Book Title: Dharm Sangraha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 229
________________ ૨૧૨ ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ પ્રાયશ્ચિત્ત છે. માંડલીમાં અપ્રતિક્રાંત અને કુશીલો સાથે પ્રતિક્રાંત હોતે છતે ચતુર્ભધુ છે–પ્રતિક્રમણની માંડલીની મર્યાદાને જાણનારા સુસાધુઓ પ્રતિક્રમણની માંડલીની વિરાધના ન થાય તે રીતે પ્રતિક્રમણની ક્રિયા કરે છે. તેમાં ષઆવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા ન કરવામાં આવે તો પ્રતિક્રમણની માંડલીના બળથી જે વીર્યાચારની શુદ્ધિ થાય છે તેની અપ્રાપ્તિને કારણે ચતુર્ભધુ પ્રાયશ્ચિત આવે. અને પ્રતિક્રમણની માંડલીની વિરાધના કરનારા કુશીલ સાધુઓ સાથે પ્રતિક્રમણ કરવામાં આવે તો પ્રતિક્રમણ માંડલીની વિરાધના થવાથી કુશીલ સાધુઓની સાથે પ્રતિક્રમણ કરનાર સાધુઓનું સદ્દવીર્ય નાશ પામવાને કારણે ચતુર્ભધુ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. નિદ્રા-પ્રમાદ આદિથી પ્રતિક્રમણમાં ભેગા નહીં થયેલા સાધુને કે શ્રાવકને પ્રાયશ્ચિત્ત છે. શું પ્રાયશ્ચિત્ત છે તે બતાવે છે. ત્યાં=પ્રતિક્રમણમાં, એક કાયોત્સર્ગમાં ભિન્નમાસ=એક કાયોત્સર્ગમાં નહીં મળેલા સાધુને કે શ્રાવકને ભિન્નમાસ પ્રાયશ્ચિત છે. બે કાયોત્સર્ગમાં નહિ મિલિત સાધુ કે શ્રાવકને લઘુ માસ પ્રાયશ્ચિત્ત છે. ત્રણ કાયોત્સર્ગમાં નહિ મિલિત સાધુ કે શ્રાવકને ગુરુમાસ પ્રાયશ્ચિત છે. અને ગુરુ વડે અપારિત કાઉસ્સગ્ગ હોતે છતે સ્વયં પારવામાં ગુરુમાસ પ્રાયશ્ચિત છે. સર્વ પણ કાઉસ્સગ્નમાં નહીં મિલિતનેત્રનિદ્રામમાદાદિને કારણે નહીં મિલિતને, ચતુર્ભધુ પ્રાયશ્ચિત છે. એ રીતે કાઉસ્સગ્નમાં બતાવ્યું એ રીતે, વંદનમાં પણ યોજવું વંદનમાં પણ નિદ્રા-પ્રમાદ આદિથી પ્રતિક્રમણ માંડલીમાં બેઠેલાની સાથે નહીં મિલિતને તે તે પ્રકારે પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે એમ યોજન કરવું એ પ્રમાણે વ્યવહારસૂત્ર છે. અને સાધુઓ પ્રતિક્રમણ કર્યા પછી તે પ્રમાણે જ અંતમુહૂર્ત માત્ર બેસે છે–પ્રતિક્રમણ કર્યા પછી જે રીતે માંડલીમાં બેઠેલા એ રીતે જ અંતર્મુહૂર્ત માત્ર બેસે છે. કેમ તે રીતે બેસે છે ? એથી કહે છે. કદાચિત આચાર્ય અપૂર્વ સામાચારી કે અપૂર્વ અર્થની પ્રરૂપણા કરે એ પ્રમાણે “ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે, આ પ્રમાણે દેવસી પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થઈ. ભાવાર્થ સાધુ કે શ્રાવક પ્રતિક્રમણની વિધિને સ્વશક્તિ અનુસાર જાણીને અને પ્રતિક્રમણની વિધિમાં અપ્રમાદથી યત્ન કરે અને તે પ્રતિક્રમણની ક્રિયા, માંડલીની વિધિના જાણકાર સુસાધુ હોય તો તેમની સાથે જ કરે. જેથી પ્રતિક્રમણની માંડલીની વિરાધના થાય નહિ. અને પ્રતિક્રમણની માંડલીમાં સુવિશુદ્ધ ઉપયોગપૂર્વક બોલાતાં સૂત્રોમાં અપ્રમાદભાવથી સદ્વર્ય ઉલ્લસિત થાય અને તેની સામગ્રી વિદ્યમાન હોવા છતાં પ્રતિક્રમણ માંડલીની ઉપેક્ષા કરીને સ્વમતિ અનુસાર પ્રતિક્રમણ કરે તો પ્રતિક્રમણની માંડલીના બળથી જે જ્ઞાનાચારાદિ ચાર આચારોમાં સમ્યક વીર્ય પ્રવર્તવું જોઈએ તે પ્રવર્તે નહિ તેથી પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વળી, પ્રમાદી સાધુઓ માંડલીમાં જેમ તેમ પ્રતિક્રમણ કરતા હોય તેઓની સાથે પ્રતિક્રમણ કરવામાં આવે તોપણ તેઓના પ્રમાદને કારણે શક્તિ અનુસાર કરવાના અર્થી સાધુ કે શ્રાવકથી પણ જ્ઞાનાચારાદિ આચારોમાં સમ્યક્ વીર્ય પ્રવર્તી શકે નહિ. તેથી પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વળી પ્રતિક્રમણનો ઉચિતકાલ

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244