Book Title: Aptavani 13 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ છે ને જ્યારે તે છૂટે છે ત્યારે આત્મા માલિક હોય નહીં. આમાં આત્માને ભ્રાંતિથી પાછો દોષીત મનાય છે ! વાવમાં બોલો કે ‘તું ચોર છું’ તો વાવ સામેથી એ જ બોલે ! પડઘો એ પ્રકૃતિ. એમાં કોની કૃતિ ? કોણ દોષીત ? વરસો જૂના પ્રકૃતિ સ્વભાવને કેવી રીતે બદલાય ? પોતાની પ્રકૃતિની ભૂલો પોતે ‘જાણે’ એટલે બહુ થયું ! એ જ મોટો પુરુષાર્થ છે અને ‘જોવાથી’ જ દોષો જાય. બીજો કોઈ ઉપાય નથી. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કાર્ય કર્યા કરે, એમાં કોની ભૂલ કાઢવાની ? સામાને કર્તા જોયો, તેની ભૂલ કાઢી ત્યાંથી નવો સંસાર ખડો થયો ! કોઈની પ્રકૃતિ તેજ હોય, તો કોઈની શાંત હોય. શાંત હોય તેમાં તેની કંઈ બહાદુરી નથી, પ્રકૃતિ જ એવી છે એની ! વિફરેલી પ્રકૃતિ શાંત થાય તો તેની શક્તિ ખૂબ વધે. પ્રકૃતિ ય વીતરાગ છે ને આત્મા ય વીતરાગ છે. બેમાં ફેર નથી. આ તો વ્યવહાર આત્માનો વચ્ચે ડખો છે એટલે એ પ્રકૃતિમાં રિએક્શન આવે છે ! સામાનો દોષ દેખાય, તેમાં આપણો જ દોષ છે. ‘દાદાશ્રી’ એંસી વરસની ઉંમરે ય પદ્માસન વાળીને દરરોજ કલાક બેસે. તેનાથી ઈન્દ્રિયોની શક્તિઓ ખૂબ સચવાય. દાદાશ્રી કહે છે, મેં જિંદગીમાં ક્યારેય પ્રકૃતિને વગોવી નથી, અપમાનિત કરી નથી.’ તેમ કરવાથી પ્રકૃતિ મિશ્રચેતન હોવાથી તેનો પડઘો પોતાને જ અસરમાં પડે છે ! પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ જોડે એડજસ્ટ કરવા સામાને શુદ્ધાત્મા સ્વરૂપે જ જોવા. અરે, વાઘ-સિંહને જેટલો વખત આપણે શુદ્ધાત્મા સ્વરૂપે જોઈએ તો એ એનો પાશવી ધર્મ ભૂલી જાય ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘જગત અસરવાળું છે. અમે વિધિઓ કરીએ છીએ તમારી ત્યારે જબરજસ્ત અસર મૂકીએ છીએ, વિટામીન મૂકીએ છીએ. જેથી એટલી શક્તિઓ મહીં ઉત્પન્ન થાય.’ ક્રમિક માર્ગમાં તો કપટ કે કશું જ ચાલે નહીં. જ્યારે અક્રમમાં તો કપટને પણ આત્મભાવમાં રહીને જુદું ‘જોવાનું’ કહે છે ! 17 પોતે સંપૂર્ણ નિર્દોષ થાય તો સામો નિર્દોષ દેખાય, નહીં તો નહીં. દાદાશ્રીને આખું જગત નિર્દોષ દેખાય અને વખતે આ ‘અંબાલાલ’ની પ્રતીતિમાં જગત નિર્દોષ છે એવું ખરું પણ વર્તનમાં મહાત્માની ભૂલ કાઢે પણ ખરાં ! પણ તરત તેનું પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. જ્ઞાની સ્વ ને પરની પ્રકૃતિનું નિરીક્ષણ કરે, દોષ ના કાઢે. મહાત્માઓ પોતાના છોકરાંને આત્માએ કરીને નિર્દોષ જુએ ખરાં, પણ દેહે કરીને દોષિત છે એમ કરીને એને ઠપકો આપે, મહીં ભાવ રહેલો હોય કે છોકરાંને સુધારું. જ્યારે દાદાશ્રી કહે છે, ‘અમે બીજાની પ્રકૃતિ જોયા જ કરીએ. એને સુધારીએ નહીં.’ પણ સાવ નજીક રહેતા હોય નીરુબહેન જેવા, તેમને જરા સુધારવાના ભાવ રહી ગયા હોય, તેથી કો'ક વખત તેમની ભૂલ કાઢીએ. પણ પૂર્ણ વીતરાગને તો આવી જરૂર હોતી જ નથી. સંસારમાં તો બાપ ‘પોતાના' સો રૂપિયા ખોઈને છોકરાને સુધારવા જાય છે. સામો દોષિત દેખાય એટલે દ્વેષ છે એ નક્કી. એ દોષને કાઢવો તો પડશે જ ને ! બુદ્ધિ સામાના દોષ દેખાડે. તેથી તેને પિયર મોકલી દેવી ! સામાને દોષિત જોવા નહીં, જાણવા નહીં ને ગણવા ય નહીં. માત્ર નિર્દોષ જ જોવાજાણવા ! આપણી ફાઈલ નંબર વન સામાને દોષિત જોતી હોય તો સૂક્ષ્મ દ્રષ્ટિથી તો ફાઈલ નંબર વન પણ નિર્દોષ જ છે. એને ઉપલક ટકોર કરવી. બાકી સામો ય નિર્દોષ ને ફાઈલ નંબર વન પણ નિર્દોષ. ફાઈલ નંબર વન ને વઢવું, સમજાવવું, પ્રતિક્રમણ કરાવવું ને નિવેડો લાવવો પણ અંદરખાને જાણવું કે એ ય નિર્દોષ છે ! [૧.૫] કેવાં કેવાં પ્રકૃતિ સ્વભાવો ! ભગવાન જોવા છે ? જીવનો પ્રકૃતિ સ્વભાવ બાદ કરે તો પોતે ભગવાન જ છે ! પ્રકૃતિ સ્વભાવ બાદ કેવી રીતે કરાય ? કોઈ ગાળ ભાંડે તો ગાળ તે કંઈ ભગવાન દેતા હશે ? એ તો પ્રકૃતિ છે. પ્રકૃતિની પ્રત્યેક ક્રિયાને બાદ કરતાં કરતાં અક્રિય ભગવાન જડી જાય એમ છે ! 18Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 296