Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ એક પણ ગુણ શુદ્ધ ચેતનમાં નથી ને શુદ્ધ ચેતનનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.’ ‘અક્રમની સામાયિક’માં પ્રકૃતિ જ્ઞેય ને પોતે તેનો શાતા, એમ એક કલાક જોવાથી પ્રકૃતિ ઓગળે. આમ દ૨૨ોજ કરે, તેનો ઉકેલ જલ્દી આવે ! [૧.૭] પ્રકૃતિને આમ કરો ચોખ્ખી ! જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિના દોષો પ્રજ્ઞા દેખાડે અને તેનું પ્રતિક્રમણ કરાવડાવે એટલે ચોખ્ખું. ‘પ્રકૃતિ લખે ને પુરુષ ભૂંસે.’ પ્રકૃતિ વાંકું કરે તેની સામે આપણો આજનો અભિપ્રાય સમૂળગો બદલાઈ જાય કે આ ખોટું છે, ના જ હોવું ઘટે. તેમ તેમ એ પ્રકૃતિ મોળી પડતી જાય. પ્રકૃતિ સામી થયેલી હોય તેની સામે જાગૃત રહે એ જ્ઞાની કહેવાય. પ્રકૃતિ પર દબાણ નહીં કરવાનું તેમજ નાચે તેમ નાચવા ય નો દેવાય. પ્રકૃતિ નુકસાનકારક છે એવી સમજ જડબેસલાક (દ્રઢ) ફીટ થાય, તો તેની વૃત્તિઓ બંધ થઈ જાય. પ્રકૃતિ કરાવે તેમાં રસ લે, મીઠાશ માણે તો ભટકાવી મારશે. માટે પ્રકૃતિને ઉદાસીનભાવે જોયા જ કરો. હા, કોઈને નુકસાન ના થાય એ ય જોવાનું ! શરૂઆતમાં દાદાશ્રીને ભૂલથી છૂટવા બધી વાત કરે અને પ્રકૃતિની મીઠાશ લાગે એટલે પછી ધીમે ધીમે છૂપાવે બધું. પ્રકૃતિનું ઉપરાણું ના લેવાય, પણ તેને માફ કરી શકાય. માફ કરવામાં જુદાપણું આવે ને ઉપરાણું લેવામાં એ પક્ષમાં જ બેસી જવાય. પ્રતિક્રમણ કરે એ, પ્રકૃતિને માફ કરે એ ભગવાન ! પ્રકૃતિને માફ કેવી રીતે કરાય ? એની પર ચીઢે ય નહીં ને રાગે ય નહીં, વીતરાગતા. જ્ઞાનીને ય કોઈ વાર પ્રકૃતિમાંથી ખરાબ નીકળે ત્યારે તે વીતરાગ થઈ જાય ! ના બોલવાનું બોલાવે પ્રકૃતિ ! પછી પસ્તાવો થાય. પણ ત્યાં કંઈ ચાલે નહીં. કારણ કે વણાયેલું છે ને પ્રકૃતિમાં ! એને ‘જોયા’ 23 કરવાનું. આટલું સમજે તો કામ થઈ જાય ! જેમ પોતાના દોષ વધારે દેખાય તેમ ખુશ થવું જોઈએ. પાર્ટી આપવી જોઈએ ! દાદાશ્રી મહાત્માઓની પ્રકૃતિને પાંસરી કરે. બહુ માની હોય તેને રોજ બોલવતા હોય તો ક્યારેક બિલકુલ બોલાવે જ નહીં ! ઉપર ચઢાવે ને પછી પાડે. એમ કરતાં કરતાં ભરેલો માલ ખાલી થાય ને આત્મા તો તેવો ને તેવો જ રહે ! દરરોજ રાત્રે મહાત્માઓએ પ્રતિક્રમણ કરવાં જોઈએ. એનાથી ભૂલો જાય. પુદ્ગલમય સ્વભાવ થઈ ગયો હોય ત્યારે એને સ્વભાવ ને પ્રકૃતિ એક જ કહેવાય. અને ખરેખર પોતે પોતાના રિયલ સ્વભાવમાં હોય, આવી ગયો તો તે ભગવાન છે ! દરેકને ભગવાન થવાનું લાયસન્સ મળે ! પ્રકૃતિ ભગવાન સ્વરૂપ થશે ત્યારે છૂટાશે. બધાંને માટે આ જ નિયમ છે. દાદાશ્રીની પાંચ આજ્ઞા પ્રકૃતિને વીતરાગ બનાવે તેવી છે. પહેલો આત્મા સહજ કે પહેલી પ્રકૃતિ સહજ ? જ્ઞાન મળ્યા પછી દ્રષ્ટિ બદલાય એટલે પ્રકૃતિ ધીમે ધીમે સહજ થતી જાય ! મૂળ આત્મા તો સહજ છે જ ! આ તો વ્યવહાર આત્મા અસહજ થયેલો છે ! જ્ઞાનીનો દેહ ય સહજ સ્વરૂપે ને આત્મા ય સહજ સ્વરૂપે હોય ! ડખલ ના કરે. ડખલ કરે એટલે અસહજતા આવી જાય. [૧.૮] પ્રકૃતિતા જ્ઞાતા-દ્રષ્ટા ! પ્રકૃતિ ચાર્જ કરેલી વસ્તુ છે, પાવર ચેતન છે. તે સ્વયં ડિસ્ચાર્જ થયા જ કરે. માત્ર આપણે તેને ‘જોયા’ જ કરવાનું. પ્રાકૃત ગુણોને ‘જોયા’ જ કરવાના. ટેપરેકર્ડ જે ઉતારીને લાવ્યા છે તે આખો દહાડો વાગ્યા જ કરે છે, તેને ય ‘જોયા’ કરવાનું. શુદ્ધાત્મા થઈને જોવાથી પ્રકૃતિ શુદ્ધતાને પામે. પોતાની પ્રકૃતિને ‘જોવી’ એ જ યથાર્થ જ્ઞાતા-દ્રષ્ટાપણું છે, બહારનું જોવું તે નહીં. મહીં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં શું કરે છે, તેને ‘જોયા’ જ કરીએ ફિલ્મની જેમ. પ્રકૃતિના જ્ઞેયોના પ્રકાર છે સ્થૂળ શેયો, સૂક્ષ્મ, સૂક્ષ્મત્તર. પહેલાં સ્થૂળ 24

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 296