Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 151
________________ ૨૫૪ સમજથી પ્રાપ્ત કાહ્મચર્ય [૬] આત્મા અકર્તા-અભોક્તા ! વિજ્ઞાન દ્રષ્ટિએ વિષયતો ભોક્તા કોણ ? ખાવ-પીઓ, વિષય ભોગવો પણ બધું પ્રમાણ હોવું જોઈએ. નોર્માલિટીથી બધામાં રહો ને ? વિષયો ભોગવવાની ભગવાને ના નથી પાડી. વિષયની જોડે ભગવાનને ઝઘડો નહોતો. ભગવાન પણ ત્રીસ વર્ષ સુધી ઘેર રહેલા. એટલે વિષયનો જ જો ઝઘડો હોય તો તો પહેલેથી છોડી કેમ ના દીધો ? એવું નથી. વિષયને અને આત્માને લાગતું-વળગતું નથી. આત્મા કોઈ દહાડો ય વિષયી થયો નથી અને જો વિષયી થયો હોત તો એનું રૂપાંતર જુદી જ જાતનું થઈ ગયું હોત ! એનાં ગુણધર્મ જ બદલાઈ ગયા હોત ! એ તો પરમાત્મા ને પરમાત્મા જ રહ્યો છે ! આટલી બધી યોનિમાં ગયો, છતાં પોતાનું પરમાત્મપદ છોડ્યું નથી એ ય અજાયબી છે. ને ! પોતાના ગુણધર્મ બદલ્યા નથી, આત્મા અને અનાત્મા કમ્પાઉન્ડ સ્વરૂપે થયું નથી. આત્મા-અનાત્મા, તે બન્ને તેલ અને પાણીની જેમ મિલ્ચર સ્વરૂપે છે. જ્ઞાની પુરુષ એનો એવો રસ્તો કરી આપે કે તેલ તેલ નીકળી જાય અને પાણી પાણી જુદું નીકળી જાય. કારણ કે જ્ઞાનીઓ આત્માને ઓળખે છે માટે કરી શકે. આ તેલ-પાણીમાં તો બે જ વસ્તુઓ છે. જ્યારે આમાં તો આત્મા ને બીજી પાંચ વસ્તુઓ છે. ‘આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને છે.” ત્યારે લોકો કહે છે કે આત્માએ આ કર્યું, આત્માએ તે કર્યું. પણ આત્મા અત્યંત સૂક્ષ્મતમ વસ્તુ છે. વિષયો એકદમ સ્થળ છે. આંખે દેખાય એવાં વિષયો છે, સ્પર્શથી અનુભવમાં આવે એવાં વિષયો છે. હવે વિષયો એ એકદમ સ્થળ છે. નાના છોકરા ય સમજી જાય કે આ વિષયમાં મને આનંદ આવ્યો. તે અલ્યા, ધૂળને ને સૂક્ષ્મતમને મેળ શી રીતે પડે ? એ બેને કોઈ દહાડો ય મેળ પડે જ નહીં અને મેળ પડ્યો જ નથી. વિષયનો સ્વભાવ જુદો, આત્માનો સ્વભાવ જુદો. આત્માએ પાંચ ઇન્દ્રિયોના વિષયો કશું કોઈ દહાડો ય ભોગવ્યા જ નથી. ત્યારે લોકો કહે છે કે મારા આત્માએ વિષય ભોગવ્યો !!! અલ્યા, આત્મા તે ભોગવતો હશે ?! તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે, ‘વિષયો વિષયોમાં વર્તે છે' એમ કહ્યું તો ય લોકોને સમજણ પડી નહીં. અને આ તો કહે છે, ‘હું જ ભોગવું છું.’ નહીં તો લોક તો કહેશે કે ‘વિષયો વિષયમાં વર્તે છે, આત્મા તો સૂક્ષ્મ છે.’ માટે ભોગવો એવો તેનો ય દુરુપયોગ કરી નાખે. આ શબ્દનો દુરુપયોગ કરે તો તો મારી જ નાખે એટલે આ લોકોએ વાડો કરેલી કે કોઈ દુરુપયોગ ના કરે. આત્માએ કોઈ દહાડો વિષય ભોગવ્યો જ નથી. મને લોકો કહે છે કે, “આવું કહીને તમે આખું શાસ્ત્ર ઉડાડો છો ?” ત્યારે મેં કહ્યું, ના, શાસ્ત્ર નથી ઉડાડતો.' તમે જે કહો છો કે મેં વિષય ભોગવ્યો, એ તમારી રોંગ બીલિફ છે, એ રોંગ બીલિફ જ તમને હેરાન કરે છે. બાકી આત્માએ વિષય કોઈ દહાડો ય ભોગવ્યો નથી. પણ તમને જે “મેં વિષય ભોગવ્યો’ એ મહીં ખટકે છે, એ દુઃખ કાઢી નાખવા માટે જ્ઞાની પુરુષ તમારી રોંગ બિલિફ ફ્રેકચર કરી આપે છે. બીજું કશું છે નહીં. પ્રશ્નકર્તા: ‘મેં ભોગવ્યું’ એ પણ ઇગોઈઝમ છે ને ? દાદાશ્રી : હા, ખાલી ઇગોઈઝમ છે. “મેં આમ કર્યું ને મેં નથી કર્યું’ એ બધો ઇગોઈઝમ છે. પ્રશ્નકર્તા : હવે આ વાત દુ૫યોગ થઈ જાય ને ? જાણે લાઈસન્સ

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164