Book Title: Bhav Manjusha
Author(s): Kumarpal Desai
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ આવી આધ્યાત્મિક સંપત્તિ મેળવવા માટે માનવીએ સહુ પ્રથમ દેહના આનંદપ્રમોદથી દૂર થઈને પોતાના આત્માની સમીપ બેસવું જોઈએ. દેહ અને દુનિયાની વાતો કરતાં માનવીએ પોતાના આત્મામાં ખબરઅંતર પૂછવા જોઈએ. આ આત્માના ખબરઅંતર પૂછવાનું પર્વ એ જ પર્યુષણ. ભૌતિકતાની આંધળી દોડમાં દોડી રહેલા માનવીને આધ્યાત્મિકતાનો અણસાર આપતું પર્વ તે પર્યુષણ. બહારની દુનિયામાં ધૂમતા મનુષ્યને ભીતરની અપૂર્વ દુનિયાનો અને આનંદનો ખ્યાલ આપતું પર્વ તે પર્યુષણ. આજે ભૌતિક સંપત્તિ પાછળ દોડતો માનવી અર્થ અને કામનો ગુલામ બનીને અધ્યાત્મને ભૂલી ગયો છે તેને પરિણામે એના જીવનમાં ક્યાંય આનંદ, ઉત્સાહ કે મસ્તી નથી. સાચા સુખની પ્રાપ્તિનો સંતોષ નથી. ૨૭ આત્મસાધનાનો કપરો પંથા મહામંત્રી વસ્તુપાળે વિચાર્યું કે તીર્થાધિરાજ શત્રુંજયનો વહીવટ તપ, ત્યાગ અને તિતિક્ષા માટે જાણીતા કોઈ યતિને આપીએ તો સારું. એ માટે મહામંત્રીએ વિજયસેનસૂરિ નામના આચાર્યશ્રીને વિનંતી કરી અને આચાર્યએ એક યતિને સંભાળ રાખવાનું કામ સોંપ્યું. | તીર્થનો વહીવટ બરાબર ચાલવા લાગ્યો. દેવદ્રવ્યની બરાબર સંભાળ લેવામાં આવી. પરંતુ કેટલાક સ્વાર્થી સાધુઓએ અને તકે સાધુઓએ ભેગા મળીને યતિને મોહમાં ડુબાડી દીધા. કીમતી વસ્ત્રો, તૈયાર ભોજન, સુંદર પાલખી તથા ખુશામતિયા લોકોથી યતિ ઘેરાઈ ગયા. એક વાર મંત્રીશ્વર વસ્તુપાળ તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાએ જતા હતા ત્યારે પાલખીમાં ભારે ઠાઠમાઠથી જતા યતિ પર તેમની નજર પડી. પાલખી સાથે ચાલનારાઓમાં કેટલાક યતિનાં યશોગાન કરતા હતા તો કેટલાક એમનો જયજયકાર પોકારતા હતા. મહામંત્રી વસ્તુપાળ તો આ દશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરંતુ ચહેરા પર સહેજે અણગમો દાખવ્યો નહીં. તિરસ્કારનો ભાવ આવવા દીધો નહીં. માત્ર પાલખી પાસે જઈને યતિરાજ ને વંદન કર્યા અને માત્ર એટલું જ કહ્યું કે 11 શ્રી મહાવીર વાણી | જો શ્રમણ રુણ મુનિની સેવા કરે છે, તે મહાન નિર્જરા તથા મહાન પર્યવસાન-પરિનિર્વાણ કરે છે. શ્રી વ્યવહાર, ૧૦ ભાવમંજૂષા છે પ૮ પહ & ભાવમંજૂષા

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82