Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 155
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૬૧ આજના લોકોને તો આ ગમતું જ હોય એટલે દુરુપયોગ કરી નાખે. કારણ કે વિપરીત બુદ્ધિ મહીં તૈયાર જ હોય. છતાં આ જ્ઞાન આપ્યું છે, એ ઓર જ જાતનું વિજ્ઞાન છે ! બધી રીતે એ રક્ષણ કરે એવું છે, પણ જો એ જાણી-જોઈને બગડવા ધારે તો બગડી જાય, બધું ખલાસ કરી નાખે ! એટલે અમે કહ્યું છે કે આ અમારી આજ્ઞામાં રહો, અમે તમને એટલે બધે ઊંચે તેડી ગયા છીએ કે અહીંથી ઉપરથી જો તમે ગબડ્યા તો પછી હાડકું ય જડે એવું નથી. માટે સીધા ચાલજો ને સહેજ પણ સ્વચ્છેદ કરશો નહીં. સ્વછંદ તો આમાં ચાલશે જ નહીં ! “મને દાદાનું જ્ઞાન મળ્યું છે, મને કંઈ નડનાર નથી.’ એ તો ભયંકર રોગ કહેવાય. તો તો આ વિષ સમાન થઈ પડશે. બાકી વિષયો એ વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. આ જ્ઞાન દુરુપયોગ કરવા જેવું નથી ! પ્રશ્નકર્તા : આમાં એક વસ્તુ તો સીધી છે કે આપે તો કહ્યું કે ભગવાનને તો આ સાચું છે કે આ ખોટું છે એ હોતું જ નથી. એટલે શું સારું, શું ખોટું એ પ્રશ્ન જ પછી ઊભો થતો નથી, એ પ્રશ્ન તો ગૌણ થઈ જાય છે ને ? સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એવું છે ને, હું શું કહું છું ? એક આ વિષયમાં જ બધા જાગૃત રહેજો. પોતાની સ્ત્રી અગર તો પોતાનો પુરુષ, એ એકલાં જ વિષયની તમને છૂટ આપી છે. એટલી મેં છૂટ આપી છે. પણ બીજી જો કોઈ હોય તો અમને કહી, અમારી પાસે મંજૂરી લેવી અને અમે તને મંજૂરી આપીશું પણ ખરાં, માટે વાંધો ના રાખશો. પણ એને ચેતવીશું કે આવી રીતે આ રસ્તે ચાલવાનું છે. મંજૂરી ના આપીએ તો ચાલે જ નહીં ને ! પણ ફક્ત પોતાની એક “સ્ત્રી-પુરુષ’નું હોય, તો અમારી મંજૂરી લેવાની જરૂર નથી ! આપણા ‘જ્ઞાન'થી બે-ચાર અવતારમાં વહેલો મોડો પણ મોક્ષે જાય, પંદર અવતાર સુધીમાં ય મોક્ષે જાય. તેનો વાંધો નથી. પણ આમાંથી જે લટકે તે તો એંસી હજાર વર્ષ સુધી લટકે અને તો ય ઠેકાણું ના પડે ! એંસી હજાર વર્ષ સુધી બહુ બળતરાવાળો કાળ આવવાનો છે. એટલે આમાંથી લટકે નહીં એવું આપણે જોવાનું. પ્રશ્નકર્તા : દાદા, શેમાંથી લટકે નહીં ? આમાંથી એટલે શેમાંથી ? દાદાશ્રી : આ ‘જ્ઞાનમાંથી. આ “જ્ઞાન” લીધા પછી જાણી જોઈને ઊંધું કરે ત્યાર પછી શું થાય ? પ્રશ્નકર્તા : “જ્ઞાન” લીધા પછી માણસ ઊંધું કરે ખરો ? દાદાશ્રી : હા, કરી શકે ને ! તમારા ઘર આગળ ઝાડવાં રોપ્યાં હોય, બગીચો જાતે તમે બનાવ્યો હોય, અને તમારે ખોદી નાખવો હોય તો કોઈ ના કહે ? પ્રશ્નકર્તા પણ દાદા, જ્ઞાન લીધા પછી એને એવું કરવાનો વિચાર આવે ?. દાદાશ્રી : કો'ક કો'ક હોય એવા, બધા ના હોય. તેને આપણે ચેતવીએ તો એ કંઈક પાછો ફરે ! આ બેફામ પડવા જેવી ચીજ ન હોય ! આ બેફામ તો મારી નાખે !! તેથી અમે કહીએને કે વિષયો એ વિષ નથી, વિષયોમાં નીડરતા દાદાશ્રી : ના, પણ એ ભગવાનની દ્રષ્ટિમાં છે અને આપણે ભગવાન થયા નથી ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ ! માટે ખોટું થયું તો ખેદ થવો જોઈએ ! આ હું જે બોલું છું એ શબ્દો દુરુપયોગ કરવા માટે નથી બોલતો. તમને બોધરેશન ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે મને કર્મ બંધાતું હશે. એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો ચાળી-ચાળીને ના બોલું કે ‘ભાઈ, કર્મ તો બંધાશે, જો કદી તમે આ કરો છો તો.’ પણ હું તમને નિર્ભય બનાવી દઉં છું, નિર્ભય નથી બનાવતો ? વિષયમાં કપટ એ ય વિષ ! પ્રશ્નકર્તા : એ તો એકદમ નિર્ભય બનાવી જ દો છો, બધા નિર્ભય થઈ જાય છે પછી એનો દુરુપયોગ થઈ જાય છે. એની તો વાત છે ને ? મુખ્ય મુદો ત્યાં જ છે.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164