________________
૧૦૦ ]
દેવકી શકાય તેવી છે. પરંતુ દુષ્ટ અધ્યવસાયથી પૂજા કરનારા હૈય છે, તેથી શુભ અધ્યવસાયથી પૂજા કરનારા કેઈ હોતા નથી, એમ માની લેવાનું નથી. બલકે શ્રીજિનપૂજા કરનાર મેટે ભાગે શુભ અધ્યવસાયવાળા જ હોય છે અને જે કઈ દુષ્ટ અધ્યવસાયવાળા હોય છે, તેને પણ નિરંતર શ્રીજિનપૂજા કરવાથી સુધરવાને વેગ પ્રાપ્ત થાય છે. ભાવશુદ્ધિ પૂર્વક શ્રીજિનપૂજન થાય, એ માટે જરૂરી જ્ઞાન તથા સમજ આપવા, શાસ્ત્રકાર તથા સશુરૂઓ નિરંતર પ્રયાસ કરે છે. આ પુસ્તકમાં પણ તે જ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને લાભ લઈ શ્રીજિનપૂજનમાં પ્રવૃત્ત થનાર આત્માને ઉપરોક્ત સર્વ પ્રકારના લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે.