________________
જિનભતિ પ્રજન
તેમની અત્ર સ્તવના કરી છે. અને સંભવ દેવ તે સર્વ મુમુક્ષુ આત્મબંધુઓને આહ્વાન ધુર સે સવે ર” કર્યું છે કે–આ અહંત ભગવંતને
તમે રે–સૌથી પ્રથમ સેવે, “સંભવ દેવ તે ધુર સે સવે રે.” અર્થાત–આ વિવેચતાં આ ગ્રંથમાં આ લેખકે પ્રદર્શિત કર્યું છે તેમ-આ પરમ ઉપકારી પરમ કરુણાસિંધુ જિનદેવને તમે “ધુરે સૌથી પ્રથમ, સૌથી પહેલું, પ્રધાન પદ આપીને સે, બીજા બધા કાર્યો કરતાં એને પહેલું સ્થાન આપીને સે. જગતના બીજા બધાં કામ પડતા મૂકી, આ પ્રભુની સેવા કરવારૂપ આત્માનું કામ સૌથી પહેલું કરે. જગના બીજા બધાં કામ છ–અલ્પ ફળદાયી અને આ લેક પૂરતાં જ ઉપયોગી કે ઉપકારી છે. પણ આ પ્રભુસેવારૂપ ખરેખરૂં “સ્વાર્થ કાર્ય તે પરમ મેક્ષફલદાયી અને આ લક-પરલોકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે, માટે તે પ્રભુસેવાને પરમ ઉપાદેય ગણું, બીજા બધાં કાર્ય કરતાં એ પ્રત્યે અનંત અનંત ગુણવિશિષ્ટ પરમ
આદર’ ધારણ કરી, તે સેવનકાર્યમાં પસ્ત્ર પ્રાતિ ભક્તિથી લાગી જાઓ ! લીન થઈ જાઓ! તાત્પર્ય કે જગતના અન્ય કેઈપણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ “અહંતુ” પ્રભુને પરમ પૂજના પાત્ર, પરમપૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, અને પરમ સેવ્ય ગણી તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવનામાં સૌથી પ્રથમ તત્પર થાઓ; હે સર્વ મુમુક્ષુ આત્મબંધુઓ ! આ પરમ પ્રભુની સેવામાં લાગી જવા માટે હું તમને સર્વને પરમ પ્રેમથી આમંત્રણ કરૂં છું.