Book Title: Dharm Prapti Kone ane Kyare
Author(s): Ramchandrasuri, Kirtiyashgani
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005640/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ફળ છે Unકયારે? વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય | રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સં.' મુનિશ્રી કિર્તિયશવિજયજી ગણી Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ માયાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા. ૮૭ ધર્મ ક્યારે અને કોને અપાય? " જ પ્રવચનકાર છે સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જ સંપાદક વર્ધમાનતપોનિધિ પૂજ્ય મુનિરાજશ્રી ગુણયશવિજયજી ગણીવરના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી ગણીવર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન શ્વે. મૂ. તપગચ્છ જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુદ્રક : ગુજરાત ઑફસેટ, અમદાવાદ સેંટીંગ ઃ ન્દુભિ પ્રિન્ટર્સ, ૦79-404 186 પ્રથમ આવૃત્તિ—નકલ ૩૦૦૦, વિ. સં. ૨૦૫૧ અષાઢ વદ ૧૪ તા. ૨૬-૭-૯૫ બુધવાર પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચોથો વાર્ષિક સ્વર્ગારોહણ દિન સૌજન્ય : શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ : * સંપર્કસ્થાન ૭ પ્રાપ્તિસ્થાન : * મુંબઈ ૨ * મહેતા જયંતકુમાર શાંતિલાલ - મંત્રી C/o. શાંતિલાલ એન્ડ સન્સ, ૨, પહેલેમાળ, કાચવાલા બિલ્ડીંગ, ૬૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ફોનઃ ૩૪૪૪૬૧૭, ૩૪૪૬૩૩૬ વીરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ ૪૦૧/સી. ચંદ્રપુરી, કેદારમલ રોડ મલાડ (પૂર્વ) મુંબઈ-૯૭ ફોન નં.૮૪૦૫૩૩૯-૮૪૦૩૯૨૦ કયવન્ન એમ. ઝવેરી * અમદાવાદ * -* બાબુલાલ કકલદાસ શાહ - ટ્રસ્ટી C/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧ ફોન : (ઓ)૫૩૫૭૬૪૮, (૨)૫૩૫૬૯૯૫ * કે, નીતીન & કું. ૨૧, આનંદશોપીંગસેન્ટ૨, રતનપોળ, ગોલવાડ,અમદાવાદ - ૧, ફોનઃ ૫૩૫૬૩૮૦ શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ - ચેરમેન ૩૮, સહજીવન સોસાયટી, શાંતિનગર,અમદા. ફોનઃ ૩૮૩૦૪૬, R.૬૪૨૦૧૫૮ * ડો. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી દેવસાના પાડા સામે, કાલુપુર, અમદાવાદ-૧ ફ્રોન ઃ ૩૬૯૩૦૩ (થ) ૪૬૬ ૪૬૬ શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ-૧, ફોનઃ ૩૬૫૩૪૬ નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા - સહમંત્રી જૈનનગર, પાલડી, અમદા.-૭ ફોનઃ ૪૧૦૦૯૭ * સૂરત * શાહ નવીનચંદ્ર તારાચંદ - મંત્રી C/o. વિપુલ ડાયમંડ, · • ૨૦૫-૨૦૬, આનંદ, બીજેમાળ, જદાખાડી, મહીધરપુરા, સુરત, . ફોનઃ ૫૩૭૬૦ શાહ ધીરજકુમાર શાંતિલાલ કૈલાસનગર, સુરત, ફોનઃ ૩૮૮૪૯ ♦ પરેશકુમાર વાડીલાલ સંઘવી નાણાવટ મેઈન રોડ, સુરત, ફોનઃ ૪૩૫૬૨૪ * વડોદરા · · · પ્રકાશચંદ્ર જયંતિલાલ ગાંધી C/o. સુલસા ટ્રાવેલ્સ, લાલજી કુઈ, મસ્જીદ સામે, નાગરવાડા, વડોદરા-૧, ફોનઃ ૬૬૪૪૧,૫૪૧૩૯૬ * જામનગર જ સમીર કે. પારેખ ૫, ગાંધી ચોક, જામનગર ફોનઃ ૭૮૨૧૨ (ઓ), ૭૧૯૪૨(૫) * રાજકોટ ૭-૦૦ : મૂલ્ય : એક પુસ્તકની કિંમત : રૂ. ૨૧ પુસ્તકના પહેલા સેટની કિંમત રૂા. ૧૨૫-૦૦ ૨૨ પુસ્તકના બીજા સેટની કિંમત રૂ. ૧૨૫-૦૦ ૨૨ પુસ્તકના ત્રીજા સેટની કિંમત : રૂા. ૧૨૫-૦૦ ૨૨ પુસ્તકના ચોથા સેટની કિંમત : રૂા. ૧૨૫-૦૦ ૧૦૮ પુસ્તકના પુરા સેટની કિંમત : રૂા. ૬૨૫-૦૦ પ્રકાશભાઈ દોશી વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, Jain Education In હજુર પેલેસ રોડ, રાજકોટ - · • સુલસા એ. વાલકેશ્વર ફોનઃ ૩૬૧૦૭૨૪ અનિલ કુમાર ડી. શાહ મહાજનમ, ૫૧૦, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪ ફોન ઃ ૩૬૧૦૨૧૮-૩૬૧૯૯૨૮ ♦ દિલીપકુમાર એચ. ઘીવાળા • · • · – રાજુભાઈ બી. શાહ • બી-૩૭,સોનારિકા, ૨૫-સી, ચંદાવાડી સી.પી. ટેંક રોડ, મુંબઈ-૪, ફ્રોનઃ ૩૮૮૩૮૧૦, ૩૮૬૬૮૧૨ સેવંતિલાલ વી. જૈન • ૨૦, મહાજનગલી, ૧લે માળે, ઝવેરીબજાર મુંબઈ-૨ *નવસારીઃ રોકિઝ એપાર્ટમેન્ટ, પાંચમે આળે, સ્ટેશન રોડ, નવસારી, ફોનઃ ૨૧૩૮, ૪૫૯૧ * નાસિક * ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ મેઈન રોડ, નાસિક-૪૨૨૦૦૧ ફોનઃ ૭૬૪૭૨ * વઢવાણ – ! – સુરેન્દ્રનગર જ જયંતભાઈ ભીખાલાલ શાહ ધનજીગફલનું ડહેલું, મોટા દેરાસર સામે, સુરેન્દ્રનગર, ફોન ૨૨૭૪૪ (ઓ.) ૨૧૯૧૬ (૫.) * સોલાપુર પ્રકાશચંદ્ર મોતીલાલ શાહ ૬૯૬, ચાટીગલી, સોલાપુર-૪૧૩ ૦૦૨ * પાલિતાણા * સોમચંદ ડી. શાહ જીવણનિવાસ સામે, તળાટી રોડ, પાલીતાણા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂિ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા ભાગ-ચોથાના પ્રકાશન પ્રસંગે પ્રકાશકોના હૈયાની વાત, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની અમોઘ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંઘ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગણિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ? નશ્વર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલભ્ય બનવા છતાં પણ અક્ષર દેહે તો તે સાનિધ્ય આજે પણ એટલું જ સુલભ છે. આમ છતાં એને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદે અવિરતપણે વહાવેલ ઉપકાર ભાગીરથીના નિર્મળ વહેણને અવિરતપણે વહેતું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે દર વર્ષે તેઓશ્રીજીના વાર્ષિક સ્વર્ગારોહણ દિને ૨૧/રર એમ કુલ પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. અમારા આ નિર્ધાર મુજબ પૂજ્યશ્રીના પ્રથમ સ્વર્ગારોહણ દિને ર૧ પુસ્તકોના ત્રણ-ત્રણ હજાર સેટનું બે આવૃત્તિમાં પ્રકાશન કર્યું હતું. એજ રીતે પૂજ્યપાદ શ્રીજીના બીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૨૨થી ૪૩ એમ ૨૨ પુસ્તકોના બીજા સેટનું અને ત્રીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૪૪થી ૬૫ એમ ૨૨ પુસ્તકોના ત્રીજા સેટનું પ્રકાશન કર્યા બાદ તેઓશ્રીના ચોથા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૬થી ૮૭ એમ ૨૨ પુસ્તકોના ચોથા સેટનું પ્રકાશન કરતાં અને અત્યંત આનંદાભૂતિ થાય છે. છે. પ્રસ્તુત ગ્રંથમાળાનાં પ્રત્યેક પુસ્તકોનું સંકલનસંપાદન કરી આપવા અમે વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી ગણીવરના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણીવરને વિનંતિ કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે. છે. સ્મૃતિ ગ્રંથમાળાના “ધર્મ ક્યારે અને કોને અપાય ?' પુસ્તકને પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સાચી દિશા અને સાચો પ્રકાશ આપશે. આપ એને માત્ર કબાટની શોભા ન બનાવતાં આપના જીવનની શોભા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્મળ સરિતાના વહેણની જેમ વહેતું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે. - સન્માર્ગ પ્રકાશન For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Rogo XXC છ000 --~-- પણ સવિનય સમર્પણ - કાવાસાણા પરમ આતત્વને વરેલા હે ગુરુદેવ ! પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! ગુર્જર ભાષાના માધ્યમે આપે વહેતી મૂકેલી પ્રવચન ભાગીરથીને સુયોગ્ય જ્ઞાનાર્થીજનો સુધી પહોંચાડવાનું જે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે. અમને પ્રાપ્ત થયેલા આપના અંતસ્તલના આશીર્વાદનું જ એક સુખદ શુભ પરિણામ છે. આશા તો એક જ હતી કે, સાક્ષાતુ સરસ્વતીના અવતાર સમા આપના વરદ કરકમળોમાં સ્થાન માપીને આ જ્ઞાનલક્ષ્મી ઝૂમી ઊઠશે : પણ... ગુરુદેવ ! આ અમારું એ પુણ્ય ઓછું પડ્યું અને આપ સ્વર્ગે સિધાવી ગયા. ખેર ! આપ જ્યાં હો ત્યાંથી પુષ્પમાળા સમી આ ગ્રંથમાળા સ્વીકારી અમને કૃતાર્થ કરો એ જ એક અભ્યર્થના. '' For Personal & Private Use Only For Personal & Private Use only www.janeibrary Page #6 -------------------------------------------------------------------------- ________________ : આધાર સ્થંભ : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિયભાવે અત્યંત મહત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. મુંબઈ 5 મુંબઈ મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૨. હસમુખલાલ ચુનીલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ માણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હઃ વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ ભોરોલતીર્થ ૦. શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબહેન સારાભાઈ શાહ હ વિરેન્દ્રભાઈ (સાઇન્ટીફીક લેબ.) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ: શાહ દિનેશભાઈ જે. ૧૧. શાહ છબીલદાસ સાંકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલભાઈ વર્ધીલાલ (રાધનપુર) C/o. શાહ રાજભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હઃ ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કક્ષભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૦. શ્રીમતિ કંચનબેન કાન્તિલાલ મણીલાલ ઝવેરી હસ્તિગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાન્ત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ પાટણ મુંબઈ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ : સહયોગી : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવી ફળો આપી સહયોગી બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. ગુરતા સુરત મુંબઈ મુંબઈ મુંબઈ ભાંડોતરા હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર C/o. કુમારભાઈ એ. મહેતા ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા C/o. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી ૫. શ્રીમતી નિર્મળાબહેન હિંમતલાલ દોશી હઃ શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી ૬. શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી છે. સ્વ. મણીલાલ નીહાલચંદ શાહ હ? રતીલાલ મણીલાલ શાહ ભાંડોતરા નિવાસી વ. શાહ મૂળચંદ ઘમજી તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદ સહપરિવાર ૯. સ્વ. શ્રી ભીખમચંદજી સાંકળચંદજી C/o. શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારુબહેન મયાચંદ વરધાજી ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હઃ પ્રવિણભાઈ ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હઃ પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ(ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. * યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૦. શાહ માણેકલાલ નાનચંદ ૧૬. શાહ બબાલાલ ડાહ્યાભાઈ રોકાણી (જૂનાડીસાવાળા) મુંબઈ જેવાવાડા સુરત મુંબઈ સુરતા મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ Jain Education international For Personal & Private Use Only For Persona e Private Use only Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ક્યારે અને કોને અપાય? સર્વજ્ઞ અને સર્વદર્શી એવા વીતરાગ પરમાત્માએ જગતના જીવમાત્રનું કલ્યાણ કરવા સક્ષમ એવા જે ધર્મની સ્થાપના કરી, તે ધર્મનું મૂલ્ય કેટલું હોય? તે સમજી શકાય તેવું છે. આવો મહામૂલો ધર્મ યોગ્ય જીવોને યોગ્ય સમયે જ આપી શકાતો હોય છે. આમ છતાં ધર્મ તો ગમે ત્યારે ગમે તેને આપી શકાય' - એવી વાતો તો ધર્મના મૂલ્યને નહિ સમજી શકનાર જ કરી શકે છે. ધર્મ જો યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અપાય તો જેમ ઉપકારક બનતો હોય છે, તેમ અયોગ્ય વ્યક્તિને કે યોગ્ય વ્યક્તિને પણ અયોગ્ય સમયે અપાય તો આપનાર-લેનાર બન્નેય માટે અપકાર કરનાર પણ અવશ્ય બનતો હોય છે. આથી, એ પ્રશ્ન ઊઠવો સહજ છે કે, આવો મૂલ્યવાન ધર્મ કયા જીવને ક્યારે આપી શકાય? ધર્મ પામવા માટે કેવી લાયકાત જોઈએ? આ લાયકાત કયા જીવમાં ક્યારે પ્રગટે? આ લાયકાત પ્રગટાવવા શું કરવું જોઈએ? ધર્મોપદેશકે પણ ધર્મ આપતાં પૂર્વે કેવી કેવી લાયકાત તપાસવી જોઈએ વગેરે બાબતોને વિસ્તારથી-ઊંડાણથી સમજાવતું આ પ્રવચન ધર્મના અર્થી આત્માઓ માટે ચોક્કસ માર્ગદર્શક બને તેવું છે. દિ ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય? For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધોનું ને આપણું સ્વરૂપ સમાન છે, પણ એમનું સ્વરૂપ પ્રગટેલું છે ને આપણું દબાયેલું છે ? જે આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે, તે કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને જ સિદ્ધિગતિને પામ્યા છે. કષાયોને અને ઈદ્રિયોને કાબૂમાં લઈને કષાયો અને ઈદ્રિયોથી મુક્ત બની જનારા આત્માઓ સિદ્ધાત્માઓ બન્યા. એ તારકોએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એવું જ સ્વરૂપ આપણું પણ છે, પણ આજે તે ઢંકાએલું છે. સિદ્ધિગતિને પામેલા. આત્માઓનું અને આપણું સ્વરૂપ, આમ તો સરખું જ છે, પણ ફેર એટલો છે કે, એમનું સ્વરૂપ પ્રગટ થએલું છે અને આપણું સ્વરૂપ દબાએલું છે. જો આ વાત આપણા ખ્યાલમાં આવી જાય; આપણને સમજાઈ જાય છે, જે અનંત સિદ્ધાં આપણા માથે છે, તેમના જેવું જ મારું પણ સ્વરૂપ છે; કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય મેળવીને જ એ તારકો સિદ્ધિગતિને સાધી શક્યા છે અને હું પણ જો ધારું અને મહેનત કરું, તો મારા એવા સ્વરૂપને પ્રગટાવી શકું તેમ છું, તો આ પ્રકારનો ખ્યાલ આત્માને જાગ્રત બનાવી દે ! સિદ્ધનું જે સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે, કષાયો તથા ઈદ્રિયોને આધીન બનવાના યોગે જ હું આજે આ સંસારસ્વરૂપને, વિભાવ સ્વરૂપને ભોગવી રહ્યો છું અને હું જો મહેનત કરું તો પણ કષાયો અને ઈદ્રિયો ઉપર વિજય મેળવીને મારા સાચા સ્વરૂપને પ્રગટાવી શ્રી સિદ્ધ જેવા જ સ્વરૂપવાળો બની શકું છું.' આવો ખ્યાલ આવે, એટલે આત્માને સહજ રીતે પોતાનું સ્વરૂપ પ્રગટાવવાની ઈચ્છા થાય. આ ખ્યાલને પામેલો આત્મા એ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને, એ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી જ ધર્મ કરવા માંડે. ચરમાવર્ત જ જિનવાણીનો પ્રયોગકાળઃ જે આત્માઓને પોતાનું દબાએલું સ્વરૂપ પ્રગટાવવું હોય, તે આત્માઓને માટે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ માર્ગ સ્થાપ્યો છે. ભગવાન શ્રી તીર્થંકરદેવોએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી, તે કઈ ભાવનાથી કરી ? ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ તીર્થની સ્થાપના કરી, પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૮૦ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ તેની પાછળ હેતુ કર્યો ? એમાં મોક્ષ સિવાય બીજું કાંઈ પણ બોલી શકાય તેમ છે ખરું ? સારાય સંસારના જીવો દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે સૌ માત્ર સુખમાં જ ઝીલ્યા કરે, એવી એ તારકોની ભાવના હતી. એ તારકોને લાગ્યું હતું કે ‘કોઈ પણ જીવ જ્યાં સુધી તે મોક્ષને પામે નહિ, ત્યાં સુધી તે જીવ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે માત્ર સુખમાં જ ઝીલનારો બને, એ શક્ય જ નથી.' આથી એ તારકોએ એવી ભાવના ભાવી કે જો મારામાં શક્તિ આવે, તો હું સૌ કોઈને મોક્ષમાર્ગના જ રસિક બનાવી દઉં !' આવી ભાવનાની ઉત્કટતામાં રમણ કરતાં કરતાં એ તારકોએ તીર્થંકર-નામકર્મની નિકાચના કરી અને એ નામકર્મના પ્રતાપે જ એ તારકોએ પોતાના અંતિમ ભવમાં રાગ-દ્વેષનો ક્ષય કરીને અને કેવલજ્ઞાનને ઉપાર્જીને ધર્મતીર્થની સ્થાપના કરી. આટલું જાણનાર એ ન સમજે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો આ માર્ગ મોક્ષ માટે જ છે ? હવે જો આપણને મોક્ષની ઇચ્છા જ ન હોય, તો આપણે માટે આ માર્ગ ઉપયોગી રહ્યો જ નહિ ને ? સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો પણ જો જરા સમજીને આ માર્ગને સ્વીકારે, તો એ એટલું તો સમજે જ કે મારે મારા મોક્ષને સાધવા માટે જ આ માર્ગ છે.’ આ વાત આટલી બધી સ્પષ્ટ હોવા છતાં પણ જ્યાં સુધી ભવ્ય જીવોનો પણ કાળ પાક્યો હોતો નથી, ત્યાં સુધી ઘણી ઘણી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ ‘હું આ ધર્મની મોક્ષના હેતુથી આરાધના કરું’-એવી ઇચ્છા તેનામાં પ્રગટી શકતી નથી. જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત્તથી વિશેષ કાળને માટે જીવને સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી એ જીવને ખુદ શ્રી તીર્થંકર ભગવાન આદિનો યોગ થઈ જાય અને એ તારકની વાણીનું શ્રવણ કરવાનો યોગ પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ એ જીવને મોક્ષની ઇચ્છા થાય જ નહિ. મોક્ષને પામવામાં એક પુદ્ગલપરાવર્ત્તથી ઓછો કાળ બાકી હોય, તો જ મોક્ષની ઇચ્છા થવા માટેનો એ જીવનો કાળ પાક્યો છે’-એમ કહી શકાય. આથી તો ચરમાવર્ત્ત કાળને જ જિનવાણીના પ્રયોગનો કાળ કહ્યો છે. ચરમાવર્ત્તમાં આવેલો જીવ જ જિનવાણીને ઝીલી શકે છે. ચરમાવર્ત્તમાં આવેલાને જિનવાણીને ઝીલવામાં કાળ ૨૨ - ધર્મ કયારે અને કોને અપાય? ર For Personal & Private Use Only હ Page #11 -------------------------------------------------------------------------- ________________ અંતરાયભૂત બને નહિ. તે પછી સમ્યગ્દર્શન ગુણ પ્રગટવા માટે તો અર્ધપુદ્ગલપરાવર્તકાળથી પણ ઓછો સંસારકાળ જોઈએ. જીવનો સંસારકાળ જે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી પણ ઓછો બાકી હોય, તો જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવા માટે તે યોગ્ય કાળ ગણાય. ચરમાવર્તને નહિ પામેલા જીવો માટે તો જિનવાણીનો પ્રયોગ નિષ્ફળ નીવડે, એ અવયંભાવી છે. કેમ કે જીવ ભવ્ય હોય, તો પણ કાળ જ એવો છે કે, એના હૈયામાં જિનવાણી પરિણામ પામી શકે જ નહિ. કોઈ પણ રીતે એનામાં મોક્ષનો અભિલાષ પ્રગટી શકે જ નહિ. જ્યારે શરમાવ કાળ એ એવો કાળ છે કે, એ કાળને પામેલા જીવને જો કે લઘુકર્મીતા આદિનો યોગ થઈ જાય અને જીવ જે પુરુષાર્થ બને, તો એના હૈયામાં જિનવાણી ક્રમે કરીને પરિણામ પામી શકે અને એથી એનામાં મોક્ષનો અભિલાષ પણ પ્રગટી શકે તથા મોક્ષના હેતુથી ધમનિષ્ઠાનોને આચરવાની રચિ પણ એનામાં પ્રગટી શકે ! એટલે આ કાળ એવો છે કે, જિનવાણીને ઝીલવાની આપણે જેટલી મહેનત કરીએ, એટલી લેખે લાગ્યા વિના રહે નહિ. જિનવાણીને ઝીલવાનો પ્રતાપ જિનવાણીને આપણે ઝીલી શકીએ, તો મોક્ષ તો જ્યારે મળશે ત્યારે મળશે, પણ એના પ્રતાપે સંસાર પણ સુકર બની જાય. આજે સંસારના સુખની આશામાં જ રિબાવું પડે છે ને? જિનવાણી ઝિલાય, એટલે સંસારની સુખની તૃષ્ણા ઉપર કાપ પડે. આ સુખ તજવા જેવું લાગે અને મોક્ષસુખ મેળવવા જેવું લાગે. થોડો ઘણો પણ જે કાંઈ ધર્મ થાય, તે સંસારથી છૂટવા માટે અને મોક્ષને મેળવવા માટે થાય. એથી સુખ મળે ઘણું, છતાં આત્માને એ સુખ મૂંઝવે નહિ. જિનવાણી જેના હૈયે વસી, તે દુઃખમાં પણ સુખ અનુભવી શકે અને મળેલું સુખ ભોગવે, તો પણ પાપથી તે બહુ લેપાય નહિ. જેમ કહેવાય છે કે, રાજેશ્વરી નરકેશ્વરી ! રાજ્યમાં નરકે લઈ જવાનો ગુણ ખરો, પણ રાજાના હૈયે જે જિનવાણી વસેલી હોય, તો રાજ્ય ભોગવવા છતાં પણ એ નરકે જાય નહિ અને સદ્ગતિને પામી શકે. નરકે લઈ જાય એવી પણ વસ્તુને ભોગવવા છતાં નરકે જાય નહિ DIPTIBITIIIIIID] B પૂ આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭ u do For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અને સદ્ગતિને પામે, તે શાથી ? રાજ્ય તજવા જેવું જ લાગ્યા કરે, રાજ્ય ભોગવે પણ ન છૂટકે ભોગવે; ઈચ્છા તો મોક્ષસુખની જ હોય અને મોક્ષમાર્ગને સેવવા તરફ વલણ હોય. પાપમાં રહેવા છતાં પણ મન પાપાસક્ત રહ્યું નહિ – એ પ્રતાપ કોનો ? જિનવાણીને ઝીલવાનો એ પ્રતાપ છે. જિનવાણીને ઝીલીએ, એટલે આપણને એમ થાય કે, સંસારનું કોઈ પણ સુખ ઇચ્છવા જેવું નથી, માટે જે કાંઈ ક્રિયા કરવી તે મોક્ષના આશયથી કરવી. મોક્ષના આશયથી ક્રિયા કરવાના યોગે ન માગીએ, તો પણ સંસારનું સુખ મળવાનું છે, તો પછી એની માગણી શું કામ કરવી? માગણી કરીને મેળવીશું, તો રાગ વધી જશે અને તે દુર્ગતિમાં ઘસડી જશે, એમ થાય ને? સંસારનું સુખ માગીને મેળવવામાં ઓછું મળે અને આસક્તિ ઘણી થાય. સંસારના સુખને તજવા જેવું માનીને, ધર્મ જો મોક્ષના આશયથી કર્યો હોય, તો સંસારનું પણ સુખ ઘણું મળે અને તેનો રાગ મૂંઝવે નહિ. ધર્મમાં મોક્ષનો હેતુ આવે, એટલે કર્મસત્તા પણ અનુકૂળ બનવા માંડેઃ શ્રી સિદ્ધિગિરિમાં તો કાંકરે કાંકરે અનંત આત્માઓ શ્રી સિદ્ધપદને પામેલા છે. આવા મહિમાવંતા ગિરિવરની યાત્રાએ આવ્યા, માટે આપણે જિનવાણીને ઝીલવા માટે પાત્રરૂપ કાળમાં આવેલા છીએ, એમ માનીને ચાલવું જ રહ્યું. નક્કી કરવું કે ભગવાનનું દર્શન આદિ જે કાંઈ હું કરું છે. તે મોક્ષ માટે કરે છે ! સંસારનો મને રાગ છે, પણ એ રાગ મને ગમતો નથી, તેથી મારા એ રાગને તોડવા માટે હું દર્શનાદિ કરું છું. આ રીતે દર્શનાદિ કરો, તો એ મોક્ષ આપનાર તો થાય, પણ મોક્ષ આપનાર ન થાય, ત્યાં સુધી પણ તે આપણને સંસારમાં સારી રીતે રાખવા * બંધાએલ છે. રાજ્યના મહેમાનને પોલીસ સાચવે કે નહિ ? એને કેમ અનુકૂળતા રહે, તેની પોલીસ જ ચિંતા કરે ને ? રાજ્યની પોલીસ જ્યાં બીજાને પેસવા ન દે, ત્યાં રાજ્યના મહેમાનને આદરથી લઈ જાય. એ રીતે આપણે મોક્ષ માટે ભગવાનનું દર્શન આદિ કરનારા થયા, એટલે B ૨૨-ધર્મ કયારે અને કોને અપાય? શું ( ૫ છે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના બની ગયા. પછી તો કર્મસત્તા પણ આપણને સુખ આપવા અને ખરાબ સ્થિતિમાં નહિ રાખવા બંધાએલી છે. “સંસારનું સુખ તજવા જેવું જ છે, એક મોક્ષસુખ જ મેળવવા જેવું છે અને હું જે કાંઈ કરું તે મોક્ષસુખને મેળવવા માટે જ કરું-આટલી પણ જિનવાણી જો ઝિલાઈ જાય, તો પણ સંસારમાં બાદશાહની માફક જીવવાનું થઈ જાય. તો પછી અનાદિ કાળથી જે કર્મસત્તા ગોદા માર્યા કરે છે, તે આપણી સંભાળ રાખતી થઈ જાય. સભાઃ સમકિત પામ્યા પહેલાં આવો ભાવ કેમ આવે? ' સમક્તિ પામ્યા પહેલાં આવા તો ઘણા ભાવો આવી શકે છે. સમકિત તો ઘણા પુરુષાર્થે આવે. મોક્ષનો આશય એટલે મોક્ષના આશયથી ધમક્રિયા કરવાની વૃત્તિ ! એ વૃત્તિ સમકિત પહેલાં આવી શકે અને એ દ્વારા પણ સમકિત માટે જરૂરી ક્ષયોપશમાદિને સાધી શકાય. જિનશાસનની મોક્ષ માટે ઉપદેશાએલી ક્રિયાઓ કરનારમાં વ્યવહાર સમકિત માનેલું છે. અનેક નયોમાં નૈગમ નામનો પણ એક નય છે. નૈગમ નય એ એક એવા પ્રકારનો નય છે કે, એ નય થોડી પણ જિનશાસનને અનુસરતી ક્રિયાને દેખે, એટલે નય એમ કહે કે એનામાં પણ સમકિત છે. સભા એવા સમકિતીનો સંસાર અર્ધ પુદ્ગલપરાવર્તથીય ઓછો ખરો કે નહિ? ચોથા ગુણસ્થાનકને પામેલા જીવના જ સંસારને અધ પુદ્ગલપરાવથી ઓછો સંસાર કહી શકાય. એ માટે તો દર્શનમોહનીયના ક્ષયોપશમાદિની આવશ્યકતા ગણાય. આપણી વાત તો એ છે કે, આપણને એમ નિશ્ચિત થઈ જવું જોઈએ કે ભગવાને મોક્ષ માટે ધર્મ કહ્યો છે અને હું જે જિનદર્શનાદિ થોડી પણ ક્રિયા કરું છું, તે મોક્ષ માટે કરું છું પછી કોઈ પૂછે કે “શ્રીસિદ્ધગિરિએ કેમ આવ્યા છો?” તો કહેવાય કે “આ એવી પુણ્યભૂમિ છે કે, અહીં કાંકરે કાંકરે અનંત સિદ્ધો થયા છે, એટલે અહીં આવવાથી મારી પણ મોક્ષની ભાવના સતેજ બને અને મોક્ષમાર્ગની આરાધના મારાથી સારી રીતે થાય, એ માટે હું અહીં આવ્યો છું.” આ રામચસરિસૃતિગ્રંથમાળા -૮૭ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આવી ઇચ્છાપૂર્વક જે જીવ ધર્મક્રિયા કરવા માંડ્યો, તે જીવી ધર્મક્રિયા થોડી પણ કરી શકે, છતાં કર્મસત્તા તેની સંભાળ રાખવા માંડે. કર્મસત્તા અને સુખ આપે, પણ મોક્ષનો અભિલાષ એ કામ કરે છે, એને એમાં મૂંઝાવા દે નહિ. મોક્ષના હેતુથી ધર્મ કરનારને જે સુખ મળે, તે સુખ બીજાઓના કરતાં ભોગવટામાં સારું હોય, પણ મૂંઝવીને ભયંકર પાપ બંધાવનારું ન હોય. મોક્ષની ઈચ્છાપૂર્વક કરેલા નાના પણ ધર્મથી જે સુખ મળે, તે બીજી ઇચ્છાથી મોટો પણ ધર્મ કરો, તોય ના મળે. ઉપરાંત એ સુખ ધર્મને ભુલાવી ન દે, પણ ધર્મ કરવાની અનુકૂળતા કરી આપે, એ વળી મોટો લાભ ! ચરમાવર્તિમાં આવવા માત્રથી શું વળે? જેમ શ્રી તીર્થકર ભગવાનને સંસારના સુખની કાંઈ જ પડી હોતી નથી, છતાં તેમાં જરા પણ ખામી રહેતી નથી. ઋદ્ધિ-સિદ્ધિની એમને ઇચ્છા કે ચિંતા નહિ, પણ ઋદ્ધિ-સિદ્ધિનો પાર નહિ ! કુટુંબાદિ અને સેવકજનો આદિ સર્વે અનુકૂળ હોય. એમને ઈદ્રાદિ નમે તે જોઈએ છે એમ નહિ, પણ ઈદ્રાદિ એમને નમ્યા વિના રહે નહિ. જગતમાં જે માણસ બહુમાનનીય બની જાય છે, તેનું વચન આય થઈ જાય છે. માણસને જગતમાં બહુમાનનીય બનાવનાર પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ સારું બાંધેલું હોય, તો એની વચનાદેયતાથી ઘણા તરે. પાપવૃત્તિ સાથે એ પુણ્યકર્મ બાંધેલું હોય તો એ પણ ડૂબે ને એ એને મળેલી શક્તિથી અનેકોને ડુબાવે. સંસારના સુખના લોભિયાઓને સારું પુણ્યકર્મ બંધાય નહિ. સુંદર કોટિનું પુણ્ય તો સંસારથી ઉદ્વિગ્ન અને મોક્ષના અર્થી માટે જ અનામત હોય છે. મોક્ષના આશયથી ધર્મ કરશો, તો સુખ જોઈશે તે મળી રહેશે, - તકલીફ નડશે નહિ, પાપોદયે તકલીફ આવશે, તો પણ તે તકલીફમાંય સમાધિ જશે નહિ અને સુખ ભોગવવાના કાળમાં પણ રાગ મૂંઝવશે. નહિ. આવો ધર્મ કરવાનો આપણો અનુકૂળ કાળ આવી લાગ્યો છે, કેમ કે આપણે અહીં આવી ગયા છીએ. સભા ગમે તેમ અવિધિથી ધર્મ કરે તો પણ ફળ મળે? મોક્ષનો આશય આવ્યો અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું મન થયું, MI[[[[["૭ B ૨૨-ઘર્મ કયારે અને કોને અપાય? છે For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ એટલે પછી ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની વૃત્તિ આવ્યા વિના નહિ રહે. પછી તો ક્રિયામાં જે અવિધિ આદિ થતું હશે, તે એને જ દેખાવા માંડશે અને ખટકવા માંડશે, કેમ કે જીવ ખપી થયો ખરો ને? ખપી બનેલો જીવ પોતાનો આશય કેવા પ્રકારે ફળે તેમ છે' એ શોધવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ. વિધિબહુમાન હોય, તો અવિધિ બહુ નુકસાન કરી શકે નહિ, માટે હમણાં અવિધિ આદિની બહુ ચિંતાનો અવકાશ નથી. એક વાર આશયશુદ્ધિ કરી લો, પછી કામ ઘણું સહેલું બની જશે. મોક્ષનો આશય પેદા થઈ શકે, એવો આ કાળ છે અને મોક્ષનો આશય પેદા કર્યા વિના આમાનું કાંઈ જ વાસ્તવિક રૂપમાં સફળ થઈ શકે તેમ નથી. મોક્ષનો આશય ચરમાવર્ત સિવાય બીજે થતો નથી. અભવી ને દુર્ભવી, શ્રી તીર્થકર ભગવાનના યોગને પામવા છતાં પણ સુધરી શકતા નથી; પણ એમાં એ બિચારા કરે પણ શું? મોક્ષના આશયને પામવા માટે તે જીવો તદ્દન અયોગ્ય છે, કારણ કે ચરમાવર્ત કાળમાં જ મોક્ષનો આશય પેદા થઈ શકે છે. આપણે ધારીએ, તો આપણે એ આશયને જરૂર પેદા કરી શકીએ. એ માટે જ આપણે એ વિચાર કરવા માંડ્યો છે કે, પુણ્ય તમને સંસારની સામગ્રી પણ આપી છે અને ધર્મની સામગ્રી પણ આપી છે, પણ એ બેમાંથી તમને કઈ સામગ્રી મળ્યાનો આનંદ છે? આ બે પ્રકારની સામગ્રીમાંથી કઈ સામગ્રી તરફ તમારું ખેંચાણ છે ? કઈ સામગ્રી માટે, કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનું મન થાય છે ? ધર્મસામગ્રીને સફળ કરવામાં સંસારસુખની સામગ્રીને ઉપયોગી બનાવવી છે કે સંસારસુખની સામગ્રીના રક્ષણ, ભોગવટા આદિ માટે ધર્મસામગ્રીનો ઉપયોગ કરવાનું મન છે? આવા આવા પ્રશ્નો તમને વિચાર કરનારા બનાવવા માટે મૂક્યા છે. બન્ને પ્રકારની સામગ્રી તો મળી, પણ એમાં ખુમારી કઈ સામગ્રીની પ્રાપ્તિની? એમ થાય છે કે, હું તે ગામનો છું કે, જ્યાં એક, બે કે વધુ શ્રી જિનમંદિરો છે, ઉપાશ્રયો છે, સાધુ-સાધ્વીઓનું આવાગમન ચાલુ છે. અને સાધર્મિકોનો સહવાસ છે? અથવા મારો દેશ તે છે કે, જ્યાં ઘણાં તીર્થો આવેલાં છે, એમ થાય છે ? ચરમાવર્ત એ ધર્મપ્રાપ્તિનો કાળ ખરો, અધ્યાત્મની પ્રાપ્તિ ચરમાવમાં જ થઈ શકે, પરંપરાએ મોક્ષનું આ રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭ INTERESTITUTTISTIT For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કારણ બની શકે, એવી વ્યક્રિયાઓ પણ માત્ર ચરમાવર્તમાં જ સંભવે, પણ ચરમાવમાં આવવા માત્રથી કાંઈ વળે નહિ. નાલાયકાતનો પણ સાચો ખ્યાલ જોઈએ એ વાત નક્કી કે, શરમાવર્તને પામ્યા પહેલાં મોક્ષનો આશય ન આવે, તેમાં કાળની પ્રતિકૂળતા એ મહત્ત્વનું કારણ છે, પણ શરમાવ તો આત્માના પુરુષાર્થનો કાળ છે. અધ્યાત્મને આશ્રયીને પુરુષાર્થ કરવાનું મન થાય, તો તે ચરમાવર્ત કાળમાં જ થાય. આવા કાળને પામવા છતાં પણ અને આવા કાળમાં ઉત્તમ સામગ્રીનો યોગ થવા છતાં પણ, આપણે જે જિનવાણીને ઝીલી શકીએ નહિ, તો શું કહેવાય? સભા મોટી નાલાયકાત. ખરેખર આ કાળમાં અને આવી ઉત્તમ સામગ્રીના યોગમાં પણ “સંસાર તજવા જેવો છે એમ લાગે નહિ અને મોક્ષનો આશય પ્રગટે નહિ, તો આપણામાં હજી ઘણી નાલાયકાત છે, એમ તમને લાગવું જ જોઈએ. હજી પણ આપણી નાલાયકાત જીવતી ને જાગતી છે, એનું જો તમને ભાન થાય, તો એનો ઉપાય ઝટ થાય. જેને હું નાલાયક છું એમ લાગે, તે પોતાની નાલાયકતાને કાઢવાની અને લાયકાતને મેળવવાની કોશિષ કરે નહિ ? પણ તમે તમારા અંતઃકરણમાં તમને પોતાને નાલાયક માનો છો ખરા? આપણે જેવા છીએ, તેવા આપણને માનતા નથી, આપણને આપણી નાલાયકાતનું ખરેખરું ભાન નથી, એનાથી પણ ઘણી મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. માણસ જ્યારે સાચા દિલથી પોતાને નાલાયક માને છે, ત્યારે એનાથી પોતાની નાલાયકાત ખમી જતી નથી. એ નાલાયકાતથી એ મુક્ત ન બની શકે એ બને, પણ એને પોતાની નાલાયકાત ખટક્યા વિના, દુઃખ ઉપજાવ્યા વિના રહે નહિ. આજના કેટલાક ધમ ગણાતાઓમાં પણ ગર્વઘમંડ હોવાનું જણાઈ આવે છે. થોડી ઘણી ક્રિયા કરે, તેમાં પણ ખાસ ભલીવાર જેવું તો હોય નહિ, છતાં મૂખઈભરી ખુમારી એવી કે, આયબુદ્ધિ અને વિધિ બહુમાનની વાતને એ લોકો પ્રેમથી સાંભળી શકે પણ નહિ. એવાને જો પૂછીએ કે B ૨૨- ઘર્મ ક્યારે અને કોને અપાય? funny For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તું જે આ ક્રિયાઓ કરે છે, તે તારા હૈયામાં એમ ઊગી ગયું છે કે, સંસાર ખોટો છે, સંસારનું સુખ તજવા જેવું છે અને સંસારથી છૂટવું છે, માટે આ ક્રિયાઓ કરું છું ?' તો પ્રાયઃ લોચા વાળવા માંડે. અનુકૂળતા ન હોય ને માત્ર એક જ સામાયિક કરતો હોય, પણ સંસારથી છૂટવાનો અને મોક્ષને સાધવાનો આશય હૈયે હોય, તો એ એક સામાયિકથી પણ ઘણો મોટો લાભ થઈ જાય. આ વાતને જો એ સમજે અને આ આશયને હૈયે રાખીને એ ક્રિયા કરવા માંડે, તો સમ્યગ્દર્શનાદિ એનાથી આઘાં રહી શકે નહિ. એ વિના તો ક્રિયામાં અવિધિ આદિ ઘણા દોષો આવે, છતાં એને ટાળવાનું મન થાય નહિ અને વિપરીત આશય તો એવું પણ પરિણામ લાવે કે, જેના યોગે સંસાર ઘટવો જોઈએ, તેના જ યોગે સંસાર વધી જાય, એવી જ રીતે નાલાયકાત હોય, પણ એનો જો સાચો ખ્યાલ આવી જાય, તો લાયકાત મેળવવાનું મન થાય. એને થયા જ કરે કે “હું કેટલો બધો નાલાયક છું કે, જેથી આવી સુંદર સામગ્રીનો યોગ થવા છતાં પણ મને હજી ‘સંસારનું સુખ તજવા જેવું છે' એમ લાગતું નથી અને મારે મોક્ષ જ મેળવવો છે' એવો ભાવ મારામાં પેદા થતો નથી ? સભા : નાલાયક છીએ એમ કહે, પણ તે પણ બેવડા લાયક છીએ, એવું ઠસાવવા માટે કહે. દંભથી બોલે, એ તો વળી વધારે ડૂબે. આ કંઈ દંભથી બોલવાની વાત નથી, પણ હૈયા સાથે નિર્ણય કરવા જેવી વાત છે. એકાંતમાં બેઠો હોય, ત્યારે પણ એ એમ વિચારે કે, મારો એવો તે કેવો પાપોદય છે કે, અનંતજ્ઞાનીઓ સંસારને ભયંકર કહે છે, છતાં પણ મને આ સંસાર ભયંકર લાગતો નથી ? બીજા આગળ તો એ ક્યારે કહે ? અચાનક ઉદ્ગાર નીકળી જાય અથવા તો કહેવાની ફરજ પડે, ત્યારે કહે. બાકી દેવ પાસે જાય. ત્યાં પણ એ દેવના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને પોતાની નાલાયકતાને રડે અને ગુરુ પાસે પણ પોતાની નાલાયકાત કેવી છે, તે અવસરે ખુલ્લી કરે. પોતાની નાલાયકાતને માટે જે દેવ-ગુરુની પાસે કે એકાંતમાં રડતો નથી અને ચાર પાસે પડે છે, તે તો દંભમાં જાય. આ તો આપણે આપણી પોતાની અંતર્દશાને પિછાણતા બની ૧૦ : પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જઈએ, એ માટેની વાત છે. આવા સંયોગો મળવા છતાં પણ મોક્ષનો આશય જે પ્રગટે નહિ, તો પોતાને એમ થઈ જાય કે હું કેટલો બધો નાલાયક છું કે, જેથી આવા સુંદર યોગમાં પણ મારામાં મોક્ષનો આશય પ્રગટતો નથી?” શ્રી જૈનશાસનમાં મોક્ષની વાત ન હોય, તો બીજું હોય પણ શું? એક મોક્ષનો આશય આવી જાય, તો આ ધર્મક્રિયાઓમાં તો અજબ તાકાત છે. મોક્ષનો અભિલાષ પ્રગટ્યા પછી સંસારની ક્રિયા પણ તીવ્ર ભાવે થઈ શકતી નથી, એટલે પાપ ઓછું બંધાય છે અને થોડી પણ જે ધર્મક્રિયા થાય છે, તે મોટો લાભ આપનારી થાય છે. મોક્ષનો આશય આવતાં કર્મ અનુકૂળ બનવા માંડે છે. રાજ્ય જે પોલીસ બજારમાં ગોઠવી છે, તે ભયંકર કોને માટે ? બદમાશોને માટે ! બાકી સજ્જનાદિને તો તે રસ્તો કરી આપવા માટે ને? આજની પોલીસ શું કરે છે, તે તરફ ન જોતા, પણ રાજ્ય પોલીસ રાખી છે શા માટે? સારા અને સીધા માણસોની અનુકૂળતા માટે ને ? તેમ મોક્ષનો આશય આવ્યો, એટલે આપણે માટે કર્મ સારું બની જાય. આવી ઉત્તમ ક્રિયાઓ તો મળી ગઈ છે અને એમાં મોક્ષનો આશય આવી જાય, પછી કમી થી રહે? માત્ર ભાવના જ ફેરવવાની જરૂર છે ને? કેવી ભાવના ફેરવવી જોઈએ? સંસારનું સુખ જોઈતું નથી અને મોક્ષ જોઈએ છે. આપણે માટે તો આ રીતે ભાવના ફેરવવી એ ઘણું સહેલું કામ છે, કેમ કે આપણા ભગવાન કોણ ? સંસારનું સુખ ઘણું હતું, છતાં તેને તજી દેનારા, મોક્ષને સાધનારા અને મોક્ષમાર્ગને પ્રવતવનારા ! ગુરુ પણ સંસારના ત્યાગી અને મોક્ષમાર્ગની જ આરાધનામાં રત રહેનારા. જેના હૈયામાં મોક્ષનો આશય પ્રગટ્યો હોય, તે ઘરે જાય કે પેઢીએ જાય, તો પણ આ વાતને એ ભૂલી શકે નહિ. આ ધર્મ મોક્ષ માટે જ છે, આ વિચાર જેને નથી આવ્યો. તેને કયા કારણસર આ વિચાર નથી આવ્યો? આપણે ત્યાં તો મોક્ષ શબ્દ રોજ વારંવાર લગભગ બધી ક્રિયાઓમાં અને બધા પરમેષ્ઠીઓના વર્ણનમાં આવે છે. છેવટ કાંઈ નહિ, તો બાર મહિને કલ્પસૂત્ર તો સાંભળો છો ને ? તેમાંય સાંભળ્યું હશે ને કે, ( ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય? ૧૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ તીર્થંકર નામકર્મ સૌને મોક્ષમાર્ગના રસિક બનાવી દેવાની ભાવના દ્વારા ઉપાર્યું અને એ ભાવનાથી નિકાચિત કરેલા પુણ્યને વશ થઈને જ મોક્ષમાર્ગ રૂપ આ શાસનની એ તારકોએ સ્થાપના કરી? આટલું સાંભળવા-જાણવા મળ્યું હોય, તેમ છતાં પણ જો મોક્ષની ઈચ્છા ન થઈ હોય, તો તે નવાઈની જ વાત ગણાય ને? સભા : સંસ્કાર જ નથી પામ્યા. શ્રાવક કુળના સંસ્કારો તો સારામાં સારા હોવા જોઈએ. એ. . સંસ્કારોને જો તમે ઝીલ્યા હોત, તો પણ મોક્ષ ન ભુલાત. આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રમાં ચોવીસ ભગવાન થયા ને ? એ ક્યાં ગયા? મોક્ષે ! શું સ્થાપીને મોક્ષે ગયા? મોક્ષમાર્ગને સ્થાપીને ! આપણે ત્યાં તો મોક્ષની વાત ડગલે ને પગલે આવે. આપણે જેમને ભગવાન માનીએ છીએ, તે લીલા કરે નહિ, મોક્ષે ગયા છે, ત્યાંથી એ પાછા આવે નહિ, એમને સંસાર હોય નહિ, હવે એ કદી પણ દેહને ધારણ કરે નહિ. આમ આપણે ત્યાં તો દેવનું પણ બધું સ્વરૂપ એટલું ચોખ્યું છે કે, આ ભગવાનને માનનારને મોક્ષની ઈચ્છા થયા વિના રહે નહિં. આપણે જાણીએ છીએ ને કે, આપણા ચોવીસેય ભગવંતોએ દીક્ષા લીધેલી? દીક્ષા લેતાં પહેલાં એ બધી વાતે સુખી હતા કે કોઈ વાતે દુઃખી હતા? દીક્ષા લીધેલી, તે સુખને તજીને લીધેલી કે દુઃખથી ભાગી છૂટવા લીધેલી ? બધાય શ્રી તીર્થંકરદેવો, બધી જ વાતે સુખી જ હતા. એક પણ શ્રી તીર્થંકરદેવ, એક પણ વાતે દુઃખી નહોતા. તીર્થકરોનાં જીવન જુઓ તો પણ ખ્યાલ આવી જાય એવો છે કે, શ્રી તીર્થંકર ભગવાન બધી જ રીતે ઊંચા હોય અને દાનાદિ બધાય પ્રકારના ધર્મને આરાધીને મોક્ષે ગયેલા હોય. એ તારકી દીક્ષા લેતાં પહેલાં દાન કેટલું કરે? એક વર્ષ સુધી રોજ નિયમિત દાન કરે, અને તેય “માગો માગો' એમ કહીને દાન કરે. લક્ષ્મી રાખવી સારી નહિ, તજવી જ સારી, એમ એ તારકોએ દાનથી પણ લોકના હૈયામાં પેસાડી દીધું. સારા માણસોના હૈયામાં એ ભાવના પેદા કરી દીધી કે, લક્ષ્મી સારી હોત, રાખવા જેવી જ હોત, તો આવા મહાપુરુષ જેમ કાંકરા ઉડાડે, તેમ લક્ષ્મીને ઉડાડત ખરા ? B ૧૨ છે. પૂ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા -૮૭ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તમે જેમ ચોવીસેય ભગવંતોનાં નામ જાણો છો, તેમ એ તારકોએ કેવું દાન આપ્યું. તે પછી કેવી રીતે સંસારનો ત્યાગ કરી દીધો, તે પછી કષાયોથી સર્વથા રહિત બનીને કેવલજ્ઞાન ઉપાર્જવા કેવાં કેવાં કષ્ટોને, ઉપસર્ગોને અને પરિષહોને પ્રસન્ન હૃદયે સહ્યાં, એમ કેવલજ્ઞાન ઉપાર્જીને એ તારકોએ મોક્ષમાર્ગની સ્થાપના કરી ને જગતના જીવોને એક માત્ર મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપવા માંડ્યો અને આયુષ્યને અંતે એ તારકો મોક્ષને પામ્યા, આ બધું પણ જાણો છો કે નહિ ? આવું જાણનારને મોક્ષની વાતમાં નવાઈ શાની લાગે ? એને તો એમ જ થાય કે, શ્રીજૈનશાસનમાં મોક્ષ સિવાયનું કોઈ લક્ષ્ય જ હોઈ શકે નહિ. ભગવાનના થઈ જાવ, તો સુખમાં પણ સુખી ને દુઃખમાં પણ સુખીઃ આપણા સંયોગોમાં આપણને મોક્ષની ઇચ્છા થવી, એ ઘણું જ સહેલું અને સ્વાભાવિક છે ને ? મોક્ષની ઇચ્છા થઈ જાય અને એ લક્ષ્યથી, નાની પણ ધર્મક્રિયા કરવાની અભિલાષા પ્રગટે, એટલે સંસારમાં પણ બધું અનુકૂળ બનવા માંડે. આવા સંયોગો મળવા છતાં પણ જો મોક્ષનો આશય પ્રગટે નહિ, તો અધિક કાળ બાકી છે કે પછી કર્મ બહુ ભારે છે, એ તો જ્ઞાની કહી શકે, મારાં કર્મ બહુ ભારે છે, એટલો વિચાર આવે અને એ ખટકે, તો પણ કર્મને ભેદવાનો પ્રયાસ કરવાનું મન થાય આ આશય ન આવ્યો, તો બધી હોશિયારી એળે જવાની. ખરાબ માણસ જેમ અધિક હોશિયાર થાય, તેમ અધિક ખરાબ થાય. આપણે આપણા કલ્યાણ માટે જે કાંઈ ધર્મ ચાલે છે, તે ઔદયિક ભાવનો ચાલે છે કે ક્ષયોપશમ ભાવનો ચાલે છે, તેની શોધ કરવી જોઈએ. પૌગલિક અભિલાષાથી થતો ધર્મ, તે ઔદયિક ભાવે થતો ધર્મ છે. પોદ્ગલિક અભિલાષાથી ધર્મ ન થાય, પણ મોક્ષની અભિલાષાથી ધર્મ થાય, એ જાણવા છતાંય જો પૌદ્ગલિક અભિલાષાના આગ્રહથી ધર્મ થાય, તો ધર્મ કરતી વેળાએ પણ પાપનો બંધ જોરદાર થાય. એના પરિણામે સુખ થોડું મળે અને દુઃખ ઘણું મળે. સુખના કાળમાં પણ અસમાધિ રહ્યા જ કરે, એટલે તે વખતે પણ પાપ ઘણું B ૨૨-ઘર્મ ક્યારે અને કોને અપાય? uminum ૧૩ છે. K For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ બંધાય. એને બદલે ભગવાનના થઈ જાવને ? ભગવાનના થઈ જાવ, એટલે સુખમાં પણ સુખી અને દુઃખમાં પણ સુખી ! તમે ઇચ્છો નહિ છતાં સુખ તમારી પાછળ ભમ્યા કરે અને જે દુઃખ આવે તે પણ જવા માટે આવે. પકડનારી પોલીસ ચાકરી કરવા મંડી પડે, એ કોને ગમે નહિ ? તેમ તમારે જો તમારા કર્મની પાસે ચાકરી કરાવવી હોય, તો એને માટે આ જ ઉપાય છે. નાલાયકને ધર્મ નહિ દેવામાં પણ ઉપકાર : ધર્મ જેને તેને અપાય નિહ. લાયકાત જોઈને જ ધર્મ દેવાનું વિધાન છે. જેને ધર્મ આપવો હોય, તેને ઘૂંટી સુધી જઈને ઓળખવો પડે, એટલે કે જાણવું પડે કે “આને બીજું છોડવાનું અને આ લેવાનું મન થયું છે, તેનું કારણ શું ?" બનતી દરેક રીતે ખાતરી કરી લેવી પડે કે, આના હૈયામાં કેવો ભાવ પેદા થયો છે કે, જેથી એ સંસારથી વિમુખ બનાવીને ધર્મસન્મુખ બનાવનારી ક્રિયાઓ કરવા તત્પર થયો છે ? ધર્મને લેવા આવેલો કોણ છે, ક્યાંનો છે, આ જાણ્યા પછી એને પુછાય કે ‘શા માટે ધર્મ જોઈએ છે ?' જો એ એમ કહે કે મને આ સંસારમાં ભટકવું ગમતું નથી, મારે સંસારથી નિસ્તાર પામવો છે, માટે હું આ ધર્મ કરવા આવ્યો છું' તો એ લાયક ગણાય. એ પછી એણે કહેલી વાત સાચી છે કે નહિ, એની પણ પરીક્ષા કરાય. પણ એ જો એમ જ કહે કે ‘આ ધર્મ કરવાથી ભોગસુખ, માનપાનાદિ સારાં મળે છે, માટે ધર્મ કરવા આવ્યો છું' તો એ લાયક ગણાય નહિ. એને લાયક બનાવવાનો પ્રયત્ન થાય. એને સમજાવાય કે આ ધર્મ જ તેને માટે છે કે, જેને સંસારથી છૂટવું હોય.' મુગ્ધ જીવોને માર્ગે ચડાવવા માટે બાળકને પતાસું આપીને પણ પાઠશાળાએ જતો કરાય છે, તેમ પણ ગીતાર્થે ધર્માચરણને માર્ગે દોરે, કેમ કે મુગ્ધને વિપરીત હેતુનો આગ્રહ હોતો નથી. સમજના અભાવે જ તે જીવો પૌદ્ગલિક આશય રાખે છે, પણ પૌદ્ગલિક આશયનો તેમને આગ્રહ હોતો નથી. જેને પૌદ્ગલિક આશયનો આગ્રહ હોય, તે તો આ ધર્મને માટે નાલાયક જ છે. ધર્મની આરાધનામાં આશયની શુદ્ધિ પણ જોઈએ અને વ્રતપાલનની દઢતા પણ જોઈએ. આ ધર્મની આરાધનાથી જેમ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા – ૮૭ ૧૪ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ લાભ થાય છે, તેમ આ ધર્મની વિરાધનાથી નુકસાન પણ અસાધારણ થાય છે. ધર્મનો સ્વીકાર નહિ ક૨વામાં જે નુકસાન છે, તેથી કેટલાય ગણું નુકસાન ધર્મનો સ્વીકાર કરીને ધર્મની વિરાધના કરવામાં છે. દર્દી દવા ન ખાય, એમાં દર્દીને નુકસાન જરૂર છે, દવા લે અને ચરી પાળે નહિ, કુપથ્થો સેવવા માંડે, તો જે દવા દર્દોનો નાશ કરવા સમર્થ હતી, તે જ દવા દર્દને ખૂબ ખૂબ વધારી મૂકે,-એવા રૂપે પરિણમે. ધર્મના સાચા દાતાઓ દયાળુ હોય છે. કોઈને પણ નુકસાન થઈ જાય નહિ અને થાય તો લાભ જ થાય. એવી એ તારકોની મનોવૃત્તિ હોય છે. આથી લાયકને ધર્મ દે,-એમાં જેમ સ્વ-પરનો ઉપકાર છે, તેમ નાલાયકને ધર્મ નહિ દેતાં લાયકાત કેળવવાનું કહે, એમાં પણ સ્વ-પરનો ઉપકાર જ છે. ‘ચરી નિહ પાળે તો એ મરશે, એમાં મારે શું ? હું તો દવા સારી આપું અને પથ્યાપથ્ય કહી છૂટું’-આવું દયાળુ વૈદ્ય ક્યારે પણ ન કહે. દયાળુ વૈદ્ય કુપથ્યનો અણગમો ન જુએ અને દર્દી કુપથ્ય જ સેવવાનો છે એમ લાગે, તો દવા ન આપે, કેમ કે બને તો દર્દીને સાજો ક૨વો છે, પણ દવા આપીને એને વહેલો મારવો નથી. તેમ જેને સંસાર માટે નહિ પણ મોક્ષ માટે જ ધર્મ કરવાની ઇચ્છા હોય ને જેનામાં ‘ભવિષ્યમાં પણ વિષયાભિલાષાદિથી પીડાઈને ધર્મ છોડાય, તો પણ તેમાં હરકત જેવું નથી'-આવો ભાવ ન હોય, એને જ ભગવાને બતાવેલા આ ઔષધનું સેવન મોક્ષરૂપ આરોગ્યને આપનારું નીવડે છે. કુશળ ધર્મદાતા પણ છેતરાય એ બને ઃ વિનયરત્નનો પ્રસંગ : ધર્મનો અર્થી મુગ્ધ હોય તે ચાલે, પણ ધર્મનો દાતા મુગ્ધ બને, એ ચાલે નહિ. યોગ્યાયોગ્યતા જુએ નહિ અને ઊંધું ઘાલીને ધર્મ જેને-તેને દઈ દે, પછી કહે કે “આપણે તો ધર્મ જ દીધો છે ને ?” આવું ધર્મદાતા તરીકેની જવાબદારી સમજનારથી બોલાય નહિ. માટે તો ગીતાર્થને જ ધર્મદાનનો અધિકાર છે. ધર્મદાતા ચાલે ત્યાં સુધી નાલાયકને ધર્મ દે નહિ, બનતી પરીક્ષા કરીને લાયક જણાય, તો જ ધર્મ દે અને મુગ્ધને ધર્મ દે તો પણ વિચારે કે ‘આનામાં સમજ નથી, બાકી વિપરીત ભાવનો આને આગ્રહ નથી' અને એને પણ સમજુ બનાવીને આશયશુદ્ધિ પમાડવાનું લક્ષ્ય રાખે. ૨૨ - ધર્મ ચારે અને કોને અપાય ? For Personal & Private Use Only ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મદાતાને માથે ધર્મને લેવા આવેલાની લાયકાત તપાસવાની જવાબદારી ન હોત, તો પેલા વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાને ‘એવા દુષ્ટને મેં ક્યાં દીક્ષા દઈ દીધી ? મેં જ ભૂલ કરી' એવો જે પશ્ચાત્તાપ કર્યો, તે કરત નહિ. વિનયરત્નના આચરણથી એ મહાપુરુષ એની નાલાયકતાને જાણી શક્યા નથી. વિનયરત્ન જે રીતે દીક્ષિત બનવા આવ્યો હતો, તેમાં ગમે તેવા પરીક્ષકની પણ ભૂલ થઈ જાય એવું હતું, કેવળ છેતરપિંડી કરીને પોતાનું ધાર્યું કામ કાઢવા માટે જ આવ્યો હોય, તે બાહોશ હોય, તો ભલભલા બાહોશ ધર્મદાતાને પણ છેતરી જાય, એમાં નવાઈ નથી. વાતચીત ને વર્તાવ વગેરે એવું હોય કે; છદ્મસ્થ ધર્મદાતા માત્ર છેતરાઈ જ જાય એમ નહિ, પણ એવા છેતરાઈ જાય કે, બીજા સારા મુનિઓ કરતાં પણ એ દુષ્ટ હૃદયનો મુનિ વધારે સારો લાગે. આવાઓની બનતી પરીક્ષા કરી હોય, છતાં છેતરાઈ જવાયું હોય એ બને અને જ્યારે એનું ભયંકર પરિણામ આવે, ત્યારે ગુરુને ખ્યાલ આવે અને પશ્ચાત્તાપ થાય. પરીક્ષા કરવા છતાં પણ દુઃખ થાય, કેમ કે પરીક્ષા કરવાનો જે હેતુ હતો, તે તો સર્યો નહિ ને ? અજ્ઞાનવશ પણ એટલી ભૂલ થઈ ને ? મહાપુરુષોને પોતાની એવી ભૂલ માટે પણ ખૂબ ખૂબ લાગી આવ્યા વિના રહે નહિ. વિનયરત્ન જ્યારે રાજાનું ખૂન કરીને ભાગી ગયો, તે પછી એ વાતનો ખ્યાલ આવતાંની સાથે જ વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાનને એવું જ લાગી આવ્યું છે કે ‘આવા ક્રૂર સ્વભાવના નાલાયક આત્માને મેં ક્યાં દીક્ષિત બનાવી દીધો ?' એ આચાર્યભગવાને પોતે બેદરકારીથી કે જાણી જોઈને એને દીક્ષિત બનાવ્યો ન હતો, તેમ છતાં પણ એ મહાપુરુષને બહુ લાગી આવ્યું. વિનયરત્નના પ્રસંગમાં બન્યું છે એવું કે, પ્રસંગવશાત્ રાજા ઉદાયી પ્રત્યે એના હૈયામાં તીવ્ર પ્રકારનો દ્વેષભાવ પ્રગટવા પામ્યો હતો. એ મૂળ તો રાજકુમાર હતો. એનું રાજ્ય યુદ્ધમાં રાજા ઉદાયીના કબજામાં આવ્યું હતું. આથી તે પોતાની રાજ્યભૂમિ તજીને અન્ય કોઈ રાજાની સેવામાં જઈ રહ્યો હતો. જે રાજાની સેવામાં જઈને એ રાજકુમાર રહ્યો હતો, તે રાજાને પણ રાજા ઉદાયીની સાથે અણબનાવ હતો. આ તકનો લાભ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭ ૧૬ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ લઈને એ રાજકુમારે અવસરે પોતાના સ્વામીને કહ્યું કે, આપના શત્રુ ઉદાયી રાજાનો નાશ હું કરી આપું. પેલા રાજાએ પણ એ કામના બદલામાં એની માગણી મુજબ રાજ્યનો ભાગ આપવાનું કબૂલ કર્યું. રાજકુમારને રાજ્ય તો જોઈતું જ હતું, પણ રાજા ઉદાયીની સાથે લડીને એ રાજ્ય મેળવી શકે, એવું એનામાં સામર્થ્ય નહોતું. રાજા ઉદાયી મહાપ્રતાપી હતા અને જીવતા હોય ત્યાં સુધી શત્રુ રાજાઓનું કાંઈ વળે તેમ નહોતું. એ રાજકુમાર જરૂરી વેષપલટો કરીને રાજા ઉદાયીની રાજધાનીમાં આવ્યો. એને તો માત્ર રાજા ઉદાયીનું ખૂન કરવું હતું, એટલે એ માટેની તક એ શોધવા લાગ્યો. એણે જોયું કે રાજમહેલની બહાર તો રાજાનું ખૂન કરી શકાય તેમ છે જ નહિ અને જાપ્તો એવો છે કે, રાજમહેલમાં તે પ્રવેશ કરી શકે તેમ નથી. આથી એ રાજકુમારે શોધવા માંડ્યું કે, આ રાજમહેલમાં નિઃશંક પ્રવેશ કોનો છે? રાજા ઉદાયીના રાજમહેલમાં કોઈ પણ પ્રકારની રોક-ટોક સિવાય માત્ર જૈન સાધુઓ જઈ શકતા. એ સિવાયના તો તે જ જઈ શકતા કે, જેમને પરવાનગી હોય. આથી એ રાજકુમારે જૈન સાધુ બનવાનો નિર્ણય કર્યો, કારણ કે એણે એ બાતમી પણ મેળવી હતી કે, જૈન મુનિઓનું જ રાજાની પાસે એકાંતમાં અસ્મલિત ગમનાગમન થઈ શકે છે. આવો માણસ જ્યારે રાજાનું ખૂન કરવાના ઇરાદાથી જૈન મુનિપણાને સ્વીકારવા તૈયાર થઈ જાય, ત્યારે એ કેટલી પૂર્વતૈયારી કરી લે? પોતાના હૈયામાં ભારે ભવવિરાગ ઉત્પન્ન થયો છે, એવું સામાને જણાવવામાં એ કચાશ રાખે ખરો ? સંસારથી અત્યન્ત ઉદ્વિગ્ન બન્યો હોય અને મોક્ષ સિવાય પોતાને કશાનો ખપ જ ન હોય, એવા ભાવને પ્રદર્શિત કરતો તે રાજકુમાર આચાર્યભગવંત પાસે આવ્યો. રાજકુમારે જેમ બનાવટી ભાવ દર્શાવ્યો, તેમ આચાર્યદિવને નામ-ઠામ પણ બનાવટી દર્શાવ્યાં, પણ એ બધું એટલી બધી હોશિયારીથી કર્યું કે, મહાગીતાર્થ એવા આચાર્યભગવંત પણ એની બનાવટ વિષે કલ્પના સરખી પણ કરી શક્યા નહિ અને એથી બહુ લાયક સમજીને એને દીક્ષા દઈ દીધી. આ રાજકુમારને દીક્ષા દેનારા આચાર્યભગવંત પ્રભુશાસનના મર્મના જ્ઞાતા હતા અને પ્રભુશાસનને થતી હાનિ અટકાવવા માટે અવસરે જાન B ૨૨- ધર્મ ક્યારે અને કોને અપાય with છે ૧૭ થી Ex. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ દઈ દે એવા હતા, એમ આપણે તેઓશ્રીએ છેલ્લે કરેલી વિચારણા અને આચરણા ઉપરથી પણ કલ્પી શકીએ એવું છે. આવા આચાર્યભગવંત વગર પરીક્ષાએ દીક્ષા દઈ દે જ નહિ, પણ કપટકુશળ આત્માઓ એવા પણ મહાત્માઓને છેતરી જાય. એ શક્ય છે. મંત્રીશ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા, પણ વેશ્યાથી છેતરાઈ ગયા ને ? વેશ્યા વેશ્યાના વેષમાં હોત, તો અભયકુમાર છેતરાત નહિ, પણ એણે પરમ શ્રાવિકાનો પાઠ ભજવીને અભયકુમારને છેતર્યા. વેશ્યાનું વર્તન પરમશ્રાવિકા જેવું જોઈને પોતાના હૈયામાં રહેલા ધર્મભાવનાના યોગે જ અભયકુમાર એવી જાળમાં ફસાઈ ગયા અને એક અબળા અભયકુમારને બંધાવીને શત્રુ રાજાની પાસે લઈ જઈ શકી. ધર્મના ભાવમાં આવું બને, એ આશ્ચર્યજનક નથી. ધર્મ ગમે તેટલો ચકોર હોય, પણ ધર્મના ઓઠે એ છેતરાઈ જાય, એ બનવાજોગ છે. અને એમાં ધર્મની નાનમ નથી, પણ એમાં તો ધર્મીની મહત્તા છે. આવી રીતે છેતરાઈ જવાય, એમાં ધર્મીની કાળજીની ઊણપ ગણાય. નહિ. એમ આચાર્યભગવંત પણ પેલા રાજકુમારની ધર્મના અર્થપણાની બનાવટમાં આવી ગયા. એ રાજકુમારે દિક્ષા તો લીધી, પણ એણે લીધેલ વ્રતોનું પાલન કરવાની કેટલી બધી કાળજી રાખી છે, તે જાણો છો ? સર્વ ક્રિયાઓમાં અપ્રમાદ અને સર્વત્ર વિનયભાવ તો જાણે એના બાપનો જ હતો. વિપાલનમાં એને આટલો ચોક્કસ બનાવવામાં અન્ય મુનિઓની આચારપરાયણતાનો પણ ફાળો તો ખરો જ. મુનિમંડળમાં આવતાં એની ઉપર એવી છાપ પડેલી જ કે “અહીં આ રીતે જ વર્તાય અને આમ વર્તીએ, તો જ સૌના પ્રીતિપાત્ર બનાય તેમ જ કોઈ કદી પણ આપણા તરફ શંકાની નજરથી જુએ નહિ !' મુનિઓએ અને શ્રાવકોએ આ વાત વિચારવા જેવી છે. તમારા મંડળમાં નવો કોઈ આવી જાય, તો તેની ઉપર તમારા આચાર-વિચારની આવી છાપ પડે ને ? આવનારને એમ લાગે ને કે, અહીં સૌ પોતપોતાના લીધેલા વ્રતના પાલનની કાળજીવાળા છે અને અહીં તેઓનો જ વધુ ને વધુ આદર થાય છે કે, જેઓ લીધેલાં વ્રતનું પાલન કરવા છે ૧૮ તા આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૮૦ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ માટે ઉત્સાહિત રહેતા હોય છે ! તમે તમારા આચાર વિચારથી સામાના . વ્રતપાલનનો ઉત્સાહ વધારનારા જ બનો છો ને ? પેલો રાજકુમાર તો દીક્ષિત બનીને પોતાનાં વ્રતોનું સારી રીતે નિરતિચાર પાલન કરવામાં જાણે એકતાન બની ગયો. બીજી તરફ તેણે ગુરુમહારાજ અને અન્ય મુનિઓની પણ એવા પ્રકારે આરાધના કરવા માંડી કે, મુનિઓ આ રાજકુમાર માટે, બનાવટી શ્રમણને માટે “આ જ સાધુશ્રેષ્ઠ છે' એમ માનવા લાગ્યા. એના વિનયાચારથી એ વિનયરત્ન' તરીકે ઓળખાવા લાગ્યો. સૌ એના વિનયાદિની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત ઉપરથી જરા કલ્પના તો કરો કે, એ વિનયરત્ન કેવા પ્રકારે વ્રતપાલન અને વિનયાચરણ કરતો હશે ? એનું આ બધું આચરણ કેવળ ઉદયભાવનું નાટક હતું, કોરો દંભ હતો, પણ આવું વિનયાચરણ અને તપાલન જો ક્ષયોપશમ ભાવના યોગે જ હોય, તો આનું કેવું સુંદર પરિણામ આવે? આવા વ્રતપાલન અને વિનયાચરણથી કર્મો તો ભાગાભાગ કરી મૂકે, પરંતુ એના કમનસીબે આ વ્રતપાલનાદિ ઉદયભાવનું નાટક હતું, એટલે કર્મો ભાગાભાગ કરવાને બદલે, ખૂબ ખૂબ બંધાતાં હતાં. વ્રતપાલનાદિથી કર્મોથી અળગો થવાને બદલે એ બંધાતો જતો હર્તા. ક્રિયા કેટલી ઉત્તમ છે ? જો આશયશુદ્ધિનો યોગ હોય, તો ક્રિયા એવી છે કે, અતિ કઠિન કર્મોની પણ તાકાત નથી કે, ટકી શકે. આવી ઉત્તમ ક્રિયા પણ એક પાપમય આશયના કારણે જ ફલવતી બની શકી નહિ અને ભારે પાપકર્મોથી લેપાવનારી નીવડી ! આથી આપણે પ્રભુશાસનની નાનામાં નાની ક્રિયા પણ વિપરીત ભાવથી રહિતપણે અને કેવળ ભવનિસ્તારના હેતુથી જ કરવી જોઈએ, એમ લાગે છે ને ?' - પેલા વિનયરત્નને ભવનિસ્તારનો ખપ નહોતો, પણ આપણને તો ભવનિસ્તારનો જ ખપ છે ને ? ખરાબ આશયથી કષાયના યોગમાં પડેલો પણ એ રાજકુમાર જો આ લોકના એક હેતુને સિદ્ધ કરવા માટે આટલી બધી કાળજી રાખે, તો આપણે તો ભવપરંપરાને ટાળવી છે, અનેક ભવોમાં સંચિત કરેલાં કર્મોની નિર્જરા કરવી છે અને મોક્ષ મેળવવો છે, માટે આપણે વ્રતપાલનાદિમાં કેટલી બધી કાળજી રાખવી ક B ૨૨-ધર્મ કયારે અને કોને અપાય? છે ૧૯ છે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જોઈએ ? આપણા આશયમાં ખામી છે કે આપણી ક્રિયા કરવામાં ખામી છે કે પછી બેયમાં ઠેકાણું નથી ? પેલા રાજકુમારને જેવું કષાયના ઉદયનું જોર હતું, તેવું જો આપણે ક્ષયોપશમ ભાવનું જોર પ્રગટાવીએ, તો કામ થઈ જાય ને ? બનાવટી શ્રમણ એવા એ રાજકુમારે આ પ્રમાણેનું આચરણ બાર બાર વર્ષો સુધી કર્યું. એમાં એક પણ દિવસ બોલવા ચાલવામાં પણ એણે આ શ્રમણપણાના પાલન પાછળ મોક્ષનો આશય નથી અને અન્ય કોઈ આશય છે, એવું જણાવા દીધું નહિ. દરેક વાતમાં અને દરેક વર્તનમાં એણે એટલો બધો શાંતભાવ રાખ્યો કે, ખુદ આચાર્યભગવંતને પણ લાગ્યું કે ‘આ આત્મામાં શમ પરિણમ્યો છે.' આવી અસર થયેલી હોવાથી જ આચાર્યભગવંતથી સહસાત્કારે ભૂલ થઈ જવા પામી. રાજા ઉદાયી અષ્ટમી અને ચતુર્દશીના દિવસે રાત્રિપૌષધ કરતા હતા. રાજા પૌષધ પણ પોતાના મહેલમાં જ કરતા હતા અને એથી સ્વ-પરનો ઉપકાર સાધવાના માર્ગને જાણનારા તથા સ્વ-પરનો ઉપકાર સાધવામાં પરાયણ આચાર્યભગવંત પણ ધર્મકથાના હેતુથી એ દિવસે રાજમહેલમાં જઈને ત્યાં જ રાજાની સાથે રાત્રિ પસાર કરતા હતા. એ મુજબ કોઈ એક પતિથિના દિવસે સાંજના સમયે આચાર્યભગવંત રાજમહેલમાં જવા માટે તૈયાર થયા અને સંભ્રમથી તેઓએ પેલા માયાવી શ્રમણને સાથે લીધો. માયાવી શ્રમણ રૂપે રહેલા રાજકુમારને તક મળી ગઈ. આટલી બધી મહેનત આજે લેખે લાગશે, એમ એને લાગ્યું. રાત્રિ માટે આવશ્યક ઉપકરણો એણે લઈ લીધાં, બાર બાર વર્ષોથી ઓઘામાં છુપાવીને સાચવી રાખેલી છરી પણ એણે સંભાળી લીધી અને ભક્તિરૂપ નાટક કરતો તે રાજકુમાર મુનિ આચાર્યભગવંતની સાથે ચાલ્યો. રાજમહેલમાં ગયા બાદ લાંબા સમય સુધી ધર્મક્રિયાઓ અને ધર્મકથાઓ ચાલી, ધર્મકથા કરીને આચાર્યભગવંત તથા પૌષધમાં રહેલ રાજા ઉદાયી પણ સંથારા ઉપર સૂઈ ગયા. શાસનના એ બન્ને મહાપુરુષો સૂઈ ગયા અને નિદ્રાધીન બની ગયા. માયાવી શ્રમણ રાજકુમાર સંથારામાં સૂતો સૂતો ઊંઘી ગયાનો ઢોંગ કરતો હતો, પણ ૨૦ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૮૭ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઊંધ્યો નહોતો. જ્યારે એને બરાબર ખાતરી થઈ ગઈ કે, આચાર્યભગવંત અને રાજા બનેય નિદ્રાધીન થઈ ગયા છે, એટલે એ ઊડ્યો, પોતાના ઓઘામાં કેટલાંય વર્ષોથી સાચવી રાખેલી છરી એણે બહાર કાઢી અને જરા પણ અરેરાટી વિના, જરા પણ ખચકાયા વિના પૂરતી ઝડપથી એણે રાજાનું ગળું કાપી નાખ્યું ! પછી પેલો માયાવી શ્રમણ રાજકુમાર ત્યાં જરા વાર પણ થોભ્યો નહિ. અંડિલ જવાના બહાને તે બહાર નીકળ્યો અને ભાગી છૂટ્યો. આ પછી બન્યું એવું કે, રાજાના શરીરમાંથી વહેતું વહેતું લોહી આચાર્યભગવંતના સંથારા નીચે આવ્યું. લોહીથી સંથારો ભીંજાઈ ગયો અને એની અસરથી આચાર્યભગવંત જાગી ગયા. એઓશ્રીએ તપાસ કરી, તો રાજાનું ગળું કપાએલું જોયું. પાસે છરી પડેલી જોઈ અને પેલા માયાવી શ્રમણનો સંથારો ખાલી જોયો. એ બધું જોઈને શું બનવા પામ્યું છે, તેની કલ્પના તેઓએ કરી લીધી. એમના હૈયાએ કારમો આંચકો અનુભવ્યો. એમને લાગ્યું કે “મારી જ ભૂલથી અકલ્પનીય એવું આ અતિ ભયંકર કૃત્ય બની ગયું !' આચાર્યભગવંતને ઘણો પશ્ચાત્તાપ થયો કે “આવા પાપીને દીક્ષિત કરવાની અને અહીં લાવવાની ભૂલ મારાથી કેમ થઈ ગઈ?” પછી પોતે - પરિણામનો વિચાર કરવા લાગ્યા. બની ગયું, તે બની ગયું, એ હવે અન્યથા થવાનું નહોતું ! પણ હવે વધુ નુકસાન ન થાય, એ તો જોવું જોઈએ ને ? એથી આચાર્યભગવંતે નિર્ણય કર્યો કે ભગવાનના શાસન ઉપર આવી પડવાની સંભાવનાવાળી મહાઆફતનું જો નિવારણ કરવું હોય, તો મારે મારા હાથે જ મારું ખૂન પણ કરી નાખવું જોઈએ. એમ થાય, તો જ એવી વાયકા ફેલાય કે, કોઈ દુષ્ટ જૈન ધર્મ પ્રત્યેના દ્વેષથી રાજાનું અને આચાર્યનું ખૂન કરી નાખ્યું !” આવો નિર્ણય કરી લઈને એ મહાપુરુષે તરત જ પાસે પડેલી છરીથી પોતાના ગળાને પણ જરાય અચકાયા વિના છેદી નાખ્યું ! ઠોઠ નિશાળિયા જેવા તો નથી ને? આપણી વાત તો એ હતી કે, ધર્મ જેને તેને અપાય નહિ. ધર્મનો અર્થી બનીને આવેલો, ભવનિતારનો અર્થી બનીને ધર્મનો અર્થી બન્યો B ૨૨- ઘર્મ કયારે અને કોને અપાય? ક For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ છે કે નહિ તે જોવું જોઈએ. પરીક્ષા કરવા છતાં પણ છવસ્થપણા આદિને કારણે ભૂલ થઈ જાય એ બને, પણ ધર્મ એ એવી કીમતી દવા છે કે, એ ગમે તેને દઈ દેવાય નહિ. જૈનશાસનની સ્થાપના જ મોક્ષ માટે છે. જૈનશાસનનો જેને થોડો પણ પરિચય થાય, તેને એમ જ લાગે કે, અહીં બધું મોક્ષના હેતુથી જ વર્ણવાયેલું છું. સૌ સંસારથી છૂટે અને મોક્ષને પામે, એ ભાવના આ શાસનના મૂળમાં છે. જે સંસ્કારી કુળમાં આવા જૈનશાસનની છાયા હોય, એવા કુળમાં આવેલાને મોક્ષની વાતમાં નવાઈ લાગે જ નહિ. આપણને શું લાગે છે? સંસાર તજવા જેવો છે અને મોક્ષ જ મેળવવા જેવો છે, એ વાતમાં શંકા ખરી ? મોક્ષનો આશય આવી જાય, તો ફાયદો કેટલો ? મોક્ષના આશયથી કરેલી ધર્મક્રિયાઓથી નિર્જરા સધાય અને પુણ્યબંધ થાય તો તે ઉચ્ચ પ્રકારનો થાય. એ પુણ્યના ઉદયથી સુખ મળે ઘણું, ભોગવી શકાય ઘણી સારી રીતે અને તેમ છતાં પણ તમારામાં ખરાબ ભાવને પેદા કરે નહિ. ‘અમે નાલાયક છીએ” એમ કહીને તમે છૂટી જાઓ, એનો કાંઈ અર્થ નથી. અંતઃકરણમાં નાલાયકતાનો ખ્યાલ પેદા થવો જોઈએ. સાચો ખ્યાલ આવે, એટલે ખટકો પેદા થયા વિના રહે નહિ. આપણને સાચે જ આપણી નાલાયકતાનો ખ્યાલ આવી જાય, તો આપણે એને કાઢવાનો બનતો પ્રયત્ન કર્યા વિના રહીએ નહિ. જેમ વિદ્યાનો અર્થી હોય, પણ બુદ્ધિ ઓછી હોય, તો એવો વિદ્યાર્થી દરેક વસ્તુને સમજવા માટે વધારે ને વધારે પરિશ્રમ કરે છે અને નઠોર વિદ્યાર્થી માસ્તર ભણાવે ત્યારે ધ્યાન આપે નહિ, માસ્તર જે કહે તેને સમજવાનો પ્રયત્ન કરે નહિ, ઘેર લેસન કરે નહિ અને તેમ છતાં પણ માસ્તરને અયોગ્ય કહી દે. માસ્તર એને શિખામણ આપે કે શિક્ષા કરે, તો એ માસ્તરની ખબર લઈ નાખવાની ધમકી પણ આપે. તમે તમારી નાલાયકતાને સમજીને, લાયકાત મેળવવાનો પ્રયત્ન કરો એવા છો કે ઠોઠ નિશાળિયા જેવા છો? ઠોઠ નિશાળિયા કાંઈ બધે ઠોઠ હોતા નથી. રમત-ગમતમાં, તોફાનમાં, ઝાડ ઉપર ચઢવા વગેરેમાં એવોઓનો નંબર પ્રાયઃ પહેલો હોય છે અને ભણવામાં મીંડું હોય છે, તેમ તમે પણ બીજે બધે ૨૨ જ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૮૭ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ હોશિયાર અને અહીં જ મીંડું એવું તો નથી ને? તમે ખાતરી રાખો કે, મોક્ષના હેતુથી મોક્ષ સાધક ધર્મને યથાવિધિ સેવવાનો પ્રયત્ન કરનારને, સંસારનું સુખ નહિ મળે એમ નહિ, મોક્ષ નહિ થાય ત્યાં સુધી એને સુખ મળવાનું જ, પણ વાત એ છે કે, એ સુખ પ્રત્યે એવો અણગમો પેદા થવો જોઈએ કે, સંસારનું સુખ જોઈએ જ નહિ, એમ થયા કરે અને મોક્ષનું સુખ જ જોઈએ, એમ થયા કરે. એટલે સંસારના સુખ માટે ધર્મ કરવાની વૃત્તિને કાઢવી જોઈએ. મોટા પાસે તો મહેરબાની જ મગાયઃ મોટા માણસને સલામ ભરીને એની સેવા કરીને “મારે અમુક જોઈએ એમ ન કહેવાય, પણ એ પૂછે, ત્યારે પણ એની મહેરબાની મગાય. મહેરબાનીમાં બધું આવી જાય અને માગણી કરવામાં તો અમુક ચોક્કસ વસ્તુ જ આવે ને ? મોટો માણસ ખુશ થઈ જાય અને તમે માગણી કરવા માંડો, તો પરિણામ શું આવે? સભા : કાંઈ આપે નહિ. કદાચ આપી તો દે, સજ્જન એકદમ ના ન પાડે, પણ માગણી કરનાર મહેરબાની તો ગુમાવી બેસે. જ્યારે પૂછે ત્યારે મહેરબાની માગનારની તો અવસરે એ ખબર લેવા જાય અને માગનારો ફરીથી સામે પગલે માગવા આવે, તો પણ આ કહેશે કે, માગણ આવ્યો. બારણાં બંધ કરી દે ! તેમ ધર્મની પાસે પણ તમે કાંઈ માંગો જ નહિ અને ધર્મ કર્યા કરો, તો ધર્મ તમારી ખબર લીધા વિના રહેશે નહિ અને ધર્મ તમારાથી આઘો પણ જશે નહિ. જ્ઞાનીઓએ મોક્ષના હેતુથી ધર્મ કરનારને આશ્વાસન બહુ આપ્યું છે. જ્ઞાનીઓ કહે છે કે, ભવનિસ્તારને લક્ષ્યમાં રાખીને નિરાશસભાવે જે ધર્મ કરે, તેને સુખ ઘણું મળે અને - જ્યારે એ સુખ મળે, ત્યારે એને એ સુખની મમતા એવી હોય નહિ કે, જેથી દુષ્કર્મ બંધાય. સુખ મળે ને મૂંઝવે નહિ. દ ૨૨-ધર્મ કયારે અને કોને અપાય? કે હું % ૨૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સન્માર્ગ પ્રકાશનની અવનવી યોજનાઓ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ઉપકારોની પાવન સ્મૃતિમાં... વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના શુભાશિષ પામીને સન્માર્ગ પ્રકાશને શ્રુત ભક્તિના વિશેષ કાર્યક્રમનું આયોજન વિચાર્યું છે. * પ્રાચીન ધર્મશાસ્ત્રોનું ઉત્તમ ટકાઉ કાગળો તથા તાડપત્રો ઉપર આલેખન કરાવવું. પ્રાચીન પ્રકાશિત-અપ્રકાશિત ધર્મશાસ્ત્રોનું શુદ્ધીકરણ કરી તેનું પ્રકાશન કરવું. * ઉત્તમ તત્વજ્ઞાન દ્વારા શ્રદ્ધાબળને પુષ્ટ કરનાર, જાગૃતિ લાવી ધાર્મિક ભાવના વધારનાર અને જીવનોપયોગી માર્ગદર્શક ઉત્તમ સાહિત્યનું પ્રકાશન કરવું. : સન્માર્ગ પ્રકાશનમાં સહભાગી બનવાની અવનવી યોજનાઓ : (૧) આધારસ્તંભ : સન્માર્ગ પ્રકાશનના આધારસ્તંભ બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોમાં દાતાનું નામ અગ્રિમતાના ધોરણે મુકાશે અને તેમને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની પાંચ નકલો ભેટ અપાશે. (૨) સહયોગી : સન્માર્ગ પ્રકાશનના સહયોગી બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોમાં દાતાનું નામ આધારસ્તંભ પછીના ક્રમમાં મુકાશે અને તેમને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની બે નકલો ભેટ અપાશે. (૩) ગ્રંથમાળા યોજના સહકાર ઃ રૂપિયા ૧૫,૧૧૧ (પંદર હજાર એકસો અગિયાર રૂપિયા) આપનાર દાતા તરફથી પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજીનાં પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાઓ પૈકી કોઈપણ એક પુસ્તિકાનું પ્રકાશન થશે અને તે પુસ્તિકામાં સંસ્થા તેમના નામોલ્લેખપૂર્વક તેમનો આભાર માનશે. વધુમાં સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ તથા પ્રસ્તુત પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં પ્રવચનોની ૧૦૮ પુસ્તિકાના ત્રણ સેટ ભેટ અપાશે. (૪) આજીવન સભ્ય : રૂ. ૨૫૦૧ (પચ્ચીસો એક રૂપિયા) આપીને સંસ્થાના કાયમી સભ્ય બનનારને સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ પુસ્તકોની એક એક નકલ ઘર બેઠાં જ પ્રાપ્ત થશે... (૫) પંચવર્ષીય સભ્ય : રૂ. ૧૦૦૧ (એક હજાર એક રૂપિયા) આપીને પંચવર્ષીય સભ્ય બનનારને સભ્ય બને ત્યારથી સંસ્થા તરફથી પ્રકાશિત થનાર તમામ ગુજરાતી પુસ્તકોની એક એક નકલ ઘર બેઠાં જ પ્રાપ્ત થશે. (૬) અમારા તરફથી પ્રકાશિત થયેલ નાના-મોટા કોઈ પણ પુસ્તકની આપને પ્રભાવના વગેરે માટે હજાર કે તેથી વધારે નકલોની આવશ્યકતા હશે તો આપના ત૨ફથી ઑર્ડર મળતાં તરત જ અમે છાપી આપીશું. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ # માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે. - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. * પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં ૨૦૪૮ અષાઢ વદ ૧૩+૧૪ તા. ૨૮-૭-૯૨ને અનુલક્ષીને બે આવૃત્તિમાં પ્રકાશિત થયેલ એકવીસ પુસ્તકો. ૧. સુખની ચાવી ૧૨. સિદ્ધિસાધક સાધના ૨. ઇષ્ટપ્રાપ્તિના ઉપાયો ૧૩. બ્રહ્મચર્ય ૧૪. મમતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૧૬, અરિહંત થનારા આત્માઓ * પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા ૩. સંતોષ એટલે શું ? ૪. યુવાનીની સફળતા ૫. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને ૬. માનવનું કર્તવ્ય ૭. માનવજીવનની સાર્થકતા ૮. જીવનમાં ધર્મની જરૂર ૯. ધર્મનું રહસ્ય ૧૦. સફળતાનો માર્ગ ૧૧. જૈન ધર્મની આછેરી ઝલક . દ્વિતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૪૯ અષાઢ વદ-૧૪ તા. ૧૮-૭-૯૭ના રવિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૧. જીવ અને જગત ૨. પ્રગતિનાં મંડાણ ૩. વિશ્વધર્મ ૪. ભાવના એક રસાયણ ૫. ચાંપો વાણિયો ૬. પાત્ર સુવર્ણનું પાન સુરાનું ૭. સુખ અને સુખનો માર્ગ ૮. સાચું સુખ ક્યાં ? ૯. સંસાર અસાર છે. ૧૦. મહાત્મા ઇલાતીપુત્ર ૧૧. એકમાત્ર શરણ શ્રી ઘના સાર્થવાહ અને શ્રી નયસાર ૧૭. રાજર્ષિ કુમારપાળ ૧૮. અણુમાંથી મેરૂ (શ્રી શાલિભદ્ર) ૧૯. મેરૂમાંથી અણુ (શ્રી ઝાંઝરિયા મુનિવર) ૨૦. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧ ૨૧. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૨ ૧૨. મૃત્યુ બને મંગળ ૧૩. અઢાર સદાચાર ૧૪. રોહગુપ્ત અને સિદ્ધસેન ૧૫. જૈનધર્મ એટલે સો ટચનું સોનું ૧૬. સ્યાદ્વાદ ૧૭. જૈનશાસન એક અરીસો ૧૮. આત્મા અને મોક્ષ ૧૯. રાજા વસુ ૨૦. જયવંતી જિનાજ્ઞા ૨૧. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન ૨૨. વિનય, માતા-પિતાનો કિંમત : કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦ પહેલા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ બીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ પુરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૬૨૫-૦૦ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સન્માર્ગ પ્રકાશન આયોજિત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા * માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે. - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. વતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૦ અષાઢ વદ-૧૪ તા. ૬-૮-૯૪ને શનિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૪. આત્મસેવા ૫૫. ગુરુવચનનો મહિમા ૪૫. કામના અને સિદ્ધિ ૫૬. તેર આંતરશત્રુઓ ૪૬. પ્રગતિની દિશા ૫૭. વિધિમાર્ગની સ્થાપના ૪૭. ઉન્નતિના ઉપાયો ૫૮. બીજાનું કરી છૂટો! ૪૮. લોકપ્રિયતા ૫૯. વાણીનો વપરાશ ૪૯. શેઠ સુદર્શન ૬૦. દુઃખમાંદીનનબનો!સુખમાં લીનનબનો! ૫૦. સદાચાર ૬૧. આવક-જાવકના સાચા-ખોટ માર્ગો ૫૧. ઉદારતા ૬૨. સાત વ્યસન ૫૨. લોકાપવાદ ૬૩. માંસઃ આહાર કે સંહાર ૫૩. દશ દેખાતે દુર્લભ માનવજન્મ ૬૪. જિનપૂજા અને તેનું ફળ ૫૪. સાચો ઝવેરી ૬૫. શ્રેષ્ઠીપુત્ર સુજાત ચતુર્થ વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૧ અષાઢ વદ-૧૪ તા. ૨૬-૯૫ને બુધવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૬. સાધ્ય અને સાધન ૭૭. મુક્તિનું ધ્યેય સાચું શ્રેય ૬૭. ધર્મમાં ભાવની અનિવાર્યતા ૭૮. રત્નત્રયીરૂપ તીર્થ ૬૮. શ્રદ્ધાદીપ ૭૯. સૌને ગમતા સુખનું મૂળ ૬૯. ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા ૮૦. સાચો શિષ્ય “અગર્ષિ ૨૦. સાધર્મિક વાત્સલ્ય ૮૧. શ્વેતાંબર અને દીગંબર વચ્ચેનો તફાવત ૭૧. જૈનત્વની સફળતાનો પાયો ૮૨. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવબળી? ૭૨. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ ૮૩. તારનાર પણ તારે કોને? ૭૩. શ્રમણ જીવનની શ્રેષ્ઠતા ૮૪. સાદ અંતરનો નાદ મુક્તિનો ૭૪. જૈન દીક્ષા માટે સ્વજનોની ૮૫. ચિંતા અને આત્મચિંતા સંમતિ આવશ્યક ખરી? ૮૬. ઘર્મરક્ષા ૭૫. જૈન દીક્ષા અંગે પત્રકારોનું વલણ ૮૭. ઘર્મ કયારે અને કોને અપાય? ૭૬. જગતનું જવાહીર જૈનાચાર્ય | કિંમતઃ કોઈપણ એક પુસ્તક રૂ. ૭૦૦ ત્રીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦. ચોથા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ . પૂરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૨૫-૦૦ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ 87 Ustelo પૂજય આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા For Personal & Private Use Only