________________
૨૩૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
નીયના પણ સુન્દર પ્રકારના ક્ષયાપશમ થાય, તેા પ્રશસ્ત ક્ષાયેાપમિક ભાવની એ ઉચ્ચ કક્ષા છે એમ કહી શકાય. આથી, તમે સમજી શકયા હશેા કે–ઔયિક ભાવની રમતમાંથી છૂટવાને માટે અને પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવને પામવાને માટે, આત્માએ દર્શનમેાહનીય અને ચારિત્રમેાહનીય કર્મના ક્ષાપશમ તરફ ખૂબ જ લક્ષ્યવાળા બનવું જોઇએ.
૮-સલક્ષણ :
જયકુંજની જેમ આ સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે : હવે આગળ ચાલતાં ટીકાકાર મહર્ષિ છટ્ઠા વિશેષણ તરીકે લક્ષણવન્તાપણાની વાત કરતાં ફરમાવે છે કે"" सल्लक्षणस्य
66
જયકુંજર જેમ સારાં લક્ષણાવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે, એમ આ વિશેષણ દ્વારા ટીકાકાર મહર્ષિ આપણને સમજાવી રહ્યા છે. લક્ષણ, એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. કહેવાય છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને બાયડીનાં