ખુટાડયા ખુટતા નથી, ત્યારે બીજી બાજુ લાખો માણસો અન્નના અભાવે મરણ અને રોગના શિકાર થઈ પડે છે ! ”
બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુઆદિના જેવી ઈદિય- તૃપ્તિ સિવાયનું બીજું કોઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિમાં રહેલું ન હોય. છતાં પણ શદ્ર જ્ઞાનચર્ચાને અધિકારી નથી ! બસ જ્ઞાનને તે અધિકાર માત્ર બ્રાહ્મણને જ ! અને ભારતના ઘણા ખરા લેક બ્રાહ્મણેતર જાતિના હોવાથી તે ઘણા ખરા લેકેએ તે બસ મૂર્ખ જ રહેવું જોઈએ !”
વિધવાવિવાહ”ના આ સૌથી મોટા અને વિચારણીય તથા ગહન વિષય ઉપર બંગદર્શનના ચોથા અંકમાં બંકિમચંદ્ર નીચે પ્રમાણે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો હતો:
“વિધવા-વિવાહ સારો પણ નથી ને નઠારો પણ નથી. બધી વિધવાઓના વિવાહ કરવા એ કદાપિ સારું નથી. પણ હા, વિધવાની ઈચ્છાનુસાર તેને વિવાહની છૂટ આપવી એ તો સારી જ વાત છે. જે સ્ત્રી સાધ્વી છે, જે પિતાના પ્રથમ પતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત હૃદયપૂર્વક ચાહે છે, તે કદિ પુનર્લગ્ન કરશે નહિ. જે નાતમાં વિધવા-વિવાહને ચાલ છે તેમાં પણ પવિત્ર સ્વભાવવાળી, નેહાળ અને સાધ્વી વિધવાઓ પુનર્લગ્ન કરતી નથી; પણ જે કાઈ વિધવા-ગમે તો તે હિંદુ હોય કે ગમે તે જાતની હાયતે પણ પતિના સ્વર્ગવાસ પછી જે તે પુનર્લગ્ન કરવા ઇચ્છે તો તેને જરૂર તેવો અધિકાર છે. જો પુરુષને પત્નીના મરણ પછી વિવાહ કરવાને અધિકારી ગણું શકાય છે, તે સામ્યવાદ પ્રમાણે સ્ત્રી પણ પતિના મરણ પછી ઈચ્છા થતાં પુનલગ્નની અધિકારિણી છે. મનુષ્યમાત્રને અધિકાર છે કે જેમાં બીજાઓનું અનિષ્ટ ન થતું હોય એવું દરેક કાર્ય તે કરી શકે છે. તેથી પત્નીવિયેગી પતિ અથવા પતિવિગિની પત્ની બને ઇચ્છા થતાં પુનર્લગ્નનાં અધિકારી છે. આ પ્રમાણે જોતાં વિધવાને પુનઃ વિવાહ કરવાને જરૂર અધિકાર છે, પણ આ નૈતિક તત્ત્વને હજુસુધી આ દેશમાં સામાન્ય જનતાએ સ્વીકાર કર્યો નથી. જે લેકે અંગ્રેજી શિક્ષણને લીધે, અથવા વિદ્યાસાગર મહાશયના યા બ્રહ્મસમાજના કહેવા પ્રમાણે આ નીતિને સ્વીકાર કરે છે તેઓ પણ તેને વર્તનમાં ઉતારી શકતા નથી. જે મહાશકે સ્વીકાર કરે છે કે વિધવા વિવાહને અધિકાર છે, તેમનાજ ઘરની વિધવાઓ વિવાહ કરવાને આતુર હોય છે છતાં પણ તેઓ એવા વિવાહ કરવાનું સાહસ કરતા નથી. એનું કારણ સમાજનો ભય છે. એજ ભયના કારણે આ સામ્યવાદ જનસમાજમાં પ્રવેશ કરી શકયા નથી. અન્યોન્ય પ્રકારના સામ્યવાદ જનસમાજમાં દાખલ થઈ શક નથી તેનું કારણ તો એમ સમજાય છે કે પુરુષવર્ગ તે પ્રકારના પ્રચારમાં પિતાનું અનિષ્ટ સમજે છે; પણ આ વાત જરા પણ સમજાતી નથી કે આ પુનર્લગ્નને સામ્યવાદ સમાજમાં કેમ દાખલ થતો નથી ? એ કાંઈ કષ્ટસાધ્ય પણ નથી; કેાઈનું અનિષ્ટ કરનાર પણ નથી; બલકે અનેકને માટે સુખ-સમૃદ્ધિના કારણરૂપ થઈ શકે તેમ છે. છતાંય સમાજમાં તેને સ્વીકાર થવાનાં ચિન્હ જણાતી નથી; તેનું કારણ એ જ છે કે સમાજમાં લેકાચારની ઉપરવટ થવું એ તદ્દન અશક્ય જ થઇ પડયું છે.”
“બીજી એક વાત છે. ઘણાં માણસો એમ માને છે કે ચિર વૈધવ્યના રિવાજને લીધે હિન્દુ-લલનાઓનું પાતિવ્રત્ય એવું દૃઢ બંધાયેલું છે કે તેને માટે બીજી જાતને વિચાર કરે પણ ઠીક નથી. અર્થાત બધી હિંદુ સ્ત્રીઓ જાણે છે કે તેના એક પતિની સાથે જ તેનું સઘળું સુખ ચાલ્યું જશે, તેથી તે પતિ ઉપર અનન્ય ભક્તિભાવ રાખે છે. આ સંપ્રદાયના લોકોની સમજણ પ્રમાણે એજ કારણથી હિંદુઓનાં ઘરમાં દાંપત્યસુખ આટલું વધારે છે, તે ભલે એ વાતને આપણે સત્યજ માનીએ. પણ જે એમજ છે તે પછી જેની સ્ત્રી મરી ગઈ હોય તે પુરુષને પણ આજીવન વિધુર રહેવાનું વિધાન શામાટે નથી ? તમારા મરણ પછી તમારી સ્ત્રીને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બીજો માર્ગ જ નથી તેથી તમારી સ્ત્રી તમારા ઉપર વધારે પ્રેમ રાખે છે; તે પછી તમારી પણ સ્ત્રીને મરણ પછી બીજી ગતિ ન થવા પામે એવો જે નિયમ રાખ્યો હેય, તે તમે પણ સ્ત્રી તરફ અધિક પ્રેમ રાખશે એ વાત ખુલ્લી જ છે, અને તેમ છે તે પછી તમારી–પુરુષોની–બાબતમાં પણ તે નિયમ કેમ લાગુ નથી પડતો માત્ર કેવળ અબળા સ્ત્રીઓને માટે જ એ નિયમ શામાટે છે? તમે કાયદાના કર્તા છે, તેથી તમારે લહેર છે. તમારામાં બાહુબળ છે તેથી તમે અત્યાચાર કરી શકો છો; પણ યાદ રાખજો કે તે અન્યાયી કામ છે, મહા ધર્મવિરુદ્ધ કાર્ય છે ”
બંકિમ બાબુ શ્રેષ્ઠ સમાલોચક હતા. તેઓ રદ્દી સાહિત્યની જેવી તીવ્ર વ્યંગપૂર્ણ સમાર્ચના કરતા હતા, તે જ પ્રમાણે ઉપયોગી સાહિત્યની સુવિસ્તૃત અને મર્મસ્પર્શી સમાલોચના કરવામાં પણ પાછા પડતા ન હતા. સમાલોચના કરતાં તેઓ પોતાના પારકાનો વિચાર નહોતા કરતા. છેલ્લાં એક સો વર્ષમાં તે બંગાળામાં બંકિમચંદ્ર જે વિદ્વાન સમાલોચક કોઈ પેદા થયો નથી. તેમનું સમાલોચક પદ હજુયે ખાલી જોઇને શ્રીયુત રવીન્દ્રનાથે બહુ ખેદપૂર્વક “ સાધના” પત્રમાં લખ્યું હતું કે
જ્યારથી બંકિમબાબુ સમાચક પદથી દૂર થયા, તે દિવસથી આજપર્યંત કેાઈ તે પદને અધિકારી પેદા થયો નથી. તે સમયની સાહિત્ય જગતની અરાજકતાનું ચિત્ર હૃદયમાં અંકિત કરવાથી વાચક વર્ગ સમજી શકશે કે અમારો સાહિત્યસમ્રાટ્ કણ હતો ? અને તેના ગયા પછી રાજ્યભાર ગ્રહણ કરવા યોગ્ય કોઈ પણ વ્યક્તિ હાજર નથી.”
બંકિમચંદ્રને તીવ્ર સમાલોચક તરીકે લોકેના અપ્રીતિપાત્ર બનીને કેવી ગાળો ખાવી પડતી હતી તેનું એક દષ્ટાંત આપીશું.
એક નાટક બંગદર્શનમાં સમાલોચના માટે કોઈએ મોકલ્યું. બંકિમે બંગદર્શનમાં તે નાટકની જરા તીવ્ર સમાલોચના કરી. જેણે નાટક લખ્યું હતું તે ખાત્રીપૂર્વક માનતા હતું કે તેનું નાટક અત્યંત સુંદર છે, તેથી બંકિમે કરેલી સમાલોચનાથી તે નાખુશ થયો. બંકિમબાબુને ગાળો દેવાના ઇરાદાથી તે પિતાના એક સગાને શરણે ગયો. તે સગાનું એક માસિક પત્ર ચાલતું હતું, અને તેણે જરા ઠીક પ્રસિદ્ધિ મેળવી હતી. તેમાં વિલાયતના “પંચ' જેવાં વ્યંગપૂર્ણ ચિત્રો પણ આવતાં હતાં. વસંતકના સંપાદકે રડતા સગાનાં આંસુ લુછવા માટે વસંતકમાં એક ચિત્ર છાપ્યું. તેનું નામ “ સાહિત્યક્ષેત્ર” રાખ્યું હતું. તે સાહિત્યક્ષેત્રમાં એક જબરા શરીરવાળો સાંઢ અને થોડાં ઘેટાં ચીતર્યા હતાં. સાંઢની નીચે બંકિમચંદ્રનું નામ લખ્યું અને તે સાંઢ એક નાના ઘેટાની છાતીમાં ખોસેલા શીંગડા ઉપર “બંગદર્શન’ લખ્યું હતું. આ રીતે એક સમાલોચક બંકિમને કર્તવ્ય બજાવતાં ગાળો ખાવી પડતી હતી.
સૂક્ષ્મદશ કવિવર રવીન્દ્રનાથે સાધના પત્રમાં લખ્યું હતું કે “બંકિમચંદ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
માણુ કિમચંદ્રનુ સક્ષિપ્ત ધૃત્તાન્ત
કર
ઉપર એક પક્ષના ખાસ રાષ હતા. તે પક્ષ તેમના પર ખૂબ દ્વેષ રાખતા હતા. જે ક્ષુદ્ર લેખકે। તેમના અનુકરણના વૃથા પ્રયત્ન કરતા હતા તેમેજ પોતાનું ઋણ છુપાવવા માટે તેમને સૌથી વધારે ગાળા આપતા હતા. મને યાદ છે કે જ્યારે કિમ ખાડ્યુ ગદર્શનમાં સમાલોચના કરતા હતા, ત્યારે તેમના એવા ક્ષુદ્ર શત્રુઓની સંખ્યા આછી નહાતી. સેકડા અયાગ્ય માણુસા તેમની ઇર્ષ્યા કરતા હતા. તેમના ક્ષુદ્ર દશા કિમને જરૂર દુ:ખ દેતા હતા; પણ તેઓ કાઈ પણ રીતે વ્યવિમુખ થયા નથી. તેમાં અજેય અળ, `વ્યનિષ્ઠા અને સંપૂર્ણ આત્મવિશ્વાસ હતા.
(6
ખગદર્શનમાં તકલાદી સાહિત્યની કેવી તીવ્ર સમાલેાર્ચના થતી હતી, તે દર્શાવવા માટે અત્રે તેમની થેાડીક સમાલાચનાઓના ભાવા આપવામાં આવે છેઃ— પહેલાંના સમયમાં અગ્નિદેવતા મહાન પરીક્ષક હતા, મનુષ્યના ચરિત્રનીએ પરીક્ષા અગ્નિદ્વારા થતી હતી. જેના સ્વભાવ કે ચરિત્રમાં જરા પણુ મલિનતા હાય । તે અગ્નિપરીક્ષામાં જણાઇ, જતી. વાનર–પતિ રામચન્દ્રે અગ્નિદ્વારા સીતાની પરીક્ષા કરી હતી. અત્યારસુધી અનેક અરણ્યવાસીઓ એજ રીતે સાધુત્વની પરીક્ષા કર્યાં કરે છે.. બધા લાકા હંમેશાં જુએ છે કે સાનાની પરીક્ષા અગ્નિદ્વારાજ અહુ સારી થાય છે. તેથી અમારે પણ કેટલાક બંગાળી ગ્રંથેાની પરીક્ષા અગ્નિદ્વારા કરવી એજ ચેાગ્ય છે. એથ્નમાં એછી નાટક, પ્રહસન, ઉપહસન વગેરે આધુનિક રસિક–ર્જક ગ્રંથાની તા એવીજ રીતે પરીક્ષા કરવામાં આવે તે ઠીક છે. ગ્રંથાની આવી પરીક્ષા નવી પણુ નથી, સાંભળ્યુ` છે કે રાજા વિક્રમાદિત્યના સમયમાં આ પરીક્ષા પ્રખળરૂપે પ્રચલિત હતી. ગ્રંથને અગ્નિમાં નાખતાં જો તે સળગી જતા તે રાજ્યાધિકારીઓ માનતા કે ગ્રંથ જરૂર નકામે હતા; નહિ તે તે સળગી શામાટે જાય ? અમે પણુ તેજ દષ્ટાંતનુ અનુકરણુ કરીને એ પ્રહસનની પરીક્ષા કરી. પરિણામે ગ્રંથ સળગી ગયા. અમે શું કરીએ. લેખક જરાયે ખાટું ન લગાડે. લેખકનુ નામ હરિહરનંદી છે.
,,
""
ભાવિકા નાટક આ નાટકની પણ એવીજ પરીક્ષા કરવાની અમારી બહુ ઈચ્છા હતી; પણ કાઈ ખાસ મિત્રના આગ્રહથી અમે અમારા વિચાર પડતો મૂકયે.. હાલનાં નાટકમાત્રની જે આવી રીતેજ પરીક્ષા થાય તેા કઈ બહુ નુકસાન નહિ થાય. જેટલાં નાટક જોવામાં આવે છે તે બધાંમાં લગભગ એકજ જાતના કારીગરાને હાથ છે. ખધા નાટક–લેખકાની એવી ધારણા છે કે નાટકમાં આવતાં પાત્રોની વાતચીત લખી શકેવાથીજ નાટક રચવાનું કામ પૂરું થાય છે. કદાચ વાચામાં પણ એવાજ સંસ્કાર છે કે એવા સવાલજવામ વાંચી લેવાથી નાટકનું વાંચન પૂરૂં થઇ જાય છે. ગમે તેમ ન્હા પણ હવેથી અમે તેા એવા ગ્રંથા માટે અગ્નિ-પરીક્ષાજ કરવાનું ઠરાવ્યુ છે.
""
66
· મંગાળી શિક્ષણ—માણુ સિદ્ધેશ્વર યે અમારા ઉપર ઉપકાર કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૨
માણુ કિમચ'નુ' સંક્ષિપ્ત વૃત્તાન્ત
>>
તેમના લખેલા ખગાળા–શિક્ષણુ નામના પુસ્તકના પ્રથમ ભાગ સમાલાચના માટે માક૨ે છે. પહેલા પૃષ્ઠમાં કથી ક્ષ સુધીના બધા અક્ષરા ડખલ ગ્રેટ ટાઈપમાં છાપેલા છે. ખીજા પાનામાં ય અને ત્રીજા પાનમાં વ ના જોડાક્ષરા વગેરે છે. જરા પણ ભૂલ નથી. લેખકની કુશળતા અદ્દભુત છે. બાપુએ વિજ્ઞાપનમાં લખ્યુ છે કે આવાં પુસ્તકાના અભાવથી ઘણા માણસાએ મને આ ખોટ પૂરી પાડવાના આગ્રહ કર્યાં. અને તેમણે એમ પણ જણાવ્યું છે કે એ ખાટ પૂરી પાડવા માટે “ શ્રીયુત મીયાંજાન રહેમાન મહાશયે બધી સામગ્રીને સંગ્રહ કર્યો છે. હિન્દુ મુસલમાનના એકડા થવાથી ભારતની કેટલી ઉન્નતિ થઇ શકે છે તેનું આ એક અદ્ભુત ઉદ્ગાહરણ છે. ’
ઃઃ
25
એવી તક
“ એક પુરાતન ગ્રંશ—છ વર્ષ થયાં કોઇ દેશપ્રેમી ગ્રંથકારે જ્ઞાન–દીપથી બંગાળી ભાષાને પ્રજવલિત કરવા માટે એક ચાર આનાની કિ ંમતનુ પુસ્તક છપાવ્યું હતુ. બંગાળને કમનસીબે કાઇએ. આ પુસ્તક ખરીદ્યું નહિ એટલે હવે જાહેરખબરની જરૂર પડી છે. અમારા જાણવામાં આવ્યું છે કે તેનું ખર્ચ બચાવવા માટે તે મહાશયે તે પુસ્તક અમારી પાસે સમાલાચના માટે મેકહ્યું છે. ધા લેકે જાણે છે કે સમાલાચનાથી જાહેરાતનુ કામ થાય છે; તેથી ગ્રંથકારને અમે આપવા ઇચ્છતા નથી. આથી કરીને બહુ માણુસા ખળી ઉઠયા છે. ખંગદર્શનના પૂર્વ સંપાદક જરા વધારે બુદ્ધિમાન હોવાથી તેમણે 'ગદર્શનમાં સમાલાચના કરવાનું બંધ કરી દીધું હતું. જે દિવસે તેમણે કહ્યું કે હવે અમે પુસ્તકાની સમાલાચના નથી કરવાના, તેજ દિવસથી અંગદન કાર્યાલયમાં પેલી લાલ, લીલાં, પીળાં, વાદળી, ભુરાં પૂડાંવાળા, સુશાંભિત, નાની, મેટી, જાડી, પાતળી, હલકટ ચાપડીએની આવક બંધ થઈ ગઈ ! ××× ભાજન કરી રહ્યા પછી ભેાજનગૃહની જેવી સ્થિતિ થઈ જાય છે એવી સ્થિતિ બગદર્શન પુસ્તકાલયની થઈ ગઈ ! બ્રહ્મભાજન સમાપ્ત થઇ ગયેલું જાણીને એએક નિમિત્રિત ભલા માણસ સિવાયના— ખીજ ભિખારીએ તેા ઝાડુના અવાજ સાંભળીનેજ ચાલ્યા ગયા. ફ્કત એ એક ચુસ્ત કીરાએ દરવાજો છેાડયેા નહિ. સાહિત્ય સંસારના કાગડાએ છેવટે ભીંત ઉપર એસીને એઠું મળતુ` બંધ થવાને લીધે–કા, કા, કરવા લાગ્યા; અને કેટલાક કૂતરાએ પણ ભસવાનું જારી રાખ્યું, તે શાંતિ ફેલાઇ.
""
ભાગ્ય—વિડંબનામાં પડીને વર્તમાન સંપાદકે સમાલાચના પુન: શરૂ કરી. અંગ-સાહિત્ય સમાજમાં પુનઃ ધોષણા થઇ કે પેલે ધેર પાછુ. બ્રહ્મભાજન શરૂ થઈ ગયું છે ! એટલે ન્યાયાલંકાર, તાઁલંકાર, વિદ્યારત્ન, વિદ્યાવાગીશ, વિદ્યાનવીસ, વિદ્યાખવીશ, વિદ્યાકપીશ, વગેરે બધા ચાટલી ઉપર બેલપત્ર બાંધીને સમાલોચનાના બ્રહ્મભાજનમાં પહેચી ગયા ! જોયું । તેજ ભિખારીઓ આપવાઇના જળમાં
te
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
૪૩
આશારૂપી કેળના પાનને ધોઈને યશરૂપી મિઠાઈની આશાથી દરવાજા આગળ ઉભા છે ! એવીજ અમે કહ્યું છે કે બહુ માણસો બળી ઉઠયા છે.”
બંગ જવા દઈને અમે કહી શકીએ કે સગ્રંથની સમાલોચના કરતાં વધુ, સુખ બીજું નથી; પણ જે ઢગલાના ઢગલા રદી પુસ્તકે ટપાલ મારફતે અમારા કાર્યાલયમાં આવે છે તેમની સમાલોચના તો અમારે માટે બહુજ દુઃખદાયક છે. તેમને વાંચવા કરતાં વધારે દુ:ખપ્રદ બીજું કંઇજ નથી.”
સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ કરી જે સમયે બંકિમચંદ્ર ગ્રંથે લખવાને પ્રારંભ કર્યો ? તે સમયે અંગ્રેજી કેળવણીને પ્રચાર બહુ જોરથી થતા હતા. કલકત્તામાં યુનિવર્સિટી
સ્થપાઈ હતી, અને નગરે નગર અંગ્રેજી સ્કૂલ ઉઘડી હતી. ધન પાર્જન માટે તથા રાજકીય સન્માન માટે પ્રજાને સામાન્ય વર્ગ અંગ્રેજી ભાષા ભણવા તરફ દોરાયે. હતો, અને ધનવાન વર્ગ પણ ઉપાધિધારી બનવા તથા રાજપુરુષોથી સંમાનિત થવા અંગ્રેજી ભાષા ભણવા લાગ્યો હતો. એ રીતે સે લેકનું અંગ્રેજી ભાષા તરફ પુષ્કળ લક્ષ્ય હતું અને અંગ્રેજી ભાષા ન જાણનાર માણસ શિક્ષિતજ ગણાતા નહિ! અંગ્રેજી ભાષાની પ્રબળતાને લીધે માતૃભાષા તો ઢંકાઈ જ ગઈ હતી. જે અંગ્રેજી ભાષા જાણતો તેને માટે સાહિત્યનું વિશાળ ક્ષેત્ર ખુલ્યું હતું. સાહિત્ય, વિજ્ઞાન : દર્શન, ઇતિહાસ ઇત્યાદિ જે વિષય જાણવાની તેને ઇચ્છા થાય તે વિષયો અંગ્રેજી ભાષામાં મળી શકતા હોવાથી અંગ્રેજી જાણનાર વર્ગ તેના નિશામાં ચકચુર રહેતો અને માતૃભાષાની કંગાલ દશા ઉપર દુઃખી થવાને બદલે હાસ્ય કરતે. આવી સ્થિતિમાં પોતાની માતૃભાષાની ઉત્કૃષ્ટતા તથા સ્વદેશહિતૈષિતાની મહત્તા દેખાડી અંગ્રેજીના અભિમાને અંધ બનેલા બંગાળીઓને વાસ્તવિક રસ્તે દેરવાને માટે બંકિમબાબુએ કમર કસી.
જણાય છે કે બંકિમચંદ્રને જન્મ જાણે બંગાળી ભાષાની સેવાને માટે જ થયો. હતો ! આખા જીવનપર્યત તેમણે અત્યંત આગ્રહપૂર્વક બંગાળી ભાષાની સેવા કરી. તેમની અસાધારણ શક્તિથી બંગાળી ભાષાની અસાધારણું ઉન્નતિ થઈ. એમને એ મહામંત્ર હતું કે માતૃભાષામાં વિવિધ જ્ઞાન આપનારા ગ્રંથોનો પ્રચાર. થયા વિના કોઇ પણ પ્રજા ઉન્નતિ પામી શક્તી નથી અને જાતીયભાવના (સ્વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. 2આ મહામંત્રનો. સતત જાપ જપી તેમણે બંગાળી ભાષાના ભંડારમાં ગ્રંથરત્નને વધારો કરવા. પુષ્કળ શ્રમ કર્યો. એમનાં અસાધારણ ઉત્સાહ તથા અસાધારણ વિદ્વત્તાથી બંગાળામાં જાણે યુગજ ફેરવાઈ ગયો ! બંકિમચંદ્રમાં સ્વજાતિ પ્રેમ અને સ્વદેશભક્તિ અપાર હતાં. એ ગુણને લીધે જ આજે લાખ સ્ત્રીપુરુષો તેમના પર શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. બંકિમચન્દ્ર કહેતા કે, “પુસ્તકે લખવાનો ઉદ્દેશ સ્વદેશવાસીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત સદ્દબોધ અને શુભ વિવારે આપવા એજ છે. જે લખાણ દેશબંધુઓ સમજી શકે તેવું ન હોય અથવા જે લખાણુથી દેશને કશે ઉપકાર થાય તેમ ન હોય તે લખવું નકામું છે.” - બંકિમચંદ્ર ગ્રંથલેખનની પ્રવૃત્તિ શરૂ કરી તે સમયે બંગાળી ભાષાની દશા તદ્દન કંગાળ હતી, પરંતુ તેમના સતત પ્રયત્ન અને ઉત્સાહનું પરિણામ એ થયું કે ભારતવર્ષની તમામ ભાષાઓમાં બંગાળી ભાષા સર્વોત્કૃષ્ટ પદ પામી! બંકિમચંદ્રની ભાષા સરળ, રસપૂર્ણ અને મર્મને સ્પર્શ કરનારી હતી. તેઓ પોતાના લેખમાં નવીનતા, સ્વાધીનતા અને સ્વદેશપ્રેમ છલછલ ભરી દેતા. બંકિમચંદ્ર સૈદર્યના પણું ઉપાસક હતા. પિતાના ગ્રંથમાં ભાષાસૌન્દર્ય તથા ભાવસૈન્દર્ય ભરવા ઉપરાંત તેઓ પિતાનાં પાત્રોનાં હૃદયોનું સૌંદર્ય પણ બહુ ઉત્તમતાથી અંકિત કરતા.
ઈ. સ. ૧૮૬૪ માં તેમની “ દુર્ગેશનંદિની” નામની નવલકથા પ્રકટ થઈ માત્ર એ એકજ પુસ્તકથી તેમની યોગ્યતા અને વિચારશીલતાને સારી રીતે ખ્યાલ આવી શકે છે. એ નવલકથાની અગાઉ ભારતવર્ષની તે સમયની પ્રચલિત ભાષાએમાં એવી સરસ નવલકથા એક પણ લખાઈ નહોતી. જો કે તે વખતે એ પુસ્તકનો એટલે બધે આદર થયે નહોતેપણ તેનું કારણ તે સમયના સમાજની અયોગ્યતાજ હતું. આજે પણ એવી નવલકથાઓ ગણી ગાંઠી જ મળી આવશે કે જે દુર્ગેશનંદિનીના જેટલી લોકપ્રિયતા પામી હાય !
સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું છે અથવા જેનું મન સદૈવ સાહિત્ય-સરોવરનાં કમલની મધુર સુગંધીથી મસ્ત બનવા લાગ્યું છે, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખ પણ તુચ્છજ લાગે છે. આ નિયમ પ્રમાણે બંકિમબાબુ પણ સરકારી નોકરીથી સદૈવ ઉદાસ રહ્યા કરતા. તેઓ વારેવાર કહેતા કે, “સુખપૂર્વક નિર્વાહ ચાલે એટલી સગવડ થતાંજ હું નેકરી છોડી દઈશ.” છેલે તેમને પોતાની દીર્ઘકાળની મનોવાંછના પૂર્ણ કરવાને વેગ મળ્યો. સરકારી નોકરીમાંથી પેન્શન લઈ તેમણે પોતાને ઇચ્છિત વિષય હાથમાં લીધે.
ઇ. સ. ૧૮૭૨ માં બંગાળીઓનું જીવન સર્વસ્વ “બંગદર્શન’ બંકિમબાબુ તરફથી પ્રકટ થતાંજ બંગાળીઓની મેહનિદ્રાને ભંગ થયો હતો. અંગ્રેજી ભાષા જાણનાર જે જે બંગાળીઓને માતૃભાષામાં ચિત્તને વિનોદ આપે એવી સામગ્રી મળતી નહતી, તેમજ જેઓ માતૃભાષાની ઉપેક્ષા કરતા હતા, તે બધા “બંગર્શન’ નું સરસ મનમોહક સ્વરૂપ જોઈ દંગ થઈ ગયા, અને પોતાના મિથ્યાભિમાનપર તેમને પશ્ચાત્તાપ થવા લાગ્યો. “બગદર્શન” માં આવતા દર્શન, વિજ્ઞાન, -ઇતિહાસ, વાર્તા વગેરે વિવિધ પ્રકારના વિષયે વાંચીને જ રસ્તો ભૂલેલા અનેક લેકે માતૃભાષામાં ગ્રંથસામગ્રી વધારવા–માતૃભાષાની સેવા કરવા તત્પર થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન
બંકિમે પોતાની નવલકથાઓની ગુંથણી એતિહાસિક બનાવોપર કરેલી હોવા છતાં તેમાં સ્વતંત્ર કલ્પનાનું પ્રાધાન્ય છે. તેમનામાં કલ્પનાશક્તિ પ્રબલ હોવાથી જ નવલકથાનાં પાત્રોનાં વિવિધ ચિત્રો ચીતરવામાં તેઓ સફળ થયા છે. ઉત્તમ નવલકથાકાર પિતાની કલ્પનાશક્તિના બળે સત્યનું મહત્વનું સરસ રીતે દર્શાવી શકે છે, અને તેવું જ બંકિમચંદ્રની નવલકથાઓ વાંચતાં આપણે આબેહુબ અનુભવીએ છીએ. કેઈ ચતુર ચિત્રકાર જેમ પોતાની કુશળતાને લીધે નિર્જીવ ચિત્રને આબેહુબ સજીવ જેવું દર્શાવે છે, તેમ ઉત્તમ નવલકથાકાર પણ જનસ્વભાવનું ખરેખરૂં ચિત્ર પાડી • ઉત્તમ શિક્ષકની ગરજ સારે છે. ઉત્તમ નવલકથાકારનું દરેક માનવચરિત્ર સ્વાભાવિક્તાથી પરિપૂર્ણ હોય છે, એટલું જ નહિ પણ તે પવિત્રતા તરફ દેનારું હોય છે. જે વાર્તાલેખક આ ઉદેશ ભૂલી જાય છે તે સમાજને શિક્ષક બની શકતો નથી. માણસને મોટે ભાગે વાર્તા અને નવલકથાના વાચન તરફ પ્રીતિવાળો હોવાથી વાર્તા અને નવલકથાના લેખકે હમેશાં એટલું સ્મરણમાં રાખવું જોઇએ કે “આપણે દૃષ્ટાંતદ્વારા શુભ કાર્યોને ઉત્કર્ષ પ્રદર્શિત કરવો છે.” બસ, આટલું સ્મરણમાં રાખી તે વાર્તાલેખનનું પવિત્ર કાર્ય ઉત્તમતાથી કરશે તે તેને શ્રમ સફળ, થશે. કદિ ભૂલેચૂકે પણ બંકિમચન્ટે પોતાની નવલકથાઓનું ઉચ્ચ લક્ષ્યસ્થાન વિસ્મત કરેલું નથી; અને તેથી જ તેમનો લેખતરિકેને શ્રમ સફળ થઈ તેઓ હાલ બંગાળામાં “સાહિત્યસમ્રાટ’ને નામે અમર થયા છે.
તેમનું હૃદય સહદયતા, સત્યવાદિતા, તેજસ્વિતા અને નિર્ભયતાથી ભરપૂર હતું. આથી જ તેમને ઉપદેશ અસરકારક અને મર્મસ્પશી થઈ રહેતો. - બંકિમચંદ્રને હિંદુધર્મ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ધાર્મિક કાર્યોમાં તે બહુજ ઉત્સાહ દર્શાવતા. ભગવાન કૃષ્ણચંદ્રના તે મહાન ભક્ત હતા અને તેમને તે પોતાના ઇષ્ટદેવ માનતા. ગોપીઓની પ્રેમવાર્તાને તે માત્ર કવિક૯૫ના માનતા. છેલ્લી અવસ્થામાં તેમનો ધર્મભાવ બહુ જ વધ્યો હતો, અને મોટે ભાગે ધાર્મિક ગ્રંથોના પઠન પાઠનમાં જ સમય ગાળતા.
તેમનું હૃદય અત્યંત કોમળ અને સરળ હતું. તે હમેશાં પ્રસન્ન મુખે રહેતા. સરળતા, સહદયતા અને હૃદયની પવિત્રતાને લીધે તે સૈને પ્રિય લાગતા. તેમની પાસે અનેક દીન અને દુ:ખી માણસે આવી પિતાની રામકહાણી ગાઈ બતાવતાં. બંકિમચંદ્ર ધ્યાનપૂર્વક તે સાંભળતા, કદ ગદગદ બનતા અને પછી તેનું દુઃખ દૂર કરવા આશ્વાસનથી તેમજ ધનાદિથી યત્ન કરતા. તેમણે અનેક ઉત્સાહભંગ થએલા નવયુવકેને રસ્તો દર્શાવ્યા છે, તથા અનેક નિરાશ્રિતને આશ્રય આપેલ છે.
બંગાળી લેકે આધુનિક સાહિત્યની બંગાળી ભાષાના જન્મદાતા બંકિમ બાબુને ગણીને તેમના તરફ બહુજ માન રાખે છે. બંગાળી ભાષા બંકિમના પહેલાથી લખાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
છે; પણ તેને સુંદર રૂપ આપનાર, તેને સ્વચ્છ કરીને તેમાં ઉચ્ચ સાહિત્ય લખી તેને લોકપ્રિય બનાવનાર તે મહાત્મા બંકિમચંદ્રજ છે; જેથી બંગાળી લેકે બંગાળી સાહિત્યમાં બંકિમને સૌથી ઉંચું સ્થાન આપે છે. બંકિમના હાથમાં પડીને બંગાળી ભાષાએ નવું જ રૂપ ધારણ કર્યું છે. જે સુંદર ભાષામાં હાલ બંગાળીઓ પિતાનું સાહિત્ય વધારી રહ્યા છે અને બંગાળી લેખકે જેમનું અનુકરણ કરવાનો પ્રયત્ન
કરે છે તે ભાષા બંકિમેજ રચેલી છે. આવિષે જગપ્રસિદ્ધ કવિવર રવીંદ્રનાથ ઠાકુર • “સાધના” પત્રમાં લખે છે કે
અમારી બંગાળી ભાષા માત્ર એકતારાની પેઠે એક તારથી બંધાયેલી હતી. ફક્ત સહજ “સૂરમાં ધર્મસંકીર્તન કરવાના ઉપયોગમાંજ તે આવતી. બંકિમે પોતાના હાથે તેમાં એક એક તાર ચઢાવીને આજ તેને વીણાનું રૂપ આપી દીધું તેથી પહેલાં જેમાંથી માત્ર સ્થાનિક ગ્રામ્ય સૂરજ વાગતું હતું, તેમાંથી આજ વિશ્વસભામાં સંભળાવવાયોગ્ય ધ્રુપદની કલાવતી રાગિણી ગાઈ શકાય છે. x x x માતૃભાષાનું વંધ્યત્વ ટાળીને જેમણે તેને એવી ગૌરવશાળી બનાવી છે, તેમણે બંગાળીઓ ઉપર કેટલે મહાન અને ચિરસ્થાયી ઉપકાર કર્યો છે, એ વાત પણ જો કોઈને સમજાવવાની જરૂર હોય તે તેનાથી વધારે દુર્ભાગ્ય બીજું હોઈ શકે નહિ.” - બંકિમ બાબુના લગભગ બધા બંગાળી ગ્રંથના અનુવાદ ગુજરાતી, હિન્દી તેમજ મરાઠીમાં થઈ ચુક્યા છે અને તેથી તે તે ભાષાને વાચકવર્ગ બંક્તિ બાબુના પ્રગાઢ પાંડિત્ય, ગંભીર સંશોધન શક્તિ, અપ્રતિમ કલ્પના અને લેખનપદ્ધતિથી પરિચિત થયેલ છે. એટલે વિશેષરૂપે બતાવવાની જરૂર નથી કે સાહિત્યસમ્રાટું બંકિમ બાબુનું સ્થાન સમગ્ર ભારતમાં પણ કેટલું ઊંચું છે.
બંકિમબાબુના સમકાલીન, સહયોગી, ઉત્તમ લેખકોમાં મેઘનાદવધ કાવ્યના રચનાર બાબુ મધુસુદન દત્ત; નીલદર્પણ નાટકના લેખક સુવિ બાબુ દીનબંધુ મિત્ર; લાસીનું યુદ્ધ, પ્રભાસ, રેવતક, કુરુક્ષેત્ર, બુદ્ધ વગેરે ગ્રન્થરત્નોના લેખક પ્રતિભાશાળી કવિ બાબુ નવીનચંદ્ર સેન, શ્રેષ્ઠ લેખક બાબુ હેમચંદ્ર બેનરજી, શ્રેષ્ઠ સમાલોચક ચંદ્રનાથ વસુ અને અક્ષયકુમાર દત્ત; એ મુખ્ય હતા. એ વિદ્વાનોએ પણ પોતાની માતૃભાષાને જે શ્રેષ્ઠ ગ્રંથરત્નો ભેટ કર્યા છે તે પણ બંગાળી સાહિત્યની અમૂલ્ય અને ચિરસ્થાયી સંપત્તિ છે. - બંકિમ બાબુ પછી તેમનું સ્થાન તે નજ પૂરાયું પણ બાબુ રવીન્દ્રનાથ ઠાકુર અને કિજેન્દ્રલાલ રેયે તેમની ઘણું ખરી ખોટ પૂરી પાડી છે.
બંકિમચંદ્રને ક ગ્રંથ કયારે પ્રગટ થયું તેનું નીચે એક સૂચીપત્ર આપવામાં આવે છે, જેથી વાચકોને તેમના ગ્રંથની પ્રથમવૃત્તિને વખત અને બંકિમના જીવનપર્યત તેની કેટલી આવૃત્તિ નીકળી હતી તેની સંખ્યા માલમ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
م
م م
م
م م
م م
ه م
م مم ي
م
م
નામ ઈ. સ.
આવૃત્તિ ૧ દુશનજિની
૧૮૬૫ ૨ કપાલ કુંડલા
૧૮૬૭ ૩ મૃણાલિની
૧૮૬૯ ૪ વિષવૃક્ષ
૧૮૭૩ ૫ ઈંદિરા
૧૮૭૩ ૬ કરહસ્ય
૧૮૭૪ ૭ યુગલગુરીય
૧૮૭૪ ૮ વિજ્ઞાન રહસ્ય
૧૮૭૫ ૯ રાધારાણી
૧૮૭૫ ૧૦ ચંદ્રશેખર
૧૮૭૫ ૧૧ કમલાકાંતનું દફતર
૧૮૭૬ ૧૨ વિવિધ સમાચના
૧૮૭૬ ૧૩ રજની
૧૮૭૭ ૧૪ ઉપકથા
૧૮૭૭ ૧૫ કવિતા પુસ્તક
૧૮૭૮ ૧૬ કૃષ્ણકાંતનું વીલ
૧૮૭૮ ૧૭ પ્રબંધ પુસ્તક
૧૮૭૯ ૧૮ રાજસિંહ
૧૮૮૨ ૧૯ આનંદમઠ ૨૦ દેવી ચોધરાણી
૧૮૮૪ ૨૧ મોચીરામ શૈડનું જીવનચરિત્ર ૧૮૮૪ ૨૨ કૃષ્ણચરિત્ર
૧૮૮૬ ૨૩ સીતારામ
૧૮૮૭ ૨૪ વિવિધ પ્રબંધ
૧૮૮૭ ૨૫ ધર્મતત્તવ
૧૮૮૮ ૨૬ બંગાળી સિલેકશન્સ. ૧૮૯૨ ૨૭ સંજીવની સુધા.
૧૮૯૩ - બંકિમત ધાર્મિક ગ્રંથ “કૃષ્ણચરિત્ર” તેમની અક્ષય કીર્તિરૂપ છે. આ ગ્રંથ વાંચતાં વાંચતાં સેંકડો વાર એવો વિચાર આવે છે કે જેણે ઝેબુન્નિસાના વિલાસમંદિરનું ચિત્ર દોર્યું છે, અને કમલમણિના ગાલની શાહી શ્રીશચંદ્રના મોં ઉપર લગાવી દીધી છે, તેમણે મહાભારત, પુરાણ આદિનું મંથન કરીને કેવી રીતે આવો ગંભીર સંશોધનપૂર્ણ ગ્રંથ લખ્યો હશે ?
ه می » ي
૧૮૮૨
ي
م
ع
ع
ع مم مم می
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૮
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
“ધર્મતત્વ” પુસ્તક બંકિમચંદ્રને બીજે કીર્તિસ્થંભ છે, અને ત્રીજી ભગવદ્દગીતાની ટીકા; પણ આ ટીકા તેઓ સંપૂર્ણ ન કરી શક્યા. આજે અમે આપણું દુર્ભાગ્ય માનીએ છીએ. ચેથા અધ્યાય સુધી લખી શક્યા હતા. સંપૂર્ણ થઈ હેત તે આજ તે પણ બંકિમના સર્વોત્તમ કીર્તિસ્થંભરૂપ ગણત.
આ રીતે માતૃભાષા તથા માતૃભૂમિની સેવા કરતાં કરતાં ઈ. સ. ૧૮૯૪ માં ૫૬ વર્ષની ઉંમરે બંગાળી સાહિત્ય-સેવકોના સમ્રાટ બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પિતાની માનલીલા સમાપ્ત કરી હતી.
મહારાજા વિક્રમાદિત્યને રાજ્યવૈભવ અત્યારે ભૂંસાઇ ગયા છે તે પણ હજુ જેમ કાલિદાસનાં “અભિજ્ઞાન શાકુંતલ” “રઘુવંશ” ઇત્યાદિ પુસ્તકે અમર છે; અને તે નિત્ય નવા નવા ભાવથી વાચકનાં મન રંજન કરે છે, તે જ પ્રમાણે વિદેહ થએલા મહાશય બકિમચંદ્રના ગ્રંથો અને લેખે પણ ચિરકાલ રહેશે; અને વાચકનાં મનને આનંદ આપી ઉન્નતિના માર્ગે પ્રેરશે.
रामकथा
રિણા
litti
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
-> ધર્મતત્ત્વ
થાય ? ટુર પર શું?
ગુરુ –વાચસ્પતિ મહાશયના શું સમાચાર છે? તેમની વેદના કાંઈ શાંત થઈ
શિષ્ય –તેઓ તે કાશી તરફ ગયા. ગુસ-પાછા કયારે આવશે? શિષ્ય:-હવે આવે એમ લાગતું નથી. ઘણું કરીને કાયમને માટેજ ગયા છે. ગુરુ-એમ કરવાનું કારણ? શિષ્ય –એવું તે શું સુખ છે કે અહીં રહેવાને તેઓ રાજી થાય ? ગુજ–તેમને શું દુઃખ હતું ? શિષ્યા–એમને બિચારાને ચોતરફનું દુઃખ હતું. દુઃખમાં કાંઇ બાકી નહેતું એમ કહું તેપણુ ખાટું નથી. આપ ઘણીવાર કહ્યા કરે છે કે ધર્મ માંજ સુખ છે. તે પછી વાચસ્પતિ મહારાજ જેવા પરમ ધાર્મિક મનુષ્યો આવા દુખેથી કેમ રીબાતા હશે? જગતમાં વાચસ્પતિ મહાશય જેવા ધાર્મિક મનુષ્ય પૈડા જ હશે, છતાં તેમના જે દુઃખી મનુષ્ય પણ બીજે કાઈ નહિ હોય?
ગુસ–તેઓ કાં તો દુઃખી નહિ હોય અને કાં તો ધામિક નહિ હેય.
શિષ્ય તેમને કઈ દુઃખજ નહિ હોય એમ શું આપ કહેવા માગે છે ? વસ્તુતઃ તેઓ એટલા બધા કંગાલ અને દરિદ્ર છે કે પૂરું ખાવાનું પણ મળતું નથી. તે ઉપરાંત શરીર ઉપર પણ કહેણું નહિ. સર્વદા કાંઈક ને કઈક રોગ તે હેયજ અધુરામાં પૂરૂં તેમનું ઘર પણ સળગી ગયું ! આને જે દુઃખ ન કહેવાય તે પછી દુઃખ બીજું કેવું હોય ?
ગુસ–ત્યારે તેઓ ધાર્મિક નહિ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ધમતવ
શિષ્યા–એમ કેમ કહેવાય ? શું આપ એમ કહેવા માગે છે કે દારિદ્રકંગાળપણું, રોગ અને ઘર બળવું, એ સર્વ અધર્મનાં ફળ છે ?
ગુન્હા . એમજ કહેવા માગું છું. શિષ્યઃ–પૂર્વજન્મના અધર્મનું ફળ ? ગુરુ –પૂર્વજન્મને વચમાં શામાટે નાખે છે ? આજ જન્મના અધર્મનું ફળ! શિષ્ય: આપ શું એમ માને છે કે આ જન્મમાં અધર્મ કર્યો હોય તેના ફળરૂપે જ રોગશોકાદિ પ્રાપ્ત થાય છે ?
ગુરુ–હું જ નહિ, પરંતુ તારે પણ માનવું પડશે. વધારે ઠંડી લાગે તે શરદી થાય અને ભારે ભેજન વધારે પ્રમાણમાં લેવાય તે અજીર્ણ થાય તેમ તું નથી માનતો ? શિષ્ય-ઠંડી લાગવી એ શું અધર્મ છે ?
ગુરુ -બીજા અનેક ધર્મો પૈકી શારીરિક ધર્મ પણ એક ધમ છે. નુકશાનકારક ઠંડી લાગવા દેવી એ ધર્મથી વિરુદ્ધ છે, અને તેથી તે અધર્મ છે. શિષ્ય: આપે તે અહિંસા ધર્મને શારીરિક અર્થમાં લઈ લીધો. ગુસ –જે શરીરસંબંધી નિયમથી વિરુદ્ધ હોય તે શારીરિક અધર્મ લેખાય.
શિષ્ય:–ત્યારે શું સ્વાભાવિક નિયમોને અનુસરવું એનું નામ ધર્મ, અને એ નિયમોનો ભંગ કરી અવળા ચાલવું તેનું નામ અધર્મ ? - ગુર–ધર્મ અને અધર્મને લગતો વિષય એ છે કે એટલી બધી સરળતાથી તેનો નિર્ણય થઈ શકે નહિ. જે તેમ હેત તો ધર્મતત્વ ભૌતિક પદાર્થવેત્તાઓનાજ હાથમાં રહેવા પામત. એમ છતાં ઠંડી લાગવા સંબંધે ઉપર જે કહ્યું છે તે ખોટું નથી.
શિષ્ય –ધારો કે એ વાત માની લીધી; પણ મારે પ્રશ્ન એ જ છે કે વાચસ્પતિ મહાશયનું દારિદ્રય-દુઃખ એ કયા પાપનું ફળ ?
ગુ –દારિદ્રય-દુઃખ એટલે શું ? એ વાત પ્રથમ બરાબર સમજી લે. ભલા, તેમને શું દુઃખ હતું ? શિષ્યઃ–પહેલું તે એજ કે પૂરું ખાવાનું પણ તેમને મળતું નહોતું. '
ગુર:–વાચસ્પતિ મહાશયને તે દુઃખ તે નહિ જ હોય એમ હું ખાત્રીપૂર્વક કહી શકું છું; કારણ કે જે તેમને ખાવાનું જ મળતું ન હોત, તો તેઓ ક્યારનાયે મરી ગયા હત.
શિષ્ય: કોઈ વખત માત્ર ભાત કે કેાઈ વખત માત્ર જાર ઉપર આખા કુટુંઅને નિભાવવું પડે એ શું સુખ ગણાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧ લે-દુ:ખ એટલે શું ?
-
-
-
-
ગુર:–શરીરરક્ષા માટે અને પોષણ માટે જે તે પૂરતું ન હોય તે તેને દુઃખ કહી શકાય. શારીરિક અને માનસિક પુષ્ટિને માટે યોગ્ય પ્રમાણમાં અન્ન મળવા છતાં વધારે સારા અનમાટે બળાપો કર્યા કરે, એ ધાર્મિક મનુષ્યનું લક્ષણ નથી. સ્વાદિષ્ટ ખેરાક મેળવવા પાછળ તે પેટભરાઓજ હાય વય કરે; અને એવા-પિતાનું પેટ ભરવાની લાલસાવાળાઓ ધાર્મિક નથી.
શિષ્ય–ફાટય–તુટયાં કપડાં મળે તેનું કેમ?
ગુર: જે વાવડે લજજાનું નિવારણ થઈ શકે તેવાં વસ્ત્રો મળવાથી ધાર્મિક પુરુષો હમેશાં સંતેષજ માને છે. શીતકાળમાં શરદીનું નિવારણ કરવું એ વચ્ચેનો ખાસ ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશ ગમે તેવી જાડી-પાતળી કે ફાટી-તુટી કાંબળથી પણ સિદ્ધ થઈ શકે છે. એવું એકકે વસ્ત્ર શું વાચસ્પતિ મહાશયને નથી મળતું ?
શિષ્યા–એ તે મળે; પણ બિચારા જીવને પિતાને જ પાણી ભરવું પડે, હાથેજ વાસણ માંજવાં પડે તથા ઘરમાંથી ઝાડું પણ હાથેજ કાઢવું પડે એ આપદા શું ઓછી કહેવાય ?
ગુરુ –શારીરિક પરિશ્રમ કરે એ ઈશ્વરી નિયમ છે. જે કોઈ મનુષ્ય એ પરિશ્રમ કરવા નથી ચાહતો તે અધાર્મિક છે. હું એમ નથી કહેવા માગતો કે ધનનું કાંઇજ પ્રયજન નથી. મારો કહેવાનો સારાંશ એ છે કે જગતમાં જેઓ પોતાને દીન-દુઃખી અને દરિદ્ર માને છે તે તેની પિતાની શિક્ષા અને સુવાસનાનું જ કુળ ભોગવે છે. અર્થાત્ અધર્મના સંસ્કારોજ તેમને માટે કષ્ટના કારણભૂત બને છે. અનુચિત ભેગ-લાલસાજ અનેકને માટે દુઃખનું કારણ હોય છે.
શિષ્ય –ત્યારે શું જેને માટે દારિદ્રય એ યથાર્થ રીતે દુઃખમય નિવડે એવું કોઈ પૃથ્વીમાં નહિ હોય?
ગુર–કરડે છે. જેમને શરીરરક્ષા પૂરતાં વસ્ત્ર મળી શકે નહિ, અને રહેવાને માટે આશ્રય પળે નહિ તેઓ ખરેખર દરિદ્ર હોવા ઘટે છે. તેમને માટે દારિદ્રય એ દુઃખના કારણભૂત છે, એમ કહી શકાય.
શિષ્ય–ત્યારે એ દારિદ્રયને પણ શું તેમણે આ જન્મમાંજ કરેલા અધર્મના ફળરૂપ લેખાય ? - ગુલે--હાજ તે.*
* મનુષ્યો જે સુખ-દુઃખ ભોગવે છે તેમાં પોતે કરેલાં કર્મો જ ઘણેખરે અંશે કારણભૂત હોય છે; પરંતુ તે સિવાય બીજા કારણે પણ હોય છે, એ વિષય બીજા કેાઈ સ્થાન માટે મુલતવી રાખીએ છીએ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
શિષ્ય-કયા અધર્મનું એ ફળ?
ગુરુ –-ધન ઉપાર્જન કરવા માટે તેમજ અન્ન-વસ્ત્ર વિગેરે પ્રાપ્ત કરવા માટે જે કેટલીક શારીરિક તથા માનસિક શક્તિઓ આપણુમાં રહેલી છે, તેને જેઓ યથાર્થ રીતે કેળવતા નથી અથવા તે ખીલવતા નથી તેઓ દરિદ્ર રહે એ સ્વાભાવિક છે.
શિષ્ય --હું ધારું છું કે આપણે આપણું સમસ્ત શારીરિક તથા માનસિક શક્તિઓને કેળવવી તથા ખીલવવી એજ ધર્મ, અને તેનાથી વિરુદ્ધ વર્તવું એ અધર્મ, એમજ આપ કહેવા માગે છે.
ગુર –હું કહી ચૂક્યો છું કે ધર્મને વિષય બીજા સર્વ વિષયો કરતાં બહુજ ગહન અને કઠિન છે. તે આ વિષય કાંઈ એકબે વાતો ઉપરથી જ સમજી શકાય નહિ. છતાં માની લે કે મેં ધર્મ-અધર્મની જે વ્યાખ્યા કરી તેજ જે સંપૂર્ણ હોય તે તેમાં શું દેશ છે? શિષ્ય:--એ તો વિલાયતના “ડૉકટ્રીન ઑફ કલ્ચર’ (અનુશીલનવાદ) જેવું થયું !
ગુર:–અનુશીલ વસ્તુ એ કોઈ વિદેશી નથી. હિન્દુધર્મને સારાંશ પણ તેજ છે. શિષ્યવાહ! 'કલ્ચર’ શબ્દનો અર્થ દર્શાવે એ ગુજરાતી ભાષામાં પ્રતિશબ્દ જ નથી. હું ધારું છું કે આપણું દેશની કોઈ પણ ભાષામાં એના અર્થને સૂચવે એવા કોઈ શબ્દજ નહિ હોય.
ગુરુ-આપણે ખાલી વાતો જ કરીએ છીએ. મૂળ વાતની તે કઇ તપાસે કરતું નથી. એને લીધે જ આજે આપણી આટલી બધી અધોગતિ થઈ છે. આપણામાં જે ચાર આશ્રમે કહ્યા છે તેનો હેતુ તું જાણે છે? શિષ્ય - સીસ્ટમ ઑફ કલ્ચર’? (અનુશીલનવાદ?).
ગુર–એ તત્ત્વ તમારે મેયુ આરનોલ્ડ જેવા પાશ્ચાત્ય અનુશીલનવાદીઓ પણ સંપૂર્ણ રીતે સમજ્યા હોય તે વિષેજ મને તે શક છે. સધવાઓની પતિભક્તિ, વિધવાઓનું બ્રહ્મચર્ય, અને તે સિવાયનાં સમસ્ત વ્રત-નિયમોમાં માત્ર અનુશીલન તરવજ એક માત્ર સમાએલું છે. જ્યારે આ તત્વ હું તને બરાબર સમજાવીશ ત્યારે તારી ખાત્રી થશે કે શ્રીમદ્ ભગવદ્દગીતામાં જે પરમ પવિત્ર અમૃતમય ધર્મ પ્રધવામાં આવ્યો છે તે પણ આ અનુશીલનતત્ત્વ ઉપરજ નિર્ભર રહે છે.
શિષ્ય –આ૫ની આવી વાત સાંભળ્યા પછી આપની પાસેથી અનુશીલનતત્વ સંબંધી કાંઈક સાંભળવાની ઈચ્છા થાય છે. અનુશીલનવાદ એ કેવળ પાશ્ચાત્ય નાસ્તિકોને જ મત છે, એમ હું અત્યાર સુધી માનતા હતા, એટલું જ નહિ પણ કોસ્ટના સિદ્ધાંત અનુશીલનની એક પ્રકારની અનુષ્ઠાનપદ્ધતિ સિવાય બીજું કાંઈ સૂચવતા નથી એવી જ મારી માન્યતા હતી.
ગુ–એ તારી વાત ખોટી નથી. વિલાયતી અનુશીલનવાદ નિરીશ્વર હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જે–સુખ એટલે શું? તે અસંપૂર્ણ અથવા પરિણામવિનાને છે કે પછી તે સંપૂર્ણ અથવા પરિણામ રહિત છે એટલાજ માટે તે નિરીશ્વર છે; એ બેમાંથી શું કહેવું તે હું સમજી શકતો નથી. હિન્દુઓ પરમ ભકત છે, અને તેથી તેમનો અનુશીલનવાદ જગદીશ્વરના ચરણકમળમાંજ સમાપ્ત થાય છે.
શિષ્ય–સમજ્યો. પણ તેનું કારણ ખુલ્લું જ છે. આપણો ઉદેશ મુકિત મેળવવાને હોય છે, જ્યારે વિલાયતી અનુશીલનવાદીઓને સિદ્ધાંત સુખપ્રાપ્તિને હેય છે. એમજ કે નહિ ? | ગુ –સુખ અને મુકિતને પૃથફ પૃથફ શા માટે લેખવાં, એને જ આપણે પ્રથમ વિચાર કરવો જોઈએ. મુક્તિ એ શું સુખ નથી ?
શિષ્ય --પ્રથમ તો મુકિત એ સુખ નથી–મુકિતમાં સુખ દુઃખ માત્રનો અભાવ હોય છે, એમ કહીએ તો પણ ચાલી શકે. બીજી વાત એ કે મુકિતને એક પ્રકારની સુખયુક્ત અવસ્થા માનો તે પણ માત્ર સુખી થવું એને કાંઈ મુકિત કહી શકાય નહિ. મીઠાઇના એક-કડા ખાવાથી મને સુખ થાય તેથી કઈ મને મુકિત મળી ગઈ એમ કહી શકાય ?
ગુરુવાતને ગોટાળે ચડાવી દીધી. સુખ અને મુકિત એ બે વાતો સૌ પહેલાં બરાબર સમજી લે. નહિતર અનુશીલનવાદમાં તેને બરાબર સમજણ પડશે નહિ. આજે હવે વખત નથી. સાંજ પડી ગઈ છે. ચાલ, જરા આ ફૂલના રોપાઓને પાણું સીંચીએ. આવતી કાલે એ વિષે ચર્ચા કરીશું.
अध्याय २ जो-सुख एटले शुं!
શિષ્ય --કાલે આપે કહ્યું હતું કે આપણી શારીરિક અને માનસિક સર્વ શક્તિએનું બરાબર અનુશીલન ન થાય તો દુઃખ ભોગવવું પડે એ સ્વાભાવિક છે. મતલબ કે શકિતઓના અનુશીલનને અભાવ એજ આપણા દુઃખમાં કારણભૂત છે. એમજ ને ?
ગુ –ત્યાર પછી? શિષ્ય:--મેં કહ્યું હતું કે વાચસ્પતિ મહાશય દેશત્યાગ કરી ગયા તેનું એક કારણે આ પણ હતું કે તેમનું ઘર અગ્નિ લાગવાથી સળગી ગયું હતું. હવે એ આગ કિાની ભૂલથી લાગવા પામી અને કેવી રીતે લાગી તે કોઇના જાણવામાં નથી. છતાં વાચસ્પતિ મહાશયના દોષથી તે નથી જ લાગી, એ વાતની અમને સર્વને ખાત્રી છે. પ્રશ્ન એ છે કે તેમની એવી તે કયી શક્તિનું અનુશીલન નો જેથી એ આગ લાગવા પામી?'.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મતવ
1 ગુર–અનુશીલન એ શું વસ્તુ છે તે સમજ્યા વિના મારે ઉત્તર તું કેવી રીતે સમજી શકશે? સુખ અને દુઃખ એ બને માત્ર માનસિક અવસ્થા સિવાય છબીજું કશું નથીસુખ-દુઃખ એ કોઈ ખાસ બાહ્ય વસ્તુ નથી; અને માનસિક 'અવસ્થા, એ તો કેવળ અનુશીલનને જ આધીન હોય છે, એ વાત સ્વીકારવામાં પણ તને કાંઈ હરકત નહિ હોય. આટલી વાત છે તું બરાબર સમજી શકશે તે પછી માનસિક શકિતઓનું યથાયોગ્ય અનુશીલન થયું હોય તો ઘરનું બળવું પણ દુ:ખરૂપ ન લાગે, એ વાત તારા લક્ષ્યમાં આવી જશે.
શિખ્ય –અર્થાત વૈરાગ્ય હોય તે દુઃખ ન થાય એજ આપને કહેવાનું છે કે બીજું કાંઈ? કેવી ભયંકર વાત !
ગુરુ --આજકાલ જેને વૈરાગ્ય કહેવામાં આવે છે તેને તારે ભયંકર કહે હોય તે કહે; પરંતુ હું તે તે વિષે કશી વાતજ કરવા માગતો નથી.
શિષ્ય –તે સિવાય આપને બીજું કહેવા જેવું જ શું છે? આપ તો શું પણ સમગ્ર હિંદુધર્મને ઝેક એ દિશામાં છે. સાંખ્યકાર કહે છે કે ત્રણ પ્રકારનાં દુઃખની નિવૃત્તિ–અત્યંત નિવૃત્તિ તેનું નામજ પરમ પુરુષાર્થ. ત્યારબાદ આગળ વધતાં તે કહે છે કે સુખ એટલું બધું અલ્પ છે કે તેને દુઃખમાંજ ગણી લઇએ તેપણ ખોટું નથી. મતલબ કે સુખ-દુ:ખને ત્યાગ કરી જડ–પૂતળા જેવા બની જાઓ એજ એક વાત હિંદુધર્મ નિરંતર કહ્યા કરે છે. આપને ગીતાધર્મ પણ તે વિના બીજું શું પ્રબોધે છે ટાઢ-તડકામાં તથા સુખ–દુ:ખાદિ દ્વોમાં સમાન બુદ્ધિ રાખવી એજ એક વાત ગીતાકારને કહેવાની છે કે બીજું કાંઈ? કહું છું કે જે સુખથી આપણે સુખી ન બનીએ તે પછી જીવવાની જરૂર જ શું છે? સુખનો ત્યાગ કરી દેવો એજ જે ધર્મને ઉદ્દેશ હોય તે હું તે એ ધર્મને દૂરથીજ નમસ્કાર કરું છું. આપના અનુશીલનવાદને પણ જે એવોજ કંઈક ઉદ્દેશ હોય તો હું તે પણ સાંભળવા માગતા નથી.
ગુરુ --એટલા બધા ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. અમારો અનુશીલનવાદ તને મીઠાઈના એક-બે કકડા ખાવા દેવામાં કોઈ જાતને વધે નહિ લે–ઉલટો એ તે મીઠાઈ ખાવાની વિધિજ બતાવશે. સાંખ્યદર્શનને ધર્મરૂપે સિદ્ધ કરી તેને સ્વીકાર કરવાનું હું તને કદાપિ કહીશ નહિ; એ વાતની ખાત્રી રાખજે. શીત–ઉષ્ણ તથા સુખ-દુ:ખનાં ઠામાં તુલ્યબુદ્ધિ રાખવા સંબંધી જે ઉપદેશ ગીતા વિગેરેમાં કહ્યો છે તેને એ અર્થ બીલકુલ નથી કે મનુષ્યોએ મુદ્દલ સુખ ભોગવવું જ નહિ. તેનો સાચો અર્થ કરવા જેટલે અત્યારે સમય નથી. મેં ગઈ કાલે કહ્યું હતું કે વિલાથતી અનુશીલનને ઉદ્દેશ સુખ અને ભારતવર્ષીય અનુશીલનો ઉદ્દેશ મુકિત પ્રાપ્ત કરવાને હેય છે. હું તેના ઉત્તરમાં કહું છું કે મુક્તિ પણ એ સુખની એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જો-સુખ એટલે શુ?
અવસ્થા વિશેષજ છે. સુખની સંપૂર્ણ માત્રા અથવા સુખની છેલ્લી ઉત્કૃષ્ટતા એવુજ નામ મુક્તિો ને આ વાત ખરી હોય તે પછી ભારતવષીય અનુશીલનનેઞ--- ઉદ્દેશ પણ સુખજ છે એમ કહીએ તો તેમાં શું દોષ છે ? શિષ્યઃ—અર્થાત્ આ કાળે દુઃખ અને પરાળે સુખ ? ગુરુ:નહિ. આ કાળે પણ સુખ અને પરકાળે પણ સુખ, શિષ્ય:—પરંતુ મારા પ્રશ્નના ઉત્તર ન મળ્યા. મારા ધારવા પ્રમાણે જીવ મુક્ત થયા પછી સુખ-દુઃખાદિ ઠંડેને એળગીને દૂર ચાલ્યે! જાય છે; અને જો તેમજ હાય તેા પછી એવી સુખરહિત અવસ્થાને સુખ ક્રમ કહી શકાય ?.
ગુરુઃ—તેના ઉત્તર આપું તે પહેલાં તારે સુખ એટલે શું અને મુક્તિ એટલે શું એ વાત ખરાખર સમજી લેવી જોઇએ. હમણુ મુક્તિની વાતને એક બાજુ રહેવા દૃષ્ટને પ્રથમ સુખ એટલે શું તેજ વાતના નિષ્ણુય કરી લે.
શિષ્યઃ—કહા, ત્યારે.
ગુરુ—તે કાલે કહ્યું હતું કે મીઠાઇના એક-બે કડા તને મળે તા તેથી તું સુખી થાય; પરંતુ શામાટે સુખી થાય, તે કાંઇ સમજી શકે છે? શિષ્યઃ—મારી ક્ષુધાની નિવૃત્તિ થાય, તેથી.
ગુરુઃ—એક મુઠી ચણા મમરા ખાવાથી પણ ભૂખની તા નિવૃત્ત થઇ શકે. તા તેનાથી અને મીઠાઈના એક ટુકડાથી શું તને સમાન સુખ થશે ?
શિષ્યઃ—ના, મીઠાઈ ખાવા મળે તે વધારે સુખી થાઉં, એ વાત નક્કી છે. ગુરુ”—તેનું શું કારણ ?
શિષ્યઃ—મીઠાઇમાં રહેલા પદાર્થોં સાથે મનુષ્યાની જીભને એવા કાઈ નિત્ય સબંધ છે કે જેથી તે લાગવીજ જોઇએ.
ગુરુ:—મિષ્ટ લાગે તે તેા હુ' સમયેા. પણ મારો પ્રશ્ન એ નથી. હું એમ પુછું છું કે મીઠાઇ ખાવાથી તેને સુખ થાય છે તે શાથી? મિષ્ટતાથી કાંઈ સત્ સુખ થતું નથી, તું એક અસલ વિલાયતી માજીસને તારા કંદેની મીટાઈ તારા જેટલી સરળતાથી ખવરાવી નહિ શકે, તેમજ તું પણુ રાષ્ટ કે સ્ત્રી*ના એકાદ ટુકડા ખાઇશ તા સુખી નહિ થઈ શકે. “ રાખી-સન ક્રુઝે ” નામના ગ્રંથમાં ઈડે નામક જે જંગલીનુ વણુંન છે તે યાદ છે કે ? કહે છે કે તેને કાચું માંસજ ભક્ષણ કરવામાં આનંદ મળતા. જો કાઇ મીઠું' વગેરે નાખીને પકાવેલું માંસ તેને આપતુ તા તેને તે ખીલકુલ ગમતું નહિ. આટલાં વૈચિષેા ઉપરથી તુ સમજી શકશે કે તને મીઠાઇ ખાવાથી જે સુખ થાય છે તે તારી જીભને ઘી–સાકર સાથે અમુક પ્રકારને નિત્ય સબંધ હાવાથી નહિ, પણુ તે સિવાય ખીજી' કાષ્ટ કારણુ છે, તુજ કહે કે તે શું કારણુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
શિષ્ય –અભ્યાસને લીધે. ગુર–અભ્યાસને બદલે અનુશીલન કહે. શિષ્ય-અભ્યાસ અને અનુશીલન એ બને શું પૃથક્ પૃય છે?
ગુર–એટલાજ માટે તો કહું છું કે તેને અભ્યાસ કહેવાને બદલે અનુશીલન કહે. શિષ્ય – એ બેમાં શો ભેદ છે, તે જરા બતાવશો ?
ગુસ–અત્યારે તે સમજાવવા જેટલે વખત નથી. અનુશીલનને આ વિષય જયંસુધી તારી બુદ્ધિમાં નહિ ઉતરે ત્યાંસુધી તેમાંની એકકે વાત તારાથી યથાયોગ્ય સમજી શકાશે નહિ. છતાં હાલ તુર્તમાં આટલું કહું છું કે જે રોજ કવીનાઈને ખાય તેને કવીનાઈન કેવું લાગે?
શિષ્ય –હું ધારું છું કે કરીનાઇન મિષ્ટ તે નજ લાગે. હા, વખત જતાં તેની કડવાશ અસહ્ય ન લાગે.
ગુસર–એ પ્રકારે સહન થવું એ અભ્યાસનું ફળ છે. ટુંકમાં અનુશીલન એ શક્તિને અનુકૂળ હોય છે, અને અભ્યાસ એ શક્તિને પ્રતિકૂળ હોય છે. અનુશીલનથી શક્તિઓને વિક થાય છે, ત્યારે અભ્યાસથી શક્તિઓનો વિકાર થાય છે. અનુશીલનથી પરિણામે સુખ પ્રાપ્ત થાય છે, અને અભ્યાસથી પરિણામે સહિષ્ણુતા (સહનશીલતા) પ્રાપ્ત થાય છે, હવે પેલી મીઠાઇવાળી વાત યાદ કર. ત્યાં તારે પ્રયત્ન તારી રસ ચાખવાની સ્વાભાવિક વૃત્તિને અનુકૂળ હોય છે, તેથી તારી તે શક્તિ અનુશીવિત થાય છે અને એને લીધે તેમાં તને સુખ લાગે એ પણ તદ્દન બનવા યોગ્ય છે. આ રીતે અનુશીલનના બળથી વખત જતાં તને “રાષ્ટ’ વિગેરે પાશ્ચાત્ય ખાણામાં પણ આનંદ મળી શકે. બીજાં ખાણું-પીણુના સંબંધમાં પણ તેમજ સમજી લેવું
એ ઉપરાંત બીજી ઇંદ્રિયોના અનુશીલનથી પણ સુખની ઉત્પત્તિ થઈ શકે છે. સંગીતના શ્રવણથી જે આનંદ થાય છે તે પણ આપણું શરીરની અમુક ઇન્દ્રિયના એટલે કે અમુક શારીરિક શક્તિના અનુશીલનથી જ થાય છે. યુરોપીય પંડિતાએ તેને મસ્કયુલર સેન્સ’ એવું નામ આપ્યું છે એજ પ્રમાણે બીજી અનેક શારીરિક શક્તિઓ માણસમાં રહેલી છે, અને તે સર્વના અનુશીલનથી સુખનો અનુભવ થાય છે.
શરીરસંબંધી વાતને બાજુએ મૂકીને હવે આપણે આગળ વિચાર કરીએ. આપણુમાં કેટલીક માનસિક શક્તિઓ પણ રહેલી છે, અને તે શક્તિઓના અનુશીલનથી જે ફળ પ્રાપ્ત થાય તેને પણ સુખની પંક્તિમાંજ મૂકી શકાય. શક્તિઓના અનુશીલનમાં ખરું જોતાં જે સુખ છે. તેવું સુખ બીજા કશામાં નથી. અનુશીલનનો અભાવ એજ દુઃખ દુઃખ એ કાંઈ જૂહો પદાર્થ નથી. સમજ્યો કે? શિષ્ય --ના. પ્રથમ તો શક્તિ એટલે શું એજ હું જોઈએ તેવું સમજતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨ જો-સુખ એટલે શું?
નથી. ધારો કે દયા એ આપણું મનની એક અવસ્થા છે, તેના અનુશીલનથી સુખ થાય એ પણ હું સ્વીકારું છું, છતાં “આપણે સર્વેએ દયાશક્તિનું અનુશીલન કરવું જોઈએ” એમ કહી શકાય ખરું? | ગુસ-“શક્તિ” શબ્દમાં જરા ગુંચવણ જેવું છે, એ વાત ખરી છે. તેને બદલે તારે બીજો કોઈ શબ્દ મૂક હોય તો તે સંબંધે મારે કશે વિધિ નથી. સૌ પહેલાં મૂળ વસ્તુને સમજી લે. ત્યાર પછી સમજવાની ખાતર તેને ગમે તે નામ આપીશ તે ચાલ્યું જશે. માણસને શરીર પણ એક હોય છે અને મને પણ એક જ હોય છે; પરંતુ તે અકેક છતાં પણ તે દરેકમાં જુદા જુદા પ્રકારની અનેક ક્રિયાઓ જેવામાં આવે છે, અને તેથી કરીને તે સર્વ જૂદી જૂદી ક્રિયાઓ . કરનારી શક્તિઓને જુદાં જુદાં નામ આપવાં અયોગ્ય નથી. એ પ્રત્યેક શક્તિનું મૂળ વસ્તુત: એક જ હોવા છતાં ક્રિયાઓમાં તેનું જૂદાપણું સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. અંધ મનુષ્ય જોઈ શકતો નથી, પરંતુ સાંભળી શકે છે ખરો, બહેર માણસ કાને સાંભળી શકતો નથી, પણ જોઈ તે શકે છે ખરે. યાદશક્તિ વિનાને માણસ ઘવાર સુંદર કલ્પના કરનારો સુકવિ હોય છે. વળી કઈ માણસ કલ્પના કરવામાં બહુ અશક્ત હોય છે, પણ બુદ્ધિમાં બહુ પ્રખર હોય છે. કોઈ ઈશ્વરમાં ભક્તિન્ય હેય છે પણ લેકે ઉપર ઘણું દયા રાખનારો હોય છે. કેટલાક નિર્દય હોવા છતાં પણ ઈશ્વરમાં સહેજસાજ ભકિતભાવ ધરાવતા હોય છે. મતલબ કે દેહ અને મનની ભિન્ન ભિન્ન શકિતઓને સ્વીકાર કરવામાં કાંઈ દોષ જેવું નથી. છતાં એટલું પણ અત્ર કહી દેવું જોઈએ કે નેહ-દયા વિગેરે કેટલીક એવી શક્તિઓ છે કે જેને “ શક્તિ” નામ આપવું રેગ્ય નથી લાગતું; પરંતુ તેને બદલે બીજો કયો શબ્દ મૂક્યો હોય તે ઠીક
શિષ્ય –અંગ્રેજી શબ્દ-ફેકલ્ટી' ને અર્થ અનેક લેખકે વૃત્તિ શબ્દથી કરે છે તે શબ્દનો વ્યવહાર કર્યો હોય તે
ગુ –પાતંજલ વગેરે દર્શનશાસ્ત્રમાં વૃત્તિ શબ્દ છે જ ભિન્ન અર્થમાં વપરાયો છે. શિષ્ય --પરંતુ આપણી ભાષામાં તે શબ્દને તે અર્થ પ્રચલિત નથી. ઘણેખરે સ્થાને સામાન્ય અર્થમાં જ “વૃત્તિ” શબ્દને નીભાવી લેવામાં આવે છે.
ગુસ –તે પછી “વૃત્તિ' જ કહે માત્ર સમજવાનું જ કામ છે ને ? તમે લોકે જયારે “મરસ” ને અર્થ “નીતિ” અને “સાયન્સ” નો અર્થ “વિજ્ઞાન” કરે છે તો પછી “ફેકલ્ટી” ને અર્થ “વૃત્તિ” શબ્દથી કરે છે તેમાં કાંઈ ખોટું નથી. અસ્તુ.
શિષ્ય—હવે મારે બીજો એક વાંધે આપને જણાવું છું. આપે કહ્યું હતું કે વૃત્તિના અનુશીલનમાં સુખ છે; પરંતુ પાણી વિના તૃષાનું અનુશીલન કરવું એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મત
તે દુઃખનોજ અનુભવ થાય છે.
ગુરુ –એક વાત બરાબર લક્ષમાં રાખજે કે, વૃત્તિના અનુશીલનનું ફળ સૌથી પ્રથમ સ્મૃતિરૂપે પ્રકટ થવું જોઈએ અને છેવટે તૃપ્તિની અવસ્થામાં સમાપ્ત થવું જોઈએ. ધારેલી વસ્તુની પ્રાપ્તિ થવાથી જે સુખ થાય, તે એ પરિતૃપ્તિનું જ સુખ લેખાય. ઉક્ત સ્તુતિ તથા પરિતૃપ્તિ એ બને સુખને માટે આવશ્યક છે.
શિષ્ય –એનેજ જે સુખ કહેતા હો તે હું ધારું છું કે એ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યોનો પવિત્ર ઉદ્દેશ ન જ હોવો જોઈએ; કેમકે વિષયી માણસ પિતાની વિષયી વૃત્તિઓના અનુશીલનથી પરિતૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકે છે. એવું સુખ પ્રાપ્ત કરવાને દરેકે ઉદ્દેશ રાખવો એ શું ઠીક ગણાય ?
ગુર:–નહિ જ; કારણ કે તેથી ઈદ્રિયવૃત્તિઓ એટલી બધી પ્રબળ થઈ જાય કે માનસિક વૃત્તિઓ દબાઈ જ જાય અને ધીમે ધીમે વિલુપ્ત પણ થઈ જાય. એટલા માટે દરેક મનુષ્ય એક યૂલ નિયમ પાળવો જોઈએ અને તેનું નામ છે
સામંજસ્ય...! અર્થાત જ્યારે જેટલી જરૂર હોય તેટલેજ અંશ વૃત્તિઓને પરિતૃપ્ત કરવી અને તેને બેકાવી દેવા જેટલી હદે ન લઈ જતાં યોગ્ય પ્રમાણમાંજ શાંત કરવી, તેનું જ નામ “સામંજસ્ય” નું પાલન. ઇદ્રિવૃત્તિઓનો સર્વથા વિલોપ કરી નાખવો એ સિદ્ધાંત ધર્મને અનુકૂળ નથી. તેમનું સામંજસ્ય સાચવવું, અર્થાત 5 ઇન્દ્રિયને ચોગ્ય પ્રમાણમાં જ અંકુશમાં રાખવી અને યોગ્ય પ્રમાણમાં જ તૃપ્ત કરવી એજ પણ ધર્મનો સિદ્ધાંત છે. વિલેપમાં અને સંયમમાં મહાન ભેદ રહે છે, પણ એ વાત હવે પછી સમજાવીશ. હાલ તુર્તમાં તો આ એક સ્થળ વાતને જ સમજી લે કે વૃત્તિઓનો અનુશીલન સમયે એક બીજી વૃત્તિ સાથેનું તેમનું પરસ્પરનું સામંજસ્ય બરાબર સચવાવું જોઈએ. આ સામંજસ્ય એટલે શું ? એ વાત હું તને હવે પછી સમજાવીશ. અત્યારે તે આપણે સુખના ઉપાદાન સંબંધી જ થોડેક વિચાર કરીશું.
પ્રથમ:- શારીરિક અને માનસિક વૃતિઓનું અનુશીલન એ સુખના હેતુભૂત છે, એમ કહેવાની જરૂર નથી. અનુશીલનદ્વારા પ્રકટતી સ્કૂર્તિ, તે સમયની અવસ્થાને માટે ઉપયોગી પ્રજનસિદ્ધિ અને છેવટે પરિણતિ એ પણ સુખમાં કારણભૂત છે.
બીજું–તે સર્વ વૃત્તિઓનું પરસ્પર ઉપયોગી સામંજસ્ય. ત્રીજું-કાર્યસાધનદ્વારા ઉક્ત વૃત્તિઓની પરિતૃપ્તિ.
મેં ઉપર કહ્યું તે સિવાય બીજી કોઈ જાતનું સુખ હોય એમ સંભવતું નથી. યોગીઓને ગદ્વારા જે સુખ મળે છે તે સુખ પણ ઉપલા નિયમોમાં આવી જાય છે, એ વાત હું તને બીજે કોઈ પ્રસંગે સમજાવીશ. તે સુખને અભાવ એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ જે-ધમ એટલે શું ?
દુ:ખ * વાચસ્પતિ મહાશયનું ઘર સળગી ગયું અને તેથી તેમને જે દુઃખ થયું તથા એમના કરતાં પણ વધારે કમનસીબ માણસને પુત્ર મૃત્યુથી જે દુઃખ થાય તે પણ ઉકત નિયમમાંજ આવી જાય છે, એ વિષે હું તને બીજે કોઈ પ્રસંગે સમજણ પાડીશ. મારે જે કાંઈ કહેવાનું છે તે તું બરાબર લક્ષપૂર્વક સાંભળશે. - તે તે મારા કહ્યા વિના પણ તું સમજી જઈશ.
શિષ્યઃ—ધારે કે એ તે સમજી ગયો. તથાપિ મૂળ વાત તે રહી જ ગઈ.. આપણે જે વાત ચાલતી હતી તે એજ હતી કે વાચસ્પતિ મહાશય પિતે ધાર્મિક વ્યકિત છે, છતાં દુઃખી છે. આપે કહ્યું હતું કે જે મનુષ્ય દુઃખી હેય તે ધાર્મિક હાય નહિ. આપે આપની વાત સિદ્ધ કરવા સુખ એટલે શું એ વાત સમજાવી, અને સુખની સાથે દુઃખ શું એ સમજાયું. અસ્તુ. આટલી વાત ઉપરથી હું જે કાંઈ સમજી શકો છું તે માત્ર એટલું જ કે વાચસ્પતિ મહાશય વસ્તુતઃ દુ:ખી. નહેતા અથવા તેમને દુ:ખી ગણવામાં આવે તો પણ તેઓ પિતાનાજ દોષથી અર્થાત પોતાની શારીરિક અને માનસિક વૃત્તિઓનું અનુશીલન બરાબર રીતે ન કરી શક્યા તેથીજ દુખી થયા; પરંતુ એથી કરીને તેઓ અધાર્મિક છે એમ તે કહી શકાય નહિ. આપના અનુશીલન તત્વ સાથે ધર્મને શું સંબંધ છે તે કઈ બુદ્ધિમાં ઉતરતું નથી. અનુશીલન એજ ધર્મ, તે સિવાય વધુ કાંઈ મને સમજાયું નથી.
ગુજઃ–અત્યારે તો એટલું પણ બસ છે. જો કે તે સિવાય બીજી એક ગંભીર, વાત પણ સમજવા યોગ્ય છે; કારણ કે જ્યાં સુધી એ વાત તારા સમજવામાં નહિ આવે ત્યાંસુધી અનુશીલનની સાથે ધર્મને શું સંબંધ છે, એ વિષય તું બરાબર સમજી શકશે નહિ; પરંતુ એ વિષયસંબંધી ચર્ચા સૈ પછી કરીશું; કારણ કે અનુશીલન એટલે શું એજ વાત તારે પ્રથમ તે સમજવાની જરૂર છે.. જ્યાં સુધી તે સમજાય નહિ ત્યાંસુધી વધારે કહેવું નિરર્થક થાય તેમ છે. શિષ્ય --અનુશીલનને વળી ધર્મ સાથે સંબંધ ? બહુ નવાઈ જેવી વાત છે ! ગુરુ-–નવાઈ જેવું તેમાં કશું જ નથી. પ્રાચીન શાસ્ત્રોનું કહેલુંજ માત્ર સમજાવું છું.
अध्याय ३ जो-धर्म एटले शुं?
શિષ્ય:-અનુશીલનને ધર્મ કેવી રીતે કહી શકાય એ મારાથી સમજાતું નથી. અનુશીલનનું ફળ તો સુખરૂપે મળે છે પણ શું ધર્મનું ફળ પણ સુખ હેય?
* કર્મના ફળાફળસંબંધી વાતને એક બાજુએ મૂકી દઈને જ આ વાત ચર્ચવી પડે છે; કારણ કે તેમ કરવા જતાં આ વિષય બહુ ગુંચવણભર્યો થઇ પડવાને ભય રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૨
ધર્મતત્તવ
ગુર–– નહિ તે ધર્મનું ફળ શું દુઃખરૂપ હોત? જે તેમ હેત તે હું પિતે જગતનાં સર્વ મનુષ્યોને ધર્મનો પરિત્યાગ કરવાનીજ ભલામણ કરત.
શિષ્ય:--ધર્મનું ફળ પરકાળે સુખ હોઈ શકે, પરંતુ આ કાળે પણ શું સુખ સંભવે ?
ગુરુ-ત્યારે અત્યાર સુધી મેં શું સમજાવ્યું? ધર્મનું ફળ આ કાળે તે સુખ છે જ, પરંતુ જે પરકાળ હોય તો પરકાળે પણ સુખજ હોય. “ધમ એજ સુખને એક માત્ર અદ્વિતીય ઉપાય છે. આ કાળે કે પરકાળે ધર્મ સિવાય સુખને બીજે એકકે ઉપાય નથી.
શિષ્ય:--તથાપિ કાંઈ સમાધાન થતું નથી. આપણે જેને ક્રિશ્ચિયન ધર્મ, શ્રદ્ધ ધર્મ અને વૈષ્ણવધર્મ કહીએ છીએ તેને બદલે તેમને ક્રિશ્ચિયન અનુશીલન, શૈદ્ધ અનુશીલન અને વૈષ્ણવ અનુશીલન એમ કહી શકાય ખરું?
ગુર–ધર્મ શબ્દનો અર્થ જ તેં અહીં તો ઉલટાવી નાખ્યો. ધર્મ શબ્દ વિવિધ અર્થોમાં વપરાય છે. પણ આપણે તે સર્વ અર્થો સાથે આજે કાંઈ સંબંધ નથી. * હું અત્યારે ધર્મ શબ્દનો જે અર્થ કર્યો તે અંગ્રેજી રિલિજીઅન’ શબ્દને તરજુમો માત્ર છે. અને એ શબ્દ વિદેશી હોઈ તેમાં આપણો દેશીય ભાવ નથી. - * ધર્મ શબ્દના આધુનિક વ્યવહારથી ઉદ્દભવેલા કેટલાક ભિન્ન ભિન્ન અર્થે તેના અંગ્રેજી પ્રતિશદ્વારા બંકિમ બાબુના “ધર્મજજ્ઞાસા” ગ્રંથમાંથી નીચે આપ્યા છે.
૧ અંગ્રેજીમાં જેને “રિલિજીઅન” કહે છે, તેને આપણે ધર્મ કહીએ છીએ. -જેમક-હિંદુધર્મ” “બૈદ્ધધર્મ અને ખ્રિસ્તી ધર્મ.’ ૨ જેને “મરેલીટી' કહે છે, તેને પણ આપણે ધર્મ કહીએ છીએ. જેમકે અમુક કાર્ય “ધર્મ-વિરુદ્ધ' “માનવધર્મશાસ્ત્ર' “ધર્મસૂત્ર' ત્યાદિ. વળી, નીતિ, આ શબ્દ પણ ધર્મ” શબ્દને ઠેકાણે કેટલીકવાર વપરાય છે. ૩ “ધર્મ' શબ્દથી “વરસ્યુરને બોધ પણ થાય છે. “વરચ્યું એટલે સદાચાર વળી આપણે કહીએ છીએ કે અમુક વ્યકિત ધાર્મિક છે અને અમુક વ્યકિત અધાર્મિક છે. અહીં અધર્મને અંગ્રેજીમાં “વાઈસ' કહે છે. ૪ રિલિજઅન અથવા નીતિને અનુકૂળજે કાર્ય, તેને પણ ધર્મ કહે છે, અને તેનાથી વિપરીતને અધર્મ કહે છે. જેમકે - દાન પરમ ધર્મ છે.” “અહિંસા પરમધર્મ છે.” “ગુરુનિંદા મહાન અધર્મ છે.” આનેજ સર્વ કેાઈ પાપ પુણ્ય પણ કહે છે. અંગ્રેજીમાં આ અધર્મનું નામ “સી” કહેવામાં આવે છે. એક જ વાતમાં પુણ્ય શબ્દનો વ્યવહાર પણ અનેક નામથી થાય છે. ૫ ધર્મ શબ્દવડે ગુણને પણ બંધ થાય છે. જેમકે “લેહચુંબકનો ધર્મ લેહાકર્ષણ છે.” બીજા અર્થમાં અધર્મને પણ ધર્મ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. જેમકે “પરનિંદા શુદ્ર ચિત્તવાળાઓનો ધર્મ છે. ભગવાન મનુએ પણ તે આ અર્થમાંજ પાખંડ ધર્મની વાત લખેલી છે. જેમકે, હિંસ ટુ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૩ –ધર્મ એટલે શું
'
શિષ્યો ત્યારે રિલિજીઅન” એટલે શું ? તેજ સમજાવે.
ગુરુ –“રિલિજીઅન” શબ્દ પાશ્ચાત્ય છતાં ત્યાંના પંડિતો પણ તેને વિવિધ અર્થોમાં વ્યવહાર કરે છે અને તેના અર્થ સંબંધે એકમત નથી.* વૃતાતે 1 થી રોડ પર તત્તરથ રવાના છે અર્થાત-ષ્ટિમાં હિંસક અને અહિંસક, મૃદુ અને કૂર, ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, આમાંનાં જે કઈ કર્મ જે જે પુરુષ કરે છે તે તે કર્મો પિતાની મેળે તે તે કર્તામાં પ્રવેશ કરે છે. વળી પણ “Haveળધર્મ પારિમજુવાન ” ભગવાન મનુએ આ શાસ્ત્રમાં પાખંડીઓના ધર્મ–ગુણસ્વભાવ-કહેલા છે. ૬ ધર્મ શબ્દ કયારેક કયારેક આચરણ અથવા વ્યવહારના અર્થમાં પણ વપરાય છે. ભગવાન મનુએ આજ અર્થમાં કહ્યું છે કે - “રેરાપન કાતિજન ગુર્માસ્ક રાશ્યતાના”
ધર્મ શબ્દના આ છ અર્થ થતા હેબને આપણા લેકે તેના ઉપયોગમાં બહુજ અવ્યવસ્થા કરી દે છે. તેઓ ધર્મ શબ્દને એક અર્થમાં ઉપયોગ કરીને બીજી ક્ષણેજ તેને બીજા અર્થમાં ઉપયોગ કરે છે, અને તેથી પિતાના સિદ્ધાંતમાંથી ચુત થાય છે. આ પ્રમાણે અનિયમિત પ્રયોગ કરતા હોવાથી ધર્મસંબંધી કાઈ પણ તરવની સુંદર રીતે મીમાંસા થઈ શકતી નથી. એ અવ્યવસ્થા આજ નવીન નથી. જે ગ્રંથને હિંદુશાસ્ત્રના નામથી કહેવામાં આવે છે તેમાં પણ એ અવ્યવસ્થા મોટા પ્રમાણમાં છે. મનુ સંહિતાના પ્રથમાધ્યાયના છેલ્લા છ કે આના ઉત્તમ ઉદાહરણરૂપ છે. ધર્મ શબ્દને કયારેક રિલિજીઅનના અર્થમાં કયારેક નીતિના અર્થમાં, ક્યારેક સદ્ગુણના અર્થમાં, કયારેક અવગુણુના અર્થમાં અને કયારેક પુણ્યકર્મના અર્થમાં પ્રયોગ થવાથી નીતિનું લક્ષણ રિલિજીઅનમાં અને રિલિજીઅનનું લક્ષણ નીતિમાં; સદગુણનું લક્ષણ કર્મમાં અને કર્મનું લક્ષણ સદ્દગુણમાં આવી જવાને લીધે એક મહાન અવ્યવસ્થા ઉભી થાય છે. તેનું એ પરિણામ આવ્યું છે કે ધર્મ (રિલિજીઅન) ગાણ ધર્મોથી મિશ્રિત, નીતિ ભ્રાંતિયુક્ત અભ્યાસ કઠિન અને પુણ્ય દુઃખજનક થઈ પડેલ છે. હિંદુધર્મની અને હિંદુ નીતિની આધુનિક અવનતિ અને ધર્મનીતિપ્રતિ આધુનિક અનાસ્થાનું મહાન કારણ ઉપર વર્ણવેલી અવ્યવસ્થા પણ છે.
* ગુર--રિલિજીઅન શું છે ? શિષ્ય –તે તે જાણીતી વાત છે. પરલૌકિક વ્યવહારમાં વિશ્વાસ ?
ગુર–પ્રાચીન યહૂદીઓ પરલોકને માનતા નહિ. તે યહૂદીઓને પ્રાચીન ધર્મ તે શું ધર્મ નહિ ? શિષ્ય--ત્યારે દેવદેવીમાં વિશ્વાસ ? ગુજ–ઈસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી બાદિ ધર્મમાં દેવી નથી. તે સર્વ ધર્મોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
. ધર્મતવ
શિષ્ય --પરંતુ એ “રિલિઅન” શબ્દમાં કેઈ નિત્ય વસ્તુ નથી સમાઈ જતી કે જે દરેક ધર્મમાં મળી આવે ?
ગુર --છે; પરંતુ તે નિત્ય પદાર્થને રીલીજીઅન શબ્દથી સંબેધવાની કશી જરૂર. નથી. તેને આપણે ધર્મ શબ્દથી જ વ્યવહરીશું તે તે યોગ્ય થઈ પડશે.
શિષ્ય –તે કેવી રીતે ? દેવ પણ એક ઈશ્વર જ છે, તે તેથી શું તે સઘળા ધર્મો નહિ ? શિષ્ય-ત્યારે શું ઈશ્વરમાં વિશ્વાસ એજ ધર્મ ?
ગુરુ --એવા અનેક સુંદર ધર્મો છે કે જેઓ ઈશ્વરને પણ માનતા નથી. અદસંહિતાના અત્યંત પ્રાચીન મંત્રોની સમાલોચના કરતાં સમજી શકાય છે કે તે મંત્રોની રચનાના કાળમાં અનેક દેવદેવીઓ મનાતાં હતાં, પરંતુ તે વેળા ઇશ્વ રને માનતા નહતા. વિશ્વકર્મા, પ્રજાપતિ, બ્રહ્મ, ઇત્યાદિ ઈશ્વરવાચક શબ્દો ઋગ્વદના તે પ્રાચીન મોમાં નથી, પણ જે મંત્ર પ્રાચીન મંત્રોની અપેક્ષાએ આધુનિક કહી શકાય તેમાં જ છે. પ્રાચીન સાંખ્યા પણ અનીશ્વરવાદી હતા અને તે છતાં પણ તેઓ ધર્મહીન નહેતા; કેમકે તેઓ કર્મોનાં ફલને માનતા હતા, અને નિષ્ણેયને પણ ઇચ્છતા હતા. બૌદ્ધધર્મ પણ નિરીશ્વરવાદી છે, આથી ઇશ્વરવાદ એજ ધર્મનું લક્ષણ છે એમ કેમ કહી શકાય ? માટે તારા કહેવા પ્રમાણે તે કોઈ સ્પષ્ટીકરણ થતું નથી.
શિષ્યઃ—–ત્યારે પાશ્ચાત્ય તાર્કિકાની ભાષાનું અવલંબન કરીને કહું છું કે “લેકાતીત ચૈતન્યમાં વિશ્વાસ એજ ધર્મ.”
ગુરુ:–અર્થાત તારા કહેવા પ્રમાણે તો “સુપરનેચરાલિઝમ-કુદરતથી અતીતપણું -થયું પરંતુ તેને રવીકાર કરતાં તું કયાં આવી પહોંચ્યો તે જે. પ્રતતત્તરોના સંપ્રદાયસિવાય આધુનિક વિજ્ઞાનેતાઓના મતમાં “લકાતીત ચૈતન્ય” નું કઈ પણ પ્રમાણ નથી; આમ તારી રીતે તે ધર્મ પણ નથી અને ધર્મનું પ્રયોજન પણ નથી, મારી માન્યતા પ્રમાણે તે હું ‘રિલિજીઅન ને ધર્મ કહું છું.
શિષ્ય ત્યારે તે રીતે પણ વિજ્ઞાનવેત્તાઓમાં પણ ધર્મ તો છેજ. જેમકે-- “રિલિજઅન ઓફ હ્યુમેનિટિ-માનવધર્મ.”
ગુર–તે પછી “લકાતીત ચૈતન્યમાં વિશ્વાસ” એ ધર્મ નહિ. શિષ્ય-નૃત્યારે આપજ કહે કે ધર્મ કેને કહેવો?
ગુસ–પ્રશ્ન અત્યંત પ્રાચીન છે “થા ધર્મનિરાલા” એ પૂર્વમીમાંસાદર્શનનું પ્રથમ સૂત્ર છે. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટેજ મીમાંસાદર્શનની પ્રવૃત્તિ છે, તેને સર્વગ્રાહ્ય ઉત્તર અદ્યાપિપર્યત મળી શકી નથી; હું પણ તેનો યથાર્થ ઉત્તર આપવા માટે સમર્થ થઈશ એવો સંભવ નથી; તોપણ પ્રાચીન પંડિતને અભિપ્રાય તને સંભળાવી શકીશ. પ્રથમ મીમાંસાકારનો ઉત્તર સાંભળો. તેમણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યાય ૩ જ-ધર્મ એટલે શું? ગુસ–સમસ્ત મનુષ્યજાતિને માટે અર્થાત ક્રિશ્ચિયને–બૌદ્ધો-હિન્દુઓ અને મુસલમાને એ સર્વને માટે જે ધર્યું હોય તે જ “ધમ" નામનો યોગ્ય છે. - શિષ્ય –એ સમસ્ત મનુષ્યજાતિમાટે ધર્મ કેવી રીતે ઓળખી શકાય?
ગુર–મનુષ્યનો ધર્મ શું એ એકજ વાતને વિચાર કરવાથી સમસ્ત મનુષ્ય. જાતિને માટે ધર્મને નિર્ણય થઈ શકે તેમ છે. શિષ્ય:-- મારી જીજ્ઞાસા પણ એ જ છે કે મનુષ્યને ધર્મ શું હોઈ શકે ?
ગુર–એને ઉત્તર તન સરળ અને બુદ્ધિમાં ઉતરી શકે તેવો છે. જેના અસ્તિ. ત્વથી મનુષ્ય “મનુષ્ય” નામને યોગ્ય બને અને જેના અસ્તિત્વના અભાવે મનુષ્ય છે કે-“ ના સ્ત્રો ધર્મ” નેદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનારું વાકય. એ પ્રમાણે લક્ષણ માનવામાં તે વિરોધ નથી, પરંતુ જ્યારે તદુપરાંત કહેવામાં આ વેલું છે કે “નોના પ્રવર્તત વધ” આમ “વેદવિધિરૂપ' એવું વિશેષણ આવવાથી મને મેટ સંશય ઉપજે છે કે તું એને ધર્મ માનીને સ્વીકારીશ કે નહિ.
શિષ્ય ––એ પ્રમાણે તે હું કયારેય ન સ્વીકારે. જે તેમ સ્વીકાર કરે તે જેટલી ભિન્ન ભિન્ન ગ્રંથ છે તેટલા સઘળા ધર્મ માનવા પડે. ખ્રિસ્તીઓ કહેશે કે બાઈબલે કહેલો વિધિ તે ધર્મ” મુસલમાને પણ એ પ્રમાણે ‘કુરાનમાં કહેલો વિધિ તે ધર્મ” એમ કહેશે. ધર્મની પદ્ધતિ ભલે ભિન્ન ભિન્ન છે; પરંતુ ધર્મ એ એક જ વસ્તુ નથી શું ? ધર્મ એટલે “રિલિજીઅન” અને તે એક સર્વ સાધારણ વસ્તુ નહિ ? | ગુસ–હા. એક સંપ્રદાયને એ પણ મત છે. લૌગાક્ષિભાસ્કર' આદિ આચાર્યોએ કહ્યું છે કે-“દેવતિશયોનાવવથ ધર્મ” (વેદવો પ્રતિપદન કરવા યોગ્ય પ્રજનવાળો વિષય તે ધર્મ.) આ સર્વ વાતનું પરિણામ એ આવેલું છે કે ધર્મ શબ્દવડે યોગાદિ અને સદાચારનેજ બોધ થાય છે. જેમ મહાભારતમાં કહ્યું છે કે
" श्रद्धाकर्म तपश्चैव सत्यमक्रोध एव च । - स्वेषु दारेषु संतोषः शौचं विद्यानसूयिता ॥
आत्मज्ञानं तितिक्षा च धर्मः साधारणो नृप॥ અર્થાત્ હે રાજન ! શ્રદ્ધા, કર્મ અને તપ, તથા સત્ય અને અક્રોધ, પિતાની સ્ત્રીમાં સતિષ, પવિત્રતા, વિદ્યા, ઇર્ષ્યાને અભાવ, આત્મજ્ઞાન અને તિતિક્ષા–સહનશીલતા-આ સર્વ નિશ્ચય સાધારણ ધર્મરૂપ છે.
અથવા કેટલાક કહે છે કે “ ટૂરિયાણીનાં ધર્મ (દ્રવ્ય ક્રિયા અને ગુણ આદિનું ધર્મપણું છે.) કોઈ કહે છે કે “ અદષ્ટ વિશેષ તે ધર્મ.” પરિણામે આર્યોને સાધારણ અભિપ્રાય એ છે કે “વેદ અથવા કાચારમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ધમતત્ત્વ
“મનુષ્ય” નામને માટે અયોગ્ય લેખાય, તેનું જ નામ મનુષ્યનો ધર્મ. સંમત હોય તે ધર્મ. ” જેમ વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે
यमार्याः क्रियमाणं हि शंसंत्यागमवेदिनः ।
स धर्मो यं विगर्हन्ति तमधर्म प्रचक्षते ॥ વેદવેત્તા આર્યપુરુષો જે કાર્યની પ્રશંસા કરે છે તે ધર્મ અને જેની નિંદા કરે તે અધર્મ કહેવાય છે.
પરંતુ હિંદુશાસ્ત્રમાં પણ ભિન્ન ભિન્ન મત નથી એમ નથી. "द्वे विद्ये वेदितव्ये इति ह स्म यद्ब्रह्मविदो वदन्ति परा चैवापरा च ॥"
અર્થાત પ્રસિદ્ધ બ્રહ્મવેત્તા પુરુષો પરા અને અપરા એમ બે વિદ્યા જાણવા યોગ્ય છે એમ કહે છે. આ અને આવા અર્થવાળી બીજી કૃતિઓપરથી સચિત થાય છે કે વૈદિક જ્ઞાન અને તેને અનુસરતા યાગાદિક નિકૃષ્ટ ધર્મ છે, અને બ્રહ્મજ્ઞાનજ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. ભગવદ્દગીતાનું સ્થૂલ તાત્પર્ય કર્માત્મક વૈદિકાદિ અનુષ્ઠાનની નિકૃષ્ટતા કહેવામાં છે, અને ગીતામાં કહેલ સક્ષમ ધર્મની ઉત્કૃષ્ટતા કહેવામાં સૂક્ષ્મ તાત્પર્ય છે, હિંદુધર્મમાં વિશેષે કરીને એક એ પરમ રમણીય ધર્મ પ્રાપ્ત થાય છે કે જે સાધારણ રીતે પૂર્વોક્ત મીમાંસા અને તેમાં કહેલ હિંદુધર્મવાદ વિરોધી છે. આ ધર્મ ગીતા મહાભારત અને ભાગવતમાં સર્વત્ર જોવામાં આવે છે. તેના વક્તા શ્રીકૃષ્ણ છે, એટલા માટેજ હિંદુશાસ્ત્રમાં કહેલા ઉત્કૃષ્ટતર ધર્મને આપણે શ્રીકૃષ્ણક્ત ધર્મ કહીએ છીએ. મહાભારતના કર્ણ પર્વમાંથી એક વાક્ય લઇને એનું ઉદાહરણ આપવામાં આવે છે.
કેટલાક શ્રતિઓને ધર્મની બાબતમાં પ્રમાણુરૂપે કહે છે, તેમાં હું દેશને આરોપ કરતા નથી, પરંતુ કૃતિમાં પણ સમસ્ત ધર્મતત્ત્વ કહેલું નથી, અને એટલા માટે કેટલેક સ્થળે અનુમાનદ્વારાજ ધર્મને નિર્દેશ કરે પડે છે. પ્રાણીઓની ઉત્પત્તિને નિમિત્તેજ ધર્મને નિર્દેશ કરવામાં આ છે. ' “અહિંસાયુક્ત કાર્ય કરવામાં આવે એટલે ધર્માચરણ કર્યું કહેવાય છે.” “હિંસા કરનારાઓની હિંસાના નિવારણ માટે જ ધર્મની રચના થયેલી છે. ” “ ધર્મ પ્રાણીઓને ધારણ કરે છે માટે જ તેનું નામ ધર્મ છે. ” “ જેવડે પ્રાણીઓની રક્ષા થાય તેનું નામ ધર્મ છે. ” એમ શ્રીકૃષ્ણનાં વચન છે. આ પછી વનપર્વમાંથી ધર્મવ્યાધે કહેલી ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે છે. “જેનાથી સર્વ ભૂતેનું હિત થાય તે જ સત્ય: સત્યજ શ્રેયપ્રાપ્તિ માટે અદ્વિતીય ઉપાયરૂપ છે. સત્યના પ્રભાવવડેજ યથાર્થ જ્ઞાન થાય છે, અને તેથીજ યથાર્થ હિત સધાય છે. ” અહિં સત્ય શબ્દને ધર્મના અર્થમાંજ વ્યવહાર થયો છે.
શિષ્ય:–આ દેશના લેકે એ ધર્મની જે વ્યાખ્યા કરી છે, તે નીતિની અથવા પુણ્યની વ્યાખ્યા છે, તે રિલિજીઅન ની વ્યાખ્યા શી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
16
-
-
-
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું? શિષ્ય –તેનું ખાસ નામ શું? કાંઈક જુદું નામ તો હશે જ ને? ગુસ-હા. તેનું નામ “મનુષ્યત્વ.
अध्याय ४ थो-- मनुष्यत्व एटले शुं ? શિષ્ય–કાલે આપે કહ્યું હતું કે જેના અસ્તિત્વથી મનુષ્ય “મનુષ્યના નામને યોગ્ય લેખાય અને જેના અભાવે મનુષ્ય “મનુષ્ય” નામને યોગ્ય ન
ગુસ–રિલિજીઅન શબ્દવડે જે વિષયને બોધ થાય છે, તે વિષયના ઉપર આપણા દેશના લેકની સ્વતંત્રતા ક્યારેય તી નથી. આપણા મનમાં જે વિષયને વિચાર સરખેય આવતું નથી, તેને આપણે આપણા કયા પરિચિત શબ્દવડે કહી શકીએ?
1 x
x
x તને ધર્મની જેટલી વ્યાખ્યાઓ સંભળાવી તે સર્વમાં હિંદુધર્મની વ્યાખ્યા સર્વોત્કૃષ્ટ છે, અને જો એ વ્યાખ્યા યથાર્થ હોય તો હું કહું છું કે સર્વ ધર્મોમાં હિંદુધર્મ શ્રેષ્ઠ ધર્મ છે.
શિષ્યપ્રથમ તે ધર્મ શું છે એ હું સમજી શકું, તોજ પછી હિંદુધર્મને સમજું. આ સર્વ પંડિતએ કરેલી ધર્મની વ્યાખ્યા સાંભળીને મને તે એમ લાગે છે કે “મેં સાત કાનવાળો હાથી જે.”
ગુર–તારું કહેવું ખરું છે. એવો કયો મનુષ્ય જન્મ્યો છે કે જેણે ધર્મનું પૂર્ણ સ્વરૂપ અનુભવ્યું હોય ? જેમ સમસ્ત વિશ્વને કે મનુષ્ય પોતાની આંખે જોઈ શકતા નથી, તેમ સમગ્ર ધર્મને કોઈ પણ મનુષ્ય અનુભવી શકતું નથી. અન્યની વાત તે બાજુએ મૂકીએ; પણ બુદ્ધદેવ, ઇસુખ્રિસ્ત, મહંમદ અથવા ચૈતન્ય દેવ એમાંના કોઈ પણ ધર્મના પૂર્ણ સ્વરૂપને અનુભવી શકયા હતા, એમ હું સ્વીકાર કરી શકતું નથી. હા; અન્ય મનુષ્ય કરતાં તો તેમણે સારી રીતે અનુભવ કર્યો હતો, પણ સંપૂર્ણ તે નહેતા અનુભવી શક્યા. જે મનુષ્યદેહ ધારણ કરીને ધર્મના પૂર્ણ સ્વરૂપને કેઈએ પણું હૃદયમાં અનુભવ્યું હોય અને મનુષ્યલકમાં તેને પ્રચાર કરી શક્યા હોય, તો તે શ્રીમદ્દ ભગવદ્ગીતાના સ્તંજ. ભગવદ્દગીતાનાં વચને ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણનાં છે કે કોઈ મનુષ્યના છે તે હું જાણતો નથી, પરંતુ કેઈ પણ સ્થળે જે ધમનું સંપૂર્ણ સ્વરૂપ વ્યા અને વિરોષ સ્પષ્ટ થઇ શક્યું હોય તે તે શ્રીમદ્ભગવદ્દગીતામાંજ થયું છે.
(બંકિમકૃત “ધર્મજિજ્ઞાસા માંથી) ધ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૮
• ધર્મતત્વ
લેખાય, તેનું જ નામ મનુષ્યને ધમ. આ સિદ્ધાંત સમજવામાં કઈક કઠિન જણાય છે, કારણ કે સહુ કોઈ જાણે છે કે મનુષ્ય જન્મ લીધો ત્યારથી જ તે મનુષ્ય ગણાય, અને તે મૃત્યુ પામ્યો એટલે મનુષ્ય નામને એગ્ય નહિ રહેતાં રાખ કે ધૂળને ઢગલે બની રહે છે. એટલા માટે એમ કહેવામાં આવે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી જ મનુષ્ય “મનુષ્ય” છે અને જીવન ચાલ્યું ગયું એટલે મનુષ્ય “મનુષ્ય” મટી જાય છે, તે તેમાં શું ભૂલ છે ? આપને ઉદેશ એથી બીજે છે કે શું ?
ગુ –સ્તનપાન કરનાર એક નાના બાળકમાં પણું જીવન તે છે. તેને શું મનુષ્ય કહેવાય ? શિષ્ય –કેમ નહિ ? માવ વય નાની એટલુંજ. ભલે તેને નાને મનુષ્ય કહે.
ગુસ–મનુષ્યો જે જે કાર્યો કરી શકે તે તે કાર્યો શું તે બાળક કરી શકે ? શિષ્ય: એક મનુષ્ય પણ મનુષ્યજાતિનાં સમસ્ત કાર્યો પોતે એકલે કયાં કરી શકે છે ? અનેક માણસે ભારે વજનના બેજાએ ઉંચકી જાય છે, અનેક મનુષ્યોએ મહાન સમરાંગણમાં વિજય પ્રાપ્ત કર્યો છે, અને અનેક મનુષ્ય કીંગ લીયર અથવા કુમારસંભવ જેવા અદ્દભુત નાટક લખી અમર કીર્તિ પ્રાપ્ત કરી ગયા છે. આપ પિતે પણ મનુષ્ય છે, પરંતુ શું આપ એ સર્વ કાર્યો કરી શકવા સમર્થ છો ? અથવા બીજા એવા કેઈ મનુષ્યનું નામ આપી શકશે કે જે પિતે એકલે ઉક્ત સર્વ કાર્યો કરી શકે ?
ગુર:- હું ન કરી શકું તેમજ એવા કે મનુષ્યનું નામ પણ અત્યારે આપી શકે તેમ નથી કે જે પોતે એ સર્વ કાર્યો કરી શકતો હોય. છતાં એક મનુષ્ય કે જેણે ઉક્ત સઘળાં કાર્યો એક કાળે કર્યા હોય એ કોઈ મનુષ્ય જન્મો જ નથી, એમ માનવાને તે હું કઈ રીતે તૈયાર નથી. તેમજ હવે પછી એ કે મનુષ્ય નહિ જન્મે એમ પણ માની શકતા નથી.
શિષ્ય:-મનુષ્યથી બનવા યોગ્ય સર્વ કાર્યો એક મનુષ્યથી બની શક્તાં હોય તે કેમ કે એવાં કાર્યો કરતું જોવામાં આવતું નથી ?
ગુર–પિતાની શક્તિઓની ખીલવણું સંપૂર્ણ રીતે કોઈ કરતું નથી, તેટલાજ માટે એવી શક્તિવાળા પુરુષો જોવામાં આવતા નથી. - શિષ્યઃ–પણ મૂળ વાત તો રહી જ ગઈ. કયી વસ્તુના અસ્તિત્વથી મનુષ્ય
મનુષ્ય” નામને એગ્ય લેખાય એને તે કશે ખુલાસો થયોજ નહિ. શું આપ એમ કહેવા માગે છે કે પોતાની શક્તિઓની ખીલવણી થાય અર્થાત શક્તિઓનું અનુશીલન થાય તે જ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય ? જે એમજ હોય તે જંગલી માણસો કે જેમની એ શકિત ખીલી નથી તેમને મનુષ્યનું નામ આપી શકાય કે નહિ?
ગુર–જેની કોઈ પણ શક્તિ ખીલી ન હોય (અનુશીલિત થઈ ન હોય) એવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ -અનુષ્યત્વ એટલે શું?
કોઈ જંગલી માણસ તું જોઈ શકશે નહિ. ઘણું જાના વખતમાં પણ મનુષ્યની અમુક શક્તિઓ વિકાસ પામ્યા વિના રહેતી નહિ. જે તેમ ન હોય તો તેઓ પથ્થરની છરીઓ વિગેરે કેવી રીતે બનાવી શકે ? હવે પ્રશ્ન એ છે કે તેમને મનુષ્ય કહી શકાય કે નહિ ? આ પ્રશ્નને યથાર્થ ઉત્તર મેળવતા પહેલાં વૃક્ષત્વ એટલે શું એ વાત બરાબર સમજી લે. અહીં તું એક ઘાસનું તૃણ જુએ છે અને સામે એક વડવૃક્ષ જુએ છે તે બન્નેને તું એકજાતીય કહી શકશે કે નહિ ?
શિષ્ય –હા, એક રીતે તેઓ બંને એકજાતીય તે ખરજ; કારણ કે બને વનસ્પતિની જાતનાં છે.
ગુસઃ–પણ બન્નેને વૃક્ષ કહી શકાય ? શિષ્ય:–ના. વૃક્ષ તો વડને જ કહી શકાય. આ તે તૃણમાત્ર છે. ગુસ-એ ભેદ શામાટે ? શિષ્ય-ફળ-ફૂલ–શાખા–પાન–વગેરેને લઈને વડ “વૃક્ષના નામને યોગ્ય છે. તૃણમાં એ સર્વ વિભાગો નથી એટલે તેને વૃક્ષ કહી–શકાય નહિ,
ગુસ–ઘાસમાં પણ એ સર્વ છે. અલબત્ત, તે બહુ ક્ષક છે તેથી તેની શાખા –ગાંઠ કે ફળ-ફૂલ તને દૃષ્ટિગોચર થતાં નથી. મતલબ કે તે અપરિણત એટલે સૂક્ષ્મ અવસ્થામાં છે. તારાજ કહેવા પ્રમાણે જે ઘાસને વૃક્ષ ન કહેવાય તો પછી જે મનુષ્યની સઘળી વૃત્તિઓ અનુશીલિત ન થઈ હોય અને જે ખીલ્યા વિનાની અવસ્થામાં પડી રહી હોય, તેને મનુષ્ય કેમ કહેવાય ? ઘાસ જેમ વનસ્પતિ તરીકે એકજાતીય છે, તેવી જ રીતે જંગલી મનુષ્યને પણ એકજાતીય કહી શકાય ખરાં; પણ દરેક વનસ્પતિમાંથી જેમ વૃક્ષત્વ હેઈ શકતું નથી તેવીજ રીતે મનુષ્યને ધમ જે મનુષ્યત્વ તે જેનામાં ન હોય તેને મનુષ્ય કહી શકાય નહિ. શિષ્ય:–વંશ અથવા બીજને કારણભૂત લેખીએ તો?
ગુરુ:–તે વિષય હમણાં એક બાજુએ રહેવા દે. જે વાત સરળ અને ગોટાળા વગરની છે તે જ પ્રથમ સમજી લે. ત્યારપછી વંશ અને બીજ વિગેરેની કડાકૂટમાં પડવું હોય તે પડજે. વૃક્ષત્વનું ઉદાહરણ ભૂલીશ નહિ; કારણ કે સમજવાને માટે તે બહુ ઉપયોગી છે. અહીં જે વાંસ જુએ છે તેને વૃક્ષ કહીશ કે નહિ ?
શિષ્ય –મારા ધારવા પ્રમાણે તેને પણ વૃક્ષ તો કહી શકાય નહિ. અલબત્ત, તેને ગાંઠે, શાખા અને પલવ વિગેરે તો છે, પણ ફળફૂલ કયાં? તેનામાં સંપૂર્ણ ખીલવણી (પરિણતિ) થઈ નથી, માટે તેને વૃક્ષ કહી શકાય નહિ.
ગુરુ –તને ખબર નથી. પચાસ-સાઠ વર્ષ પછી તેને પણ એક વખત ફળ-ફૂલ આવે છે. તેને જે ફળ આવે છે તે કેટલેક અંશે ચોખાને મળતાં આવે છે.
શિષ્ય:-તે પછી વાસને પણ વૃક્ષ કહેવામાં હરકત નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
ધમતવ
ગુસ-નહિ. તેમ છતાં પણ વાંસ તૃણમાંજ લેખાય છે. તું એક ઘાસનું તૃણ પાસે રાખીને વાંસની સાથે મુકાબલે કરી છે. બંને મુકાબલામાં સરખાં જણાય છે તેથીજ વનસ્પતિશાસ્ત્રના પંડિતોએ વાંસને તૃણની શ્રેણીમાં મૂક્યો છે. આ ઉપરથી તું જોઈ શકશે કે તૃણ જેવા પદાર્થોમાં પણ એક માત્ર સ્તુતિના ગુણને લઈને કેટલો બધો ભેદ પડી જાય છે? ઘાસ જેમ તૃણ છે. તેમ વાંસ પણ તૃણ છે. છતાં
સ્મૃતિગુણને લીધે વાંસને વૃક્ષ માનવાનું મન થઈ જાય છે. તે પણ એક વાત લક્ષમાં રાખજે કે વાંસની સંપૂર્ણ ખીલવણી, અથવા જેને સર્વાગીન પરિણતિ કહે છે તે વાંસમાં થઈ નથી. જે અવસ્થામાં મનુષ્યની સર્વાગીન પરિણતિ (વિકાસ) સંપૂર્ણ થાય તે અવસ્થાને હું “મનુષ્યત્વ કહું છું. શિષ્ય–ઉકત પરિણુતિને ધર્મની સાથે શું સંબંધ છે ?
ગુર:–વનસ્પતિની પરિણતિ કિંવા ઉત્કર્ષ કેટલેક અંશે પ્રયત્નસાધ્ય હોય છે. સાધારણ રીતે જેને આપણે ખેતી કહીએ છીએ તે ખેતી કઈ જગ્યાએ મનુષ્યદ્વારા થાય છે તો કોઈ જગ્યાએ કુદરતધારા (કુદરતી રીતે) થાય છે. એક સામાન્ય ઉદાહરણ આપું. તને કેાઈ દેવતા આવીને એમ કહે કે:-“વૃક્ષ અને ઘાસને એક સાથે હું પૃથ્વીમાં રાખવા માગતો નથી. માટે તું કહે તે સર્વ વૃક્ષોને નાશ કર્યું અને કહે તો સર્વ ઘાસનો નાશ કરું. માટે બોલ તને શું પસંદ છે ?” તે તું તેને શું જવાબ દે? વૃક્ષનું રક્ષણ કરવાની પ્રાર્થના કરે કે ઘાસનું રક્ષણ કરવાની પ્રાર્થના કરે ?
શિષ્ય:–વૃક્ષને જ રાખવાનું કહ્યું તેમાં પૂછવા જેવું જ શું ? ઘાસ ન રહે તે કદાચ ગાય-ભેંસ વિગેરેને કષ્ટ ખમવું પડે, પરંતુ વૃક્ષ ન હોય તે પછી જાત જાતના ફળો–મેવાઓ વિગેર કયાંથી મળે? ફળ-ફૂલના અભાવે મનુષ્યોને કેટલું બધું કષ્ટ થાય છે
ગુર:–મૂર્ખ ! તૃણજાતિ જગતમાં ન રહે તે અન્નના અભાવે સૈને મરવું પડે તેની કાંઈ ખબર પડે છે? ધાન પણ તૃણુજાતીયજ છે. ખેતી કરવાથી તૃણમાં પણ કેવી જીવનદાયિની શકિત આવવા પામે છે, તેને કાંઈ ખ્યાલ કરી શકે છે ? અત્યારે જે વસ્તુઓ તને મિષ્ટ અને મધુર લાગે છે તે વસ્તુઓ એક કાળે ઘણીજ કડવી અને સ્વાદરહિત હતી, એમ વનસ્પતિશાસ્ત્રના વિદ્વાને સિદ્ધ કરે છે. કૃષિ વિગેરેથી એજ વસ્તુઓ આજે મિષ્ટ અને ખાવાચોગ્ય બનવા પામી છે. ખેતીથી જેમ વનસ્પતિમાં ઉત્કૃષ્ટતા આવે છે તેવીજ રીતે મનુષ્યો પિતાની વૃત્તિઓના અનુશીલનથી ઉન્નત અથવા યથાર્થ મનુષ્ય બની શકે છે. અંગ્રેજીમાં તે ખેતીને અને અનુશીલનને ઉભયને “કચર” એવું જ નામ આપવામાં આવે છે. એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે બધી સસ્ટન્સ ઑફ રીલીજીયન ઈઝ કલ્ચર’ અર્થાત માનવવૃત્તિને ઉત્કર્ષ એનું જ નામ ધમે. શિષ્ય–તે ગમે તેમ છે પણ મળ વાતને તો કશે જ ખુલાસો થયો નહિ. મનુષ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું?
સર્વાગીન પરિણતિ કોને કહેવાય ?
ગુરુ –એક નાનકડા અંકુરનું પરિણામ અથવા વિકાસ કે ઉકર્ષ, તેજ મહાન સરૂપે દષ્ટિગોચર થાય છે; પરંતુ એ જ અંકુરને જો તું તેની પ્રાથમિક દશામાં ઉપરથી માટી ખસેડીને જુએ તો તને તે લગભગ અદશ્ય જે કિવા અત્યંત શુદ્ર જેવો લાગ્યા વિના નહિ રહે. વખત જતાં એ શુદ્ધ અંકુરજ મહાન ઘટાદાર ગંભીર વૃક્ષમાં પરિણત થાય છે. બેશક, તેને માટે ખેતી-પાણી-ખાતર વિગેરે તો જોઈએ જ. સરસ માટી, યોગ્ય પ્રમાણમાં પાણી અને નિયમિત સૂર્યને તાપ, વિગેરે જે એ અંકુરને ન મળે તો અંકુર કોઈ કાળે પરિણત–ઉજત અવસ્થાએ પહોંચી શકે નહિ; એટલું જ નહિ પણ જે તોથી વનસ્પતિને પોષણ મળે એવાં તવાળું ખાતર પણ આપણે તેને પૂરું પાડવું જોઈએ, અને પશુ કે માણસો નુકશાન ન કરે તેને માટે આસપાસ વાડ પણ બાંધી લેવી જોઈએ. આ પ્રકારની જે સરસંભાળ લેવામાં આવે તે જ તે નાનકડો અંકુર વખત જતાં મહાન વૃક્ષરૂપે પરિણમે; એવી જ રીતે મનુષ્યોના સંબંધમાં પણ સમજી લેવું. જે બાળકના સંબંધમાં આગળ વાત કરી, તે પણ એક પ્રકારનો અંકુરજ છે. યથાયોગ્ય કર્ષણથી અથવા અનુશીલનથી તે બાળક યથાર્થ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકે, એટલું જ નહિ પણ તે બાળક અનુ. શીલનના પ્રતાપે એક વખત સર્વ ગુણોયુક્ત અને સર્વ સુખસંપન્ન મનુષ્ય પણ બની શકે. મનુષ્યની જે પરિણતિ હું કહેવા માગું છું તે એજ પ્રકારની
શિષ્ય:–બરાબર કાંઈ સમજાયું નહિ. સર્વ પ્રકારે સુખી અને સર્વ પ્રકારે ગુણયુક્ત શું પ્રત્યેક મનુષ્ય બની શકે ? | ગુસ–સર્વ મનુષ્યો સર્વ ગુણયુક્ત બની શકે કે નહિ અને બને તે ક્યારે બની શકે એ વિષયની ચર્ચા કરવા જતાં બહુ સમય નીકળી જાય તેમ છે, કારણ કે તેમાં બહુ વિસ્તારથી બોલવાની જરૂર છે. તથાપિ હું એટલે સ્વીકાર કરું છું કે હમણાં હમણુ કાઇ એ મનુષ્ય થઈ ગયો હોય એમ મારા જાણવામાં નથી, તેમજ નજીકના ભવિષ્યમાં કોઈ એ પુરુષ સહસા નીકળી આવે એવો પણ સંભવ નથી, છતાં ધર્મની હું જે વ્યાખ્યા કરવા માગું છું તેના યથાયોગ્ય અવલંબનથી સમસ્ત મનુષ્યો સર્વ ગુણયુક્ત બનવાના પ્રયત્ન કરે તો કાળક્રમે તેઓ બહુ ગુણ| યુક્ત તે બની શકેજ એમાં મને જરા પણ શંકા નથી. મનુષ્યો જે સર્વ પ્રકા. રનાં સુખ પ્રાપ્ત કરવાને તન-મનથી પ્રયત્ન કરે તે અનેક પ્રકારનાં સુખો તેઓ મેળવી શકે એ વાત નિઃસંશય છે.
શિષ્ય:-અવિનય થતો હોય તે ક્ષમા કરશો, પણ મનુષ્યોની સર્વાગીને પરિ. કૃતિ કોને કહેવાય તે તે હજી હું સમજી શકયો નથી.
ગુ–જે. ધ્યાન આપ. મનુષ્યને મુખ્ય બે અંગ છે. એક શરીર અને બીજું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
ધર્મતવ
મન. શરીરને કેટલાંક પેટા અંગ છે–જેમ કે હાથ-પગ વિગેરે કમેંદ્રિય, આંખ-કાન વિગેરે જ્ઞાનેન્દ્રિય, મસ્તિક-હદય-વાયુકેષ વિગેરે જીવનસંચાલક પ્રત્યંગો, અસ્થિ મા–મેદ-માંસ-રુધિર વિગેરે શારીરિક ઉપાદાને, અને સુધા-તૃષા વિગેરે શારીરિક વૃત્તિઓ આ સર્વ પ્રત્યંગેની યથાયોગ્ય પરિણતિ (ખીલવણી) થવી જોઈએ. શરીરનાં પેટા અંગ જેમ મેં ગણવ્યાં તેમ મનને પણ કેટલાંક પેટા અંગ છે. જેમ કે
શિષ્ય:–મનસંબંધી વાત હવે પછીને માટે રહેવા દે. અત્યારે તે શારીરિક પરિણતિઓના સંબંધમાંજ ચર્ચા થવા દે; કારણ કે પ્રથમ જો તે સમજાય તે પછી આગળ જતાં મનને વિષયમાં કઠિનતા જેવું કાંઈ જણાય નહિ. આપે જે શારીરિક પ્રત્યંગ ગણાવ્યાં તેની કેવી રીતે પરિણતિ થઈ શકે ? બાળકના, શરૂઆતમાં નાના અને દુર્બળ જણાતા બાહુઓ, વય વધવાની સાથે પોતાની મેળેજ બળવાન અને પરિણત થતા જાય છે. એમાં વળી અન્ય પ્રયત્નને અવકાશજ કયાં રહે છે ?
ગુર:–તેં જે સ્વાભાવિક પરિણતિની વાત કહી તેનાં બે કારણો છે. હું પણ તેજ બે કારણે ઉપર ભાર મૂકવા માગું છું. આ બે કારણોમાં પ્રથમ કારણુ પિષણ અને બીજું કારણ ગતિ અથવા હીલચાલ. જે એક બાળકના બાહુને તેના ખભાની સાથે નાનપણથી જ બાંધી રાખવામાં આવે, અને બાહુમાં લેહી હરીફરી શકે નહિ એવી વ્યવસ્થા કરવામાં આવે તો એ બહુ વધારે પુષ્ટ થઈ શકે નહિ, એટલું જ નહિ પણ અવશ્ય તે દુર્બળ અને નિરર્થક પણ બની જાય; કારણ કે બાહુની પુષ્ટિ માટે જે લોહી જોઈએ તે બહુ મેળવી શકે નહિ. બાહુને બધિવામાં ન આવે તે એક બાળક પોતાનો હાથ કોઈ પણ સમયે હલાવી શકે નહિ એ બંદોબસ્ત કરવામાં આવે તેપણ હલાવ્યા વિનાને–નિષ્ક્રિય પડી રહેલા હાથ નિર્બળ અને પાતળો પડી ગયા વિના રહેશે નહિ. કદાચ તે એટલે બધો નિર્બળ ન બનવા પામે તેપણ છેવટે હાથમાં જે ઝડપ આવવી જોઈએ તેવી ઝડપ તે કોઈ કાળે નહિ જ આવે. કેટલાએક બાવાએ હાથને નિરંતર ઉંચા રાખી તપસ્યાને દેખાવ કરે છે તેમને જોયા છે !
શિષ્ય:-સમજે. અનુશીલનવડે એક બાળકના કોમળ અને નાના બાહુ ધીમે ધીમે પુખ્ત વયના મનુષ્યના બાહુ જેટલા વિસ્તારવાળા-બળવાળા અને ઝડપવાળા બની શકે છે, પરંતુ મારા ધારવા પ્રમાણે એ કિયા તે સહજ રીતે થયાજ કરે છે. તેને માટે પ્રયત્નની શું જરૂર છે ?
ગુરુ-તું તારા બાહુની સાથે આ બાગવાન-માળીના બાહુની સરખામણી કરી છે. તે તારા બાહુની આંગળીઓને એવી રીતે મેળવી છે કે અત્યારે તારે પાંચ મીનીટમાં એક બે લાંબા કાગળો લખવા હોય તે ખુશીથી તું લખી નાખી શકે, અને આ બાગવાન બિચારે દશ દિવસ સુધી મહેનત કરે તો પણ તારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું ?
જે “ક” અક્ષર પણ લખી શકે નહિ. તારે જ્યારે અમુક વાત કાગળમાં લખવાની હોય છે ત્યારે વિચાર કર્યા વિના કે યત્ન કર્યા વિના રમતાં રમતાં જે સ્થાને જે આકારવાળા અક્ષરે જોઈએ તે તું લખી નાખી શકે છે, પણ માળીને તે બહુજ નવાઈ જેવું લાગે છે. તે બિચારો તો આ બધું કેવી રીતે બનતું હશે તે કલ્પી પણ શકતું નથી. જગતમાં અનેક માણસે અત્યારે લેખનકળા જાણે છે . તેથી જ તેમને તેમાં આશ્ચર્ય જેવું લાગતું નથી. બાકી વસ્તુતઃ તે એ લિપિવિદ્યા એક જાદુઈ કળા કરતાં પણ અધિક આશ્ચર્યકારક છે; કારણ કે તેમાં બહુજ અનુશીલનની જરૂર પડે છે. દાખલાતરીકે તું એક શબ્દ લખવાનો પ્રયત્ન કરે છે. ધાર કે આ “અનુશીલન” શબ્દજ તારે લખવાનો છે. પ્રથમ તે તારે એ શબ્દનું પૃથક્કરણ કરી તેમાં કયા કયા વર્ણો રહેલા છે તેને નિર્ણય કરવો જોઈએ. “અનુશીલન”નું પૃથક્કરણ કરવાથી “અ, ન, ઉ, શું, ઈ, લ, અ, ન અ” આ પ્રમાણે એક ચિત્ર તારા માનસપટ ઉપર અંકિત થાય, પછી એ પ્રત્યેક વર્ણને આકાર કે છે તેનું તારે સ્મરણ કરવું પડે અને તેમાં કયા સ્વર મળે તે ઠીક એ વાતને પણ નિર્ણય કરવો જોઈએ. આટલું નક્કી થયા પછી જ્યારે એક એક વર્ણને યાદ કરી કરીને કાગળમાં લખે ત્યારેજ માંડ માંડ “અનુશીલન” એ એક શબ્દ લખાય; છતાં તું જ્યારે એ શબ્દ લખવા બેસે છે ત્યારે એટલી બધી ઝડપથી લખી નાખે છે કે તારે તેમાં કોઈ પણ પ્રકારની માનસિક ક્રિયા કરવી પડતી હોય તેમ જણાતું નથી. એક માત્ર અનુશીલનના ગુણને લઈને જ આવી અસાધારણ કુશળતા અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
અનુશીલનને એક બીજો ભેદ પણ સમજવાયોગ્ય છે. તે આ માળીના બાહુ સાથે તારા બાહની સરખામણી કરી છે. જેવી રીતે પાંચ મીનીટમાં એક-બે લાંબા કાગળો તું પોતે લખી નાખી શકે છે, તેવી રીતે આ માળી પાંચ મીનીટમાં બે-ત્રણ ફુટ માટી ખોદી કાઢવી હોય તે ખુશીથી ભેદી શકે. તું બે કલાક સુધી તે શું પણ બે પહેરી સુધી મહેનત કર્યા કરે તે પણ તારાથી એ કામ પાર પડે નહિ; કારણ કે તેં તારા બાહુઓને એ વિષયમાં બરાબર કેળવ્યા કે અનુશાલિત કર્યા નથી અને તેથી બાહુની જે યથાયોગ્ય પરિણતિ થવી જોઈએ તે થઈ શકી નથી. એટલા માટે એમ કહેવામાં હવે કોઈ જાતની હરકત નથી કે તારા પિતાના અને આ માળીના ઉભયના હાથે કેટલેક અંશે અપરિણતજ રહી ગયા છે તમારે બનેએ હાથની જે સર્વાગીન પરિણુતિ કરવી જોઈએ તે તમે કરી શક્યા નથી. એક બીજો દાખલે આપું. એક શિક્ષિત ગવૈયાની સાથે તારી પોતાની તુલના કરી જે. બાલ્યાવરયામાં તારા કંઠમાં ને ગવૈયાના કંઠમાં ઘણું કરીને ઘણો તફાવત નહિ હોય, પરંતુ ગર્વ અનુશીલનના પ્રતાપે પિતાના કંઠને મધુર તથા આકર્ષક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્તવા
-
બનાવી શકે છે, અર્થાત પોતાના કંઠની સર્વાગીન પરિણતિ કરી શકે છે, જ્યારે તમે તેવું કશું કરી શકતા નથી અને એને લઇને તમારે કંઠ અનુશીલત થયા વિનાના રહી જાય છે. ભલા, પગે ચાલીને જવું હોય તે તું કેટલા કેશ સુધી જઈ શકે ? • શિષ્ય:–મારાથી વધારે ચાલી શકાય નહિ. બહુ બહુ તે બે ત્રણ કેસ ચાલી શકું.
ગુડ–એનું કારણ માત્ર એટલું જ છે કે તારા બનને પગની સર્વાગીન પરિકૃતિ થવા પામી નથી. નિ:સંશય તારા હાથની, પગની અને ગળાની સહેજસાજ પુષ્ટિ અને પરિણતિ થઇ , તે પણ તેને સર્વાગીન પરિણતિ તે કઈ રીતે કહી શકાય જ નહિ. એજ પ્રમાણે અન્ય શારીરિક પ્રત્યંગોના સંબંધમાં પણ સમજી લેવું. જ્યાં સુધી શારીરિક સમસ્ત પ્રત્યંગેની સર્વાગીન પરિણતિ થાય નહિ ત્યાં સુધી આપણું શરીરની સર્વાગીન પરિણતિ થઈ છે એમ કહી શકાય જ નહિ; કારણ કે જ્યાં સુધી સોળ આનામાં એક આનો પણ અધુરો હોય ત્યાંસુધી પૂરે રૂપિયો છે એમ કહેવાય નહિ. એક આનામાં એક પાઈ ઘટતી હોય ત્યાંસુધી રૂપિયો પણ અપૂર્ણ જ રહે. શરીરના સંબંધમાં જેમ આ વાત લાગુ પડે છે તે જ રીતે મનના સંબંધમાં પણ એજ નિયમ સમજી લે. મનમાં પણ અનેક પ્રત્યંગે છે, અને તેને “વૃત્તિ” એવું નામ આપણે આપી ગયા છીએ. મનની કેટલીક વૃત્તિઓ જ્ઞાન મેળવવાનું તથા વિચાર કરવાનું કામ કરે છે. કેટલીક વૃત્તિઓ કાર્યમાં પ્રવૃત્તિ કરાવવાનું કામ કરે છે. જેમકે ભકિત–પ્રીતિ–દયા વગેરે. તે સિવાય કેટલીક વૃત્તિઓ આનંદનો ઉપભોગ કરાવવાનું કામ કરે છે. દાખલાતરીકે હદયને સૌંદર્યમાં જેડી, રસગ્રહણ કરાવ અને ચિત્તને વિનેદ કરાવવો એ આ વૃત્તિને મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રમાણે ત્રણે પ્રકારની માનસિક વૃત્તિઓની સંપૂર્ણ પુષ્ટ તથા સંપૂર્ણ વિકાસ એનું જ નામ માનસિક સર્વાગીન પરિણતિ.
શિષ્ય:--અર્થાત જ્ઞાનમાં પાંડિત્ય, વિચારમાં દક્ષતા, કાર્યમાં તત્પરતા, ચિત્તમાં ધાર્મિકતા, અને સૌદર્યમાં રસિકતા એ સર્વ હોય તે જ મનુષ્યના મનની સર્વાગીન પરિણતિ થઈ ગણાય. તે ઉપરાંત, વળી શારીરિક સગીન પરિણતિ પણ થવી જોઈએ એમ આપનું કહેવું છે. અર્થાત મનની સાથે શરીર પણ બળવાન, નરેગા અને સર્વ પ્રકારની શારીરિક ક્રિયાઓ કરવામાં યોગ્યતાવાળું બનવું જોઈએ. આવી એગ્યતાવાળા કૃષ્ણ અને અર્જુન અથવા રામ અને લક્ષ્મણ સિવાય બીજા કોઈ થયા હોય એમ હું તો ધારતું નથી.
ગુર:-મનુષ્યજાતિમાં ઉત્કૃષ્ટ લેખાતી પ્રજા પ્રયત્ન કરે તો સંપૂર્ણ રીતે મનુવ્યવની પ્રાપ્તિ ન કરી શકે એમ હું તે કદાપિ માનતો નથી. યુગાન્તરે જ્યારે મનુબજાતિ યથાર્થ ઉન્નતિ પ્રાપ્ત કરવા તરફ આકર્ષાશે ત્યારે અનેક મનુષ્યો ઉક્ત આદર્શનું અનુકરણ અવશ્ય કરશે, એમ પણ હું ખાત્રીપૂર્વક માનું છું. સંસ્કૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું?
.
૨૫
પ્રથામાં પ્રાચીન ભારતવર્ષના જે રાજાઓનું વર્ણન છે, તે વાંચવાથી જણાય છે કે પૂર્વે રાજાઓએ સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યું હોવું જોઈએ. અલબત્ત તે વર્ણનો મેટો ભાગ ઈતિહાસ તથા પુરાણકારોને કપોલકપિત છે, પરંતુ એ ઉપરથી આટલી વાત સમજવા જેવી છે કે જે સ્થળે આવા રાજગુણેનું વર્ણન થતું હોય તે સ્થળે એક કાળે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની સન્મુખ મેં કહ્યો તે એક ખાસ આદર્શ રહેતો હેવો જોઇએ, એવું અનુમાન અગ્ય નથી. હું પણ આજે તેજ આદર્શ સંબંધે કઈક કહેવા માગું છું. સામાન્ય રીતે એક એ નિયમ છે કે જે મનુષ્ય પિતે જે બનવા માગતા હોય તેની સામે તેવા પ્રકારનો સર્વાંગસંપન્ન એક આદર્શ તો રહેજ જોઈએ. ભલે, કદાચ તે, સંપૂર્ણ રીતે તે આદર્શના જે ન થઇ શકે તે પણ તેનું અનુકરણ કરવાથી અનેક અંશે તે આદર્શની પાસે તે પહોંચી શકે જ. ભેળ આનાનું જ્ઞાન હોય તો મનુષ્ય છેવટે આઠ આના પણ પ્રાપ્ત કરે; પરંતુ એક બાળક કે જેને રૂપિયાના સોળ આનાનું જ્ઞાન ન હોય તે બાળક રૂપીઆના ચાર પૈસા લઈને પણ સંતોષપૂર્વક પાછો આવે તો આશ્ચર્ય નથી.
શિષ્યઃ–પણ એ આદર્શ કયાં ? આજ કાલ તે કઈ એવો મનુષ્ય હોય એમ જણાતું નથી. | ગુસ–મનુષ્ય ન હોય તેથી શું થયું ? ઈશ્વર તો છે ને? ઈશ્વર પિતેજ સર્વ ગુણની સર્વાગીત સ્મૃર્તિ તથા ઉત્કૃષ્ટ પરિણતિનું એકમાત્ર ઉદાહરણ છે. વેદાન્તને નિર્ગુણ ઈશ્વર ધર્મની પ્રાપ્તિમાં બરાબર સહાયક થઈ શકતું નથી; કારણ કે તે નિર્ગુણ હોવાથી આપણું આદર્શરૂપે આપણું સન્મુખ રહી શકતો નથી. અદ્વૈતવાદીઓનું વિવાદિતથK ચૈતન્ય અથવા હર્બર્ટ સ્પેન્સરે જેને “ઈસ્કુટેબલ પાવર ઇન નેચર ” નું નામ આપ્યું છે, અર્થાત જે કેવળ માત્ર દાર્શનિક અથવા વૈજ્ઞાનિક ઈશ્વર છે તેની ઉપાસના કરવાથી સંપૂર્ણ રીતે ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. આપણુ પુરાણો જેનું વર્ણન કરે છે, ઇતિહાસ જેનો મહિમા ગાય છે તે ઈશ્વર અથવા તો ક્રિશ્ચિયનના ધર્મપુસ્તકમાંને સગુણ ઈશ્વર તેની ઉપાસના કરવી એજ ધર્મનું મૂળ છે; કારણ કે એ સગુણ ઈશ્વરેજ આપણું આદર્શ સ્થાનને માટે ચોગ્ય છે. જેને “ઇમ્પર્સનલ ગડ” નિર્ગુણ ઈશ્વર–કહેવામાં આવે છે, તેની ઉપાસના નિષ્ફળ છે. જેને “પર્સનલ ગોડ–સગુણ ઈશ્વર–કહેવાય તેનીજ ઉપાસના સાર્થક છે.
શિષ્ય:-સગુણ ઇશ્વરને આદર્શરૂપે માનવા જોઈએ એ તો જાણે કે ઠીક, પણ તેની ઉપાસના શામાટે કરવી ?
ગુસ-ઇશ્વરને આપણે જોઈ શકતા નથી, તેથી તેમનું વર્તન નીરખીને તે પ્રમાણે આપણે વર્તી શકીએ એવો બીલકુલ સંભવ નથી. આપણે જે કાંઈ કરી શકીએ તે માત્ર એટલું જ કે મનવડે તેનું ધ્યાન કરી શકીએ. એ રીતે ધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
કરવું તેનું જ બીજું નામ ઉપાસના છે. બેશક ઉપાસનાને વેઠને બેજે ગણું ઝટપટ પતાવી દેવી તેને તે કાંઈ અર્થ જ નથી. સાંજે સવારે માત્ર સંસ્થાનું રટણ કરી જવું એ તે વિશેષ ફળપ્રદ નથીજઈશ્વરના સર્વગુણસંપન્ન–વિશુદ્ધ-સ્વભાવ ઉપર ચિત્તને સ્થિર-એકાગ્ર કરવું જોઈએ; અને સંપૂર્ણ ભક્તિભાવથી તેનું ધ્યાન કરવું જોઈએ. પ્રીતિપૂર્વક હદયને તેના સ્વરૂપચિંતન પ્રત્યે વાળવું જોઇએ. ઈશ્વરના સ્વભાવ અનુસાર આપણો પણ સ્વભાવ બંધાતે જાય એવી ધ્યાનકાળે દઢ ભાવના સેવવી જોઈએ. આ રીતે ઉપાસનાદિ કૃત્યો થાય તો જ ઈશ્વરના મહાન પવિત્ર ગુણોની વિમલ જ્યોતિ આપણા જીવનમાં પડે. માટે પરમાત્માની નિર્મળતા આપણું જીવન નમાં પ્રવેશ કરે, અને તેના જેવીજ સર્વત્ર મંગળમય શક્તિ આપણા ચરિત્રમાં પુરે, તેવી દઢ કામના ભકતે રાખવી જોઈએ; તથા સર્વદા તે આપણું પોતાની પાસે જ રહે છે એમ માની તેના સ્વભાવની સાથે તલ્લીન બનવાના નિરંતર સતત પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. ટુંકામાં, તેના સામયિની, સાલોક્યની, સારૂની, અને સાયુજ્યની ભાવના સેવવી જોઈએ. આમ થાય તો જ આપણે ધીમે ધીમે ઈશ્વરની પાસે પહોંચવા ભાગ્યશાળી બનીએ. આર્યઋષિઓ વિશ્વાસપૂર્વક પ્રબધી ગયા છે કે ઉપાસનાથી મનુષ્યો ક્રમે ક્રમે ઈશ્વરના સારૂપ્ય અને સાયુજ્યને પ્રાપ્ત કરી શકે છે, ઈશ્વરમાં તલ્લીન થઈ શકે છે, અને ઈશ્વરમાંજ મળી જઈ શકે છે. આમ થવું એનું. જ નામ મોક્ષ. મોક્ષ એ કઈ કે.ઈ જૂદી વસ્તુ નથી. ઇશ્વરી આદર્શને અનુસરી ઈશ્વરી સ્વભાવ પ્રાપ્ત કરે તેનું જ નામ મોક્ષ. જેઓ મુક્ત થઈ શકે છે તેઓ સર્વ પ્રકારનાં દુ:ખોથી મુક્ત થઈ સર્વ સુખોના અધિકારી બની શકે છે.
શિષ્ય હું આજ સુધી એમ સમજતો હતો કે ઈશ્વર મહાન સમુદ્ર સમાન છે, અને તેની તુલનામાં આપણે એક બિંદુમાત્ર પણ નથી.
ગુર:–ઉપાસનાને મર્મ જે હિંદુઓ સમજી શક્યા છે તે મર્મ કાઈ બીજી પ્રજા સમજી શકી નથી. આજકાલ એ પરમ રમણીય અને સાત્વિક ઉપાસના દુર્દે વવશાત આત્મપીડનરૂપે તથા શંગારરૂપે આપણામાં ફેરવાઈ ગઈ છે.
શિષ્ય –મને એક વાત સમજાવો. મનુષ્યમાં યથાર્થ મનુષ્યત્વને અર્થાત સોંગસંપન્ન સ્વભાવને આદર્શ મળી આવતા નથી તેથી ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ એ વાત હું કબૂલ કરું છું; પરંતુ ઈશ્વર તે અનંતપ્રકૃતિમય છે. આપણી શુદ્ર પ્રકૃતિ તેને કેવી રીતે સ્પર્શી શકે? આપણી અપેક્ષાએ તેના ગુણે પણ અનંત અને વિસ્તાર પણ અનંત છે; તો પછી ક્ષુક વસ્તુને આદર્શ અનંતભાવમય ઈશ્વર કેવી રીતે બની શકે ? એ તે અનંત સમુદ્રને જોયા પછી તળાવની પાળ તેડી નાખવા જેવું અથવા અનંત આકાશને જોયા પછી ઘરના ચંદરવાને ફાડી નાખવા જેવું સાહસ ગણાય એમ હું ધારું છું.
ગુર–ધર્મના ઈતિહાસની જરૂર દર્શાવવામાં આવે છે તે એટલાજ માટે. ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
અધ્યાય ૪ થે-મનુષ્યત્વ એટલે શું? ઇતિહાસમાં-(રીલીજીયસ હીસ્ટરી) માં યથાર્થ ધાર્મિક પુરુષોનાં જીવનચરિત્રો આપવામાં આવે છે. અનંતપ્રકૃતિમય ઇશ્વર, ઉપાસકની પ્રાથમિક અવસ્થામાં આદર્શરૂપ ન બની શકે એ તારી વાત સત્ય છે, પરંતુ ઇશ્વરને અનુસરનારા મહાત્માઓ અર્થાત જે મહાપુરુષોના ગુણો જોઈને તેમને ઈશ્વરીઅંશ માનવાનું આપણને મન થઈ આવે તેજ પ્રાથમિક અવસ્થામાં આપણું આદર્શરૂપ બનવાને યોગ્ય છે. એટલાજ માટે ઈસુખ્રિસ્ત એક વખત ક્રિશ્ચિયના આદર્શ સ્થાને બિરાજ્યા હતા, એટલાજ માટે ૌદ્ધોએ શાકયસિંહને આદર્શ પુરુષનું એક કાળે પવિત્ર સ્થાન અર્પણ કર્યું હતું. એટલું છતાં હિંદુ શાસ્ત્રમાં ધર્મપ્રચારક આદર્શ પુરુષોને જેવું બહુ માન મળ્યું છે તેવું પૃથ્વીના બીજા કેઇ ધર્મપુસ્તકમાં બીજા કોઈ પુરુષને મળ્યું નથી. જનકાદિ રાજર્ષિ, નારદાદિ દેવર્ષિ, અને વસિષ્ઠાદિ બ્રહ્મષિઓ એક કાળે આર્યપ્રજામાં અનુશીલનના જશવંત આદર્શરૂપે પ્રકાશી રહ્યા હતા. તે ઉપરાંત શ્રી રામચંદ્રજી, યુધિષ્ઠિર, અર્જુન, લક્ષ્મણ અને દૈવી વ્રત ધારણ કરનાર ભીષ્મ વિગેરે ક્ષત્રિયપુત્રો પણ આદર્શ પુરુષનું સુંદર સ્થાન શોભાવી ગયા છે. ઇસુખ્રિસ્ત તથા શાયસિંહ વિગેરે તે માત્ર ઉદાસીન, પીનધારી, સરળ ધર્મવેત્તાઓ હતા એટલું જ. આપણું હિંદુધર્મના આદર્શ પુરુષો તેથી જૂદા જ પ્રકારના હતા. તેનામાં કેવળ એક-બે ગુણોજ નહોતા, પણ એકી સાથે ઘણા ગુણે પ્રકટી નીકળ્યા હતા, અને તેમણે પિતાની સર્વ વૃત્તિઓને સવગીન પરિણત તથા સ્મૃતિવાળી બનાવી હતી. વધારે સ્પષ્ટ રીતે કહું તે હિંદુ
ના આદર્શ પુરુષો સિંહાસન ઉપર વિરાજવા છતાં પણ અંતરમાં ઉદાસીન (તટસ્થરાગદ્વેષરહિત) હતા, હાથમાં ધનુષ્ય-બાણ ધારણ કરવા છતાં પણ હદયથી અહિંસા ધર્મના મર્મને જાણનારા હતા, રાજા હોવા છતાં પંડિત પણ હતા, અને શકિતમાન હોવા છતાં સર્વ ભૂતમાં પ્રેમભાવ રાખનારા હતા. તથાપિ ઉકત સર્વે આદર્શોના શિખરે વિરાછ અગ્રસ્થાન લઈ શકે એવો એક બીજો આદર્શ પણ હિંદુએને માટે છે. એ આદર્શ એ છે કે જેની પાસે બીજા આદર્શો ફીકકા પડી જાય. યુધિષ્ઠિરે જેમની પાસેથી ધર્મનું શિક્ષણ લીધું હતું, સ્વયં અર્જુન જેમને શિષ્ય હતો, રામ અને લક્ષ્મણ જેમના અંશમાત્ર હતા, અને જેમના જીવનચરિત્ર સમાન બીજું મહામહિમામય જીવનચરિત્ર કેઈ કાળે મનુષ્યભાષામાં લખાયું નથી, ચાલ આજે તને તેની ઉપાસનાથી દીક્ષિત કરૂં. શિષ્ય –તે કોણ? કૃષ્ણ?
ગુરુતમે લેકે માત્ર જયદેવના કૃષ્ણને અથવા વૃંદાવનવાળા કૃષ્ણને જ ઓળખે. છે અને તેથીજ કૃષ્ણનું નામ સાંભળતાંની સાથે આમ ચમકી ઉઠો છે. કૃષ્ણનું
*જયદેવે ગીત-ગેવિંદ નામને એક અતિ ઉત્કૃષ્ટ સંસ્કૃત કાવ્ય ગ્રંથ લખે. છે. તેમાં મુખ્યત્વે ગંગારિક કાવ્યો છે.
અનુવાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્તવ
જીવન હજી તમે સમજતા નથી. જયદેવવાળા કૃષ્ણની પાછળ સ્વ ઈશ્વરી ગુણયુકત જે કૃષ્ણચરિત્ર પ્રકાશી રહ્યું છે તેને હજી તમે લેકે જોઈ શક્યા નથી. જે કૃષ્ણપાસનાથી તને હું આજે દીક્ષિત કરવા માગું છું તે શ્રીકૃષ્ણની શારીરિક વૃત્તિઓ સર્વાગીનસ્કૃતિ પામી, આપણે જેની કલ્પના પણ ન કરી શકીએ તેવા સોંદર્યમાં એકરસ થઈ, અતુલનીય બળશાળી બની ચૂકી હતી, એટલું જ નહિ પણ જેની માનસિક વૃત્તિઓ પણ એજ પ્રકારે સર્વાગીન સ્મૃતિ પામી, ત્રણ જગતમાં પ્રકાશ ફેલાવી શકે એવી વિદ્યા-શિક્ષા અને વીર્યયુક્ત બની ચુકી હતી; તેની સાથે જેની પ્રીતિ–દયા વિગેરે વૃત્તિઓ પણ જગતનું હિત સાધવામાં કઈ રીતે પછાત પડી નહોતી. એટલા માટે તેને પિતાને પણ કહેવું પડે છે કે –
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगेयुगे ॥ સારાંશ એજ કે પોતાના બાહુબળથી દુષ્ટોનું દમન કર્યું હતું, બુદ્ધિબળથી ભારતવર્ષને એકતાના સૂત્રવડે બાંધી રાખ્યું હતું, જ્ઞાનબળથી જેણે અપૂર્વ નિષ્કામ ધર્મને પ્રચાર કર્યો હતો તેને હું નમસ્કાર કરું છું. કેવળ પ્રેમમયજ હોવાથી જેણે નિકામપણે સર્વ મનુષ્યોનાં દુષ્કર કાર્યો પણ કરી આપ્યાં હતાં, જેણે બાહુબળથી સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યો હતો, એટલું જ નહિ પણ બીજાને માટે સામ્રાજ્યની સ્થાપના કરવામાં પિતે મુખ્ય આગેવાન હોવા છતાં જેણે સિંહાસન ઉપર વિરાજવાનું યોગ્ય ઘાર્યું નહોતું, જેણે શિશુપાળના સેંકડો અપરાધને ક્ષમા આપી સમાગુણને પ્રચાર કર્યો છે, અને કેવળ દંડ આપવાની ખાતર જેણે દંડ આપવામાં પણ જરાય સંકોચ સેવ્યો નથી, જેણે વેદની પ્રબળતાવાળા જમાનામાં નિડરપણે જાહેર કર્યું હતું કે
વેદમાં ધર્મ નથી, ધર્મ જોઈતો હોય તે લેકહિત કરે” તે પુરુષ ભલે ઈશ્વર હોય કે ન હોય તો પણ હું તેને નમસ્કાર કરું છું. જેનામાં એકી સાથે શાક્યસિંહ, ઈસુખ્રિસ્ત અને રામચન્દ્રના સર્વ ગુણે સ્પષ્ટપણે પ્રકાશી રહ્યા હતા, જે પુરુષ એક કાળે જનસમાજના બળના આધારરૂપ હતા, સમાજના ગુણના આધારરૂપ હતો, જે સર્વ ધર્મોને વેત્તા હતો, એટલું જ નહિ પણ તેની સાથે જે સર્વત્ર પ્રેમમય હતું, તે આદર્શ પુરુષ ભલે ઈશ્વર હોય કે ન હોય; હું તેને નમસ્કાર કરું છું –
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ।
अध्याय ५ मो-अनुशीलन
શિષ્ય –બાકી રહેલી વાત આજે કહે તો સાંભળવાની બહુ ઈચ્છા છે. - ગુર–હજી ખરેખરી વાત તો રહી જ ગઈ છે. અત્યારસુધીમાં આપણે માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે–અનુશીલન
બેજ વાતને વિચાર કર્યો. (૧) મનુષ્યોનું યથાર્થ સુખ મનુષ્યત્વમાં છે, અને (૨) આ મનુષ્યત્વ તે બીજું કંઈ જ નહિ પણ સર્વ વૃત્તિઓની યથાયોગ્ય સ્થતિ, પરિણતિ અને સામંજસ્ય થવા દેવું તેનું જ નામ છે. હવે વૃત્તિઓ કેટલા પ્રકારની છે તે વિષે કંઈક વિચાર કરીએ. - વૃત્તિઓને સાધારણરીતે બે ભાગમાં વહેંચી દઈ શકાય. એક તે શારીરિક વૃત્તિ અને બીજી માનસિક વૃત્તિ. માનસિક વૃત્તિઓમાં કેટલીક વૃત્તિઓ જ્ઞાન મેળવવાનું કાર્ય કરે છે, કેટલીક વૃત્તિઓ શરીર પાસે માત્ર કાર્ય અથવા તો પ્રવૃત્તિજ કરાવે છે, અને કેટલીએક વૃત્તિઓ એમાંનું એકે નહિ કરતાં માત્ર આનંદને જ અનુભવ કરાવે છે. હવે જે વૃત્તિઓ જ્ઞાન ઉપાર્જન કરે છે તેને આપણે જ્ઞાનસંપાદક વૃત્તિઓ કહીશું. જે વૃત્તિઓ માત્ર કાર્યમાં પ્રવૃત્ત કરાવીને જ બેસી રહે છે તેને કાર્યકારિણી વૃત્તિ કહીશું, અને જે વૃત્તિઓ કેવળ આનંદ જ આપે છે તેને આનંદદાયિની અથવા ચિત્તરંજિની વૃત્તિ કહીશું. જ્ઞાન, કર્મ અને આનંદ એ પ્રમાણે આ ત્રિવિધ વૃત્તિઓનું ફળ શું હોઈ શકે એમ જે કોઈ પૂછે તે તેને ઉત્તર માત્ર એટલો જ કે “સચ્ચિદાનંદ” ની પ્રાપ્તિ એજ એ ત્રિવિધ વૃત્તિઓને ઉદ્દેશ અથવા લક્ષ છે. - શિષ્યઃ—આપે જે ત્રણ વિભાગ પાડ્યા તે શું નિર્દોષ છે ? મારા માનવા પ્રમાણે તે સર્વ વૃત્તિઓની પરિતૃપ્તિમાં આનંદ સિવાય બીજું કંઈ હેઈજ શકે નહિ | ગુસ–અલબત્ત એ વાત સત્ય છે, પરંતુ જ્ઞાનસંપાદક વૃત્તિનું મુખ્ય ફળ જ્ઞાનપ્રાપ્તિ હેાય છે, અને ગણું ફળ આનંદ હોય છે. કાર્યકારિણી વૃત્તિનું મુખ્ય ફળ કાર્યમાં પ્રવૃત્તિ કરાવવી તે, અને ગણું ફળ આનંદ હોય છે; પરંતુ કેટલીક વૃત્તિએનું મુખ્ય ફળ પણ આનંદ અને ગણ ફળ પણ આનંદજ હોય છે. પાશ્ચાત્ય પંડિત તેને “એસ્થેટિક ફેકટીઝ” કહે છે.
શિષ્ય –પાશ્ચાત્ય વિદ્વાને તે આ છેટલી વૃત્તિનો પણ “ઈન્ટેલોકમ્યુઅલ” અને ઈમોશનલમાં સમાવેશ કરી દે છે. આપ તે તેને ચિત્તરંજિની વૃત્તિનું નામ આપી જુદી પાડે છે તેનું કેમ?
ગુર– કારણ કે હું અહીં માત્ર પાશ્ચાત્યને જ અનુસરતા નથી, તેમજ તેને અનુસરવાને બંધાયેલે પણ નથી. મને વિશ્વાસ છે કે સત્યને અનુસરવાથી મારે ઉદ્દેશ ફળીભૂત થયા વિના રહેશે નહિ. હવે મૂળ વાત ઉપર આવીએ. મનુષ્યની સઘળી શક્તિઓને ચાર ભાગોમાં વહેંચી નાખીએ તે નીચે પ્રમાણે વિભાગો કરી શકાય:
(૧) શારીરિક વૃત્તિ. (૨) જ્ઞાનસંપાદક વૃત્તિ. (૩) કાર્યકારિણી વૃત્તિ, અને (૪) ચિત્તરંજિની વૃત્તિ.
આ ચારે પ્રકારની વૃત્તિઓનું યથાયોગ્ય ફુરણું પરિણતિ તથા સામંજસ્ય, એનું જ નામ મનુષ્યત્વ; એ વાત હવે પુન: કહેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૦:
ધમતત્વ શિષ્ય –ોધ વિગેરે જે કાર્યકારિણી વૃત્તિઓ અને કામ વિગેરે જે શારીરિક વૃત્તિઓ તેની પણ બરાબર સ્મૃતિ તથા પરિણતિ, મનુષ્યત્વની પ્રાપ્તિ માટે શું જરૂરી છે?
ગુર–ઉકત ચાર પ્રકારની વૃત્તિઓના અનુશીલનસંબંધે મારે એક-બે વાતો કહેવાની છે તે કહી લેવા દે. ત્યારપછી તારી શંકાનું સમાધાન કરીશ.
શિષ્ય–તેની સાથે એક બીજી પણ શંકા છે. આપે જે કાંઈ કહ્યું તેમાં મને નવું જાણવા જેવું કશું લાગતું નથી. વ્યાયામ અથવા કસરતથી શારીરિક વૃત્તિઓને પરિપુષ્ટ કરવી એમ સે કહે છે અને અને તેમ કરે પણ છે. જેઓ સારી સગવડ ધરાવે છે તેઓ પોતાના પુત્રો તથા આશ્રિતોને સારી કેળવણી આપી તેમની જ્ઞાનસંપાદક વૃત્તિઓ ખીલવવાને બની શકે તેટલો પ્રયત્ન પણ કરે છે. આજકાલ જેટલાં વિદ્યાલયો જુઓ છો ત્યાં જ્ઞાનસંપાદક વૃત્તિઓને ખીલવવા સિવાય બીજું કામ જ શું થાય છે? ત્રીજી કાર્યકારિણી વૃત્તિનું જે કે બરાબર અનુશીલન થતું નથી એમ મારે સ્વીકારવું જોઈએ તોપણ તેમ કરવાની પણ આપણી ફરજ છે એમ સૈ કઈ માને છે. ચોથી-ચિત્તરંજિની વૃત્તિનું સ્કરણ ઈચ્છવાયોગ્ય છે એ વાત તે સાહિત્યલલિતકળા અને સૂક્ષ્મ શિલ્પવિઘા ઉપરથી સિદ્ધ થઈ શકે તેમ છે, અને સાહિત્યમાં પણ તેનાં સેંકડો પ્રમાણે મળી આવે છે. એમાં આપે નવી વાત શું કહી ? - ગર–આ સંસારમાં ખરૂં પૂછે તો ભાગ્યે જ કોઈ નવી વાત હશે. ખાસ સ્વર્ગમાં જઈ ત્યાંથી કાઈ નો સંદેશ તારે માટે આ પૃથ્વી ઉપર હું લાવ્યો નથી. વસ્તુતઃ મારી સર્વ વાતે પુરાતની જ છે. મને પિતાને પણ નવી વાતમાં વિશ્વાસ નથી, અને તેમાં પણ હું અત્યારે તે ખાસ કરીને ધર્મની વ્યાખ્યા કરવા બેઠો છું. ધર્મ પરાતન છે તે પછી ધર્મની વાતમાં નવીનતા કેવી રીતે સંભવે ? નૂતન ધર્મ કયાંથી લાવ, એજ હું તે સમજી શકતા નથી.
શિષ્ય:–છતાં આપે વિદ્યા અથવા શિક્ષણને ધર્મના અંગરૂપે માની લીધાં એમાં મને નૂતનતાનો ભાસ થાય છે. | ગુસા–નહિ તે નૂતન સિદ્ધાંત નથી. શિક્ષણને ધમના એક અંશતરીકે હિંદુધર્મમાં મૂળથી જ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. એટલા માટે પ્રત્યેક હિંદુધર્મશાસ્ત્રમાં શિક્ષણ-પદ્ધતિને વિધિ-નિયમથી બરાબર ગુંથી રાખવામાં આવી છે. દાખલા. તરીકે હિન્દુઓને બ્રહ્મચર્યાશ્રમ એ કેવળ વિદ્યા પ્રાપ્ત કરવાની વિધિ નથી તે બીજું શું છે ?કેટલાં વર્ષો સુધી અધ્યયન કરવું, કેવી રીતે અધ્યયન કરવું અને ક્યાં
ક્યા વિષયોનું અધ્યયન કરવું એ સર્વ વિસ્તારપૂર્વક હિંદુધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. બ્રહ્મચર્યની પછી ગૃહસ્થાશ્રમ આવે છે તે પણ શિક્ષણને જ એક વિભાગ છે. બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાનસંપાદક વૃત્તિઓનું યથાયોગ્ય અનુશીલન થઈ રહે છે. ત્યારપછી ગૃહસ્થાશ્રમમાં કાર્યકારિણી વૃત્તિઓનું અનુશીલન કરવાને પ્રસંગ પ્રત્યેકને પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૫ મે–અનુશીલન
થાય છે. આ પ્રમાણે બે પ્રકારની શિક્ષણ પદ્ધતિનો પ્રચાર કરવામાં હિંદુધર્મશાસ્ત્ર જે મહાન ફાળો આપ્યો છે, તે જગતના સાહિત્યમાં અપૂર્વ છે, એમ કહેવાની જરૂર નથી. હું પણ તેજ આર્યઋષિઓનાં ચરણકમળમાં વંદન કરી તેમણે પ્રદર્શિત કરેલી પદ્ધતિને તને કાંઈક ખ્યાલ આપવા માગું છું. તેની સાથે એક વાત લક્ષમાં રાખવી જોઈએ અને તે એજ કે આજથી ત્રણ-ચાર હજાર વર્ષો પૂર્વે ભારતવર્ષને માટે જે વિધિ–નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે જ નિયમે અક્ષરે અક્ષર અત્યારના કાળમાં બંધબેસતા થઈ શકે નહિ; અને હું તે એટલે સુધી કહેવાની હિમ્મત કરું છું કે જે તે ઋષિમહાત્માઓ અત્યારે જીવતા હોત તો તેઓ પણ સ્પષ્ટ રીતે કહી દેત કે –“ના, અમારા તે સમયના નિયમે આ સમયે ચાલી શકે તેમ નથી. જે તે નિયમને અત્યારે પણ અક્ષરે અક્ષર વળગી રહેશે તે અમારા દર્શાવેલા ધર્મનો તમે બે અર્થ કરો છો એમ અમને લાગ્યા વિના રહેશે નહિ.” હિંદુધર્મના બાહ્ય નિયમો અને વિધિઓમાં ગમે તેટલા ફેરફાર થાય તો પણ તેને મર્મ ભાગ તે સર્વદા અમર જ રહેવા યોગ્ય છે. તે મર્મભાગ સદા-સર્વદા જીવંત રહી મનુષ્યોનું હિત સાધવાને સર્વથા સમર્થ છે; કારણ કે તે નિયમનો મૂળ પાયજ માનવ-પ્રકૃતિ ઉપર સ્થપાયેલ છે. કોઈ કોઈ વિધિ દેશ-કાળભેદે રૂપાંતર પામે છે તેથી ગભરાવાનું નથી. જેમ બીજી વસ્તુઓના સંબંધમાં બને છે તેમ નિયમે પણ સમય જતાં ચોકક્સ ફેરફાર પામ્યા વિના રહેતા નથી. હિંદુધર્મમાં પ્રસંગોપાત જે સુધારા-વધારાઓ થતા રહ્યા છે, તેનો એ સંક્ષિપ્ત ઇતિહાસ છે.
શિષ્ય –આપ ઘણું કરીને વિલાયતી પદ્ધતિને અનુસરતા હોય એ મને સદેહ રહે છે, કારણ કે શક્ષિણ એ ધર્મને અંશ છે એ વાત કાસ્ટના સિદ્ધાંત સિવાય બીજે કયાંઈ સાંભળી નથી.
ગુર–હિંદુધર્મના કોઈ એકાદ અંશની સાથે કેટનો સિદ્ધાંત મળતો આવે તેથી શું આપણે આપણે આર્યમત તજી દેવો ? ક્રિશ્ચિયન ધર્મમાં ઈશ્વરની ઉપાસના કરવાનું કહ્યું છે તેથી શું આપણે હિંદુઓએ ઈશ્વરોપાસનાને તિલાંજલિ આપી દેવી જોઈએ ? એક પ્રસંગે “નાઈટીન્થ સેંટ્યુરી ” પત્રમાં હટસ્પેન્સરે કોસ્ટના સિદ્ધાંતેની સામે વાંધો ઉઠાવતાં ઈશ્વર-સંબંધે પિતાના જે વિચારે જણાવ્યા હતા તે ઘણાખરા આપણું વેદાન્તના અદ્વૈતવાદ તથા માયાવાદ સાથે મળતા આવે છે. સ્પિનોઝાના વિચારો સાથે પણ વેદાન્તમતનું સાદશ્ય જોવામાં આવે છે. હવે વેદાન્તની સાથે હર્બટસ્પેન્સર અને સ્પિન ઝાને મત મળતો થયો એટલાજ માટે આપણે આપણું વેદાન્ત તજી દેવું એ ક્યાંને ન્યાય કહેવાય ? મારે પિતાનો અભિપ્રાય જાણવા માગતા હોય, તે હું તો વેદાન્ત મતને ત્યાગ કરવાને બદલે સ્પિનઝા અથવા સ્પેન્સરનેજ યુરોપીયન હિન્દુ તરીકે ગણું લઉં. હિંદુધર્મના રસ્થૂલ અને યુરેપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૩ર.
ધર્મતત્ત્વ
સહેજસાજ સ્પર્શી શકો તે ઉપરથી હિંદુધર્મ કેટલે વ્યાપક તથા એક હેવો જોઈએ, તેને તું કાંઈ વિચાર કરી શકે છે?
શિષ્ય –આપના કહેવા અનુસાર તે એકકે વાત ધર્મની બહાર હોય એમ લાગતું નથી. ધર્મ એજ જે યથાર્થ સુખને એક માત્ર ઉપાય હોય તે સમસ્ત મનુષ્યજીવન ઉપર કેવળ ધર્મનાજ અધિકાર પ્રવર્ત જોઈએ. હિન્દુધર્મનો પણ એજ ઉંડામાં ઉડે આશય છે. અન્ય ધર્મો એટલા બધા ભારપૂર્વક એ વિષયને ઉપદેશ કરી શકતા નથી, એમ પણ હું જોઈ શકું છું; અને એટલા માટે બીજા ધર્મો અપૂર્ણ છે એમ માનવાને કારણો મળી આવે છે. હિન્દુઓની પાસે આ ભવ કે પરભવ, મનુષ્ય કે ઈશ્વર, સમસ્ત જીવ કે સમસ્ત જગત એ સર્વ ધર્મમયજ બની રહે છે. એ સર્વવ્યાપી-સર્વસુખમય અને પવિત્ર ધર્મ બીજે કયો હોઈ શકે ?
अध्याय ६ टो-सामंजस्य
શિષ્ય –વૃત્તિનું અનુશીલન શું એ તો કાંઈક સમજો. હવે કે સ્થળે કમી વૃત્તિને ખીલવવી અને કયે સ્થળે કયી વૃત્તિનું દમન કરવું તે સમજા; અર્થાત વૃત્તિઓનું સામંજસ્ય કેવી રીતે જળવાવું જોઈએ તે વિષે આપના મુખેથી સાંભળવાની ઇચ્છા છે. હું જાણવા માગું છું કે જે શારીરિક વૃત્તિઓ વિગેરેનું આપે વર્ણન કર્યું તે સર્વ વૃત્તિઓ શું એક સરખી રીતે ખીલવી હોય તે મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય ? કામ-ક્રોધ-લોભ આદિ વૃત્તિઓનું જે રીતે અનુશીલન થાય છે, તેજ પ્રકારે શું ભક્તિ-પ્રીતિ–દયા વિગેરેનું પણ અનુશીલન કરવું ? પૂર્વ પુરુષોએ પ્રાચીન ધર્મવેત્તાઓએ કામક્રોધાદિનું દમન કરવાને અને ભક્તિ-પ્રીતિ–દયાને ખીલવવાને ઉપદેશ કર્યો છે, તેનો અર્થ શું ? જે એ બન્ને પ્રકારની વૃત્તિઓનું એકસરખું અનુશીલન થાય તો પછી સામંજસ્ય કયાં રહ્યું ? .
ગુર–ધર્મવેત્તા મહાપુરુષો જે કાંઇ કહી ગયા છે તે જ તેને માટે પૂરતું છે; કારણ કે વિચાર કરવાથી તેનું મહત્ત્વ અને ઉપયોગિતા સમજી શકાય તેમ છે. ભક્તિ-પ્રીતિ વિગેરે શ્રેષ્ઠ વૃત્તિઓ જેની સંપ્રસારણ શક્તિ-અર્થાત વિસ્તાર પામવાની–ખીલવાની શક્તિ ઔ કરતાં અધિક છે તે વૃત્તિઓને અધિક પ્રમાણમાં ખીલવા દેવી, તેને અધિક વિસ્તાર થવા દે એજ એગ્ય છે, અને એમ થાય તોજ વૃત્તિઓનું સામંજસ્ય સચવાઈ રહે છે. મેં સઘળી વૃત્તિઓની કૃર્તિ તથા સામંજસ્ય માટે જે ઉપદેશ કર્યો છે તેનો અર્થ એવો નથી કે પ્રત્યેક વૃત્તિને સ્વછંદતાપૂર્વક આગળ ને આગળજ વધાર્યા કરવી. તું જાણે છે કે બગીચામાં જે જે વૃક્ષો અને રોપાઓ હોય તેને પિતપોતાની શક્તિ પ્રમાણે ખીલવા દઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ ઠે-સામંજસ્ય.
૩૩
તેજ બગીચાની શોભામાં મનોહરતા આવે. એક તાડ અથવા નારીયેળીના વૃક્ષને ખૂબ ઉંચે ચડતું જેમાં ગુલાબ અથવા મહિલાના રેપને પણ તેની પેઠે ઉંચે ને ઉંચે ચડાવતા જઈએ તે બગીચામાં અવ્યવસ્થા કિંવા બેડેળપણું જણાયા વિના રહે નહિ; કારણ કે ત્યાં સામંજસ્યનો નિયમ સચવાતો નથી. મતલબ કે જે વૃક્ષની જેવી સંપ્રસારણ શક્તિ હોય તેટલા પ્રમાણમાં તેને ખીલવા દેવું એજ સુગ્ય માળીનું કર્તવ્ય છે. જે એક વૃક્ષની વૃદ્ધિથી બીજા વૃક્ષને બીલકુલ પોષણ મળી શકતું ન હોય, અથવા બીજા શબ્દોમાં કહું તે આંબલી કિંવા નારીયેળીની વૃદ્ધિથી ગુલાબને પે સુકાઈ જતા હોય તે ત્યાં સામંજસ્યને નિયમ સચવાતો નથી એ આપણે નિશ્ચય કરવો જોઇએ. વૃક્ષોના સંબંધમાં આ નિયમ જેમ ઉપયોગી છે તેવી જ રીતે મનુષ્યોના સંબંધમાં પણ સમજી લેવું. હું કહી ગયો છું કે ભક્તિ, પ્રીતિ તથા દયા વિગેરે વૃત્તિઓ એવા પ્રકારની છે કે તેને ખૂબ વૃદ્ધિ પામવાને આપણે અવકાશ આપજ જોઈએ, અને જો એમ થાય; એટલે કે બીજી વૃત્તિઓ કરતાં તેને અધિક સ્મૃતિ તથા વિસ્તાર મળી શકે તોજ બાકીની સર્વ વૃત્તિઓનું સામંજરય સુરક્ષિત રહે. કેટલીક શારીરિક વૃત્તિઓ એવા પ્રકારની છે કે તેની વિસ્તાર પામવાની શક્તિ મૂળથીજ અધિક હોય છે. હવે જો તે શારીરિક વૃત્તિઓને બને તેટલી છુટથી આગળ વધવા દઈએ તે તેથી બીજી વૃત્તિઓની યોગ્ય સ્કૃતિને ઘણી હાનિ પહેચે એ તદ્દન સંભવિત છે, અને એટલા માટે શારીરિક વૃત્તિઓને સ્વચ્છંદતા પૂર્વક ઉછેરવી એ અયોગ્ય છે. આંબલીના વૃક્ષ પાસે ગુલા બના રોપાઓ વાવ્યા હોય તે ગુલાબનો રસ આંબલી ચૂસી લે એ એક નિયમ છે; પરંતુ એટલા ઉપરથી એમ સમજી લેવાનું નથી કે એવાં વૃક્ષોને બગીચામાંથી છેક ઉચ્છેદજ કરી નાખવો જોઈએ, કારણ કે જીવનમાં અનેકવાર ખટાઈની પણ જરૂર તે પડે છે. તેવી રીતે નિકૃષ્ટ વૃત્તિઓને સર્વથા ઉચ્છેદ કરી નાખવો એ પણ અયોગ્ય છે; કારણ કે જીવનમાં તેની પણ જરૂર પડે છે, પરંતુ એ વિષે બીજે કોઈ પ્રસંગે વિસ્તારથી બેલીશ. આંબલીના વૃક્ષને ઉચ્છેદ તે નજ કરે, પણ બગીચાના એક ખૂણામાં તેને ઉછરવાને અવકાશ આપવો જોઈએ. ત્યાં રહીને પણ તે બહુ જોર કરી ન જાય અને બીજા રોપાઓને નુકશાન ન કરે તેની સાવચેતી રાખવી જોઇએ. તેમજ સમગ્ર ઉદ્યાનમાં એવાં વૃક્ષે બે–ત્રણથી વધુ ન ઉગે તે માટે પણ લક્ષ રાખવું જોઈએકારણ કે એક બગીચામાં આંબલીનાં બે ત્રણ વૃક્ષો બસ લેખાય. તેજ રીતે નિકૃષ્ટ-વૃત્તિઓ દ્વારા સાંસારિક જરૂરિયાત પૂરી પડે તેટલે. જ અંશે તેની ઉપયોગિતા સ્વીકારવી; અને તેને તેટલેજ અંશે ખીલવા દેવી જોઈએ. જરૂર કરતાં વિશેષ શેર કરી જાય એમ બનવા દેવું નહિ, યોગ્ય વૃદ્ધિ અને યોગ્ય સામંજસ્ય એમ જે મેં કહ્યું તે એનું જ નામ.
ધ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
હઝ
ધર્મતત્વ શિષ્ય:–હવે સમજો કે કેટલીક એવી વૃત્તિઓ છે, કે જેનું દમન કરવાથી જ બીજી વૃત્તિઓ યોગ્ય પ્રમાણમાં ખીલી શકે.
ગુજર–પણ જે “દમન” શબ્દનો અર્થ વંસ” એ કરતા હોય તે તે ઠીક નથી. કામને ધ્વંસ કરવાથી તે મનુષ્યજાતિનોજ વંસ થાય. એટલા માટે ગમે તેવી હલકી વૃત્તિનો પણ ધ્વંસ કરે એ ધર્મવિરુદ્ધ છે–અધર્મ છે. આપણું પરમ રમણીય હિંદુધર્મમાં પણ એજ વાત કહેવામાં આવી છે. હિન્દુશાસ્ત્રકારોએ તેને વંસ કરવાને કદાપિ ઉપદેશ કર્યો નથી, એટલું જ નહિ પણ ધર્માર્થે તેની આવસકતા પણ સ્વીકારી છે. હિંદુશાસ્ત્ર પ્રમાણે પુત્રોત્પત્તિ અથવા વંશરક્ષા એ પણ એક ધર્મનું જ અંગ મનાય છે તે પણ એક વાત ભૂલી જવાની નથી અને તે એજ કે ધર્મના પ્રોજન સિવાય ઉક્ત વૃત્તિઓની કૃતિ થવા દેવી એ નિષિદ્ધ વાત છે. હું જે ધર્મવ્યાખ્યા તને આજે સંભળાવવા માગું છું તેમાં પણ મારે એની એજ વાત પુનઃ કહેવાની છે, કારણ કે વંશરક્ષા કિંવા સ્વાસ્થરક્ષા સિવાય એવી નિકૃષ્ટ વૃત્તિને અધિક પ્રમાણમાં ખીલવા દઈએ તે બીજી ઉચ્ચતર વૃત્તિઓની વૃદ્ધિમાં તે આડે આવ્યા વિના રહે નહિ અને તેથી સામંજસ્યને ભંગ થાય. અયોગ્ય અને અનુચિતવૃત્તિઓને નિરોધ કરવો એને જ જો દમન કહેવામાં આવે તો મેં ઉપર કહી તેવી સર્વ વૃત્તિઓનું દમન કરવું એને અનુશીલન કહેવામાં હરકત નથી, એવા અર્થમાં ઈયિનું દમન કરવું એ પરમ ધર્મ છે, એમ કહેવાની જરૂર નથી.
શિષ્ય –વંશરક્ષા અર્થે કામવૃત્તિની સહેજસાજ જરૂર છે, એ વાત ઠીક છે, અને એને માટે એની આવશ્યકતા સ્વીકારવી જોઇએ; પણ તે સિવાય એવી બીજી અનેક નિકૃષ્ટ વૃત્તિઓ છે, તેની સ્મૃતિ માટે આપનું ઉક્ત કથન કેવી રીતે બંધબેસતું થઈ શકે ?
ગર–પ્રત્યેક વૃત્તિને માટે મારે ઉપલો ઉપદેશ લાગુ પડી શકે તેમ છે. તું જ કહે કે એવી કયી વૃત્તિ છે કે જેને માટે ઉક્ત ઉપદેશ બંધબેસતે ન થઈ શકે ?
શિષ્ય:-દાખલાતરીકે ક્રોધ. ક્રોધવૃત્તને જડમૂળથી ઉચ્છેદ કરવામાં આવે છે. તેમાં હું કાંઈ અનિષ્ટ જેત નથી. | ગુ–આત્મરક્ષા અથવા સમાજરક્ષાને માટે ક્રોધ ઘણો ઉપયોગી છે. સજા કરવા અથવા દંડ કરવાનો કાયદો એ વિધિયુક્ત સામાજીક ક્રોધ નથી તે બીજું શું છે ? ક્રોધને ઉચ્છેદ થાય તો તેની સાથે કાયદા-કાનુનનો પણ ઉચ્છેદ થઈ જાય, અને કાયદા-કાનુનને ઉચછેદ થાય તે પછી સમાજને પણ ઉચ્છેદ થતાં વાર લાગે નહિ.
શિષ્ય:–દંડનીતિને હું ક્રોધમૂલક ગણી શકતા નથી. તેને તે દયામૂલકજ ગણવી જોઈએ; કારણ કે દંડનીતિને પ્રચાર કરનાર અથવા તે પ્રમાણે શિક્ષા કરનાર પુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૬ ઠે-સામંજસ્ય
૩૫
જોને ઉદ્દેશ જનસમાજનું કલ્યાણ કરવા સિવાય બીજું કાંઈ સંભવ નથી. સર્વ લોકેાની કલ્યાણ –કામના એજ રાજદંડના પ્રણેતાઓને મુખ્ય સિદ્ધાંત હોય છે. | ગુ –મેં આત્મરક્ષાની વાત તને કહી તે વિષે ગંભીરતાથી વિચાર કરી જે. અનિષ્ટકારી મનુષ્યથી પિતાને બચાવ કરવાની લાગણી તેનું જ નામ ક્રોધ. એ ક્રોધ આપણુમાં હેય તેજ હરામખેરેની સામે આપણે થઈ શકીએ; અને કોઈની સામે થવું એજ આત્મરક્ષાનો પ્રયત્ન, એમ કહેવું અયોગ્ય નથી. તું કદાચ એમ કહેશે કે અનિષ્ટકારીઓથી બચતા રહેવાનો પ્રયત્ન તે આપણે આપણા બુદ્ધિબળથી કરી શકીએ તેમ છીએ તો પછી ક્રોધની શું જરૂર છે ? પરંતુ તેની સાથે આ એક વાત લક્ષમાં રાખવાની છે કે જો કેવળ બુદ્ધિબળથીજ આપણે આપણે બચાવ કરી શકતા હોઈએ તો આપણામાં એટલે બધે આગ્રહ કે વેગ આવી શકે નહિ. દુષ્ટોનું દમન કરવા માટે આપણુમાં જે આગ્રહ, વેમ કે ત્વરા રહેલી છે તે કેવળ ક્રોધને જ આભારી છે. ધીમે ધીમે જ્યારે મનુષ્ય બીજાને પિતાના જેવાજ-અર્થાત આત્મવત જોતાં શીખશે ત્યારે તેજ ક્રોધ આત્મરક્ષા તથા પરરક્ષામાં એકસરખો ઉપયોગી બની રહેશે. બીજાઓનું રક્ષણ કરવા માટે નિયમબદ્ધ જે ક્રોધ તેને દંડનીતિ કહેવામાં આવે છે. શિષ્ય --અસ્તુ. પરંતુ લોભમાં તે મને ધર્મ જેવું કાંઈ લાગતું નથી.
ગુર–જે મનવૃત્તિની અનુચિત સ્તુતિને “ભ” એવું નામ આપવામાં આવ્યું છે તે જ વૃત્તિની ઉચિત કિવા યોગ્ય સ્કુતિને ધર્મસંગત અર્જનસ્પૃહા, ( મેળવવાની ઇચછા) કહી શકાય. આપણી પોતાની જીવનયાત્રા સહીસલામત રીતે ચલાવવાને માટે, તેમજ જેઓની જીવનયાત્રા નિભાવવાને ભાર આપણા ઉપર આવી પડયો છે તેમને માટે જે જે વસ્તુની જરૂર પડે તે તે વસ્તુ પ્રાપ્ત કરવી એ પણ ફરજ છે. આ પ્રમાણે યોગ્ય સીમામાં રહીને જે કાંઈ કમાવું તેને હું દોષપાત્ર લેખતા નથી; પણ એ ઉપરથી માત્ર ધનજ પ્રાપ્ત કરવું જોઈએ એમ હું કહેવા નથી માગતો. ભોગ્ય વસ્તુમાત્રની પ્રાપ્તિ કરવી જોઈએ એવો મારે ઉદ્દેશ છે અને તે ધર્મયુક્ત છે. હવે તેમાં જે યોગ્ય સીમાનું ઉલ્લંઘન થાય તે તે સદ્દવૃત્તિ તુરતજ અશુભવૃત્તિમાં–લેભમાં ફેરવાઈ જાય છે. આ પ્રમાણે જે વૃત્તિનું યોગ્ય સ્કુરણ એક કાળે ધર્મસંગત હતું તેજ વૃત્તિનું અયોગ્ય સ્કરણ મહાપાપરૂપ બની જાય છે. મારે કહેવાનો આશય બરાબર સમજી લે. જેને આપણે નિવૃત્તિ કહીએ છીએ તે સર્વ વૃત્તિઓને તેની ઉચિત હદમાં ખીલવા દેવી તેનું નામ ધર્મ અને તેનું ઉલંઘન થવા દેવું તેનું નામ અધર્મ. આ સર્વ વૃત્તિઓ એવી તેજસ્વી છે કે જે આપણે સાવચેતી ન રાખીએ તો તે આપોઆપ પણ બળવાન થઈ જાય અને આપણા ઉપર અધિકાર જમાવી બેસે. એટલા માટે તેનું યથાયોગ્ય દમન કરવું એજ અનુશીલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૩૬
ધર્મતત્તવ
માર્ગને મૂળ ઉદેશ છે દમન અને ઉચ્છેદ એ બે શબ્દો છેક જૂદા અને ભિન્ન અર્થ વાચક છે એ ભૂલી જઈશ નહિ. મહાદેવે મન્મથને હદથી વધારે બળવાન બનતે જોઈ તેને એક સમયે ઉછેદ કર્યો હતો, પરંતુ લોકહિતાર્થે તેને પાછે જીવિત કર્યા સિવાય ચાલ્યું નહિ. ૪ શ્રીમદ્દ ભગવદ્દગીતામાં કૃષ્ણ જે ઉપદેશ કર્યો છે તેમાં પણ ઈદ્રિચોનો ઉચ્છેદ કરવાનું કયાંય કહ્યું નથી. દમન કરવાનું જ સર્વત્ર પ્રબોધ્યું છે, કેમકે ઈદ્રિયો સંયમમાં રહે તેજ હૃદયની શાંતિનો ભંગ થાય નહિ. દષ્ટાંતરૂપે --
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियश्चरन् ।
आत्मवश्यौर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ શિષ્ય:--અસ્તુ. હવે એ બાબત ઉપર વધુ વખત ગાળવાની જરૂર નથી. હવે અધુના ભક્તિ-પ્રીતિ-દયા વિગેરે એ વૃત્તિઓના અનુશીલન સંબંધે કાંઈક ઉપદેશ કરે.
ગુર–એ વિષય ઉપર મને પણ એટલા બધા વિસ્તારથી બેસવાની ઈચ્છા નહતી, પરંતુ કેટલાએક કારણોને લઈને તેમ કરવું પડ્યું. પ્રથમ તો એ કે તારી શંકાનું નિવારણ કર્યા સિવાય આગળ વધવાનું મને યોગ્ય લાગ્યું નહિ, અને બીજું એ કે આજકાલ યુગધર્મની જે ઘેલછા લેકેમાં દાખલ થવા પામી છે તેના પ્રત્યે મને એ તિરસ્કાર છે કે પ્રસંગે પાત તે વિષે બોલ્યા વિના રહી શક્યો નહિ.
ગની પાછળ ઘેલા જેવા બનેલા કેટલાક માણસોને અભિપ્રાય એ છે કે કેટલીક વૃત્તિઓને સમૂળે ઉચ્છેદ કરી નાખો અને કેટલીક વૃત્તિઓને હદ ઉપરાંત બળવાન બનાવી દેવી. આ અભિપ્રાય બહુ ભૂલભરેલું છે. વૃત્તિઓનું યથાયોગ્ય અનુશીલન ચાય નહિ અને એક વૃત્તિની ખીલવણી બીજી વૃત્તિને વિનરૂપ થાય છે ત્યાં સામંજસ્યનો નિયમ સચવાત નથી અને એથી કરીને ધર્મ પણ અધર્મરૂપે પરિણમે છે. નિકૃષ્ટવૃત્તિ કે ઉત્કૃષ્ટવૃત્તિ એ ઉભયમાંથી એકકે વૃત્તિને છેક ઉછેદ કરી નાખવો એ અધર્મ છે. વિષયી અથવા સ્વાથી માણસને આપણે અધમી કહીએ છીએ, તે શા માટે? કારણ કે તેની તે નિકૃષ્ટવૃત્તિઓ ઉચ્ચવૃત્તિઓને આડે આવી એ ઉચ્ચત્તિઓને જોઈએ તેટલા પ્રમાણમાં ખીલવા દેતી નથી. તેજ પ્રમાણે એક પેગી પણ અધાર્મિક છે, કારણ કે તે બીજી બધી વૃત્તિઓ તરફ ઉપેક્ષા કરી પોતાની ઉચ્ચત્તિઓને જ હદથી અધિક પ્રમાણમાં કેળવ્યા કરે છે. અલબત્ત એટલું છે કે ઉચ્ચ અને નીચે
મન્મથનો ઉચ્છેદ થવા છતાં મનુષ્યો તિથી પોતાનો બચાવ કરી શક્યા નહિ; એટલા માટે મન્મથને પુનઃ સજીવન કરે પશે. આ ઉપરથી એટલું સમજવાનું છે કે વૃત્તિઓને ઉચ્છેદ જેમ ઇષ્ટ નથી તેજ પ્રમાણે વૃત્તિઓને બહેકાવી દેવી એ પણ ઇચ્છવાયોગ્ય નથી. પિરાણિક કથાઓનો આ રીતે અર્થ કરવામાં આવે તેજ તે સાર્થક થાય. એક-બે પૈરાણિક વાર્તાઓનો અર્થ આજ નિબંધમાં હવે પછી અમે આપીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મા–સામજસ્ય અને સુખ
૩૭
વૃત્તિના ભેદને લઇને વાચી' તથા વિષયી માણસને હલકી કાટીના અધાર્મિક અને યાગી તથા કંઠાર તપસ્વીને ઉચ્ચ કાઢીનેા અધાર્મિક કહીએ તેા કાંઇ ખાટુ નથી. અધાર્મિક તા અન્ધેય છે. જો મને ખરે પૂછે તે હુ'તા એટલે સુધી કહું છું કે વસ્તુતઃ એક વૃત્તિ નિકૃષ્ટ કે અનિષ્ટકર નથી. આપણા પેાતાના દોષને લઇને કોઈ વૃત્તિ અતિશકર થાય તેા તેમાં એ વૃત્તિને શામાટે નિવી નિકૃષ્ટ જેવી કાષ્ઠ વસ્તુજ પરમાત્માએ આપણને આપી નથી. તેની પાસે નિકૃષ્ટ કે ઉત્કૃષ્ટ એવા કા ભેદજ નથી. તેણે જે જે કાંઇ કર્યું છે તે કેવળ અમુક ઉપયોગ પૂરતુંજ કર્યુ છે, અને સુિધી અમુક વસ્તુ ઉપયેાગી હાય ત્યાંસુધી તે ઉત્કૃષ્ટજ રહે છે. ખરૂં છે કે જગમાં કેટલુંક અમગળ જેવું પણ છે; પરંતુ એ અમગળ મગળની સાથે એવા તા ગાઢ સબંધથી જોડાયલું છે કે તેને મંગળના એક વિશેષ લેખીએ તે તે કાષ્ટ રીતે અયેાગ્ય નથી. આપણી સર્વ વૃત્તિ મંગળમયજ છે. જ્યારે તેનાથી કાંઇ અમ'ગળ થઇ જાય ત્યારે સમજવું કે તે આપણા પેાતાના દુરુપયેાગ અથવા દોષનું જ પરિણામ છે. જગતસબંધી શાંત રીતે તું વિચારેય કરશે તે તને જણાશે કે આપણું મંગળ કરવા સિવાય જગતરચનાના ખીજો ઉદ્દેશજ નથી. નિખિલ વિશ્વના સર્વ શા મનુષ્યેાની વૃત્તિને કેવળ અનુકૂળતાજ આપી રહ્યા છે. એટલાજ માટે યુગેાના યુગા વીતવાની સાથે મનુષ્યજાતિની એકદરે ઉન્નતિજ થતી રહી છે-એકંદરે અવનતિ ા થઈજ નથી; કારણ કે ધર્મ` સિવાય ઉન્નતિનું બીજું એકકે કારણ નથી, જે નાસ્તિક વૈજ્ઞાનિકધનુ ઉપહાસ્ય કરી વિજ્ઞાનનેજ જગત્ની ઉન્નતિના કારણરૂપ માને છે તે બિચારા એટલું સમજી શકતા નથી કે તેનું વિજ્ઞાન એ પણ ધનાજ એક અંશ—ભાગ છે, અને પેાતેજ તે અશને ધર્માંચાય છે. તે વૈજ્ઞાનિક જ્યારે “ લાવ નેા માહમા ગાય છે, અને આપણે જ્યારે પ્રભુના નામનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે સ માત્ર એકજ ક્રિયા કરીએ છીએ-એકજ પ્રાર્થના કરીએ છીએ. બન્નેની વાણી કેવળ વિશ્વેશ્વરનું જ કીર્તન કરે છે. મનુષ્યા ધર્મની પાછળ આવાં ઉપહાસ્યા તથા કલેશકકાસા શામાટે કરતાં હશે તેનું કારણુજ હું સમજી શકતા નથી.
अध्याय ७ मो - सामंजस्य अने सुख
ગુરુઃ—નિકૃષ્ટ વૃત્તિએ સંબધી વાત રહેવા દઈ હવે ઉત્કૃષ્ટ વૃત્તિઓના સબધમાં જે કાંઇ કહું તે લક્ષપૂર્વક સાંભળ,
શિષ્યઃઆપ કહી ગયા છે કે ભક્તિ વિગેરે કેટલીક કાર્યકારિણી વૃત્તિઓ ખૂબ આગળ વધી શકે તેવી છે, અને તેથી તેને વિસ્તાર પામવા છએ તેાજ સ વૃત્તિઓનું સામજસ્ય જળવાઇ રહે. એથી ઉલટી રીતે કામાદિ વૃત્તિ એવી છે કે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ધમતવ
તેને જે વિસ્તાર પામતી અટકાવવામાં ન આવે તે સામંજસ્યને ભાગ થયા વિના રહે નહિ. બન્ને પ્રકારની વૃત્તિઓ વિસ્તાર પામવાની શક્તિ ધરાવે છે એ વાત તે આપ પણ કબુલ કરી ગયા છે. જે ઉભયવિધ વૃત્તિમાં વિસ્તાર પામવાની એકસરખી શક્તિ રહેલી છે તે પછી ભક્તિ વિગેરેને આગળ વધવા દેવી અને કામાદિ વૃત્તિને અમુક સીમાથી આગળ વધવા ન દેવી તેનું શું કારણ? આપ કહી ગયા છો કે જે કામાદિ વૃત્તિ બળવાન બની જાય તે ભક્તિ–પ્રીતિ અને દયાદિ વૃત્તિઓ બરાબર ખીલી શકે નહિ; પરંતુ ભક્તિ-પ્રીતિ આદિ વૃત્તિ જે બળવાન થઈ જાય તે કામ-ક્રોધાદિની ઉત્તમ રીતે ખીલવણી થઈ શકે નહિ, અને તેથી સામંજસ્યનો ભંગ થાય, તેમ કાઈ કહે છે તેનું સમાધાન આપ કેવી રીતે કરો ?
ગુર–શારીરિક વૃત્તિઓ કે જેને પાશવવૃત્તિ કહેવામાં આવે છે, અર્થાત જે વૃત્તિ પશુઓમાં પણ છે, અને આપણામાં પણ છે તે વૃતિ આપણું જીવનની રક્ષાને માટે અથવા તે વંશની રક્ષાને માટે જરૂરની છે, એમ આગળ કહી ગયો છું. પરંતુ આ પાશવકૃત્તિ પિતાની મેળેજ રપુરી શકે એવી હોવાથી તેને ખીલવવાને માટે અનુ. શીલનની કે પ્રયત્નની જરૂર રહેતી નથી. દાખલા તરીકે સુધા અને તૃષા માટે આપણે કાંઈ ખાસ પ્રયત્ન કરે પડતો નથી, તેમજ ઉંઘવાની શક્તિ પ્રાપ્ત કરવાને પણ કોઈ ખાસ પ્રકારની પ્રવૃત્તિ કયાંય જોવામાં આવતી નથી. અહીં એક વાત બહુજ લક્ષમાં રાખવાની છે. સ્વતપુર્ત વૃત્તિ અને સહજ વૃત્તિ એ બે છેક ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. જે વૃત્તિ જન્મની સાથેજ આપણુમાં ઉતરી આવી છે તેને “સહજ” કહી શકાય, અને સર્વ વૃત્તિ “સહજ”-દેહની સાથે જ ઉત્પન્ન થયેલી છે, પરંતુ સર્વ વૃત્તિને સ્વતઃસ્કુર્ત (પિતાની મેળે જ છુરવાવાળી) કહી શકાય નહિ. જે સ્વતઃસ્મૃર્તિવાળી વૃત્તિ છે તેને બીજી વૃત્તિનું અનુશીલન કશી હરકત કરી શકતું નથી.
શિષ્ય-કાંઈ સમજાયું નહિ. જે વૃત્તિ સ્વતઃસ્કૃત નથી તે બીજી વૃત્તિના અનુશીલનથી શામાટે લુપ્ત થાય ?
ગુર–અનુશીલનને માટે ત્રણ વસ્તુ જરૂરની છે. (૧) સમય (૨) શક્તિ-અને (૩) અનુશીલનનું ઉપાદાન–અર્થાત જે વડે વૃત્તિનું અનુશીલન થાય છે. અત્યારના કાળમાં આપણી શક્તિ અને સમય અત્યંત પરિમિત છે. મનુષ્યજીવન અમુક વર્ષ કરતાં વધારે લંબાઈ શકતું નથી. ભરણ-પોષણ અર્થે વખતનો જે ભોગ આપવો પડે છે, તેના હિસાબે વૃત્તિઓને ખીલવવાનો સમય આપણને બહુજ અલ્પ મળે છે, એ વાત નિર્વિવાદિત છે. હવે જે આ અવકાશના સમયને કઇ પણ રીતે સદુપયોગ ન થાય તે વૃત્તિઓના અનુશીલનને માટે બીજે સમય મળી શકે નહિ. સમયનો દુરુપયોગ ન થાય તેટલા માટે એવો નિયમ કરવો જોઈએ કે “જે વૃત્તિને માટે અનુશીલનની જરૂર નથી–અર્થાત જે સ્વતઃકુર્ત છે તેના અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
32
શીલનને માટે હું વધારે વખત આપીશ નહિ; અને જે વૃત્તિને અનુશીલનની જરૂર છે, અર્થાત પ્રયત્ન કરવાથી જ જે વૃત્તિ ખીલી શકે તેમ છે તેની પાછળ જ હું બાકીના સમયને ઉપયોગ કરીશ.” એ નિયમ જે ન કરવામાં આવે અને સ્વતઃકુર્ત વૃત્તિના નિરર્થક અનુશીલન પાછળજ સઘળે સમય વિતાવી દેવામાં આવે તે સમયના સંકેચને લઈને અન્ય વૃત્તિઓનું આવશ્યક તથા યેય અનુશીલન ન થાય એ તદ્દન સ્વાભાવિક છે; અને એમ થાય તો બાકીની વૃત્તિઓ અપકવ અવસ્થામાં જ પડી રહે એમ કહેવાની જરૂર નથી. સમયના સંબંધમાં જેમ ઉપલી વાત સત્ય ઠરે છે તેવી જ રીતે શક્તિના સંબંધમાં પણ એજ વાત લાગુ પાડી શકાય. આપણામાં કાર્ય કરવાની જે શકિત રહેલી છે તે મોટે ભાગે પરિમિત છે, અને આજીવિકા ચલાવવા માટે તેને ઘણો ખરો ભેગ આપવા પડે છે. આથી કરીને સ્વતઃસ્ફર્ત વૃત્તિએને કેળવવા માટે જે શક્તિ ખર્ચવી જોઈએ તે આપણાથી બચી શકાતી નથી. તેમાં પણ પાશવૃત્તિઓને અધિક પિષણ આપવાથી શક્તિને ઘણો ક્ષય થાય છે એ વાત પણ લક્ષમાં રાખવી જોઈએ. ત્રીજી વાત એ પણ સમજવાયોગ્ય છે કે સ્વતઃકુર્ત પાશવકૃત્તિના અનુશીલનના ઉપાદાનમાં ૪ અને માનસિક વૃત્તિના અનુશીલનના ઉપાદાનમાં પરસ્પર ભારે વિરોધ રહ્યા કરે છે. વધારે સ્પષ્ટ રીતે કહે છે જ્યાં પાશવવૃત્તિ બળવાન હોય ત્યાં માનસિક વૃત્તિ સંપૂર્ણ બળથી ખીલી શકતી નથી. જે મનુષ્ય વેશ્યાઓના મંડળમાં રાતદિવસ વસતો હોય તેના હૃદયમાં ઈશ્વરસંબંધી વિચારો આવવા પ્રાયઃ અસંભવિત જ છે. કેઈ ભયંકર ગુસ્સાવાળા લશ્કરી માણસ પાસે જેમ દીન ભિક્ષક જતાં થરથરે છે તેમ વિલાસની પાસે જતાં વિશદ્ધિ પણ કમકમે છે ! ટુંકામાં કહેવાનો આશય એટલેજ છે કે પાશવવૃત્તિઓ શરીરની રક્ષાને માટે અથવા જતિની રક્ષાને માટે ઉપયોગી છે તેને લઈને હો, કે વંશપરંપરાથી તેની ખીલવણી થતી આવે છે તેને લઈને હો કે પછી આહાર, વિહાર, રીતરીવાજના દોષોને લીધે માણસો નબળા બનતા ચાલીને પાશવવૃત્તિઓના દુરુપયોગને રેકી શકતા નથી તેને લઇને હોગમે તેમ હો પણ એ વૃત્તિઓ એટલી બધી બળવાન હોય છે કે તેની ખીલવણી કરતી વખતે સમસ્ત હૃદય ઉપર તેની સત્તા વર્તવા લાગે છે, અને બીજી કોઈ વૃત્તિને ખીલવાને અવકાશ મળતો નથી. - હવે જે વૃત્તિઓ સ્વતઃફત નથી તેને મેળવવાને માટે આપણે આપણા અવકાશના અવસરને ઉપયોગ કરીએ અથવા આજીવિકાના નિહર્તામાંથી બાકી રહે તેટલી શક્તિને ઉપયોગ કરીએ તે તેથી સ્વતઃ સ્કુર્ત વૃત્તિને કોઈ પણ પ્રકારનું
x ઉપાદાન એટલે વસ્તુની ઉત્પત્તિમાં અનિવાર્ય સાધન. જેમકે માટી વિના ઘડે થઈ જ શકે નહિ. માટે માટી એ ઘડાનું ઉપાદાન કારણ કહેવાય, ઉપાદાનને અંગ્રેજીમાં “મટિરીયલ કોઝ” કહેવામાં આવે છે.
અનુવાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
વિન થતું નથી, કારણ કે તે વૃત્તિઓ પોતે જ સ્વતઃકુર્ત હોય છે, તેની ખીલવ
ને માટે કોઈને કશે પ્રયત્ન કરવો પડતો નથી, એ વાત હું તને આગળ કહી ગયો છું. નિઃસંશય, એટલું થાય કે જેમ જેમ માનસિક વૃત્તિઓ કેળવાય તેમ તેમ પાશવવૃત્તિઓ દબાતી જાય, અર્થાત બન્નેનાં ઉપાદાને ભિન્ન ભિન્ન હોવાથી પાશવવૃત્તિઓનું દમન થાય એ સ્વાભાવિક છે; પરંતુ વૃત્તિઓનું યથાયોગ્ય દમન એજ વસ્તુતઃ વૃત્તિઓનું યથાર્થ અનુશીલન છે.
શિષ્ય પરંતુ, યેગીઓ અન્ય વૃત્તિઓને ખૂબ કેળવીને અથવા તે બીજા કોઈ ઉપાયથી પાશવૃત્તિનો છેક ધ્વંસ કરી નાખે છે તે યોગ્ય કહેવાય કે નહિ ?
ગુર–પ્રયત્ન કરવાથી કામાદિ વૃત્તિને ઉચ્છેદ ન થાય એવું કશું જ નથી; પરંતુ તે વ્યવસ્થા અમારા અનુશીલન ધર્મમાં નથી. સંન્યાસ ધર્મને માટે જ તેને રહેવા દે, કારણ કે સંન્યાસ એ નિવૃત્તિનો માર્ગ છે, અને અનુશીલન એ પ્રવૃત્તિને
માર્ગ છે. '
શિષ્ય–અસ્તુ. આ૫ના સામંજસ્યતવને સામાન્ય નિયમ સમજાય તેવો છે. અર્થાત જે સ્વતઃ વૃત્તિ છે તેને બહુ વધવા ન દેવી અને જે વૃત્તિ સ્વતઃસ્કૃત નથી તેને ખીલવવાનો પ્રયત્ન કરે એ વાત તે બરાબર સમજાઈ, પરંતુ તેમાં એક શંકા છે. પ્રતિભા–જેને અંગ્રેજીમાં “ જીનીયસ” કહેવામાં આવે છે તે શું સ્વતઃસ્કુર્ત નથી? પ્રતિભા એ કઈ એક ખાસ પ્રકારની વૃત્તિ નથી એ વાત મારા જાણવામાં છે, પરંતુ ધારો કે કોઈ માનસિકવૃત્તિ એવી હોય કે જે પોતાની મેળે બળ કરી આગળ વધવા માગતી હોય તો શું તેને વધવા ન દેવી ? હું માનું છું કે એવી વૃત્તિને દબાવવી તેના કરતાં આત્મહત્યા કરવી એજ વધારે યોગ્ય છે.
ગુ —તારું કહેવું બરાબર છે. શિષ્ય –જે ઉક્ત કથન યથાર્થ હોય તે હવે પ્રશ્ન એ છે કે અમુક વૃત્તિને વધવા દેવી અને અમુકને ન વધવા દેવી એનો નિર્ણય કેવી રીતે કરે ? અમુક વસ્તુ પીત્તળની છે કે સુવર્ણની છે એને નિર્ણય કરવા માટે કઈ કસોટી તે જોઈએને ? આપની પાસે એ કોઈ કસોટીને પથ્થર છે ?
ગુર–હું કહી ગયો છું કે સુખને ઉપાય ધર્મ છે, અને મનુષ્યત્વની પ્રાપ્તિ એજ સુખ છે. એટલા માટે સુખ એજ આપણું કટી.
શિષ્યઃબહુ ભયંકર વાત ! હું એમ કહું કે ઇન્દ્રિયની પરિતૃપ્તિ એજ ખરું સુખ છે, તે આપ તેની સામે કેવી રીતે વાંધો લઈ શકશો ?
ગુર–નહિ. હવે તારાથી એમ કહી શકાય નહિ; કારણ કે સુખ એટલે શું એ વિષય હું તને અગાઉ સમજાવી ગયો છું. આપણું સમસ્ત વૃત્તિઓનું સ્મૃર્તિ, સમસ્ત વૃત્તિઓનું પરસ્પર સામંજસ્ય અને તેમની યથાયોગ્ય પરિતૃપ્તિ એજ યથાર્થ સુખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે–સામંજસ્ય અને સુખ
૪૧
શિષ્ય –ત્યારે એ વિષય મારાથી બરાબર સમજાય નથી. સમસ્ત વૃત્તિઓની એકી સાથે સ્કૃતિ અને પરિતૃપ્તિ થવા દેવી તેમાં યથાર્થ સુખ હશે કે પ્રત્યેક ભિન્ન ભિન્ન વૃત્તિની સ્તુતિ તથા પરિતૃપ્તિ થવા દેવી તેમાં યથાર્થ સુખ હશે ?
ગુરુ – સમસ્ત વૃત્તિઓની એકીસાથે યથાયોગ્ય સ્મૃતિ થવા દેવી તેજ યથાર્થ સુખ. ભિન્ન ભિન્ન વૃત્તિની સ્મૃતિ તથા પરિતૃપ્તિ એ તે સુખને આભાસ અથવા અંશમાત્ર છે.
શિષ્ય–ત્યારે કોટી કેવી રીતે કરવી? સુખનો અંશમાત્ર પ્રાપ્ત થતા હોય તે વૃત્તિને ખીલવા દેવી કે એકીસાથે સમસ્ત વૃત્તિઓને ખીલવા દેવી ?
ગુસ-સમસ્ત વૃત્તિઓને એકીસાથે ખીલવા દેવી અને તેથી જે સુખ પ્રાપ્ત થાય તેને જ યથાર્થ સુખ લેખવું.
શિષ્યઃ—એ વાત બરાબર સમજાતી નથી. ધારો કે હું ચિત્રવિદ્યામાં કુશળ છું. કેટલીક માનસિકવૃત્તિઓ સારી રીતે કેળવાય ત્યારે જ એવી વિદ્યાઓમાં કુશળ થવાય છે, એમ કહેવાની જરૂર નથી. અહીં સ્વાભાવિકરીતે જ એવો પ્રશ્ન ઉઠે છે કે મારે મારી ચિત્રવિદ્યાસંબંધી વૃત્તિઓની ખીલવણીમાં તલ્લીનતાપૂર્વક લાગ્યા રહેવું કે નહિ ? આપ તેના ઉત્તરમાં એક જ વાત કહેશે કે “સમસ્ત વૃત્તિઓની યથાયોગ્ય સ્મૃત્તિ એકીસાથે થઈ શકે અને કોઈપણ એક વૃત્તિને બીજી વૃત્તિ હાનિ ન કરે એ પ્રમાણે તમારે તમારી વૃત્તિને ખીલવવી.” અર્થાત હું એક ચિત્ર આંકવાને માટે હાથથાં પછી પકડું તે પહેલાં મારે આટલી વાત ઉપર વિચાર કરી લે જોઈએ કે “આ ચિત્ર તે હું અંકુ છું, પરંતુ એથી મારી શારીરિક શકિતઓને કાંઈ વિદન નડશે કે નહિ? મારી આંખ અને કાનની શકિતને કાંઈ સહન કરવું પડશે કે નહિ ? ઈશ્વર પ્રત્યેની મારી ભકિત તથા મનુષ્યો પ્રત્યેની મારી પ્રીતિમાં કઈ અડચણ આવશે કે નહિ ? દીનદ્રરિકો પ્રત્યેની મારી દયામાં, સત્ય પ્રત્યેના અનુરાગમાં પુત્રો પ્રત્યેના નેહમાં, શત્રુ પ્રત્યેના ક્રોધમાં, કિંવા કાવ્યસંબંધી મારી કલ્પનામાં અને સાહિત્ય સંબંધી મારી સમાલોચનામાં કાંઈ વિન આવશે કે નહિ ? એક સામાન્ય વૃત્તિને કેળવતાં પહેલાં આટલી બધી બાબત ઉપર વિચાર કરી લેવો એ શું બનવાગ્ય છે ?
ગુર–અલબત્ત એ કામ કઠિન છે, પરંતુ એટલું ચોકકસ સમજી રાખજે કે ધર્માચરણ એ કાંઈ નાનાં છોકરાની રમત નથી. ધર્માચરણ અત્યંત કઠિન વ્યાપાર છે. જગતમાં યથાર્થ ધાર્મિક પુરુષોને બહુધા અભાવ રહ્યા કરે છે તેનું પણ એજ કારણ છે. ઘમ એજ સુખનો એકમાત્ર ઉપાય છે, પરંતુ બેઠાં બેઠાં કેઈ કાળે સુખ મળી જતું નથી. સુખને પ્રાપ્ત કરવાને માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કઠિન તે છે, પરંતુ અસાધ્ય તો નથી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
---
-
-
-
શિષ્યઃ–પરંતુ મારા ધારવા પ્રમાણે ધર્મ સમસ્ત જનસમાજને ઉપયોગી થઈ શકે એ હેય તેજ તે ઉચિત લેખાય.
ગુર--મારાથી કે તારાથી ધર્મ ઉત્પન્ન કરી શકાતે હેત તે આપણે જનસમાજને ઉપયોગી બની શકે એવી રીતને ધર્મ તૈયાર કરી આપત–લાનો
ડરમળત તે પ્રમાણે ધર્મને તૈયાર કરી મેલી આપી શકત; પરંતુ ધર્મ એ વસ્તુ કંઇ એવી નથી કે આપણું ઈછામાં આવે તે પ્રમાણે તેને બદલી નાખી શકીએ. ધર્મ તો ઈશ્વરી નિયમને આધીન છે. ધર્મના પ્રણેતાઓએ જે રીતે તેનું બંધારણ કર્યું છે તે જ રીતે આપણે તેને સમજવો જોઈએ. છતાં ધર્મ જનસમાજને માટે નિરુપયોગી કિંવા અનુપયોગી છે એમ તે કહી શકાય નહિ. પ્રયત્ન કરવાથી અનુશીલનદ્વારા સર્વે કોઈ ધર્મને માટે અધિકારી થઈ શકે છે. એક વખતે સમસ્ત મનુષ્યજાતિ ધર્મને માટે યોગ્ય બની શકશે, એમ પણ હું દૃઢ વિશ્વાસપૂર્વક કહી શકું છું. જ્યાં સુધી તમે પરમ ધામિક બની શકે નહિ ત્યાં સુધી તમારે તમારા આદર્શનું અનુકરણ કરવામાં કઈ જાતને પ્રમાદ કરે ઘટે નહિ. આદર્શ સંબંધે મેં જે કાંઈ કહ્યું છે તે એકવાર પુનઃ યાદ કરી લે. આદર્શ પુરુષો કેવા હોય તેનું બરાબર સ્મરણ કરી શકશે તો તારી શંકાનું સમાધાન તું પોતેજ કરી શકશે. - શિષ્ય --પરંતુ જે હું એમ કહું કે મને તમારા એ તત્ત્વજ્ઞાનવાળા કે દુપ્રાપ્ય સુખની જરૂર નથી; મને તે ઇન્દ્રિયની પરિતૃપ્તિનું સુખ મળે એજ ઈચ્છા છે તે આપ શું કહેશે? | ગુડ–બીજું શું કહું ? માત્ર એટલુંજ કહીશ કે તેં જે સુખ કહ્યું તે સુખ પ્રાપ્ત કરવાને માટે ધર્મની જરૂર નથી, અધર્મ એજ એક માત્ર એવા–ઇકિયસુખને ઉપાય છે.
શિષ્ય:–ઈદ્રિયોની પરિતૃપ્તિમાં શું સુખ નથી ? ત્યાં પણ ઈ દિયવૃત્તિનું રણ તથા સાર્થકય તો છેજ. તે પછી ઈદ્રિયના વિષયોને નિર્બળ કરી નાખી દયાપ્રીતિ–ભકિત આદિ વૃત્તિઓને વિશેષ બળવાન શામાટે બનાવવી તેનું કારણ સમજાતું નથી. ઈદ્રિયના વિષયોને વધારે પ્રમાણમાં પિષણ આપીએ તે દયા-દાક્ષિણ્ય આદિ વૃત્તિઓને વંસ થઈ જાય એ ભય રહે છે, એમ આપે અગાઉ કહ્યું છે. હું તેના ઉત્તરમાં કહું છું કે વંસ થતો હોય તો ભલે થાય, મારે ઈયિસુખેથી શામાટે દૂર રહેવું ? | ગુજ–તારી એ કલ્પના બહુ ભૂલભરેલી છે. તો પણ હું તેને ઉત્તર આપવા યત્ન કરીશ. તને ઈન્દ્રિય-વિષયની પરિતૃપ્તિમાં સુખ લાગતું હોય તે ભલે. હું ઇન્દ્રિય-વિષય ભેગવવાની સંપૂર્ણ છૂટ આપું છું, એટલું જ નહિ પણ એક દસ્તાવેજ સુદ્ધાં લખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મા–સામંજસ્ય અને સુખ
૪૩
આપુ છુ કે તને ક્રાઇ તારા વિષયસુખમાં કાઇપણ પ્રકારતી હરકત કરશે નહિ—તારી નિંદા પણુ કાઇ કરશે નહિ. છતાં કાઇ હરકત કરે કે નિંદા કરે તે તેને માટે હું તને નુકશાની આપવાને પણ તૈયાર રહીશ. મારા દસ્તાવેજના બદલામાં તારે પશુ એક દસ્તાવેજ લખી આપવા પડશે, અને તેમાં તારે લખી આપવું પડશે કે “ હવે આમાં કાંઇ સુખ લાગતું નથી, એમ કહીને હું વિષયભાગાથી કાઇ કાળે કંટાળાશ નહિ, વિષયેાની પરિતૃપ્તિ અર્થે" મારે ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે તેટલાં કટા ખમવાં પડે, ગમે તેટલા રોગના હુમલાઓ સહન કરવા પડે, ગમે તેટલા આયુબ્યના ક્ષય થાય તાપણુ વિષયભાગાની નિંદા કરી નાસી છુટવાનેા સકલ્પ કદી પણુ નહિ કરેં. ” રૃમ. આવે દસ્તાવેજ લખી આપવાને તું તૈયાર છે?
શિષ્યઃ—મહેરબાની આપની. હું એવા દસ્તાવેજથી બધાવા રાજી નથી; પરંતુ હું જાણુવા માગું છું કે જેમણે સમસ્ત જીવન ઈંદ્રિયાના વિષયે। ભાગવવા પાછળજ ગુમાવી દીધું હેાય એવા મનુષ્યા પશુ શુ આ સંસારમાં નહિ હાય ? હું ધારૂં છું કે એવા મનુષ્યા એક-એજ નહિ પણ સંખ્યાબંધ મળી આવે તેમ છે.
ગુરુઃ—એવા મનુષ્યા સંસારમાં અનેક હશે એમ આપણને માની લેવામાં કશા ખાધ નથી; પરંતુ આપણે કેવળ બહારનીજ ખબર રાખીએ છીએ, તેમના અંતઃકરણમાં શું શું થતું હશે તેની કલ્પના કાણુ કરી શકે તેમ છે ? વસ્તુતઃ જો વિષયી મનુષ્યેાના અંતઃકરણમાં ઉતરીને આપણે તપાસ કરીએ તે આપણને સ્પષ્ટ રીતે જણાઈ આવે કે તે ઈન્દ્રિયપરાયણ લેાકેા ઈન્ડિયાની પિસિ અથે જે પ્રબળ પ્રયત્ન કરે છે તેના પ્રમાણમાં તેએ પદ્ધિતિનું સુખ લેશ પણ અનુભવી શકતા નથી. વિષયાથી જો તૃપ્ત થાય તેા પછી તેના ઉપર કંટાળા પશુ આવવાજ જોઇએ; પરંતુ વાસનાઓની સંપૂર્ણ પરિતૃપ્તિ થતીજ નથી, અને તેટલાજ માટે તે ઇંદ્રિયપરાયણુ મનુષ્યાનેા પ્રશ્નળ યત્ન સતત ચાલુ રહ્યા કરે છે. તેમના અંતઃકરણમાં રાતદિવસ અશાંતિને અગ્નિ સળગતા હાય છે. એ અગ્નિ શાંત કરવાને તે બિચારા શાંતિરૂપી પાણીની તપાસમાં ચેતરફ રખડી મરીને અશાંતિમાં ઉલટા વધારેાજ કરે છે; પણ એ વાત તેમને કાણુ સમજાવે ?
શિષ્ય:——છતાં એવા પણ અનેક મનુષ્યા જોવામાં આવે છે કે જે રાતદિવસ ઇંદ્રિયના વિષયામાં રચ્યા પચ્યા રહે છે તાપણુ તેનાથી તેમને કંટાળા આવતા નથી. દાખલાતરાઅે દારૂડીયાનેજ હ્યા. કેટલાક દારૂડીયા માણસામે એવા જોયા છે કે તેઓ આખા દિવસ દારૂ પીત્રા કરે છે, અને ઘેનમાં તે ધેનમાંજ વખત પસાર કરે છે, છતાં તેઓ દારૂથી કંટાળી ગયા હાય એમ કાઈ દિવસ જણાતું નથી. પરિતૃપ્તિના અંતે કંટાળા આવતા હાયા પછી શામાટે તેઓ દારૂ તજી દેતા નથી—શામાટે દારૂ તજી દેવાની ઇચ્છા પણ કરતા નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૪
મિતત્વ
ગુરુ –“શામાટે તજી દેતા નથી ” એનો અર્થ સમજી લે. “તજી દેતા નથી. તેનું કારણ માત્ર એક જ છે અને તે એજ કે તજી શકતા નથી, કારણ કે વખત જતાં દારૂ પીવાની લાલસા એક વ્યાધિ સમાન બની જાય છે. ડોકટરે તેને ડિસેમેમીઆ' કહે છે. તેને માટે દવા અને ચિકિત્સા છે. રેગીની એકલી ઇચ્છા માત્રથી તે રોગ દૂર થઈ જતો નથી. રેગીને રોગ દૂર કરવા એ વૈદ્યના હાથમાં છે. દવા નિષ્ફળ જાય તે રોગનું અનિવાર્ય પરિણામ રેગીને સહન કર્યા વિના ચાલે નહિ–અર્થાત મૃત્યુદેવ પોતે આવીને રેગીને ઉદ્ધાર કરે. દારૂડી માણસ દારૂ છોડી દેવા માગતા નથી, એમ આપણાથી કહી શકાય નહિ, પણ છોડી દઈ શકતા નથી એમ કહેવું એજ વાજબી છે. જોકે ગમે તેમ કહે, પરંતુ હું તે ખાત્રીપૂર્વક માનું છું કે દારૂડીયાની ટોળીમાંથીજ દારૂ છોડી દેવાની ઉત્કંઠાવાળા અનેક માણસો તને મળી આવશે. જે દારૂડીયો માણસ અઠવાડીયામાં એકવાર દારૂ પીએ છે તે આજે એમ કહી શકશે કે “દારૂ પીવો શામાટે તજી દઉં ?” કારણ કે તે વખતે તેની દારૂ પીવાની ઇચ્છા અત્યંત બળવાનપણે તેનામાં વર્તાતી હોય છે. બળવાન બનેલી દારૂની તૃષ્ણાજ તેના મુખમાંથી ઉક્ત શબ્દો બહાર કઢાવે છે; પરંતુ જે મનુષ્યની દારૂ પીવાની તૃષ્ણ પરિતૃપ્ત થાય છે તે મનુષ્ય પોતે જ પોતાને જગતના સર્વ મનુષ્યો કરતાં વિશેષ દુ:ખી માનવા લાગે છે. કેવળ દારૂ પીવાના સંબંધમાંજ આ વાત લાગુ પડે છે એમ નથી. વસ્તુત: સર્વ પ્રકારની ઈયિવાસનાઓનું એ પરિણામ અનિવાર્ય છે. એક વ્યભિચારી મનુષ્ય પોતાની વિષયવાસનાને બેકાવી દે તો તેનું ફળ એક ખાસ પ્રકારના રોગરૂપે તેને સહન કરવું પડે. તેને માટે પણ આષધ છે અને ઓષધ નિષ્ફળ થાય તે મૃત્યુ પોતે અકાળે આવીને તેને રોગમાંથી મુક્ત કરે છે. મને મારા એક ડાકટર મિત્રે એક રોગીના સંબંધમાં એવી વાત કરી હતી કે “અમુક રેગી મનુષ્ય એટલે બધો વ્યભિચારી હતું કે છેવટે તેને હાથ-પગ બાંધીને ઇસ્પીતાલમાં લાવવો પડે અને ત્યાં તેના હાથ-પગ ઉપર તથા બીજા અંગ-પ્રત્યંગ ઉપર છરી અને સૂઈ વતી કેટલાક જખમો ર્યા ત્યારે તે શત થયે.” બહુ ભોજન કરનારા પેટભરાઓની વાત તે તેં સાંભળી જ હશે. એક એવા માણસને મને છેડા વખત ઉપર પરિચય થયે હતો. તે માણસ ભોજન વખતે એટલું બધું ઠાંસી ઠાંસીને ખાતે કે છેવટે તેને સંગ્રહણીને રોગ લાગુ પડશે. સુધાવૃત્તિને હદ ઉપરાંત પિષણ આપવાથી કેવાં ભયંકર પરિણામ આવે છે તે સર્વને પરિચિત છે. તે માણસ પોતે મૂર્ખ પણ ન હતું. તે સારી રીતે સમજતો હતો કે વધારે પડતું ભજન કરવાથી કઈ રીતે લાભ નથી, અને તે માટે ખાવાના લેભને સંયમમાં રાખવાને પણ પ્રયત્ન કરતો. પરંતુ સુધાત્તિનું અયોગ્ય અનુશીલન તેનામાં એટલું બધું બળવાન થઈ ગયું હતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે-સામંજસ્ય અને સુખ
જ
કે તે પોતે પોતાને સંકલ્પ સિદ્ધ કરી શકતું નહિ. છેવટે તે વિચારે અકાળે મરણને શરણ થયો ! તું જ કહે કે એને શું “સુખ” કહેવું ઉચિત છે ?
શિષ્ય:-આપની સુખસંબંધી વ્યાખ્યા હવે સમજાય છે. જે સુખ ક્ષણિક હેય તેને સુખ કહી શકાય નહિ એજ આપના કથનને આશય છે ને ?
ગુ –ક્ષણિક સુખ હોય તો પણ તેને સુખ શામાટે ન કહેવાય ? ધાર કે મને એક સુંદર ગુલાબનું ફૂલ મળે છે, અને તેની સુગંધને આનંદ લઉં છું. આ પુષ્પ તથા તેની સુગંધ ક્ષણિક છે તે પણ તેનાથી સુખપ્રાપ્તિ નથી થતી એમ કેમ કહેવાય ? એક ઉસ્તાદ ગવૈયો આપણને એક સુંદર ગાયન સંભળાવીને ચાલ્યો જાય ત્યારે ગાયનથી મળતો આનંદ પણ બંધ થઈ જાય, એ સ્વાભાવિક છે; પરંતુ એ ક્ષણિક સુખને સુખ નથી એમ કેવી રીતે કહી શકાય ? મતલબ કે ગમે તે સુખગમે તેટલું ક્ષણિક હોય તો પણ તેને સુખ તે કહેવુંજ જેએ, - શિષ્ય:-હવે સમયે. જે સુખ ક્ષણિક હોય અને જેના પરિણામે ઘણું લાંબા વખત સુધી દુ:ખ ભોગવવું પડે તેને સુખ ન કહેવાય. એવા પ્રકારનું સુખ તે દુ:ખની પ્રથમાવસ્થા જ છે, એમ કહીએ તોપણ ખોટું નથી. કેમ ? એમજ ને ? - ગુરુ-હવે માર્ગ ઉપર આવ્યો. પરંતુ એ વ્યાખ્યા ન્યાયની દૃષ્ટિએ દૂષિત છે. એટલા માટે સુખના બે ભેદ પાડીએ તે ઠીક. (૧) સ્થાયી અને (૨) ક્ષણિક, તેમાં–
શિષ્ય:–રસ્થાયી સુખ કોને કહેવું ? ધારો કે એક વિષયાસક્ત વ્યક્તિ પાંચ વર્ષ સુધી ઈદ્રિયસુખ ભોગવે છે. પાંચ વર્ષ સુધી સુખ ભોગવવાનો પ્રસંગ મળવો એ આ જગતમાં અસ્વાભાવિક પણ નથી. હવે એટલી મુદતના સુખને ક્ષણિક સુખ કહેવાય કે નહિ ? | ગુસ–પહેલી વાત તો એ કે સમસ્ત જીવનની સરખામણીમાં પાંચ વર્ષ એ એક મુહૂર્ત જેટલાં પણ નથી. તું પરકાળ માનતે હે યા ન માનતે હે પણ તો માનું છું; અને એટલા માટે કહું છું કે અનંતકાળની સાથે સરખામણી કરતાં પાંચ વર્ષ કશીજ બીસાતમાં લેખાય નહિ. અત્રે પ્રસંગોપાત મારે કહી દેવું જોઈએ કે પરભવને ભય બતાવી હું તને ધાર્મિક બનાવવા માગતા નથી, કારણ કે અનેક મનુષ્યો પરભવને માનતા નથી–વાણીમાત્રથી ભલે માનતા હોય પણ હંદયથી પરભવને માનનારાની સંખ્યા બહુ અપ છે. ઘણા મનુષ્યો તે એમજ માની બેઠા છે કે પરભવને ભય એ બીજું કશું જ નથી, પણ લધુ વયના બાળકને ડરાવવા માટે જેમ વાઘને ભય બતાવવામાં આવે છે, તેના જેવો જ એક પ્રકારને મિથ્યા ભયમાત્ર છે. ઘણા ખરા મનુષ્ય આજકાલ પરભવને માનતા નથી તેનું પણ એજ કારણ છે. જે ધર્મને પાયો “પરભવના ય” ઉપર ચણવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ધર્મતવ
છે તે ધર્મ અત્યારે જનસમાજના હૃદયમાં પ્રવેશ કરી શકતા નથી. જે ભય એક કાળે આપણું દેશમાં પ્રબળપણે વર્તતે હતો અને જે ભયને લીધે એક કાળે યૂપમાં પણ ધર્મના સંસ્કાર દાખલ થવા પામ્યા હતા તે પરભવને ભય આ “વીસમી સદી” એ વિજ્ઞાનનું બળ બતાવી દૂર કર્યો છે. ભેગ-વિલાસમાંજ જીવનની સાર્થકતા સમજાવનારી કાળા મુખવાળી આ વીશમી શતાબ્દિએ એક હાથમાં તપ-બંદુક અને બીજા હાથમાં કળ-કારખાનાંઓને ધારણ કરી સેંકડો શિક્ષિત-અર્ધશિક્ષિત તથા અશિક્ષિત હિંદી યુવકને ધર્મ સંસકારથી ભ્રષ્ટ કર્યો છે–પરકાળની માનીનતા એ કેવળ ભ્રમ છે એમ માનતા કરી દીધા છે. હું પણ આપણું ધર્મચર્ચામાં પરકાળને એક બાજુએજ મૂકી રાખીશ; કારણ કે જે વસ્તુ તમારા હૃદયક્ષેત્રમાં નથી તે વસ્તુ ઉપર ધર્મને પાયે નાખવામાં આવે તો તે બીલકુલ ટકી શકે નહિ. પરકાળને બાદ કરવાથી આપણું ધર્મચર્ચામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થવા પામે તેમ નથી; કેમકે આ કાળે પણ સુખને ઉપાય એકમાત્ર ધર્મ જ છે, અને પરકાળે પણ સુખનો ઉપાય ધર્મ જ છે. ટુંકામાં સુખને ઉપાય ધર્મ અને દુ:ખને ઉપાય અધર્મ એમ મેં જે કહ્યું તે જેમ આ કાળને માટે સત્ય છે તેવી જ રીતે પરકાળને માટે પણ અબાધિત સત્ય છે. આ કાળે દુઃખના નામમાત્રથી પણ સૌ કોઇ થરથરે છે, અને સુખને માટે તન-મન-ધનથી પ્રયત્ન કરે છે એટલા માટે આ કાળનાજ સુખ-દુઃખ ઉપર તારા હૃદયમાં ધર્મની સ્થાપના કરીશ તો તે સંપૂર્ણ દઢતાથી ચિરકાળને માટે ટકી રહેશે, એમાં શક નથી. આ બે કારણોને લઈને એટલે કે આ કાળ સર્વસંમત હોવાથી અને બીજું પરકાળ સર્વસંમત નહિ હોવાથી હું કેવળ આ કાળ ઉપરજ ધર્મને પાયો નાખવા માગું છું. પરંતુ “સ્થાયી સુખ કેને કહેવાય ?” એવો પ્રશ્ન જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે મારે કહેવું જોઈએ કે અનંતકાળપર્યત ટકી રહેનારું જે સુખ–આ કાળ અને પરકાળ ( શરીર પડ્યા પછી સમય) એમ ઉભયકાળમાં વ્યાપી રહેનારું જે સુખ તેજ “ સ્થાયી સુખ” કહેવાય. એ સિવાય એક બીજો ઉત્તર પણ છે.
શિષ્ય –આપને બીજે ઉત્તર પાછળથી સાંભળીશ. અત્યારે એક વાતને નિર્ણય થઈ જવો જોઈએ. ક્ષણભરને માટે પરકાળને સ્વીકાર કરવામાં મને હરકત નથી; પરંતુ હું જાણવા માગું છું કે જે સુખ આ કાળે પ્રાપ્ત થાય તે જ સુખ શું પરકાળે પણ પ્રાપ્ત થઈ શકે ખરૂં ? તેવી જ રીતે જે દુઃખ આ કાળે પ્રાપ્ત થાય તેજ દુઃખ શું પરકાને પણ પ્રાપ્ત થઈ શકે ખરૂં? આપે કહ્યું કે “જે સુખ આ કાળ અને પરકાળ એમ ઉભયકાળ વ્યાપ્ત હોય તેજ સાચું સુખ કહેવાય.” એક
* @િi દિ માનુ ઢો દ્રિવતિ ક્રમના-શ્રીમદ્દ ભગવદ્દગીતા ૪-૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
પ્રકારનું સુખ શું બને કાળમાં પ્રાપ્ત કરી શકાય?
ગુસ-પરકાળનો સ્વીકાર કર્યા વિના એ વિષય કેવી રીતે ચર્ચ તેની મને સમજણ પડતી નથી, પરંતુ ખેર-તારા પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં મારે બે બાબતો જાણી લેવી જોઈએ; કારણ કે જન્માંતરને માટે જેના હૃદયમાં શ્રદ્ધા હોય તેને સમજાવવાનો માર્ગ જૂદ છે, અને જન્માંતરને માટે જેને શ્રદ્ધા ન હોય તેને સમજાવવાનો માર્ગ જૂદ છે. બેલ, તું જન્માંતર માને છે ? શિષ્ય:- ના.
ગુરુ:–ભલે. પરકાળને જે તે સ્વીકાર કરે છે અને જન્મતરને માનતા નથી તે તારે બે વાતને સ્વીકાર કરે પડશે. પહેલી વાત તે એજ કે આ શરીર આપણી સાથે કાયમ રહેવાનું નથી, અને તેને લીધે શારીરિક વૃત્તિઓ દ્વારા પ્રાપ્ત કરેલું સુખ–દુઃખ એ કાંઈ પરકાળે આપણી સાથે આવી શકે નહિ. બીજી વાત એ કે શારીરિક સુખો કદાચ આપણી સાથે પરકાળમાં ન આવે તો પણ ત્રણ પ્રકારની માનસિક વૃત્તિઓ તે કાયમને માટે સાથે ને સાથે જ રહેવાની અને તેને લીધે માનસિક વૃત્તિઓ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય સુખ-દુઃખ તો પરકાળે પણ રહેવાનું જ. આ પ્રકારનાં માનસિક સુખો જ્યાં અધિક પ્રમાણમાં અનુભવાય તેને સ્વર્ગ કહી શકાય; અને જ્યાં માનસિક દુઃખે અધિક પ્રમાણમાં અનુભવાય તેને નરક કહી શકાય.
શિષ્ય:-પરકાળ જે હોય તો ધર્મવ્યાખ્યામાં તેને એક અગત્યનું સ્થાન આપણે આપવું જોઈએ. બીજી અનેક ધર્મ વ્યાખ્યાઓમાં પરકાળ ઉપર ઘણું ખરું વજન કરવામાં આવ્યું છે. આપ પણ પોતે પરકાળને માનવા છતાં ધર્મવ્યાખ્યામાંથી તેને બહિષ્કાર કરશો તો આપની વ્યાખ્યા અસંપૂર્ણ તેમજ ભૂલભરેલી થઈ પડશે એમ મને લાગે છે.
ગુર:–અસંપૂર્ણ થઈ પડે એમાં તે કશો સંદેહ નથી. પરંતુ ભૂલભરેલી થઈ પડે એમ માનવાને કશું કારણ નથી; કારણ કે સુખનો ઉપાય જે એક માત્ર ધર્મ હોય અને આ કાળનું સુખ પરકાળે પણ ટકી શકે એમ હોય તે પછી આ કાળને ધર્મ તેજ ધર્મ પરકાળે માટે પણ હોવા ગ્ય છે, એમ માનવું અસંગત નહિ લેખાય. પરકાળને ન માનતા હોય તે મનુષ્ય પણ આ કાળને જ સર્વસ્વ માની અસંપૂર્ણરૂપે ધાર્મિક બની શકે. ધર્મ નિત્ય છે, એટલું જ નહિ પણ ધર્મ આ કાળે જેમ સુખપ્રદ છે તે જ રીતે પરકાળે પણ સુખપ્રદ છે. તું પરકાળને માન યા ન માન તપણે ધર્મને માન આપી ધર્માચરણ કરવામાં પ્રમાદ કરીશ નહિ, એજ મારી તને પુનઃ પુનઃ ભલામણ છે. ધર્માચરણથી મનુષ્ય આ કાળે પણ સુખી થઈ શકે છે અને પરકાળ હોય તે પરકાળે પણ સુખી થઈ શકે છે.
શિષ્યઃ-આપ પોતે પરકાળ માને છે તે કોઈ પ્રમાણને આધારે કે પરકાળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૪૮
ધર્મતત્વ
માનીનતા ઠીક લાગે છે એટલાજ ખાતર ?
ગુસ–પ્રમાણ વિના તે હું કોઈ વાતજ માનતો નથી. શિષ્ય –જે પરકાળને માટે આપની પાસે પૂરતાં પ્રમાણ હોય અને આપ પતે પરકાળને માનતા હો, તે પછી મને વિશ્વાસ ઉપજાવવા આપ શામાટે ઉપદેશ આપતા નથી ? આપની પાસે જે પ્રમાણો હોય તે મને કેમ સમજાવતા નથી ?
ગુસ–તે પ્રમાણે બહુધા વિવાદાત્મક છે એમ મારે કબૂલ કરવું જોઈએ; છતાં એ સર્વ વિવાદોને નિર્ણય થયો નથી તેમજ થઈ શકે તેમ નથી એમ હું માન નથી. આજકાલ એ વિવાદોનું બરાબર સમાધાન થતું નથી. તેનું એજ કારણ છે કે વૈજ્ઞાનિકે એ કુસંસ્કારથી અનેકનાં ચિત્તાને મલિન બનાવી દીધાં છે, વિવાદવાળા વિષયો ચર્ચવાની મારી મુદ્દલ ઇચ્છા નથી. એટલું જ નહિ પણ તેમ કરવાની મને જરૂર પણ નથી. “ જરૂર નથી” એમ કહુ છું તે એટલાજ માટે કે પવિત્ર બનવાને, શુદ્ધચિત્ત બનવાનો અને ધર્માત્મા બનવાને જે ઉપદેશ હું આવું છું તેમાંજ સઘળું રહસ્ય સમાઈ જાય છે, અને તેથી ખાસ જૂદા પ્રકારના વિવાદાત્મક વિષયો ચર્ચવાની મને જરૂર નથી પડતી. આપણે આ ધર્મવ્યાખ્યામાં જેમ જેમ આગળ પ્રવેશ કરતા જઈશું તેમ તેમ ક્રમે ક્રમે સર્વ વાતો સ્પષ્ટ થતી જશે. સમસ્ત ચિત્તવૃત્તિઓની સ્વગીન સ્કૃતિ અને પરિણતિવિષે મેં જે ઉપદેશ તને હજી હમ
જ આપ્યો છે તેનું છેવટનું ફળ ચિત્તશુદ્ધિ-કિંવા પવિત્રતા સિવાય બીજું કાંઈજ નથી, એ વાત પણ તને હવે પછી સમજાશે. પરકાળને માટે તું શ્રદ્ધા રાખે કે ન રાખે તે માટે મારો બહુ આગ્રહ નથી, તથાપિ જે તું તારા ચિતને શુદ્ધ કરી શકશે, તારા આત્માને પવિત્ર બનાવી શકશે, તે તું આ કાળે અને પરકાળે પણ સુખી થઈ શકશે, એમ હું હિમ્મતપૂર્વક કહી શકું છું. ચિત્તની શુદ્ધિ થવાથી આ કાળેજ સ્વર્ગનું સુખ ભોગવી શકાય તેમ છે. જે આ કાળજ સ્વર્ગ સમાન સુખ મળે, તે પછી પરકાળે સ્વર્ગ મળશે કે નહિ એ શંકાજ નિરર્થક છે. જે મારી આટલી વાત તું બરાબર સમજી શકશે તે પરકાળ માનવા માટે હું તને શામાટે આગ્રહ નથી કરતો તેનું રહસ્ય પણ તારાથી સહેજે સમજાઈ જશે. મારી આ ધર્મવ્યાખ્યા પર કાળ માનનારાઓને માટે તેમજ પરકાળ ન માનનારાઓને માટે–બનેને માટે એક સરખી ઉપયોગી છે. જેઓ પરકાળ નથી માનતા તેમને આ કાળે યથાર્થ સુખી થવું હેય તોપણ ધર્મને આશ્રય લે જોઈએ, અને જેઓ પરકાળ માનતા હોય તેમણે પણ ધર્મનો આશ્રય લેવો જોઈએ. જે આમ છે તે પછી આ કાળ કે પરકાળ માટે કઈને આગ્રહપૂર્વક ઉપદેશ કરવાની શું જરૂર છે? પરકાળ માનનારાઓ વિશ્વાસ પ્રતિદિન દઢતર થતો જાય એવી પ્રભુપ્રાર્થના કરી આપણે હવે મૂળ વિષય તરફ જવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મો-સામંજસ્ય અને સુખ
૪૯
શિષ્ય –આપે કહ્યું હતું કે આ કાળ અને પરકાળ–ઉભય કાળવ્યાપી જે સુખ તેજ યથાર્થ સુખ છે. જે લેકે જન્માંતર માનતા નથી તેમને માટે આપે એક જાતનું સુખ ઉભય કાળમાં હોઈ શકે એ વાત સિદ્ધ કરી; પરંતુ જે લે જન્માંતર માનતા હોય તેમને માટે આપ શું કહી શકશે ?
ગુર:-મારા પ્રથમના શબ્દો યાદ કર. મે કહ્યું છે કે અનુશીલનની સંપૂર્ણતા એજ મેક્ષ. અનુશીલન પૂરેપૂરું થાય તો પછી પુનર્જન્મ લેવું પડતું નથી. ભક્તિતત્વને વિષય જ્યારે તને સમજાવીશ ત્યારે મારા આ કથનનું રહસ્ય વધારે સ્પષ્ટતાથી તેને જણાવીશ.
શિષ્ય:–જગતમાં પ્રત્યેક મનુષ્ય અનુશીલનની સંપૂર્ણતા પ્રાપ્ત કરે એ સહજ નથી અને જેઓ સંપૂર્ણ અનુશીલન કરી ન શકે તેઓને પુનઃ જન્મ લે પડે એ તો સ્વાભાવિક જ છે. હવે પ્રશ્ન એ છે કે જેઓએ આ ભવમાં થોડું ઘણું અનુશીલન કર્યું હોય તેઓને તે ગત જન્મના અનુશીલનનું સુખરૂપી ફળ પરજન્મ મળી શકે ખરું? | ગુસ–આ જન્મના કર્મનું ફળ પરજન્મમાં મળવું જ જોઈએ, એ જન્માંતરવાદને મુખ્ય સિદ્ધાંત છે. સમસ્ત કર્મોને સમવાય-એકીકરણ એજ અનુશીલનઅમારા સિદ્ધાંત પ્રમાણે આ જન્મના અનુશીલનનું શુભ ફળ પરજન્મમાં અવશ્યમેવ મળવું જોઈએ. શ્રી કૃષ્ણ પોતેજ અર્જુનને એ વાત કહી છે:-“તત્ર તે बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ॥
શિષ્યઃ-મૂળ વાતથી આપણે બહુ દૂર નીકળી ગયા છીએ. “સ્થાયી સુખ” કેને કહેવાય એ વાત તે રહી જ ગઈ. આપે કહ્યું હતું કે જે સુખ આ કાળે અને પરકાળે પણ થાયી રહી શકે તેજ યથાર્થ-સ્થાયી સુખ કહેવાય. તે સિવાય બીજે પણ એક ઉત્તર છે એમ આપે કહ્યું હતું. એ બીજો ઉત્તર શું છે, તે કૃપા કરીને જણાવશો ? | ગુસ–મારો બીજે ઉત્તર પરકાળ ન માનનારાઓને માટે છે. આ જીવન એજ સર્વસ્વ છે, મૃત્યુ પામ્યા પછી જીવન જેવું કાંઈજ રહેતું નથી.” એમ જેઓ માની બેઠા છે તેમને માટે તો આ જીવનમાં જે સુખ અંતકાળ સુધી ટકી રહી શકે એજ સ્થાયી સુખ કહેવાય; કારણ કે જેઓ પરકાળ ન માનતા હોય તેમને તો આખી જંદગી સુધી જે સુખ ચાલે તેજ થાયી સુખ એમ કહેવા સિવાય બીજો શું ઉપાય છે? તેં કહ્યું હતું કે અનેક મનુષ્યો પાંચ-પાંચ અને દશ-દશ વર્ષ સુધી ઇન્દ્રિયસુખોમાં નિમગ્ન રહે છે; પરંતુ પાંચ-સાત કે દશ વર્ષ એ કાંઈ બહુ લાંબુ જીવન ન કહેવાય. ઘણું કરીને અનેક મનુષ્યનું ઇન્દ્રિયસુખ જીવનના અંત સુધી ટકી શકતું નથી; કારણ કે ઇન્દ્રિય-પરાયણ મનુષ્યનું સુખસ્વમ ત્રણ પ્રકારે ઉડી જાય છે. પ્રથમ તે અતિભોગોપભોગ ભોગવવાને લીધે જે ગ્લાનિ અટવા વિરાગ ઉપજે તેને ધ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
લઈને, બીજું ઇન્દ્રિયાસક્તિને લીધે જે રામ કિંવા અસામર્થ અવશ્યમેવ આવવું જ જોઈએ તેને લઇને, અને બીજુ વયોવૃદ્ધિને લઈને. એક મનુષ્ય ઈન્દ્રિયસુખમાં ગમે તેટલો રચીપચી રહે તે પણ ઉક્ત ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારે તેનું સુખસ્વમ ઉડી જવાનુ, એ વાત ચોક્કસ છે, અને તેથી ઈન્દ્રિયસુખો ક્ષણિક છે એમ કહેવામાં આવ્યું છે તે તદન યથાર્થ છે.
શિષ્ય –ત્યારે જે વૃત્તિઓને ઉત્કૃષ્ટ વૃત્તિઓ કહેવામાં આવે છે તે વૃત્તિઓના અનુશીલનથી જે સુખ પ્રાપ્ત થાય તે સુખ શું આ જીવનમાં ચિરસ્થાયી રહી શકે ?
ગુર–એમાં તે અણુમાત્ર સંદેહ નથી. એક સામાન્ય ઉદાહરણથી આ વાત તને સમજાવું. પ્રથમ દયાવૃત્તિને લઈએ. પરોપકારથી દયાવૃત્તિ ખીલી શકે છે. આ વૃત્તિમાં માત્ર એકજ દોષ છે, અને તે એજ કે જે મનુષ્ય પરોપકારવડે દયાવૃત્તિને રોગ્ય પ્રમાણમાં ખીલવી શકો નથી તે મનુષ્ય દયાવૃત્તિના અનુશીલનમાં કેવા પ્રકારનું ખાસ સુખ રહેલું છે તેને તે પિતે અનુભવ કરી શકતો નથી. જેઓએ દયાવૃત્તિનું અનુશીલન કર્યું છે તે સારી રીતે જાણે છે કે દયાના અનુશીલનમાં અથવા તે પરોપકારમાં એક પ્રકારનું એવું તીવ્ર સુખ રહેલું છે કે નિકૃષ્ટ વર્ગના મનુષ્ય તેની કલ્પના પણ કરી શકે નહિ. પરોપકાર કરવાથી હૃદયમાં જે સુખ થાય છે તે સુખ જગતની સર્વોત્તમ સુંદરીઓના સહવાસમાં પણ મળી શકતું નથી. વળી તેમાં બીજી ખૂબી એ છે કે એ દયાવૃત્તિને જેમ વિશેષ વિશેષ ખીલવતા જઈએ તેમ તેમ તેની સુખજનતા વધતી જાય છે. નિકૃષ્ટ વૃત્તિઓના અનુશીલનથી ગ્લાનિ ઉપજવાને જે ભય સ્વાભાવિક રીતે રહેલો હોય છે તેવો ભય તે આ દયાવૃત્તિના અનુશીલનમાં જરા સરખો પણ રહેતું નથી. તેજ પ્રમાણે અતિતૃપ્તિથી જે વિરાગ તથા દુર્બળતા ઉત્પન્ન થવાને ક્ય હોય છે તે પણ ઉષ્ટ વૃત્તિઓના અનુશીલનમાં રહેતો નથી; એટલું જ નહિ પણ ઉત્કૃષ્ટ વૃત્તિઓ જેમ જેમ વિશેષરૂપે ખીલતી જાય છે તેમ તેમ તેનું બળ અને સામર્થ વૃદ્ધિ પામતું જાય છે. તે સિવાય તેના નિયમિત અનુશીલનમાં પણ કઈ દિવસ વિન નડતું નથી. એક પેટભરો મનુષ્ય બહુ બહુ તે દિવસમાં બે વાર, ત્રણ વાર કે ચાર વાર ઠાંસી ઠાંસીને ખાઈ શકે. તેજ રીતે બીજા ઈન્દ્રિયલોલુપી મનુષ્યના ભાગની પણ અમુક હદ હોય છે; પરંતુ પોપકારી વૃત્તિ તો એવા પ્રકારની છે કે કલાકે ને કલાકે કિંવા ક્ષણે ક્ષણે તેનું અનુશીલન કરવામાં આવે તો પણ કોઈ દિવસ કંટાળે–વિરાગ કે રોગ ઉત્પન્ન થવાનો ભય રહે નહિ. જે કઈ ધારે તો છેવટે જીવનના અંતિમ સમયપર્યત તે વૃત્તિનું અનુશીલન નિભાવી શકે. અનેક મનુષ્યો મરતાં મરતાં પણ અમુક વાકથી કે અમુક ઈશારાથી લેક-કલ્યાણનાં કાર્યો કરતા જાય છે. એડીસને મરતાં મરતાં એક દુરાચારી યુવકને બેલાવીને કહ્યું હતું કે–“જે ધાર્મિક મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મા-સામંજસ્ય અને સુખ
સર
'કેવા આનંદથી મરી શકે છે? ”
હવે પરકાળવિષે મેલીશ. ભલે, જન્માંતર માનવામાં ન આવે તે પરકાળતાજ સ્વીકાર કરવામાં આવે તાપણુ આપણી માસિક વૃત્તિ પરકાળે પણ વિધ. માન હોય છે; મતલબ કે દયાવૃત્તિ પણ પરકાળે હોય છે કારણ કે તે એક પ્રકારની માનસિકવૃત્તિ છે. આપણે આ જીવનમાંથી જે પ્રકારની માનસિક અવસ્થા સાથે લઇને જશુ તેજ અવસ્થા પરકાળની પ્રાથમિક અવસ્થા લેખાશે. કેમકે જ્યાં સુધી કાઇ એક ખાસ કારણુ નથી મળતું ત્યાંસુધી કોઇ પણ અવસ્થામાં આકસ્મિક ફેરફાર થવા પામતા નથી એવા એક સામાન્ય નિયમ છે. આપણે આપણી માનસિકવૃત્તિને ઉત્તમરૂપે આ અવસ્થામાં ખીલવી શકીએ તેા તે આ અવસ્થામાં સુખપ્રદ થાય એટલુંજ નિહ પણ પરાળે પણ તે સુખપ્રદ થઇ શકે. જો આપણે ધારીએ તો પરકાળે પણ એ પ્રાથમિક અવસ્થાને અધિક પ્રમાણુમાં ખીલવી અધિક સુખી અની શકીએ.
શિષ્ય:—એ સર્વ સુખે! કેવળ સ્વમવત હોય એમ મને લાગે છે, અને તેથી મારા અંત:કરણમાં તે વાત ઉતરતી નથી. દયાનુ' અનુશીલન અને સાકય કર્મીતેજ આભારી છે. આપણે જ્યારે આ દેહના ત્યાગ કરી જઈશું ત્યારે દેહની સાથે આપણી કમે ક્રિયા પણ અહિં આંજ રહી જવાની; તેા પછી પરકાળમાં ક` કેવી રીતે
થઇ શકે ?
ગુરુઃ—તારા આ પ્રશ્ન બહુજ ક્ષુદ્ર છે. તુ એટલું પણ નથી જાણતા કે જે ચૈતન્ય આ દેહમાં વ્યાપી રહ્યુ છે. તેજ ચૈતન્ય ક્રમેન્દ્રિયેટદ્વારા પોતાનું કામ કરે જાય છે; પરંતુ જે ચૈતન્ય દેહથી બધાયલું હોતું નથી તે ચૈતન્યને કામ કરવા માટે ક્રમે દ્રિયાની જરૂર પડે એમ માનવાનું કશું કારણ નથી,અને તે યુક્તિસંગત પણ નથી. શિષ્ય--કેમ યુક્તિસ ંગત નથી ? અન્યથા લિ શૂન્યસ્ય નિયત પૂર્વતિતા જાતગમ્ ॥ મતલબ કે કર્મેન્દ્રિયા વિના કમ` કાઇ કાળે થઈ શકે નહિં, જે મનુષ્ય કમે ન્દ્રિયરહિત હાય તે મનુષ્ય કર્યું કરી શકતા હૈાય એવુ' તા મે' કર્યાંક જોયુ' નથી.
ઃઃ
''
ગુરુઃ-ઈશ્વરમાં નથી જોઇ શકતા ? અગર તુ એમ કહેવા માગતા હો કે હું ઇશ્વરને માનતા નથી તે। આપણી વાત આગળ ચાલી શકશે નહિ. પરકાળને ધર્મથી જુદો પાડી તારી સાથે ધ'ચર્ચા કરવા હું તૈયાર છું, પરંતુ ઇશ્વર વિના ધની વ્યાખ્યા મારાથી કાઈ રીતે થઇ શકે તેમ નથી. અગર તું એમ માનતા હા ઈશ્વર સાકાર છે, અને તેથી તેણે એક કારીગરની માફક આ જગત તૈયાર
<<
""
કર્યું છે. તાપણુ હું તારી સાથે આગળ વાત ચલાવવા માગતા નથી. હું આશા રાખુ છું... કે તું ઈશ્વરને તા માનતા હેાઇશ, તેમજ તે નિરાકાર છે એમ પણ સ્વીકારતા હાઇશ, જો માટલી વાત તું સ્વીકારી શકશે તા ઇશ્વર પોતે કમેન્દ્રિયરહિત હાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
પર
' '
ધર્મતત્વ
છતાં કર્મને કર્તા બની શકે છે તે વાતનો સ્વીકાર કરવામાં તને કઠિનતા જેવું નહિ જણાય; કારણ કે ઇશ્વર પોતે જ સર્વર્તા અને સર્વસૃષ્ટા છે.
પરલેકમાં જીવનની અવસ્થા જૂદા જ પ્રકારની હોય છે, તેથી તેમની જરૂરીઆત પણ જૂદા જ પ્રકારની હોય છે. ત્યાં તેમને ઇન્દ્રિયોની જરૂર ન પડતી હોય તે તે તદ્દન સ્વાભાવિક છે.
શિષ્યઃ—કદાચ તેમ હોઈ શકે, પરંતુ એ સર્વ વાતો માત્ર અનુમાનવાળી છે. અનુમાન અથવા કપલક૯૫ના ઉપર મને વિશ્વાસ નથી.
ગુર--પોલકલ્પના નહિં, પણ અનુમાનવાળી વાત છે, એમ તો હું પણ સ્વીકારું છું; પરંતુ તેનો તારે સ્વીકાર કરે કે નહિ તે તારી ઈચ્છાને આધીન છે. હું પરક પ્રત્યક્ષ જોઈ આવ્યો છું અને તેને તે સંબંધી વિશ્વાસ કરવાનું કહું છું, એમ તે કાંઈ જ નથી. એ સર્વ વાત એવી છે કે તેને માટે અનુમાન સિવાય બીજું એકકે પ્રમાણુ મળી આવતું નથી, તેમ છતાં અનુમાનવાળી વાતોને પણ કોઈ એક ખાસ પાયે અવશ્ય હોય છે. પાયા વગરનું અનુમાન ટકી શકતું નથી. હવે જે પરકાળ હોય અને તું “લે ઓફ કન્ટીન્યુઈટી”—અર્થાત માનસિક અવસ્થાને ક્રમાન્વય માનતે હે તે પરકાળ સંબંધી મેં જે અનુમાન કર્યું તે સિવાયનું બીજું કોઈપણ પ્રકારનું અનુમાન કરવું યોગ્ય નથી. મેં જે “લે એફ કન્ટીન્યુઈટી-કમાનુગત ભાવ સંબંધી ધસારો કર્યો તે ખાસ લક્ષમાં રાખવા જેવો છે. હિન્દુઓનું, ક્રિય અનેનું અને ઇસ્લામીનું સ્વર્ગ-નરક ઉકત નિયમથી વિરુદ્ધ છે.
શિષ્યઃ–પરકાળને સ્વીકાર કરી ચૂક્યો છું તો પછી આપને એ નિયમ સ્વીકારવામાં બહુ આનાકાની કરવી એ વ્યર્થ છે. આખું કાળું ગળે ઉતારી જાય તેને એક સુદ બીજ ગળી જવું કાંઈજ મુશ્કેલ નથી; પણ હું જાણવા માગું છું કે એ પરકાળની રાજ્યની લગામ કોના હાથમાં હશે ?
ગુર:--જેણે સ્વર્ગ-નરકની રચના કરી છે તેણેજ પરક ળરૂપી રાજ્યની લગામ પિતાના હાથમાં રાખી છે, મારા તારા જેવાથી એ રાજ્યની વ્યવસ્થા કે સ્થાપના થઈ શકે નહિ. હું તે માત્ર મનુષ્ય-જીવનની સમાલોચના કર્યા પછી ધર્મને જે સ્થળ મર્મ સમજી શક્યો છું તેજ તને સમજાવવાનો પ્રયત્ન કરું છું; છતાં એક વાત તને કહી રાખું છું. વિદ્યાથી પાઠશાળામાંથી બહાર પડ્યા પછી તુરતજ જે કે મહામહોપાધ્યાય બની શકતા નથી, પરંતુ કાળક્રમે તે એક મહાન પંડિત બની શકે એ સંભવ રાખીએ તે તે ખોટું નથી. એથી ઉલટી રીતે જોઈએ તે જે વિદ્યાથી પાઠશાળમાં ભણ્યા નથી, તેમજ જોન ટુઅર્ટ મીલની માફક પિતાના શિક્ષણ તળે પણ ઉછર્યો નથી એવો વિદ્યાથી વખત જતાં ધુરંધર પંડિત બની શકે એવી સંભાવના રહેતી નથી. આ લોકને હું એક પાઠશાળાની ઉપમા આપું છું. જે મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૭ મે–સામંજરય અને સુખ
૫૩
જીવનકાળમાં પિતાની સદ્દવૃત્તિઓને કેળવી-સ્વચ્છ કરીને પિતાની સાથે લઈ જાય છે તે મનુષ્ય પરકાળે અસામાન્ય સ્મૃતિ પ્રાપ્ત કરે છે, અને તે વૃત્તિઓ ત્યાં તેને અનંતસુખના કારણુરૂપ બની રહે છે, આવું અનુમાન કરવું એ કઈ રીતે અયુકત નથી. એજ પ્રમાણે જેની સંસ્કૃત્તિઓ અનુશીલનના અભાવે અપકવ અવસ્થામાં પડી રહે છે, અને એવી અપકવ વૃત્તિઓને સાથે લઈને પરલેક જવું પડે, તેને પરલોકમાં કેઈપણ પ્રકારનું સુખ મળવા સંભવ રહેતો નથી. જે મનુષ્ય આ લોકમાં પિતાની અસવૃત્તિઓને ઉશ્કેરી દઈ તેવી વૃત્તિઓને પોતાની સાથે લઈ જાય છે તે મનુષ્ય પરકાળે અનંત દુઃખ ભોગવે છે. જન્માંતર માનવામાં ન આવે, પણ ઉપર કહ્યા તેવાં સ્વર્ગ-નરક તો માનવજ જોઈએ; કારણ કે તે અનાયાસે બુદ્ધિગમ્ય થઈ શકે તેમ છે.
શિષ્ય –હવે આપ પરાળની ચર્ચાને તજી દઈ આ કાળ સંબંધી જે સુખની વ્યાખ્યા કરતા હતા તે વિષય પુનઃ હાથમાં લે.
ગુર --તું હવે એટલું તો સમજી શકયો હોઈશ કે પરકાળના વિષયને એક બાજુએ મુકી રાખીએ તોપણ ક્યા સુખને સ્થાયી સુખ કહી શકાય અને કયા સુખને ક્ષણિક સુખ કહી શકાય ?
શિષ્ય ––હજીસુધી એ વાત મારાથી બરાબર સમજાઈ નથી. ધારો કે હું એકાદ ગઝલ કે નાટકનો એકાદ અભિનય જોઈ આવ્યો, અને તેથી મને સહેજસાજ આનંદ થયો. હવે એ આનંદને સ્થાયી સુખ કહી શકાય કે ક્ષણિક સુખ કહી શકાય ? - ગુર––મારા સમજવા પ્રમાણે એ તે ક્ષણિક સુખ જ છે. ચિત્તરંજની વૃત્તિઓનું જે યોગ્ય અનુશીલન થાય અને તેના પરિણામે જે ફળ પ્રાપ્ત થાય તેને જ સ્થાયી સુખ તરીકે લેખી શકાય એ સ્થાયી સુખના એક અંશ અથવા સાધન તરીકે તેં જે ગઝલ અથવા અભિનયનું સુખ કહ્યું તેને લેખી શકાય. હવે કેટલીએક વૃત્તિઓ એવી છે કે તેના અનુશીલનથી જે સુખ પ્રાપ્ત થાય તેને અસ્થાયી સુખ કહેવામાં આવે છે. આ અસ્થાયી સુખના હું બે ભેદ પાડું છું -
(૧) એક સુખ એવા પ્રકારનું છે કે જેનું પરિણામ દુઃખરૂપ હોય, અને (૨) એક સુખ એવા પ્રકારનું કે જે ક્ષણિક હોવા છતાં પરિણામે દુઃખરહિત હોય. ઇન્દ્રિયાદિ નિકૃષ્ટ વૃત્તિઓના સંબંધે ચર્ચા કરતી વખતે મેં જે કઈ કહ્યું છે તે ઉપરથી તું એટલું તે સમજી શક્યો હઈશ કે નિકૃષ્ટ વૃત્તિઓનું પણ જે યોગ્ય અને પરિમિત અનુશીલન થાય તે દુઃખરહિત સુખ પ્રાપ્ત થાય અને એજ વૃત્તિઓને જે સ્વછંદતાપૂર્વક બહેકાવી દેવામાં આવે તો તેથી દુ:ખરૂપી ફળવાળું સુખ પ્રાપ્ત ચાય. આ પ્રમાણે એકંદરે સુખના ત્રણ પ્રકાર કહી શકાય.
(૧) સ્થાયી સુખ. (૨) ક્ષણિક પરતુ પરિણામે દુઃખરહિત સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૪
ધર્મતત્વ
-
-
-
(૩) ક્ષણિક, પરંતુ પરિણામે દુઃખના કારણભૂત સુખ.
એમાંના છેલ્લા પ્રકારના સુખને તો “સુખ” કહેવું ઘટિતજ નથી. માટે આપણે બે પ્રકારનું જ સુખ માનીશું. એક તે સ્થાયી સુખ અને બીજું અસ્થાયી સુખ. અસ્થાયી સુખને અર્થ અહીં “ દુઃખશન્ય સુખ ” એ કરવાનું છે. સુખને ઉપાય ધર્મ છે એમ મેં જે તને આગળ કહ્યું હતું ત્યાં આ પ્રકારનું જ સુખ સમજવું. જે સુખનું પરિણામ દુઃખમય હોય તેને સુખ કહેવું એ તો શબ્દને દુરુપ
ગજ કરવા જેવું છે, કારણ કે દુ:ખના પરિણામવાળું સુખ એ વસ્તુતઃ સુખ નથી, પરંતુ દુઃખની પ્રામાવસ્થાજ છે. દુ:ખના પરિણામવાળા સુખને તે મૂખ મનુષ્ય કિવા પશુઓજ સુખ માની લે છે. જે પ્રાણ પાણીમાં ડૂબી મરે તેને પાણીની શીતળતા થોડો વખત તે આનંદ યા સુખ આપી શકે, પણ પરિણામે જે પ્રાણ જાય તો તે સુખને “સુખ” એવું નામ જ શી રીતે ઘટી શકે ? પાણીમાં ડૂબતા મનુષ્યને પાણીની શીતળતાથી જે સુખ થાય તે યથાર્ય સુખ નથી; પણ ડૂબી મરવાના દુઃખની પ્રથમ અવસ્થામાત્ર છે, તેવી જ રીતે દુઃખના પરિણામવાળું ગમે તે સુખ તેને સુખનું નામ આપી શકાય નહિ.
હવે તારા પ્રશ્નનો ઉત્તર આપું તે સાંભળ. તેં પૂછ્યું હતું કે “ અમુક વૃત્તિને જ વધવા દેવી અને અમુક વૃત્તિને તે સંયમમાં જ રાખવી એને નિર્ણય કેવી રીતે કરે? અર્થાત એવું કાંઈ લક્ષણ હશે કે જે લક્ષણને લઈને તેને નિર્ણય થઈ શકે?” હવે એ પ્રશ્નને ઉત્તર તું બરાબર સમજી શકશે. જે વૃત્તિના અનુશીલનથી સ્થાયી સુખની પ્રાપ્તિ થાય તેને જ યથાશક્તિ આગળ વધવા દેવી એ આપણું કર્તવ્ય છે. દાખલાતરીકે ભક્તિ-પ્રીતિ–દયા વિગેરે. અને જે વૃત્તિના અનુશીલથી ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય તેને સંયમમાં રાખી આગળ વધવા ન દેવી એજ આપણે માટે ઈષ્ટ છે; કારણ કે ક્ષણિક સુખ આપનારી વૃત્તિઓનું પરિણામ દુઃખમય હોય છે, એ વાત હું તને આગળ જણાવી ગયો છું. જ્યાં સુધી તેનું અનુશીલન અમુક પરિમિત હદમાં રહીને થાય ત્યાં સુધી તે કાંઈ વિન્ન નથી, કારણ કે યોગ્ય પ્રમાણમાં કેળવાયેલી વૃત્તિ દુઃખના પરિણામવાળી હોઈ શકતી નથી. હવે એ સંબંધે મારે કઇ વિશેષ બેલવા જેવું રહેતું નથી. અનુશીલનને ઉદ્દેશ માત્ર સુખની પ્રાપ્તિ સિવાય બીજો કશો જ સંભવ નથી. એટલા માટે જે અનુશીલનના પરિણામે સુખ પ્રાપ્ત થાય અને જે સુખમાં દુ:ખનો લેશ પણું ન હોય તેજ અનુશીલન કર્તવ્ય છે, તે જ અનુ.
શીલન વિહિત છે. મતલબ કે સુખ એજ લક્ષણ અને સુખ એજ કસોટી. સુખની કસોટી ઉપર દરેક વૃત્તિને કસી જેવી, અને પરિણામે સ્થાયી કિંવા દુ:ખશુન્ય સુખ પ્રાપ્ત થાય એ સંભવ લાગે તો તે વૃત્તિને આગળ વધવા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
अध्याय-८ मो शारीरिक वृत्ति
શિષ્ય–આપની આટલી વાત ઉપરથી “ અનુશીલન” એટલે શું એ વિષય સમજાય. “સુખ” એટલે શું એ પણ સમજાયું. તેની સાથે સુખ એ અનુશીલનને ઉદ્દેશ અને સામંજરય એ તેની સીમા, એ વાત પણ લક્ષમાં આવી ગઈ; પરંતુ વૃત્તિઓના અનુશીલન સંબંધે આપે હજી સુધી કાંઈ કહ્યું નથી. અર્થાત વૃત્તિઓને કેવી રીતે કેળવવી તે વિષે આપે કાંઈ ઉપદેશ આપ્યો નથી. કયી વૃત્તિને કેવી રીતે કેળવવી તે વિષે કઈ ઉપદેશ આપવાની જરૂર હેય એમ આપને નથી લાગતું?
ગુર–એ વિષય શિક્ષણશાસ્ત્રને છે. શિક્ષણશાસ્ત્ર પણ ધર્મશાસ્ત્રમાં આવી જાય છે; પરંતુ આજની આપણી ચર્ચામાં એને માટે સ્થાન નથી. આપણો ઉદેશ તે માત્ર એટલેજ છે કે ધર્મ એટલે શું એ વિષય બરાબર સમજી લેવો. વિષયાંતર ન થાય તેટલા માટે શિક્ષણસંબંધે જેટલું કહેવા યોગ્ય હશે તેજ હાલ તો કહીશ.
વૃત્તિ ચાર પ્રકારની છે. (૧) શારીરિકી, (૨) જ્ઞાનાર્જની (૩) કાર્યકારિણી, અને (૪) ચિત્તરંજિની. સૌ પહેલાં શારીરિક વૃત્તિના સંબંધમાં બોલીશ; કારણ કે જીવનમાં એજ વૃત્તિનું રપુરણ સૌ પ્રથમ અનુભવાય છે. શારીરિક વૃત્તિની કુર્તિમાં અને પરિતૃપ્તિમાં જે સુખ છે તે વિસ્તારથી સમજાવવાની ભાગ્યેજ જરૂર છે, પરંતુ ધર્મની સાથે તેને સંબંધ કેવા પ્રકારને હોઈ શકે એ વાત બહુ અગત્યની હેવાથી હું તેજ વિષય હાથમાં લઈશ.
શિષ્ય –વૃત્તિને કેળવવી અને ખીલવવી એ ધર્મ છે, એમ ઘણાખરા માણસો વિશ્વાસપૂર્વક માનતા નથી; તેટલાજ માટે આપને એ વિષય ચર્ચવાની જરૂર પડી છે ને?
ગુ–કઈ કઈ યૂરોપીયન અનુશીલનવાદી, વૃત્તિના અનુશીલનને ધર્મ અથવા તે ધર્મને અંશ માનવાને તૈયાર જણાય છે, પરંતુ શારીરિક વૃત્તિના અનુશીલનની જરૂર હોય એવું છે તેમાંના કેઈએ કહ્યું નથી. શિષ્ય –તે પછી આપને જ એમ કહેવાની શામાટે જરૂર પડી ?
ગુર–જે સર્વ પ્રકારની વૃત્તિઓનું અનુશીલન એ ધર્મ હેય તે પછી શારીરિક વૃત્તિઓનું અનુશીલન એ પણ ધર્મમાંજ આવી જવું જોઈએ; પરંતુ અત્યારે એ વાતને એક બાજુએ રહેવા દે. જગતમાં જેને સર્વત્ર ધર્મ કહેવામાં આવે છે તેમાંના તું ગમે તે મતવિષે વિચાર કરશે તે તો જણાશે કે શારીરિક વૃત્તિના અનુશીલન માટે કયાંઈ ઉપેક્ષા કે બેદરકારી બતાવવામાં આવી નથી. યાગયા, વ્રતઅનુષ્ઠાન, તથા ક્રિયાકલાપ વગેરેને જે તું ધર્મ કહેતે હે; જે દયા–દાક્ષિણ્ય, પરેપકાર વિગેરેને તું ધર્મ લેખતે હૈ, અગર તે દેવતાની ઉપાસના કિંવા ઈશ્વર પાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
નાનેજ માત્ર ધર્મ કહે છે, એટલું જ નહિ પણ ક્રિશ્ચિયન ધર્મ કે ઇસ્લામધર્મરેજ ધર્મ કહેતો હે તે તે દરેક ધર્મને માટે શારીરિકવૃત્તિના અનુશીલનની પણ અનિવાર્ય જરૂર છે. અલબત્ત, શારીરિકી વૃત્તિઓને ખૂબ કેળવવી એવો મુખ્ય અને ખુલે ઉપદેશ કોઈ ધર્મમાં નથી, છતાં ધર્મમાં જે વિઘો નડે તે વિદને નાશ કરવા અર્થે તેની પણ ઘણીજ જરૂર છે, એમ તને લાગ્યા વિના રહેશે નહિ. આ વાત કોઈ ધર્મવેત્તાએ કદાપિ સ્પષ્ટરૂપે ઉપદેશી નથી; પરંતુ અત્યારનો કાળ એ છે કે હવે તે વાત ખાસ કરીને સ્પષ્ટ રીતે કહ્યા સિવાય ચાલતું નથી.
શિષ્ય-ધર્મમાં વિદત હાઈજ કેમ શકે? અને કદાચ વિન આવતું હોય તો શારીરિકી વૃત્તિનું અનુશીલન તેને કેવી રીતે દૂર કરી શકે તે સમજાવે.
ગુરુ-દાખલાતરીકે પ્રથમ રોગને જ લે. રોગ એ ધર્મમાં મોટામાં મોટું વિઘ છે. જે શ્રદ્ધાળુ હિન્દુ રોગના પંજામાં સપડાઈ જાય તે મનુષ્ય યાગયજ્ઞ, વ્રત-નિયમ કે તીર્થદર્શન વિગેરે કઈ કરી શકે નહિ એ તે સ્પષ્ટજ છે. જે શ્રદ્ધાળુ હિન્દુ પરોપકારાદિ સદનુકાનને ધર્મ માનતા હોય તેને માટે પણ રોગ એક મહાન વિજ્ઞરૂપ છે. મતલબ કે રોગને લીધે જે મનુષ્ય પોતે જ અશક્ત હોય તે બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે જે મનુષ્યો એમ માનતા હોય કે ધર્મને માટે હાથ–પગ હલાવવાની કશી જરૂર નથી- માત્ર ઈશ્વરનું ધ્યાનજ કર્યા કરવું તેજ યથાર્થ ધર્મ છે તેને માટે પણ રોગ એ ધર્મમાં અંતરાયરૂપ છે. કારણ કે રોગી મનુષ્ય ઈશ્વરસંબંધી જેવું જોઈએ તેવું ધ્યાન કરી શકતા નથી. રોગની વેદનાને લીધે તેનું મન એકાગ્ર થઈ શકતું નથી. શારીરિક વેદનાનું પ્રાબલ્ય એટલું બધું છે કે ચિત્તને તે વિચલિત કે પરાજીત કર્યા વિના રહેતું નથી. રોગ એ કર્મયોગીઓના કર્મમાં મહાન વિન રૂપ છે. જ્ઞાનયોગીઓના જ્ઞાનયોગમાં વિધ્વરૂપ છે, અને ભક્તોની ભક્તિમાં પણ વિનરૂપ છે. ટુંકમાં રોગ એ ધર્મનું પરમ વિદ્ધ છે.
સમસ્ત શારીરિકી વૃત્તિઓને બરાબર ખીલવવામાં ન આવે તે જ રોગ થાય, એ વિષય, હું ધારું છું કે તને વિશેષ વિસ્તારપૂર્વક સમજાવવાની જરૂર નથી.
શિષ્ય –આ વિષયની શરૂઆતમાં જ શરીરને વિશેષ શરદી લાગવા દેવી એને આપે અધર્મ કહ્યો હતો. શરદી લાગવા દેવી એને પણ શું અનુશીલનને અભાવ કહી શકાય ? | ગુસર–શારીરિક તને તેં અભ્યાસ કર્યો હશે તો તું સમજી શકશે કે શરદી એ ત્વચા ઇન્દ્રિયના સ્વાથ્યકર અનુશીલનમાં એક વિન અથવા વ્યાઘાત સમાન છે.
શિષ્ય આપના કહેવા ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે જ્ઞાનાર્જની વૃત્તિનું જ્યાં સુધી બરાબર અનુશીલન થાય નહિ ત્યાં સુધી શારિરીક વૃત્તિનું પણ યથાયોગ્ય અનુશીલન થઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે-શારીરિક વૃત્તિ
પs
ગુસ-ના. તેમ નથી. સમસ્ત વૃત્તિઓના યથાયોગ્ય અનુશીલનને પરસ્પરના અનુશીલન સાથે ઘણો ગાઢ સંબંધ રહે છે. કેવળ માત્ર જ્ઞાનાર્જની વૃત્તિઓનું ગ્ય અનુશીલન થયું હોય તે જ શારીરિક વૃત્તિનું અનુશીલન થઈ શકે એવું તો છેજ નહિ. એની સાથે કાર્યકારિણી વૃત્તિઓનું પણ યોગ્ય પ્રમાણમાં અનુશીલન થવું જોઈએ. કર્યું કાર્ય કેવી રીતે કરવા ગ્ય છે, કયી વૃત્તિનું કેવી રીતે અનુશીલન થઈ શકે, તેમજ અનુશીલનની આડે આવતા વ્યાઘાત કેવી રીતે દૂર કરી શકાય વિગેરે વિષયોનું જ્ઞાન મેળવવા માટે જ્ઞાનાર્જની વૃત્તિની પણ આવશ્યકતા છે. જ્ઞાન વિના તો તું ઈશ્વરને પણ ન ઓળખી શકે, પરંતુ એ વાત હમણા રહેવા દે.
શિષ્ય:–નહિ, એ વાતને એટલેથીજ મૂકી દઈ શકાય નહિ. કારણ કે એક પ્રકારની વૃત્તિનું અનુશીલન બીજી વૃત્તિના અનુશીલન સાથે ઘણે ગાઢ સંબંધ ધરાવે છે. તો પછી સૌ પ્રથમ કઈ વૃત્તિનું અનુશીલન કરવું તેનો નિર્ણય કેવી રીતે કરે ?
ગુરુ-સઘળી વૃત્તિઓનું યથાસાધ્ય અનુશીલન એકી સાથે એક જ વખતે શરૂ કરી દેવું જોઈએ. અર્થાત-શૈશવાવસ્થામાં.
શિષ્ય:–એ તે બહુ નવાઈની વાત ! કઈ વૃત્તિનું કેવી રીતે અનુશીલન કરવું તેની તે શૈશવાવસ્થામાં કોઈને ખબર પણ ન હોય ! તે પછી એકી સાથે સમગ્ર વૃત્તિઓનું અનુશીલન કેવી રીતે કેઈ કરી શકે ?
ગુર–એટલાજ માટે શિક્ષકની સહાયતા લેવી જરૂરની છે. શિક્ષક અને શિક્ષણ વિના કોઈ મનુષ્ય યથાર્થ મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી થઈ શકે નહિ. શિક્ષકને આશ્રય લે એ તો સર્વનું મુખ્ય કર્તવ્ય છે. માત્ર બાલ્યાવસ્થામાં જ નહિ પણ ચિરકાળને માટે આપણે અન્યની પાસેથી શિક્ષણ લેવા તૈયાર રહેવું જોઈએ. હિંદુશાસ્ત્રમાં ગુરુની પદવીને માટે જે બહુ મહત્વ આપવામાં આવ્યું છે તે છેક નિરર્થક નથી, એટલું જ નહિ પણ બહુ રહસ્યાત્મક છે, એમ કહું તે પણ વધારે પડતું નથી. આજે આપણી મધ્યમાં જેવા જોઈએ તેવા ગુરુઓ મળી આવતા નથી, તેમજ જેવું જોઈએ તેવું ગુરુનું સન્માન થતું નથી તેટલાજ માટે આજે આપણે સમાજની આટલી બધી અવનતિ થઈ છે. ભક્તિવૃત્તિના અનુશીલનવિષે જ્યારે હું ઉપદેશ કરીશ તે વખતે આ વિષય યાદ કરજે. હમણું તે મૂળ વાત ઉપરજ આવીશ.
પ્રત્યેક વૃત્તિને અન્ય પ્રકારની વૃત્તિ સાથે બહુ નજીકને સંબંધ હોવાથી શારીરિક વૃત્તિના અનુશીલનની ઘણી જ અગત્ય છે. જે શારીરિક વૃત્તિને યોગ્ય પ્રમાણમાં કેળવવામાં ન આવે તે રોગતા પાદિ વિો ધર્મકાર્યમાં નડયા વિના ન રહે એ વાત હું તને સમજાવી ગયો છું. જ્ઞાનાની વૃત્તિને પણ શારીરિક વૃત્તિની સહાય સ્વીકાર્યા વિના ચાલતું નથી. કારણ કે જે શરીર જેવું જોઈએ તેવું સુદઢ ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મતત્વ
તે જ્ઞાનાર્જની વૃત્તિને વેગ્ય પિષણ મળી શકે નહિ. સર્વ કઈ સારી રીતે જાણે છે કે જે શારીરિક શક્તિઓ બળવાન અને પુષ્ટ ન હોય તે માનસિક શક્તિઓ પણ બળવાન અને પુષ્ટ થઈ શકે નહિ–અથવા તે સંપૂર્ણ વિકાસ પામી શકે નહિ. જેવી રીતે શારીરિક આરોગ્ય સુરક્ષિત રાખવાને માટે માનસિક આરોગ્યની જરૂર છે, તેવી જ રીતે માનસિક સ્વાસ્થના રક્ષણને માટે શારીરિક સ્વાથ્યની જરૂર છે. યુરોપિયન વિદ્વાનોએ અને વિજ્ઞાનવાદીઓએ શરીર તથા મનને આ સંબંધ બહુ ઉત્તમ રીતે સિદ્ધ કર્યો છે. ખાપણી કોલેજોમાં અને શાળાઓમાં અત્યારે જે શિક્ષણ
અપાય છે તેમાં જે કોઈ મુખ્ય અને મહાન દેવ હોય તો તે એજ છે કે ત્યાં વિદ્યાર્થીઓની શારીરિક ખીલવણી તરફ ઘટતું લક્ષ અપાતું નથી. એ દોષને લીધે જનસમાજની શારીરિક અવસ્થા શોચનીય બનતી જાય છે, તેની સાથે માનસિક અધ:પતન પણ શરૂ થાય છે, અને ધર્મને આધાર માનસિક શકિત ઉપર રહેલો હોવાથી ક્રમે ક્રમે ધર્મની પણ અધોગતિ થવા લાગે છે. - ત્રીજું વિન તે ઉકત વિન કરતાં પણ અધિક મહત્વનું છે. જેની શારીરિક વૃત્તિઓ બરાબર કેળવાતી નથી તે મનુષ્ય પોતાની આત્મરક્ષા કરી શકતો નથી. હવે તું વિચાર કરી છે કે જે મનુષ્ય પોતાની આત્મરક્ષા બરાબર ન કરી શકે તે મનુષ્ય નિવિદને ધર્માચરણ કેવી રીતે કરી શકે? પ્રત્યેક વસ્તુની પાછળ શત્રુઓ તથા લૂંટારાઓ તે લાગેલાજ હોય છે, અને તેઓ પ્રસંગે પાત ધર્માચરણમાં હરકત કર્યા વિના રહેતા નથી. તે ઉપરાંત જેઓ પોતાના બાહુબળથી દુષ્ટનું દમન કરી શક્તા નથી તેઓને નિબળતાને લઈને આત્મરક્ષા અથે અધર્મનું અવલંબન પણ લીધા વિના ચાલતું નથી. આત્મરક્ષા મનુષ્યને એવી તો પ્રિય હોય છે કે પરમ ધાર્મિક મનુષ્ય પણ સીધી નહિ તે આડકતરી રીતે પણ કટોકટીના વખતમાં અધર્મનું અવલંબન લીધા વિના રહેતા જ નથી. મહાભારતકારે “શ્વથામા હતઃ તિ જા” એ વાતમાં તેનું બહુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.* બાહુબળવડે દ્રોણાચાર્યને પરાભવ કરવામાં અસમર્થ નીવડ્યા એટલે યુધિષ્ઠિર જેવા પરમ ધાર્મિક પુરુષને પણ મિથ્યા વાત કહીને તેમને છેતરવાની જરૂર પડી.
શિષ્ય:–પ્રાચીનકાળમાં એવા પ્રસંગે આવતા હોય, પરંતુ અત્યારના જમાનામાં તે રાજા પોતે સર્વનું રક્ષણ કરવાને બંધાયેલ છે. આત્મરક્ષા માટે અત્યારે સર્વ કેઇને બળવાન બનવાની શું જરૂર છે ?
ગુસ–રાજા સર્વની રક્ષા કરે એવો નિયમ છે ખરે, પરંતુ વસ્તુતઃ કાર્ય માં - ક “અશ્વત્થામા હર તિ ” એવા શબ્દો મહાભારતમાં નથી. “તઃ ” એ પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મા-શારીરિક વૃત્તિ
૫
તેમ બનતું જણાતું નથી, જો તેનાથી તેમ થઈ શક્તું. હાત તા આજકાલ ાજ જે ક્લેશા--મારામારીઓ–૩ટકાટા-ચારીએ અને ખુનેા થાય છે તે થવા પામત નહિ. પોલીસના રીપેર્ટા વાંચવાથી જણાય છે કે જે પેાતાની આત્મરક્ષા કરવાને અસમ હાય છે તેના ઉપરજ સર્વત્ર જુલમ ગુજારવામાં આવ્યા હૈાય છે. બળવાન મનુષ્ય ઉપર કાષ્ઠ હુમલા કરી શકતુ નથી, પરંતુ મારી આ વાતને ખાટા અ ન થાય તેટલા માટે મારે એ પણ સ્પષ્ટ કહી દેવુ જોઇએ કે આત્મરક્ષાને અ એવો નથી કે પ્રત્યેક મનુષ્યે પેાતાનાજ શરીરની અને પેાતાનાજ ધનની રક્ષા કરીને બેસી રહેવું. હું જ્યારે તને પ્રીતિવૃત્તના અનુશીલનવિષે કહીશ. ત્યારે તું જોઈ શકશે કે આત્મરક્ષા એ જેમ આપણું મહત્ત્વનું બ્ય છે, તેમ આપણાં સ્ત્રી–પુત્રો, પરિવાર, સ્વજન, કુટુંબ, પાડેાશી વિગેરેની રક્ષા કરવી એ પણ આપણું પ્રધાન કર્તવ્ય છે. પેાતાની આત્મરક્ષા સાથે જે ખીજાં મનુષ્યાની રક્ષી ન કરે તેને પરમ અધાર્મિક સમજવા; અને એટલાજ માટે મે કહ્યું છે કે તેવી રક્ષાને માટે જે ખળ અથવા શારીરિક શિક્ષણ જરૂરનુ છે તે ખળ અને શિક્ષણુ જેનામાં ન હેાય તેને પણ અધાર્મિક સમજવા.
આત્મરક્ષા અને સ્વજનરક્ષા કરતાં પણ બીજી એક વાત અધિક મહત્ત્વની છે, એટલુંજ નહિ પણ ધર્માંના એક પ્રધાન અંશરૂપ છે. અનેક મહાત્માઓએ આ ધર્મનુ પાલન કરવા જતાં પાતાના પ્રાણને ભાગ આપ્યા છે અને અનેક પવિત્ર પુરુષોએ સર્વસુખના પરિત્યાગ કરી આપત્તિમાંજ જીવન ગાળવાનું પસંદ કર્યુ છે. હું અહી હવે સ્વદેશરક્ષાવિષે મેલવા ઇચ્છુ છું.
આત્મરક્ષા અને વજ્રનરક્ષા એ જો ધર્મ હાય તા પછી સ્વદેશરક્ષા પણ ધમાંજ સમાઈ જાય છે એમ કહેવાની જરૂર નથી. એક મનુષ્ય જેમ બીજા મનુષ્ય ઉપર હુમલેશ કરી તેનું સર્વસ્વ પડાવી લેવાને પ્રયત્ન કરે છે તેમ એક સમાજ અથવા દેશ પણુ ખીજા સમાજ અથવા દેશ ઉપર હુમલા કરી તેનુ સસ્વ લુટી જવાના યત્ન કરે છે. જ્યાંસુધી મનુષ્યાતે રાજાના હુકમથી કિવા ધર્મની આજ્ઞાથી અંકુશમાં રાખવામાં ન આવે ત્યાંસુધી મનુષ્યા પરસ્પર–એક બીજા ઉપર હુમલા કર્યા વિના રહેતાં નથી. જે સમાજમાં રાજાની આજ્ઞાનું પાલન થતું નથી તે સમાજનાં મનુષ્યા પાતાની મરજીમાં આવે તેને હેરાન કરી શકે છે, અને મરજી મુજમ ત્રાસ વર્તાવી શકે છે. મનુષ્યેાના સંબંધમાં જેમ આ વાત ખરી છે તેમ સમાજોના સબંધમાં પણ તેટલીજ ખરી છે. જો વિવિધ મનુષ્યસમાજો ઉપર એક રાજા અથવા એક શાસનકર્તા ન હોય તેા એક બળવાન સમાજ ખીજા નિ`ળ સમાજને હેરાન કરી તેનું સ`સ્વ લૂંટી જાય, એ સ્વાભાવિક છે. હું અહીમાં જંગલી—અસભ્ય સમાજોના વિષયમાં ખેલતા નથી, સુધરેલા ગણાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
* ધર્મતત્વ
પાશ્ચાત્ય પ્રદેશમાં પણ એ પ્રમાણે બનતું આપણે જોઈએ છીએ. આજે કાન્સ જર્મની ઉપર હુમલો કરે છે તો કાલે જર્મની ફ્રાન્સને જમીન દસ્ત કરવા આગળ વધે છે. આજે તુક ગ્રીસ ઉપર ચડાઈ લઈ જાય છે તો કાલે રશીઆ તુકીને ગળી જવાની હીલચાલ કરે છે. એવી જ રીતે આજે પલાંડને વારે તો કાલે બલગેરીઆને વારે, એ પ્રમાણે યૂરેપની સભ્યજાતિઓ પણ કૂતરાની માફક પરસ્પર ડોકીઓ કરી રહી છે. શેરીને કૂતરો જે મળે તે મેંમાં નાખીને નાસી જાય છે તેજ પ્રમાણે સભ્ય જાતિ અથવા અસભ્યજાતિ પણ બીજી જાતિ પાસેથી પડાવી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. મતલબ કે દુર્બળ સમાજને પગતળે કચડી નાખવા બળવાન સમાજ હમેશાં તૈયાર જ હોય છે. એટલાજ માટે કહેવું પડે છે કે દેશરક્ષા સિવાય આત્મરક્ષા કોઈ કાળે થઈ શકે નહિ. આત્મરક્ષા અને સ્વજનરક્ષા એ જે ધર્મ હોય તો દેશરક્ષા એ પણ ધર્મ છે, એટલું જ નહિ પણ સૌથી અગત્યનો અને સૌથી વધારે મહત્તવને ધર્મ છે. કારણ કે જે દેશરક્ષા થઈ શકે તેજ સ્વપરનું બરાબર રક્ષણ બની શકે, અને તો જ ધર્મોન્નતિનો માર્ગ નિષ્કટક બની શકે. પુનરુક્તિના ભયથી એ વિષે વધારે બોલતા નથી. - કેટલીક સામાજીક અવસ્થાઓ ધર્મને માટે ઉપયોગી છે તો કેટલીક નિરુપયોગી હોય છે. કેટલીક અવસ્થાએ આપણી સમસ્ત વૃત્તિઓના અનુશીલનને માટે અનુકૂળ હોય છે તે કોઈ કોઈ સામાજીક અવસ્થા પ્રતિકૂળ પણ હોય છે. અનેક સમયે એવી પ્રતિકૂળતાઓ રાજા અથવા રાજપુરુષને જ આભારી હોય છે. યૂરોપમાં એક સમયે ટેસ્ટંટ મતવાળાઓને ક્રૂરતાથી જીવતા બાળી દેવામાં આવતા હતા. આર. ગજેબના વખતમાં હિંદુઓ ઉપર જે જુલમ થતા તે પણ તેના ઉદાહરણરૂપે ઉમેરી શકાય. ધર્મને માટે જે સામાજીક અવસ્થા અનુકૂળતાવાળી હોય તેને સ્વાધીનતા કહેવામાં આવે છે. “સ્વાધીનતા” એ દેશી વસ્તુ નથી.વિલાયતમાંથીજ એ ચીજ આપણું દેશમાં આવવા પામી છે. મૂળ શબ્દ “લીબટી ” નો એ અનુવાદ માત્ર છે. એ સ્વાધીનતાને અર્થ એવો નથી કે રાજા પોતે સ્વદેશીજ હવે જોઈએ. સ્વદેશી રાજા પણ અનેક સમયે સ્વાધીનતાને શત્રુ હોય છે, અને વિદેશી રાજા અનેક પ્રસંગે સ્વાધીનતાનો મિત્ર હોય છે. એને માટે હું ધારું છું કે ઉદાહરણ આપવાની જરૂર નથી.
ધર્મોન્નતિને માટે સ્વાધીનતા અત્યંત જરૂરની વસ્તુ છે. એટલાજ માટે પ્રત્યેક મનુષ્ય આત્મરક્ષા–સ્વજનરક્ષા તથા સ્વદેશરક્ષાને માટે પિતાની સમસ્ત શારીરિક વૃત્તિઓનું સંપૂર્ણ અનુશીલન કરવું જ જોઈએ.
શિષ્ય –ત્યારે એમજ કહી ઘો ને કે દરેકે દ્ધા બનવું જોઈએ !
ગુરુ-નહિ, સઘળાઓએ યુદ્ધને ધંધો કરે એવો મારો આશય નથી. હા, એટલું છે કે પ્રસંગ પ્રાપ્ત થયે યુદ્ધમાં કામ આપી શકાય તેટલા માટે આગમચથીજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મે-શારીરિક વૃત્તિ
બળવાન બનવું જોઇએ. નાનાં રાજ્યોએ પણ પિતાના રાજ્યમાં યુવાન પુરુષોને યુદ્ધનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જે તેઓ તેમ ન કરે તે બીજું મોટું રાજ્ય અનાયાસે નાનાં રાજ્યોને ચગદી નાખ્યા વિના રહે નહિ. પ્રાચીન ગ્રીક પ્રજાના પ્રાયઃ સઘળા મનુષ્યો યુદ્ધને માટે સર્વદા તૈયાર રહેતા. મહાન રાજ્યોમાં અથવા મહાન સમાજમાં યુદ્ધને ધંધે અમુક માણસો કરતા આવ્યા છે. પ્રાચીન ભારતવર્ષમાં પ્રજાની વતી ક્ષત્રિયો યુદ્ધ કરતા, અને મધ્યકાલીન ભારતવર્ષમાં પણ રાજપુત દેશના પ્રતિનિધિરૂપે લડતા એ વાત સર્વ કેઈન જાણવામાં છે, પરંતુ એ રિવાજનું પરિણામ એવું આવતું કે જે પ્રજાને એ એકજ ભાગ શત્રુની સાથે લડત પરાભવ પામત, તો સમસ્ત દેશને શત્રુના પંજામાં સપડાવું પડતું. ભારતવર્ષના રાજપૂત જેવા પરાજિત થયા કે તુરતજ મુસલમાનેએ ભારતવર્ષને કબજામાં લીધે. હવે રાજપુત સિવાયની ભારતવર્ષની અન્ય અન્ય પ્રજાઓ પણ જે યુદ્ધને માટે તૈયાર હેત તે ભારતવર્ષની એવી દુર્દશા કેાઈ કાળે થવા પામત નહિ. ઈ. સ. ના અઢારમા સૈકાના અંતભાગમાં કાન્સના સમગ્ર યુવકોએ નેપલિયન બોનાપાર્ટની આગેવાની નીચે અસ્ત્ર ધારણ કરીને એકસંપીથી ચૂપને ધ્રુજાવ્યું હતું. શિષ્ય–શરીરને કેવી રીતે કેળવ્યું હોય તે આપે કહ્યો તે ધર્મ બરાબર પાળી શકે?
ગુર:–-કેવળ બળની જ જરૂર નથી. જંગલી માણસ સાથે લડવામાં શારીરિકબળ ઉપયોગી થાય તેટલું જ. બાકી આ વીસમી સદીમાં તે શારીરિક બળ કરતાં શારીરિક કવાયતજ બહુ જરૂરની છે. અત્યારના સમયમાં સૈ પ્રથમ શારીરિક બળની અને અસ્થિ તથા માંસપેશીની પરિપુષ્ટિને માટે વ્યાયામ જોઈએ. આ દેશમાં પહેલાં દંડ-કુસ્તી તથા મગદળ વિગેરે અનેક પ્રકારની કસરતો પ્રચલિત હતી, પરંતુ અંગ્રેજી) સુધારાએ એ સર્વ આપણા હાથમાંથી લઇ લીધું છે. આપણે આપણી પૂર્વની કસરતો અને રમતને શામાટે તિલાંજલિ આપી દેવી તેનું એક કે યથેષ્ટ કારણ મારા જાણુવામાં નથી. આપણી અનુકરણપ્રિયતા અથવા તે બુદ્ધિબ્રમનું જ એ એક ઉદાહરણ છે.
બીજું-અસ્ત્રશલાને પ્રધાનપદ આપવું જોઈએ. આપણામાંના પ્રત્યેકે અસ્ત્ર-શઅના પ્રયોગોમાં પકવ બનવું જોઈએ.
શિષ્ય–પરંતુ અત્યારને કાયદે અસ્ત્ર ધારણ કરવાની આપણને મનાઈ કરે છે, તેનું કેમ કરવું ?
ગુ–એ તે કાયદા બાંધનારાઓની ભૂલ છે. કાયદાની એ ભૂલ વખત જતાં સુધરી શકશે.
ત્રીજુ-અસ્ત્રશિક્ષા ઉપરાંત કેટલીક શારીરિક કવાયતે પણ શીખવી જોઈએ, કારણ કે શારીરિક ધર્મનું સંપૂર્ણ પાલન કરવા માટે કેટલીક કવાયત બહુજ જરે રની છે. દાખલાતરીકે અશ્વારોહણ યુરોપમાં જે મનુષ્ય અશ્વારોહણ કરી શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ધમતરવ
નથી, અને અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરતું નથી તે મનુષ્ય ત્યાં બહુ ઉપહાસપાત્ર લેખાય છે. વિલાયતની સ્ત્રીઓ પણ અશ્વારોહણ તથા અસ્ત્રધારણ કરવાને શકિતવાન હોય છે. આપણે હાથે કરીને કેવી દુર્દશાએ પહોંચ્યા છીએ ?
જેવી રીતે અશ્વારોહણ શારીરિક ધર્મનું એક પ્રકારનું અનુશીલન છે, તેવી જ રીતે પગે ચાલીને દૂર ફરવા જવું, તથા તરતાં શીખવું એ પણ એક અનુશીલન છે. જે મનુષ્ય પગે ચાલીને અમુક મજલ કાપી શકે નહિ, તેમજ નદી-નાળું તારી શકે નહિ તે થાર્થ યોદ્ધો બની શકે નહિ. મેં કહ્યું તે શિક્ષણ કેવળ હાઆનેજ માટે જરૂરનું છે એમ માની લઈશ નહિ. જે મનુષ્યને તરતાં ન આવડે તે મનુષ્ય પાણીમાં પિતાનું કે બીજાનું કદાપિ રક્ષણ કરી શકે નહિ. યુદ્ધના પ્રસંગે લડવૈયાઓને આત્મરક્ષા અથવા પરરક્ષા કરવી પડે એટલાજ માટે તરતાં શીખવું જોઈએ એવો સિદ્ધાંત કરીને બેસી રહીશ નહિ. સામા પક્ષ ઉપર હલ લઈ જવાને તેમજ શત્રુના પંજામાંથી બચવાને માટે પણ આપણે અનેક પ્રસંગે પાણીમાં તરતા તરતા જવું પડે છે. પગે ચાલીને પણ કેસોના કેસો સુધી દોડવું પડે છે, માટે મનુષ્યમાત્રે આ સર્વ કવાયત શીખવી જોઈએ.
શિષ્ય --મતલબ કે શરીર પુષ્ટ અને બળશાળી બને તેટલાથીજ શારીરિકવૃત્તિનું અનુશીલન સંપૂર્ણ થયું ન ગણાય, પરંતુ તેની સાથે કસરત-કવાયત વિગેરે–
ગુર–કસરત દિવા વ્યાયામમાં મલ્લયુદ્ધને પણ સમાવેશ કરી દેવો જોઇએ. કારણ કે તે બહુ બળદાયક છે. તેમજ આત્મરક્ષા તથા પરોપકારને માટે પણ તેની ધણી જરૂર પડે છે.
શિષ્ય-સમ. ટુંકામાં શરીરની પુષ્ટતા, વ્યાયામ, મલ્લયુદ્ધ, અસ્ત્રશિક્ષા, અશ્વારોહણ, સંતરણ તથા પગે ચાલતાં દૂર સુધી જવાની પણ ટેવ પાડવી જોઇએ
ગુર–એટલું જ નહિ સહનશકિત પણ જોઈએ. ટાઢ-તડકે તથા સુધા–તૃષા સહન કરતાં શીખવું જોઈએ. ગમે તેટલો પરિશ્રમ થયો હોય તે પણ ચિત્તમાં ખેદ કે ગ્લાનિ ન થાય તે માટે અભ્યાસ પાડવો જોઈએ. તે સિવાય એક લડવૈયાને માટે બીજી પણ કેટલાક અભ્યાસ કરવા જોઈએ. દાખલા તરીકે જરૂરના પ્રસંગે માટી ખોદતા આવડવું જોઈએ, ઘર બધિતાં શીખવું જોઈએ, વજન ઉંચકી જવાની ટેવ પાડવી જોઈએ, વિગેરે અનેક સમયે યોદ્ધાઓને દશ-બાર દિવસ ચાલે તેટલે અન્નને જથ્થો પીઠ ઉપર ઉંચકીને લઈ જ પડે છે. ટુંકામાં એક કારીગર પોતાનાં ઉપયોગી અસ્ત્રો પોતાની પાસે રાખી તેને બરાબર ધારવાળાં બનાવીને સાથે લઈ જાય છે તેવી જ રીતે આપણે આપણું દેહરૂપી શસ્ત્ર તીક્ષ્ણ ધારવાળા શસની માફક હમેશાં તૈયાર રાખવું જોઇએ. કારીગર જેમ પોતાનાં સજાવી રાખેલા અસ્ત્રોથી સર્વ દ્રવ્યોને તોડી-ફોડી તથા સાધી શકે છે, તેવી જ રીતે આ દેહ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ મા–શારીરિક વૃત્તિ
૬૩
સર્વ કર્મો કરી શકે તેવા સક્ષમ બનાવવા જોઇએ.
શિષ્યઃ—પણું એ કેમ બની શકે તેના ઉપાય તા આપે કાંઇ ખતાનો નહિ. ગુરુઃ——તેના ઉપાયેા (૧) વ્યાયામ, (૨) શિક્ષણુ, (૩) આહાર, (૪) ઇન્દ્રિયસંયમ. એ ચાર ઉપાયા શારીરિક અનુશીલનને માટે પૂરતા છે.
શિષ્યઃ—-તેમાં આપે વ્યાયામ તથા શિક્ષણુ સબંધે જે કાંઇ કહ્યું તે મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે; પરંતુ આહાર સબંધે કાંઇ ખુલાસા થયા નથી. શરૂઆતમાંજ વાચસ્પતિ મહાશયના ખાનપાનસબંધે જે પ્રશ્ન ઉઠયા હતા તે હવે મને યાદ આવે છે. વાચસ્પતિ મહાશય કેવળ ભાત-દાળ ઉપરજ જીંદગીના નિર્વાહ કરતા. શું માત્ર એટલું ખાઇને બેસી રહેવું તે ધર્માનુકૂળ છે ? તેનાથી વિશેષ પ્રકારનાં દ્રવ્યેા આહારમાં લેવાં એ શું અધમ છે? હું ન ભૂલતા હાઉ તા આપનેા કહેવાના આશય તે વખતે કાંઇક એવાજ પ્રકારના હતા. ગુરુઃ—મેં કહ્યું હતું કે શરીરની રક્ષા તથા પુષ્ટિને માટે જો એટલેજ ખારાક શ્રેષ્ટ હાય તા તેથી અધિક આહારની લાલસા રાખવી એ અધમ છે. શરીરની રક્ષા તથા પાષણને માટે કેવા પ્રકરાના આહારની જરૂર છે એ વિષય તેા વૈજ્ઞાનિક પંડિતાના હાથમાંજ રહેવા દેવા જોઇએ. ધર્મના ઉપદેશકેાનું તે કામ નથી. હું માનું છું કે વૈજ્ઞાનિક પડિતા દાળ-ભાતને શરીરરક્ષા તથા પુષ્ટિને માટે યશેષ્ટ લેખશે નહિ; પરંતુ તેની સાથે વાચસ્પતિ મહાશયના સગાને વિચારણામાં લચ્ચે તા તેમના જેવા શરીરશ્ર્ચમ વિનાના માણસો માટે એવા સાદા ખારાક ચેષ્ટ પણ લેખાવા જોઇએ. આપણે તે ચર્ચામાં માથુ મારવાની અત્યારે કશી જરૂર નથી. વૈજ્ઞાનિકાનુ કામ વૈજ્ઞાનિકા કરે એજ ઈચ્છવાયાગ્ય છે. આહારસબંધેના એક મહત્ત્વને ઉપદેશ, કે જે સ્વયં શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળ્યો છે, તે ગીતામાંથી હું તને સભળાવુ છું, એટલાથીજ સતાષ માની લેજે:
-
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्द्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकाप्रियाः ।। અર્થાત્—જે આહાર આયુષ્યમાં, ઉત્સાહમાં, ખળમાં, સ્વાસ્થ્યમાં, સુખમાં અને ચિત્તના આનંદમાં વૃદ્ધિ કરે, રુચિને પ્રદીપ્ત કરે, જે આહાર રસયુક્ત હાય, સ્નિગ્ધ ઢાય, અને જેના તાત્ત્વિક અંશ શરીરમાં પાયન થાય તે અર્થાત્ “ ન્યુટ્રીશીઅસ હાય, એટલુ ંજ નહિ પણ જેના દર્શનમાત્રથી ખાવાની ઇચ્છા થાય તેજ આહાર સાત્ત્વિકાને પ્રિય થઇ પડે છે.
**
..
શિષ્ય;—પણ એમાં મદ્ય-માંસ આહારાથે લેવા જોઇએ કે નહિ તે તેા કાંઇ આવ્યુજ નહિ.
ગુરુ:—તે કામ વૈજ્ઞાનિકાનુ છે. શારીરતત્વવેત્તાઓને અથવા તેા વૈદ્યોને પૂછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્તવ
જો કે મધમાંસ વિગેરે આયુષ્ય, સન્ન બળ, આરોગ્ય, સુખ, તથા પ્રીતિવૃત્તિમાં વૃદ્ધિ કરે છે કે નહિ? મા-માંસમાં શા શા ગુણે તથા અવગુણ રહેલા છે તેને ખુલાસો તેમની પાસેથી મેળવી લે. શિષ્ય –હિંદુ શાસ્ત્રકારોએ તે તેને નિષેધ કર્યો છે.
ગુર-મારા વિચાર પ્રમાણે હિંદુ શાસ્ત્રકારોએ મદ-માંસને નિષેધ કરવામાં ખોટું કર્યું નથી. “અનુશીલન 'તત્વ એજ તેમના ધર્મોપદેશનું મૂળ હતું; કારણ કે મધ-માંસ અનિષ્ટકારી, અનુશીલનને હાનિકર તથા જેને તમે ધર્મ કહે છે તેને વિનકર હેવાથી એને નિષેધ કરવામાં તેઓએ વાબીજ કર્યું છે.
શિષ્ય –ાઈ પણ અવસ્થામાં શું માનો વ્યવહાર નજ કરે?
ગુર–જે પીડિત વ્યક્તિની પીડા મઘ સિવાય બીજા કશાથી શાંત ન થાય એમ હાય, તેને માટે જ તેનો ઉપયોગ કરી શકાય. તથાપિ એક અવસ્થા એવી પણ છે કે જે સમયે ચિકિત્સક કે વૈજ્ઞાનિકોની આજ્ઞાની રાહ ન જોતાં પરિમિત મદ્યપાન કર્તવ્ય છે. શિષ્ય –એવી કયી અવસ્થા છે?
ગુરુ –યુદ્ધ સમયની અવસ્થા એજ મારો કહેવાનો આશય છે. યુદ્ધકાળે માપાન ધર્માનુકૂળ લેખાય છે તેનું કારણ માત્ર એટલું જ છે કે જે જે વૃત્તિઓના બળથી યુદ્ધક્ષેત્રમાં વિજય મળી શકે તે તે વૃત્તિ પરિમિત મદ્યપાનથી વિશેષ બળવાન બને છે. આ સિદ્ધાંતને હિંદુશાસ્ત્ર પણ યોગ્ય માન આપે છે. મહાભારતમાં લખ્યું છે કે જયદ્રથવિધના દિવસે એક અજુન શત્રુની સેનાને ભેદીને શત્રુઓની મધ્યમાં જઈને ઉભો રહ્યો હતે. યુધિષ્ઠિરને આખા દિવસમાં અર્જુન સંબંધી કાંઈ સમાચાર મળ્યા નહિ તેથી તેઓ વ્યાકુળ ચિત્ત બેસી રહ્યા હતા. તે સમયે પાંડવસેનામાં સાત્યકિ સિવાય બીજો એકકે એ વીર યોદ્ધો નહતો કે જે શત્રુઓની મધ્યમાં જઈ અર્જુનના સાચા સમાચાર લઈ આવે. યુધિષ્ઠિરે સાત્યકિને આ દુષ્કર કાર્ય કરવાની રજા આપી. તેના ઉત્તરમાં સાત્યકિએ ઉત્તમ પ્રકારના મદ્યની પ્રાર્થના કરી. યુધિષ્ઠિરે પોતે તેને ઉત્તમ પ્રકારને મઘ આણું આપે. માર્કંડેય પુરાણમાં પણ જણાવ્યું છે કે સ્વયં કાલિકાને અસુરનો વધ કરતાં પહેલાં સુરાપાન કરવું પડયું હતું.
૧૮૫૭ ને મહાન બળ થયો તે વખતે ચિનહેરના યુદ્ધમાં અંગ્રેજી સેનાને હિંદુ તથા મુસલમાનોની સેનાએ પરાજિત કરી હતી. સ્વયં સર હેનરી ઑરેન્સ તે યુદ્ધમાં અંગ્રેજ સેનાને નાયક હો, છતાં તેમને હાર ખાવી પડી હતી. અંગ્રેજી ઇતિહાસલેખકે સર જોન રે તેના કારણે આપતાં એક કારણ એવું પણ બનાવ્યું છે કે તે દિવસે અંગ્રેજ સેનાને જરૂરગે મદ્ય મળી શકયા નહોતા. એ કારણ છેક અસંભવિત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૮ - શારીરિક વૃત્તિ
તે ગમે તેમ હો. મદ્યસેવનના સબંધમાં મારે મત ટુંકમાં આ પ્રમાણે છે - (૧) યુદ્ધકાળે પરિમિત મધસેવન થઈ શકે, (૨) સુયોગ્ય ચિકિત્સકની આજ્ઞાનુસાર રોગાદિમાં તેનો ઉપયોગ કરી શકાય, (૩) તે સિવાય મદ્યપાન કરવું અનુચિત છે. શિષ્ય –માંસાહારસંબંધે આપનો શું મત છે ?
ગુસ–મસ્ય–માંસ શરીરને ઉપકારી છે કે અપકારી છે તેને નિર્ણય કરવો તે વૈજ્ઞાનિકોનું કામ છે. ધર્મવેત્તા તે માત્ર એટલું જ કહી શકે કે મત્સ્ય-માંસને આહાર કરવાથી મનુષ્યની પ્રીતિવૃત્તિના અનુશીલનને ધકે પહેચે છે, તેથી તે નિષિદ્ધ છે. ભૂતમાત્રમાં પ્રીતિ રાખવી એ હિંદુધર્મને મુખ્ય સિદ્ધાંત છે. અમારે અનુશીલનવાદ પણ તે સિદ્ધાંતને સ્વીકાર કરે છે, પણ આમ કહેવા ઉપરથી અનુશીલનવાદ હિંદુધર્મથી કાઈ જુદોજ મતવાદ છે, એમ માની લઈશ નહિ. અનુશીલનવાદ પણ હિંદુધર્મનો જ એક વિષય છે. - શારીરિક વૃત્તિના અનુશીલનસંબંધે વિવેચન કરતાં (૧) વ્યાયામ (૨) શિક્ષણ તથા (૩) આહારના વિષયમાં મેં મારા વિચારો જણુવ્યા. હવે (૪) ઇન્દ્રિયસંયમના સંબંધમાં મારે બે બોલ કહેવા જોઇએ. શારીરિક વૃત્તિના અનુશીલનને માટે ઈન્દ્રિય-સંયમની અત્યંત જરૂર છે, એ વાત તને વિસ્તારપૂર્વક સમજાવવાની અગત્ય હું જોતો નથી. ઇન્દ્રિયસંયમના અભાવે શરીર યોગ્ય પ્રમાણમાં પરિપુષ્ટ થઈ શકતું નથી, વ્યાયામ કરવા જેટલી ધીરજ રહેતી નથી, શિક્ષણની સાર્થકતા થઈ શક્તી નથી, એટલું જ નહિ પણ જે આહાર હાજરીમાં જાય તે આહાર પણ સંપૂર્ણ રીતે પચી શકતા નથી, અને તેને લીધે શરીરમાં જેવું જોઈએ તેવું બળ આવતું નથી. તે સિવાય ઈદ્રિયોને સંયમમાં રાખવી એજ ઇન્દ્રિયોનું યોગ્ય અનુશીલન છે, એ વાત હું ન ભૂલતો હોઉં તો તને આગળ સમજાવી ગયો પણ છું. આટલે દૂર આવ્યા પછી મારે તને યાદ આપવું જોઈએ કે ઇન્દ્રિયસંયમ એ માનસિક વૃત્તિના અનુશીલનને સંપૂર્ણ આધીન છે; કારણ કે જે માનસિક વૃત્તિ નિર્બળ હોય તે શરીર ઉપર જે જોઈએ તે અંકુશ રહી શકે નહિ. સારાંશરૂપે મારે કહેવું જોઈએ કે હું આગળ જણાવી ગયો તેમ માનસિક વૃત્તિનું ઉચિત અનુશીલન, શારીરિક વૃત્તિના અનુશીલનના ઉપર આધાર રાખે છે; તેવીજ રીતે હવે તું જોઈ શકશે કે શારીરિક વૃત્તિનું ઉચિત અનુશીલન પણ માનસિકવૃત્તિ ઉપર આધાર રાખે છે. આ પ્રમાણે શરીર તથા મન એકબીજા સાથે બહુજ ગાઢ સંબંધથી જોડાયેલાં છે. એકના અનુશીલન સિવાય અન્યનું અનુશીલન કોઈ કાળે સંભવે નહિ. જે કર્મોપદેશકો કેવળ માત્ર માનસિક વૃત્તિના અનુશીલન ઉપરજ ભાર મૂકીને બેસી રહે છે, તેઓનો
૪ આ મૂળ પુસ્તક ઘણું વર્ષપર લખાયેલું હોઈને તે પછી ઘણાખરા વૈજ્ઞાનિ કાએ માંસાહાર નુકશાનકારક હેવાનું જ જાહેર કરેલું છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
ઉપદેશ અસંપૂર્ણ છે. જ્ઞાન જ પ્રાપ્ત કરીને બેસી રહેવું એ ઉપદેશ અસંપૂર્ણ હેવાના કારણે ધર્મવિરુદ્ધ છે. કેલેજના શિક્ષણ માત્રથી વિદ્યાર્થીઓ જેમ યથાર્થ મનુષ્ય બની શકતા નથી, તેમ થોડાં ઘણું પુસ્તકો કંઠસ્થ કરવાથી પણ વિદ્યાર્થીઓ યોગ્ય પંડિત બની શકતા નથી. આ બન્ને માર્ગો અપૂર્ણ અને તેથી અનિષ્ટકારી છે.
अध्याय ९ मो-ज्ञानार्जनी वृत्ति શિષ્ય –-શારીરિક વૃત્તિઓના સંબંધમાં તે આપને ઉપદેશ સાંભળ્યો. હવે જ્ઞાનાજની (જ્ઞાન મેળવનારી) વૃત્તિઓના અનુશીલનસંબંધે કાંઈક કહે તો સાંભળવાની ઈચ્છા છે.મારા સમજવા પ્રમાણે બીજા પ્રકારની વૃત્તિઓના અનુશીલનથી જે સુખ મળી શકે તે સુખ આ વૃત્તિના, અનુશીલનથી પણ પ્રાપ્ત થવું જ જોઈએ, અને જયાં સુખ ત્યાં ધર્મ પણ હોયજ. એટલા માટે જ્ઞાનાર્જની વૃત્તિઓનું અનુશીલન અથવા તે જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ કર્તવ્ય છે.
ગુ –અલબત્ત તે આવશ્યક કર્તવ્ય છે, કારણ કે જ્ઞાન વિના અન્ય વૃત્તિઓનું યથાર્થ અનુશીલન થઈ શકે નહિ, એ વાત શારીરિક વૃત્તિ ના અનુશીલન સમયે હું તને બરાબર સમજાવી ચૂક છું. તે સિવાય બીજી એક બાબતને માટે પણ જ્ઞાનની જરૂર છે, અને તે બાબત ઘણું મહત્વની છે અને તે એ કે જ્ઞાન સિવાય ઇશ્વરને ઓળખી શકાય નહિ, તેમજ વિધિપૂર્વક ઇશ્વરની ઉપાસના પણ થઈ શકે નહિ.
શિષ્ય-જ્ઞાન હોય તો જ ઈશ્વરપાસના થઈ શકે, એમ જો આપ કહેવા માગતા હે તે પછી ભૂખ મનુષ્યો ઇશ્વરની ઉપાસના કેવી રીતે કરી શકે ? ઈશ્વર શું કેવળ પંડિત પુરુષોને માટેજ છે? | ગુસ--ભૂખે મનુષ્ય માટે ઈશ્વરો પાસના નથી. મૂર્ખને માટે તે ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી એમ કહું તોપણ ખોટું નથી. જગતમાં જ્ઞાનપૂર્વક જેટલાં પાપો થાય છે તેમાંના ઘણાંખરાં પાપ પ્રાયઃ મૂર્ખ મનુષ્યો દ્વારા જ થાય છે. અત્રે મારે એક સ્પષ્ટીકરણ કરવું જોઈએ. જેને લખતાં વાંચતાં આવડતું ન હોય તેને જ મૂખ મનુષ્ય માની લઈશ નહિ, તેમજ જેને લખતાં-વાંચતાં આવડતું હોય તેજ જ્ઞાની એમ પણ માની લેવાનું નથી. પુસ્તક વાંચ્યા વિના પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પાઠશાળાઓ અને નિશાળમાં ભણ્યા વિના પણ જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. આપણું દેશની પ્રાચીન સ્ત્રીઓએ તેનાં ઉત્તમ દષ્ટાંત આપણને પૂરાં પાડયાં છે. તે સન્નારીઓમાં પ્રાય: કોઈને પણ લખતાં વાંચતાં આવડતું નહતું છતાં તેમના જેવી ધાર્મિક વ્યકિતઓ પૃથ્વીમાં ડીજ થઈ હશે. તે આદર્શ નારીઓએ પુસ્તકનું વાંચન કર્યું ન હતું તેથી તે સર્વ મૂર્ખ હતી, એમ કહેવાનું કેઇનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મા–જ્ઞાનાર્જની વૃત્તિ
૬૭
,,
સાહસ થઇ શકશે નહિ. આપણા દેશમાં પૂર્વે જ્ઞાન પ્રાપ્ત કરવાના જે કેટલાક ખાસ માર્ગો હતા, તે સ` આજે લુપ્તપ્રાય થઈ ગયા છે. “ કા અને હરિકીન એ પૂર્વ કાળે જ્ઞાનપ્રાપ્તિને એક મુખ્ય ઉપાય હતા. પ્રાચીન સન્નારીએ કથાકારાના મુખથી પુરાણુ તથા ઇતિહાસની વાતા સાંભળતી અને એથી કરીને પુરાણુ—ઋતિહાસમાં જ્ઞાનના જે ઉત્તમ ભડાર છુપાયલા છે, તે તેમની પાસે ખુલ્લા થઇ જતા. કથાના શ્રવણથી તેમની જ્ઞાનાની વૃત્તિ બહુ સારી રીતે સ્વચ્છ તથા પરિતૃપ્ત થઈ શકતી હતી. તે સિવાય હિંદુધર્મના પ્રતાપે આપણા દેશમાં વંશપરંપરાએ જે જ્ઞાનપ્રવાહ સતત વહ્યા કરતા તે પ્રવાહ ઉપર પણ સન્નારીઓના અધિકાર રહેતા હતા. આ સર્વાં કારણાને લઇને અત્યારના આપણા સુશિક્ષિત ગણાતા યુવકે કરતાં પણ અનેક વિષયેા પૂર્વકાળની સન્નારીઓ બહુ સારી રીતે સમજી શકતી હતી.દાખલાતરીકે અતિથિસત્કારનું માહાત્મ્ય જ્ઞાનવિના ક્રાઇ -કાળે સમજી શકાય નહિ, તેમજ વિશ્વવ્યાપી સત્યની સાથે અતિથિ-સત્કારને કેવા પ્રકારના સબંધ છે, તે પણ જ્ઞાનદષ્ટિ વિના જોઇ શકાય નિહ. અત્યારના આપણા સુધરેલા વ અતિથિનું નામ સાંભળીને પણ ખળી જાય છે ! અત્યારના શિક્ષિત વર્ગને જે જ્ઞાન નથી તે જ્ઞાન પૂર્વીની અશિક્ષિત સન્નારીઓને હતું, એજ વાત હું કહેવા માગુ છું. તે સ્ત્રીએ અતિથિ-સત્કારનુ` માહાત્મ્ય બહુ સારી રીતે સમજી શકતી હતી. આ પ્રકારનાં એક નહિ પણ સેકડા ઉદાહરણા આપી શકાય તેમ છે, એ દૃષ્ટિથી જોઇએ તેા પ્રાચીન કાળની નિરક્ષર સ્ત્રીનેજ દાની લેખવી જોઇએ, અને અત્યારના આપણા સુશિક્ષિત વર્ગને અજ્ઞાની લેખવા જોઇએ.
શિષ્યઃ——એમાં શિક્ષિત વર્ગોના શાષ? ઈંગ્રેજી-શિક્ષાની પદ્ધતિજ એવી એમાં કાષ્ઠ શુ કરે ?
ગુરુઃ—અલબત્ત, એ વાત ખરી છે. મે' જે અનુશીલનવાદ તને સમજાવ્યેા, અર્થાત્ સમસ્ત વૃત્તિઓનુ યથાયેાગ્ય અનુશીલન થવું જોઇએ, એમ મેં જે કહ્યું તે વાત અત્યારના શિક્ષણમાં યોજાયલી નથી, અને તેને લઇનેજ વર્તમાન શિક્ષણપદ્ધતિ દૂષિત ગણાય છે. અંગ્રેજી રાજ્યના અધિકારીઓએ સિદ્ધાંત કર્યાં કે પાઠશાળામાં તા એક ચેાક્કસ પ્રકારની વૃત્તિનુંજ અનુશીલન થવું જોઇએ, અને એ પ્રમાણે કાર્યની થઈ ગઇ ! મતલબ કે વ`માન શિક્ષણપદ્ધતિ તેમના અમુક ઉદ્દેશો અને આવશ્યકતાઓનેજ આભારી છે, અને તેથીજ તે સોષ રહી ગઈ છે. આજકાલની શિક્ષણપ્રણાલીમાં ત્રણ મહાન દોષો ઉંડા વિચાર કરવાથી સહેજે તરી આવે છે.
શરૂ
શિષ્યઃ—એ દાષા કયા કયા ?
ગુરુઃપ્રથમ દોષ તા એજ છે કે જ્ઞાનાની વૃત્તિઓપ્રત્યે બહુજ વધારે લક્ષ આપવામાં આવે છે, અને કાર્યોકારિણી અથવા ચિત્તરંછની વૃત્તિની ખીલવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
માટે કાંઇજ પ્રયત્ન થતો નથી; અને તેથી કરીને કેળવણીનું જોઈએ તેવું ઉત્તમ ફળ મળી શકયું નથી. હિંદી યુવકે મનુષ્યવથી બહુ વેગળા પડી ગયા છે. વકીલ, ડોકટર અથવા સરકારી નોકર બનવું એનેજ જીવનનું પરમ લક્ષ્ય તેઓ માની બેઠા છે. બીજી તરફ યુરોપના એક ભાગની પ્રજા જ્યારે શિલ્પકુશળ તથા સંપત્તિપ્રિય બનવાનો પ્રયત્ન કરતી હોય છે તે બીજી તરફ બીજા ભાગની પ્રજા યુદ્ધપ્રિય તથા જુલમી બનવાનો પ્રયત્ન કરી રહી હોય છે. આવી દુષિત શિક્ષણ પદ્ધતિના પરિણામે યૂરોપમાં કેટકેટલાં યુદ્ધો તથા અત્યાચારો થયા છે તથા થાય છે તે કાઇથી અજાણ્યું નથી. શારીરિક વૃત્તિ, કાર્યકારિણી વૃત્તિ તથા ચિત્તરંજની વૃત્તિની ખીલવણીની સાથે યોગ્ય પ્રમાણમાં જે માનસિક વૃત્તિની પણ ખીલવણું થાય તે જ તે જગતને તથા જનસમાજને ઉપકારી અથવા મંગળકારી થઈ શકે. બીજી વૃત્તિઓને તિરસ્કાર કરી કેવળ માત્ર બુદ્ધિનેજ કેળવ્યા કરવી એ કઈ રીતે ઈચ્છવાયોગ્ય નથી. અમારા જેવા સાધારણ મનુષ્યોની ધર્માનુકૂળ માન્યતાઓ કેવા પ્રકારની છે તે તું જાણે છે ? હિંદુઓ માત્ર રૂપવાન ચંદ્ર અથવા બળવાન કાર્તિકેયને જ પૂજનીય માનીને બેસી રહેતા નથી, માત્ર બુદ્ધિમાન બહસ્પતિ કિવ જ્ઞાની બ્રહ્માની ઉપાસનાને જ સર્વસ્વ માનીને તેટલેથી જ અટકી જતા નથી; એટલું જ નહિ પણ કેવળ રસજ્ઞ ગંધર્વરાજ અથવા સરસ્વતી દેવીનેજ આરાધ્યરૂપે સ્વીકારી શાંત થતા નથી, પરંતુ હિંદુઓની ભકિત, હિંદુઓની પૂજા, હિંદુઓનું સર્વસ્વ તે સર્વાંગસંપન્ન–અર્થાત સવગીન પરિણતિયુકત, છ પ્રકારના ઐશ્વર્યયુક્ત વિષ્ણુ ભગવાનના ચરણમાં સમર્પિત થાય છે. અનુશીલન–નીતિને મુખ્ય સિદ્ધાંત પણ એજ છે કે સર્વ પ્રકારની વૃત્તિઓને એવી યોગ્યતાપૂર્વક કેળવવી કે એક વૃત્તિ બીજી વૃત્તિને દાબી દઈ સ્વછંદતાપૂર્વક આગળ વધી શકે નહિ. સારાંશ કે પ્રત્યેક વૃત્તિને પોતપોતાની સીમામાં રહેવા દઈ તેનું ગ્ય અનુશીલન કરવું એજ વિષ્ણુની આરાધનાનું મૂળ-પ્રધાન રહસ્ય છે.
શિ –એ તો શિક્ષણના એક દષની વાત થઈ. બીજો દેષ શું છે?
ગુર --આધુનિક શિક્ષા પ્રણાલીને બીજે દોષ એ છે કે તે પ્રત્યેક મનુષ્યને એક ખાસ વિષયમાં પરિપકવ થવાની ફરજ પાડે છે. આથી સર્વ મનુષ્યને સર્વ પ્રકારના વિષયો જાણવાને અવકાશ મળતું નથી. અર્થાત એક મનુષ્ય ધારે તે વિજ્ઞાનશાસ્ત્રમાં ખૂબ પારંગત બની શકે, પરંતુ તેને માટે સાહિત્યનાં દ્વાર તો બંધ જ રહેવાનાં. એક મનુષ્ય ધારે તે સાહિત્યની શાખામાં પરમ વિદ્વાન બની શકે, પરંતુ વિજ્ઞાનશાસ્ત્રમાં પ્રવેશ કરવાની તેને રજા મળતી નથી. આવી રીતે એક મનુષ્ય જો એક ખાસ પ્રકારની વૃત્તિને જ કેળવીને ઉપશાંત થાય તે પછી મનુષ્યની બાકીની વૃત્તિઓને ખીલવવાનો અવકાશજ કયારે મળે ? પરિણામ એ આવે કે જ્યાં જુઓ ત્યાં તમને અર્ધ મનુષ્યત્વવાળોજ માણસ મળી આવે-સંપૂર્ણ મનુષ્યત્વવાળા મનુષ્યનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મા–જ્ઞાનાની િ
૬૯
તેા દર્શીન પણ ભાગ્યેજ તમને થવાનું ! એક મનુષ્ય વિજ્ઞાનશાસ્ત્રમાં કુશળ હાય, પણ જો તે કાવ્યરસાદિના આસ્વાદનથી કમનસીબ હોય તેા તે અશ્ર્વ મનુષ્યજ છે, એમ કહેવું જોઇએ. એવીજ રીતે જે મનુષ્ય સૌદર્યપ્રિય હોય અને સર્વ સૌ માંથી પેાતાની રસવૃત્તિને પાછુ આપી શકતા હાય, પરંતુ જગતનાં અપૂર્વ વૈજ્ઞાનિક તત્ત્વાથી અજ્ઞાન હોય તેા તે પશુ અધ મનુષ્યજ છે. ઉપર કહ્યા તે ઉન્નય પ્રકારના મનુષ્યા મનુષ્યત્વરહિત છે, અને તેથી તેટલે શૈધ ભ્રષ્ટ છે. જે ક્ષત્રિયપુત્ર પોતે યુદ્ધવિશારદ હાય છતાં રાજધથી અનભિજ્ઞ હાય, અથવા તેા. રાજધમ જાણવા છતાં રવિદ્યામાં અજ્ઞાન હોય તે તે હિંદુધર્માનુસાર ધર્મભ્રષ્ટ છે. હિંદુશાસ્ત્રના યથા મર્મ એજ પ્રમાણે છે.
તે સ મનુષ્યેએ સર્વ પ્રકારના
વિષયામાં કુશળતા પ્રાપ્ત કરવીજ જોઇએ.
ગુરુ:—નહિ, સર્વ મનુષ્યાએ તેમજ કરવુ જોઇએ એવા મારા આગ્રડ નથી. અલબત્ત, એટલું છે કે પ્રત્યેક મનુષ્યે પેાતાની સમસ્ત મનેત્તિઓની કમેટી તેમજ ખીલવણી તા કરવીજ જોઇએ.
શિષ્ય:——તે ખરાખર છે, પરંતુ સર્વ મનુષ્યાથી તેમ ખની શકે એવુ આપને લાગે છે ખરું ? સ મનુષ્યેાની સર્વ વૃત્તિએ એકસરખી તેજસ્વી હાતી નથી. ઘની મનોવૃત્તિ વિજ્ઞાનના અભ્યાસમાં વધારે તેજસ્વી હાય છે તેા કાઈની વૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં અદ્દભુત કાર્ય કરી શકે તેવી હાય છે. સાહિત્યની વૃત્તિવાળા મનુષ્ય વિજ્ઞાનની શાખામાં જાય તે। તેને પ્રાયઃ નિષ્ફળજ થવું પડે; તેને બદલે વિજ્ઞાનની વૃત્તિવાળા મનુષ્ય ખીજા કાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું સાહસ ન કરતાં વિજ્ઞાનની પાછળજ સતત મડયા રહેતા વખત જતાં તે એક મહાન વૈજ્ઞાનિક બની શકે. એકજ મનુષ્ય સાહિત્યમાં અને વિજ્ઞાનમાં–ઉભયમાં કેવી રીતે પારંગત ખૂની શકે ?
શિષ્યઃ—આપની ધર્મબ્યાખ્યા અનુસારે
cr
,,
ગુરુ:—તે ન બની શકે; પરંતુ “ પ્રતિભા? ” વિષે સ્પષ્ટીકરણ કરતાં મેં જે વિચારો તને અગાઉ જણાવ્યા હતા તે પુનઃ યાદ કર. તારા આ પ્રશ્નના ઉત્તરરૂપે મારે જે કાંઈ કહેવુ જેઈએ તે સ તેજ વખતે જણાવી ગયા ધ્રુ. પુનરુકિતની અત્રે જરૂર નથી. હવે ત્રીજો દોષ સાંભળ.
વર્તમાન શિક્ષણપદ્ધતિના એક સાધારણ દોષ એ પણ છે કે તેમાં પાત્રાપાત્રને લેશ પણુ વિચાર કરવામાં નથી આવતા. અર્થાત્ અમુક વિષય વિદ્યાર્થીએના અંતઃકરણમાં વિકાસ પામે છે કે નહિ, તે જોવાની કેાઇ તસ્દી લેતુ ં નથી. ૧ આ વિષય પાંચમા અધ્યાયમાં શિષ્યના ચોથા પ્રશ્નમાં મળી આવશે.
અનુવાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ધમતત્વ
એક વૈદ્ય રોગીને ક્ષુધાતુર જોઈ ખાવાની છૂટ આપે, પણ તે દર્દી ખાધેલું અન્ન પાચન કરી શકે તેમ છે કે નહિ તેને બિલકુલ વિચાર ન કરે તે તેને સુયોગ્ય ચિકિત્સક કહેવાય નહિ. તેવી જ રીતે જે શિક્ષક વિદ્યાથીની શક્તિને તેલ કર્યા સિવાય મગજમાં બેજોજ ભર્યા કરે તેને પણ સુયોગ્ય શિક્ષક લખી શકાય નહિ. દર્દીને બહુ અનાજ ખાવા બદલ જેમ અજીર્ણનું દર્દ ભોગવવું પડે છે તેમ હદ ઉપરાંત બે વિદ્યાર્થીઓના મગજમાં ભરવાથી વિદ્યાથીઓને પણ માનસિક અજીર્ણને આધીન થવું પડે છે. આથી કરીને ક્રમે ક્રમે વિદ્યાથીની જ્ઞાનાર્જની વૃત્તિઓની અવનતિ થતી જાય છે. “મુખસ્થ કરે, યાદ કરે, ગોખી નાખો, કોઈ કાંઈ પૂછે તો પોપટની માફક એકદમ ઉત્તર આપતાં શીખો.” એજ પ્રકારનું શિક્ષણ આજકાલ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ આવા શિક્ષણથી વિદ્યાર્થીની બુદ્ધિ તીર્ણ થતી જાય છે કે બુઠ્ઠી થતી જાય છે, સ્વશક્તિ યુક્ત થતી જાય છે, કે પ્રાચીન પુસ્તકોનો પાલવ પકડી પાછળ પાછળ ચાલનારી થતી જાય છે, તેને તે કઈ ભૂલે ચૂકે પણ વિચાર કરતું નથી. અર્થાત વિદ્યાર્થીઓને જે માનસિક આહાર આપવામાં આવે છે તે તેમનાથી પાચન થઈ શકે છે કે નહિ તે તરફ તો કઈ નજર પણ કરતું નથી. બિચારા શિક્ષિત ગર્દભે જ્ઞાનને ભાર વહન કરી સંસારમાં ચોતરફ ભટકીને આયુષ્ય પૂરું કરે છે. છેવટે વિસ્મૃતિ નામની કરુણામયી દેવી આવીને તેમને ભાર લઈ લે છે, એટલે પછી તેઓ ટોળામાં મળી જઈ રવછંદતાપૂર્વક ઘાસ ખાવા લાગે છે. - શિષ્ય:–અમારા દેશના શિક્ષિત વર્ગ પ્રત્યે આપની એટલી બધી પદષ્ટિ કેમ છે ?
ગુરુ –હું માત્ર આપણા દેશનાજ શિક્ષિત વર્ગ વિષે બોલતો નથી. અહીંના અંગ્રેજે પણ એક યા બીજા પ્રકારે એવાજ છે. આપણે તેમને મહાપ્રભુ માની તેમનું અનુકરણ કરવા લલચાઈએ છીએ, અને તેમના અનુકરણ માત્રથી મનુષ્યજન્મ સાર્થક થયો માની લઈએ છીએ. તેઓ પણ સંકીર્ણ બુદ્ધિના છે, તેમનું જ્ઞાન પણ પીડાદાયક છે. શિષ્ય:– અંગ્રેજોની બુદ્ધિ સંકીર્ણ છે ?
ગુર:- શનૈઃ શનૈઃ સર્વ સમજાશે. જે જાતિ દેઢસો વર્ષથી ભારતવર્ષ ઉપર આધિપત્ય ભોગવે છે છતાં ભારતવાસીઓ સંબંધી એક વાત પણ હજીસુધી સમજી શકી નથી, તેમનામાં બીજા લાખો ગુણો હશે, તોપણ તેમનામાં વિશાળ બુદ્ધિ હોય એમ તે હું કહી શકીશ નહિ, પણ બીજી તરફ અંગ્રેજોના કરતાં પણ આપણા હિંદીઓની બુદ્ધિ વિશેષ સંકીર્ણ માર્ગે પ્રવર્તે છે, એમ કહ્યા વિના ચાલતું નથી. અંગ્રેજોના શિક્ષણ કરતાં આપણું શિક્ષણ વિશેષ હલકા પ્રકારનું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૯ મા-જ્ઞાનાની મ્રત્ત
૭૧
એમ પણ સ્વીકારવુ જોઋએ; પરંતુ આપણે એ સકારાનુ મૂળ જેવા જઈએ તા ચૂરેાપના અનુકરણ સિવાય ભાગ્યેજ ખીજુ કાંઈ હશે. કેમ, તારી પહેલી શો દૂર થઈને ?
શિષ્ય:—પણ આપે જ્ઞાનને પીડાદાયક કહ્યુ. તેના અ` શુ સમજવા ?
ગુરુ:—જેવી રીતે આહાર સ્વાસ્થ્યકર હાવા છતાં અજીણુ થવાથી પીડાદાયક થાય છે તેવીજ રીતે જ્ઞાન સ્વાસ્થ્યકર હેાવા છતાં જો તેને દુરુપયોગ થાય તેા તે પણ પીડાદાયક થયા વિના રહે નહિં. જ્ઞાનનું અજીણુ પીડાદાયક છે, અર્થાત અમુક અમુક વાતેા જાણી લીધા પછી તે પ્રત્યેકને પરસ્પર ક્રવા સબંધ છે, અથવા તેા એ જ્ઞાનનુ પરિણામ શું તેને વિચાર કરવામાં ન આવે ત્યાંસુધી તે નિરર્થીકજ છે. કાઇ કહે કે ગૃહમાં તેા ખૂબ પ્રકાશ છે, માત્ર સીડી ઉપરજ અંધારૂં છે, તેા તેના અર્થ શું ? રરતેાજ ન સૂઝે ! યાં થને કયાં જવું તેની કશી માહિતી ન મળે ! જ્ઞાનની પીડામાં ફસાયલા માણુસા અમુક જ્ઞાન પ્રાપ્ત ર્યા પછી તેના કેવી રીતે ઉપયેાગ કરવા તેજ જાણતા નથી. એક સમયે એક અંગ્રેજે ઈંગ્લાંડથી હિંદમાં આવી એક બગીચા ખરીદ કર્યા. તેને આ રીતરિવાજોનું ખીલકુલ જ્ઞાન નહતું. એક દિવસે માળીએ આવીને તેને એક તાજી' નાળીએર ભેટદાખલ અણુ કર્યુ. સાહેબે તા નાળીયેરની છાલ ઉતારી લીધી અને અંદરના ગેટા ફેંકી દીધા ! માળીને આ વાતની ખઞર પડી એટલે
હેબ પાસે ગયા અને
ભાગ ખાવામાં વપ
,,
રાય છે.
કરી
બગીચામાંથી
કહ્યું કે “ સાહેબ ! છાલ નહિ પણ તેને તો અંદરના ત્યાર પછી માએ તેજ સાહેબને કેટલીક લાવીને આણુ કરી. સાહેબ માળાના ઉપદેશ ભૂલી ગયેા નહોતા. તેથી તેણે કેરીની છાલ—ગ વિગેરે ફેંકી દીધું, અને ગેટલીજ ખાવા માટે લઈ ગયા ! સાહેબને ખાત્રી થઇ આ હિંદુસ્તાની કળામાં કઈ રસજ હાતા નથી ! માળીએ પુન: આવીને સાહેબને કહ્યુ કે “ સાહેબ, તેને તે ચૂસીને અથવા ચીરા કરીનેજ ખવાય, અને ગેાટલી તા ફેફીજ દેવી જે. ” સાહેએ માળીનેા ઉપદેશ લક્ષમાં રાખી લીધે.. છેવટે માળીએ એક દિવસે રતાળુની એક ગાંઠ મેકલી. સાહેબ પેલા માળાનું શિક્ષ્ણ વિસરી ગયા નહોતા, તેથી તે રતાળુની ચીરા કરી કરીને ખાઇ ગયા; પણુ રતાળુએ પેટમાં ખ઼તે એવુ, તા શરૂ કર્યું કે સાહેબ ક્રોધથી લાલ-પીળેા થઈ ગયા, અને માળાને મારી-મારીને મરણુતાલ કરી નાખ્યા. આવા દુઃખદાયક બગીચા પણ નહિ જોઇએ, એમ ધારીને અ` કિંમતે બગીચે પણ વેચી નાખ્યા. અનેક મનુષ્યાનાં માનસક્ષેત્રો આવી રીતે બગીચાની માફક ફળ-ફૂલોથી પરિપૂર્ણ હાય છે, પરંતુ તેને કેવી રીતે ઉપયાગ કરવા તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
ધમતવ
-
તેમને ખબર ન હોવાથી બિચારાઓ ટોપરાને બદલે કાચલી અને રસને બદલે ગોટલી ખાઈને હેરાન થાય છે. અમુક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરે તેની સૂચના ન મળે તે એવું જ્ઞાન પણ દુઃખદાયક થઈ પડે છે.
શિષ્ય –ત્યારે શુંજ્ઞાનાર્જની વૃત્તિઓના અનુશીલન માટે જ્ઞાનની કશી જરૂરજ નથી?
ગુસ–બેવકુફ! એક અસ્ત્ર સજાવવું હોય તે શું ખાલી જગ્યામાં ફેરવવાથીજ તે હેતુ સિદ્ધ થઈ જાય ?સેય વસ્તુ સિવાય જ્ઞાનની ખીલવણી થઈજ કેવી રીતે શકે? છતાં એટલું લક્ષમાં રાખવું જોઈએ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે આપણી જ્ઞાનેચ્છા પણ વિકાસ પામવી જ જોઈએ. અત્યારે જે શિક્ષણ પદ્ધતિ આપણુમાં પ્રચલિત છે તે તે આપણું પેટમાં ઠાંસી ઠાંસીને બરાકજ ભર્યા કરે છે! આપણે તે ખોરાકને પચાવી શકીએ છીએ કે નહિ, અને પછી સુધા જાગૃત થાય છે કે નહિ, પેટમાં વધારે અન્ન રહી શકે તેમ છે કે નહિ, તેનો કોઈ પણ વિચાર નહિ કરતાં, બસ, હાંસી ઠાંસીને ખેરાકજ ભર્યા કરે છે ! કેટલીક મૂખ માતાઓ બાળકને ખૂબ ખવરાવી ખવરાવીને બાળકના શરીરનું સત્યાનાશ વાળે છેતેવી જ રીતે અત્યારના પિતાએ તથા શિક્ષકે પણ પુત્રોની તથા વિદ્યાર્થીઓની ઉન્નતિને બદલે અવનતિજ કરે છે ! - જ્ઞાન પ્રાપ્ત કરવું તે ધર્મને એક પ્રધાન અંશ છે, પરંતુ એને બદલે અત્યારે તો જ્યાં જોઈએ ત્યાં ઉક્ત ત્રણ દેજો પ્રવર્તી રહ્યા છે ! ધર્મને યથાર્થ મર્મ જ્યારે લોકે સમજવા લાગશે ત્યારેજ આ કુશિક્ષારૂપી પાપ પણ સમાજમાંથી દૂર થઈ શકશે.
अध्याय १० मो-मनुष्यभक्ति
શિષ્ય–વૃત્તિઓનું યોગ્ય સ્કરણ, સામંજસ્ય તથા સાર્થક્ય એજ સુખ અને એજ મનુષ્યત્વ એ વાત બરાબર સમજાઈ. વૃત્તિઓ ત્રણ પ્રકારની તે પણ સમજાયું; જેમકે (૧) શારીરિક, (૨) જ્ઞાનાર્જની અને (૩) કાર્યકારિણી અથવા ચિત્તરંજની. તેમાં શારીરિકી વૃત્તિ તથા જ્ઞાનાર્જની વૃત્તિના અનુશીલનસંબંધે આપે જે ઉપદેશ કર્યો તે મેં બરાબર સાંભળ્યો છે. નિકૃષ્ટ કાર્યકારિણી વૃત્તિઓના અનુશીલનની શું જરૂર છે, તે વાત પણ આપે સામંજસ્યને વિષય સમજાવતી વખતે, ભય-ક્રોધ-લેભ ઈત્યાદિના દષ્ટાંતપૂર્વક કહી સંભળાવી. હવે નિકૃષ્ટ કાર્યકારિણી વૃત્તિ સંબધે આપને વિશેષ બલવાનું હોય એમ હું ધારતો નથી. ઉત્કૃષ્ટ વૃત્તિઓના અનુશીલનસંબંધે આપને કાંઈ કહેવાનું હોય તે કહે.
ગુરુ --હવે કાર્યકારિણી વૃત્તિઓમાં જેને સર્વત્ર ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મો–મનુષ્યભક્તિ
૭૩
વૃત્તિવિષે વિવેચન કરે તે લક્ષપૂર્વક સાંભળ. જે અર્થમાં વૃત્તિને નિષ્ણ કહેવામાં આવે છે, તેથી છેક જૂદાજ અર્થમાં અમુક વૃત્તિઓને ઉત્કૃષ્ટવૃત્તિ કહેવામાં આવે છે. દાખલાતરીકે ભક્તિ-પ્રીતિ વગેરે. - શિષ્ય –ભક્તિ અને પ્રીતિ એ ઉભય વૃત્તિઓ શું જૂદી જૂદી છે? ઈશ્વરમાં જે પ્રીતિને આરોપ થાય તેને ભક્તિ કહેવાય એમજ હું તો માનું છું.
ગુરુ-તારી એ માનીનતાવિષે મારે વાંધો ઉઠાવવાની જરૂર નથી; પરન્તુ અનુશીલન તત્ત્વ સમજતી વખતે તેને પૃથક્ પૃથક્ એાળખવાથી બહુ સરળતા થાય તેમ છે. ખરું પૂછે તે ઈશ્વરમાં જે પ્રીતિનું આરોપણ થાય તેને જ ભક્તિ કહેવાય એવું પણ નથી. મનુષ્યો--અર્થાત રાજા, ગુરુ, પિતા, માતા તથા સ્વામી વિગેરે પણ ભક્તિને પાત્ર છે. તે સિવાય એમ પણ બનતું જોઈએ છીએ કે અનેકેને ઈશ્વર પ્રત્યે બીલકુલ ભક્તિભાવ નથી હેતે, છતાં પ્રીતિ તે હોય છેજ.
ઈશ્વરભકિતની વાતને હાલ તુર્તમાં રહેવા દે. પ્રથમ મનુષ્યતિવિષે જે કહું તે સાંભળી લે. આપણું કરતાં જે ઉત્કૃષ્ટ હોય અને જેની ઉત્કૃષ્ટતા આપણને ઉપકારક થઈ શકે તેજ આપણી ભકિતને પાત્ર બની શકે છે, એ ભક્તિને એક સામાન્ય નિયમ છે. ભકિતની સામાજીક આવશ્યકતા મુખ્ય બે કારણેને આભારી છે. (૧) ભકિત સિવાય નિકૃષ્ટ મનુષ્ય ઉત્કૃષ્ટ મનુષ્યનું અનુસરણ કરી શકે નહિ. અને (૨) જે નિકૃષ્ટ મનુષ્ય ઉત્કૃષ્ટ મનુષ્યને અનુસરી શકે નહિ તે સમાજમાં ઐકય રહી શકે નહિ. સમાજનાં બંધને તૂટી જાય તો સમાજની ઉન્નતિ થઈ શકે નહિ, એ વાત સહેલાઈથી સમજાય તેમ છે. - હવે મનુષ્યમાં કાણું કોણ ભક્તિને પાત્ર હોઈ શકે તેવિષે વિચાર કરીએ. (૧) પિતામાતા આપણું ભકિતને પાત્ર છે. તેઓ આપણું કરતાં શ્રેષ્ઠ છે, એ વાત સમજાવવામાં બહુ સમય વીતાવવાની જરૂર નથી. ગુરુ આપણું કરતાં જ્ઞાનમાં શ્રેષ્ઠ છે, અર્થાત આપણને જ્ઞાન આપનાર છે, અને તેથી તે પણ ભક્તિને પાત્ર છે. વસ્તુતઃ જે ગુરુ ન હોય તો મનુષ્યો મનુષ્યત્વજ પ્રાપ્ત કરી શકે નહિ. શારીરિકી વૃત્તિનો વિષય ચર્ચતાં પ્રસંગોપાત એ વાત હું તને કહી ગયો છું, એટલા માટે ગુરુ તે ખાસ કરીને ભક્તિને પાત્ર છે, એમ વિસ્તારપૂર્વક સમજાવવાની જરૂર નથી. હિંદુધર્મ સર્વતત્ત્વદર્શ છે, એથી કરીને ગુરુભક્તિ ઉપર ભાર મૂકવામાં હિંદુધર્મ જેટલું અભિમાન લઇ શકે તેટલું અભિમાન બીજો કોઈ ધર્મ લઈ શકે તેમ નથી. પુરોહિતઅર્થાત આપણા કલ્યાણને અર્થ ઈશ્વરની પાસે જે નિત્ય પ્રાર્થના કરે, આપણું હિતને માટે સર્વદા સર્વ પ્રકારના પ્રયત્ન કરે, અને આપણું કરતાં પણ જે અધિક પવિત્ર તથા ધર્માત્મા હોય તે પણ ભકિતને પાત્ર છે. જે મનુષ્ય કેવળ પેટની ખાતરજ પુરોહિતને ધંધો કરતે હોય તે વ્યક્તિને પાત્ર નથી. સ્ત્રીના કરતાં સ્વામી દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
રીતે શ્રેષ્ઠ છે, એટલા માટે સ્વામી પણ ભક્તિને પાત્ર છે. હિંદુધર્મ એમ પણ કહે છે કે સ્ત્રીઓએ પણ સ્વામીની ભક્તિને પાત્ર બનવું જોઈએ; કારણ કે હિંદુધર્મ સ્પષ્ટ રીતે જાહેર કરે છે કે સ્ત્રીને સાક્ષાત લક્ષ્મીસ્વરૂપ માનવી જોઈએ. ઘરનાં મનુષ્યો, જે ભકિતને યોગ્ય એવાં વડીલોની ભકિત ન કરે, અર્થાત પુત્ર કન્યા અથવા, વધુ જે પિતાના માતા-પિતાની ભકિત ન કરે, જે સ્ત્રી પિોતાના સ્વામી પ્રત્યે ભક્તિભાવ ન રાખે, જે સ્ત્રી પોતાના સ્વામીનો તિરસ્કાર કર્યા કરે, વિદ્યાથીઓ જે ગુરુનું અપમાન કર્યા કરે તો તે ગૃહ કાઈ કાળે ઉન્નતિ પ્રાપ્ત કરી શકે નહિ; એવા ગૃહને ગૃહ કહેવા કરતાં નરકજ કહેવું એ વધારે યોગ્ય છે. આ વાત એવી તો સ્વતસિદ્ધ છે કે કષ્ટપૂર્વક સમજાવવાની જરૂર પડે તેમ નથી. આવી રીતે ભકિતને પાત્ર એવાં વડીલો પ્રત્યે એગ્ય ભકિતભાવ વહેવા દેવો એ પણ અનુશીલનવાદનો એક મુખ્ય સિદ્ધાંત છે. હિંદુધર્મને પણ તેજ ઉદ્દેશ છે, એટલું જ નહિ પણ અન્યાન્ય ધર્મો કરતાં. હિંદુધર્મ એ વિષયને ઘણુંજ અગત્યનું સ્થાન આપે છે. હિંદુધર્મ જગતને સર્વશ્રેષ્ઠ ધર્મ લેખાય છે તેનું એ પણ એક કારણ છે.
(૨) ગૃહના જેવું જ સમાજનું પણ બંધારણ સમજી લેવું. ગૃહના સ્વામીની માફક અથવા પિતામાતાની માફક રાજ આપણા સમાજને અધિપતિ છે. તેના ગુણના પ્રતાપે કિંવા તેના દંડના પ્રતાપે સમાજ સર્વદ પોતાનું રક્ષણ કરી શકે છે. સંતાન વડે પિતા જેવી રીતે ભક્તિપાત્ર છે તેવી જ રીતે રાજા પણ પ્રજા તરફની ભક્તિને પાત્ર છે. ખરી રીતે તે પ્રજાની ભક્તિ જ રાજાને બળવાન તથા શક્તિમાન બનાવે છે. નહિ તર એક રાજાના બે બાહુમાં તે કેટલુંક બળ રહી શકે ?
શિષ્ય –તે પછી બીજા ફિલીપ જેવા તથા ઔરંગજેબ જેવા રાજાઓની વિરુદ્ધમાં લડત ચલાવવી એ પાપરૂપ લેખાય કે નહિ ?
ગુર–કદાપિ નહિ. રાજા જયાં સુધી પ્રજાપાલક હોય ત્યાં સુધી જ તે રાજા છે. જ્યારે તે પ્રજાપડિક બને ત્યારે તે રાજા નથી, અને તેથી, તે આપણી ભક્તિને પાત્ર નથી. આવા રાજાની ભક્તિ કરવાને બદલે તેને પિતાને સારી રીતે રાજ્ય ચલાવવાની , ફરજ પડે તેવી રીતનું વર્તન ચલાવવું એજ દેશવાસીઓનું કર્તવ્ય છે; કારણ કે રાજા સ્વચ્છંદી હોય છે તેથી પ્રજાનું કોઈ કાળે કલ્યાણ થાય નહિ; પરંતુ આ સર્વ વાતે ભક્તિના વિષય સાથે સંબંધ ધરાવતી નથી, તેથી તે વિષે અહીં સમયનો વ્યય કરે અનુચિત છે. પ્રીતિને વિષય નીકળશે ત્યારે તે વિષે વિસ્તારપૂર્વક હું બેલીશ. અત્યારે તે માત્ર એક જ વાતને ઉલ્લેખ કરી રાજભક્તિને વિષય સમાપ્ત કરીશ. રાજા જેવી રીતે આપણી ભક્તિને પાત્ર છે તેવી જ રીતે રાજાના પ્રતિનિધિરૂપ રાજ. પુરુષો પણ યથાયે ગ્ય સન્માનને પાત્ર છે, પરંતુ જ્યાં સુધી તેઓ રાજકાર્યમાં નિયુકત હોય અને ધર્મપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય ત્યાંસુધી જ તેઓ સન્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મો-મનુષ્યભક્તિ
૭૫
-
-
-
-
-
નને પાત્ર છે. તેમ ન હોય ત્યારે તે તેઓને પણ એક સાધારણ મનુષ્યજ લેખવા જોઈએ.
રાજપુર પ્રત્યે ગ્ય ભક્તિ દર્શાવવી એ ઠીક છે, પરંતુ કોઈ પણ બાબતમાં હદ ઓળંગી જવી એ ઠીક નથી; કારણ કે ભક્તિની માત્રા વધી જાય તે બીજી વૃત્તિઓને હાનિ સહન કરવી પડે એ વાત હું તને પ્રથમ કહી ચૂક્યો છું. રાજાએ સમાજના પ્રતિનિધિ સમાન છે અને રાજપુરુષે સમાજના નોકરે છે એ વાત કેઈએ વિસરી જવી જોઈતી નથી. આપણા દેશી લેકે એ વાતને ભૂલી જઈ, રાજપુરુષોની અપરિમિત ખુશામત કરે છે, તે અનુચિત છે. - (૩) રાજાના કરતાં પણ સમાજના શિક્ષકે અધિક ભક્તિને પાત્ર છે. જેઓ વિદ્વાન અને બુદ્ધિમાન હવાની સાથે સમાજને પણ પરિશ્રમપૂર્વક શિક્ષણ આપવાના નિરંતર પ્રયત્નો કરે છે તેજ સમાજના યથાર્થ નેતા છે-તેજ સમાજના યથાર્થ રાજાઓ છે. મતલબ કે ધર્મવેત્તાઓ, વિજ્ઞાનવેત્તાઓ, નીતિવેત્તાઓ, દાર્શનિકે, પુરાણુવેત્તાઓ, સાહિત્યકારે, તથા કવિઓપ્રત્યે યથોચિત ભક્તિ દર્શાવવી એ પણ પ્રત્યેકનું કર્તવ્ય છે. અત્યારસુધીમાં પૃથ્વીની જે કાંઈ ઉન્નતિ થઈ છે તે આજ મહાપુરુષોને આભારી છે. તેઓ જે માર્ગે પૃથ્વીને લઈ જવા માગે તેજ ભાગે પૃથ્વી ગતિ કરવા લાગે છે. તેઓ રાજાઓના પણ ગુરુ છે; કારણ કે રાજાઓ
જ્યારે તેમની પાસેથી યોગ્ય શિક્ષણ લે છે, ત્યારે જ તેઓ સારી રીતે રાજ્ય ચલાવવાને યોગ્ય બને છે. ભારતવર્ષમાં ભારતીય ઋષિ-મહર્ષિઓની જે કીર્તિ હજી સુધી સચવાઈ રહી છે, અને વ્યાસ, વાલ્મીકિ, વસિષ, વિશ્વામિત્ર, મનુ, યાજ્ઞવલ્કય, કપિલ, તથા ગૌતમ આદિ ભારતવર્ષના પૂજ્યપાદ મહર્ષિઓના જે કીર્તિસ્થંભ અમર રહી ગયા છે, તે તેમના સામાજીક ગુરુપદને જ આભારી છે. યુરોપમાં પણ ગેલિલીઓ, ન્યૂટન, કેસ્ટ, ડેન્ટ તથા શેકસપીઅર વિગેરેએ એ મહત્ત્વનાં આસને. એક કાળે શોભાવ્યાં હતાં.
શિષ્ય–જેનો જેટલા પ્રમાણમાં આપણા પર ઉપકાર થાય તેના પ્રત્યે તેટલો જ ભક્તિભાવ ધરાવવો, એ આપને કહેવાનો આશય છે શું ?
ગુર–નહિ. ઉપકારી પ્રત્યે પ્રીતિભાવ રાખ તેને ભક્તિ નહિ, પણ કૃતજ્ઞતાજ લેખવી જોઈએ. અનેક સમયે નિકૃષ્ટ મનુષ્યો પણ આપણુપર ઉપકાર કરી શકે છે. ભક્તિ આપણી પિતાની ઉન્નતિને અર્થે છે. જેનામાં ભક્તિભાવ નથી હોતો તે પિતાના ચરિત્રની ઉન્નતિ કરી શકતા નથી. લગુરુપ્રત્યે ભક્તિભાવ રાખવા વિષે મેં જે હમણું તને ઉપદેશ કર્યો તે પુનઃ યાદ કર. દાખલાતરીકે તું કેઇ એક ગ્રંથકારનો ગ્રંથ વાંચવા બેઠો છે. હવે જો તને તે લેખક કિંવા ગ્રંથકારપ્રત્યે ભક્તિ ભાવ ન હોય તો તે ગ્રંથ તારા ઉપર કોઈ પ્રકારનો ઉપકાર કરી શકે નહિ. ગ્રંથમાંને ઉપદેશ તારા ચરિત્ર ઉપર કશી અસર ઉપજાવી શકે નહિ. એટલું જ નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૭૬
ધર્મતત્વ
ભક્તિભાવ વિના ગ્રંથકારને આશય પણ તું યથાર્થ રીતે સમજવાને ભાગ્યશાળી થઈ શકે નહિ. ગ્રંથકારની સાથે તારી સહૃદયતા ન હોય તો તેનાં કથને તારે માટે નિષ્ફળ જ થાય. એટલાજ માટે મેં કહ્યું હતું કે જે જગતના શિક્ષકો પ્રત્યે આપણને ભક્તિ ન હોય તે તેમનું શિક્ષણ પણ આપણે માટે નિરર્થક થઈ પડે છે. સહૃદયતાવાળું શિક્ષણ, અને ભક્તિભાવયુક્ત જ્ઞાન એજ આપણું ઉન્નતિનું મૂળ કારણ છે. ભક્તિ સિવાય કોઈ કાળે કોઈની ઉન્નતિ થઈ નથી તેમ થાય એ સંભવ પણ નથી. શિક્ષકો પ્રત્યે ભક્તિભાવ રાખે એ પણ પરમ ધર્મ છે.
શિષ્ય:–આપ જે ધર્મની અનેકવાર પ્રશંસા કરે છે તે હિંદુધર્મ તો એવા ધર્મનું શિક્ષણ આપતા હોય એમ હું ધારતો નથી.
ગુસ –એવી વાતે તે મૂર્ખ મનુષ્યના મુખમાં શોભે. હિંદુધર્મ જેટલે અંશે એવી બાબતનું શિક્ષણ આપે છે તેવું શિક્ષણ જગતનો અન્ય કોઈ ધર્મ આપતો નથી. હિંદુ ધર્મમાં બ્રાહ્મણે સર્વત્ર પૂજ્ય લેખવામાં આવ્યા છે, તેનું શું કારણ છે, તે તું જાણે છે ? તેઓ વર્ણશ્રેષ્ઠ તથા એક પામરથી લઈ એક શ્રીમંત સુધી પ્રત્યેકની ભક્તિને પાત્ર લેખાય છે તેનું એજ કારણ છે કે ભારતવર્ષમાં એક કાળે બ્રાહ્મણે જ સામાજીક શિક્ષક હતા. ધર્મવેત્તાઓ પણ તેઓ, નીતિવેત્તાઓ પણ તેઓ, એટલું જ નહિ પણ વિજ્ઞાનવેત્તાઓ, પુરાણત્તાઓ, દાર્શનિક તથા સાહિત્યપ્રણેતાઓ અને કવિઓ પણ તેઓજ હતા. એટલાજ માટે હિંદુધર્મના અનંત જ્ઞાની ઉપદેશકેએ તેમની સંપૂર્ણ ભક્તિ કરવાનું લેકેને ફરમાવ્યું છે. સમાજનાં મનુષ્યો બ્રાહ્મણે પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતાં હતાં. તેટલાજ માટે ભારતવર્ષ ઉન્નતિ પ્રાપ્ત કરી શક્યો હતે. ભારતવર્ષીય જનસમાજે બ્રાહ્મણ શિક્ષકોની આધીનતા સ્વીકારી તેથી જ તેઓ અનાવાસે ઉન્નતિના શિખરે પહોંચ્યા હતા.
શિષ્ય –અત્યારે તો ઘણુંખરા લેક એમજ કહે છે કે બ્રાહ્મણોએ ગાઈ કરીને પિતાનું પેટ ભરવા માટે જ બ્રાહ્મણભકિતનો ભારતવર્ષમાં પ્રચાર કર્યો છે.
ગુસ-એમ કહેનારાઓ પોતાની ધૂળ બુદ્ધિને લીધે બ્રહ્મભક્તિનું યથાર્થ રહસ્ય જોઈ શકતા નથી, તેથી જ તેઓ બ્રાહ્મણોને શિર ખોટો આરોપ મુકે છે. તું બરાબર વિચાર કરી દેશે તે તને જણાશે કે પૂર્વે આપણા સમાજનાં સર્વ વિધિવિધાને તથા વ્યવસ્થાઓ બ્રાહ્મણોના જ હાથમાં હતાં. આવી રીતે પોતાના હાથમાં. દરેક પ્રકારની સત્તા હોવા છતાં પણ બ્રાહ્મણોએ પિતાની આજીવિકાસંબંધે કેવી વ્યવસ્થા રાખી હતી તેને એકવાર વિચાર કરી છે. બ્રાહ્મણેથી રાજ્યના અધિકારી થવાય નહિ. બ્રાહ્મણોથી વાણિજ્ય કે ખેતીવાડીને ઘધ પણ થાય નહિ. એવી વ્યવસ્થા તેિજ પોતાને માટે બ્રાહ્મણોએ સ્વીકારી લીધી. પિતાની ઉપજીવિકા માટે આ પ્રમાણે તેમણે ઈરાદાપૂર્વક અન્ય સર્વ મહત્વના માર્ગો બંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મો-મનુષ્યભક્તિ
s
કરી દઈને જે એક જ માર્ગ ખુલ્લે રાખે તે ક માર્ગ ? માત્ર ભિક્ષા. ભિક્ષાના જેવો દુ:ખદાયક અને દરિક માર્ગ ભાગ્યે જ બીજો કોઈ હશે. આવા નિસ્વાર્થ અને ઉદારચિત્ત મનુષ્યોને ભારતમાતા સિવાય બીજી કયી માતા જન્મ આપી શકે ? તેઓએ પોતાની બહાદુરી બતાવવા અથવા તે પુષ્યને સંચય કરવાના હેતુથી એ ભિક્ષાવૃત્તિનો માર્ગ સ્વીકાર્યો નહોતો, પરંતુ તેઓ સમજતા હતા કે જે ઐશ્વર્યાસંપત્તિમાં મન જશે તે પછી જ્ઞાનપ્રાપ્તિમાં વિધન નડયા વિના રહેશે નહિ તેમજ સમાજને પણ જેવું જોઈએ તેવું શિક્ષણ મળી શકશે નહિ. એકાગ્ર મનથી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવું અને એકનિષ્ઠાપૂર્વક લેકશિક્ષણ આપવું એજ ઉદેશથી તેઓએ સર્વસ્વ ત્યાગ કરી ભિક્ષાવૃત્તિનો એક માત્ર માર્ગ પોતાને માટે ખુલ્લો રાખ્યો હતો. યથાર્થ નિષ્કામ ધમ જેમના હાડોહાડમાં વ્યાપ્ત થઈ ગયો હોય તેઓજ આમ પરહિતવ્રતની પ્રતિજ્ઞા લઈ સર્વત્યાગી બનવાની હિંમત કરી શકે. તેઓએ પિતાના પ્રત્યે અચળ ભક્તિ રાખવાનું લેકને ઉપદેશ્ય હતું તે પણ કાંઈ તેમના પિતાના સ્વાર્થને માટે નહોતું. તેઓ સમજતા હતા કે જે સામાજીક શિક્ષકો પ્રત્યે લોકોને ભક્તિભાવ ન હોય તે સમાજની કોઈ કાળે ઉન્નતિ થાય નહિ, અને એટલાજ માટે તેમણે બ્રાહ્મણભકિતનો ભારતવર્ષમાં પ્રચાર કર્યો હતો. આવી રીતે તેમણે જે એક સમાજ તથા સભ્યતાની સૃષ્ટિ કરી હતી તે આજે પણ જગતમાં અતુલનીય લેખાય છે. હજીસુધી યૂરેપ પણ એ આદર્શનું અનુકરણ કરી શક્યો નથી; કારણ કે હજીસુધી પણ ચૂપમાં યુદ્ધને એક સામાજીક આવશ્યકતા સમજવામાં આવે છે. આ દેશના બ્રાહ્મણે એજ યુદ્ધનું ભયંકર દુઃખ, યુદ્ધની ભયંકર ખાનાખરાબી તથા યુદ્ધને સામાજીક ઉત્પાત પિતાના ચારિત્રબળથી દૂર કર્યો હતો. બ્રાહ્મણની નીતિનું અવલંબન લેવાથી સમાજને યુદ્ધ કરવાની કશી જરૂર રહેતી નથી. પૂર્વના બ્રાહ્મણોના કીર્તિસ્તંભોમાંથી હજી એક કાંકરી પણ ખરવા પામી નથી, એજ તેમની અક્ષય કીર્તિનું જ્વલંત ઉદાહરણ છે. જગતમાં જે જે ઉન્નત જાતિઓ અત્યારસુધીમાં થઈ ગઈ છે તેમાં બ્રાહ્મશેના જેવી પ્રતિભાશાળી, શક્તિશાળી, જ્ઞાની તથા ધામિક જાતિ બીજી કઈ થઈ નથી. પ્રાચીન એથેન્સમાં અથવા રેમમાં, મધ્યકાલીન ઇટાલીમાં અથવા વર્તમાન કાલીન જર્મનીમાં કે ઈગ્લાંડમાં બ્રાહ્મણ જેવી એક પણ ઉન્નત, પ્રતિભાશાળી તથા ક્ષમતાશાળી જાતિ થઈ નથી. રામના પુરોહિત, કે બાદ્ધના ભિક્ષુઓ કે અન્ય કોઈ સંપ્રદાયના ધર્મોપદેશમાં પણ બ્રાહ્મણોના જેવા જ્ઞાની કે ધાર્મિક હજી સુધી થયા નથી.
શિષ્યઃ–પરતુ અત્યારે તે બ્રાહ્મણે ખુલ્લી રીતે વેપાર–ધંધે કરવા લાગી ગયા છે, એટલું જ નહિ પણ કાલી માતાના નામથી કસાઇને પણ બંધ કરવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
છે. શું તેમની પણ ભકિત અમારે કરવી જોઈએ? - ગુર–કદાપિ નહિ. જે ગુણને માટે આપણે જેની ભક્તિ કરીએ તે ગુણજ તેનામાં ન હોય તે પછી આપણે શા માટે ભકિત કરવી ? ગુણવિના ભક્તિ કરવી એ તે અધર્મજ છે. ભારતવર્ષના મનુષ્યો આ છેલ્લી વાત ન સમજી શકયા તેથી જ તેમની અવનતિ થઈ. જે ગુણના પ્રતાપે બ્રાહ્મણો એકવાર ભક્તિને પાત્ર હતા તે ગુણજ જે તેમનામાં ન રહ્યો તો પછી તેમની ભક્તિ કરવાની જરૂર જ શું હોય ? દુર્ગણી અને દુરાચારી બ્રાહ્મણોની ભક્તિ કરવાથી લેકે ધીમે ધીમે શિક્ષાનાજ સંસ્કારો પ્રાપ્ત કરવા લાગ્યા અને એ રીતે સમાજની અધોગતિનો આર ભ થયો. હવે આપણે સમજ્યા. પછી તે એ રસ્તેથી પાછું જ કરવું જોઈએ. શિષ્ય –અર્થાત હવે બ્રાહ્મણની ભક્તિ ન કરવી, એમજ ને ?
ગુર–નહિ, તેમ નહિ. જે બ્રાહ્મણમાં સદ્ગુણ હોય,અર્થાત જે ધાર્મિક, વિદ્વાન, નિષ્કામ અને લોકસેવક હેય તેની ભક્તિ કરવી, અને જેનામાં એવા ગુણ ન હોય તેની ભકિત ન કરવી. તેને બદલે જે શુદ્રમાં બ્રાહ્મણોના જેવા ગુણે હોય, અર્થાત જે વ્યકિત જન્મથી શુદ્ધ હોવા છતાં પણ જે વિદ્વાન, ધાર્મિક, નિષ્કામ અને લેકસેવક હોય તો તેની ભક્તિ કરવામાં હવે કેઈએ સંકોચ રાખ નહિ.
શિષ્ય—આપના સિદ્ધાંત સાથે કોઈ હિંદુધર્માવલંબી એકમત થાય એમ મને તે લાગતું નથી.
ગુરો –ભલે ન થાય, તેથી શું થયું? પરંતુ હિંદુધર્મને યથાર્થ મર્મ તે તેજ છે. મહાભારતના વનપર્વમાં માર્કડેય સમસ્યા-પૂર્વાધ્યાય ૨૧૫ માં આ પ્રમાણે ઋષિ. વાય છે “પતિત્યજનક, ક્રિયાસત, અને દાંભિક બ્રાહ્મણ વિદ્વાન હોય તો પણ તે શુદ્ધ સમાન છે. અને જે શુદ્ધ સત્ય, દમ અને ધર્મમાં સતત અનુરકત હોય તેને બ્રાહ્મણ સમાન હું લેખું છું. કારણ કે મનુષ્ય માત્ર વ્યવહારથી જ મનુષ્ય કે શુદ્ર બની શકે છે.” પુનઃ વનપર્વમાં અજગર પર્વાધ્યાય ૧૮૦ માં રાજર્ષિ નહુષ આ પ્રમાણે પ્રશ્ન કરે છે:-“ વેદમાં કહેલા ધર્મો જેવા કે:-સત્ય, દાન, ક્ષમા, અહિંસા, અને કરણું વિગેરે શદ્રમાં પણ જોવામાં આવે છે. સત્યાદિ બ્રાહ્મણોચિત ધર્મ જે શકમાં જોવામાં આવે તો તે શક ૫ણ શું બ્રાહ્મણજ ગણાય ?” તેના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છે કે –“ અનેક શોમાં બ્રાહ્મણના જેવાં લક્ષણો અને અનેક જિમાં શકોના જેવાં લક્ષણો જોવામાં આવે છે. માટે બ્રાહ્મણકુળમાં જન્મેલે બ્રાહ્મણ ગણાય અને શુદ્ર કુળમાં જન્મેલો જ ગણાય એમ કહેવાય નહિ. જે જે વ્યકિતઓમાં વૈદિક વ્યવહારો જોવામાં આવે તેઓ જ બ્રાહ્મણ નામને યોગ્ય છે, અને જેમનામાં એ લક્ષણો જોવામાં ન આવે તેઓ શક નામને યોગ્ય છે” એવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મેમનુષ્યભક્તિ
02
.
..
એવાં અન્ય અનેક વા ઉદ્ધત કરી શકાય. વૃદ્ધ ગૌતમ સંહિતાના ૨૧ મા અધ્યાયમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે --
क्षान्तं दान्तं जितक्रोधं जितात्मानं जितेन्द्रियम् । તમેવ ગ્રાહ્ય મળે સેવા દ્રા રૂતિ સૃતા अग्निहोत्रव्रतपरान् स्वाध्यायनिरतान् शुचीन् । उपवासरतान् दान्तांस्तान् देवा ब्राह्मणान् विदुः।। न जातिः पूज्यते राजन् गुणाः कल्याणकारकाः।
चण्डालमपि वृत्तस्थं तं देवा ब्राह्मणं विदुः॥ અર્થાત–ક્ષમાવાન, યમશીલ, જિતક્રોધ અને છતાત્મા તથા જીતેંદ્રિયને જ બ્રાહ્મણ કહેવાય. તે સિવાયના સર્વને શજ જાણવા. જેઓ અગ્નિહોત્ર વ્રતને વિષે તત્પર હેય, સ્વાધ્યાયમાં તલ્લીન રહેતા હોય, પવિત્ર હોય, ઉપવાસરત અર્થાત સંયમી હોય તેઓને જ દેવતાઓ બ્રાહ્મણના નામથી ઓળખે છે. હે રાજન ! જાતિ પૂજ્ય નથી, ગુણજ કલ્યાણકારક છે. જન્મથી ચંડાલ છતાં પણ જે વ્રતશીલ હોય તે દેવતાઓ પણ તેને બ્રાહ્મણ સમાનજ માને છે.
શિષ્ય –અસ્તુ. મનુષ્ય-સમાજમાં ત્રણ વર્ગના મનુષ્યો પ્રતિ ભક્તિભાવ પ્રકટ કરવો એજ આપનું કહેવાનું તાત્પર્ય છે ને? (પ્રથમ) ગૃહમાં વસતા મુરબ્બીઓ પ્રતિ, (દ્વિતીય) રાજા પ્રતિ અને (તૃતીય) સમાજ શિક્ષકે પ્રતિ. તે સિવાય બીજે કોઈ વર્ગ છે ?
ગુર–(૪) જે વ્યકિત ધાર્મિક અથવા જ્ઞાની હોય તેને ઉક્ત ત્રણ વર્ગમાંના એકકે વર્ગમાં ઉલ્લેખ કર્યો નથી, છતાં તે ભકિતને પાત્ર છે. ધાર્મિક મનુષ્ય ગમે તેટલે નીચ જાતિને હોય તોપણ તે ભક્તિપાત્ર છે.
(૫) તે સિવાય પણ કેટલાક એવા માણસ છે કે જે કેવળ વ્યકિતવિશેષરૂપેજ ભકિતને પાત્ર હોઈ શકે, અથવા તે અવસ્થા વિશેષમાં તેમના પ્રત્યે ભકિત દર્શાવી શકાય. આ પ્રકારની ભકિતને આજ્ઞાંકિતપણું અથવા સન્માન કહીએ તો પણ ચાલી શકે. કોઈ એક ખાસ કામ પાર પાડવા માટે આપણે બીજા કોઈ મનુષ્યની આજ્ઞા પાળવી પડે તેમ હોય તો તે વ્યક્તિ પ્રત્યે આપણે આપણી ભક્તિ કિંવા સન્માન પ્રદર્શિત કરવું જોઈએ. અંગ્રેજીમાં તેનું એક બહુ સુંદર નામ છે, અને તે એજ કે ‘સડનેશન એ શબ્દ યાદ આવતાની સાથે જ મને “ઓફીશીયલ સાડીનેશન” નું
સ્મરણ થઈ આવે છે. આપણું દેશમાં, એ વસ્તુ છેક નહોતી એમ કહી શકાય નહિ, પરંતુ તે ઈચ્છવાયોગ્ય તે નહતી જ. આપણા દેશમાં ભક્તિને બદલે પ્રથમ ભય હતો. ભકિત એ મનુષ્યની શ્રેષ્ઠ વૃત્તિ છે, જ્યારે ભય એ નિકૃષ્ટ વૃત્તિ છે. ભકિતશન્ય ભય જેવું માનસિક અવનતિનું મહાન કારણ ભાગ્યેજ બીજું કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્ત્વ
હશે. દરેક માણસે પોતાના ઉપરિની આજ્ઞાનું પાલન કરવું, તેનું સન્માન કરવું, અને તેની ભક્તિ કરવી, પરંતુ કારણ વિના તેનાથી કોઈ પણ પ્રકારે ડરવું નહિ.” એક બીજા પ્રકારની આજ્ઞાંક્તિતા પણ આપણું દેશમાં જરૂરની છે. આપણું ધર્મ-કર્મો તથા આચાર-વ્યવહારો પ્રાયઃ સમાજના હિતાર્થેજ હોય છે. સમાજનું કામ માણસોએ એકસંપીથી એકત્ર થઈને ચલાવવું જોઈએ. પાંચ માણસોમાં જે એકતા ન હોય તો તેમનાથી સામાજીક હિતનું કોઈ કામ થઈ શકે નહિ. એટલા માટે પાંચ જણમાંથી એક મનુષ્ય નાયક બનવું જોઈએ; અને બાકીનાઓએ તેની આજ્ઞાનું પાલન કરી પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. આ સ્થળે પણ આજ્ઞાંકિતતા (સોડીનેશન ) ની જરૂર છે. કમનસીબે આપણામાં અત્યારે એવું આજ્ઞાંકિતપણું રહ્યું નથી. જે કાર્ય પ્રથમ દશ માણસો એકત્ર થઈને કરતાં તે કાર્ય આજે પ્રત્યેક મનુષ્ય પોતે એકલો જ પાર પાડવા પ્રયત્ન કરે છે. આજે કઇ કેદની આશાને માન આપતું નથી તેથી અનેકના પ્રયત્ન નિષ્ફળ થાય છે. અનેક સમયે એમ પણ બને છે કે એક નિકૃષ્ટ વ્યક્તિ આગેવાનતરીકે નીમાય છે, અને કેટલાક શ્રેષ્ઠ મનુષ્યોને તેની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે છે. આવી રીતે સમાજના હિતને અર્થે શ્રેષ્ઠ મનુષ્યોએ નીચ આગેવાનનું સન્માન સાચવવું એ કર્તવ્ય છે, કારણ કે જે તે તે ન કરે તો કાર્યનો ઉદ્દેશ સફળ થાય નહિ, અને સમાજને હાનિ સહન કરવી પડે. આપણું દેશમાં આવી ઉદારતા બતાવવામાં આવતી નથી, તેથી આપણું સામાજીક ઉન્નતિ સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શક્તી નથી.
(૬) એક મનુષ્ય જે વિષયમાં બહુ નિપુણતા ધરાવે તે વિષયમાં તેનું ખૂબ સન્માન કરવું એ પણ ભક્તિના વિષયમાં આવી જાય છે. ઉંમરમાં જેઓ મોટા હોય તેમને વધરૂપે ભકિતપાત્ર લેખવા.
(૭) સમાજ પ્રત્યે ભકિતભાવ રાખે. મનુષ્યમાં જેટલા ગુણો હોય તે સર્વ ગુણ સમાજમાં પણ હોયજ, એ વાત બહુ લક્ષમાં રાખવાડ્યુ છે. સમાજ આપણને યોગ્ય શિક્ષણ આપી આપણું ભરણપોષણ કરી આપણી રક્ષા કરે છે, એટલું જ નહિ પણ પ્રસંગોપાત દંડ કરીને આપણને અયોગ્ય માર્ગે જતા રોકે છે. એટલા માટે સમાજ આપણું ગુરુ સમાન પણ છે અને આપણું રાજા સમાન પણ છે. જે રીતે સમાજનું કલ્યાણ થાય તે રીતે સંપૂર્ણ ભકિતપૂર્વક આપણે વર્તવું જોઈએ.' આ શિક્ષણને વિશેષ પ્રચાર કરવા માટે કેટધર્મે “માનવદેવી” ની પૂજા કરવાને જે ઉપદેશ કર્યો છે, તે બહુ યે છે.
આજકાલ ભકિતના અભાવે આપણા દેશની કેટલી દુર્દશા થઈ છે ! કેટલી બધી ઉછુંખલતા આવી ગઈ છે ! પૂર્વે હિંદી પુમાં ભકિતનો લેશમાત્ર અભાવ જોવામાં આવતો નહે. હિંદુધર્મમાં અથવા હિંદુશાસ્ત્રમાં ભકિત ઉપરજ મુખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૦ મો-મનુષ્ય ભક્તિ
ભાર મૂકવામાં આવ્યો છે, એમ કહું તો પણ અત્યુકિત નથી, પરંતુ અત્યારે આપણું સુશિક્ષિત ગણાતા વર્ગમાં તેમજ અશિક્ષિત વર્ગમાં ભક્તિને છાંટે પણ રહ્યો નથી. પાશ્ચાત્ય સામ્યવાદ ( સોશીઆલીઝમ ) નો યથાર્થ મર્મ નહિ સમજી રકવાને લીધે હિંદી યુવકોના મગજમાં કાંઈક ઉંધા ખ્યાલેજ ભરાઈ બેઠા છે. અત્યારના સુધરેલા યુવકે એમ માને છે કે મનુષ્યમાત્ર સમાન છે મનુષ્યમાં ઉચ્ચ નીચના ભેદ પાડવા અસ્વાભાવિક છે, અને તેથી કેઈએ કોઈની ભકિત કરવાની કશી જરૂર નથી. મનુષ્યની સર્વશ્રેષ્ઠ વૃત્તિ, જે ભકિત, તેને અત્યારના ભણેલા યુવકો નીચતાનું ચિન્હ સમજવા લાગ્યા છે, તે ખરેખર શોચનીય છે. પિતાને અત્યારે “માઈ ડીયર ફાધર” કહેવામાં કોઈને કશો સંકેચ થતું નથી, પણ એને ખરો અર્થ તો એટલેજ થઈ શકે કે “ બુઢ્ઢો કરો.” આજકાલ માતાને “ફાધરના ફેમીલી” તરીકે અર્થાત-પિતાના પરિવાર તરીકે ઓળખાવવામાં આવે છે, અને મોટા ભાઇને તે પિતાની જ્ઞાતિનો એક મનુષ્યજ લેખવામાં આવે છે. ગુરુને એક સાધારણ માસ્તરતરીકે ગણી કાઢવામાં આવે છે. પુરોહિતે તે જાણે કાંઈ કામનાજ નથી ! જે સ્વામીની એક કાળે દેવતા સમાન પૂજા થતી તે સ્વામીને આજકાલ એક સાધારણું બધુ સમાન લેખવામાં આવે છે, એટલું જ નહિ પણ કવચિત કવચિત તેની પાસેથી નોકરનું પણ કામ કરાવવામાં આવે છે. સ્ત્રીને આપણે લક્ષ્મી સ્વરૂપ માનવી જોઈએ એવું તો કોઈના મનમાં પણ આવતું નથી; કારણ કે લક્ષ્મીને માને છેજ કોણ? આ તે જાણે આપણું ગૃહની વાત થઈ ! ગૃહની બહાર જઇને જોઈશું તો જણાશે કે રાજાને અનેક માણસે પિતાના કટ્ટા શત્ર સમાન માનવા લાગી ગયા છે. રાજપુરુષ એ જાણે કે કોઈ જુલમી રાક્ષસ હોય એમજ સૈ કોઇને ઠસી ગયું છે. સમાજના ગુરુઓ તે આપણી પાસે ઉપહાસ્યાસ્પદજ બની ગયા છે, અને આપણી સમાલોચના શકિત કેટલી તીક્ષ્ણ છે તે પ્રકટ કરવા માટે સમાજ શિક્ષકના વિષય સિવાય બીજો કોઈ વિષયજ આપણને મળતો નથી, જગતમાં કોઈ ધાર્મિક કે જ્ઞાની હેવ એમ તો આપણું સ્વમમાં પણ આવતું નથી. જે કોઈ ધાર્મિક પુરુષનાં અનાયાસે દર્શન થઈ જાય છે તો આપ
ને ભકિતભાવ ફરવાને બદલે તેના પ્રત્યે દયા કિંવા તિરસ્કારજ ફરે છે ! કે જ્ઞાની પુરુષ મળે તો તેને પરાજિત કેવી રીતે કરવો તેનાજ ખ્યાલ આપણા મનમાં રમ્યા કરે છે ! હું કાઈના કરતાં નિકૃષ્ટ છું અથવા મારા કરતાં અમુક મહાન છે, એમ માનવું એ આ કાળે એક મહાન મૂર્ખતા ગણાય છે. આથી કરીને આપણા જીવનને ઉચ્ચ લક્ષ્મપ્રતિ દોરી શકે એવો કોઈ આદર્શ આપણને મળી શકતા નથી. આ સર્વનું પરિણામ એ આવ્યું છે કે એજ્યપૂર્વક આપણાથી જે સામાજીક હિતનાં કાર્યો થવાં જોઈએ તે આપણાથી બની શકતા નથી. વિદ્વાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
તથા વૃદ્ધ પુરુષોની મશ્કરી કરતાં આપણને સહેજે સંકોચ થતું નથી. સમાજના ભયથી ડરી ડરીને ચાલીએ છીએ, પરંતુ સમાજ પ્રત્યે જે ભકિત જોઈએ તે આપણામાં રહી નથી. આ સર્વના પરિણામરૂપે આજે આપણું ગૃહ નંદનવન બનવાને બદલે નરકાવાસ સમાન થઈ પડયું છે ! શિક્ષણ અથવા કેળવણી પણ એવી છે કે તે આપણું હિત કરવાને બદલે અહિત કરી રહી છે ! રાજનૈતિક પુરુષોમાં પણ અનેક પ્રકારના મતભેદ પડવા લાગ્યા છે ! સમાજમાં અધોગતિ તથા ઉછુંખલતાએ પ્રવેશ કર્યો છે. આપણું ચિત્તમાં મલિનતાએ તથા મગજમાં અભિમાને ઉંડાં મૂળ નાખ્યાં છે.
શિષ્ય–ઉમતિને માટે ભકતની આટલી બધી જરૂર હોય એમ તે મે કદાપિ ધાર્યું નહોતું. | ગુસ –એટલાજ માટે ભક્તિને હું સર્વશ્રેષ્ઠ વૃત્તિ કહેતા હતા. હજી તે મેં મનુષ્યભકિતનીજ તને વાત કરી છે. હવે પછી ઈશ્વરભકિતવિષે વિવેચન કરીશ. ત્યાર પછી ભકિતની શ્રેષ્ઠતા વિશેષરૂપે તું સમજી શકશે.
अध्याय ११ मो-ईश्वरभक्ति
શિષ્ય --આજે ઈશ્વરભક્તિવિષે કાંઈક ઉપદેશ આપે, એવી મારી પ્રાર્થના છે.
ગુસ--અત્યાર સુધીમાં તેં જે કાંઈ મારી પાસેથી સાંભળ્યું છે અને હવે પછી જે કાંઈ સાંભળશે તે સિવાય ઈશ્વરભક્તિસંબંધે બીજે કાંઈ ખાસ ઉપદેશ નથી. અલબત્ત, સમજાવવા માટે તે વિષયનું અન્ય પ્રકારે વિવેચન કરવું પડે એ જુદી વાત છે. હિંદુધર્મમાં “ભક્તિ” શબ્દ મહાન અર્થ સૂચક લેખાય છે, અને તે શબ્દ આપણામાં એટલે બધા પ્રસિદ્ધ છે કે તેને માટે વિશેષ બોલવું અનાવશ્યક છે. ભિન્ન ભિન્ન ધર્મવેત્તાઓએ તેની વિવિધ પ્રકારે વ્યાખ્યાઓ કરી છે. ક્રિશ્ચિયન ધર્મ જે આર્યોતર ધર્મ પણ ભક્તિને પ્રધાનપદ આપે છે, તે તું જાણતો હઈશ. સર્વ ધર્મોના સિદ્ધાંતનું મનન કર્યા પછી અને અતિ ઉન્નત ભકતોનાં જીવનચરિત્રોને અભ્યાસ કર્યા પછી ભકિતના સ્વરૂપવિષે મેં જે નિર્ણય કર્યો છે, તે હું તને આજે જણાવવા ઇચ્છું છું. બહુ ધ્યાનપૂર્વક એકાગ્ર મનથી મારી વાત નહિ સાંભળે તો તારો અને મારો ઉભયનો પરિશ્રમ નિરર્થક જશે. શિષ્ય --ફરમાવે.
ગુસ–મનુષ્યની સઘળી વૃત્તિઓ ઈશ્વરાભિમુખી થાય અર્થાત સકળ વૃત્તિઓ ઈશ્વર તરફ વળે તેને ભકિત કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે-ઈશ્વરભક્તિ
શિષ્ય ––બરાબર સમજાયું નહિ.
ગુસ –અર્થાત જ્યારે આપણી જ્ઞાનાની વૃત્તિઓ ઈશ્વરસંબંધી અધ્યયન કરવામાં જ પ્રવૃત્ત રહ્યા કરે, કાર્યકારિણી વૃત્તિઓ જ્યારે ઈશ્વરનેજ સમર્પિત થાય, ચિત્તરંજની વૃત્તિઓ જ્યારે ઈશ્વરના સૌંદર્યને જ ઉપભોગ કરે, અને શારીરિકી વૃત્તિઓ જ્યારે ઇશ્વરનાં કાર્યો બજાવવામાં જ તલ્લીન રહ્યા કરે, અથવા ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરવા લાગે, ત્યારે તે અવસ્થાને ભકિત કહેવામાં આવે છે. જેનું જ્ઞાન પણ ઈશ્વરમાંજ સમાઈ જાય, જેનું કર્મ પણ ઈશ્વરમાંજ સમાઈ જાય, આનંદ પણ ઈશ્વરમાંજ સમાઈ જાય અને જેનો દેહ પણ ઈશ્વરને જ આધીન રહે તેનામાં ઈશ્વરભકિત છે, એમ સમજવું. ઈશ્વરભક્તિનું ગ્ય સ્કૂરણ તથા ખીલવણી પણ ત્યારેજ થયાં ગણાય
શિષ્ય –આપના આ કથન સામે મારે પ્રથમ વાંધો તે એજ છે કે આપે અત્યારસુધી ભકિતને અન્ય અન્ય વૃત્તિઓ પૈકીની એક વૃત્તિમાત્રજ જણાવી હતી, અને હવે સઘળી વૃત્તિની સમષ્ટિને–એકત્રતાને ભક્તિ કહે છે. એને અર્થ શું સમજવો? જ ગુસ--ભકિત નામની એકજ વૃત્તિ છે. મારે કહેવાને આશય એવો હતો કે
જ્યારે મનુષ્યની સઘળી વૃત્તિઓ એક માત્ર ભક્તિવૃત્તિને જ અનુસરે ત્યારેજ ભક્તિનું યેય સ્કુરણ થયું ગણાય. અનેક પ્રકારની વૃત્તિઓમાં ભકિત વૃત્તિની મેં શ્રેષ્ઠતા તને જણાવી તેનું કારણ પણ એજ છે. ભક્તિ જ્યારે ઈશ્વરમાં સમર્પિત થાય ત્યારે બીજી વૃત્તિઓએ તેને આધીન થવું જ જોઈએ. ઇરાપિત ભક્તિ જે માર્ગ દર્શાવે તે માગે અન્યાન્ય વૃત્તિઓએ જવું જ જોઈએ, એજ મારે કહેવાનો આશય છે ભક્તિ એટલે સઘળી વૃત્તિઓની સમષ્ટિયુકત એક શક્તિ; એ અર્થ કરે તદ્દન અયોગ્ય છે.
શિષ્ય –-તે પછી સામંજસ્ય ક્યાં રહ્યું? આપ અગાઉ કહી ગયા છે કે સઘળી વૃત્તિઓની યથાયોગ્ય સ્મૃતિ તેનું જ નામ મનુષ્યત્વ. યથાયોગ્ય રકૃતિનો તે સ્થળે આપે એવો અર્થ કર્યો હતો કે કોઈપણ વૃત્તિને એટલી બધી આગળ વધવા ન દેવી કે જેથી કરીને બીજી વૃત્તિઓની સ્મૃતિને હાનિ પહોંચે. હવે જે સઘળી વૃત્તિઓ એક માત્ર ભકિતવૃત્તિને જ આધીન રહે તે પછી બીજી વૃત્તિઓને આજ્ઞાધીન રહેવું જ પડે, એ સ્વાભાવિક છે, અને જો એમ થાય તે વૃત્તિઓનું પરસ્પરનું સામંજસ્ય ક્યાં રહ્યું ?
ગસ--ભકિતને અનુસરવાથી કોઈપણ વૃત્તિની ઉત્કૃષ્ટ ઋતિને વિદી નડતું નથી. મનુષ્યની વૃત્તિને એક ચોક્કસ પ્રકારને ઉદ્દેશ હોજ જોઈએ. તેમાં ઈશ્વર સંબંધી ઉદ્દેશ સર્વથી મહાન છે, એમ કહેવાની જરૂર નથી. જે વૃત્તિ પોતે આગળ વધવાની - શકિત ધરાવતી હોય તે વૃત્તિ જો ઈશ્વરાનુવર્ત થાય તો તેના આગળ વધવામાં કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૪
ધર્મ તત્ત્વ
જાતનું વિઘ્ર નડે નહિ. ધિરજ જો વૃત્તિના ઉદ્દેશ હાય, અર્થાત્ અનંત મગળ, અનંત જ્ઞાન, અનંત ધર્મ, અન ંતસાં, અને અનંત શક્તિ જે વૃત્તિને ઉદ્દેશ હાય, તેને આગળ વધતી કણ અટકાવી શકે ? માટે ભક્તિવૃત્તિને આધીન રહેવુ એજ સ વૃત્તિઓનુ યથાર્થ સામજસ્ય છે.
શિષ્યઃ—આપે જે મનુષ્યતત્ત્વ અને અનુશીલન ધમ' સમજાવ્યા તેનું સ્થૂળ તાત્પર્યાં, મારા સમજવા પ્રમાણે, એવું નીકળે કે ઈશ્વરભક્તિ, એજ સંપૂર્ણ મનુ ધ્યત્વ, એટલુંજ નહિ પણ ભક્તિ એજ અનુશીલનના એક માત્ર ઉદ્દેશ હાવાયાગ્ય છે. ગુરુ:---અનુશીલન ધર્મના એવા આશય છે, એ વાત ખરી. વસ્તુતઃ જ્યાં સુધી સઘળી વૃત્તિઓ ઘરમાં સષિત ન થાય ત્યાંસુધી સંપૂર્ણ મનુ બ્યવજ પ્રાસ ન થઇ શકે. વૃત્તિઓનું ઈશ્વરને અર્પણ કરવું તેજ સાચુ કૃષ્ણાણું ! એજ સાચા નિષ્કામ ધ' ! અને એજ સાચુ સુખ ! પ્રકારાંતરે કહીએ તે! ચિત્તશુદ્ધિ પણ એનુજ નામ ! ધર્માં પણ એજ ! અને ભક્તિ, પ્રીતિ, શાંતિ વિગેરે જે લક્ષણા કહ્યાં છે તે પણ તેજ ધર્માંનાં ! મે ઉપર કહ્યો તે સિવાય ખીન્ને કાઇ યથા ધર્મ નથી. મારે જે કાંઇ કહેવાનું છે તેનુ મૂળ હું તનેજ સમજાવી ગયા; પશુ એટલા ઉપરથી તું એમ માની લઈશ નહિ કે એટલી વાત સમજવા માત્રથીજ અનુશીક્ષનધનું સંપૂર્ણ રહસ્ય તું સમજી ગયા !
શિષ્યઃ—-વસ્તુતઃ હું કંઇજ સમજ્યા નથી. એ વાતને હું પોતેજ સ્વીકાર કરેં હ્યુ. અનુશીલન ધર્મમાં ભકિતનું થાન કયાં છે તેવિષે હું હજી તદ્દન અજ્ઞાન છું. શારીરિક અનુશીલનની વ્યાખ્યા આપે કહી સંભળાવી ત્યારે મારી ખાત્રી થઇ હતી
શારીરિક બળમાં વૃદ્ધિ કરવી અથવા તા શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવી એ કવ્યુ છે. હવે, ધારા કે કાષ્ઠ મનુષ્ય રાગ, દારિદ્ર કે એવાજ બીજા કાઇ કારણથી પેાતાની શારીરિક વૃત્તિને સંપૂર્ણ પ્રમાણમાં કેળવી ન શકે તે શું તેનાથી શ્વરભક્તિ ન થઇ શકે?
ગુરુઃ--મારે કહેવાનું માત્ર એટલુંજ છે કે જે અવસ્થામાં મનુષ્યની સધળી વૃત્તિએ ઈશ્વરાભિમુખી થાય તે અવસ્થાને ભકિત કહેવાય. અમુક વ્યક્તિનું શારીરિક ખળ અધિક ન્યૂન અથવા ગમે તેટલું šાય પણ જો તે વ્યકિત ઈશ્વરાભિમુખ રહે, અર્થાત્ પેાતાના શારીરિક બળના ઉપયાગ ઈશ્વરાનુમત કાર્યોંમાં કરે, તેમજ તેની સાથે પેાતાની બીજી વૃત્તિઓને પણ સંયુક્ત કરે તેા તેનામાં શ્વિરભકિત છે, એમ કહી શકાય. જે મનુષ્યમાં જેટલું બળ ન્યૂન હ્રાય તેટલે અંશે તેની કન્યપાલનતામાં ખામી આવે એ વાત તેા ખુલ્લીજ છે. અનુશીલનની જરૂર એટલીજ છે કે શરીરને કિવા મનને ખરાખર કેળવી તેને ઈશ્વરાનુમત ( ઈશ્વરે ઉપદેશેલા ) કાર્યોંમાં અંતઃકરણપૂર્વક ઉપયાગ કરવા. દાખલાતરીકે એક લૂટારા એક ભલા-નિર્દોષ માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે--ઇશ્વરભક્તિ
૮૫
હેરાન કરે છે. આ દેખાવ એ માણસા જીવે છે. ધારો કે આ બન્ને પ્રેક્ષકા ઇશ્વર પ્રત્યે ભકિતભાવયુક્ત છે; પરતુ તેમાં એક જણુ અળવાન અને ખીજે નિર્જી છે. અળવાન માણસે બહાર આવી પેલા લૂટારાના હાથમાંથી પેલા નિર્દોષ માસને મુકત કર્યા, પરંતુ બીજો દુ॰ળ મનુષ્ય પ્રયત્ન કરવા છતાં પણ તે કાર્યોંમાં વિજયી થઇ શકયા નહિ. આવા પ્રસંગે વૃત્તિવિશેષના અનુશીલનના અભાવે દુબ ળ મનુષ્યમાં મનુષ્યત્વની ખામી હતી, એમ આપણે કહી શકીએ, પરંતુ તેનામાં ઈશ્વરભકિતના કિવા મનુષ્યભકિતના અભાવ હતા, એમ કહેવું છાજે નિહ. શારીરિક વગેરે વૃત્તિઆનું જ્યાઁસુધી યાગ્ય પ્રમાણુમાં અનુશીલન થાય નહિં ત્યાંસુધી કાઇ પણ વ્યકિત સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકે નહિ, તેની સાથે મનુષ્ય પાતાની વૃત્તિઓના સામર્થ્યને જ્યાંસુધી ઈશ્વર-ભકિત પ્રતિ વહેતું ન કરે ત્યાંસુધી તેણે મનુષ્યત્વ મેળવેલું હાય તાપણું તે નિષ્ફળ છે, એમ કહેવું જોઇએ. માટે એ ઉભય ચેાગ્યતાઓના સમાવેશ એજ સંપૂર્ણ મનુષ્યત્વ. મનુષ્યત્વની પ્રાપ્તિ અર્થે જેમ વૃત્તિઓનુ સ્વાતંત્ર્ય સુરક્ષિત રહેવુ જોઇએ તેમ તેની સાથે ભકિતનું પણ પ્રાધાન્ય રહેવુ જોઇએ. એટલાજ માટે મે કહ્યું હતું કે વૃત્તિએ ઈશ્વરને સમર્પિત કરવા માત્રથીજ સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી, પરંતુ તેની સાથે વૃત્તિઓનું સમુચિત અનુશીલન પશુ અત્યાવશ્યક છે.
શિષ્યઃ—જી એક બીજો વાંધા છે, જે ઉપદેશ પ્રમાણે કાય થઇ શકે એવું ન હાય, તેને હું ઉપદેશજ કહેતા નથી. હું પૂર્ફ્યું છું કે આપના ઉપદેશ પ્રમાણે શુ સવૃત્તિઓને ઈશ્વરાભિમુખી કરી શકાય ? ક્રોધ પણુ એક પ્રકારની વૃત્તિ છે. હવે ક્રોધને ઇશ્વરાનુગામી કેવી રીતે કરી શકાય ?
ગુરુઃ—જગની તે અતુલ મહાક્રોધવાણીનુ તને સ્મરણુ છે ?
क्रोधं प्रभो संहर संहरेति यावद्भिरः खे मरुतां चरन्ति । तावत् स वह्निर्भवनेत्रजन्मा भस्मावशेषं मदनं चकार ॥
આ ક્રોધ મહા પવિત્ર ક્રોધ ગણાય; કારણુ કે યેાગમાં ભંગ કરનારી મદનની કુપ્રવૃત્તિ તે ક્રોધના પ્રતાપે વિનષ્ટ થઇ ગઇ ! આવા ક્રોધને સ્વયં પ્રભુનેાજ ક્રોધ કહી શકાય. આવીજ એક નીચ વૃત્તિ કે જેને ઈશ્વરાભિમુખી કરવાથી બ્યાસદેવ મહાભારત જેવા અદ્રિતીય કાવ્યગ્રંથ જગતને આપતા ગયા ! પણ હું ભૂલુ છું. તારા જેવા નવા જમાનાની રાશની પામેલા–વીસમી સદીના યુવકને આ વાત એકાએક ગળે ઉતરશે નહિ. એટલા માટે મારૂં વિશેષ કથન તારા જેવાને માટે નિરર્થક છે.
શિષ્યઃ—બીજો પણ એક વાંધા છે–
ગુરુઃ-તે સ્વાભાવિક છે. જે અવસ્થામાં મનુષ્યની સધળી વૃત્તિએ ઇશ્વરમુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્ત્વ
અથવા ઈશ્વરાવતી હોય તેને ભકિત કહેવાય. આ વાત એટલી બધી ગંભીર છે, અને તેની અંદર એટલી બધી મહત્ત્વની વાતોને સમાવેશ થઈ જાય છે કે એક વાર કહેવા માત્રથીજ તું તે સમજી શકે એવી બિલકુલ સંભાવના નથી. અનેક શંકાઓ થાય, અનેક વાંધાઓ જણાય, અનેક છિદ્રો જણાય, એટલું જ નહિ પણ છેવટે આ ઉપદેશ તને અર્થશય પ્રલાપ જે ભાસે છે તે પણ સંભવિત છે; પરંતુ મારી તને પુનઃ પુનઃ એટલીજ ભલામણ છે કે એટલેથીજ નિરાશ ન થઈ જવું. પ્રતિદિન, પ્રતિમાસ, અને પ્રતિવર્ષ એજ એક તત્વસંબંધી વિચારો કર્યા કરવા અને એજ એક તત્ત્વને ક્રિયામાં મૂકવાના હૃદયપૂર્વક યત્નો કરી લેવા. એથી ક્રમશઃ એ તત્ત્વ તારી દષ્ટ સન્મુખ દીપકની માફક સંપૂર્ણ તેજથી પ્રકાશવા લાગશે, અને જ્યારે એમ થાય ત્યારે સમજજે કે તારું જીવન સાર્થક થયું ! તારો મનુષ્યજન્મ સફળ થયો ! ઉક્ત ગંભીર તત્ત્વ સિવાય અન્ય એકકે વાત મનુષ્ય લક્ષપૂર્વક શીખવાની નથી. એક મનુષ્ય પોતાનું સમસ્ત જીવન સદ્દવિચાર અને ઉચ્ચ ભાવનાઓમાંજ વ્યતીત કરે અને છેવટે ઉકત તત્ત્વ સમજી, તેને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન કરે તેજ તેનું જીવન સફળ થયું ગણાય. શિષ્ય –આવું પ્રાપ્ય જ્ઞાન આપને કેવી રીતે પ્રાપ્ત થયું ?
ગુર–અતિ તરુણ અવસ્થામાંથી જ મારા મનમાં આ એક પ્રશ્ન સદા ઉદ્ભવ્યા કરતો કે –“આ જીવન કેવી રીતે સાર્થક થાય ? આ જીવનમાં એવું શું કર્તવ્ય કરવું જોઈએ કે મનુષ્યભવ સફળ થાય ? ” સમસ્ત જીવન આ એકજ પ્રશ્નને સંતોષકારક ઉત્તર મેળવવા અથે મેં વ્યતીત કર્યું છે અને તેના ઉત્તરની શોધમાંજ જીવન પ્રાયઃ પૂરું થવા આવ્યું છે. અનેક પ્રકારના લોકપ્રચલિત ઉત્તરો અત્યાર સુધીમાં મને મળી ચૂક્યા છે. તેની સત્યતા કિંવા અસત્યતાને નિર્ણય કરવા માટે હું અનેક ભોગ પણ આપી ચૂક્યો છું, અનેક કષ્ટો સહન કર્યા છે, યથાશકિત વાંચવામાં અને વિચારવામાં પણ પ્રમાદ કર્યો ઊી, અનેક પ્રકારના લેખો પણ લખી વાળ્યા છે, અનેક લોકોની સાથે વાર્તાલાપ અને ચર્ચાઓ કરવામાં પણ કયાશ રાખી નથી, એટલું જ નહિ પણ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી ચૂક્યો છું. સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ, દર્શન તથા દેશી-વિદેશી શાસ્ત્રો પણ ઉથલાવી જોયાં છે. ટુંકામાં, જીવન સફળ કરવા અર્થે પ્રાણુત પરિશ્રમ કરી ચૂક્યો છું. આ સર્વ પરિ. શ્રમ અને કષ્ટોના પરિણામે હું એટલું સમજી શકે છું કે સઘળી વૃત્તિઓને ઈશ્વરાનવતી કરવી તેજ યથાર્થ ભકિત, અને એવી ભકિત વિના યથાર્થ મનુષ્ય કોઈ કાળે પ્રાપ્ત થઈ શકે નહિ. “આ જીવન કેવી રીતે સાર્થક કરવું” એ પ્રશ્નના ઉત્તરમાં એ એકજ ઉત્તર મને યથાર્થ અને સંતોષકારક લાગ્યો છે. બાકી સર્વ ઉત્તરો મને નિરર્થક જેવાજ જણાય છે. વસ્તુતાએ મનુષ્યના સમસ્ત જીવનનું-સમસ્ત પરિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ માઇન્થક્તિ
૮૭
શ્રમનુ' એજ એક અતિમ ફળ, એજ એક છેલ્લુ સુફળ છે. “ આપે. આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યુ ?” તેના ઉત્તરમાં મારે તને માત્ર એટલુંજ જણાવવું' જોઇએ કે સમસ્ત જીવન એ એક્જ ગંભીર પ્રશ્નના ઉત્તર પ્રાપ્ત કરવા અર્થે મેં વ્યતીત કર્યુ છે, અને તેના જે ઉત્તર આટલા લાંબા કાળે મને પ્રાપ્ત થયા છે, તેજ હુ તને સંભળાવવા માગુ છું. મારા સમસ્ત જીવનના પરિશ્રમાનુ ફ્ળ તું એકજ દિવસમાં કેવી રીતે સમજી શકે?
શિષ્યઃ——આપના કહેવા ઉપરથી મને એમ લાગે છે કે ભક્તિનાં લક્ષણૢાસબંધી આપે મને જે ઉપદેશ આપ્યા તે આપના પેાતાનાજ એક ખાસ સિદ્ધાંત છે. આઋષિ તે તત્ત્વ જાણુતા નહાતા.'
ગુરુ:——મૂર્ખ ! મારા જેવા ક્ષુદ્ર પ્રાણીમાં તે એવી શું શકિત છે કે આ મહઆ જે વાત ન જાણી શક્યા તે વાત હું જાણી કે શોધી શકું ? મારા કથનને સારાંશ માત્ર એટલેજ છે કે સમસ્ત જીવન પર્યંત તેમના શિક્ષણાના અભ્યાસ કરવાચીજ હું' તેમના આશયેા સમજી શકી છુ. હા, એટલુ છે કે જે ભાષામાં તને આજે ભકિત તત્ત્વ સમજાવું છું તે ભાષામાં તેઓએ તે વાત સમજાવી નથી. તમારા જેવા વીસમી સદીના નવયુક્રે!ને મારે વીસમી સદીની ભાષામાંજ આ વાત સમજાવવાની જરૂર પડી છે. ભાષામાં ગમે તેટલા પ્રભેદ પડી જાય તાપણુ સત્ય વસ્તુમાં કાઇ કાળે ફેરફાર થવા પામતા નથી. સત્ય વસ્તુ નિત્ય છે. તેમાં વિકાર કે પ્રભેદ કદાપિ થતા નથી. શાંડિયના સમયમાં ભકિતનું જે સ્વરૂપ હતું તેજ સ્વરૂપ હજી આ કાળે પણુ વર્તમાન છે. ભકિતનું થા સ્વરૂપ હજી પણુ આ મહર્ષિએના કથનેામાં અને ઉપદેશેામાં મળી આવે છે. જેવી રીતે સમુદ્રમાં ડુબકી માર્યા વિના રત્નનુ' યથ. સ્વરૂપ જણાતું નથી; તેવીજ રીતે હિન્દુશાસ્ત્રરૂપી અગાધ સમુદ્રમાં નિમજ્જન કર્યા વિના શાસ્ત્રીય તત્ત્વરત્નાની યથાર્થ પ્રાપ્તિ થઈ શકતી નથી.
શિષ્ય:- આ મહર્ષિઓએ ભકિતની જે વ્યાખ્યા કરી છે તેમ વ્યાખ્યા આપની પાસેથી સાંભળવાની મારી જિજ્ઞાસા છે.
ગુરુ:—એવી જિજ્ઞાસા ખરેખર આવકારદાયક છે. ભક્તિ ઉપર હિંદુનીજ માલેકી છે, કારણ કે ભકિત એ વસ્તુજ હિંદુએની છે. ક્રિશ્ચિયન ધમ માં પણ જો કે ભકિતવાદ છે, પશુ હિંદુધર્મમાં જે ખુબીથી ભકિતની સાકતા દર્શાવવામાં આવી છે, તેવી ખુખી બીજા કાઇ થમાં નથી. ખેદ માત્ર એટલેાજ છે કે આય મહર્ષિઓએ ભકિતની જે વ્યાખ્યા કરી છે તે વિસ્તારપૂર્વક સાંભળવાને તથા સંભળાવવાને જોઇએ તેટલા આપણને અવકાશ નથી. આપણા મૂળ ઉદ્દેશ અનુશીલન ધર્મી સમજવાના હતા, તે તને સ્મરણુમાં હશે. છતાં ભકિતસબંધી સ્થૂળ વ્યાખ્યા હું તને પ્રસંગાપાત સંભળાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
શિષ્ય પહેલાં મને એ વાત કહો કે શું ચિરકાળથી જ ભકિતવાદને હિંદુધર્મના એક અંશરૂપે માનવામાં આવ્યો છે ?
ગુ –ના, તેમ નથી. વૈદિક ધર્મમાં ભક્તિ નથી. હું ધારું છું કે વૈદિક ધર્મથી તું પરિચિત હઈશજ. સાધારણ ઉપાસકોની સાથે ઉપાસ્ય દેવનો જે સંબંધ આજકાલ આપણી નજરે પડે છે તેવો જ સંબંધ વૈદિક યુગમાં હતા. “ હે પ્રભુ ! મારા અર્પણ કરેલા આ સોમરસનું આપ પાન કરો, હવિ ભજન કરો અને મને ધન આપે, સંપત્તિ આપે, પુત્ર આપ, ગાય અપ, ધાન્ય આપે, તથા મારા શત્રુઓને પરાભવ કરે. " વિગેરે. આગળ વધીને બહુ બહુ તો તેઓ એટલે સુધી પ્રાર્થના કરતા કે–“ હે પ્રભુ! મારાં પાપનો ધ્વંસ કરે.આ પ્રમાણે દેવને પ્રસન્ન કરવાની ઇચ્છાથી વૈદિક યુગમાં લોકે યજ્ઞો વિગેરે કરતા. એવી રીતે કામ્ય વસ્તુની પ્રાપ્તિ અર્થે જે યજ્ઞાદિ કરવા તેને કામ કર્મ કહેવામાં આવે છે. જે ઉપાસનામાં કામ્ય કર્મોની મુખ્યતા હોય તેને સાધારણ રીતે “ કર્મ ” કહેવામાં આવે છે. “ તમે અમુક કામ કરશે તે તમને અમુક ફળ મળશે, માટે તમારે અમુક જ કર્મ કરવું,” એવી રીતની ધર્મ કરવાની પદ્ધતિને કર્મ કહેવાય. વૈદિક યુગના છેલા સમયમાં આવી રીતના કર્માત્મક ધર્મનું બળ બહુ વધી પડયું હતું. માયાની પ્રબળતા એટલે સુધી વધી પડી હતી કે ધર્મના યથાર્થ મર્મને છેક લોપ થઈ જાય એ પ્રસંગ આવી પહોંચ્યો હતો. બરાબર એ જ સમયે કેટલાક પ્રતિભાશાળી પવિત્ર પુર
ને વિચાર થયો, કે આ કર્માત્મક ધર્મ એજ યથાર્થ ધર્મ હોય એમ બને નહિ. તેઓએ વિચાર કર્યો કે વૈદિક દેવ-દેવીઓની કલ્પનામાત્રથી જ આ જગતનું અસ્તિ– બરાબર સમજાય નહિ. આ સર્વ કલ્પનાઓની પાછળ એક અનંત અને અય કારણ અવશ્ય હોવું જોઇએ. આ કારણની તપાસ કરવા તેમણે પ્રયત્નો શરૂ કર્યા. લોકોની શ્રદ્ધા પણ ધીમે ધીમે કર્મ ઉપરથી ખસવા લાગી. છેવટે ત્રણ પ્રકારના વિપ્લવ (યુગાંતર–અથવા ઉથલપાથલ) આ દેશમાં ઉપસ્થિત થયા, કે જે વિપ્લવની સત્તા હજી પણ આપણા દેશમાં પ્રચલિત છે. એ ત્રણ પ્રકારના વિપ્લવેમાં એક વિલવ ચાર્વાકદ્વારા ઉપસ્થિત થયો. તેમણે એવા ઉપદેશની શરૂઆત કરી કે સઘળા કર્મકાંડો મિથ્યા છે. બસ, ખાઓ, પીઓ અને મોજ-મજા ભોગ. બીજે સંપ્રદાય બુદ્ધ અથવા શાક્યસિંહે ઉત્પન્ન કર્યો. તેણે કહ્યું કે-કર્મનું ફળ અલબત્ત માનવા યોગ્ય છે, પરંતુ કર્મ એજ દુઃખના કારણભૂત છે. કર્મને લીધે જ પુનર્જન્મો લેવા પડે છે, માટે કર્મનેજ નાશ કરે. વિવિધ તૃષ્ણાઓને શાંત કરી ચિત્તસંયમપૂર્વક અષ્ટાંગધર્મના માર્ગે પ્રવૃત્તિ કરી નિર્વાણ પ્રાપ્ત કરે. ત્રીજો વિપ્લવ દાર્શનિકેદારા ઉપસ્થિત થયે. તેઓ પ્રાયઃ બ્રહ્મવાદી હત્તા. તેમને જણાયું કે તેઓએ જગતના અનંત કારણભૂત જે ચૈતન્યની શોધ કરવા માંડી હતી તે તત્ત્વ અતિશય દુય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૧ મે-ઇશ્વરભક્તિ
આ બ્રહ્મવસ્તુ જે બરાબર સમજાય તો તે પરમાત્મા સાથે કિંવા જગતના તે અંતરાત્મા સાથે આપણો કે સંબંધ છે, તેમજ આ જગતની સાથે પરમાત્માનો અને આપણે શું સંબંધ છે, વિગેરે રહસ્યો સમજી શકાય. આ રહસ્યો સમજાયા પછી “ આ જીવન કેવી રીતે સાર્થક થાય ” તે કઠિન પ્રશ્નનો ઉત્તર આપોઆપ જ મળી જાય છે. એટલા માટે બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે તેપણ યથાર્થ ધર્મ તેજ છે. મતલબ કે જ્ઞાન એજ ધર્મ અને જ્ઞાન એજ નિયસ અથવા પરમ મંગળ છે. વેદના જે અંશને “ ઉપનિષદ્દ ” એવું નામ આપવામાં આવ્યું છે તે આ જ્ઞાનવાદીઓની જ શોધનું પરિણામ છે. ઉપનિષદ્દમાં આપણું મહર્ષિઓની જ્ઞાનકીતિ પૂર્ણ પ્રમાથી પ્રકાશી રહી છે. બ્રહ્મનિરૂપણ અથવા આત્મજ્ઞાન એજ ઉપનિપદોનો ઉદ્દેશ છે. ત્યાર પછી છ દર્શનમાં આ જ્ઞાનવાદ વિશેષ વૃદ્ધિ પામતે ગયો અને તેને પ્રચાર પણ વૃદ્ધિગત થતો ગયો. કપિલના સાંખ્યમતમાં જે કે બ્રહ્મને ત્યાગ કરવામાં આવ્યો છે તો પણ તે દર્શનશાસ્ત્ર જ્ઞાનવાદાત્મક ગણાય છે. દર્શનેમાં કેવળ પૂર્વમીમાંસાજ કર્મવાદી છે. બાકીનાં સર્વ દર્શને જ્ઞાનવાદી છે.
શિષ્યજ્ઞાનવાદ તે બહુ અપૂર્ણ હોય એમ મને લાગે છે. જ્ઞાનથી ઈશ્વરને જાણી શકાય પરંતુ જ્ઞાનથી ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય તે સમજાતું નથી. જાણુંવામાત્રથી કોઈ વસ્તુનાં કાંઈ થોડીજ પ્રાપ્ત થાય ? ધારો કે ઈશ્વરની સાથે આ પણુ આત્માનું એકત્વ છે એ વાતનો મને નિશ્ચય થયો, પણ તેટલાથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય એ કેવી રીતે બને ! આત્મા અને પરમાત્માને-ઉભયને એકત્ર કરનાર કેઇ એક વસ્તુ જોઈએ કે નહિ ? - ગુરૂ –તાનવડે જે ઐકય નથી પ્રાપ્ત થતું તે ભક્તિથી પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિવાદીઓ પણ એમજ કહે છે કે જ્ઞાનથી તે માત્ર ઈશ્વરને ઓળખી શકાય પણ જાણવા માત્રથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી નથી. જગતમાંની અનેક વસ્તુઓને આપણે જાણીએ છીએ, પણ તે જાણવા માત્રથી શું આપણી પાસે આવી જાય છે ? આપણે જેના પ્રત્યે દ્વેષ ધરાવતા હોઈએ તેને પણ ઓળખીએ તે છીએજ, પરંતુ શું તેથી તેની સાથે આપણે આપણું ઐક્ય સ્થાપી શકીએ છીએ? નહિ જ. તેવી જ રીતે જે આપણે ઈશ્વરને જાણીએ અને છતાં તેના પ્રત્યે દ્વેષ રાખીએ તો તે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય ? એથી ઉલટી રીતે જોઈએ તો જેના પ્રત્યે આપણી ચાહના–પ્રીતિ હેય તેને અનાયાસે આપણે મળી શકીએ છીએ. એક શરીરધારી મનુષ્ય પણ જે આપણી અંતઃકરણની પ્રીતિ વિના આપણી સાથે હળીમળી શકતા નથી તે પછી જે અશરીરી છે, અને જે કેવળ અંતઃકરણારાજ પ્રાપ્ત થઈ શકે તેમ છે તે પ્રીતિ કે ભક્તિ વિના કેવી રીતે પ્રાપ્ત થાય ? મતલબ કે જે આપણો ઈશ્વર પ્રતિ ગાઢ અનુરાગ હેય તેજ આપણે તેનું સત્ય સ્વરૂપ પામી શકીએ. આ પ્રકારને ગાઢ અનુરાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૯૦
ધર્મતત્ત્વ
તેનુ ંજ ખીજું નામ ભક્તિ છે. શાંડિલ્યસૂત્રના ખીજા સૂત્રમાં કહ્યુ` છે કે:— સા(મત્તિ: ) વાસુરાહીયરે ॥
શિષ્યઃ—આ પ્રમાણે ભક્તિવાદની ઉત્પત્તિને ઇતિહાસ સાંભળવાથી મને બહુ લાભ થયા. આપે જો આટલી પ્રસ્તાવના કરી ન હાત તે! હું ભક્તિવાદ ચાય રીતે સમજી શકત નહિ. આપની વાત સાંભળ્યા પછી મારા અંત:કરણના ઉદ્ગાર આપની પાસે પ્રકટ કર્યા વિના રહી શકતા નથી. યૂરે પીય વિદ્રાના તથા સ્વામી દયાનંદ સરસ્વતી વિગેરે આ દેશના વિદ્વાના વૈદિક ધર્મને શ્રેષ્ટતમ ધર્મ કહી તેની પ્રશ ંસા કરે છે, પરંતુ તે પૌરાણિક ધર્મને અથવા તા આધુનિક હિંદુધર્માંતે અહુજ નિકૃષ્ટ ગણી કાઢે છે, તે ઠીક નથી, એમ મને હવે સ્પષ્ટ રીતે જણાય છે. વૈદિક ધર્માંમાં ભક્તિ નથી, એટલા માટે તેને અસંપૂર્ણ કિવા નિકૃષ્ટ ગણી શકાય પરંતુ પૌરાણિક અથવા આધુનિક વૈષ્ણુત્રાદિ ધર્મ કે જેમાં ભક્તિની પ્રધાનતા છે તેને અપૂર્ણુ કાછ રીતે કહી શકાય નહિ, જે પૌરાણિક ધર્મના લાપ કરી વૈદિક ધર્મને પુનરુજ્જીવન આપવા માગે છે તેઓ ગંભીર ભૂલ કરે છે, એમ મારાથી કહ્યા વિના રહેવાતું નથી.
ગુરુ-તું જે કહે છે તે એક રીતે ઠીક છે, પરન્તુ વેદમાં કાંઇ ભક્તિવાદ નથી, એમ આપણાથી કહી શકાય નહિ. શાંડિલ્ય સૂત્રના ટીકાકાર સ્વપ્નેશ્વરે છાંદોગ્ય ઉપનિષદ્માંથી એક વચન ઉષ્કૃત કરી આ વાત સિદ્ધ કરી છે કે વેદમાં ભક્તિ શબ્દને સ્પષ્ટ ઉલ્લેખ નહિ હાવા છતાં {ક્તવાદના સારાંશ તે કેટલેક અંશે આવી ગયા છેજ. તે વચન આ પ્રમાણે છે.
'
आत्मैवेदं सर्वमिति स वा एष एव पश्यन्नवं मन्वान एवं विजानन्नात्मरति - रात्मक्रीड आत्ममिथुन आत्मानन्द स स्वराड्भवतीति ॥
..
અર્થાત———(પૂર્વ જે કાંઈ કહેવામાં આગ્યુ છે તે) સર્વ આત્મામાંજ છે, જે તેતે નિહાળી, વિચારી અને સમજીને આત્મામાં તલ્લીન થાય, આત્માની સાથેજ ક્રીડા કરે, આત્માની સાથેજ મિથુન (મૈત્રી ) કરે અને આત્મામાંજ જે આનંદ મેળવે તે સ્વરાજ ( પાતે પેાતાના રાજા અથવા પાતે પેાતાનામાંજ આનંદ અનુભવનાર) થાય. યથા ભક્તિવાદ તે એવુજ નામ.
,,
अध्याय १२ मो - ईश्वरभक्ति - शांडिल्य
ગુરુ:——ભકિતને માટે શ્રીમદ્ ભગવદ્ગીતા એ પ્રધાન ગ્રંથ છે. છતાં ગીતામાં પ્રત્યેાધાયેલા ભકિતવાદ તને કહું તે પહેલાં ઐતિહાસિક પ્રથાને અનુસરી વેદમાં ભકિતસબંધે જે કાંઇ કહ્યું હોય તે ટુ'કામાં મારે તારી પાસે રજુ કરવુ જેઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ મે-ઇશ્વરભક્તિ-શાંડિલ્ય
૧.
એમ ધારી અત્યારસુધી તે વિષયની ચર્ચા કરી, તેાપણ કેટલુંક કહેવાનું બાકી રહ્યું છે તે આજે સપૂર્ણ કરીશ. વેદમાં ભક્તિસખધી ઉલ્લેખ મળી આવતા નથી એ વાત હું તને અગાઉ જણાવી ગયા છુ. છાંદાગ્ય ઉપનિષમાં તે સ ંબંધી ઇસારા છે, એમ પણુ મેં કહ્યુ છે. છાંદેગ્ય ઉપનિષમાં જે ઉલ્લેખ છે તેની સાથે શાંડિય મહિનું નામ જોડાએલુ છે.
શિષ્ય:——ભકિતસૂત્રના પ્રણેતા શાંડિલ્ય મહર્ષિ કહેવાય છે તે એજ કે ? ગુરુ:—શાંડિય નામના બે મહર્ષિ પૂર્વે થઇ ગયા છે, એમ મારે તને પ્રથમજ કહી દેવુ જોઇએ. તેમાં પ્રથમ શાંડિલ્યનુ નામ ઉપનિષદ્ની સાથે જોડ!એલુ છે, અને ખીજા શાંડિલ્યનું નામ ભકિતસ્ત્રના પ્રણેતાતરીકે પ્રસિદ્ધ છે. ઉપનિષદ્વાળા શાંડિલ્ય મહર્ષિ જેટલા પ્રાચીન છે તેટલા અતિસૂત્રના પ્રણેતા શાંડિલ્યઋષિ પ્રાચીન નથી, તિસૂત્રના ત્રીજા સૂત્રમાં પ્રાચીન શાંડિલ્યના નામને ઉલ્લેખ છે.
શિષ્ય:—કઈ આધુનિક સૂત્રકારે પ્રાચીન મર્ષિનું નામ આપી પેાતાને ગ્રંથ જગમાં પ્રસિદ્ધ કર્યા હાય તો તે શું સંભવિત નથી ? હાલ તુત તા પ્રાચીન શાંડિલ્યના મતનીજ વ્યાખ્યા કરે.
ગુરુઃ—કમનસીબે તે પ્રાચીન ઋષિપ્રણીત કાષ્ઠ ગ્રંથ અત્યારે મળી આવતા નથી. શ્રીશંકરાચાર્યે વેદાન્તસૂત્રનું જે ભાષ્ય રચ્યું છે તેમાંના કાઇ એક સૂત્રના ભાષ્યના ભાવા ઉપરથી કાલબ્રુક સાહેબે એવુ અનુમાન કર્યું છે કે પ્રાચીન ઋષિ શાંડિલ્યે પાંચરાત્રની રચના કરેલી હાવ જઇએ. કાલબુક સાહેબનુ આ અનુમાન કદાચ સત્ય હોય અને ન પણું હાય. પંચરાત્રમાં, બેશક ભાગવત ધર્મનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે, તથાપિ એવા એક સામાન્ય મૂળ ઉપર વિશ્વાસ રાખી શાંડિલ્ય મહર્ષિનેજ પોંચરાત્રના પ્રણેતાતરીકે માની લેવા એ ઠીક નથી. તથાપિ પ્રાચીન ઋષિ શાંડિલ્ય ભકિતધર્મના એક પ્રધાન પ્રવક હતા તેમ માનવાને આપણી પાસે પૂરતાં કારણે છે. જ્ઞાનવાદી શકરાચાર્યે પેાતાના ભાષ્યમાં ભકિતવાદી શાંડિલ્યની નિદા કરતાં કહ્યું છે કે;—
" वेद प्रतिषेधश्च भवति चतुर्षु वेदेषु परम श्रेयोऽलब्ध्वा शांडिल्य इदम् शास्त्रमधिगतवान् इत्यादि वेदनिन्दादर्शनात् ॥ तस्मादसंगता एषा कल्पना इति सिद्धम् ।
,,
અર્થાત્-આથી કરીને વેદના પ્રતિનિષેધ થાય છે. ચાર વેદવડે શાંડિલ્યને પરમશ્રેયની પ્રાપ્તિ ન થઇ તેટલા માટે તેણે મા શાસ્ત્રની રચના કરી. તેણે વેદતી જે નિંદા કરેલી છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેની કલ્પના બિલકુલ અસંગત છે. શિષ્ય:પરંતુ એ પ્રાચીન ઋષિ શાંડિલ્ય ભક્તિવાદમાં કેટલી હદસુધી આગળ
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
ધર્મત
વધ્યા હતા તે જાણવાનું કાંઈ સાધન મળી શકશે ? | ગુસ-હા, છે. છાંદોગ્ય ઉપનિષદુના તૃતીય પ્રપાઠકના ચૌદમા અધ્યાયમાંથી સહેજ તને વાંચી સંભળાવું છું તે શ્રવણ કર.
"सर्वकर्मा सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिदमभ्यात्तोऽवाक्येनादर एष मम आत्मान्तहदय एतद् ब्रह्मैतमितः प्रेत्याभिसंभावितास्मीति यस्य स्यादवा न विचिकित्सास्तीतह स्माह शांडिल्यः"
અર્થાત–સર્વકર્મવાળો (દોષ રહિત ), સર્વ કામવાળો- સુખકર ) સર્વ ગંધવાળો, સર્વ રસવાળો, સર્વ પ્રતિ અભિવ્યાપ્ત, વાણીરહિત, સબમરહિત આ મારો આત્મા હૃદયની અંદર છે, આ બ્રહ્મને આ શરીરથી વિયોગ પામીને હું અવશ્ય પ્રાપ્ત થનારો છું; એ જેનો નિશ્ચય હોય અને તેમાં (એ નિશ્ચયના એવા ફળના સંબંધમાં ) સંશય ન હોય ( તે વિદ્વાન ઈશ્વરભાવને પામે છે. ) એવી રીતે પ્રસિદ્ધ શાંડિલ્ય કહેતા હવા.
જો કે આ વાત બહુ મહત્ત્વની નથી. કારણ કે ઉપનિષદૂના જ્ઞાનવાદીઓ પણ એજ વાત કહેતા આવ્યા છે. શ્રદ્ધા શબ્દ ભક્તિવાચક નથી, છતાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સંશય ન રહે એ વાત માનવા જેવી છે, અને એથી શ્રદ્ધા શબ્દ ભક્તિને ઉદ્દેશીને લખાએલ હોય તો તે બનાવાયોગ્ય છે. છતાં મૂળ વાતની શોધ કરવી હોય તો આપણે વેદાન્તસાર ગ્રંથનું મનન કરવું જોઈએ. વેદાન્તસારના કર્તા સદાનંદાચાર્ય ઉપાસના શબ્દની વ્યાખ્યા કરતાં કહે છે કે –
" उपासनानि सगुणब्रह्मविषयकमानसव्यापाररूपाणि शान्डिल्यविद्यादीनि"
હવે બરાબર વિચાર કરી છે. હિંદુધર્મમાં ઈશ્વરસંબંધી વિવિધ કલ્પનાઓ કરવામાં આવી છે. હિંદુઓએ ઈશ્વરનાં મુખ્યત્વે બે સ્વરૂપો કયાં છે. એક નિગુણ ઇશ્વર અને બીજે સગુણ ઈશ્વર. અંગ્રેજીમાં જેને “એબ્સોલ્યુટ” અથવા “ અનકન્ડીશનલ” કહેવામાં આવે છે તેજ નિર્ગુણ ઈશ્વર. જે ઈશ્વર નિર્ગુણ હેય તેની કોઈ પણ પ્રકારે આપણે ઉપાસના કરી શકીએ નહિ. નિર્ગુણ ઈશ્વરની તે સ્તુતિ પણ આપણાથી થઈ શકે નહિ. કારણ કે જે નિર્ગુણ છે, જેની “ કન્ડીશન્સ ઑફ એકઝીસ્ટન્સ’ જ નથી તેને સંબોધનજ કેવી રીતે થઈ શકે તેની પ્રાર્થના તથા તેનું સ્મરણ કેવી રીતે કરવું તે પણ આપણે જાણી શકીએ નહિ. એટલા માટે ઉપાસના અર્થે તે સગુણ ઈશ્વરજ ઉપયોગી છે, નિર્ગુણવાદમાં ઉપાસનાને સ્થાન મળતું નથી. સગુણુવાદીઓ અથવા તે ભક્તિવાદીઓને જ અર્થાત્ શાંડિલ્ય આદિ પુરૂષોને જ ઉપાસના કરવાનો અધિકાર છે. વેદાન્તસારનું જે વાકય મેં હમણું ઉદ્ધત કર્યું, તેમાંથી બે મુખ્ય વાતો સિદ્ધ થઈ શકે છે. પ્રથમ તો એજ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૨ મો-ઈશ્વરભક્તિ-શાંડિલ્ય
સગુણવાદને પ્રથમ પ્રવર્તક જે કઈ હોય તે તે શાંડિલ્યજ હેવા યોગ્ય છે, અને બીજી વાત એ કે ઉપાસનાને પ્રથમ પ્રવર્તક જો કોઈ હોય તે તે પણ શાંડિલ્યજ હો જોઇએ. ભક્તિ સગુણવાદ વિના ટકી શકે નહિ, એ વાત તો બહુ સરળતાથી. સમજાય તેવી છે. શિષ્ય:-તે શું સમસ્ત ઉપનિષદે નિગુ ણવાદી હશે ?
ગુરુ – ઈશ્વરવાદીઓમાં કોઈ યથાર્થ નિર્ગુણવાદી હશે કે નહિ તે માટે મને શકે છે. વસ્તુતઃ યથાર્થ નિગુણુવાદીઓને નાસ્તિક કહીએ તોપણ ખોટું નથી. જ્ઞાનવાદીઓએ માયાનામક એક ઈશ્વરી શકિત હોવાની કલ્પના કરી છે, અને. જગતની ઉત્પત્તિમાં તેને જ કારણભૂત માની છે. તેઓ કહે છે કે આ માયાને લીધે જ આપણે ઇશ્વરને જાણી શકતા નથી, માયાથી મુકત થઈ શકાય તે જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને બ્રહ્મમાં તલ્લીન બની શકાય. મતલબ કે જ્ઞાનવાદીઓ પાસે ઈશ્વર એક માત્ર ય–જાણવાયેગ્ય વસ્તુ જ બની રહે છે. બ્રહ્મવિષયક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધનાની અગત્ય તેઓએ સ્વીકારી છે. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ રીતે છ પ્રકારની સાધના * તેઓએ પ્રબોધી છે. ઇશ્વર સંબંધી શ્રવણ, મનન અને નિદિધ્યાસન સિવાય અન્ય વિષયનું ચિંતન ત્યજી દઈ અન્તરિન્દ્રિયોનો નિગ્રહ કરવો તેને શમ કહેવામાં આવે છે. ત્યાર પછી બાહ્ય ઇન્દ્રિ, યોના નિગ્રહને દમ કહેવામાં આવે છે. વિષયોમાંથી પાછી વાળેલી બાહ્ય ઇન્દ્રિયોના દમનપૂર્વક અને વિધિપુર:સર વ્યાવહારિક ધર્મોને પરિત્યાગ કરે તેને ઉપરતિ કહેવામાં આવે છે. ટાઢ-તડકે વિગેરે કષ્ટ સહન કરવાં તેને તિતિક્ષા કહેવામાં આવે છે. દમનની દઢતાને સમાધાન અને ગુરુવાજ્યાદિમાં વિશ્વાસ રાખવો તેને શ્રદ્ધા કહેવામાં આવે છે. પ્રત્યેક શાસ્ત્રમાં આ પ્રમાણે જ છ સાધનાઓનું નિરૂપણ કર્યું છે એમ માની લેવાનું નથી. તથાપિ ધ્યાન-ધારણું અને તપસ્યાદિને જ્ઞાનવાદીઓએ પ્રાયઃ પ્રાધાન્ય આપ્યું છે એમ કહેવામાં હરકત નથી. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનવાદીઓ પણ ઉપાસનાનો સ્વીકાર કર્યા વિના રહી શક્યા નથી. સાધારણ રીતે જેને ઉપાસના કહેવામાં આવે છે તેને એક રીતે અનુશીલન કહીએ તો તે અયોગ્ય નથી, પરંતુ તે ઉપાસનાને સંપૂર્ણ તે નજ લેખી શકાય એ વાત હું તને પૂર્વે કહી ચૂક્યો છું. ભક્તિદ્વારા પ્રકટેલી ઉપાસના એજ યથાર્થ ઉપાસના છે. ભક્તિત
ત્ત્વની વિસ્તૃત વ્યાખ્યા કરતાં જ્યારે ગીતકત ભકિતતત્વ તને સમજાવીશ ત્યારે આ વિષય બની શકશે તેટલે સ્પષ્ટ કરીશ.
* બ્રહ્મજ્ઞાનમાં પ્રવેશવા ઇચછનાર માટે વિવેક, વૈરાગ્ય, સંપત્તિ અને મોક્ષેચ્છા એ ચાર સાધનોથી સંપન્ન હોવાની આવશ્યક્તા કહેલી છે તે પૈકી ષટ સંપત્તિ નામક સાધનને જ આ છ પ્રકારની સાધનારૂપે આ સ્થળે વર્ણવેલું જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૪
ધર્મતત્ત્વ
શિષ્ય –અત્યારસુધીમાં આપની પાસેથી મેં જે કાંઈ સાંભળ્યું તે ઉપરથી શું મારે એમ સમજી લેવું કે પ્રાચીન મહર્ષિ શાંડિલ્ય એજ ભકિતમાર્ગના પ્રથમ પ્રવર્તક છે?
ગુસ–છાંદોગ્ય ઉપનિષદ્દમાં જેવી રીતે શાંડિલ્યનું નામ છે તેવી જ રીતે દેવકીનંદન કૃષ્ણનું પણ નામ છે. હવે આ બેમાં પ્રથમ કે તે પ્રશ્નને સંતોષકારક નિર્ણય થઈ શકયો નથી, અને એટલા માટે ભકિતમાર્ગના પ્રથમ પ્રવર્તકતરીકે શ્રીકૃષ્ણને માનવા કે શાંડિલ્યને માનવા એ મારાથી નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી.
अध्याय १३ मो--भगवद्गीतानो स्थूल उद्देश
શિષ્ય –હવે ગીતકત ભકિતતત્ત્વવિષે ઉપદેશ આપે તે સાંભળવાની ઇચ્છા છે.
ગુર:--ગીતાના બાર અધ્યાયોને ભકિતયોગના નામથી ઓળખાવવામાં આવે છે; પરંતુ બારમા અધ્યાયમાં ભકતતવની વ્યાખ્યા બહુજ અલ્પ પ્રમાણમાં છે. બીજાથી બારમાપર્યતના સર્વ અધ્યાયોની સૂક્ષ્મ આલોચના કર્યા વિના ગીત યથાર્થ ભકિતતત્વ સમજી શકાય નહિ. ગીતાનો ભકતવાદ સમજો હોય તે પ્રથમના અગીઆર અધ્યાયનું સહજ મનન કરી લેવું જરૂરનું છે. આ અગીઆર અધ્યાયોમાં જ્ઞાન, કર્મ અને ભકિત એ ત્રણે વિષયો આવી જાય છે–ત્રણેની પ્રશંસા આવી જાય છે. અન્ય કોઇ ગ્રંથમાં આવી પ્રશંસા પણ નથી તેમજ આવું સામજસ્ય પણ નથી. ગીતાને ધર્મને સર્વોત્તમ ગ્રંથ માનવામાં આવે છે તેનું એજ કારણ છે કે તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેને યોગ્ય ન્યાય આપવામાં આવ્યો છે. અન્ય કે ગ્રંથમાં આવું સામંજસ્ય નથી. છતાં મેં તે એવોજ નિર્ણય કર્યો છે કે આ ત્રણે તાની જે અંતિમ અવસ્થા તે ભાંક્તતવમાંજ પરિસમાપ્ત થાય છે. અને એટલા માટે વસ્તુત: ગીતા એ ભક્તિશાસ્ત્રજ છે, ' મ કહીએ તો તે અયોગ્ય નથી.
શિષ્ય:--આપ શું કહેવા માગો છો તે હું બરાબર સમજી શક્યો નથી. પોતાના બંધુ અને વડીલોનો વધ કરી રાજ્ય પ્રાપ્તિ કરવી એ યોગ્ય નથી એવો વિચાર કરી અર્જુન યુદ્ધથી નિવૃત્ત થવા માગે છે તેને ઉપદેશ આપી શ્રીકૃષ્ણ યુદ્ધમાં જોડે છે. એ જ ગીતાને મુખ્ય વિષય છે. જે આ વાત સત્ય હોય તે ગીતાને ભકિતશાસ્ત્ર કહેવાને બદલે “ઘાતક શાસ્ત્ર” કહીએ તો શું ખોટું છે?
ગુસ-ગ્રંથનાં માત્ર એકાદ બે પાનાં વાંચવાથી સમસ્ત ગ્રંથનો આશય પોતે સમજી ગયા, એ ખોટો ડોળ કરવાની અને કોને ટેવ હોય છે. આવા ઉપરચેટીઆ વાંચનારાઓ ગીતાને ઘાતકશાસ્ત્ર કહેતા હોય તો ભલે કહે. ટુંકામાં, અર્જુનને યુદ્ધમાં પ્રવૃત્ત કરે એજ કાંઈ ગીતાને મળ-મૂખ્ય ઉદ્દેશ નથી, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ મા-ભગવદ્ગીતાના સ્થૂલ ઉદ્દેશ
૯૫
હમાં તે વાતને રહેવા દે. બધાજ પ્રકારનાં યુદ્ધ પાપરૂપ નથી એ વાત. હું તને પૂર્વ કહી ગયા છુ.
કહ્યું હતું કે આત્મરક્ષાઅર્થ
શિષ્ય:—હું ન ભૂલતા હઉ તા આપે એમ અથવા સ્વદેશરક્ષા અર્થે યુદ્ધ કરવું એ પાપ નથી. ગુરુ:—આ સ્થળે અર્જુનને પણુ આત્મરક્ષાજ કરવાની છે. પેાતાની સંપત્તિને ઉદ્ધાર કરવા તે પણ એક પ્રકારની આત્મરક્ષાજ છે.
શિષ્ય:--કેટલાક નરાધમે પણ યુદ્ધને માટે એવાંજ ખાટાં ખાનાં કાઢી યુદ્ધમાં પ્રવૃત્ત થાય છે. નેપેાલીઅન બાનાપાટ નેાજ દાખલો લ્યા. સરક્ષાનું ખાતું કાઢી સમસ્ત ચૂરાપને નરશેાદ્યુિતથી કલકિત કર્યું... તેના બચાવ આપ કેવી રીતે કરશો ?
ગુરુ:—નેપાલીઅનનું જીવનચરિત્ર જયારે કોઈ નિષ્પક્ષપાત લેખકારા લખાશે ત્યારેજ જગત દ્વેષ શકો કે તેપાલીઅનનુ કથન અસત્ય અથવા બહાનારૂપ તા નહાતુ જ. તેપાલીઅનને નરાધમ ગણુવા એ ભૂલ છે. + પરન્તુ અત્યારે આપણે તે વિષયની ચર્ચામાં ઉતરવાની જરૃર નથી. આપણે જે કાંઈ સમજવાનું છે તે એજ અનેક સમયે યુદ્ધ પણ પુણ્યકર્મ જ હાય છે.
શિષ્ય:---પણ તે કયારે ?
ગુરુ:—એ પ્રશ્નના બે ઉત્તરા છે. એક યૂરોપીયન તિવાદીઓને ઉત્તર અને જો ભારતવીય ઉત્તર. યૂરોપીઅન હિતવાદીએ તેના ઉત્તર એવી રીતે આપે છે કે જે સ્થળે એક લાખ માણસેાનું અનિષ્ટ થતુ હાય અને બીજી તરફ એક કાટી મનુષ્યાનું કલ્યાણુ થતું હાય તા તે સ્થળે યુદ્ધ પુણ્યક છે; પરંતુ આ ઉત્તરની સામે એક એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે એક કાટી મનુષ્યેાના હિતની ખાતર એક લાખ મનુષ્યાનું અહિત કરવુ એ યેાગ્ય છે, એ વાત એક ક્ષણભરને માટે માની લઇએ, તેા પશુ એક કાકી મનુષ્યેાના હિતને અર્થે એક લાખ માણુસાના સહાર કરવા... આપણતે શુ અધિકાર છે, તેને કાઇ ઉત્તર આપશે। ? યૂરોપીઅન હિતવાદીએ આ પ્રશ્નના ઉત્તર આપી શકતા નથી. ભારતવર્ષીય ઉત્તર આધ્યાત્મિક કિંવા પારમાર્થિક છે. અધ્યાત્મ અથવા પરમા એજ સમસ્ત આનીતિનું મૂળ છે આ મૂળ સમજાવવા માટે યુદ્ધના નિમિત્ત કાઇ ગમે તેટલા વિસ્તારથી ખેલવા ધારે તેા એલી શકે. યુદ્ધ સિવાયનાં બીજા નિમિત્તો કેટલાએક કઠિન પ્રશ્નાના નિય માટે બહુ ઉપયોગી થઇ શકતાં નથી. એટલા માટે ગીતાકારે અર્જુનના યુદ્ધથી ઉપરામ થવાના પ્રસંગનિમિત્ત પરમ પવિત્ર ધર્મના પ્રવાહ વહેતા મૂકી દીધા છે.
શિષ્ય:~—મૂળ વાતની શરૂઆત કેવી રીતે થઇ ?
+ વિવિધ ગ્રંથમાળાનુ` આની આગલું પુસ્તક તૈપાલિયનના ચરિત્રનુ જ હાઇને તે કિમ બાપુના આ કથનની પૂરેપૂરી સત્યતા સ્પષ્ટ કરે છે. સપાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્ત્વ
ગુસ--ભગવાન કર્તવ્ય-અકર્તવ્ય સંબંધે અર્જુનને પ્રથમ બે પ્રકારનાં અનુષ્ઠાન. સમજાવે છે. તેમાં પ્રથમ આધ્યત્મિકતા અર્થત આત્માની નિત્યતા–અવિનાશીપણું વિષે વિવેચન કરે છે. આ વિષય જ્ઞાનનો છે, અને તેથી તેને જ્ઞાનયોગ અથવા સાંખ્યયોગ પણ કહેવામાં આવે છે. તૃતીય અધ્યાયમાં તેઓ કહે છે કે -
__ लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुराप्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥ ભાવાર્થ –હે પાપરહિત અર્જુન ! આ લેકમાં જ્ઞાનીઓની જ્ઞાનગવડે અને યોગીઓની કર્મવેગવડે એવી બે પ્રકારની નિષ્ઠા મેં આગળ કહી છે.
તેમાં પ્રથમ જ્ઞાનયોગ સંક્ષેપમાં સમજાવ્યા પછી કર્મયોગ વિસ્તારપૂર્વક સમજાવે છે. આ શાનયોગ અને કર્મયોગ જે તું બરાબર સમજી શકશે તે તને જણાશે કે ગીતા એ એક ભકિતશાસ્ત્રજ છે. ગીતાનો ભકિતવાદ સમજાવવા માટે આજે આટલું લંબાણ કરવું પડયું.
अध्याय १४ मो-भगवद्गीता-कर्मयोग
ગુરુ –હવે હું તને ભગવદ્દગીતામાં કહેલ કર્મયોગ સમજાવવા માગું છું, પરંતુ તે પહેલાં ભકિતની મેં જે વ્યાખ્યા કરી તે પુનઃ યાદ કરી જ. જે અવસ્થામાં મનુષ્યની સઘળી વૃત્તિઓ ઇધરાભિમુખી થાય તે માનસિક અવસ્થાને ભક્તિ કહેવામાં આવે છે, અથવા તે જે વૃત્તિની પ્રબળતાને લીધે એવી અવસ્થા પ્રાપ્ત થાય તેને ભકિત કહેવામાં આવે છે. હવે વિશેષરૂપે હું જે કહું તે એકાગ્રતાપૂર્વક શ્રવણ કર.
શ્રીકૃષ્ણ કર્મયોગની પ્રશંસા કરતાં અર્જુનને કર્મ કરવા પ્રવૃત્ત કરે છે, તે વખતે તેઓ કહે છે કે –
न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
#ાર્યતે ઇવર: * સર્વ પ્રતિસૈઃ | કોઈ પ્રાણી ક્ષણવાર પણ નિષ્કર્મ બનીને બેસી રહી શકે નહિ; કારણ કે તે પિતે કદાચ કર્મ ન કરે તે પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણેને લીધે તેને કર્મમાં પ્રવૃત્ત થઈ થવું જ પડે.
મતલબ કે તેણે કર્મ તે કરવાં જ જોઈએ; પરન્તુ તે કર્મ કયાં ?
હું પૂર્વે કહી ગયો છું કે પ્રથમ તે કર્મ કહેવાથી વેદોકત કર્મ જ સમજાતાં; અર્થાત પિતાના કલ્યાણની કામનાથી દેવતાઓને પ્રસન્ન કરવા માટે જે યજ્ઞયાગાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ મ-ભગવદ્દગીતા કાગ
s
કરવામાં આવે તેનેજ કર્મ એવું નામ આપવામાં આવતું. મતલબ કે કર્મ એટલે કામ-કર્મ. પ્રાચીન વેદક્ત કર્મની સાથે કૃષ્ણકત ધર્મની ભિન્નતા તથા ઉત્કૃષ્ટતા અહિંયાંથી જ શરૂ થાય છે. વેદકત કાયકર્મના અનુષ્ઠાનની નિંદા કરતાં શ્રીકૃષ્ણ કહે છે કે -
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः। वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः॥ कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुला भोगैश्वर्यगति प्रति॥ भोगैश्वर्यप्रसक्तानां भयापहृतचेतसाम्।।
व्यवसायात्मका बुद्धिः समाधौ न विधीयते (२-४२-४४) ભાવાર્થ-ડે પાર્થ ! વેદના વાદમાં જ મગ્ન રહેનારા અને ભોગ તથા ઐશ્વર્ય વિના બીજું કાંઈ મેળવવાનું જ નથી એવું બોલનારા અજ્ઞાનીઓ માત્ર પુના જેવી સુશોભિત વાણીને બોલે છે, અને વિષયોની જ કામનાવાળા તથા સ્વર્ગને જ સર્વથી શ્રેષ્ઠ માનનારા તે મનુષ્યો ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ કરવાને માટે જન્મ તથા કર્મના ફળને આપનારી એવી અનેક પ્રકારની બહોળી ક્રિયાઓ કરવાનું કહે છે. એવી વાણી સાંભળીને જેઓનું ચિત્ત તે તરફ ખેંચાઈ ગયું હોય એવા ભોગ અને એશ્વર્યમાં અતિ આસકિતવાળા મનુષ્યો એવી ક્રિયાઓ કરે તે પણ કાર્યની સિદ્ધિ-સિદ્ધિ પ્રત્યે રાખ જોઇતો સમભાવ તેઓની વ્યવસાયવાળી બુદ્ધિમાં ઉપજ નથી.
અર્થાત વૈદિક કર્મ અથવા કામ્યકર્મનું અનુષ્ઠાન એ કાંઈ ધર્મ નથી. છતાં કર્મ તો કરવાં જ જોઈએ. તે પછી કેવા કર્મો કરવાં એ સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉદ્દભવે છે. તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે કે જે કર્મ કામનારહિત હોય તેને નિષ્કામ કર્મ કહેવાય, અને એવાં નિષ્કામ કર્મ કરવાં તેજ સત્ય ધર્મ માર્ગ છે, તેજ સત્ય કર્મનું અનુષ્ઠાન છે. શિષ્ય --નિષ્કામ કર્મ કોને કહેવાય? ગુરુ ભગવાન પોતેજ નિષ્કામ કર્મનું આ પ્રમાણે લક્ષણ બોધે છે :
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । ।
ના કર્મભૂ તે નોકરાર નિ (૨-૪૭) અર્થાત-કર્મમાંજ તારો અધિકાર છે, કર્મના ફળમાં નહિ. કર્મના ફળની આશા તજી દે. કર્મનો ત્યાગ કરી દઈશ નહિ.
સારાંશ કે કર્મ કરવાને આપણે બંધાયેલાજ છીએ, પરંતુ કર્મના ફળસંબંધી લેશ પણ આકાંક્ષા ન રાખવી જોઈએ. શિષ્ય --ફળની આકાંક્ષા ન રહે તે પછી કર્મ કરવાની પ્રવૃત્તિજ કોણ કરે? ગુ––એ પ્રમાણે શંકા થવી સ્વાભાવિક છે એમ ધારીને ભગવાન પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૯૮
ધમતવ
-
-
-
બીજા લેકમાં તેનું સ્પષ્ટીકરણ કરે છે:
योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय । અર્થાત હે ધનંજય ! સંગને ત્યાગ કરીને અને યોગમાં સ્થિર થઈને કર્મ કર. શિષ્યઃ-કાંઈજ સમજાયું નહિ. સંગ એટલે શું ?
ગુરુ–સંગ એટલે આસક્તિ. કર્મમાં આપણને કોઈ પણ પ્રકારને અનુરાગ કે આસકિત ન હોવી જોઈએ. શિખ્ય ––અને ગસ્થ એટલે શું ? ગુગે--બીજા ચરણમાં તેનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥ અર્થાત –કર્મ તો કરવજ, પરંતુ કર્મ સિદ્ધ થાય કે અસિદ્ધ થાય તેમાં સમાન બુદ્ધિ રાખવી. તમારાથી બની શકે તેટલાં કર્તવ્યો કરે પરંતુ તેમાં સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેને માટે હર્ષ કે શેક કરશો નહિ. આવી રીતે સિદ્ધિઅસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખવી તેને ભગવાને “ગ” કહ્યો છે. આ પ્રમાણે
ગમાં સ્થિર થઈને, કર્મમાં આસક્તિશન્ય બનીને કર્મનું જે અનુષ્ઠાન કરવું તેને નિષ્કામ કર્માનુષ્ઠાન કહેવામાં આવે છે.
શિષ્ય:-હજી બરાબર સમજાયું નહિ. ધારો કે હું હાથમાં ખાતરીયું લઇને તમારે ત્યાં ખાતર પાડવા ( ચોરી કરવા ) આવ્યો છું. તમે તે વખતે જાગતા હે છે. આથી કરીને હું ચુરી શકયો નહિ, તેમજ તે માટે મને કોઈ દુઃખ પણ ન થયું. મેં વિચાર કર્યો કે “ભલા, ચોરી થઈ તે ઠીક છે, નહિતર કઈ નહિ.” તે સ્થળે મેં નિષ્કામ ધર્મનું અનુષ્ઠાન કર્યું એમ કહેવાય ?
ગુસ –તે વિચાર કર્યો કે “ચોરી થઈ શકી તો ઠીક છે, નહિતર કાંઈ નહિ.” એ વાત બોલવામાં તે ઠીક લાગે છે, પરંતુ જે તું ચોરી કરવાના ખાસ ઉદ્દેશથીજ આવે છે તે તારા મનમાં એ વિચાર કદાપિ આવવા પામે નહિ; કારણ કે ચોરી કરવાની આકાંક્ષા રાખીને તું ન આવ્યું છે, અર્થાત ધનરૂપી ફળ પ્રાપ્ત કરવાની આસક્તિ તારા હૃદયમાં ન હોય તે ચોરી કરવાનો વિચારજ તારાથી ન થઈ શકે. જેને “કર્મ” કહેવામાં આવે છે તેમાં ચારી વિગેરેને સમાવેશ નથી થતો, એ વાત પણ તારે લક્ષમાં રાખવી જોઇએ. “ કર્મ” એટલે શું એ વાત તને હવે પછી હું સમજાવીશ. છતાં એક ક્ષણભરને માટે માની લઈએ કે ચેરીને પણ કર્મમાં સમાવેશ થઈ જાય છે, તે પણ એટલી વાત તે ચોક્કસ જ છે કે તું અનાસકિતપૂર્વક ચોરી કરવાને આવ્યો ન હતો. એટલા માટે એવાં કર્માનુષ્ઠાનને સત અથવા નિષ્કામ કર્માનુષ્ઠાન કહી શકાય નહિ.
શિષ્ય—પણ મારી શંકાનું નિવારણ ન થયું. ધારો કે એક બીલાડીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૪ -ભગવદગીતા કર્મયોગ
માફક હું ભાણું ચાટવા બેઠો છું અથવા તે વીલીયમ ધી સાઈલેંટની માફક દેશને ઉદ્ધાર કરવા બેઠો છું. આ બન્ને ક્રિયાઓમાં ફળની આકાંક્ષા રહે તે સ્વાભાવિક જ છે.
ગુર–જે જે કર્મ આપણે માટે કર્તવ્યરૂપ હોય તે તે કર્મ, કર્તવ્યપાલન કરવાની બુદ્ધિથી જ થવું જોઈએ. આહાર તેમજ દેશદ્વાર એ તમારા કર્તવ્યધર્મ છે. એટલા માટે તે ધર્મનું તમારે પાલન કરવું જ જોઈએ. ચોરી એ કાંઈ કર્તવ્ય ધર્મ નથી.
શિષ્ય–તે પછી કહ્યું કર્મ કર્તવ્ય છે અને કહ્યું નહિ, તે કેવી રીતે જાણું શકાય ? જ્યાં સુધી એ વાતનું જ્ઞાન ન થાય ત્યાંસુધી નિષ્કામ ધર્મનું મૂળજ ન સમજાય. | ગુસ-એ અપૂર્વ ધર્મપ્રણેતાએ કોઈ વાત બાકી રાખી નથી, અનુષ્ક્રય કર્મના સંબંધમાં તેણે કહ્યું છે કે
यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थ कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥ આ સ્થળે યજ્ઞ શબ્દથી ઈશ્વરનું સૂચન થાય છે. મારી વાત ઉપર તને વિશ્વાસ ન બેસતા હોય તો શંકરાચાર્યના પિતાનાજ શબ્દ શું કહે છે તે લક્ષમાં લે. ઉક્ત શ્લોકના ભાગ્યમાં તેઓ કહે છે કે –“ચશો જૈ જિજિરિ એસ ફ્રેશ્વરતથ” ” - હવે ઉક્ત કને નિઃસંશય એવો અર્થ થઈ શકે કે –“ ઇશ્વરાર્થો અથવા ઈશ્વરને ઉદ્દેશીને જે કર્મ–તે કર્મ સિવાયનાં સમસ્ત કર્મોને બંધનમાત્રજ સમજવાં–અર્થાત્ બાકીનાં કર્મો અનુષ્કય ( કરવા યોગ્ય ) નથી.” સારાંશ એજ છે કે આપણે કેવળ ઈશ્વરને જ ઉદ્દેશીને કર્મો કરવાં જોઈએ. આમ કરવાનું પરિણામ શું આવે તેની કાંઈ કલ્પના તું કરી શકે છે ? એથી કરીને તે સઘળી વૃત્તિઓને ઈશ્વરાભિમુખી થયા વિના ચાલેજ નહિ, કારણ કે જે વૃત્તિઓ ઇશ્વરમુખી ન થાય તે ઈશ્વરદ્દિષ્ટ કર્મજ ન થઈ શકે. આ નિષ્કામ ધર્મને ભક્તિ કહેવામાં કોઈ જાતની હરકત નથી, કારણ કે ભકિત એ નિષ્કામ ધર્મનું નામાંતર માત્ર છે. આ રીતે આપણે ભકિત અને કર્મ વચ્ચેનું સામંજસ્ય તપાસી ગયા. કર્મની સાથે ભક્તિને જે શક્ય છે તે અન્ય સ્થાને એથી પણ વિશેષ સ્પષ્ટ છે-અપિ સનિ લેખિ संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्ममो भूत्वा युद्धप्यस्व विगतज्वरः ॥ અર્થાત વિવેકબુદ્ધિથી સકળ કર્મો મને અર્પણ કર અને નિષ્કામ તેમજ મમતા તથા વિકારશૂન્ય બની યુદ્ધ કરવાને તૈયાર થા. શિષ્ય:–ઈશ્વરને કેવી રીતે કર્મો અર્પણ થઈ શકે ?
ગુર:-“ચામિત” એ વાક્યની સાથે “સંખ્યા ” શબ્દનો અર્થ સમજી લેવું જોઈએ. “શાણપતરા” શબ્દની વ્યાખ્યા કરતા ભગવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦.
ધર્મતત્ત્વ
શ્રીશંકરાચાર્યે લખ્યું છે કે –“ હું ફ્લેશ્વર “મૃત્ય રોયનાથ
દ્વાઅર્થાત્ કર્તા એટલે ઈશ્વરની ખાતર તેના કરતરીકે આ કામ કરું છે, એવી બુદ્ધિપૂર્વક જે કર્મ થાય તેજ કર્મ કૃષ્ણને અર્પણ થયેલું ગણાય.
આટલા વિસ્તાર પછી કર્મયોગનું રહસ્ય તું સમજી શકયો હોઈશ, એમ હું ધારું છું. તે પણ સારાંશરૂપે એકવાર પુનઃ કહી જઈશ. પ્રથમ વાત તે એજ કે કર્મ કર્યા વિના કેઈથી રહી શકાય તેમજ નથી, પરંતુ કર્મ શબ્દથી અનુષ્ક્રય કર્મ જ સમજવાં જોઈએ. જે કર્મ ઈશ્વરદિષ્ટ ( ઈશ્વરાપણ બુદ્ધિયુકત ) કિંવા ઈશ્વરાભિપ્રેત ( ઈશ્વરે ઉપદેશેલાં ) હોય તેજ કર્મ અનુદ્ધેય અથવા કર્તવ્ય લેખાય. તે કર્મ પણ આસકિતરહિતપણે કરવાં જોઈએ તેની સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખવી જોઈએ અને તે કર્મો ઈશ્વરને અર્પણ કરવા જોઈએ; અર્થાત મારા સ્વામીની વતી એક કરતરીકે હું આ કામ કરું છું એવી બુદ્ધિથી કર્મ કરવાં જોઈએ. જ્યારે આ પ્રમાણે કર્તવ્ય-કર્મો થવા લાગે ત્યારે કર્મયોગ સિદ્ધ થયો, એમ સમજી લેવું.
જ્યારે ઈશ્વરાર્થે કર્મો કરવા લાગીએ ત્યારે આપણે આપણું શારીરિક વૃત્તિ એને પણ ઇશ્વર પ્રત્યે વાળવી જોઈએ, એ સ્વાભાવિક છે, અને તેથી આ પ્રમણેનો કર્મોગ તે પ્રકારતરે ભકિતયોગજ બની રહે છે, એમ કહીએ તે અત્યુતિ નથી. કર્મની સાથે ભકિતને કેટલું ઐકય છે તે વિચાર કરવાથી બહુજ સ્પષ્ટ થવા રોગ્ય છે. આ અપૂર્વ ધર્મ, આવું અપૂર્વ ઐક્ય કેવળ ગીતામાંજ દષ્ટિગોચર થાય છે. આવી અદ્દભુત ધર્મવ્યાખ્યા કઈ પણ દેશમાં કઈ કાળે, કઇએ કરી હોય એમ મારા જાણવામાં નથી. ગીતક્ત ધર્મની વ્યાખ્યા હજી પૂર્ણ થઈ નથી, કારણ કે કર્મયોગમજ ધર્મની સમાપ્તિ નથી. કર્મ એ તે ધર્મનું પ્રથમ પગથિયું છે. આવતી કાલે હું તને જ્ઞાનયોગનું રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કરીશ.
अध्याय १५ मो-भगवद्गीतानुं ज्ञान
ગુ–હવે જ્ઞાન સંબંધી ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશનો સારાંશ કહું તે શ્રવણું કરે. કર્મને વિષય સંપૂર્ણ કરી, ચતુર્થ અધ્યાયમાં પિતાના અવતારવિષયક કથન સમયે તેઓ કહે છે કે:
वीतरागभयक्रोधः मन्मया मामुपाश्रिताः। बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૫ -ભગવદગીતાનું જ્ઞાન
૧૦૬
ભાવાર્થ:--રાગ, ભય અને ક્રોધ જેના ટળી ગયા છે એવા મારારૂપ થયેલા, મારે આશ્રયે રહેલા અને જ્ઞાનરૂપી તપથી શુદ્ધ થયેલા બહુ મનુષ્યો મારા ઇશ્વર સ્વરૂપને પામ્યા છે. શિષ્ય:--એ જ્ઞાન કેવા પ્રકારનું?
ગુર---જે જ્ઞાનના પ્રતાપે જીવ સમસ્ત ભૂતમાત્રને પિતાના આત્મામાં અથવા ઈશ્વરમાં જોઈ શકે છે. જેમકે:--
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ।। અર્થાત્ જે શાન સમગ્ર ભૂતમાત્ર મારામાં (ઈશ્વર) તેમજ પિતાના આભામાં રહેલાં સમજાય તે જ્ઞાન. શિષ્ય:--તે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? ગુર --ભગવાને પિતે તેને ઉપાય આ પ્રમાણે બતાવ્યો છે –
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया .
उपदेक्ष्यान्त ते शानं ज्ञानिनस्तत्त्वदार्शनः॥ અર્થાત–-પ્રણિપાત, પ્રશ્ન, અને સેવાકારા જ્ઞાની–તત્ત્વદશઓ પાસેથી તે શીખવું જોઈએ.
શિષ્યા--હું આપને સેવા દ્વારા પરિતુષ્ટ કરી પ્રણિપાત તેમજ પરિપ્રશ્ન સહિત પ્રાર્થના કરું છું કે મને તે જ્ઞાનનો ઉપદેશ આપે.
ગુસ--મારાથી તે બની શકે નહિ; કારણ કે હું જ્ઞાની નથી તેમજ તત્ત્વદર્શી પણ નથી. છતાં ધૂળ વાત કહેવામાં હરક્ત નથી. હું તને પૂછું છું કે “જ્ઞાન દ્વારા સમસ્ત ભૂત માત્રને પિતાનામાં તેમજ ઈશ્વરમાં જઈશ” તે વાકયમાં કયા કયા પદાથેંને પરસ્પર સંબધ છે. શિષ્ય:--ભૂત, હું, અને ઈશ્વર. ગુર––ભૂતને જાણવાનું શું સાધન છે? શિષ્ય-બાહ્યવિજ્ઞાનશાસ્ત્ર
ગુર––અર્થાત આ વીસમી સદીમાં ગણિત, જ્યોતિષ, પદાર્થતત્વ અને રસાચણ. (“મેથેમેટીકસ, એનેમી, ફીઝીકસ, કેમીસ્ટ્રી.”) આદિ શાસ્ત્રો જાણવી આવશ્યક છે. એવા શાસ્ત્રીય જ્ઞાન માટે આપણે પાશ્ચાત્ય વિદ્વાનને ગુરુપદે સ્થાપવા જોઈએ. ત્યાર પછી હવે કહે જોઈએ કે “આપણને–પતાને જાણવાનું શું સાધન છે?
શિષ્ય –-બહિવિજ્ઞાન અને અંતર્વિજ્ઞાન. - ગુર–અર્થાત છેલ્લાં બે શાસ્ત્રો (બાયોલેજી, સેશલેજી) પ્રકૃતિવિજ્ઞાન તથા સમાજવિજ્ઞાનનું જ્ઞાન આવશ્યક છે. આ જ્ઞાન પણું આપણને પામત્ય ગુઓ પાસેથી જ મળી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૨
*
ધમતરવ
શિષ્ય –હવે, ઈશ્વરને જાણવાનું શું સાધન છે?
ગુર--હિંદુશાસ્ત્ર. ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, પુરાણો, ઈતિહાસગ્રંથો તથા મુખ્યતઃ ગીતા.
શિષ્ય --એટલે કે જગતમાં જે જે ગેય પદાર્થો છે તે સર્વ આપણે જાણવાં જોઈએ. આજપર્યત પૃથ્વીમાં જેટલા પ્રકારનું જ્ઞાન પ્રચલિત થયું છે તે સર્વે જ્ઞાન આપણે સંપાદિત કરવું જોઈએ. ત્યારે શું જ્ઞાન શબ્દને અહીં બહુ સાધારણ અર્થમાં વ્યવહાર થયે છે?
:--હું પૂર્વે કહી ગયો છું તેનું પુનઃ સ્મરણ કર. મેં કહ્યું હતું કે જ્ઞાનાજેની વૃત્તિઓની બરાબર સ્મૃતિ તથા ઉન્નતિ થવી જોઈએ. જ્યાં સુધી સર્વ પ્રકારનાં જ્ઞાનની આપણે ચર્ચા ન કરીએ અથવા રસપૂર્વક તેમાં ભાગ ન લઈએ, ત્યાંસુધી જ્ઞાનાર્જની વૃત્તિઓનું સંપૂર્ણ અનુશીલન અથવા ખીલવણું થાય નહિ. હવે જ્ઞાનાર્જની વૃત્તિનું 5 સ્કરણ થયા પછી જે અનુશીલન-ધર્મની વ્યવસ્થાને અનુસરી તે જ્ઞાનાર્જની વૃત્તિઓ ભક્તિને આધીન થઈ ઈશ્વરમુખી થાય તેમજ તે ગીતાક્ત જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે. કર્મયોગ જેવી રીતે અનુશીલનધર્મમાં સમાઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનયોગ પણ અનુશીલનધર્મમાંજ સમાઈ જાય છે.
શિષ્ય:--અનુશીલનધર્મનું રહસ્ય હવે કાંઈક સમજાય છે. અત્યારસુધી અનુ. શીલનવાદને હું જૂદાજ રૂપમાં સમજ્યો હતે.
ગુર --હમણું વિષયાંતરને રહેવા દે. આપણે આજે શાનાગ સમજવાને જ પ્રયત્ન કરવો જોઈએ. - શિષ્ય:--જ્ઞાનમાં જ ધર્મની સંપૂર્ણતા જે આવી જતી હોય તો તે પછી પંડિતને જ ધાર્મિક પુષો માની લેવા જોઈએ.
ગુર--પાંડિત્યમાં અને જ્ઞાનમાં જમીન આસમાન જેટલું તફાવત છે એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. જે વ્યક્તિ ઈશ્વરનું સ્વરૂપ સમજે છે તથા ઈશ્વર અને જગતની સાથે પિતાને કે સંબંધ છે તે જાણે છે, તે વ્યક્તિ કેવળ પંડિતજ નથી, પરતુ જ્ઞાની પણ છે. પાંડિત્ય વિના અનેક સપુર જ્ઞાનીનું પવિત્ર પદ શોભાવી ગયા છે. કેવળ જ્ઞાનવડે જ તેને પોતાને (ઈશ્વરને પામી શકાય છે, એમ શ્રીકૃષ્ણ પિતે પણ ક્યાંઈ કહ્યું નથી. તેઓ ખુલ્લી રીતે જાહેર કરે છે કે --
वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः ।
बहवो जानतपसा पूता मदावमागताः॥ અર્થાત-જેઓએ પિતાના ચિત્ત ઉપર સંયમ કર્યો છે, ઇશ્વરપરાયણ છે, તેઓ જ્ઞાનધારા પવિત્ર બનીને મારા ભાવને પ્રાપ્ત કરી શકે છે. મતલબ કે કેવળ જ્ઞાનદ્વારાજ તેની પ્રાપ્તિ થઈ શકે છે, એ કૃષ્ણકત ધર્મને મુદ્દલ આશય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
--
-
-
--
----
-----
-
--
--
-
-
---
-
અધ્યાય ૧૫ -ભગવદગીતાનું જ્ઞાન ૧૦૩ જ્ઞાન અને કર્મ ઉભયને સંયોગ જોઈએ. એકલું જ્ઞાન જેમ ઉપયોગી નથી તેમ એકલું કર્મ પણ ઉપયોગી નથી. * કર્મકારાજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલાજ માટે સ્વયં ભગવાન કહે છે કે:--
आरुरुक्षोर्मुनेोगं कर्म कारणमुच्यते । ' અર્થાત: -જ્ઞાનયોગમાં આરૂઢ થવા ઈચ્છનારને માટે કર્મજ ઉપયોગી–કારણભૂત છે. મતલબ કે કર્માનુષ્ઠાનદ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. આ સ્થળે ભગવદ્દવાક્યને અર્થ એવો કરવાને છે કે કર્મવેગ સિવાય ચિત્તશુદ્ધિ થઈ શકે નહિ; અને ચિત્તશુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાનયોગપ્રતિ ગતિ થઈ શકે નહિ. '
શિષ્ય:-- શું કમઠારા જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી કર્મને ત્યાગ કરી દેવું જોઈએ? | ગુસ –-નહિ, બન્નેને સંયોગ તથા બન્નેની યથાયોગ્યતા સચવાવી જોઈએ. ગીતામાં કહ્યું છે કે
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवंतं न कर्माणि निबध्नन्ति धनंजय ॥ અર્થાત –હે ધનંજય ! જેણે યોગ વડે કર્મોને સંન્યાસ (ત્યાગ) કર્યો છે તેને, અને જ્ઞાનવડે જેના સંશયો છેદાઈ ગયા છે તેને તથા આત્મામાં નિષ્ઠાવાળા પુરુષને ક બાંધી શકતાં નથી.
એટલાજ માટે મુખ્યતઃ બે વસ્તુઓ જરૂરની છે. (૧) કર્મને સંન્યાસ અથવા ઇશ્વરાર્પણ, અને (૨) જ્ઞાનધારા સંશયછેદન. આ પ્રમાણે જ્ઞાનવાદ અને કર્મવાદના વિવાદને નિવેડો આણી શકાય તેમ છે; તેમજ ધર્મની વ્યાખ્યા પણ તેથી સંપૂર્ણ થાય છે. ગીતાકારે સઘળા વિવાદના નિર્ણયપૂર્વક જે અપૂર્વ–નૂતન ધર્મ પ્રબોધે છે તેનું યથાર્થ માહા” આવાજ સ્થળે સ્પષ્ટ થાય છે. તમારા કર્મો ઇશ્વરને અર્પણ કરે, અને કર્મ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરી પરમાર્થ–તત્ત્વસંબંધી તમારા સંશયોને છેદી નાખો, એ પ્રમાણેના ઉપદેશમાં જ્ઞાન અને ભકિત ઉભયનો સંગ થઈ જાય છે, એમ કહેવાની છૂર નથી.
* આ સિદ્ધાંત જ્ઞાનવાદી શ્રીશંકરાચાર્યના મતથી વિરુદ્ધ છે એમ કહેવાની જરૂર નથી. તેમના મતાનુસાર જ્ઞાનમાં કર્મને તિલમાત્ર સ્થાન નથી. ઉદાર વિચારવાળા સુશિક્ષિત વર્ગો સિવાય, શ્રીશંકરાચાર્યના મતથી વિદ્ધ જણાતું અમારું આ કથન વર્તમાનકાળે કેાઈ સાંભળશે નહિ, એ અમારા લક્ષ બહાર નથી. શ્રીધર સ્વામી જેવા ભકિતવાદીઓ શ્રીશંકરાચાર્યના અનુવતી નથી, એટલું જ નહિ પણ પોતાના પૂર્વગામી આચાર્યોના મતનું ખંડન કરવા કિંવા પિતાના પક્ષનું સમર્થન કરવા શ્રીશંકરાચાર્યને પોતાના ભાષ્યમાં અનેક સ્થળે વિસ્તાર કરે પડયો છે, એ વાત પણ પ્રસંગોપાત અમારે કહી દેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધર્મતત્ત્વ
तबुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः।
गच्छंत्यपुनरावृत्तिं शाननिषूतकल्मषाः॥ ભાવાર્થ-ઇશ્વરમાંજ જેમની બુદ્ધિ છે. ઈશ્વરમાંજ જેમને આત્મા છે, ઈશ્વરમાં જ જેમની નિષ્ઠા છે, અને જેઓ ઇશ્વરપરાયણજ છે, તેમનાં પાપ જ્ઞાનવડ દેવાઈ જાય છે અને તેઓ પુનર્જન્મરહિત મોક્ષપદને પામે છે.
શિષ્ય –-નાન અને કર્મની સાથે-સમવાયપણેજ ભકિત રહેલી છે, એ વાત હવે મારાથી સમજાય છે. કર્મને માટે કાર્યકારિણી અને શારીરિક વૃત્તિઓની ઉપયુકત સ્તુતિ તથા પરિણતિ જરૂરની છે. તેની સાથે તે વૃત્તિઓને ઇશ્વરાનુગામી બનાવવાની પણ તેટલી જ જરૂર છે. જ્ઞાનને માટે પણ જ્ઞાનાર્જની વૃત્તિઓની તેજ પ્રમાણે પુતિ તથા પરિણતિ જેટલી જરૂરની છે, તેટલીજ તેને ઈશ્વરમુખી બનાવવાની જરૂર છે. આ બંને વિષય બહુજ સ્પષ્ટ થયા. પણ ચિત્તરંજિની વૃત્તિનું શું કરવું?
ગુર--તેનું પણ તેજ પ્રમાણે સમજી લેવું. પરંતુ તે વિષે વિસ્તારથી બોલવાનું હજી બાકી છે. હાલ તુરત તે મેં ઉપર કહ્યું તેજ ચિત્તરંજિની વૃત્તિ સંબંધે પણ સમજી લેવું.
શિષ્ય --આપણું સમસ્ત વૃત્તિઓને યથાયોગ્ય સ્થતિ તથા પરિણતિયુક્ત કરી તેમને ઇશ્વરમુખી કરવી, એજ ગીત જ્ઞાનયોગ અને કર્મવેગ એ વાત હવે સ્પષ્ટ જણાય છે. અને જ્ઞાન તથા કર્મને સંગ તેજ ભક્તિ. મનુષ્યત્વ અને અનુશીલનધર્મસંબંધે પૂર્વે મને જે આપે ઉપદેશ કર્યો હતો તે આ ગીત ધર્મનીજ નૂતન વ્યાખ્યા હોય એમ મને લાગે છે.
ગુર--કમે ક્રમે એ વાત વધારે સ્પષ્ટ થતી જશે.
अध्याय १६ मो-भगवद्गीतानो संन्यास
ગુર–ત્યાર પછીની એક વાત સાંભળી લે. યુવાવસ્થામાં જ્ઞાનાર્જન કરવું અને મધ્યવયે ગૃહસ્થાશ્રમમાં રહી કર્મ કરવાં એવી હિંદુશાસ્ત્રની આજ્ઞા છે; પરંતુ ગીતક્ત ધર્મમાં તેની ખાસ આજ્ઞા નથી. ગીત ધર્મ તે કર્મ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કરવી એજ ઉપદેશ આપી રહ્યો છે. અને એ વાત સત્ય પણ લાગે છે; કારણ કે કેવળ અધ્યયનવડે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે ગમે તેમ છે. મનુષ્યને માટે જીવનમાં એક સમય એવો આવે છે કે જે સમયે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હોય છે, અને કર્મ કરવાને અવકાશ અથવા તે શકિત કે આવશ્યકતા તેને હોતી નથી. આવી અવરથામાંજ તૃતીય અથવા ચતુર્થ આશ્રમને સ્વીકાર કરવાનું હિંદુશાસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૬ મે–ભગવદ્ગીતાને સન્યાસ
૧૦૫
કહે છે. સાધારણ રીતે તેને સન્યાસ કહેવામાં આવે છે. “કના ત્યાગ કરવા એ સંન્યાસીઓનું સ્થૂલ કર્તવ્ય છે. મુકિતના ઉપાય તરીકે સ્વયં ભગવાને પશુ તેજ માના ઉપદેશ કર્યો છે. તે સિવાય તેમણે એમ પણ કહ્યુ` છે કે “ જો તમારે જ્ઞાનયેાગમાં આરૂઢ થવુ હોય તે ‘કમ` ' એજ તમારે માટે આવશ્યક છે; પરંતુ જો જ્ઞાનયોગમાં આરૂઢ થઇ ચૂકયા હૈ। તો ‘ક્ર`ત્યાગ ’ એજ સહાયરૂપ છે.” आरुरुक्षोर्मुनेयोगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव रामः कारणमुच्यते ॥
અર્થાત્~~યાગની ઇચ્છાવાળા મુનિને માટે નિષ્કામ કર્માંજ સાધન કહેવાય છે, અને યેાગમાં આરૂઢ થયેલા મુનિને માટે શમ–સંકલ્પના ત્યાગ-એજ સાધન કહેવાય છે. શિષ્ય--પર ંતુ કત્યાગ અને સસારત્યાગ એ બન્ને શું એકજ નું સૂચન કરે છે? જો તેમજ હાય તા તા સંસારત્યાગ પણ એક પ્રકારના ધર્મજ ગણાય ! જ્ઞાનીને માટે શુ તેજ કર્તવ્ય છે?
""
ગુરુઃ—-પૂર્વગામી શાસ્ત્રાના સિદ્ધાંત તા તેજ છે. જ્ઞાનીની સાધનામાં તેના પેાતાના ક ત્યાગ સહાયભૂત બને છે એ વાત સત્ય પણ છે. સ્વયં ભગવાકય તેને ટકા આપે છે; પરંતુ ક યાગવડે ચિત્તશુદ્ધિરૂપ ચેાગ્યતા મેળવ્યા વિનાજ હરકાઇએ કના ત્યાગ કરી દેવા અથવા સંસારને તિલાંજલિ આપી દેવી, એવી કૃષ્ણેાકત પુણ્યમય ધર્માંની શિક્ષા નથી, ભગવાને કર્યેાગ અને કત્યાગ એ ઉભયને મુક્તિનાં સાધન કહ્યાં છે; પરંતુ તેમાં શ્રેષ્ઠતા તા કયાગનેજ આપવામાં આવી છે.
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥
ભાવાર્થ :--- સ ંન્યાસ અને કર્મયોગ એ બને માર્ગો નિશ્ચય કલ્યાણુને કરનારા છે, પણ તેમાં કસન્યાસથી કમ યાગમ કરવાં તેજ શ્રેષ્ઠ છે.
શિષ્યઃ--એવું તા કાઈ કાળે બને નહિ. રાગને દૂર કરવા એ જો ઇચ્છવા ચેાગ્ય હાય તા રાગના હુમલા કદાપિ આવકારદાયક લેખી શકાય નહિ. કર્મ ત્યાગના માગ ને ઠીક ગણાતા હાય તા પછી કર્માંચાગના મા કદાપિ શ્રેષ્ઠ હોઇ શકે નિહ. ગુરુઃ——કર્મ કરવા છતાં જો કત્યાગનું ફળ મળી શકતુ. હાય તો ? શિષ્યઃ-તા તા પછી કર્માંયેાગજ શ્રેષ્ઠ; કારણ કે તેમ કરવાથી તા કÖયાગ અને કમ`ત્યાગ ઉભયનું એકીસાથે ફળ મળી જાય.
ગુરુઃ—ત્યારે યથાર્થ વસ્તુ પશુ તેજ છે. પૂર્વીગામી હિંદુધના ઉપદેશ એવા છે કે કર્માંત્યાગપૂર્ણાંક સંન્યાસ ગ્રહણ કરો, ગીતા એવા પ્રોાય કરે છે કે કમાઁ એવા ચિત્તથી કરી કે કર્મી કરવા છતાં સંન્યાસનું ફળ મળી શકે. નિષ્કામ કર્મ કરવાં એજ યથા સન્યાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધર્મતત્વ
शेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न कांक्षति । निर्द्वन्द्वो हि महाबाहो सुखं बंधात्प्रमुच्यते ॥ सांख्ययोगौ पृथग् बालाः प्रवदंति न पंडिताः । एकमप्यास्थितः सम्यगुभयोर्विदते फलम् ॥ यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति ॥ संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः।
યોજાયુ મુનિદ્રા ન જિનવિજાતિ (અ. ૫-૩થી૬.) અર્થાત જે મનુષ્ય દ્વેષ કરતા નથી તેમજ ઈચ્છા કરતા નથી તેને સદાએ સંન્યાસી જ જાણ; કેમકે હે મહાબાહો ! એવો રાગદ્વેષરહિત નિદ્ધ પુરુષ સુખપૂર્વક બંધથી મુક્ત થાય છે. (સાંખ્ય) સંન્યાસ અને (કર્મ) કર્મયોગ એ બંને જાદા જૂદા છે એવું તે બાળકે એટલે અજ્ઞાની મનુષ્યાજ કહે છે- પંડિત નહિ; કારણ કે એ બેમાંથી કોઈ પણ એક માર્ગને યથાર્થ રીતે આચરનારો મનુષ્ય બંને માર્ગના ફળને પામે છે. જે મેક્ષસ્થાન* સાંખ્ય-સંન્યાસ–વડે પમાય છે તે સ્થાન નથી. (કર્મયોગથી ) પણ પમાય છે; માટે સાંખ્યને અને યોગને જે એક જાણે છે તેજ યથાર્થ જાણે છે, છતાં તે મહાબાહ! કમોગ વિનાને સંન્યાસ તે દુઃખ પામવાને માટેજ છે. કેમકે કર્મયોગવાળા સંન્યાસી થોડા વખતમાં જ બ્રહ્મને પામે છે. મતલબ કે જે મનુષ્ય અનુષ્ઠય કર્મો કરવા છતાં ચિત્તથી નિષ્કામ રહે છે, અથવા તો હૃદયમાં કર્મસંબંધે સંન્યાસી બની રહે છે તે જ યથાર્થ ધાર્મિક મનુષ્ય છે.
શિષ્ય --આ પરમ પવિત્ર વૈષ્ણવ ધર્મ ત્યજી દઈને લંગોટીવાળા બાવાઓ સામાટે આમ તેમ રખડવા બહાર નીકળી પડયા હશે તે સમજાતું નથી. પાશ્ચાત્યો જેને “અસેટીસીઝમ' કહે છે તે અર્થ વૈરાગ્ય શબ્દમાંથી નીકળતું નથી એ વાત હવે મને સમજાવવાની જરૂર નથી. ગીતાકત પરમ પવિત્ર ધર્મમાં વેરાગી આચાર્યના જુલમને સ્થાન નથી, તેમજ તેના જેવો પવિત્ર, સર્વવ્યાપી અને ઉન્નતિશીલ વૈરાગ્યધર્મ જગતમાં અન્ય કોઈ નથી એ હવે મારો વિશ્વાસ બંધાય છે. ગીતક્ત પવિત્ર વૈરાગ્ય પાસે કિંવા સકર્મ વૈરાગ્ય પાસે ધર્માચાર્યોની જુલમી સત્તા નભી શકતી નથી. ગીતા જેવા સરળ–અપૂર્વ ધર્મશાસ્ત્રને એક બાજુએ મૂકી દઈને લેકે વેદમાં, સ્મૃતિમાં, બાઇબલમાં તથા કુરાનમાં શામાટે ધર્મની શોધ કરતા હશે તે મારાથી સમજાતું નથી. ગીતક્ત ધર્મના પ્રચારક જેવા ધર્મવેત્તા પુરુષ પાસે બીજો કોઈ ધર્મવેત્તા ઉભો રહી શકે નહિ. ભલા, એ દૈવીધર્મપ્રણેતા કોણ હશે? ૪“સખ્ય” એ શબ્દના અર્થ માટે જેને શંકા હોય તેણે શાંકરભાષ્ય જેવું.
મૂળ લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૬ -ભગવદ્ગીતાને સંન્યાસ ૧૭ ગુર–કુરુક્ષેત્રના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ અર્જુનના રથ ઉપર ચડી આવે ઉપદેશ કર્યો હતો, એમ જે કહેવાય છે તે ઉપર મને વિશ્વાસ નથી; કારણ કે વિશ્વાસ નહિ રાખવાના અનેક સબળ હેતુઓ મળી આવે છે. ગીતા એ મહાભારતમાં પ્રક્ષિપ્ત અંશ છે, એમ મારું માનવું છે, પણ ગીતક્તધર્મના કર્તા કૃષ્ણજ છે એ સંબધે મને લેશમાત્ર શંકા નથી. તેના અનેક સબળ કારણો પણ છે. અત્યારે તું જઈ શકશે કે એ પવિત્ર-પુણ્યમય ઉપદેશના પ્રતાપે નિષ્કામ ધર્મને જગતમાં વિશાળ, પ્રચાર થતો જાય છે. માનવ-જીવન નિષ્કામધર્મની આરાધનાવડે સફળ કરવાની પવિત્ર ભાવનાઓ પ્રસરતી જાય છે, એટલું જ નહિ પણ નીતિ અને ધર્મમાં પણ એજ નિષ્કામ ધર્મના પવિત્ર અંશે પ્રવેશ કરી ચૂકયા છે. વસ્તુતઃ કામ્ય કર્મને ત્યાગ એજ સંન્યાસ અથવા તે નિષ્કામ કર્મ કરવાં તેનું જ બીજું નામ સંન્યાસ. નિષ્કામ કર્મને પણ ત્યાગ કરે એને સંન્યાસ કહી શકાય નહિ.
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । 'सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः॥ અર્થાત વિદ્વાને સકામ કર્મોના ત્યાગને સંન્યાસ જાણે છે; અને વિચક્ષણ પુરુષે. સર્વ કર્મના ફળના ત્યાગને સંન્યાસ કહે છે. - જે દિવસે યૂરોપીય વિજ્ઞાન અને શિલ્પ, તથા ભારતવર્ષને આ નિષ્કામધર્મ એ બનને એકત્ર થશે ત્યારે આ સંસાર સ્વર્ગ સમાન બનશે, અને મનુષ્યો દેવ સમાન બનશે. ત્યાર પછી વિજ્ઞાન અને શિલ્પના નિષ્કામ પ્રયોગો થવા લાગશે, અને વિજ્ઞાનાદિ વિવાઓને સકામ વ્યવહાર કેવી રીતે કરે તેની કેાઇને કલ્પના પણ આવશે નહિ. શિષ્ય:–મનુષ્યોના ભાગ્યમાં એક દિવસ કોઈ કાળે આવશે ખરો?
ગુરુ-તમે લેકે આર્યપુત્રો છે, તે કેમ ભૂલી જાઓ છો? તમારાથી શું અસાધ્ય છે ? તમે જે કઈ ધારો તે કરી શકે તેમ છે. તમે દઢ ધારણ કરી તે સમસ્ત પૃથિવીના દેરનાર બની શકે. જે તમારા હૃદયમાં આવી મહત્ત્વાકાંક્ષા તથા આત્મબળ ન હોય તે મારે આ સર્વ બકવાદ નિષ્ફળ છે. અસ્તુ. હવે, ગીત સંન્યાસવાદનું યથાર્થ તાત્પર્ય તું શું સમજ્યો ? કર્મ રહિત સંન્યાસ એ હલકી કેટીને, સંન્યાસ છે, એજ આજની આપણી ધર્મવ્યાખ્યાને નિષ્કર્ષ છે. ભક્તિયુક્ત કિંવા. ભકયાત્મક કર્મો આપણે કરવાં જોઇએ એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. એટલા. માટે ગીતાક્ત સંન્યાસનું પણ અંતિમ તાત્પર્યો તે એજ નીકળી શકે કે કયાત્મક કર્મયુક્ત સંન્યાસ એજ યથાથ સંન્યાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
अध्याय १७ मो-भक्ति-ध्यान-विज्ञानादि
ગુ–ભગવદ્દગીતાના પ્રથમ પાંચ અધ્યાયવિષે હું વિવેચન કરી ચૂક્યો છું પ્રથમ અધ્યાયમાં સૈન્યદર્શન બીજા અધ્યાયમાં જ્ઞાનયોગને સ્થલ આભાસ, અથવા તે સાંખ્ય યોગ. ત્રીજા અધ્યાયમાં કર્મયોગ, ચોથા અધ્યાયમાં જ્ઞાન-કર્મસંન્યાસયોગ, અને પાંચમા અધ્યાયમાં સંન્યાસયોગ વિગેરે વિષયો આવી જાય છે. છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે. ધ્યાન એ જ્ઞાનવાદીઓનું અનુષ્ઠાન છે, તેથી તેનું જૂદું વિવેચન કરવાની જરૂર રહેતી નથી. આ અધ્યાયમાં વેગ કોને કહેવાય તેનાં લક્ષણો આપવામાં આવ્યાં છે. જે અવસ્થામાં ગાનુષ્ઠાનદ્વારા ચિત્તને નિરોધ થાય, જે અવસ્થામાં વિશુદ્ધ અંતઃકરણદ્વારા આત્મદર્શન થવાથી, આત્મામાં જ પરિતૃપ્તિ અનુભવાય અને જે અવસ્થામાં કેવળ બુદ્ધિવડેજ પ્રાપ્ત થઈ શકે એવું અતીન્દ્રિય–આત્યંતિક સુખ પ્રાપ્ત થાય, એટલું જ નહિ પણ જે અવસ્થામાં એક સમય સ્થિતિ થયા પછી પાછું ફરવાપણું રહેતું નથી અને જે અવસ્થામાં પ્રાપ્ત થતા સુખની તુલના કોઈ પણ વસ્તુની સાથે થઈ શકતી નથી, તેમજ ગમે તેવું ભારે દુ:ખ પણ જે અવસ્થામાંથી મનુષ્યને વિચલિત કરી શકતું નથી, તે અવસ્થાને “યોગ” એવું નામ આપવામાં આવ્યું છે. કેવળ નેતી-દેતી, મુદ્રા, આસન, કે પ્રાણાયામ જેવાં રથુળ સાધનેથીજ યોગદશા પ્રાપ્ત થતી નથી, પરંતુ
योगिनामपि सर्वेषां मद्गतेनांतरात्मना।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥ અર્થાત જે યોગી મારામાંજ મન રાખીને શ્રદ્ધાપૂર્વક અને ભજે છે તેને મેં યોગયુક્ત વ્યક્તિઓમાં સર્વોત્તમ યોગી માનેલો છે. આ ભગવદુક્તિ સાંભળ્યા પછી હવે તને ખાત્રી થઈ હશે કે ગીતક્ત જ્ઞાન, કર્મ, ધ્યાન કે સંન્યાસ વિગેરે ધર્મોમાં એકકે ધર્મ ભક્તિવિના સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકે નહિ. ભક્તિ એ જ સર્વ રહને અને સર્વ તને એકમાત્ર નિષ્કર્ષ છે.
સાતમે અધ્યાય વિજ્ઞાનયોગસંબંધી છે. તેમાં ઈશ્વર પોતે પિતાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરી બતાવે છે. જો કે તે સ્થળે ભગવાન પોતે પોતાના નિર્ગુણ અને સગુણ ભાવનું વર્ણન કરે છે, તથાપિ તેની સાથે એટલું પણ ખુલ્લી રીતે કહી દે છે કે ભક્તિ સિવાય મને પ્રાપ્ત કરવાને એકકે ઉપાય નથી. મતલબ કે ભક્તિ બ્રહ્મજ્ઞાનમાં પણ સહાયક છે.
આઠમા અધ્યાયમાં તારકબ્રહ્મગ આવે છે. એ પણ એક પ્રકારને સંપૂર્ણ ભક્તિયોગ છે. આ અધ્યાયમાં મુખ્યત્વે ઈશ્વરપ્રાપ્તિના ચૂલ ઉપાયોનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૭ મે-ભક્તિ-ધ્યાન-વિજ્ઞાનાદિ
૧૦૯
તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભક્તિ સિવાય તેને પ્રાપ્ત કરવાને બીજે એક ઉત્તમ માર્ગ નથી.
નવમા અધ્યાયમાં વિખ્યાત રાજગુહાગને સ્થાન આપવામાં આવ્યું છે. આ અધ્યાયમાં ઘણીખરી વાત અતિશય મનેહારિણી છે. અત્યારે પૂર્વે જગદીશ્વર એક અતિશય મનહર ઉપમા દ્વારા, જગતની સાથેને પિતાને સંબંધ દર્શાવી ચૂકયા છે. અર્થાત-એક સૂત્રના દેરામાં જેવી રીતે અનેક મણિઓ ગુંથાયેલા હોય છે, તેવી જ રીતે આ સમસ્ત વિશ્વ એક મારાવડેજ ગ્રથિત થયેલું છે એમ કહ્યું છે. પ્રસ્તુત નવમા અધ્યાયમાં એક બહુજ સુંદર ઉપમા આપવામાં આવી છે. જેમઃ
સર્વ ભૂતમાત્રનું પાલન તથા ધારણ મારો આત્મા જ કરી રહ્યો છે. છતાં મારો આત્મા કાંઇ ભૂતેમાંજ આવી રહેતો નથી. જેમ મહાન અને સર્વત્ર ગતિ કરનારે વાયુ તેથી પણ મહાન એવા આકાશમાં નિત્ય રહેલ છે તે રીતે સર્વ ભૂતે. મારામાં સમાઈ રહેલાં છે, પણ હું ભૂતોમાં સમાઇ રહેલો નથી.” હર્બટ સ્પેન્સરની નદી ઉપરના પાણીના પરપોટાઓની ઉપમા કરતાં આ ઉપમા કેટલી બધી શ્રેષ્ઠ છે ?
શિષ્ય: મારી આંખ ઉપરના પાટાઓ ધીમે ધીમે દૂર થતા જાય છે.નિગુણુવ્યભવાદ એક પ્રકારનો “પાર્થેઈઝ માત્ર છે, એવી મારી આજપર્યત માન્યતા હતી. હવે મારી એ માન્યતામાં મોટો ફેર પડી ગયો છે.
ગુર–એકવાર અંગ્રેજી સંસ્કારે પ્રાપ્ત કર્યા, એટલે પછી આર્યશાસ્ત્રનું અવલેકન કરવા છતાં પણ યથાર્થ સત્યની પ્રાપ્તિ થતી નથી, એમ જે કહેવાય છે તે સત્ય છે, અને તારાં આ વાકયે પણ એજ વાતને સિદ્ધ કરે છે. આપણામાં અનેક માણસો એવાં મળી આવે તેમ છે કે જેઓને કાચના ગ્લાસમાં પાણી ભરીને ન આપીએ તે તેમને તે પાણી પીવાની ઈચછાજ ન થાય ! અત્યાર સુધરેલ. વર્ગ મલિન પાણી પણ કાચના ગલાસમાં ગટગટાવી જાય છે! તમે લેકે તે એમ માની બેઠા છે કે સામ્યવાદ અથવા સમાનભાવના સિદ્ધાંત બુદ્ધધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ સિવાય બીજે ક્યાંઈ છે જ નહિ. ! એક માત્ર શાકયસિંહ કિંવા ઇસુખ્રિસ્તજ જગતના મનુષ્યોનો ઉદ્ધાર કરવાનેજ સમર્થ છે, એવું ભૂત તમારા મનમાં ભરાઈ પેઠું છે ! તમને એવા સંસ્કારે વળગી ગયા છે કે હિન્દુધર્મમાં વર્ણભેદ સિવાય બીજી કોઈ મહત્વની વાત જ નથી, અને એટલા માટે મૂર્ખ તથા જ્ઞાની, ધની તથા દરિદ્ર પુરણ તથા સ્ત્રી, અને વૃદ્ધ તથા બાળક વિગેરેને સમાનભાવે ઉદ્ધાર કરવાને બુદ્ધધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ સિવાય હિંદુધર્મ કઈ રીતે ઉપકારક થઈ શકે નહિ, પરંતુ પ્રસ્તુત અધ્યાયના માત્ર બેજ લોનું શ્રવણ કર
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः। ये भजति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
ધમતવ
+ +
+ मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । ત્તિ વૈરયાસ્તથા રાસ્તાવિ જાતિ વ ગતિમ ! (૯-૩૨).
અર્થાત યદ્યપિ હુ સર્વ પ્રાણીઓમાં સમાન રહ્યો છું, ને મારે કઈ પ્રિય કે અપ્રિય નથી; તોપણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં અને હું તેનામાં વિશેષ ભાવે રહેલા છીએ. x x x x જેઓ પાપકર્મથી નીચ યોનિમાં જન્મેલા હોય, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો કે ડો હોય પણ તેઓ મારે આશ્રય કરવાથી પરમ ગતિ (મોક્ષ) ને પામે છે.
શિષ્ય:–ઘણું કરીને આ આશય તો બૌદ્ધ ધર્મમાંથીજ ગ્રહણ કરવામાં આવ્યો હશે.
ગુર:--અત્યારના ભણેલા ગણુતા વર્ગમાં એજ એક મોટામાં મોટી બેવકુફી પ્રચલિત છે. યુરોપીયન પંડિત તમને શીખવે છે કે ઈ. સ. પૂર્વે ૫૪૩ વર્ષે શાયસિંહ મૃત્યુ પામ્યો હતો. એટલા ઉપરથી તમે આંખો મીંચીને એ સિદ્ધાંત કરી બેઠા છો કે ભારતવર્ષમાં જે કાંઇ સારૂં તત્ત્વ જોવામાં આવે તે સર્વ બુદ્ધધર્મનું જ હોવું જોઈએ. તમને એવો દઢ નિશ્ચય થઈ ગયા છે કે હિંદુધર્મ એ નિકૃષ્ટ છે કે તેમાંથી કોઈ સારી વસ્તુ કઈ કાળે ઉત્પન્ન જ થઈ શકે નહિ; પરંતુ બૌદ્ધધર્મ પિતેજ હિંદુધર્મને એક ફાટે છે, એ વાત અત્યારને ભણેલે વર્ગ ભૂલી જાય છે. હિંદુધર્મમાંથી બુદ્ધધર્મ જે એક પ્રબળ ધર્મ ઉત્પન્ન થવા પામ્યો તો પછી તેજ હિદુધર્મમાં બીજા કેટલાયે મહત્ત્વના સિદ્ધાંત ભર્યા હશે તેનો કોઈ વિચાર કરી શકે છે ?
શિષ્ય --આપનું કહેવું યોગ્ય છે. જે આપને ઠીક લાગે તો હવે રાજગુહ્યયોગની વ્યાખ્યા સંભળાવવા કૃપા કરો.
ગુર–રાજગુહ્યગને સર્વપ્રધાન સાધન માનવામાં આવ્યું છે. તેને પૂલ આશય એ છે કે – જે કે ઇશ્વરની પ્રાપ્તિ સર્વને માટે સંભવિત છે, તથાપિ જે મનુષ્ય જે ભાવે તેનું ધ્યાન કરે તેને તેવાજ રૂપે તે પ્રાપ્ત થાય, એ પણ એક સામાન્ય નિયમ છે. જેઓ દેવ-દેવીઓની સકામ ઉપાસના કરે છે, અને તેને દ્વારા ઈશ્વરાનુગ્રહ પ્રાપ્ત કરે છે તેઓ સ્વર્ગે જઈ શકે છે, પરંતુ તેમને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. જેઓ નિષ્કામપણે દેવ-દેવીઓની ઉપાસના કરે છે, તેઓની ઉપાસના નિષ્કામ હેવાથી એક રીતે તેઓ ઈશ્વરની જ ઉપાસના કરે છે, એમ કહી શકાય, કારણ કે ઈશ્વર સિવાય બીજો દેવજ કર્યા છે ? અને તેથી તેઓ નિષ્કામ ઉપાસનાના ફળરૂપે સાક્ષાત ઈશ્વરત્વને પ્રાપ્ત કરે છે. અહીં એવી શંકા થવી સંભવિત છે કે જે દેવ-દેવીઓમાં પણ ઇશ્વર વ્યાપ્ત છે, તો પછી સકામ ઉપાસનાદ્વારા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૭ મે-ભક્તિ-ધ્યાન-વિજ્ઞાનાદિ
૧૧૧
કેમ પ્રાપ્ત થતી નથી ? તે તેનું સમાધાન માત્ર એટલું જ છે કે સકામ ઉપાસના એ ઇશ્વરની આરાધનાને સત્ય માર્ગ નથી. જો કે દેવ-દેવીઓની ઉપાસના કરનારાએ પણ પ્રકારતરે તે ઈશ્વરની ઉપાસના કરે છે, તે પણ વસ્તુતઃ ઈશ્વરની નિષ્કામ ઉપાસના એજ મુખ્ય ઉપાસના છે. તે સિવાય ઈશ્વરપ્રાપ્તિને એકકે રાજમાર્ગ નથી. એટલાજ માટે સર્વ કામનાઓનો ત્યાગ કરી, ઇશ્વરને જ સર્વ કર્મે અર્પણ કરવાં અને ઈશ્વરમાં દઢ ભકિતભાવ રાખ એજ ધર્મ અને એજ મેક્ષને ઉપાય છે. આ રાજગુહાગ ભકિતરસથીજ પરિપૂર્ણ છે.
સાતમા અધ્યાયમાં ઈશ્વરનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે, અને દશમા અધ્યાયમાં તેની વિભૂતિઓનું વર્ણન છે. આ વિભૂતિયોગ બહુ વિચિત્ર છે; પરંતુ અત્યારે તે વિષયમાં ઉતરવાની જરૂર નથી. દશમા અધ્યાયમાં વિભૂતિઓનું વિવરણ કરી તેનું પ્રત્યક્ષ સ્વરૂપ વિશ્વરૂપ દર્શનના આકારમાં અર્જુનને અગીઆરમા અધ્યાયમાં ભગવાન દર્શાવે છે. ત્યાર પછી બારમા અધ્યાયમાં ભક્તિને પ્રસંગ નીકળે છેઆવતી કાલે હું તને એ ભકિતયોગ સંભળાવીશ.
अध्याय १८ मो-भगवद्गीतानो भक्तियोग
--02
- શિષ્ય:–ભકિતયોગ વિષયક વ્યાખ્યા કરવા પહેલાં મને એક વાત સમજાવે. ઇશ્વર એક છેતે પછી તેની પ્રાપ્તિનાં સાધનામાં આટલો બધો વિવાદ કેમ ? સીધે માર્ગ તે સર્વદા એકજ હવે ઘટે છે. એક ગ્રામમાં જવાને માટે સીધા પાંચ માર્ગ હોય એમ બને જ નહિ.
ગુરા-સીધા માર્ગ પાંચ ન હોય, પરંતુ એકજ હોય એ વાત સત્ય છે. પરંતુ પ્રત્યેક માણસને સીધો માર્ગ જ પ્રાપ્ત થાય એમ બનતું નથી. એક પહાડના શિખરે પહોંચવા માટે જે એક સીધે માર્ગ હોય તે માર્ગે થઈને કેવળ એક-બે બળવાન વ્યકિતઓ સિવાય ભાગ્યેજ બીજું કઈ ઉપર ચઢી શકે. સાધારણ માણસોને માટે એવાં સ્થળોએ ધીમે ધીમે ચડતાં ફાવે એવા લાંબા માર્ગે થઈને ધીમે ધીમે ચડવું એજ વધારે માફક હોય છે. આ સંસારમાં અનેક પ્રકારનાં મનુષ્યો વસે છે. તેઓનું શિક્ષણ, તેઓના સંસ્કાર તથા તેની પ્રકૃતિ પણ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન હોય છે. કેટલાકે સંસારી હોય છે, તો કેટલાકેએ સંસારક્ષેત્રમાં પ્રવેશ પણ કર્યો હોતો નથી; કેટલાઓ સંસાર ભોગવીને તેથી વિરક્ત બની ગયા હોય છે, તે કેટલાકે સંસારમાં જ રહેવાનું પસંદ કરે છે. સંસારીઓને માટે કમ, તેમજ અસંસારીઓને માટે સંન્યાસ એજ ઉપયુક્ત છે. જે મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ધર્મતત્વ
જ્ઞાની હોવા છતાં સંસારમાં જ રહ્યો હોય તેને માટે જ્ઞાન તથા વિજ્ઞાનયોગ એજ પ્રશસ્ત છે. તેવી જ રીતે જે મનુષ્ય જ્ઞાની હોવાની સાથે સંસારને ત્યાગ કરી ચૂક્યો હોય, તેને માટે અર્થાત જ્ઞાની ગીને માટે ધ્યાનયોગ એ જ ઉત્તમ છે. તે સિવાયના પામરથી લઈને ઉચ્ચ કેટી સુધીના સર્વ મનુષ્યોને માટે સર્વ શ્રેષ્ઠ એવો રાજગુહ્યયોગજ ઠીક છે. સારાંશ કે સર્વ પ્રકારના મનુષ્યો ઉન્નતિ પ્રાપ્ત કરી શકે તેટલાજ માટે સ્વયં જગદીશ્વરેજ આવા આશ્ચર્યમય અપૂર્વ ધર્મને પ્રચાર કર્યો છે. પરમાત્મા પિતે અનંત કરણમય છે, તેથી જ તેમણે સર્વને અનુકૂળ આવે એવા ઉદ્દેશથી આવા સીધા માર્ગો દર્શાવ્યા છે.
શિષ્ય: પરંતુ આપની ધર્મવ્યાખ્યા જે સત્ય હોય તો તે પછી ભકિતજ સર્વ સાધનાઓનું મૂળ છે, અને જે પ્રત્યેકને માટે ભકિતયોગજ ઉત્તમ હોય તે તેનેજ એક સીધા માર્ગ રૂપે શામાટે ન લખી શકાય ? | ગુસ-ભકિતનું અનુશીલન અત્યાવશ્યક છે, એટનાજ માટે અનેક પ્રકારની સાધનાઓ તથા , અનુશીલનપદ્ધતિઓ પ્રચલિત થઈ છે. મારે અનુશીલનવાદ જો તું બરાબર સમજી શકશે તે પછી તેં ઉપર કહી તેવી શંકાનું તું પોતેજ સમાધાન કરી શકશે. ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં મનુષ્યોને માટે ભિન્ન ભિન્ન અનુશીલન પદ્ધતિઓ જરૂરી છે. યોગ એ કેવળ અનુશીલનપદ્ધતિનું નામાંતર માત્રજ છે.
શિષ્યઃ–પરંતુ સકળ યોગોનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરથી પાઠકવર્ગને સ્વાભાવિકરીતે જ એક પ્રશ્ન ઉદ્દભવવા યોગ્ય છે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાન–અર્થાત જ્ઞાનને એક પ્રકારનું સાધન ગણાવવામાં આવ્યું છે, તેવી જ રીતે સમુ
બ્રહ્મની ઉપાસનાને–અર્થાત ભક્તિને પણ એક પ્રકારના સાધનરૂપે ગણાવવામાં આવી છે. અનેક મનુષ્યોને માટે આ બને સાધને ઉપયોગી તેમજ સાધ્ય હવાયોગ્ય છે. તો જેમને માટે બન્ને માર્ગો એકસરખા ઉપયોગી હોય તેમણે એમના કયા માર્ગનું અવલંબન લેવું બને સાધનાઓમાં ભક્તિ તો રહેલી જ છે, એ વાત મારે લક્ષબહાર નથી; તથાપિ પ્રશ્ન એ છે કે જ્ઞાનમયી ભક્તિ અને કર્મમયી ભક્તિ એ બેમાં શ્રેષ્ઠ કોણ
ગુર:–બારમા અધ્યાયની શરૂઆત થતાંની સાથે જ અને એ પ્રથને શ્રીકૃષ્ણને પૂછ્યું હતું–શ્રીકૃષ્ણ પરમાત્માએ તેને જે ઉત્તર આપ્યો હતો, તેજ આ બારમા અધ્યાયના ભક્તિયોગરૂપે આપણી પાસે પ્રગટ છે. અર્જુનના પ્રશ્નનું અને તેના ઉત્તરનું રહસ્ય તું બરાબર સમજી શકે તેટલાજ માટે ગીતાના પૂર્વગામી અગીઆર અધ્યાયો હું તને ટુંકામાં સમજાવી ગયો. કારણ કે જ્યાં સુધી પ્રશ્નનું સ્વરૂ૫ ન સમજાય ત્યાંસુધી ઉત્તર પણ બરાબર બુદ્ધિમાં ન ઉતરી શકે એ સ્વાભાવિક છે.
શિષ્ય:-શ્રીકૃષ્ણ તેને શું ઉત્તર આપો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૮ મે–ભગવદ્ગીતાના ભક્તિયોગ
૧૧૩
ગુરુઃ—તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે નિજીયાના ઉપાસકેા તથા સદ્ગુ ઇશ્વરભક્તો ઉભય શ્વરને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેમાં તફાવત માત્ર એટલેાજ છે કે બ્રહ્મના ઉપાસકેાને અનેકાનેક ો તથા દુઃખા સહન કરવાં પડે છે, જ્યારે ભક્તો બહુજ સહેલાઇથી ઉદ્ધાર પામી જાય છે.
क्लेशोऽधिकतर स्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिग्वाप्यते ॥ ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां ध्यायंत उपासते ॥ तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥ અર્થાત——જેએ અભ્યસ્તમાં ( નાનાપાસનામાં ) આસચિત્તવાળા છે તેમને અતિ ભ્રૂણા ક્લેશ થાય છે, કારણ કે દંડધારીઓ અવ્યક્તની ગતિને બહુ દુ:ખથી પ્રાપ્ત કરી શકે છે; પરંતુ જે સર્વ કર્મો મને અણુ કરીને મપરાયણુ થઈ અનન્ય યોગવડે મારૂં ધ્યાન કરે છે, અને મનેજ ઉપાસે છે, તેવા મારામાંજ આવે. શયુક્ત ચિત્તવાળાઓને આ મૃત્યુયુક્ત સંસારસમુદ્રમાંથી હું સત્વર અને રૂડી રીતે ઉદ્ધાર કરૂ છુ.
शिष्यः - भला, ते लम्तो देवा दशे ? ગુરુઃ—વયં ભગવાન તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव निर्ममो निरहंकारः समदुःखसुखः क्षम् । संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चय । मय्यर्पितमनोबुद्धियों मे भक्तः समे प्रियः । यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः।। हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥ अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । सर्वारंभपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । शीतोष्णसुखदुःखेषु समः संगविवर्जितः ॥ तुल्यनिंदास्तुतिर्मोनी संतुष्टो येनकेनचित् । अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥
५. ८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
छत्र
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધમતત્વ
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः॥ અર્થાત–જેને મારૂં-તારૂં એવી મમત્વબુદ્ધિ નથી, જે નિરહંકાર છે, જેને સુખ અને દુઃખ ઉકય સમાન છે, જે ક્ષમાવાન છે, જે કેઈને પણ દ્વેષ કરતો નથી, જે સર્વભૂતેને મિત્ર છે, જે દયાળુ છે, જે સર્વદા સંતુષ્ટ છે, જે રિયરચિત્તવાળો (યોગી) છે, જેણે પિતાના મનને સંયમ કર્યો છે, જે બળવાન નિશ્ચયવાળો છે, અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ અને અર્પણ કર્યા છે, એ જે મારે ભક્ત તેજ મને પ્રિય લાગે છે. જેનાથી લોકેને ઉગ થતો નથી, અને લોકોથી જેને સંતાપ થતો નથી તેમજ જે હ–ોધ તથા ભય–ત્રાસથી મુક્ત હોય છે તેજ મને પ્રિય લાગે છે. મારે જે ભક્ત નિસ્પૃહ, પવિત્ર, દક્ષ, ઉદાસીન, દુઃખરહિત, અને સર્વ આરંભનો પરિત્યાગ કરવાને શક્તિમાન ય છે તેજ મને પ્રિય થઈ પડે છે. જેને કોઈ પણું વસ્તુપ્રત્યે દેષ નથી તેમજ આસકિત પણ નથી, જે કદાપિ શેકકે આકાંક્ષા કરતો નથી, અને જે શુભ કે અશુભનો ત્યાગ કરવાને સમર્થ હોય છે તે જ મને પ્રિય હોય છે. જે શત્રુ અને મિત્ર પ્રત્યે એકસરખો જ વ્યવહાર રાખે છે, માન અને અપમાનમાં સમાન ભાવ રાખે છે, ટાઢ-તડકે કે સુખ-દુઃખને પણ સમાન ગણે છે, જે કઈ પણ વસ્તુ પર આસક્તિ ધરાવતા નથી, જેને નિંદા અને સ્તુતિ સમાન છે, જેણે પોતાની વાણી ઉપર કાબૂ મેળવ્યો છે, યદગ્યા જે પ્રાપ્ત થાય તેથીજ જે સંતુષ્ટ રહે છે, જેનું કોઈ નિશ્ચિત રથાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે, અને જે મારી ભક્તિ કરે છે, તેજ મને પ્રિય થઈ પડે છે. મારાપર શ્રદ્ધા રાખી મપરાયણ થઈ મારા જે ભક્તો ઉપર વર્ણવેલા ધર્મામૃતનું સેવન કરે છે તે મને અતિશય પ્રિય છે.
હવે ભકિતનું સ્વરૂપ સમજાયું ને? દેવપૂજાનો ડોળ કરવામાત્રથી જ કોઈ સાચો ભકત બની શકો નથી. માત્ર માળાના મણકા ફેરવવાથી કે માત્ર હરિ ! હરિ ! શબ્દોના ઉચ્ચારથી ભકત થવાતું નથી. હા ઇશ્વર ! અરે પ્રભુ ! એવી બીજાએને સંભળાવવા માટે ખાલી બૂમો પાડવાથી જ સત્ય ભકતનું બીરદ પ્રાપ્ત થતું નથી. જેણે પિતાની ઈદિ ઉપર વિજય મેળવ્યું છે, જેનું ચિત્ત સંયમમાં રહી શકતું હોય, જે સમદર્શી હોય, અને જે પરહિત કરવાને સદા તત્પર રહેતા હોય, તેજ યથાર્થ ભકત પુરુષ છે. પિતાના તેમજ સર્વના અંતઃકરણમાં સર્વદા ઈશ્વર વિરાજી રહ્યો છે એમ દઢતાપૂર્વક વિશ્વાસ રાખી, પિતાના ચરિત્રને સંપૂર્ણ નિર્દોષ બનાવવાને જે પ્રયત્ન કરે તેમજ પોતાની સમસ્ત વૃત્તિઓને ઈશ્વરભિમુખી કરે છે, તે જ યથાર્થ સંતપુરુષ કે ભકત મહર્ષિ છે. જેના ચરિત્ર ઉપર ભકિતનો પ્રભાવ નથી, તે કદાપિ ભકતના પદને માટે યોગ્ય નથી. જેની સમસ્ત વૃત્તિઓ ઇશ્વરામુખી નથી, તે પણ પોતે ભકત હોવાને કદિ દા કરી શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ
૧૧૫ ગીતકત ભકિતયોગનો એજ સ્થૂલ આશય છે, શ્રીમદ્ ભગવદ્ગીતાને જગતને સર્વશ્રેષ્ઠ ધર્મગ્રંથ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે આ ઉદાર અને ઉત્તમ ભક્તિવાન જગતમાં બીજે ક્યાંય નથી.
अध्याय १९ मो-ईश्वरभक्ति-विष्णुपुराण
ગુર–ભગવદ્દગીતાના બાકી રહેલા અંશનું વિવેચન કરવાની હવે જરૂર નથી. અત્યારે પૂર્વે જે કાંઈ હું કહી ચૂક્યો છું તેને વિશેષ સ્પષ્ટ કરવાને માટે, હવે વિષ્ણુપુરાણમાંથી પ્રહાદચરિત્ર લઈ તેનીજ સમાલોચના કરીશ. વિષ્ણુપુરાકણમાં પ્રહાદ અને ધ્રુવ એ બે જગપ્રસિદ્ધ ભકતાત્માઓનાં જીવનચરિત્ર છે. આ બને ભક્તાત્માઓની ભકિત છેક ભિન્ન ભિન્ન પ્રકારની હતી. હવે તું એટલું તે સમજી શકયો હોઈશ કે ભકિત મુખ્યત્વે બે પ્રકારની છેઃ-(૧) સકામ, અને (૨) નિષ્કામ. સકામ ઉપાસનાને કામ્યકર્મ કહેવામાં આવે છે અને નિષ્કામ ઉપાસનાને ભકિત કહેવામાં આવે છે. ધ્રુવની ઉપાસના સકામ હતી; કારણ કે તેણે ‘ઉચ્ચ પદની પ્રાપ્તિ અર્થે વિષ્ણુની આરાધના કરી હતી. એટલા માટે તેની ઉપાસનાને યથાર્થ ભક્તિ કહી શકાય નહિ. જો કે ઈશ્વરમાં તેને દઢ વિશ્વાસ હતો, એટલું જ નહિ પણ પિતાનાં મનબુદ્ધિ પણ તેણે ઇશ્વરને જ અર્પણ કરી દીધી હતાં, છતાં તેની ઉપાસનાને ભકતની ઉપાસના કહી શકાય નહિ. અલ્લાદની ઉપાસના નિષ્કામ હતી, કારણ કે તેણે કાંઈ પણ પ્રાપ્ત કરવાની અભિલાષાથી ઈશ્વરની ભકિત કરી નહોતી. બલકે ઈશ્વરપ્રત્યે ભકિતભાવ રાખવા માટે તેને અનેક પ્રકારની આપત્તિઓમાંથી પસાર થવું પડયું હતું, છતાં તેણે ઇશ્વરભકિતમાં સહેજ પણ સંકોચ સેવ્યો ન હતો. તે જાણતા હતા કે કેવળ ભકિતની ખાતરજ તેને આ સર્વ આપત્તિઓ સહન કરવી પડે છે, તે છતાં તેણે ભકિતને છેક છેલ્લી ઘડી સુધી ત્યાગ કર્યો નહોતો. આવો નિષ્કામ પ્રેમ તે જ યથાર્થ ભકિત છે, તેમજ પ્રહાર જે નિષ્કામ પ્રેમીજ સાચા ભકતના પવિત્ર નામને સંપૂર્ણ યોગ્ય છે. વિષ્ણુ પુરાણના ગ્રંથકર્તાએ સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસનાનાં ઉદાહરણ પૂરાં પાડવાઅર્થે તેમજ એક-બીજા જીવનચરિત્રની પરસ્પર તુલના કરવાઅર્થેજ આવાં બે ચરિત્રોની-ધ્રુવ તથા મલ્હાદનાં ઉપાખ્યાનની રચના કરેલી હોવી જોઈએ. ભગવદ્દગીતાના રાજ્યોગસંબંધે મેં જે કાંઇ કહ્યું હતું, તે જે તને યાદ હશે તે તું સમજી શકશે કે સકામ ઉપાસના પણ છેક નિષ્ફળ તો નથી જ હોતી. જે મનુષ્ય જેવી કામનાપૂર્વક ઈશ્વરની ઉપાસના કરે છે તેને તે કામનાઅનુસારજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ધમતવા
ફળની પ્રાપ્તિ થાય છે, પણ ખુદ ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ધ્રુવે ઉચ્ચપદની કામના રાખી ઈશ્વરની ઉપાસના કરી હતી તેથી તેને પણ તેવું જ ફળ મળ્યું. તેની ઉપાસનાને નીચલી શ્રેણીની ઉપાસના કહી શકાય, પરંતુ તેને ભકિત તે નજ કહી શકાય. પ્રહાદની ઉપાસના સંપૂર્ણ ભકિતમય હતી, તેથી તેને મુકિત મળી.
શિષ્ય કેટલાકે તે એમ કહે છે કે ખરે લાભ તે તેમાં ધ્રુવને જ થયો. મુકિત એક પ્રકારનો પારલૌકિક લાભ છે, અને તેની સત્યતા કે યથાર્થતા માટે પણ અનેક સંશયો છે. આવા ભકિતમય ધર્મની લો કે કદર કરે એવી મને તે સંભાવના જણાતી નથી.
ગુરુ-મુકિતનું સત્ય સ્વરૂપ તું ભૂલી ગયો જણાય છે. આજ લોકમાં અનેક મનુષ્યો મુકિત પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કરી પણ શકે છે. જેનું ચિત્ત શુદ્ધ હેય અને દુઃખનો જેને સ્પર્શ થતા ન હોય તે આ લેકમાં પણ મુક્તાત્મા જ છે. એક મહાન ચક્રવતી રાજા પાસે અતુલ સત્તાસંપત્તિ હોય છે તો પણ તે દુઃખથી મુક્ત રહી શકતા નથી, પરંતુ એક મુકત જીવ પાસે એક કેડી ન હોવા છતાં પણ તે સુખી રહી શકે છે; કારણ એનું સ્પષ્ટ તેમજ બુદ્ધિમાં ઉતરી શકે તેવું છે. જે મનુષ્ય પિતાના આત્મા ઉપર વિજય મેળવે તે મનુષ્ય વિશ્વ ઉપર વિજય મેળવી શકે એમાં આશ્ચર્ય જેવું જ શું છે ? ચક્રવતી રાજાને કેવા પ્રકારનું સુખ હોય તે કાઈથી કહી શકાય નહિ, અથવા તો તે બહુ સુખી જ હેય એ બનવાગ્ય નથી; પરંતુ મુકતાત્મા અર્થાત સંયમી–વિશુદ્ધ ચિત્ત મહાત્મા પિતાના હૃદયમાં કેવું અને કેટલું સુખ ભોગવે છે તેનું વાણીથી વર્ણન થઈ શકે નહિ. મુક્તાત્મા આ જગતમાં પણ સુખપૂર્વક રહી શકે છે. એટલાજ માટે મેં તને એક પ્રસંગે કહ્યું પણ હતું કે ધર્મ સિવાય સુખ પ્રાપ્તિનો અન્ય એકકે ઉત્તમ માર્ગ નથી. મુક્તાત્માની સકળ વૃત્તિઓ સંપૂર્ણ સ્કૃતિ પામી ચૂકી હોય છે, અને તેની સાથે તેનું સામંજસ્ય પણ સુરક્ષિત રહેલું હોય છે, તેથી જ તેને મુક્ત કહેવામાં આવે છે. જેની વૃત્તિઓ સંપૂર્ણ સ્મૃતિ નથી પામી હતી તે કાં તો અજ્ઞાન હોય છે, કાં તો અસમર્થ હોય છે અને કાં તો મલિન ચિત્તવાળા હોય છે. તેથી તે મુક્ત થઈ શકતો નથી.
શિષ્યઃ- મને તો એમ લાગે છે કે એવી જીવન્મુકિતની કામનાએજ ભારતવર્ષને અધોગતિની ઉંડી ખાઈમાં ફેંકી દીધું છે, કારણ કે જેઓ જીવમુક્ત બને છે અથવા તે જીવન્મુક્ત બનવાની સાધનાઓ કરે છે તેઓ સાંસારિક બાબતોમાં જેવું જોઈએ તેવું લક્ષ આપી શકતા નથી, અને તેથી પરિણામે દેશની અવનતિ થાય છે. ભારતવર્ષની અવનતિનું પણ તેજ કારણ હોય એમ મને લાગે છે. - ગુર–મુક્તિનું યથાર્થ તાત્પર્ય નહિ સમજી શકવાને લીધે જ એવા ભૂલભરેલા ખ્યાલ તમારામાં ભરાઈ પેઠા છે. જેઓ મુક્તાત્મા હોય છે, અથવા તે જેઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મો-ઇશ્વરભાત-વિષ્ણુપુરાણ
૧૧૭
મુક્તિમાર્ગના મુસાફરો હેય છે, તેઓ સંસારમાં નિલેપભાવથી રહે છે, એ વાત સત્ય છે, પરંતુ તેઓ નિષ્કામભાવથી પણ પિતાનાં કર્તવ્યો કર્યા વિના તે રહેતા નથીજ એ વાત ખાત્રીપૂર્વક માની લેવી. મહાત્માઓનાં નિષ્કામ કર્મો સ્વદેશનું તથા જગતનું જેટલું કલ્યાણ કરી શકે છે તેટલું સકામ કર્મ કરનારાઓનાં કામેથી દેશનું કે જગતનું મંગળ થઈ શકતું નથી. નિષ્કામ કર્મવીરની સમસ્ત વૃત્તિઓ વિકસિત તેમજ સ્ફતિયુક્ત બની ચૂકી હોય છે તેથી તેઓ જેટલા દક્ષ તથા પ્રબળ પરિશ્રમી હોય છે તેટલા બીજા કઈ હોઈ શકે નહિ. અગાઉ શ્રીમદ્ ભગવદ્દગીતાનું એક વાક્ય ઉધૂત કરીને મેં તને બતાવી આપ્યું છે કે દક્ષતા એજ ખરા ભગવદ્ભકતોનું એક લક્ષણ છે. અને જેઓ દક્ષ હેવાની સાથે નિષ્કામ કર્મયેગી હેય તેઓ સ્વજાતિનું તથા જગ
નું જેટલું હિત કરી શકે તેટલું અન્ય કોઇથી કેઇ કાળે નજ થઈ શકે, એમ કહેવાની જરૂર નથી. આ દેશનાં સમસ્ત મનુષ્યો જ્યારે મુક્તિમાર્ગનું અવલંબન લેશે ત્યારેજ ભારતવણી ય પ્રજા જગતમાં શ્રેષ્ઠ પ્રજા તરીકેનું ઉચ્ચ પદ દીપાવશે. મુક્તિતત્ત્વને યથાર્થ ભાવ આજકાલ આપણામાં વિલુપ્ત થઈ ગયો છે, તેટલાજ માટે આ અનુશીલનવાદદ્વારા તેનો પુનરુદ્ધાર કરી તારા જેવા યુવકોના હૃદયમાં તેનો અભિષેક કરવા માગું છું.
શિષ્યપ્રહાદચરિત્રની જે સમાલોચના આપ કરવાના હતા, તે તે એક બાજુએજ રહી ગઈ !
ગુસઃ–પ્રહાદચરિત્ર વિષે વિસ્તારથી બલવાની મને ઈચ્છા નથી, તેમજ તેટલી જરૂર પણ નથી. માત્ર પ્રહાદના જીવનની એક વાત બહુ લક્ષમાં લેવા જેવી છે, તે જ કહીશ. મેં કહ્યું છે કે-“ હે ઈશ્વર, અરે પ્રભુ ! ” એવી માત્ર મેઢાની બૂમો પાડવાથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી નથી. જે આત્મજયી પુરુષ સર્વ ભૂતમાત્રને પિતાનાજ આત્મા સમાન લેખે અને સર્વજનના હિતાર્થે તહલીન રહ્યા કરે, એટલું જ નહિ પણ શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખી શકે, તેજ નિષ્કામકમ અને યથાર્થ ભક્ત પુરુષ છે. ભગવદ્દગીતામાં પણ એજ મહત્ત્વની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રહાદચરિત્ર તેનું જ એક જવલંત ઉદાહરણ છે. બીજ શબ્દોમાં કહું તે ભગવદ્ગીતામાં જે વાત ઉપદેશના રૂપમાં છે તે જ વાત વિષ્ણુ પુરાણમાં વાર્તાના રૂપમાં છે. જે શ્રીમદ્ ભગવદ્દગીતામાં ભતાત્માનાં જે લક્ષણો કહ્યાં છે તે તું ભૂલી ગયા હોઇશ એમ ધારી પુનઃ એકવાર તારી પાસે કહી જાઉં છું. નીચેનાં લક્ષણો તારી યાદશક્તિમાં બરાબર સંગ્રહી લે --
+ અહીં આ વાત પણ વાચક બંધુઓના ખાસ લક્ષપર લાવવા જેવી છે કે શ્રીમદ્ભાગવતમાં તે વળી ભગવદ્દગીતાના ઉપદેશનેજ અમલમાં આવેલ દર્શાવી આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ધર્મતત્વ
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च। निर्ममो निरहंकारः समदुःसुखः क्षमी॥ संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः॥ यस्मान्नाद्विजते लोको लोकोनोद्विजते च यः। हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः॥ अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारंभ परित्यागी योमद्भक्तः स मे प्रियः॥ यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः॥ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः। शीतोष्णसुखदुःखेषु समः संगविवर्जितः॥ तुल्यनिंदास्तुतिौनी संतुष्टो येनकेनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः॥ ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधानामत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः॥ (१२ १3थी२०)x પ્રારંભમાં જ પ્રહાદને સર્વત્ર સમદર્શી અર્થાત સમાન દષ્ટિવાળો જણાવવામાં આવ્યો છે. પ્રલ્લાદના ગુણવિષે ચરિત્રકાર આ પ્રમાણે લખે છે –
समचेता जगत्यस्मिन् यः सर्वेष्वेव जन्तुषु । यथात्मनि तथान्यत्रं परं मैत्रगुणान्वितः॥ धर्मात्मा सत्यशौचादिगुणानामाकरस्तथा ।
उपमानमशेषानां साधूनां यः सदाभवत् ॥ અર્થાત––ગ્રંથકારે પ્રહાદને સર્વ ભૂતમાત્રમાં સમાનબુદ્ધિ રાખનાર, પિત્તાનાજ સમાન અન્ય પ્રાણીઓને ગણનાર તથા સત્ય-શૌચાદિ અનેક ગુણગણાલંકૃત જણાવ્યો છે; પરંતુ કેવળ ગુણુવાદ કરવાથી શું વળે? જેની સ્તુતિ કરવામાં આવે તેના જીવન ચરિત્રમાં તેવા ગુણો સ્પષ્ટ ન થાય તે તે ગુણાનુવાદ કશી અસર કરી શકતા નથી. પ્રહાદને સૌથી પ્રથમ ગુણ તેના જીવન–ચરિત્રમાં એ જોવામાં આવે છે કે તે પરમ સત્યવાદી હતો. સત્ય બોલવાના સંબંધમાં તે એટલે બધે દૃઢ હતો કે ગમે નારી એવી અનેક વાતે આવેલી છે. ભાગવત એકાદશ સ્કંધ તે એવી થોડીક વાર્તાઓ ધરાવવા ઉપરાંત શ્રીમદભગવદ્દગીતાની એકાદ ઉત્તમ ટીકા જેવો જ છે.
સંપાદક આ લેકેને ભાવાર્થ પૂર્વના અધ્યાયમાંજ જોઈ લે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #175
--------------------------------------------------------------------------
________________
-
અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ-
વિષ્ણુપુરાણ ૧૧૯ તેવા દુઃખના પંજામાં સપડાવા છતાં તેણે સત્યને લેશમાત્ર પરિત્યાગ કર્યો નહિ. ગુરુ પાસેથી પ્રહાદને જ્યારે તેના પિતા-હિરણ્યકશિપુ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે તેના પિતાએ તેને પૂછયું કેઃ “બોલ, તું અત્યારસુધીમાં શું શીખે? કહે જોઈએ ?”
પ્રહાદે ઉત્તરમાં જણાવ્યું કેઃ “ હું જે કાંઈ શીખ્યો છું તેને સારાંશ એટલોજ છે કે જેને આદિ નથી, અંત નથી, મધ્ય નથી, વૃદ્ધિ નથી, અને ક્ષય નથી અર્થાત જે અયુત છે, જે મહાત્મા છે, અને જે સર્વકારણોનું પણ કારણ છે, તેને નમસ્કાર છે. ”
આ શબ્દો પુત્રના મુખેથી સાંભળી હિરણ્યકશિપુ ક્રોધથી લાલચોળ જે બની ગયો. તેનાં નેત્રોમાંથી અગ્નિની ચીણુગારીઓ બહાર નીકળવા લાગી ! તેણે ધ્રુજતા અવાજે પ્રહાદના ગુરુને સખ્ત તિરસ્કાર કર્યો. ગુએ કહ્યું કેઃ “ એમાં મારો લેશ પણ દેષ નથી. મેં તેમની એક પણ વાત તેને શીખવી નથી. ”
ત્યારબાદ હિરણ્યકશિપુએ પ્રહાદને પ્રશ્ન કર્યો કે –“તો પછી બોલ! અલ્લાદ! તને આ સર્વ વાતે કોણે શીખવી?”
પ્રહાદ બોલી ઉઠે કેઃ “પિતા! જે વિષ્ણુ ભગવાન આ અનંત જગત ઉપર પિતાને અધિકાર વર્તાવી રહ્યા છે, અને જે મારા હૃદયને વિષે પણ વિરાજી રહ્યા છે તેના સિવાય બીજું કશું શીખવી શકે તેમ છે?”
હિરણ્યકશિપુએ કહ્યું કે: “અરે બેવકુફ! આ જગત ઈશ્વર તે હુંજ છું ! વિષ્ણુ તે વળી કેણ ?”
પ્રહાદે જવાબ આપ્યો કે “ જેના પરમપદને વ્યકત કરવાને વાણી અશકત બની રહે છે, યોગીઓ જેના પરમપદનું નિત્ય ધ્યાન કરે છે, જેનાવડે આ સમસ્ત વિશ્વ ઉત્પન થયું છે, અથવા જે તેિજ વિશ્વસ્વરૂપ છે, તે વિષ્ણુજ પરમેશ્વરના નામને યોગ્ય છે.”
હિરણ્યકશિપુને ક્રોધ હવે અતિશય વેગથી વધવા લાગ્યો. તેણે કહ્યું કે: “પુનરપિ એજ વાત ! તારા માથા ઉપર તજ ભમતું જણાય છે! પરમેશ્વર કેને કહેવાય તે તું જાણે છે? મારી હયાતિમાં તારો પરમેશ્વર મારા સિવાય બીજે કેણુ હોઈ શકે?”
પ્રહાદે નિડરતાપૂર્વક જણાવ્યું કેઃ “પિતા! તે શું કેવળ મારો એકલાનો જ પરમેશ્વર છે, એમ આપ માનો છો ? જગતનાં સર્વ પ્રાણીમાત્રનો તેજ એક પરમ ઈશ્વર છે. આપને પણ તેજ ઈશ્વર છે. ધાતા કહે, વિધાતા કહે, ગમે તે કહે; તે સર્વ એક માત્ર તે જ પરમેશ્વરમાં આવી જાય છે. પિતાછ ક્રોધ કરશે નહિ. પ્રસન્ન થાઓ!
હિરણ્યકશિપુએ કહ્યું : “કઈ પાપાત્માએજ આ બેવકા બાળકના હદયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રવેશ કર્યાં ઢાય તેમ જણાય છે. '
પ્રહાદે ઉત્તર આપ્યા કે:- “ નહિ પિતાજી ! આપ ભૂલા છે. તે કેવળ મારા એકલાનાજ હૃદયમાં વસતા નથી, પરંતુ તે સ લેાકમાં વ્યાપી રહ્યો છે. તેજ એક સર્વાંના સ્વામી સમાન વિષ્ણુભગવાને મને, આપને તથા સર્વાંને સ કર્માંમાં નિયુક્ત કરી દીધા છે.’
ધમ તત્ત્વ
હવે પેલું ભગવાકય યાદ કર *ચત્તારમાં દૃઢનિશ્ચય:ા એમાં ભકતને દૃઢ નિશ્ચયવાળા શામાટે જણાવવામાં આવ્યા તેના ભેદ અહીં સ્પષ્ટ થાય છે. દૂર્વામમોઢળમુખો ચ: સ ચ મે પ્રિય:” એ વાકયનું પણ સ્મરણ કર. ભક્તાત્મા ભયથી નિરંતર મુકત હાવા જોઇએ એમ શામાટે કહેવુ પડયું. તે અર્થ પ્રહાદના ઉકત જીવનપરથી સમજાયાને ? ભયથી મુકત, તથા દૃઢ નિશ્ચયવાળા ભકત કવા હાય વિષે શુ હવે વિશેષ કહેવાતી જરૂર રહી છે? મર્પિતમનો વ્રુદ્ધિ: એટલે શુ તે પણ સમાઇ ગયું તે? એક ભકતાત્માનાં યથા લક્ષણા આ પ્રમાણે પ્રહાદચરત્રમાં જવલતપણે પ્રકાશી રહ્યાં છે, એમ કહેવાની જરૂર નથી.
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને તિરસ્કાર કર્યો અને તેને ત્યાંથી હાંકી હાડયા. પ્ર હાદ પુનઃ ગુરુગૃહે ગયેા. કેટલાક સમય વીત્યા બાદ પુનઃ તેના અભ્યાસની પરીક્ષા કરવા પિતાએ તેને સભામાં ખેલાવી મંગાવ્યેા. પ્ર‚ાદે પ્રથમ પ્રશ્નનાજ ઉત્તરમાં પુનરિપ પેાતાના પુરાણા નિશ્ચય તેટલીજ પ્રળતાથી પ્રકટ કર્યો, અને તે નિશ્ચય બીજો કાંઇજ નહિ, પણ આપણે સૈા કાઇ જાણીએ છીએ તેજ એટલે કેઃ-જાળ सकलस्यास्य स नो विष्णुः प्रसीदतु ।
((
પ્રટ્ઠાદને મારી નાંખવાના હિરણ્યકશિપુએ હુકમ ફરમાવ્યા. સેંકડા અને હજારા દૈત્યો તેને કચડી નાખવા એકત્ર થયા; પરંતુ પ્રહ્લાદ ધાર્પિતમનોવ્રુદ્ધિઃ ''અર્થાત્ પોતાનું સર્વસ્વ જેણે ઇશ્વરનેજ સર્પિત કર્યુ છે તે પ્રહ્લાદ–દઢ નિશ્ચયવાળા પ્રહાદ—ગંભીરતાપૂર્વક યાંના ત્યાંજ સ્થિર થઈને ઉભા રહ્યો અને કહ્યું કે તમારાં શસ્રોમાં પણ તેજ વિષ્ણુ ભગવાનના નિવાસ છે, અને મારામાં પશુ તેજ ભગવાન વિરાજી રહ્યા છે. તમારાં અસ્ત્ર-શસ્ત્રો મને કશી હાનિ કરવાને સમ નથી. ” દૃઢ નિશ્ચય તે એનું જ નામ !
શિષ્ય:—વિષ્ણુપુરાણુ એક પ્રકારની નવલકથા છે અને તેમાં અસ્ત્ર-શસ્ત્ર વિગેરે પ્રદ્ઘાદને સ્પર્શી શકયાં નહિ એવી વાત આવે છે, એ વૃત્તાંત હું સારી રીતે જાણું છું; પરંતુ નવલકથામાં જે વાત સારી લાગતી હાય તે વ્યવહારમાં પણ યથારૂપે * લસ્તુઇઃ સતત ચોળો યતાત્મા દૃઢનિશ્ચય:। मय्यर्पितमनोबुद्धियो मद्भक्तः स मे प्रियः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મે-ઈશ્વરભક્તિ-વિષ્ણુપુરાણુ
બની શકે એમ હું માની શકતા નથી. એક મનુષ્ય ગમે તેટલે ઈશ્વરભકત હોય તેપણ કુદરતી નિયમો તેની પાસે નિષ્ફળ હોય એમ માનવું યોગ્ય નથી. પરમ ભકત પુરજને પણ જે એક તલવારને ઘા લાગે તે રુધિર નીકળવું જોઈએ.
ગુરુ:–અર્થાત તું “મીરેકલને” (અદભૂત વ્યાપારને) માનતા નથી, એજ વાત તારે કહેવાની છેને? વિષ્ણુપુરાણુવાળી ઘટના બહુ પુરાતન છે. ઈશ્વરની શક્તિને તું જેવી સીમાબહં માને છે તેવી હું માની શકતો નથી. વિષ્ણુપુરાણમાં પ્રહાદની જેવી રીતે રક્ષા થયાનું જણાવવામાં આવ્યું છે, તેવી રીતની રક્ષા આજકાલ આપણું દષ્ટિ સન્મુખ કોઇની થતી નથી, એટલું જ નહિ પણ એવી રક્ષા એકમાત્ર નવલકથામાં જ શોભા પામે એ વાતનો હું સ્વીકાર કરું છું, પરંતુ ઈશ્વરકૃપાના પ્રતાપે કોઈ એક ખાસ કુદરતી નિયમઠારા બીજા કુદરતી નિયમોમાં ફેરફાર ન જ થઈ શકે એમ તે તારાથી કહી શકાય નહિ. એકાદ અસ્ત્રના આઘાતથી પરમ ભક્તના શરીરમાંથી ધિર વહેવા લાગે એ ખરું, પણ ભક્તપુરુષ ઈશ્વરકૃપાપ્રતાપે પિતાની શક્તિ તથા બુદ્ધિને એ સરસ ઉપયોગ કરે કે અસ્ત્રના આઘાત પણ નિષ્ફળ થાય, તે તે શું બનવાગ્ય નથી ? ભક્તાત્મા ખાસ કરીને “ દક્ષ ” પુરુષ હોવો જોઈએ એ વાત હું તને સૌ પ્રથમ જ કહી ગયો છું. જે પુરુષ દક્ષ હોય તેની સર્વ પ્રકારની વૃત્તિઓ સંપૂર્ણ અનુશીલિત થઈ હોય છે, અને તેથી તે અતિશય કાર્યક્ષમ હોય છે. તે ઉપરાંત તેના ઉપર ઈશ્વરને પણ સંપૂર્ણ અનુગ્રહ હોય છે. ઈશ્વરાનુગ્રહ હોય તો ગમે તેવા દુઃખના પ્રસંગોમાં પણ મનુષ્ય કુદરતી ઉપાયો વડેજ પિતાની આત્મરક્ષા કરી શકે એમાં તને અસંભવિતતા જેવું શું જણાય છે ? પણ તે વાતને હમણું જવા દે. અત્યારે એ વાતને ચર્ચવાની કોઈ જરૂર નથી; કારણ કે હું અત્યારે ભક્તિનું સ્વરૂપ સમજાવવા માગું છું. ભક્ત ઈશ્વરાનુગ્રહ કેવી રીતે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે કે નહિ તેવિશે અત્રે બેલવા માગતા નથી. ભક્તાત્માએ કાઈ પણ પ્રકારના ફળની કામના રાખવી ન જોઈએ, કારણ કે કામનાયુક્ત ભક્તિને નિકામ ભક્તિ કહેવાય નહિ. શિખ્ય–પરંતુ પ્રહાદે તો તે સમયે પિતાની રક્ષા થાય એવી કામના રાખેલી
ગુરુ નહિ. તેણે એવી લેશમાત્ર ઇચછા રાખી નહતી. માત્ર એ દઢ સંકહિપ તેણે કર્યો હતો કે જે મારા આરાધ્ય વિષ્ણુભગવાન મારા પોતાનામાં વાસ કરી રહ્યા છે તો પછી તેઓ આ અસ્ત્રમાં પણ હોવા જ જોઈએ. એથી કરીને આ અસ્ત્ર વિગેરે મને કશી હાનિ કરવાને સમર્થ નથી. તેનો આ પ્રકારનો દઢ નિશ્ચય ધીમે ધીમે અધિક સ્પષ્ટ અને બળવત્તર થતો ગયો છે, એજ એક વાત મારે ભાર મૂકીને કહેવાની છે.
હવે મૂળ કથા ઉપર આવીએ. અસ્ત્ર-શસ્ત્રના આઘાતથી પણ જ્યારે પ્રહાદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ધમતત્ત્વ
-
-
-
-
શરીરને કાંઈ ક્ષતિ ન થઈ ત્યારે હિરણ્યકશિપુએ અલ્હાદને કહ્યું કે-“અરે દુર્બદ્ધિ! હજી પણ શત્રુની સ્તુતિ કરવી ત્યજી દે. મૂર્ખાઈની પણ હદ હોય છે. જે મારા શત્રુ નાં ગુણગાન કરવાં ત્યજી દે તે હું તારા સર્વ અપરાધોની ક્ષમા આપવા તૈયાર છું.”
ક્ષમાની વાર્તા સાંભળી પ્રહાદ બોલી ઉઠે કે –“ જેઓ સર્વના ભયને હરવાને સમર્થ છે, જેઓનું સ્મરણમાત્ર કરવાથી જન્મ-જરા-મૃત્યુના ભયો નાશ પામે છે, તે અનંત ઈશ્વરને હદયમાં સ્થાન આપ્યા પછી મને કોઈ જાતનો ભવ્ય લાગતો નથી– નિર્ભય-નિડર છું.” | ગીતાની “મણે :” વાળી વાણી યાદ કર. ત્યાર પછી હિરણ્ડશિપુએ તેના ઉપર સર્પે છેડી મૂકાવ્યા પરંતુ સર્પદંશથી પ્રહાદ મૃત્યુ પામે નહિ. આ વાત ઉપર તને શ્રદ્ધા ઉપજતી ન હોય તે મને તેથી કશી હાનિ નથી, પરંતુ પુરાણકારને આ સર્પદંશવાની વિગત શામાટે લખવી પડી તેને આપણે વિચાર કરવા જોઈએ:
सत्त्वासक्तमतिः कृष्णे दश्यमानो महोरगैः।
न विवेदात्मनो गात्रं तत् स्मृत्याल्हादसंस्थितः॥ તે સમયે પ્રહાદનું મન કૃષ્ણમાં એટલું બધું આસક્ત હતું કે અનેક મહા ભયંકર સર્પોએ તેને ડંસ માર્યા તથાપિ કૃષ્ણ-સ્મરણના આનંદમાં તેને તેની કશી. વ્યથા જણાઈ નહિ. આ ભક્તિપૂર્ણ આનંદ, નિર્મળ આહંદ, હૃદયમાં જાગૃત થાય છે ત્યારે સુખ-દુઃખમાં કાંઈ ભેદ જણાતો નથી. પેલું ભગવદ્દવાય પુનઃ મૃતિમાં લાવઃ-“રમાણ ક્ષમી.” ક્ષમી એટલે શું એ વાત હું હવે પછી કહીશ. હાલ તુર્તા તો “ સમવસુવ: ” એ કથનનું રહસ્ય સમજી લે,
શિષ્ય:-સમજ્યો. ભક્તાત્માના મનમાં રાત્રિદિન એક એવું મહાન સુખ રહ્યા કરે છે કે જેથી અન્ય પ્રકારનાં સુખ-દુઃખને તે ગણતરીમાં લેખ નથી. | ગુસ-હા. સર્પદંશથી પણ જ્યારે પ્રહાદનું મૃત્યુ ન થયું, ત્યારે હિરણ્યકશિપુએ તેના પર મદોન્મત્ત હરિતઓને છોડી મૂકાવ્યા. હસ્તિઓના દાંત ભાંગી ગયા, પણ પ્રહાદને કશી હાનિ થઈ નહિ. તે પ્રસંગે પ્રલ્હાદ પોતાના પિતાને શું કહે છે તે એક વખત સાંભળી લે
दन्ता गजानां कुलिशाग्रनिष्ठुराः शीर्णायदेते न बलं ममैतत् । महाविपत् पापविनाशनोऽयम् जनार्दनानुस्मरणानुभावः ॥ અર્થાત –વજના અગ્રભાગ જેવા કઠિન ગજદ ભાંગીને તૂટી પડયા એ કાંઈ મારા બળથી થયું નથી. જેઓ મહા વિપદ્ અને મહાપાપથી રક્ષણ કરવાને સમર્થ છે તે એક જનાર્દન પ્રભુના સ્મરણનાજ પ્રતાપે તેમ બન્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મે-ઈશ્વરભક્તિ-વિષ્ણુ પુરાણ
૧૨૩
<<
33
પુનઃ પેલું' ભગવાકય યાદ કર. निर्ममो निरहंकार: + ઇત્યાદિ ભગવધુક્તિમાં જે નિરહંકાર શબ્દ વાપરવામાં આવ્યે છે તે આવા સ્થળે સાક ચાય છે. ભક્તાત્મા આ વાત બહુ સારી સમજે છે કે વિશ્વમાં જે કાંઈ બને છે તે કેવળ પરમાત્માની ઇચ્છાથીજ અને છે, અને તેથી તે ભકત પુરુષ હંમેશાં અહંકાર રહિત રહે છે.
હસ્તિઓ પણ પ્રહ્લાદના અર્જીંગને કશી હાનિ કરી ન શકયા, ત્યારે હિરણ્યકશિપુએ તેને આગમાં ખાળીને ભસ્મ કરવાના હુકમ કર્યો. પ્રહ્લાદને ધગધગતા અગ્નિમાં નાખવામાં આવ્યા, પરંતુ ત્યાંથી પશુ તે જેવાને તેવાજ બહાર નીકળ્યો. ભક્તાત્મા ટાઢ-તડકામાં તથા સુખ-દુઃખમાં સમાનભાવવાળા હાય છે, એ વાત મગાઉ કહી ચૂકયા છુ. પ્રહ્લાદને તે અગ્નિકુંડ પણ કમળપત્રના જેવા શીતળ જાય. ત્યારબાદ દૈત્યપુરાહિત ભાગાએ દૈત્યપતિને જણાવ્યુ` કે: આપ ક્રોધને શાંત કરી પ્રહ્વાદને અમારે હવાલે કરી દો. અમારી પાસે રહ્યા પછી પણ જો તે-વિષ્ણુભક્તિના પરિત્યાગ નહિ કરે તે। અમે અમારા જાદુબળથી તેના વધ કરી નાખીશું. અમારા રાક્ષસી પ્રયત્ના કદાપિ નિષ્ફળ થતા નથી. ’
te
દૈત્યેશ્વર આ પ્રસ્તાવને સમ્મત થયેા, ભાગવા પ્રહ્લાદને પેાતાની સાથે લઇ ગયા અને દૈત્યપુત્રા જ્યાં ભણુતા હતા ત્યાં પ્રશ્વાદને પણ ભગુવા બેસવાનુ કહ્યુ. પ્રહ્લાદ
આ દૈત્યશાળામાં મેઠા તા ખરા, પણ ત્યાંયે એક જૂદા વર્ગ ખાલી, દૈત્યપુત્રાને એકત્રિત કરી, તેમને વિષ્ણુભક્તસ ંબધી ઉપદેશ આપવા માંડી ગયેા. પ્રહ્લાદની વિષ્ણુભક્ત એ માત્ર તેનું પરહિતવ્રત હતું એમ કહીએ તાપણુ ચાલેઃ विस्तारः सर्वभूतस्य विष्णोर्विश्वमिदं जगत् । द्रष्टव्यमात्मवत्तस्मादभेदेन विचक्षणैः ॥
सर्वत्र दैत्याः समतामुपेत्य समत्वमाराधनमच्युतस्य ॥ અર્થાત્ આ સમગ્ર જગત્ એ સર્વ ભૂતસ્વરૂપ વિષ્ણુના વિસ્તારમાત્ર છે. એટલા માટે વિચક્ષણુ વ્યક્તિએ સને પેાતાની સાથે અભેદભાવવાળા માનવા જોઈએ. × ××× હૈ દૈત્યગણુ ! તમે સર્વાંત્ર સમાન બુદ્ધિ રાખતા જાએ. આવું સમાનવ–એટલે કે—સ ભૂતમાત્રને પેાતાના આત્મવત્ લેખવા–એજ ઈશ્વરની આરાધના–પ્રભુની ભકિત છે.
પ્રલ્હાદના પોતાના શબ્દો ખાસ કરીને વિષ્ણુપુરાણુાંથી વાંચી લેવાની હું તને ભલામણુ કરૂં છું. નમુનાતરીકે અહિ એક-એ લૈકા આપ્યાવિના રહી શકતા નથીઃअथ भद्राणि भूतानि हीन शक्तिरहं परम् । मुदं तथापि कुर्वीत हानिद्वेषफलम् यतः ॥
+“ નિર્મમો નિહંજારઃ ભ્રમવું:પુલઃ ક્ષમાં 1’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
મતત્ત્વ
बद्धवैराणि भूतानि द्वेषं कुर्वन्ति चेत्ततः । शोच्यान्योऽतिमोहेन व्याप्तानीति मनीषिणाः ॥
અર્થાત્--જેથી કરીને આપણે શકિતરહિત બનતા હાઇએ, પરંતુ ખીજાતું મંગળ થતું હાય તા તેથી આપણે આન ંદિત થવું જોઇએ. કાઈના પ્રત્યે કદાપિ દ્વેષભાવ રાખવા નહિ; કારણ કે દ્વેષ એ અનિષ્ટનું મૂળ છે. જે પેાતાના શત્રુએ પ્રત્યે દ્વેષ રાખે છે તે મેહથી વ્યાપ્ત થઇ ગયેલા ાય છે, એમ ધારી નાની પુરુષો તે માટે દુ:ખી થાય છે.
હવે પેલું ભગત્ર વચન યાદ કર. ભકતાત્માનાં લક્ષણા ગણાવતાં પ્રભુ ાતેજ હે છે કે:
૧૧૪
यस्मान्न द्विजते लोको लोकान्नेोद्विजते च यः ।
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ॥
""
ન દ્રષ્ટિ ” શબ્દ ઉપર વિચાર કરી જો, ઉકત ભગવાયસબંધે પુરાણકાર આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે;
પ્રહ્લાદ વિષ્ણુભકિતના ઉપદ્રવ પુન: ચાલુ કર્યાં છે એમ હિરણ્યકશિપુના જાણુવામાં આવતાં તેણે તેને ઝેર આપવાના હુકમ ફરમાવ્યો. વિષયપાનથી પશુ પ્રહાદ મૃત્યુ પામ્યા નહિ. ત્યાર ખાદ દૈત્યેશ્વરે પેાતાના પુરાહિતાને મેલાવી કાઇ પણ મંત્ર-તંત્ર કે જાદુપ્રયાગથી પ્રહ્લાદને મારી નાખવાની આજ્ઞા કરી. તે પુરાહિતા પ્રહાદને પેાતાની સાથે લઇ ગયા અને એકાંતમાં કેટલાક ઉપદેશ આપ્યા. તેઓએ પ્રહ્લાદને કહ્યું કે; “ તારા પિતા પેાતે જગા ઈશ્વર છે, તા પછી અનંત પરમાત્મા જેવાખાનાં ગુણુગાન કરવાથી તારૂં શું કલ્યાણ થવાનું હતું? ” પ્રહ્લાદના વિચારામાં કે વિશ્વાસમાં એથી પણુ લેશમાત્ર ક્રૂરક ન પડયા. મતલખ કે પ્રક્ષ્ાદ
,,
* સ્થિરમતિ ” જ રહ્યો, અને પુરાહિતાના ઉપલા શબ્દો સાંભળીને માત્ર હસ્યા. છેવટે દૈત્યપુરાહિતાએ અભિચાર ક્રિયા અજમાવવાના આરંભ કર્યાં. અગ્નિમય સ્વરૂપવાળી અભિચાર-ક્રિયાએ પ્રહ્લાદના હૃદયમાં ત્રિશૂળ માર્યું, છતાં પ્રહાદને તેથી કશી હાનિ થઇ નહિ, ક્ષટું ત્રિશૂળ ભાગીને ચૂરેચૂરા થઈ ગયું. ત્યાર પછી તે મૂર્તિમાન અભિચારી ક્રિયાને પેાતાનેજ નિર્દોષ પ્રહાદ પ્રતિ પ્રેરવામાં આવી. તેના બદલે લેવા ક્રોધાવેશમાં અભિયાર ક્રિયા કરનારા દૈત્યપુરાહિતા તરફ્ પાછી ફરી અને તેમના પોતાનેાજ ધ્વંસ કરવા લાગી. આ દેખાવ જોઇ પ્રહાદ કરુણ સ્વરે પ્રાના કરવા લાગ્યો કે: “ હે કૃષ્ણ ! હું અનંત ! આ જીવાની રક્ષા કરા ! ” એટલી પ્રાર્થના કરીને શાંત બેસી ન રહેતાં તે પે.તે દૈત્યપુરાહિતાને બચાવવા આગળ દાડયા અને પરમાત્માને સમાધીને કહેવા લાગ્યા કેઃ “ હું સર્વ વ્યાપિન, હૈ જગત* अनिकेतः स्थिरमतिभक्तिमान् मे प्रियो नरः ।
(6
66
એમાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ
૧૨૫
સ્વરૂપ! હે જગત કર્તા ! હે જનાર્દન ! આ બ્રાહ્મણોને આવા અસહ્ય દુ:ખમાંથી મુકત કરો. સકળ ભૂતમાત્રમાં આપજ એક સર્વત્ર વ્યાપક છે એવી મારી દઢ માન્યતા હોવાથી એ બ્રાહ્મણે મારા શત્રુ બનીને મને મારવા આવ્યા હતા, પરંતુ તેમને હું શત્રુરૂપે માની શક્યો નથી. તેમની રક્ષા કરે ! જેઓ મને વિષપાન કરાવવા માગતા હતા, જેઓ મને હાથી નીચે ચગદી નાખવા માગતા હતા, અને જેઓ મને બાળીને ભસ્મ કરવા ચાહતા હતા, તેઓ પણ મારા મિત્રો જ છે ! તેઓ પ્રત્યે જે મને અત્યારપત દેષભાવ ઉત્પન્ન થયો ન હોય અને મારે મૈિત્રીભાવ આદિથી અંતપર્યત જેને તેજ જળવાઈ રહ્યો હોય તો હે પ્રભો ! મારા એ સત્યના બળથી એ બ્રાહ્મણોને ઉદ્ધાર કરે.” તે પછી ઇશ્વરકૃપાથી બ્રાહ્મણો જીવતા થયા અને પ્રલ્હાદને આશીર્વાદ આપી પિતાના ગૃહ તરફ વિદાય થયા.
આવી ઉદારકથા બીજી કોઈ ધર્મ સાહિત્યમાં મળવી અશક્ય છે. આ ઉન્નત ભકિતવાદ આર્યધર્મ સિવાય બીજો કોઈ પણ સ્થળે તું બતાવી શકશે ? આવા ઉન્નત ધર્મને અન્ય કોઈ પણ દેશમાં કોઈ પણ કાળે પ્રચાર થયે હેય, એમ હજી સુધી મારા જાણવામાં નથી.
શિષ્ય –આપનું કહેવું યથાર્થ છે. રવધર્મના પ્રત્યેનો ત્યાગ કરીને સે પહેલાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવાથી અમારું વિશેષ અનિષ્ટ થયું છે, એ વાતને હું સ્વીકાર કરું છું. * ગુર:–ભગવદ્દગીતામાં જે ભતાત્માને ક્ષમાશીલ-તેમજ-શત્રુમિત્રમાં તુલ્ય જ્ઞાની જણાવવામાં આવ્યા છે તે ભકતાત્મા વસ્તુત: કેવા પ્રકારનો હો જોઈએ, તેને તને કાંઈક ખ્યાલ આવી ગયો હશે.
હિરણ્યકશિપુ પિતાના પુત્રનો આ અપૂર્વ પ્રભાવ જોઇને બહુજ ચકિત થયે, અને તેણે પ્રહાદને પૂછયું કેઃ “ તારામાં આ પ્રભાવ કેવી રીતે આવી શકો?” તેના ઉત્તરમાં મલ્હાદે જણાવ્યું કે:-“જેઓના હૃદયમાં અમ્યુત હરિ વિશેષરૂપે અવસ્થાન કરે છે તેમનામાં સ્વાભાવિકરીતે જ એવા પ્રભાવને પ્રવેશ થાય છે. જે મનુષ્ય બીજાનું અનિષ્ટ કરવાને સ્વપ્ન પણ વિચાર કરતો નથી, તેનું કદાપિ કોઈ
* સુપ્રસિદ્ધ વિદ્વાન બાબુ પ્રતાપચંદ્ર મજુમદાર પિતાના “ઓરિયેન્ટલ કાઈટ” નામના ઉત્કૃષ્ટ ગ્રન્થમાં એવા ભાવનું લખે છે કેઃ “ જેઓ પોતાના પ્રાણ લેવા માગતા હતા, તેઓ પ્રત્યે દયા કરી ઇસુ ખ્રિસ્તે પ્રભુને પ્રાર્થના કરી કે: “ પિતા ! તેઓને ક્ષમા આપે; કારણ કે તેઓ પોતે શું કરે છે, તેનું તેમને પોતાને ભાન નથી. આવી આદર્શ મા બીજી કયી હેઈ શકે?”પરંતુ ઇસુ ખ્રિસ્તની દયા કરતાં પ્રલ્હાદની દયા કેટલી બધી ઉચ્ચ આદર્શ સ્વરૂપ છે, તેને તેલ ઉપલા જીવન-ચરિત્ર ઉપરથી વાચકોએ કરી લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
અનિષ્ટ કરી શકતું નથી; કારણ કે ત્યાં મૂળ કારણને જ અભાવ હોય છે. જે મનુષ્ય પોતાનાં કર્મોદ્વારા, અથવા તો મન કે વાણકારા બીજાને પીડા આપે છે તે મનુષ્ય હાથે કરીને પિતાનાજ વિનાશનાં બીજ વાવે છે, એમ સમજવું.”
જે કેશવ મારામાં વ્યાપ્ત છે તેજ કેશવ સર્વ ભૂતમાત્રમાં રહેલો છે, એમ માની હું કોઈનું બુરું ઇચ્છતો નથી, તેમજ કેાઈનું અનિષ્ટ કરતો નથી. પ્રત્યેક પ્રાણુનું કલ્યાણ કેવી રીતે થાય તે જ સંબંધી વિચારે હું રાત્રીદિન સેવ્યા કરું છું. તે પછી કોઈ પણ શક્તિ મારૂં શારીરિક કે માનસિક અથવા ભૌતિક કે દૈવી અશુભ કેવી રીતે કરી શકે ? પરમાત્મા સર્વમય છે, એમ માની ભૂતમાત્રની અવ્યભિચારિણું ભક્તિ કરવી તે પંડિતનું કર્તવ્ય છે.
આથી અધિક ઉન્નત ઉપદેશ બીજે ક્યો હોઈ શકે ? આપણું વિદ્યાલયોમાં કિંવા લેજોમાં આવા ઉપદેશનાં મૂળતર પણ સમજાવવામાં આવતા નથી. આપણું ઉદાર ધર્મકથાઓને ત્યજી દઈ મેકૅલેકૃત વૅન હેસ્ટીંગ્સ કે લૈર્ડ કલાઈવના પપપૂર્ણ ઉપન્યાસેજ આપણું સન્મુખ ધરવામાં આવે છે, અને જાણે કે એ ઉપન્યાસેજ આપણુમાં ઉચ્ચ સંસ્કારો પ્રેરી શકે છે, એમ માની આપણું શિક્ષકે અભિમાન લે છે, એ કેટલું બધું શોચનીય છે ?
પ્રહાદના ઉપલા શબ્દો સાંભળી દૈત્યપતિ અત્યંત ક્રાદ્ધ થયો અને તેણે પ્રહાદને અગાસીએથી નાખી દઈને મારી નાખવાનો આદેશ કર્યો; એટલું જ નહિ પણ વાયુઠારા, માયાદ્વારા તથા બીજા અનેક ઉપાયો દ્વારા તેનો જીવ લેવાને હિરણ્યકશિપુએ પ્રયત્ન કરી જેપરંતુ પ્રહાદને કશી હાનિ થઈ નહિ. દૈત્યપતિએ વિચાર કર્યો કે જે પુનઃ પ્રલ્હાદને વિદ્યાલયમાં મોકલી તેના હૃદય ઉપર અન્ય પ્રકારના સંસ્કારોની છાપ પાડવામાં આવે તો તે કદાચિત સુધરી શકે. બાકી આવી શિક્ષાઓથી તેને કાંઈ અસર થાય તેમ લાગતું નથી. છેવટે તેને નીતિશિક્ષણ આપવા પુનઃ ગુરુ-ગૃહે મેકલવામાં આવ્યો. નીતિનું શિક્ષણ સંપૂર્ણ થયું એટલે દૈત્યગુરુ પિતે પ્રહાદને સાથે લઈ દૈયેશ્વરની પાસે આવ્યા. દૈત્યેશ્વરે અલ્હાદની પરીક્ષા કરવા પ્રશ્ન કર્યો કે:
હે અલ્હાદ ! મિત્રો તથા શત્રુઓ પ્રત્યે રાજાઓએ કેવા પ્રકારનો વ્યવહાર કરે જોઈએ ? યુદ્ધક્ષેત્રમાં રાજઓએ કેવી રીતે વર્તવું ઉચિત છે? પિતાના પ્રધાન મંત્રીઓ તથા અમાત્યોપ્રત્યે કુશળ રાજાઓએ કેવા પ્રકારનું વર્તન રાખવું જોઈએ ? ચેર, આરપીઓ, ગુન્હેગારો તથા રાજ્યના શત્રુઓ પ્રતિ રાજાએ કેવી દૃષ્ટિથી જેવું જોઈએ ? સંધિ સમયે, વિગ્રહ સમયે તેમજ રાજ્યના રિપુઓના દમન સમયે રાજનું શું કર્તવ્ય છે ? મારા આ પ્રશ્નોના ઉત્તરો સાપ ?”
પ્રહાદે સૌ પ્રથમ પિતૃદેવને પ્રણામ કર્યા અને કહ્યું કે: “ ગુરુદેવે મને એ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૯ મો-ઇશ્વરભક્તિ-વિષ્ણુપુરાણ
૧૨૭
પ્રશ્નોના ઉત્તરે શીખવ્યા છે, અને હું તે શીખ્યો પણ છું–પરંતુ તેમણે શીખવેલી રાજનીતિ અને સંતોષપ્રદ જણાઈ નથી. શત્રુઓ તથા મિત્રો પ્રત્યે પ્રસંગોપાત સામદિામદંડ-ભેદ વિગેરે ઉપાયો અજમાવવા એમ મને કહેવામાં આવ્યું છે, પરંતુ, 'પિતાજી ! મારાથી જે કાંઈ અપરાધ કે અવિનય થતો હોય તો તેની ક્ષમા યાચીને મારે કહેવું જોઈએ કે હું તે શત્રુઓ અથવા મિત્રોમાં કશો ભિન્નભાવજ નિહાળી શક્તો નથી–મારી દષ્ટિએ તો ઉભય એકસમાન છે. મને કાંઇ કરવાપણું હોય એમજ હું તે માની શકતું નથી, અને તેથી રાજનીતિ જેવાં સાધનોની મને સહાય લેવાની જરૂર પડે એમ માનતો નથી. જે જગન્મય જગનાથ પરમાત્મા ગેવિન્દ પિતેજ સર્વભૂતોના અંતઃકરણમાં નિવાસ કરીને રહેલા છે તો પછી શત્રુ-મિત્ર જેવા ભેદ પાડવા એ એક જાતની મૂર્ખતા નહિ તે બીજું શું છે ? આપનામાં જે ભગવાન વ્યાપ્ત છે તેજ વિભૂતિ મારામાં અને સર્વ પ્રાણીમાત્રમાં વ્યાપ્ત છે. વસ્તુતઃ શત્રુ અથવા મિત્ર એવા ભેદો આપણે શા માટે પષવા, તેજ હું તે સમજી શકતા નથી, અને એથી કરીને દુષ્ટ વિધિ-વિધાનવાળી નીતિશિક્ષા મને લેશ માત્ર આવશ્યક નથી.” | હિરણ્યકશિપુની ક્રોધવાળા નખથી શિખાપર્યત ભભૂકી નીકળી. તેણે એકદમ ઉભા થઈ પ્રહાદની છાતીમાં લાત મારી અને પોતાના અનુચરોને ફરમાવ્યું “જાઓ, આ દુષ્ટને નાગપાશથી બાંધી સમુદ્રમાં ફેંકી દ્યો. ” અનુયરોએ તુરતજ દૈત્યપતિની આજ્ઞાનું પાલન કર્યું અને પ્રલ્હાદને નાગપાશથી બદ્ધ કરી, સમુદ્રમાં ફેંકી તેના ઉપર પત્થરો દાબી દીધા. તે વખતે પ્રહાદ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. કારણ કે અંતિમકાળે ઈશ્વરસ્તુતિ કરવી એ પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે. અલ્હાદે આવા કષ્ટના સમયમાં પણ પોતાની આત્મરક્ષા કરવા પ્રભુને પ્રાર્થના કરી નહિ. ઈશ્વરમાં તલ્લીન થવું એજ આપણું કર્તવ્ય છે, એમ માની તે ધ્યાન કરે કરતો ઈશ્વરસ્તુતિમાં એકાગ્ર થઈ ગયો. આ દૃષ્ટિએ જોઈએ તે પ્રહાદ એક યોગી હતે, એમ કહીએ તોપણ કાંઈ દોષ નથી. x અંતે તેનાં બંધનો શિથિલ થઈ ગયાં, સમુદ્રનું પાણી સુકાઈ ગયું, અને તેના શિર ઉપરના પત્થરે એક બાજુ ખસી ગયા. પ્રહાદ વિષ્ણસ્તવન કરતે કરતે ત્યાંથી ઉભો થયો. આ સર્વ સમયે પ્રહાદ જે સ્તુતિ કરતો હતો તે તેના પિતાના આત્મરક્ષણ અર્થે કરતો હતો તેમ માનવાનું એક કારણ આપણને મળી આવતું નથી. નિષ્કામપણે ઇશ્વરનું ભજન કરવું તે પ્રત્યેકનું કર્તવ્ય છે, એ વાત તે પિતે બહુ સારી રીતે સમજ હતો. વિષ્ણુ પરમાત્માએ તેને આખરે પિતાનાં દર્શન આપી કૃતાર્થ કર્યો. પરમાત્માએ તેના ઉપર પ્રસન્ન થઈ વર માગવાને આદેશ કર્યો. પ્રહાદ હમેશાં સંતુષ્ટજ હતા,
x संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધર્મતત્વ તેથી તેને કાંઈ માગવાપણું હતું જ નહિ. છતાં પ્રભુની આજ્ઞાને માન આપી અલ્લાદે એટલી જ યાચના કરી કે –“ જે હજારો નિઓમાં મારે પરિભ્રમણ કરવું પડે તે સર્વ જન્મમાં આપના પ્રત્યેની મારી ભક્તિ અચળ રહે એવી મને આશિષ આપો. ” ભક્તાત્મા ભક્તિ સિવાય બીજા કોઈ પણ વસ્તુની કામના કરતો નથી.
ભગવાને કહ્યું: “ જે વસ્તુ તારામાં છે, તે તે સર્વદા રહેવાની જ છે. તો પછી ભક્તિ સિવાય બીજી કોઈ વસ્તુની માગણી કર.”
પ્રમ્હારે બીજી વાર પ્રાર્થના કરી કે –“ હું આપની ભક્તિ કરું છું તેથી મારા પિતાએ ઠેષ અને ક્રોધથી જે પાપને ભાર સંચિત કર્યો છે, તે પાપભર તેમના શિથિી દૂર થાય, એવી કૃપા કરો.” - ભગવાને તે યાચનાનો સ્વીકાર કર્યો, અને તૃતીય વર માટે પ્રાર્થના કરવાનો આદેશ કર્યો, પરંતુ નિષ્કામ પ્રહાદ માટે તૃતીય પ્રાર્થના કરવા જેવી કે પણ વસ્તુ જગતમાં નહોતી; કારણ કે તે સ મપરિત્યા-હર્ષ-શોક-વ-તથા રાગથી સંપૂર્ણ મુક્ત હતા, એટલું જ નહિ પણ માસુમપરિત્યા x પણ હતા. છેવટે તેણે પ્રભુની પાસે એવી યાચના કરી કેઃ “ પ્રભુ, આપના પ્રત્યેની મારી ભક્તિ સર્વદા અવ્યભિચારિણી રહે એ આશીર્વાદ આપે.”
x सर्वारभपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति,
शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः॥ શ્રીવિષ્ણુ ભગવાન છેવટનો વર પ્રદાન કરી ત્યાંથી અંતહિત થયા. ત્યાર પછી હિરણ્યકશિપુએ પણ પ્રહાદ ઉપર અત્યાચાર કરવો ત્યજી દીધો.
શિષ્ય –હું ધારું છું કે ત્રાજવાના એક પલ્લામાં વેદ, બાઈબલ, કુરાન તથા જગતનાં સર્વ ધર્મશાસ્ત્રને મૂકીએ અને બીજા પલામાં જે પ્રહાદચરિત્ર મૂકીએ તો એ બેમાં પ્રહાદચરિત્રજ વધી જાય.
ગુર–ખરું છે કે અલ્હાદકથિત આર્ય ધર્મ સકળ ધર્મોમાં એક શ્રેષ્ઠ ધર્મ છે. આર્ય ધર્મ એ સર્વ ધર્મોને એક માત્ર નિષ્કર્ષ (સારાંશ) છે, અને તેથી જ તે સર્વ વિશુદ્ધ ધર્મોમાં વ્યાપ્ત છે. જે ધર્મ જેટલે અંશે વિશુદ્ધ જણાય તેટલે અંશે તે આર્ય ધર્મ છે એમજ આપણે તે સમજવું જોઈએ ક્રિશ્ચીઅન ધર્મ કહે કે બ્રાહ્મણધર્મ કહે કે બીજે ગમે તે ધર્મ કહે, પરંતુ તે સર્વ એક આર્યધર્મમાંજ પરિસમાપ્ત થઈ જાય છે. “ ગડ”ના નામથી ઈશ્વરની પ્રાર્થના કરનાર, “અલ્લાહ” ના નામથી પ્રભુને સંબોધનાર અથવા “બ્રહ્મ” શબ્દથી ઇષ્ટદેવનું આરાધન કરનાર એકમાત્ર જગનાથને જ બેલાવે છે. સર્વ ભૂતના અંતરાત્મા રૂપ જ્ઞાન જેણે જાણ્યું છે, તથા જેણે આનંદમય ચૈતન્યને પામવાને પ્રયત્ન કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૦ મા-ભક્તિનું સાધન
૧૨૯
છે, અથવા તા કરે છે, અને જે સર્વ ભૂતામાં પેાતાના આત્મા જેવી અભેદ બુદ્ધિ રાખે છે, તે પુરુષ ગમે તે દેશમાં જન્મ્યા હાય કે ગમે તે ધર્મ પાળતા ઢાય તા પશુ તે હિંદુ—આ તથા વૈષ્ણુવ છે, એમ કહેવામાં કશી અત્યુક્તિ નથી. જે સહાકલેશ તથા દ્વેષ–પ્રપંચમાં અડ્ડાનિશ તલ્લીન રહેતા હાય, પેાતાના માનવબંધુઓતુજ ગળુ કાપવા તૈયાર હાય અને જનસમાજનું અનિષ્ટ કરવામાં જેમતે લેશ પશુ સકાચ રહેતા ન હેાય, તે ગળામાં સુતરના તાંતણા તથા કંઠમાં રુદ્રાક્ષમાળા રાખવા છતાં પણ હિંદુના નામને યોગ્ય નથી. એકબીજાના દ્વેષ કરનાર તથા માનવત્ર પ્રત્યે ક્રૂરતાથી વનાર મનુષ્યો પ્લેથી પણ અધમ છે, અને તેથી તેઓના સ્પર્શી કરનાર પવિત્ર મનુષ્ય પણ દૂષિત થાય છે.
अध्याय २० मो - भक्तिनुं साधन
શિષ્ય:—હવે મારા પ્રશ્ન માત્ર એટલેજ છે કે આપે ભકિતની જે વ્યાખ્યા કહી તે કિતને મારે સાધનરૂપે માનવી કે સાધ્યરૂપે માનવી ?
ગુરુઃ—ભકિતને સાધનરૂપે તેમજ સાધ્યરૂપે પણ માની શકાય. ભક્તિથી મુતિની પ્રાપ્તિ થાય છે, એટલા માટે ત્યાં ભકિત સાધનરૂપે છે. વળી, કિંત મુકિતપ્રદ હોવા છતાં તે પે!તે મુકિતની કે ખીજી કાઈ પ્રકારની કામના રાખતી નથી, એટલા માટે તે સાધ્ય પણ છે.
શિષ્ય:—ભકિતને જે સાધ્યરૂપે લેખીએ તેા પછી તેનાં સાધના પણ હોવાં જોઇએ. આપે કહી તે અનુશીલનપદ્ધતિને શું તેના સાધનરૂપે માની શકાય ? ઉષાસનાને ભકિતના સાધનરૂપે ધણા કાળથી સ્વીકારવામાં આવી છે, પરંતુ આપે હમણાં જે વ્યાખ્યા કરી બતાવી તેને લક્ષમાં લેતાં ભકિતમાં કર્યાંય ઉપાસનાને સ્થાન હોય તેમ હુ' જોઈ શકયા નથી.
ગુરુભક્તિમાં પણ ઉપાસનાને મેગ્ય સ્થાન છેજ; પરન્તુ ઉપાસના શબ્દ વિવિધ અર્થમાં વપરાતા હોવાથી, અલબત ગેરસમજ ઉત્પન્ન થવાના ભય રહે છે. સકળ ચિત્તવૃતિઓને તેમજ શારીરિક વૃત્તિઓને શ્વરાભિમુખી કરવી તે સિવાય બીજી એકકે ઉત્તમ ઉપામના નથી. તું જ્યાંસુધી તારાં નિત્ય-નૈમિત્તિક કાર્યો કરતાં અંતઃકરણ પૂર્વક પૃશ્વરનું સ્મરણ ન કરે ત્યાંસુધી તારાથી એ ઉપાસના થઈ શકે નહિ.
શિષ્યઃ——તથાપિ હિં દુશાસ્ત્રમાં ભકિતની અનુશીલનપદ્ધતિવિષે જે કાંઇ નિયમે પ્રાધવામાં આવ્યા હાય તેવિષે હું આપની પાસેથી યકિંચિત સાંભળવા ઇચ્છું છું.
પ. ટ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધમતવ
આપે જે વ્યક્તિતત્વ મને સમજાવ્યું તે હિંદુશાસ્ત્રને અનુકૂળ તે છે, પરંતુ વર્તમાન કાળે તેનો પ્રચાર નથી. એટલે કે અત્યારે હિંદુઓમાં ભક્તિભાવ તે છે, પરંતુ તેનું સ્વરૂપ કંઈક જુદા જ પ્રકારનું જણાઈ આવે છે. આજકાલ તે એક પ્રતિમાની સ્થાપના કરી, તેની પાસે બે હાથ જોડી, ગદ્દગદ્દભાવે અશ્રુમેચન કરતાં “હે પ્રભુ ! હે હરિ! હે માતા !” ઈત્યાદિ શબ્દને ઉચ્ચસ્વરે ઉચ્ચાર કરે અને પ્રતિમાનાં ચરણોમાં મસ્તક નમાવી, પ્રતિમાનું ચરણામૃત માથે-મુખ-કાન-નાકે આંખે લગાડી
ગુર–તું જે કાંઈ કહેવા માગે છે તે હું સમજી ગયો છું. પ્રતિમા પાસે એ ભાવ દર્શાવે તે પણ ચિત્તની એક પ્રકારની ઉન્નત અવસ્થા છે. માટે મશ્કરી કરીને તેને ઉડાવી દઈશ નહિ. તારા હકસલી અથવા ટીંડલ કરતાં એવા ભક્તાત્મા પ્રત્યે હું વધારે માનની દૃષ્ટિથી જોઉં છું પરંતુ તેં જે વાત કરી તે ઐણ ભક્તિસંબંધી છે.
શિષ્ય –આપની પ્રથમની વાતો સાંભળવાથી તે મને એમજ લાગ્યું હતું કે આપ એવી ભક્તિને ભક્તિરૂપે જ નહિ સ્વીકારતા હે.
ગુચ–અવશ્ય, એ ભકિતને હું મુખ્ય ભકિતરૂપે સ્વીકારતા નથી, તો પણ તે ગણુ અથવા નિકૃષ્ટ ભક્તિ તો છે જ. આધુનિક હિંદુ શાસ્ત્રોમાં પ્રાયઃ એવી ભકિતને બહુજ અગત્યનું સ્થાન આપી દેવામાં આવ્યું છે, તે પણ મારા લક્ષ બહાર નથી.
શિષ્ય-ગીતા જેવા પ્રાચીન શાસ્ત્રમાં મુખ્ય ભકિતતત્વના સિદ્ધાંત મળી આવવા છતાં આધુનિક શાસ્ત્રોમાં ગણુભક્તિને એટલું બધું મહત્ત્વ શામાટે આપી દેવામાં આવ્યું હશે? | ગુસ–હું ધારું છું કે જ્ઞાનાત્મક અને કર્માત્મક એવી રીતે ભક્તિના બે પ્રકાર છે, તે વાત તું અત્યારે પૂર્વે સમજી ચૂક્યો હઇશ. ભક્તિ ઉભયાત્મક હોવાથી તેના અનુશીલન પ્રસંગે મનુષ્યોએ પિતાની સમસ્ત વૃત્તિઓને ઈશ્વરાભિમુખી કરવી જોઈએ, એ એક સામાન્ય નિયમ છે. અર્થાત સકળ વૃત્તિઓ ઈશ્વરને અર્પણ કરવી એ ભકિતમાર્ગનું પ્રધાન રહસ્ય છે. હવે જે આપણી ભકિત કર્યાત્મિકા હોય, અથવા આપણે આપણું સર્વ કે ઈશ્વરને અર્પણ કરવાનાં હોય તે પછી એ સ્વાભાવિક છે કે આપણે આપણી સમસ્ત કર્મેન્દ્રિય પણ ઈશ્વરને અર્પણ કરી દેવી જોઈએ. અર્થાત હું તને કહી ગયો છું કે જગતમાં જેટલાં કરવા યોગ્ય કર્મો છે, જેટલી ઇશ્વરાનુદિત કર્મો છે, અથવા તે જેટલાં કર્તવ્ય કર્મો છે તે સઘળાં એવાં છે કે તેમાં આપણી શારીરિકવૃત્તિને યોજયા વિના આપણાથી રહી શકાય નહિ, અને શારીરિકવૃત્તિ ઇશ્વરાનુદિત (ઇશ્વરે ગીતાદિ સત શાસ્ત્રધારા અનુમોદન આપેલાં ) કર્મમાં જોડાઈ, એટલે તે શારીરિકવૃત્તિ પણ ઈશ્વરાભિમુખી થઈ, એમજ લેખી શકાય; પરંતુ કેટલાએક શાસ્ત્રકારે આ વાતને જૂદા જ પ્રકારે સમજ્યા છે. તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૦ મે–ભક્તિનુ સાધન
૧૩૧
પેાતાની કર્મેન્દ્રિયા ધ્રુવી રીતે ઇશ્વરને અણુ કરવા માગતા હતા, તેનું ઉ ાહરણ આપવા ભાગવત પુરાણમાંથી અત્રે કેટલાએક શ્લોકા આપુ' છું. ભગવાન સબંધે તેમાં જણાવવામાં આવ્યું છે કે;—
बिले बतोरुक्रमविक्रमान् ये न श्रृण्वतः कर्णपुटे नरस्य । जिह्वासती दर्दुरिकेव सूत, न योपगायत्युरुगायगाथाः ॥ भारः परं पट्टकिरीटजुष्टमप्युत्तमांगं न नमेन्मुकुन्दम् । पादौ करौ नो कुरुतः सपर्या हरेर्लसत्कांचनकंकणौ वा ॥ बर्हीयते तन्नयनं नराणां लिङ्गानि विष्णोर्न निरीक्षते यत् । पादौ नृणां तौ दुमजन्मभाजौ क्षेत्राणि नानुत्रजतो हरेयौं । जीवञ्छवो भागवताङ्घ्रिरेणुं न जातु मर्त्योऽभिलभेत यस्तु । श्रीविष्णुपद्या मनुजस्तुलस्या श्वसञ्छवो यस्तु न वेद गन्धम् ॥ तदश्मसारं हृदयं बतेदं यद्गृह्यमाणैर्हरिनामधेयैः । न विक्रियेताथ यदा विकारो नेत्रे जलं गात्ररुहेषु हर्षः ॥ અર્થાત્–જે મનુષ્ય વડે શ્રીહરિના ગુણાનુવાદનું શ્રવણ ન કરે, તેના મને કર્ણા વૃથા ગત ( ખાડા ) માત્ર છે. હે સૂત ! જે હિરકીન કરે નિહ તેની અશુભ જીહુવા દેડકાની જીવા સમાન છે. મસ્તકવડે જે મુકુન્દને નમસ્કાર નથી કરતા તેનુ મસ્તક મુગટવડે ભલે સુશોભિત હાય તાપણુ તે નિષ્ફળ ભારરૂપ છે, જે પેાતાના હસ્તયવડે હરિની પૂજા ન કરે તેના હાથ કનક-કંકણથી શાલતા છતાં પણુ મુડદાના હાથ સમાન છે. જે ચક્ષુવડે વિષ્ણુપૂર્તિનું દર્શન ન થાય તે ચક્ષુએને ચક્ષુ નહિ સમજતાં મેારના પીછામાંના ડાધ સમાન સમજવા. જેનાં ચરણા સરિતી માં પર્યટન ન કરે તે ચરણા નિષ્ફળ છે. પ્રભુની ચરણરજ જે મનુષ્ય ધારણ કરતા નથી તે જીવવા છતાં પણ શખસમાન છે. વિષ્ણુના ચરણમાં અર્પણ કરેલી તુલસીની ગંધ જે મનુષ્ય નથી લેતા, તેના શ્વાસેવાસ ચાલતા હાય તાપણુ તે મૃતવત્ છે. હિરના નામનુ' કાન સાંભળી જેનું હૃદય ઉન્મત્ત ન થાય અતે જેની આંખમાં પાણી ન આવે તથા જેનું અંગ રામાંચિત ન થાય તેનું હૃદય લાઠુમય છે, એમ સમજવું.
આ પ્રમાણે એક શ્રેણીના ભતા ઇશ્વરને પેાતાની ખાન્દ્રિયા સમણુ કરવાના મા દર્શાવતા ગયા છે; પરન્તુ એ ઉપાસના મૂર્તિની અપેક્ષાવાળી છે. નિરાકાર પ્રભુ પ્રત્યે ઉપર કશો તેવા આંખ-કાનના નિયેાગ થઈ શકે અસવિત છે, શિષ્યઃ—પરન્તુ મારા પ્રશ્નના ઉત્તર હજી મને મળ્યા નહિ. ભકિતનું યથા સાધન શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩ર
ધર્મતત્વ
-
ગુર–ભગવાન પોતે ગીતાના બારમા અધ્યાયમાં આ પ્રમાણે કહે છે –
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः। अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ तेषामहं समुद्धर्ता मृत्युसंसार सागरात् । भवामि न चिरात् पार्थ मय्यावेशितचतसाम् ॥ मय्येव मन आधत्स्व मयि बुद्धि निवेशय ।
નિવનિર્ચાવિ દેવ ત ક ર સંવાદ (૬-૭-૮) અર્થાત–હે અર્જુન ! સર્વ કર્મો માવિષે અર્પણ કરીને, મત્પરાયણ રહીને, અને મારા સિવાય અન્ય આલંબન નથી એમ માનીને જેઓ ભક્તિયોગ સેવે છે, અર્થાત મારું ધ્યાન અને ઉપાસના કરે છે, તેવા મુમુક્ષઓને મારેવિષે જેઓનું ચિત્ત છે એવા ભક્તને-આ મૃત્યુયુત સંસારમાંથી હું સત્વર ઉદ્ધાર કરું છું. મારેજવિષે તું તારા મનની સ્થિરતા કર, અને બુદ્ધિને પણ મારેજ વિષે તું સ્થાપન કર. એમ કહેવાથી દેહ છૂટયા પછી પણ તું મારા વિષેજ વસીશ.”
શિષ્ય –બહુ કઠિન વાત જણાય છે. એવી રીતે કેટલા માણસો ઈશ્વરને વિષે પિતાનું ચિત્ત સ્થિર કરી શકે ?
ગુર–ધારે તે સર્વ કઈ કરી શકે. પ્રયત્ન કરે જોઈએ. શિષ્યઃ–પણ એ પ્રયત્ન કરો કેવી રીતે? ગુર–શ્રીકૃષ્ણ પરમાત્માએ પોતે જ તે વાતને ખુલાસો કર્યો છે. સાંભળ –
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥ અર્થાત-“હે અર્જુન ! મારે વિષે ચિત્તને રિથર કરવા જેટલું તારામાં સામર્થ્ય ન હોય તો યોગાભ્યાસવડે મને પામવાની ઇચ્છા કર.” મતલબ કે ઈશ્વરને વિષે ચિત્તની સ્થિરતા ન થાય તે પુનઃ પુનઃ પ્રયત્નો દ્વારા તે અભ્યાસ કરે જોઈએ.
શિષ્ય –અભ્યાસમાત્ર કઠિન છે, અને તેમાં પણ આવે અભ્યાસ તે બહુજ કઠિન લાગે છે. મારા ધારા પ્રમાણે આવો અભ્યાસ સર્વ કેઈથી થઈ શકે નહિ. જેમનાથી આવા અભ્યાસ ન થઈ શકે તેમણે શું કરવું ?
ગુલ–કર્મ કરવાને શકિતમાન છે તેમણે ઈવદિષ્ટ કર્મ અથવા ઇવરાનુદિત કર્મો કરવાનો અભ્યાસ કરો. આ પ્રમાણે સર્વદા કર્મો કરતા રહેવાથી ક્રમે ક્રમે ઈશ્વરમાં મનની સ્થિરતા થશે. એટલા માટે ભગવાન પોતે કહી ગયા
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । અર્થ નિર્વવિદ્ધિમવાલિ (૧૨ અ. ૧૦ ક. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
અા ર૦ મે-ભક્તિનું સાધન
૧૩૩
અર્થાત–જે અભ્યાસ કરવા જેટલું તારામાં સામર્થ્ય ન હોય તે મારે વાતેજ સર્વ કર્મ કરવા લાગ–અર્થાત મપરાયણ થઈને કર્મો કરવા લાગ. મારે વાતે કર્મ કરતે થકે પણ તું સિદ્ધિને પામશે.
શિષ્યઃ–પરંતુ કેટલાએકથી તે કર્મ પણ થઈ શકતાં નથી અને છેક અકમય બેસી રહે છે, તેમને માટે કોઈ ઉપાય ખરો ?
ગુર:–એવા પ્રશ્નની આશંકા કરી ભગવાન પોતેજ કહે છે કે – ___अथैतदप्यशक्तोऽसि कर्तु मद्योगमाश्रितः।
सर्वकर्मफलत्याग ततः कुरु यतात्मवान् ॥ અર્થાત-જે એ પ્રકારે મને ઉદ્દેશીને કર્મ કરવાનું તારામાં સામર્થ્ય ન હોય તે નિયત ચિત્તવાળો થઈ સર્વ કર્મના ફળને ત્યાગ કર.
શિષ્ય:-એમ કેવી રીતે બની શકે ?જે કર્મ કરવાને અશકત છે, તેમજ જેને માટે કઈ કર્મ નથી, તે પોતે કર્મના ફળનો ત્યાગ કેવી રીતે કરી શકે ?
ગુર–કઈ પણ જીવ તદ્દન કર્મશન્ય હોઇ શકે નહિ. જે સ્વત:પ્રવૃત્ત થઈને કર્મ ન કરે, તેને પણ કંઈક ને કંઈક તો કરવું જ પડે. આ સંબંધી ભગવદ્વવચન હું તને પૂર્વ કહી ચૂક્યો છું. એક મનુષ્ય પોતે જે કામ કરે, તે કર્મના ફળની આકાંક્ષા ન રાખે તો તેથી અન્ય કામનાના અભાવે ઈશ્વર પિતેજ તેને એકમાત્ર કામ્ય પદાર્થ બની રહે, અને જે એમ બને તો અનાયાસેજ ચિત્ત ઇવરમાં સ્થિર થઈ જાય..
શિષ્યા–એ ચતુર્વિધ સાધનો તે બહુ કઠિન હોય તેમ મને લાગે છે. એટલુંજ નહિ પણ તેથી ઉપાસનાને કોઈ હેતુ સિદ્ધ થતું હોય એમ પણ મને લાગતું નથી.
ગુર–એ ચતુર્વિધ સાધનજ શ્રેષ્ઠ પ્રકારની ઉપાસના છે. જે સાધકે એવી સાધના અથવા ઉપાસના કરી શકે તેમને માટે અન્ય પ્રકારની સાધનાની કે ઉપાસનાની કશી જરૂર નથી.
શિષ્ય:–પરંતુ અજ્ઞાની, દુરાચારી, તથા બાળકો માટે આપે કહી તે સાધના કઈ ઉપાયોગી થઈ પડે એમ હું ધારતો નથી. શું તેઓને ભક્તિ કરવાને અધિકાર નથી ?
ગુર:– કહ્યું તેવાં મનુષ્યોને માટે ઉપાસનાત્મક ગણુભકિત ઉપયોગી થઈ શકે. ગીતામાં કહ્યું પણ છે કે –
ये यथा मां प्रपद्यन्ते तारतथैव भजाम्यहम् । અર્થાત- જે પ્રકારે જે મારે આશ્રય લે છે, તેને હું તેજ પ્રકારે પ્રાપ્ત થઉં છું. વળી, બીજે રથળે તેઓ કહે છે કે –
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધર્મતત્ત્વ
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ।। અર્થાત–પત્ર, પુષ્પ, ફળ, જળ ઈત્યાદિ વસ્તુઓ ભક્તિ વડે જે પુરુષ મને આપે છે, તે શુદ્ધ વૃત્તિવાળા પુષે ભક્તિભાવવડે આપેલું તે સર્વે હું ગ્રહણ કરું છું.
શિષ્ય:-ત્યારે શું ગીતામાં પણ સાકાર મૂર્તિની ઉપાસના કરવાનું વિધાન છે? | ગુસ-ફળ-પુષ્પાદિ અર્પણ કરવા મેં.ગ્ય રધૂળ પદાર્થો, કેવળ પ્રતિમાને જ અર્પણ થઈ શકે એ કાંઈ નિયમ નથી. ઈશ્વર સર્વત્ર છે એટલે જ્યાં આપણે અર્પણ કરીશું ત્યાં તે પોતે તે સ્વીકારી લેશે. શિષ્ય:-- પ્રતિમા આદિની પૂજવિષે વિશુદ્ધ હિંદુધર્મમાં નિષેધ હશે કે વિધાન હશે?
ગુસ–અધિકારીદે તે નિષિદ્ધ તેમજ વિહિત પણ છે. તે સંબંધી ભગવાન કપિલલનું કથન હું ભાગવતપુરાણમાંથી અહીં ઉધૂત કરું છું. ભાગવતપુરાણમાં કપિલ ને ઈશ્વરનો અવતાર માનવામાં આવ્યા છે. તેઓ પિતાની માતા-દેવહૂતિને નિર્ગુણ ભક્તિયોગનાં સાધને કહી બતાવે છે. તેમાં તેઓ એક રીતે સર્વભૂતામાત્રપ્રત્યે પ્રીતિભાવ રાખવાનું તથા દયા-મૈત્રી અને યમ-નિયમ પાળવાનું કહે છે, તે બીજી રીતે પ્રતિમાની પૂજા-દર્શન કરવાનું પણ કહે છે. પરંતુ વિશેષમાં તેઓ કહે છે કે –
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽीविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् ।
हित्वा म् भजते मौढ्याद् भस्मन्येव जुहोति सः ॥ ३ स्कं. १७ અર્થાત–હું સર્વભૂતમાત્રમાં તેમના આત્મસ્વરૂપે રહેલે છું. મારી અવજ્ઞા કરીન–અર્થાત્ ભૂતમાત્રની અવજ્ઞા કરીને જેઓ પ્રતિમાપૂજા કરે છે, તેઓ વ્યર્થ વિ. બના પામે છે. સર્વ ભૂતેના આત્મસ્વરૂપ જે હું ઇશ્વર તેને પરિત્યાગ કરીને જે મનુવ્યો પ્રતિમાને ભજે છે, તેઓ ભસ્મમાં વ્યર્થ ઘી હોમે છે. વળી,
अज़ादावर्चयेत्ताबदीश्वरम् मां स्वकर्मकृत् । __ यावन्न वेद स्वहृदि सर्वभूतेष्ववस्थितम् ॥
જે વ્યક્તિ પોતાનાં કર્મોમાં જ તલ્લીન રહે અને સર્વ ભૂતમાત્રમાં ઈશ્વર રહેલો છે એવી શ્રદ્ધા પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે પ્રતિમાની પૂજા કરવી જોઈએ.” - હવે તારી ખાત્રી થઈ હશે કે શાસ્ત્રમાં પ્રતિમા પૂજાની જેમ વિધિ છે તેમ નિષેધ પણ છે. જ્યાં સુધી મનુષ્યો પ્રત્યે પ્રેમભાવ ન ઉદ્દભવે અને ઇશ્વરસંબંધી જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી પ્રતિમાની પૂજા એ એક પ્રકારના સાધનરૂપ છે. જેના હૃદયમાં સર્વ જનપ્રત્યે પ્રીતિભાવ રહ્યા કરતો હોય, અને જેને ઇશ્વરજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને માટે પ્રતિમાપૂજા આવશ્યક નથી. જ્યાં સુધી ઉપર કહ્યું તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૦ મો-ભક્તિનું સાધન
૧૩૫
-
--
-
જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી વિષયી લેકે માટે પ્રતિમાપૂજ જરૂરી છે, કારણ કે તેથી કરીને ક્રમે ક્રમે ચિત્તની શુદ્ધિ થતી ચાલે એ સંભવ છે. પ્રતિમાપૂજાને ગૌણભક્તિમાં મૂકવી જોઈએ.
શિષ્ય-ગૌણભક્તિ કોને કહેવી તેજ હું તો બરાબર સમજતો નથી.
ગુર:–મુખ્યભક્તિમાં અનેક વિના રહેલી છે. આ વિધિનેને જેવડે નાશ થાય તેને શાંડિયસૂત્રના પ્રણેતાએ “ગૌણભકિત” એવું નામ આપ્યું છે. ઈશ્વરનું નામ કીર્તન, ફલ-પુષ્પાદિદ્વારા તેની પૂજા-અર્ચના, વંદના અને પ્રતિમાપૂજન, વિગેરેને ગૌણભક્તિનાં લક્ષણો ગણાવવામાં આવ્યાં છે. સૂત્રના ટીકાકારે પોતે પણ એટલી વાત તે સ્વીકારી છે કે ઉકત અનુછીને ભક્તિભાવ ઉત્પન્ન કરવામાં સાધનભૂત છે, અને તેટલા માટે તેને ભક્તિજનક સાધનો કહીએ તો તે અયોગ્ય નથી. ઉકત અનુષ્ઠાનનું તે સિવાય બીજું કાંઈ ફળ નથી. *
શિષ્ય–તે હું ધારું છું કે પૂજ-હોમ––નામકીર્તન તથા સંધ્યાવંદનાદિ, વિશુદ્ધ હિંદુ-ધર્મથી વિરુદ્ધ નથી, એ આપને મત છે. તેની સાથે આપને એ પણ આશય છે કે એ સર્વની માત્ર ભક્તિના સાધનોતરીકે જેટલી કિંમત આંકી શકીએ તેટલી જ આંકી શકાય.
ગુર–તે સાધન તે છે, પણ નિકૃષ્ટ સાધન છે, એમ પણ મારે કહી દેવું જોઈએ. ઉત્કૃષ્ટ સાધન કેને કહેવાય તે વાત પણ કૃષ્ણવાય ઉધૃત કરી તને જણાવી ગયો છું. જેઓ ઉત્કૃષ્ટ સાધને પ્રાપ્ત કરવાને અશક્ત હોય તેમને માટેજ પૂજાદિનું વિધાન છે. છતાં સ્તુતિ વિગેરે માટે મને થતું બોલવાનું પ્રાપ્ત થાય છે, તે ખાસ લક્ષપૂર્વક સાંભળી લે. જ્યારે ઇશ્વરસ્મરણના ઉદેશપૂર્વક પૂજા-હેમ વગેરે થાય ત્યારે તેને ગૌણભક્તિના લક્ષણરૂપે નહિ સ્વીકારતાં મુખ્ય ભક્તિનું જ લક્ષણ માનવું જોઈએ. દાખલાતરીકે જીવન્મુક્ત પ્રહાદે જે વિષ્ણસ્તુતિ કરી હતી તેને મુખ્યભકિાજ કહેવી જોઈએ; પરંતુ અમારાં પાપોને વંસ થાઓ, અમારું જીવન સુખમાં પસાર થાઓ, એવી રીતની સકામ પ્રાર્થનાઓ તથા સંધ્યા-વંદનાદિ ક્રિયાઓ ગૌણભક્તિમાંજ ગણાવાયોગ્ય છે. મારી તે તને એટલીજ ભલામણ છે કે કૃષ્ણવાક્યને હૃદયમાં ધારણ કરી, ઈશ્વરાભિમુખી વૃત્તિઓ દ્વારા બની શકે તેટલાં કર્મો કરવાને તારે પ્રયતત કરવો. શિષ્યપૂજા-હેમ-યાગ-યા વિગેરે પણ ઇશ્વરને અર્થે જ
ગુસ-એ તારી ભૂલ છે. પૂજા-હેમ વિગેરે કર્મો ઇશ્વરાર્થે નથી હોતાં. પણ સાધકના પિતાના કલ્યાણને માટે હોય છે. કેઈ એમ કહે કે એ સર્વ કર્મો કેવળ
* भक्त्या कीर्तनेन भक्त्या दानेन परा भक्ति साधयेदितिxxxx न फलान्तरार्थम् गौरवादिति ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬
ધર્મતત્તવ
ભક્તિની વૃદ્ધિ અર્થ થાય છે તો તેને “ઈશ્વરાર્થ કમ” કેમ ન કહેવાય ? તેનો ઉત્તર માત્ર એટલો જ છે કે સાધક પિતે પોતાની ભક્તિમાં વૃદ્ધિ કરવા સારૂ જે કર્મ કરે તે કર્મ પણ સાધકના પિતાના કલ્યાણને અર્થે થતું હોવાથી તેને ઈશ્વરદ્દિષ્ટ કર્મ કહી શકાય નહિ. ઈશ્વર જગત્મય છે, અને તેથી જગતનું જે કાર્ય, તેજ તેનું કાર્ય, એમ આપણે દઢ વિશ્વાસ પૂર્વક માનવું જોઈએ. જે કાર્ય કરવાથી જગતનું કલ્યાણ થાય તેજ કાર્યને કૃષ્ણોક્ત સત્કર્મ કહી શકાય. એવા જગતહિતના કાર્યો કરવાને તત્પર થા, અને સમસ્ત વૃત્તિઓને સુંદરરૂપે કેળવી તે દ્વારા જગતનું કલ્યાણ કરવાને ચોગ્ય થા. જગતનું કલ્યાણ કરવું તેજ ઈશ્વરને ઉદ્દેશ છે. જો આપણે પણ એવા ઉદેશપૂર્વક કર્મો કરવા લાગીએ તે સ્વાભાવિક રીતે જ આપણું મન ઈશ્વરી સ્વરૂપમાં સ્થિર થાય અને ક્રમે ક્રમે જીવન્મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકીએ.
જેઓ એમ કરવાને અશક્ત હોય તેઓ ગૌણ ઉપાસના અર્થત પૂજા–નામકી. તન તથા સંધ્યાવંદનાદિદ્વારા ભક્તિના નિકૃષ્ટ અનુશીલનમાં પ્રવૃત્ત થાય, તે પણ ઈચ્છવાયોગ્ય છે; તોપણ એટલું લક્ષમાં રાખવું જોઈએ કે જે કઈ સાધના કરવી તે અંતઃકરણપૂર્વક કરવી જોઈએ. શુદ્ધ હૃદયપૂર્વક જ્યાં સુધી કાઈ અનુષ્ઠાન થાય નહિ ત્યાંસુધી ભકિતનું લેશમાત્ર અનુશીલન થતું નથી. કેવળ બાહ્ય આડંબરોથી અનેક મનુષ્યો હિતને બદલે અહિતજ કરી બેસે છે. ઘણીવાર બાહ્ય આડંબરો ભક્તિના સાધનરૂપ બનવાને બદલે ઠગાઇના સાધનરૂપ બની જાય છે, એ વાત પણ વિસરી જવી જોઈતી નથી. આવી શકતા કરવા કરતાં તે કાંઈ કરવું નહિ એજ બહેતર છે. કેમકે જેઓ કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન અથવા ભક્તિનું સાધન કરતા નથી, તેઓ અલબત્ત ઠગભકતે કરતાં શ્રેષ્ઠ છે, પણ તેમનામાં અને પશુઓમાં કાંઈ ભેદ હોય એમ હું માનતા નથી.
શિખ્ય – તે પછી અત્યારના અનેક હિંદુઓને આપણે ઠગ, શઠ અને પશુસમાન જ લેખવા પડે. - ગુર:--હિંદુધર્મની અવનતિનું એજ એક મુખ્ય કારણ છે; પરંતુ મને આશા છે કે જ્યારે હિંદુઓમાં વિશુદ્ધભક્તિને પ્રચાર થશે ત્યારે તેઓ નવજીવન પ્રાપ્ત કરી, કોલના સમયના અંગ્રેજો જેવા તથા મહમદના સમયના આર જેવા અતિશય પ્રતાપાવિત બન્યા વિના રહેશે નહિ; અને એ દિવસ પણ હવે બહુ દૂર નથી.
શિષ્ય:-મન-વચન-કાયાથી જગદીશ્વરને પ્રાર્થના કરું છું કે આપની એ આશા શીઘ ફલીભૂત થાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
अध्याय २१ मो-- प्रीति
શિષ્યઃ— હવે ભિન્ન ભિન્ન હિંદુગ્રન્થામાં ભક્તિની કેવી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે તે સાંભળવાની મારી ઇચ્છા છે.
ગુરુ:—હું જે અનુશીલનધર્મની વ્યાખ્યા કરવામાં પ્રવૃત્ત હ્યુ, તેમાં તે વિષય અગત્યતા નથી. ભાગવત-પુરાણમાં પણ ભક્તિતત્ત્વ સબંધે અનેક કથાઓ છે. છતાં તે સમાં શ્રીમદ્ ભગવદ્ગીતાજ એકમાત્ર મૂળસ્વરૂપ છે. અન્યાન્ય ગ્રન્થામાં પશુ ભક્તિતત્ત્વવિષે જે કથન મળી આવે છે તેને હું તેા ગીતામૂલકજ સમજી છેં. એટલામાટે સર્વાં ગ્રન્થાની અને કથાઓની પર્યાલાચના કરી કાળક્ષેપ કરવા તે હું ઉચિત સમજતા નથી. માત્ર ચૈતન્યદેવને ભક્તિવાદ કાંઇક જૂદા પ્રકારના જણાય છે; પરંતુ આપણા અનુશીલનધર્મી સાથે તે ભક્તિવાદને સબંધ નથી. ઉલટા સહેજ વિધ આવે છે, અને એ કારણુને લીધે હું તે ભક્તિવાદની આલોચનામાં ઉતરવા
માગતા નથી.
શિષ્ય:—ના પછી હવે પ્રીતિવૃત્તિના અનુશીલનસંબધે ઉપદેશ આપવાની કૃપાકરી. ગુરુઃભક્તિવૃત્તિના સબંધે ખેલતાં પ્રીતિના મૂળતત્ત્વવિષે પણ હું ખે:લી ગયા છું. મનુષ્યાપ્રત્યે પ્રીતિભાવ ન ઉદ્દભવે ત્યાંસુધી ઈશ્વરપ્રત્યે ભક્તિભાવ સ્ફુરતા નથી. પ્રહ્લાદચરિત્રની આલોચના સમયે પ્રહ્લાદના પોતાના શબ્દોમાં આ સિદ્ધાંતની અમરકારકતાવિષે હું વિવેચન કરી ચૂકયા . અન્ય ધર્મો મનુષ્યપ્રીતિ ઉપર આટલું વજન મૂકે છે કે નહિ તે હું જાણુતેા નથી, પરંતુ હિંદુધર્મ તા તેના ઉપર ખાસ ભાર મૂકે છે. પ્રીતિના અનુશીલનમાટે બે માર્ગો છે. એક તા પ્રાકૃતિક મા અથવા ચૂરાપીય માર્ગો અને ખીજો આધ્યાત્મિક અથવા ભારતીય મા. આધ્યા ત્મિક માર્ગોની ચર્ચાને હમણાં આપણે મુલતવી રાખીશું, અને પ્રાકૃતિક મા વિષે હું જે કાંઈ સમજ્યેા છું, તેજ હું તને સમજાવવાના પ્રયત્ન કરીશ.
પ્રીતિ એ પ્રકારની છે. (૧) સહેજ અને (૨) સ ંસર્ગજ, કેટલાંએક મનુષ્ય પ્રત્યે આપણી પ્રીતિ સ્વભાવસિદ્ધ હોય છે, દાખલાતરીકે માતાપિતાની પોતાનાં સંતાન પ્રત્યેની પ્રીતિ, અથવા સંતાનની માતાપિતાપ્રત્યેની પ્રીતિ. આ પ્રીતિને સહજ પ્રીતિનું નામ આપવામાં આવે છે. બાકી કેટલીક પ્રીતિવૃત્તિ સંસ`જ હાય છે. ઉદાહરણુતરીકે સ્વામીની સ્રીપ્રત્યેની પ્રીતિ અથવા સ્ત્રી સ્વામી પ્રત્યેની પ્રીતિ. અન્ધુઓની પરસ્પરની પ્રીતિ તથા શેઠ અને નાકરની પરસ્પરની પ્રીતિ, વિગેરેને પણ એજ પેટામાં મૂકી શકાય. આ સહજ અને સ ંસČજ પ્રીતિ ધીમે ધીમે પારિવારિક બંધનમાં પરિણમે છે, કિવા એ ઉભય પ્રીતિને લીધેજ આપણાં પારિવારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ધર્મતસવ
જીવન બંધાય છે, એમ કહું તો અયોગ્ય નથી. આ પરિવાર એજ આપણી પ્રીતિ વૃત્તિને કેળવવાનું પ્રથમ અને મેગ્ય શિક્ષાસ્થળ છે; કારણ કે જે ભાવને આપણે વશીભૂત થઈ અન્યની ખાતર આત્મત્યાગ કરવાને તૈયાર થઈએ તેનું નામજ પ્રીતિ. એવી પ્રીતિની સામાન્ય વ્યાખ્યા છે. પુત્રાદિને અર્થે આપણે આત્મત્યાગ કરવા નિત્ય તૈયાર રહીએ છીએ, એટલામાટે સંસારમાં આપણી પ્રીતિવૃત્તિને ખીલવાનો પ્રથમ પ્રસંગ ત્યાં જ પ્રાપ્ત થાય છે. ધાર્મિક પુરુષો પારિવારિક જીવનની મહત્તા ગાય છે, તેનું પણ એજ કારણ છે. હિંદુશાસ્ત્રકારોએ વિદ્યાર્થી અવસ્થામાંથી પસાર થયા પછી ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું ફરમાવ્યું છે, તેનું પણ એજ કારણ છે. - જે પારિવારિક જીવનમાં 5 અંશે પ્રીતિવૃત્તિનું અનુશીલન (ખીલવણી) થાય છે તે તે પ્રીતિવૃત્તિ પરિવારની સીમાબહાર વિસ્તરવાનો રવાભાવિક રીતે પ્રયત્ન કરે છે. હું પૂર્વે કહી ગયો છું કે અન્યાયશ્રેષ્ઠ વૃત્તિઓની માફક પ્રીતિવૃત્તિ પણ અતિશય કુરણક્ષમ એટલે કે અધિક વિસ્તાર પામવાના સ્વભાવવાળી હોય છે, અને તેથી તે ગૃહ અથવા પરિવારની નાની નાની દીવાલને તેડી નાંખી બહાર નીકળવાને પ્રબળ પ્રયત્ન કરે છે. આવી રીતે આ પ્રીતિવૃત્તિ જ્યારે વિશેષ વિકસીત થતી જાય છે, ત્યારે તે ક્રમે ક્રમે બંધુવર્ગ, નેહીવર્ગ, અનુચરવર્ગ તથા આશ્રિતવર્ગ પ્રત્યે પણ ગતિમાન થાય છે અને તે પ્રસંગે પણ જે તેનું બરાબર અનુશીલન (ખીલવણી) થાય તો તે સ્વાભાવિક રીતે ગામનાં મનુષ્યો, પ્રાંતનાં મનુષ્યો અને છેવટે દેશનાં મનુષ્યો ઉપર પણ ફરી વળે છે. આ પ્રમાણે પ્રીતિવૃત્તિ જ્યારે સમસ્ત દેશનાં મનુષ્યો ઉપર વિસ્તાર પામે છે, ત્યારે તેને “દેશવાત્સલ્ય” ના નામથી ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં એ પ્રીતિ બહુજ બળવાન બને છે, અને બનાવી પણ જોઈએજ. આ પ્રીતિવડે દેશની પ્રજાનાં અનેક માંગલિક તથા કલ્યાણુકારક કાર્યો થયાં છે તથા થાય છે. યુરોપિયન પ્રજામાં આ પ્રીતિવૃત્તિનું બહુજ પ્રાબલ્ય જોવામાં આવે છે, અને એજ પ્રબળતાને લીધે તે પ્રજા આજે ઉન્નતિના શિખરે પહોંચી છે.
શિષ્ય યૂરોપમાં એવી પ્રબળ સ્વદેશપ્રીતિ જોવામાં આવે છે અને આપણું દેશમાં નથી જોવામાં આવતી તેનું શું કારણ હશે ? | ગુસ–મેં એ વિષે બહુ ગંભીરતાપૂર્વક વિચારે કરી જોયા છે. યૂરોપને ધર્મ વિશેષ કરીને આધુનિક યુરોપને ધર્મ-આપણું હિંદુધર્મ એટલે ઉન્નત નથી; એમ મને વિચાર કરતાં લાગ્યું છે. આ વાત તારી બુદ્ધિમાં ઉતરે તેટલા માટે મારે જરા વિસ્તારથી બેલિવું પડે તેમ છે.
પ્રીતિવૃત્તિની સ્કૃતિ (ખીલવણી) દેશવાત્સલ્યપર્યત પહોંચે એટલે તેને પ્રીતિની અંતિમ સીમારૂપે માની લેવી એ એક ગંભીર ભૂલ છે. દેશવાત્સલ્યની ઉપર પણ પ્રીતિને માટે એક પગથીઉં ચડવાનું બાકી હોય છે. સમસ્ત જગત ઉપર પ્રીતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૧ મે-પ્રીતિ
૧૩
ભાવ ઉપજે એજ પ્રતિવૃત્તિની છેલ્લી સીમા છે, અને યથાર્થ ધર્મ પણ તેજ છે. જ્યાં સુધી સમસ્ત જગતપ્રત્યે આપણું પ્રીતિ સમાનભાવે ન ફરે ત્યાં સુધી એ પ્રીતિ અપૂર્ણ રહે છે, અને તેથી ધર્મ પણ અપૂજ રહી જાય છે.
અત્યારે આપણે એટલું સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે યુરોપીય પ્રજાની પ્રીતિવૃત્તિ પિતાના સ્વદેશથી એક પણ પગલું આગળ વધી શકતી નથી. જે પ્રીતિએ સમસ્ત જગત અને સમસ્ત મનુષ્યો ઉપર ફરી વળવું જોઈએ, તે પ્રીતિ તેમનામાં માત્ર સ્વદેશની સંકુચિત સીમામાં જ અટકી ગઈ છે. પોતાના દેશનાં મનુષ્ય ઉપર પ્રેમ રાખો અને અન્ય દેશનાં મનુષ્યને તિરસ્કાર કરે, એ પાશ્ચાત્ય પ્રજાને સામાન્ય સ્વભાવ બંધાઈ ગયું છે. તે સિવાય બીજી કેટલીએક પ્રજાઓ એવી પણ છે કે જે પિતાના સ્વધર્મીઓને પ્રેમપૂર્વક ચાહે છે, પરંતુ વિધમીએ પ્રત્યે સ્નેહભરી નજરથી જોઇ શકતી નથી, દાખલાતરીકે મુસલમાન પ્રજા. એક મનુષ્ય જે મુસલમાન ધર્મ પાળતા હોય તે પછી તે ક્યા દેશને છે, તે જાણવાની પરવા નહિ રાખતાં મુસલમાને તેને પ્રેમપૂર્વક ચાહવા લાગશે. મતલબ કે ધર્મની એકતા જોયા પછી તેઓ જાતિને માટે દેષભાવ રાખતા નથી. મુસલમાન દષ્ટિ સર્વે મુસલમાન પ્રજાને એકસમાન લેખે છે, પરંતુ અંગ્રેજ-ક્રિશ્ચીયને અને ક્રિશ્ચીયનમાં ભારે વિરોધભાવ જોવામાં આવે છે.
શિષ્ય –આપે કહ્યું તે રીતે તે જેમ મુસલમાન પ્રજાની પ્રીતિ * જાગતિક નથી તેમ યુરોપીયન પ્રજાની પ્રીતિ પણ જાગાતક નથી. .
ગુર–મુસલમાનના પ્રીતિ-વિસ્તારમાં પણ અંતરાય કરનાર તેમની અમુક માન્યતા છે ખરી; પરંતુ જે સમસ્ત જગત મુસલમાન ધર્મ અંગીકાર કરે તે મુસલમાન પ્રજા પણ સમસ્ત જગતને પ્રેમથી ચાહવા લાગે.... પરંતુ ક્રિશ્ચિયનેથી
*સમસ્ત જગત અથવા સમસ્ત મનુષ્યો પ્રત્યેની પ્રીતિને જાગતિક પ્રીતિ કહેવામાં આવે છે.
અનુવાદક. *દિલગીરી સાથે જણાવવું પડે છે કે છેલ્લા મહાયુદ્ધમાં સ્વાથી ખ્રિસ્તી પ્રજાએની હલકી અસર મુસલમાનો ઉપર પણ પહોંચી ગઈ; અને લાખો મુસલમાનોએ સામા પક્ષમાંના પિતાના ધર્મબંધુઓ ઉપર હથીઆર ચલાવ્યાં. હિંદુઓની તે આ વિષયમાં અવદશા સેંકડો વર્ષથી જ ચાલુ થઈ ચૂકેલી છે. પરદેશીઓનાં ઘર ભરવા સારૂ ભારતવર્ષની અબજની સંપત્તિ લૂંટી આપવા માટેના કાપડ વગેરેના ધંધા કરીને પિતાનાં પાપી પેટ ભરવાનું અધમ કાર્ય કરવાવાળા, મોટાં મોટાં ટીલાવાળા અને ધર્માત્મામાં ગણાયે જતા લાખો હિંદુઓ મુંબઈ અને બીજાં શહેરો તેમજ ગામોમાં, આજે પણ પડેલાજ છેને! કડો લૂંટી આપી તેમાંથી લાખની મળતર મેળવવી અને તેમાંથી છેડા સો કે ચેડા હજારનું દાન કરી પોતાને ધર્માત્મા માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધમતવ
તેવું બની શકે એમ નથી. સમસ્ત જગત ક્રિશ્ચિયન ધર્માવલંબી થાય તો પણ જર્મને જર્મનક્રિશ્ચિયનને અને ફેંચે ફેંચક્રિીઅન સિવાય અન્ય કોઈને ચાહી શકવાના નહિ. હવે પ્રશ્ન એ છે કે યુરોપીય પ્રીતિ દેશવ્યાપક બનવા છતાં શામાટે વિશેષ આગળ ગતિ કરી શકતી નથી?
આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે સા પ્રથમ પ્રીતિસ્કૃતિમાં મુખ્ય વિરોધી વસ્તુ કયી છે તેને આપણે વિચાર કરવો જોઈએ. મને વિચાર કરતાં એમ જણાયું છે કે આત્મપ્રીતિ એ તેમની પ્રીતિસ્કૃતિમાં મુખ્ય વિનસ્વરૂપ છે. પશુ-પક્ષીઓની માફક મનુષ્યોમાં પણ આત્મપ્રીતિની અતિશય પ્રબળતા જોવામાં આવે છે. તેમનામાં કુદરતી રીતે જ પરપ્રીતિ કરતાં આત્મપ્રીતિ બહુજ બળવાન હોય છે. એટલા માટે જે ઉન્નત ધર્મ દ્વારા આપણે સ્વાર્થી જીવનને અંકુશમાં ન રાખીએ તે પ્રીતિને વિસ્તાર આત્મપ્રીતિની સીમા બહાર એક પગલું પણ આગળ વધી શક્તિ નથી. જ્યાં સુધી પિતાના સ્વાર્થને ધક્કો ન લાગતો હોય અને આગળ પાછળ કાંઇ બદલે મળ્યો હોય કે મળવા સંભવ હોય ત્યાંસુધી જ આત્મપ્રીતિની ખીલવણી માણસથી થઈ શકે છે, એથી લેશ પણ તે આગળ વધી શકતું નથી. આપણું પારિવારિક પ્રીતિને આત્મપ્રીતિ સાથે બિલકુલ વિરોધ આવતે નથી; કારણ કે આ મારો પુત્ર, આ મારી ભાર્યા, અને આ સર્વ મારા સુખનાં સાધન છે, એમ માની તેમને ચાહવાને આપણને સ્વભાવ પડી ગયો હોય છે. તેથી આપણું કુટુંબ, મિત્રમંડળ, આશ્રિતવર્ગ તથા અનુચરવર્ગને આપણે પ્રેમથી ચાહીએ છીએ. એ જ પ્રમાણે ગામ, નગર કે દેશને પણ આપણા સુખને માટે આપણે ચાહી શકીએ છીએ, પરંતુ જગતની સાથે આપણે કશો સંબંધ હોય એમ આપણને સમજાતું નથી અને તેથી સમસ્ત જગતને આપણે પ્રેમપૂર્વક ચાહી શકતા નથી. આ પૃથ્વી ઉપર લાખે અને કરે મનુષ્યો વસે છે, તેમને દેશ–પ્રાંત અલલેનારા ઓ બગભગત! તમારા જેવાઓના પ્રતાપે જ દેશ નિધન બની જઈને દરવરસે લાખો અને કરોડો માણસો ભુખમરાથી, દુષ્કાળાથી અને વ્યાધિઓથી મરે છે એ શું ચાખીને ચટ વાત નથી? શું એ બધાઓના ખુની તમે નથી ? આ મહા ઘેર ગુન્હાથી બચવા માટે શું ઈશ્વરની આંબેમાં પણ તમે ધૂળ નાખી શકશે?
જ્યાં સુધી ગાંધી જે ગુરુ આવી બાબતો ચોખી રીતે સમજાવનાર તમને નહોતો મળ્યા, ત્યાં સુધી તે અજાણપણને પણ બચાવ કદાચ ચાલી શકે, પણ હવે તે ચોખા-ઇરાદાપૂર્વકનાજ ખુનીઓ તમે ખરા કે નહિ? જાગો, અને તમારું ભલું તાકીને એવા ધંધાથી છેટા રહે ! ચાર દહાડાનું ચાંદરણું તે કાલે ટળી જશે અને પછી દીર્ધકાળ સુધી ઘર નર્કમાં સડવાનું અને નીચ યોનિઓમાં રવવાનું આવશે
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૧ મો-પ્રીતિ
૧૪૧
બત્ત આપણા દેશ અથવા પ્રાંતથી ભિન્ન હોય છે. પરંતુ તેઓ જે પૃથ્વી ઉપર વસે છે તે પૃથ્વી કાંઈ આપણી પૃથ્વીથી ભિન્ન હોતી નથીપરંતુ તે છતાં પણ આપણે પૃથ્વીને આપણી પોતાની માની શક્તા નથી, અને તેથી પૃથ્વી પરનાં મનુષ્યોને આપણે ચાહી શકતા નથી.
શિષ્ય –એવી માનિનતા બંધાઈ જવાનું શું કારણ હશે? તેને ઉત્તર શું હજી કોઈએ નહિ આપ્યો હોય?
ગુસ-યુરોપમાં એ પ્રશ્નના અનેક પ્રકારે ઉત્તરે આપવામાં આવે છે. યુરોપમાં હિતવાદની બહુજ પ્રબળતા છે. તેઓને મુખ્ય સિદ્ધાંત જનસમાજના મોટા ભાગનું અધિક કલ્યાણ થવા દેવું, એવા પ્રકાર છે. તે ઉપરાંત ઇસુ ખ્રિસ્તને જાગતિક પ્રીતિવાદ પણ એવું કહે છે કે સર્વ મનુષ્યમાત્ર ઈશ્વરના પુત્ર સ્વરૂપ છે, તેથી પ્રત્યેકે મનુષ્ય પ્રતિ ભાઈ સમાન આચરણ રાખવું જોઈએ.
શિષ્ય –આવા સંતોષકારક ઉત્તર વર્તમાન હોવા છતાં, અને તે ઉપરાંત ક્રાઈસ્ટ ધર્મને ઉન્નત નીતિવાદ પ્રચલિત હોવા છતાં, યુરોપીયન પ્રજાની પ્રીતિ પિતાના દેશની બહાર કેમ વિસ્તાર નહિ પામી શકતી હોય ?
ગુર–તેનાં કારણોની તપાસ કરવા આપણે પ્રાચીન કાળના ગ્રીસ તથા રેમ તરફ જવું પડશે. પ્રાચીન ગ્રીસ તથા રમમાં પ્રથમ કેક પ્રકારને ઉન્નત ધર્મ નહોતે. જે કાંઈ સુંદર અને શક્તિમાન હોય તેની મૃતિપૂજા સિવાય તેઓ કાંઈ વિશેષ જાણતા નહતા, અને તેથી તેઓ ઉચ્ચ ધર્મના સિદ્ધતિથી છેક વિમુખ હતા. જગતનાં મનુષ્યો પ્રતિ શામાટે પ્રેમ રાખે તે પ્રશ્નને તેઓની પાસે એક કે ઉત્તર નહોતો. એટલા માટે તેમને પ્રીતિભાવ દેશની સીમાને ઓળંગી બહાર જઈ શકે નહ; પરંતુ મેં જે બે જાતિઓને ઉલ્લેખ કર્યો તે બને જાતિએ ઉન્નતસ્વભાવવાળી આર્યવંશમાંથી ઉદ્દભવેલી હતી, તેથી તેમનામાં સ્વાભાવિક રીતે જ મહત્વના ગુણો રહેલા હતા. આ મહત્તાને લઈને તેમની પ્રીતિ સ્વદેશની સીમા પર્યત વિસ્તારવા પામી હતી, અને એ દેશપ્રીતિએ બહુજ મનોહર તથા આકર્ષક સ્વરૂપ પકડયું હતું. દેશવાત્સલ્યના ગુણમાં ઉક્ત બને જાતિઓ પૃથ્વીમાં અમર કીર્તિ પ્રાપ્ત કરી ગઈ છે.
આધુનિક યુરોપમાં વર્તમાન કાળે, એક મનુષ્ય પોતે ક્રિશ્ચિયન હોય કે ગમે તે હોય તો પણ તેને મુખ્યત્વે પ્રાચીન ગ્રીસ અને રોમમાંથી ઉતરી આવેલું શિક્ષણ આપવામાં આવે છે. ટૂંકમાં, પ્રાચીન ગ્રીસ અને રેમ અત્યારના યૂરોપને માટે આદર્શ સ્વરૂપ મનાઈ ગયા છે. આ આદર્શોએ આધુનિક યુરોપમાં એટલું બધું આધિપત્ય મેળવ્યું છે કે તેની પાસે મહાત્મા ક્રાઈસ્ટની નીતિ પણ ઝાંખી પડી ગઈ છે. તે સિવાય આધુનિક યુરેપ ઉપર એક બીજી જાતિની પણ સજજડ અસર જોઇ શકાય છે. હું યહુદીજાતિ વિષે બેલવા માગું છું તે તું સમજી ગયો હઇશ. યાહુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મતત્વ
પ્રજા ખાસ કરીને બહુજ દેશવત્સલ હોય છે; પરંતુ દેશવાત્સલ્ય અને જગત્ વાત્સત્યને અતિશય છેટું છે, એ વાત પુનઃ કહેવાની જરૂર નથી. જે દેશવત્સલ હોય તે જગતવત્સલ પણ હોય એમ ભાગ્યેજ બનતું જોવામાં આવે છે. આ પ્રમાણે ત્રણ પ્રકારની અસરે પ્રધાનતઃ યૂરોપીય પ્રજા ઉપર થઈ છે, અને તેથી તે લેકવત્સલ બનવાને બદલે દેશવત્સલ બનવા પામી છે. તેમાં પણ ખૂબી તે એજ છે કે આટલું છતાં યૂરોપને ધર્મ ક્રિશ્ચિયન ધર્મ ગણાય છે. બિચારો ક્રિશ્ચિયન ધર્મ પણ ઉક્ત ત્રણ અસરોને લીધે એટલે બધો નિર્બળ થઈ ગયો છે કે હવે તે માત્ર વાણીમાંજ રહી ગયો છે. તેના જગત હિતના સિદ્ધતિ તરફ કોઈનું લક્ષ ખેંચાતું નથી. યૂરપિય પ્રજા મોઢેથી તે પોતાને જગતવત્સલ બતાવવાને ડોળ કરે છે, પરંતુ તેઓનાં અંતઃકરણમાં જે ઉંડા ઉતરીને તપાસીએ તો દેશવાત્સલ્ય સિવાય બીજું કાંઈ દેખાશે નહિ. મારા કથનનો આશય સમજાય છે ને ?
શિષ્ય-પ્રીતિવૃત્તિનું પ્રાકૃતિક અથવા ચૂરેપીય અનુશીલન તે જાણે મારા સમજ. વામાં આવ્યું. આત્મપ્રીતિરૂપી અંતરાય નડવાથી યુરોપીયન પ્રજાની પ્રીતિવૃત્તિ દેશવાત્સલ્યથી વિશેષ આગળ વધી શકતી નથી, અને તેથી તેઓ પ્રીતિની સંપૂર્ણ ખિલવણી કરી શકતા નથી, એ વાતમાં મને હવે કઈ શંકા રહી નથી. જે પ્રજા જગતની સાથે પોતાને અમુક સબંધ છે, એ વાત શ્રદ્ધાપૂર્વક ન સ્વીકારે, તે પ્રજા જગતનાં મનુષ્યોનું હિત સાધવાને તત્પર ન થાય, એમાં હવે મને કંઈ આશ્ચર્ય જેવું જણાતું નથી. હવે પ્રીતિને પારમાર્થિક અથવા ભારતવર્ષીય અનુશીલનનો મર્મ સમજાવવાની કૃપા કરશો ? - ગરઃ–પરંતુ તે પહેલાં તારે ભારતવર્ષીય દૃષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ વિચારી લેવું જોઈએ. ક્રિશ્ચિયનોને ઈશ્વર જગતથી તદ્દન સ્વતંત્ર છે. અલબત્ત તે જગતનો ઈશ્વર છે. એમ મનાય છે, પરંતુ જર્મની અથવા આશીયાનો રાજા જેવી રીતે સમસ્ત જર્મન પ્રજા અથવા ઋશીઅન પ્રજાથી એક સ્વતંત્ર વ્યકિત છે, તેવી જ રીતે ક્રિશ્ચિયોનો ઇશ્વર પણ જગતથી એક પૃથક–જુદી જ વ્યક્તિ ગણાય છે. આ પૃથ્વીના રાજાઓની માફક તે ઈશ્વર પણ જગતથી ભિન્ન રહી રાજ્યપાલન તથા રાજ્યશાસન ચલાવે છે. અર્થાત દુષ્ટનું દમન, શિષ્ટોનું પાલન, તથા લેકની સાર સંભાળ પણ તે લે છે. તેમને ઈશ્વર પોલીસની માફક મનુષ્ય ઉપર દેખરેખ રાખે છે. પૃથ્વીના રાજાની કૃપા પ્રાપ્ત કરવા જેવી રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ તેવીજ રીતે તે જગતના ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે મનુષ્યોએ તેના પ્રતિ પ્રીતિ તથા ભકિતભાવ દર્શાવવા જોઈએ.
હિંદુઓને ઈશ્વર તે નથી. તે તે સર્વ ભૂતમય-સર્વ પ્રાણીમાત્રના અંતરાત્મા સ્વરૂપ છે. તે જડ જગતમય નથી–૫ણ જગતથી પૃથક્ છે, છતાં તેના વડે જ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૧ મા-પ્રીતિ
૧૪૩
જગની સ્થિતિ તથા ગતિ છે. જેવી રીતે એક સૂત્રના આધારે મણના હાર શાભે છે, અને જેવી રીતે આકાશને વિષે વાયુ ગતિ કરે છે તેવીજ રીતે આ જગત્ ઈશ્વરનાજ આધારે ટકી રહ્યું છે. ક્રાંઈ પણ મનુષ્ય એવા નથી કે જેનામાં ઇશ્વરના વાસ ન હાય. તે પ્રત્યેક પ્રાણીમાત્રમાં વિદ્યમાન છે. મારામાં પણ તેનેજ નિવાસ છે. મતે પ્રેમથી ચાહનાર મનુષ્ય ઇશ્વરતેજ ચાહે છે. ઇશ્વરને નહિ ચાહનાર મનુષ્ય મને પણ ચાહી શકતા નથી, અને ધ્રુવરને ચાહનાર મનુષ્ય સકળ મનુષ્ય જાતિને પશુ પ્રેમથી ચાહી શકે છે. જે કાઇ, ઇશ્વરને ચાહી શકતું નથી તે ઈશ્ર્વરને કે પેાતાને પણ ચાહી શકતા નથી. અર્થાત્ સમસ્ત જગત્ જ્યાંસુધી પ્રીતિની ઋતગત થઈ ન જાય ત્યાંસુધી પ્રીતિનું અસ્તિત્વજ સ્વીકારી શકાય નહિ. આ સમસ્ત જગત્ ઈશ્વરમય અથવા મારા પેાતામયજ છે—હું પાતેજ છું એમ જ્યાં સુધી આપણે સમજી શકીએ નહિ, ત્યાંસુધી આપણે આપણુને સંપૂર્ણ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, પવિત્ર ભક્તિ કે મનેાહર પ્રીતિભાવ પ્રાપ્ત થવાની આશા રાખવી નિષ્ફળ છે. આ પ્રકારની જાગતિક પ્રીતિ એજ હિંદુધર્માંનું મૂળ છે. આવી અઢેદ્ય અને અભિન્ન જાગતિક પ્રીતિ સિવાય હિન્દુત્વ પણ સંભવતું નથી. શ્રીકૃષ્ણ પરમાત્માનાં તે મહામહિમામય વાકયેાનું પુન: સ્મરણુ કરઃ— सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥
यो मां पश्यति सर्वत्र सर्वे च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ *
અર્થાત્--જે યોગયુકત આત્મા સર્વ પ્રાણીમાત્રમાં પેાતાનેજ રહેલા સમજે છે અને પેાતાનામાંજ સર્વભૂતાના વાસ છે, એમ માને છે; તથા જે મને સર્વાંત્ર વ્યાપક સમજે છે અને મારામાંજ સને રહેલાં જીવે છે તેનાથી હું અદશ્ય રહેતા નથી તેમજ તે પણ મારાથી અદૃશ્ય રહેતા નથી.
ટુકામાં એટલુંજ કહેવું ખસ થશે કે હિન્દુશાસ્ત્ર અનુસારે મનુષ્યપ્રીતિ એ ઈશ્વરભકિતની અંદરજ સમાવેશ પામી જાય છે. મનુષ્યપ્રીતિ ન હેાય તેા પ્રવરભકિત પશુ સંભવિત છે. ભકિત અને પ્રીતિ, હિન્દુશાસ્ત્રની દૃષ્ટિએ તદ્દન અભિન્ન
* વૈદિક ધર્મ પશુ તેજ છે. વાજસનેય સ ંહિતાપનિષમાં કહ્યું છે કે:— यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥ यस्मिन् सर्वाणि भूतान्यात्मैवाभूद्विजानतः । तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધર્મતત્ત્વ
અને અચ્છેદ્ય છે—ભકિત વિના પ્રીતિ રહીજ ન શકે, તેમ પ્રીતિ વિના ભકિત પણ રહીશકે નહિ, ભકિતતત્ત્વનું સ્પષ્ટીકરણ કરતી વેળા આ વાત હું તને કહી ગયા . ભગવદ્દગીતા તેમજ વિષ્ણુપુરાણવાળા પ્રહાદરિત્રમાંથી મેં જે વાયા તારી પાસે ઉષ્કૃત કર્યા હતાં, તે ઉપરથી પણ તું જોઇ શકયા હેઈશ કે ભકિત અને મનુષ્ય પ્રીતિને બહુજ નિકટના સબંધ છે,
જ્યારે હિરણ્યકશિપુએ પ્રહ્વાદને પ્રશ્ન કર્યાં કે:-“ ત્રુની સાથે રાજાએ કેવી રીતે વર્તવુ જોઇએ ?” ત્યારે પ્રહાદે ઉત્તરમાં કહ્યું કેઃ- શત્રુ હેઇજ કેમ શકે ? પ્રાણીમાત્ર વિષ્ણુમય—-શ્વરમય છે. શત્રુ અને મિત્ર એવા ભેદો કેવી રીતે પાડવા તેજ હુ' તા સમજતા નથી. ” પ્રીતિતત્ત્વ સબંધે આપણે જે વિચાર કરવાના હતા, તેના થોડા અંશ તેા અહિંજ સમાપ્ત થાય છે. વસ્તુતઃ પ્રહાદના છેલ્લા શબ્દો એવા મહત્ત્વના છે કે એટલા શબ્દો ઉપરથીજ હિંદુધર્મોની શ્રેષ્ઠતા તથા મહત્તાનું સંપૂર્ણ માપ કાઢી શકાય છે. પ્રહાદના સફળ ઉત્તરા તથા ભગવદ્દગીતામાંથી ચુટી કહાડેલાં વાકયાનું આ સ્થળે એકવાર પુન: સ્મરણુ કરી લે. જો તે વાકયા તારા સ્મરણમાં ન રહ્યાં દાય તે તેનું ઉકત ગ્રન્થામાંથી પુન: અધ્યયન કરી લે. જ્યાં સુધી એ વાકયાનું મહત્ત્વ તારા હૃદયમાં અંકિત નહિ થાયત્યાસુધી હિંદુધનું પ્રીતિતત્ત્વ તું સંપૂ રીતે સમજી શકશે નિહ. આ પ્રીતિવડેજ જગત્ ટકી રહ્યુ છે. જો આવી પ્રીતિ આપણામાં સ્વાભાવિક રીતેજ ન હાત તે જગત્ કયારનુ ંયે અવ્યથિત અને છિન્નભિન્ન થઈ ગયું. હાત. પ્રીતિ વિના આ જગત્ કેવળ જપિંડ જેવુ જ ખની ગયું હાત. મનુષ્યેામાં પ્રીતિતત્ત્વના છેક અભાવ હાત તા બે વિદ્વેષી મનુષ્યા આ જગત્ ઉપર એક ક્ષણ માત્ર પણ છવી રાકત નહિ. પ્રીતિના અભાવે આ સ ંસાર કયારનેા મનુષ્યશૂન્ય બની ગયા હોત, અને કદાચ તેમ ન બન્યું હોત તે। આ મનુષ્યલાકે અસહ્ય નરકનું ભયંકર રૂપ ધારણ કર્યું. દાત. ભકિત પછી પ્રીતિની આગળ ખીજી એકે ઉચ્ચવ્રુત્તિ નથી. જેવી રીતે ઇશ્વરને વિષે આ જગત્ ગુથાયેલું છે, તેવીજ રીતે પ્રીતિવર્ડ આ જગત્ ગતિમાન થઇ રહ્યું છે. શ્ર્વર પાતેજ પ્રીતિ અને ઇશ્વર પોતેજ ભક્તિ રવરૂપે જગા એક માત્ર આધાર છે. પ્રાણીમાત્રના હૃદયમાં જે પ્રીતિ તથા ભકિત રહેલી છે તે ઇશ્વરરૂપજ છે. અજ્ઞાનને લીધે આપણે ધ્રુવરને ઓળખી શકતા નથી, તેમજ અજ્ઞાનને લીધે આપણે પ્રીતિ તથા ભકિતનું સંપૂર્ણ માહાત્મ્ય સમજી શકતા નથી. એટલાજ માટે મેં કહ્યું છે કે ભકિત તથા પ્રીતિના યેાગ્ય અનુશીલન અર્થે મનુષ્ય માત્ર પેાતાની જ્ઞાનાની વૃત્તિઓને યથાયોગ્ય પ્રમાણમાં કેળવવી જોઇએ. જ્ઞાનાની વૃત્તિ જો કેળવાય નહિ તે ભક્ત પ્રીતિ આદિ વૃત્તિ પણ વિકસિત થઇ શકે નહિ. પ્રત્યેક વૃત્તિનું ચાય પ્રમાણમાં અનુશીલન અથવા ખીલવણી કરવી એ મનુષ્ય માત્રની પવિત્ર ફરજ છે, એમ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૧ મે-પ્રીતિ
૧૪૫ હતું તે એટલાજ માટે કે સમસ્ત વૃત્તિઓની યથાયોગ્ય સ્કુતિ ન થાય તે ધર્મની પ્રાપ્તિ પણ થઈ શકે નહિ.
શિષ્ય-પ્રીતિવૃત્તિની ભારતવષય અથવા પારમાર્થિક અનુશીલન પદ્ધત્તિ મારા જાણવામાં આવી ગઈ. જ્ઞાનધારા ઈશ્વરનું સ્વરૂપ સમજી જગતની સાથે તેની તથા આપણી અભિન્નતા છે, એવી ક્રમે ક્રમે આપણે દઢ શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. છેવટે જ્યારે સર્વ લેકને આપણે આપણું આત્મા સમાન લેખતાં શીખીએ ત્યારે જ પ્રીતિવૃત્તિની સંપૂર્ણ સ્તુતિ થઈ એમ ગણાય. આત્મપ્રીતિ (સ્વાર્થવૃત્તિ) પણ એ જાગતિક પ્રીતિની વચમાં વિન નાખી શક્તી નથી. કારણ કે સમસ્ત જગત જે પ્રભુમય અથવા આત્મમય જણાવા લાગે તે પછી આત્મપ્રીતિ કાંઈ હાનિ કરી શકે એ સંભવ રહેતો નથી. આવી પ્રીતિસ્કૃતિનું પરિણામ છેવટે માત્ર દેશવાત્સલ્યમાં જ આવીને નહિ અટકતાં જગત વાત્સલ્યમાં જ પરિણામ પામે છે. પ્રાકૃતિક (ભૌતિક અથવા સ્કૂલ) ઉન્નતિના પરિણામે યુરોપમાં તો દેશવાત્સલ્યને જન્મ થયો છે, પરંતુ હું જાણવા માગું છું કે આપણા ભારતવર્ષમાં જગત વાત્સલ્ય ક્યાંય જન્મ લીધે છે?
ગુર–આજકાલ એવું બનતું જોવામાં આવતું નથી. પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારોએ આપણા ઉપર એવી તે સજજડ અસર કરી છે કે હવે આપણે જગતવત્સલ થવાને બદલે દેશવત્સલ થવા લાગ્યા છીએ. અત્યારે આપણને અન્ય પ્રજાઓ ઉપર તિરસ્કાર આવવા લાગ્યો છે, પરંતુ અત્યાર સુધી આ દેશમાં એવું કાંઈજ નહતું. “દેશવાત્સલ્ય” એવી વસ્તુજ આ દેશમાં રહેતી. અન્ય પ્રજાપ્રતિ ભેદભાવે વર્તવું, એ કોઈને કદાપિ ખ્યાલ પણ આવતે નહે. હિંદુ રાજાઓની પછી મુસલમાન રાજાઓ થયા તોપણ હિંદુઓએ તેમની સામે કશે વાંધો ઉઠાવ્યો નહિ. હિંદુઓને મન હિંદુ તથા મુસલમાન એક સમાન હતા. મુસલમાન પછી અંગ્રેજો આવ્યા, તે પણ હિંદુઓએ એકકે શબ્દ ઉચ્ચાર્યો નહિ, એટલું જ નહિ પણ હિંદુઓએ જ અંગ્રે. જેને બોલાવી રાજ્ય ઉપર બેસાર્યા. હિંદુ સીપાહીઓ અંગ્રેજોની તરફથી લડયા અને હિંદુઓનું રાજ્ય તેમને જ અર્પણ કર્યું. કારણ કે અંગ્રેજો પિતાનાથી ભિન્ન જાતિના છે, એ ખ્યાલજ હિંદુ પ્રજાને આવી શકો નહતો. અંગ્રેજો પ્રત્યે તેમને મુલ દ્વેષભાવ નહતો. આજે પણ ભારતવર્ષ અંગ્રેજી રાજ્ય પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે. અંગ્રેજ પ્રજા હિંદુજાતિની આવી પ્રભુભક્તિ-રાજભક્તિ સમ્યફરૂપે સમજી શકતી નથી, અને તેથી તે હિંદુજાતિને દુર્બળ માની કૃત્રિમ પ્રભુભક્ત જાતિ માને છે. પરંતુ અંગ્રેજી પ્રજાની તે એક ગંભીર ભૂલ છે, એમ કહેવાની જરૂર નથી.
* અગ્રેજ પ્રજાની એ ભૂલ, અને તે તેને શ્રેષ્ઠ માની લેવાની હિંદીઓની ભૂલ, એ બંને ભૂલો અથવા બ્રમણાઓનો ઘટસ્ફટ હવે કેવી રીતે થવા માંડયા છે તે વાત હવે પ્રસિદ્ધજ છે.
સંપાદક ૧. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૬
:
ધર્મતત્તવ
શિષ્ય પરંતુ હિંદુ પ્રજા અથવા અંગ્રેજોના હિંદુ સીપાઈઓ “ઈશ્વર સર્વ ભૂતમાત્રમાં છે, સર્વત્ર આત્મતત્વ છે.” એમ માનીને જ અંગ્રેજો તરફથી લડયા હેય એમ હું તો માની શકતું નથી.
ગુરુ – સાધારણ જનસમાજ એવી તાત્વિક વાતને સમજી ન શકે. એ વાત તો તદ્દન સ્પષ્ટ જ છે. પરંતુ જાતીય ચરિત્ર સર્વદા જાતીય ધર્મને જ અવલંબી રહ્યું હોય છે, એ સિદ્ધાંત વિસરી જ જોઈતું નથી. જેઓ પિતાને જાતીય ધર્મ સમજતા નથી તેઓને પણ જાતીય ધર્મને અધીન રહ્યા સિવાય ચાલતું નથી. અર્થાત જાતીયધર્મઠારાજ જાતીય ચરિત્ર ઘડાય છે. ધમને ગૂઢ ભમ તે બહુજ અલ્પ મનુષ્ય સમજી શકે છે, પરંતુ જેઓ તે ગુઢ મમ સમજી શકે છે તેમની આજ્ઞાથી અને તેમના અનુકરણ દ્વારા તે દેશનું જાતીય (સામાછક) ચરિત્ર પણ કમે કમે ગઠિત તથા શાસિત થતું ચાલે છે. હું તને જે અનુશીલન ધર્મ આજે સમજાવવા બેઠો છું. તે ધર્મ પણ સર્વ સાધારણું હિંદુ પ્રજાને માટે સહજે સમજાય એમ હું માનતો નથી, પરંતુ એટલું તો નિશ્ચિત્તજ છે કે જે વિદ્વાન પુરુષો આ ધર્મના રહસ્યને બરાબર સમજીને ગ્રહણ કરે તે તેમની આજ્ઞા અને અનુકરણદ્વારા સમસ્ત હિંદુજાતીનું જાતીય ચરિત્ર પણ ગઠિત થયા વના રહે નહિ. જાતીય ધર્મનું મુખ્ય ફળ બહુજ અ૮૫ મનુષ્યને પ્રાપ્ત થાય છે. પરંતુ તેનું ગણું ફળ તે સૌ કોઈને અવશ્ય જ પ્રાપ્ત થાય છે. - શિષ્યઃ–એક વાત હજી બરાબર સમજાઈ નહિ. આપે પ્રીતિની જે પારમાર્થિક અનુશીલનપદ્ધતિ દર્શાવી તેના પરિણામે જગત વાત્સલ્યમાં દેશવાત્સલ્ય સમાઈ જાય, એ વાત તો હું સમજી ગયો. પણ દેશવા સત્યના અભાવે આ ભારતવર્ષ સાતમેં વર્ષથી પરાધીનપણે અવનતિ પામતો જાય છે, તેનો કોઈ વિચાર કર્યો છે આપે કહી તે પારમાર્થિક પ્રીતિ સાથે જાતીય ઉન્નતિને કાંઈ સંબંધ છે ખરો ?
ગુસ-નિષ્કામ કર્મગદ્વારાજ જાતીય ઉન્નતિ થઈ શકે. પિતાનાં સર્વ કર્તવ્ય-કર્મ નિષ્કામપણે કરવાં જોઈએ. જે કર્મો ઈશ્વરાનુમોદિત એટલે કે શાસ્ત્રસંમત હોય તેજ કર્મો અનુચ્છેય છે, એ વાત પૂર્વે હું કહી જ ગયો છું. આત્મરક્ષા, દેશરક્ષા, પરપીડિતની રક્ષા, અને પતિનો ઉદ્ધાર–એ સર્વ ઈશ્વરાનુદિત કર્યો છે, અને તેથી તે આચરવા યોગ્ય છે. અર્થાત નિષ્કામ ચિત્તે આત્મરક્ષા, દેશરક્ષા, પીડિત બધુઓની રક્ષા તથા દેશીય લેકની ઉન્નતિ કરવાના પ્રયત્ન અંતઃકરણ પૂર્વક કરવા જોઈએ.
શિષ્ય:–નિષ્કામ પણે આત્મરક્ષા કેમ થઈ શકે, તે સમજાતું નથી. આત્મરક્ષા પિતેજ સકામ છે.
ગુરા–તે પ્રશ્નનો ઉત્તર હવે પછી આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
अध्याय २२ मो-आत्मप्रति
શિષ્ય –નિષ્કામ આત્મરક્ષા કેવી રીતે થઈ શકે એ પ્રશ્નનો ઉત્તર આપે આજે આપવાનું કહ્યું છે. કૃપા કરીને તેનું સમાધાન કરો તો સાંભળવાની ઈચ્છા છે.
ગુર–આપણું ભકિતવાદના સમર્થન માટે કોઈ પાશ્ચાત્ય પંડિત પ્રમાણો આપે એવી આશા હું રાખતા નથી. છતાં હર્બટસ્પેન્સરની એક યુક્તિને ભાવાર્થ હું તને કહું તે સાંભળ
ઇશ્વરની સૃષ્ટિની રક્ષા માટે પ્રત્યેક પ્રાણીએ પિતાની આત્મરક્ષા કરવી જોઈએ. સૃષ્ટિ રક્ષા અર્થે આત્મરક્ષા અત્યંત પ્રજનીય છે, અને તેથી તે ઇશ્વરદિષ્ટ કમ છે. એ ઈશ્વરાનુમોદિત કર્મ સર્વદા નિષ્કામપણે કરવું જોઈએ. આત્મરક્ષા પણ નિષ્કામપણે થઈ શકે છે, અને તેમ કરવું એ પ્રાણીમાત્રની ફરજ છે.”
હવે, પરહિત અને પરરક્ષાની સાથે આ આત્મરક્ષાની સરખામણી કરી જે. પરહિત ધર્મ કરતાં પણ આત્મરક્ષાધર્મનું ગૌરવ અધિક છે. જે જગતના લેકે પરસ્પરનું હિત ન કરે, અથવા પરસ્પરની રક્ષા ન કરે તો તેથી જગત મનુષ્યરહિત થઈ જાય એવો સંભવ નથી. ઉદાહરણ તરીકે અસભ્ય કિંવા જંગલી મનુષ્ય પરહિત ધર્મને લેશ પણ સમજતા નથી. છતાં પણ જંગલમાંથી જંગલી જાતિઓ હજી નષ્ટ થઈ નથી, અને થઈ શકે પણ નહિ; પરંતુ કોઈ પણ સભ્ય અથવા અસભ્ય સમાજ જે આત્મરક્ષામાં બેદરકાર રહે છે તેનો નાશ તે વહેલો મોડો થયા વિના રહેજ નહિ. જે પ્રત્યેક મનુષ્ય અથવા પ્રત્યેક પ્રાણી પિતાની આત્મરક્ષા અર્થે સર્વદા તત્પર ન રહે તો જગતમાં એક પણ મનુષ્ય કે એક પણ પ્રાણી બચી શકે નહિ. મતલબ કે પરહિત કરતાં પણ પિતાના પ્રાણની રક્ષા કરવી એ અત્યંત પ્રોજનીય છે.
શિષ્ય –આપના આ સિદ્ધાંત મને તે નાસ્તિક જેવા જણાય છે. કેમકે હું કોઈને કાંઈ પણ આપ્યા વિના મારું પેટ જ ભર્યા કરે તો તેનું પરિણામ શું આવે?
ગુરુતું તારા માટે જે કાંઈ ખાવાની સામગ્રી એકત્ર કરી શકે, તે સર્વ સામગ્રી જે તું દરરોજ અન્યને વહેંચી દે તે, બહુ બહુ તો સાત-આઠ દિવસે તારા દાનધર્મને અંત આવ્યા વિના રહે નહિ; કારણ કે તું પોતે ખાઈ ન શકે તો તારો દેહ પણ ટકી શકે નહિ. પરાર્થે કાંઈ પણ વાપરવું નહિ, એમ હું કહેવા માગત નથી, પરંતુ પોતાની આત્મરક્ષાઅર્થે પણ પ્રત્યેકે ખાવું તે જોઈએ, એજ હું કહેવા માગું છું. પરાર્થે કાંઈ પણ વાપરી શકે એવી જેની સ્થિતિ ન હોય, તેણે પરને આપ્યા વિના તેિજ પિતાને નિર્વાહ ચલાવી લેવું જોઈએ. અહીં કેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધર્મતત્વ
લીક ગેરસમજ ઉત્પન્ન થવાને ભય છે ખરો. જેઓ પિતાના મોજશોખની ખાતર લખલૂટ ખર્ચ કર્યા કરતા હોય, તેઓ પરાર્થે કાંઈ પણ દાન આપી શકે નહિ તે તે તેમને માટે કોઈ પણ રીતે સંતવ્ય લેખી શકાય નહિ. જેઓ ભૂતમાત્રમાં આત્મ
બુદ્ધિ રાખતા હોય, તેમણે તે પોતાના આહારમાં અને પરના આહારમાં કઈ પણ પ્રકારને ભેદભાવ રાખ ઉચિત નથી; કારણ કે પોતાનામાં અને મન્યમાં સમાન બુદ્ધિ રાખવી એજ શ્રેષ્ઠ ધર્મ છે.
શિષ્ય --ઉદાહરણ આપવામાં જ મારી ભૂલ થઈ ગઈ. પરોપકારાર્થે પિતાના પ્રાણને ભોગ આપવો એ શું આપણું કર્તવ્ય નથી ?
ગુર–અનેક સમયે તેમ કરવું એ પણ આવશ્યક કર્તવ્ય છે, અને તે સમયે તે કર્તવ્ય નહિ બજાવવું એ અધર્મ છે. શિષ્ય:--એ વિષે કૃપા કરીને એક બે દષ્ટાંત આપ તે સાંભળવાની ઇચ્છા છે.
ગુજઃ-જે માતાપિતાના પ્રતાપે તને આ દેહ પ્રાપ્ત થયો છે, અને જેમના પ્રતાપે તું કર્મ તથા ધર્મ કરવાને યોગ્ય બન્યો છે, તે માતાપિતાની રક્ષાર્થે પ્રસંગેપાત પ્રાણુ અર્પણ કરવો પડે તે કરવો એ ધર્મ છે, અને તેને પ્રસંગે તે કર્તવ્ય ન બજાવવું તે અધર્મ છે.
તેવી જ રીતે તેને પ્રાણુદાન આપવાનો જો અન્ય કેઈએ પ્રયત્ન કર્યો હોય, તે તેમને માટે પણ તારે પ્રાણનું બલિદાન આપવાને તત્પર રહેવું જોઈએ.
તેજ પ્રમાણે જેઓના રક્ષકતરીકે તારે તારું કર્તવ્ય બજાવવાનું હોય. તેમને માટે પણ પ્રાણ આપ એ પણ તારું આવશ્યક કર્તવ્ય છે. હવે, તું કોનો કેને રક્ષક છે, તે વિષે વિચાર કરી છે. એક તો તારાં સ્ત્રી-પુત્રાદિનો અને તારા પરિવાર વર્ગને, (૨) સ્વદેશન, (૩) તારા સ્વામીન–અર્થાત જેઓ તને પગાર આપી પિતાના કાર્યમાં યોજે છે તે શેઠને, અને (૪) શરણાગતનો. એટલા માટે સ્ત્રીપુત્રાદિ પરિ વાર, સ્વદેશ, સ્વામી તથા શરણુગત વિગેરેની રક્ષા અર્થે તારે તારા પ્રાણની આહુતી આપવી એ તારો ધર્મ છે.
જેઓ પોતાની રક્ષા કરવાને અશકત હોય, તેમની રક્ષા મનુષ્યમાત્રે કરવી જોઇએ. સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો, રેગીઓ તથા આંધળા–અપગે વિગેરે પિતાની રક્ષા કરી શકતા નથી. આવા મનુષ્યોની રક્ષા અર્થે પણ આપણે પ્રાણ ત્યાગ કરવો પડે છે તે કરે એ ધર્મ છે.
એ સિવાય પણ પ્રાણપરિત્યાગ કરવાના અનેક પ્રસંગે આવે છે, કે જેની અત્યારે ગણત્રી થવી અશક્ય છે, તેમજ તેની એટલી બધી આ પ્રસંગે જરૂર પણ નથી. જેની જ્ઞાનાર્જની તથા કાર્યકારિણી વૃત્તિઓ યથાયોગ્ય વિકાસ પામી હોય છે. તેઓ કે પ્રસંગે પ્રાણપરિત્યાગ કરે તે ધર્મ છે, અને કેવે પ્રસંગે તેમ કરવું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૨ મે-આત્મપ્રીતિ
૧૯
અધર્મ છે તે વાત બહુ સારી રીતે સમજી શકે છે.
શિષ્ય:–આપને કહેવાનો આશય એ છે કે આત્મપ્રીતિ એ અન્ય પ્રત્યેની પ્રીતિવૃત્તિની વિરોધી હોવા છતાં તે તિરસ્કારને પાત્ર તે નથી જ; પરંતુ આત્મપ્રીતિને યોગ્ય નિયમોથી સીમાબદ્ધ કરીને જ તેનું ઉચિત અનુસરણ તથા વિકાસ કરે જોઈએ. એમજને?
ગુસ–વસ્તુતઃ જે સ્વ–પરમાં કઈ ભેદ ન લાગતે હેય અને સર્વ કેાઈ સમાન છે, એવી વૃત્તિ સતત રહ્યા કરતી હેય, તે તે પછી સ્વ અને પર એવા ભેદો પાડવા એજ અનુચિત છે. આત્મપ્રીતિને યોગ્યરૂપે કેળવવાથી તથા તેને વ્યવસ્થિત બનાવવાથી ક્રમે ક્રમે તેને સમાવેશ જાગતિક પ્રીતિમાં થઈ જાય છે, કારણ કે આપણે કાંઈ આ જગતની બહાર નથી. ધર્મનું, અને તેમાં પણ ખાસ કરીને હિંદુધર્મનું મૂળ એક માત્ર ઈશ્વર છે. ઈશ્વર સર્વ ભૂતમાં વ્યાપ્ત છે, અને તેથી પ્રાણીમાત્રનું હિત સાધવું એજ આપણો ધર્મ છે. હું પૂર્વે જ કહી ગયો છું કે સર્વ વૃત્તિઓને ઇશ્વરમુખી કરવી એ મનુષ્યજન્મને અંતિમ ઉદ્દેશ છે. જો પ્રાણીમાત્રનાં હિત સાધનમાં ધર્મ હોય તો પછી પરનું હિતસાધન કરવું એ પણ ધર્મકર્તવ્ય છે, એમ કહેવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે પિતાનું હિત સાધવું એ પણ આપણે ધર્મકર્તવ્ય છે; કારણ કે આપણે પણ સર્વ ભૂતના અંતર્ગતજ છીએ. જેવી રીતે અન્ય પ્રાણીઓમાં ઇશ્વરનું અસ્તિત્વ છે, તેવી જ રીતે આપણુમાં પણ છે, એ વાતને અસ્વીકાર કેવી રીતે થઈ શકે ? સારાંશ કે પરપ્રાણીની રક્ષા કરવી એ જેમ આપણે ધર્મ છે, તેવી જ રીતે પોતાની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે.
શિષ્યઃ–પણ મૂળ વાતમજ મોટો વધે આવે છે, તેનું કેમ? જે સ્થળે આત્મહિત અને પરહિત વચ્ચે પરસ્પર વિરુદ્ધતા ઉપસ્થિત થાય ત્યારે આત્મહિત સાધવું કે પરહિત સાધવું તેને નિર્ણય કેવી રીતે કરવો ? અત્યારે પૂર્વેના ધર્મવેત્તાઓ એમજ કહી ગયા છે કે જ્યાં આ વિધ ઉત્પન્ન થાય ત્યાં પરહિત સાધવું એજ ધર્મ છે. તે વિષે આપનો શું અભિપ્રાય છે?
ગુરુ –તેં જે છેલ્લી વાત કહી તેવી વાત કોઈ ધર્મમાં હોય એમ મારે જાણવામાં નથી. ક્રિશ્ચિયન ધર્મ કહે છે કે બીજાઓ તરફથી જે પ્રકારના વર્તનની ઈચ્છા તમે રાખતા હો તેવા પ્રકારનું વર્તન તમે તેમના પ્રત્યે કરો. આ વચન ઉપરથી એટલું તે સમજી શકાય છે કે તેમાં પરહિતને પ્રાધાન્ય આપવાને બદલે સ્વહિત તથા પરહિત એ ઉભયને એકસરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ એ વાતને આપણે હમણું રહેવા દઈએ; કારણ કે આપણે પણ આ અનુશીલન તત્ત્વની વ્યા
ખ્યામાં, ખાસ પ્રસંગે પરહિતનેજ અગત્યનું સ્થાન આપવું પડશે; પરંતુ તારા પ્રશ્નને નિર્ણય તે બહુજ સરળ રીતે થઈ શકે તેમ છે. તારા પ્રશ્નના ઉત્તરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મતત્વ
સર્વથી પ્રથમ મારે એટલું કહી દેવું જોઈએ કે પરનું અનિષ્ટ થાય છે તે સદાય અધર્મજ છે. એટલે કે અન્યનું અનિષ્ટ કરી પિતાનું હિત સાધવાને કોઈને પણ અધિકાર નથી. હિંદુધર્મ તથા ક્રિશ્ચિયન ધર્મ તથા બીજા ધર્મો પણ આમાં સમ્મત થયા વિના રહેશે નહિ. વર્તમાન દાર્શનિક તથા નીતિવેત્તાઓ પણ તેથી જુદા પડી શકે તેમ નથી. અનુશીલન તત્ત્વ તું જે બરાબર સમજી શકો હઈશ તો તારા લક્ષમાં આટલી વાત તે ખાસ કરીને આવીજ હશે કે પરનું અનિષ્ટ ચિંતવવું એ પણ ભકિત, પ્રીતિ આદિ એક વૃત્તિઓના અનુશીલનમાં મહાન વિઘરૂ૫ છે, એટલું જ નહિ પણ સમાનભાવ કે જેને ભક્તિ તથા પ્રીતિના લક્ષણરૂપ માનવામાં આવે છે, તે સમાનભાવનો પણ એ દુષ્ટવૃત્તિ ઉછેર કરે છે. પરનું અનિષ્ટ કરવાની ભાવનાથી ભક્તિ-પ્રીતિ–દયા આદિ શ્રેષ્ઠ વૃત્તિઓ લુપ્ત થઈ જાય છે, એટલા માટે અન્યનું અહિત કરીને પણ પિતાનું હિત સાધી લેવું એ તો છેક જ અનુચિત છે. હિંદુશાસ્ત્રની તથા આપણું અનુશીલન ધર્મની પણ એજ આજ્ઞા છે. આત્મપ્રીતિને ઉપર કહ્યો તે એક મુખ્ય નિયમ છે.
શિષ્ય --આ નિયમનો અમલ કેવી રીતે કરે છે, તે સમજાવો. દાખલાતરીકે એક માણસ ચોર છે, અને તેનાં સ્ત્રીપુત્રાદિ કુટુંબીઓ ભુખથી ટળવળી રહ્યાં છે. ચોરી કરનારા મનુષ્યો ઘણું કરીને એવી અવસ્થા જ ભોગવતા હોય છે, એમ કહેવાની જરૂર નથી. એવો કોઈ ચેર, ધારો કે મારે ત્યાં રાત્રે ખાતર પાડવા આવે, અને તાળા તેડવા માંડે તો તે વખતે મારે શું તેને ન પકડ? ચોરી કરવાનો તેને ઉદેશ પોતાના પરિવાર વર્ગને અન્ન-વસ્ત્ર આપવા સિવાય બીજું કાંઈજ નથી, એ વાતને હું અસ્વીકાર નથી કરતો, પરંતુ એવા ચોરને જ કરવો, અથવા તે તેને ઇનામ આપીને વિદાય કરે, એને આપ શું યોગ્ય ધારો છો?
ગુરુ –નહિ, એવાઓને તે પકડી યોગ્ય સજા અપાવવી જોઈએ.
શિષ્ય:--એમ કરવાથી મારી સંપત્તિની તો રક્ષા કરી શકું અને મારું પોતાનું હિત સાધી શકું, પણ પેલા ચેરનું તથા તેનાં કુટુંબીઓનું ભયંકર અનિષ્ટ થાય તેનું શું કરવું ? આપને પ્રથમ નિયમ હવે કયાં ગયો?
ગુસ:--ચોરનાં નિરપરાધી સ્ત્રીપુત્રાદિ જે ભુખથી રીબાતાં હોય અને તેમને ખાવા માટે તું કાંઈ આપે તો તે કાર્ય અગ્ય નજ કહેવાય. ચોર પોતે પણ સુધા–તૃષાથી પીડાતો હોય તે તેને પણ અન્ન-પાણી આપવું જોઈએ; પરંતુ તેને તેની ચોરીના અપરાધ માટે તે અવશ્ય દંડ મળવો જ જોઈએ, કારણ કે ચોર વિગેરેને જે ઉચિત શિક્ષા ન કરવામાં આવે છે તેથી આપણું એકલાનું જ નહિ પણ સમસ્ત મનુષ્યજાતિનું અનિષ્ટ થાય છે. ચોરેને આશ્રય આપવાથી ચૌયવૃત્તિને ઉત્તેજન મળે છે અને તેથી એકંદરે સમાજનું અહિતજ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૨ મે-આત્મપ્રીતિ
૧૫૧
શિષ્ય–આ તે આપે વિલાયતી હિતવાદને સિદ્ધાંત રજુ કર્યો. જનસમાજના મોટા ભાગનું મોટું હિત થાય એ સૂત્રનું આવા પ્રસંગે અવલંબન લેવું જોઈએ, એમજ આપ કહેવા માગો છો ને ? | ગુસ–હિતવાદને સિદ્ધાંત મશ્કરીમાં ઉડાવી મૂકવા જેવું નથી. હિતવાદીઓની એક મહાન ભૂલે છે તે આપણે સુધારી લેવી જોઇએ. તેઓ એમ કહે છે કે હિતવાદની અંદરજ સમસ્ત ધર્મોનું રહસ્ય સમાઈ જાય છે, પણ તે તેમને ભ્રમ છે. હિતવાદ તો ધર્મતત્વને એક સામાન્ય અંશમાત્ર છે. મેં હિતવાદને ઉપર જે મહત્વ આપ્યું તેને તે આપણા અનુશીલનવાદના એક ખુણામાંજ હું સ્થાન આપુ છું. હિતવાદને સિદ્ધાંત સત્ય છે, પણ તે ધર્મતત્વના સમસ્ત ક્ષેત્ર ઉપર પ્રસરી જાય એટલે બળવાન નથી. ધર્મ જોઈએ તો ભક્તિમાં અથવા સર્વભૂતમાત્રમાં સમદષ્ટિ રાખવામાં છે. એ ભક્તિ કિંવા સમદષ્ટિરૂપી મહાશિખરમાંથી જે હજારો નદીઓ તથા ઝરાઓ વહે છે તે પૈકી હિતવાદ તે એક નછવામાં ન ઝરે માત્ર છે. પરંતુ તે ઝરાનું જળ પવિત્ર છે. હિતવાદ પણ ધર્મને છેજ. હિતવાદને અધર્મ કહેવાનું સાહસ કરવું એ મૂર્ખતા છે.
વિશેષ સ્પષ્ટ રીતે કહું તે અનુશીલન ધર્મમાં “જનસમાજના મોટા ભાગનું મોટું હિત થાય” તે સિવાય અન્ય કોઈ વાત કહેવાની નથી. દાખલાતરીક ભૂતમાત્રનું હિત સાધન કરવું એ જ ધર્મ હોય કે પછી એક જણનું હિત સાધન કરવું એ પણ ધર્મ જ છે. એક જણને બદલે જે દશ જણનું એક સરખું હિત થતું હોય તે તે વળી એકના હિતની અપેક્ષાએ દશ ગણે ધર્મ છે. જે એક તરફ એકજ વ્યક્તિનું હિત સધાતું હોય અને બીજી તરફ દશ જણનું તેટલું જ હિત સધાતું હોય તે એક જણના હિતના ભોગે પણ બીજા દશ જણનું હિત સાધવું એ ધર્મ-કર્તવ્ય છે. આવા સ્થળે દશ જણના હિતના ભોગે એક વ્યકિતનું હિત થવા દેવું એ અધર્મ છે* મોટા ભાગના હિતને સિદ્ધાંત આવા સ્થળે સફળ થાય છે.
બીજી રીતે કહીએ તે એક તરફ એક જણનું સ્વલ્પ હિત સધાતું હોય અને બીજી તરફ એક જણનું વિશેષ હિતસધાતું હોય તો આવા સ્થળે અ૫ હિતનો પરિત્યાગ કરી વિશેષ હિતસાધન થવા દેવું એજ ધર્મ છે, અને તેથી વિરુદ્ધ વર્તવું એ અધર્મ છે. મહાન હિતને સિદ્ધાંત આવા સ્થળે સ્પષ્ટ થાય છે. શિષ્ય --આ વાતો તે બહુજ સરળ અને સ્પષ્ટ છે. ગુરુ-આ વાત અત્યારે જેટલી સ્પષ્ટ જણાય છે તેટલી કાર્ય કરતી વેળા
* દશ જણના હિતાર્થે એક જણનું અનિષ્ટ કરવું, એ અર્થ મહેરબાની કરીને આ ઉપદેશમાંથી કોઈએ કહાડો નહિ; કારણ કે એવો અર્થ યથાર્થ ધર્મથી વિરુદ્ધ છે, એમ કહેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫ર
ધર્મતત્તવ
સ્પષ્ટ જણાતી નથી. દૃષ્ટાંતતરીકે એક તરફ એક કુલીન બ્રાહ્મણ ગરીબાઈને લીધે પિતાની કન્યા મેટી વયની થઈ જવા છતાં પરણાવી શકતો ન હોય અને બીજી તરફ એકાદ ગરીબનું કુટુંબ ભુખમરાથી અધમુવા જેવી અવસ્થા ભોગવતું હોય, એવા પ્રસંગે મોટું હિત પેલા ગરીબના પક્ષમાં હોવા છતાં તેને પૂરે એક આને પણ તું આપી શકશે નહિ અને પેલા બ્રાહ્મણને પાંચ રૂપિયા આપવા છતાં પણ તને તે રકમ નજીવી જણાશે. આ પ્રમાણે અનેક પ્રસંગોએ બને છે. વિશેષ હિત કોના પક્ષમાં છે, તેને યથાવત તેલ અથવા વિવેક બહુજ ઓછાં મનુષ્યો કરી શકે છે.
શિષ્ય –એ વાતને જવા દ્યો. ઘેડ મનુષ્યો કરતાં વધારે મનુષ્યનું હિતસાધન એ ધર્મ છે, તેમજ એક મનુષ્યના અલ્પહિતને બદલે બીજા મનુષ્યોનું તેથી વધારે હિત થતું હોય તો તે વિશેષ હિત કરવું એ ધર્મ છે, એ વાત સમજાઈ; પરંતુ જે સ્થળે એક મનુષ્યનું વધારે હિત સધાતું હોય અને બીજી તરફ દશ મનુષ્યનું અપ હિત સધાતું હોય ત્યાં શું કરવું ?
ગુરુ –એવે સ્થળે માર્ક મૂકવા, અર્થાત્ આંકડાની ગણત્રીથી કામ કરવું જોઈએ. ઉદાહરણતરીકે કલ્પના કર કે એક તરફ એક મનુષ્યનું જેટલું હિત સધાતું હોય તેના ચોથા ભાગ જેટલું હિત જે સો મનુષ્યોનું–પ્રત્યેકનું સધાતું હેય તે એકંદરે પચીશ મનુષ્યોનું હિતસાધન એક મનુષ્યના હિતસાધન કરતાં ઘણું જ વધી જાય. આવા પ્રસંગે એક જણનું વિશેષ હિતસાધન રહેવા દઈ સો જણનું અ૮૫ હિતસાધન કરવું, એ ધર્મ છે. બીજી રીતે જોતાં એક મનુષ્યનું જેટલું હિત સધાતું હોય તેના હજારમા ભાગ જેટલું હિતસાધન જે સો મનુથોનું સધાતું હોય તે તે સ્થળે સે જણના હિતને રહેવા દઈ એક મનુષ્યનું સંપૂર્ણ હિત સધાવા દેવું એ કર્તવ્ય છે. કારણ કે તે મનુષ્યોનાં હિતની પેલા એક મનુષ્યના સુખની સાથે તુલના કરીએ તો માત્ર એક દશાંશજ થાય.
શિષ્ય:–હિતાહિતનું એવી રીતે માપ થઈ શકે એ સંભવિત નથી. પ્રત્યેક પ્રસંગે જે એમ હિસાબ કરવા બેસીએ તો હિસાબમાં ને હિસાબમાજ સમય નીકળી જાય.
ગુરુ –અનુશીલનતત્વના અભ્યાસીઓને માટે એ કાર્ય બહુ સરળ છે. જેઓની સર્વ પ્રકારની વૃત્તિઓ અને તેમાં પણ વિશેષ કરીને જેઓની જ્ઞાનાર્જની વૃત્તિઓ સારી રીતે કેળવાઈને કુર્તિપાત્ર (સૂમ) થઈ હોય તેઓ હિતાહિતને નિર્ણય બહુ સારી રીતે કરી શકે છે. જેઓ અનુશીલનપદ્ધતિથી વિમુખ છે તેઓને જ એ કામ કઠિન જેવું જણાય છે. વસ્તુતઃ એવાં મનુષ્યોને માટે સર્વ પ્રકારનો ધર્મ દુઃસાધ્ય છે, એ વાત હું તને પૂર્વે જણાવી ગયો છું. યૂરોપીય હિતવાદીઓ એ વિષે બહુજ સ્પષ્ટ રીતે પોતાના સિદ્ધાંતો પ્રતિપાદન કરે છે, તેથી મારે તે વિષય પર વિશેષ વિસ્તારથી બોલવાની જરૂર નથી. અનુશીલનવાદ તથા હિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૨ મે-આત્મપ્રાંતિ
૧૫૩
વાદનાં સ્થાને તારાથી નિશ્ચિત થઈ શકે એટલા માટે જ મેં હિતવાદસંબંધી અને ઇસારે કર્યો છે. શિષ્ય –એ સ્થાનેનું જરા સ્પષ્ટીકરણ કરે.
ગુર–હિતવાદ તથા અનુશીલનવાદ, બંનેને પ્રીતિવૃત્તિના સામંજસ્યમાં સમાવેશ થઈ જાય છે. સર્વ ભૂતપ્રત્યે સમાન ભાવ રાખ જોઈએ; પરંતુ જે સમયે વ્યક્તિ-વિશેષનું હિત પરસ્પર વિરોધી જણાય તે સમયે અકડા મૂકીને તથા નિષક્ષપાત બુદ્ધિએ તુલના કરીને જનસમાજના મોટા ભાગનું વિશેષ હિત કર્યા સમાચેલું છે, તેને નિર્ણય કરવો જોઈએ. તટસ્થપણે રહી બે વ્યક્તિઓના હિતાહિતને નિર્ણય કરે એ કાર્ય બહુ કઠિન નથી, પરંતુ જ્યારે આત્મહિત અને પરહિત વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય છે, ત્યારે મનુષ્ય પોતાની સમતોલન વૃત્તિને ગુમાવી બેસે છે. એટલા માટે એ સ્થળે નીચેના નિયમો સદા સ્મરણમાં લાવવા જોઈએ -
(૧) જ્યારે એક તરફ તારું પોતાનું હિત સમાયેલું હોય અને બીજી તરફ એક કરતાં વધારે મનુષ્યનું સરખું હિત રહેલું હોય, ત્યારે તારે આત્મહિત ત્યજી દઈ પરહિત કરવું એ ધર્મ છે.
(૨) જ્યારે એક તરફ તારું પિતાનું હિત સમાયેલું હોય અને બીજી તરફ બીજા કોઈએક મનુષ્યનું અધિક હિત સમાયેલું હોય, તે તે સ્થળે પણ તારે પરહિતજ કરવા તત્પર થવું જોઈએ.
(૩) જયારે એક તરફ તારું વિશેષ હિત સમાયેલું હોય અને બીજી તરફ બીજાનું અ૫હિત સમાયેલું હોય તે સ્થળે જે તરફની હિતની માત્રા એકંદરે વિશેષ જણાય તે તરફનું હિત સાધન કરવું એજ કર્તવ્ય છે. જે સામા પક્ષના હિતની માત્રા એકંદરે વિશેષ પ્રમાણમાં જાય તો સામા પક્ષનું હિત થવા દેવું અને જે તારા પક્ષનું હિત વિશેષ પ્રમાણમાં થતું હોય તે તારે પિતાનું હિત સાધવું.
શિષ્ય –પણ (૪) જે સ્થળે બન્ને પક્ષનું હિત સમાનભાવે રહેલું હોય ત્યાં શું કરવું ?
ગુર–તે સ્થળે પરહિત થવા દેવું એજ ધર્મ અથવા કર્તવ્ય છે. શિષ્ય–કેમ? જે સર્વ ભૂત માત્ર સમાનજ હેય તે પછી ઉકત પ્રસંગે પણ સ્વ તથા પર પ્રત્યે સમાન ભાવ કેમ ન રાખવો ?
ગુર–તેનો ઉત્તર અનુશીલનવાદ બહુ ચગ્ય પ્રકારે આપે છે. પ્રીતિવૃત્તિ પરાનુરાગિણી હોય છે. કેવળ આત્માનુરાગિણી (સ્વાથ) પ્રીતિને પ્રીતિ કહી શકાય નહિ. પિતાનું જ હિત સાધીને બેસી રહેવાથી પ્રીતિનું અનુશીલન, સ્કરણ તથા સાર્થકય થતું નથી. પરહિત સાધનાથે જ પ્રીતિને ઉપયોગ થાય તે જ તે પ્રીતિવૃત્તિ વિશેષ ઉન્નત તથા દિવ્ય બની શકે. એટલા માટે જ્યારે સ્વાર્થ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ધમતત્વ
પરાર્થ વચ્ચે ખેંચાખેંચી થાય તે સમયે પરપક્ષનું હિતસાધન કરવું, અને તેમાં પણ આત્મહિત થયા વિના રહેતું નથી; કારણ કે ૫રહિત કરવામાં જ્યારે માણસની પ્રીતિવૃત્તિ યોજાય છે ત્યારે તેની પિતાની પ્રીતિનું અનુશીલન
સ્કરણ તથા સાથય થયા વિના રહેતું નથી; અને એવી રીતે પરહિત કરવામાં પણ તેનું પોતાનું હિત તે સમાયેલું જ રહે છે. મતલબ કે નિરંતર પરપક્ષનું હિત કરવા ઉદ્યમશીલ રહેવું.
મેં જે ત્રણ નિયમોનું ઉલ્લેખ કર્યો તેમને પ્રથમ નિયમ બહુજ સ્પષ્ટ છે અર્થાત જ્યાં અન્યનું અનિષ્ટ થતું હોય ત્યાં પિતાના સ્વાર્થને તિલાંજલિ આપવી. આ નિયમની સીમા નક્કી કરવા હિતવાદીઓએ દ્વિતીય નિયમને સ્વીકાર કર્યો છે.
તે સિવાય એક બીજે નિયમ પણ લક્ષમાં રાખવા યોગ્ય છે. અનેક સમયે આપણું આત્મહિત જેટલું આપણું હાથમાં હોય છે તેટલું અન્યનું હિત આપણું હાથમાં હોતું નથી. ઉદાહરણતરીકે આપણે આપણી માનસિક ઉન્નતિ જેટલી ધારીએ તેટલી સાધી શકીએ, પણ અન્ય કોઈ વ્યક્તિની માનસિક ઉન્નતિ કરવાનું કાર્ય આપણું હાથમાં તેટલે અંશે હોતું નથી. આવા પ્રસંગે સૌ પ્રથમ આપણે આપણી માનસિક ઉન્નતિ સાધી લેવી એજ આપણું પ્રથમ કર્તવ્ય છે; કારણ કે તેમાં સિદ્ધિની-સફળતાની સંભાવના વિશેષ રહેલી છે. વળી અનેક સ્થળે એવું પણ બને છે કે જો સૌ પ્રથમ આપણે આપણું હિત ન સાધી શકીએ તો પરહિતનું એક પણ કાર્ય આપણાથી થઈ શકે નહિ. એવે સ્થળે પરહિત પૂર્વ આત્મહિતજ સાધી લેવું જોઈએ. દષ્ટાંતરૂપે જે હું મારી માનસિક ઉન્નતિ પ્રાપ્ત ન કરૂં તે તારી માનસિક ઉન્નતિ કરવાને કદાપિ સશક્ત બની શકું નહિ. મતલબ કે આવા સંગમાં સૌ પ્રથમ આપણે આપણું હિત સાધવા તરફજ દષ્ટિ કરવી જોઈએ. વૈદ્ય પિતેજ માંદગીની પથારીએ પડયો હોય તો તે પોતે આરોગ્ય થવા પહેલાં અનેક દરદીઓને આરામ આપવાનું કર્તવ્ય બજાવી શકે નહિ. માટે એવા સંયોગોમાં પ્રથમ આત્મહિતજ સાધી લેવું, એ આવશ્યક કર્તવ્ય છે.
અત્યારે પૂર્વે જે કાંઈ હું તને કહી ગયે તેને સંક્ષિપ્ત સાર પુનઃ કહી સંભળાવું છું તે સારી પેઠે ધ્યાનમાં રાખજે.
પ્રથમ–આત્મ તથા પરનું અભેદ જ્ઞાન એજ પ્રીતિવૃત્તિનું યથાર્થ અનુશીલન છે.
દ્વિતીય–પરંતુ તેથી કરીને આત્મપ્રીતિનો છેક નિષેધ થાય છે, એમ સમજવાનું નથી. અમુક સીમામાં યોગ્ય પ્રકારે આત્મહિત ૫ણું કર્તવ્ય છે, કારણ કે સર્વ ભૂતમાં પિતાને પણ સમાવેશ છે.
તૃતીય–વૃત્તિઓના અનુશીલનને છેલ્લે ઉદેશ એજ હોવો જોઈએ કે ક્રમે ક્રમે સર્વવૃત્તિઓ ઈશ્વરોમુખી થઈ શકે. ઈશ્વરદિષ્ટ કર્મો જ નિરંતર કર્યા કરવાં. કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ર૩ -સ્વજનપ્રીતિ
૧૫૫ '
યોગ્ય કર્મોમાં સંયોગોને અનુસરીને તથા ખૂબ વિચાર કર્યા પછી યોગ્ય લાગે ત્યારે આત્મહિતને તથા પરહિતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ.
ઉકત નિયમોના પાલનથી હિંદુધર્મમાં કહેલા સમભાવને કશું વિન થતું નથી. જે સ્થળે આત્મરક્ષા કરવાને એક માણસને અધિકાર હેય છે તે રથને અન્ય માણસને પણ આત્મરક્ષા કરવાને એટલે જ અધિકાર છે. જે સ્થળે પરહિતાર્થે આત્મભોગ આપવાને તું બંધાયેલો હોય છે. તે સ્થળે અન્ય પણ તારે માટે અત્મવિસર્જન કરવાને બંધાએલો છે. આ પ્રકારનું જ્ઞાન એજ સમત્વ જ્ઞાન છે. મેં અનેક વાતે બહારથી લાવી અહીં બંધબેસતી કરી છે તેથી ગીત સામ્યજ્ઞાનને કશી હાનિ થતી હોય એમ માનીશ નહિ.
શિષ્ય પરતુ પૂર્વે જે એક પ્રશ્ન કર્યો હતો તેને તે યોગ્ય ઉત્તર મળ્યો નહિ, મેં જિજ્ઞાસાપૂર્વક એમ પૂછયું હતું કે હિંદુઓની પારમાર્થિક પ્રીતિની સાથે જાતીય ઉન્નતિને કેવા પ્રકારને સંબંધ રહે છે ?
ગુસ–તે પ્રશ્નના ઉત્તરનું પ્રથમ સૂત્ર નક્કી થઈ ગયું. હવે, ધીમે ધીમે એજ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ..
अध्याय २३ मो-स्वजनप्रीति
ગુ –હવે હર્બર્ટસ્પેન્સરનું પેલું વચન પુનઃ યાદ કર. તેણે કહ્યું છે કે
પ્રત્યેક પ્રાણી જે પિતાની સંભાળ ન લે તે બીજાની સંભાળ લેવા નીકળવાનું પરિણામ પિતાના મૃત્યુમાંજ આવે; અને પ્રત્યેક પ્રાણી જો આ પ્રમાણે પિતાનું જીવન ગુમાવે તે પછી સંભાળ લઈ શકે એવાં કોઈ પ્રાણી જગતમાં રહે નહિ.”
જગદીશ્વરે જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તે સૃષ્ટિની રક્ષા કરવી, એવો ઈશ્વરને ઉદ્દેશ હોવો જોઈએ. આ સિદ્ધાંત સ્વીકારવામાં આવે તે આત્મરક્ષા કરવી એ પણ ઇશ્વરદિષ્ટ કર્મ છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતો નથી; કારણકે તે સિવાય સુષ્ટિરક્ષા અસંભવિત છે; પરંતુ એટલા ઉપરથી એમ સમજી લેવાનું નથી કે ગમે તે પ્રકારે આત્મરક્ષા કરવી એજ કર્તવ્ય છે. જેઓ પોતાની આત્મરક્ષા કરવાને અશક્ત હેય, અને જેઓની આત્મરક્ષા કરવાની જવાબદારી આપણા ઉપર રહેલી હેય તેઓની રક્ષા પણ આત્મરક્ષા જેટલી જ પ્રયજનીય છે; કારણ કે તે સિવાય જગતરક્ષા પણ સંભવે નહિ, શિષ્યઃ આપ બલબચ્ચાં વગેરેને ઉદેશીને એ વાત કહે છે ? ગુસ –હા. હું પ્રથમ એ વિષે જ બોલવા ઇચ્છું છું. બાળકે પિતાનું રક્ષણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ધમતવા
પાલન કરવાને શક્તિવાન હતાં નથી. જે તેઓની રક્ષા તથા લાલન-પાલન કરવાને બજે બીજા પિતાના માથે ન લે તે તે બાળકે જીવી શકે નહિ. જે સમસ્ત બાલકે પાલન અને રક્ષા વગર રહે છે તેઓને માટે મુવા સિવાય બીજો રસ્તો રહે નહિ, અને એથી પરિણામે જગત છવ શૂન્ય બની જાય. એટલા માટે આત્મરક્ષા કરવાની જેટલી ગંભીર જવાબદારી આપણું શિરે રહેલી છે, તેટલી જ ગંભીર જવાબદારી સંતાનાદિના પાલન માટે આપણું શિરે રહેલી છે. આત્મરક્ષાની માફક સંતાનરક્ષા પણ ઈશ્વરદ્દિષ્ટ (ઈશ્વરના ઉદ્દેશમુજબનું) કર્તવ્ય છે. તેથી તે કર્મને પણ નિષ્કામકર્મમાં પરિણત કરી શકાય; એટલું જ નહિ પણ આત્મરક્ષાની અપેક્ષાએ સંતાનાદિનું પાલન તથા રક્ષણ વિશેષ જવાબદારીવાળું છે, એમ કહું તે પણ અતિશયોકિત નથી; કારણ કે જે સમસ્ત જગત્ આત્મરક્ષા માટે છેક ઉદાસીન બની જાય, અને કેવળ સંતાનાદિની રક્ષામાંજ સંપૂર્ણ લક્ષ્ય આપે તો તેથી પણ સૃષ્ટિ સુરક્ષિત રહી શકે; પરંતુ જે સમસ્ત છ સંતાનાદિની રક્ષા નહિ કરતાં પોતાની આત્મરક્ષાજ કર્યા કરે તો તે સંતાનાદિના અભાવે જીવસૃષ્ટિને લેપજ થઈ જાય. મારે કહેવાનો આશય એટલેજ છે કે આત્મરક્ષા કરતાં પણ સંતાન રક્ષા એ વધારે મહવનું ધર્મકર્તવ્ય છે.
આ સ્થળે એક મહત્ત્વની વાત પ્રત્યે તારૂં લક્ષ ખેંચવું જોઈએ, અને તે એજ કે સંતાનાદિની રક્ષા અર્થે પોતાનો પ્રાણ આપવાનો પ્રસંગ આવે તે પણ તે ધર્મસંગત હાઇ કર્તવ્ય છે. આ વાત હું તને પૂર્વે કહી ગયો છું; પરન્તુ આ સ્થળે પુનઃ કહેવાને પ્રસંગ લીધે તેનું કારણ એટલું જ છે કે આ વાત આ સમયે પ્રમાણપૂર્વક રજુ થાય છે. - પશુ-પક્ષીઓ પણ પિતાનાં સંતાનોની રક્ષા કરે છે. ધાર્મિક જ્ઞાનને લીધે તેઓ એમ કરે છે, એમ કહી શકાય નહિ; પણ અપત્યપ્રીતિ એ એક સાધારણ વૃત્તિ છે, અને તે વૃત્તિને વશીભૂત થઈ તેઓ તેમ કરે છે. પુત્રપ્રેમ જે સ્વતંત્ર સ્વાભાવિક નવૃત્તિ હોય તે તે સાધારણ પ્રીતિવૃત્તિની વિધી થાય એ બનવાયોગ્ય છે, અને ઘણીવાર તેમ બનતું જોવામાં પણ આવે છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે અનેક પ્રાણીઓ સંતાનનેહને વશીભૂત થઇ અન્યનું અનિષ્ટ કરતાં આંચકે ખાતા નથી. જાગતિકપ્રીતિ અને આત્મપ્રીતિ વચ્ચે વિરોધ ઉત્પન્ન થવાને ભય મેં પૂર્વે દર્શાવ્યો હતો તે જ પ્રમાણે જાગતિકપ્રીતિ અને અપત્યપ્રીતિ વચ્ચે પણ એ ભય તથા સંશય ઉભો થાય છે. ' જાગતિકપ્રીતિ અને સંતાનપ્રીતિ વચ્ચે વિરોધ ઉત્પન્ન થવાનો ભય રહે છે, એટલું જ નહિ પણ ઘણીવાર સંતાનપ્રીતિની સાથે આત્મપ્રીતિ પણ જોડાયેલી હોય છે, એમ ન્યાયની ખાતર કહી દેવું જોઈએ. “આ મારે પુત્ર છે માટે બીજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ર૩ મો-સ્વજનપ્રીતિ
૧૫૭
પાસેથી પડાવી લઈને પણ તેને આપવું એવી ભાવના મનુષ્યોને તથા પ્રાણીઓને રહ્યા કરે છે. પુત્રના હિતમાં માતપિતાઓ પિતાનું જ હિત માને છે, અને તેથી ગમે તે રીતે પુત્રનું હિત સાધવા તૈયાર રહે છે. અનેક મનુષ્ય તથા પ્રાણીઓ આવી જ બુદ્ધિથી પ્રેરાઈને કામ કરે છે એમ કહેવાની જરૂર નથી. એટલા માટે અપત્યપ્રીતિની: યથાયોગ્યતા સાચવવા સર્વદા સાવચેત રહેવાની જરૂર છે. શિષ્ય –એવી સાવચેતી કેવી રીતે રાખવી ?
ગુરુ-હિંદુધર્મનું કિંવા પ્રીતિતત્વનું પેલું મૂળ સૂત્ર યાદ કર. “સર્વભૂત પ્રત્યે સમાનભાવ” સમાનપ્રીતિને સમાવેશ જાગતિકપ્રીતિમાં કરી દઈ અપત્યપાલન તથા રક્ષણ એ ઈશ્વરદ્દિષ્ટ કર્મ છે માટે જ તે આચરવા યોગ્ય છે એમ માનીને “જગદીશ્વરની. સેવા બજાવવા ખાતર આ કર્મ-કર્તવ્ય કરું છું, મને તેમાં ઈષ્ટ કે અનિષ્ટ જેવું કંઈજ નથી.” એવી બુદ્ધિ રાખીને કરવાગ્ય કર્મો કરવાં જોઈએ. જો આમ બની શકે તે સંતાનના પાલન તથા રક્ષણનો ધર્મ પણ નિષ્કામધર્મમાં પરિણત થઇ શકે. આવી રીતે નિષ્કામ ધર્મમાં યોજાવાથી મનુષ્ય એક તરફ પિતાનાં કર્તવ્યકર્મોને સુંદરભાવે કરી શકે તેમ બીજી તરફ શોક–મહાદિથી નિર્લિપ્ત રહી પાપ તથા દુષ્ટ વાસનાઓના પંજામાંથી પણ મુક્ત રહી શકે.
શિષ્યઃ-આપ શું આ સંતાનસ્નેહરૂપી વૃત્તિને ઉચ્છેદ કરી તે સ્થળે જાગતિક પ્રીતિને સ્થાપવાને ઉપદેશ કરે છે ?
ગુર–નહિ. હું કોઈ પણ વૃત્તિને ઉચછેદ કરવાનો ઉપદેશ કરતું નથી. એ વાત મારે પુનઃ પુનઃ ભાર મૂકીને જણાવવી જોઈએ. છતાં પાશવવૃત્તિ સંબંધે મેં જે કાંઈ કહ્યું છે તેનું ફરી સ્મરણ કર. પાશવવૃત્તિઓનું દમન કરવાને ઉપદેશ તારા સ્મરણમાં હોવા જોઈએ. સંતાનસ્નેહરૂપીવૃત્તિ એક પ્રકારની પરમ રમણીય તથા પવિત્ર વૃત્તિ છે. પાશવવૃત્તિ સાથે તેની સરખામણી કરીએ તો માત્ર એટલું જ મળતાપણું મળી આવે છે તે વૃત્તિ જેમ મનુષ્યોમાં દષ્ટિગોચર થાય છે તે જ પ્રમાણે પશુએમાં પણ દષ્ટિગોચર થાય છે. આવી વૃત્તિઓ સ્વતઃસ્કુર્ત (પિતાની મેળેજ સ્ફરવાવાળી) ખાય છે, એ વાત પુનઃ જણાવવાની જરૂર નથી. એટલા માટે સંતાનસ્નેહરૂપી પ્રીતિવૃત્તિ પણ સ્વતઃસ્કૃત છે, અને તેથી સમસ્ત માનસિક વૃત્તિઓ કરતાં તેનું બળ અતિ દુર્દમનાય છે, એમ પણ કહી દેવું જોઈએ. સંતાનપ્રીતિ ગમે તેટલી રમણીય તથા પવિત્ર હોય તો પણ તેની અનુચિત સ્કૃતિ ઘણીવાર વિક્તરૂપ થઇ પડે છે. સ્વતઃકુર્ત વૃત્તિને સંયમમાં રાખવામાં ન આવે તે તે એકદમ અનુચિતપણે બળવાન થઈ બેસે છે, એટલા માટે તેના ઉપર અંકુશ રાખવાની જરૂર છે. જો તેના ઉપર અંકુશ ન રહે તે તે વૃત્તિના પ્રવાહમાં ઈશ્વરભકિત તથા મનુષ્યપ્રીતિ પણ તણાઈ જાય છે. હું પૂર્વે જ કહી ગયો છું કે ઈશ્વરપ્રત્યે ભક્તિ તથા મનુષ્યો પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધર્મતવ
પ્રીતિ એજ ધર્મને મુખ્ય સાર, અનુશીલન મુખ્ય ઉદ્દેશ તથા સુખનું મૂળ છે. મનુષ્યત્વની અંતિમ અવસ્થા પણ એજ હોવા ગ્ય છે. માટે સંતાનપ્રીતિના અનુચિત સ્કરણથી ધર્મનાશ, સુખનાશ તથા મનુષ્યત્વનાશ ન થાય તે માટે સર્વદા સાવચેત રહેવાની જરૂર છે. જનસમાજનો મોટો ભાગ આવી વૃત્તિઓની ગુલામગીરીમાં સપડાઈ જાય છે, અને ઈશ્વરત્વ તથા મનુષ્યત્વને છેક વિસરી જાય છે. તેઓ એમજ માની બેસે છે કે સંતાનનેહવિના ઈશ્વર કે જગત જેવી બીજી કોઈ વસ્તુજ નથી. પિતાના પુત્ર-પરિવાર સિવાય અન્યને માટે કાંઈ કર્તવ્ય હેય એ તેને ખ્યાલ પણ આવતો નથી. આ સર્વે પરિણામ સ્વતઃકુર્તી વૃત્તિઓના અનુચિત રણમાં થીજ પ્રકટે છે, એ વાત તું સમજી શક્યો હોઈશ. આની સાથે બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. અવસ્થાવિશેષમાં પુત્રસ્નેહરૂપી વૃત્તિનું દમન કરવાને બદલે તેને વિશેષ પ્રદીપ્ત કરવી એ પણ કર્તવ્ય છે. અન્યોન્ય પાશવવૃત્તિઓની સાથે તેની સરખામણી કરતાં એક બહુજ મહત્ત્વનો ભેદ સ્પષ્ટ થઈ શકે છે, અને તે એજ છે કે તે પુત્રને હવૃત્તિ કામાદિ નીચવૃત્તિની માફક સર્વદા તેમજ સર્વત્ર સ્વતઃસ્કૃત હેતી નથી. એવા પણ નરપિશાચ તથા નારીપિશાચણીઓ જોવામાં આવે છે કે જેઓની આ અપત્યનેહરૂપી પરમ રમણીય, પવિત્ર તથા સુખકર સ્વાભાવિક વૃત્તિ છેક લુપ્ત થઈ ગઈ હોય છે. કેટલીક સામાજીક કુરીતીઓને લઈને પણ આ વૃત્તિનો લોપ થાય છે. મેં જોયું હશે કે અનેકવાર માતાપિતારૂપી પિશાચો ધનની આશાથી પિતાના પુત્રને કે કન્યાને વેચવામાં સહેજ પણ આંચકો ખાતા નથી. ત્યાં તેઓનામાં અપત્યપ્રીતિ હોય છે, એમ કેણ કહી શકે ? લેકમાં પોતાની અપકીર્તિ થશે એવા ભયથી ઘણી કુલકલંકિનીઓ પોતાના સંતાનો નાશ કરવા તૈયાર થઈ જાય છે. અનેક વ્યભિચારિણીઓ સંતાનને પરિત્યાગ કરી નાસી જાય છે. મારી કહેવાની મતલબ એટલીજ છે કે અપત્યપ્રીતિ કિંવા સંતાનપ્રીતિને અભાવ અથવા લેપ એ પણ અતિ ભયંકર અધર્મનું કારણ છે. જે સ્થળે આ વૃત્તિ યોગ્ય રીતે સ્વત:
ફુર્ત ન થઈ હોય તે સ્થળે અભ્યાસહારા તેની સ્મૃતિ થવા દેવી એ આવશ્યક કર્તવ્ય છે. જે યથાયોગ્ય રીતે આ વૃત્તિને કેળવી હોય તો ઈશ્વરભકિત સિવાયની બીજી કોઈ વૃત્તિ એટલી સુખદાયી થતી નથી. સુખદાયીપણુમાં સંતાનપ્રીતિ (એક માત્ર ઈશ્વરભકિતને બાદ કરતાં) સર્વ શ્રેષ્ઠ છે. - સંતાન પ્રીતિના સંબંધમાં જેટલું કહ્યું તેટલું જ દાંપત્યપ્રીતિના સંબંધમાં પણું કહી શકાય તેમ છે. અર્થાત (૧) સ્ત્રીના પાલન તથા રક્ષણને ભાર આપણું શિરે રહેલ છે. સ્ત્રી પોતે પોતાનું આત્મરક્ષણ અથવા પાલન કરી શકે તેટલી સશકત હોતી નથી, તેથી તેના રક્ષણ તથા પાલનની જવાબદારી પુ ઉપર રહેલી છે. સ્ત્રીનું પાલન તથા રક્ષણ ન થાય તો પણ પરિણામે જગદીશ્વરની સૃષ્ટિને લુપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ર૩ મેસ્વજનીતિ.
૧૫૯
થવાને પ્રસંગ આવે, એટલા માટે જગદીશ્વરના હેતુની સિદ્ધિ અર્થે સ્ત્રી-પુત્રાદિની રક્ષા કરવી એ મનુષ્યનું અનુષ્ઠય કર્મ છે. આ અનુષ્ઠય કર્મ બજાવતાં સ્વામીને પ્રાણત્યાગ કરે પડે તો તે પણ ધર્મસંગત છે.
(૨) સ્વામીનું પાલન તથા રક્ષણ સ્ત્રીથી થઈ શકે નહિં; પરંતુ પતિની સેવાચાકરી તે સ્ત્રીથી બની શકે તેમ છે. માટે સ્ત્રીઓના પક્ષે પતિસેવા એ ધર્મકર્તવ્ય છે. હિંદુધર્મમાં સ્ત્રીને સહધર્મિણી તરીકે ઓળખાવવામાં આવી છે. હિંદુધર્મ બીજા સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ તથા સંપૂર્ણ હેવાનું એ પણ એક કારણ છે; પરંતુ દાંપત્યપ્રીતિને જે પાશવતિમાં ફેરવી નાખવામાં ન આવે, તે જ સ્ત્રીને આપવામાં આવેલું સહધર્મિણીનું પદ સાર્થક થાય. સ્ત્રી સ્વામીના ધર્મની સહાયક છે, તેથી તેણે સ્વામીની સેવા કરવી, સ્વામીને સુખદુઃખમાં ભાગ લે તથા તેનાં કર્તવ્યમાં સહાયતા આપવી એજ સ્ત્રીનું મુખ્ય કર્તવ્ય છે.
(૩) જગતની રક્ષા કરવી તથા ધર્માચરણ કરવું એજ દંપતીપ્રીતિને ઉદ્દેશ છે. આ વાત નિરંતર સ્મરણમાં રાખી દાંપત્યપ્રીતિનું અનુશીલન કરવામાં આવે તે તે વૃત્તિ પણ નિષ્કામ ધર્મમાં પરિણત થઈ શકે છે, અને તેમ કરવું એ ઉચિત પણ છે. જે ઉક્ત ઉદ્દેશ ભૂલી જવામાં આવે તે તેને પાશવવૃત્તિનું નામ આપવામાં બહુ હરક્ત નથી.
શિષ્ય-હું તો એ દાંપત્યપ્રીતિનેજ પાશવવૃત્તિ માનું છું. જો કે સંતાનપ્રીતિને એટલે અંશે પાશવત્તિ લેખવા તૈયાર નથી, કારણ કે પશુઓમાં પણ દાંપત્યપ્રેમ હોય છે, અને તે પ્રેમ પણ બહુ તીવ્ર હોય છે.
ગુર:–પશુઓમાં દાંપત્ય પ્રેમ નથી હોતો. જે સ્થળે રતિ સાથે કામદેવ હાજર થાય છે તે સ્થળેજ એવા પાશવ પ્રેમનો વિકાસ થાય છે. પશુઓમાં જે અનુરાગ જેવામાં આવે છે તે ભોગની કામનાથી ઉત્પન્ન થયેલો હોય છે. આ અનુરાગ જેમ મનુષ્યમાં હોય છે તેમ પશુઓમાં પણ હોય છે. આવા અનુરાગને મેં પૂર્વે કામવૃત્તિરૂપે ઓળખાવ્યો છે, તે તારા સ્મરણમાં હશે. એ અનુરાગને હું દંપતિપ્રેમતરીકે ઓળખાવવા માગતો નથી. આ અનુરાગ સ્વત: સ્કૂર્ત હોવાથી તેનું પણ દમન કરવું એ અનુશીલનમાં અંતર્ગત થઈ જાય છે. કામવૃત્તિ સહજ છે, જ્યારે દંપતિપ્રીતિ સંસર્ગજ (સંસર્ગથી ઉત્પન્ન થયેલી) હોય છે. કામથી ઉદ્દભવેલ અનુરાગ ક્ષણિક હોય છે, જ્યારે દંપતિપ્રીતિ ચિરસ્થાયી હોય છે. એટલું છતાં અનેક સમયે દંપતીપ્રીતિનું સ્થાન કામવૃત્તિ પડાવી લે છે, એ વાતને હું અસ્વીકાર કરતા નથી. તેની સાથે એટલું પણ કહી દેવું જોઈએ કે કેટલીકવાર કામવૃત્તિ દંપતિપ્રીતિ સાથે જોડાયેલી પણ હોય છે. જે અવસ્થામાં જેટલે અંશે ઇન્દ્રિયવાસનાની પ્રબળતા જોવામાં આવે તે અવસ્થામાં તેટલે અંશે દંપતિપ્રીતિને પાશવકૃત્તિ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
-
ધર્મતત્વ
શકાય. આવા પ્રસંગે દંપતિપ્રીતિ પણ બહુજ બળવાન વૃત્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે; પરંતુ તેમ થવા દેવું એ યોગ્ય નથી. સર્વ વૃત્તિઓની યથાયોગ્યતા સચવાવી જોઈએ. મેં ઉપર જે નિયમોનું ઉલ્લેખ કર્યો છે, તે નિયમને અનુસરીને વૃત્તિઓ ઉપર અંકુશ રાખ એજ વિધેય છે.
શિષ્ય –મને તે એમજ લાગે છે કે કામવૃત્તિ એજ સૃષ્ટિરક્ષામાં કારણભૂત છે. દંપતિપ્રીતિ ન હોય અને એકલી કામવૃત્તિ જ હોય તો પણ તેનાથી જગતની રક્ષા થઈ શકે, અને એ વૃત્તિને પણ નિષ્કામ ધર્મમાં પરિણત કરી શકાય, એમ હું માનું છું. દંપતિપ્રીતિને નિષ્કામ ધર્મમાં પરિણત કરી શકાય એવી કઈ વિચાર પ્રણાલી મારી બુદ્ધિમાં આવતી નથી.
ગુજ–સ્મરજ (કામથી ઉત્પન્ન થયેલી) વૃત્તિ પણ નિષ્કામ ધર્મમાં પરિવૃત થઈ શકે તે સંબંધે મારો ભિન્ન અભિપ્રાય નથી, પરંતુ તારી વાતને મૂળ પાયાજ કાચો છે. દાંપત્યપ્રીતિવિના કેવળ પાશવવૃત્તિથી જગતની રક્ષા થઈ શકે એમ માનવું એજ ભૂલ છે. શિષ્ય –કેમ? પશુસૃષ્ટિ શું કેવળ પાશવવૃત્તિથીજ નથી આવતી?
ગુસ–પશુસૃષ્ટિ જીવિત અને રક્ષિત રહી શકે, પરંતુ મનુષ્યસૃષ્ટિ એવી રીતે જીવિત તથા સુરક્ષિત રહી શકે નહિ; કારણ કે પશુઓમાં સ્ત્રી જાતિને પોતાની રક્ષા તથા ભરણપોષણ કરવાની શક્તિ રહેલી હોય છે, અને મનુષ્ય-સ્ત્રી જાતિમાં તેવું કઈ હોતું નથી. માટે જે મનુષ્યજાતિમાં પુરુષ સ્ત્રી જાતિનું રક્ષણ તથા પાલન કરે નહિ તે સ્ત્રી જાતિને લોપ થવાનો સંભવ રહે છે. શિષ્ય ––મનુષ્યજાતિમાં જેઓ જંગલી અવસ્થા ભોગવે છે, તેમનું શું થતું હશે ?
ગુઢ ––જંગલી અવસ્થા ભોગવતાં મનુષ્યો તે એક રીતે પશુસમાનજ હેય છે. તેઓમાં વિવાહ પ્રથા જેવું કાંઈ હોતું નથી. તેમજ જંગલી અવસ્થામાં રહેતી સ્ત્રીઓ પોતાનું પાલનપોષણ તથા રક્ષણ કરવાને કેટલી સશક્ત હોય છે, તેવિશે વિસ્તારથી બોલવાની જરૂર નથી. જંગલી મનુષ્યના જીવનને ધર્મની સાથે કોઈપણ પ્રકારને સંબંધ હેતે નથી. જ્યાં સુધી મનુષ્ય સમાજના બંધારણુતળે નથી આવતાં ત્યાં સુધી તેમને શારીરિક ધર્મ સિવાય અન્ય કોઈ ઉન્નત ધર્મને ખ્યાલ પણ હોતો નથી. ધર્માચરણ થઇ શકે તેટલા માટે સમાજરૂપી બંધારણની જરૂર છે. સમાજ સિવાય જ્ઞાનેનતિ થઈ શકે નહિ, અને જ્ઞાનેન્નતિ સિવાય ધર્મધર્મનો વિવેક થઈ શકે નહિ. ધર્મજ્ઞાન સિવાય ઈશ્વરભક્તિ પણ અસંભવિત છે. જે સ્થળે મનુષ્યમાં પોતાનામાં જ્યાં સુધી કાઈ પણ પ્રકારના સંબંધ ન થાય અને તેઓ સમાજના છત્ર તળે ન આવે ત્યાં સુધી તે સ્થળે મનુષ્યપ્રીતિ આદિ ધર્મોની આશા રાખવી એ પણ વ્યર્થ છે. મતલબ કે જંગલી અવસ્થામાં શારીરિક ધર્મ સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૩ મા–સ્વજનપ્રીતિ
૧૬૧
અન્ય કાઇ ધમ હોય એ સવિત નથી.
મનુષ્ય. ધર્માચરણ કરી શકે તેટલા માટે સમાજની આવશ્યકતા છે, સમાજની સ્થાપના કરવા પહેર્યાં વિવાહપ્રથા સુદૃઢ થવી જોઇએ. સ્ત્રી અને પુરુષ એકત્ર થઈ સાંસારિક વ્યવહાર પોતપાતાની જવાબદારી પ્રમાણે ચલાવે એ માટે વિવાહપ્રયા ચાલુ કરવાની સમાજને જરૂર જણાય છે. વિવાહ કર્યાં પછી પુરુષે સ્ત્રીના પાલન તથા રક્ષણની જવાખદારી પેાતાના શિરે રાખવી. સ્ત્રી પોતે પાલન તથા રક્ષણ માટે ગમે તેટલી સશક્ત ઢાય તેપણુ તેણે તે કાર્યથી વિમુખ રહેવું એજ યાગ્ય છે. કારણુ કે સ્ત્રીને ખીન્ન' વિવિધ કવ્યા ખજાવવાનાં હાય છે, અત્યારે આપણે જોઇએ છીએ કે લાંબા કાળથી જે પદ્ધતિ ચાલી આવે છે તેને લઇને સ્ત્રીએ પેાતાનું રક્ષણ પાષણુ કરવાની શક્તિ ધરાવતી હૈાતી નથી. આવા સાગામાં જો પુરુષવર્ગ સ્ત્રીઆનું પાલન–પાણુ ન કરે તા સ્ત્રીવર્ગનું અસ્તિત્વ વિનાશ પામવાની હદ આવ્યા વિના રહે નહિ. આ સ્થળે જો કાઇ એવી શંકા કરે કે સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતત્રતા આપવામાં આવે અને લાંખા કાળથી પરાધીન રહેવાના જે અભ્યાસ તેમને પડી ગયા છે તે દૂર કરવામાં આવે તા શું તેઓ પેાતાનું પાલન-પોષણ ન કરી શકે? આ સંબંધે મારૂં કહેવુ' માત્ર એટલુ જ છે કે વિવાહપ્રયાના નાશ કર્યા વિના અચવા તેા સમાજના બંધારણને છિન્નભિન્ન કર્યા વિના એ વ્યવહાર નભી શકે નહિ; અર્થાત્ ઓએને સ્વતંત્રતા અર્પવાની સાથેજ સમાજ નાશ પશુ અવ
શ્ય ભાવી છે.
શિષ્ય;—પાશ્ચાત્ય પ્રજા કે જે સ્ત્રી અને પુરુષા વચ્ચે સમાનતા સ્થાપવાના પ્રયત્ન કરે છે તે શું વ્ય વિડંબનામાત્ર છે ?
ગુરુઃ-બીજાં શું ? પુરુષા શું કાઇ કાળે પુત્ર પ્રસવ કરી શકે ? અથવા શું શિશુને સ્તનપાન કરાવી શકે ? બીજી રીતે શું સ્ત્રીએ પલટનમાં દાખલ થઇ યુદ્ધક્ષેત્રમાં લડાઇ કરી શકે ?
શિષ્યઃ—-માપનું કથન મને પરસ્પર વિરુદ્ધતાવાળુ જણુાય છે. આપ પૂર્વેજ કહી ચૂકયા છે કે પ્રત્યેક પુરુષે તથા સ્ત્રીએ પેાતાની શારીરિવૃત્તિ ચેાગ્ય પ્રકારે ખીલવવી જોઇએ. હવે જો આપ સ્ત્રીઓને યુદ્ધમાં મોકલવાની વિરુદ્ધમાં હા તે શું સ્ત્રીઓએ પેાતાની શારીરિકøત્તિને અને તેટલે અંશે ન ખીલવવી ?
ગુરુઃ—શામાટે ન ખીલવવી? જેની જેટલી શક્તિ હાય તેણે તે શક્તિ બહાર આણવાના પ્રયત્ન કરવાજ જોઇએ. એમાં યુદ્ધ કરવાની શક્તિ હાય તા ભલે તે શક્તિને યાગ્ય પ્રકારે ખીલવે, અને પુરુષામાં સ્તનપાન કરાવવાની શકિત હાય × અપવાદરૂપે કાઇ ક્રાઇ શ્રીએ તેમ પણ કરી શકે, પરંતુ આ તે સામાન્ય ધારણની વાત છે.
૧. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬ર
ધમતત્વ
તે ભલે તેઓ પણ તે શકિત ખીલવે !
શિષ્ય –યુરોપમાં અનેક સ્ત્રીઓ અશ્વારોહણ કરી નિશાનબાજી ચલાવતાં શીખે છે, અને પુરુષોના જેટલી જ પ્રવીણતા પ્રાપ્ત કરે છે, તે સંબંધે આપ શું ખુલાસે અપે છે ?
ગુચ–અભ્યાસજનિત એવાં વિકૃત દૃષ્ટાંત સમસ્ત મનુષ્યસમાજને માટે બંધ બેસતાં થઈ શકતાં નથી. અભ્યાસમાં અને અનુશીલનમાં મેં જે ભેદ દર્શાવ્યા છે, તેનું સ્મરણ કર. વિકૃત દષ્ટતિની ઉપેક્ષા કરવામાંજ લાભ છે. જેટલી જરૂરની વાત હતી તેટલી તને આ પ્રસંગે કહી દીધી. હવે, સંતાનપ્રીતિ તથા દંપતિપ્રીતિસંબધે બે બેલ કહી આ વિષય સમાપ્ત કરીશ.
પ્રથમ કહી ગયો છું કે સંતાનપ્રીતિ સ્વત:રસ્કૃત છે. દંપતિપ્રીતિ સ્વત:સ્કૃત નથી; પણ ઇન્દ્રિયવાસના કે જે સ્વતઃસ્કૃત હોય છે તેની તૃપ્તિની લાલસા દંપતિપ્રીતિની સાથે સંયુકત હોવાથી એ દંપતિપ્રીતિ પણ સ્વતરફ વૃત્તિની માફક બળવતી જોવામાં આવે છે. આને લઈને એ ઉભય વૃત્તિઓ અતિ દુર્દમનીય બનવા પામે છે. અપત્યપ્રીતિ જેવી દુર્દમનીય વેગવાળી વૃત્તિ મનુષ્યમાં અન્ય કઈ હોય એમ હું ધારતું નથી.
બીજું—એ બને વૃત્તિઓ અતિશય રમણીય છે. એ વૃત્તિઓના જેટલું બળ અથવા વેગ બીજી કોઈ વૃત્તિમાં હોય તે તે બનવાગ્ય છે, પરંતુ તેના જેવી પરમ રમણીય વૃત્તિ તે બીજ નથી, એમ સ્પષ્ટતાથી કહી દેવું જોઈએ. પોતાની સ્વાભાવિક રમણીયતાને લીધે આ ઉભય વૃત્તિઓએ મનુષ્યની શેષ વૃત્તિઓ ઉપર એટલે બધો કાબુમાં મેળવ્યો છે કે સંસારની સમસ્ત પ્રજાના કાવ્યસાહિત્યમાં એ બન્ને વૃત્તિઓને–તેમાં પણ વિશેષ કરીને દંપતિપ્રીતિને-બહુજ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. દંપતિપ્રીતિ અથવા સંતાનપ્રીતિ સિવાય જગતનું કોઈ પણ કાવ્ય ખાલી રહ્યું હોય એમ ભાગ્યેજ કોઈ કહી શકશે.
ત્રીજું–સાધારણ મનુષ્યોને માટે એ બે વૃત્તિઓ જેટલી બીજી કોઈ વૃત્તિ સુખદાયી થતી નથી. અલબત્ત, ભક્તિ અને જાગતિકપ્રીતિનું સુખ સૈાથી વિશેષ તીવ્ર તથા ઉચ્ચ છે, તેપણું અનુશીલનાવના તે સુખની પ્રાપ્તિ અસંભવિત છે. એ અનુશીલન પણ કઠિન જ્ઞાનનું સહગી છે. સંતાનપ્રીતિનું જે સુખ છે તેને માટે અનુશીલનની જરૂર રહેતી નથી. દંપતિપ્રીતિનું સુખ જો કે કેટલે અંશે અનુશીલનની અપેક્ષા રાખે છે, તે પણ તે અનુશીલન બહુ સહજ અને સુખકર હેવાથી તેમાં વિશેષ શ્રમ પડતો નથી.
ઉપર જણાવેલાં કારણોને લીધે અનેક સમયે ઉકત બને વૃત્તિઓ મનુષ્યના ધર્મપાલનમાં વિનભૂત થાય છે. ઉક્ત વૃત્તિઓ પરમ રમણીય અને સુખદાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૧૩ -સ્વજનીતિ
૧૬૩
હોવાથી મનુવ્યો તેની અપરિમિત ખીલવણી કરવા પ્રયત્ન કરે છે, અને એ વૃત્તિએનો પોતાને વેગ સ્વાભાવિકરીતે જ બહુ પ્રબળ હોવાના કારણે તે દુમનીય થઈ પડે છે. આથી એનું પરિણામ એવું આવે છે કે એ બે વૃત્તિઓ અન્ય સર્વ વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી જાય છે, અને કોઈને આગળ વધવા દેતી નથી. પછી ભક્તિ, પ્રીતિ અને અન્ય સમસ્ત ધર્મો તેનાજ વેગમાં સપડાઈ જઈ પિતાની સત્તા ગુમાવી બેસે છે. અનેક મનુષ્યો સ્ત્રી–પુત્રાદિની પાછળ ગાંડા જેવા બની જાય છે અને ધર્મકર્મને તિલાંજલિ આપી બેસે છે, તેનું પણ એજ કારણ છે. આપણી હિંદી પ્રજા ઉપર આ કલંક ખાસ કરીને બળવાન થયેલું જણાવવામાં આવે છે, તે અસત્ય નથી. - સંન્યાસ ધર્મના પ્રવર્તક અથવા ઉપદેશકે અપત્યપ્રીતિ તથા દંપતિપ્રીતિ પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી નિહાળે છે, તેનું પણ એજ કારણ છે. સંન્યાસીઓ સ્ત્રીમાત્રને પિશાચીરૂપે માને છે, પરંતુ હું તને આગળ કહી ગયો છું કે જે સંતાનપ્રીતિ તથા દંપતિપ્રીતિને તેની યોગ્ય સીમામાં કેળવવામાં આવે છે તે પરમ ધર્મ છે. તેમ કરવાને બદલે સ્ત્રી-પુત્રાદિને નિર્દયપણે ત્યાગ કરી દે એ પરમ અધર્મ છે. તે ઉપરાંત જાગતિક પ્રીતિ સંબંધે વિવેચન કરતી વેળા હું તને કહી ગયો છું કે જાગતિક પ્રીતિપર્યત પહોંચવાને માટે પારિવારિક પ્રીતિ એક પગથીઆ સમાન છે. જેઓ પારિવારિક પ્રીતિરૂપી પ્રથમ પગથી આનો ત્યાગ કરી જગત સાથે પ્રીતિ જોડવાનો દેખાવ કરે છે તેઓ તેમાં અનેકવાર નિષ્ફળ થયા વિના રહેતા નથી.
શિષ્ય –ઇસુના સંબંધમાં એ કથન કેવી રીતે લાગુ પાડશે ?
ગુરુ-ઇસ અથવા શાક્યસિંહની માફક જેઓ એવું પરાક્રમ દાખવી શકે તેઓને હું ઈશ્વરાંશી લેખું છું. તે સાથે એટલું પણ કહેવું જોઈએ કે ઇસ અથવા શાક્યસિંહ જેવા મનુષ્ય સિવાય એ નિયમનું ઉલંધન કરી આગળ વધવાને ભાગ્યેજ કઈ સમર્થ થઈ શકે છે. હું એમ માનું છું કે જો ઈસુ અથવા શાક્યસિંહે ગૃહસ્થાવસ્થામાં રહી ધર્મ પ્રવર્તાવ્યો હતો તે તેઓની ધાર્મિકતા અત્યારે છે તેના કરતાં પણ અધિકતાપાત્ર થઈ હેત, એમાં શક નથી. શ્રીકૃષ્ણ જેવા આદર્શ પુરુષો ગૃહસ્થાશ્રમમાં જ રહ્યા હતા. ઈસુ અથવા શાકયસિંહ માત્ર સંન્યાસીઓ હતા–આદર્શ પુરુષ નહેતા.
સંતાનપ્રીતિ અને દંપતિપ્રીતિ સિવાય સ્વજનપ્રીતિના સંબંધમાં પણ થોડ બલવાનું રહી જાય છે. (૧) જે વસ્તુતઃ આપણું સંતાન ન હોય પણ સંતાનના સ્થાને હેય તેઓ પણ આપણું સંતાનપ્રીતિના હક્કદાર છે. (૨) જેઓ આપણી સાથે એક વંશના લોહીથી જોડાયેલા હોય, તેઓ અર્થત ભાઈ--બેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધર્મ તત્ત્વ
વિગેરે પણ આપણાં પ્રીતિપાત્ર છે. સાંસતે લર્જીને હાય કે આત્મપ્રીતિની ઉદારતાને લઇને હાય, પણ તેના પ્રત્યે પ્રીતિભાવ રાખવા એ આપણું કર્તવ્ય છે, (૩) આ પ્રમાણે પ્રીતિના વિસ્તાર થતાંતી સાથેજ આપણા કુટુંબ તથા આડેાશીપા ડાશીપ્રત્યે પણ પ્રીતિભાવના નિર્મળ ઝરા વહેવા લાગે છે. પ્રીતિના સ્વાભાવિક વિકાસ કેવી રીતે થતા જાય છે, તે વાત હું તને પૂર્વે જણાવી ગયા છેં. (૪) અનેક સમયે આપણે એવાં મનુષ્યાના સમાગમમાં આવીએ છીએ કે તેઓ આપણાં રવજન ન હોય તે પણ તેમના ગુણાપ્રત્યે મુગ્ધ થઇને તેમના પ્રત્યે ખાસ પ્રીતિભાવ રાખ્યા વિના આપણે રહી શકતા નથી. આવી રીતની અન્ધુપ્રીતિ પણ કેટલીક વાર બહુ ખળવતી થયેલી અનુભવવામાં આવે છે.
ઇશ્વરપ્રીતિની પશુ ચેાગ્ય પ્રકારે ખીલવણી થવી જોઇએ, કારણ કે તે મનુષ્યાના ઉત્કૃષ્ટ ધર્મ છે. યાં ી પ્રીતિને બળવાન બનાવવી તેને શુદ્ધ હૃદયથી નિષ્ણુય કરીને, અથવા ઉપર જણાવ્યા તે સાધારણ નિયમાને લક્ષમાં રાખીને પ્રીતિ વૃત્તિનું અનુશીલન કરવું એજ યાગ્ય અને ઉત્તમ છે.
अध्याय २४ मो - स्वदेशप्रीति
ગુરુ:—સમસ્ત વૃત્તિને જાગૃત તથા ઉન્નત કરી ઇશ્વરમુખી કરવી એ અનુશીલનના ઉદ્દેશ છે, અને તેને માટે સાધકે ઇશ્વરાદ્દિષ્ટ કર્મો કરવાં જોઇએ. પ્રશ્વર પ્રાણીમાત્રમાં વ્યાપક છે, તેથી સમસ્ત જગતને પેાતાના આત્માસમાન લેખી તેને ચાહતાં શીખવું જોઈએ. જગતને આત્મવત લેખવામાં આવે તાજ મનુષ્યના હૃદયમાં નગતિક (સમગ્ર જગત્ ઉપરની ) પ્રીતિના ઉદય થાય. કાઇ એમ પૂછે કે સમસ્ત જગતને આત્મવત્ શામાટે માનવું? તે તેને એજ ઉત્તર આપી શકાય કે તેમ કરવુ એ ઇશ્વરાદ્દિષ્ટ કર્તવ્યૂ છે, અને તેથી તે ધમ'કા' છે. છતાં એવી શંકા કરવામાં આવે કે જો કાપણુ ઇશ્વરાદ્દિષ્ટ કર્યાં જાગતિક પ્રીતિથી વિરુદ્ધ જતુ હોય તા ત્યાં શું કરવું ? આવા સ્થળે એ દિશાઓની સ ંપૂર્ણ રક્ષા થવી અશકય છે. તે પછી ત્યાં કયી દિશામાં કર્તવ્ય કરવું?
શિષ્ય:—તે સ્થળે નિષ્પક્ષપાતપણે વિચાર કરી મે ત્રાજવામાં જે ત્રાજવું નમતુ જણાય, તેજ દિશાનું અવલખન લેવું જોઇએ, એમ મને લાગે છે.
ગુરુ:—એ વાત ખરી છે. તેપણુ એ સબંધે હુ હુ' તે ખરાખર શ્રવણુ કર દંપતિપ્રીતિના વિષય સમજાવતી વેળા મે' તને કહ્યુ` હતુ` કે જે સમાજની બહાર ઢાય છે તેઓનુ જીવન પશુવત્ હાય છે. દાખલાતરીકે જંગલી મનુષ્યા સમાજમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૪ મ-સ્વદેશપ્રીતિ
કહેતાં નથી, તેથી તેમનું જીવન લગભગ પશુ જેવું જ હોય છે. સમાજ સિવાય
મનુષ્ય યથાયોગ્ય પ્રકારે ધાર્મિક જીવન ગાળી શકે નહિ, એટલું જ નહિ પણ સમાજ સિવાય મનુષ્ય કોઈપણ પ્રકારનું મંગળ અથવા આત્મય સાધી શકે નહિ, એમ કહું તે પણ અત્યુક્તિ નથી. હવે જો સમાજનો ધ્વંસ થાય તે મનુષ્યના ધર્મનો પણ વંસ થયા વિના રહે નહિ, અને ધર્મને વંસ થાય તે પછી સર્વ પ્રકારનાં મંગળ કાર્યોને વંસ પણ તેની સાથેજ થાય, એ સ્વાભાવિક છે. આ વિષે વધારે વિસ્તારથી તારા જેવા સમજુને સમજાવવાની જરૂર નથી.
શિષ્ય --વાચસ્પતિ મહાશય જે આ પ્રસંગે હાજર હતા તે તેઓ એ દલીલની સામે વિધેિ ઉડાવત, પણ મને તેમાં કઈ સંશય નથી. | ગુ–અસ્તુ. જો એમજ હેય, એટલે કે જે સમાજના ધ્વંસની સાથે ધર્મવંસ જોડાયેલું હોય અને ધર્મવંસની સાથે સર્વ મંગળ કાર્યોનો વંસ અનિવાર્ય હોય તે એટલું તે ચક્કસ છે કે ગમે તે પ્રકારે સમાજની રક્ષા કરવી એ આપણું ગંભીર કર્તવ્ય છે. હર્બટ સ્પેન્સર પણ કહે છે કે “આત્મરક્ષા કરતાં પણ દેશરક્ષા એ એક ધર્મ છે. અને એટલા માટે હજારો તથા લાખો મનુષ્યો પિતાના આત્માને ભોગ આપીને પણ દેશની રક્ષા કરવા પ્રયત્ન કરે છે.”
આત્મરક્ષા જે કારણે ધર્મ લેખાય છે તે જ કારણે દેશરક્ષા પણ શ્રેષ્ઠ ધર્મ લેખાય છે. સ્વજનરક્ષાને પણ ધર્મનું અંગ લેખવામાં આવ્યું છે, તેનું એજ કારણ છે,કારણ કે આપણો પરિવાર એ પણ સમાજનું એક અંગ છે; પરંતુ સમુદાયના હિતની ખાતર પારિવારિક હિતની પણ ઉપેક્ષા કરવી એ કર્તવ્ય છે.
આત્મરક્ષા અને સ્વજનરક્ષાની પેઠે સ્વદેશરક્ષા એ પણ ઈશ્વરદ્દિષ્ટ કર્મ છે; કારણ કે તેમાં સમસ્ત જગતના હિતનો સમાવેશ થઈ જાય છે. સામાજીક મનુષ્પો અથવા દેશનાં મનુષ્યો અતિરવિગ્રહથી લડી મરતાં હોય તે સમયે જે કોઈ પાપિષ્ટ જાતિને આગેવાન આવીને દેશજનોને દબાવી દે તે પૃથ્વીમાંથી ધર્મ તથા ઉન્નતિનો ઉચ્છેદ થયા વિના રહે નહિ. એટલા માટે ભૂતમાત્રના હિતની ખાતર સ્વદેશરક્ષણ કરવું એ પણ ધર્મ છે.
સ્વદેશરક્ષાને જે આત્મરક્ષા તથા સ્વજનરક્ષાની પેઠે ઇશ્વદિષ્ટ કર્મ માનવામાં આવે તે તેને પણ નિષ્કામ કર્મ બનાવી શકાય. આત્મરક્ષા તથા સ્વજનરક્ષા કરતાં સ્વદેશરક્ષાના કર્મને વિશેષ સહેલાઈથી નિષ્કામ કર્મ બનાવી શકાય, એ વાત હવે તને બહુ શ્રમપૂર્વક સમજાવવાની જરૂર હું ધારતો નથી.
શિષ્ય–આ પ્રશ્નની શરૂઆતમાંજ આપે કહ્યું હતું કે “વિચાર કરીને જ નિર્ણય કર.” તે હવે હું જાણવા ઇચ્છું છું કે આટલા વિચારના પરિણામે આપણે શું નિર્ણય ઉપર આવ્યા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્વ
ગુર–એજ કે સર્વ ભૂતપ્રત્યે સમદષ્ટિ રાખવી એ જેમ આપણું કર્તવ્ય કર્મ છે, તેજ પ્રકારે આત્મરક્ષા, સ્વજનરક્ષા તથા દેશરક્ષા પણ આપણું કર્તવ્ય કર્મો છે. એ ઉભયની અંદર જ્યારે પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય ત્યારે કયી તરફનું ત્રાજવું ભારે છે, તે બારીકીથી-નિપક્ષપાતપણે જોઈ જવું. આત્મરક્ષા તથા સ્વજનરક્ષાની જરૂર એટલા માટે છે કે તેનાથી દેશરક્ષામાં તથા જગતરક્ષામાં બહુ મોટી સહાય મળે છે, માટે બની શકે ત્યાં સુધી દેશરક્ષા કિવા જગતરક્ષા તરફ જ વિશેષ લક્ષ આપવું.
વસ્તુતઃ જાગતિક પ્રીતિની સાથે આત્મપ્રીતિ, રવજનીતિ તથા દેશપ્રીતિને વિરોધ ઉત્પન થાય એ સંભવજ લાગતો નથી. દષ્ટાંત તરીકે ધારો કે કોઈ એક મનુષ્ય આપણું ઉપર હલ્લો કરે, તો તેનાથી આપણે આપણું આત્મરક્ષણ કરવું. પરંતુ તેની સામે નિર્દયતા કિવા દેવ દાખવવાની જરૂર જ શું છે? ક્ષુધાતુર ચોરના. સંબંધમાં જ્યારે આપણે પ્રસંગ નીકળે ત્યારે આ વાત હું તને સમજાવી ચૂક્યા છું. તે વખતે મેં તને એવા આશયનું કહ્યું પણ હતું કે જાગતિક પ્રીતિ અથવા સર્વત્ર સમાનભાવને અર્થ એ નથી કે આપણે મૂંગે મોઢે મારજ ખાધા કરમારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે સર્વ પ્રાણીમાત્ર આપણું પિતાના આત્મા સમાનજ છે, તે પછી આપણે કોઈનું કદાપિ અનિષ્ટ ન કરવું. કોઈ મનુષ્યનું તે, શું પણ કઈ સમાજનું પણ કદાપિ અનિષ્ટ કરવા તૈયાર થવું નહિ. આપણું સમાજનું જેવી રીતે યથાશક્તિ ઈષ્ટસાધન કરવું, તેવી જ રીતે બની શકે તે પરસમાજનું પણ ઈષ્ટ કરવા ચૂવું નહિ. શક્તિ પ્રમાણે ઇષ્ટ કરવું તેને અર્થ માત્ર એટલેજ કરવાને છે કે કોઈ સમાજનું અનિષ્ટ કરી અન્ય સમાજનું ઇષ્ટ કરવું એ બીલકુલ ઉચિત નથી. પરસમાજનું અનિષ્ટ કરી આપણું સમાજનું ઇષ્ટ ન સાધવું તેજ રીતે આપણા સમાજનું અનિષ્ટ કરી પરસમાજનું દષ્ટ સાધવું એ પણ યોગ્ય નથી. આમ થાય તેજ યથાર્થ સમાનભાવ, જાગતિકપ્રીતિ તથા સ્વદેશપ્રીતિની યથાયોગ્યતા સચવાય.
કેટલાક દિવસો ઉપર તે એક પ્રશ્ન પૂ હતો, તેને ઉત્તર આપવાનો હવે યોગ્ય પ્રસંગ આવી લાગે છે. હું ધારું છું કે તારા મનમાં યુરોપીય “પંટ્રીયેટીઝમ” (સ્વદેશવાસય) ના સંસ્કારો બહુ દઢ થઈ ગયેલા હોવા જોઈએ, અને તેને જ લીધે તેં એ પ્રશ્ન મૂક્યો હશે. મેં તને આજે જે સ્વદેશપ્રીતિસંબધે ઉપદેશ કર્યો છે, તેને યુરોપની સ્વદેશવાત્સલ્યતા સાથે લેશ પણ સંબંધ નથી. યુરોપીય પી.
ટીઝમ (સ્વદેશવાત્સલ્ય) ને એક પ્રકારના મહાધર વૈશાચિક પાપરૂપેજ હું તો ઓળખું છું. પાશ્ચાત્ય સ્વદેશવત્સલતાને અર્થ માત્ર એટલેજ છે કે પરસમાજની પાસેથી જે કાંઈ હેય તે છીનવી લો અને પોતાના સમાજમાં લાવે. તે પેઢીટીઝમ ધર્મ કહે છે કે અન્ય સમસ્ત જાતિઓનું સત્યાનાશ કાઢીને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૪ મો-સ્વદેશપ્રીતિ
---
-
-
-
------
--
---
-
સ્વદેશની શોભા વધારે. આવા ભયંકર સ્વદેશપ્રેમરૂપી ધર્મને લઈને અમેરિકાની અસલી જાતિઓ આજે પૃથ્વીમાંથી લગભગ લુપ્ત થઈ ગઈ છે. આ દેશવાત્સલ્યરૂપી ધર્મ ભારતવષય પ્રજાના હૃદયમાં કોઈ કાળે રથાન ન પામે, એજ મારી જગદીશ્વર પ્રત્યે પ્રાર્થના છે. બેલ, પ્રીતિતત્વને સ્થૂલ આશય હવે સમજ્યો ને?
શિષ્ય –હા છે. મનુષ્યની સર્વ વૃત્તિઓ ખીલે અને તે બધાનુવતિની થાય તે અવસ્થાને ભક્તિ કહેવાય, એ વિષય હવે હું બરાબર સમજી ગયો છું. આવી અવસ્થાનું પરિણામ જાગતિક પ્રીતિરૂપે જ ફળે; કારણ કે ભૂતમાત્રમાં ઈશ્વર વ્યાપી રહ્યો છે, એ વાત પણ મારાથી સમજી શકાય છે. તેની સાથે એટલી વાત પણ નક્કી થઈ ગઈ કે જાગતિકપ્રીતિ સાથે સ્વજનપ્રીતિ અથવા સ્વદેશપ્રીતિને વિરોધ આ. વવાને ભય પણ અસ્થાને છે. જે કંઈ વિરોધ કવચિત જોવામાં આવે છે, તે તે આપણું સકામવૃત્તિને જ આભારી હોય છે. જે નિષ્કામપણે કર્તવ્ય બજાવવામાં આવે તે એ વિરોધ કદાપિ ઉત્પન થાય નહિ.
તે સાથે એટલું પણ સમજી શકો છું કે આત્મરક્ષા કરતાં સ્વજનરક્ષાનું કર્તવ્ય વધારે મહત્વનું છે, અને સ્વજનરક્ષા કરતાં પણ સ્વદેશરક્ષાનું કર્તવ્ય વિશેષ મહત્ત્વનું છે. જ્યારે અંતઃકરણમાં ઇશ્વરભકિત તથા સર્વ લેપ્રીતિના સંસ્કારો દઢ થાય, ત્યારે તે દેશપ્રીતિ એ માત્ર ઈશ્વરભકિત કરતાં જ ઉતરતું અને અન્ય સર્વ કરતાં અધિક મહત્વનું કર્તવ્ય બની રહે છે.
ગુર–ભારતવષય પ્રજાની સામાજીક તથા ધાર્મિક અવનતિનું કારણ હવે સ્પષ્ટ થઈ શકશે. ભારતવર્ષની આર્યપ્રજામાં ઈશ્વરપ્રીતિ તથા સર્વક પ્રત્યે સમદૃષ્ટિ હતી, પરંતુ તેઓએ દેશપ્રીતિને સાર્વલિકિક પ્રીતિની અંદરજ ડૂબાડી દીધી.
આથી પ્રીતિવૃત્તિની ક્રમે ક્રમે જે ખીલવણી થવી જોઈએ તેવી થઈ શકી નહિ. દેશપ્રીતિ તથા સાર્વલૈકિક પ્રીતિ એ બને યથાસ્થાને યોગ્ય ખીલવણી થવી જોઈએ જ્યારે આ વાત આર્ય પ્રજાના હૃદયમાં ઉતરવા પામશે ત્યારે ભારતવર્ષ પુનઃ પૃથ્વીની શ્રેષ્ઠ જાતિના ઉચ્ચ સિંહાસને વિરાજશે એમાં મને જરા પણ સંશય નથી.
શિષ્ય –આપે જે ધર્મતત્વની વ્યાખ્યા કરી છે, તે ધર્મતત્ત્વ જે આર્ય પ્રજા સમજી શકે અને તેને કાર્યમાં પરિણત કરી શકે તે કેટલે બધે લાભ થાય?
આ વાક્યને સ્થાને આવું વાક્ય ઠીક ગણાતા કે “કાળે કરીને ભારતવર્ષની આર્ય પ્રજાનાં આચરણોમાંથી ઇશ્વરપ્રીતિ તથા સર્વ પ્રત્યેની સમદષ્ટિ નીકળી ગઈ અને દેશપ્રીતિનું સ્થાન પણ સ્વાર્થ અને વિષયલેલુપતાએ લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
अध्याय २५ मो - पशुप्रीति
ગુરુ:—પ્રીતિતત્ત્વ સબંધી હજી એક વાત કહેવાની બાકી છે. અન્ય સર્વ ધર્માની અપેક્ષાએ હિંદુ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, તેનાં હજારા ઉદાહરણો આપી શકાય તેમ છે. પ્રીતિતત્ત્વ સમજાવતી વેળા હિંદુધર્માંની શ્રેષ્ઠતા હું પ્રસગાપાત સિદ્ધ કરી ચૂક્યા છું. હિંદુધર્મ જાગતિકપ્રીતિના જેવા ઉપદેશ કરે છે તેવા ઉપદેશ અન્ય કાઇ ધ'માં નથી. ન્યાયની ખાતર મારે આ સ્થળે કહેવું જોઇએ કે અલબત્ત અન્યાન્ય ધર્માં પણ સ લોકપ્રત્યે પ્રીતિભાવ રાખવાની ભલામણુ તા કરે છે; પરંતુ તેમ કરવાનું જે યથાયોગ્ય મૂળ કારણુ દર્શાવવુ. જોઇએ તે તેએ દર્શાવી શકયા નથી, અને તેથી તેમની તે ભલામણુ સાક થઇ શકી નથી. ત્યારે ઈશ્વર સર્વવ્યાપક હાવાથી સ ભૂતપ્રત્યે સમાનભાવ રાખવાના હિંદુધર્મના ઉપદેશ તરતજ હૃદયમાં ઉતરી જાય છે. હિંદુધર્મ' ઉપદેશેલી પતિપ્રીતિ પણ અન્ય જાતિઓમાટે આદર્શરૂપ છે તેમજ વિવાહપ્રથા પણુ કાઇ રીતે ઓછી અનુકરણીય નથી. આ ઉપરાંત હિંદુધર્મના પ્રીતિતત્ત્વનું એક વિશેષ ઉદાહરણ-પ્રમાણુ આપુ ' તે લક્ષ પૂર્ણાંક સાંભળ.
ભૂતમાત્રમાં ઇશ્વરના નિવાસ છે, એટલા માટે પ્રાણીમાત્રપ્રત્યે સમદષ્ટિ રાખવી એ કન્ય છે; પરંતુ જેએ એમ સમજતા હાય કે ભૂતમાત્ર' કહેવાથી કેવળ મનુષ્યાનેાજ તેમાં સમાવેશ થાય છે તે તે ભૂલ છે. ભૂતમાત્ર કહેવાથી જગતનાં સર્વાં પ્રાણીઓ તેમાં આવી જાય છે. અર્થાત્ પશુઓ પણ મનુષ્યાની પ્રીતિને પાત્ર છે. મનુષ્યપ્રત્યે જેમ પ્રીતિભાવ રાખવાના છે, તેજ પ્રકારે પશુ પ્રત્યે પણ પ્રીતિભાવ રાખવા જોઇએ. આવા અભેદભાવ હિંદુધર્માં અથવા તા હિંદુધર્મમાંથી ઉત્પન્ન થએલ માદ્ધધર્મ સિવાય અન્ય સ્થળે નથી.
શિષ્ય:—એ અભેદભાવ આમે હિંદુધર્મ પાસેથી લીધા હશે કે ઔદુધમ પાસેથી હિંદુધમે લીધા હશે?
ગુરુ:મર્થાત્ તુ એમ પૂછવા માગે છે કે પિતાની મીલકતના વારસદાર પુત્ર થયા કે પુત્રની મીલ્કતના વારસદાર પિતા થયા ?
શિષ્યઃ—પિતાને પણ કેટલીકવાર પુત્રની સંપત્તિ મળે છે.
ગુરુઃ—કુદરતી નિયમથી વિરુદ્ધ વાત જે કોઇ સિદ્ધ કરવા ઇચ્છે, તેણે પૂરાવા રજી કરવા જોઈએ. બહુધ પાસેથી હિંદુધમે* ઉકત અભેદાન લીધું, એમ કહે. વામાં તું શું પ્રમાણુ આપી શકશે?
શિષ્ય:——મારી પાસે તા એવું કાંઇ પ્રમાણુ નથી, પણ યુદ્ધમે હિંદુધર્માં પાસેથી એ અભેદજ્ઞાન લીધું એમ આપ કેવી રીતે પૂરવાર કરી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૫ મો-પશુપ્રીતિ
૧૬૯
ગુરુ પિતાની માલ-મીલક્ત પુત્રને મળે એ એકજ પ્રમાણ મારે માટે બસ છે. તે સિવાય વાજસનેય ઉપનિષદની કૃતિ ઉદ્ધત કરી મેં તને બતાવી આપ્યું છે કે સર્વ ભૂતપ્રત્યે સમાનભાવ રાખે એજ પ્રાચીન વેદકત ધર્મ છે. શિષ્ય --પરંતુ વેદમાં તે અશ્વમેધાદિની પણ વિધિ મળી આવે છે તેનું કેમ?
ગુરુ:–વેદ જો કોઈ એક જ વ્યકિતવિશેષનો રચેલે ગ્રંથ હોત તે અસંગતિ દોષનો આપ તેના ઉપર મૂકી શકાત. ટોસ એકવીન્સના કથનની સાથે હર્બર્ટ સ્પેન્સરના સિદ્ધાંતનું મળતાપણું તપાસવું એ જેમ વિચિત્ર છે, તે જ પ્રકારે વેદના ભિન્ન ભિન્ન અંશોનું પરસ્પર મળતાપણું શોધવું એ વિચિત્ર છે. એટલું જ નહિ પણ અસંભવિત છે. હિંસામાંથીજ અહિંસાની ઉત્પત્તિ છે; પરંતુ તે વાતને હમણ રહેવા દઇશું. “ પક્ષુઓ પ્રત્યે દયા કરવી” એ હિંદુધર્મને ઉપદેશ પરમ રમણીય છે, એમાં તે કાંઈજ શક નથી. હિંદુઓ આ ઉપદેશનું લાંબા કાળથી પાલન કરતા આવ્યા છે. જેમાં હિંદુઓ નથી તેઓ પણ અહિંસાધર્મનું અનુસરણ થાશક્તિ કરે છે. કેવળ ખેતી અર્થે અથવા સ્વારી કરવા માટે પશુઓનું પાલન કરે છે, તેમનેજ ઉદ્દેશીને હું આ વાત કહેતા નથી. કૂતરાનું માંસ કઈ ઉપયોગમાં આવતું નથી, છતાં કેટલાકે કૂતરને બહુ પ્રેમથી ઉછેરે છે; કારણ કે તેમાંથી જે આનંદસુખ તથા પ્રેમને બદલે મળે છે, તે તેઓ બહુ સારી રીતે જાણતા હોય છે. આપણું દેશમાં કેટલીએક બાઈઓ બિલાડી પાળી સંતાનહીનતાના દુઃખને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. મેં એક અંગ્રેજી પુસ્તકમાં વાંચ્યું છે કે “જે ઘરમાં પાંજરામાં પક્ષી આનંદથી નાચતું હોય તે ગૃહમાં કોઈ પ્રેમી અથવા સુજ્ઞ મનુષ્ય રહે છે, એમ સમજવું.” આ પુસ્તકનું નામ મને અત્યારે સ્મરણમાં નથી, પણ વાત ઘણી જ મહત્ત્વની છે.
હિંદુઓમાં ખાસ કરીને ગાયને સર્વથી વિશેષ પ્રીતિપાત્ર માનવામાં આવે છે. હિંદુઓને માટે ગાયના જેવી અન્ય એકે પરેપકારી વસ્તુ નથી. ગાયનું દૂધ હિંદુએના જીવનસ્વરૂપ છે. આપણે હિંદુઓ માંસભોજન કરતા નથી. જે અન્નભોજન આપણે આહારમાં લઈએ છીએ તેમાં પુષ્ટિકર દ્રવ્ય બહુ અપ પ્રમાણમાં હોય છે, તેથી જે ગાયનું દૂધ ન વાપરીએ તો એ દ્રવ્યની બેટ કોઈ રીતે પૂરી થાય નહિ. ગાય કેવળ દૂધ આપીને આપણને ઉછેરે છે, એટલું જ નથી, પણ જે ધાન્ય ઉપર આપણો સંપૂર્ણ આધાર છે તે ધાન્ય પણ એક રીતે ગાય-માતાને જ આભારી છે, અને એટલા માટે ગાયને અન્નદાતા કહેવામાં અતિશયોક્તિ નથી. બળદ્વારા ખેતરે ખેડાય છે, અને ભારે બેજાએ એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવે છે. જે ગાયોનું રક્ષણ ન થાય તે કેટલાં બધાં ખેતર ખેડાયા વિના પડયાં રહે ગાડાં ભરી ભરીને જે માલ પરગામ મોકલવામાં આવે છે, તે કોણ વહન કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધમતત્વ
ટુંકામાં, ભારતવર્ષમાં ઘણુંખરૂં કામ ગાય અને તેની સંતતિ ઉપરજ નિર્ભર રહે છે. ગાય અને બળદ મૃત્યુ પામ્યા પછી પણ દધીચિની માફક પોતાનાં હાડ, ચામ તયા શીંગડારા આ૫ણું ઉપર ઉપકાર કરતાં જાય છે. કેટલાએક મૂર્ખ મનુષ્યો કહે છે કે“ગાય તે હિંદુઓને એક દેવતા છે.” વસ્તુત: તે દેવતા નથી, પણ દેવતા એટલે ઉપકાર આપણી ઉપર કરે છે, એટલાજ માટે તેને દેવતાસમાન લેખવામાં આવે છે. વૃષ્ટિદેવતા આપણું ઉપર જેટલો ઉપકાર કરે છે તેના કરતાં પણ ગાય વિશેષ ઉપકાર કરે છે. ઇન્દ્ર જે પૂજ્ય હોય તે ગાય પણ પૂજવાયોગ્ય છે. જે આપણા દેશમાંથી ગાયનો લેપ થઈ જાય તે હિંદુપ્રજા પણ તેની સાથેજ લેપ થઈ જાય, એમાં શક નથી. મુસલમાનોની દેખાદેખીથી જે હિંદુઓ પણ ગોમાંસ ભક્ષણ કરવા લાગ્યા હેત તો અત્યારે પૂર્વે હિન્દુ નામને કયારનેયે લેપ થઈ ગયો હોત, અથવા તે હિંદુઓ અત્યંત દુર્દશા ભોગવતા હતા, એમ વિચાર કરવાથી સ્પષ્ટ થયા વિના રહેશે નહિ. હિંદુઓના અહિંસાધર્મો જ હિંદુઓની રક્ષા કરી છે. અનુશીલનનું પ્રત્યક્ષ ફળ જેવું હોય તો પશુપ્રીતિના સાક્ષાત ઉપકારો પ્રત્યે એકવાર દષ્ટિપાત કરી જા, પશુપ્રીતિના અનુસરણના પ્રતાપેજ હિંદુપ્રજા આજે જીવતી રહી ગઈ છે. શિષ્ય:-ઘણા મુસલમાનો પણ ગેમસ નથી ખાતા.
ગુસ-એ પ્રતાપ હિંદુઓના સહવાસને છે. જેઓ હિંદુ વંશમાં જન્મવા છતાં ગોમાંસ ભક્ષણ કરતા હોય તેઓ કુલગાર છે–નરાધમ છે. એથી વધારે સપ્ત શબ્દો મારી પાસે નથી.
શિષ્ય –કેટલાક પાશ્ચાત્ય પંડિતે કહે છે કેઃ “હિંદુઓ જન્માંતર માને છે. તેથી રખેને આપણે કોઈ પૂર્વપુરુષ દેહાંતર પ્રાપ્ત કરીને પશુપે આપણે ત્યાં આવ્યું હોય તે? એવા ભયથી હિંદુઓ પશુઓ પ્રતિ દયાવાન રહે છે.” | ગુસ–પાશ્ચાત્ય પંડિતો અને પાશ્ચાત્ય ગર્દભ વચ્ચેનો ભેદ ભૂલવું જોઈએ નહિ. હિંદુધર્મને યથાર્થ મર્મ મેં તને કહી દીધા છે. હજી પણ તું શું ગર્દભ કોને કહેવાય અને પંડિત કેને કહેવાય તેને નિર્ણય કરી શકે નહિ? ગર્દભ તે એના અવાજ ઉપરથી જ પકડાઈ જાય. ઉક્ત કથન કાઈ પાશ્ચાત્ય પડિતનું હેવા સંભવ નથી.
अध्याय २६ मो-दया
ગુસ–ભકિત અને પ્રીતિ પછી દયાનું સ્થાન આવે છે. આર્ત અથવા દુઃખી પ્રાણપ્રત્યે જે વિશેષ પ્રીતિભાવ તેને દયા કહેવામાં આવે છે. ભક્તિના પિટામાં જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૯ મે-દયા
૧૯.
પ્રીતિને સમાવેશ છે, તેવી જ રીતે દયા પણ પ્રીતિને એક ખાસ પિટા ભાગ છે. સર્વ ભૂતમાત્રમાં જે પોતાનાજ આત્માને જોતા હોય અથવા સર્વ ભૂતમાત્રને પિતાનામજ અનુભવ કરતે હોય તે મનુષ્ય નિરંતર દયામયજ હોય છે. એટલા માટે ભકિતના અનુશીલન (અનુસરણ અને વિકાસ) થી જેમ પ્રીતિનું અનાયાસે અનુશીલન થાય છે તેવી જ રીતે પ્રીતિના અનુશીલનની સાથે દયાનું અનુશીલન પણ રહેલું જ હોય છે. ભકિત, પ્રીતિ અને દયાને હિંદુ ધર્મ એવા સૂત્રથી એક બીજા સાથે ગુંથેલી છે કે તેને જુદી પાડી બતાવવાનું કામ સહજ નથી. હિંદુધર્મ જે સર્વાંગસંપન્ન ધર્મ અન્ય કેઈ નથી, એવા ઉદ્દગારે આવા પ્રસંગે બળપૂર્વક બહાર આવ્યા વિના રહેતા નથી. શિષ્ય –છતાં દયાનું અનુશીલન પૃથફ રીતે કરવાનું હિંદુધર્મમાં કહેલું છે.
ગુસ-એકવાર નહિ પણ હજારવાર પુનઃ પુનઃ દયાના વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તુતઃ જેનામાં દયા નથી તેને હિંદુ એવું નામજ આપી શકાય નહિ. તે પણ એટલું છે કે હિંદુધર્મમાં દાન શબ્દનો જેટલો છૂટથી ઉપયોગ થયેલા આપણું જોવામાં આવે છે તેટલે દયા શબ્દને વ્યવહાર થએલે જોવામાં આવતું નથી. ખરી રીતે તે દાનમાંજ દયાનું સત્ય અનુશીલન રહેલું છે, પરંતુ “દાન” શબ્દના અર્થ તરફ બરાબર લક્ષ આપવામાં આવતું નથી. “દાન” કહેવાથી માત્ર અન્નદાન, વસ્ત્રદાન અથવા ધનદાનજ સર્વત્ર સમજવામાં આવે છે; પરંતુ એ અર્થ તો બહુજ સાંકડો છે. દાનનો ખરો અર્થ ત્યાગ છે. ત્યાગ અને દાન એક બીજાના માત્ર પ્રતિશજ છે. દયાના અનુશીલનાથે ત્યાગ શબ્દને પણ અનેક સ્થળે ઉપગ કરવામાં આવ્યો છે. આ ત્યાગ શબ્દથી કેવળ ધનત્યાગજ સમજવો, એ યોગ્ય નથી. ત્યાગ શબ્દથી સર્વ પ્રકારના ત્યાગનું સૂચન થાય છે, અને તેમાં પ્રાણત્યાગ ૫ણ સમાઈ જાય છે. મતલબ કે જ્યાં દાનધર્મને આદેશ કરવામાં આવ્યો હોય ત્યાં આત્મત્યાગ કરવાનો ઉપદેશ પણ સાથે જ રહેલો છે એમ સમજી લેવું. આ પ્રકારનું દાન કરવું તેમાંજ યથાર્થ દયાના અનુશીલનને માર્ગ રહેલો છે. એક માણસ પાસે પુષ્કળ ધન-સંપત્તિ હોય, અને તે સંપત્તિનો અમુક અંશ કેઈ દીનદરિદ્રીને અર્પણ કરે છે તેથી તેણે દયા કરી એમ કહી શકાય નહિ; કારણ કે એક તળાવમાંથી કોઈ પ્રવાસી ખેબ ભરીને પાણી પીવે તેથી તળાવને કાંઈ ખોટ જતી નથી, તેમ તારા ઉત પ્રકારના દાનથી તને કાંઈ કષ્ટ થતું નથી. તેણે જે સ્વાર્થ ત્યાગ કરવો જોઈએ તેવો સ્વાર્થ ત્યાગ એથી થતા નથી. આ ઉપરથી એવા દાનની પણ જરૂર નથી એમ માની લઈશ નહિ. જેઓ એવું નજીવું દાન પણ કરી શકતા નથી તેઓ ઘેરતર નરાધમથી કઈ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૭ર
.
ધમતા
:
ચડીયાતા નથી, પરંતુ જેઓ એવું દાન કરતા હોય તેઓએ તેમાં પોતાની દાનવીરતા અથવા બહાદૂરી સમજી લેવી એ પણ ભૂલ છે. એવી દાનવૃત્તિથી દયાનું યથાર્થ અનુશીલન (અનુસરણ અને ખીલવણી) થઈ શકતું નથી. પોતે કષ્ટ સહીને પણ પરોપકાર કરે તે જ ખરૂં દાન છે. - શિષ્ય –જે આપણને કષ્ટ સહન કરવું પડે તે પછી શુભ વૃત્તિના અનુશીલનમાં સુખ રહેલું છે, એમ આપે કહ્યું તેને શું અર્થ ?
ગુ––શુભ વૃત્તિનું અનુશીલન (અનુસરણ અને વિકાસ) થવાથી તે કન્ટજ સુખના રૂપમાં ફેરવાઈ જાય છે. શ્રેષ્ઠ વૃત્તિઓ ભક્તિ-પ્રીતિ–દયા વિગેરેનું આ એક ખાસ લક્ષણ છે કે તેને અનુશીલનથી દુ:ખ પણ સુખરૂપે જ અનુભવાય છે. ઉક્ત વૃત્તિઓ સર્વ પ્રકારના દુ:ખને સુખમાં ફેરવી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મ એજ સુખનો એકમાત્ર ઉપાય છે, એમાં શંકા રાખવા જેવું નથી. સંસારી મનુષ્યો જેને કષ્ટ કહે છે તેની ઉત્પત્તિ “આ મારું અને આ પારકું” એવા ભેદજ્ઞાનમાંથી જ થાય છે. ધર્માનુકૂળ આત્મ-પ્રીતિની સાથે યોગ્ય પ્રમાણમાં આત્મત્યાગ રહેલે હોય તે પછી તેમાં કષ્ટ કે દુ:ખ જેવું કશું જ જણાતું નથી. એટલું ખરું કે એવું પ્રત્યેક અનુષ્ઠાન-કર્તવ્ય કર્મ કે ઈશ્વરાનુદિત કર્તવ્ય નિષ્કામ ભાવથી કરવું જોઇએ.
હિંદુ શાસ્ત્રકારોએ દાનધર્મની જે સ્થાપના કરી છે, તેવિશે મને આ પ્રસંગે બોલવાનું પ્રાપ્ત થાય છે. હિંદુધર્મના કેટલાક સાધારણ દર્શનકારો કહે છે કે “દાન કરવાથી પુણ્ય થાય માટે દાન કરે.” કહેવાની જરૂર નથી કે આ સ્થળે પુણ્યને સ્વર્ગાદિ કામ્ય વસ્તુઓના ઉપાયરૂપે સૂચવવામાં આવ્યું છે. દાન કરવાથી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય એટલા માટે દાન કરવું એવોજ સાધારણ હિંદુશાસ્ત્રકારોને મત હોય છે. આવા દાનને હું ધર્મનું નામ આપી શકતો નથી. સ્વર્ગની પ્રાપ્તિ માટે ધનનું દાન કરવું તેનો અર્થ માત્ર એટલો જ કે સ્વર્ગમાં રહેવાની સારી જગ્યા મળે એટલા માટે અત્યારથી જ મૂલ્ય આપીને ત્યાં જમીન ખરીદી લેવી. આ દાનને ધર્મ કહી શકાય નહિ. એ તે એક પ્રકારનો વેપાર અથવા વિનિમય છે. એવા વાણિજ્યવ્યાપારને ધર્મનું નામ આપવું ઠીક કહેવાય નહિ. ૪
દાન કરવું તે નિષ્કામપણેજ કરવું ઉચિત છે. નિષ્કામ દાન કરવાથી જ દયાવૃત્તિનું અનુશીલન થાય છે, અને દયાવૃત્તિના અનુશીલનથી પ્રીતિવૃત્તિનું પણ અનુશીલન થાય છે, તથા પ્રીતિના અનુશીલનથી ભકિતનું અનુશીલન થાય છે
* પરંતુ સ્વર્ગ સુખના હેતુથી પણ દાન કરવામાં આવે, એ કાંઇ પણ દાન ન કરવા કરતાં તે સારું જ છે. એટલું જ નહિ પણ એવાં દાન પણ વધતે વધતે નિસ્કામ કર્મમાં દેરવનારાં થઈ રહે છે, એ પણ ભૂલવું જોઇયે નહિ.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૬ મે-યા
૧૭૩
એ પ્રમાણે એક માત્ર
ધ
દાનવૃત્તિના અનુશીલનથી (પાલન અને વિકાસથી ) ઉત્તરાત્તર અનેક ઉત્તમ વ્રુત્તિઓનુ' સ્વાભાવિક રીતેજ અનુશીલન થાય છે. માટે જેથી કરીને ધ્યાનું અનુશીલન થાય તેજ સ્થાન, સમય અને પાત્રમાં દાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. વૃત્તિના અનુશીલનમાં કર્તવ્ય અથવા રહેલા છે માટે તે ધર્માર્થે જ દાન કરવુ`. એ ઉત્તમ છે. સ્વર્ગાથે અથવા ખીજો કાઇ ખલા મેળવવા માટે દાન કરવુ એ તેવુ ઉત્તમ નથી. શ્વર્સ ભૂતમાં છે માટે સર્વભૂતને દાન આપવું, જે ઇશ્વરનું છે તે પ્રશ્વરમેજ આવું, પૃથવા તા ઇશ્વરાથે સર્વસ્વના ભાગ આપવા એ મનુષ્યાનું પરમ કર્તવ્ય છે. સર્વંભૂતમાં અને તારામાં તત્ત્વષ્ટિથી જોતાં કશા ભેદ નથી, એટલા માટે તારી પાસે જે કાંઇ છે, તેના ઉપર તારા પેાતાને તેમજ સર્વાં પ્રાણીના હક્ક છે, અને જે વસ્તુ ઉપર પ્રાણીમાત્રના અધિકાર છે, તે વસ્તુ પ્રાણીમાત્રને અણુ કરવા સદૈવ તત્પર રહેવુ જોઈએ. ગીતાકત ધર્મોમાં જે દાનને ઉપદેશ કરવામાં આવ્યા છે, તથા યથાર્થ હિન્દુધર્માં જે દાનની મહત્તા ગાય છે, તે ાન મેં ઉપર કહ્યું" તેજ પ્રકારનું સમજવું. એવી ભાવનાથી જે દાન થાય તેજ યથાર્થ દાનધર્મ છે. રસ્તે ચાલતા એકાદ ભિક્ષુક તરફ્ અમુક વસ્તુ ફેંકી દેવી તે કાંદાન નથી. કેટલાંએક મનુષ્ણેા તે એવુ` નિષ્ટ દાન પણ કરી શકતાં નથી, એ જોઇ મને બહુ આશ્ચય થાય છે.
·
શિષ્ય:—સત સમાન રીતે દાન આપવામાં આવે તેા પછી પાત્રાપાત્રને વિચાર કયાં રહ્યો ? આકાશસ્ત્ર સૂર્ય પૃથ્વી ઉપર સ` સ્થળે કશાપણુ ભેદભાવ વિના પેાતાનાં કિરણેા ફેકે છે, એ વાત ખરી, પણ તેનાથી કેટલા પ્રદેશે! દુગ્ધ થ× જાય છે ? આકાશને મેધ સત્ર જલ વર્ષાવે છે પણ તેથી કેટલાં ગામડાંઓ તથા શહેરા તણાઈ જાય છે ? એવી રીતના વિચારશૂન્ય દાનથી લાભને બદલે હાનિ થવાના શું ભય નથી રહેતા ?
ગુરુ:—હુ પૂર્વે જ કહી ચૂકયા હ્યું કે દાન કરવુ તે એટલાજ માટે કે તેથી આપણી યાદત્તિનુ અનુશીલન થાય. જે યાપાત્ર હાય, અને જે સ્મા અથવા પીડિત ઢાય તેનેજ દાન આપવું–અન્યને નહિ. સર્વભૂતપ્રત્યે દયા કરવી એમ કહેવામાં મારા એવા મુદ્દલ આશય નથી કે જેને કાઈ પણ પ્રકારનું દુઃખ ન ઢાય તેને માટે પણ આપણે સર્વસ્વને ભાગ આપવા તૈયાર થઈ જવું. તાપિ એટલુ તા કહેવુ. જોષએ કે જેને કાઈ પણ પ્રકારનું દુઃખ ન હૈાય એવા મનુષ્ય આ સંસારમાં દુ`ભ છે. જેને દારિઘ્ર દુઃખ ન હાય તેને ધનનું દાન આપવું નિષ્ફળ છે. તેવીજ રીતે જેને કાષ્ટ પણ પ્રકારના રાગ ન હેાય તેને દવાનુ દાન આપવું એ નિરČક છે. અનુચિત દાનથી અનેકવાર પૃથ્વીમાં પાપની વૃદ્ધિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધ તત્ત્વ
છે, એ પણુ લક્ષમાં રાખવાયાગ્ય છે. અનેક લેાકામાં અનુચિત દાન કરવાની પ્રવૃત્તિ વધી પડેલી હાવાથી, જે મનુષ્યા પૃથ્વીમાં સત્કાર્યાપરાયણુ રહીને જીવન ગાળી શકે તેવાં હાય તેવાં પશુ ભિક્ષુક અથવા પ્રપંચકના વેશ ધારણુ કરે છે. અનુચિત દાન કરવાની પ્રવૃત્તિને લીધે સંસારના પ્રપંચામાં ઘટાડા થવાને બદલે ઉલટી વૃદ્ધિ થાય છે. સશકત ભિખારીઓને દાન આપવાથી આળસને ઉત્તેજન મળે છે, એમ માનીને પશુ કેટલાંકા દાન કરતાં અચકાય છે. આ પ્રમાણે અને -ખાજીએ તપાસીને યાગ્ય પાત્રે મેગ્ય દાન આપવું એજ ઉત્તમ છે. જેએની જ્ઞાનાની અથવા કાર્યકારિણી વૃત્તિએ યાગ્ય પ્રમાણમાં વિકસિત થએલી ઢાય છે, તેમને પાત્રાપાત્રા વિચાર બહુ મુશ્કેલીભયેર્યાં નથી લાગતા; કારણુ કે દયાશીલ હાવાની સાથે વિચારવાન પણ હેાય છે. મતલબ કે મનુષ્યની સČવૃત્તિ સુંદર રીતે વિકસિત ન થાય ત્યાંસુધી તેની કાઇ એક વૃત્તિ સંપૂર્ણતા પ્રાપ્ત કરી શતી નથી.
તે
ગીતાના સપ્તદશ અધ્યાયમાં દાનસંબંધે ભગવાનનું જે કથન છે, તેનું તાત્પ પશુ એવુજ છે.
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||२०|| यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः । दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥२१॥ अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥२३॥
,,
અર્થાત્ “ આપવું એજ કન્ય છે. એમ માનીને જે દાન આપવામાં આવે, જેના દલાના હેતુ ન રાખવામાં આવે, અને જે દાન દેશ, કાળ, પાત્રને વિચાર કર્યા પછીજ આપવામાં આવે, તેજ યથા-સાત્ત્વિક—દાન છે. માની સ્માશાથી જે દાન આપવામાં આવે, અમુક ફળની આશાપૂર્ણાંક જે દાન આપવામાં આવે, અથવા અપ્રસન્ન થઈને જે આપવામાં આવે તે રાજસ દાન છે. દેશકાળપાત્રને વિચાર કર્યા વિના, અથવા અનાદર અને અવજ્ઞાપૂર્વક જે ાન આપવામાં આવે તે તામસદાન છે.
શિષ્યઃ——દાન આપતી વેળા દેશ-કાળ-પાત્રને કેવી રીતે વિચાર કરવા, તે વિષે ગીતામાં કંઇ ઉપદેશ કરવામાં આવ્યા છે ?
ગુરુગીતામાં નથી, પણુ ભાષ્યકારાએ તે વિષય ચ્ચેî હૈં; પણ અત્યારે તેવી લખાણુ ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. કાઇ પણ કર્મ' એવુ નથી કે જેમાં દેશ-કાળ—પાત્રના વિચાર કરવાની આવશ્યકતા ન હેાય. દાનને માટે પણુ તેમજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૬ મે–દયા
૧૭૫
દેશ કાળ પાત્રને વિચાર કર્યા વિના જે દાન કરવામાં આવે તેને સાત્વિક નહિ, પણ તામસ દાન કહેવામાં આવ્યું છે. આમ કહેવાનું કારણ એટલું બધું સ્પષ્ટ છે કે તે સમજવાને માટે હિંદુધર્મની કઈ વિશેષ વિધિ શોધી કાઢવાની જરૂર રહેતી નથી. દાખલાતરીકે આપણું ગુજરાત પ્રાંતમાં દુષ્કાળ પડયો હોય અને તેજ વખતે મચેસ્ટરની કાપડની મીલે પણ બંધ પડી ગઈ હોય, અર્થાત બને જગ્યાએ કારીગરે અને મજુરો દુઃખી સ્થિતિમાં આવી પડયા હેય તે પ્રસંગે આપણે કાંઈ પણ આપી શકીએ એવી અવસ્થામાં હોઇએ તે આપણી પ્રથમ ફરજ છે કે સૈ પહેલાં આપણે આપણા પ્રતિના કષ્ટનિવારણાર્થે જ હાથ લંબાવ. બની શકે છે. બને સ્થાનોમાં અમુક અમુક સહાયતા આપવી એ પણ ઉત્તમ છે, પરંતુ જે ગુજરાતના મનુષ્યોને સહાય આપવાને બદલે માંચેસ્ટર તરફ જ પક્ષપાત રાખીએ તો દેશનો વિચાર આપણે રાખ્યો છે, એમ ન કહેવાય. કારણ કે માંચેસ્ટરનાં દુ:ખી મનુષ્યોને મદદ કરે એવા અનેક પુરુષો બહાર આવે એ સંભવ છે, પણ ગુજરાતનાં મનુષ્ય તરફ કોઈની દ્રષ્ટિ પડવાનો સંભવ નથી. કાળને પણ તેજ પ્રકારે વિચાર કરવાનું છે, આજે જે વ્યક્તિને તેં તારા પ્રાણના ભેગે બચાવ્યો હોય તે જ વ્યક્તિને કદાચ આવતી કાલે સજા કરવાની ફરજ તારે શિરે આવી પડે તો તેને તું કોઈ પણ રીતે પ્રાણદાન આપી શકે નહિ. પાત્રાપાત્રનો વિચાર પણ સ્પષ્ટજ છે–પ્રાયઃ સર્વ તેને વિચાર કરી શકે છે. એક દુઃખી મનુષ્યને દાન આપવા અનેક માણસો તૈયાર થાય છે, પણ કેઇ ચાર કે જુગારીને આપવાને તત્પર થતું નથી. એટલા માટે જે વાર પગે એની સૂક્ષ્મ વ્યાખ્યામાં ખાસ કરીને ઉતરવાની જરૂર નથી. જે ઉદાર જાગતિક મહાનીતિ સર્વના હૃદયમાં રહેલી છે, તેને અનુસરીને જ દેશ કાળ પાત્રના ભેદો દર્શાવવામાં આવ્યા છે; પરંતુ વિવિધ ભાખ્યકારોએ એ સ્પષ્ટ અને સરળ વાતના પણ કેવા વિચિત્ર અર્થે કર્યા છે, તે પણ જેવા હોય તે એક નમુનો આપું. શ્રીશંકરાચાર્ય તથા શ્રીધરસ્વામી કહે છે કે દેશે એટલે કુક્ષેત્ર આદિ તીર્થસ્થાનોમાં જે દાન થાય તેજ દાન એગ્ય દેશે થયેલું ગણાય. કાળનો કે વિચિત્ર અર્થ કર્યો છે, તે જે. શંકરાચાર્ય કહે છે કે સંક્રાન્તિ આદિ પર્વને વિષે જે દાન થાય તે જ યોગ્ય દાન કહેવાય, તથા શ્રીધર સ્વામી કહે છે કે ગ્રહણ પ્રસંગે જે દાન કરવામાં આવે તેજ શ્રેષ્ઠ છે, પાત્ર એટલે શ્રી શંકરાચાર્ય કહે છે કે જે વેદમાં પારંગત હોય, છ અંગોને સારી રીતે જાણુકાર હોય, તથા આચારમાં નિષ્ઠાવાળો હોય તેને યોગ્ય પાત્ર સમજ, તેજ સંબંધે શ્રીધર સ્વામી કહે છે કે જે તપ જપ વ્રત આદિ કરતા હોય એવા બ્રાહ્મણને જ યોગ્ય પાત્ર માન જોઈએ. સર્વનાશ ! હું મારા દેશમાં રહી દીનદુ:ખી પીડિત મનુષ્યોની સેવા પહેલી તારીખથી ૩૧ મી તારીખપર્યત કર્યા કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
ધર્મતત્ત્વ
=
-----
તેમના અભિપ્રાય પ્રમાણે ભગવદભિપ્રેત દાન થયું એમ નજ ગણુંય ! ભાગ્યકારોના વિચાર પ્રમાણે તો ગરીબ, રોગી કે દુ:ખીને સહાય કરવી એ યોગ્ય દાન ન લેખાય. આ પ્રમાણે કઈ કઈ ભાષ્યકારે અતિ ઉન્નત ઉદાર તથા સાર્વલેકિક હિન્દુધર્મને એ તે સંકીર્ણ, અનુદાર તથા ઉપધર્મ બનાવી દીધો છે કે તે ભાષ્યકારોના વિચારને યથાર્થ હિંદુધર્મના વિચારે કહેવાની હિંમત કાઈથી થઈ શકે નહિ. મને એમ લાગે છે કે સ્મૃતિને અનુમોદન આપવા માટે જ ભાષ્યકારોએ ભગવાનના ઉદાર વાક્યને એટલું બધું સંકીર્ણ રૂપ આપી દીધું હશે. જો કે ઉક્ત સર્વ અને મહા પ્રતિભાસંપન્ન, સર્વશાસ્ત્રવિત ભાષ્યકારોની પાસે હું કશીજ બિસાતમાં નથી, તે પણ મારે એટલું તે કહેવું જોઈએ કે –
केवलं शाखमाश्रित्य न कर्तव्यो विनिर्णयः। ।
युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥ અર્થાત માત્ર શાસ્ત્રના આધારેજ કર્તવ્યનો નિર્ણય કરે એગ્ય નથી. યુક્તિહીનવિચારશુન્ય બનીને કર્તવ્ય કરવાથી તે ધર્મહાનિ જ થાય છે. વિચાર કર્યા વિના, આંખ મીચીને ધર્મગ્રંથોનું અનુસરણ કરવા જતાં આજકાલ આપણે કેવી દુર્દશા-અધર્મ અથવા વિશંકાવાળી સ્થિતિએ પહોંચ્યા છીએ તેને વિચાર કરતાં ત્રાસ થયા વિના રહેતો નથી. હજી પણ વિના વિચારે એવું જ કર્યા કરીએ તે એ ઉચિત નથી. પિોતપોતાની બુદ્ધિ પ્રમાણે સર્વેએ વિચાર કરવો જોઈએ, નહિતર ચંદનવાડી ગર્દભ જેવીજ આપણી સ્થિતિ રહી જવાની–અર્થાત ચંદનમહિમા સમજવાને બદલે ચંદનને ભાર વહન કરીને જ જીવન વિતાવી દઈશું.
શિષ્ય –તે પછી ભાખ્યકારોના પંજામાંથી યથાર્થ હિંદુધર્મને ઉદ્ધાર કરે એ આપણું પ્રધાન કર્તવ્ય નથી શું ?
ગુસ–પ્રાચીન ઋષિમહર્ષિ તથા પંડિતો અતિશય પ્રતિભાસંપન્ન તથા મહા જ્ઞાની હતા. તેમના પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખ, અને તેમને અનાદર અથવા અમર્યાદા કદાપિ ન થાય તેનું સતત લક્ષ રાખવું એ આપણે ધર્મ છે. છતાં જે સ્થળે તેમનું વાકય ઈશ્વરના અભિપ્રાયથી વિરુદ્ધતાવાળું જણાય તે સ્થળે તે વાક્યને પરિત્યાગ કરી ઈશ્વરભિપ્રાય જ અનુસરણ કરવું, એજ મારે કહેવાને મર્મ છે.
* મનુ ૧૨ મો અધ્યાય, ૧૧૩ મા લેકની ટીમમાં બહસ્પતિનું વચન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
अध्याय २७ मो-चित्तरंजिनी वृत्ति
શિષ્ય –હવે અન્યાન્ય કાર્યકારિણી વૃત્તિઓની અનુશીલન-પદ્ધતિ સાંભળવાની ઇચછા રાખું છું.
ગુર–એ વિષય શિક્ષણશાસ્ત્રને છે, તેથી તે વિષે અને વિસ્તારથી બોલ. વાનો પ્રસંગ નથી. શારીરિક વૃત્તિ તથા જ્ઞાનાર્જની વૃત્તિસંબંધે હું કેવળ સાધારણ અનુશીલન પદ્ધતિ તને કહી ગયો છું–વૃત્તિવિશેષને ખાસ કરીને કેવી રીતે કેળવવી તે વિષે મેં કાંઈ કહ્યું નથી. બીજા શબ્દોમાં કહું તે શરીરને કેવી રીતે બળવાન બનાવવું, કેવી રીતે અસ્ત્રશસ્ત્ર ચલાવવાં, કેવી રીતે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવી તથા મગજને ગણિતશાસ્ત્ર સમજી શકે એવી યોગ્યતાવાળું કેવી રીતે બનાવવું એ સર્વ વિષયોને મેં સ્પર્શ કર્યા વિના જ રહેવા દીધા છે; કારણ કે એ વિષય કેળવણુશાસ્ત્રનો છે. અનુશીલન તત્વનો સ્કૂલ માં સમજવાને માટે કેવળ સાધારણ વિધિનું કાનજ બસ છે. એટલા માટે શારીરિક તથા જ્ઞાનાર્જનીવૃત્તિના અનુશીલનસંબંધે મેં સાધારણ વિધિજ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કાર્ય. કારિણી વૃત્તિની અનુશીલન પદ્ધતિ–સાધારણ વિધિ-ભક્તિના વિષયમાં સમાવેશ પામી જાય છે. પ્રીતિતત્વ ભક્તિતત્વની અંદર સમાવેશ પામે છે તથા યાતત્વ પ્રીતિતત્વની અંદર સમાવેશ પામી જાય છે, એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. સમસ્ત ધર્મો ઉક્ત ત્રણ તની અંદરજ સમાવેશ પામે છે, એમ કહું તે પણ અતિશયોક્તિ નથી. એટલા માટે મેં ભક્તિ, પ્રીતિ તથા દયાને વિષય બની શકે તેટલા વિસ્તારથી ચર્ચા છે. નહિતર ઉક્ત સર્વ વૃત્તિઓની ગણના કરાવવી તેમજ તેની અનુશીલનપદ્ધતિને નિર્ણય કરે એ મારે ઉદ્દેશ નથી, તેમજ તેટલી શકિત પણ નથી. શારીરિક, જ્ઞાનાર્જની અને કાર્યકારિણી વૃત્તિ સંબંધે મારે જે કાંઇ બેલવા યોગ્ય હતું તે બોલી ગયો છું. હવે ચિત્તરંજિની વૃત્તિ સંબંધે સંક્ષેપમાં કહું તે સાંભળ.
જગતના સર્વ ધર્મોમાં એક અપૂર્ણતા રહી ગઈ હોય, એમ મને લાગે છે, અને તે એજ કે ચિત્તરંજિની વૃત્તિઓના અનુશીલન માટે ખાસ કરીને કોઈએ ભાર મૂક્યો નથી, પરંતુ એ ઉપરથી એ સિદ્ધાંત કરી લેવું યોગ્ય નથી કે પ્રાચીન ધર્મવેત્તાઓ તેની આવશ્યકતા બરાબર સમજી શકયા નહિ હોય, અથવા તે તેઓએ એ વિષયને બીલકુલ ઉપદેશ નહિ કર્યો હોય. હિંદુઓની પૂજાની સામગ્રી-પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૃત્ય, ગીત તથા વાઘ આદિને ઉદેશ ભકિતના અનુશીલનપૂર્વક ચિત્તરંજિની વૃત્તિના અનુશીલનને પણ હવે જઈએ, અથવા
ધ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ધર્મતત્વ
-
તે ઉકત સાધનો દ્વારા ભકિતને જ જાગૃત કરવાનો હોવો જોઈએ, એમ વિચાર કરતાં લાગ્યા વિના રહેતું નથી. પ્રાચીન ગ્રીક પ્રજાના ધર્મમાં તથા મધ્યકાળના યૂરોપીય રોમન ક્રિશ્ચીઅન ધર્મમાં ઉપાસનાની સાથે ચિત્તરંજિની વૃત્તિઓની સ્તુતિ અર્થે ખાસ પ્રયત્નો કરવામાં આવતા હતા. આપિલીસ અથવા રાફેલેનાં ચિત્રો, અને જર્મનીના વિખ્યાત સંગીતશાસ્ત્રીઓનું સંગીત એ સર્વની ઉપાસના સમયે સહાયતા લેવામાં આવતી; એટલું જ નહિ પણ ચિત્ર-શિલ્પ તથા સંગીત આદિ લલિત કળાઓ ધર્મના ચરણ પાસે મસ્તક નમાવીને ઉભી રહેતી. ભારતવર્ષમાં પણ ચિત્રકળા, શિલ્પકળા તથા સંગીત વિદ્યાને ઉપાસના અર્થે સહાયક સામગ્રી માનવામાં આવે છે.
શિષ્ય–ઉપાસનાની સાથે ચિત્તરંજિની વૃત્તિને તૃપ્ત કરવા માટે જ મૂર્તિપૂજા વિગેરેને શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં આવ્યો હોય; એમ મને લાગે છે.
ગુર:–એ વાત કેટલેક અંશે સત્ય છે, પણ તે સિવાય મૂર્તિપૂજાની ઉપયોગિતા અન્ય કોઈ કારણે સિદ્ધ થતી નથી. એમ કહી શકાય નહિ. મૂર્તિપૂજાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વિષે વિચાર કરવાનો અને અવકાશ નથી. ચિત્રવિદ્યા, શિલ્પવિદ્યા તથા સંગીત વિદ્યા વિગેરે ચિત્તરંજિની વૃત્તિને તૃપ્તિ તથા સ્કૃતિ આપી શકે છે, એ વાત સત્ય છે, પરંતુ કાવ્યના જે ચિત્તરંજિની વૃત્તિને ખીલવવાને અન્ય એકકે શ્રેષ્ઠ ઉપાય નથી. ગ્રીક અને રેમન ધર્મોએ પણ કાવ્યની સહાય લીધી હતી; કિન્તુ હિંદુધમેં કાવ્યને જે પ્રભાવ સ્વીકાર્યો છે, તે તે ઈતિહાસમાં અપૂર્વજ છે. રામાયણ અને મહાભારત જેવા કાવ્ય ગ્રંથ એજ હિંદુએના પ્રધાન ધર્મગ્રંથ મનાય છે. વિષ્ણુપુરાણ તથા ભાગવતાદિ ગ્રંથમાં એવા એવાં વાકયો મળી આવે છે કે અન્ય કોઈ દેશના ધર્મ સાહિત્ય સાથે તેની તુલના થઈ શકે નહિ. આ ઉપરથી એમ જણાય છે કે ચિત્તરંજિની વૃત્તિની ખીલવણી સંબંધે હિંદુધર્મ કાંઈ જ લક્ષ આપ્યું નથી, એમ તે આપણાથી કહી શકાય નહિ. છતાં એટલું છે કે પૂર્વે જે શુભ પ્રવૃત્તિ વિધિરૂપે નહિ પણ લેકચારરૂપે ચાલતી હતી, તે પ્રવૃત્તિને આ કાળે આપણે વિધિબદ્ધ કરવી જોઈએ, અને શારીરિક તથા જ્ઞાનાર્જની વૃત્તિના અનુશીલન ઉપર એટલે ભાર મૂકવામાં આવ્યો છે તેટલો જ ભાર ચિત્તરંજિની વૃત્તિના અનુશીલન ઉપર પણ મૂકાવા જોઈએ.
શિષ્ય–અર્થાત આપ એમ કહેવા માગો છો કે શાસ્ત્રમાં જેવી રીતે ગુરુ જનની ભકિત કરવાનું, દયા રાખવાનું દાન કરવાનું તથા શાસ્ત્રાયન કરવાનું કહેવામાં આવ્યું છે, તે જ પ્રકારે ચિત્રવિદ્યા-શિલ્પવિદ્યા-નૃત્યગીતતથા કાવ્ય આદિ હલિતકળાઓની પણ ખીલવણી કરવા શાસ્ત્રધારા લેકેને પ્રેરણા કરવી જોઈએ ?
ગુર–હા, નહિતર મનુષ્યોને ધર્મ અપૂર્ણ જ રહી જાય. શિષ્ય:–તે કેવી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૭ મા-ચિત્તરજિની વૃત્તિ
૧૯
ગુરુઃ—આપણે પ્રત્યક્ષ જે કંઈ જોઇ શકીએ છીએ તે ઉપરથી તેા જગત્ એટલે જડ શરીશ અને બીજી વસ્તુઓની સમષ્ટિ, એટલું જ કહી શકાય; પરંતુ આ જગતમાં આપણે જે વિવિધ પ્રકારની, વિવિધ પ્રકૃતિવાળી તથા વિવિધ ગુણાવાળી વસ્તુ નિત્ય અનુભવીએ છીએ, તે સ અનેકતાની અંદર તને કાંઇ ઐકય જેવું જણાય છે? વિષ્ણુ ખલની મધ્યમાં કાંઇ શૃંખલા જેવુ જણાય છે ?
શિષ્યઃ——હા.
ગુરુ:—કેવી રીતે, કહે જોઇએ.
શિષ્ય:——એક અનંત સત્ય અથવા અનિર્વાચનીય શક્તિ-જેને હÖટ સ્પેન્સર “ઇક્રુટેબલ પાવર ઇન નેચર' કહે છે, તેમાંથીજ સ વસ્તુ જન્મે છે, જીવે છે અને છેવટે તેમાંજ વિલીન થઇ જાય છે.
ગુરુઃ—એ સર્વોપરિ તત્ત્વને અથવા શક્તિને આપણે વિશ્વવ્યાપી ચૈતન્યના નામથી ઓળખીશું. તે ચૈતન્યરૂપિણી શક્તિને ચિત્રશક્તિ કહીશું તે તે યેાગ્ય થઈ પડશે. હવે, કહે જોઇએ એ સમાં ચિત્તા અવસ્થાનનું કુળ શુ
શિષ્યઃ—મૂળ તા આપે હુમણુાંજ સ્પષ્ટ દર્શાવ્યું, અને તે એજ કે આ જાગતિક શૃંખલા-વ્યવસ્થા; કિવા અનિચનીય એકય.
ગુરુ: હવે જરા વિચાર કરીને જવાબ આપ કે જીવના સ ંબંધે આ અનિર્વાચ નીય શૃંખલાનું પરિણામ શું ?
શિષ્યઃ—જીવનની ઉપચેકિંગતા અથવા જીવનું સુખ.
ગુરુ:—તેનું જ નામ આનંદ. એ સચ્ચિદાનંદનું જ્ઞાન થાય એટલે જગતનું પણ સાથેજ જ્ઞાન થાય; પરંતુ પ્રશ્ન એ છે કે તેને જાણવુ` શી રીતે ? હવે ક્રમે ક્રમે આપણે તેને વિયાર કરીશું. પ્રથમ તે એ સત્ અર્થાત્ જે ત્રિકાલાબાધ્ય છે, તેનુ અસ્તિત્વ કેવી રીતે જાવુ ?
શિષ્યઃ—એ સત્ની સાથે સતના ગુણો પણ આવી જાયતે ? ગુરુ”—હાજ તા.
* શિષ્યઃ—તા પછી સત્ અથવા સત્યને પ્રમાણુદ્વારા જાણવું જોઇએ. ગુરુઃ—પ્રમાણુ કેટલાં છે ?
શિષ્ય:—મુખ્યત્વે તે પ્રત્યક્ષ અને અનુમાન. બાકીનાં પ્રમાણાના સમાવેશ અનુમાનમાંજ સમજીને તેને પૃથરૂપે ગણાવ્યાં નથી.
ગુરુ—ડી. અનુમાનનું મૂળ પશુ પ્રત્યક્ષપ્રમાણુ છે, અથવા તેા સત્યજ્ઞાન પણ હુમેશાં પ્રત્યક્ષમૂલક હાવા યેાગ્ય છે, એ વાત સ્મરણમાં રાખજે. પણ વસ્તુ પ્રત્યક્ષ થઈ શકે છે. એટલા માટે પ્રથમ તા યથા અર્થે ઇન્દ્રિયાની અર્થાત્ શારીરિકી વૃત્તિઓની ખીલવણી થવી
જ્ઞાનેન્દ્રિયદ્વારા કાય પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિજોઈએ; અને જતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધર્મતત્વ પ્રમાણે અનુમાનજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાનાર્જનીવૃત્તિઓની યોગ્ય સ્મૃર્તિ તથા ખીલવણી થવી જોઈએ. જેને આપણે જ્ઞાનાર્જનીવૃત્તિ કહીએ છીએ તેમાંની કેટલીક વૃત્તિને મન એવું નામ આપણું દર્શનશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે, તથા કેટલીક વૃત્તિઓને બુદ્ધિ એવું પણ નામ આપવામાં આવ્યું છે. સંકલ્પવિકલ્પની એટલે કે વિચારક વૃત્તિઓને “મન” એવું નામ અપાયેલું છે અને નિર્ણયાત્મક વૃત્તિ બુદ્ધિ' નામથી ઓળખાય છે. એ પૈકી અનુમાનજ્ઞાનને માટે મનોમય વૃત્તિઓની જ સ્મૃતિ ખાસ કરીને જરૂરની છે. હવે કહે જોઈએ એ સવ્યાપી ચિદ્દને-ચૈતન્યને કેવી રીતે જાણી શકાય ? શિષ્ય:–અનુમાન પ્રમાણારા.
ગુચ–એમ કહેવું તે ઠીક નથી. જેને બુદ્ધિ અથવા વિચારવૃત્તિ એવું નામ આપવામાં આવ્યું છે તેહારા–અર્થાત જ્ઞાનદ્વારાજ સતને જાણવું જોઈએ અને ધ્યાનઠારા “ચિતને જાણવું જોઈએ; પરંતુ ત્યારબાદ આનંદને કેવી રીતે જાણું ?
શિષ્ય:-આનંદ, એ તે અનુમાનગમ્ય નથી, પણ અનુભવગમ્ય છે. આપણે આનંદને અનુમાનથી જાણી શકતા નથી, પણ અનુભવથી–ભોગથી–જાણી શકીએ છીએ. એ આનંદનો અનુભવ જ્ઞાનાર્જનીવૃત્તિથી એ અશક્ય છે. આનંદની પ્રાપ્ત અર્થે તે કોઇ એક ખાસ પ્રકારની વૃત્તિ જોઈએ. - ગુર–જે વૃત્તિની હું વાત કરવા માગું છું તેજ તે વૃત્તિ, અર્થાત “ ચિત્તરજિની' વૃત્તિ. તેના સમ્યક્ અનુશીલનથી જ આ સચ્ચિદાનંદમય જગત અથવા જગત્મય સચ્ચિદાનંદને સ્વરૂપાનુભવ થઈ શકે છે. જ્યાં સુધી તેવો અનુભવ ન થાય ત્યાંસુધી ધર્મ અપૂર્ણ લેખાય છે. ચિત્તરંજિની વૃત્તિની ખીલવણી ન થાય ત્યાંસુધી સંપૂર્ણ ધર્મની પ્રાપ્તિ થઇ, એમ કહેવાય નહિ. આપણા સર્વાંગસંપન્ન હિન્દુધર્મને ઇતિહાસ જે તું બરાબર લક્ષમાં લેશે તો આ વાત તું બહુ સારી રીતે સમજી શકશે. આપણું ધર્મમાં જેટલા જેટલા ફેરફાર થયા છે તે સર્વ હિંદુધર્મને સંપૂર્ણ બતાવવા માટે જ થયા છે, એમ તને લાગ્યા વિના રહેશે નહિ. આપણી પ્રથમાવસ્થામાં વેદસંહિતાને ધર્મ બહુ પ્રબળ હતું. તે ધર્મની આલોચના કરવાથી તને જણાશે કે જે કાંઇ શક્તિમાન, જે કાંઈ ઉપકારી અથવા જે કાંઈ સુંદર હોય તેની જ ઉપાસના કરવી એ આદિ વૈદિક ધર્મ હતો. તેમાં અલબત્ત આનંદને ભાગ યથેષ્ટ પ્રમાણમાં હતા, પરંતુ સત તથા ચિની ઉપાસનાને કિવા જ્ઞાન તથા ધ્યાનને પ્રાય: અભાવ હતે. એટલાજ માટે ઉપનિષદોએ તેમાં સુધારો કર્યો. ઉપનિષદ્દને ધર્મ પરબ્રહ્મની ઉપાસનાની વિધિ દર્શાવે છે. એટલા માટે તેમાં જ્ઞાન અથવા ધ્યાનને અભાવ નથી, પરંતુ આનંદનો અભાવ છે, x એમ તે મારે કહેવું જોઈએ.
* આ બંને કથન યોગ્ય જણાતાં નથી. પરમાત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે, તે પછી આનંદ તે એના પેટામાં જ આવી ગયો. એ સચ્ચિદાનંદની નિત્યપ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૭ મેચિત્તરંજનીવૃત્તિ
૧૮૧
સર્વ ઉપનિષદોને ઉદેશ બ્રહ્માનંદની પ્રાપ્તિનો છે, એ વાતને હું અસ્વીકાર નથી કરતો પરંતુ તે જ્ઞાન તથા ધ્યાનમય ધર્મમાં ચિત્તરંજિનીવૃત્તિને ખીલવવાની કોઈ વ્યવસ્થા દર્શાવવામાં આવી હોય એમ મારા જાણવામાં નથી. + બૌદ્ધોમાં ઉપાસના નથી. બૌદ્ધો સતને જ માનતા નથી તો પછી તેમના ધર્મમાં આનંદહેજ કયાંથી ઋગ્વદ,ઉપનિષદ્ તથા બૌદ્ધ એ ત્રણે ધર્મોમાંથી એકકે ધર્મ સાચ્ચદાનંદપ્રયાસી હિંદુજાતમાં સંપૂર્ણ
સ્થાયીરૂપે નભી શક્યો નહિ, પરિણામે એ ત્રણે ધર્મનો સારભામ ગ્રહણ કરી પૌરાણિક હિન્દુધર્મ બહાર આવ્યો. આ પૌરાણિક ધર્મમાં સતની ઉપાસના, ચિતની ઉપાસના - તથા આનંદની ઉપાસના બહોળા પ્રમાણમાં છે. તેમાં પણ ખાસ કરીને આનંદભાગ વિશેષરૂપે સ્મૃતિ પામે છે, અને એટલાજ માટે તે જાતીય ધર્મતરીકેનું અચળ
સ્થાન હજી પણ સાચવી રહ્યો છે. કોઈ પણ વિજાતીય અસંપૂર્ણ ધર્મ તેના ઉપર હુમલો કરીને હજીસુધી ફાવી ગયો નથી. આજકાલ જેઓ ધર્મસંસ્કાર અર્થે પ્રયન કરી રહ્યા છે તેઓએ આ એક વાતનું નિરંતર સ્મરણ રાખવું જોઈએ કે ઈશ્વર જેવી રીતે સતરૂપ છે, જેવી રીતે ચિતરૂપ છે તેવી જ રીતે આનંદસ્વરૂપ પણ છે. માટે જ્યાં સુધી ચિત્તરંજિનીવૃત્તિઓના અનુશીલનની વિધિ તથા ઉપાય દર્શાવવામાં ન આવે ત્યાં સુધી સંસ્કાર પામેલા ધમ પણ કદાપિ સ્થાયીરૂપે ટકી શકે નાહ.
શિષ્ય:–પરંતુ પૌરાણિક હિંદુધર્મમાં આનંદનો ભાગ હદ કરતાં વધારે છે, અને તેથી આનંદની યથાયોગ્યતા સચવાઈ નથી એ સંબંધે આપને શું અભિપ્રાય છે?
ગુરુએ વાત સત્ય છે. હિંદુધર્મમાં અનેક જાળાં-ઝાંખરાં બાઝી ગયાં છે માટે અને દુઃખમાત્રની આત્યંતિકી નિવૃત્તિને માટે તે કર્મ ઉપાસનાદિ સાધન કહેલાં છે. સાધન એજ સાપ્ય નથી, મુંબઇની ટીકીટ લઇ રેવેના ડબામાં બેઠા, તે ડબેજ મુંબઈ નથી કે તેમાં મુંબઇને અનુભવ થાય. એમાં તે ઉલટું ઘરમાં સુખ સગવડ હશે તેટલાં પણ નહિ મળતાં કેટલુંક કષ્ટ પણ વેઠવું પડશે; અને મુંબઈ તે તે સમયે માત્ર ઉદેશમાં સમાયેલું રહીને તેનો સાક્ષાત્કાર તે એ પ્રયત્નની છેવટેફળરૂપે જ થવાને. અબાનાં થડ, ડાળ, પાંદડાં, વગેરેમાં કેરીનો સ્વાદ ન જ હોય, પણ ઉલટી તુરાજ હોય. એ બધાંથી આગળ વધી ડાળની છેવટે પહોંચવાથી જ કરી અને તેને ઉમદા સ્વાદ મેળવી શકાય. આવી રીતે વિચાર કરવાથી સમજાશે કે ઉપનિષદે ઉપદેશેલા ધર્મમાં આનંદનો અભાવ નથી પણ આનંદ તે (કેવળ આનંદ જ નહિ પણ અનંત પ્રકારની અનુપમ અતુલ્ય મહત્તાઓ) તેના ઉદેશમાં અને ફળમાં રહેલાજ છે; અને એ સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવાના શિક્ષણથી જ ગીતા ઉપનિષદ્ ભરપૂર છે. બાહ્ય પદાર્થોદ્વારા મેળવી શકાતા આભાસમાત્ર વિષયાનંદ કે જેની ઈચ્છાવાળાને બ્રહ્મવિદ્યામાં અધિકારજ નથી એમ એ વિદ્યાના ગ્રંથે પ્રથમથી જ કહી દે છે. તેમા-ગીતા ઉપનિષદાદિમાં વિષયાનંદનું શિક્ષણ કે વ્યવસ્થા ન હોય એ તે સ્વાભાવિક જ છે.
સંપાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મ તત્ત્વ
એ હું ભુલ કરૂં શ્રુ, અને તેને ખંખેરી નાંખવાની પણ તેટલીજ જરૂરી છે, એમ પશુ હું માનું છું. હિંદુલના યથાર્થ મમ જે સમજી શકશે તે ધર્મોના આવશ્યક તથા અનાવશ્યક અશાને પણ અહુ સારી રીતે સમજી શકશે. તેથી તેએ આવશ્યક 'શાને સ્વીકાર તથા અનાવશ્યક શાને પરિહાર બહુજ સહેલાઈથી કરી શકશે, એમાં શક નથી. આમ નહિ થાય ત્યાં સુધી હિંદુજાઁતની ઉન્નતિ થવી અસંભવિત છે. હવે, આપણે આ સ્થળે જે કાંઇ વિચારવાનુ છે, તે એજ છે કે જે ઈશ્વર અનત સૌંદર્યંમય હાય તે ઋશ્વર જો સગુણુ હાય તેા તેનામાં સળ શુાના સમાવેશ હૈાય એ તદ્દન સ્વાભાવિક છે. કારણ કે તે સર્વમય છે, એટલું જ નહિ પણ તેના સકળ ગુણા પણુ અનત છે, જે અનંત હાય તેના ગુણુ અતવાળા કે પરિમાણુવાળા હાઈ શકે નહિ. મતલ" કે ઈશ્વર અનંત સૌદર્યવિશિષ્ટ હાતે તે મહાન, પવિત્ર, પ્રેમમય, વિચિત્ર છતાં એક, સર્વાંગસંપન્ન તથા નિર્વિકાર પણ છે. તેના આ સગુણા અમાપ હાવાથી એ સકલ ગુણનું સમવાય સ્વરૂપ જે સૌંદર્યાં તે પણુ અનત હાવા યાગ્ય છે. આપણી જે વૃત્તિએદ્રારા સૌ ના ઉપભાગ કરી શકીએ તે વૃત્તિઓને જો આપણે ચાગ્ય પ્રકારે ન કેળવીએ તે તે સૌંદ કેવી રીતે અનુભવી શકીએ ? તેટલાજ માટે હુ' કહ્યું. છુ કે જેમ બુદ્ધિ આદિ નાનાનીત્તિઓને અને ભકિત આદિ કાર્યકારિણીત્તિને કેળવવાની, ધર્માંપ્રાપ્તિ અર્થે જરૂર છે, તેજ પ્રમાણે ચિત્તરજિનીવૃત્તિને પણ કેળવવાની તથા ખીલવવાની જરૂર છે. જ્યાંસુધી પરમાત્માના સૌ ના સમુચિત અનુભવ ન થાય ત્યાંસુધી તે પરમાત્માપ્રત્યે આપણે સમ્યપ્રેમ અથવા સમ્યક્તિ સ્ફુરી શકે નહિ. આધુનિક વૈષ્ણુવમે કૃષ્ણેાપાસનાની સાથે વ્રજલીલા–કીનના સયાગ કર્યાં છે, તેનું કારણુ હવે તું સમજી શકશે.
શિષ્ય:—પણુ એ વ્રજલીલાનું કુળ શું સારૂં આવ્યું છે, એમ આપ કહી શકશેા ? ગુરુ:—જેએ આ વ્રજલીલાનું યથાર્થ તાપ સમજી શકયા છે, અને જેઓનું ચિત્ત શુદ્ધ થયું ઢાય છે, તેમને માટે એ વ્રજલીલાનુ પરિણામ બહુ ઉત્તમ થયું છે, એમ કહેવામાં દાષ નથી; પરન્તુ જે અજ્ઞાન હોય, વ્રજલીલાને ચા આશય સમજવાને જે અશક્ત હાય, અથવા જેએની ચિત્તવૃત્તિ મૂળથીજ ક્લુષિત ટ્રાય તેમને માટે એનું પરિણામ ખરાબજ આવે છે. ચિત્તશુદ્ધિ સિવાય, કિવા જ્ઞાનાની, કાર્યકારિણી અને ચિત્તરંજિની વૃત્તિના ઉચિત અનુશીલન સિવાય કોઈપણ મનુષ્ય યથાર્થ વૈષ્ણવ થઇ શકે નહિ. વૈષ્ણવ ધર્માં અજ્ઞાન અથવા પાપાત્માએ માટે નથી. જેઓ રાધાકૃષ્ણને ઇન્દ્રિયસુખમાં તલ્લીન માની તેમને ઉપાસે છે, તેએ યથાર્થ વૈષ્ણવ નથી–પણ પિશાચ છે.
ધણાખરા લાકા તા એમજ માને છે કે
રાસલીલા એ એક પ્રકારના અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૭ મા–ચિત્ત'જિનીવૃત્તિ
૧૮૩
અશ્લીલ અથવા ખરાબ વ્યાપાર છે. અલબત્ત, વખત જતાં લેાકાએ રાસલીલાને એક રીતને નીચ વ્યાપારજ બનાવી દીધા છે; પરન્તુ ખરૂં જોઇએ તા મૂળમાં તે તે માત્ર ઇશ્વરાપાસનાનાજ એક પ્રકાર હતા. અનંત સુંદર એવા પરમાત્માના સૌદ *ની ઉપાસના સિવાય અને ચિત્તરંજિતી વૃત્તિને ઇશ્વરાભિમુખી કરવા સિવાય એ રાસલીલાને અન્ય એક ઉદ્દેશ નથી.
શિષ્ય:——હવે, એ ચિત્તર’જિના વૃત્તિના અનુશીલનસ ંબંધે કાંઇક ઉપદેશ આપે. ગુરુઃ—જગતના સૌંદર્ય તરફ ચિત્તને આકર્ષવું અને જોડવુ, એજ ચિત્તર ંજિની વૃત્તિને કેળવવાનું પ્રધાન સાધન છે. જગત સૌંદ મય છે, ખાદ્ય પ્રકૃતિ જેમ સૌદ મય તેવીજ રીતે આન્તરપ્રકૃતિ પણ સૌંદર્યમય છે. ખાદ્ય પ્રકૃતિ ચિત્તને બહુજ સહેલાથી આકષી શકે છે. એ આને વશીભૂત થઇ સ`ગ્રાહી વૃત્તિના અનુશીલનમાં ( તે વૃત્તિને જગાડવા અને ખીલવવામાં ) નિત્ય તત્પર રહેવુ. એ વૃત્તિઓ જેમ જેમ વિકાસ પામતી જશે તેમ તેમ આંતરપ્રકૃતિના સૈદિના પણ અનુભવ થવા લાગશે, એટલુંજ નહિ પણ જગદીશ્વરના અનંત સૌંદર્યના આભાસ સુદ્ધાં આવશે. સાંય ગ્રાહિણી વૃત્તિએના એક એવા સ્વભાવ છે કે તેદ્વારા પ્રીતિ, યા અને ભક્તિ આદિ શ્રેષ્ઠ વૃત્તિ પણ સાથે સાથે જાગૃત તથા પરિપુષ્ટ થયા વિના રહેતી નથી. છતાં એક વાતમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. ચિત્તર ંજિની વૃત્તિઓના અનુચિત અનુશીલન તથા સ્ફૂર્તિથી અન્ય કેટલીક કાર્યકારિણી વૃત્તિ દુઃ`ળ થઈ જાય છે. એટલા માટે શુાખરા મનુષ્પાના એવા દૃઢ વિશ્વાસ બધાઇ ગયા છે કે કવિએ વિગેરે કબ્યા સિવાય અન્ય વિષયેામાં એક નિરુપયેાગી જેવા થઈ જાય છે. એક રીતે આ વાત સત્ય પણ છે, જે ચિત્તરંજિનીવ્રુત્તિનું અયેાગ્ય અનુશીલન કરે છે, અને અન્ય વૃત્તિએ સાથે તેન થાયેાગ્યતા વિા સામંજસ્ય સાચવવાની કાળજી રાખતા નથી, અથવા “ હું પ્રતિભાશાળી ઢાવાથી કવિતા લખવા સિવાય બીજું કામ મારાથી કરાયજ નહિ.” એમ માની જે વૃથા ગ^થી ફૂલી જાય છે, તે સંસારમાં પ્રાયઃ નિરુપયેાગી થઇ પડે છે, એ વાત સત્ય છે. પરંતુ જે શ્રેષ્ઠ વિએ પેાતાની અન્ય વૃત્તિ કેળવવાની સાથે સાથે ચિત્તરંજિનીવૃત્તિને પણ કેળવતા રહે છે તે તે। નિરુપયોગી થવાને બદલે સામાન્ય મનુષ્યા કરતાં પણ અધિક કુશળતા દાખવી શકે છે. ચૂરાપના વિશે– શેકસપીઅર, મિલ્ટન, ડેટે, ગેટે વિગેરે શ્રેષ્ઠ રસિકાત્મા સસારવ્યવહારમાં પણ અતિ નિપુણ હતા, એમ કહેવાય છે, કાલદાસે કાશ્મીરનુ` રાજતંત્ર પેાતાના હાથમાં લીધું હતું, તે શું વ્યવ્યહારદક્ષતા સિવાય લા` ટેનીસનની મુર્તિ પણ શુ સિદ્ધ. કરે છે? ચાર્લ્સ ડીકન્સ વિગેરેનાં જીવનચરિત્રા પણ એની એજ વાત કહે છે. નૈસર્ગિક માં પ્રત્યે ચિત્તને સંયુક્ત કરવાથી, ચિત્તરંજિતી
શિષ્યઃ—કેવળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૪
-
ધર્મતત્વ
વૃત્તિઓની શું સમુચિત કૃતિ થઈ શકે ?
ગુર–એ વિષયમાં તો મનુષ્યોજ મનુષ્યને ઉત્તમ સહાય આપી શકે છે. શિલ્પવિદ્યા ચિત્રવિદ્યા, સંગીતવિદ્યા, તથા નૃત્યવિદ્યા વિગેરે વિદ્યાઓ મનુષ્યદ્વારાજ ઉદ્દભવી છે, અને તે વિદ્યાઓ ચિત્તરંજિનીવૃત્તિને કેળવવામાં અમૂલ્ય સહાય આપી શકે છે. ઉક્ત વિદ્યાઓના અભ્યાસથી બાહ્ય સૌંદર્યને અનુભવ કરવાની શક્તિ ખાસ કરીને સતેજ થયા વિના રહેતી નથી. વસ્તુતઃ કાવ્ય એ એક અતિઉપયોગી સાધન છે. કાવ્યથી ચિત્ત વિશુદ્ધ થાય છે, અને હૃદય આંતર પ્રકૃતિના સૌંદર્યમાં રસ લેતાં શીખે છે. કવિને ધર્મને પ્રધાન સહાયક લેખવામાં આવ્યો છે, તે પણ એટલાજ માટે. મનુખ્યત્વની ખીલવણી માટે વિજ્ઞાન અથવા ધર્મોપદેશ જેટલું જરૂર છે, તેટલું જ કાવ્ય પણ જરૂરનું છે. જેઓ ઉક્ત ત્રણ વસ્તુઓમાંની એક વસ્તુ ઉપર હદ કરતાં વધારે ભાર મૂકી દે છે તેઓ જ મનુષ્યત્વ અથવા ધર્મને યથાર્થ લહાવો લઈ શકતા નથી. શિષ્યઃ–પરંતુ કાવ્યમાં તો કેટલાંક કુવાક્યો પણ હોય છે.
ગુર–ખરી વાત, પણ એથી કરીને તેનો ત્યાગ કરે, તેના કરતાં વિશેષ સાવચેતીપૂર્વક કાવ્યોને અભ્યાસ કરવો એજ હિતકારક છે. જેઓ કુકાવ્યો રચી જનસમાજની વૃત્તિને કલુષિત કરવાનો પ્રયત્ન કરતા હોય તેઓ ચોર અને લુંટારાઓની પેઠે મનુષ્યજાતિના શત્રુઓ છે એમ ગણી એવા કુકવિઓને પણ શિક્ષા કરવી જોઈએ.
अध्याय २८ मो-उपसंहार
ગુસ-અનુશીલનસંબંધી મારું વક્તવ્ય હવે સમાપ્ત થાય છે. મારે જે કાંઇ કહેવા યોગ્ય હતું તે સર્વે કહી ચૂકયો છું. એમાં કેટલીક વાતો અપૂર્ણ તેમજ અસ્પષ્ટ રહી ગઈ હશે, તોપણ મેં મારી શક્તિ પ્રમાણે એ વિષય ચર્યો છે, એમ કહેવાની જરૂર નથી. જે પ્રત્યેક વાતને નિર્ણય કરવા બેસીએ તે મૂળ વાતને કઈ દિવસે ઉકેલ આવે નહિ. એટલા માટે ન છૂટકે કેટલીક વાતો અસ્પષ્ટ તથા અપૂર્ણ રાખીને આગળ ચાલવાની મને જરૂર પડી છે. હું આશા રાખું છું કે અત્યાર સુધીમાં મેં જે કાંઈ કહ્યું છે તે સર્વ તું યથાયોગ્ય રીતે સમજી શક્યો હોઈશ, અને જે વાત બરાબર સમજવામાં આવી ન હોય તે સમજવાનો પ્રયત્ન ભવિષ્યમાં ચાલુ રાખીશ. મને વિશ્વાસ છે કે એમ કરવાથી કાળક્રમે તે વાત તારા સમાજ‘વામાં આવ્યા વિના રહેશે નહિ. ઘણું કરીને પૂલ વાત તે તારા સમજવામાં બરાબર આવી ગઇજ હશે.
શિષ્યઃ—કેટલીક મર્મકથાઓ સંક્ષિપ્તમાં બે.. જઉં છું, તે કૃપા કરીને એકવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૮ મા–ઉપસ હાર
૧૮૫
સાંભળી જાઓ:
tr
,
( ૧ ) મનુષ્યમાં કેટલીક શક્તિઓ હાય છે, તેને આપે “ વૃત્તિ એવું નામ આપ્યું તે વૃત્તિઓનુ અનુશીલન-એટલે કે તેની જાગૃતિ, અનુસરણુ અને ઉન્નતિ કરીને તે શક્તિ અથવા વૃત્તિને ચરિતાર્થ કરવી તેજ મનુષ્યત્વ, એમ આપ સિદ્ધ કરી ગયા છે.
( ૨ ) મનુષ્યત્વની પ્રાપ્તિ એજ ધર્મ છે,
( ૩ ) તે અનુશીલનની સીમા; અને વ્રુત્તિઓનું પરસ્પરનું સામંજસ્ય સાથેવવું જો’એ.
( ૪ ) વૃત્તિઓનું સામજસ્ય તથા સ્ફુરણ એજ સુખ.
(
( ૫ ) સમસ્ત નૃત્તિઓનું યથાયેાગ્ય અનુશીલન કરી, તેને ઇશ્વરમુખી કરવી જોઈએ, અને વૃત્તિને ઇશ્વરમુખી કરવી એજ યચા અનુશીલન છે. એ અવસ્થાને ભક્તિ પણ કહી શકાય.
( ૬ ) ઇશ્વર સર્વ ભૂતમાત્રમાં છે, એટલા માટે સર્વ પ્રાણીપદાર્થ પ્રત્યે ભક્તિ તથા પ્રીતિ રાખવી એ અત્યાવશ્યક છે, ભૂતમાત્રપ્રત્યે ભક્તિભાવ ન જન્મે ત્યાં સુધી ઋશ્વરપ્રતિ પણ ભક્તિભાવ ઉદ્ભવે નહિ, એટલું જ નહિ પણ મનુષ્યત્વ તથા ધર્મ પશુ અપૂણુંજ રહી જાય.
( ૭ ) આત્મપ્રીતિ, સ્વજનપ્રીતિ, સ્વદેશપ્રીતિ, પશુપ્રીતિ તથા ધ્યા એ સ પ્રીતિની અંદર સમાવેશ પામે છે. તેમાં પણ મનુષ્યની અવસ્થાના વિચાર કરતાં સ્વદેશપ્રીતિ એ સર્વ શ્રેષ્ડ ધ છે, એમ કહી શકાય. બસ, આપના કથનના એટલા સ્થૂળ માઁ મારા હૃદયમાં સુવર્ણાક્ષરે કાતરાઇ ગયા છે.
ગુરુ—પણ શારીરિક વૃત્તિ, નાનાની વૃત્તિ, કાર્ષીકારિણી વૃત્તિ તથા ચિત્તરજિની વૃત્તિ વિગેરેનુ તેા તે નામ પણ ન લીધું ?
શિષ્ય:——એની કાંઇ જરૂર નથી. અનુશીલનતત્ત્વના સ્થૂલમનુ વર્ણન કરતાં એવા વિભાગો પાડવા અનાવશ્યક છે. હવે હું બરાબર જોઇ શકું છું કે કેવળ મને સમજાવવા માટેજ આપે એવા વિભાગા પાડયા હતા.
ગુરુ:—હવે તુ' અનુશીલનતત્ત્વ સમજ્યા છે. તારી ઇશ્વરભક્તિ દૃઢ થાય તથા તારા સ્વદેશપ્રેમ સવિશેષ પવિત્ર થાય એવી મારી આશિષ છે.
અનુશીલન અથવા તત્ત્વની સાથે જાતિભેદ અને કના સંબધ
આપણે આપણી તમામ વૃત્તિઓારા શું કરીએ છીએ ? કેટલીક વૃત્તિએ વડે કેટલાંક ક્રમ કરીએ છીએ, અને કેટલીક વૃત્તિઓવડે કેટલુંક જાણીએ છીએ, મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધર્મતત્વ
ષ્યના જીવનમાં વૃત્તિ માત્રનું કર્મ અને જ્ઞાન સિવાય બીજું પરિણામ અથવા ફલ નથી; એટલા માટે જ જ્ઞાન અને કર્મ મનુષ્યોને સ્વધર્મ છે. જે સર્વ મનુષ્યો પિતાપિતાની સમગ્ર વૃત્તિઓને વિહિત માર્ગમાં અભ્યાસવાળી કરે તો જ્ઞાન અને કર્મ બંને સર્વ મનુષ્યોના સ્વભાવરૂપજ થઈ જાય; પરંતુ મનુષ્યસમાજની અપરિપકવ દશામાં સાધારણ રીતે તેમ બનવું સંભવતું નથી. કેટલાક કેવળ જ્ઞાનને જ પ્રધાન ગણી સ્વધર્મરૂપ માને છે, અને કેટલાક કેવળ કર્મને જ પ્રધાન ગણ લઇ સ્વધર્મરૂપે સ્વીકારે છે. - જ્ઞાનને ઉદ્દેશ બહ્મસાક્ષાત્કાર છે. સમસ્ત જગત બ્રહ્મમાં છે, એટલા માટેજ જ્ઞાનપ્રાપ્તિ કરવી એ જેમને સ્વધર્મ છે, તેમને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રાહ્મણ શબ્દ બ્રહ્મન બદમથી થયેલ છે.
કર્મને ચાર શ્રેણીમાં વિભક્ત કરી શકાય, પરંતુ તે સમજવા પૂર્વે કર્મના વિષયને સારી રીતે જાણી લેવો જોઈએ. જગતમાં આંતરિક વિષય અને બાહ્ય વિષય એમ બે પ્રકારના વિષય છે. અંતવિષયને કર્મો વિષય કરી શકે નહિ. બાહ્ય વિષયજ કમેને વિષય છે. તે બાહ્ય વિષયોમાંના કેટલાક સર્વભોગ્ય છે. મનુષ્યોનાં કર્મ મનુષ્યોના ભોગ્ય વિષયને જ આશ્રય કરી શકે છે. તે આશ્રય ચાર પ્રકારને છે. (૧) ઉત્પન્ન કરવું અથવા બનાવવું; (૨) યોજના કરવી અથવા સંગ્રહ કરવા; (૩) રક્ષા કરવી; અને (૪) સેવા કરવી.
(૧) એમાં જેઓ ઉત્પન્ન કરે તેઓ કૃષિધમ ખેડુત, (૨) જેઓ સંયોજન અથવા સંગ્રહ કરે તેઓ શિલ્પી અથવા વ્યાપારી, (૩)જેઓ રક્ષા કરે તેઓ યુદ્ધધમી અને જેઓ સેવા ચાકરી કરે તે સેવાધમ (૪) જ્યારે જ્ઞાનધર્મવાળા, યુદ્ધધર્મવાળા અને વાણિજ્ય અથવા કૃષિધર્મવાળાઓને પિતા પોતાનાં કાર્યો એટલા વધી પડે, કે જેથી તેઓ પોતાના દેહવ્યવહાર આદિ અગત્યનાં કાર્યોને ન પહોંચી વળે, ત્યારે કેટલાક લોકો તેમની સેવામાં નિયુક્ત થાય છે. તેમને શ્રદ્ધા કહે છે. આમ હાઈને જ (૧) જ્ઞાનપ્રાપ્તિ અથવા લેકશિક્ષણ, (૨) યુદ્ધ અથવા સમાજ રક્ષણ, (૩) શિ૯૫ અથવા વ્યાપાર, (૪) ઉત્પાદન અથવા ખેતી અને (૫) પરિચર્યા–સેવા. આ પાંચ પ્રકારનાં કર્મો છે. હિંદુધર્મશાસ્ત્રમાં એમાંની પહેલી બાબત તે બ્રાહ્મણના સ્વધર્મરૂપ કહી છે. બીજી બાબતને ક્ષત્રીયના સ્વધર્મરૂ૫, ત્રીજી અને ચોથી બાબતને વૈશ્યના સ્વધર્મરૂપ અને ચોથી બાબતને શક્કના સ્વધર્મરૂપ કહેલી છે.
ભગવદ્ગીતાની ટીકામાં મેં જે લખ્યું છે, તેમાંથી આ કેટલીક વિગત લીધેલી છે. અહિં એ સ્મરણમાં રાખવું અગત્યનું છે, કે સર્વ પ્રકારનાં કર્માનુષ્ઠાન માટે અભ્યાસને ઉપયોગ કરે જરૂર છે. જેને જે સ્વધર્મ છે, તેને અનુસરતે અભ્યાસ કર્યા વિના તેનાથી તે સ્વધર્મનું સારી રીતે પાલન થઈ શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨૮ મો-ઉપસંહાર
. . . .
.
.
સ્વધર્મને અનુસરતા અભ્યાસ જોઈએ, એમ કહેવાનો અર્થ એ છે કે સ્વધર્મની આવશ્યકતાને અનુસરીને તેણે કર્મને અથવા વૃતિનો અમુક સમય સુધી વિશેષ અભ્યાસ કરવો જોઈએ.
યોગ્યતાની રક્ષા દ્વારા અમુક કર્મ અથવા વૃત્તિને વિશેષ અભ્યાસ શી રીતે થઈ શકે તે મારા લખેલા “ શિક્ષાતત્ત્વ” માં આવી ગયેલું છે એથી આ ગ્રંથમાં તે વિષયના વિશેષ અભ્યાસની વાત લખવામાં આવી નથી. મેં આ ગ્રંથમાં સાધારણ અભ્યાસની જ વાત કહી છે; કેમકે તેને જ ધર્મતત્વમાં સમાવેશ થઈ શકે એમ છે. વિશેષ અભ્યાસની વાત કહી નથી; કેમકે તે શિક્ષણતત્વને વિષય છે. બંનેમાં કાંઈ પણ વિરોધ નથી, અને હેઈ પણ ન શકે; એટલું મારે અહિં કહેવું અગત્યનું છે.
N
:
C -
સમાસ
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકો પૂરાં પાડનારી, આખા હિંદમાં સથી મસ્તી અને ૧૫ વર્ષથી ૫૦૦૦ પ્રતમાં નીકળતી
विविध ग्रंथमाळा चालु वर्ग
આ વ માં દરવર્ષે પાાના કદનાં ૧૫૦૦ પૃષ્ટનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકા માત્ર રૂ. ૪ માં અને પાકાં પૂડાં સાથે રૂ. પ માં મળે છે, પાઞાફ
..
“ વિવિધ ગ્રંથમાળા”નાં સ. ૧૯૮૧ નાં પુસ્તકઃસ્વામી રામતીર્થ ભાગ ૧૨–૧૩ મે, સત્યાગ્રહ અને અસહકાર, યાગી રામચરનું આરોગ્ય વિષેનું ઉત્તમ પુસ્તક, ટુકી વાàાનેા ના ભાગ, દાંતસંગ્રહ, ટાગારષ્કૃત ભારતધમ, જેમ્સ એશનનાં પુસ્તકા, ભારતીય નીતિથા, સ્વામી વિવેકાનંદના જ્ઞાનયાગ, એમાંથી તેમજ વધુ પસંદગી જારી રહી તેમાંથી પણ નીકળશે.
સૂચના ૧-ગમે તે માસમાં ગ્રાહક થનારને પુસ્તક! આખા વર્ષનાંજ અપાઈ લવાજમ પણ પૂરૂં વર્ષોંનું જ લેવાય છે. ૨ વર્ષ પૂરું થતાં સુધીજ પોસ્ટેજ માક્ હાઇ તે પછી જૂદું ચડે છે.ક-આ માળાનાં અને વર્ગનાં પુસ્તકા મહિને મહંતે નથી નીકળતાં, પશુ માટે ભાગે ૩૦૦થી ૫૦૦ પૃષ્ઠનાં પુસ્તકા નીકળે છે; અને તે તૈયાર શાય ત્યારે ત્યારે મોકલાતાં સ્ક્રીને વર્ષ પૂરું થતાં સુધીમાં બધાં પુસ્તક અપાઈ જાય છે. ૪–વષે પ્રથમથી ખબરઆપીને દરેક વર્ષનું છેલ્લું પુસ્તક વી. પી. થી મેલીને નવા વર્ષનું લવાજમ મગાવાશે. ધમાળા ઉપરાંતના જેનાનામોટા ગ્રંથા નીકળે છે, તેની ખબર માળાનાં પુસ્તકામાં છપાઈ તરતમાં લેનારને ખાસ કિાયતે અપાય છે. આ માળાના આગલાં વર્ષાના હજી મળતા સેટ
સંવત ૧૯૭૬ નાં ત્રણ પુસ્તક— કદ પત્ર, પૃષ્ઠ ૧૫૦૦, ૩. શા) સ્વામી વિવેકાનંદ ભાગ ૬–૭ મા, ભાગ્યના સૃષ્ટાઓ, ટુકી વાર્તા ભાગ ૬ ઠ્ઠો.
સંવત ૧૯૭૯ નાં ત્રણ પુસ્તક-( કદ પ×ા, પૃષ્ઠ ૧૫૦૦, ૩. શા પાર્ક જા) ટુંકી વાર્તા ભાગ ૭ મેા, કાઉન્ટ ટાÆાય, સ્વામી વિવેકાન ંદના રાજયાગ. સંવત ૧૯૮૦ નાં ત્રણ પુસ્તક ્ ક પા×૮, પૃષ્ઠ ૧૬૦૦, રૂ. ૪, પાકાં પૂડાં સાથે રૂ. ૫)-સ્વામી રામતીર્થ ભાગ ૧૦-૧૧-પૃષ્ઠ પર૮, `પેલિયન ખાનાપાર્ટીનુ વિસ્તૃત ચરિત્ર પૃષ્ઠ ૮૪૦, ધર્મતત્ત્વ-પૃષ્ઠ ૨૪૮.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં—ત્રણદરવાજા ખહાર, નદીને રસ્તે, સેશનકેટ પાસે. મુંબઇમાં–કાલબાદેવીરાડ, હનુમાનગલીને નાકે, કાલખાદેવીના મંદીરસામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
સંતમહાત્માઓની બેધપ્રદ વાણ, તથા મહાન સ્ત્રીપુરુષનાં ઉત્તમ જીવનચરિત્ર સ્વલ્પ મૂલ્ય આપવાની જોજના
विविध ग्रंथमाळा-नवीन वर्ग
આ વર્ગમાં દરવર્ષે સંતમહાત્માઓ ઈડની બેધપ્રદ વાણીનાં, તથા ઉત્તમ જીવન ચરિત્રના ૯ ના કદનાં ૧૫૦૦ પૃષ્ઠનાં પુસ્તકો માત્ર રૂ૪)માં-અને પાકાં પૂઠાં સાથે
રૂ. ૫) માં મળશે. પિ માફ. આ વિભાગ સંવત ૧૯૮૧થી શરૂ થઈ તેનાદ્વારા નીચે જણાવેલમાંથી તેમજ બીજ નક્કી થશે તે તે પુસ્તકે નીકળશે.
જીવનચરિત્ર –સુપ્રસિદ્ધ સ્વામી ભાસ્કરાનંદ સરસ્વતી, મહાન ગૌરાંગનું વિસ્તૃત ચરિત્ર, મુસલમાન મહાત્માઓનાં બધપ્રદ વૃત્તાંત, જગપ્રસિદ્ધ ઉદારાત્મા કારનેગી.
સંત મહાત્માઓની વાણી –આ વાણીનાં પુસ્તકમાં નીચે જણાવેલા તેમજ બીજા અનેક સંત મહાત્માઓનાં ધોળ, ભજન, ગરબી, છપ્પા, મહિના, સાખીઓ, રેખતા, આખ્યાન વગેરે નીકળશે. જેમ કે પ્રીતમ, ભોજો, ધીરે, નરસિંહ, મીરાંબાઈ નીરાંત, બાપુ, નિષ્કુળાનંદ રવીદાસ,ભાણદાસ,દયાળભકત, નેપાળ, બુટી, મોરાર, લાલદાસ, નરહરિ, શામળ, ગિરધર, દયારામ, વગેરે. વળી આગળ જતાં દલપતરામ, કેશવ, કલાપિ, મણિલાલ, નાનાલાલ, કાન્ત, ભોળાનાથ, બેટાદકર, મૈથિલિશરણ, નૃસિંહાચાર્ય, ઇ. વર્તમાન કવિયુગના હિન્દી તથા ગુજરાતી કવિઓની કવિતાઓ પણ ચુંટી કહાડીને અપાશે. અખાની વાણું તો નીકળી છેજ.
बने वर्गमां ग्राहक थवाथी खास लाभ જેઓ વિવિધ ગ્રંથમાળાના ચાલુ વિભાગમાં ગ્રાહક હોવા (અથવા થવા) ઉપરાંત નવીન વિભાગમાં પણ ગ્રાહક થશે, તેમની પાસેથી રૂ. ૧) કમી એટલે કે રૂ.૮ને બદલે ૭ અને પાકાં પૂંઠાં સાથે ૧૦ ને
બદલે ૯ લેવાશે. પિ. મા. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
સતું સાહિત્ય વધક કાર્યાલય તરન્ના
उत्तम अने सस्ता ग्रंथो
૦ $
અતિ ઉત્તમ ધાર્મિક ગ્રંથ ગ્રંથનું નામ
પૃષ્ઠ કદઈચ મૂલ્ય પિોસ્ટેજ ગિરધરકૃત શુદ્ધ રામાયણ . ••• ૭૫૦...પાણx૯ ...રા ...ના ધર્મત-અકિમચરિત્ર સાથે... ... ૨૫૯.પા.૮૮ ..ને ...૦ અખાની વાણી.. -
. ૫૦૦.. પ૪૮ ના ...૦ શ્રીવાહિમકી રામાયણ-મેટા બે ભાગમાં... ૧૪૦૦...૬૪૧૦ ૬) ...૧૪ મહાભારતનાં આદિ અને સભાપર્વ ... ૬૦૦... ” ...૨) ...વાર -શ્રીદાસબોધ–નવી આવૃત્તિ ... ....... ૬૨૦... પા૪૮ ...રા .. વાર શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્ગીતા-નવી આવૃત્તિ... ૭૦૦... પા...૮...રા ...ના શ્રીમદ્ભાગવત––ઉત્તમ ભાષાંતર ..... ૭૦૦. ૮×૧૧ ... ૫) :- ૧) શ્રી રામકૃષ્ણકથામૃત-બંને ભાગ ભેગા..... ૬૫૦... પા૪િ૮ ...રો ... સ્વામી મતીથ ગ્રંથ ૧ લે. ભા ૧થી ૫... ૫૦૦... પા૪િ૮ ...૨) ...૦
” ગ્રંથ ૨ જે ભા. ૬ થી ૯... નવી આવૃત્તિ સત્વર પ્રસિદ્ધ થશે.
ગ્રંથ ૩ જે ભા. ૧૦-૧૧... ૫૦૦... પા૪િ૮ ...૨) ૦૧
” ગ્રંથ ૪ થે. ભા. ૧૨-૧૪ થોડા માસ પછી છપાશે. સ્વામી વિવેકાનંદ ગ્રંથલે.ભા. ૧-૨-૩... પ૭૫... ” રા ... વાટ
” ગ્રંથ ૨ જે ભા. ૪-૫ ... ૬૦૦... ... ... ... ” ભાગ ૬-૭-૮નોખા ખા ૧૦૦૦... પ૪૬ ૩ .. ” ભાગ –સંપૂર્ણ ચરિત્ર... ૪૦.. " ... રા ...૦
” ભાગ ૧૦ મો રાજયોગ......૩૦૦... ” ...૧ ...૦૦ -શ્રીભજનસાગર–નવી આવૃત્તિ...... .. ... ૨૦૦, ૫૪૮ ... ભાર ...)
ઉત્સાહ અને ચેતનાપ્રેરક પુસ્તકો આગળ ધસે. ... .. ... ...... ૫૮૪. ૫૪૬ ૧) ) ભાગ્યના સૃષ્ટાઓ... .. ... ...... ૭૨૦... ' સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ.... ......... પપર.. ” ..૧) ...૦) પ્રભુમય જીવન... ... ... ......
રદ ૨૧૬...
” ... ...૦ બંમિનિબંધમાળા-ધમંતવ તથા ચરિત્ર સાથે ૬૦૦. પા૪૮ ૧ાા છાત્ર
વૈદક સંબંધી ઉપચાગી પુસ્તકો આર્યભિષક અથવા હિંદને વૈદ્યરાજ.........૧૦૦૦.. પા...૮.૪) બાર આરોગ્યવિષે સામાન્યજ્ઞાન-ગાંધીજીકૃત... ૧૪૦ ૫૪ફા ... ..૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨
ને,
બેધદાયક જીવનચરિત્રે ઉન્ટ ટેલસ્ટોયનું જીવનચરિત્ર... ...... ૬૨૦.. પા૪૮ રા ...બન્ન સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ જીવનચરિત્ર ૭૪૦. પઝા રા - જગતને મહાન પુરુષ(મ. ગાંધીજી) ... ૩૫૦... મહાન નેપલિયન.. ... ... ૮૪૦. પા૪૮ ૩) ૩) - ભારતનાં સ્ત્રીરત્ન ગ્રંથ ૧ લે છે
૨૦૦૦. પા૪૮ ૬) ૧ સ્ત્રીઓ તથા પુરુષો માટે બોધપ્રદ વાર્તાઓ ટુંકી વાર્તાઓ ભાગ ૧, ૨, ૩, ૪ થોડા માસ પછી છપાઈ બહાર પડશે. ટૂંકી વાર્તાઓ-ભા. ૫ મો-૨૮ વાતો.... ૩૦૪. ૫૪૬ ..ગાટ .૦)
કી વાર્તાઓ –ભા. ૬ – ૨૭ વાતો ... ૩૬૦... ... ... .૦e કીવાર્તાઓ –ભા. ૭મો અનેક વાત... ૩૫૦... ” ...૧ ...) દયાળુ માતા અને સગુણી પુત્રી...... ૧૬૮. ૪xળા .. ...)
બાળકોમાટે ખાસ ઉપયોગી પુસ્તકો સદ્ગુણી બાળકે ૬૯ ખરાબનેલા બનાવે........૧૨૮.. પળા ... બા- ...બાળસધ-વાર્તાઓરૂપે ધાર્મિક શિક્ષણ. ૧૧૨... . ...૦)બાળકની વાતે-રસિકવાતચીતરૂપે ૨૧ પાઠ... ૯૬... પા ... ..)દુ:ખમાં વિદ્યાભ્યાસ–સચોટ સાચાંદષ્ટાંતો..... ૯૦... પા૪િ૮ .....૦)સુધકનીતિકથા ૧૫ર બેધદાયક નાની વાતો...૧૮૪... પા૪૭ le ...) ભગવદ્દગીતા, પંચરત્ન ગીતા, ઇત્યાદિ
કદ ઈચ સાદુપટું પાકું પોસ્ટેજ ભગવદ્દગીતા-ગુજરાતી ટીકા સહિત
ola all o) ,, મરાઠી કે હિંદી ટીકા સહિત એક ને માફ ભગવદગીતા–મલમાત્ર–નાના અક્ષરમાં કાપા ૦)a
, મધ્યમ અક્ષરમાં ,
,, મેટા અક્ષરમાં પાx ૭ વાદ પંચરનગીતા-મૂલમાત્ર–નાના અક્ષરમાં માત્ર પા કો
મધ્યમ અક્ષરમાં , ના મેટા અક્ષરમાં પા x છ ૦૧દ ૧) અ
* સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
અમદાવાદમાં–ત્રણ દરવાજા બહાર, નદીને રસ્તે, સેશન કોર્ટ પાસે. મુંબઈ–કાલબાદેવી રોડ, હનુમાન ગલીને નાકે. કાલબાદેવીના મંદિર સામેની દુકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________ हवे पछी बहार पडनारा ग्रंथो નીચલામાંના ઘણાખરા ગ્રંથે ચાલુ તેમજ આવતા–૧૯૮૨ ના વર્ષમાં વિવિધ ગ્રંથમાળાદ્વારા તેમજ છુટા નીકળશે અને તરતમાં લેનારને કિફાયતે મળશે. રામતીર્થ–ભાગ 12 થી 14. || સંતવાણીસંગ્રહ–અનેક ભાગોમાં. મહાન અકબર. તુલસીકૃત રામાયણ-મૂળ તથા ટીકા. પઢિયારનાં સ્વર્ગનાં પુસ્તક. રાજસ્થાનને ઇતિહાસ–બંને ભાગ. ટુંકી વાતના નહિ મળતા ભાગે. ગિવાસિષ્ઠ બંને ભાગ-નવી આવૃત્તિ. ભારતના સંતપુર. ભગવતી ભાગવત-નવી આવૃત્તિ. શ્રીરાંગ મહાપ્રભુનું મોટું ચરિત્ર. મહાભારતનાં અઢારે પર્વ. संपूर्ण महाभारत આ ગ્રંથ કહાડવાની યોજના અગાઉ આ સંસ્થાએ પડતી મૂકેલી, તે પાછી નવેસરથી શરૂ કરવાની તૈયારી ચાલે છે. ઈશ્વરેચછા તો આવતા વર્ષમાં તેની યોજના રજુ કરાઈને બનતાં સુધી એકાદ વરસમાં જ આખો. ગ્રંથ રૂ. ૨૫)માં બહાર પડી જ પુસ્તકો મંગાવનારને ખાસ સૂચના ૧-પિસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખર્ચ પણ રૂ 10 સુધીનું રૂ 1 જૂદું લાગે છે. ૨-મુંબઈમાં પણ બહારગામનીજ (અમદાવાદથી સહજ વધુ) કિંમત લેવાતી હોવાથી બહારથી મંગાવનારે અમદાવાદજ લખવું. ૩-મંગાવેલામાંથી જે પુસ્તક ન આવે તે ખલાસ સમજવું. 4. 1) થી ઓછાનાં પુસ્તકાદિ જે તે વી. પી. થી ન માગતાં મ. ઓ. કે ટીકીટેજ મોક્લવી. પ-પૂરૂં મૂલ્ય તથા વધારાના પિકીંગ બદલ 01 પ્રયમથીજ મેકલીને દશેક રૂા. નાં સામટાં પુસ્તકાદિ રેલ રસ્તે મંગાવનારને ખર્ચ બહુ ઓછો આવશે. 6-3. 25) યા વધુનાં પુસ્તકાદિ લેવાથી પેકીંગ માફ છે, તથા કમીશન પણ મળશે. ૭-બહારનાં પુસ્તકો લાવીને મેકલાશે નહિ. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદમાં–ત્રણદસ્વાજા બહાર, નદીને રસ્તે, સેશન કેર્ટ પાસે. * મુંબઈમાં–કાલબાદેવી રોડ, હનુમાન ગલીને નાકે. ફાલબાદેવીના મંદિર સામે. આસો વદી 12 સં. 1980 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com