Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 224
________________ (૨૧૭) મચ્છુ છે. એટલે પૂર્વે મેં મિથ્યાત્વ-અજ્ઞાનદશા વેગે આમ જ કર્યું છે. એમ તેને સ્પષ્ટ ભાસે છે. તેથી પરાયા અવગુણ અને પિતાના ગુણ પ્રગટ કરવા ભણી તે વિવેકી ચેગિ પુરુષ નિરંતર ઉપેક્ષિત રહે છે, અર્થાત્ નિજ ગુણ અને પર અવગુણ મુખમાંથી ઉચ્ચારતું નથી, પરંતુ ઢાંકે છે. વળી બીજા સહધમ સહાધ્યાયીઓમાં પિતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાની અભિલાષા જીવને રહે એ સ્વાભાવિક છે. જ્યાં સુધી અજ્ઞાનનું બળ છે ત્યાં સુધી એ અભિલાષા મટતી નથી. બહુધા એ અભિલાષાવશ પરનિંદા, સ્વપ્રશંસા, પરગુણ આચ્છાદન, નિજગુણું પ્રકાશન, પરદેષ પ્રકાશન અને નિજ દેષ આચ્છાદન ઉપવાસ અને કાયકલેષાદિ તપ જીવ કર્યા કરે છે. પણ વાસ્તવિક જ્ઞાનદષ્ટિ જાગ્રત થતાં ઉપરોક્ત પિતાની પ્રવૃત્તિ તેને સાવ અજ્ઞાનચેષ્ટારૂપ પ્રતિભાસે છે. મહાપુરુષો પોકારી પોકારીને કહે છે કે માત્ર બાહ્યક્રિયા આદિથી આત્માના મહદ અર્થની વાસ્તવ્ય સિદ્ધિ નથી. પરંતુ સાથે સાથે કષાયાદિ અનાદિ નિજ દેષની નિવૃત્તિ થઈ આત્મપરિણામમાં જે સમ્યકૃવિશુદ્ધતા પ્રાપ્ત થાય છે, તેથી જ આત્મિય કલ્યાણની-સત્સુખની સિદ્ધિ છે. શરીર ઉપરના મમત્વને લઈને અનાદિ આશારૂપ વેલ જરાપણું સૂકાતી નથી એમ ગ્રંથકાર કહે છે – अपि सुतपसामाशावल्लीशिखा तरुणायते ___ भवति हि मनोमूले यावन्ममत्वजलार्द्रता । इति कृतधियः कृच्छ्रारम्भैश्वरन्ति निरन्तरं चिरपरिचिते देहेऽप्यस्मिन्नतीव गतस्पृहाः ॥ २५२ ।। મોટા મોટા તપસ્વી પુરુમાં પણ એ અનાદિ આશારૂપ વલ્લીની શિખા વિસ્તારને પ્રાપ્ત થતી જાય છે, કયાં સુધી? જ્યાં સુધી તેઓની અંતઃકરણરૂપી જડ મમત્વરૂપ જળથી નિરંતર આદ્ર (ભીની) છે. અને તેથી જ તે મહાપુરુષે ચિરકાળથી પરિચિત શરીર પ્રત્યે પણ નિર્મમત્વ થઈ ઉદાસીન થઈ સવિવેકપૂર્વક અતિ કષ્ટસાધ્ય તપાદિ અનુષ્ઠાન દ્વારા શરીરને દમન કરે છે. વેલના મૂળમાં નિરંતર જળ સિંચન કરવામાં આવે તે તેની ઉપરની શિખા શુદ્ધાંત તે વેલ લીલી હરિયાલી રહે છે. તેમ આશારૂપ વલ્લીની મનરૂપી જડ જ્યાં સુધી મમત્વરૂપ જળથી સજલ રહ્યા કરે, ત્યાં સુધી એ વલ્લી પિતાની શિખા શુદ્ધાંત તરૂણુ જ રહે છે. અર્થાત્

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240