Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 171
________________ અને તેમનું શિલ્પ સ્થાપત્ય મૂર્તિની પાછળના લેખને સંવત ચિત્ર ૪૧માં સ્પષ્ટ વંચાય છે. મૂર્તિની બંને બાજુની ચામરધારિણીઓ, જમણી બાજુના યક્ષ તથા ડાબી બાજુની અંબિકા યક્ષિણની મૂર્તિ સ્પષ્ટ દેખાય છે. ગરદનની પાછળની પ્રભાવલિનો નાશ થએલો છે. ઋષભદેવજીની મૂર્તિની સાથે અંબિકાની રજૂઆત પણ જૈન મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓ સમક્ષ એક નવો વિચાર રજૂ કરે છે. ચિત્ર ૪૧ ચિત્ર ૪૦ની પાછળનો ભાગઃ મૂર્તિની બેઠકની નીચેના ભાગના ત્રણ લીટીના લેખમાં બીજી લીટીમાં વિક્રમ સંવત ૧૦૯૦ સ્પષ્ટ વંચાય છે. આ મૂર્તિના માથાની પાછળના બંને ભાગમાં ગરદન તરફ લટકતી વાળની લટ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. પ્રાચીન મૂર્તિઓમાં ઋષભદેવ ભગવાનની વાળની લટો ખભા ઉપર લટકતી હોય એવા પુરાવાઓ ઘણુ મળી આવે છે; પરંતુ આવી રીતે મસ્તકની પાછળ ગરદન સુધી લટકતા વાળવાળી મૂર્તિ, આના સિવાય બીજે કોઇ પણ ઠેકાણે હોવાનું મારા જાણવામાં કે સાંભળવામાં નથી. ચિત્ર પ્લેટ ૧૯ રિત્ર ૪૨ શ્રી જિનમૂર્તિ પાટણના અષ્ટાપદજીના દેરાસરના સેંયરામાં આવેલી આ નેત્રને આનંદકારી, પ્રશમરસ ઝીલતી મૂર્તિ, એના ધડનાર શિલ્પાએ કોઇ કુરસદના સમયે ઘડી હોય તેવી લાગે છે. આ મૂર્તિ લગભગ અગિયારમા સૈકાની હોય તેમ લાગે છે. આ મૂર્તિને પણ લાંછન નથી. ચિત્ર સેટ ૨૦ ચિત્ર ૪૭ શ્રી પાર્શ્વનાથજીઃ પાટણથી ચાર માઈલ દૂર આવેલા ચારૂપ નામના ગામમાં આવેલ જિનમંદિરના આ પ્રતિમાજી ચારૂપ પાર્શ્વનાથના નામે ઓળખાય છે. જેને આ પ્રતિમાજીને પણ ઘણું જ પ્રાચીન માને છે. આ પ્રતિમાજીને લેપ કરેલો હોવાથી તેનો ખરો સમય કપી શકે મુશ્કેલ છે. ચિત્ર ૪૪ શ્રી અવંતિપાર્શ્વનાથઃ માળવાના મુખ્ય શહેર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથના દેરાસરના નામથી પ્રસિદ્ધિમાં આવેલ જિનમંદિરના ભૂમિગૃહમાં આ પ્રતિમાજી આવેલાં છે. આ અવંતિપાર્શ્વનાથનું દેરાસર આર્યસુહસ્તિસ્વામીના વખતમાં ઉજજનીના એક સાર્થવાહના પુત્ર અવંતિસુકમાલના પુત્રે પોતાના પિતાના સ્મરણાર્થે બંધાવ્યું હતું અને સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન સિદ્ધસેન દિવાકરે “કલ્યાણમંદિર તેત્ર’ પણ અહીં જ રચ્યું હતું. આ પ્રતિમાજીની નાગફણા પણ જુદી જ ઢબની છે અને પ્રતિમાજી સફેદ આરસનાં છે. • ચિત્ર પ્લેટ ૨૧ ચિત્ર ૫ શ્રી પાર્શ્વનાથજીઃ આ પ્રતિમાજી વર્ષોની પાસે આવેલા ભાંડુક ગામના જૈન દેરાસરમાં બિરાજમાન છે. આ પ્રતિમાજી શ્યામ વર્ણન છે. તે થોડાંક વર્ષ ૫૨ બેદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યાં હતાં. હાલ તે પ્રતિમાજીને લેપ કરે છે. આ સ્થાન બહુ જ રમણીય છે અને એકાંતમાં ધ્યાન ધરવાવાળાને માટે બહુ જ મહત્ત્વનું છે. માનવી આકારનાં આ પ્રતિમાજી પદ્માસનની બેઠક બિરાજમાન છે. ચિત્ર ૪૧ શ્રી પાર્શ્વનાથઃ ઉપરોક્ત પ્રતિમાજી આંગી સાથે. ધ્યાનના અભ્યાસીઓને આંગી વગરનાં પ્રતિમાજી વધારે આકર્ષક લાગે તે સ્વાભાવિક છે અને બાળકને આંગીવાળાં પ્રતિમાજી વધારે આકર્ષક લાગે છે. આ બંને વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ ફોટોગ્રાફ અત્રે રજૂ કરવામાં આવ્યો છે, ચિત્ર'પ્લેટ ૨૨ ચિત્ર ૭ શ્રી નેમિનાથ: તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની મોટી ટ્રકમાં પહેલી ભમતીમાં ફરતાં પુંડરીક સ્વામીની બાજુમાં જ આ સુંદર અનામવર્ણી પ્રતિમાજી દરેક ભાવિક હરેનના ચિત્તને આકાર લે છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192