Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 26
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આનંદ વર્ણવતી મસ્તી, કેફ કે મોજફકીરીની ચકચૂર દશાનું બયાન એમાંથી મળે તો સાથોસાથ વિરહાતુર-શોકાતુર ભક્ત હૃદયની તીવ્ર આંતરવ્યથાનું ગાન પણ સંભળાય. નિર્ગુણ નિરાકારી પરમચેતના સાથેનું અનુસંધાન સંપૂર્ણ આત્મસાક્ષાત્કારની ભૂમિકાએ સાધકને પહોંચાડે પછી બ્રહ્મ સાક્ષાત્કાર માટેની તએની તાલાવેલીવિરહભક્તિની પરમોચ્ચે દશાએ હર ક્ષણ - હર ઘડી રિસામણાં-મનામણાંની લીલામાંથી પ્રગટ સર્વાગ સાકાર સાથેનું સાયુજ્ય. પરમસ્થિરતાની એ દશામાં સાધકને સિદ્ધ કે અવધૂતમાં રૂપાંતર થયું હોય, એની મૂળ પ્રકૃતિમાં અલગારી અલ્લડતા હોય, અધ્યાત્મની તમામ ધારાઓને જાણી લેવાની તીવ્રતા હોય, નિબંધ બનીને પિંડશોધનની પ્રક્રિયાને લઈને સાધના દ્વારા સ્વાનુભવની ભૂમિકાએ પહોંચ્યા પછી એ અનુભૂતિનું રહસ્યદર્શન તેને વેદાન્તી-મરમી-રહસ્યવાદી સૃષ્ટિમાં ખેંચી જાય અને આ અજાયબ અધ્યાત્મના પ્રદેશની ગલીકૂચીઓમાં આથડવું જેને ખૂબ જ ગમે એવા સંત પોતાની અલૌકિક મસ્તીનો કેફ શબ્દરૂપે, ભજનરૂપે, પદ કે વાણીરૂપે વ્યક્ત કરે એનો એક એક શબ્દ સંતવાણીસંતસાહિત્ય સંતસાધનામાં ગુરુશરણભાવ : આપણા સાધકો અને સંતો-ભક્તોમાં સૌથી પહેલા ગુરુની ખોજ કરીને એમણે શરણે જવાની રસમ ચાલી આવે છે. એ સાધનાની પહેલી સીડી એ જ છે. ગુરુની પ્રાપ્તિ, પણ ગુર મેળવવા એ કઈ સહેલું તો નથી જ. ગુરુ પ્રાપ્ત કરતાં પહેલાં પોતાની જાતને એ માટે સજ્જ કરવી પડે છે કે જ્યારે એ સજજતા પ્રાપ્ત થાય ત્યારે જ સાચા ગુરુનો ભેટો થાય છે એમ હંમેશાં સંતો-ભક્તો માનતા આવ્યા છે ને ગુરુ મળી જાય પછી તો બેડો પાર. દાસીજીવણ કહે છે ને 'ગુરુજી તમ આવ્યે મારે અજવાળું...', ગુરુજીનો ભેટો થતાં જ અંતરમાં અજવાળાં થઈ જાય... પણ એ ક્યારે બને? જ્યારે દુબધ્યાનો (દબુદ્ધિનો) નાશ થયો હોય, ગુરએ સાચો શબ્દ બતાવ્યો હોય ને સતબુદ્ધિની શિખામણ આપી હોય... ખીમસાહેબ કહે છે કે, ગુગમથી ખોજ કરો તો આ ઘટમાં એ સન્મુખ-સામે જ છે. આમ ગુમહિમા એ સંતોનાં ભજનોનું એક મહત્ત્વનું અંગ છે. પોતાનાં દરેકે દરેક ભજનની નામાચરણની પંક્તિઓમાં તો તમામ સંતકવિઓ પોતાના ગુરૂની મહત્તા દર્શાવે જ છે. કેટલાક તો સ્વતંત્ર ગુરુમહિમાનું ગાન કરવા જ રચાયાં હોય એવાં પણ ભજનો મળે છે. ભારતીય સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે પ્રાચીન સમયથી તે આજ સુધીના સંતોમાં ચાલી આવતી ગુરુપરંપરાઓ અને એમની દાર્શનિક માન્યતાઓ તરફ નજર wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરીએ તો આપણા ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોએ સાક્ષાત્ પરબ્રહ્મના સ્વરૂપે ગુનો સ્વીકાર કર્યો છે અને અંખડ જ્ઞાન અને ભક્તિની જ્યોત ગુરુ-શિષ્યભાવે સદાય જલતી રાખી છે. ક્યારેક તો ‘ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય ? એવી સમસ્યાઓ ઊભી થતાં ‘બલિહારી ગુરુદેવકી અને ગોવિંદ દિનો બતાય’ એમ કહી પ્રથમ ગુને નમસ્કાર તકરવાની, ગુરને પરમાત્મા કરતાંય ઊંચું સ્થાન આપવાની વાતનો સ્વીકાર થયો છે. એ પ્રમાણે ગુરુને સાક્ષાત શિવના સ્વરૂપે પણ સ્વીકારવામાં આવ્યા છે. ગુરુની કૃપા મળે તો જ સાધનાના શ્રીગણેશ કરી શકાય. જ્યારે શિષ્ય પૂર્ણ શરણાગતિ ભાવે ગુરુની શરણમાં આવે છે ત્યારે જ ગુરુ-શિષ્યનો દિવ્ય સંબંધ જોડાય છે. શિષ્યના અતિચંચળ મનને કાબૂમાં રાખી શકનાર ગુરુને જ્ઞાનના દાતા, અંધકાર થયે માર્ગને ઉજાળનાર અને સાચા માર્ગદર્શક તરીકે સંતોએ સ્વીકારી તેમની આરાધના પણ કરી છે. ભારતીય ચિંતન અને સાધનાના ક્ષેત્રમાં ગુરનું સ્થાન વિવાદ વિનાનું અને સર્વસામાન્ય રહ્યું છે. પૂર્વ ઐતિહાસિક કાળથી ભારતીય સમાજમાં ગુનો આદર થતો રહ્યો છે. ધર્મ અને સમાજનું નિયમન કરવાની શક્તિ એમનાં હૃદયમાં હોવાથી શિષ્ય પરંપરા દ્વારા પોતાનાં દર્શન, ચિંતન અને સાધનાની પરિપાટી આજ સુધી જાળવી રાખી છે. ‘ગુરુ' શબ્દ આપણે ત્યાં પ્રાચીનકાળથી વપરાતો આવ્યો છે. આ શબ્દની વ્યાખ્યા કરતાં એમ કહેવાયું છે કે ‘ગ’ શબ્દનો અર્થ ‘અંધકાર’ એવો થાય છે. જ્યારે ‘’ શબ્દનો અર્થ છે દૂર કરનાર, નિરોધક.... આ રીતે જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે તે જ સાચા ગુરુ છે.' ‘ગુરુ ગોવિંદને તમે એક કરી જાણો એમાં ફેર નથી લગાર...' અથવા તો પ્રથમ પુરષ ગુરુ પ્રગટિયા વિલસીને કર્યા વિસ્તાર, સૌર જગત સરવે ગુરુની સ્થાપના , સતગુરુ સૌના સરદાર, ગુરુનો સેવાયે અભેપદ પામીએ' જેવી પંક્તિઓમાં આપણા સંતો ગુરુને પરબ્રહ્મ-પરમાત્મા તરીકે ઓળખાવે છે. એ જ આ સમગ્ર જગતનું-સંસારનું સર્જન કર્યું છે. એના સર્જક, સરદાર અને પાલનહાર ગુરુ જ છે. એવા મહાપુરુષની અપાર કરણા અને કૃપા સામે કૃતજ્ઞભાવે મસ્તક નમાવી વંદના કરતો શિષ્ય ગુરના અલખ પુરષ-આદિપુરષ તરીકેના બ્રહ્માંડ વ્યાપી ઐશ્વર્યનું ગુણગાન કરે છે. “સદગુરુ મેરે ગારુડી, કીધી મુજ પર મહેર, મોરો દીધો મર્મનો, ઊતરી ગયાં છે ઝેર.' તૃષ્ણા અને વાસનારૂપી રગેરગમાં ફેલાયેલાં ઝેરને ઉતારી શકવા તો કોઈ ગાડીરૂપી ગુરુ જ શક્તિમાન હોય ને? ગુરુ જ્યારે મર્મરૂપી મોરો આપે છે ત્યારે પરમશાંતિની પ્રાપ્તિ થાય છે, અખંડ આનંદની ઉપલબ્ધિ થાય છે ‘આચાર્ય દેવો ભવ:' એમ પણ કહ્યું છે. આમ ગુરુને દેવ સમાન માનીને એનું પૂજન YE - ૫o

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121