________________
'
ત્યાં આત્મા નિવાસ ’
૧૭
૮ કષાયની ઉપશાંતતા, માત્ર મક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી યા, ત્યાં આત્મા નિવાસ; દશા ન એવી યાં લગી, જીવ લહે નહિઁ જોગ; મેાક્ષમા પામે નહિં, મટે ન અંતર રાગ. શ્રીમદ્ રાજચ’દ્રષ્ટકૃત શ્રીઆત્મસિદ્ધિ
""
આમ આપણે અત્ર પ્રસંગથી પ્રકૃત વિષયની ભૂમિકા સમજવા માટે ખાસ ઉપયાગી જાણીને ચરમાવત્ત સંબંધી કઈક વિસ્તારથી વિચાર કર્યાં. અને ચમાવત્તના ઉલ્લેખ કરતાં મહાશાસ્ત્રજ્ઞ અનુભવજ્ઞાની મહાત્મા આનંદઘનજીના હૃદયને વિષે આ સમસ્ત અને તેથી પણ અનેકગણા અધિક પરમ ઉદાર આશય રમી રહ્યો હશે એમ સહેજે સમજાય છે. હવે ક્રમપ્રાપ્ત ચરમકરણના વિચાર કરવાનું પ્રાપ્ત
થાય છેઃ—