Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ ધર્મબોધચંથમાળા : ૩૬ : અહીં પ્રસંગાનુસાર એક વસ્તુ કહી દઈશું કે જેમણે યેગને ઉત્કૃષ્ટ આનંદ માણ્યો છે અથવા અધ્યાત્મરસનું પૂર્ણ પાન કર્યું છે તેમને અંતિમ અભિપ્રાય એવો છે કે– वादाश्च प्रतिवादाँश्च, वदन्तो निश्चितास्तथा । . तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ १॥ વાદે અને પ્રતિવાદો કરવાથી તથા “આ વસ્તુ આમ જ છે અને આ વસ્તુ તેમ જ છે” એવા નિશ્ચયકારી એકાંત વચને બલવાથી તવને પાર પામી શકાતું નથી. જેઓ વાદ-વિવાદમાં મચ્યા રહે છે, તેમની સ્થિતિ આ સંસારમાં ઘાણના બળદ જેવી છે. તાત્પર્ય કે-ઘાણને બળદ ઘણું ઘણું ફરે છે પણ પિતાના મૂળ સ્થાને જ ઊભું રહે છે, તેમ જેઓ માત્ર વાદવિવાદે કર્યા કરે છે પણ આત્મદર્શન માટે ઉદ્યત થતા નથી, તેઓ કંઈ પણ પ્રગતિ કરી શકતા નથી. શ્રીમછંકરાચાર્યે પણ શબ્દજાળને મહાઅરણ્ય કહીને તેમાં ભૂલા ન પડતાં આત્મદર્શન કરી લેવાની હાકલ કરી છે અને મહાત્મા સુંદરદાસે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કેભાઈઓ ! પુરાણને પાર નથી, વેદને અંત નથી અને સાધુ–મહાત્માઓની વાણી પણ અપાર છે. તે બધા પર કેટલું અને કયાં ચિત્ત દેશે? માટે એ બધાના સારરૂપ એક કામ કરે કે શાંત ચિત્તે પ્રભુનું ધ્યાન ધરવું.” એટલે આ ક્ષણભંગુર જીવનમાં જેને આત્મહિત સાધી લેવું છે તેણે વાદ-વિવાદના ચક્કરમાં પડ્યા વિના આત્મદર્શન માટે જ ઉદ્યમ કરો અને તે જ સાચી પેગસાધના છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88