________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન તે એનું નિયમા કલ્યાણ થાય. આત્માના ધર્મને સેવતા રહે વાની જીંદગીભરને માટે પ્રતિજ્ઞા કરી ચૂકેલા માણસ, વિષય અને કષાયની આધીનતામાં ફસી જવાને બદલે મરણને પસંદ કરે, તે એને માટે શ્રેયસ્કર છે, પરંતુ તે સ્વધર્મને છોડીને અને વિષય-કષાયને આધીન બનીને એ પરધર્મમાં જાય, તે બહુ જ ભયાવહ છે. ગીતાના એ ચરણેને આ અર્થ જ સમર્થ છે. આવો અર્થ નહિ કરતાં, જે પેલાએ સૂચવ્યું તે જ અર્થ કરવામાં આવે, પોતપોતાના કુલાદિ ક્રમે મળેલ ધર્મમાં મરવું એ જ શ્રેયસ્કર છે એવું જ જે માની લેવામાં આવે, તે તે પછી કોઈ ધર્મ માટે કશું ય બલવાનું, ઉપદેશવાનું વિગેરે રહે છે જ ક્યાં? કસાઈ કહેશે કે- હિંસા કરવી એ મારે કુળગત ધર્મ છે, માટે હું હિંસા કરતા કરતે મરું, એ જ મારે માટે શ્રેયસ્કર છે, પણ મારે હિંસાને તજવીએ તે મારે માટે ભયાવહ છે!” આમ કેઈને કાંઈ પણ કરતાં, તે અધર્મ કરે છે– એમ કહેવાય નહિ; ધર્મના સ્વરૂપ વિષે કશે જ નિર્ણય કરી શકાય નહિ, એટલે એ અર્થ સાચા નથી. અર્થ પરમાથથી સમજવું જોઈએ. માત્ર શબ્દાર્થને વળગવાથી વળગાડ વળગી જાય છે. પેલાએ જે અર્થ કર્યો, તે અર્થ કરનારથી દયાનો ઉપદેશ આપી શકાય ખરે? સંયમનો ઉપદેશ આપી શકાય ખરે? નહિ જ, એટલે ગીતામાં જે કાંઈ ઉપદેશ અપાયે છે, તેથી ગીતા પણ ખોટી ઠરે ને? પરંતુ હૈયામાં દ્વેષ હોય, ત્યારે વિવેકપૂર્વક વિચાર કરી શકાતું નથી. હૃદય કલુષિત હેય, ત્યાં ઉધે અર્થ કરીને પણ દ્વેષને પોષવાનું બને. શ્રી જૈન દર્શનના ડ્રેષને લીધે એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે