Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
३६६
इहलोकेष्टसिद्ध्यर्थमपि स्वात्मा गुरुहृदये स्थापनीयः । कदाचिच्छिष्य इहलोकमात्रेष्टसिद्ध्यर्थं स्वात्मानं गुरुहृदये वासयेत् । स एवं विचारयेत् - 'यद्यहं गुरुभक्तिं करिष्यामि तर्हि गुरुर्मयि प्रसन्नो भविष्यति । ततो मम सर्वाणि वाञ्छितानि पूरयिष्यति । मह्यं शोभनान्यन्नपानानि दास्यति । मह्यं शोभानानि चातुर्मासक्षेत्राणि दास्यति । मह्यं शिष्यसम्पदं दास्यति । जने मम गुणान्प्रशंसिष्यति । मम दोषाः प्रच्छन्ना भविष्यन्ति । गुरुर्मम तर्जनां न करिष्यति । गुरुर्मम मित्रं भविष्यति । लोके मम यशः प्रसरिष्यति । सदा गुरुसेवायां मग्नोऽहं सर्वत्र प्रसिद्धो भविष्यामि । गुरुः स्वपट्टे मां स्थापयिष्यति । गुरुर्मा शास्त्राणि पाठयिष्यति । गुरुर्मह्यं पदवी दास्यति । गुरुसेवाबद्धपुण्योदयेन मम लब्धि-ऋद्धि-सिद्धि-समृद्धयो भविष्यन्ति । गुरुर्मह्यं मन्त्राणि दास्यति गुरुर्मामज्ञातानाम्नाया-ज्ञापयिष्यति । मम संयमजीवनं निर्विघ्नं भविष्यति । मम संयमजीवनं निरतिचारं भविष्यति । एवं ममेहलोकः सुखपूर्णो भविष्यति ।' मनोगतैरेवमादिभिर्भावैः स गुरुभक्तिं कुर्यात् । ततश्च गुरुहृदये तस्य वासो भवेत् । तथापि स शोभनः । तस्य श्रेयो भविष्यति ।
कश्चिच्छिष्यो हार्दिकबहुमानेन गुरुभक्तिं कुर्यात् । स एवं चिन्तयेत् - गुरुणा भवसमुद्रे निमज्जन्नहं प्रव्रज्यानोदानेनोद्धृतः । मह्यं मोक्षमार्गः दर्शितः । मह्यं
ક્યારેક શિષ્ય માત્ર આ ભવના ઇષ્ટો મેળવવા પોતાને ગુરુના હૃદયમાં વસાવે. તે એમ વિચારે કે. “જો હું ગુરુભક્તિ કરીશ તો ગુરુ મારી ઉપર પ્રસન્ન થશે. તેથી મારા બધા વાંછિતો પૂરા કરશે. મને સારા આહાર-પાણી આપશે. ચોમાસા માટે મને સારા ક્ષેત્રો આપશે. મને શિષ્યો કરી આપશે. લોકોમાં મારા ગુણ ગાશે. મારા દોષો ઢંકાઈ જશે. ગુરુ મને ઠપકો નહીં આપે. ગુરુ મારા મિત્ર બનશે. લોકોમાં મારો યશ ફેલાશે. સદા ગુરુસેવામાં ડૂબેલો હું બધે પ્રસિદ્ધ બનીશ. ગુરુ મને પોતાની પાટે સ્થાપશે. ગુરુ મને શાસ્ત્રો ભણાવશે. ગુરુ મને પદવી આપશે. ગુરુસેવાથી બંધાયેલા પુણ્યથી મને લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ મળશે. ગુરુ મને મંત્રો આપશે. ગુરુ મને નહીં જાણેલા આમ્નાયો જણાવશે. મારા સંયમજીવનમાં કોઈ વિઘ્ન નહીં આવે. મારું સંયમ જીવન અતિચાર વિનાનું થશે. આમ મારો આ ભવ સુખથી ભરપૂર થશે.” મનમાં રહેલા આ અને આવા બીજા ભાવોથી તે ગુરુભક્તિ કરે. તેથી ગુરુના હૃદયમાં તેનો વાસ થાય. તો પણ તે સારો છે. તેનું કલ્યાણ થશે.
કોઈક શિષ્ય હૃદયના બહુમાનભાવથી ગુરુભક્તિ કરે. તે એમ વિચારે - “સંસાર સમુદ્રમાં ડૂબતા અને ગુરુએ દીક્ષારૂપી નાવડી આપી બચાવ્યો. મને મોક્ષમાર્ગ બતાવ્યો.

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443