Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી સિદ્ધોનું ને આપણું સ્વરૂપ સમાન છે, પણ એમનું સ્વરૂપ પ્રગટેલું છે ને આપણું દબાયેલું છે ? જે આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે, તે કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને જ સિદ્ધિગતિને પામ્યા છે. કષાયોને અને ઈદ્રિયોને કાબૂમાં લઈને કષાયો અને ઈદ્રિયોથી મુક્ત બની જનારા આત્માઓ સિદ્ધાત્માઓ બન્યા. એ તારકોએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એવું જ સ્વરૂપ આપણું પણ છે, પણ આજે તે ઢંકાએલું છે. સિદ્ધિગતિને પામેલા. આત્માઓનું અને આપણું સ્વરૂપ, આમ તો સરખું જ છે, પણ ફેર એટલો છે કે, એમનું સ્વરૂપ પ્રગટ થએલું છે અને આપણું સ્વરૂપ દબાએલું છે. જો આ વાત આપણા ખ્યાલમાં આવી જાય; આપણને સમજાઈ જાય છે, જે અનંત સિદ્ધાં આપણા માથે છે, તેમના જેવું જ મારું પણ સ્વરૂપ છે; કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય મેળવીને જ એ તારકો સિદ્ધિગતિને સાધી શક્યા છે અને હું પણ જો ધારું અને મહેનત કરું, તો મારા એવા સ્વરૂપને પ્રગટાવી શકું તેમ છું, તો આ પ્રકારનો ખ્યાલ આત્માને જાગ્રત બનાવી દે ! સિદ્ધનું જે સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે, કષાયો તથા ઈદ્રિયોને આધીન બનવાના યોગે જ હું આજે આ સંસારસ્વરૂપને, વિભાવ સ્વરૂપને ભોગવી રહ્યો છું અને હું જો મહેનત કરું તો પણ કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય મેળવીને મારા સાચા સ્વરૂપને પ્રગટાવી શ્રી સિદ્ધ જેવા જ સ્વરૂપવાળો બની શકું છું.' આવો ખ્યાલ આવે, એટલે આત્માને સહજ રીતે પોતાનું સ્વરૂપ પ્રગટાવવાની ઈચ્છા થાય. આ ખ્યાલને પામેલો આત્મા એ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને, એ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી જ ધર્મ કરવા માંડે. ચરમાવર્ત જ જિનવાણીનો પ્રયોગકાળઃ જે આત્માઓને પોતાનું દબાએલું સ્વરૂપ પ્રગટાવવું હોય, તે આત્માઓને માટે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ માર્ગ સ્થાપ્યો છે. ભગવાન શ્રી તીર્થંકરદેવોએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી, તે કઈ ભાવનાથી કરી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ તીર્થની સ્થાપના કરી, પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34