Book Title: Amrut Yognu Prapti Mokshni
Author(s): Rashmi Bheda
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ સાધ્ય જ મોક્ષ પ્રાપ્તિનું છે, માટે આત્મા જ એનું મુખ્ય સાધ્ય છે. આત્માની ચરમ સ્થિર પર્યાયનું નામ જ મોક્ષ છે. વિદ્યા કે દેવ-દેવીની સાધનાના માર્ગને તંત્ર માર્ગ તરીકે ઓળખાવ્યો છે. તાંત્રિકો તંત્રમાર્ગે વિદ્યાસાધના કરતા હોય છે. માંત્રિકો મંત્રો વડે મંત્રસાધના કરીને સિદ્ધિ મેળવવા મથતા હોય છે, જ્યારે વર્તમાનકાળે કળીયુગમાં યંત્ર માર્ગે આગળ વધનારા વધારે હોય છે. યોગ માર્ગને અધ્યાત્મ માર્ગ કહ્યો છે. અધ્યાત્મ માર્ગમાં સૌથી વધારે કેન્દ્રમાં આત્મા છે. આત્મા મન-વચન-કાયાના યોગે શુભ-અશુભ પ્રવૃત્તિ કરતા પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ કર્મથી લેવાય છે. ઉદય કાળે ફરી કર્મો ભોગવવા પડે છે, ત્યારે સુખ-દુઃખ ભોગવતાં પરિસ્થિતિ ઘણી દયનીય બની જતી હોય છે. ફરી ફરી પાપો કરવા, ફરી ફરી દુઃખી થવું, ફરી ફરી કર્મ બાંધવા, અને ફરી ફરી આ વિષચક્રમાં ફસાવવું. એના કરતાં એ બધા માર્ગો સદાના માટે છોડી દેવા જે સાધક તૈયાર થાય છે, તે અધ્યાત્મ યોગના માર્ગે પ્રાપ્તિની દિશામાં આગળ વધે છે. મોક્ષ માર્ગે આગળ વધવા જે સજ્જ થાય, એને સર્વ પ્રથમ મનને સાધવું અનિવાર્ય હોય છે. મન ભોગમાર્ગથી ટેવાયેલું હોય છે, કારણ કે તેવાં જ ભારે અશુભ કર્મો બાંધેલાં હોય છે, તેથી અશુભ કર્મોના ઉદયે ફરી ફરી મન ભોગ માર્ગ તરફ જ વળતું હોય છે. તેની ભોગેચ્છાઓ તીવ્ર થતી જાય છે. ઇચ્છાઓ જાગ્યા પછી મન ઇચ્છાઓ પૂરી કરવા મથે છે. ત્યાં હજારો પાપોની પરંપરા - હારમાળા શરૂ થાય છે. ચિત્તની આવી વિક્ષિપ્તાવસ્થાઓને અવરોધવાનો ઉપાય તે યોગમાર્ગ છે. રશ્મિબેન ભેદાએ “મોક્ષપ્રાપ્તિનો માર્ગ – યોગ' આ પ્રબંધમાં યોગમાર્ગને વધુ ને વધુ સ્પષ્ટ કરવા જે પુરુષાર્થ કર્યો છે, તે ચોક્કસ સ્તુત્ય છે. પાતંજલ અને જૈન યોગ માર્ગનો તુલનાત્મક અભ્યાસ કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ આ તો એક સ્વતંત્ર સંશોધનનો મોટો વિષય છે. પૂ. હરિભદ્રસૂરી મ. વિરચિત યોગના ૪-૫ મુખ્ય ગ્રંથોનો પરિચય જરૂર કરાવ્યો છે, પરંતુ આવશ્યકતા હતી તેમનું દોહન કરીને નવનીત રજૂ કરવાની. અષ્ટાંગ યોગના યમ-નિયમાદિમાં પણ આગળ વધતા ધ્યાન-સમાધિના સ્વરૂપને રજૂ કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ આત્મિક - આધ્યાત્મિક ધ્યાનના સ્વરૂપને વધુ પ્રયોગાત્મક બનાવવાની જરૂરિયાત હતી. અંતે યોગ માર્ગે આગળ વધતા કર્મક્ષય કેવી રીતે થાય છે ? અને કર્મક્ષયકારક યોગનું સ્વરૂપ કેવું હોય છે ? તેમ યોગ માર્ગે કર્મક્ષય VIII

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 347