Book Title: Anandnu Upvan Author(s): Vijaykalyanbodhisuri Publisher: Akshay Shah Jaimin Jain View full book textPage 8
________________ કર્મ નાચ નચાવે તેમ બધાએ નાચવું પડે છે પરમાત્મા મહાવીરના મામા હતા ચેડા મહારાજા. તેમને સાત દિકરીઓ હતી. એકનું નામ હતુ સુષ્ઠા . વિધાતાએ નવરાસના સમયે તેનું નિર્માણ કરેલ. અપ્સરાઓને ઝાંખપ લાગે એવા રૂપની તે સ્વામીની હતી. યૌવનની મદમસ્તી પૂરબહારમાં ખીલી ઉઠી હતી. શરીરમાંથી લવણીમાના ફુવારાઓ ઉછળતા હતા. રૂપસામ્રાજ્ઞી સુજ્યેષ્ઠાની પ્રતિકૃતિ મગધસમ્રાટ શ્રેણિકના હાથમાં આવી. ચિત્રમાં કંડારેલી સુજ્યષ્ઠાના દર્શને જ શ્રેણિક સજ્જડ થઈ ગયા. પુતળાની જેમ મૂર્તિમંત બની જકડાઈ ગયા. રૂપલવણીમાનો મધુરરસ પીતા હૈયુ તૃમ થતું નથી. નયન બીજે ઢળવા તૈયાર નથી. હાથમાંની પ્રતિકૃતિ છુટતી નથી. કામદેવના તિક્ષ્ણ બાણથી ઘવાઈ ગયા. અંતરમાં સુષ્ઠાના નામનો, તેના મિલનનો રણકાર જાગ્યો. શ્રેણિક મનોમન વિચારી રહ્યા શું આ માનવીય યૌવના છે કે દેવી અપ્સરા ? શું આ કમલાક્ષી પાતાલવાસીની હશે કે ભુતલવાસીની ? શું આ ગૌરાંગી પરિણિત હશે કે અપરિણિત ? ત્રણ ભુવનમાં લલામભુત આ રૂપસ્વામીની જો મને ના મળે તો મારા મગધના સામ્રાજ્યમાં ધૂળ પડે. આ કોમલાંગી મારી જીવનસંગાથીની ના બને તો જીવન વ્યર્થ છે. આ અપ્સરા સાથે સમાગમ ના થાય તો મળેલી તમામ ભોગસામગ્રી નકામી છે. આ તો મૂર્તિમંત રતિ છે. તેના મિલન વિના હવે જીવવું અસહ્ય છે, અશક્ય છે. શ્રેણિકના મગજના એક એક સેલનો કબજો સુયેષ્ઠાએ લઈ લીધો. સુષ્ઠિા સામે બીજી તમામ સ્ત્રીઓ-પત્નીઓ પીપળના પાકા પાન જેવી ફીકી લાગી. રાજકાજમાંથી મનડાએ પીછેહટ કરી. કામદેવ અંગેઅંગમાં વ્યાપ્ત થયો. હમણાને હમણાં સુષ્ઠાને મહારાણી બનાવવા થનગની રહ્યા. મિલનોત્સુક શ્રેણિકે અંગત રાજદૂતને પોતાની પ્રતિકૃતિ અને ગુપ્ત સંદેશા સાથે સુયેષ્ઠા પાસે મોકલ્યો.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186