Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ ભાવન-વિભાવના હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના અને સુષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે. ‘ક્રયાશ્રય’ ‘ભટ્ટિકાવ્ય'નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે “સિદ્ધહેમચંદ્રશબ્દનુશાસન'ના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યું ‘દ્વયાશ્રય'ની રચના કરી. ચૌલુક્યવંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશત્કીર્તન’ નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘જ્યાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘દ્વયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે. વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત ‘દ્વયાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઇતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી. સંસ્કૃત ‘દ્વયાશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ'માં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર કરી દીધી તો સંસ્કૃત અને પ્રાકૃત ‘જ્યાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આલાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ – એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ‘ધૂમક્તના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.૨૦ કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત ‘યીશ્રય'માં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ , વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદ્રષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર ઐતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહિ અથવા તો અતિશયોક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કંઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ‘દ્વયાશ્રયમાં ખીલી ઊઠી છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓનો પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુ શ્રુતતા અને વ્યાપક દૃષ્ટિનું ઘાતક ગણાય. સંસ્કૃત ‘દ્વયાશ્રય'માં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત ‘દયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે. “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘દ્વયાશ્રય'ની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દૃષ્ટાંતરૂપે ‘પ્રાપ્ત ન્યાશ્રય' મહાકાવ્યની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101