Book Title: Cha Avashyakna Rahasyo
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 45
________________ સુખનો રાગ જેટલો ઘટે એટલું તથા ભવ્યત્વ ખીલે. તથા ભવ્યત્વ પરિપાક કરી શકીએ એવી બધી સામગ્રી અનંતી પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલી છે એ સામગ્રીનો યકિંચિત ઉપયોગ કરતા કરતા આરાધના કરી રહેલા છીએ. ભગવાને અનુકુળ પદાર્થોની સામગ્રી છોડી તે શા માટે છોડી ? ગુરૂ ભગવંતો પણ સુખની સામગ્રીને છોડી છોડીને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે એ પણ શા માટે છોડીને નીકળી ગયા ? અને હું એજ દેવ, ગુરૂની આરાધના કરતા કરતા સુખની સામગ્રી છોડવા જેવો હોવા છતાં નથી છોડી શકતો-છોડવા જેવી લાગતી નથી એ શા કારણે ? એમાં કયું કર્મ વિહ્ન રૂપે નડે છે. એ વિપ્નને દૂર કરવા હું શું કરૂ તો મારું એ વિઘ્ન દૂર થાય અને અનુકૂળ સામગ્રી મને છોડવા જેવી જ છે એમ લાગે એવો ભાવ ક્યારે પ્રાપ્ત થાય. આવી વિચારણા કરતા કરતા પોતાના આત્માના રાગાદિ પરિણામોને દૂર કરવા પ્રયત્ન કરતો થાઉં રાગાદિને મંદ પાડતો જાઉં કે જેથી તથા ભવ્યત્વ ખીલવટ પામતું જાય. મારૂં તથાભવ્યત્વ ખીલી રહ્યું છેકે નહિ એ કાઉસ્સગમાં વિચારણા કરતા કરતા એ તથાભવ્યત્વને ખીલવવામાં વિઘ્ન રૂપ જે કર્મો લાગે એને પુરૂષાર્થથી દૂર કરવા પ્રયત્ન કરતો જાઉં એમાં વિઘ્ન રૂપ મોહનીય કર્મ છે એમાં પણ દર્શન મોહનીય કર્મ એમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ અનુકૂળ પદાર્થોમાં સર્વસ્વ સુખની બુદ્ધિ પેદા કરાવીને સંસારમાં અનંતો કાળ દુ:ખી કરી રહેલું છે. આ સમજણ પેદા થતી જાય છે. વર્તમાનમાં પણ અનુકૂળ પદાર્થોની-સુખની સામગ્રો મળી છે એના કરતાં દુ:ખનો અનુભવ કરાવે એવી સામગ્રી વધારે મળેલી છે અને આત્માને દુ:ખનો કાળ વધારે પેદા કરાવતો જાય છે એટલે એ અનુકૂળ પદાર્થની સામગ્રીથી. સુખનો કાળ વધવો જોઇએ એના બદલે દુ:ખનો કાળ વધારે વધતો જાય છે. જ્ઞાની ભગવંતો કહે છેકે અનુકૂળ પદાર્થોને મેળવવાનો પુરૂષાર્થ કરવો એ પણ દુ:ખનો કાળ ગણાય પૈસા માટે પુરૂષાર્થ કરો છો તેમાં પુણ્ય હશે તોજ પૈસો મળવાનો છે અને દુ:ખ પેદા કરાવે છે એટલે દુ:ખનો કાળ વધારે છે જ્યારે ધર્મ માટે પુરૂષાર્થ કરવામાં આવે તો તે કર્મની નિર્જરા કરાવે છે અને ધર્મ મલ્યા વગર રહે નહિ. પાપથી પાછા વાનું મન એનું નામ ધર્મ છે. સંપૂર્ણ પાપથી રહિત થવા માટે મંદિરે જવાનું છે તો જ ધર્મની પ્રાપ્તિ થાય. પાપને પાપરૂપે ન ઓળખવા દેવામાં અનુકૂળ પદાર્થોનો રાગ છે. ગુણોને ગુણો રૂપે જૂએ એને સુખ મેળવવાની ઇચ્છા ન થાય. દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોહરાજાને લપડાક મારવા માટે કરવાની છે. જેટલો અનુકૂળ પદાર્થોનો રાગ વધારે તેટલી મોહરાજાની આપણને લપડાક જોરદાર વાગે છે અને એનાથી અનંતા જન્મ મરણની પરંપરા વધે છે. આ રીતે કાઉસ્સગની વિચારણા કરતા મારું તથાભવ્યત્વ પરિપાક થાય છેકે નહિ એ પણ વિચારણા કરતા જવાની છે અને જ્ઞાનીની આજ્ઞા મુજબ ક્રોધનો ઉપશમ કરતા કરતા ક્ષમા ગુણ કેટલો પેદા થતો જાય છે એ જોતા જવાનું છે અને એ ક્ષમાની સાથે સાથે ઇન્દ્રિયોની સંયમિતતા કેટલી પ્રાપ્ત થાય છે એ પણ જોતા જવાનું છે અને મારો આત્મા સમતાભાવમાં કેટલો સ્થિર રહે છે એની વિચારણા કરતા કરતા પાચે ઇન્દ્રિયોના અનુકુળ વિષયોને વિષે સુખ આપવાની તાકાત નથી જ પણ એકાંતે દુ:ખ આપવાની અને Page 45 of 67

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67