Book Title: Bhavan Vibhavan
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ભાવન-વિભાવન સમ્યક્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના ‘અષ્ટાંગયોગ’નો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે ! 39 'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयंस्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि हन्तात्मानमपि प्रसादय मनाग्येनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।" * “હું ઉપાયમૂઢ, હે ભગવાન્, હે આત્મન્, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.ક જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે ‘યોગશાસ્ત્ર’ ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો. પતંજલિના ‘યોગસૂત્ર’ અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્ર'માં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી આર્દ્ર છે તો કેટલાંક તર્કયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિકેલપાક સમાં સ્તોત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રેક જ નથી, બલ્કે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દૃઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મઅનુભવથી રસાયેલી છે અને આથી તેઓ ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિંશિકા'માં કહે છે : 33 “હે વીર ! કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ દ્વેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારો આશ્રય લીધો -૨૭ છે.” આમ ઊંડા મનન અને તર્કની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એનો પ્રભાવ ગાયો છે. ‘અયોગવ્યવદિકાદ્વાત્રિંશિકા' અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા' નામની બે દ્વાત્રિંશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિંશિકામાં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101