Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 367
________________ લડત કેમ માંઈ? સરકારના સદરહુ ઠરાવને ૧૧ મે પૅરેગ્રાફ વાંચતાં - પણ દિલગીરી. ઊપજે છે સરકારને લેાકાએ કરેલી અરજીઆમાં જે જે વાંધાઓ દર્શાવવામાં. આવેલા છે તે બધા તેમાં એકીક્લમે ઉડાડી દેવામાં આવ્યા છે. એ. વાંધા બહુ મહત્ત્વના અને ગંભીર પરિણામવાળા હોવા છતાં જે રીતે એ ઉડાડી દેવામાં આવ્યા છે તે બતાવે છે કે સરકારે તા કાઈ પણ હિસાબે: વધારે લેવાના ઠરાવ જ કરી નાંખ્યા છે. મહેસૂલની આકારણી જેવી ભારે મહત્ત્વની બાબતમાં જે લેાકાને તે ભરવું પડવાનું છે તેમને એ વસ્તુની જાણ કરવાની, અને દરેક ગામના પ્રતિનિધિઓ સાથે પૂરતી મસલત કર્યાં સિવાય તથા તેમના અભિપ્રાયને પૂરું વજન આપ્યા સિવાય કાઈ પણ જાતની ભલામણેા નહિ કરવાની પેાતાના અમલદારને સૂચના આપવાની સરકારની સ્પષ્ટ ફરજ હતી.પણ અમલદારોએ આવું શું કર્યું જણાતું નથી. તેમણે તેા - ગણાતપટા અને સાંથના આંકડા ’ . ઉપર જ બધી ઇમારત ચણી છે. સાથે સાથે અહી મારે જણાવવું જોઈએ કે જમીનમહેસૂલના ઇતિહાસમાં મહેસૂલ નક્કી કરવાનું આ ધેારણ સરકારે પહેલી જ વાર આ તાલુકામાં અખત્યાર કર્યું છે. આકારણીઅમલદારે લેાકાની વાત સાંભળી નહિ, અને તેને વજન. ન આપ્યું, એ હકીકત બાજુએ રાખીએ તાપણું જમીનમહેસૂલ નક્કી કરવાનું આ ધારણ જ બહુ વાંધાભર્યું અને સામાન્ય રીતે ખાતેદારોના હિતને બહુ નુકસાન પહોંચાડનારું છે. વળી આ ધેારણ વાજબી છે એમ માની લઈએ તેપણ સરકારે પેાતે જાહેર કરેલી વાતની, દાખલા તરીકે ૧૯૨૭ના મા'માં ધારાસભાની બેઠક દરમ્યાન મહેસૂલી ખાતાના મંત્રીએ જે વસ્તુ કહી હતી તેની, સરકાર બહુ જ ભારે કારણ સિવાય અવગણના કરી શકે નહિ. મહેસૂલી ખાતાના મંત્રીના કથનથી ઊલટા ચાલીને, આખી આકારણી, અસાધારણ વરસે દરમ્યાન જમીન અને પાકના વધી ગયેલા ભાવા અને તેને પરિણામે વધેલી સાંથ, તે ઉપર થયેલી છે. વળી, ખીન્ત કેટલાંક કારણેાથી પણ આખી આકારણી દૂષિત ઠરે છે, તે તરફ સ ંક્ષેપમાં આપ નામદારનું હું ધ્યાન ખેંચીશ. આકારણીઅમલદારે પાતાનું નિવેદન આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૈા સ્થાન આપવામાં આવે છે તે ઉપર ઘડયુ. એટલે લેાકાએ પેાતાના વાંધાઓ રત્નું કશ્તી વખતે તેને બહુ મહત્ત્વ આપ્યું નહિ. ત્યારબાદ આકારણીકમિશનરે આકારણીનું એક નવું જ ધેારણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણીઅમલદારે ગામેાના જે વર્ગો પાડચા હતા તેમાં પણ ફેરફાર કરીને નવા જ ૩૫૩

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406