________________
૮૨
ચાર ગતિનાં કારણો હૈયામાં વિધિબહુમાનને ભાવ પણ બરાબર છે ! એટલે, એ પ્રકારે જેઓ આ તારક સાધનાની થેડીક અને તે ય અવિધિની સાથે સેવા કરતા હોય, તેઓ એટલા માત્રથી સંસારમાં રૂલી જાય નહિ! એ જેને તે નિસ્તાર સધાય, કારણ કે વિધિના બહુમાનપૂર્વકની થોડી પણ સારી ક્રિયા, વિકાસમાં અદ્દભુત સહાય કરે છે, એટલે પરિણામે એ જીવને મેક્ષ મળ્યા વિના રહેતું નથી. જીવન ધર્મક્રિયામય બને એવું કરવાનું મનમાં તે ખરું ને ?
આ વાતમાં, તમારે ઘણે બચાવ થઈ જાય છે ને ? તમે ધર્મકિયા ઓછા પ્રમાણમાં કરે છે અને સંસારક્રિયા વધુ પ્રમાણમાં કરે છે, એટલે તમે સંસારમાં રૂલી જવાના -એમ કહેવાય નહિ; અગર તે, તમે જે ધર્મક્રિયા કરે છે તે અવિધિથી કરે છે, એટલે પણ તમે સંસારમાં રૂલી જવાના એમ કહેવાય નહિ; કેમ કે તમે જે ધર્મક્રિયા નથી કરતા, તે ધર્મકિયા તમારે નથી કરવી માટે નથી કરતા–એવું પણ નથી અને જે ધર્મક્રિયા તમે કરે છે, તેમાં જે અવિધિ આચરાય છે, તે અવિધિને આચરવાને માટે તમે આચરતા નથી. તમે જો સર્વ કાળે ધર્મકિયા કરી શકે, તે એથી તમને આનંદ થાય ને? તમારું મન એવું તે ખરું ને કે-આ જીંદગીની એક ક્ષણ પણ જે ધર્મક્રિયાથી રહિતપણે જાય નહિ, તે બહુ સારું? તમે ભલે ધર્મકિયા બહુ ઓછા પ્રમાણમાં કરી શકે છે, પણ જે તમને એવા સંગે સાંપડી જાય કે જીવનમાં ધર્મક્રિયા સિવાયની કેઈકિયા તમારે કરવી જ પડે નહિ, તે તમને એથી બહુ આનંદ થાય ને? કેમ કે-ધર્મક્રિયા થડી