Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 277
________________ ૨૦૧ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ માર્ગમાં ઉજ્જૈનીમાં આખું ચોમાસું રહ્યા હતા ત્યારે અમારો સ્વામી શિવ હંમેશા પણ બંધુદત્તને ઘરે જતો હતો... ઇત્યાદિ વચનો સાંભળીને હૈયામાં ફાળ પડેલી પુત્રી વિચારે છે કે હા ! ખરેખર મારે જેની સાથે અનાચાર થયો તે જ આ મારો પિતા છે. (૨૭) અને આથી જ તે મારા આગમન વખતે જ એકાએક નીકળીને ચાલી ગયો. તેથી કુળના ક્ષયને કરનારી અને પરિભ્રષ્ટ શીલવાળી મારે હવે જીવીને શું કરવું છે ? ઇત્યાદિ વિકલ્પો કરીને કહ્યા વિના નીકળીને મ૨વા માટે કોઈ પર્વતપર ચઢી. ત્યાં મુનિઓને જોયા. તેઓની પાસે ધર્મ સાંભળીને પછી પ્રવર્તિનીની પાસે દીક્ષાને લીધી. સૂત્રને ભણીને, વિપુલ તપકર્મને કરીને તથા આલોચના કરીને તે પણ દેવલોકમાં ગઈ. (મૈથુનના વિપાકમાં શિવ જેનું બીજું નામ શ્રીપતિ છે એવા વણિકપુત્રનું કથાનક સમાપ્ત થયું.) હવે પરિગ્રહ-આશ્રવના વિષયમાં સુંદરનું કથાનક કહેવાય છે. સુંદરનું કથાનક ભદ્દિલપુર નામનું શ્રેષ્ઠ નગર છે જ્યાં દેવોની ભીડ જામે છે જેમાં મનુષ્યોના સમૂહથી વસવાટ કરાયેલા ઘણાં સફેદ પ્રાસાદો દેખાય છે તેમાં સુનંદ અને સુંદર એ બે વણિકપુત્રો વસે છે. તેમાં સુનંદ મોટો છે અને જિનધર્મમાં ભાવિત ચિત્તવાળો છે. બાળપણમાં તેણે સમ્યગ્ બાર વ્રતોને સ્વીકાર્યા છે અને પરિગ્રહ વ્રતમાં ચાર માસાદિનું પ્રમાણ કરે છે. સામાયિક-પૌષધ આદિમાં તથા જિનપૂજનાદિમાં હંમેશા પણ ઉદ્યમવાળો સાધુસેવાની આરાધનામાં તત્પર છે. (૪) જ્યારે નાનો સુંદર હંમેશા જ એકમાત્ર ધનની કાંક્ષાવાળો ભટકે છે અને શિથિલ પરિણામવાળો ધર્મનું નામ પણ જાણતો નથી. હવે કોઈક વખત વિચારે છે કે વહાણથી સમુદ્રને પાર કરીને રત્નદ્વીપમાં હમણાં વ્યાપારને માટે જાઉં. રત્નોથી વહાણને ભરીને ત્યાંથી પાછો ફરીને અહીં આવીને અને ફરી પણ કરિયાણાદિ લઈને રત્નદ્વીપ જઈને રત્નોના વહાણને ભરીને ફરી પણ આવીશ એમ ફરી ફરી પણ વ્યાપારથી મારા ઘરમાં મહાકિંમતી અસંખ્ય રત્નોનો સમૂહ થશે. પછી સર્વની ઉપર પણ મારું ઐશ્વર્ય થશે. પછી રાજા પણ મને પોતાની સમાન કરીને જોશે અને નહીં ઇચ્છતા છતાં પણ નગર શ્રેષ્ઠીનું પદ અપાશે. પછી ઘણાં અપાયવાળા સમુદ્રપાર વ્યાપારને છોડીને અહીં વ્યાપાર કરતો એવો હું સકલ પૃથ્વી ૫૨ પ્રસિદ્ધ થઈશ અને કાળાંતરથી મારું દ્રવ્ય એવી વૃદ્ધિને પામશે જેથી કેટલું દ્રવ્ય તેને હું ક્યારેય પણ ગણી શકીશ નહીં. દ્રવ્યને અર્થે આશ્રય ક૨વા આવેલા રાજા સામંતની મંડળીઓથી મારા ઘરનો દરવાજો અતિશય રુંધાશે ત્યારે કોઈપણ ઘ૨માં પ્રવેશ ક૨વા સમર્થ થશે નહીં. (૧૩) અને પછી મારું ઐશ્વર્ય, પ્રસિદ્ધિ અને પ્રભુત્વ આ ત્રણ પણ સમગ્ર ભુવનમાં અનુત્તર થશે. પણ મારો ભાઈ જે ધર્મમાં એકમાત્ર ૨ત છે, તત્ત્વને જાણતો નથી તે જડને વ્યવસાયના અભાવથી જ આવો વિભવ નહીં થાય કારણ કે પુરુષાર્થ વિનાના ભૂખ્યા માણસના મુખમાં ક્યાંયથી કંઈપણ આવીને પડતું નથી. તેથી પોતાના ઐશ્વર્યમાંથી હું નિરર્થક આને કંઈપણ નહીં આપું અને પછી અલગ થઈને હું યથાચિંતિત વ્યવસાયને કરીશ. એ પ્રમાણે રાત્રીના છેલ્લા ભાગમાં ચિત્તની અંદર નિશ્ચય કરીને પ્રભાત સમયે ઊઠીને, પ્રાભાતિક કૃત્યો કરીને, મોટાભાઈને એકાંતમાં બોલાવીને કહે છે કે હે ભાઈ ! હું હમણાં તારાથી અલગ થઈને રહીશ. પછી સુનંદ કહે છે કે હે વત્સ ! તું ઇતર લોકને અનુસરતા આવા વચનને કેમ બોલે છે ? તને છોડીને મારે બીજો કોણ ભાઈ છે ? તો પછી તું કોનાથી જુદો થઈશ ? એ પ્રમાણે ઘણી યુક્તિઓથી સમજાવાયો છતાં પણ તે શેખચલ્લીની મનોરથમાળાઓથી પ્રેરાયેલો આ કંઈપણ માનતો નથી પછી મોટાભાઈની ઇચ્છા નહીં હોવા છતાં પણ તેનાથી અલગ થયો. (૨૨)

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348