________________
પહેલા ભાગ
e
આ તારક સાધનાને પામીને ય અનંતા ડૂબ્યા, તે એમ શાથી અન્યું તે શાધવુ જોઇએ ને?
આપણી ચાલુ વાત તા એ હતી કે આપણને જે કાંઇ પણ સારાં સાધના મળ્યાં છે, તેના આપણે મુક્તિની સાધનાને માટે ઉપયેગ કરવાના લક્ષ્યવાળા બની જવું જોઇએ. આત્માની લાયકાત વિના, મુક્તિનાં સાધના પણ મુક્તિને માટે અની શકતાં નથી. મુક્તિનાં સાધના પણ, જેણે તેને મુક્તિને માટે બનાવવાં હોય, તેને જ માટે તે સાધના મુક્તિનાં સાધના ખની શકે છે. મુક્તિનાં સાધનાને પણ જેને સંસારને માટે બનાવવાં હાય, તેને માટે તે સંસારનાં બની શકે છે. મુક્તિનાં સાધનામાં તાકાત અદ્ભુત છે, પણ જે આત્માને મુક્તિના ખપ જ ન હેાય, તેને એ સાધના શે। ઉપકાર કરી શકે ? સાધક અને સાધન-બન્નેના સુયેાગ જોઈ એ. આપણે તે જાણીએ છીએ કે-આ એઘાને અને આ દ્વાદશાંગીને પામીને પણ, અનન્તા આત્માએ ડૂબી ગયા છે. આ એઘો અને આ દ્વાદશાંગી તારનાર છે કે ડૂબાડનાર છે ? આના સ્વભાવ તા તારવાને જ. જીવાને સંસારસાગરને તરી જવાને માટેનું, આ સર્વોત્તમ સાધન છે. આવા તારનારા સાધનને પામેલા પણ ડૂબ્યા, એમ આપણે સાંભળીએ, ત્યારે આપણને એમ થાય તે ખરૂં ને કે—આવાં આવાં સુન્દર સાધનાને પામીને પણ જે તર્યા નહિ અને ડૂબી ગયા, તેઓમાં શી ખામી હતી ? આપણને એટલે તેા વિશ્વાસ છે ને કે-આ સાધના ખામી વિનાનાં છે? આ સાધનામાં આત્માને તારવાનું પૂરેપૂરૂં સામર્થ્ય છે અને આપણે જો તરવું હાય, તે આપણે આ સાધનેાને જ સેવવાં એ