________________
-
૩૮
ભારતીય પાઠ-સમીક્ષા
સાક્ષીઓની સામાન્ય લાક્ષણિકતાઓનો ગાઢ પરિચય પ્રાપ્ત કરવો જરૂરી છે. ખાસ કરીને શિલાલેખોમાં આવું બનતું હોય છે. બીજી બાજુ જયારે હસ્તપ્રતોની સંખ્યા મોટી હોય ત્યારે તેમની સામાન્ય વિશ્વસનીયતાની તુલના કરવાનું કાર્ય વધુ કપરું બનતું જાય છે. આ કિસ્સાઓમાં આ હસ્તપ્રતોનો વંશાનુક્રમ શોધી શકાય તેમ છે કે નહિ અને શોધી શકાય તેમ હોય તો તે કેટલી હદ સુધી શક્ય છે તે તપાસવું અત્યંત આવશ્યક છે. .
આમ સંસ્કરણની સમસ્યા હંમેશાં સરળ હોતી નથી અને તે ગ્રંથના વર્તમાન સાક્ષીઓ (હસ્તપ્રતો) પોતે જે વિભિન્ન પરંપરાઓ દર્શાવતા હોય તેમના પર મહદંશે આધારિત હોય છે. આગળના પરિચ્છેદમાં પાઠ્યગ્રંથના સાક્ષી તરીકે સંરક્ષાયેલ પ્રત્યેક હસ્તપ્રતના સતત અભ્યાસની આવશ્યકતા સંબંધી જે શરત મૂકી છે તેને સુસંગત રહીને આપણે અહીં સગવડની દષ્ટિએ મુખ્ય પ્રકારોની અલગ અલગ ચર્ચા કરીએ.
અનુકૂળ સંયોગોમાં જ્યારે ગ્રંથ સંદતર લુપ્ત ન થયો હોય ત્યારે, તેનું સંચારણ અને સંરક્ષણ નીચેનામાંથી ગમે તે એક પ્રકારે થઈ શકે – (૧) કેવળ એક જ હસ્તપ્રત ' રૂપે અને (૨) એક કરતાં વધુ હસ્તપ્રતો રૂપે.
હવે જ્યારે સંચારણ એક જ વર્તમાન હસ્તપ્રત (codex unicus) પર આધારિત હોય ત્યારે અધિકૃત વાચના એટલે આ એકલવાયા સાક્ષીનું સૌથી ચોકક્સાઈભર્યું નિરૂપણ અને તેના ગૂઢાર્થનું સ્પષ્ટીકરણ એમ માનવામાં આવે છે. ઘણાખરા શિલાલેખો અને તામ્રપત્રોનાં દાનોને આ બાબત લાગુ પડે છે. તદુપરાંત ભૂંડર્સ દ્વારા સંપાદિત ખોતાન તથા તુફનમાંથી શોધાયેલા બૌદ્ધ નાટકોના અંશો તેમજ વિશ્વનાથના “કોશકલ્પતરુ' અથવા ના દેવના “ભરતભાષ્ય' જેવા ગ્રંથો જેઓ કેવળ એક જ જાણીતી વર્તમાન હસ્તપ્રત રૂપે સચવાયેલા છે, તેઓને પણ આ લાગુ પડે છે.
* વંશાનુક્રમ પદ્ધતિ, જેમની ચર્ચા અગાઉનાં પ્રકરણોમાં થઈ ગઈ છે તેવી સરળ પ્રકારની ધારણાઓ પર આધારિત છે. પરંતુ તેનો ઉપયોગ આધુનિક છે. કારણ કે રેલ્વેનું આગમન થયું તે પૂર્વે ભાગ્યે જ કોઈ વિદ્વાન પાસે એવાં સાધન હતાં જે દ્વારા આ વિશાળ દેશના ખૂણાઓમાં દૂર સુધી વિખરાયેલાં પુસ્તકાલયો અને વ્યક્તિગત સંગ્રહોમાં સચવાયેલી કોઈ એક ગ્રંથની બધી જ હસ્તપ્રતોનો ઉપયોગ કરી શકે કે તેમનાં સંતુલન પણ ચોક્કસાઈપૂર્વક તૈયાર કરાવી શકે. તે સાથે જરૂરી હસ્તપ્રતોની આબેહૂબ નકલ મેળવવાની આધુનિક યાંત્રિક પદ્ધતિઓ પણ તે સમયે અજ્ઞાત હતી.
ગ્રંથની વિવિધ હસ્તપ્રતો સદીઓના લિખિત સંચારણ દ્વારા ઊતરી આવેલી સંચારિત પ્રતો છે. અને આથી અંતે તો તેઓ એકબીજાથી સ્વતંત્ર હોઈ શકે નહિ. તેઓ એક જ સામાન્ય મૂળસ્રોત - જે આજે સંભવતઃ લુપ્ત થયો છે - માંથી અવતરેલી છે. આ અવતરણ વિભિન્ન પરંપરા – પ્રવાહો દ્વારા થયું છે. જો આ સામાન્ય મૂળસ્રોત લિખિત