Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 193
________________ સંસાર દશા યુક્ત જીવમાં ઉપરોક્ત ત્રણ પ્રકારના વિભાગ ઘટે છે. એ ત્રણ વસ્તુઓના એક્યયુક્ત પિંડને સંસારી જીવ કહેવામાં આવે છે. અને અનાદિ કાળથી એ ત્રણે વિભાગ એકબૂતપણે પરિણમી રહ્યા છે. બહિરાત્મદશા યુક્ત જીવ તો પૂર્ણ અજ્ઞાની છે, કારણ કે તે શરીરને જ નિજ સ્વરૂપ માની રહ્યા છે, વા માનવા જેવી દશાએ પ્રવતી રહ્યા છે. કંઈક આગળ જતાં કાર્ય કારણને સ્વમતિ અનુસાર વિચાર કરી અનુભવ વિના અર્થાત્ તથારૂપ આત્મદશા રહિતપણે આત્માને શરીરથી સંક૯પ માત્ર જુદે માની રાખે છે જેણે, એવા છે પણ બહિરાત્મા જ છે. શાસ્ત્રકારોએ તેમને દ્રવ્યલિંગી કહ્યા છે. ઉપરોક્ત બંને પ્રકારના છ વાસ્તવિક તત્વ વિજ્ઞાનને પામ્યા નથી. સાચો તત્વજ્ઞાની એ છે કે શરીર અને કર્મ ઉભયથી જ્ઞાનાદિ ગુણ યુક્ત નિજ સ્વરૂપને સમ્યક્ પ્રકારે જુદુ શ્રદ્ધી રહ્યો છે. જે શ્રદ્ધાનના બળે ત જીવ પિતાને અનાદિ સંસારદશાથી પલટાવી અસંસારદશા યુક્ત કરી વિના કટે સર્વ કંથી છૂટે કરી શકશે. જુઓ – करोतु न चिरं घोरं तपः क्लेशासहो भवान् । चित्तसाध्यान् कषायारीन्न जयेद्यत्तदज्ञता ॥ २१२ ।। હે ભવ્ય! અગર જો તું ચિરકાળ સુધી દુધર તપ કરવા તથા કાયકલેષાદિ સહન કરવા અસમર્થ છે તે માત્ર મનથી જે જીતી શકાય એવા ક્રોધ, માન, માયા અને લેભાદિ અનાદિ વિરીને તો જીત! એમાં કાંઈ કષ્ટ સહવું પડતું નથી. એમાં તે માત્ર અંતઃકરણને જ સુલટાવવાનું છે. કષાયાદિ જય કરવામાં કાયકલેષાદિ કષ્ટ સહન કરવાં પડતાં નથી છતાં તે એ કષાયાદિ અનાદિ વૈરીને જય ન કરે તે તારી મેટી અજ્ઞાનતા જ છે. બાહાતપથી અનેક મનુષ્ય ડરે છે. કારણ તેમાં ભૂખ, તરસ, આદિ અનેક કષ્ટ સહવાં પડે છે એમ સમજી તપથી તેઓ વિમુખ રહે છે. પણ આત્માભિમુખ ઉત્તમ આત્મા સભ્યપ્રકારે જેમ જેમ બાહ્યતાપમાં આગળ વધે છે, તેમ તેમ તેમાં તેને જરાપણ ખેદ નહિ થતાં ઉલટું વિષયોથી અંતઃકરણ ઉપરામ પામવાથી વાસ્તવિક આત્માનંદ વધતો જાય છે. પણ કેઈ નવદીક્ષિત આત્મા તપમાં ખેદ માની ડરી તપથી પરાભુખ રહે તો તેવા તપભીરુ આત્માને પ્રકારમંતરપણે સમજાવી સદ્ધર્મમાં સ્થિર કરવા ગ્રંથકાર ઉપરોક્ત લેકદ્વારા કહે છે કે જે તારાથી એ વિકટ તપ સમ્યફપ્રકારે ન થાય તે અંતઃકરણમાં ઉપ્તન્ન થતા કષાયોને તે તું જીત ! વાસ્તવમાં તપશ્ચરણ કરવું, કે કષાયવશ ન થવું એ બંનેને આશય અને પ્રકાર એક જ છે.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240