Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 36
________________ સૂત્રો સામાન્ય ઉપયોગથી અને વિશેષ ઉપયોગથી બોલવા અને સાંભળવા એ હજી (હજ) ઘણું સહેલું છે પણ અશુભ વિચારો (પરિણામો) કાઢીને શુભ વિચારોમાં (પરિણામોમાં) સ્થિર થઇને સૂત્રો બોલવા અને સાંભળવા ખુબજ મુશ્કેલ છે. સૂત્રો બોલતા કે સાંભળતા જો અશુભ પરિણામ પેદા થાય તો આપણે પોતે સાંભળી શકીએ એટલા. માટોથી સૂત્રો બોલવાની શરૂઆત કરવી જેથી એ સૂત્રોના શબ્દોનો ગુંજારવ પેદા થયેલા અશુભ વિચારોને અથવા પરિણામોને દૂર કરી શકે. આ રીતે સૂત્રો બોલે તે તચિત્ત લોકોત્તર આવશ્યક કહેવાય છે. (૨) તદમન :- આવશ્યક ક્રિયાના સૂત્રોને વિષે ક્રિયા કરતા કરતા વિશેષ ઉપયોગ રાખીને એટલે કે મનની એકાગ્રતા પ્રાપ્ત કરીને આવશ્યક કરાય તેને તન્મન આવશ્યક કહેવાય છે. આ લોકોત્તર આવશ્યકથી-તચિત્તથી જે પ્રમાણે જીવને સકામ નિર્જરા થાય છે એનાથી વિશેષ સકામ નિર્જરા થાય છે એટલે અશુભ પ્રવૃતિઓનો તીવ્રરસ બંધાયેલો સત્તામાં પડેલો હોય છે તે વિશેષ રીતે મંદ થાય છે એ મંદરસ ઉદયમાં આવે તો જીવને અશુભ પરિણામ લાંબાકાળ સુધી ટકતો નથી તથા બંધાતી અશુભ પ્રવૃતિઓ મંદરસે બંધાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓ તીવ્રરસે બંધાય છે. અને શુભ પ્રકૃતિનો રસ મંદરસે બંધાયેલો હોય તે તીવ્રરસે થતો જાય છે આથી તન્મન થી જે પરિણામ સારા પેદા થયેલા હોય તે લાંબાકાળ સુધી ટકી રહે છે. સારા વિચારો સારી ભાવનાઓ પણ લાંબાકાળ સુધી ટકી રહે છે અને પોતાની શક્તિ મુજબ સારું જીવન જીવવા માટે પ્રયત્ન કરવાનું મન થતું જાય છે અને જીવન જીવતો થાય છે અને તન્મના લોકોત્તર ભાવ આવશ્યક કહેવાય છે. પત્નિ પ્રત્યે જેવો રાગ રાખે તે પ્રમાણે ભગવાનની ભક્તિ કરે અને માતા પિતા પ્રત્યે જેવો રાગ રાખી ભક્તિ કરે તે બન્ને રીતે ભગવાનની ભક્તિ કરે તો મંદિર જવાના ભાવથી ઉપવાસનું ળ મલે. સુખ મેળવવા માટેની બુદ્ધિ પાપરૂપ છે અને પાપ કરાવનારી છે દુર્ગતિમાં લઇ જનારી છે આ લક્ષ્ય અંતરમાં પેદા થાય તો મોક્ષનું લક્ષ્ય એની જાતે પેદા થાય. દુનિયાનું સુખ જીવને સદા માટે ભયભીત રાખે છે એનામાં અભય આપવાની તાકાત નથી જ. (3) તલેશ્યા અથવા તલ્લેશ્યા :- લેશ્યા એટલે આત્માનો પરિણામ. સામાન્ય રીતે લેશ્યા બે પ્રકારની હોય છે. (૧) દ્રવ્ય લેશ્યા, (૨) ભાવ લેશ્યા. એટલે આત્માના પરિણામ. એ આત્માના પરિણામથી જીવો જગતમાં રહેલા વેશ્યાના પુગલોને ગ્રહણ કરીને એ રૂપે પરિણામ પમાડી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે તે દ્રવ્ય લેશ્યા કહેવાય છે. મનુષ્યો અને તિર્યંચોને દ્રવ્યલેશ્યા તેમજ ભાવલેશ્યા સાથે જ હોય છે જેવો પરિણામ જીવને પેદા થાય એવા જ જગતમાં રહેલા દ્રવ્ય લશ્યાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. જેમકે અશુભ પરિણામ પેદા થાય તો જગતમાં રહેલા અશુભ લેશ્યાના પુદ્ગલોને ગ્રહણ કરે છે વેશ્યા જ હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો વેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેશ્યા. એમાંથી પહેલી ત્રણ લેશ્યા અશુભ ગણાય છે. આ દરેક વેશ્યાના અસંખ્યાતા અસંખ્યાતા ભેદો હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાના અસંખ્યાતા અસંખ્યાતા પરિણામ રૂપે ભેદો હોય છે માટે જ્ઞાની ભગવંતોએ દરેક વેશ્યાના જધન્ય મધ્યમ અને ઉત્કૃષ્ણ એમ ત્રણ ભેદો ધેલા છે. છ એ વેશ્યા એકથી છ ગુણસ્થાનકમાં હોય છે તેમાં જ્યાં સુધી જીવો મોક્ષના અભિલાષવાળા ના થાય ત્યાં સુધી અશુભ ત્રણ લેશ્યા મધ્યમ અને તીવ્રરસવાળી હોય છે જ્યારે ચોથા, પાંચમા, છઠ્ઠા Page 36 of 67

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67