Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 166
________________ સુધા-વર્ષા. ૪૨૦. ભૈનીતિમાં, અને ભેદજ્ઞાનમાં આભ અને જમીન જેટલું અંતર છે. ૪૨૧. છળ, કપટ, માયાજાળ, અને મુત્સદ્દીપણાની ચાલખાજીએના સમાવેશ બેનિતિમાં છે, અને ભેદજ્ઞાનદ્વારાએ વિનાશિ-અવિનાશિ-પદાર્થના વાસ્તવિક નિણ ય-કિમત—સ્વરૂપલાદિની વિચારણાએ હાય છે. ૩૧ ૪૨૨. પિયરમાં પાષાયેલી પુત્રીને પદર વર્ષ પહેલાં પિયરના અને ઘરના ભેદ સમજાય છે; પરંતુ જીવનના અંત સુધી સસારિયાને સંસારના અને શાસનના ભેદ સમજાતા નથી, એજ ખેદ્યના વિષય છે. ૪૨૩. ભેદજ્ઞાનમાં ભીંજાયા વગર અને છેદ કરવાની કુશળ કાર્યાવાહી કર્યા વગર કોઇપણ આત્મા અરિહંતપદને પ્રાપ્ત કરી શકતા નથી. ૪૨૪, ૪૨૫. ૪૨૬. આરાધ્યપદમાં બિરાજમાન અરિહંત અરિહંતપદની પ્રાપ્તિ કરાવતા નથી, પરંતુ તેઓની આરાધના દ્વારાએજ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે. આરાધક પદ, અને આરાધ્યપદ વચ્ચેનું અંતર તેાડનારી ચીજ આરાધના છે. આરાધનાના અપૂર્વ મળે આરાધ્યપોદિ-અરિહંતપદે ને આરાધકા પામ્યા છે. એમાં શંકાને સ્થાન નથી. ૪૨૭. ‘સપત્તિ એ સાધન છે, પણ સાધ્ય નથી'; આ સિદ્ધાંતના નિર્ણય સાધકે સત્વર કરવા જેવા છે, નહિ તેા માનવ જીવન નિષ્ફળ જશે. ૪૨૮. ભવિરહની ભવ્ય-ઇચ્છાના આંઢાલના વગર કોઇપણુ ભવ્યાત્મા ભવના અંત કરી શકતા નથી. ૪૨૯. પાતળા-કાચની પૂતળીથી વધારે આવરદા અભિમાનની નથી, એ સમજતાં શીખેા. ૪૩૦, પાણીના પરપાટા પાણીમાં ઉઠયા અને શમ્યાં, છતાં પરપાટા પરથી પૂર્ણ મેધપાઠું પ્રાણી લઈ શકતા નથી એજ ખેદના વિષય છે. ▾ ૪૩૧. કુદરતની કળી ન શકાય એવી અજેય શકિત સામે રાખીને માનવી માનવ-જીવન જીવી શકે તે પસ્તાવા કરવાને વખત આવેજ નહિ. ૪૩૨. અણુમેમ્બના અહંકાર કરનારાઓને વર્તમાનકાલીન-બ્રિટનમાં બળતણનું મરાણુ બુદ્ધિમાનાને પણ બોધપાઠ શીખવે છે, ૪૩૩. નયનના નિમેષ માત્રથી કુદરત જે કરી બતાવે છે, તે કરવાની તાકાત જગત્થરના સ–સત્તાધીશેામાં અગર જગના કોઇ માનવીમાં નથી.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196