Book Title: Bharatna Jain Tirtho
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 177
________________ અને તેમનું શિલપસ્થાપત્ય ચિત્ર પ્લેટ ૪૧ ચિત્ર ૮૭ શ્રી અંબિકાદેવીઃ પ્રભાસપાટણના દાદા પાર્શ્વનાથના દેરાસરના ગભારાની બહારની જમણી બાજુએ આ સુંદર શિલ્પાકૃતિ આવેલી છે. દેવીના જમણા હાથમાં આંબાની લૂબ છે અને ડાબા હાથમાં બાળક છે. જમણા પગના ઢીંચણની બાજુના હાથમાં ફળ લઇને એક છોકરો ઉભો છે. અને ડાબા પગના ઢીંચણની નીચે તેનું વાહન કેસરી સિહ છે. મસ્તકને ઉપર ભાગમાં આંબાનું ઝાડ છે અને તેના મુખ્યમાં જિનમૂર્તિ છે.. જિનમૂર્તિની બંને બાજુએ એકેક વાંદરો કેરી ખાતે બેકેલે છે. અંબિકાદેવીની આવી સુંદર મૂર્તિ કવચિત જ જોવામાં આવે છે. મૂતિની નીચેના ભાગમાં સંવત ૧૩૬પનો શિલાલેખ છે. એક ચિત્ર ૮ શ્રી અંબિકાદેવીપ્રભાસપાટણના નેમિનાથના દેરાસરમાં ગભારાની બહારના ભાગમાં જમણી બાજુના ગોખલામાં આ સફેદ આરસની સુંદર શિલ્પાકૃતિ આવેલી છે. આ મૂર્તિના આયુધો તથા વાહન બરાબર ચિત્ર ૮૭ને મળતાંજ છે, છતાં બંનેનાં શિપિ જુદા જ પ્રકારનાં છે. ચિત્ર પ્લેટ ૪૨ ચિત્ર ૮૯ શ્રી સરસ્વતીદેવી : પ્રભાસપાટણના ઉપરોક્ત દાદા પાર્શ્વનાથના દેરાસરમાં ચિત્ર ૮૭ વાળી અંબિકાદેવીની બરાબર સામેના ભાગમાં સરસ્વતીની આ ઊભી સુંદર આરસની મૂર્તિ આવેલી છે. તેને ચાર હાથ પિકી જમણા બે હાથમાં કમળનું ફૂલ તથા માળા છે અને ડાબા બંને હાથમાં વાળું તથા પુસ્તક છે. મૂતિની જમણી બાજુમાં મૂર્તિ ઘડાવનાર સ્ત્રીની મૂર્તિ છે અને ડાબી બાજુના પગની આગળ તેનું વાહન હંસ પક્ષો છે. સરસ્વતીની ઉભી મૂર્તિઓ બહુ જ ઓછી જોવામાં આવે છે. મૂર્તિની નાચે આ પ્રમાણે લેખ છે.* ચિત્ર ૯૦ શ્રી સરસવતીદેવીઃ પ્રભાસપાટણના બીજા જૈન દેરાસરમાં સરસ્વતી દેવીની બેઠેલી આ ચાર હાથવાળી સફેદ આરસની મૂર્તિ આવેલી છે. હાથમાંનાં આયુધો ચિત્ર ૮૯ની માફક જ છે. ચિત્ર પ્લેટ ૪૩ ચિત્ર ૯ શ્રી ચક્રેશ્વરીદેવી: ગિરનાર પર્વત પર આવેલી વસ્તુપાલ તેજપાલની ટ્રકને ડાબી બાજુના એક ગોખલામાં આ ચાર હાથવાળી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપરના બંને હાથમાં ચક્ર છે અને નીચેના જમણા હાથમાં માળા છે તથા ડાબા હાથમાં શંખ છે. જમણ ઢીંચણની નીચે તેનું વાહન ગરુડ છે. ચિત્ર હર એક અજ્ઞાત શિલ્પઃ દીવ (કાઠિયાવાડમાં આવેલા જિનમંદિરનાં એક ગોખલામાં આ છૂટી શિલ્પાકૃતિ આવેલી છે. અજાયબીની વાત એ છે કે મુખ્ય સ્ત્રીની આકૃતિના ખોળામાં બેઠેલી આકૃતિ પણ સ્ત્રીની છે. આ શિલ્પ કોઈ હિંદુ શિલ્પ હોય એમ લાગે છે. ચિત્ર પ્લેટ ૪૪ ચિત્ર ૯૩ શ્રી માણિભદ્રજી: પ્રભાસપાટણના તપગચ્છમય ઉપાશ્રયમાં શ્રી ભાણિભદ્રજીની આ મૂર્તિ આવેલો છે. આ મૂર્તિ ઉપર તેના ભક્તજનોએ એટલું બધું તેલ અને સિંદુર ચઢાવેલું છે કે મૂર્તિના ઉપર તેના થરના થર જામી ગયેલા સ્પષ્ટ જણાઈ આવે છે. *(१) संवत १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्री देवपत्तनवास्तव्य श्री श्रीमालज्ञातीय पितृ ठ. (२) सोमसीहस्य मातृ गुउर (गौर) देव्याचपुण्याय श्री चंद्रप्रभस्वामिचैत्ये प्रवीष्टयाम माये(3) समाननीया अंबिकायामूर्तेर्जीणोद्धार खत्तकद्वयालंकृतया देवकु(४) लिकाया जीर्णोद्धारः ठ० सुहडसीहेन कारितः * संवत १३२३ वैशाख सुदि १ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192