________________
૭–પ્રસિદ્ધિ :
સદા અથવા શ્રેષ્ઠ છે પ્રસિદ્ધિ જેની
ટીકાકાર મહર્ષિ, જયકુંજર હાથીની સરખામણીમાં શ્રી ભગવતીજી સૂત્રના પાંચમા વિશેષણ તરીકે ફરમાવે છે કે
" “વાત” * એટલે કે-જયકુંજર હાથી શ્રેષ્ઠ પ્રસિદ્ધિવાળે છે અથવા સદા પ્રસિદ્ધિવાળે છે અને જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારી ખ્યાતિવાળું છે તથા સદા ખ્યાતિવાળું છે. જયકુંજરની ખ્યાતિ એટલી હદે હોય છે કે-એ હાથી જેની જેની પાસે હોય, તેની તેની ઉપર શત્રુરાજાઓ પ્રાયઃ ચઢાઈ કરવાની હામ પણ ન ભીડે અને બીજા રાજાઓ પણ ઈચછે કે–એ હાથી અમારી પાસે પણ હોય તે સારું. આ વસ્તુ જયકુંજરની શ્રેષ્ઠ ખ્યાતિને સૂચવે છે. જયકુંજર જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી સદાને માટે એની આવી ખ્યાતિ બની રહે છે અને એના અભાવમાં પણ જયકુંજરના સ્વરૂપને જાણનારાઓ જ્યકુંજરના ગુણ ગાય છે. જયકુંજર એ હાથીઓમાં પણ ઉત્તમ જાતિને હાથી હેવાથી, એમ પણ કહી શકાય કે–શ્રી તીર્થકર ભગવાનની માતા જે ચૌદ સ્વપ્ન જુએ છે, તેમાં હાથીને પણ જૂએ છે અને એથી તેની પ્રસિદ્ધિ સદાને માટે ચાલુ રહે છે.
શ્રેષ્ઠ ખ્યાલ પણ હોય
આવી ખાતરી જ