________________
ધર્મબિંદુપ્રકરણ
પાંચમો અધ્યાય
साधुजनप्रसिद्धे, प्रवृत्ते सति गम्यते, उपयोगः आभोगः कार्यः, अत्र च निमित्ताशुद्धौ चैत्यवन्दनादिकुशलक्रियापूर्वकं निमित्तान्तरमन्वेषणीयम्, एवं यदा त्रीन् वारान् निमित्तशुद्धिर्न स्यात् तदा तद्दिने न तेन किञ्चिद् ग्राह्यम्, यदि परमन्यानीतं भोक्तव्यमिति।।३२।।
શુકનમાં ઉપયોગ રાખવો, અર્થાત્ યોગ્ય આહાર વગેરે લેવા જવાનું હોય ત્યારે લેવા માટે ઇચ્છેલા યોગ્ય આહાર આદિની શુદ્ધિ – અશુદ્ધિના સૂચક શુકન જોવા. તેમાં શુકન શુદ્ધ થાય તો યોગ્ય આહાર લેવા માટે જવું. શુકન અશુદ્ધ થાય તો ચૈત્યવંદન વગેરે શુભક્રિયા કરવી, અને પછી બીજા શુકન જોવા. આ રીતે ત્રણવાર શુકન શુદ્ધ ન થાય તો તે દિવસે તે સાધુએ કંઈ પણ લેવું નહિ = લેવા માટે જવું નહિ. યતિ પમન્યાનીત મોવતવ્યનુ = જો જરૂરી વસ્તુ બીજા લઇ આવ્યા હોય તો વાપરવી. (આહાર લઇ આવ્યા હોય તો ભોજન કરવું, વસ્ત્ર લઈ આવ્યા હોય તો વસ્ત્ર પહેરવું. એમ જે વસ્તુનો જ ઉપયોગ થતો હોય તે વસ્તુનો ઉપયોગ કરવો.) આ શુકન ઉપયોગનું કારણ છે. અહીં ઉપયોગ એટલે આહાર આદિ યોગ્ય વસ્તુ લેવા જવું. જો શુકન શુદ્ધ થાય તો આહાર આદિ યોગ્ય વસ્તુ લેવા જવાનું છે, અન્યથા નહિ. આથી શુકન ઉપયોગનું (= આહાર આદિ યોગ્ય વસ્તુ લેવા જવાનું) કારણ છે. તથા શુકન સાધુલોકમાં પ્રસિદ્ધ છે, અર્થાત કેવા શુકન શુદ્ધ છે અને કેવા શુકન અશુદ્ધ છે એમ સાધુ સારી રીતે જાણે છે. (૩૨)
निमित्तशुद्धावपि
अयोग्येऽग्रहणम् ॥३३॥३०२॥ इति।। __ अयोग्ये उपकाराकारकत्वेनानुचिते पिण्डादावग्रहणम् अनुपादानं कार्यमिति ||રૂ રૂ//
અયોગ્ય આહાર વગેરે ન લેવું. શુકન શુદ્ધ થયા હોય તો પણ જે આહાર વગેરે ઉપકાર કરનાર ન હોવાથી અયોગ્ય હોય તે આહાર વગેરે ન લેવું. (૩૩)
તથ
अन्ययोग्यस्य ग्रहः ॥३४॥३०३॥ इति। अन्यस्य आत्मव्यतिरिक्तस्य गुरु-ग्लान-बालादेः यद् योग्यम् उपष्टम्भकत्वेनोचितं तस्य ग्रहो विधेय इति ।।३४।।
અન્યને યોગ્ય આહાર વગેરે) લેવું. પોતાના સિવાય બીજા ગુરુ, ગ્લાન
૨ ૬૫